________________
1993 – ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 - ૧૭૫ - દુનિયાનો સામાન્ય માણસ પણ, કોઈની ઉન્નતિમાં સ્વાભાવિક રીતે નારાજ ન હોય તો જ્ઞાની પુરુષો તો નારાજ હોય જ કેમ ? શ્રી જિનેશ્વરદેવ તથા તે તારકના અનુયાયીઓ કોઈની ઉન્નતિમાં કદી જ નારાજ ન જ હોય, પણ ઉન્નતિના નામે અવનતિ થાય એવી કાર્યવાહીમાં તો તેઓ ના પાડ્યા વિના રહેતા નથી અને રહે પણ નહિ. કોઈ પણ આત્મા સારા સ્થાને જાય તેમાં જ્ઞાની નારાજ હોય એ બને જ નહિ, પણ આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળમાં આવ્યા છતાં પણ વિષયકષાયને આધીન થઈ કોઈ પણ આત્મા એકેંદ્રિયાદિમાં ચાલ્યો ન જાય, એ માટે આ દયાના સાગર જ્ઞાનીઓ વસ્તુસ્વરૂપના વર્ણન દ્વારા આવશ્યક ચેતવણી આપી રહ્યા છે. આત્માની ઉન્નતિ માટે જ પ્રભુશાસન :
ઉપર ચડેલાને પડવાના સંભવ ઘણા છે. જે આત્મા જરા પણ આગળ વધ્યો હોય તેણે સઘયે સાવધ રહેવું જોઈએ. પંચેદ્રિયપણામાં આવેલા આત્મા એકેંદ્રિયપણાને ન પામે, એવી આ શાસનની માન્યતા નથી, કારણ કે એમાં આવીને પણ અયોગ્ય કાર્યવાહી કરે તો એ આત્મા પાછો ત્યાં પણ જાય. પંચેદ્રિયપણાને પામેલ આત્મા પણ જો એકેદ્રિયપણાની ક્રિયામાં રત થાય, ચોવીસે કલાક જો એની સેવા કરે, તો તે એકેંદ્રિય પણ થાય એ સ્વાભાવિક છે. દેવતા પણ અતિ આસક્તિના યોગે પોતાના વિમાન અગર વાવડી વગેરેમાં એકેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે. એટલી હદે પહોંચેલા દેવતાની પણ જો એ દશા થાય છે તો મનુષ્યની શી દશા ? મનુષ્ય તો વધારે સાવધ રહેવું જોઈએ.
મનુષ્યગતિ કાંઈ ભોગની દૃષ્ટિએ દેવગતિથી ઊંચી નથી, પણ ધર્મ કરવાના સંયોગોની દૃષ્ટિએ ઊંચી છે. આવું જીવન પામીને પણ આત્મા જો વિષયકષાયમાં જ રત થાય તો અવનતિ થાય જ. આ જીવનમાં પાંચ-પચાસ લાખ મળે એથી સમ્યગ્દષ્ટિ આત્મા રાજી ન થાય, કેમ કે એ જાણે છે કે “પાંચ પચાસ વરસની સાહ્યબી કેટલાં વર્ષની આપત્તિમાં નાખી દેશે તે નક્કી નથી.” કાયદાનો જાણકાર લાખ રૂપિયાનો ચોરીનો માલ પાંચ હજારમાં લે તો પણ એને મૂંઝવણ થાય; એ માલ પચી જાય તો પણ એની ચિંતા ન જાય. એ માલ ચોપડે લખીને વેચવાની હિંમત એની ન ચાલે, ભલે એ બીજું કાવતરું કરે, પણ સીધો એ માલ ન વેચે. એવી રીતે પુણ્યોદયે કાંઈ મળે તો પણ સમ્યગ્દષ્ટિ એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org