Page #1
--------------------------------------------------------------------------
________________
\
\.
-
વાર થd 0
| c.
श्री सिद्ध परमात्माने नमः। श्री सदगुरुदेवाय नमः। श्री निजशुद्धात्माने नमः।
કલશામૃત ભાગ - ૫
શ્રી કલશટીકા – નિર્જરા, બંધ અને મોક્ષ અધિકાર ઉપરના પરમોપકારી આધ્યાત્મિક સપુરુષ પરમ પૂજ્ય કાનજી સ્વામીના
સ્વાનુભવ મુદ્રિત પ્રવચનો.
(પ્રકાશન) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પ. પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ,
રાજકોટ - ૩૬૦૦૦૧. ટેલી નં. – ૨૨૩૧૦૭૩
Page #2
--------------------------------------------------------------------------
________________
-----
--------
ફીની વાતો .
( વ મ સંવત
વીર એવો કપલને
પ્રકાશન તા.૧૨-૧૧-૨૦૦૬ પૂજ્ય ગુરુદેવશ્રીનો સમાધિ દિન.
પડતર કિંમત – રૂ. ૧૭૫/વેચાણ કિંમત – રૂા. ૪૦/
પ્રાપ્તિ સ્થાન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫. પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ,
રાજકોટ - ૩૬૦૦૦૧. ટેલી નં. – ૨૨૩૧૦૭૩
લેસર ટાઈપ સેટિંગ
જેકેટ અને મલ્ટીકલર ફોટા પૂજા ઇપ્રેશન્સ
ડોટ એડ પ્લોટ નં. ૧૯૨૪/B
૨૩૪, રાજ ચેમ્બર્સ ૬, શાંતિનાથ બંગલોઝ,
માલવિયા પેટ્રોલ પંપ સામે શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે
ગોંડલ રોજ રાજકોટ ભાવનગર-૩૬૪૦૦૧
ફોન નં. - ૬૬ ૨૬૦૭૩ ફોન : (૦૨૭૮) ૨૫૬ ૧૭૪૯
મુદ્રક ચંદ્રકાંત આર. મહેતા ૨૨૦, લેન્ડ માર્ક, મહાવીરસ્વામી ચોક
એસ્ટ્રોન સીનેમા સામે રાજકોટ - ૩૬૦૦૦૧. ફોન નં. – ૨૪૭૬ ૧૩૨.
Page #3
--------------------------------------------------------------------------
________________
Thanks & our Request
The Gujarati version of Kalashamrut - Part 5 has been donated by: Shree Digamber Jain Swadhyay Mandir Trust, Rajkot, India who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the
Gujarati Kalashamrut - Part 5 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on: rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Version History
Version Number 001
Date 16 March 2007
Changes Initial Version
Page #4
--------------------------------------------------------------------------
________________
3
પ્રકાશકીય નિવેદન
વર્તમાન તીર્થના નાયક ચરમ તીર્થંકર શ્રી મહાવીરભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં દ્વિતિય શ્રુતસ્કંધની રચના થઈ. આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ ‘કુંદકુંદઆચાર્ય’ થયા, જેમનું સ્થાન જૈન પરંપરામાં સર્વોત્કૃષ્ટ છે. તેઓશ્રીએ સદેહે વિદેહક્ષેત્રની જાત્રા કરી, શ્રી ‘સીમંધર’ ભગવાનના સાક્ષાત્ દર્શન કરી, તેઓશ્રીની વાણી સાંભળી. ત્યાંથી પાછા આવી વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાંનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર શ્રી ‘સમયસારજી’ની રચના કરી.
આશરે ૧૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ ‘અમૃતચંદ્રઆચાર્ય' નામના પ્રખર આચાર્ય થયાં. તેઓશ્રીએ શ્રી સમયસારજી શાસ્ત્રની ટીકા કરી તથા મંદિર ૫૨ શોભીત કળશની જેમ ટીકા પર કળશરૂપી શ્લોકોની રચના કરી.
કાળક્રમે જેમ જેમ જીવોનો ક્ષયોપશમ ઘટતો ગયો તેમ આચાર્ય ભગવંતોના ભાવો જીવોને સમજવા કઠીન લાગતાં, શ્રી રાજમલ્લજી પાંડે’એ ‘અમૃતચંદ્રઆચાર્ય'ના કળશો ઉપ૨ સાદી દેશભાષામાં ટીકા કરી. આ ટીકામાં તેઓશ્રીએ શ્લોકના શબ્દોના સીધા અર્થો કરવા કરતાં તેના અનુભવગર્ભિત સારરૂપ ભાવાર્થ સહિત ટીકાની રચના કરી.
શ્રી ‘સમયસારજી” શાસ્ત્ર ઉપર ઘણાં આચાર્યો તથા જ્ઞાની પંડિતોએ ટીકા કરી છે. પરંતુ પંડિત શ્રી રાજમલ્લજી'ની ટીકા પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ને એટલી પસંદ પડી ગઈ કે તેઓશ્રીએ તેનો અનુવાદ કરવાની પ્રેરણા આપી તેના ઉપર સાદી ભાષામાં ભાવવાહી પ્રવચનો આપ્યાં.
-
આ પ્રવચનો પૈકી કલશામૃત ભાગ ૧થી૪ આ સંસ્થા તરફથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેનો જ ભાગ પ પ્રકાશિત કરતાં સંસ્થા હર્ષનો અનુભવ કરે છે. અગાઉના ૪ ભાગોમાં પૂજ્ય ગુરુદેવશ્રી’ના પ્રવચનો સંકલિત કરીને પ્રકાશિત થયા હતા. આ પાંચમાં ભાગમાં પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત કર્યાં છે. જેથી મુમુક્ષુઓને પ્રવચનોની ટેપ સાંભળતી વખતે સાથે રાખી શકાશે.
આ ભાગમાં નિર્જરા અધિકાર, બંધ અધિકા૨ તથા મોક્ષ અધિકારના થોડા કળશો
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉપરના પ્રવચનો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે દરેક અધિકારમાં તે તે તત્ત્વોનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ કરી, તે દરેક સ્વાંગથી રહિત પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મા બતાવવાનો જ આચાર્ય ભગવંતોથી લઈ પૂજ્ય “ગુરુદેવશ્રી' સુધીના દરેક ધર્માત્માનો આશય હોય છે. તે આશયને સમજી આપણે પણ શુદ્ધાત્મદ્રવ્યની દૃષ્ટિ પ્રગટ કરીએ એ જ ભાવના.
પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભવમયી વાણી જીવોને પંચમકાળના છેડા સુધી સ્વાનુભવમાં નિમિત્ત થવાની છે. તે પરંપરામાં જ આ પ્રકાશન એક કડી છે. આ પ્રવચનોના અર્થોનો મર્મ જીવો જ્યારે તેનું અધ્યયન કરશે ત્યારે જ ખ્યાલ આવશે. તેથી તે સંબંધી વિશેષ વિસ્તાર ન કરતાં, મુમુક્ષુઓ આનો ઊંડાણથી અભ્યાસ કરે એવી અપેક્ષા રાખીએ છીએ.
આ પ્રવચનોને અક્ષરશઃ ઉતારી તથા તેનું મુફરિડીંગ કરવામાં જે જે સાધર્મી આત્માર્થી ભાઈઓનો સહકાર મળેલ છે તેનો સંસ્થા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ “કલશામૃત ભાગ - ૫ પેટે આવેલ દાનરાશિની યાદી પાછળના Page પર આપવામાં આવેલ છે. “કલશામૃત ભાગ-પ' સ્વ. બકુલભાઈ વિનયકાંત લાખાણી – રાજકોટ ના સ્મરણાર્થે પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
રાજકોટ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
કળશ નં.
પ્રવચન નં.
તારીખ
પેઈજ ને.
૦૦૧
૧૫૩ ૧૫૪
૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬
O૦૪ ૦૧૬ ૦૨૬ ૦૩૨ ૦૪૧ ૦૫૩
૧૫૫
૧૫૬ ૧૫૭ ૧૫૮
૦૬૬
૧૫૯
૦૭૯ O૯૨ ૧૦૪ ૧૧૬
૧૬૦
૧૬ ૧.
૧૬ ૨.
૨૮/૧૧/૭૭ ૨૮/૧૧/૭૭ ૨૯/૧૧/૭૭ ૩૦/૧૧/૭૭ ૩૦/૧૧/૭૭ ૦૧/૧૨/૭૭ ૦૩/૧૨/૭૭ ૦૪/૧૨/૭૭ ૦૫/૧૨/૭૭ ૦૬/૧૨/૭૭ ૦૭/૧૨/૭૭ ૦૮/૧૨/૭૭ ૦૯/૧૨/૭૭ ૧૧/૧૨/૭૭ ૧૨/૧૨/૭૭ ૧૨/૧૨/૭૭ ૧૩/૧૨/૭૭ ૧૩/૧૨/૭૭ ૧૪/૧૨/૭૭ ૧૫/૧૨/૭૭ ૧૬/૧૨/*૭૭ ૧૬/૧૨/૭૭ ૧૮/૧૨/૭૭ ૧૯/૧૨/"૭૭ ૧૯/૧૨/૭૭
૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૪
૧૩૦
૧૬૩
૧૪૨
૧૫૪
૧૬૪
૧૫૮ ૧૬૮ ૧૭૬
૧૬૫ ૧૬૬ ૧૬૭
૧૭૫ ૧૭૬
૧૮૦ ૧૯૩ ૨૦૫ ૨૦૮
૧૭૭
૧૭૭
૧૬૮ ૧૬૯
૧૭૦
૧૭૮ ૧૭૯ ૧૭૯
૨૧૯ ૨૩૧ ૨૩૫
૧૭૧
Page #7
--------------------------------------------------------------------------
________________
કળશ ન.
|
પ્રવચન નં.
|
તારીખ
પેઈજ ને.
|
૧૭૨ ૧૭૩
૨૪૪ ૨૫૫
૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪
૨૫૯ ૨૭૨ ૨૮૪
૨૯૭ ૩૦૭
૧૭૪
૧૮૪
૧૭૫
૧૮૪
૩૧૦
૧૮૫ ૧૮૬
૧૭૬ ૧૭૭ ૧૭૮
૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૯
૨૦/૧૨/૭૭ ૨૦/૧૨/૭૭ ૨૧/૧૨/૭૭ ૨૨/૧૨/૭૭ ૨૩/૧૨/૭૭ ૨૫/૧૨/૭૭ ૨૫/૧૨/૭૭. ૨૫/૧૨/૭૭ ૨૬/૧૨/૭૭ ૨૭/૧૨/૭૭ ૨૮/૧૨/૭૭ ૨૮/૧૨/૭૭ ૨૯/૧૨/૭૭ ૩૦/૧૨/૭૭ ૩૦/૧૨/૭૭ ૩૧/૧૨/'૭૭ ૧/૦૧/૭૮ ૧/૦૧/૭૮ ૩/૦૧/૭૮ ૩/૦૧/૭૮ ૪/૦૧/૭૮ ૫/૦૧/૭૮ ૬/૦૧/૭૮ ૭/૦૧/૭૮ ૮/૦૧/૭૮ ૧૦/૦૧/૭૮ ૧૧/૦૧/૭૮ ૧૨/૦૧/૭૮
૩૧૩ ૩૨૮ ૩૪૨ ૩૫૧ ૩પ૬ ૩૬૯ ૩૮૦ ૩૮૩ ૩૯૪
૧૭૯
૧૮૯
૧૮૦
૧૯૦ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૨
૩૯૮
૧૮૦
૪૦૬
૧૮૧
૪૧૪
૪૨૦ ૪૩૨
૪૪૨
૪૫૨
૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦
૪૬ ૩
४७४
૧૮૨
૪૮૪
૧૮૩
૪૯૪
Page #8
--------------------------------------------------------------------------
________________
કળશ નં.
૨૦૧
૨૦૧
૨૦૨
૨૦૩
૨૦૪
૨૦૫
નાટક સમયસારના પદ
૧૮૪
પ્રવચન નં.
૧૮૫
7
તારીખ
૧૩/૦૧/’૭૮
૧૩/૦૧/’૭૮
૧૪/૦૧/’૭૮
૧૪/૦૧/’૭૮
૧૫/૦૧/’૭૮
૧૫/૦૧/’૭૮
પેઈજ નં.
૫૦૬
૫૧૫
૫૧૮
૫૩૧
૫૪૩
૫૫૫
૫૬૫
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સમયસારજી સ્તુતિ
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવફલતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂણ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાગ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page #10
--------------------------------------------------------------------------
________________
જિનજીની વાણી
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે.. સીમંધર. ગૂંથ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.. સીમંધર. સ્યાદૂવાદ કેરી સુવાસે ભરેલો જિનાજીનો ૐકારનાદ રે,
- જિનજીની વાણી ભલી રે. વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. સીમંધર. હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
- જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.. સીમંધર.
Page #11
--------------------------------------------------------------------------
________________
10
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાં હી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં - અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
- સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, GCEખોયેલું રત્ન પામું, - મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
00000000000000000
(V/
Page #12
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫ ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશી
શ્રી પ્રજ્ઞાબેન બકુલભાઈ લાખાણી શ્રી શશીભાઈ ખારા, વિશાખાપટ્ટનમ શ્રી ભરતભાઈ શાહ, બોરીવલી શ્રીમતી સુરજબેન અમુલખભાઈ શેઠ શ્રીરાજેશભાઈ લાખાણી શ્રીમતી સરોજબેન મહેતા શ્રીમતી કસુંબાબેન લાખાણી શ્રી છગનલાલ કાલીદાસ વાધર, જામનગર શ્રીમતી ભાનુબેન શેઠ શ્રી લક્ષ્મીદાસ હીરાચંદ લાખાણી શ્રી અરૂણભાઈ દામોદરભાઈ લાખાણી શ્રીમતી વંદનાબેન ભરતભાઈ ગાંધી શ્રી નાથાલાલ જગન્નાથ શાહ, હ. સુશીલાબેન શ્રી મધુકરભાઈ શાહ, દાદર શ્રીમતી રંજનબેન પ્રભુદાસભાઈ માટલીયા શ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયા શ્રી ચીતલીયા પરિવાર શ્રીમતી દિપાબેન જોષી શ્રીમતી નિલાબેન પરેશભાઈ અજમેરા શ્રી પ્રકાશભાઈ શાહ, કલકત્તા શ્રી મહેન્દ્રભાઈ મહેતા, બોરીવલી શ્રી અર્પિત શાહ, બોરીવલી શ્રી નવિનભાઈ શાહ, બોરીવલી શ્રી ભાવેશભાઈ શાહ, બોરીવલી શ્રી હિતેશભાઈ ચોવટીયા, બોરીવલી શ્રી પકંજભાઈ ઝવેરી, મુંબઈ શ્રી જગદીશભાઈ જમનાદાસભાઈ સંઘવી શ્રીમતી ચંદ્રિકાબેન રાજેશભાઈ નંદાણી શ્રી હસમુખભાઈ ગાંગર, બોરીવલી શ્રીમતી કંચનબેન અવલાણી શ્રીમતી મનોરમાબેન કોઠારી શ્રી ચુનીલાલ વિરપાળ કામદાર, જામનગર શ્રી મનોજભાઈ શેઠ, મોરબી શ્રી વાલજીભાઈ કાલીદાસ શેઠ, વાંકાનેર જામનગર મુમુક્ષુ મંડળ શ્રી મહેન્દ્રભાઈ ઉત્તમચંદ અવલાણી
૧૧૫૦૧/૧૧OOO/૧૧OOO/૧૧OOO/૫૦૦૧/પOOO/પOOO/૫OOO/પOO|પ000/પOOO/પOOO/૩૫૦૧/૩OOO/૨૫૦૧/૨૫૦૧/૨૫૦૧/૨૫૦૧/૨૫૦૧/૨૫OO|૨૫OO/૨૫૦૦/૨૫OO/૨૫OO/૨૫OO|૨૫00/૨૫OO/૨૫OO/૨૫OO/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/
Page #13
--------------------------------------------------------------------------
________________
12.
૩૮
૩૯
૪૦
છે.
= તે
= છે
= જે
૪૬ ४७
૪૮
૪૯
પD
પ૩
૫૪
શ્રી ઇન્દ્રભાઈ સંઘવી, મોરબી ડો. દેવેન્દ્રભાઈ દોશી, સુરેન્દ્રનગર શ્રીમતી ધીરજબેન ખારા શ્રી વિજભાઈ ગાઠાણી શ્રી ચંદનબેન પુનાતર શ્રી શિરીષકુમાર લક્ષ્મીદાસ લાખાણી શ્રી પ્રદીપકુમાર લક્ષ્મીદાસ લાખાણી ડો. મોદી પરિવાર સ્વ. લાભુબેન વસંતરાય બેનાણી શ્રીમતી ભાનુબેન લાલજીભાઈ ભાલારા, રાજકોટ શ્રીમતી અરૂણાબેન મહેતા, રાજકોટ શ્રી ચંદ્રકાંતભાઈ શ્રી કેશવલાલ દુર્લભજીભાઈ ટીંબડીયા શ્રી પ્રમોદભાઈ ઉત્તમચંદ દોશી, વડીયાવાળા શ્રી ભૂપતભાઈ સી ભાયાણી શ્રી સ્પેશભાઈ પારેખ શ્રી નવિનભાઈ ભગવાનદાસ સંઘવી ડૉ. હર્ષાબેન દોશી શ્રીમતી પુનીતાબેન એસ. મહેતા શ્રીમતી સુશીલાબેન કોઠારી શ્રી ગીરીશભાઈ શેઠ શ્રી મુકેશભાઈ ગણાત્રા શ્રી પ્રવિણભાઈ પુંજાણી શ્રી બિંદલ દિપકભાઈ શાહ, બેંગલોર શ્રી મનહરભાઈ ઉત્તમચંદ દોશી, વડીયાવાળા શ્રીમતી પદ્માબેન રમણીકલાલ અવલાણી શ્રી કે. પી. પીઠડીયા શ્રી રોહિતભાઈ રતીલાલભાઈ ડગલી, કાંદિવલી શ્રી રમેશભાઈ પાંચાલી શ્રી વિનયકાંત જગન્નનાથ વારીયા શ્રી કુમુદબેન પ્રફુલ્લચંદ્ર વારીયા શ્રી ભગવાનજીભાઈ અરજણભાઈ સ્વ. ભાનુબેન રમણીકલાલ મોદી એક મુમુક્ષુ ભાઈ શ્રી મણીલાલ ઝવેરચંદ બાટવીયા શ્રી કનુભાઈ મણીલાલ પુનાતર હ. સુનીલભાઈ પુનાતર
૧OOO/૧OOO/૧OOO/૧OOO/૧OOO/૧OOO/૧OOO/૧OOO/૧OOO/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/પOO|૨૫૧/૨૫૧/
૫૫
૫૬
૬૦
૦
૦
0
૬૮
६८
Page #14
--------------------------------------------------------------------------
________________
नम: श्रीसिद्धेभ्यः
exa
YOX
કિલામૃત
(અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર-કળશ ઉપર પ્રવચન)
(ભાગ)
- નિર્જરા અધિકાર
(શાર્દૂલવિકીડીત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किंन कुरुते कर्मेति जानाति कः।।२१-१५३ ।।
ખંડાન્વય સહિત અર્થ :- જેન હ ત્યવત્ત જર્મ તે તિ વર્ષ ન પ્રતીક: ” “યેન)' જે સમ્યગ્દષ્ટિ જીવે ‘છત્ન ત્યવત્ત)' કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો ‘છત્ન' અભિલાષ ‘સત્યવત્ત)' સર્વથા મમત્વ છોડેલ છે (સ.)' તે સમ્યગ્દષ્ટિ જીવ ‘( તે જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (રૂતિ વયં પ્રતીમ:)' એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે – જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. “(લિતુ' કાંઈક વિશેષ – ‘(કી પિ) આ સમ્યગ્દષ્ટિને પણ “વશેન
ત: પિ શ્ચિત્ પ ર્મ માપતેત્ ‘(કવશેની અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ત: આપ શિશિન્ પ »ર્ષ પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી
Page #15
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
કે
થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે ‘(ઞાપતેત્’ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. તસ્મિન્ આપતિતે” અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ. તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં જ્ઞાની વ્ઝિ તે’‘(જ્ઞાની)’ સમ્યગ્દષ્ટિ જીવ ‘(ત્રિ તે)’ અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? ‘અથ ન તે” સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી ? ર્મ કૃતિ’ ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નાનાતિ :’ શાયકસ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? અપ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિત:' નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩.
૨
-
કારતક વદ ૩, સોમવાર તા. ૨૮-૧૧-૧૯૭૭. કળશ-૧૫૩, ૧૫૪ પ્રવચન-૧૬૧
‘કળશટીકા’ (૧૫૩માં કળશની) છેલ્લી બે લીટી છે. સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.' શું કહે છે ? જેને આત્મા રાગના વિકલ્પથી ભિન્ન ચૈતન્ય અખંડ આનંદસ્વરૂપ (છે) એનો અનુભવ થઈને દૃષ્ટિ થઈ છે એને અહીંયાં સમ્યક્દષ્ટિ કહે છે. અનંતકાળમાં એણે એક સેકંડ માત્ર પણ પ૨થી ભિન્ન એનો અભ્યાસ કર્યો નથી. એ ૫૨થી ભિન્ન થાય. શરીર, વાણી, મન તો ૫૨ છે પણ જે શુભ વિકલ્પ – રાગ, દયા, દાન આદિ ઊઠે એનાથી ચીજ અંદર જુદી છે અને પોતાના અનંત આનંદ અને અનંત જ્ઞાનસ્વભાવથી તે અભિન્ન છે. રાગથી ભિન્ન છે અને પોતાના અનંત... અનંત શક્તિઓ – સ્વભાવ – ગુણ (છે) એનાથી તે અભિન્ન છે. એવું જેને અંત૨માં (અભિન્નપણું થયું તે) ધર્મની પહેલી શ્રેણી (છે).
ચૈતન્ય વસ્તુ પરમાનંદસ્વરૂપ એવો દૃષ્ટિમાં લઈને અનુભવ કરીને આનંદનો સ્વાદ આવ્યો હોય, એના સ્વાદમાં પ્રતીતિ આવે કે આ આખો આત્મા અતીન્દ્રિય આનંદમય છે. આવું છે. આનું નામ સમ્યક્દષ્ટિ છે. એ સમ્યક્દષ્ટિ ભોગક્રિયાનો કર્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? શાયકસ્વરૂપમાત્ર છે.' આહા..હા...! ઝીણી વાતું ઘણી, ભાઈ ! એ તો જાણકસ્વભાવ
જાણવું, દેખવું, આનંદ એ એનો ત્રિકાળી સ્વભાવ (છે). એ સ્વભાવનો જેણે આશ્રય લીધો એ જ્ઞાયકસ્વરૂપી જીવ છે. એને ભોગની ક્રિયા હો. એ તો ભોગની વાત કીધી છે. એ તો કાલે સ્પષ્ટ કર્યું હતું.
પરની ક્રિયા એ તો નિમિત્તથી કથન છે. પરને અજ્ઞાની આત્મા પણ અડી શકતો
Page #16
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૩
નથી. એ તો (“સમયસારની) ત્રીજી ગાથામાં આવ્યું હતું. પોતે ભગવાનઆત્મા અનંત ગુણ અને એની નિર્મળ પર્યાય એનો પોતાનો અનંત સ્વભાવ (છે) તેને ચૂંબે છે, તેને ઈ સ્પર્શે છે પણ અન્ય દ્રવ્યને ત્રણકાળમાં ચુંબતો નથી. આત્મા સિવાય કર્મ, શારીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ-પરિવાર (આદિ) પરપદાર્થને તો ઈ કોઈ 'દી અડતો પણ નથી. આહા..હા....! છતાં અહીં કહે છે કે, ભોગક્રિયા કરે છે એમ કીધું. કાલે ઈ ખુલાસો કર્યો હતો.
એ પૂર્વના કોઈ પુણ્યને કારણે જે સામગ્રી મળી છે, અરે..! પાપને કારણે પ્રતિકૂળ સામગ્રી મળી તો) જરી પુરુષાર્થની નબળાઈને લઈને જરી આસક્તિનો ભાવ આવે (તો) એ ભોગને ભોગવે છે એમ કહેવામાં આવે છે છતાં પણ તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આ..હા...હા...! મારો આત્મા આનંદસ્વરૂપ છે ! ઈ આનંદનો ગાંઠડો છે ! એવા આત્માના આનંદના સ્વાદને (અને) ભાનને લઈને એને ભોગની ક્રિયાની મીઠાશ નથી. આહાહા... એને ઝેર તરીકે જાણે છે. એથી તેને બંધન નથી એમ અહીં કહેવું છે. આહાહા...! આવી વાતું છે. સમજાણું કાંઈ ? છે ?
એ તો “જ્ઞાયકસ્વરૂપમાત્ર છે. એ તો જાણનાર-દેખનાર (છે). જેમ મિથ્યાદૃષ્ટિપણે રાગ આદિનો સર્વનો કર્તા માનતો હતો ત્યાં આત્માના ભાનમાં સર્વનો જ્ઞાતા માને છે. આ દૃષ્ટિમાં ફેર (છે). અજ્ઞાનપણે પોતાનું આનંદ, જ્ઞાન સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું દળ ! તેને ભૂલીને રાગના કણને પણ કરે અને કર્તા થાય) તો તે જ્ઞાતાપણું છે તે એને છૂટી ગયું છે. એ પરનો કર્તા થઈને ત્યાં રોકાઈ ગયો છે.
ધર્મી, અજ્ઞાની જેવો એકનો કર્તા છેતો અનંતનો કર્તા (થાય છે) એમ ધર્મી એક જ્ઞાતાસ્વરૂપનો જાણનાર (થયો) તો એ બધી ચીજનો જાણનાર (થાય છે). આહાહા.! સ્વને જ્ઞાનાનંદ તરીકે જાણે અને પરને પરય તરીકે જાણે. આવી વાતું છે ! એ જ્ઞાયકસ્વભાવમાત્ર (છે). ધર્મી તો એને કહીએ કે જેનો જાણનાર, દેખનાર જ સ્વભાવ છે. સ્વભાવવાન આત્માનો આ સ્વભાવ છે.
ચૈતન્યના તેજ ! ઝળહળ જ્યોતિ જ્ઞાયકભાવ ! તે તેનો – ધર્મીનો સ્વભાવ છે. રાગનું કરવું કે પરના ભોગની મીઠાશનું થવું એ હવે ધર્મીને નથી. ચાહે તો ઇન્દ્રના ઇન્દ્રાસનમાં સમકિતી હોય તો પણ તેના તરફનો જે વિકલ્પ ઊઠે છે એને એ ઝેર તરીકે જાણે છે અથવા એને જ્ઞાતા તરીકે જાણે છે. આહાહા.
મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાયક સ્વભાવને નહિ જાણતો પુણ્ય અને પાપ આદિના ભાવ જી. વિકત ભાવ જે એનો સ્વભાવ નથી તેને રચતો, કરતો, ભોગવતો મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા..! આવું છે.
એથી કહે છે કે ધર્મ તો જ્ઞાયકસ્વભાવમાત્ર (છે). જોયું ? માત્ર (કહ્યું છે). રાગ નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, ભોગની સામગ્રી પણ નહિ, એ તો જ્ઞાયકમાત્ર (છે). સૂર્યનો જેમ
Page #17
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
પ્રકાશસ્વભાવ છે એમ ચૈતન્યનો જ્ઞાયકપ્રકાશ સ્વભાવ (છે). રાગ હોય એને જાણે, દ્વેષ હોય એને જાણે, ત્રિકાળીને જાણે, નિમિત્તો (કે) જેને અડતો નથી પણ એને પણ સ્વમાં રહીને પ૨ને જાણે. આ..હા..હા...! આવું સ્વરૂપ !
‘કેવો છે સમ્યગ્દષ્ટિ ?” છે ? છેલ્લો શબ્દ છે. ‘અમ્પવરમજ્ઞાનસ્વભાવે સ્થિત:’ (અર્થાત્) “નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે.’ એ જ્ઞાનસ્વભાવ જે ધ્રુવ નિત્ય એનું સ્વરૂપ છે) એમાં પર્યાયથી સ્થિત છે. ધ્રુવ તો ત્રિકાળ સ્થિત છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ ધ્રુવ તો ત્રિકાળ છે. ધર્મી તેમાં સ્થિત છે. આહા..હા...! એ રાગમાં આવે છતાં એ જ્ઞાનમાં સ્થિત છે. આહા..હા...! આવી ઝીણી વાતું એટલે લોકોને આ વાત બેસે નહિ ને (એટલે) બિચારા વિરોધ કરે. અવલદોમની વાતું છે, ભાઈ ! આ..હા..હા...!
એ તો નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે.’ આ..હા..હા...! એટલે કે એને રાગાદિ આવે પણ એમાં એ સ્થિત નથી. આ..હા...! એ જેમ પોતાના સ્વરૂપને જાણે છે એમ પોતામાં રહીને રાગને જાણે છે તો એ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિત છે. આહા..હા..! એ મકાનમાં રહ્યો છે કે પૈસા ને વેપાર-ધંધામાં ઊભો હોય તો ઊભો છે ઈ જ્ઞાનમાં છે. બહારમાં એ ઊભો નથી. આહા..હા...! અજ્ઞાની એ પંચમહાવ્રત પાળે, વ્યવહા૨ દયા, દાન આદિ (કરે) પણ (તે) જ્ઞાયકમાં સ્થિત નથી, તે રાગમાં સ્થિત છે. આવો દૃષ્ટિએ ફેર છે. આહા..હા...! એ શ્લોક પૂરો થયો.
૪
(શાર્દૂલવિક્રીડીત)
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वश्रेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि । । २२-१५४ । ।
*
ખંડાન્વય સહિત અર્થ :– સભ્ય તૃષ્ટય: વ તું સાહસમ્ તું ક્ષમત્તે’ ‘(સમ્ય તૃષ્ટય:)’ સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે ‘(વ)’ નિશ્ચયથી ‘(વં સાહલમ્' આવું સાહસ અર્થાત્ ધીરપણું ‘(તું)’ કરવાને ‘(ક્ષમત્તે)’ સમર્થ હોય છે. કેવું છે સાહસ ? પતં સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ ? યત્ વન્દ્રે પતિ પિ અમી વોધાત્ ન હિ ચ્યવન્તે’‘(વત્' જે સાહસ એવું છે કે ‘(વન્ને પતતિ અપિ)’ મહાન વજ્ર પડવા
Page #18
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
છતાં પણ ‘(મ)' સમ્યગ્દષ્ટિ જીવરાશિ ‘(વાઘ)' શુદ્ધસ્વરૂપના અનુભવથી ‘ન હિ વ્યવન્ત' સહજ ગુણથી અલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે – કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે. અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરિષહ, ઉપસર્ગ ઈત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપ-અનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ? જયેનતૈોવર્યમુવત્તાધ્વનિ (મય’ વજ પડતાં તેના ત્રાસથી (વન)' ચલાયમાન એવો જે “(ત્રનોય)' સર્વ સંસારી જીવરાશિ, તેણે ‘(મુવત્ત)' છોડી દીધી છે ‘(ધ્વનિ)' પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ. ભાવાર્થ આમ છે કે – એવા છે ઉપસર્ગ, પરિષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સુધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ ? “વં નાના:” “સ્વ” સ્વને અર્થાતુ શુદ્ધ ચિતૂપને ‘(નીનત્ત:)' પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે સ્વ ? “ઝવધ્યવોથવપુષે ‘(વધ્ય)' શાશ્વત જે “વો) જ્ઞાનગુણ, તે છે ‘નવપુષ)” શરીર જેનું, એવો છે. શું કરીને અનુભવે છે)? “સર્વાન્ વ શક્યાં વિહાર ‘સર્વાન ઈવ) સાત પ્રકારના શિક્#i)' ભયને ‘વિહાય)” છોડીને. જે રીતે ભય છૂટે છેતે કહે છે – “નિસનિયતા’ ‘નિસ સ્વભાવથી નિર્ણયતિયા)' ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું ? “વયં એવું સહજ છે. ૨૨-૧૫૪.
શ્લોક – ૧૫૪. આ નિર્જરાનો અધિકાર છે ને ? એટલે સમ્યફદૃષ્ટિને રાગાદિ થાય તે પણ નિર્જરી જાય એટલું સિદ્ધ કરવું છે. દૃષ્ટિની પ્રધાનતાએ કથન છે. સમજાય છે કાંઈ? આહા..હા..! એની સાથે જ્ઞાન જે છે એ જ્ઞાન તો રાગનો કણ પણ પરિણમતો હોય તો જાણે કે આ મારો અપરાધ છે. સમજાણું કાંઈ ? જ્ઞાન એમ જાણે. દૃષ્ટિના વિષયને, ત્રિકાળ દ્રવ્ય જેનો વિષય છે એવી દૃષ્ટિના વિષયમાં તો રાગ એનો વિષય નથી. તેથી રાગ એનામાં નથી અને રાગ એને થતો નથી એમ કહેવાય છે. આહા..હા..! પણ જોડે જ્ઞાન છે, સમ્યક્દષ્ટિનું જ્ઞાન ! એ તો રાગનો કણ પણ પરિણમે છે એ પણ મારાથી થયેલો) મારો અપરાધ છે એમ ઈ જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
એક ખીલે બાંધોને ! ઘણીવાર (ભાઈ) કહે છે. અહીં અનેકાન્ત છે એનો ખીલો આ છે. આહા...હા...! જ્યાં આનંદનો નાથ દૃષ્ટિમાં આવ્યો, ભગવત્સ્વરૂપ આત્માના સમ્યગ્દર્શનમાં જ્યાં ભેટા થયા એના પ્રેમ આગળ એને કોઈ રાગનો કણ આદિ આવે કે શાતાના ઉદયને
Page #19
--------------------------------------------------------------------------
________________
૬
કલશામૃત ભાગ-૫
લઈને સામગ્રી (મળે), અબજો સામગ્રી હોય ત્યાં એને પ્રેમ આવતો નથી. આહા..હા...! અને અશાતાના ઉદયને લઈને, ઈ હવે કહેશે (કે) ઘોર વેદના (આવે), કોઈ વાત કરે કે, હવે આ વેદના શરીરમાં આવશે એવું સાંભળીને પણ સમ્યક્દષ્ટિને ભય થતો નથી.
ત્રણલોકના દેવ – સ્વર્ગના ભવનપતિના, વ્યંતરો, રાજા, શેઠિયાઓ જેનું નામ સાંભળે કે, એવો રોગ આવવાના લક્ષણ દેખાય છે કે આખા શરીરમાં એળ્યું (–ઇયળો) પડશે. એવું સાંભળીને કહે છે કે, જગતના પ્રાણી પોતાની દશાને છોડી નથી શકતા, ભયમાં આવી જાય છે. સમ્યક્દષ્ટિ એવી વાત સાંભળતાં પણ મારું ‘વપુ’ શરી૨ – જ્ઞાનશરીરને કોઈ રોગ આવતો જ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ઈ કહે છે.
‘સમ્યહૃષ્ટય: વ રૂતું માહમમ્ તું ક્ષમત્તે’ ‘સમ્યક્દષ્ટિ...' આ નિશ્ચય સમ્યષ્ટિની વાત છે, હોં ! વ્યવહાર સમ્યગ્દર્શન એ કોઈ સમ્યગ્દર્શન નથી. એ તો રાગમાં વ્યવહાર કરીને આરોપિત કર્યાં છે. વ્યવહાર સમ્યગ્દર્શન તો એક રાગ છે પણ નિશ્ચય સમકિતનો ત્યાં આરોપ દઈને વ્યવહાર સમકિત કહ્યું છે. એ (સકિત) છે નિહ. આ જે સભ્યષ્ટિ છે (એ) નિશ્ચય છે. આ..હા..હા...! પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાનના જેને ભેટા થયા, અનુભવ થયો છે. આહા..હા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હો.
કહે છે કે, સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ... આહા..હા...! સમકિતષ્ટિ એક જ નથી. અસંખ્ય સમ્યક્દષ્ટિ છે. સિદ્ધ અને કેવળી અહીંયાં લેવા નથી, એ તો અનંત છે. આ તો સભ્યષ્ટિ જીવરાશિ. તિર્યંચમાં પણ અસંખ્ય સમ્યક્દષ્ટિ છે ! પશુમાં ! આ..હા..હા...! સ્વર્ગમાં પણ અસંખ્ય સમકિતી છે, નરકમાં અસંખ્ય સમકિતી છે. સાતમી નરકમાં પણ છે. આહા..હા...!
એવા સમ્યષ્ટિ જીવની રાશિ ! શું છે ? એ તો સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે. આહા...હા...! પુણ્ય અને પાપના વિભાવરૂપનું પરિણમન જેને છૂટી ગયું છે. અત્યારે દૃષ્ટિની અપેક્ષાએ વાત છે ને ? એ વિભાવ પરિણમન જ્ઞાતામાં જાય છે, એને જાણે. એટલે કે જેને શુદ્ધ સ્વભાવનું પરિણમન થયું છે. કેમકે આત્મા પવિત્ર અને શુદ્ધતાનો પિંડ છે. એના જેને દર્શન થયા, એની પ્રતીત થઈ, તેનું જ્ઞાન કરીને શ્રદ્ધા થઈ તે શુદ્ધરૂપે પરિણમ્યો છે. આહા..હા...! આવી વાતું !
એ છ ખંડના રાજમાં પડ્યો હોય. અત્યારે સમ્યક્દૃષ્ટિ અને એનો વિષય અખંડની અપેક્ષાએ ઈ શુદ્ધપણે જ પરિણમ્યો છે. સમજાણું કાંઈ ? એ અશુદ્ધપણે પરિણમતો જ નથી એમ અહીં કહે છે. અશુદ્ધપણું છે એને જાણે છે. એ જ્ઞાનસ્વભાવ શુદ્ધપણે પરિણમે છે. પણ એનો અર્થ એવો ન લેવો કે, અશુદ્ધ છે તો એને બિલકુલ અશુદ્ધતાનું વેદન જ નથી. જ્ઞાનથી જ્યારે જ્ઞાન જાણે (ત્યારે) ત્રિકાળીને પણ જાણે, નિર્મળ પર્યાયને જાણે અને મિલનને પણ મારામાં છે એમ જાણે. આહા..હા...! સમજાણું કાંઈ ?
Page #20
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
ચૌદમાં ગુણસ્થાનક સુધી અસિદ્ધ કીધાં. એ હજી સિદ્ધ નથી. કેવળ થયું તોપણ ચૌદમે હજી અસિદ્ધ છે. અસિદ્ધ છે એટલે હજી દોષની દશા છે કે નહિ ? દોષની એટલે ભલે કંપન ગયું પણ હજી કંઈક છે કે નહિ ? પ્રતિજીવી ગુણનું વિરૂદ્ધ પરિણમન ત્યાં કંઈક છે. આહા...હા...! તો એને – ચૌદમાં ગુણસ્થાનવાળાને હજી સંસારી કહ્યા, સિદ્ધ ન કહ્યા. કેમકે એટલો પણ હજી (અશુદ્ધતાનો અંશ છે). શુદ્ધ અનુજીવી ગુણો તો નિર્મળ થયા પણ પ્રતિજીવી ગુણ છે ઈ હજી નિર્મળ થયા નથી. ઈ તો છૂટી જાય - સિદ્ધ થાય ત્યારે નિર્મળ થશે. એ અપેક્ષાએ એને – ચૌદમાં ગુણસ્થાનવાળાને પણ સંસારી કહ્યા છે. આહા..હા..!
