________________
કષાયો અને વિષય એટલે કર્મબંધનમાં—ખાસ કરીને રસબંધનને અંગે – ઘણે ફેર પડી જાય તેમ છે. આપણે એમને ઓળખવા બનતે પ્રયત્ન કરીએ. કષાયોની ઓળખાણ –
स क्रोधमानमायालोभैरतिदुर्जयैः परामृष्टः ।
प्राप्नोति याननर्थान् कस्तानुद्देष्टुमपि शक्तः ? ॥२४॥ અથ–તે ક્રોધ, માન, માયા અને લેભથી લેવાઈ ગયેલે જીવ જે અનર્થોને પ્રાપ્ત કરે છે, તેનું કથન કરવાને પણ કેણ સમર્થ હોય છે? અથવા કોણ સમર્થ થાય છે? (૨૪) - વિવેચન–આવા પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભના સંબંધમાં જે પ્રાણી આવે છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તમારે તે માટે જેવું હોય તે “ઉપમિતિભવપ્રપંચ કથા વાંચવી. તેમાં આ ચારે કષાય માટે એક એક પ્રસ્તાવ રચાય છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધને વિસ્તાર છે; ચેથા પ્રસ્તાવમાં માનને વિસ્તાર છે પાંચમા પ્રસ્તાવમાં માયાનો વિસ્તાર છે અને છઠ્ઠા પ્રસ્તાવમાં લેભને વિસ્તાર છે. એમણે અનર્થપરંપરા કેટલી કરી છે, તે વર્ણવવાની જરૂર જ નથી, પૂર્વ કવિઓએ તે વર્ણવી છે, અને એક બે નહિ, પણ સેંકડે અનર્થો આ ક્રોધ, માન, માયાથી થાય છે, એની અનર્થ પરંપરા જાણવી હોય તે મહાસમર્થ સિદ્ધર્ષિ જેવા કવિઓ જોઈએ. એકાદ અનર્થ હોય છે તે જાણે રામજ્યા, પણ અનર્થની પરંપરા હોય તેને વર્ણવવાને કણ શક્તિમાન થાય? છતાં એવા દાખલા તરીકે એક એક કે વધારે અનર્થો આ ગ્રંથમાં બતાવશે.
એટલે ક્રોધ, માન, માયા અથવા લેભ અથવા એ ચારે અતિ દુર્જયું છે, એને વિજય કરવો ઘણું મુશ્કેલ છે અને એનાથી જે પ્રાણુ લેવાઈ જાય છે તે અનર્થ-પરંપરાને હારબંધ વહોરી લે છે. એ અનર્થની હારમાળા જાણવી હોય તે, અમે તે કામ માટે અશક્ત છીએ, પણ એકાદ દાખલે આપી તે અત્યંત દુર્જાય છે એમ જણાવીએ છીએ. એક એક અનર્થો, જે હવે ગણાવવામાં આવશે, તે પણ એટલા આકરા અને ભયંકર છે કે, સમજુ માણસ કષાયને દુજોય જ ગણે અને તેને વશ ન પડવાની ભલામણ કરે. આવા આ આકરા કષાય છે. તેની સામે પડીને તે પર વિજય મેળવવો ભારે આકરે છે. આ બે વાત લક્ષમાં રાખી આપણે કષાયને અનર્થ-પરંપરા લાવનાર તરીકે ઓળખીએ અને એના સંબંધમાં જ ન આવવા નિશ્ચય કરીએ. બાકી કષાયની વચ્ચે રહી તે પર વિજય મેળવનાર ધન્ય છે. પણું તમે આવતા લેકમાં વાંચશો, તે અનર્થો પણ આકરા છે, ભયં. કરે છે, એટલે કષાયને અહીં અતિ દુજેય ગણવામાં આવ્યા છે. તમે તેના સંબંધમાં જ ન આવે તે સારી વાત છે અથવા કષાય આકરા છે એટલું સમજી તેનાથી દૂર હટી જાઓ એવી ચેતવણી રૂપે અત્ર કષાને વર્ણવવામાં આવ્યા છે. પ્ર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org