________________
કળશ-૧૮૧
૪૨૩
શુદ્ધ અંશ આવે, કરણ જે ગુણ છે તેનો શુદ્ધપણે સાધનમાં, શુદ્ધપણે પર્યાયમાં આવે આ...હા...હા...! એવા બધા શુદ્ધ પરિણમનનો અનુભવ તે સર્વથા શુદ્ધ પરિણમનથી સહિત છે. આ..હા..હા..! ગજબ છે ને ! એક લીટીએ... આ..હા...હા...! બાર અંગનો સાર ભરી દીધો છે !! છે ? | સર્વથા ! જૈનધર્મમાં સર્વથા ન હોય ને ? સર્વથા કેમ ન હોય ? આત્મા સર્વથા નિત્ય છે એમ નહિ, અનિત્ય પણ છે. એમ કહેવા માટે. પણ શુદ્ધ પરિણમનમાં કથંચિત અશુદ્ધ પરિણમન) પણ છે એમ નહિ. આહા...હા...!
પ્રશ્ન :- પ્રમાણ, નય, નિક્ષેપથી અશુદ્ધતા કેમ રહી જાય ?
સમાધાન :- અશુદ્ધતા તો ક્યાંય રહી ગઈ. અશુદ્ધતા બંધના કારણમાં રહી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ , પૂજા બધું બંધના કારણમાં રહી ગયું. આહા...હા...! આવે, હોય ખરું પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, એ શુદ્ધ પરિણમન નથી, એ શુદ્ધનો અનુભવ નથી. આ..હા..હા..!
પ્રશ્ન :- કારણ તો ખરું ને ?
સમાધાન :- નથી, પછી કારણ-ફારણ કેવા ? નિરપેક્ષ છે, વ્યવહારની અપેક્ષાથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ – શુદ્ધ પરિણમન સર્વથા સહિત પરથી નિરપેક્ષ છે. આહા...હા...! આ.હા...હા...! આવી વાત છે.
પ્રશ્ન :- “ચરણાનુસાર દ્રવ્યમૂ” એમ કેમ કહ્યું ?
સમાધાન :- એ તો એને જણાવ્યું કે, રાગની મંદતા તેના પ્રમાણમાં હોય તેનો એટલો અહીં અનુભવ હોય એટલું. એને લઈને હોય એમ નહિ. જેમ છઠ્ઠ ગુણસ્થાને સંજ્વલનની રાગની મંદતા હોય તો એટલા જ પ્રમાણમાં પોતાને અહીંયાં અનુભવમાં સ્થિરતા વિશેષ આનંદ હોય. આને લઈને હોય એમ નહિ. એ તો રાગની તીવ્ર મંદતા જેને અંદર હોય એને અહીંયાં અનુભવની ઉગ્રતા વિશેષ હોય એમ જણાવ્યું છે. ચરણ અનુસાર એટલે કે રાગ છે તેને અનુકૂળ અનુભવ છે. એ અનુભવ આ રાગને લઈને છે એ પ્રશ્ન ત્યાં નથી. સમજાણું કાંઈ ? આહા..હા...!
ચોથે ગુણસ્થાને રાગની વિશેષતા છે તો ત્યાં અનુભવ એટલો આકરો (નથી), જેવો છઠ્ઠાનો છે એવો અનુભવ ત્યાં ન હોય. એટલું બતાવવું છે. પાંચમે એથી કંઈક મંદ રાગ છે એથી એના પ્રમાણમાં ત્યાં અનુભવ હોય. કેમકે રાગ મંદ છે એના અનુપાતમાં અનુભવ (હોય). આને લઈને હોય એ પ્રશ્ન ત્યાં નથી. એનાથી એનું જ્ઞાન કરવા માટે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અને મુનિને છછું ગુણસ્થાને રાગ ઘણો મંદ હોય તો એને અનુસરીને એટલી તીવ્રતા શુદ્ધતાની હોય એમ બતાવવું છે. સમજાણું કાંઈ ?
ચરણ અનુસાર ત્યાં આવ્યું છે ને ? એટલે ? ફરીને લઈએ કે, અહીંયાં જેટલી શુદ્ધતા