અહીં કહે છે કે, સમ્યક્દૃષ્ટિ થયો ત્યારથી એને રાગનું પરિણમન જ નથી. કઈ અપેક્ષાથી? સમજાણું કાંઈ ? આહા..હા..! કેવળી થયા તોપણ હજી ચાર કર્મ બાકી છે એટલી અશુદ્ધતા છે. આ હા..હા...હા...! ઈ જ્યારે જ્ઞાનથી વાત થાય ત્યારે જ્ઞાન તો સ્વને અને પરને બન્નેને જેમ છે તેમ જાણે. અહીં દૃષ્ટિપ્રધાનના કથનમાં એવા ભેદો જે અશુદ્ધ આદિના છે એ પણે સમ્યક્દૃષ્ટિ પરિણમતો નથી એમ અહીં સિદ્ધ કરવું છે. એટલે કે મારાપણાપણે પરિણમતો નથી માટે અશુદ્ધપણે પરિણમતો નથી. અરે... અરે...! આવી વાતું હવે ! આહા..હા! છે?
“સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે. હવે આમાં લોકો એવું લઈ લ્ય કે, સમ્યક્રદૃષ્ટિ થયો એટલે ખલાસ, એને અશુદ્ધપણું છે જ નહિ અને દુઃખ નથી. અશુદ્ધપણું નથી એટલે દુઃખ નથી. અશુદ્ધપણું એ જ દુઃખ છે. એ જ્ઞાનપ્રધાનનું (કથન) હોય ત્યારે એ બન્ને બરાબર સાથે જોઈએ. સમ્યક્દષ્ટિનો વિષય અને જ્ઞાનનો સ્વ અને પરનો વિષય બન્ને યથાર્થ જોઈએ. આહા..હા..! ભાઈ ! આ તો વીતરાગમાર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર આહા...હા..! ત્રિલોકનાથ કઈ અપેક્ષાથી કહે છે તે અપેક્ષાએ તેને જાણવું જોઈએ.
આ કઈ નયનું વાક્ય છે ? આ નિશ્ચય દૃષ્ટિનું, નિશ્ચયનયનું વાક્ય છે. પર્યાયનયનું જ્યારે વાક્ય આવે ત્યારે તો એને એમ કહે કે, કેવળી થયા પણ હજી એના પ્રતિજીવી ગુણ મલિન છે. આહા...હા...! જુઓ ! આ પ્રભુનો અનેકાન્ત માર્ગ ! એ બીજે ક્યાંય હોઈ શકે નહિ. આહાહા..!
અહીંયાં કહે છે કે, આ તો શુદ્ધપણે પરિણમ્યો છે, અશુદ્ધ છે જ નહિ. કઈ અપેક્ષાએ ? દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય બન્ને શુદ્ધપણે છે એ અપેક્ષાએ શુદ્ધપણે પરિણમ્યો એમ કહ્યું. અને નિર્જરાનો અધિકાર છે એટલે ઈ અશુદ્ધપણું, શુદ્ધપણાના પરિણમનથી અશુદ્ધપણું ટળી જાય છે એમ કહેવું છે. પણ એથી (કોઈ) એમ જ કહે કે, જ્ઞાનીને તો અશુદ્ધપણું) ક્ષણે ક્ષણે ટળે છે માટે અશુદ્ધતા છે જ નહિ. પણ ટળે છે તો એક સમયે બધી અશુદ્ધતા ટળી જાય છે ? ટળે છે એ વાત સાચી છે. જેટલો દ્રવ્યનો આશ્રય છે એટલી અશુદ્ધતા તો સમયે સમયે ઘટતી જાય છે પણ ઘટતી જાય છે એટલે પછી કાંઈ છે કે નહિ ? (અશુદ્ધતા)
Page #21
--------------------------------------------------------------------------
________________
કલામૃત ભાગ-૫
હોય તો એમાંથી ઘટવું થાય), ન જ હોય તો ઘટવાનું ક્યાં આવ્યું ? વાત સમજાય છે કાંઈ ? આહા.હા.! હજી અંદર અશુદ્ધતા છે. આ...હા...હા...હા...!
મહા મુનિ છે ! ત્રણ કષાયનો અભાવ (થયો છે) અને પ્રચુર આનંદનું જેને વેદના છે એને પણ હજી પંચ મહાવ્રતના પરિણામ (થાય છે) ઈ જગતપંથ –જગપંથ) છે એમ કહે. આ.હા...હા...! એને પણ એટલો હજી સંસાર છે. આહા...હા...! અહીં કહે છે કે, સમ્યકુદૃષ્ટિ અશુદ્ધપણે પરિણમતો નથી. ઈ શુદ્ધની દૃષ્ટિ છે અને એનો વિષય શુદ્ધ છે માટે શુદ્ધપણે પરિણમે છે એમ કહ્યું છે. આહા..હા..! હવે આવું બધું ક્યાં મેળ કરવા જાય ? એકાંત ખેંચે તો ન ચાલે, આ વીતરાગમાર્ગ છે. આહા..હા..!
પેલામાં આવ્યું છે, નહિ ? “સિદ્ધત્વી’ પરમાર્થ વચનિકા'માં ! અસિદ્ધપણું છે ત્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી વ્યવહાર છે. સિદ્ધને વ્યવહાર નથી. નહિતો સિદ્ધની પર્યાય છે એ વ્યવહાર છે પણ એને વ્યવહાર નથી. એ તો શ્રુતજ્ઞાની જ્યારે પોતાના જ્ઞાનમાં નિશ્ચયથી જ્યારે ભેદ જાણે છે કે, સંસાર અને સિદ્ધ એવી જીવની બે દશાઓ છે એ વ્યવહારથી છે. નિશ્ચયથી દ્રવ્યમાં એ સંસાર અવસ્થા કે મોક્ષ અવસ્થા બન્ને નથી. આવી વાતું ! છે ને પેલામાં ? “સિદ્ધવાન્ ! આહાહા...! “મોક્ષમાર્ગ પ્રકાશક'માં પાછળ નાખ્યું (છાપ્યું) છે. જ્યાં સુધી સિદ્ધ નથી ત્યાં અસિદ્ધ છે અને ત્યાં સુધી હજી એને અશુદ્ધતા છે. આહા..હા..! અહીં કહે છે કે, સમ્યક્દષ્ટિને એકલું શુદ્ધ પરિણમન છે. એ પરિણમન જ્ઞાતા-દષ્ટા તરીકે ગણી અને અશુદ્ધતાને પણ એ જાણનારો છે, મારો માનીને પરિણમતો નથી એ અપેક્ષાએ શુદ્ધપણે પરિણમે છે) એમ કહ્યું છે. આમાં જરી આડોઅવળો ફેરફાર કરે તો તત્ત્વ – આખી વાત ફરી જાય. સમજાણું કાંઈ ? આહા..હા...!
સમ્યગ્દષ્ટિ સ્વભાવગુણરૂપ પરિણમ્યો” “સ્વભાવગુણરૂપ પરિણમ્યો' ! ત્રિકાળી જે જ્ઞાયક સ્વભાવ છે, આનંદ આદિ અનંત જે સ્વાભાવિક ગુણ છે તે રૂપે પરિણમ્યો છે. આહા... ‘સર્વગુણાંશ તે સમકિત એમ આવ્યું ને ? “શ્રીમમાં” ! આપણે “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં ! સમ્યફદૃષ્ટિને જેટલા ગુણો છે તે એકદેશ પ્રગટ થયા છે અને સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ થઈ ગયા છે. છે ચિઠ્ઠી? “ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ! આહા...હા....!
ત્યાં એમ કહે કે, સમ્યક્દષ્ટિને... ત્યાં એમ કહ્યું ને? “સર્વગુણાંશ તે સમતિ સર્વ ગુણ પ્રગટ થઈ ગયા. સર્વ ગુણનો અંશ પ્રગટ્યો છે. ભાઈ ! આવી વાતું હવે. અને (‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) એમ કહ્યું કે, સર્વ ગુણો એક અંશે – એકદેશ પરિણમ્યા છે. પરિણમ્યા છે, હોં! ગુણ તો ગુણ આખા છે પણ એકદેશ પરિણમ્યા છે. ત્યારે બીજો દેશ હજી બાકી છે ને ? અશુદ્ધનું એટલું પરિણમન છે ને ?
એ પહેલાં આવી ગયું છે – જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનીને બે ધારા હોય છે. જેટલું આત્માના સ્વભાવનું શુદ્ધપણું – દૃષ્ટિ, જ્ઞાનનું પરિણમન થયું એ જ્ઞાનધારા, શુદ્ધધારા છે
Page #22
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
અને જેટલો રાગ બાકી છે એ કર્મધારા છે. આવે છે ? જ્ઞાનધારા અને કર્મધારા. અહીં કહે છે કે, જ્ઞાનીને એકલી શુદ્ધ જ્ઞાનધારા હોય છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ભાઈ ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ! એણે પર્યાયે પર્યાયને જોઈ છે. ગુણ ત્રિકાળી જોયા, ત્રિકાળી દ્રવ્ય જોયું, ત્રિકાળી પર્યાય જોઈ અને એક એક પર્યાયના અનંતા અવિભાગ પ્રતિચ્છેદ (છે) એ પણ ભગવાને જોયા. આહાહા..! એવું જે સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ એના જે કથનો છે એ) કઈ નયના છે એ એણે જાણવું જોઈએ. સમજાણું કાંઈ ? એક જ ઠેકાણેથી એમ જ પકડી કે, લ્યો ! આ શુદ્ધ પરિણમન છે. હવે એને અશુદ્ધ છે જ નહિ ? ભાઈ ! આવો માર્ગ છે. આહા..હા...!
અહીંયાં નિર્જરાની પ્રધાનતાથી કથન છે ને ! અશુદ્ધતા ખરી જાય છે અને શુદ્ધતાનું જ પરિણમન છે એમ અહીંયાં સિદ્ધ કરવું છે. “જીવરાશિ.” (કહ્યું છે એટલે) એ સમ્યક્દષ્ટિ જીવરાશિ (છે). એક-બે નથી, અસંખ્ય છે. તિર્યંચમાં, મનુષ્યમાં, સ્વર્ગમાં, વ્યંતરમાં, નારકમાં અસંખ્ય સમ્યક્દૃષ્ટિ છે ! આહા..હા...! અને એ શુદ્ધપણે પરિણમ્યા છે. સમજાણું કાંઈ? અને જયસેનાચાર્યદેવની ટીકામાં તો એમ લીધું છે કે, આ બધો અધિકાર પાંચમાં ગુણસ્થાન ઉપરની વાત છે. તું ચોથેથી માની લે કે અશુદ્ધતા નથી (એમ નથી). આવે છે ? આહા..હા.! જયસેનાચાર્ય ! (એમની) સંસ્કૃત ટીકામાં છે. પંચમ ગુણસ્થાનની ઉપરની આ બધી વાત છે. છઠ્ઠા-સાતમાની મુખ્યપણે (વાત છે). ગૌણપણે સમ્યક્દષ્ટિ (આવી જાય છે). સમજાણું કાંઈ ? આહા..હા...! મુખ્યપણે અને ગૌણપણે...
આહાહા..! “જીવરાશિ તે નિશ્ચયથી આવું સાહસ અર્થાત્ ધીરપણું કરવાને સમર્થ હોય છે.” સમ્યક્દષ્ટિ સાહસ કરવાને “ક્ષમત’ (છે), ધીરજ કરવાને સમર્થ છે. આહા...હા...! કેવું ? છે ? ધીરપણું...” સાહસની વ્યાખ્યા ઈ કરી. ધીરે ધીરી દશા.. જ્ઞાતા-દષ્ટાપણાની દશાને રાખવા એનું સાહસ, ધીરાપણું “ક્ષમત્તે’ ક્ષમાનું કારણ છે. આહાહા...! કઈ રીતે ?
‘સર્વથી ઉત્કૃષ્ટ છે.” સમ્યક્દૃષ્ટિનું ધીરાપણું, જ્ઞાતાપણું, અજ્ઞાનીની અપેક્ષાથી સર્વથી ઉત્કૃષ્ટ છે. આમ સર્વોત્કૃષ્ટ તો ભગવાનને છે પણ આ બીજાની અપેક્ષાએ (વાત કરી છે). આહા..હા..! “સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ ? ય વ પતિ સપિ પર વોઘા ન ત્તિ વ્યવન્ત જે સાહસ એવું છે કે મહાન વજ પડવા છતાં....” ઉપરથી અગ્નિના વજ પડે ! હેઠે કરોડો-અબજો પડે...! આ.હા..હા...!
કાલે એક છોડીનું લખાણ આવ્યું છે, એક લખાણ આમ ત્રાસ ઊપજાવે એવું ! જંગલમાં વિમાન તૂટી ગયું. જંગલમાં ! ક્યાંય ક્યાંય ગામ ન મળે, એ તૂટ્યું ને બધા મરી ગયા. વનમાં પેલા વિમાનના ટૂકડા થઈ ગયા. એક જુવાન બાઈ એમાં અસાધ્ય થઈ ગઈ. અસાધ્ય થઈને આમ જ્યાં જાગી... આમ જોવે ત્યાં... આ..હા...હા...! (ચારે બાજુ) જંગલ.... જંગલ.... જંગલ જંગલ... પાણીનો ધોધ વરસે, હજારો ઝેરી દેડકાઓ રણકાર કરે ! સર્પો ફૂંફાડા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
કલશામૃત ભાગ-૫
મારે ! વનસ્પતિ આટલી ઊગેલી એમાં સર્પો અને વીંછી ! રસ્તો ન મળે, આ ક્યાં જવાનું હશે ? ક્યાંય ન મળે, ક્યાંય ગામ ન મળે. બહુ લખાણ આવ્યું છે. પણ માળી બાઈ, છોડી એવી (સાહસિક કે) એમને એમ એક 'દી કાપ્યો, બે દિ કાપ્યા, ત્રણ દિ કાપ્યા. ત્યાં ખાવાની વનસ્પતિ ઝેર જેવી ! આહાહા...! પણ એમને એમ થોડો થોડો દેહ નભાવ્યો. અને જ્યાં જાય ત્યાં ઝેરીલા જનાવરે પગમાં બટકાં ભર્યા અને પગ સડ્યા ! પગ સડ્યો ! પગ સડ્યો અને પગમાં જીવડાં પડ્યા ! જંગલમાં કયાંય રસ્તો ન મળે. આહા...હા....!
એમ અગિયાર દિ ને બાર દિ થયા ત્યાં ચાલતાં ચાલતાં એક ઝૂંપડી દેખી. એ ઝૂંપડી શિકારીઓની હતી. શિકારીઓ ત્યાં મહિને-બે મહિને શિકાર કરવા આવતા. આને તાકડે આયુષ્ય છે ને ? એ શિકારીઓ બારમે દિએ ત્યાં ઝૂંપડીમાં આવ્યા અને આ છોડીને જોઈ. અરે..! અહીં ક્યાંથી આ !? પગમાં એવું પડી, જીવડાં પડ્યા ! ચારે કોર ઝેરી જનાવરો(એ) બટકા ભર્યા છે). આખું શરીર (સોજી) ગયું ! (શિકારીઓ પૂછે છે), તું અહીં કયાંથી ? (તો છોડી કહે છે), વિમાન તૂટી ગયું, બધા મરી ગયા અને હું એક રહી ગઈ. આ.હા...! જુઓ ! આયુષ્ય હોય તો કેવું થયું? પેલા શિકારી શિકાર કરવા ઝૂંપડીમાં મહિને-બે મહિને આવતા. જંગલમાં ઝૂંપડી ! કયાંય ગામ નહિ. ત્યાં જોગ મળી ગયો. બાઈને ઉપાડીને દવાખાને લઈ ગયા. પેલા મોટા જીવડાં પગમાં પડેલા (એ) કાઢી નાખ્યા.
મુમુક્ષુ :- શિકારી દવાખાને લઈ ગયા ?
ઉત્તર :- શિકારી દવાખાને લઈ ગયા. ગામમાં લઈ ગયા, (એકલી છોડી જંગલમાં (કેમ રહે ?) માણસને આમ તો દયા આવી જાય ને ? એકલી જંગલમાં ! જનાવર, સર્પ ! વાંદરા ને સર્પો આમ ફૂંફાડા મારે ! અને એકલા ઝેરીલા જનાવરો ! (એવામાં) ઈ છોડીએ અગિયાર દિ કાઢ્યા, ભાઈ ! એ લોકોએ પછી ખાવાનું કીધું, પૂછ્યું, “બેન ! તું આ વનસ્પતિ ખા. ઈ ઝેરીલી નથી, તું ખા.” ઈ ખાધી. વનસ્પતિ ઘણી જાતની હોય ને ? ઈ ઓળખે નહિ અને ઝેરીલી વનસ્પતિ ! અને પેલા જાણીતા. “આ તું ખા, બા ! આ ખા.” એને (પછી) દવાખાને લઈ ગયા. પછી તો બરાબર) થઈ ગઈ. પણ એની વાત લખી છે, ત્રાસદાયક ! સાંભળતાં ત્રાસ થાય !!
જંગલમાં ઝેરી જનાવરો ! વરસાદના ધોધ પડે ! પાણી ને નદીઓ ચાલી જાય ! આટલી આટલી વનસ્પતિ ઊગેલી એમાં સર્પો અને વીંછી આ પગ ક્યાં મૂકવો ? જ્યાં પગ મૂકે ત્યાં કરડે ! પણ આયુષ્યની સ્થિતિ હતી તો) એને આ ઝૂંપડી મળી ગઈ અને એને વિશ્વાસ આવ્યો. ત્યાં પેલા આવ્યા અને એને લઈ ગયા. આવ્યું છે, કાલે છાપામાં લખાણ આવ્યું છે. અહીં માસ્તર છે ને ? ઈ કાપલી મૂકી ગયા હતા. વાંચનથી ત્રાસ (થાય) !
જુવાન બાઈ ! જંગલમાં કોઈ ન મળે ! (સર્પો) ફૂંફાડા મારે ! દેડકાઓ, ઝેરી દેડકા ! ઈ દેડકો પગમાં) મારે તો પગમાં ઝેર ચડી જાય ! આખું શરીર ઝેર ઝેર થઈ જાય !!
Page #24
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૧૧
પણ છતાં આયુષ્યને લઈને (બચી ગઈ ! આવી સ્થિતિમાં પણ સમ્યક્દષ્ટિને ત્રાસ હોતો નથી કહે છે !! હજી કાલે જ વાંચ્યું હતું. ભાઈ ! એમાં અંદરથી કોઈ આવી ચડ્યો હોય.. આહાહા...! પણ એ નિર્ભય છે, સાહસ છે ! આ.હા..હા..! હું જ્ઞાતા-દષ્ટા છું એમાં મને કોઈ હલાવી શકે (એમ) છે નહિ.
આવી વ્યાધિ, વજપાત પડ્યા ! માથે અગ્નિ પડતી હોય ! આ.હા...હા...! પણ જેને આત્માના આનંદનું ધ્રુવ સ્વરૂપનું ભાન થયું. આ.હા...હા...! એને અંદરમાં આત્માના આનંદ આગળ પ્રતિકૂળતાના ઉપસર્ગ અને પરિષહ લાખ-કરોડ હોય (છતાં) “ક્ષમત્તે’ – જાણનારદેખનાર રહે છે. એને ભય થતો નથી ! આ..હા...હા..!
કહો, પેલી છોડીએ) અગિયાર, બાર દિ' ખાધું શું હશે ? એમાં નથી લખ્યું પણ વનસ્પતિ ઝેરીલી (હોય) એટલે ખાધું ન હોય પણ જુવાન છોડી હતી, એટલે અગિયાર, બાર દિ નદીના પાણી-બાણી પીને કાઢ્યા હશે. આહા..હા...! અહીં કહે છે કે, અશાતાના ઉદયને લઈને એથી પણ કોઈ અનંતી પ્રતિકૂળતા આવી પડે પણ સમકિતી ત્યાંથી – ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિથી શ્રુત થતા નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? હજી કાલે જ વાંચ્યું છે. ભાઈ ઈ ચોપાનીયુ મૂકી ગયા હતા. એક આકાશનું મૂક્યું હતું. આકાશમાં એમ કે આ તારાઓ છે એને દૂરબીનથી દેખે તો મણિ-રત્ન હોય એમ દેખાય. (એવું) આકાશનું કાંઈક મોટું લખ્યું હતું. એનું આપણે કાંઈ કામ નહોતું. આહા..હા..! ન મળે પાણી પીવા, ન મળે આહાર લેવા ! ક્યાં નજર નાખે ? ક્યાંય ગામ ન મળે. હવે સાહસ કરીને પણ (રહી), મિથ્યાદૃષ્ટિ હતી) છતાં આટલું સાહસ કર્યું !
અહીં કહે છે કે, સમ્યદૃષ્ટિને.. આહા..હા...! છે ? “મહાન વજ પડવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવરાશિ શુદ્ધસ્વરૂપના અનુભવથી સહજ ગુણથી અલિત થતો નથી.” આ..હા..હા...! મારો પ્રભુ આનંદનો નાથ છે એ આનંદના સ્વાદમાંથી ખસતો નથી કહે છે. આવા પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ ! આ..હા...હા...! સમજાણું કાંઈ ?
એક વ્હોરા હતા ઈ કહેતા હતા. જામનગર ચોમાસુ હતું ત્યારે એક વ્હોરો હતો એનું નામ ભૂલી ગયા. વ્યાખ્યાનમાં આવતા. એ કહે, અમે જંગલમાં ચડી ગયા. વહાણ એવી રીતે ચડી ગયું કે, હેઠે શું કહેવાય ? લોહચુંબક ! દરિયામાં અંદર લોહચુંબકના ડુંગરા ! એટલે વહાણને ખેંચી લીધું. ખેંચીને ક્યાંય જંગલમાં મૂકી દીધું. નહિ પાણી, નહિ આહાર, નહિ કાંઈ. કહે, અમે ત્રણ દિ ત્યાં રહ્યા. પછી શું કર્યું ? કે, પેલા નાળિયેર હતા ને ? નાળિયેર ! અને હેઠે સડેલા પાણી ! પાણીની અંદર નાખ્યા) અને નાળિયેરના મીઠા પાણી થઈ ગયા. એ નાળિયેર તોડીને એમાંથી પાણી પીવે અને ટોપરા (ખાય) ત્રણ દિ' કાઢ્યા. ઈ વ્હોરા કહેતો હતો. ત્રણ દિ (રહ્યા). એવા ઘણા માણસો હતા). આખું વહાણ લોહચુંબકને લઈને ખેંચાઈ ગયું, નીકળે નહિ. પછી તો ત્રણ દિએ વળી બીજું વહાણ આવ્યું
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
કિલશામૃત ભાગ-૫
અને એને છુટું કર્યું. જામનગરના વ્હોરા હતા. વ્યાખ્યાનમાં આવતા.
એવી સ્થિતિમાં પણ જંગલમાં એકલો વાઘ અને વરુ વચ્ચે પણ ધર્મી જેને આત્માના આનંદના ભાન થયા છે. હું તો ચિદાનંદમૂર્તિ છું ! એને એવા પ્રસંગમાં પણ ભય અને શંકા પડતી નથી કે, મારો નાશ થશે ! શરીરનો નાશ થાય તો એ શરીર તો નાશવાન છે જ. તે તો નાશ થાશે. આહાહા...! આકરું કામ, ભાઈ ! પ્રતિકૂળતા, અશાતાના ઉદય આવતાં... આહા...! (અજ્ઞાનીને) તો કંપારી ઊઠે (કે) એ. પક્ષઘાતની અસર લાગે છે ! જાળવજો, પક્ષઘાત થશે.. હાય... હાય..! પેલો ધ્રુજી ઊઠે ! અહીં કહે છે, અંદરમાં પક્ષઘાત થઈ ગયો છે. રાગથી ભિન્ન પડીને આત્માનું ભાન થયું છે તો પક્ષઘાત થઈ ગયો છે. આ..હા..હા...!
બહારના ગમે તેટલા ઉપસર્ગ અને પરિષહ હોય છતાં “શુદ્ધ સ્વરૂપના અનુભવથી સહજ ગુણથી સ્તુલિત થતા નથી.” આ..હા..હા...! છતાં એવા પ્લેગ આદિ ગામમાં આવે તો સમકિતી ત્યાંથી જાય પણ ખરો, (ત્યાંથી નીકળી જાય. પણ અંતરમાંથી ખસતો નથી. એ બધા લેખ છે. ગામમાં પ્લેગ આવ્યો હોય અને બધા બહાર નીકળે તો પોતે પણ બહાર ચાલ્યા જાય. એમ નહિ કે ત્યાં જ પડ્યો રહે. સૌની સાથે કુટુંબને લઈને બહાર બીજા ગામમાં નીકળી જાય, પણ છતાં અંદરમાં એ નિર્ભય છે. આહા..હા...! એવો વિકલ્પ આવ્યો કે, અહીંથી બધા જાય છે, અહીં દેશમાં તો કોઈ રહેતું નથી. પ્લેગ જબ્બર થઈ ગયા છે. દરરોજ બસોબસો માણસ મરતા હોય, દસ હજારની વસ્તિ હોય (અને) ભાગો... ભાગો.. (થતું હોય તો) પોતે ભાગે ! એથી એને ભય થયો છે એમ નથી. આ..હા...હા..! એ તો વજના બિંબને - ચૈતન્યપ્રભુને ચોંટ્યો છે ને ! આ..હા..હા..! ત્યાં ધ્રુવ સાથે દાંડી વગાડી છે. સમજાણું કાંઈ ? આ..હા...! આવું સમ્યક્દૃષ્ટિનું માહાસ્ય છે એ કાંઈ સાધારણ આલીદુવાલીની વાત નથી. આહાહા..!
ભાવાર્થ આમ છે.” છે ને ? કે – કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને શાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઈષ્ટ ભોગસામગ્રી હોય છે....” શાતાના ઉદયે સમકિતીને ઇન્દ્રના ઇન્દ્રાસનો હોય, ચક્રવર્તીના રાજ હોય. સમકિતીને ભોગભૂમિ જુગલિયામાં ત્રણ ત્રણ ગાઉના શરીર (હોય) અને આયુષ્ય રહે ત્યાં સુધી ખાવાનાં કલ્પવૃક્ષના ફળ મળે. છતાં સમ્યક્દષ્ટિ ત્યાં છે, સમ્યક્દષ્ટિ ત્યાં ભોગભૂમિમાં પણ છે, એ શાતાને લઈને સામગ્રીના) પ્રેમમાં આવી નથી જતા. આહા..હા...! એ સામગ્રી છે માટે અનુકૂળ છે એમ રાજીપો નથી થતો. આહા..હા...! એ સામગ્રીમાં પણ ધર્મી તો જાણનાર-દેખનાર રહે છે કે, આ છે, બસ, એટલું. ઈ શાતાની વાત છે.
“અશાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ...” અશાતાના ઉદયને લઈને શરીરમાં રોગ (આવે). આહાહા...! ક્ષયરોગ, દમ.... કહેવાય આ ? ગળાના થાય છે ઈ... કેન્સર !
Page #26
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૧૩
આખા શરીરમાં ધ્રુજારો (થાય). અમારે અહીંયાં (એક ભાઈને) છે ને ? જુવાન માણસ છે, એને આખું શરીર ધ્રુજે છે. આહા...હા...! ઠીક હતું ત્યારે “ઇન્દોર’ શિક્ષણ શિબિરમાં ગયો હતો. “ઈન્દોરમાં શિક્ષણ શિબિર શીખવવા ગયો હતો. એવો છોકરો છે પણ હવે અશાતાનો ઉદય એવો આવ્યો કે, આમ... આમ થયા જ કરે. આમ પડ્યો રહે, આમ જ્યાં કરે ત્યાં થઈ રહ્યું ! હાથે કોળિયો લઈ શકે નહિ. આહા..હા... અહીં હતો ને, અહીં લાવ્યા હતા.
એવા રોગ, અશાતાના ઉદય આવે... આહા...હા...! છતાં... ઈ કહે છે, જુઓ ! અશાતાના રોગ, શોક,....” બધી પ્રતિકૂળતા થઈ જાય. મા ન રહે, બાયડી ન રહે, બાપ ન રહે, મકાન ન રહે. આહાહા..! “દારિદ્ર” એક રોટલો મળવો મુશ્કેલ પડે એવી સ્થિતિમાં આવી જાય. સમ્યકુદૃષ્ટિ અશાતાના ઉદયે નરકમાં હોય છે, લ્યો ! આહા...હા....! તેંત્રીસ તેંત્રીસ સાગર સુધી જેને આહારનો કણ નહિ, પાણીનું બિંદુ નહિ પણ સમ્યકૂદષ્ટિ પોતે પોતાના જ્ઞાતાદષ્ટામાંથી ખસતા નથી ! સમજાણું કાંઈ ? આહા...હા...! ?
“પરીષહ, ઉપસર્ગ ઈત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં...” ભોગવતાં (એવી) ભાષા છે. સામગ્રીને કંઈ ભોગવી શકતો નથી પણ એના તરફનું લક્ષ જાય અને જરી રાગ થાય એને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા....! (તેને ભોગવતાં) “શુદ્ધસ્વરૂપઅનુભવથી ચૂકતો હશે... કોઈને એમ થાય કે, આવી સામગ્રીમાં – પ્રતિકૂળતામાં સમ્યગ્દર્શનથી મૂત થઈ જતો હશે. અનુકૂળ સામગ્રીમાં સમ્યક્રદૃષ્ટિ એના પ્રેમમાં સમ્યકથી ચૂત થતો હશે. નહિ, ત્રણકાળમાં ન થાય. આ.હા..! આહા...હા...!
જેને નિત્યાનંદ પ્રભુ ભગવાન ! સહજાત્મસ્વરૂપ પ્રભુ ! એનો જેને અનુભવ થયો, દૃષ્ટિ થઈ, સમ્યફ થયું. આ.હાહા...! એ અશાતાના ઢગલા પડ્યા હોય તોપણ તે મૂંઝાતો નથી. એનું સમ્યગ્દર્શનનું શુદ્ધ પરિણમન છૂટતું નથી. અને શાતાના ઢગલા હોય આહાહા...! તો તેમાં તેને રંગ ચડતો નથી. આત્માના આનંદનો રંગ ચડી ગયો છે. સમજાણું કાંઈ ? આહા.હા...!
જેવો અનુભવ છે તેવો જ રહે છે;” છે ? આ...હા...હા..! એ આત્માના સમ્યગ્દર્શન પામતાં આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવમાં જેવો છે તેવો જ રહે છે. એ અનુકૂળપ્રતિકૂળ સંયોગમાં રહે છે ? એ અનુકૂળ હોય કે પ્રતિકૂળતાના ગંજ હોય... આહાહા...! રોટલો મળતો ન હોય, રોટલી ન હોય, સામું જોનાર કોઈ ન હોય અને શરીરમાં સોળ રોગ (હોય). સાતમી નરકના નારકીને તો જન્મતાં જ સોળ રોગ હોય). એટલે ત્યાં જાય ત્યારે) મિથ્યાદૃષ્ટિ છે પણ ત્યાં પાછા કોઈ સમકિત પામે છે. સાતમી નરકમાં ! જતાં મિથ્યાદૃષ્ટિ હોય પાછો નીકળતાં મિથ્યાષ્ટિ થઈ જાય. એવો શાસ્ત્રમાં લેખ છે. વચમાં સમ્યક્દૃષ્ટિ થાય, તેંત્રીસ સાગરના દુઃખમાં રહે પણ સ્વરૂપથી (સ્મૃત ન થાય).
અહીં માણસ (એમ માને કે આપણને અનુકૂળતા હોય તો આપણે નિવૃત્તિ લઈએ,
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
કલશામૃત ભાગ-૫ છોકરાઓ કંઈ દે, આપણે રળીએ છીએ એટલું થાય પછી નિવૃત્તિ લઈએ). ધૂળેય નથી ! તો એમ કે નિવૃત્તિ લઈ શકીએ. આ...હા...! અહીં તો કહે છે કે, પ્રવૃત્તિના ગંજ પ્રતિકૂળ હોય તો સમ્યક્દષ્ટિ પોતાના ભાવમાં નિવૃત્તિમાં જ પડ્યો છે. આહા...હા...!
મુમુક્ષ :- ચૈતન્ય ચમત્કાર !
ઉત્તર :- એ ચૈતન્ય (ચમત્કાર છે). ચૈતન્ય ભગવાન ! અંદર ચૈતન્ય આનંદનો સાગર પ્રભુ ! એનું જેને સમ્યગ્દર્શન (થયું). સમ્યગ્દર્શન એટલે કે એકલી દેવ-ગુરુની શ્રદ્ધા એમ નહિ. એકલી વ્યવહાર નવ તત્ત્વની શ્રદ્ધા એ નહિ, આ તો અતીન્દ્રિય આનંદનો નાથ તેનો અનુભવમાં સ્વાદ આવવો, અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો એનું નામ સમકિત છે. આહા...હા...! એની તો ખબરું ન મળે અને હવે ધર્મી થઈને વ્રત કરો અને તપ કરો ! મરી ગયા અનંતકાળથી ! આહા..હા..!
અહીં કહે છે, “તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી. એમ કે આવી ઢગલાબંધ શાતા વેદનીની સામગ્રી (હોય), એક એક દિવસના અબજો રૂપિયા આવતા હોય એવી પેદાશની સામગ્રી હોય તો અંદર કંઈક લલચાતો હશે ? કહે છે, ના. આ...હા...હા....! છે ને અત્યારે પેલો ? એક કલાકની દોઢ કરોડની પેદાશ ! બીજો એક દેશ છે ત્યાં એક દિવસના અબજોની પેદાશ અત્યારે છે ! અબજો રૂપિયા એક દિવસમાં ! અનાર્ય માણસ ! મરીને બધા નરકે જવાના. આહા...હા...!
આ આત્માનું સમ્યગ્દર્શન થતાં કહે છે કે, સાતમી નરકની નારકીની પ્રતિકૂળતાનો સંયોગ હો કે સ્વર્ગમાં ઈન્દ્રના ઈન્દ્રાણીઓ આદિની સગવડતા હો પણ પોતાના આનંદના અનુભવથી મૂત થતો નથી. આહાહા...! ક્યાંય તેની સુખબુદ્ધિ થતી નથી. આહાહાહા...! કે, આ બધી સામગ્રી છે માટે અમે સુખી છીએ. એ માનનારા તો મિથ્યાષ્ટિ છે. સુખી તો આત્માના આનંદના અનુભવથી સુખી (છે) તે સુખી છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત, બાપુ ! વીતરાગનો માર્ગ તીર્થકર જિનેન્દ્રની જ્ઞાનની ધારા એવી કોઈ અલૌકિક છે ! જગતને સમજવું ભારે કઠણ ! આહા..હા...!
અહીં કહે છે કે, કોઈ એમ માને કે આવી સામગ્રીમાં સમ્યગ્દર્શન ? અનુભવથી – શુદ્ધ સ્વરૂપના અનુભવમાં અશાતાની ઘોર સામગ્રી મળે, શાતાની અનુકૂળતાના ગંજ મળે તો અંતર શુદ્ધ સ્વરૂપથી મૂત થતો હશે ? કે, બિલકુલ નહિ. એ શેય તરીકે જાણે. મારા જ્ઞાનનું પરશેય છે. એ મારી ચીજ નથી, મને નથી, મને અડતી નથી. આહા...હા...! શરીરમાં સોળ રોગ હોય તોપણ સમકિતી જાણે છે કે, એ રોગ મને અડતા નથી, હું એને અડક્યો નથી. આહા..હા...હા...! જેને હું અડ્યો છું, ચુંવ્યો છે એ તો ભગવાન આનંદનો નાથ પ્રભુ છે. એ આત્માને હું તો અડ્યો છું. આહા...હા...! આવી સમ્યફદૃષ્ટિની દૃષ્ટિ ! એનો જે શુદ્ધ (સ્વરૂપનો અનુભવ થયો તે) પ્રતિકૂળતા અને અનુકૂળતા તેને ખેંચી શકતા નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૧૫
સમજાણું કાંઈ ? આ..હા...!
આ (અજ્ઞાની) તો માને (કે) દેવ-ગુરુની અમને શ્રદ્ધા છે તો અમને સમકિત છે. અરે..! એવું તો અનંતવા૨ માન્યું છે, સાંભળને ! સમ્યગ્દર્શન તો રાગ, શુભ રાગ – દયા, દાન, વ્રતના રાગથી ભિન્ન ભગવાન આનંદનો સાગર ! અંદર અતીન્દ્રિય આનંદનો આત્મા સાગર છે ! આહા..હા..! એને જે અંદર અનુભવે અને જેને અંતરના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો ઝે૨ જેવા દેખાય એને સમ્યક્દષ્ટ કહીએ. સમજાણું કાંઈ ? આહા..હા...! ‘નિર્જરા અધિકાર’ છે ને ? (જેવો) ‘અનુભવ છે તેવો જ રહે છે;..’ છે ? વસ્તુનું એવું જ સ્વરૂપ છે.’
કેવું છે વજ્ર ? વજ પડતાં તેના ત્રાસથી ચલાયમાન એવો જે સર્વ સંસારી જીવરાશિ, તેણે છોડી દીધી છે પોતપોતાની ક્રિયા જેના પડવાથી.' પોતાની શ્રદ્ધા, જ્ઞાન બધું છૂટી ગયું, લોકો ભ્રષ્ટ થઈ જાય એવી પ્રતિકૂળતા આવી પડે. આહા..હા...! ‘ભાવાર્થ આમ છે કે એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાદષ્ટિને જ્ઞાનની સુધ રહેતી નથી.’ કે, હું આત્મા જ્ઞાતા (છું) એવી મિથ્યાદૃષ્ટિને સુધ રહેતી નથી. આહા..હા...! અનુકૂળતાની સામગ્રીમાં પણ મિથ્યાદૃષ્ટિને સુધ રહેતી નથી કે, હું એનાથી જુદો છું. એ તો જડની ચીજ ૫૨ છે. એમ પ્રતિકૂળતાની સામગ્રીમાં અજ્ઞાની ત્યાં હાય... હાય... પ્રતિકૂળતા આવી, મારાથી કેમ સહન થાય ? (એમ દુ:ખી થાય છે).
સમ્યક્દષ્ટિ પ્રતિકૂળતાને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. મને આવે છે એમ એ માનતો નથી. આહા..હા...! આ સમ્યગ્દર્શનની આટલી મહત્તા ! આ સમ્યગ્દર્શનની મહિમા ! હજી ચોથા ગુણસ્થાનની, હોં ! પાંચમું અને છઠ્ઠું એ તો ક્યાંય રહી ગયું. બાપુ ! એ દશા તો કોઈ અલૌકિક છે ! આહા..હા...! આ તો ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, આત્માનો અનુભવ જેને છે એને પ્રતિકૂળ સામગ્રી (હોય) કે પ્રતિકૂળતાના ગંજ હોય તો એ લલચાવી શકતા નથી. દુ:ખની સામગ્રી ખેંચી શકતું નથી. સુખની સામગ્રી લલચાવી શકતું નથી. આહા..હા...! એને કર્મની નિર્જરા થાય છે. એને આત્માના આનંદના સ્વાદની અધિકતામાં જે કંઈ અશુદ્ધતા થઈ તે એને ખરી જાય છે. અહીં દષ્ટિપ્રધાન કથન છે ને ! (એટલે એમ કહે છે). આહા..હા....! કેવો છે સમ્યષ્ટિ જીવ ? પાછી મિથ્યાષ્ટિને સુધ રહેતી નથી. હવે સમ્યષ્ટિ કેવો છે ? એની વિશેષ વાત આવશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
&
—
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
કલામૃત ભાગ-૫
કારતક વદ ૪, મંગળવાર તા. ૨૯-૧૧-૧૯૭૭.
