________________
૯૪
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –
મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફક નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષછેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વદેવોના પૂજ્ય છે, જે મહાદેવ સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવ આજ્ઞારૂપ કારણથી જ આરાધવા યોગ્ય છે તથા નિર્ટન્દ્ર ફલને એટલે મુક્તિસુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના બળથી એવી રીતે પ્રચ્છાદિત કરી નાખ્યા છે કે જેથી
એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.” અધર્મને ધર્મ મનાવવાનું અને સધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્યઃ
જે રીતે ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે, તે જ રીતે તેનામાં, અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધ ધર્મનું આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે
“દિર , ગોલા, ઘરી નં મુદ્દા स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा ।।१।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । यतेरेकगृहे पिण्डो, गीतवाद्यमहादरः ।।२।। वापीकूपतडागादि-कारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः ।।३।। कियन्तो वा भणिष्यन्ते, भूतमर्दनहेतवः । रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः ।।४।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः ।
તે મિથ્યાતનાāન, મદ્ર ! યા પ્રdfસંતા: ITI” “કુદેવ, કુગુરુ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરંભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રત બનેલાઓને ગુરુ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org