Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 562
________________ કળશ-૧૮૫ ૫૪૯ છે ? જેના ચિત્તનું ચરિત્ર – આત્માનો અભિપ્રાય. ચિત્તનો અર્થ મન લેવો. ચિત્ત એટલે જ્ઞાન. જેનો જ્ઞાનનો – આત્માનો અભિપ્રાય છે એ શરીર, ભોગ અને સંસારથી અંદરથી વિરક્ત થઈ, આનંદ સ્વરૂપમાં રક્ત થઈ, અનુભવ કરો. તને આનંદ આવશે, સંસારથી તારી મુક્તિ થશે, તને બંધનમાંથી છૂટી) અબંધભાવ પ્રગટ થશે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ અભિપ્રાયનું જોર થયું, ભાઈ ! જેના જ્ઞાનમાં અભિપ્રાય ચિત્તનું ચરિત્ર (છે). અંદર જે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા (છે) તેનો અભિપ્રાય ચારિત્ર – રમણતા એવો છે કે, પૂર્ણ સ્વરૂપ મારી ચીજ છે તેનો અનુભવ કરવો એ એનો અભિપ્રાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આ કાલે ચાલ્યું હતું. આ તો થોડું ફરીથી લીધું. ઈની ઈ વાત કંઈ આવે નહિ. બીજી વાર વાંચીએ તો બીજું આવે, ત્રીજી વાર વાંચીએ તો ત્રીજું આવે. અંદર તો ભંડાર ભર્યા છે ! આહા..હા...! - ભગવાન ! તું ચેતનનેત્ર છો ને ! આ નેત્ર તો જડ છે, ધૂળ છે. અંદર ચૈતન્ય પ્રકાશનું નેત્ર છે. ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે. તે જેના જ્ઞાનમાં, પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપનું સેવન કરવાનો અભિપ્રાય છે એ મોક્ષાર્થી છે, એ પોતાનો અનુભવ કરો. પરનો અનુભવ છોડો. આહા..હા....! પ્રશ્ન :- મોક્ષાર્થીનો ધંધો શું ? સમાધાન :- ધંધો-ફંધો પાપ છે. આ ડૉક્ટરનો ધંધો પાપ છે. આ સર્જન છે, સર્જન ! શેના સર્જન છે ? ઓપરેશન કરનાર છે. ઓપરેશનમાં પણ ભાવ તો એ છે ને કે, પૈસા મળશે. (એ) પાપ છે. કેટલાક ડોક્ટર તો એવા હોય, “રાજકોટમાં મોટી હોસ્પીટલ હોય. ને ? તો બે મહિના, ત્રણ મહિના ઓનરરી કરે. ઓનરરી - મફત. હેત તો એ છે કે, અહીંયાં બરાબર પ્રસિદ્ધિ થઈ જાય પછી આપણી દુકાન બરાબર ચાલે. ભાઈ ! એ બધું ચાલે છે ને ? બે, ત્રણ, ચાર મહિના ઓનરરી કરે. ડોક્ટર મફત જાય, પણ હેતુ શું ? ચાર, છ મહિના હોસ્પીટલમાં કામ કરે તો પ્રસિદ્ધ થઈ જાય. પ્રસિદ્ધ હોઈએ તો પછી આપણી દુકાન ચાલે. એ બધું પાપ છે. આહા..હા..! અહીંયાં પાપની વાત તો એક કોર દૂર રહો, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ઈશ્વર સ્વરૂપ ભગવાનનું સ્મરણ કરવું) એ બધો રાગ છે. કેમકે ભગવાન તો જ્ઞાન અને આનંદ છે. એમાં વૃત્તિ ઉઠે છે, વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે. એ ભગવાન આત્મા વસ્તુનું સ્વરૂપ જે છે, જેનો અભિપ્રાય ઉદાત્ત છે. એનું ચરિત્ર – અભિપ્રાય અંદરમાં રમવું એ અભિપ્રાય છે. આહા...હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! સાધારણ માણસ તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને આ ગિરનારની જાત્રા કરો, એ બધો રાગ છે. એ કોઈ ધર્મ નથી. ધર્મ તો અંદરમાં પુણ્ય અને પાપના રાગથી ભિન્ન કરીને પોતાના સ્વરૂપનો અનુભવ – સેવન કરવું તેનું નામ પરમાત્મા ધર્મ કહે છે. આહા..હા...! માનો ન માનો, માર્ગ તો આ છે.

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609