કળશ–૧૫૪ પ્રવચન–૧૬૨
કળશ-ટીકા’ ‘નિર્જરા અધિકાર'(નો) ૧૫૪ (કળશ છે), છેલ્લો ભાગ છે ને ? ‘ભાવાર્થ આમ છે.” ત્યાંથી લ્યો. છે ? “ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી.” શું કહે છે ? જે આત્મા ચૈતન્ય અને આનંદસ્વરૂપ (છે) એની જેને ખબર નથી અને એ પુણ્ય અને પાપના રાગાદિ ભાવ (થાય છે. એમાં એકત્વબુદ્ધિથી મિથ્યાદૃષ્ટિ થયો છે એને પરીષહ અને ઉપસર્ગ આવતાં શુદ્ધિ નહિ રહે. સૂધ-બુધ ઊડી જશે. છે ? જ્ઞાનની સૂધ રહેતી નથી.” છે ? ભાઈ ! જરી ઝીણી વાત છે. નિર્જરા અધિકાર' છે ને ?
આ આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ નિત્ય ધ્રુવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું દળ ! એનું જેને ભાન નથી અને જે પુણ્યપાપના ભાવ (થાય છે) એનું બંધન અને એનું ફળ (જે) સંયોગ (મળે” “એ મારા છે' એવી જેની બુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે. એને આત્મા શું ચીજ છે એની એને ખબર નથી. આહા..હા...! એ મિથ્યાદૃષ્ટિ ચાહે તો મહાવ્રત પાળતો હોય પણ એ રાગ છે અને પોતાનો માની અને ચૈતન્ય ત્રિકાળી શુદ્ધ આનંદકંદનો અનાદર કરી એ રાગના નાનામાં નાના કણને પણ પોતાનો સ્વીકારે છે એ મિથ્યાદૃષ્ટિ છે. ઝીણી વાત છે, ભગવાન ! આહા...હા...! એ મિથ્યાદૃષ્ટિને ઉપસર્ગ અને પરીષહ આવે ત્યારે તેને) જ્ઞાનની સુધ રહેતી નથી. કારણ કે એને ભાન નથી કે, હું આત્મા આનંદ છું. એને કંઈ સૂધ રહેતી નથી.
કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ ? સ્વને અર્થાત્ શુદ્ધ ચિતૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.' આ..હા...હા..! ધર્મની પહેલી (સીઢી) સમ્યગ્દર્શન, ધર્મની મોક્ષમહેલની પહેલી સીઢી એવું જે સમ્યગ્દર્શન જેને પ્રગટ થયું છે) એ સમદષ્ટિ જીવ ત્રિકાળી શુદ્ધ આનંદ જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છું એમ) તે એનો આશ્રય લઈને એને અનુભવે છે. આ..હા...હા...! સમજાણું કાંઈ ? એને રાગાદિ આવે એનો એ જાણનાર રહે છે. એ રાગ મારો છે એમ સમ્યક્દૃષ્ટિ અંતરદૃષ્ટિમાં માનતો નથી. સમજાય છે કાંઈ ? આહા...હા..! વીતરાગમાર્ગ અપૂર્વ અને અલૌકિક છે !
અહીંયાં કહે છે કે, સમ્યક્દષ્ટિ – સત્યદૃષ્ટિ એટલે જેની દૃષ્ટિમાં પરમાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્યું છે અથવા એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જેનો વાસ છે.. આહાહા..! એવો સમ્યક્દષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનમાં પણ.... આ...હા...હા....! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે). પુણ્ય-પાપના ભાવ તો મલિન છે, મારા છે જ નહિ. શુભ ભાવથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જે લોક, આનંદનો સાગર ! એને અનુભવતો... આ..હા.હા...! એની શુદ્ધતાને વેદતો, જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તેને સમ્યક્રદૃષ્ટિ પર્યાયમાં – અવસ્થામાં શુદ્ધપણે વેદતો
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭.
કળશ-૧૫૪ પરિણમે છે). આ..હા..! આવી વાત છે. છે ?
એ પ્રત્યક્ષપણે અનુભવે છે. એટલે ? કે, સમ્યફદૃષ્ટિને રાગ અને નિમિત્તના સહારાથી આત્માનું ભાન થાય છે એમ નથી. સમજાય છે કાંઈ ? જે વ્યવહાર દયા, દાન, ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આદિ જે રાગ છે તેનો સહારો સમકિતીને નથી, એની મદદ એને નથી. એને ત્રિકાળી આનંદના નાથનો સહારો છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ ! જન્મ-મરણ રહિત (થવાનો) સમ્યગ્દર્શનનો ઉપાય અલૌકિક છે !
અહીંયાં એમ કહે છે કે, સમ્યકુ – સત્યદૃષ્ટિ ત્રિકાળી પરમસત્ય જે વસ્તુ, ભૂતાર્થ, સત્યાર્થ એકલો જ્ઞાયક પૂર્ણ આનંદમય ! તેની સન્મુખ થઈને તેનું જેને ભાન અને પ્રતીત થયું છે તે શુદ્ધતાને વેદે છે. એ અશુદ્ધતાને વેદતો નથી. આહા..હા..! સમજાણું કાંઈ? અહીં મુખ્યપણું લેવું છે. સમ્યફદૃષ્ટિ શુદ્ધને જ વેદે છે અને અશુદ્ધને વેદતો નથી એમ જે કહ્યું એમાં) એ અશુદ્ધતાનું વેદન અહીંયાં ગૌણ કરીને એને (અશુદ્ધતા) નથી માટે વેદતો નથી એમ કહેવું છે. આટલી બધી શરતું ! સમજાણું કાંઈ ?
જેમ “સમયસારમાં અગિયારમી ગાથામાં મૂળ, જૈનશાસ્ત્રનું મૂળ (છે) એ અગિયાર (ગાથામાં) એમ કહ્યું કે, બધી પર્યાયો જૂઠી છે અને ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ જ એક સાચી છે. એમ જે કહ્યું એ અપેક્ષાથી કહ્યું છે. એ જેટલી પર્યાયો છે એ બધીને ગૌણ કરી, વ્યવહાર કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. બિલકુલ નથી એમ નહિ. બિલકુલ પર્યાય નથી તો તો એકલું દ્રવ્ય (થઈ ગયું. દ્રવ્યનો નિર્ણય કરનાર જ (કોઈ) રહેતું નથી. આહા..હા..! પાઠ તો એવો આવ્યો કે, વ્યવહાર અભૂતાર્થ (છે). પર્યાયમાત્ર જૂઠી છે એમ કહ્યું અને ત્રિકાળી વસ્તુ જ એક સત્ય છે.
એમ કહેવાનું પ્રયોજન ત્રિકાળી જે સત્ય મહાપ્રભુ ભગવાન ! પરમાનંદમૂર્તિ ! એને મુખ્ય કરી અને નિશ્ચય કહી અને એ જ છે એમ કહ્યું અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કરીને નથી એમ કહ્યું. પણ પર્યાય બિલકુલ નથી એમ નહિ. સમજાણું કાંઈ ? આટલી બધી શરતું હવે ! એમ અહીંયાં સમ્યક્દષ્ટિ શુદ્ધ સ્વરૂપને જ વેદે છે એમ કહ્યું તો ચોથ, પાંચમે, છë એને અશુદ્ધતા નથી ? મુખ્યપણે શુદ્ધતાને વેદે છે અને અશુદ્ધતાને ગૌણ કરીને, વ્યવહાર કહીને, તેનો અભાવ કહીને નથી વેદતા એમ કહ્યું છે. ભાઈ ! આવી વાતું છે.
એ અહીં કીધું ? કે, “શુદ્ધ ચિતૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે. છે ? આહાહા...! જ્ઞાનાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનું પૂર પ્રભુ છે ! આ..હા..હા..! અતીન્દ્રિય આનંદનો ધ્રુવ પ્રભુ છે ! એને (જે) વળગ્યો, એને જેણે પકડયો એવા સમ્યક્દૃષ્ટિને શુદ્ધતાનું જ વેદન છે. કેમકે દૃષ્ટિ શદ્ધ છે અને દૃષ્ટિનો વિષય છે ઈ શુદ્ધ છે. આહા..હા...! ઝીણી વાતું છે, બાપુ ! વીતરાગનો માર્ગ કોઈ અપૂર્વ છે ! લોકોને સત્ય મળ્યું નથી એટલે) પછી બહારથી કલ્પીને બેસે. બાપુ ! શું થાય ? ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ પરમાત્મા એણે એમ કહ્યું, સર્વશે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
કિલશામૃત ભાગ-૫
એમ કહ્યું ઈ મુનિ સંત આડતિયા થઈને જગતને વાત કરે છે. સર્વજ્ઞ પરમેશ્વર જ એમ કહે છે. આ..હા...હા...!
મિથ્યાષ્ટિ(ને) પુણ્યના, દયા, દાન, વ્રતના પરિણામ આવે પણ એને એ વેદે છે. કારણ કે ઈ પોતાના માને છે તો એ ઝેરને વેદે છે. મિથ્યાદૃષ્ટિ ભલે જેન નામ ધરાવતો હોય, અરે! નગ્ન મુનિ (થઈને) સાધુ નામ ધરાવતો હોય પણ અંદરમાં પંચ મહાવ્રતના પરિણામ જે રાગ છે એ દુઃખરૂપ છે અને પોતાના માટે અથવા એનાથી મને લાભ છે એમ) માને છે) એ મિથ્યાદષ્ટિ અશુદ્ધતાને, મલિનતાને, ઝેરને વેદે છે. આ...હા..હા..હા..
સમ્યદૃષ્ટિ (કે જેને) શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ (થઈ છે તેને) શુદ્ધ (સ્વરૂપનો) આશ્રય છે. જેને પર્યાયબુદ્ધિ, રાગબુદ્ધિ, અંશબુદ્ધિ છૂટી ગઈ છે. આહા...હા...! ત્રિકાળી આનંદસ્વરૂપ તે હું છું, જેની દૃષ્ટિમાં કેવળજ્ઞાનની પર્યાય પણ જે દૃષ્ટિનો વિષય નથી. આ.હા..હા...! આવી વાતું છે ! જેની દૃષ્ટિમાં સત્ય દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, સાચી દૃષ્ટિ (થઈ છે) એ ત્રિકાળી સત્ય છે તેને જ એ સ્વીકારે છે. આહાહા...! તેથી તેને ત્રિકાળી જે શુદ્ધ છે, અનંત ગુણનો દરિયો, પ્રભુ ! આહા...હા...!
કહ્યું હતું ને ? અમાપ શક્તિ છે !! એની ગુણની શક્તિનું માપ નથી. એટલી શક્તિ છે ! શક્તિ એટલે ગુણ. આહા...હા...! જેમ આકાશનું માપ નથી (કે) ક્યાં પૂરું થયું ? છે (માપ)? અલોક અલોક અનંતઅનંત.. અનંત... અનંત... અનંત. અનંત... અનંતમાં કયાંય (અંત નથી દેખાતો). હવે એના જે પ્રદેશો છે, એક પરમાણુ (જેટલી જગ્યા) રોકે તેને પ્રદેશ કહીએ. એવા અનંત પ્રદેશ, જેનો અંત નથી એવા અનંત પ્રદેશથી પણ એક આત્મામાં અનંતગુણા ગુણ છે !! આ..હા..હા...! ચારે દિશા(નો) ક્યાંય અંત નથી. લોક પૂરો થયા) પછી ચારે દિશા જુઓ તો ક્યાંય અંત છે ? પછી થઈ રહ્યું, થઈ રહ્યું એમ છે ? આહા..હા...! એવા ક્ષેત્રના અમાપના પ્રદેશો જે અનંત છે) એનાથી પણ અનંતગુણા એક ભગવાન આત્મામાં ગુણ છે. એક એક (આત્મામાં છે). જ્યાં એ માપ નથી એનાથી અનંતગુણા ગુણ છે ! આ.હા...હા...હા...! એવા અમાપ ગુણનું જેણે જ્ઞાનમાં માપ લીધું ! સમ્યકજ્ઞાન ! ઝીણી વાત, ભગવાન ! મારગડા જુદા નાથ ! વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે ! આ...હા...હા...!
એવી અમાપ શક્તિનો પિંડ પ્રભુ ! જેનું માપ નથી. આ શું કહે છે આ !? જેમ ક્ષેત્રનું માપ નથી એમ આ ભાવનું એથી અનંતગણું માપ નથી ! આહાહા. એવો જે ભગવાન આત્મા ! અમાપ અનંત ગુણનો એક પિંડ પ્રભુનો જ્યાં અનુભવ થયો, દૃષ્ટિ થઈ ત્યારે શુદ્ધતાની જ દૃષ્ટિ થઈ. એ અનંતગુણો શુદ્ધ છે અને તેથી વસ્તુ પણ અખંડ અભેદ શુદ્ધ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એવો જે ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અમાપ શક્તિનો ભંડાર પ્રભુ ! એના જેને દર્શન થયા, દર્શન એટલે શ્રદ્ધા, એને એથી જ્ઞાનમાં –
Page #32
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૧૯ એની પર્યાયમાં – જ્ઞાનની વર્તમાન પર્યાયમાં તેનું શેય જ્ઞાનમાં આવી ગયું. એ વસ્તુ ભલે પર્યાયમાં) ન આવી પણ અમાપ શક્તિનું પર્યાયમાં જ્ઞાન આવી ગયું. આહા...હા...! અને એની શ્રદ્ધામાં અમાપ શક્તિનો સાગર એની શ્રદ્ધા આવી ગઈ, એ વસ્તુ ભલે એમાં ન આવે. આહાહા...! એવું સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન, એવો જે ધર્મી – એનો ધરનાર... આહા..હા.! એને શુદ્ધતાનું વદન છે. સમજાણું કાંઈ ? તેથી તેને અશુદ્ધતા નિર્જરી જાય છે એમ અહીંયાં કહેવું છે. નિર્જરા અધિકાર છે ને ? આહાહા...! સમજાણું કાંઈ ? ભાઈ ! વાતું બહુ એવી, બાપા ! આહા.હા..!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય આવી વાત ક્યાંય નથી. કોઈ મતમાં, કોઈ સંપ્રદાયમાં (ક્યાંય નથી). આહાહા...! જેના મતમાં સર્વજ્ઞ જીવ નથી એના મનમાં કોઈ સાચી વાત હોય નહિ. કેમકે ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. બધા ભગવાનઆત્મા બિરાજે છે. એની પર્યાય અને રાગ ન જુઓ તો એ સર્વજ્ઞસ્વભાવી બધા ભગવાન છે. આહા...હા...!
એ સર્વજ્ઞ એટલે ‘જ્ઞ” સ્વભાવ કહો, સર્વજ્ઞ સ્વભાવ કહો, જ્ઞાયકભાવ કહો (બધું એકાર્થ છે). એવો જે ભગવાન સર્વજ્ઞસ્વભાવી પ્રભુ ! પોતાના અમાપ ગુણને પણ સર્વજ્ઞ-જ્ઞાનમાં જાણે એવી એનામાં શક્તિ છે. શક્તિ છે ! આહા..હા..! એવું જેણે પ્રતીતમાં અને જ્ઞાનની પર્યાયમાં એવા પરમાત્મસ્વરૂપને પ્રતીતમાં લીધો... આ..હા...હા...! એવા પરમાત્માનું જ્ઞાન જેને અંદર થયું, ભલે ઈ ચોથે ગુણસ્થાને હોય પણ એને શુદ્ધતાનું મુખ્યપણે વેદન છે એથી શુદ્ધને વેદે છે, અનુભવે છે, અશુદ્ધતાને અનુભવતો નથી એમ કહેવામાં આવ્યું છે. ભાઈ ! આવી વાતું છે ! આહા..હા....!
એ અહીંયાં કહે છે, (આવો) અનુભવનારો સમકિતી જીવ કેવો છે ? “વધ્યવોઘવપુષ' મારી ચીજ તો શાશ્વત છે. “વધ્ય એટલે મારો સ્વભાવ છે તે કોઈથી વધ્ય થઈ શકે નહિ. છે ? “ઝર્વણ્ય' “અવધ્ય” આ ઝીણી વાતું, બાપુ ! આ તો અક્ષરે અક્ષર સંતોના દિગંબર મુનિઓના ! એ કેવળીના કેડાયતો છે ! એની વાતું છે, ભાઈ ! આ કોઈ વાડાની – સંપ્રદાયની નથી.
કહે છે કે, સમ્યક્દષ્ટિ જીવ શુદ્ધને વેદે – અનુભવે છે. કેમ ? કે, એનું જે ત્રિકાળી સ્વરૂપ છે તે અવધ્ય છે. સમ્યક્દૃષ્ટિ – ધર્મની પહેલી સીઢીવાળો ! તેને આત્મા જે ત્રિકાળ છે એ શાશ્વત છે, અવધ્ય છે. એ કોઈથી હણાય એવો નથી. ભલે તેનામાં વિકાર ગમે તેટલા થાઓ, પણ વસ્તુ જે છે એ અવધ્ય છે. એ વસ્તુ કોઈ 'દી અપૂર્ણ અને અશુદ્ધ થતી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
અવધ્ય’ (અર્થાતુ) અંદર ચિદૂઘન શાશ્વત છે. સમ્યક્દષ્ટિને શાશ્વત તત્ત્વની દૃષ્ટિ થઈ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અરે...! આવી વાતું હવે આ ! બહાર સાથે કયાંય મેળ ખાય નહિ. પછી એમ કહે કે, “સોનગઢનો નવો ધર્મ કાઢ્યો. અરે! ભગવાન ! બાપુ !
Page #33
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
માર્ગ તો આ છે, ભાઈ ! તને ન મળ્યો માટે બીજો માર્ગ થાય એમ છે નહિ. આહા..હા...! સભ્યષ્ટિ શુદ્ધને અનુભવે છે. એ કેવો છે ? અવધ્ય છે શાશ્વત છે. શું ? જ્ઞાનગુણ....’ તેનો. આ..હા..હા...! શું કહે છે ? સમ્યક્દષ્ટિ – સત્ય દૃષ્ટિવંતને જ્ઞાનગુણ અવધ્ય ત્રિકાળ છે. તે છે શરીર જેનું,...' સમિકતીનું શરીર, શાશ્વત (સ્વરૂપ) એ એનું શરીર છે. ભાઈ ! આ (બહા૨ના પૈસા આદિ) ધૂળ તો માટી છે. આહા..હા...! સમજાણું કાંઈ ? છે પાઠ ? ‘અવધ્યવોધવપુષં’આ..હા..હા...! શું કહ્યું ?
આ નિર્જરાનો અધિકાર છે. તેથી એને એમ કહ્યું કે, મિથ્યાષ્ટિ જે રાગ ને શીર ને રાગના પુણ્યના ફળ સંયોગી ચીજ એને મારી માને છે. પોતાના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ છે એમ માને છે. ઈ મારું છે એટલે પોતાનું માને છે). એમ માનનારા જીવોને અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ, ઉપસર્ગ આવે (ત્યારે) એને જ્ઞાન શુદ્ધ નહિ રહે. ઈ મૂંઝાય જઈને અંદરમાં મરી જવાના. આહા..હા...! ત્યારે સમ્યક્દૃષ્ટિ જીવ સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.' આહા...હા...! પોતે આત્મા આનંદસ્વરૂપ છે એને રાગની અપેક્ષા વિના જ્ઞાન દ્વારા (સીધો) આત્માને અનુભવે છે. ઝીણી વાતું, ભાઈ !
આ પ્રત્યક્ષ જ્ઞાનપણાની અપેક્ષાએ (વાત કરી છે). સમ્યગ્દર્શનમાં પ્રત્યક્ષ-પરોક્ષપણું ન હોય. સમજાય છે કાંઈ ? અહીંયાં સમ્યગ્દર્શનમાં તો અનુભવ થયો એની પ્રતીતિ થઈ પણ અહીંયાં પ્રત્યક્ષપણે છે ઈ મતિ-શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષપણું કહ્યું છે. સમજાણું કાંઈ ? કહ્યું ને ? ‘સમ્યક્દષ્ટિ જીવ સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.’ આહા..હા..! એને રાગ અને મનની સહાય વિના, ભગવાનઆત્મા ભિન્ન છે એને મતિ અને શ્રુતજ્ઞાન (દ્વારા) પ્રત્યક્ષપણે જ્ઞાનથી તે આત્માને જાણે અને વેદે છે. આહા...હા....! સમજાણું કાંઈ ? તેથી તેને ‘અવધ્યવોધવપુષં” ધર્મી – સમ્યક્દષ્ટિનો આત્મા કેવો છે ? કે, શાશ્વત જેનું જ્ઞાનગુણ શરીર છે. શાશ્વત જ્ઞાન જેનું શરીર છે. આહા..હા...! છે ?
‘અવધ્યવોધવપુષ” અવધ્ય નામ શાશ્વત, અવધ્ય નામ નહિ હણાય તેમ, અવિનાશી રહેનારો ભગવાન અને જેનું જ્ઞાન એ શરી૨ છે. આ..હા..હા..! પુણ્ય-પાપ પણ નહિ અને આ શરી૨-બરી૨ તો કાંઈ નહિ. આહા..હા...! ધર્મી જીવને જ્ઞાનસ્વરૂપ શાશ્વત અવધ્ય એ એનું શરીર છે. આહા..હા...! તેની દૃષ્ટિમાં શાશ્વત આત્મા હોવાથી એ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ ગણીને તેનું જ્ઞાનશરીર શાશ્વત છે (એમ કહ્યું). આહા..હા...! છે ?
શાશ્વત જે વધ' બોધ એટલે જ્ઞાનગુણ, તે છે શરીર જેનું,..' આહા..હા...! આ શરી૨ તો પરમાણુ માટીનું – ધૂળનું (છે), એ કંઈ આત્માનું નહિ. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય એ પણ આત્માનું સ્વરૂપ નહિ. એક સમયની પર્યાય છે તે પણ ત્રિકાળી સ્વરૂપ નહિ. પર્યાય એને વિષય કરે, પણ વિષય કરે શાશ્વત વસ્તુને. ધ્રુવ... ધ્રુવ... શાશ્વત દળ, જે અવિનાશી ચૈતન્યરસથી ભરેલો ભગવાન ! એ સમિતીનું શરીર છે. કહો, શેઠ ! આ
૨૦
-
1
Page #34
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૨૧
શરીર-બરીર ક્યાંય રહી ગયું, પૈસા પણ ક્યાંય રહી ગયા ! આહા...હા...!
ભગવાન ! તું કોણ છો તેની તને ખબર નથી. આહા! ભાઈ ! તેં તને જાણ્યો નથી. જાણ્યો હોય તો તારું જ્ઞાન તે શરીર એમ તેને જાણ્યો હોય. શરીર મારું અને રાગ મારો એ એનામાં છે નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? આહા..હા...
‘ઝવધ્યોધવપુષે આ.હા...હા....! આચાર્યોએ પણ કામ કર્યા છે ને ! કોઈ દિ અવધ્ય એટલે હણાય નહિ, ઘસાય નહિ, હિણો થાય નહિ, અપૂર્ણ થાય નહિ. એવું ત્રિકાળી અવધ્ય પૂર્ણ શરીર શાશ્વત ઈ એનું જ્ઞાનશરીર છે. આહા...હા...! “એવો છે.” “શું કરીને (અનુભવે છે) ?’ આહાહા..! “સર્વાન્ પુર્વ શડ્યાં વિહીય’ હવે નિઃશંકાદિ આઠ ગુણ લેવા છે ને ? સમકિતીના આઠ ગુણ લેવા છે એટલે એનો ઉપોદ્દાત કરે છે.
સાત પ્રકારના ભયને છોડીને.” આહાહા...! સમ્યક્દષ્ટિને આલોકનો, પરલોકનો આદિ ભય હોતો નથી. આહા..હા...! કેમકે એનો લોક તો શાશ્વત જ્ઞાનસ્વરૂપ ઈ લોક છે. આહા..હા....! કહો, ભાઈ ! આવી વાતું છે આ ! એવી લાગે, વીતરાગ માર્ગ, ભાઈ ! અલૌકિક વાત છે ! આહા...હા...! એનો એક સેકંડ પણ અનુભવ થાય તો એ ચીજ આવી છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
એ સાત ભય રહિત છે. સમ્યક્દૃષ્ટિ જીવ (સાત ભય રહિત છે). પહેલો નિઃશંક ગુણ) છે ને ? નિઃશંકનો અર્થ નિર્ભય કર્યો છે. એનો અર્થ છે કે, વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ છે. ઈ તો કહ્યું હતું ને ? બેનનો શબ્દ ! વચનામૃત મળ્યું ? ભાઈ ! ઠીક ! એમાં એ છે ને ? ઈ અંદર છે. કનકને કાટ લાગતો નથી. સોનાને કાટ હોય નહિ. એક બોલ. અગ્નિમાં ઉધઈ હોય નહિ. ૧૦૦મે પાને છે. સો સો..! કનક નામ સોનાને કાટ હોય નહિ, પ્રભુ! એકવાર સાંભળ ! અગ્નિમાં ઉધઈ હોય નહિ. ઉધઈ તો આમ તડકે નીકળે તો સડસડાટ થઈને તરત મરી જાય. અગ્નિમાં ઉધઈ કેવી ? આહાહા...! એમ ભગવાન આત્માના દ્રવ્યને આવરણ ન હોય, અશુદ્ધિ ન હોય, ઉણપ ન હોય (એમ) ત્રણ શબ્દ છે. સમજાણું કાંઈ? બહુ સાદી ગુજરાતી ભાષામાં આવી ગયું છે. બહુ સંસ્કૃત ને કોઈ મોટા વ્યાકરણ (એવું કાંઈ નહિ).
સાદી ભાષામાં કહે છે કે, અગ્નિને ઉધઈ ન હોય, સોનાને કાટ ન હોય. પ્રભુ ! તારા દ્રવ્યને આવરણ ન હોય, તારા દ્રવ્યમાં અશુદ્ધતા ન હોય. તારી શાશ્વત ચીજમાં અપૂર્ણતા ન હોય. આ..હા..હા...! સમજાણું કાંઈ ? એને ભય શો ? કહે છે. આવી જે પૂર્ણની, શુદ્ધની દષ્ટિ સમજાણું કાંઈ ? આવરણ વિનાની ચીજની – વસ્તુની અંદર દૃષ્ટિ થઈ.. આહા..હા..! અને વેદનમાં આનંદ આવ્યો એને જગતની કોઈ ચીજથી હવે ડર નથી. આહા! આ કરવા જેવું છે. આહા..હા..! છે ?
ભયને છોડીને...” આહા...હા...! એને પ્રભુને ભય શા ? આ..હા..હા...! શાશ્વત વસ્તુ
Page #35
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
રક્ષિત છે, રહેલી છે એને ભય શો ? આહા..હા...! સમજાણું કાંઈ ? સમ્યક્દષ્ટિ નિર્ભય છે. એનો અર્થ કર્યો કે, નિઃશંક છે. એનો અર્થ કર્યો કે ત્રિકાળી વસ્તુ જે છે એને નિઃશંકપણે અનુભવી છે, માની છે, જાણી છે. આ..હા..હા...! આવો માર્ગ છે. જેના ભવના અંત આવ્યા. હવે સિદ્ધની પદની શરૂઆતની નજીકતા થઈ ગઈ ! આહા..હા...! એવું જે સમ્યગ્દર્શન પ્રગટ થયું)... સમજાણું કાંઈ ? એને ભય શો ? સાત પ્રકારના ભય છે ને ?
જે રીતે ભય છૂટે છે તે કહે છે નિસર્ગનિર્ભયતા” સ્વભાવથી ભયરહિતપણું હોવાને લીધે.’ આ..હા...! વસ્તુ જ ભયરહિત છે. આ..હા...! (જેને) પાકા ગઢ હોય એને ચોરનો ભય હોય ? પાકા ગઢ ! આ..હા...! એમ ભગવાન અંદર પાકો ગઢ છે. શાશ્વત આનંદની મૂર્તિ ! અનંત અનંત ધ્રુવ ગુણોનો પિંડ પ્રભુ ! એના સ્વભાવથી જ એમાં ભય નથી. એના સ્વરૂપમાં જ ભય નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? નિસર્ગ નિર્ભય એમ લીધું ને ? ઈ સ્વાભાવિક નિર્ભય છે. એનો સ્વભાવ જ નિર્ભય છે. નિર્ભય થવું અને રહેવું ઈ તો પર્યાયની અપેક્ષાએ (વાત છે). વસ્તુનો સ્વભાવ નિર્ભય છે. આહા..હા...!
કાલે પેલી છોડીની વાત નહોતી કરી ? પેલું વિમાન તૂટી ગયું ને ? દક્ષિણ અમેરિકા’માં ! વિમાન અડધો કલાક ઊડ્યું પછી તૂટી ગયું). ઘોર જંગલ... ઘોર જંગલ ! પડ્યું... કટકેકટકા ! અને માણસ બધા મરી ગયા. એક જર્મન’ની સત્તર વર્ષની છોડી અસાધ્ય થઈ તો એમાંથી (બચી) ગઈ. પ્લેનના ભૂક્કા ! એના મા-બાપ હતા ઈ મરી ગયેલા અને ઘોર જંગલ ! ધોધમા૨ વરસાદ ! ઝેરીલા દેડકા ! ઝેરીલા સર્પો ! ઝેરીલા વીંછી ! આટલા ઘાસ ઊગેલા એમાં પગ મૂકે ત્યાં ઝેરના બટકા ભરે ! કચાંય (કોઈ) ન મળે ? જાવું ક્યાં ? રસ્તો ક્યાં ? એમને એમ અગિયા૨ દિ’ કાઢ્યા, ભાઈ ! આહા..હા...! કોણ જાણે શું કર્યું હશે ? છાપામાં આવ્યું છે. એમને એમ અગિયાર (દિ' કાઢ્યા)! પગમાં જીવડા પડ્યા, સડી ગયા. સત્તર વર્ષની જર્મન’ની જુવાન છોડી ! પણ માળી કોણ જાણે એમને એમ સાહસપણે રહી ! નહિતર તો મરી જાય. જોવે તો વનસ્પતિ પણ ઝેરીલી ! ખાવું કોને ? એણે શું કર્યું હશે ?
કુદરતે બારમે દિ'એ એને જંગલમાં એક ઝૂંપડી મળી. એ ઝૂંપડી કોની હતી ? કે, શિકારીઓની ઝૂંપડી. (તે લોકો) મહિને-બે મહિને શિકાર કરવા આવતા. જંગલ મોટું ! એમાં બારમે દિ'એ પેલા આવ્યા. આયુષ્ય છે ને ? અને છોડીને જોઈ (તો) આખા શરીરે સોજા (અને) કટકા (થયેલા) ! ચારે કોર જીવડા કરવા, વીંછી કરડ્યા ! આખું શરીર સોજો ! પેલા શિકારી એમ તો જોવે ને ? રસ્તો ભાળેલો, શિકાર કરવા મોટરમાં આવતા હશે. એમાં એને નાખી દવાખાને લઈ ગયા, ગામમાં લઈ ગયા. કહો ! અગિયાર દિ’ આહા..હા...! લખ્યું છે (ઈ) વાંચતાં લોકોને ત્રાસ થાય એવું એમાં લખાણ છે. એમાં એ જીવતી (રહી). આયુષ્ય હોય ત્યાં કયાં (મરણ) થાય ? આખા શરીરમાં કદડા ! બે પગમાં આવડી એળ્યું ! મોટા જીવડા પગમાં પડ્યા ! કારણ કે પાણીના બધા ઝેરીલા જનાવરો (હતા). આયુષ્ય છે
૨૨
Page #36
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
ને ? આ..હા...! એને જ્યાં ઝૂંપડી મળી ત્યાં ઊભી રહી. ત્યાં પેલા શિકારીઓ આવ્યા. અરે...! આ શું !? તમે અહીં ક્યાં !? જંગલમાં ! આવું થયું. કહો ! એવી સ્થિતિમાં સમકિતી મૂકાણો હોય તો (એને) ભય નથી એમ કહેવું છે. ભાઈ ! આ..હા..હા...! એ લખાણ છે, (કોઈ ભાઈ) ચિઠ્ઠી લાવ્યા હતા. આહા..હા...! (ચારે બાજુ) આમ ઝાડ... ઝાડ... હેઠે કાંઈ દેખાય નહિ. અંધારા ! પાણીના ધોધ પડે ! દેડકાઓ પણ ઝેરીલા દેડકા ! રણકાર માટે ! હજારો દેડકા ! વાઘ-સિંહ કોઈ નહિ હોય એટલે રહી ગઈ. આ..હા...!
૨૩
એવી સ્થિતિમાં એટલે કે સાતમી નકમાં જેમ સમિકતી છે એને શરીરમાં જન્મથી જ સોળ રોગ ! અને સંયોગની પ્રતિકૂળતાની બેહદતા ! (છતાં અંદર) નિર્ભય છે. મારું ચૈતન્યશરી૨ કોઈ હણી શકે એવી કોઈની તાકાત નથી ! સમજાણું કાંઈ ? બાપુ ! સમ્યગ્દર્શન શું ચીજ છે અને સમ્યગ્દર્શનનો સ્વભાવ શું) ? કેવા સ્વભાવને એણે જાણ્યો છે અને એનો સ્વભાવ કેવો થઈ જાય છે ? આ છોડીની તો સાધારણ વાત કરી પણ સાતમી નરકના નારકીની પીડા જુઓ તો બાપુ ! જેની એક ક્ષણ જવી કઠણ પડે એવા તેંત્રીસ સાગરો ત્યાં રહે. આહા..હા...! જાય ત્યારે મિથ્યાષ્ટિ હોય. સાતમી નકે જાય ત્યારે મિથ્યાદૃષ્ટિ હોય. નીકળે ત્યારે પાછા મિથ્યાસૃષ્ટિ હોય. વચમાં સમકિત પામે ! આ..હા..હા...! એ પીડા ને એ સંયોગો પણ આત્માને ક્યાં અડે છે ? આ..હા..હા...!
શાશ્વત વસ્તુ જે અવધ્ય ધ્રુવ ચીજ પડી છે, આનંદનો નાથ ! આહા..હા...! એને કોણ હણે ? અને એને કોણ ઉપસર્ગ ને પરીષહ અડે ? સમજાણું કાંઈ ? ત્યાં સમકિતી નિર્ભય છે. આ તો બિચારી મિથ્યાષ્ટિ બાઈ (હતી) તોપણ સાહસપણે (રહી) નહિતર મરી જાય. આમાં જાવું ક્યાં ? (એને એમ થાય કે) પાણીમાં પડીને મરી જાઈએ. તોપણ આયુષ્ય છે ને ? એમ આ ત્રિકાળી ભગવાન છે ને ! આહા..હા...!
જેની દૃષ્ટિમાં શાશ્વત આત્મા છે ને ? એને કોઈ ભય છે નહિ. આહા..હા...! આવી સમકિતની કિંમત છે !! આવું સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે ! આહા..હા...! જેનો વિષય તો શું કહેવું !! સમ્યગ્દર્શનનો વિષય શાશ્વત વસ્તુનું તો શું કહેવું !! એ તો અંદર અનંતા... અનંત... ચૈતન્યરત્નના ભંડાર ભર્યાં (છે) !! આહા..હા...! અનંત આનંદ અને અનંત જ્ઞાન થાય તો એવી અનંતી... અનંતી... દશાઓ નીકળે તોપણ ત્યાં તો અંદર ખાણ પડી છે ! જેમ હીરા-માણેકની ખાણ (હોય) એમ આ તો ચૈતન્યરત્નની ખાણ ! ચૈતન્યરત્નાકર ! કાલે આવ્યું હતું. એવો આત્મા જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો... આ..હા..હા...! એને ભયના પ્રકારમાં કોઈ ભય હોતો નથી. કેમ ? કે, નિસર્ગ નિર્ભય છે). એનો સ્વભાવ જ નિર્ભય છે એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા...!
અહીં તો (અજ્ઞાની જીવને) કાંઈ ખોટ જાય કે આબરૂ જાય ત્યાં રાડ નાખે, હાય... હાય... મરી ગયા ! કોને મોઢું દેખાડવું ? ઝેર ખાઈને પડો કૂવામાં ! આહા...હા...! હમણાં
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
કિલશામૃત ભાગ-૫
કો’ક છોકરાનું નહોતું આવ્યું ? સોની... સોની ! સોનીનું આવ્યું હતું, નહિ? સોનીના છોકરા હશે, સોનીનો બાપ ક્યાંક બીજે ચાલ્યો ગયો હશે. એમાં સોનાના (દાગીના) આવ્યા હશે ઈ ચોરાય ગયા હતા. દસ હજારનું હોય કે (એટલું) હશે. બે જુવાન છોકરા મૂંઝાઈ ગયા, બન્નેએ ઝેર પીધું ! બાપને શું થયું હશે ?) એક તો ત્યાંને ત્યાં મરી ગયો હતો, એકને ઇસ્પીતાલ લઈ ગયા હતા. છાપામાં આવ્યું હતું. કો'કે વાત કરી હતી, આપણે ક્યાં (છાપું વાંચીએ છીએ ?) આહાહા...!
અહીં તો કહે છે કે, એથી અનંતગણી પ્રતિકૂળતા સાતમી નરકમાં છે પણ સમ્યક્દષ્ટિનો સ્વભાવ નિર્ભય થઈ ગયો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા! “
નિર્મિત સ્વભાવથી ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે – સમ્યક્દૃષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે...” જોયું ? પેલો (મૂળ) સ્વભાવ છે ઈ તો નિર્ભય (છે) પણ આ તો સમ્યદૃષ્ટિનો પોતાનો નિર્ભય સ્વભાવ (છે). સ્વભાવિક નિર્ભય છે. આ..હા...હા..!
દેડકો હોય અને સમકિતી હોય ! આટલું નાનું જનાવર છે તોપણ એને વાઘ ને સિંહ ને સર્પો ભાળે (તોપણ નિર્ભય છે). બહાર જંગલમાં તિર્યંચમાં (એવા) સમકિતી હોય છે. બહારમાં અસંખ્ય સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો સમકિતી છે, આત્મજ્ઞાની છે. સિંહ, વાઘ, રિંછ સમકિતી છે. અસંખ્યગુણા તિર્યંચ મિથ્યાદષ્ટિ છે અને અસંખ્ય (
મિથ્યાષ્ટિમાં એક સમકિતી ! એવા એવા અસંખ્ય (સમ્યક્દૃષ્ટિ) છે ! આહા..હા..! પેલા દેડકા સમકિતી (છે). અંદર નિર્ભય છે. આહા..હા...! મને કોઈ ગળી જશે, ખાઈ જશે એવો ભય નથી). એને કોણ ખાય અને ગળે ? જેને ખાય, ગળે એ તો નાશવાન ચીજ છે. મને કોણ ગળે અને કોણ) ખાય ? આહાહા...! એવો સમ્યક્રદૃષ્ટિનો સ્વભાવ (છે), એમ કહે છે. છે?
“સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે.” સમ્યક્દૃષ્ટિના પર્યાય-સ્વભાવની વાત છે), હોં ! વસ્તુ તો નિર્ભય (છે) એ જુદી વાત છે). આહા...હા..! તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી.” જોયું ? આહા...હા...! સ્વભાવિક જ તે નિર્ભય છે). આહા...હા...! અનુકૂળ-પ્રતિકૂળતાના પરિષહ અને ઉપસર્ગના સંબંધ વખતે પણ ઈ ભયરહિત છે. એને કંઈ ભય નથી. એવા ઉપસર્ગ આવે, વાઘના, મનુષ્યના, તિર્યંચના કે જ્યાં ઊભો હોય ત્યાં મોટી ભીંત હોય અને માથે પડે. (એ) અજીવનો પરિષહ (છે). ચાર પ્રકારના પરિષહ છે. ને ? દેવ, મનુષ્ય, તિર્યંચ અને અજીવ. માથે પથરા પડે. આહાહા...! કહે છે કે, એને એનો અંદર ભય નથી. હું તો અરૂપી શાશ્વત ચૈતન્ય મારું શરીર (છે) એને ઉપસર્ગ અને પરિષહ અડે કોણ ? આહા...હા..! આવી વસ્તુ ! અહીં તો (અજ્ઞાની કહે કે), સમકિત એટલે દેવ-ગુરુ સંબંધીની શ્રદ્ધાની વાત કરીને વાતને વીંખી નાખી. આહા..હા...!
