________________
૧૭૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
-
- 1w
ન લેપાય. વ્યવહારની ઉન્નતિ અને આત્માની ઉન્નતિમાં અંતર છે. એ અંતર રહે ત્યાં સુધી મતભેદ પણ રહેવાનો.
આત્માની ઉન્નતિ માટે પ્રભુનું શાસન છે. જોકે પોદ્ગલિક ઉન્નતિ પણ આના યોગે અવશ્ય થાય છે, પણ આ શાસનનું એ ધ્યેય નથી. જે શાસનમાં, આત્માનો ઉદય કરવાની તાકાત છે તેનામાં દુન્યવી ઉદય કરવાની તાકાત ન હોય એ બને જ કેમ? પણ “એ ઉદયને જ સંપૂર્ણ ઉદય માનનારા આ શાસનને સમજ્યા નથી' - એમ અવશ્ય કહેવું પડે. ભયંકર પરિસ્થિતિ :
ચિંતામણિમાં બે ગુણ છે; સારું પણ આપે અને નરસું પણ આપે, જે માગે તે આપે. પૂજા માગે તો પૂજા પણ આપે અને માર માગે તો માર પણ આપે, આટો પણ આપે ને અઢળક ધન પણ આપે, અર્થાતુ-માગનાર જે માગે તે આપે. માગનાર આટો માગે તો ચિંતામણિ તો એ પણ આપે, પણ એવું માગનાર એથી ચિંતામણિની કિંમતની આંકણી ઘટાડવાનું કામ કરે છે, એ નિશ્ચિત છે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવ પાસે દુનિયાના પદાર્થો માગવા તે પોતાના માટે શ્રી જિનેશ્વરદેવની કિંમતની આંકણી ઘટાડવા બરાબર છે. એવા દેવની કિંમત ઘટાડવાના પાપનો બોજો એને શિરે ચોંટે છે. મોટા આદમીને કચરો કાઢવાનું કામ સોંપવામાં આવે તો કદાચ એ તો સભ્ય છે માટે કરે, પણ એને એમ તો જરૂર થાય કે અહીં હવે ન અવાય તો ઠીક. શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ મળે, નિગ્રંથ ગુરુ મળે, આ ધર્મ મળે, છતાંયે ક્ષુલ્લક માગણી ચાલુ રહે તો તે પરિસ્થિતિને શ્રી જિનેશ્વરદેવના શાસનના ગીતાર્થો ભયંકર માને છે. આ ભયંકર પરિસ્થિતિ તો જ મટે કે જો સંસારની દુઃખમયતા સમજાય. અને તેથી જ એ સમજાવવાનો આ પ્રયત્ન છે. આત્માને વીસરવો એ મહાપાપ છે :
આ કારણે સંસારની દુઃખમયતાનું વર્ણન ઉપકારીઓ ફરમાવી રહ્યા છે. આ દુઃખમય સંસારની ચાર ગતિ પૈકીની નરકગતિ એવી છે કે એમાં કોઈપણ આત્મા રાચતો જ નથી. કેમ કે એ ગતિમાં ક્ષણિક પણ રાચવા જેવું કાંઈ છે જ નહિ. ત્યાંનો જીવ તો ત્યાંના ત્રાસથી છૂટવા જ ઇચ્છે છે. તિર્યંચયોનિમાં રાચનારા, ભલે ઓછા, છતાં પણ છે; કેમ કે ત્યાં કેટલાય જીવો બાદશાહી ભોગવે છે, તેમજ ત્યાં નારકી જેવું દુઃખ નથી કે જેથી એ મરવા ઇચ્છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org