________________
14૩૩ - ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૧૫ સમ્યગ્દષ્ટિ પર કંઈ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટિ.
સંસારમાં રહેલા માટે, ભલે સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઈએ તે ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે ગતિના વિપાકો સમ્યગ્દષ્ટિને ન વળગે એમ કંઈ નથી ! એને માટે સરખા જાય છે. ફરક કયાં છે ? મિથ્યાષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય, એ જ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે; રાગદ્વેષની મંદતા. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચોદવું ઓછું; અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ. મધુલિપ્ત તલવાર :
વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કેટલાય ગણો છે. દૃષ્ટાંતમાં, મધથી લેપાયેલી તલવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તલવારની અણી ચાટવામાં જેટલું સુખ, તેટલું વિષયસેવનમાં સુખ; પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા સિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે.
શબ્દ-ગંધાદિ પાંચ વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજૂરી છે. પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઈ જવાથી કાપ-કૂપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઈ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને છોડી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્ર તો સમ્યગ્દષ્ટિ સિવાયના બધાને અસંજ્ઞી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કારવાઈ ન કરે, તો મનવાળા અને મન વગરનામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઈ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ?
સમ્યગ્દષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાન સુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ વેઠો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org