જેના અંતરાત્મામાં શાશ્વત વસ્તુ આનંદકંદ પ્રભુ ! જ્ઞાયક ચૈતન્યજ્યોત શાશ્વત હું છું એવું જેને ભાન થયું એવા) સમ્યફદૃષ્ટિનો સ્વભાવ નિર્ભય થઈ ગયો છે કહે છે. આહા...હા...!
Page #38
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૨૫
એને આજીવિકા ન મળે તો શું થશે ? સમજાણું કાંઈ ? વૃદ્ધાવસ્થા થઈ ગઈ, છોકરાઓ કોઈ રહ્યા નહિ, સગાંવહાલા મરી ગયા, મારું કોઈ શરણ રહ્યું નહિ. એને ભય નથી. આહા...હા...! જંગલમાં એકલો હોય... આહા..હા..!
શાસ્ત્ર તો એવું કહે છે, સમકિતી છે, શ્રાવકની વાત આવે છે. મગરમચ્છ પગ ઝાલીને અંદર પાણીમાં) તાણી ગયો. સમકિતી શ્રાવક ! અંદર નિર્ભય પડ્યા છે ! આવે છે, એક કથામાં શેઠની વાત આવે છે. અંદર લઈ જાય છે. આહા..હા...! નિર્ભય છે, શરીર તો જડ છે, મારે ક્યાં છે ? ઈ હણાય તોપણ મારું ક્યાં છે ? આહા..હા..! જે ન હણાય તે મારી ચીજ અને હણાય એ તો પરની ચીજ છે. સમ્યગ્દર્શનમાં આટલું જોર છે !! સમજાણું કાંઈ ? આહા..હા...!
આવો વીતરાગનો માર્ગ ! જિનેન્દ્રદેવ ! એવી શાશ્વત ચીજ છે, એનો જેને અનુભવ થઈને અંદર પ્રતીત થઈ છે એ સમ્યફદૃષ્ટિને સ્વભાવ જ નિર્ભય થઈ ગયો છે. જેમ વસ્તુમાં ભય નથી તેમ તેની પ્રતીતિ સમ્યગ્દર્શનમાં – પર્યાયમાં કોઈનો ભય નથી. આહા..હા...! વસ્તુને કોઈ ભય છે કે, વસ્તુ ઓછી થઈ જાય, હણાય જાય, ઘસાય જાય ? આ...હા...હા...! એવો જે અંદર ભગવાન આત્મા ! એનું જેને સમ્યગ્દર્શન થયું અને પોતાનો સમ્યગ્દર્શનનો સ્વભાવ નિર્ભય થઈ ગયો. આ..હા...હા...હા...! અહીં તો જરીક પ્રતિકૂળતા (આવે) તો રાડારાડ (કરે), હાય.. હાય.. (કરે), રોવે ! આહા...હા...!
અમે તો ઘણું બધું જોયું છે ને ! એક બાઈ રોતી હતી. પોણોસો વરસ પહેલાંની વાત છે. આજીવિકાનું સાધન ન મળે. ધણિ રળી શકતો નહોતો અને મોટો છોકરો મરી ગયેલો, ખાવા સાધન ન મળે, નાના છોકરાઓ, પછી ઘરની... શું કહેવાય આ ? છાશ કરવાની (હોય ને)? ગોળી ! પિત્તળની ગોળી ને પિત્તળના ઠામ ક્યાંક મૂકીને પૈસા લાવીને રોટલા કરે. આહા...હા...! પછી એ બાઈ રોતી હતી. આહા...હા...! ઈ છોકરો મરી ગયેલ. આજીવિકાનું સાધન નહિ, ઘરમાં પૈસો કાંઈ ન મળે. ઘરના ઠામ મૂકીને કાંઈક પૈસા લઈ આવે. શું કહેવાય ઈ ? ઉધારે... કે શું કહેવાય ? ગિરો ! ગિરવી (ભૂકી દે). હોય સો રૂપિયાની વસ્તુ) પણ પચાસ રૂપિયા લે અને એનું વ્યાજ આપે. પછી એ બાઈ રોતી હતી. એ. દીકરા તું ચાલ્યો ગયો, મારે અહીં સાધન નથી, જ્યારથી મોડિયો બાંધ્યો ત્યારથી હખ –સુખ) નથી. એમ રોવે. આહાહા.... જ્ઞાનીને એવા પ્રસંગ અનંતવાર બને તોપણ ડર નથી કહે છે. આવું સ્વરૂપ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- જ્ઞાનીઓ તો લડાઈઓ કરે.
ઉત્તર :- લડાઈઓ કરે, એ તો અંદર રાગ છે. એને (કર્તાબુદ્ધિએ) કરતો નથી. થાય તેને જાણે છે. એની દૃષ્ટિમાં – માન્યતામાં ફેર છે ને ? ઈ વસ્તુને કારણે નથી. ધર્મી છે ઈ પોતાના સ્વભાવની દૃષ્ટિ રાખી, એનું જ્ઞાન કરી અને રાગ આવે એનું પોતામાં રહીને
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
કિલશામૃત ભાગ-૫
જ્ઞાન કરે છે. અજ્ઞાની પોતામાંથી ખસી જઈ, પોતાનું અજ્ઞાન કરી અને રાગમાં છેદાય જાય છે. ભાઈ ! આવી વાતું છે. આહા...હા...!
પ્રશ્ન :- બે ભાઈ બાઝયા શું કરવા ?
ઉત્તર :- બાહુબલીજી’ અને ‘ભરત” ઈ જરીએ બાધ્યા નહોતા. રાગ થયો અને ક્રિયા થઈ એને જાણતા હતા. આકરી વાતું છે ! “ભરત” અને “બાહુબળ સમ્યક્દૃષ્ટિ હતા. ઈ રાગની અસ્થિરતાને લઈને થયું તો એને તો એ જાણે છે. તે પણ પોતાના જ્ઞાનના ભાવમાં રહીને રાગ અને દેહની ક્રિયાને અડ્યા વિના તેનું જ્ઞાન કરે છે. આહા...હા...! આવો સમ્યફદૃષ્ટિનો સ્વભાવ છે. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
કારતક વદ ૫, બુધવાર તા. ૩૦-૧૧-૧૯૭૭.
કળશ-૧પ૪, ૧૫૫ પ્રવચન–૧૬૩
કળશ-ટીકા' છેલ્લી બે લીટી છે. ૧૫૪ (કળશ) ને ? નિર્જરાનો અધિકાર છે. “સમ્યફદૃષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે. સમ્યફદૃષ્ટિ કોને કહીએ ? કે, જેને આ ચિલોક આનંદસ્વરૂપ વિદ્યમાન ત્રિકાળી ચીજ (છે) તેની અનુભવમાં દૃષ્ટિ થઈ છે. વિદ્યમાન ત્રિકાળ શાશ્વત વસ્તુ
છે (ઈ) પછી કહેશે. જ્ઞાન શાશ્વત વસ્તુ છે. જ્ઞાન એનો સ્વભાવ છે અને વસ્તુ સ્વભાવવાના (છે). એ વિદ્યમાન ટકતું ત્રિકાળી તત્ત્વ છે. એની સન્મુખ થઈને – અંતર્મુખ થઈને જે તેની શ્રદ્ધા અને જ્ઞાન કરે એને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેથી તેના ભાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ પણ આવે. આહા...હા..! એને ધર્મી અને સમ્યક્દૃષ્ટિ કહીએ. આહાહા! ધર્મની પહેલી શરૂઆતવાળો (કહીએ).
સમ્યગ્દર્શન થાય કઈ રીતે ? કે, પર તરફનો રાગ આદિનો જે ઝુકાવ છે એનું લક્ષ છોડી દઈને ત્રિકાળી વિદ્યમાન પદાર્થ છે તેનું રાગથી ભેદજ્ઞાન કરે. એ પ્રથમ કર્તવ્ય છે.
મુમુક્ષુ :- શાસ્ત્ર વાંચવું એ કર્તવ્ય ન રહ્યું.
ઉત્તર :- ઈ બધી વાતું, વ્યવહાર (છે). કર્તવ્ય તો આ છે. શાસ્ત્રનું જ્ઞાન (કરવું) એ પણ જેનામાં કર્તવ્ય નથી. શાસ્ત્ર તો ક્યાંય રહી ગયા, એનું જે જ્ઞાન થાય એનાથી પણ ભેદજ્ઞાન કરવાનું છે.
અહીંયાં તો શાશ્વત ચીજ છે એને પકડવાની વાત છે કે નહિ ? નિત્યાનંદ પ્રભુ ! સ્વરૂપ અનંત ગુણરૂપ અસ્તિત્વ જેનું છે), વિદ્યમાનપણું – હયાતીપણું છે) તેની સન્મુખમાં જેને સમ્યગ્દર્શન અને જ્ઞાન થાય તેને અહીંયાં સમ્યફદૃષ્ટિ કહે છે. આહાહા...! એ સમ્યફદૃષ્ટિ
Page #40
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
જીવને નિર્ભય સ્વભાવ છે.
તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી.’ એને બાહ્યની પ્રતિકૂળતાના ગંજ આવે... આ..હા..હા...! કે અનુકૂળતાના બધા ડુંગરા હોય, એના તરફ તેનું લક્ષ જ નથી. એને પરિષહ અને ઉપસર્ગથી સ્વરૂપ ચૈતન્યઘન છે એમાં એને ભય થવાનો પ્રસંગ જ છે નહિ. આ..હા...! આ..હા...!
મુમુક્ષુ :- દ્રવ્યમાં ભય નથી પણ પર્યાયમાં તો ભય છે.
ઉત્તર :- પર્યાયમાં ભય છે નહિ, એને તો છે જ નહિ. વસ્તુમાં (તો) નથી પણ જેની દૃષ્ટિ સમ્યક્ થઈ તેના પર્યાયમાં પણ ભય નથી. ઈં અહીં કહેવું છે. એને ભય હોય છે, એ ચારિત્રનો હોય છે.
મુમુક્ષુ :
ઉત્તર :- ઈ અસ્થિરતા છે), ઈ પ્રશ્ન અહીં નથી. અસ્થિરતાનો જરી ભય હોય એને તો એ જાણે છે.
૨૭
મુમુક્ષુ :– આચાર્યો પણ કહે છે કે ભવભયથી ડરીને અમે આમ કરીએ છીએ. ઉત્તર :- ઈ વાતું...
મુમુક્ષુ :
સમ્યક્દષ્ટિને ભય ન હોય.
ઉત્તર :– ભય જ નથી. ભયપ્રકૃતિના નિમિત્તમાં જોડાતા જે થોડો (ભય) થાય એ થાય, તે એને તેના સ્વરૂપમાં ખતવતો નથી. આહા..હા...! ઝીણી વાત છે ને, ભાઈ ! અહીંયાં ચૈતન્યસ્વરૂપ જે છે, અનંત ચૈતન્યરત્નાકર સાગર ભગવાન ! એ તો શાશ્વત છે અને એની જ્યાં દૃષ્ટિ થઈ એટલે એમાં છે નહિ વસ્તુમાં નથી (તો) અહીં ક્યાં છે ? વસ્તુ પોતે શાશ્વત છે એનું ભાન કર્યું, હવે ભય કોનો ? સમજાણું કાંઈ ? ભય છે જ નહિ. ઈ અસ્થિરતાનો પ્રકા૨ (હોય એની વાત નથી).
સમ્યષ્ટિ પહેલા નીકળી જાય છે પછી બીજા પછી નીકળે છે એવું બધું
મુમુક્ષુ :પણ આવે છે.
—
ઉત્તર :- ઈ બધી વ્યવહારથી વાતું (કરી છે). જ્યારે જ્ઞાનપ્રધાન કથન ચાલતું હોય ત્યારે તેની અસ્થિરતામાં ભય છે તેમ જ્ઞાન જાણે કે, મારામાં છે. એટલે પર્યાયમાં છે, વસ્તુમાં નથી અને અહીં તો વસ્તુની દૃષ્ટિની મુખ્યતાથી કથન છે. તેથી એને ભય છે જ નહિ. પર્યાયમાં જરી ભય થાય ઈ વસ્તુની દૃષ્ટિના વિષયમાં ભય છે નહિ.
મુમુક્ષુ :- વસ્તુમાં ભય નથી પણ વર્તમાનમાં ભય છે.
ઉત્તર :– ભય છે જ નહિ. નિર્ભય, નિડર છે ! આવી વાત છે. મુમુક્ષુ :સર્પ કરડે તો ઉતરાવા જાય છે.
ઉત્તર :- ઈ ઉતરાવા જાય એ એનો વિકલ્પ છે, સ્વરૂપમાં એ વિકલ્પ નથી. એમ જાણીને એને વિકલ્પ છે જ નહિ (એમ કહ્યું છે). અત્યારે તો એ (અપેક્ષાએ વાત ચાલે
Page #41
--------------------------------------------------------------------------
________________
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ :- આ તો ત્રણેકાળમાં કોઈને નથી. ઉત્તર :- ના, એને (અજ્ઞાનીને) છે. જેણે વિકલ્પને પોતાનો માન્યો છે એને છે. મુમુક્ષુ :- પણ ઈ પર્યાયમાં છે.
ઉત્તર - પર્યાયમાં છે પણ ઈ માન્યો છે ઈ પર્યાયમાં ને ? એણે ત્રિકાળી ક્યાં માન્યો છે ? આહા...હા...! માન્યો છે ઈ રાગાદિ (મારા એમ) પર્યાયમાં માન્યું છે ને ? દ્રવ્યમાં તો છે ક્યાં ? એને દ્રવ્યની દૃષ્ટિ ક્યાં છે ?
મુમુક્ષુ :- આચાર્ય લખે છે કે, અમે ભવના ભયથી ડરીએ છીએ !
ઉત્તર :- ઈ ડરીએનો અર્થ આ ! અમે અંદરમાં નિર્ભયપણે જઈએ છીએ. અમને હવે ભવનો ભય છે નહિ. એટલે ભવના ભયથી ખસી જઈએ છીએ અને અંતરમાં જઈએ છીએ. આવે, ભાષા તો એવી જ આવે ને ? “ભવભયથી ડરી ચિત્ત’ આવે છે ને? યોગીન્દ્રદેવમાં આવે છે.
મુમુક્ષુ :- પહેલાં દોહરાની પહેલી ગાથામાં જ આવે છે.
ઉત્તર :પહેલી આવે છે, છે ને. ભવભયથી ડરી ચિત્ત” એટલે ? ચાર ગતિના ભવના ભયથી (હરી ચિત્ત). અહીં કહે છે અનુકૂળ-પ્રતિકૂળ પરિષહના ભયથી ડરીએ છીએ) એ નથી. આહા..હા...! ભવનો ભય છે), ભવનું કારણ જે રાગ (છે) એ જ ભવ છે. એનાથી ભવ થાય એનો એને ડર છે. ઈ ડર ઈ (સંયોગના) ભયનો ડર નથી.
સ્વભાવ ચિદાનંદ પ્રભુ છે! આ...હા...હા...! આગળ કહેશે – “તોતિ “સ્વયં તોતિ છેલ્લો શબ્દ છે. પોતે પોતાને “નોતિ તિ તો' (અર્થાત) સ્વયં પોતે પોતાને જોવે છે તે લોક એનો છે. રાગ ને વિકલ્પ ને સંયોગી ચીજ એની છે નહિ અને એનામાં છે જ નહિ.
મુમુક્ષુ :- લડવા જાય છે.
ઉત્તર – ઈ ક્યાંય જાતો નથી. એ જાય છે જ્ઞાનમાં ! આ..હા..! સમકિતી બાઈ હોય (એ) પાણી ભરવા જાય, બેગડા ભરવા જાય, ગાર્યું કરે. (અહીં) કહે છે કે, ઈ કરતા જ નથી. એને જરી જે વિકલ્પ આવ્યો છે અને એ પોતાના સ્વરૂપમાં ખતવતો નથી. આહાહા...! વાતું એવી છે !
અહીંયાં તો અત્યારે નિર્જરાનો અધિકાર છે ને ? એટલે દૃષ્ટિ શાશ્વત ચીજ ઉપર પડી છે. આહા...! આ બાજુની દૃષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર હતી એ દષ્ટિને પલટો માર્યો. આ..હા..હા...! શાશ્વત ચૈતન્યઘન પ્રભુ ! નિત્ય પ્રભુ છે ! આદિ અને અંત નથી. ઈ વસ્તુ કાયમ છે. છે... છે... એના ઉપર જેની દૃષ્ટિ પડી અને દૃષ્ટિએ તે શાશ્વત તત્ત્વને સ્વીકાર્યું અને ભય નથી. એને રાગ નથી પછી આ તો પ્રશ્ન કર્યાં છે) ? આહાહા...!
Page #42
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
સમજાણું કાંઈ ? ઈં છેલ્લે લેશે.
અહીંયાં (કહે છે), (કઈ રીતે છે) ‘નિર્ભયપણું ? એવું સહજ છે.’ જોયું ? આહા..હા...! ભય થાય છે અને ભયથી પાછો ખસે (છે) એમ પણ નહિ, એમ કહે છે. સહજ જ નિર્ભય છે.
૨૯
મુમુક્ષુ = ઈ તો ત્રિકાળી સ્વભાવમાં...
ઉત્તર :- પર્યાયમાં ! પર્યાયમાં સહજ નિર્ભય છે. વસ્તુ તો વસ્તુ છે. આહા..હા...! વસ્તુ તો ત્યાં વસ્તુ વસ્તુને ચાં સ્વીકારે છે ? સ્વીકારે છે તો પર્યાય, અનિત્ય પર્યાય નિત્યને સ્વીકારે છે.
મુમુક્ષુ :
અનિત્ય, નિત્ય બન્નેને સ્વીકારે.
ઉત્તર :- અનિત્ય નિત્યને સ્વીકારે છે. અહીં દૃષ્ટિ છે ને ? અનિત્યને નહિ. જ્ઞાન થાય એ નિત્ય અને અનિત્ય બન્નેનું (જ્ઞાન) કરે પણ દૃષ્ટિ તો એકલા ત્રિકાળી નિત્યને જ સ્વીકારે છે. આવું છે. વસ્તુનો સ્વભાવ એવો છે.
મુમુક્ષુ :- બહુ ગુંચવાડો લાગે છે.
ઉત્તર :– ગુંચવાડો નીકળી જાય એવું લાગે છે. આહા...હા...! રાગ પણ આવે, વિષયની વાસના પણ હોય, એને અહીં ગણવામાં નથી આવ્યું. એને તો આ બાજુ દૃષ્ટિના વિષયમાં જેનો ઝુકાવ છે એને અશુદ્ધતા આવીને ખરી જાય છે એમ સિદ્ધ કરવું છે. પણ એનો અર્થ એવો નથી કે, એને અશુદ્ધતા બિલકુલ ન જ હોય. સમજાણું કાંઈ ?
કાલે પ્રશ્ન આવ્યો હતો ને ? કે, વ્યવહા૨ છે એને માનવો જોઈએ કે નહિ ? માનવો
જોઈએ.
પ્રશ્ન :- માનવો જોઈએ કે જાણવો જોઈએ ?
સમાધાન :- માનવો જોઈએ.
પ્રશ્ન :- બન્ને છે એમ ?
સમાધાન :- હા, છે એમ માનવો જોઈએ. મુમુક્ષુ :એ તો શાનથી...
ઉત્તર :– જ્ઞાન નહિ, શ્રદ્ધાથી માનવો જોઈએ એમ અહીંયાં છે. ઈ બપોરે આવશે. મન્યતે”. વ્યવહાર માને છે.
મુમક્ષુ :– શ્રદ્ધાનો વિષય તો એકલો ત્રિકાળી આત્મા છે.
ઉત્તર :- ઈ વસ્તુ જુદી વાત છે પણ જ્ઞાન એમ કરીને માને છે કે આ છે. વ્યવહાર છે એમ માને છે ઈ વાત બપોરે આવશે. પહેલા આવી ગઈ હતી, પહેલો કળશ આવી ગયો હતો. વ્યવહારે વ્યવહા૨ મોક્ષમાર્ગ સ્થાપ્યો છે. છે, પણ છે હેય.
પ્રશ્ન :- ઈ પરદ્રવ્ય છે ?
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
કિલશામૃત ભાગ-૫ સમાધાન :- ઈ પરદ્રવ્ય (કહ્યું એ) તો અપેક્ષાએ (કહ્યું છે), બાકી છે એની પર્યાયનો રાગ-ભાગ. એ છે. એ કહ્યું નહિ ? “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે. શિષ્યએ પ્રશ્ન કર્યો કે, અમે તો નિશ્ચયને માનીએ અને વ્યવહારની પ્રવૃત્તિ કરીએ. તો કહે છે), નહિ, વ્યવહારને વ્યવહાર તરીકે માનવો. દૃષ્ટિનો વિષય ત્રિકાળી (છે) ઈ જુદી વસ્તુ, પણ છે એમ એને માનવો. છતાં તે હેય છે. વ્યવહાર ન માને તો પર્યાય (જ) નથી (એમ) એનો અર્થ થયો. પર્યાય પોતે જ વ્યવહાર છે. વસ્તુ ત્રિકાળી નિશ્ચય છે અને એક સમયની પર્યાય છે એ પણ વ્યવહાર છે. વ્યવહાર નથી એમ નહિ. વ્યવહાર છે પણ) આશ્રય કરવાલાયક નથી અને તે હેયબુદ્ધિએ જાણવાલાયક, માનવાલાયક છે. ભાઈ ! આવી વાતું છે. આહા...હા...! ઈ એમાં આવશે, બપોરે આવશે. મોક્ષમાર્ગ નિરૂપણ કર્યું એવું આવશે. ચૌદમામાં નિરૂપણ આવશે. પણ પહેલો વ્યવહાર સ્થાપેલો છે. વ્યવહાર મોક્ષમાર્ગ છે. છે એટલે ? રાગ છે એને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ઈ છે, પણ છે હેય. હોય એને હેય કહે કે ન હોય એને હેય (કહે) ? હેય છે. છે એને હેય છે કે નથી એને હેય છે ? આહાહા...!
ઈ તો પહેલાં આવી ગયું છે. “સંવૃત્તિપચ્છ નહિ ? ટીકામાં તો કલ્પિત અને આરોપિત (એમ) બે અર્થ કર્યા છે. વ્યવહાર મોક્ષમાર્ગ એટલે કલ્પિત માર્ગ પણ છે. આરોપિત (કહ્યું) પણ છે. રાગમાં આરોપ કર્યો કે આ વ્યવહાર (મોક્ષમાર્ગ છે), એ આરોપિત છે ને ? ઈ વસ્તુ મોક્ષમાર્ગ ક્યાં છે ? ભાઈ ! આવી વાતું છે. બે નયને ન માને (અને) એક નયને માને તો તો મિથ્યાત્વ છે. બે નયને માનવી પણ વ્યવહારનય હેય છે એમ માનવી. આહા..હા...!
(એક) ભાઈએ પ્રશ્ન કર્યો હતો. આવ્યા છે કે નહિ ? નથી આવ્યા ? કાલે સવારે બોલી ગયા કે, કાલે તો તમે વ્યવહાર માનવો (એમ) કહ્યું. (અમે) કીધું, હા. માનવો એટલે આદરવા લાયક છે એમ માનવો એમ નહિ. છે, પર્યાય છે).
અગિયારમી ગાથાનું કહ્યું નહોતું ? બધી પર્યાયો જૂઠી છે એમ ત્યાં કહ્યું, લ્યો ! વ્યવહાર અભૂતાર્થ (છે). વ્યવહાર એટલે પર્યાય. પર્યાયમાત્ર જૂઠી છે. એટલે ? એટલે શું ? એ તો ત્રિકાળની સત્યતાની અપેક્ષાએ પર્યાય ત્રિકાળ રહેનારી નથી એ અપેક્ષાએ જૂઠી કહીને, ગૌણ કરીને જૂઠી કીધી છે પણ અભાવ કરીને જૂઠી કીધી છે એમ નહિ. આ તો માર્ગ... બાપા ! સમજાણું કાંઈ ?
અહીંયાં તો નિર્જરા અધિકાર’ ચાલે છે. એટલે એને (-સમ્યક્દૃષ્ટિને) જે ભય જરી થાય છે અને અહીં તો નિર્જરી જાય છે એમ સિદ્ધ કરવું છે. શાશ્વત વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ ધ્રુવનું ધ્યેય છે. આહા...હા...! નિત્યાનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપનું ધ્યેય (કરીને) ધીરજથી ધખતી પેઢીમાં ઈ પડ્યો છે. આ..હા..હા...! આ મોટી પેઢી હોય છે ને ? કરોડોપતિની ધખતી પેઢી ચાલતી હોય છે. એમ જેણે ધ્યેય – ધ્રુવને ધ્યેયમાં લઈ અને ધ્યાનની ધખતી પેઢી જેણે
Page #44
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૩૧
પ્રગટ કરી છે. ઝીણી વાતું, બાપુ ! આ તો પરમેશ્વરના ઘરની વાતું છે ! અત્યારે બધી ગડબડી બહુ થઈ ગઈ. આહા...હા...!
મુમુક્ષુ :- અમારે તો બહુ સરળ થઈ ગયું. ઉત્તર :- વાત સાચી છે. આહા...હા...!
અહીં કહે છે, “સહજ છે. છેલ્લી ભાષા આવી ? “સ્વયં”નો અર્થ ઈ કર્યો. ૧૫૪ ! એવું સહજ છે. સમ્યક્દષ્ટિને પર્યાયમાં ભય નથી એવું સહજ છે. અસ્થિરતાનો જે થોડો ભય આવે એ વાતને અહીં ગણી નથી. દૃષ્ટિના જોરમાં જે પૂર્ણાનંદ ધ્રુવ આત્મા પકડ્યો છે એની પર્યાયમાં તેને ભય નથી. ધ્રુવને પકડ્યો એવી જે પર્યાય – સમ્યગ્દર્શને ધ્રુવને પકડ્યો છે. આ વિદ્યમાન અનાદિઅનંત નિત્યાનંદ અનંત... અનંત... ગુણ રત્નાકરનો ધ્રુવ પિંડ ! એને જેણે અંતરદૃષ્ટિએ સ્વીકાર્યો ઈ વસ્તુમાં (તો ભય) નથી, અહીં તો હવે પર્યાયમાં ભય નથી (એમ કહે છે) ! અહીંયાં નિર્જરા લેવી છે ને ? સમજાણું કાંઈ? ભાઈ ! આવો માર્ગ છે. આહા..હા...!
ભય નથી એટલે ? ગામમાં પ્લેગ ચાલતો હોય અને બાયડી-છોકરા (હેરાન) થતા હોય તો સમ્યક્દૃષ્ટિ પોતે બહાર નીકળી જાય.
મુમુક્ષુ :- અરે..! સૌથી પહેલો ભાગે !
ઉત્તર :- હા, જાણે કે અત્યારે બૈરા-છોકારઓ મૂંઝાય છે અને છોકરાઓ જુવાન છે, છોડિયું, વહુર છે (ઈ) મૂંઝાય છે, ચાલો, ભાઈ ! આપણે ગામ ફેરવી નાખીએ.
મુમુક્ષુ :- એને ભય નથી ! ઉત્તર :- અંદરમાં ભય નથી. મુમુક્ષુ :- અંદરમાં ન હોય તો બહાર આવે ક્યાંથી ?
ઉત્તર :ઈ અસ્થિરતાનો પ્રકૃતિના સંબંધનો થોડો ભય) આવ્યો પણ એ ભયને પરમાર્થે ગણવામાં આવતો નથી. વસ્તુમાં ભય થઈ જાય અને પર્યાયમાં એકપણે ભયપણું આવી જાય તો એને ભય કહેવાય.
મુમુક્ષુ :- શ્રદ્ધા પૂરતું બરાબર છે, ચારિત્ર પૂરતું નથી.
ઉત્તર :- ચારિત્ર પૂરતાની અહીં વાત જ નથી. અહીં તો ચારિત્ર પૂરતાનો જે દોષ આવે છે એને તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ નિર્જરા કહેવામાં આવે છે.
પ્રશ્ન :- હોય એની નિર્જરા કે ન હોય એની ?
સમાધાન – છે એની નિર્જરા કહ્યું નહિ ? નિર્જરાની બીજી ગાથા ! નિર્જરાની બીજી ગાથા આવે છે કે, શાતા-અશાતાનું વદન એક સમયમાં છે પણ નિર્જરી જાય છે.
મુમુક્ષુ - નવું કર્મ બંધાતું નથી. ઉત્તર :- બંધાતું નથી, બંધાતું નથી એનો અર્થ કે નિર્જરી જાય છે. અંદર શાતા
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
કિલશામૃત ભાગ-૫ અશાતાની સુખ-દુઃખની કલ્પના થઈ જાય છે છતાં એ ચાલી જાય છે – નિર્જરી જાય. બહુ ઝીણો માર્ગ, બાપા ! આહા..હા....!
એવો ત્રણલોકનો નાથ ચિઘન પ્રભુ ! જેની પાસે કેવળજ્ઞાનની પર્યાયની પણ કંઈ કિંમત નથી !! ઈ અંદર પછી કહેશે, ઈ તો પોતે ચિલોક છે ને ! મારો ચિલોક અહીં છે ને ! આ છું ને ! આહા..હા..! ઈ ચિદૂલોકને આલોક અને પરલોકનો ભય કેવો ? આલોક એટલે શરીરની પર્યાય રહે ત્યાં સુધી ઠીક રહેશે કે નહિ ? પણ ઈ મારી ચીજ ક્યાં છે ? આહા...હા..! આવું છે.
હવે ૧૫૫ શ્લોક.
(શાર્દૂલવિકીડીત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनचिल्लोलोकं स्वयमेव केवलमयं यल्लोकत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भी: कुतो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२३-१५५ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “સ: સહનું જ્ઞાનં સ્વયં સતત નવી વિન્દ્રતિ’ ‘(સ:) સમ્યગ્દષ્ટિ જીવ “સિંહ” સ્વભાવથી જ ‘(જ્ઞાન)' શુદ્ધ ચૈતન્યવહુને “વિતિ) અનુભવે છે – આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે ? (સ્વયં પોતાથી પોતાને અનુભવે છે. કયા કાળે ? “(તd)” નિરંતરપણે “(સવા)' અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવે ? “ નિ:શશ્ન:) સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે “તણ તથ્વી:
ત: તિ’ ‘(તસ્ય)' તે સમ્યગ્દષ્ટિને “(તમી:)' ઈહલોકભય, પરલોકભય “(ત: પ્તિી’ ક્યાંથી હોય ? અર્થાત નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે – તવ મયં તો: તપ૨: પર: ન “(તવી' હે જીવ! તારો ‘યં નો:)' વિદ્યમાન છે જે ચિદ્રપમાત્ર તે લોક છે, ‘ત-સપર:)' તેનાથી અન્ય જે કાંઈ છે ઈહલોક, પરલોક, - વિવરણ : ઈહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા; - એવો જે ‘(કપર:)' ઈહલોક પરલોક પર્યાયરૂપ તે “ના” જીવનું સ્વરૂપ નથી; “યત્ N: અર્થ નોવેશ: વેવ વિન્ગોવં સ્વયં ઇવ નોતિ ’ ‘(ય) કારણ કે “(:
તો:)' અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક તે વત્ન' નિર્વિકલ્પ છે, ‘ચિત્તો સ્વયં
Page #46
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૪
૩૩ પર્વ નોતિ )' જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે – જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર છે. કેવો છે ચૈતન્યલોક ? “શાશ્વત: અવિનાશી છે. વળી કેવો છે ? :” એક વસ્તુ છે. વળી કેવો છે ? “ વ્યવત્ત:' (સન) ત્રણે કાળે “(વ્યવ7:)' પ્રગટ છે, કોને પ્રગટ છે ? “વિવિવરાત્મનઃ” “(વિવિવત્ત)” ભિન્ન છે ‘(ક્ષત્મિ:' આત્મસ્વરૂપ જેને એવો છે ભેદજ્ઞાની પુરુષ, તેને. ૨૩-૧૫૫.
નોવેશ: શાશ્વત ઇઝ સહનવ્યવત્તો વિવિવત્તાત્મન- ભેદજ્ઞાનીને “વ્યવો એમ આગળ કહેશે. વસ્તુ તો વ્યક્તિ છે પણ ભાન થયું છે તેને વ્યક્ત છે. આહા...હા...! છેલ્લી લીટીનો પહેલો અર્થ કરે છે.
સ: સનં જ્ઞાનં સ્વયં સતત સવા વિન્દ્રતિઃ “સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે. આહા..હા...! એ શુદ્ધ ચૈતન્યવહુને “આસ્વાદે છે.” રાગને નહિ. આહાહા..! રાગ આવે છે એટલું દુઃખ છે ઈ વાત અત્યારે અહીં નથી લેવાની. આ નિર્જરા અધિકાર છે અને દૃષ્ટિના વિષયનો અધિકાર છે.
મુમુક્ષુ :- કોઈ કહે કે ન કહે ત્યારે આપ નહિ કહો.
ઉત્તર :- ના પાડે તો એને કહીએ કે હા છે ? સમકિતીને પર્યાયમાં જરીયે રાગ નથી અને દુઃખ જ નથી એમ કોઈ નિષેધ કરે તો એકાંત છે એમ પણ ત્યાં કહીએ. ઈ બન્નેનો મેળ કરે તો ચોખ્ખું થાય. આહા...હા...!
અહીં કહે કે, સમકિતી રાગનો કર્તા નથી અને પ્રવચનસારમાં કહે કે, ગણધર પણ મહાવ્રતનો વિકલ્પ આવે છે એનો એ કર્તા છે. કર્તા નામ પરિણમે તે કર્તા એમ કહીને તેને કર્તા ઠરાવ્યો છે અને તેનો – રાગનો ભોક્તા પણ છે. કેમકે એટલો રાગ આવ્યો એનું જ્ઞાનીને પણ વેદન છે. પણ જ્યારે દૃષ્ટિના વિષયની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે તેને રાગ કરવાલાયક છે (એવી કર્તા બુદ્ધિ નહિ હોવાથી) એ અપેક્ષાએ કર્તા નથી અને ભોગવવાલાયક છે (એવી ભોક્તાબુદ્ધિ નહિ હોવાથી) એ અપેક્ષાએ ભોક્તા નથી (એમ કહેવાય. આવી વાતું છે. આ તો વીતરાગનો અનેકાન્ત માર્ગ, ભાઈ ! આહાહા...!
એનો અર્થ એવો નથી કે, વ્યવહારથી પણ ધર્મ થાય અને નિશ્ચયથી પણ ધર્મ થાય ઈ અનેકાન્ત. એમ નથી. વ્યવહાર છે, નિશ્ચય છે. બન્ને છે (એમ) તેની માન્યતામાં જાણવું જોઈએ. પણ એ વ્યવહાર હેય છે, ઝેર છે, પણ છે ને ?
મુમુક્ષુ – આપ એમ કહો છો કે, એનો અભાવ કરે ત્યારે થાય.
ઉત્તર :- અહીં તો અત્યારે છે એની વાત છે. અભાવ તો સ્થિરતા કરે ત્યારે થાય). અહીં તો એને અત્યારે છે, ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને અશુદ્ધતા છે, વેદે છે, પરિણમે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
કિલશામૃત ભાગ-૫ છે માટે કર્તા કહેવાય છે. એ જ્ઞાનની અપેક્ષાએ સ્વ અને પર બન્નેને જાણવાની અપેક્ષાએ લેવાય. પણ દૃષ્ટિની અપેક્ષાએ જ્યારે વાત) ચાલે (ત્યારે) એ તો ત્રિકાળી આનંદનો નાથ જેને અનુભવમાં આવ્યો અને હવે અશુદ્ધતા છે જ નહિ. ત્યાં એમ કહે ! કેમકે વસ્તુ શુદ્ધ છે અને એને શુદ્ધતાના પરિણામથી પકડી છે. એટલે એના પરિણામમાં અને એના વિષયમાં અશુદ્ધતા છે નહિ. પરિણામમાં અશુદ્ધતા નથી (એમ કહ્યું) ! આહા...હા...!
પ્રશ્ન :- કોના પરિણામમાં અશુદ્ધતા નથી ?
સમાધાન :- સમકિતીના. જ્યારે જ્ઞાનની પ્રધાનતાથી કથન ચાલે ત્યારે કહે કે, એના પરિણામમાં અશુદ્ધતા છે. અશુદ્ધતા ન હોય તો પૂર્ણ શુદ્ધતા હોવી જોઈએ. આનંદની સાથે થોડું દુઃખ ન હોય તો આનંદ પૂર્ણ હોવો જોઈએ. સાધકજીવને – સમ્યક્દષ્ટિને દુઃખ જ નથી એમ કોઈ કહે તો એને પૂર્ણ આનંદ છે એમ થઈ જવું જોઈએ. પૂર્ણ આનંદ તો છે નહિ.
મુમુક્ષુ :- બારમે ગુણસ્થાને દુઃખ જરાય નથી, છતાં સુખ પૂરું નથી.
ઉત્તર :- ઈ તો અનંત નથી, સુખ પૂરું થઈ ગયું છે. અનંત સુખ નથી. બારમે સુખ પૂરું થઈ ગયું છે પણ અનંત સુખ નથી. કેમકે જ્ઞાનાવરણીય છે એટલે અલ્પજ્ઞ છે તો અનંત સુખ નથી. આહા...હા...! આવી વાતું છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ” આવે છે ને ? “શ્રીમમાં આવે છે. જ્યાં જ્યાં યોગ્ય છે યોગ્ય ! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ. ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થીજન એહ.” એને એવો આગ્રહ ન હોય કે મારે બિલકુલ રાગ છે જ નહિ. સમજાણું કાંઈ? આહા...હા...! દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયના જોરની અપેક્ષાએ એને રાગ છે જ નહિ એમ કહેવામાં આવે. પણ જ્યારે દૃષ્ટિ સાથે જ્ઞાન થયું હોય એ જ્ઞાન રાગના કણેકણને જાણે (કે) મારો પોતાનો દોષ છે, મારે કારણે દોષ થયો છે, કર્મને કારણે નહિ.
બીજી અપેક્ષાએ જ્યાં કર્તા-કર્મનો અધિકાર લે (‘સમયસારની) ૭૫, ૭૬, ૭૭ (ગાથા). ત્યારે કહે કે, સમ્યક્રદૃષ્ટિ જીવને વ્યાપ્ય-વ્યાપકપણું શુદ્ધમાં છે. અશુદ્ધનું વ્યાપ્ય-વ્યાપકપણું એને છે જ નહિ. એ તો કર્મનું વ્યાપ્ય-વ્યાપકપણું છે). કર્મ વ્યાપક થઈને વિકારની વ્યાપ્ય – અવસ્થા કરે છે. ત્યાં એમ લે છે. આહા...હા...! ભાઈ ! ત્યાં એમ કહ્યું છે કે કર્મ વ્યાપક થઈને વિકારની વ્યાપ્ય અવસ્થા કરે છે. આત્મા વ્યાપક થઈને, સ્વભાવ છે તે વ્યાપક થઈને વિકાર ક્યાંથી કરે ? ત્યાં એમ લીધું.
