________________
૧૭૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
તારક કોણ અને કેવા ?
જ
સંસારની દુઃખમયતાને હૃદયમાં ચાવવાનું કાર્ય તે જ કરે કે જે સંસારસાગરથી તરી પરને તારવાને ઇચ્છતા હોય; અથવા તો જે સંસારથી વિરક્ત બની એ જ્ઞાનીની આજ્ઞા મુજબ સ્વપર કલ્યાણની સાધનામાં જીવનનો વ્યય કરતા હોય. જે આત્માને સંસારમાં રસ આવે છે તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. આ જ હેતુથી જ્ઞાનાદિથી વિભૂષિત જૈનમુનિઓ સિવાય અન્ય કોઈ જ આ સંસારસાગરના સાા તારક નથી, કારણ કે જે પોતાનો ઉદ્ધાર ન કરી શકે તે પારકાનો ઉપકાર પ્રાયઃ ન કરી શકે. જે સ્વયં તરવાને સમર્થ છે તે જ પારકાને સારી રીતે તારવા માટે સમર્થ છે. લાકડાની કે લોઢાની એમ નાવ તો બેય કહેવાય, પણ લાકડાની નાવ તારે જ્યારે લોઢાની નાવ ડુબાડે ! જેનામાં તરવાની લાયકાત નથી, તેનામાં બીજાને તારવાની લાયકાત નથી. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયાતત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય, અને જિતેંદ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે. તા૨ક બનનારો એકલો જ્ઞાની હોય એ ન ચાલે, પણ સમ્યજ્ઞાન મુજબની યથાશક્તિ ક્રિયા કરવામાં એ તત્પર હોવો જોઈએ. ક્રિયામાં તત્પરતા પણ કચારે ટકે ? ત્યારે જ કે જ્યારે તે શાંત હોય; માટે એકલો જ્ઞાની તથા ક્રિયા કરનારો પણ ન ચાલે, એટલે સાથે એ શાંત પણ જોઈએ, જેથી તે ક્રિયાતત્પર રહી શકે; એ શાંતિ પણ સદ્ભાવના હોય તો જ ટકે અને સદ્ભાવના ટકાવવાને માટે ઇંદ્રિયો ઉપરનો કાબૂ હોવો અતિ જરૂરી છે. ઇંદ્રિયો ઉપર કાબૂ તો ત્યારે જ મુકાય કે જ્યારે વિષયની રસિકતા ઘટે. અને વિષયો અસાર અને આત્મનાશક સમજાયા વિના વિષયની રસિકતા પણ ન ઘટે, વિષય પણ અસાર ત્યારે જ સમજાય કે જ્યારે એના આત્મનાશક સ્વરૂપનું બરાબર ભાન થાય. આખા સંસારનું સ્વરૂપ સમજે, એ સમજ્યા પછી મમતા છોડી ઇંદ્રિયો પરનો કાબૂ મેળવી સદ્ભાવના ટકાવે તો શાંતિ આવે, શાંતિ આવ્યાથી ક્રિયા ફળે અને એ ક્રિયાને ફળીભૂત કરનાર જ્ઞાન હોવું જોઈએ. આ ગુણોવાળો સ્વયં તરે અને બીજાને તારે.
+
Jain Education International
151
જે આત્મા સંસારથી તરવાના માર્ગમાં પ્રગતિ કરે છે તે જ આત્મા પારકાને તારવા શક્તિ ધરાવે છે. બાકી જેણે પોતાનું કલ્યાણ કર્યું નથી અને આરંભ સમારંભની તથા પાપની પ્રવૃત્તિથી જેણે પોતાના આત્માને બચાવવાનો માર્ગ લીધો નથી, તે પારકાને કઈ રીતે બચાવે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org