________________
૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109
'',
તિર્યંચ ગર્ભજ પંચેંદ્રિયની આ વાત છે, બાકી વિકલેંદ્રિયાદિ સંમૂર્છિમ છે અને એકેન્દ્રિયો તો સ્થાવરપણે તાડન, તર્જન, છેદન અને ભેદન આદિનું દુ:ખ અનંત તથા અસંખ્ય કાળ સુધી તેની તે જ કાયમાં ફરી ફરી ઉત્પન્ન થઈને ભોગવ્યા જ કરે છે. મનુષ્યગતિમાં અને દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ રીતે સંસારની ચારે ગતિનાં દુ:ખોનું વર્ણન ક૨વાનો હેતુ એક જ છે કે એના શ્રવણ-વાંચન-મનન દ્વારા પ્રાણીને સંસાર પરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન થાય અને એથી દુનિયાનો કોઈપણ આત્મા વિષયકષાયમાં લીન ન થાય. વિષયકષાયની વાસના, આત્માના આત્મધર્મનો નાશ કરે છે, એમાં શંકા નથી. આત્માના તથા જડના ધર્મને-સ્વરૂપને સમજનારો આત્મા, જડની ઉન્નતિમાં એવો લીન ન જ થાય કે જેમાં આત્માના ગુણોનું બલિદાન થાય. નાસ્તિકને બાદ કરતાં કોઈપણ આસ્તિક એવો નથી કે ‘શરીર છોડીને આત્મા જવાનો છે' એવું ન માને. ‘અનિચ્છાએ પણ આ શરીર છોડીને આત્માને જવું પડશે, ગયા વિના છૂટકો જ નથી અને જેવી કાર્યવાહી કરી હશે તેવી જ ગતિ થવાની છે,' એ વાત આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે માનનાર દરેક માને છે. ‘વું પડશે જ, ગયા વિના છૂટકો જ નથી' - આસ્તિક આત્માની આ માન્યતા મજબૂત હોય છે.
1595
દેવ, ગુરુ અને ધર્મને સામાન્યતયા પણ જે માનતો હશે, ક્ષાયોપશમિક બુદ્ધિ અનુસાર થોડું ઘણું પણ જે સમજતો હશે, એવા આત્માને ‘શરી૨ મૂકીને આત્મા ચાલ્યો જવાનો જ' એ વાતમાં જરા પણ શંકા હોતી નથી. એ વાત પ્રત્યક્ષ દેખાય છે, અનુમાનથી કલ્પાય છે, અને શાસ્ત્રની પણ સાક્ષી છે. આટલું છતાં આ જાણનારો - આ અનુભવનારો કયો આદમી શરીરસેવામાં પોતાના આત્માને વીસરે ?
૧૭૭
‘ખરેખર, વિષયકષાયમાં રત થઈ આત્માને વીસ૨વો એ મહાપાપ છે' - આટલું જો નિશ્ચિત થાય તો સ્વયમેવ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય; જિજ્ઞાસા થઈ એટલે એ પોતાની મેળે જ સદ્ગુરુનો યોગ મેળવવા પ્રયત્ન કરે; યોગ મેળવે અને સુસંયોગ મેળવીને શ્રદ્ધાપૂર્વક એ તારકનાં વચનો માને, જેથી વિષયકષાયો ઘટે. પણ એ ત્યારે જ બને કે જ્યારે જ્ઞાનીઓએ વર્ણવેલી સંસારની દુ:ખમયતા હૃદયમાં જચે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org