________________
કળશ-૧૮૧
૪૫૧
પ્રશ્ન કર્યો હતો. ત્રણે ભાઈઓ હતા. ૧૯૮૬માં ચોમાસુ હતું ને ? તે દિ તો પૈસા થોડા હતા – દસ લાખ, પછી કરોડ થયા. ત્રણે ભાઈઓ હતા. વાત ઝીણી આવી (એટલે) પછી પ્રશ્ન કર્યો, મહારાજ ! આવી વાત પચે નહિ, હોં! આમ નરમાશથી પૂછ્યું હતું. ત્રણે ભાઈઓ હતા. આવી વાત પચે નહિ ! મેં કહ્યું, ભાઈ ! રોટલી ને રોટલા ખાવો છો તો કોઈ ચાર શેર ઘીનો મેસુબ લાવે તો તમે ના પાડો કે નહિ પચે ? ભાઈ ૧૯૮૬ ! કેટલા વર્ષ થયા ? ૪૮ વર્ષ ! બોલ્યા હતા. પરિચય નહિ ને (એટલે). ત્રણે ભાઈઓ રોકાયેલા. વાત ઝીણી આવી એટલે (કહે), મહારાજ ! આવી વાત પચે નહિ. મેં કહ્યું, ભાઈ ! રોટલી ને દાળ-ભાત ખાઓ છો એમાં કોઈ ચાર શેર ઘીનો મેસુબ (આ૫), એક શેર લોટ અને ચાર શેર ઘી પાયેલો મેસુબ આવે તો ત્યાં ના પાડો છે કે, મારું જઠર (નહિ પચાવે ? મેસુબ સમજતે હૈં ન ? આ મેસુબ... મેસુબ ! મેસુરપાક ! આ બદામનો પાક થાય ને? બદામ ! બદામનો મેસુબ થાય છે) ને ? જેમ ચણાના લોટ(નો) થાય, એમ બદામનો થાય છે. શું કીધું બદામનો ? મેસુબ ! આહા...હા...! ભાઈ ! જેનો પ્રેમ છે તેને નહિ પચે એમ નહિ કહે. એને પ્રેમ છે – બદામનો મેસુબ ! આ...હા..! અત્યારે તો સવાસો રૂપિયે કિલો બદામ છે. અમારા વખતમાં તે દિ બાર આનાની શેર બદામ હતી ! અમારે તો દુકાનમાં ધંધો હતો ને ? બદામ, પિસ્તા (આદિનો) ઘરનો ધંધો હતો. આ તો સિત્તેર વર્ષ પહેલાંની વાતું છે. તે દિ બદામ બાર આનાની શેર (હતી), અત્યારે સવાસો રૂપિયાની કિલો છે. એનો પણ મેસુબ કરીને લાવે તો ના પાડે કે, નહિ, પચશે એટલું જ ખાઈશ, પચશે એટલું જ ખાઈશ ? ભાઈ ! આ પચે એટલી તો હા પાડો ! આહા..હા...! ભાઈને તો બિચારાને બહુ પ્રેમ હતો. છેલ્લે પણ એ આવ્યા હતા તે દિ તો એવું બોલી ગયા કે, હવે તો પાછળની જિંદગી અહીં ગાળવી છે. એમ બોલ્યા હતા. પણ બહારમાં પૈસા-બૈસા વધી ગયેલા, ઘણા કરોડો થઈ ગયા. સાત-આઠ કરોડ રૂપિયા ! અને બહારમાં દાન કરે એમાં રહી ગયા. સ્વાધ્યાય મંદિરની બહાર નીકળ્યા (ત્યારે) છેલ્લે બોલી ગયા, હવે છેલ્લી જિંદગી અહીં ગાળવી છે. એમ બોલી ગયા હતા. નરમ માણસ હતા. આહા...હા...! પણ માણસ વખત ત્યે નહિ. આહા..હા...!
અહીં કહે છે, “સાક્ષાત છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે જીવ-કર્મનો અન્તઃસન્ધિબંધ ?” હવે એ કહે છે કે, ભિન્ન કરે છે પણ અંતર સંધિ કેટલી ઝીણી છે ? કેવો છે જીવકર્મનો અન્તસન્ધિબંધ ?’ એ સૂક્ષ્મ છે. આહા..હા...“ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” આહા...હા...હા...! ઘણી જ દુર્લક્ષ્ય – ઘણો સૂક્ષ્મ ઉપયોગ કરવો પડે (એમ) કહે છે. જ્ઞાનનો ઉપયોગ ઘણો ઝીણો ઝીણો પાતળો સૂક્ષ્મ કરવો પડે. એવી ઈ બેની સંધિ ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. દુર્લભ નથી, દુર્લક્ષ્ય (છે). એનું લક્ષ થવું એ બહુ જ દુર્લભ છે, બાપા ! આહા...હા...! પણ થઈ શકે છે. દુર્લક્ષ છે પણ અશક્ય નથી. આહા...હા...! જીવને જડ બનાવવો