એક (ભાઈએ) એ પ્રશ્ન કર્યો હતો. “જામનગર’ “આ ઠેકાણે આ (કહ્યું) અને આ ઠેકાણે (આમ કહ્યું છે ?' (અમે કહ્યું) જે ઠેકાણે જે રીતે કહ્યું તે રીતે એને માનવું પડશે. અહીં તો કહ્યું કે, સમકિતીને વિકાર થાય છે એ) કર્મનું વ્યાપ્ય છે અને બીજી રીતે કહો તો એને કર્મનું વ્યાપવાનું વિકાર છે ત્યાં સુધી છે. જ્યાં સુધી એને વિકાર છે ત્યાં સુધી
Page #48
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૫
૩૫
એનો કર્તા-ભોક્તા પોતે છે. એ.ઈ....!
મુમુક્ષુ :- બેમાંથી એક નક્કી કરો.
ઉત્તર – બન્નેનું નક્કી કરવું જોઈએ. જ્યાં જે અપેક્ષાએ કહ્યું ત્યાં) તે અપેક્ષાએ એને બરાબર માનવું જોઈએ. ખેંચતાણ ન કરવી જોઈએ.
અત્યારે કલકત્તામાં એ થઈ ગયું છે ને ? ‘દિલ્લી... દિલ્લી એ લોકોને બીજા ભાઈની) વાત ગરી ગઈ. (એ ભાઈ કહે), સમકિતીને રાગ હોય જ નહિ. એકલી શુદ્ધતા જ હોય.
મુમુક્ષુ :- આમાં કહ્યું.
ઉત્તર :- કઈ અપેક્ષાએ (વાત) કહી ? પાછું બીજે ઠેકાણે કહ્યું કે, ગણધર જેવાને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે અશુદ્ધતા છે.
મુમુક્ષુ : એ તો પ્રવચનસારમાં આવ્યું.
ઉત્તર – પણ આવ્યું ને ? “પ્રવચનસાર’ એટલે વીતરાગની દિવ્યધ્વનિનો સાર ! ત્યાં તો એ આવ્યું. બન્નેને માનવું પડશે. ભાઈ ! આહા..હા..! આવી વાતું છે, ભાઈ !
અહીં કહે છે કે, “સમ્યક્દૃષ્ટિ જીવ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે...” જોયું ? ભાષા તો આમ છે. અશુદ્ધતા વેદે જ નહિ એમ અહીં તો કહે છે. એ દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયના જોરમાં એમ ત્યાં કહેવાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે, એને વેદે છે તેને ગૌણ ગણી, વ્યવહાર કહીને નથી વેદતો એમ કહેવામાં આવ્યું છે. આહાહા....! આટલું બધું ક્યાં યાદ રાખવું ?) શુદ્ધ ચૈતન્યવહુને “આસ્વાદે છે.”
કઈ રીતે અનુભવે છે ? પોતાથી પોતાને અનુભવે છે. “સ્વયં” (શબ્દ) છે ને ? (એટલે કે, પોતાથી પોતાને અનુભવે છે. આહાહા...! શુદ્ધ સ્વભાવથી શુદ્ધ સ્વભાવને એ વેદે છે. આહા..હા....! “પ્રવચનસાર ૧૭૨ ગાથા(માં) “અલિંગગ્રહણ'(ના) વીસ બોલ છે એમાં છઠ્ઠો બોલ ઈ છે. આત્મા સ્વયં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ શબ્દ છે. એ પોતાના સ્વભાવથી જણાય છે. એ રાગથી જણાય નહિ, વ્યવહારથી જણાય નહિ. અને એવો એ પ્રત્યક્ષ છે. મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રત્યક્ષ થાય છે. એને રાગની અને મનની અપેક્ષા છે નહિ. આહા..હા...! ભાઈ ! આ આટલાં બધાં પડખાં (સમજવા જેવા છે).
સ્યાદ્વાદ માર્ગ છે. કઈ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષાએ જાણવું જોઈએ પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે રાગથી પણ ધર્મ થાય અને વીતરાગતાથી પણ ધર્મ થાય. એમ સ્યાદ્વાદ નથી. વીતરાગ સ્વભાવથી ધર્મ થાય અને રાગથી ધર્મ ન થાય.
મુમુક્ષુ :- “આપ્તમિમાંસા'માં લખ્યું છે કે, શુદ્ધ અને શુભ બન્નેથી ધર્મ થાય. ઉત્તર :- ધર્મ એટલે પેલો શુભ ભાવ રાગ છે ને ? (એ) વ્યવહારધર્મ એમ કીધું,
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
કલામૃત ભાગ-૫
બીજું શું ? એમ જ કહે ને.
મુમુક્ષુ :- બે ઠેકાણે મળ્યું છે.
ઉત્તર :- ત્રણ લાખ ઠેકાણે (ભલે કહ્યું હોય તો પણ શું ?) રાગને વ્યવહારધર્મ કહે એટલે કે ઈ છે નહિ એને ધર્મનો આરોપ અપાય છે. અને ચૈતન્યમૂર્તિ ભગવાન ! એના અવલંબને જે શુદ્ધતા પ્રગટી તે ધર્મ, તે નિશ્ચય. આહા...હા...! સમજાણું? ઈ યથાર્થ ધર્મ (છે). એ તો સમકિત ન કહ્યું? નિશ્ચય શુદ્ધ ચૈતન્ય વસ્તુની અનુભવદષ્ટિ તે નિશ્ચય સમકિત. પણ જોડે દેવ-ગુરુ-શસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રનું જ્ઞાન, છ કાયની દયાનો રાગને વ્યવહાર ચારિત્ર, વ્યવહાર દર્શન અને વ્યવહાર જ્ઞાન કહ્યું. એ આરોપિત (કથનથી) કહ્યું. પણ એ વ્યવહાર તરીકે વ્યવહાર છે પણ આરોપે છે. આહા..હા..! આવો માર્ગ ઘણો ગંભીર) ! ભાઈ ! એવી વાત છે. (માર્ગ) છે તો સરળ પણ લોકોએ કઠણ કરીને માન્યો છે. આહા...હા...!
રાગ આવે, સમકિતી લડાઈમાં ઊભો રહે. આહાહા...! અહીં તો ઈ વાત લેવી નથી. એ રાગનો અંશ છે એનો કર્તા એ છે, ભોક્તા એ છે, જવાબદારી એની છે. અહીંયાં તો દષ્ટિનો વિષય અને દૃષ્ટિની મુખ્યતાથી જ્યાં કથન ચાલે ત્યાં તો કહે કે, એકલી શુદ્ધતાને જ વેદે છે. અશુદ્ધતાને વેદે છે એને ગૌણ કરી અને વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને (કહેવામાં આવ્યું છે).
મુમુક્ષુ :- ત્યાં તો પુદ્ગલની પર્યાય કીધી.
ઉત્તર :ઈ એની પુગલની જ છે. આત્માનો સ્વભાવ નથી એટલે પુદ્ગલની કીધી. આહા..હા..! ઈશ્વરનયે ન આવ્યું ? ૪૭ નયમાં આવે છે. કર્મના નિમિત્તને આધીન થાય છે. ઈ પોતાનો સ્વભાવ છે (એટલે કે) પર્યાયની યોગ્યતા છે. કર્મને લઈને નહિ. કર્મના નિમિત્તમાં ઈશ્વરનય એટલે પોતે પરાધીન થાય, ધાવમાતાને જેમ બાળક ધવરાવે, એમ નિમિત્તાધીન થાય એ પર્યાયની પોતાની યોગ્યતા છે. કર્મ અને વિકાર કરાવે છે એમ નથી. લે ! આહા...હા...!
એક બાજુ ત્યાં (‘સમયસારની) ૭૫, ૭૬ (ગાથામાં) એમ કહે કે, જેટલો સમકિતીને વિકાર થાય છે એ બધો એનું વ્યાપ્ય નથી, એ કર્મનું વ્યાપ્ય – અવસ્થા છે. ઈ (વિકારને) કાઢી નાખવા માટે એ દૃષ્ટિએ કર્મ વ્યાપક (છે) અને વિકાર વ્યાપ્ય (છે). આત્મા વ્યાપક (નથી, કારણ કે આત્મા તો શુદ્ધ છે (તો) ઈ વ્યાપક થઈને તો નિર્મળ પર્યાય વ્યાપ્ય થાય. આવી વાતું છે, ઘણાં પડખાં, બાપુ ! આહા..હા..!
(અહીંયાં કહે છે કે, “સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્યવસ્તુને આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? પોતાથી પોતાને અનુભવે છે. લ્યો ! “ક્યા કાળે ? નિરંતરપણે.” લ્યો, ઠીક ! “અતીતઅનાગત-વર્તમાનમાં અનુભવે છે. ત્રણે કાળે સમકિતી તો શુદ્ધતાને જ અનુભવે છે. આ.હા...હા..! કેવો છે સમ્યક્દૃષ્ટિ જીવ ?” નિઃશંક છે. “સાત ભયથી રહિત છે.' શંકા
Page #50
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૩૫
૩૭.
એટલે અહીં ભય લેવો. નિઃશંક એટલે ભયરહિત. “સાત ભયથી રહિત છે. આહા...હા....!
“શાથી ? કારણ કે ‘(ત તદ્દી ત: પ્તિ)” તે સમ્યગ્દષ્ટિને ઇહલોકભય, પરલોકભય ક્યાંથી હોય ? અર્થાતુ નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે.” હવે કહે છે કે ભય) કેમ નથી ? કેવો વિચાર કરતાં એને ભય નથી ? આહા..હા...! કેવી ભાષા લીધી છે, જુઓને ! જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે “(તવ
યં નો: તપૂર: સંપર: નો' હે જીવ! તારો ‘યં નો:) વિદ્યમાન છે જે ચિતૂપમાત્ર તે લોક છે...” જુઓ ! આહાહા...! આનંદ અને જ્ઞાનમાત્ર પ્રભુ આત્મા ! મારો લોક તો ઈ છે. શરીર ને શરીરની પર્યાય ઈ મારો લોક જ નથી. આહા...હા! “નોવજ્યન્ત તિ તો?' સ્વયમેવ મારા સ્વરૂપને હું આલોકન કરું છું તે મારો લોક છે. આહા...હા...!
‘સમયસાર તો બાપુ ! કેવળજ્ઞાનના બધા કક્કા ખુલ્લાં છે ! આહા...હા...! એવી વાત કરી છે ! સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાન પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાત છે ! એ સંતો ચારિત્રના અનુભવી....! ચારિત્રના અનુભવી !! સમ્યગ્દર્શન, જ્ઞાન (તો છે) આ તો ચારિત્રના અનુભવી – વેદનવાળા ! એ એમ કહે છે કે, સમકિતીને ભય કેમ નથી ? આલોક અને પરલોક (ભય)
ક્યાંથી હોય ? શું વિચાર કરતાં ? કે, તારો લોક તો આ છે – ચિકૂપમાત્ર વસ્તુ ! રાગ પણ નહિ, શરીર પણ નહિ, એને ઓળખનારા – શરીરને ઓળખનારા કુટુંબીઓ શરીરને ઓળખે છે ને ? પેલા આત્માને તો અંદર કોણ જોવે છે ? “આ મારો દીકરો, આ મારો બાપ’ એ તો શરીરની ચેષ્ટાવાળા દેહને આ મારો બાપ, દીકરો કહે છે. ધર્મીને એ બહારના સંયોગની ચેષ્ટા છે જ નહિ. બહારનો લોક એને છે જ નહિ. આ...હા...હા...! સમ્યક્દૃષ્ટિ સ્ત્રી, કુટુંબ-પરિવાર, મકાન, આબરુ એ છે જ નહિ.
મુમુક્ષુ :- એ દૃષ્ટિએ તો કોઈને નથી.
ઉત્તર :- ના, પેલાને (–અજ્ઞાનીને) છે, પોતાના) માને છે એને છે. માન્યતામાં પોતાના) માને છે ને ? ઈ માન્યતા સ્વરૂપમાં નથી પણ પર્યાયમાં માને છે એને છે. આહા...હા...! આ મારા છે એમ માને છે એને માન્યતામાં છે પણ એ માન્યતા કંઈ સ્વરૂપમાં નથી. નવી ઉત્પન્ન કરેલી ભ્રમણા છે. આહા..હા..!
મારો લોક તો ‘યં નો:)' ! છે ? ‘યં”નો અર્થ વિદ્યમાન – આ. છે ને? આ ! આ એટલે વિદ્યમાન. લોક એટલે ચિકૂપમાત્ર લોક. બેના અર્થ કર્યા. ‘યં નો:)' આ એટલે વિદ્યમાન છે. આ ધ્રુવ ચિદાનંદ ભગવાન વિદ્યમાન ધ્રુવ તે આ ! શું આ? લોક. ચિદ્રુપમાત્ર તે લોક છે.” એ તો જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ! ચૈતન્યચંદ્ર. ચૈતન્યચંદ્ર ! એ તો પોતે ચૈતન્યચંદ્ર ચિત્ જ્ઞાન અને આનંદના હિલોળે ચઢેલી ચીજ છે એ મારી ચીજ છે. આહાહા...! આકરી વાત, બાપુ ! સમ્યગ્દર્શન એટલે શું ! આ..હા..હા..!
‘યં તો:)' આ લોક – વિદ્યમાન લોક. શું વિદ્યમાન લોક ? ચિદૂલોક, વિદ્યમાન
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
કલામૃત ભાગ-૫ ચિદૂલોક, છે ચિલોકો મારી હયાતી ચિલોક ઈ હું છું. આહાહા...! એકલા જ્ઞાનસ્વભાવ(ની) મુખ્યતાથી વાત કરી પણ જ્ઞાન આદિ અનંત વિદ્યમાન સ્વભાવ છે) તે મારો લોક છે. આ..હા...હા...! અહીં તો એક સમયની પર્યાય પણ કાઢી નાખી. કારણ કે પર્યાય પોતે નિર્ણય કરે છે ને ? નિર્ણય આનો (કરે છે). આ વિદ્યમાન ધ્રુવ ચિદૂલોક એ હું, એ મારો લોક (છે). એમ પર્યાય નિર્ણય કરે છે. ધ્રુવમાં તો નિર્ણય છે નહિ. આ.હા..હા..!
“(તદ્-પ૨:)' તેનાથી અન્ય જે કાંઈ...” શરીર, વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ-પરિવાર, સગાવ્હાલા... એ ‘(કપર:)' (અર્થાતુ) મારી ચીજથી ‘(કપર:)' બીજી ચીજ છે. આહા..હા..! એ મારી ચીજ નથી, એ મારામાં નથી. આ..હા..હા...! “અન્ય ચે કાંઈ છે ઈહલોક, પરલોક, – વિવરણ : ઈહલોક અર્થાત્ વર્તમાન પર્યાય,” એટલે શરીર, તે વિષે એવી ચિંતા કે પર્યાય પર્યન્ત સામગ્રી રહેશે કે નહિ રહે;” શું કહે છે ? આ લોકનો ભય એટલે આ શરીર. શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધી સગવડતા રહેશે કે નહિ ? મકાનની, સૂવાની, ખાવા-પીવાની, સ્ત્રી, કુટુંબની સેવા કરનારની, શરીર રહેશે ત્યાં સુધી આ સામગ્રી રહેશે કે નહિ ? આહા...હા...! પણ ધર્મી તો શરીર જ પોતાનું માનતો નથી પછી સામગ્રી રહેશે કે નહિ એ વાત જ ક્યાં રહે છે) ? ભાઈ ! મૂળમાં ઘાની વાત છે અહીં !
પર્યાય પર્યન્ત' (અર્થાતુ) શરીર જ્યાં સુધી રહેશે (ત્યાં સુધી). આ...હા...! ક્યારે કાળ આવશે ? કેવો આવશે ? શરીર રહેશે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ મકાન, ખાવાપીવાની સેવાચાકરી કરે) એવા માણસો રહેશે કે નહિ ? એવો ભય મિથ્યાષ્ટિને હોય છે. શરીરને પોતાનું માને તેને આવો ભય હોય છે. આહાહા...! એ ઈહલોક (છે). આત્માના લોકમાં ઈહલોક છે નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? અરે...! આવી વાત !
આલોકની વ્યાખ્યા કરી – “વર્તમાન પર્યાય...” ઈહલોકનો ભય જ્ઞાનીને નથી. કેમ ? કે, એ લોક મારાથી ભિન્ન છે. એ મારી ચીજ નથી. આ..હા...! શરીર જ મારી ચીજ નથી પછી શરીર રહે ત્યાં સુધી સગવડતા રહેશે કે નહિ ? (એ) પ્રશ્ન જ ક્યાં છે? આહા...હા...! અત્યારે એમ કહે કે, જુવાની અવસ્થામાં બધું કરી લઈએ, રળી-બળીને પૈસા-બૈસા ભેગા કરી લઈએ) પછી વૃદ્ધાવસ્થા આવે તો (કામ આવે). પણ ઈ શરીર જ તારું નથી, (ઈ) તું નથી. એની અવસ્થા ને સગવડતા રહે કે નહિ, એ તો શરીરને માટે છે. તારે માટે કંઈ છે જ નહિ. આહા..હા..!
એકવાર એક ભાઈ) વઢવાણ (માં) બોલ્યા હતા. (સંવત) ૧૯૯૯ની સાલની વાત છે. (ઈ ભાઈ) તો અભ્યાસી હતા. બહુ માણસ ! “વઢવાણ' ! દરિયાપરિયાના અપાસરે ! વ્યાખ્યાનમાં)ત્રણ-ત્રણ હજાર માણસ ! અપાસરામાં માય નહિ, સામે ધર્મશાળા (હતી) ત્યાં ઉતર્યા હતા. એ ભાઈ) ત્યાં કેમ્પમાં આવ્યા હતા. તે દિએવું કાંઈક બોલ્યા હતા કે, અત્યારે થોડું રળી લઈએ તો.
Page #52
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૫૫.
૩૯
મુમુક્ષુ :- હમણા કમાઈ લેવું, ઘડપણમાં વાપરવું.
ઉત્તર :- હા, એમ કહેતા હતા. એમ કે, હમણાં (જ્યાં સુધી) કમાણી છે ત્યાં સુધી (કમાઈ લેવું). મેં કીધું, ભાઈ ! આ તમે શું બોલો છો ? ૧૯૯૯ની વાત છે. સંપ્રદાયમાં દરિયાપરિયા પાસે અપાસરો તો નાનો છે, સામે ધર્મશાળા છે. ત્રણ ત્રણ હજાર માણસ ! માણસ. માણસ... તે દી પણ અમારા ઉપર લોકોને પ્રેમ તો હતો ને ! ઓસરી પર પણ (માણસ) માય નહિ, ફળિયામાં ! મોટું ફળિયું છે. દરિયાપરિયામાં ખીચોખીચ માણસ ! ત્રણત્રણ હજાર માણસ ! ૧૯૯૯માં ! ત્યાં પેલા ભાઈ) આવેલા.
મુમુક્ષુ :- આપના વ્યાખ્યાનમાં ત્યારે પણ લોકોને એમ લાગતું કે સ્થાનકવાસીનો પંથ) સાચો છે.
ઉત્તર :(એ લોકોને) એમ લાગે કે, આપણામાં આવા મહારાજ પાક્યા માટે આપણું સાચું ! એમ માને ને લોકો ? માને. અરે.. ભાઈ ! માર્ગ તો બીજો, ભાઈ ! આહાહા..!
અહીં તો કહે છે કે, આ લોક અને પરલોકનો ભય કેમ નથી ? કે, ધર્મીને આ લોક તો ચિલોક છે) તે એનો લોક છે. શરીરનો લોક) એનો લોક જ નથી. પછી શરીર રહેશે ત્યાં સુધી સગવડતા રહેશે કે નહિ ? એ પ્રશ્ન છે જ નહિ. આ.હા.હા..હા...! ભાઈ ! આવી વાતું છે આ ! શરીરમાં રોગ થાય, આ થાય, (તે થાય), એવી પીડા થાય (ત્યારે) કોઈ ડૉક્ટર હોય, છોકરા-છોકરા હોય તો (કહીએ કેઘસો, આમ થોડું ઘસો. અરે. ભગવાન ! બાપુ ! પણ ઈ તું નહિ ને ! ઈ તારો લોક જ નહિ ને ! પછી એને માટે ભય શો ? આહા...હા...! ઝીણી વાત છે.
આ સમ્યફદૃષ્ટિના નિઃશંક (ગુણની) વ્યાખ્યા છે. નિઃશંક તે નિર્ભય હોય છે. નિર્ભય કહો કે નિઃશંક કહો એની આ વ્યાખ્યા છે. આ..હા..હા..! આ લોક (અર્થાતુ) વર્તમાન પર્યાય (એટલે કે) શરીર. તે વિષે એવી ચિંતા કે પર્યાય પર્યન્ત...” (અર્થાતુ) શરીર રહે ત્યાં સુધી સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં.” પણ ઈ ગતિ જ હું નહિ ત્યાં પછી જઈશ કે નહિ જઈશ(નો) ક્યાં પ્રશ્ન છે ? હું તો ચિલોક, જ્ઞાનલોક, આનંદલોક છું. જ્યાં છું ત્યાં હું તો આનંદ ને જ્ઞાનલોક છું. એમાં મારે ગતિ છે જ ક્યાં ? આ.હા..હા..!
પ્રશ્ન :- નિશ્ચયે નથી વ્યવહાર તો છે ને ?
સમાધાન :- વ્યવહારે છે એટલે ? નિમિત્ત છે અને વ્યવહારથી કહેવાય. વસ્તુ છે નહિ. આ..હા..! પર્યાયમાં ગતિ છે. મનુષ્યગતિ (એટલે) આ શરીરની વાત નથી. આ શરીર કાંઈ ગતિ નથી. આ તો જડ છે. એની ગતિની યોગ્યતા છે ને ? પર્યાયમાં મનુષ્યની યોગ્યતા (છે) એને ગતિ કહેવાય છે. પણ એ ગતિ પણ ચિલોકમાં છે જ નહિ. આહાહા..! પછી પરલોકમાં શું થશે ? પરલોક એટલે બીજો કોણ ? પપ્રધાન લોક મારો આત્મા આનંદકંદ
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
કલામૃત ભાગ-૫
એ પરલોક છે. આહા..હા..! વાતે વાતે ફેર બહુ, બાપુ !
મુમુક્ષુ :- સત્યનો પોકાર ! ઉત્તર :- સત્યનો પોકાર છે. આ..હા..! આ તો ધીરાના કામ છે.
પરલોક એટલે અહીંથી મરીને કઈ ગતિમાં જઈશ ? પણ ગતિ જ હું નથી ને ! હું તો જ્યાં છું ત્યાં છું. આ.હા..હા...! સમ્યક દૃષ્ટિને ગતિ જ નથી ને ! હું તો ચિલોક જે આનંદલોક ધ્રુવલોક ધ્રુવ... ધ્રુવ.. ધ્રુવ... (છું). એ તો કાયમ એમને એમ છે, એવોને એવો છે, જે છે તે છે. એવી સમ્યક્દષ્ટિને દૃષ્ટિ હોવાથી એને આ લોક અને પરલોકનો ભય હોતો નથી. આહા..હા..!
(અજ્ઞાનીને) દેહમાં એવું આવે ત્યાં એમ થાય), અરે..રે..! હવે હું મરી જઈશ ? પણ તું કોણ તે મરી જઈશ ? બસ ! હવે હું મરી જઈશ ? પણ તું કોણ ? ઈ તો જડ શરીર છે. એની સ્થિતિ પૂરી થાય (ત્યારે) છૂટી જશે, એમાં તું ક્યાં આવ્યો ? આહા..હા...!
લ્યો, (એક મુમુક્ષુભાઈને) જુઓને ! એકદમ દુઃખાવો ઉપડ્યો અને છોકરાઓ ઉપર હશે. છ છોકરા છે અને પોતે. (મકાનમાં) સાત માળ છે, પાંચ પાંચ લાખના સાત મકાન છે, એને પોતાને રહેવાના એટલા તો (મકાન) છે ! પાંચ પાંચ લાખના સાત જણાના સાત ! પૈસા ઘણા છે. (છોકારાઓને) બોલાવ્યા, છોકરાઓએ) કહ્યું, બાપુજી ! એમ કીધું ત્યાં તો દેહ છૂટી ગયો ! કોણ પણ ? બાપુજી કોણ ને દીકરા) કોણ ? આ...હા...હા...હા...! છ છ છોકરા અને તે પણ બધા મોટા થઈ ગયેલા. સૌના રહેવાના મકાન જુદા. વેપારી હિતા). આહા...હા...! બે-પાંચ મિનિટમાં ઈ ગતિ પલટી પણ જીવ ક્યાં ગયો ? જીવ તો ધ્રુવ.... ધ્રુવ... છે તે છે.
જેની દૃષ્ટિમાં જીવ ચિલોક છે એને પરલોકની ગતિ અને આ લોકની શરીરની સ્થિતિ એનામાં છે જ નહિ. ભારે વાતું ! આહા..હા..! આ લોક અને પરલોક પર્યાયરૂપ....” શરીર પર્યાય હતી ને ? આ લોકમાં આ શરીર, પર લોકમાં પર ગતિ આદિ. “તે જીવનું સ્વરૂપ નથી;” આહા..હા...! અરેવૃદ્ધાવસ્થા આવશે, આંખ્યું જાશે, લાકડી લઈને માંડ માંડ ચલાશે, એ વખતે મને કોણ સંભાળશે ? આ..હા..! એમ કહે છે ને ? પચાસ વર્ષ થયા હોય અને બાયડી મરી જાય ત્યારે હવે પછી બીજી નહિ કરીએ તો રાખશે (કોણ) ? સેવા કોણ કરશે ? ડાઘા કોણ ઢાંકશે ? ઘરનું બૈરું હોય તો આપણે (ઠીક રહે), પછી પચાસ વર્ષે, સાઠ વર્ષે પરણે ! આહા..હા...!
જુઓને ! આ (એક મુમુક્ષુનો) દાખલો ! કેવો દાખલો છે ! ૪૨ વર્ષની ઉંમર ! એક છોકરો અને છોડી, અગિયાર અને તેર વર્ષના ! લાખોની પેદાશ, દુકાનમાં લાખોની પેદાશ ! પોતે જ કર્તા-હર્તા, પોતે જ દુકાન કરેલી. (કહી દીધું), હવે નહિ, હવે નહિ, ભાઈ ! મને છૂટો કરો, ભાઈ ! આ...હા..હા...માળાએ કામ કર્યું ને ! દાખલો આપ્યો છે ને ? ભાઈ !
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
કળશ-૧૫૨ મને છૂટો કરો. ત્રણમાં મારે ભાગે જે આવતું હોય એ મારે ભાગે આવે એનો ચોથો ભાગ મને આપો, પણ મને દુકાનથી છૂટો કરો. આહા...હા...!
બાપુ ! તારે ક્યાં જાવું છે ? કોનું કરવું છે ? એને માટે નિવૃત્તિ તો લેવી પડશે ને એણે ? આ..હા...હા..કારણ કે પોતાનું સ્વરૂ૫) પરથી નિવૃત્ત સ્વરૂપ જ છે. આહાહા...! વિશેષ કહેશે, લ્યો !
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
કારતક વદ ૬, ગુરુવાર તા. ૦૧-૧૨-૧૯૭૭.
કળશ-૧પપ પ્રવચન–૧૬૪
“કળશટીકા ૧૫૫ (કળશ). નીચે છે. ધર્મીને આ લોક અને પરલોકનો ભય ન હોય. ધર્મી એને કહીએ કે જેણે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એમ જાણ્ય), અનંત શક્તિવાળો અને એક એક શક્તિ અનંત સ્વભાવવાળી ! એવી અનંત શક્તિનું પૂર એકરૂપ દ્રવ્ય જે વસ્તુ (છે) એનો અનુભવ કર્યો. એને રાગથી ભિન્ન પાડી અને સ્વભાવનો અનુભવ કરવો, સ્વભાવની દૃષ્ટિ કરવી, સ્વભાવની સન્મુખ થવું એનું નામ સમ્યક્દૃષ્ટિ – ધર્મી છે. આહા...હા...! આવી વ્યાખ્યા છે.
એ ધર્મીને આ રીતે જ્યારે પોતાનું સ્વરૂપ આનંદ અને જ્ઞાન છે એ જ્યાં ભાનમાં આવ્યું, અનાદિથી તો એ પુણ્ય-પાપ અને પુણ્ય-પાપના ફળને પોતાના માનતો નહતો) એ તો અજ્ઞાની છે. એને પોતાની શક્તિવાળું તત્ત્વ છે. એની એને ખબર નથી. એથી સ્વરૂપ જે ત્રિકાળી છે એને ભૂલી અને વર્તમાન પર્યાય – અવસ્થા અને રાગ-દ્વેષ (થાય છે) એને પોતાનું માનતો નહતો), એ જીવ મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. આહાહા...! ચાહે તો સાધુ થયો હોય, બાહ્યથી ત્યાગ કર્યો હોય, પણ અંતરમાં જેને રાગના – દયા, દાન, વ્રતના પરિણામ (થાય છે) એની સાથે એકતાબુદ્ધિ (વર્તે છે) એને ભિન્ન વસ્તુની ખબર નથી. એને આત્મધર્મ કેમ થાય ? એની એને ખબર નથી, એ અજ્ઞાની છે. અને ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં જેણે આત્મા – વસ્તુ અનંત શક્તિ સંપન્ન છે) અને એક એક શક્તિ અનંત પ્રભુતાના સામર્થ્યવાળી (છે) એવી અનંતી શક્તિઓનું સામર્થ્ય એકરૂપ આત્મા (છે) એનું જેને ભાન, વેદન – અનુભવ, જ્ઞાન થયું છે તેને સમ્યફદૃષ્ટિ – ધર્મની પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આવી વાતું છે !
એ જીવને “ઇહલોક પરલોક પર્યાયરૂપ તે જીવનું સ્વરૂપ નથી;.” નીચે આવ્યું છે ને ? આ લોકનું આ શરીર અને પરલોકમાં શરીર મળે એ કંઈ જીવનું સ્વરૂપ નથી. એથી જીવના સ્વરૂપના અસ્તિત્વની હયાતીના ભાનવાળો જીવ શરીર અને પરગતિનો એને ભય હોતો
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
કલામૃત ભાગ-૫
નથી. કેમકે એ એના નથી. આહા..હા...! આવી જવાબદારીઓ છે.
કેવો છે જીવ ? ‘(વત્ ૫ ઞયં ો: વતં ખ્રિસ્તો સ્વયં વ ભોયંતિ)’ ‘વ’ ‘કારણ કે...’ ‘(I: સર્વ ભો:)' આ..હા...! ‘(E:)' ‘અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક...' ‘(E:)' (અર્થાત્) આ પ્રત્યક્ષ. ‘(મયં)’ આ જે લોક. અંદર આત્માનું જે ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી (છે), આનંદસ્વરૂપ આત્માનું ત્રિકાળી (સ્વરૂપ) એ અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક...' એ ચૈતન્યલોક અસ્તિ વિદ્યમાન છે. આહા..હા...! ધર્મની દૃષ્ટિમાં અસ્તિત્વ – હયાતીવાળો ચૈતન્યલોક તેની દૃષ્ટિમાં છે. આહા..હા...! આ ધર્મ આવો છે ! આ (અજ્ઞાનીઓ) તો કહે, દયા પાળો, વ્રત પાળો અને અપવાસ કરો (એટલે) થઈ ગયો ધર્મ ! એ તો બધા અજ્ઞાન છે. એ રાગની ક્રિયા છે એને ધર્મ માને ! આહા..હા...!
સ્વભાવ
અંદર ભગવાનઆત્મા...! જિનેન્દ્રદેવ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરે જે આત્મા કહ્યો એ આત્મા તો અંદર પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ અને પૂર્ણ સુખનો સાગર છે ! આહા..હા...! એની જેને દૃષ્ટિ અને એની સત્તાનો સ્વીકાર થયો, પૂર્ણાનંદના નાથની જે સત્તા (છે) એનો જેને દૃષ્ટિમાં સ્વીકાર થયો તેને વર્તમાનમાં પણ અતીન્દ્રિય આનંદના અંશનો સ્વાદ – આસ્વાદ આવે ત્યારે એણે પૂર્ણ અસ્તિત્વને શ્રદ્યું – માન્યું એમ કહેવાય. આહા....હા...! પૂર્ણ જે હયાતી – અસ્તિત્વ પૂર્ણ છે એને એણે માન્યું ક્યારે કહેવાય ? આહા...હા....! કે, એમાંથી અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે ત્યારે (માન્યું કહેવાય). ભગવાનઆત્માનું સ્વરૂપ ત્રિકાળ જ્ઞાન અને આનંદ છે. એ એની હયાતીમાં છે. એ આત્માની મોજૂદગી – હયાતીમાં (છે). અનંત જ્ઞાન અને અનંત આનંદ એની હયાતીમાં છે. એ કહ્યું ને ? ‘અસ્તિરૂપ છે...' આ..હા..હા...! આવી વ્યાખ્યા સાંભળી ન હોય એમાં શું કહેતા હશે (એમ કોઈને લાગે). આ તે વીતરાગનો માર્ગ હશે ? બાપુ ! તને ખબર નથી.
જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એવા હયાતીવાળા તત્ત્વને માનનારાને સમિકતી કહે છે. આહા..હા...! એ પૂર્ણાનંદથી ભરેલો ભગવાનઆત્મા છે. મૃગલાની ડૂંટીમાં – નાભીમાં કસ્તુરી (છે). મૃગની ડૂંટીમાં – નાભીમાં કસ્તુરી ! એની કસ્તુરીની એને ખબર નથી. એમ આ ભગવાનઆત્મા ! એના સ્વભાવમાં અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય (રહેલાં છે). આહા..હા...! એવી અનંતી શક્તિનું એકરૂપ અરૂપી તત્ત્વ ! (આ ભગવાનઆત્મા !)
એ પ્રત્યક્ષ આત્મા ‘(ઞયં તો:)’ આવો આત્મા ! ચૈતન્યલોક ! આ..હા..હા...! લોકની વ્યાખ્યા કરી. ઈ ચૈતન્યલોક છે. એમાં એકલો આનંદ અને જ્ઞાન જ જણાય એવો એ લોક છે. આહા..હા...! અરે...! કોઈ દિ' એને નિજ સ્વરૂપનો મહિમા આવ્યો નથી. આ બહારની ધૂળની ને કાં પુણ્ય-પાપના ભાવની મહિમા (આવી છે). આ બહારની ભૂતાવળ – આ પૈસા ને મકાન ને બધું મસાણના હાડકાંની ફાસફૂસ (–ફોસ્ફરસ) છે. આહા..હા...!
=
Page #56
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પપ
૪૩
પ્રભુ ! જેને સર્વજ્ઞ પરમેશ્વર અંદર આત્મા કહે છે) એ આત્મા વિદ્યમાન ચિલોક છે. ચિદ્ર નામ જ્ઞાનસ્વરૂપ છે એ પછી કહેશે. ‘(ત્નોતિ )' ! ‘ વનં) ઈ છે. શું કહે છે ? અંદર જ્ઞાનસ્વરૂપ નિર્વિકલ્પ છે.” “વિનોની વ્યાખ્યા કરી. ‘એક’ આવશે એનો બીજો અર્થ કરશે. ભગવાન અંદર આત્મા ! જેમ બરફની... શું કહેવાય ઈ ? પાટ હોય ને મોટી ! “મુંબઈમાં બહુ આવે. પચીસ-પચીસ મણની, પચાસ મણની બરફની પાટું હોય) ! ખટારામાં (બહાર) નીકળતા હોય એમાં જોયું હોય ને ? એમ આ અંદરમાં ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનાકુળ આનંદની પાટ છે ! આહા...હા...! અતીન્દ્રિય જ્ઞાનની, અનંત અતીન્દ્રિય જ્ઞાનની પાટ છે, અતીન્દ્રિય અનંત સ્વચ્છતાની પાટ છે, અનંત અતીન્દ્રિય પ્રભુતાની શક્તિની એ પાટ છે. આહાહા...! અનંત સર્વજ્ઞ સ્વભાવની ભરેલી પાટ છે એ તો ! અનંત સર્વદર્શી શક્તિની ભરેલી અપરિમિત સ્વભાવની પાટ છે એ તો ! આ શું હશે ? આહા..હા...!
એણે પોતાની ચીજ શું છે એ સાંભળી નથી. સમજાણું કાંઈ ? બહારને બહાર રોકાણો), આ શરીર ને વાણી ને મન ને બહુ તો અંદર પુણ્ય-પાપના ભાવ થાય એમાં પોતે રોકાઈ ગયો. આહા...હા...! એનાથી રહિત ભગવાન ! આ.હા...હા...! પરનું કારણ પણ ન થાય અને પરનું કાર્ય ન થાય એવી એક અકાર્ય નામની અનંત અપરિમિત શક્તિની ઈ સત્તા – પાટ છે ! આ.હા...હા...! આવો આત્મા હશે ? આ તો દેખાતો નથી, કહે છે. પણ તે જોયો છે કે દિ ? બહારને બહાર ફાંફાં માર્યા છે. આ શરીર ને વાણી ને આ ધૂળ ને પુણ્ય-પાપના ભાવ ને પુણ્ય-પાપના ફળ આ બહારની ધૂળ, બહારની પાંચ-પચાસ લાખ ધૂળ મળે એ તારી ચીજ નથી, એ તારામાં નથી, તારાથી નથી. આહા...હા...! આવું વીતરાગનું સ્વરૂપ છે, પ્રભુ !
વીતરાગ થયા, સર્વજ્ઞ પરમેશ્વર થયા, સર્વ આનંદ દશા પ્રગટ કરી એ બધા અરિહંતો, પરમાત્માઓ બિરાજે છે. “સીમંધર ભગવાન બિરાજે છે). મહાવિદેહમાં અનંત તીર્થકરો થયા એ પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા પ્રગટ કરી એ ક્યાંથી આવી ? કંઈ બહારથી આવે છે ? કૂવામાં હોય ઈ અવેડામાં આવે. હોજ... હોજ ! એમ અંદરમાં હોય તો પર્યાયમાં આવે. આહા..હા...!
આ ચિલોકની વ્યાખ્યા ચાલે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! ચિલોક – જ્ઞાનલોક, આનંદલોક, સ્વચ્છતાલોક, પ્રભુતાલોક... આહાહા...! એ લોકની વ્યાખ્યા કરશે. “તોતિ તિ તો' એવા સ્વરૂપને પોતે “ યંતિ એટલે જાણે. રિતોતિ તિ નો:” ઈ લોક તારો છે. આહા...હા...! આવી વાત કેવી હશે આ? પેલું તો દયા પાળે, એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રણઇન્દ્રિયા, ચઉન્દ્રિયા, પંચેન્દ્રિયા.. ઈચ્છામિ પડિકમ્મા આવે ને ? થઈ ગયું, લ્યો ! મિચ્છામી દુક્કડમ્ ! કાંઈ ખબર ન મળે. ગડિયા હાંકે જાય છે. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવે જે દશા પ્રગટ કરી તે દશાનો સાગર આત્મા છે એમાંથી પ્રગટ કરી છે. આહા...હા...!
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪
કલામૃત ભાગ-૫
અહીંયાં આટલી વ્યાખ્યા શેની ચાલે છે ? “
વિત્નો કર્યા નિર્વિજત્વ આ..હા..! “વત્ત એટલે નિર્વિકલ્પ અભેદ વસ્તુ. વર્તમાન પર્યાયનો અંશ છે ઈ ભેદ પણ જેમાં નથી. આહા...હા...! ચૈતન્યસૂર્ય. ચૈતન્યસૂર્ય ! જિનચંદ્ર ! વીતરાગી શાંતિનો સાગર પ્રભુ ! એ નિર્વિકલ્પ છે, એકરૂપ અભેદ છે. ‘એક’ની વ્યાખ્યા પછી કરશે. સમજાણું કાંઈ ? આવું આત્માનું સ્વરૂપ ! આહા! એ “વે છે. અંદર એ નિર્વિકલ્પ વસ્તુ છે, અભેદ છે.
