________________
કલશામૃત ભાગ-૫
દીકરાઓ બધા ખલાસ થાય, મકાન ખલાસ થઈ જાય, પૈસા ખલાસ થઈ જાય, એકલો રહે, રોટલાના ટાણે રોટલાના લોટ પણ બળીને રાખ થઈ ગયા હોય. થાય છે ને ? લોટ બળતા હોય. અહીં નવ-દસ વાગ્યા હોય. ઘઉંના લોટના કરીને પડ્યા હોય... શું કહેવાય ઈ ? રોટલી ક૨વાની. એમાં એકદમ સળગે ! તો એ પોતે બાઈ જે છે એ બહાર નીકળી જાય, માંડ માંડ નીકળે.
અમારે પાલેજ’માં ઘણીવાર એવું થયું હતું. એક બિચારા ‘રાણપુર’વાળા વિસાશ્રીમાળી હતા. એની દુકાન હતી (ઈ) એકદમ સળગી ! અમે જોવા ગયા ત્યારે બધું બળતું હતું. એ પોતે બિચારા બહાર ઊભા હતા. બધું જોયું છે ને ! ‘રાણપુર’ના વિસાશ્રીમાળી હતા. અત્યારે ‘રાણપુર’માં આપણું દિગંબર મંદિર છે ને ? ત્યાં એના મકાન હતા. એ ‘પાલેજમાં હતા. આહા..હા...! આમ બિચારા બહાર ઊભા ઊભા જોવે ! મકાન સળગે ! દાણા ને વાસણ ને રોટલા ને લોટ ને બધું સળગે. તોપણ પરમાત્મા તો એમ કહે છે કે, ઈ અકસ્માત નથી થયું. એના પર્યાયને કાળે એ થવાનું હતું તે થયું છે. આહા..હા...! તો જ્યારે અનિત્યમાં પણ આવું થાય એ અકસ્માત નહિ તો નિત્યાનંદ પ્રભુમાં અનિત્યપણાનું અકસ્માત ક્યાંથી આવે ? આહા..હા...! સમજાણું કાંઈ ? આ..હા..! આ તો ઝીણી વાતું બહુ, બાપુ ! વીતરાગનો ધર્મ ઝીણો બહુ, ભાઈ ! લોકોને મળ્યો નથી. આહા..હા...!
અહીં એ કહે છે, આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું,...’ છે ? એવું કાંઈ થાતું નથી. ધ્રુવ જ્ઞાન લક્ષણે લક્ષિત પ્રભુ ! એનું બીજું થઈ જાય એવું કોઈ દી છે નહિ. આહા..હા...! ચૈતન્ય દ્રવ્ય જે ધ્રુવ છે તે દૃષ્ટિમાં છે એ ધ્રુવપણું કોઈ અનેરી ચીજ થઈ જાય કે અનેરી ચીજ આવીને અનેરી ચીજપણે એને કરી નાખે (એવું બનતું નથી). આહા..હા...! અન્ય વસ્તુપણું થાય, એવું ગ્વિન ન વેત) કંઈ છે જ નહીં...' આહા..હા...! ભાષાની વાત જુદી છે, વસ્તુની સ્થિતિ આવી છે.
૧૧૦
નિત્યાનંદ પ્રભુ ! સહજાત્મા આનંદનો નાથ પ્રભુ ! એમને એમ અનાદિનો સનાતન ધ્રુવ બિરાજે છે. એમાં કોઈ અકસ્માત છે નહિ. આહા..હા...! ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું...’ (શ્વિન ન મવેત) ‘કાંઈ છે જ નહીં...’ આહા....હા....! ભગવાન ચૈતન્ય પલટીને કોઈ પર્યાયમાં આખો આવી જાય ? ધ્રુવ પલટીને કોઈ રાગમાં આવી જાય ? એવું એમાં છે જ નહિ. આહા..હા....!
પોતે ધ્રુવ છે (એ) દૃષ્ટિની જેને ખબર નથી એ બીજી ચીજને સ્થિર રાખવાને, નિત્ય રાખવાને મથે છે. શું કહ્યું એ ? ભગવાન પોતે નિત્ય ધ્રુવ છે. પોતે આત્મા ! એની એને ખબરું નથી એથી આમ બહારમાં બધા ટકી રહે, આ શ૨ી૨, કુટુંબ, પૈસો બધો ટકી રહે (એમ) આ નિત્યને અહીં આરોપી દે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આહા...હા...!
એ માણસનું (કહ્યું ને) ? બધું ખલાસ થઈ ગયું. કરોડો રૂપિયા ને કુટુંબ. પછી અહીં