Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 574
________________ કળશ-૧૮૫ પ૬ ૧ સમ્યગ્દષ્ટિને પોતાના આનંદ સ્વભાવનું વેદના અને અનુભવ હોવાથી ઇન્દ્રના ઇન્દ્રાસન. ઇન્દ્રાણીઓ, જેને અનાજનું ભોજન નથી, જેને હજાર વર્ષ કંઠમાંથી અમૃત ઝરે છે, તેનો ભોગ પણ સમકિતીને સડેલા કૂતરા અને મિંદડી જેમ ગંધ મારે એવું દુઃખ લાગે છે. સમજાણું કાંઈ ? અને અજ્ઞાની મિથ્યાષ્ટિને એ ભોગમાં મીઠાશ નામ આફ્લાદ આવે છે. આફ્લાદ નામ મજા આવે છે. એ ભાવ મિથ્યાદૃષ્ટિનો છે. એ પરદ્રવ્યને પોતાનું માને છે. આહા...હા..! સમજાણું કાંઈ ? અહીંયાં કહે છે કે ધર્મી જીવને અશુદ્ધ રાગ આવે છે, ભોગનો રાગ પણ આવે છે. જ્યાં સુધી ત્યાગી મુનિ ન થાય ત્યાં સુધી રાગ આવે છે, પણ એ જાણે છે કે આ રાગ તો દુઃખ છે. રાગમાં શાંતિની ગંધ નથી, દુઃખની ગંધ આવે છે. આહા...હા..! સમજાણું કાંઈ? ધર્મી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ, પોતાના ચૈતન્યદ્રવ્યની અપેક્ષાએ રાગાદિ દયા, દાન, મહાવ્રત વિકલ્પ પરદ્રવ્ય ગણવામાં આવ્યા છે. પરદ્રવ્ય ગણવામાં આવ્યા છે. પોતાના સ્વદ્રવ્ય ચૈતન્યથી એ ભિન્ન છે. એ કારણે તે પરદ્રવ્ય છે, હેય છે, છોડવા લાયક છે, દુઃખરૂપ છે, આકુળતા છે. હું આત્મા તો અનાકુળ આનંદ સ્વરૂપ છું. એવી દૃષ્ટિવંતને તે સમગ્ર: ?િ ભાવ પદ્રવ્યરૂપ છે. “પદ્રવ્યરૂપ છે,...” આહા...હા..! પહેલાં તો પર્યાય કહી હતી. પહેલાં કહ્યું ને ? અશુદ્ધ વિભાવપર્યાય. પુષ્ય-પાપના ભાવ થાય છે એ અશુદ્ધ વિભાવ વિકારી પર્યાય - અવસ્થા છે. અવસ્થા વસ્તુ ત્રિકાળી નથી. અવસ્થા છે, હાલત છે. અહીંયાં એનો સરવાળો કરતાં એમ કહી દીધું કે, જે પુણ્ય-પાપનો ભાવ થાય છે એ અશુદ્ધ મલિન દશા છે, એ મારી ચીજથી પર છે માટે તે પરદ્રવ્ય છે. આહા..હા...! આવી ચીજ છે, ભાઈ ! અને જેને એ દષ્ટિ થઈ તેનો ભવઅંત આવી ગયો. એક-બે-ચાર ભવમાં મોક્ષ થશે. અને આ દૃષ્ટિ વિના મહાવ્રત પાળે, ક્રિયાકાંડ તપસ્યા કરે, મહિના-મહિનાના, છ-છ મહિનાના અપવાસ (કરે) પણ અનંત ભવમાં રખડશે. આહા..હા..! કહો, સમજાય છે કાંઈ ? પરદ્રવ્યરૂપ છે, કેમકે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી. આહા..હા...! શુદ્ધ ચિહ્વન ભગવાન ચૈતન્યલક્ષણ જાણક સ્વભાવથી લક્ષમાં આવનાર પ્રભુ, એવા જાણક સ્વભાવના લક્ષણથી દયા, દાન, વ્રતના પરિણામ પોતાના લક્ષણથી મળતા નથી. પોતાના લક્ષણથી ભિન્ન છે એ કારણે ધર્મી પોતાની ચીજથી રાગને પરદ્રવ્ય સ્વરૂપ જાણે છે. આહાહા...! છે કે નહિ અંદર ? (આ) “સોનગઢ'નું છે ? (એ) તો કહેતા હતા કે, અમે કોલેજમાં ભણ્યા છીએ પણ આ નહિ. એવો ફેર હશે ને ? દૃષ્ટિમાં ફેર લીધો ને ? આહા...હા...! ભાઈ ! પ્રભુનો માર્ગ છે શૂરાનો’ ‘વીરનો માર્ગ છે શૂરનો, કાયરના નહિ કામ ત્યાં આહા...હા...! અન્યમતમાં કહે છે, “હરિનો માર્ગ છે શૂરાનો, કાયરના નહિ કામ જો ને...” એમ અહીંયાં પણ “પ્રભુનો માર્ગ છે વીરાનો, કાયરના નહિ કામ જો ને.” કાયર માણસના કામ નથી. પ્રભુ ! આ તો વીરનો માર્ગ છે. અંતરની દૃષ્ટિ કરવાથી ચૈતન્યલક્ષણનો અનુભવ થવાથી

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609