________________
૧૧ : સંસારમાં સૌ દુઃખી, સુખી એક અણગારઃ 105)
• સિંહાવલોકન :
• વિષયવિપાકની ભયંકરતા : ૦ પુનઃ પુનઃ દુ:ખાવસ્થા :
• શ્રાવકપણું સાચવવા માટે : ૦ આતની આધીનતા
• મુનિ કે શ્રાવક ઢાળ મુજબ ઢળે નહિ : • પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પીડે છે : • શ્રી શ્રેણિક તે જેવી મનોવૃત્તિ ક્યાં ? • સંસારમાં સુખી કોઈ નથી :
• એક ધર્મથી જ મનુષ્યોની મહત્તા છે : • સુખનું ઔષધ છે પણ સેવનારા કેટલા ? • સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય : વિષયઃ “સંસારમાં સર્વત્ર દુઃખ જ છે. સુખ તો સંયમમાં જ - આ મુદ્રાલેખને
કંડારતું પ્રવચન. મિથ્યાત્વાદિ ભાવ અંધતાના કારણોનું પૂર્વ વ્યાખ્યાનોમાં વિસ્તૃત નિરૂપણ ક્ય બાદ સર્વ તીર્થકરોએ કહેલી સંસારની દુઃખમયતાનું આ પ્રવચનમાં તાદૃશ્ય વર્ણન કરાયું છે. સંસાર જ તેનું નામ કે જેમાં ફરી ફરીને દુઃખાવસ્થા પ્રાપ્ત થાય. સંસારવર્તી બધા જ જીવો અન્ય જીવોને આહારાદિ માટે ત્રાસ પહોંચાડે છે. સબળાનો નબળાને ભય છે અને સબળા નબળાને મારે પણ છે. આવા સંસારને પણ છોડવાનું મન થતું નથી, તેનું કારણ નિર્વેદનો અભાવ. સુખ મેળવવા માટે સંયમ એ ઔષધ છે, તે સેવે તે સુખી થાય. આ વસ્તુ સમજાય માટે જ જ્ઞાનીઓ વારંવાર ઉપદેશ આપે છે. આ મુખ્ય વાત સાથે શ્રાવક ક્યાં વસે ? શ્રાવકપણું સાચવવા શું કરવું જરૂરી છે ? સમકિતની ભાવના અને કરણીનો તાલમેલ કેવો હોય; ધર્મથી માનવની મહત્તા કેમ ? અને ધર્મનો ઉપાય કયો ? એ પ્રશ્નો સુંદર ચર્ચા મહારાજા શ્રેણિક અને પ્રાસંગિક ધન્ના શાલિભદ્રના દૃષ્ટાંતો પણ આપ્યાં છે.
મુલાકાતૃત • શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આપ્તની આધીનતા એ જ પ્રધાન છે. - નિર્વેદ અને વૈરાગ્ય એ શબ્દો તો હાથમાં આવ્યા પણ હૈયામાં ક્યાં છે ? આગમ પર શ્રદ્ધા થાય
તો એ હૈયે આવે. ૦ જેટલા પ્રમાણમાં સંસાર ખસ્યો તેટલા પ્રમાણમાં જ અણગાર પણ સુખી અને તેટલા પ્રમાણમાં
દુઃખની મુક્તિ. - સાધુ અને શ્રાવકની કરણી એ સુખનું ઔષધ છે. પણ સેવે તે સુખી બને, ન સેવે તે ક્યાંથી સુખી
બને ? • પાંચેય ઈન્દ્રિયોનાં સુખ ક્ષણિક છે અને દુઃખ ચિરકાલીન છે. • ભવિષ્યમાં દુઃખ છતાં ભોગવટામાં આનંદ આવે એ તો મિથ્યાદૃષ્ટિનો આનંદ છે. • પાપી જીવોને પાપના ફળને ભોગવવામાં સહાયક થવાની બુદ્ધિ સમ્યગ્દષ્ટિને ન આવે. • દુનિયા ફરે તેમ શ્રાવક ન મૂંઝાય, તેવી રીતે નામ શ્રાવકો ફરે તેમ સાધુ પણ ન મૂંઝાય.
અર્થ-કામની લાલસામાં ગાંડી બનેલી દુનિયાને પૈસા વગેરેની લાલચથી વશ કરવામાં વાર શી ? તિર્યંચનાં શબ્દ માટે કાનમાં ખીલા ઠોકવાનું શાસ્ત્ર નથી કહ્યું, પણ એવા કંક મનુષ્યો છે, જેના શબ્દો સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org