________________
વાળ –
– ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક – 100
–
૭૩
“હે ભદ્ર ! લોકની અંદર આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત્ સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાને લેનારા અને તોડનારા, અનેક પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવ પ્રકારનો જે પરિગ્રહ, તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હંમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એ જ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.” અને -
"सज्ज्ञानध्यानचारित्र-तपोवीर्यपरायणाः ।
गुणरत्नधना धीरा, जगमाः कल्पपादपाः ।।१।। "संसारसागरोत्तार-कारिणो दानदायिनाम् ।
अचिन्त्यवस्तुबोहित्थतुल्या ये पारगामिनः ।।२।। "तेषु निर्मलचित्तेषु, पुरुषेषु जडात्मनाम् ।
વોડાત્રણ ઘરે, મદારોમદત્ત: રૂપા” “સ અને અસદ્, હેય અને ઉપાય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારું સુંદર ધ્યાન કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્રઃ કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિદ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં રત્નોરૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઈ પણ જાતની આશંસા વિના શુદ્ધ દાન દેનારા આત્માઓનો સંસારસાગરથી ઉદ્ધાર કરનારા છે, એટલે કે એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ય વસ્તુઓના જહાજતુલ્ય હોઈ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org