ચિહ્નો સ્વયં પર્વ તોતિ ’ આહાહા....! એ “જ્ઞાનસ્વરૂપ આત્માને....” જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન નહિ. અંદર જે જાણવાનો સ્વભાવ છે) એ ત્રિકાળી સ્વભાવ (છે), એ જાણન શક્તિને “આત્માને સ્વયમેવ દેખે છે. એ જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્માને જ્ઞાન પોતે દેખે છે. “
નોતિ ! ચિલોકને નોતિ’ ! લોકને નોતિને આનંદ, જ્ઞાનને જ્ઞાનથી જાણે છે. આહાહા...! આવી વાતું હવે...! એમાં “મુંબઈ જેવી નગરી ! આખો દિ' હોળી સળગતી હોય ! ધમાલ.... ધમાલ... ધમાલ.... ધમાલ.... પાપના પોટલા! એમાં આવી વાત (સમજવી) ! બિચારાને કાને પડે નહિ, શું કરે ? પૈસા પાંચ-પચાસ લાખ, કરોડ-બે કરોડ ભેગાં કર્યા હોય.. આહા..હા..! પણ એ કંઈ તારી ચીજ નથી. પૈસા તારી ચીજ નથી, એ પૈસા તારામાં નથી અને પૈસામાં તું નથી. તું જ્યાં છે ત્યાં પૈસા નથી અને જ્યાં પૈસા છે ત્યાં તું નથી. આહા...હા...!
ભગવાનઆત્મા ! અહીં તોતિ’ શબ્દ પડ્યો છે ને ? “વિત્નોર્વ સ્વયં પર્વ તોતિ ’ એ “જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ....... સ્વયં જ, એમ કહેવું છે). “સ્વયં પ્રવ” શબ્દ પડ્યો છે ને ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જ્ઞાનચંદ્ર ! શીતળતા – જ્ઞાનનો શીતળ સાગર ભગવાન ! એને – “આત્માને સ્વયમેવ....” એ શબ્દ છે. (અર્થાતુ) પોતે જ પોતાને દેખે, જાણે છે. પોતે જ પોતાને જાણે છે એમ કહે છે. આહા...હા..! અહીંયાં પરને નહિ. “સ્વયમેવ..” એમ શબ્દ છે ને ? સ્વયમેવ એટલે ? સ્વયં જ. વિ' શબ્દ પડ્યો છે. ભઈ ! આ તો અધ્યાત્મભાષા છે ! બાપા ! આ કંઈ વાર્તા-કથા નથી. આ તો ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ બન્યા એ કહે છે કે, તું જિનચંદ્ર છો ! ભાઈ ! તું જો જિનચંદ્ર ન હો તો પર્યાયમાં જિનચંદ્રપણું આવશે ક્યાંથી ? આહા..હા...! સમજાણું કાંઈ ?
એ પોતે પોતાને સ્વયમેવ – સ્વયં જ. સ્વયં જ (એટલે કે) પરની સહાય વિના, રાગ વિના, પરની સહાય વિના પોતાના આત્માને સ્વયં જ – પોતે જ દેખે છે. આહા...હા...! આનું નામ સમ્યક્દષ્ટિ અને ધર્મી કહીએ. ભારે શરતું ! શરત બહુ ! પેલું તો દયા પાળો, વ્રત કરવા, અપવાસ કર્યો હતો, જાણે થઈ ગયો ધર્મી, લ્યો ! અરે..! મરી ગયા (એ બધું) કરી, કરીને ! તારી ચીજની ખબર ન મળે ને એ બધી રાગની ક્રિયા મારી છે અને એમાં હું છું' (એમ માનનાર) તો મિથ્યાદૃષ્ટિ છે. જૂઠી દૃષ્ટિ છે. સાચી દૃષ્ટિ તો ચિલોકને સ્વયં જ પોતે જોવે તે સાચી દષ્ટિ છે. આ...હા...હા...! કહો, ભાઈ ! ભારે વાતું આવી ! છે ?
Page #58
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૫
૪૫
વિદ્લો સ્વયં વ’ (અર્થાત્) એ જ્ઞાનલોક. જ્ઞાનસ્વરૂપનો સાગર ભગવાન ! એને પોતે જ, નોવૃત્તિ (અર્થાત્) જાણે. આ..હા..હા...! જ્ઞાનની વર્તમાન પર્યાય દ્વારા સ્વયં ચિદાનંદ ભગવાનને જ્ઞાનપર્યાય જાણે. કઈ જાતની વાતું આવી ! બાપુ ! મારગડા એવા છે. એ ધર્મનો માર્ગ તો કોઈ અલૌકિક છે, ભાઈ ! આહા..હા..! એ ધર્મનું સ્વરૂપ વીતરાગે, ૫રમેશ્વરે, જિનેન્દ્રે કહ્યું એ આવું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- આ વાત ક્યાંય નથી.
ઉત્તર :– બહારમાં તો બધી ધમાલ (ચાલે છે). અહીં (તો) બધી ખબર છે ને ! હો..હા... હો..હા...! સામાયિક કરી ને પોષા કર્યા ને અપવાસ કર્યાં ને ઉપધાન કર્યાં ને આ બધી (ધમાલ છે). આહા..હા...!
ભગવાન ! અહીં શબ્દ તો એવો પડ્યો છે (કે), ચિત્નો સ્વયં વ ભોતિ આ..હા..હા...! ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! આ ભગવાનઆત્મા, હોં ! ભગવાન થઈ ગયા ઈ તો થઈ ગયા, ઈ એનામાં. આહા..હા...! બહુ ટૂંકી ભાષા અને ઘણો માલ ભરેલો છે !! ચિત્તોત્ર સ્વયં વ ોતિ” જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનરૂપ... જ્ઞાનરૂપ. આત્મા જ્ઞાનરૂપ પ્રભુ છે). જેમ સાકરનું ગળપણ રૂપ છે) એમ આત્માનું જ્ઞાન રૂપ (છે). એ સ્વયમેવ – પોતે જ પોતાને દેખે છે. આ..હા..હા...! એને આત્માનો સ્વયં લોક – ચિલોક કહેવામાં આવે છે. આત્માને શરીર ને વાણી ને આ મનુષ્ય ને દેવ ગતિ (આદિ) એ લોક એનો નથી. આહા..હા...! છે ?
ભાવાર્થ આમ છે કે—જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.’ એ દયા, દાન, વ્રત આદિના વિકલ્પો રાગ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. આહા..હા...! હવે આવું જાણવું... પણ નવરાશ ક્યાં ? બાયડી, છોકરા... બાયડીના તો હાથ ઝાલ્યા હોય, એને નભાવવા, એને છોકરા થાય (એને સાચવવા) એ કરવું કે અમારે આ કરવું ? હોળી કરે છે અનાદિથી, સાંભળને હવે ! એ તો કષાયની અગ્નિથી બળી ગયો છો. આ..હા..હા...!
—
આ વસ્તુ તો ભગવાન પરમાત્મા ત્રિલોકનાથે અંદર શાંત... શાંત... અકષાય જ્ઞાન... અકષાય જ્ઞાન, અકષાય આનંદ, અકષાય સ્વચ્છતા, અકષાય પ્રભુતા... આ..હા..હા...! એને જે લોકે – દેખે – જાણે એ જ્ઞાનમાત્ર જ વસ્તુ છે. આહા..હા...! એમાં પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત આદિના વિકલ્પ એનામાં છે જ નહિ, એ તો વિકાર છે. આહા..હા...! આવી વાત છે. જાણે આ તે કાંઈ નવો ધર્મ કાઢ્યો હશે ? એવું લાગે. ભગવાન માર્ગ તો આ છે, બાપુ ! તને ખબર નથી). અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ. ધર્મને નામે કંઈકનું કંઈક વેતરાઈ ગયું છે. આહા..હા...!
ભગવાન અંદર કહે છે, જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.’ એમ. અમે કહીએ છીએ કે, એ ચિદ્લોક છે પણ એ જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ છે. એ કોઈ દિ' રાગરૂપ થયો નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬
કિલશામૃત ભાગ-૫ એ વ્યવહારના વિકલ્પરૂપ (થયો જ નથી). એ જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ રહ્યો છે એમ કહે છે. સમજાણું કાંઈ ? એ તારા દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામ (થાય છે) ઈ તો રાગ છે. ઈ રાગરૂપે અંદર ભગવાન કોઈ દિ થયો જ નથી. આ..હા...હા...! કહો, ભાઈ ! આવી વાતું છે ! “દિલ્હી', “કલકત્તા’, ‘મુંબઈ” ને મોટા મોટા નગર ! મોટી મોટરું શું ... કરતી નીકળે.
મુમુક્ષુ :- આપની મોટર કેમ ચાલે છે ! ઉત્તર :- મોટર તો આ છે ! આહા.હા..!
આહાહા..! શાંતિથી, ધીરજથી કહે છે, જો તો ખરો ! ધીરો થઈને નજરમાં આખો ચિદૂલોક છે તેને જો તો ખરો ! આ..હાહા..! આ અલ્પજ્ઞાપણું), રાગ અને એના ફળને તું જોયા કરે છે પણ) એમાં કાંઈ તું નથી. આહા..હા..! આ ભગવાન પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાનથી ભરેલી ચીજ છે એવી જ રહી છે. ગમે તેટલા એણે અવતાર કર્યા, નરકના અનંત અવતાર કર્યા. આહાહા...! એ નિગોદ – લસણ અને ડુંગળીમાં અનંતા જીવો (રહ્યા છે) એમાં તું અનંતવાર રહ્યો, પ્રભુ ! ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! છતાં તે જ્ઞાનમાત્ર તે જ્ઞાનમાત્ર જ રહ્યો છે એમ કહે છે. આહા..હા...! એ આનંદનો સાગર તો આનંદના સાગરરૂપે જ રહ્યો છે. આ...હા...હા..! એ કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચતુરઇન્દ્રિયની) દશાપણે એ વસ્તુ થઈ જ નથી. વસ્તુ થઈ નથી ! આહા...હા...! આ...હા...હા...!
બે (વખત) કહેવાનો આશય ઈ છે. “જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે.” આહા...હા...! ભગવાન તારી વાત તેં સાંભળી નથી. આહા..હા..! ભગવત્ સ્વરૂપ તારું છે ! બધા આત્માઓ અંદર ભગવસ્વરૂપ છે. અરે..! એને ક્યાં બેસે ? બીડી ન મળે તો ઘડીકમાં ભાઈના મગજ ફરી જાય ! આજે બીડી સરખી મળી નથી. આહાહા! બે બીડી.. શું કહેવાય તમારે ? સિગારેટ ! એ પીવે ત્યારે તો પાયખાને સરખું દસ્ત ઊતરે ! આટલા તો જેના અપલખણ ! હવે એને કહેવું તું ભગવત્સ્વ રૂપ) છો !! એનું માપ તું કાઢી નાખ. એને માપ કરવાનું તો અંદરમાં છે. આહા...હા..!
ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ સર્વજ્ઞદેવનો પોકાર છે ! જગત પાસે જાહેર કરે) છે. આ સંતો આડતિયા થઈને સર્વજ્ઞનો માલ આપે છે. આહા...! બાપુ ! તું કોણ છો? અંદર ભગવાન (છો) ! આહાહા...! તારામાં તો અતીન્દ્રિય આનંદનો માલ લબાલબ ભર્યો છે ! સર્વજ્ઞપણું તારામાં પડ્યું છે), પ્રભુ ! તને ખબર નથી. અંદર સર્વશપણું પડ્યું છે. આહા..હા..! એને “નોwયતિ’ – દેખે. છે ને ?
“જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે. કેવો છે ચૈતન્યલોક ?” ઈ શું કહે છે ? કે, આવો રહ્યો છે માટે જાણી શકીશ. આવો છે માટે જાણી શકીશ. ઈ નિજાત્મા) એમને એમ રહ્યો છે. ઈ ગમે તે ચીજમાં ગયો પણ પોતાના સ્વરૂપમાં ફેરફાર થયો નથી. માટે તું તેને જાણી
Page #60
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પપ
૪૭
શકીશ એમ કહે છે. આહા...હા...! તારી નજરું ફરવી જોઈએ, કહે છે. નવરા પણ ક્યાં (થાય છે? મારી નાખ્યા જગતને ! દુકાનના ધંધા, બાયડી, છોકરા આડે નવરો થાય નહિ. એમાં વળી પાંચ-પચાસ લાખ, બે-પાંચ કરોડ મળ્યા હોય તો આખો સલવાઈ ગયો, થઈ રહ્યું ! આ...હા...હા...! ધૂળ ! ધૂળમાં ઊંડો ગરી ગયો ! આહા..હા...! એમાં ધર્મને બહાને આવે તો વ્રત ને તપ ને ભક્તિ ને એ રાગની ક્રિયામાં ધર્મ મનાવી લે. ત્યાં પણ એને પાછા મારી નાખ્યા ! આહા...હા...! કેમકે તારામાં એ નથી. નથી તેનાથી તને લાભ થાય (એ કેમ બને ?) તારામાં ચિલોક, જ્ઞાનમાત્ર, આનંદમાત્ર પડ્યો છે એના ભાવથી તને લાભ થાય. આહા...હા...! આવી વાતું છે. પાગલ જેવી લાગે ! અરે...! એ દુઃખી છે, જુઓને ! આહા...હા...!
બુધવારે તો અહીં (એક મુમુક્ષુ) બેઠા હતા. બે કરોડ ! બુધવારે અહીંથી ગયા, ગુરુવાર, શુક્રવાર રહ્યા અને શનિવારની રાત્રે બાર વાગે... આહા..હા...! દેહ છૂટી ગયો). સાડા નવથી બાર (અઢી) કલાક સૂતા, ઊડ્યા (પછી) જરીક વિચારમાં રોકાણા. અહીં વિચાર કરતા, સાંભળતા. બસ ! એકદમ દુઃખાવો ઉપડ્યો. પાંચ-પાંચ લાખના તો સાત ઓરડા છે ! છ છોકરા અને પોતે સાત ! સાતમાં એક એકને પાંચ પાંચ લાખના... શું કહેવાય તમારે ?
બ્લોક ! તમારા “મુંબઈનો બ્લોક ! આહા...હા...! ઈ તો બધું “મુંબઈ જોયું છે ને ? બે વરસ પહેલાં નહિ ? ૮૭મી જન્મજયંતિ થઈ ને ? દેહના ૮૭ (વરસ) ! ત્યારે નહિ ત્યાં દાદરમાં “આમોદવાળા” ભાઈ (એનું) ૭૦ લાખનું મકાન છે એમાં ઉતર્યા હતા ને ? એક મકાન સિત્તેર લાખનું ! પાંચ-છ કરોડ રૂપિયા છે. દરિયાને કાંઠે ઉતર્યા હતા. શરીરને ૮૭ બેઠું ને ? ૮૭ ! શરીરને હોં ! હવે ૮૯મું બેસશે. ઘાટકોપરની વિનંતી છે. શરીરને ૮૯ હોં ! ત્યાં જુઓ તો મકાન સિત્તેર લાખનું ! આ...હા...હા...!
પેલો દરિયો જોડે હતો ને ? મેં તો ભાઈને પૂછ્યું. ‘આમોદવાળા છે. ગુજરાત છે ને ? અમારા પાલેજ પાસે છે. અમારા પાલેજની પાસે વધારે છે, “ભરૂચ જરી આવું રહે છે. ત્યાં અમારા ભાઈ દર્શન કરવા આવ્યા હતા. અમે અહીંથી જતા હતા ને ? (ત્યારે) પાલેજ’ નહોતું (જવાનું). “ભરૂચમાં પેલો પુલ છે પુલ ? નદીનો ! ત્યાંથી નીકળીને ‘આમોદી તરફ ગયા હતા. ત્યાં દર્શન કરવા આવ્યા હતા પછી ગુજરી ગયા. ત્યાંથી ‘વડોદરા જવા માટે નીકળ્યા હતા. આહા...હા...! ઈ ત્યાંના છે. આહાહા! સીત્તરે લાખનું તો એને એક મકાન છે ! એક મકાન સીત્તેર લાખનું હોં ! નરમ માણસ (છે). બાપુ ! ધૂળમાં કાંઈ નથી. તારા બંગલા-હજીરા.. આ દેહ) હજીરો રાખ છે. આની મસાણની રાખું થાશે.
અંદર ચૈતન્યલોક પડ્યો છે, બિરાજે છે). પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! એ પોતાના જ્ઞાનના ભાવથી જણાય એવો છે એમ કહે છે. જ્ઞાનલોક જ્ઞાનથી જણાય એવો છે. એ જ્ઞાનલોક, રાગ ને દયા, દાન ને પુણ્યના વિકલ્પથી જણાય એવો નથી. આહાહા....!
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
કલામૃત ભાગ-૫
ભારે જવાબદારીની શરતું ! પેલું સહેલુંસટ (હતું). બે ઘડી જાય, ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં... (બોલે), પૂજા (કરે) ને ભગવાનની જરી ભક્તિ કરે (એટલે) થઈ ગયો ધર્મ ! ધૂળમાં પણ ધર્મ નથી, સાંભળને ! આહા..હા...!
અહીં કહે છે કે, જ્ઞાનમાત્ર તે કેવો છે ચૈતન્યલોક ?” શાશ્વતઃ’ છે. આ..હા..હા...! એ ચૈતન્યસ્વભાવ તો શાશ્વત છે. અનાદિનો છે અનંત કાળ રહેશે. આ..હા...! આ..હા...! ચૈતન્યવસ્તુ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. આહા..હા...! આ..હા..હા...! પેલામાં ધ્રુવ આવે છે ને ? પ્રવચનસાર’માં નહિ ? ધ્રુવ ! ધ્રુવ છે ઈ ધ્રુવ છે, બાકી બધું અધ્રુવ છે. એક ગાથામાં ધ્રુવ આવે છે. બસ્સોમી કે એટલામી કાંઈક છે. ૧૯૨ (ગાથા). ભાવ ખબર હોય, ભાષા યાદ રહે નહિ. હજારો શાસ્ત્રો (વાંચ્યા છે). આહા..હા...!
ધ્રુવ તો તું એક છો. નિત્યાનંદ પ્રભુ એવોને એવો અનાદિથી છે, કહે છે. આહા..હા...! એની વર્તમાન પર્યાયમાં પલટા ગમે તેટલા થયા, માણસ થયો, નારકી થયો, ઢોર થયો, કીડો થયો, કાગડો થયો... આહા...હા...! પણ ઈ વસ્તુ તો વસ્તુરૂપે રહી છે. વસ્તુ ઈ પર્યાયરૂપે થઈ નથી. આહા..હા...! એને તું (જો), અવિનાશી છે એને જો ! આહા..હા...!
‘વળી કેવો છે ?” “ધ:’ જુઓ ! આવ્યો ને ‘એક’ ? પેલામાં ‘વન:’ હતું એનો અર્થ નિર્વિકલ્પ કર્યો. :'નો અર્થ ‘એક વસ્તુ છે.’ એક વસ્તુ છે... વસ્તુ છે... વસ્તુ છે. આહા..હા..! દેહથી ભિન્ન ભગવાન અને દયા, દાન, વ્રત અને હિંસા, જૂઠના પિરણામથી પણ ભિન્ન એકરૂપ ચિલોક ભગવાન અંદર પોતે બિરાજે છે. આ..હા..હા...! પામરને પ્રભુતાથી કહેવું ! ભાઈ ! તું અંદર પ્રભુ છો ! પામર નથી. પામર તો તેં માન્યો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
કહે છે કે, એક વસ્તુ છે.' આ..હા..હા...! પણ કેવી છે ? કેવો છે ભગવાન ? ‘સલવ્યવક્ત્ત:’ (અર્થાત્) ‘ત્રણે કાળે પ્રગટ છે.” કોને ? છે એ ખરું પણ કોને ? વસ્તુ તો છે પણ કોને ? આહા..હા...! ચિલોક, આનંદલોક પ્રભુ ! શાશ્વત છે, પ્રગટ છે (પણ) કોને ? કેમકે છે' એની કબુલાત કોને આવે છે ? કે, રાગથી ભેદ પડેલા ભેદજ્ઞાનીને માટે તે છે. આહા..હા..! અરે..! આવી વાતું છે ! આવો વીતરાગને નામે (માર્ગ કહેવો). બાપુ ! મારગડા જુદા, નાથ ! એ ચીજ તેં સાંભળી નથી, પ્રભુ ! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વરની આ આજ્ઞા છે.
?
?
?
‘સજનવ્યવક્ત્ત:’ છે. એટલે શું કહે છે ? કે, વ્યક્ત છે, પણ કોને ? જે જાણે એને કે ન જાણે એને ? એ પ્રશ્ન થયો હતો ને ? ભાઈ ! (એક મુમુક્ષુ) નથી ? ‘જામનગ૨’ ! એણે પ્રશ્ન કર્યો હતો. આ કાઠિયાવાડમાં દિગંબરનો અભ્યાસ પહેલાંમાં પહેલો (એમને હતો). ‘જામનગ૨’ ! ૯૧-૯૨ વ૨સે ગુજરી ગયા. એને અભ્યાસ ઘણો ! આ કાઠિયાવાડમાં દિગંબર શાસ્ત્રનો પહેલો અભ્યાસ એને (હતો). એનો દીકરો એક ફેરી પૂછતો હતો કે, આ
Page #62
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૨
૪૯
કારણપરમાત્મા.... કારમપરમાત્મા તમે કહો છો. કારણપરમાત્મા એટલે ત્રિકાળી વસ્તુ. ઈ કારણજીવ કહો, કારણપરમાત્મા કહો, ધ્રુવ કહો. તો કારણપરમાત્મા તમે કહો, ત્રિકાળી ચીજ જે આ કીધી (ઈ), શાશ્વત વસ્તુ ! ધ્રુવ આત્મા એ કારણપરમાત્મા છે). તો કારણપરમાત્મા છે તો) એનું કાર્ય તો આવવું જોઈએ. એમ પ્રશ્ન કર્યો હતો).
ભગવાન પૂર્ણાનંદનો નાથ ! ચિલોક, આનંદલોક, અનંત શક્તિનો સાગર ! એને ધર્માત્માએ કારણપરમાત્મા કહ્યો છે. કાર્યપરમાત્મા – સર્વજ્ઞ પરમેશ્વર થાય તે કાર્યપરમાત્મા (છે). પર્યાયમાં પર્યાયનું કાર્ય પૂરું થયું). પર્યાયનું પૂરું કાર્ય થાય તેને કાર્યપરમાત્મા કહે છે) અને દ્રવ્યપણે જે વસ્તુ છે તે કારણપરમાત્મા છે). એ કારણ છે તો એનું કાર્ય તો આવવું જોઈએ એમ એમણે કહ્યું. કાર્ય તો આવતું નથી, કારણપરમાત્મા તો અનાદિનો છે. કીધું કે, પણ એણે માન્યું છે ? માને એને કારણપરમાત્મા કે ન માને એને ? એ અહીં કહે છે ને ? વ્યક્ત છે પણ કોને ? આહા..હા..! ઈ કહે છે, જુઓ ! ઈ કારણપ્રભુ છે. ત્રિકાળી આનંદનો નાથ કારણ છે પણ જે સ્વીકારે તેને કારણપણે (છે). છે” એની હયાતીની કબુલાત ન આવે એને “છે' ક્યાં આવ્યું ? સમજાણું કાંઈ ? આહા...હા..!
એમ અહીં કહે છે કે, ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ! સકળ વ્યક્ત છે. કોને ? વસ્તુ તો વસ્તુ છે. સકળ પ્રગટ (છે) પણ એ છે” (એવું) જેને ભાન થયું તેને (છે). છે? ‘કોને પ્રગટ છે? “વિવિવરાત્મન ભિન્ન છે આત્મસ્વરૂપ જેને એવો છે ભેદજ્ઞાની પુરુષ, તેને.” આહાહા...! આ વાર્તા નથી, બાપા ! આ કાંઈ કથા નથી. આ તો વીતરાગ ત્રિલોકનાથની આત્મકથા છે ! ભગવતકથા છે. આહા! કહ્યું? કે, જેણે ભિન્ન આત્મસ્વરૂપ જાણ્યું છે, રાગથી ભિન્ન એવો ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે એવું જેણે જાણ્યું એને વ્યક્ત છે. નથી જાણ્યું એને “છે” એમ ક્યાં છે ? એને તો રાગ છે ને પુણ્ય છે ને ધૂળ છે... આહાહા..! ભગવાન તો અંદર કયાંય સંતાય ગયો ! આ.હા..હા....! આવી વાતું છે. આહા...હા...!
“વિવિવેત્તાત્મિન: ભિન્ન પડેલા આત્મસ્વરૂપને – ભેદજ્ઞાની પુરુષને પ્રગટ છે. આહાહા..! જેને રાગથી ભિન્ન પડી અને આત્મા પૂર્ણાનંદ પૂર્ણ ચૈતન્યલોક જેની દૃષ્ટિમાં, જ્ઞાનમાં, અનુભવમાં આવ્યો અને તે પ્રગટ છે. આહા...હા...! આવી બધી વાતું એક કલાકમાં..! વાડામાં જેટલી સાંભળી હોય એથી આ બીજી જાત છે). ભાઈ ! તને વસ્તુની ખબર નથી).
વીતરાગ પરમેશ્વર થયા છે એમ કહે છે કે, વીતરાગ પરમેશ્વરસ્વરૂપે જ તું છો ! આહા..હા..! એમાંથી વીતરાગ સર્વજ્ઞપણે પ્રગટ થશે. વીતરાગ સર્વજ્ઞપણું કંઈ બહારથી આવે છે ? આ.હા...હા...!
એ ૧૫૫ (શ્લોક પૂરો) થયો. ૧૫૬ (શ્લોક). આ શેનો અધિકાર ચાલે છે ? ધર્મીને ભય હોતો નથી. ધર્મી કે જેને આત્મા રાગથી, પુણ્યના પરિણામની ક્રિયાથી ભિન્ન,પૂર્ણાનંદનો
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
કલશામૃત ભાગ-૫
નાથ જેને અનુભવમાં આવ્યો એવા ધર્મને આ શરીરનો કે પરશરીરનો કે કોઈ ભય એને હોતો નથી. નિર્ભય ચીજ અંદર દૃષ્ટિમાં પ્રગટ થઈ છે. આ..હા..હા...! એ ઇહલોક અને પરલોકનો ભય નથી એનો ઈ શ્લોક હતો. આ શ્લોક શેનો હતો ? આલોક અને પરલોકનો ભય નથી એનો છે.
હવે વેદનાનો ભય નથી આ શ્લોક છે. ધર્મીને (અર્થાત્) જેણે ચિદ્લોક જ્ઞાનસ્વરૂપ ભગવાન (છે) એવું ભાન અને અનુભવ થયો એને વેદનાનો (ભય હોતો નથી). શરીરમાં વેદના (થાય), આકરો રોગ આવે, રાડ નાખે.. હાય... હાય...! અને અનુકૂળતાની નિરોગતાનો પાર ન હોય (એ) બન્ને પ્રત્યેનું ધર્મીને લક્ષ નથી. એ જડ છે, ૫૨ છે. એને વેદનાનો ભય હોતો નથી. આ..હા..હા...!
—
એક ફેરી કહ્યું નહોતું ? ભાઈ ! લાઠી... લાઠી’ ! (ત્યાં એક) અઢાર વર્ષની જુવાન છોડી હતી. બે વર્ષનું પરણેત૨ ! ઘણા વર્ષ થયા. ‘દામનગર’ પરણાવી હતી પછી એને વ્યાધિ થઈ, શીતળા નીકળ્યા. છોડી રૂપાળી હતી, બે વર્ષનું પરણેતર, એના ધણીને નવી હતી. ‘દામનગ૨’ પરણાવી હતી. આ તો ઘણા વર્ષ પહેલાંની) વાત છે. પછી એને શીતળા નીકળ્યા (તો) દાણે દાણે ઇયળ પડી) ! તળાઈમાં, ભાઈ ! તળાઈમાં સુવડાવી પણ આમ ફેરવે ત્યાં હજારો ઇયળો અહીં નીકળે ! આમ ફેરવે ત્યાં (હજારો ઇયળો આમ નીકળે). એની બાને કહે છે), બા ! મેં આવા પાપ આ ભવમાં કર્યાં નથી. આ ક્યાંના આવ્યા? શું થયું ? મારાથી સહન થતું નથી. આમ ફરું તો આમ ઇયળો પડે છે) અને આમ ફરું તો હજારો ઇયળો બટકા ભરે (છે) ! આહા..હા...! આમ પોકાર કરતી (પછી) મરી ગઈ. ઘણા વર્ષ થયા. આહા..હા...!
એવી વેદના હોય તોપણ ધર્મીને ભય નથી (એમ) કહે છે. એ વેદના જડને છે, આત્માને નથી. આ..હા..હા...! ઈ વેદનાનો ભય નથી એમ કહે (છે). આહા..હા...! આ બીજી છોડીની વાત ન કરી ? ‘અમેરીકા’ ! ‘દક્ષિણ અમેરિકા’માં પ્લેન ઉપડ્યું, પ્લેન ! ઉપડીને જ્યાં અડધો કલાક થયો (ત્યાં) જંગલ (આવ્યું). દક્ષિણ અમેરિકા'માં મોટું જંગલ છે (ત્યાં) પ્લેન પડ્યું. પ્લેનના કટકા ને ભૂક્કા (થઈ ગયા) અને માણસો બધા મરી ગયા. એક સત્તર વર્ષની જર્મનીની છોડી (હતી) એ અસાધ્ય થઈ ગઈ. બધા મરી ગયા અને આ એક અસાધ્ય (થઈ ગઈ). ઈ જરી સાધ્યમાં આવી ત્યાં (જોવે છે કે) પ્લેનના ભૂક્કા ! મા-બાપ સાથે ઈ મરી ગયા, બધા મરી ગયેલા. આ..હા..હા..! આ જંગલ.. ઝેરી દેડકા ! ઝેરી સર્પો, વીંછી ! પગ મૂકે ત્યાં બટકા ભરે. પગમાં ઇયળું પડી. પણ આયુષ્યને (લઈને બચી ગઈ). આહા..હા...! કોઈ ખાવાનું નહિ, પીવાનું નહિ, સૂવાનું નહિ. આ.હા..હા...! સત્તર વર્ષની જુવાન છોડી ! બધા મરી ગયા, (હવે) જાવું કયાં ? પણ માળી હિંમતવાળી ને ! એમને એમ અગિયાર દિ’ કાઢ્યા. ચાલતા... ચાલતા... ચાલતા... શરી૨ (સોજી) ગયું, બધા કરડ્યા ને ? જીવડાઓ કરડ્યા
?
Page #64
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પપ
પ૧
(એટલે) આખું શરીર (સોજી) ગયું અને પગમાં ઇયળું ગરી ગઈ, આવડી મોટી ! આહા...હા...! ચાલતાં... એમાં વળી બારમે દિ'એ એક ઝૂંપડી મળી ગઈ. અગિયાર દિ તો રાત-દિવસ.... આ..હાહા...! એ ઝૂંપડી મળી અને ત્યાં ઊભી રહી. (એ) ઝૂંપડી શિકારીઓની હતી. શિકારીઓ જંગલમાં શિકાર કરવા આવતા (એટલે) એ ઝૂંપડી કરેલી. એમાં એ તે દિ આવ્યા. મહિને-બે મહિને આવતા. (એ) તાકડે આવ્યા અને એને જોઈ, આખું શરીર સડીને બગડી ગયેલું. ચારે કોર બધા (કરડ્યા) ને ? અને આટલી આટલી (મોટી) વનસ્પતિ એમાં પગ મૂકે તો હેઠે જીવડાઓ બટકા ભરે, પગમાં ગરી જાય.
આહા...હા...! ઈ બાઈને કહે છે, અરે...! તું અહીં ક્યાંથી ? તો છોડી કહે છે), પ્લેન પડ્યું અને બધાં મરી ગયાં. હું અગિયાર દિથી જંગલમાં છું. કોઈ(નો) ક્યાંય પત્તો નથી. એને બિચારીને ભગાડીમાં) નાખીને દવાખાને લઈ ગયા. ઈ વેદના કેટલી હશે? અને તે પણ (સાવ) નિરાધાર ! આહા...હા....! ત્યાં ધર્મી જીવ હોય તો એને એનો ભય હોય નહિ (એમ)
(એક ઠેકાણે) આવે છે ને ? પેલી “લક્ષ્મણની શું કહેવાય)? “વિશલ્યા” બાઈ ! એ વિશલ્યા પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી અને કોઈએ ઉપાડીને જંગલમાં મૂકી દીધી. હવે જંગલમાં મોટો અજગર આવ્યો. એ અજગરે એને પકડી, મોઢામાં નાખી. થોડું આટલું (શરીર) બહાર રહ્યું અને બાકી બધું (અજગરના મોઢામાં). એમાં એનો બાપ ચક્રવર્તી આવ્યો. ગોતતા.... ગોતતા... ગોતતા... ગોતતા (આવ્યો). એણે કહ્યું કે, અજગરને મારી નાખ્યું. ત્યારે વિશલ્યા” કહે છે), બાપુ ! તમે મારશો નહિ. મને ત્યાગ છે, (હું) બહાર નીકળે તો મને આહારપાણીનો ત્યાગ છે. દેહ છૂટે છૂટક્યો છે. અડધી અંદર ગળી ગયેલી અને અડધું (શરીર) બહાર (રહ્યું). (ત્યાં) એનો બાપ આવ્યો. આહા...હા...! એ મરીને “વિશલ્યા” થઈ. બાઈ, રાજાની દીકરી ! એના શરીરમાં એવી સ્થિતિ હતી કે) એની હવા જેને લાગે (તો) રોગી હોય (અને) ઘા વાગ્યા હોય ઈ મટી જાય. આહાહા...!
લક્ષ્મણને જ્યારે “રાવણે માર્યો, બાણ માર્યું તો) લક્ષ્મણ અસાધ્ય થઈ ગયો. વાસુદેવ જંગલમાં ! આ..હા...હા...! હવે શું કરવું ? “રામચંદ્રજી સાથે હતા). મહાપુરુષ એ ભવે મોક્ષ જનારા ! “સીતાજીને “રાવણ” લઈ ગયો, “લક્ષ્મણ અહીં પડ્યો... આ..હા...હા...! અમે ત્યાં પાલેજમાં ગાતા. અઢાર-ઓગણીસ વર્ષની ઉંમરની વાત છે. સીત્તેર વર્ષ પહેલાંની ! રામચંદ્રજી લક્ષ્મણને કહેતા. (લક્ષ્મણ') અસાધ્ય (થઈને પડ્યા છે). “આવ્યા હતા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક... એ માતાજી ખબરું પૂછશે તેને શા શા ઉત્તર દઈશ? “લક્ષ્મણ', એ જાગને હો.. જી... બંધવ બોલ દે એકવાર જી...” હે બંધવ ! એકવાર બોલ. “સીતા” ને) રાવણ’ લઈ ગયો, તું અહીં પડ્યો. માતા મને પૂછશે (તો) હું શું કહીશ ? અમે તે 'દી ત્યાં (આ) ગાતા. આ પજોસણના અપવાસ-બપવાસ કર્યા હોય ને ? આ તો સીત્તેર વર્ષ
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
કલામૃત ભાગ-૫
પહેલાંની વાતું છે, પોણોસો વર્ષ પહેલાંની ! આ...હા....હા....!
એ વખતે ‘લક્ષ્મણ’ અસાધ્ય થઈ ગયા. ‘રામ’ કહે છે કે, આનો ઉપાય (શું) ? કો’કે કીધું કે, તમારા રાજમાં એક બાઈ છે. ભરત’ને જે રાજમાં સોંપ્યુ છે (તેમાં છે). પોતે તો વનમાં હતા ને ? એ બાઈ પાસે એવી શક્તિ છે કે, એ અહીં આવે તો તરત એની વિદ્યાથી) ઊતરી જશે. (‘રામચંદ્રજી” કહે છે), બોલાવો ! જાઓ ! ભરત’ને કહો. રાજાની દીકરી જ્યાં અંદર આવી (તો ત્યાં) હજારો માણસને ઘા વાગેલા. જ્યાં અંદર ગી (અને) હવા (આવી ત્યાં) ઘા રૂઝાઈ ગયા અને જ્યાં લક્ષ્મણ’ પાસે આવી, આવી ત્યાં એકદમ વિદ્યા ઊતરી ગઈ ! ઊઠેને પૂછે છે) ક્યાં ગયો ‘રાવણ’ ? મારવા(ના ભાવમાં) સૂતો હતો ને ? (એટલે પૂછે છે) ક્યાં ગયો ‘રાવણ’ ? આહા..હા...! એ પછી જઈને ‘રાવણ’ને મારી નાખે છે. આ બધી સ્થિતિ ! છતાં એ તો મોટા વાસુદેવ પુરુષો હતા ને ! મારી નાખ્યા છતાં પાછા બાળવા પોતે ગયા ! એ તો મહાપુરુષ હતા ને ? અમારી પદવી આવડી મોટી એટલે બીજો કોઈ ઉપાય નથી. અમારી સામે કોઈ ઊભો રહી શકે એ અમારી પદવી નથી. એ કા૨ણે અમારે આ કરવું પડ્યું.
અહીં કહે છે... આ..હા..હા...! એવી સ્થિતિની દશામાં પણ જો સમિકતી હોય તો એને ભય લાગતો નથી. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂલવિક્રીડિત)
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्धीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २४ - १५६ । ।
ખંડાન્વય સહિત અર્થ :- “ સ્વયં સતતં સા જ્ઞાનં વિત્તુતિ (#:) સમ્યગ્દષ્ટિ જીવ (સ્વયં) પોતાની મેળે (સતત) નિરંતરપણે (સવા) ત્રણે કાળે (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને (વિન્દ્રતિ) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? (સદ્દન) સ્વભાવથી જ ઉત્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિઃશં:) સાત ભયથી મુક્ત છે. જ્ઞાનિન: તદ્દી: : ત:' (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) વેદનાનો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘સદ્દા અનાત્ત્ત:’ સર્વદા ભેદજ્ઞાને બિરાજમાન છે જે પુરુષો,
Page #66
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૫
તે પુરુષો ‘સ્વયં વેદ્યતે' સ્વયં એવો અનુભવ કરે છે કે યત્ વતં જ્ઞાન પુષા પા વ વેતના' (યત્) જે કારણથી (સવાં જ્ઞાનં) શાશ્વત છે જે જ્ઞાન (પા) એ જ (વા વેવના) જીવને એક વેદના છે (વ) નિશ્ચયથી; ‘અન્યાાતવેતના વ્ ન ભવેત્' (અન્યા) આને છોડીને જે અન્ય (આતિવેદના વ) કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, (ન ભવેત્ જીવને છે જ નહિ. જ્ઞાન કેવું છે ? ‘’ શાશ્વત છે – એકરૂપ છે. શા કારણે એકરૂપ છે ? નિર્દેવોતિવેદ્યવેવતાત્' (નર્મદ્રોત્તિ) અભેદપણાથી (વેદવે) જે વેદે છે તે જ વેદાય છે એવું જે (વત્તાત્) જીવ સામર્થ્ય, તેના કારણે. ભાવાર્થ આમ છે કે – જીવનું સ્વરૂપ જ્ઞાન છે, તે એકરૂપ છે. જે સાતા-અસાતા કર્મના ઉદયે સુખદુઃખરૂપ વેદના થાય છે તે જીવનું સ્વરૂપ નથી; તેથી સમ્યગ્દષ્ટિ જીવને રોગ ઊપવાનો ભય હોતો નથી. ૨૪-૧૫૬.
