________________
૪૫૨
કલામૃત ભાગ-૫
હોય તો અશક્ય છે. પરમાણુને જીવ બનાવવો હોય તો અશકય છે પણ જીવને જીવ રાખવો, બનાવવો હોય તો તો શક્ય છે. આહા..હા...એમ દુર્લક્ષ્ય છે.
અનાદિનો ઊંધો અભ્યાસ (છે). નિગોદથી માંડીને નવમી રૈવેયક અનંતવાર ગયો પણ સૂક્ષ્મ રાગ અને ચૈતન્યની સંધિ સૂક્ષ્મ પડી, તે (જુદી) ન કરી શક્યો. મુનિ થયો, દિગંબર થયો, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા. એ તો બધો રાગ છે, પ્રભુ ! આહાહા..! રાગથી અંદર ભિન્ન (કરવું એ) દુર્લક્ષ્ય છે. છે ? દુર્લક્ષ્ય...” એકલું દુર્લક્ષ્ય નહિ, “ઘણી જ દુર્લક્ષ્ય...” આહાહા...! બાપુ ! એ વાતે ભલે વાત આવે, પણ અંદર ભિન્ન પાડવું એમાં) બહુ પુરુષાર્થ છે. આહા..હા..! સમજાણું ? ઘણી વિચક્ષણતા અને સૂક્ષ્મતા જોઈએ. આહા..હા....!
“ઘણી દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” છે તો સાંધ. રાગ અને ભગવાન આત્મા વચ્ચે છે તો સાંધ, પણ ઘણી દુર્લક્ષ્ય સાંધ છે. આહાહા...! સંધિ તો સંધિ છે, નિઃસંધિ થઈ નથી. એમ કહે છે. રાગનો જે સૂક્ષ્મ વિકલ્પ આવે છે તે) અને ભગવાન સૂક્ષ્મ (છે તે) બેની છે સંધિ, એ નિઃસંધિ થયા) નથી પણ એની સંધિ ઘણી દુર્લક્ષ્ય છે. લક્ષમાં આવવી ઘણો, મહા પુરુષાર્થ માગે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
પ્રશ્ન :- એનો મતલબ જ્ઞાન ઘણું ઊંડું જાય ત્યારે પકડાય ?
સમાધાન :- ઝીણું... ઝીણું... અંદર (છે). કેમકે અસંખ્ય પ્રદેશે પર્યાય ઉપર છે. જીવના અસંખ્ય પ્રદેશ છે. અહીં પ્રદેશ છે, અહીંયાં બધે પ્રદેશ છે, એ દરેક પ્રદેશમાં અંદરમાં પ્રદેશ છે એની ઉપર પર્યાય છે. એ બધે ઉપર પર્યાય છે અને અંદરમાં વાળવી. આ ઉપર પર્યાય છે એમ નહિ, આ આત્મા છે અને ઉપર પર્યાય છે એમ નહિ. અંદર અસંખ્ય પ્રદેશ છે ત્યાં ત્યાં ઉપર પર્યાય છે. ધ્રુવતા અંદરમાં ઊંડી છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ....' કરશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૩, શનિવાર તા. ૦૭-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન-૧૯૬
કળશટીકા ૧૮૧ કળશ છે, ગુજરાતીમાં ૧૭૨ પાનું. શું કહે છે ? કેવો છે જીવકર્મનો અન્તઃસન્ધિબંધ?’ (ઉપરથી) બીજી લીટી. આ આત્મા છે એ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે અને એમાં રાગ (છે) ઈ રાગ કર્મ છે. શુભ-અશુભ રાગ (અને ચૈતન્ય) વચ્ચે સાંધ છે. એટલે શું ? કે, ચૈતન્યસત્તા જ્ઞાનાનંદ સ્વરૂપ અને રાગ વિકારસ્વરૂપ છે, બે વચ્ચે સાંધ છે (એટલે) સંધિ છે, બે એક નથી. બે જુદા છે. ઝીણી વાત છે, ભગવાન ! આહા..હા...!