________________
1895
– ૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 –
– ૨૭૭
એ સિવાય પણ એ ગતિમાં સુધા, તૃષા, ઠંડી, ગરમી, દાહ એ વગેરે ઘણાં ઘણાં દુઃખો હોય છે.
સભા : બાળવય પણ નિર્દોષ નહિ ?
બાળવય એટલે અજ્ઞાન વય અને એ વયમાં અજ્ઞાન એ જ મોટો દોષ છે એટલે એ વયને નિર્દોષ કેમ જ કહેવાય ? એ વય, કોઈ પણ રીતે નિર્દોષ નથી : કારણ કે આત્મા, એ વયમાં અજ્ઞાનના યોગે : વગર સમયે, અયોગ્ય પ્રવૃત્તિ કર્યો જાય છે : એટલે કર્મબંધ તો એને પણ થાય જ છે. એ અધિક ન કરે એનું કારણ એની કાયા આદિમાં તેવી તાકાત નથી. નાનું બાળક, મિષ્ટાન્ન થોડું ખાય કેમ કે વધારે ખાવાની તેની તાકાત નથી : પણ કંઈ એનાથી તેનામાં ત્યાગવૃત્તિ નથી. એના પેટમાં વધારે માતું નથી માટે થોડું ખાય છે એથી કાંઈ “એનામાં ઇચ્છાનો અભાવ છે” એમ ઓછું જ કહી શકાય તેમ છે?મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ (એટલે મન, વચન, અને કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદનો એનામાં અભાવ છે એમ ઓછું જ કહી શકાય ? કોઈ પાપને ન કરી શકે એટલા માત્રથી તે પાપના બંધથી રહિત નથી થઈ જતો. બાળક પાપ ઓછું કરે છે એમાં ‘પાપનો ત્યાગ' કારણ નથી પણ અશક્તિ અને અજ્ઞાન આદિ કારણ છે. “સામગ્રીના અભાવે એની લાલસા દબાયેલી પડી છે એ વાત ખરી છે પણ નથી એમ નથી. સામગ્રીના વધવા સાથે એની પણ લાલસા વધતી જ જાય છે.
રિદ્ધિસિદ્ધિવાળો શ્રાવક અને રિદ્ધિસિદ્ધિ વગરનો ભિખારી એ બેમાં વધુ કર્મબંધ કોણ કરે ? સામગ્રીવાળો શ્રાવક સમ્યગ્દષ્ટિ હોઈ એ બધાનો ભોગવટો કરતાં છતાં કર્મનો બંધ ઓછો કરે અને પેલો નહિ ભોગવતાં છતાં બંધ વધારે કરે કારણ કે એકમાં જ્ઞાન છે જ્યારે બીજામાં અજ્ઞાન છે. અજ્ઞાનના યોગે બાળકની કંઈ લાલસા ગઈ નથી, એ કંઈ વિરતિધર થયો નથી અને એના કષાયો કંઈ ગયા નથી. અજ્ઞાની તો, જ્ઞાની કરતાં ભારે કર્મબંધ કરે છે ? એ જ કારણે મિથ્યાદૃષ્ટિ આત્માને કર્મબંધ વધારે થાય છે.
બાલ્યવય માટે એમ કહેવાય કે દોષ હજી તેવા રૂપે જન્મી શક્યા નથી એટલે એને સુધારી શકાય છે, એનામાં ઇચ્છાઓ તો છે, એ જાગૃત થઈને પોષાય તેટલી વાર છે, માટે બાળકને સુધારવો એ સહેલું છે ? બાકી એનામાં અજ્ઞાન એ કાંઈ નાનો દોષ નથી. મોટામાં જ્યારે બીજા દોષો છે : ત્યારે બાળકમાં, અજ્ઞાન દોષ છે અને એ મહાદોષ હોઈ ભારેમાં ભારે દુઃખ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org