કારતક વદ ૮, શનિવાર તા. ૦૩-૧૨-૧૯૭૭. કળશ-૧૫૬, પ્રવચન-૧૬૫
‘કળશટીકા’ શ્લોક-૧૫૬.
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्धी: कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २४-१५६ । ।
૫૩
આહા..હા...! ધર્મીજીવની વ્યાખ્યા છે. નિર્જરા અધિકાર' છે ને ? જેને આ ભગવાનઆત્મા ધ્રુવસ્વરૂપ બિરાજમાન છે) એને રાગ અને પરથી ભિન્ન જાણી અને ચૈતન્ય શુદ્ધ આનંદસ્વરૂપ પ્રભુ ! એનું જેને વેદન અનુભવ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહે છે. આહા..હા...!
—
અજ્ઞાનીને અનાદિથી પુણ્ય અને પાપના રાગભાવ (થાય છે) એનું એને વેદન છે, એનો એને અનુભવ છે. શરીર ને પૈસા કે આબરૂ કે સ્ત્રીનું શરીર કે પુરુષનું શરીર (હોય) એનો કોઈને અનુભવ નથી. એ તો પ૨ જડ પદાર્થ) છે. અજ્ઞાનીને પુણ્ય અને પાપના રાગ અને
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
કલામૃત ભાગ-૫
વિકારનું વેદન - અનુભવ છે.
પ્રશ્ન :- પરપદાર્થનું વેદન નથી ?
સમાધાન – પરનું વદન ધૂળમાંય નથી. આ તો માંસ, હાડકા, ચામડા (છે). આને કાંઈ ભોગવાય નહિ. એ કાળે એને રાગ થાય કે, “આ ઠીક છે' એવા રાગને ભોગવે. આ.હા...હા..! અજ્ઞાની એ શરીરને પણ ન ભોગવે તેમ આત્મા આનંદસ્વરૂપ છે એની ખબર નથી તો એને પણ) ન ભોગવે. આહા...હા...! એ રાગ અને દ્વેષના, મોહના પરિણામ (થાય છે તેને ભોગવે છે). અહીં તો ત્યાં સુધી કહેશે કે, એ બધા પુદ્ગલ આકાર છે. એ ચૈતન્યનું સ્વરૂપ નહિ. એ શુભ અને અશુભ ભાવ, વિકાર – વિભાવ, દુઃખ – ઝેરનો અનુભવ અનાદિથી અજ્ઞાનીને છે. આહા..હા... - ત્રિલોકનાથ વીતરાગ પરમાત્મા જિનેન્દ્રદેવનું આ ફરમાન છે, ભગવાન ! એકવાર સાંભળ ! આ.હા...હા....! તેં, તારી જાત અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે અને તેં જાણ્યું નહિ, માન્યું નહિ, અનુભવ્યું નહિ. આહાહા..! અનાદિકાળનો એ અનુકૂળ સંયોગી ચીજમાં લક્ષ કરી અને રાગ ઉત્પન્ન કરે તે રાગને વેદે છે). આહા...હા...! એ ઝેર છે, રાગ (છે) એ ઝેર છે. આહા...હા....!
પ્રશ્ન :- ઝેર લાગતું નથી અને રાગ મીઠો કેમ લાગે છે ?
સમાધાન :- ક્યાંથી લાગે ? સર્પ કરડ્યો હોય એને લીમડો કડવો ન લાગે. સાંભળ્યું છે ? સર્પ કરડ્યો હોય, એનું ઝેર ચડ્યું હોય તેને લીમડો કડવો ન લાગે, મીઠો લાગે. ઈ ઝેર ચડ્યું છે ઈ નક્કી કરવા માટે એને લીમડો ખવડાવે છે. જોયું નથી ? અહીં તો ઘણું સાંભળ્યું છે ને, બાપા ! આહા...હા...! ઈ ઝેર ચડ્યું છે કે નહિ તે જોવા માટે) લીમડો
ખવડાવે. કડવો લાગે તો સમજવું કે ઝેર ચડ્યું નથી. એમ અજ્ઞાનીને.... આ...હા...હા...! મિથ્યાત્વ – વિપરીત શ્રદ્ધાના ઝેર (મીઠા) લાગ્યા છે. એને આ પુણ્ય અને પાપના ભાવ મીઠા લાગે છે. આહા...હા...!
પ્રશ્ન :- કરવું શું ?
સમાધાન :- આત્માનું ભાન નથી તો કડવું લાગે છે, એનો અર્થ ઈ. આહા..હા...! પરમેશ્વર જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એણે જે આત્મા કહ્યો, અંદર વસ્તુ છે એ તો અતીન્દ્રિય આનંદની પાટ છે. આહાહા...! અરે.! એને ખબરું કે દિ છે ? તમારે “મુંબઈમાં નહિ ? બરફની પાટું! અમે નીકળીએ ને (ત્યારે) જોઈએ પચીસ-પચીસ મણની, પચાસ-પચાસ મણની પાટું ! પેલા શું કહેવાય ? ખટારામાં નીકળતી હોય. મોટર નીકળે (ત્યારે) જોયું હોય. એ પચીસ-પચીસ મણની બરફની પાટું હોય). એક ખટારામાં પાંચ-સાત ભરી હોય. આહા..હા....! એમ આ ભગવાન આત્મા ! શીતળ શાંતિ, આનંદ અને સ્વચ્છતાના ભાવથી ભરેલી પાટ અંદર છે. ક્યાં ખબરું (છે)? (અજ્ઞાની) બિચારા આ દુનિયામાં બહારની મૂંઝવણમાં મરીને
Page #68
--------------------------------------------------------------------------
________________
- ૫૫
કળશ-૧૫૬ ચૈતન્યની જાતને જાણવા પ્રયત્ન કર્યો નહિ. જિનેન્દ્રદેવ એમ કહે છે. આહા..હા...!
વેદનમાં એને અનાદિથી તો શરીરનું વેદન (નથી), આ તો માટી, ધૂળ છે. આ તો માટી છે. એનું કોઈને વેદન, ભોગવટો – એનો અનુભવ હોય નહિ. એમ દાળ, ભાત, શાક કે મેસુબનો અનુભવ ન હોય. કેમકે એ તો જડ ચીજ છે. ફક્ત તેના તરફ લક્ષ કરીને આ ઠીક છે' એવો રાગ ઉત્પન્ન કરે, એ રાગના ઝેરને ઈ અનુભવે છે. આહાહા....!
જ્ઞાનીને શું હોય ? (એ) હવે કહે છે. આહાહા...! અજ્ઞાનીને એ પુણ્ય અને પાપના રાગના ભાવ ઝેર છે તેનું વેદન છે). અમૃતનો સાગર ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદની પાટ આત્મા છે)આહા...હા...! એને ભૂલી અને શુભ-અશુભ ભાવનો વિકાર જે ખરેખર પુદ્ગલસ્વરૂપે છે તેને વેદે છે). ઈ આત્માનું સ્વરૂપ છે જ નહિ. આહા..હા...!
આની ટીકામાં તો એમ લખ્યું છે, ભાઈ ! પગલાકાર રાગનું વેદન જ્ઞાનીને નથી. આ...હા...હા...! ઝીણી વાતું, બાપુ ! જિનેન્દ્ર વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. સંપ્રદાયમાં તો દયા પાળો, વ્રત કરો અને અપવાસ કરો (ઈ ચાલે છે). ઈ તો બધી રાગની ક્રિયાઓ અને અભિમાન – મિથ્યાત્વ છે. આહા..હા...!
અહીંયાં તો કહે છે કે, જ્યારે એને એ અજ્ઞાનના વેદનની ખબર પડે (કે), અરે ! આ રાગ (ઝેર છે) અને મારી ચીજ તો રાગ વિનાની છે. કેમકે રાગ તો નીકળી જાય છે, એનું (મૂળ) સ્વરૂપ નથી. સ્વરૂપ હોય એ નીકળે નહિ. નીકળે તે એની જાત નહિ – સ્વરૂપ નહિ. આહા...હા...! ચાહે તો એ દયા, દાન, વ્રતના ભાવ હોય તોપણ રાગ છે અને હિંસા, જૂઠું, ચોરી, રળવું, આ ભોગ, વાસના, દુકાનમાં ધંધો કરવામાં) ધ્યાન રાખવું એ બધો પાપભાવ, વાસના છે. આહાહા! અહીં તો આવી વાતું છે, બાપુ ! આહા..હા...!
એ પાપવાસના અને પુણ્યવાસના બન્ને ઝેરવાસના છે. ઝીણી વાત છે, પ્રભુ ! જિનેન્દ્ર ત્રણલોકના નાથ, જિનેન્દ્ર જે ધર્મ કહ્યો એ કોઈ અલૌકિક છે !! સંપ્રદાયમાં તો એ વાત ચાલતી જ નથી. આહા...હા...! ભાઈ ! આહા...હા...! આવું છે.
અહીં કહે છે, “સ સ્વયં સતતં સદ્દા જ્ઞાને વિતિ (સ:) નામ “સમ્યફદૃષ્ટિ જીવ...” પેલી મિથ્યાત્વની વાત કરી. આહાહા...! હવે, સમ્યગ્દષ્ટિ ધર્મી, સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ એમ કહે કે, જેને એ પુણ્ય અને પાપનો રાગ વિકાર – ઝેરતથી જુદા એવા) આત્મા આનંદસ્વરૂપનું ભાન થયું છે. આહા..હા...! (કે) હું એક આત્મા છું અને એ આત્મા છે તે અનાકુળ આનંદ અને શાંતિનો સાગર છે. આહાહા...! અને પુણ્ય અને પાપના ભાવ ઝેર છે એનાથી ભિન્ન પાડીને ભગવાનઆત્માનો સમ્યકુ (અર્થાતુ) જેવી એ ચીજ છે આનંદ, શાંતિ અને એકલા જ્ઞાન(સ્વરૂપ છે) એવો જેને અંતર અનુભવ થઈને સમ્યગ્દર્શન, સમ્યકુ નામ સત્ય પ્રતીતિનું દર્શન થયું છે. આ...હા.હા...! શરતું ઘણી, જવાબદારી ઘણી ! આહા..હા....! બાકી તો બધા ઢોરના જેવા અવતાર છે. પછી અબજોપતિ હોય અને ધૂળપતિ હોય તોપણ
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬
કલામૃત ભાગ-૫
શું) ?
પેલા ભાઈનું) સાંભળ્યું નથી ? ‘ગોવા’ ! આપણા દશાશ્રીમાળી વાણિયા હતા. બે અબજ ચાલીસ કરોડ ! બે અબજ ચાલીસ કરોડ !! મરી ગયો પાંચ મિનિટમાં ! મુંબઈ’ ! મુંબઈ’માં એની વહુને આ થયું... શું કહેવાય ? હેમરેજ ! ઘરે ચાલીસ લાખનો બંગલો ! દસ-દસ લાખના બીજા બંગલા, ગોવા’માં મોટું (ઘર હતું). એની બહેનની બે દીકરી અહીં બ્રહ્મચારી છે. ચોંસઠ બ્રહ્મચારી (બહેનો) છે એમાંથી ઈ બે બ્રહ્મચારી છે. બધાને જાણીએ છીએ ને !
(એની વહુને) હેમરેજ હતું તો મુંબઈ” બતાવવા આવેલો. ત્યાં ઈ તો અસાધ્ય જ હતી. ત્યાં રાત્રે દોઢ વાગે ઊઠ્યો (કહ્યું કે), મને દુઃખે છે. ડૉક્ટર બોલાવો.’ ડૉક્ટર જ્યાં આવ્યાં ત્યાં દેહ છૂટી ગયો ! બે અબજ ચાલીસ કોડ ! ધૂળ પડી (રહી). તારી માટી – ધૂળ(માં) હતું શું ? એ ક્યાં તારી હતી તે તારી પાસે રહે ? આહા..હા..! મરી ગયો, વહુ અસાધ્ય (હતી). મહિના પછી સાધ્ય આવી પછી કહ્યું કે, શેઠ ગુજરી ગયા. (ત્યારપછી) દોઢ વર્ષ અસાધ્ય રહી. દોઢ વર્ષ ! ચાલીસ લાખનો બંગલો અને આ પૈસા... ધૂળમાં (રહી ગયા). બે છોકરા (હતા), અસાધ્યમાંને અસાધ્યમાં મરી ગઈ. અરે..! બાપુ ! તને ખબર નથી, ભાઈ !
તું આત્મા કોણ છો ? અને કઈ ચીજ છે એની તને ખબર નથી, બાપુ ! આત્મા તો, સર્વજ્ઞ જિનેન્દ્ર પરમેશ્વર વીતરાગ ત્રિલોકનાથ કહે છે કે, આત્મા એટલે કે અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ (છે) એ આત્મા (છે). આહા..હા...! અતીન્દ્રિય અનાકૂળ (એવા) શબ્દો પણ એણે સાંભળ્યા ન હોય. આહા...હા...! જગતના ભિખારાવેડા કરી કરીને એમને એમ મરી ગયો. ભગવાનસ્વરૂપ માગણ... માગણ થઈ ગયો. પૈસો આપો, બાયડી આપો, આબરૂ આપો, ભિખારી ! અહીં તો ઈ વાત છે. આહા..હા...! ચૈતન્યચક્રવર્તી અનંત આનંદ અને અનંત જ્ઞાનનો ધણી પોતે પોતાની ભાવના મૂકીને ૫૨માં આ લાવ... આ લાવ... આ લાવ... (ક૨ે છે). ભગવાન ભિખારી માગણ થઈ ગયો ! આહા..હા...!
જ્યારે એને આત્માનું ભાન થાય છે (ત્યારે) રાગના વિકલ્પથી પણ મારી ચીજ અંદર નિર્વિકલ્પ શુદ્ધ છે એમ ભાન થાય છે). ઈ કહે છે, જુઓ ! સમ્યગ્દષ્ટિ જીવ...’ એ સમ્યગ્દષ્ટિ જીવ ! આ..હા...હા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હો, નરકમાં નારકી હોય, પશુ - તિર્યંચ હોય એને પણ આત્મજ્ઞાન થાય છે. આહા..હા...! એને અંદર રાગથી ભિન્ન ચૈતન્યગોળો સત્યદૃષ્ટિમાં જ્યાં એને જણાણો... આહા..હા...! ત્યારે એને ધર્મની પહેલી શ્રેણી શરૂ થઈ. આહા..હા...! જન્મ-મરણના અંતને લાવવાની પહેલી શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. આ..હા..હા...!
એ ‘સમ્યષ્ટિ જીવ પોતાની મેળે... (સ્વયં) છે ને ? (સ્વયંÓ ! આહા..હા...! ઝીણી વાત, પ્રભુ ! અત્યારે તો ચાલતું નથી (એની) અમને ખબર નથી ? અહીં તો ૬૫ વર્ષ તો દીક્ષા (લીધાને) થશે, આ માગશર સુદ ૯. આજે શું છે ? આજે આઠમ (છે), સોળ
Page #70
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૫૬
પ૭
દિ રહ્યા. માગશર સુદ ૯, ૬૫મું દીક્ષાનું (વર્ષ) બેસે છે. ૬૫ વર્ષ ! ભાઈ ! અને શરીરને ૮૮ થયા, આ વૈશાખ સુદ ૨, ૮૯ બેસશે. “ઘાટકોપરની માંગણી છે. આહા...હા...! બાપુ ! ઘણું જોયું જગતનું ! આહા...હા...! દસ-દસ હજાર માઈલ તો ત્રણવાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. આહા...હા...! અને દુકાન ઉપર પણ પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. પાલેજ ! દુકાન છે ને ? પાલેજની દુકાન છે, અત્યારે દુકાન છે, મોટી દુકાન છે. ૩૦-૩૫ લાખ રૂપિયા છે, ત્રણ-ચાર લાખની પેદાશ છે, દુકાન એ વખતની છે. ધૂળધાણી બધા ! મરી ગયો !
મારા ભાગીદાર હતા, મેં તો એને કહ્યું હતું. ફઈના દીકરા હતા, અત્યારે) એના છોકરાઓ છે. મેં તો એને (સંવત-૧૯૬૬)માં કહેલું, હોં ! ભાઈ ! હું તો પહેલેથી નાની ઉંમરથી “ભગત” કહેવાતો, ભલે ઘરની પિતાજીની દુકાન હતી. મેં પાંચ વર્ષ દુકાન ચલાવી. સત્તર વર્ષની ઉંમરથી બાવીસ (વર્ષ એમ) પાંચ વર્ષ (ચલાવી). (સંવત-૧૯૬ ૮ના) વૈશાખે છોડી દીધી. મેં તો ૧૯૬ ૬માં ભાઈને કહ્યું, અમે બધા ભેગા હતા. ત્રીસ માણસો ! બે દુકાનો હતી. મારા ભાઈ બેઠા હતા (છતાં) મારાથી તો કહેવાઈ ગયું, ભાઈ ! તમને દુકાનની મમતા બહુ, હોં ! ૬૬ ૬૬ ! કેટલા વર્ષ થયા ? મને તો ભાઈ એવું લાગે છે, ભાઈ ! આપણે વાણિયા છીએ ને ? એટલે માંસ અને દારૂ (નથી ખાતા એટલે નરકમાં તો તમે નહિ જાઓ, હોં ! દુકાનમાં બેઠા હતા ને આ દુકાન છોડીને સામે આહાર કરવા ગયેલો. એમ દેવમાં જવાના લખણ મને નથી લાગતા, ભાઈ ! તેમ મનુષ્ય થાઓ એ મને દેખાતું નથી. પશુ થશો. તિર્યંચમાં – ઢોરમાં જવાના, યાદ રાખો ! મારી સામે બોલે નહિ, ભગત છે ઈ (એમ કહે). યાદ રાખો તમારી મમતા એટલી દેખાય છે કે, તમારા અવતાર પશુમાં) થશે. એ ભાઈ મરતાં.. બે લાખની પેદાશ, દુકાનની (એક) વર્ષની બે લાખની પેદાશ ! તે દિ દસ લાખ હતા, અત્યારે તો ઝાઝા થઈ ગયા, ત્રીસ-પાંત્રીસ લાખ થયા, ત્રણ-ચાર લાખની પેદાશ (છે). મરીને મરતા વખતે મમતા... મમતા.. મમતા... મેં આ કર્યું. મેં આ કર્યું. મેં આ કર્યું. પાગલ થઈ ગયો, પાગલ ! ભાઈ ! એમના દીકરા કહે, મહારાજે કહ્યું હતું એ થયું. મરીને ઢોરમાં ચાલ્યો ગયો. આહા..હા..! આ સંસારના પડદાઓની જગતને ખબર નથી. આંધળઆંધળા એમને એમ ચાલ્યું જાય છે. આહા..હા..!
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ ! આત્મા મારી ચીજ શું છે આ ? જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન આત્મા ! એની એને રાગના વિકલ્પથી ભિન્ન પડી અને પોતાના સ્વરૂપની પ્રતીતિનો અનુભવ થાય છે કે, આ આત્મા તો અતીન્દ્રિય આનંદમય છે. એનો જરી નમૂનો (આવે છે). સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો થોડો આસ્વાદ આવે. આ.હા...હા...! એને અહીંયાં ધર્મની પહેલી શ્રેણીવાળો સમ્યક્દૃષ્ટિ કહેવામાં આવે છે. આ...હા...હા...! અરે..! એને સાંભળવા પણ ન મળે, ખબર પણ ન મળે. આહાહા...! કહો, ભાઈ !
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
કલશામૃત ભાગ-૫
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ પોતાની મેળે નિરંતરપણે...’ આહા..હા...! જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે...’ વેદે છે. આ..હા...હા...! ધર્મી તો એને કહીએ કે, આત્મા જ્ઞાનસ્વરૂપ... જ્ઞાનસ્વરૂપ જ્ઞાનસ્વભાવ જ્ઞાનનો પિંડ છે) એનું જેને અંદર આનંદનું વેદન આવે... આહા..હા...! તેને ધર્મની શરૂઆતવાળો સમ્યગ્દષ્ટિ કહીએ. આટલી શરતું સહિતની વાતું છે. દુનિયામાં તો બધું પોકળ ચાલે છે, બધી ખબર છે. અ૨.૨.૨..! જિંદગીયું ઢોરની જેમ ચાલી જાય. ધર્મને બહાને પણ વ્રત ને તપ ને ભક્તિ (કરાવે). એ બધો શુભરાગ છે, એ ધર્મ નહિ. આહા..હા...!
અહીં પરમાત્મા એમ કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવને સ્વયં) નામ પોતાની મેળે...' નિરંતર ત્રણે કાળ આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય. આ..હા..હા...! જેમ અજ્ઞાનીને અનાદિથી અનંતકાળમાં રાગ અને વિકારનું જ વેદન છે ઈ ઝેરના અનુભવ પીવે છે. ધર્મીને નિરંતર આત્માના આનંદના પીણા હોય છે. આહા..હા...! અરે..! અરે..! આવી વાતું ! એ કહે છે, ‘જ્ઞાન’ શબ્દ વાપર્યો છે ? જ્ઞાન એટલે જીવનું શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ (છે) એ જ્ઞાન સ્વરૂપ (છે). જેમાં પુણ્ય-પાપના રાગ પણ નથી. શરીર તો જડ, માટી ધૂળ છે. આહા..હા...! આ તો એમાં છે જ નહિ. આ તો પરમાણુ રાખ (છે), મસાણની રાખું થઈને ઊડી જશે, બાપા ! આ ચીજ કાંઈ તારી નથી, એ કંઈ તું નથી. આહા..હા...!
રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં ? ચેત ચેત નર ચેત.’ ‘રજકણ તારા રખડશે જેમ રખડતી રેત...’ જેમ રેત ઊડે (એમ ઊડશે). આટલી (ચપટી) રાખ નહિ થાય. મસાણમાં આટલી (રાખ પણ) નહિ થાય. પવન આવ્યો એટલે (ઊડી જશે). રજકણ ધૂળ – માટી હતી, ત્યાં ક્યાં તું હતો ઈ ? આહા....હા...! રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં ?” પ્રભુ ! પછી તને આવો મનુષ્યદેહ કયારે મળશે ? આ..હા...! ચેત ચેત ન૨ ચેત' આત્મા શું ? તેનું જ્ઞાન કર. આહા...હા...! કરવાનું હોય તો આ છે, બાકી બધું ધૂળ-ધાણી ને વા-પાણી છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
-
સવારમાં ચા-પાણી જોવે, માળાને ! ઉકાળો દોઢ-પા શેર (પીધો) હોય ત્યારે મગજ ઠીક રહે. ધૂળેય નથી હવે, સાંભળને ! આહા..હા...! કાંઈ ખબરું ન મળે, બિચારા શું કરે ? અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે આસ્વાદે છે.’ છે ? આવ્યું ?
આ..હા..હા...! જેમ આઈસક્રીમનો સ્વાદ લે છે એમ ધર્મી પોતાના આનંદનો સ્વાદ લે છે. અંદર મૈં આઈસક્રીમ છે ! અરે......! ક્યાં સાંભળ્યું (હોય) ?
મુમુક્ષુ :– આઈસક્રીમનો સ્વાદ કોઈ લેતું નથી એમ આપ કહો છો.
ઉત્તર ઃઈ કીધું ને ? આસ્વાદ લે છે એનો અર્થ પેલો રાગ આવે છે ને ? એનો આસ્વાદ લે છે ને ? એમ આ આનંદનો આસ્વાદ લે છે.
—
Page #72
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૬
૫૯
પ્રશ્ન :- રોગ આવે તો દુઃખ તો થાય જ ને ?
સમાધાન - ઈ આવશે, હમણાં આવશે. ઈ રોગની વેદના જ આત્માની નથી, અહીં (એમ) કહે છે. ઈ તો જડની માટી – ધૂળની છે. રોગ આને (–શરીરને) થાય છે, આત્માને થાય છે ? આ તો માટી છે. આ..હા...હા...! ખીલો કે લોઢું વાગે ત્યારે નથી કહેતા ? કે, મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એમ વાતું કરે પણ) ક્યાં ભાન છે ? બોલવાની ખબરું નથી. જગતની પાગલની જેમ બધી જિંદગીયું છે. કાટવાળી ખીલી વાગે (તો એમ કહે) મારી માટી પાકણી છે. એક કોર આને માટી કહે છે અને એક કોર વળી મારું કહે છે ! માટીની માટી થાય છે. ધૂળનો ધણી થાય છે ! આ.હા...હા...! માર્ગ બાપા !... વીતરાગ જિનેન્દ્રદેવનો માર્ગ કોઈ જુદી જાત છે. અત્યારે તો લોકોએ આખો લોપ કરી નાખ્યો. આહા...હા....!
ભગવાન અહીંયાં કહે છે કે, શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા પવિત્રતાનો પિંડ છે. એને ધર્મી જીવ – પ્રથમ દશાવંત આસ્વાદે છે. આ..હા..હા..! સમજાણું કાંઈ ? “કેવું છે જ્ઞાન ?' કહે છે, કેવો છે ભગવાન ? જ્ઞાન શબ્દ આત્મા. અંદર આત્મા કેવો છે? કેવું છે જ્ઞાન ? સ્વભાવથી જ ઉત્પન્ન છે.” ઈ વસ્તુ અનાદિની સ્વભાવિક છે. એને કોઈએ કરેલો નથી, નવો થતો નથી. આનંદ અને જ્ઞાનસ્વરૂપી – સ્વભાવી અનાદિથી છે. આ.હા...હા..! અરે..! આવી વાતું ! કોઈ દિ સાંભળ્યું ન હોય).
હું અહીં બચારો કહું છે ને ? એને શાસ્ત્રમાં રાંકા કહ્યા છે. શાસ્ત્રમાં ‘વરાંકા' શબ્દ આવે છે. વરાંકા એટલે ભિખારી. દુનિયા ભિખારી, રાંકા ! અબજોપતિ બધા ભિખારા, રાંકા છે. જેને અંતર ચૈતન્યની લક્ષ્મીની ખબર નથી અને બહારની લક્ષ્મી માગે છે) ઈ ભિખારા, વરાંકા, રાંક છે. આહા..હા..! ભાઈ ! આવી વાત છે.
મુમુક્ષુ :- (આ વાત) અહીં ચાલે, બહાર ન ચાલે.
ઉત્તર :- અહીં તો હવે “મુંબઈ પણ ચાલે છે ને ! દસ-દસ હજાર માણસ સાંભળે છે ને ! “ઘાટકોપર’ ! પેલું નહિ...? સર્વોદય ! ત્યાં વાંચતા ને ? પેલો હૉલ છે ને ? ત્યાં દસ-દસ હજાર માણસ આવે છે. હવે બધા આવે છે, ઈ કાંઈક બીજું કહે છે એવું બધાને થઈ ગયું છે. આ.હા...!
એક ફેરી (એક મુમુક્ષુને) ત્યાં ઉતર્યા હતા ને ? આ ફેરી લગભગ ત્યાં ઉતરવાનું છે. ત્યાં ઉતર્યો હતો ત્યારે બીજા મુમુક્ષુ) આવ્યા હતા. આવીને કહ્યું, “મહારાજ ! આપનો આ ધર્મ તો ચાર હજાર ભવ પછી સમજાશે.” એ અહીં આવ્યો હતો. અત્યારે અહીં ગયો છે, “પાલીતાણા’ ગયો છે. એના વખાણ કરે ને ? શ્વેતાંબરના દેરાસર કર્યા છે ને ? ત્યાં સર્વોદય પાસે (કર્યું છે). “ઘાટકોપર' ! (ત્યાં એક સાધુ છે) એની પાસે ગયા છે. એ એના વખાણ કરે, એ.ઈ..! તમે આટલા લાખો ખર્ચો ને દસ લાખ ખર્ચા ને ઢીકણા ખચ્ય ને..
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૦
કલશામૃત ભાગ-૫ ધૂળેય નથી, હવે સાંભળને ! આહા..હા...! હજી વિનંતી કરવા આવશે, પહેલા આવ્યો હતો.
અહીં કહે છે, ભગવાન આત્મા કેવો છે ? “સ્વભાવથી જ ઉત્પન્ન છે. એટલે કે સ્વભાવિક વસ્તુ જ અનાદિથી છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર – દરિયો ! અનંત આનંદનો દરિયો પ્રભુ છે ! અરે...! ક્યાં એણે જોયું છે ? સાંભળ્યું નથી, શ્રદ્ધા કરી નથી તો જોવે ક્યાંથી અંદરઅને જોવે તો ત્યાં ભાળે ક્યાંથી? આંખ્યું વીંચીને આમ કરે તો દેખાય ક્યાંથી ?) હજી વસ્તુની જ્યાં શ્રદ્ધા અને ઓળખાણ પણ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
કહે છે, જ્ઞાન એટલે આત્મા. જાણકસ્વરૂપજાણકસ્વરૂપ (છે) ઈ આત્મા. જેમ સાકર ગળપણનો પિંડ (છે) એમ આ ભગવાન જ્ઞાનસ્વરૂપી, ચૈતન્યસૂર્ય, ચૈતન્યચંદ્ર (છે). આ..હા...હા...! ઈ સ્વભાવિક વસ્તુ છે (એમ) કહે છે. એ કોઈએ કરી નથી, નવી થઈ નથી. છે. છે. ને છે... આ...હા...હા.! અરે...! સ્વભાવિક છે ?
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? સાત ભયથી મુક્ત છે.” આ..હા...હા...! ધર્માજીવને તો આ લોકનો પણ ભય નથી અને પરલોકનો ભય પણ નથી. હું તો આનંદ અને જ્ઞાનમૂર્તિ (છું) એ મારો લોક છે), આ શરીર છે) એ મારો લોક નહિ. આ તો જડની માટીની ચીજ છે. શરીર રહે ત્યાં સુધી મને પૂરી સગવડતા રહે (તો) ઠીક. જગતને ઈ આ લોકનો ભય (છે). મરતાં સુધી સગવડતા રહે તો ઠીક. એની માટે બધી સંભાળ કરે. ધર્મીને એ ભય હોતો નથી, કહે છે. આ..હા...હા..! કેમકે અંદર પોતાનું જ્ઞાનશરીર છે. અતીન્દ્રિય આનંદ એનું શરીર છે. આ શરીર તો માટી, ધૂળનું છે. આહા...હા.! સમજાણું કાંઈ ? એ કહે છે, “સાત ભયથી મુક્ત છે.'
જ્ઞાનિન: તથ્વી ત: સમ્યગ્દષ્ટિ જીવને વેદનાનો ભય ક્યાંથી હોય ?’ આલોક, પરલોકની વાત પહેલાં આવી ગઈ છે. હવે આ વેદનાની વ્યાખ્યા છે. આહા...હા..! શરીરમાં રોગ આવે, સડો પડે... આ. હા..હા..! એનો ભય જ્ઞાનીને – ધર્મીને હોતો નથી. કારણ કે ઈ શરીરથી મારી ચીજ ભિન્ન છે એવું જાણ્યું છે. અનુભવમાં એ ચીજ આવી ગઈ છે. એટલે આ શરીરની વેદના (છે) ઈ મારી વેદના નહિ. આહા...હા...! આવી વાતું છે. અજ્ઞાનીને) તો એક કોર શરીરની વેદના (ચાલતી હોય) એમાં શૂળ ઉપડતા હોય. આ..હા...! (અંત સમયે) ભીંસાઈને મરીને ચાલ્યા જશે. ઘણાની ઢોરમાં – તિર્યંચમાં ગતિ (થવાની) છે. આહા..હા...!
અહીં કહે છે કે, ધર્મીને એનો ભય નથી). એની વેદના જ મને નથી ને ! હું તો આનંદની વેદનાનો વેદનારો છું. આ...હા...હા...! પુદ્ગલની વેદના, શરીરની સુખ-દુ:ખની કલ્પના પુગલસ્વરૂપ છે, મારું સ્વરૂપ નહિ. આહા...હા...! કેવી વાત આ તે !! પેલું તો એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રિઇન્દ્રિયા, ચતુરઇન્દ્રિયા, પંચેન્દ્રિયા આવતું ને ? તસમિચ્છામી દુક્કડમ્ ! જાઓ,
Page #74
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૬
૬ ૧
થઈ ગયો ધર્મ ! ધૂળમાંય (ધર્મ) નથી, (ઈ) બધા જડના પલાખા છે. આહા..હા...! અરે.... બાપુ ! તને ખબર નથી, ભાઈ ! આ..હા...!
ભગવાન અંદર છે એ તો જ્ઞાનસ્વરૂપી ચૈતન્યબિંબ ! જિનચંદ્ર છે ! વીતરાગી શીતળ ચંદ્ર છે ! આહા..હા...! એનું જેને ભાન થઈને વેદન (થયું) છે એ કહે છે કે, શરીરની વેદના મને નથી, મારામાં નથી. એ વેદનામાં હું નથી. આહા..હા...! અરે.. અરે...! આવી બધી શરતું ! આને કંઈ ખબરું ન મળે, એમાં વળી ત્રીસ-ચાળીસ વરસની જુવાન અવસ્થા હોય, એમાં પાંચ-દસ લાખ, પચીસ લાખ થઈ ગયા હોય, બે-પાંચ કરોડ થાય તો થઈ રહ્યું... હું પહોળો ને શેરી સાંકડી ! આહા..હા...! (અમારા) બાહુબળથી અમે વધી ગયા ! શેમાં (વધી ગયા) ? પાપમાં ! અરે......! બાપુ ! તને ખબર નથી, ભાઈ !
અહીંયાં ધર્મીજીવને... ધર્મ એવો જે આત્મા, એનો જે અનુભવ છે, રાગ અને પુણ્યપાપના વેદનથી ભિન્ન પડ્યો છે. આ..હા..હા....! એ અપેક્ષાએ અહીં કહે છે, વેદનાનો ભય કચાંથી હોય ?” છે ? “જ્ઞાનિન: તદ્દી:’વેદનાનો ભય ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો.’ આહા..હા...! શરીરમાં રોગ આવે ઈ તો જડની દશા છે. ઈ તો માટીમાં રોગ છે. ભગવાન તો અરૂપી જ્ઞાનાનંદ છે. એના ભાનમાં આની વેદના એને હોતી નથી. આહા..હા...! ભારે આકરું કામ ! એમાં Heart fail વખતે તો ગભરામણ થાય. કા૨ણે આ બધું લોહી ચોસલા થઈ જાય છે. એ વખતે Heart failવાળાને આ લોહી છે ને ? એ બરફની જેમ બધે જામી જાય. શ્વાસ ન લઈ શકે અને ગભરામણ... ગભરામણ... ગભરામણ થાય. આહા...હા....! અમે તો ઘણા જોયા છે ને ! આહા..હા...! આ બધું લોહી છે ઈ બરફની જેમ જામી જાય એટલે શ્વાસને લેવાની ગતિ રૂંધાઈ જાય એટલે ગભરામણ... ગભરામણ... ગભરામણ (થાય). આહા..હા...! પણ એ વેદના જડની છે, ધર્મી કહે છે કે, ચૈતન્ય (એવા) મારામાં નથી. આ..હા..હા...! આવું છે આ સ્વરૂપ ! એમાં ત્યાં તમારા પૈસા-ફૈસામાં સાંભળવાનું મળે એવું નથી. ધૂળમાં...! આહા..હા...!
વેદનાનો ભય કર્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો; કારણ કે..’‘સદ્દા અના હૈ:’ સર્વદા ભેદશાને બિરાજમાન છે...’ આ શું કહે છે ? સમ્યગ્દષ્ટિ – ધર્મની પહેલી સીઢીવાળો રાગના ભાવથી ભિન્ન ભેદજ્ઞાન જેને સદા – નિરંતર વર્તે છે. અજ્ઞાનીને – મિથ્યાસૃષ્ટિ મહામૂઢમાં નિરંતર રાગ અને આત્મા બન્ને એક (છે) એમ નિરંતર વર્તે છે. આહા..હા...! એમ સમ્યગ્દષ્ટિને, ભલે ચક્રવર્તીના રાજમાં પડ્યો દેખાય... આહા..હા...! પણ એને આ...હા...! અનાકુળ ભેદજ્ઞાને બિરાજમાન છે..’ એ રાગનો જે વિકલ્પ છે એનાથી જુદી પડેલી ભેદજ્ઞાન દશા નિરંતર વર્તે છે. આ..હા..હા..હા...! આકરું કામ, બાપા ! આહા..હા...! વીતરાગનો ધર્મ સમજવો બહુ અલૌકિક વાત છે ! આહા..હા...! લૌકિક સાથે કાંઈ મેળ ખાય એવું નથી.
આહા..હા...! કહે છે કે, સર્વદા ભેદશાને બિરાજમાન છે...’ ભાષા એમ છે કે, “સવા
Page #75
--------------------------------------------------------------------------
________________
૬ ૨
કલામૃત ભાગ-૫
અનાત:’એ ‘સવા અનાત્ત્ત:’ની વ્યાખ્યા કરી કે, ધર્મીજીવ(ને) પરથી ભિન્ન પડેલું અનાકુળ આનંદનું વેદન છે માટે તે રાગથી ભિન્ન ભેદજ્ઞાનમાં બિરાજે છે, રાગમાં નહિ. આ..હા..હા...! આવી વાતું સાંભળવી કઠણ પડે, ઈ બિચારા ચારે સમજે અને ક્યારે (અંદર) જાય ? આ..હા...! બાપુ ! આવી વાતું છે. આ..હા...!
ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ પરમાત્મા સીમંધર ભગવાન મહાવેદહમાં બિરાજે છે એની આ વાણી છે. મહાવિદેહમાં પરમાત્મા બિરાજે છે ‘સીમંધરપ્રભુ’ ! આ સામાયિકમાં આજ્ઞા નથી લેતા ? એને ભાન પણ કયાં છે (કે), સામાયિક કોને કહેવી ? કોની આજ્ઞા ? આહા..હા...! સામાયિક તો જેને રાગના ભાગથી આત્મા ભિન્ન ચૈતન્યમૂર્તિ સમસ્વભાવી વીતરાગસ્વરૂપ ભગવાન ! એનું જેને સમતાનું, આનંદનું વેદન આવે એને અહીંયાં સામાયિક કહે છે.
આહા..હા...!
એથી કહે છે કે, (ધર્મીજીવ) ભેદજ્ઞાનમાં બિરાજે છે. અજ્ઞાની રાગ ને પુણ્ય ને પાપના એકત્વમાં બિરાજે છે. આ..હા..હા...! (કોઈ વ્યાખ્યાનમાં) ન આવ્યું હોય અને કોઈ ઘરે પૂછે કે, ‘શું કહેતા હતા ? ‘કોણ જાણે આનું આમ ને આનું આમ કહેતા હતા !' અરે...! ભગવાન ! બાપુ ! તને સત્યની ખબર નથી. આહા..હા...!
અહીંયાં તો અનાકુળની વ્યાખ્યા આ કરી. શું કરી ? ‘સવા અનાત્તે:’ ધર્મી સદાય રાગથી ભિન્ન દશા જ વર્તે છે, એમ કહે છે. આ..હા...! અજ્ઞાની મિથ્યાદષ્ટિને સદાય રાગની એકતા જ વર્ત્યા કરે છે. આહા..હા...! ચાહે તો એ ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં કરતો હોય પણ એ મૂઢ મિથ્યાદૃષ્ટિ રાગના એકત્વમાં પડ્યો છે. એ રાગ છે એની એને એકત્વબુદ્ધિ છે. આહા...હા...! ત્યારે સમ્યગ્દષ્ટિ ‘સવા અનાત્તે:” એટલે ? રાગથી ભિન્ન અનાકુળસ્વરૂપ ભગવાનઆત્માનું છે એમાં એ સદાય છે. આહા..હા...! અરે..! આવી વાતું...! એવો વીતરાગનો માર્ગ (છે), પ્રભુ ! આહા..હા...!
