________________
૭૨.
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
--
140
સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ તે ભદ્ર ! લોકો માટે ભયંકર
એવો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે.” આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઈ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલું જ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાં જ રત રહે છે.
અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ-પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતે સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખૂબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહવું પડે છે. એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રિક અને અજ્ઞાન જગતને ખૂબ જ મૂંઝવે છે. એ મૂંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપર કારમી શત્રુતા અજમાવે છે.
એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો “મિથ્યાદર્શન” નામનો અનાદિસિદ્ધ શત્રુ પોતાનો મહિમા ફેલાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે –
"गृहिणो ललनाऽवाच्य-मर्दका भूतधातिनः ।।
असत्यसन्धा: पापिष्टाः, संग्रहोपग्रहे रताः ।।१।। "तथाऽन्ये पचने नित्य-मासक्ताः पाचनेऽपि च ।
मद्यपाः परदारादि-सेविनो मार्गदूषकाः ।।२।। "तप्तायोगोलकाकारा-स्तथापि यतिरूपिणः । છે તેવુ કુત્તે પર! પત્રવુદ્ધિન બને રૂ."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org