________________
૫૦
કલશામૃત ભાગ-૫
નાથ જેને અનુભવમાં આવ્યો એવા ધર્મને આ શરીરનો કે પરશરીરનો કે કોઈ ભય એને હોતો નથી. નિર્ભય ચીજ અંદર દૃષ્ટિમાં પ્રગટ થઈ છે. આ..હા..હા...! એ ઇહલોક અને પરલોકનો ભય નથી એનો ઈ શ્લોક હતો. આ શ્લોક શેનો હતો ? આલોક અને પરલોકનો ભય નથી એનો છે.
હવે વેદનાનો ભય નથી આ શ્લોક છે. ધર્મીને (અર્થાત્) જેણે ચિદ્લોક જ્ઞાનસ્વરૂપ ભગવાન (છે) એવું ભાન અને અનુભવ થયો એને વેદનાનો (ભય હોતો નથી). શરીરમાં વેદના (થાય), આકરો રોગ આવે, રાડ નાખે.. હાય... હાય...! અને અનુકૂળતાની નિરોગતાનો પાર ન હોય (એ) બન્ને પ્રત્યેનું ધર્મીને લક્ષ નથી. એ જડ છે, ૫૨ છે. એને વેદનાનો ભય હોતો નથી. આ..હા..હા...!
—
એક ફેરી કહ્યું નહોતું ? ભાઈ ! લાઠી... લાઠી’ ! (ત્યાં એક) અઢાર વર્ષની જુવાન છોડી હતી. બે વર્ષનું પરણેત૨ ! ઘણા વર્ષ થયા. ‘દામનગર’ પરણાવી હતી પછી એને વ્યાધિ થઈ, શીતળા નીકળ્યા. છોડી રૂપાળી હતી, બે વર્ષનું પરણેતર, એના ધણીને નવી હતી. ‘દામનગ૨’ પરણાવી હતી. આ તો ઘણા વર્ષ પહેલાંની) વાત છે. પછી એને શીતળા નીકળ્યા (તો) દાણે દાણે ઇયળ પડી) ! તળાઈમાં, ભાઈ ! તળાઈમાં સુવડાવી પણ આમ ફેરવે ત્યાં હજારો ઇયળો અહીં નીકળે ! આમ ફેરવે ત્યાં (હજારો ઇયળો આમ નીકળે). એની બાને કહે છે), બા ! મેં આવા પાપ આ ભવમાં કર્યાં નથી. આ ક્યાંના આવ્યા? શું થયું ? મારાથી સહન થતું નથી. આમ ફરું તો આમ ઇયળો પડે છે) અને આમ ફરું તો હજારો ઇયળો બટકા ભરે (છે) ! આહા..હા...! આમ પોકાર કરતી (પછી) મરી ગઈ. ઘણા વર્ષ થયા. આહા..હા...!
એવી વેદના હોય તોપણ ધર્મીને ભય નથી (એમ) કહે છે. એ વેદના જડને છે, આત્માને નથી. આ..હા..હા...! ઈ વેદનાનો ભય નથી એમ કહે (છે). આહા..હા...! આ બીજી છોડીની વાત ન કરી ? ‘અમેરીકા’ ! ‘દક્ષિણ અમેરિકા’માં પ્લેન ઉપડ્યું, પ્લેન ! ઉપડીને જ્યાં અડધો કલાક થયો (ત્યાં) જંગલ (આવ્યું). દક્ષિણ અમેરિકા'માં મોટું જંગલ છે (ત્યાં) પ્લેન પડ્યું. પ્લેનના કટકા ને ભૂક્કા (થઈ ગયા) અને માણસો બધા મરી ગયા. એક સત્તર વર્ષની જર્મનીની છોડી (હતી) એ અસાધ્ય થઈ ગઈ. બધા મરી ગયા અને આ એક અસાધ્ય (થઈ ગઈ). ઈ જરી સાધ્યમાં આવી ત્યાં (જોવે છે કે) પ્લેનના ભૂક્કા ! મા-બાપ સાથે ઈ મરી ગયા, બધા મરી ગયેલા. આ..હા..હા..! આ જંગલ.. ઝેરી દેડકા ! ઝેરી સર્પો, વીંછી ! પગ મૂકે ત્યાં બટકા ભરે. પગમાં ઇયળું પડી. પણ આયુષ્યને (લઈને બચી ગઈ). આહા..હા...! કોઈ ખાવાનું નહિ, પીવાનું નહિ, સૂવાનું નહિ. આ.હા..હા...! સત્તર વર્ષની જુવાન છોડી ! બધા મરી ગયા, (હવે) જાવું કયાં ? પણ માળી હિંમતવાળી ને ! એમને એમ અગિયાર દિ’ કાઢ્યા. ચાલતા... ચાલતા... ચાલતા... શરી૨ (સોજી) ગયું, બધા કરડ્યા ને ? જીવડાઓ કરડ્યા
?