________________
૧૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ ––
– 149
"तामेव सई असई अइअच्च उच्चावयफासे पडिसंवेएइ" "किं च- तामेवावस्थां कुष्ठाद्यापादितामेकेन्द्रियापर्याप्तिकादिकां वा सकृदनुभूय कर्मोदयात्तामेव असकृद्-अनेकशोऽतिगत्योच्चावचान् तीव्रमन्दान् स्पर्शान-दुःखविशेषान् ‘પ્રતિસંવેતિ' અનુમતિ ”
“વળી તે જ અવસ્થાને એટલે કોઢ આદિ રોગોએ કરેલી અવસ્થાને અથવા એકેંદ્રિય, અપર્યાપ્ત આદિ અવસ્થાને અનેક વાર પામીને
(સંસારવર્તી પ્રાણી) તીવ્ર અને મંદ દુઃખવિશેષોને અનુભવે છે.” આપ્તની આધીનતા :
કોઈ એમ ન માની લે કે “સૂત્રકાર મહર્ષિ, આ બધી વાતો પોતાની મતિકલ્પનાથી જ કહે છે. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિએ, પોતામાં રહેલી આખાધીનતાને સ્પષ્ટ કરવા ફરમાવેલા સૂત્રાવયવની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
uત તીર્થવૃદ્ધિાવેલિમિત્રાદ-" “અને આ જે વાત કહી આવ્યા તે તીર્થંકર મહારાજાઓએ જણાવેલ છે. એ પ્રમાણે કહે છે ”
“પુ િવવે-” 'बुद्धेः' तीर्थकृद्भिः 'एतद्' अनन्तरोक्तं प्रकर्षणादौ वा वेदितं प्रवेदितं । एतच्च वक्ष्यमाणं प्रवेदितमित्याह-'
“આ હમણાં તરતનું કહેલું તીર્થંકરદેવોએ, પ્રકર્ષે કરીને અથવા આદિમાં જણાવેલ છે અને આ આગળ જે કહેવાનું છે એ શ્રી તીર્થંકરદેવોએ જણાવેલું છે.” આવા પ્રકારના કથનથી સૂત્રકાર પરમર્ષિ સ્પષ્ટ કરે છે કે અમે જે કંઈ કહીએ છીએ તે શ્રી તીર્થંકરદેવોનું કહેલું જ કહીએ છીએ પણ અમારું પોતાનું કહેતા નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આપ્તની આધીનતા એ જ પ્રધાન છે. આખ એટલે અરિહંત ભગવાન; એ પરમતારકની આજ્ઞા એ જ શ્રી જિનશાસનનું સર્વસ્વ. શ્રી જિનશાસનને માનનારો પણ તે જ કે જે શ્રી અરિહંત ભગવાનની આજ્ઞામાં જ ધર્મ માને. જેમાં એ પરમતારકની આજ્ઞા નથી એ દેખાવમાં ધર્મરૂ૫ હોય તો પણ વાસ્તવિક રીતે ધર્મ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org