?
ઇન્દ્રો ! એકાવતારી – એકભવતારી ઇન્દ્રો છે એની વચ્ચે પરમાત્મા આમ ફરમાવે છે. આ..હા...! સમજાણું કાંઈ ? એ વાત અહીં આવી છે. ‘સવા ઞનાનૈ:' આહા..હા...! એટલે ? અજ્ઞાની અનાદિના એ પુણ્ય અને પાપના ભાવની એકત્વબુદ્ધિમાં દુ:ખી છે. ત્યારે ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ રાગથી ભિન્ન પડેલી અનાકુળ ચીજમાં પડ્યા છે એટલે એને અનાકુળનું વેદન છે. એટલે અનાકુળની વ્યાખ્યા જ આ કરી કે, ભેદજ્ઞાનમાં રહે છે. રાગથી ભિન્ન રહે છે. પેલો અજ્ઞાની રાગના એકત્વમાં રહે છે. ચાહે તો સાધુ હોય પણ પંચમહાવ્રતના પરિણામ રાગ છે. એ રાગના એકત્વમાં છે ઈ મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
‘સદ્દા અનાૌ:’‘સર્વદા ભેદશાને બિરાજમાન છે...' આ..હા..હા...! માળા ટીકાકાર પણ (ટીકા કરે છે ને) ! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે, જેની દૃષ્ટિમાં રાગથી ભિન્ન પડેલો
Page #76
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૬
ભગવાન ભાસે. એથી એને ભેદજ્ઞાનમાં રહેલો કહે છે. ભાષામાં – આચાર્યની ભાષા (એ છે કે, ઈ સદા અનાકુળમાં રહે છે, રાગમાં નહિ. તે અનાકુળ દશામાં રહેલો, ભેદજ્ઞાનમાં રહેલો (છે).
સર્વદા..' આહા..હા...! સર્વદા ! “સા' (શબ્દ) છે ને ? એ રાગ ચાહે તો દયા, દાન, વ્રતાનો) હો પણ એ બધો વિકલ્પ રાગ છે. ધર્મી તો એ રાગથી ભિન્ન “સા ની તૈ” એટલે ભેદજ્ઞાનમાં રહે છે. આ..હા...હા..! એ રાગની એકતામાં રહેતો નથી, રાગની ભિન્નતામાં રહે છે. આહા..હા..!
તે પુરુષો “સ્વયં વેદ' સ્વયં એવો અનુભવ કરે છે કે “યત્ વત્ન જ્ઞાનું #ા વ વેના' (ય) જે કારણથી ( નં જ્ઞાનં)...” અચળ જ્ઞાન ! આત્મા અચળ નામ ધ્રુવ ભગવાન અંદર છે. નિત્ય પ્રભુ છે. અનાદિઅનંત નિત્ય ભગવાન આત્મા અંદર બિરાજે છે. આ..હા...હા...! અચળ એટલે ચળતો નથી એવું ધ્રુવ સ્વરૂપ છે. “વત્ન જ્ઞાન (અર્થાતુ ન ચળે એવો આત્મા. જ્ઞાન શબ્દ આત્મા. “શાશ્વત છે જે જ્ઞાન...” એટલે આત્મા. આ...હા...હા..!
ધ્રુવ ધ્રુવ.. ધ્રુવ ભગવાન ! અનાદિઅનંત નિત્ય પ્રભુ અંદર બિરાજે છે. આહાહા..! એવું જે શાશ્વત તત્ત્વ “એ જ જીવને એક વેદના છે...” આહા...હા...! વસ્તુ ભગવાનઆત્મા અનાકુળ શાંતરસથી ભરેલો પ્રભુ ! ધર્મીને એ શાંતરસનું એક જ વેદન છે એમ કહે છે. આમાંથી પછી કોઈ એકાંત તાણી જાય છે, એને અશાંતિ જરીયે નથી (તો એમ નથી) અહીંયાં દૃષ્ટિપ્રધાનના કથનથી આ વાત છે. બાકી ધર્મીને પણ જેટલે અંશે સ્વભાવનો ભેદ પડ્યો છે એટલી તો શાંતિ છે પણ હજી પૂર્ણ શાંતિ નથી, પૂર્ણ આનંદ નથી તેટલો રાગ છે. એ રાગનું પણ એને વેદન છે, પણ એ મારું સ્વરૂપ છે એમ નહિ પણ વેદન છે. આહા...હા...! અરે. અરે! આવી વાતું ! સમજાણું કાંઈ ?
આ તો સર્વજ્ઞનો પંથ ! સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવનો માર્ગ છે), બાપુ ! એ માર્ગ કોઈ જુદી જાત છે. આહાહા...! કહે છે કે, એ એક જ વેદના જેને છે, બે નહિ એમ કહે છે. એમાંથી વળી પેલા કાઢે, જુઓ ! સમકિતીને એક આનંદનું જ વેદન છે, દુઃખનું નહિ. ઈ કઈ અપેક્ષાએ ? અહીંયાં તો દૃષ્ટિપ્રધાન કથનથી એક જ પ્રકારના વેદનને લીધું છે. સમ્યગ્દર્શનની મુખ્યતાથી કથન છે તેથી અનાકુળ વેદનના અંશને જ લીધું છે. પણ
જ્યાં સુધી સમ્યગ્દષ્ટિને પણ પૂર્ણ વીતરાગતા નથી તેટલો એને રાગ આવે છે, એટલું દુઃખનું વેદન છે. આ..હા..હા..!
પાઠ તો અહીંયાં એ કહ્યો, જુઓ ! શું કીધું ? “પા વેના એમ છે. કઈ અપેક્ષાએ કહ્યું? પેલી વેદના છે ઈ પુગલના આકારની, રાગની (છે) એને હેય ગણી, ગૌણ ગણી, વ્યવહાર ગણી અને એની વેદના નથી એમ કીધું છે. અરે..! સમજાણું કાંઈ ? “Uા વેના
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪
કલામૃત ભાગ-૫
પાઠ છે. પછી એનાથી એવું લઈ લ્યે કે, ધર્મી સમ્યગ્દષ્ટિ થયો એટલે એને રાગનું વેદન છે જ નહિ, એમ નહિ. આ તો દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની મુખ્યતાથી કથન છે. તેથી તેને આનંદનું વેદન એક જ છે. ગૌણપણે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી હજી એને રાગ આવે પણ એ દુઃખ છે, એ દુ:ખને વેદે છે. આ..હા...હા...!
પૂર્ણ આનંદનું વેદન પરમાત્માને (હોય) અને પૂર્ણ દુ:ખનું વેદન મિથ્યાદષ્ટિ જીવને (હોય). મિથ્યાસૃષ્ટિ (એટલે કે જે) રાગની એકતાબુદ્ધિમાં પડ્યો છે એ પૂર્ણ દુ:ખી છે. કેવળી પરમાત્મા(ને) પૂર્ણ આનંદ છે પણ સાધકજીવ જે સમ્યગ્દષ્ટિ છે એને જેટલો આત્માને આશ્રયે પડ્યો તેટલો આનંદ છે, જેટલો હજી રાગ બાકી છે તેટલું દુઃખ છે. પૂર્ણ આનંદ નથી એટલું ત્યાં દુઃખ છે. પણ એને અહીંયાં દૃષ્ટિની મુખ્યતામાં ન ગણતા એક વેદના છે એમ કહેવામાં (આવે છે). આહા..હા..! એની મેળાએ આ વાંચે તો કાંઈ સમજાય એવું નથી. ચોપડા આડે નવો કયાં થાય છે ? ધૂળ આડે ! આ ભાષા સાદી છે. ભગવાન અંદર છે, બાપુ ! ચૈતન્યનો માલ છે અંદર ! આહા..હા...!
આચાર્ય મહારાજનો પોકાર છે. સંતો છે, દિગંબર સંત છે. સંતો જંગલમાં વસતા હતા. સનાતન જૈનધર્મમાં દિગંબર મુનિઓ(ને) વસ્ત્રનો કટકો પણ નહિ ! આનંદની લહેરમાં જંગલમાં રહેતા, વાઘ ને સિંહ વચ્ચે ! આ..હા..હા..! એ અહીં કહે છે, ધર્મીને એક વેદના હોય એમ કહે છે. છે ? જીવને એક વેદના છે...' કઈ ? શાશ્વત છે જે જ્ઞાન એ જ...' છે ને ? શાશ્વત જે જ્ઞાનસ્વરૂપ ધ્રુવ જ્ઞાનાનંદ આત્મા ! એનું જ એક વેદન છે. આહા..હા...! એક કલાકમાં કેટલી અજાણી વાતું ! દુનિયાની તો બધી ખબર છે ને ! આખી દુનિયા જોઈ છે. બધા વાડા જોયા (છે). એક દુકાનનો ધંધો કર્યો હતો, ઉઘરાણી જતા. ધારધી૨ કરતા, ધારધીર ! પણ એ સત્તર વર્ષની ઉંમરથી બાવીસ (વર્ષ સુધી) – પાંચ વર્ષ (કર્યું). બાવીસ વર્ષે છોડી દીધું. (સંવત-૧૯૬૮ના) વૈશાખમાં (છોડી દીધું). ધા૨ધીરમાં પૈસા લેવા હું જાતો. બે ગામ હતા એક મહેરા અને એક તલોદ. અમારા (આ) બે મુખ્યપણે ખાસ ધારધીરના (ગામ હતા). કેટલાક તો ન આવતા હોય. એમાં કાંઈ (હિ), બધું કર્યું છે. ઉઘરાણીએ જઈએ અને રસ્તામાં કોઈ ગાડું ન હોય તો સાથે બસો-ચારસો-પાંચસો પૈસા હોય તો પછી છત્રી હોય ને ? એ છત્રીના ઉપરના સળિયામાં નાખીએ. આ બધું કરેલું છે. કારણ કે એકલા હોય અને કો'ક આવીને (જોવે તો) ગુંજામાં જોવે, ત્યાં જોવે ? કોઈ આવ્યું નથી કોઈ દિ’. છત્રી હોય ને છત્રી ? એના પેલા સળિયા (હોય એમાં) ઉપ૨ કોથળી મૂકી દઈએ. તે દિ’ રોકડા (રૂપિયા) હતા ને ? તે દિ’ કયાં નોટું–કાગળીયા હતા ? .....હા...હા...! ઈ બધા ધૂળધાણીના વેપાર હતા.
?
અહીં પ્રભુ કહે છે, એકવાર તું સાંભળ તો ખરો, પ્રભુ ! તું અંતરમાં અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગર (છો) એમાં તારી નજરું ન મળે અને તારી નજરું આ ઝેરના પ્યાલા
Page #78
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૬
પુણ્ય અને પાપના ફળમાં તારી નજરું ! તને મિથ્યાત્વની નજરબંધી થઈ ગઈ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અહીં તો આવા વેવના’(શબ્દ આવ્યો એના) ઉ૫૨થી જરી આવ્યું.
જીવને એક વેદના છે, નિશ્ચયથી;...' છે ? ‘અન્યાાતવેદ્રના વન ભવેત્ ‘આને છોડીને જે અન્ય કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના...' જોયું ? સંયોગની વાત ન લીધી. અંદર સુખ-દુઃખનું વેદન છે એ એને નથી એમ અહીં તો કહે છે. દૃષ્ટિની પ્રધાનતાથી (કથન) છે ને ? આહા..હા...! સુખ-દુઃખની કલ્પના છે ને ? એનું એને વેદન નથી એમ કહે છે. કા૨ણ કે એ પુદ્ગલસ્વરૂપ છે, એ મારી જાત નથી. આહા..હા...! મારી નાતની એ ચીજ નહિ. આહા..હા...! પુણ્ય અને પાપના ભાવ એ મારી જાતની ચીજ નહિ. આ..હા...! એ તો કજાત છે.
૬૫
આ..હા...! આને છોડીને જે અન્ય...’ પેલામાં એમ લીધું છે, ભાઈ ! અન્યમાં પુદ્ગલ આકા૨ વસ્તુ એમ લીધું. સંસ્કૃત ટીકામાં (એમ લીધું છે). પુદ્ગલ આકાર ! સંસ્કૃત ટીકા ! પુદ્ગલ આકાર એ રાગાદિ પુદ્ગલ આકાર (છે), મારું સ્વરૂપ નહિ. શરીર, વાણી, મન અને જડ પૈસા એ તો ક્યાંય બહાર રહી ગયા પણ અંદરમાં કોઈ પુણ્ય ને પાપનો ભાવ આવે અથવા સુખ-દુઃખની કલ્પના (થાય) ઈ પુદ્ગલનો ભાવ (છે), મારો નહિ. આ...હા..હા...! અહીંથી માણસને ક્યાં જાવું ? ભાઈ ! બહારની નોકરી(માં) આઠ હજારનો પગા૨ હોય તો જાણે ઓ...હો..હો...! (થઈ જાય). ધૂળ છે બધી !
મુમુક્ષુ :
ધૂળ હોય તો શાક આવે નહિ તો શાક વગરનો કોરો રહી જાય. ઉત્તર ઃ– શાકના રજકણો પણ... એ નથી કહ્યું ? ખાનારનું દાણે દાણે નામ છે. સાંભળ્યું છે ? એનો અર્થ શું છે ? કે, જે રજકણો ત્યાં આવવાના ઈ આવવાના, નહિ આવવાના નહિ આવવાના, તારા પ્રયત્નથી આવે એ વાતમાં કાંઈ માલ નથી. આવે છે ને ? શું? ખાના૨નું દાણે દાણે નામ છે. એટલે શું ? ત્યાં નામ લખ્યું છે ? એ રજકણો જે ત્યાં આવવાના છે એ એને કારણે આવશે, તારે કારણે નહિ.
(અહીંયાં કહે છે) આને છોડીને જે અન્ય કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, જીવને છે જ નહિ.' અહીંયાં સ્વરૂપની મુખ્યતાની વાત લીધી છે ને ? સમજાણું ! જ્ઞાન કેવું છે ?” (અર્થાત્) અંદર ભગવાનઆત્મા કેવો છે ? શાશ્વત છે એકરૂપ છે.’ એટલે અનેક રાગાદિપણે એ છે નહિ. એકરૂપ જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપ ભગવાન (છે). સહજાત્મ પેલા સ્વામીનારાયણના છે એ નહિ, હોં ! આ તો સહજાત્મસ્વરૂપ સ્વભાવિક આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. આહા..હા...! એ એકરૂપ છે. એકરૂપ છે ! આહા..હા...! સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ એકરૂપ ચૈતન્ય ઉપ૨ છે. તેથી એકનું જ એને વેદન છે. સમજાણું કાંઈ ? આહા..હા...!
પછી થોડી લાંબી વાત છે, વિશેષ કહેશું... શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
—
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૬
કલશામૃત ભાગ-૫
(શાર્દૂલવિક્રીડિત)
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भी: ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २५-१५७ । ।
ખંડાન્વયસહિત અર્થ :- ભૂ: જ્ઞાનં સવા વિનંતિ" (F:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને (સવા) ત્રણે કાળ (વિસ્તૃતિ) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? સતતં નિરંતર વર્તમાન છે. વળી કેવું છે જ્ઞાન ? સ્વયં અનાદિનિધન છે. વળી કેવું છે ? સહનં કારણ વિના દ્રવ્યરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિઃશં:' કોઈ મારો રક્ષક છે કે નહીં' એવા ભયથી રહિત છે. શા કારણથી ? જ્ઞાનીનઃ તદ્દી ત:' 'જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) મારો રક્ષક કોઈ છે કે નહીં’ એવો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો. અત: અસ્ય ગ્વિન બત્રાળું ન મવેત્ (અત:) આ કારણથી અસ્વ’ જીવવસ્તુને ત્રત્રાળું” અરક્ષકપણું વિશ્વન) પરમાણુમાત્ર પણ (ન ભવેત્ નથી. શા કારણથી નથી ? યંત્ સત્ તત્ નાશં ન પૈતિ (યંત્ સત્ જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે (તત્ નાશં ન ઉત્ત્પત્તિ) તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી. વૃત્તિ નિયત વસ્તુસ્થિતિ: વ્યવત્તા (કૃતિ) આ કારણથી (નિયત) અવશ્યમેવ (વસ્તુસ્થિતિ:) વસ્તુનું અવિનશ્વર૫ણું (વ્યવક્તા) પ્રગટ છે. ત્નિ તત્ જ્ઞાનં સ્વયં વ સત્, તત: અસ્ય ઝરે: વિ ત્રાતા” (તિ) નિશ્ચયથી તંત્ જ્ઞાનં” આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે સ્વયં ત્ત્વ સત્ સહજ જ સત્તાસ્વરૂપ છે; (તત:) તે કારણથી (સ્ય) જીવના સ્વરૂપની (અપî:) કોઈ દ્રવ્યાન્તર દ્વારા (હિં ત્રાતા) શી રક્ષા કરવામાં આવે ? ભાવાર્થ આમે છે કે બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય છે કે મારો રક્ષક કોઈ છે કે નહીં,' પરંતુ એવો ભય સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી; કારણ કે તે એવો અનુભવ કરે છે કે શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે; એની કોઈ શી રક્ષા કરે ? ૨૫--૧૫૭.
―
Page #80
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પ૭
૬૭
કારતક વદ ૯, રવિવાર તા. ૦૪-૧૨-૧૯૭૭.
કળશ–૧૫૭, પ્રવચન-૧૬૬
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिआनं सत्स्वयमेव तत्किल ततस्रातं किमस्यापरैः । अस्पात्राणमतो न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२५-१५७ ।।
શું કહે છે ? આત્મા શાશ્વત નિત્યાનંદ પ્રભુ ! એનું જેને ભાન થયું છે; ભાન નથી એને તો ભય છે, કોઈ મને રાખે તો રહે, કોઈ મારી રક્ષા કરે તો હું રહું, કોઈ ભક્ષ કરે તો હું નાશ થઈ જાઉં' એવું અજ્ઞાનીને શરીર, વાણી મારા છે એમ માનનારાઓને આવો ત્રાસ અને ભય હોય છે. ન્યાય સમજાય છે ?
આ શરીર, આ તો માટી – ધૂળ છે. એ જેણે મારા માન્યા અને પોતાનું સ્વરૂપ અંદર સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત ધુવ અતીન્દ્રિય અનાકુળ આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ પ્રભુ છે, એવી સત્તા અનાદિની છે એવું હોવાપણે આત્મા છે, એની જેને ખબર નથી એ બહારના રક્ષક અને ભક્ષકને, રક્ષક હોય તો હું રહી શકું (અને ભક્ષક હોય તો મારો નાશ થઈ જાય એમ અજ્ઞાની માને (છે). આહા..હા..! પૈસા હોય તો મને શરણ મળે, સ્વજન-કુટુંબ હોય તો મારી રક્ષા થાય, હથિયાર અને હાથી, ઘોડા, ગઢ હોય તો મારી રક્ષા થાય એમ અજ્ઞાની મૂઢ જીવ, જેને આત્મા શાશ્વત છે એની ખબરું નથી એ જીવ આ રીતે પરમાં રક્ષાપણું ભાળે છે. આહાહા...! સમજાય છે કાંઈ ?
પર મને રક્ષા કરે તો હું રહું, એ તો આ શરીરને પોતાનું) માન્યું છે. અંદર આત્મા જે ચિદાનંદ પ્રભુ શાશ્વત સચ્ચિદાનંદ સ્વભાવ ! સત્ શાશ્વત અને જ્ઞાન ને આનંદ અનાકુળ શાંતિ જેનો સ્વભાવ છે) એ તો શાશ્વત વસ્તુ છે, નિત્ય છે, ધ્રુવ છે, અવિનાશી છે. એવું જેને અંતર ભાન થયું... સમજાણું કાંઈ ? જેને એના અંતરના આત્મતત્ત્વની સત્તા – હોવાપણું, આનંદ અને જ્ઞાનમય મારી ચીજ શાશ્વત છે એવી જેને પ્રતીતિ થઈ તે ધર્મી જીવ છે). (એવા) ધર્મીને એવી દૃષ્ટિમાં આત્મા શાશ્વત ભાસ્યો છે, નાશવાન ચીજથી મારી ચીજ તદ્દન ભિન્ન છે (એમ ભાસ્યું છે). આહા..હા...! શરીર, વાણી નાશવાન (છે), કુટુંબ-કબીલા, બધા મકાન ને ગઢ, હથિયારો હોય તો એ બધી નાશવાન ચીજ છે, એમાં હું નથી. ધર્મીને
Page #81
--------------------------------------------------------------------------
________________
६८
કિલશામૃત ભાગ-૫ એવી દષ્ટિ થઈ છે કે એ હું નથી. આહાહા...! હું તો આત્મા અંદર શાશ્વત છે. છે... ને છે. એવી આત્મ-ચીજ જે સત્તા... આહા...હા...! એનો જેને અંતરમાં નિત્ય સ્વભાવનો સ્વીકાર થયો છે અને જેને અંતરમાં પૂર્ણાનંદ સ્વરૂપનું ભાન થતાં ધર્મીને અતીન્દ્રિય આનંદનો નમૂનો, એની દશામાં નમૂનો આવે છે તેથી એ ધર્મી એમ માને છે કે, હું તો નિત્ય છું. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ !
એણે કોઈ દિ આત્મા શું ચીજ છે અને એનો સ્વભાવ શું છે ? એવું એણે કોઈ દિ જાણ્યું નથી. બહારમાં પાપના થોથા કરી, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના (કરી). ધર્મને નામે આવીને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ (કર્યા). એ બધા નાશવાન ભાવો છે. આહા..હા..! એનાથી આ પ્રભુ અંદર શાશ્વત વસ્તુ (ભિન્ન છે). એ કહે છે, જુઓ !
સ: જ્ઞાન સા વિન્દતિ “સમ્યગ્દષ્ટિ જીવ... એટલે કે મારો શાશ્વત આત્મા સત્તાએ હોવાપણે ત્રિકાળ છે એવું જેને અંતરમાં શ્રદ્ધામાં, જ્ઞાન અને વેદનમાં આવ્યું છે... આહાહા.... એને ધર્મી – સમ્યફદૃષ્ટિ કહીએ. આહા..હા...! એને સમ્યફ નામ સત્ય દૃષ્ટિવંત કહીએ. આહા...હા..! એ “સમ્યગ્દષ્ટિ. છે ? જીવ જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને....” ભગવાન અંદર શુદ્ધ સ્વરૂપ પ્રભુ છે. એની દશામાં રાગાદિ, પુણ્ય-પાપના ભાવ દેખાય છે એ બધા વિકૃત છે, એ એનું સ્વરૂપ નથી. આહા..હા..! છે ? શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ પવિત્ર આનંદનો નાથ, પ્રભુ ! આ..હા..! અરે! કેમ બેસે ?
- સવારમાં દોઢ પા શેર ચા પીવે ત્યારે મગજ ઠેકાણે રહે ! આવાને એમ કહેવું કે, તું ત્રિકાળી આનંદનો નાથ છો ! શે (-કયા) માપે માપ કરે ? આહા..હા..! સવારમાં સરખી એક ચા, ઉકાળો પીવે ત્યારે એનો મગજ ઠેકાણે રહે. નહીતર એમ કહે કે, અત્યારે ચા પીને નથી આવ્યો ને ઉતાવળ થઈ ગઈ એટલે મગજ બરાબર કામ નથી કરતું ! આવા તો જેને અપલખણ ! ભાઈ ! સાંભળ્યું કે નહિ આ ? એ બધી રાગની વાતું, એ તત્ત્વ નહિ. આહા..હા...!
અહીં કહે છે, અરે...! ધર્મી જીવને પોતાનો આત્મા શુદ્ધ શાશ્વત છે એવું અંતરમાં (ભાન થયું છે), એનો નમૂનો – અંતરના આનંદનું વેદન આવ્યું છે એ દ્વારા એમ જાણે છે કે આ તો આનંદનો નાથ ત્રિકાળી શાશ્વત છે. આ..હાહા...! આનું નામ સમ્યફદૃષ્ટિ – ધર્મની પહેલી સીઢી, ધર્મની પહેલી શરૂઆત કહેવામાં આવે છે. ભાઈ ! બધા જાત્રા નીકળ્યા ને પચાસ હજાર ખચ્ય ને ઢીકણું (કર્યું), ધૂળમાંય ત્યાં ધર્મ નથી, એમ અહીં કહે છે. ભાઈ ! નીકળ્યા હતા ને તે દિ ?
પ્રશ્ન :- અમારે કરવું શું ?
સમાધાન :- આ આત્માનું ભાન) કરવું. આ ઓળખો છો ને ? કીધું ને આ ? એને બે કરોડ રૂપિયા છે, આઠ લાખ ખર્ચીને હમણા મંદિર બનાવ્યું. આઠ લાખ એમણે નાખ્યા
Page #82
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૭
અને ચાર લાખ (બીજા ભાઈએ) નાખ્યા.
મુમુક્ષુ :– કરોડ રૂપિયા કીધા પછી એને ધૂળ કહેશો મા ! ઉત્તર ઃધૂળ છે, માટી છે. આ તો ભાઈને ઓળખાવ્યું. બેંગ્લોર’ છે ને ? ત્યાં બાર લાખનું દિગંબર મંદિર કર્યું. પોતે) છે શ્વેતાંબર દેરાવાસી અને પેલા (બીજા ભાઈ) નહિ ? મુંબઈ” ! માર્કિટ નહિ ? મહાવી૨’ માર્કિટ ! એની પાસે એક કરોડ રૂપિયા (છે), એ સ્થાનકવાસી (છે) પણ બન્ને અહીંના પ્રેમી છે. એણે ચાર લાખ નાખ્યા, આણે આઠ લાખ નાખ્યા. બાર લાખનું મંદિર બનાવ્યું. તે દિ' અમે ત્યાં હતા ને ? ત્યાં પ્રતિષ્ઠા કરી. હવે પાછા વિનંતી કરવા આવ્યા છે. શું કરવું ત્યારે ? એ શુભ ભાવ છે, એ કંઈ ધર્મ નથી. પ્રશ્ન :- કરવું શું અત્યારે ?
?
સમાધાન :- એ ધર્મનું ભાન થયું એને પણ એ શુભ ભાવ આવે પણ એ જાણે કે આ ધર્મ નથી.
પ્રશ્ન :- પણ કરવું શું અમારે ?
સમાધાન :– કરવાનું રાગથી ભિન્ન પડીને આત્મા શાશ્વત ચીજને અનુભવવી. એ કરવાનું છે. આહા..હા...!
૬૯
મુમુક્ષુ :– એ સમજાવો....
ઉત્તર :– આવે છે ને હજી હળવે.. હળવે...! આ.હા..હા...! ભાઈ ! પ્રભુનો અંતરનો માર્ગ એવો છે અત્યારે એને સાંભળવા મળતો નથી. અત્યારે તો આ ભક્તિ કરો ને વ્રત કરો ને તપસ્યા કરો ને અપવાસ કરો ને આહાર છોડો ને લૂખા આહાર કરો ને આંબેલ કરો તમારે ધર્મ થશે (એવું ચાલે છે). અરે.. ભાઈ ! એ બધી ક્રિયાઓ તો રાગની મંદતા હોય તો એ પુણ્ય છે, એ ધર્મ નહિ. ભાઈ ! ઝીણી વાત છે, પ્રભુ !
અહીંયા તો રાગની ક્રિયાથી પણ પ્રભુ અંદર નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્યઘન છે તે અંદર ભિન્ન બિરાજે છે. આહા..હા...! અરે..! કોઈ દિ' જોયું નથી, જાણ્યું નથી.
પ્રશ્ન :- ઈ જોયા વિના એ છે એમ કહેવો કેમ ?
સમાધાન :- પણ જોયા પહેલા જાણે તો ખરો કે, આ જાણનારી એક ચીજ છે કે નહિ ? શ૨ી૨ને જાણે, વાણીને જાણે, આ બાયડી, છોકરા, કુટુંબ છે એમ જાણે, હોં ! મારા છે એમ પ્રશ્ન નહિ. જાણના૨ની કોઈ સત્તા છે કે નહિ ? એ એમ કહે કે, હું નથી જણાતો. પણ નથી જણાતો એવો નિર્ણય કોણે કર્યો ? એ જ્ઞાને નિર્ણય કર્યો. જ્ઞાનસ્વરૂપી ભગવાન ! એની એને ખબરું નથી. આ..હા..હા...! શાસ્ત્રની ગમે એટલી ધારણા હો અને ક્રિયાકાંડના દયા, દાન, વ્રત, ભક્તિના ગમે તેટલા પરિણામ હો પણ એ વસ્તુથી (આત્મા) ચીજ ભિન્ન છે. આહા..હા...!
?
એ અહીં કહે છે, સમ્યક્દષ્ટ જીવને શુદ્ધ સ્વરૂપ(નો અનુભવ છે). એ ત્રિકાળી શુદ્ધ
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
કલશામૃત ભાગ-૫
ચૈતન્ય રાગથી ભિન્ન છે અને પોતાના નિર્મળ સ્વભાવથી તે અભિન્ન છે. આહા..હા...! આ તો જુદી જાતની વાતું છે, બાપુ ! કોઈ શરણ નથી એમ અહીંયાં સિદ્ધ કરવું છે. મરતાં કોઈ શરણ નથી, જીવતા પણ કોઈ શરણ નથી. હાય... હાય... મને રાખો રે... હવે હું મરી જાઉં છું. કોણ મરે ? આત્મા મરે ? શરી૨ મરે ? શરીરની અવસ્થા બદલાય એને મરણ કહે છે. આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ શાશ્વત વસ્તુ છે. એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આહા..હા...!
એવી ચીજ – અંતર સ્વભાવનું હોવાપણું છે). જ્ઞાનનું, જાણવાનું જેની સત્તામાં બધું જણાય એ કહેવું એ પણ વ્યવહાર છે, પણ જે જાણે છે ને ? કે, આ શરી૨ (છે). શરીરને ખબર છે કે હું શરીર છું ? આને – જડને, માટીને ખબર છે ? આ તો ધૂળ છે. જ્ઞાનને ખબર છે કે આ જડ છે. તો જેના જ્ઞાનમાં – સત્તામાં ૫૨ ચીજ જણાય એ પ૨ ચીજ ખરેખર જણાતી નથી. એ જ્ઞાનની વર્તમાન દશા જણાય છે. ઝીણી વાત છે, પ્રભુ ! આહા..હા....! અરે....! શું કરીએ ? આખી વાતનો ફેરફાર થઈ ગયો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
જેની દશામાં... દશામાં હજી, હોં ! આખી ચીજ ભિન્ન (પડી છે). જેની વર્તમાન જ્ઞાનની દશામાં – હાલતમાં – પર્યાયમાં, એ પર્યાય શાસ્ત્રભાષા છે, એમાં આ... આ... આ... આ... એવું જે જણાય છે એ જાણવાની પર્યાય જણાય છે, એ (૫૨ વસ્તુ) નહિ. એ જાણવાની જે દશા છે તે જણાય છે. હવે, એ દશા કોની (છે) ? કે, જે જણાય એની ? એ દશા જાણનારો ત્રિકાળ છે તેની છે). ભાઈ ! ઝીણી વાતું છે, હોં ! પૈસામાં, ધૂળ ધમાલમાં હેરાન હેરાન થઈને બધા ચાલ્યા જશે. આહા..હા...!
અબજોપતિ ! ન કીધું ? આપણા પાણાસણા’ના. બે અબજ ચાલીસ કરોડ ! ધૂળ ! બે અબજ ને ચાલીસ કરોડ રૂપિયા ! પાંચ મિનિટમાં મરી ગયો ! હાય... હાય...! એકસઠ વર્ષની ઉંમર ! એ ‘મુંબઈ’માં કો’કના ઘરમાં મરી ગયો ! પોતાના ગામમાં ગોવા’માં ચાલીસ લાખનો બંગલો (હતો), દસ દસ લાખના બે બંગલા અને બે અબજ ચાલીસ કરોડ ! ધૂળમાંય કાંઈ નથી, એ તો જડની ચીજ છે, તારી કયાંથી આવી ગઈ ? આહા..હા...! મરી ગયો પાંચ મિનિટમાં ! હાય... હાય.. એ.. મને દુ:ખે છે, બોલાવો ડૉક્ટરને ! ડૉક્ટર આવે ત્યાં ભાઈસાહેબ (ચાલ્યા ગયા). દેહ અને આત્મા ભિન્ન છે તેમ ક્ષેત્રથી જુદા પડી ગયા. આહા..હા...! જાય બીજે રખડવા...! આહા..હા...!
અહીં કહે છે, ધર્મી જીવને શુદ્ધ સ્વરૂપ જે આત્મા છે તેનું એને જ્ઞાન છે. એવા જીવને ત્રણે કાળ વિત્તિ આનંદસ્વરૂપ પ્રભુ ! સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે આસ્વાદે અને વેદે છે. અજ્ઞાની અનાદિકાળથી વેદે છે ? શું (વેઠે છે) ? પુણ્ય અને પાપના, રાગ અને દ્વેષના ભાવને – ઝેરને દુઃખને વેદે છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
બે-પાંચ-દસ કરોડ પૈસા આવ્યા અને એને એમ થયું કે, આ..હા..હા...! (એ પૈસા)
Page #84
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૭
૭૧
એની પાસે આવ્યા નથી. એની પાસે તો મને આવ્યા’ એવી મમતા એની પાસે આવી છે. આહા..હા...! એ મમતા દુઃખરૂપ છે. આ..હા..હા....!
પ્રશ્ન :- મમતા ભલે દુઃખરૂપ હોય પણ પૈસા તો સુખરૂપ છે ને ?
સમાધાન :– પૈસા તો ક્યાંય રહી ગયા, ધૂળ તો એને અડતી પણ નથી. એને અડે છે મમતા ! આહા..હા...! વાતું ફેર છે, બાપુ ! આખી દુનિયાથી (જુદી જાત છે). અત્યારે તો સંપ્રદાયમાં પણ આ વાત રહી નથી. શું કહીએ ? આખી ચીજનો બદલો થઈ ગયો !
અંદર ભગવાનઆત્મા ! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ રાગ છે, શુભ છે, વિકાર છે. એનાથી પ્રભુ અંદર જુદો છે. કેમકે એ રાગ તો પલટે છે. શુભરાગ થયો વળી અશુભ થાય. અહીં સાંભળવામાં અત્યારે શુભ રાગ છે, વળી જ્યાં ઘરે કે દુકાનમાં જશે તો ત્યાં હોળી સળગશે ! આ કરો.. આ તાર કરો, આને આ કરો... પાપ ! ભાઈ ! એ પુણ્ય અને પાપના બન્ને પરિણામ પલટતા, નાશવંત છે અને એની સામે અંદર ભગવાનઆત્મા ચિદાનંદસ્વરૂપ અવિનાશી બિરાજે છે એની એને ખબરું ન મળે. આહા..હા...! ધર્મને નામે પણ દયા, દાન, વ્રત, ભક્તિને ધર્મ માની અનંતકાળથી રખડી મર્યો છે. આહા..હા...!
અંદર આત્મા... અહીં આસ્વાદે (છે) એમ આવ્યું ને ? કોને આસ્વાદે છે ? ત્રણ કાળ શુદ્ધ સ્વરૂપને આસ્વાદે છે. અજ્ઞાની કોને આસ્વાદે છે ? રાગ અને દ્વેષને (આસ્વાદે છે). મેસુબ આવે કે રસગુલ્લા આવે એને એ વેદતો નથી, ઈ તો જડ છે. તેના તરફ લક્ષ કરીને ઠીક છે’ એવો રાગ કરે એને એ વેઠે છે. રાગને વેદે છે, દુઃખને વેદે છે. અરે.. અરે...! આ માપ ? સમજાણું કાંઈ ?
અનાદિનો અજ્ઞાની સાધુ થયો, દિગંબર મુનિ થયો, પંચ મહાવ્રત પાળ્યા તોપણ એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખરૂપ છે, સમજાણું કાંઈ ? રાગ છે. આ..હા..હા...! આવી વાતું ભારે આકરી, ભાઈ ! એ રાગના વેદનમાં, દુઃખના વેદનમાં એની જીંદગી અનંતકાળ ગઈ. રાજા થયો, અબજોપતિ થયો, તોપણ તે રાગના વેદનમાં, દુઃખના વેદનમાં હતો. આહા...હા...! હવે, વાત ગુંલાટ ખાય છે. પ્રભુ ! આત્મા અંદર આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન છે. ઘન છે, ચૈતન્યનો સમૂહ છે, આનંદનો પિંડ છે, સચ્ચિદાનંદ છે. સત્ શાશ્વત ચિત્ જ્ઞાન અને આનંદનો સાગર છે ઈ. તમારા રૂપિયાની તો ગણતરી હોય કે, આ બે કરોડ કે ત્રણ કરોડ કે ધૂળ કરોડ. આનું તો માપ નથી એટલા અંદર રત્ન પડ્યા છે ! આત્મામાં ચૈતન્યના રત્નો, અનંત ગુણરૂપી રત્ન અંદર પડ્યા છે, ભાઈ ! આ..હા..હા...! એવા ભગવાનઆત્માની જેણે સ્વસન્મુખ થઈને ૫રથી વિમુખ થઈને, નિમિત્તો, રાગ અને એક સમયની દશાથી પણ વિમુખ થઈને પૂર્ણાનંદના નાથની સન્મુખ થઈને જેણે આત્માને જાણ્યો અને વેઠ્યો એને ધર્મી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
અહીં તો બે-પાંચ-દસ કરોડ હોય એમાં પાંચ લાખ ખર્ચે તો કહે, ઓ..હો..હો...!
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૨
કલશામૃત ભાગ-૫
ધર્મધૂરંધર મોટો ! સમાજ પણ મોટા લાંબા પૂછડાંના બિરૂદ આપી દે ! ભાઈ ! અહીં તો દુનિયાથી બીજી (વાત છે). પાંચ લાખ શું તારા કરોડ દઈ દે ને ! એમાં ધર્મ કયાં હતો ? ઈ તો જડની ચીજ છે. એમાં કદાચિત્ તેં રાગ મંદ ઓછો કર્યો હોય (તો) પુણ્ય થાય. પુણ્ય એટલે રાગ. આ..હા..હા...! રાગ એટલે ઝેર. ભગવાન અમૃતનો સાગર નાથ આત્મા ! એનાથી વિરૂદ્ધ ભાવ રાગ એનું નામ ઝેર છે. સમજાણું કાંઈ ?
અહીં એ શુદ્ધ સ્વરૂપને જે આસ્વાદે છે (તેને જ્ઞાની કહે છે). કેવું છે જ્ઞાન ? (જ્ઞાન) એટલે આત્મા. નિરંતર વર્તમાન છે.’ કાયમ વર્તતું છે, કાયમ વર્તતો ત્રિકાળ ભગવાન ! આહા..હા...! એને જેણે જાણ્યો અને અનુભવ્યો એને કેવું છે જ્ઞાન ? અનાદિનિધન છે.’ જ્ઞાન એટલે આત્મા. અનાદિ જેની આદિ (નથી). છે.. છે.. એને આદિ શી ? જે ચીજ છે એને આદિ શું ? છે તેનો અંત શો ? છે તેના સ્વભાવથી ઈં ખાલી શો ? આહા...હા....! વાત જુદી જાત(ની) છે.
-
દુનિયામાં તો બધું ચાલે છે, બધી અહીં તો ખબરું છે ને ! પેલી નોમે દીક્ષાને પાંસઠમું વર્ષ બેસશે, માગસ૨ સુદ ૯. તમારા જન્મ પહેલાની બધી વાતું (છે). (સંવત ૧૯૭૦ના) માગસર સુદ ૯, રવિવાર. લ્યો ! આજે રવિવાર છે ! પેલા માગસરને પંદર દિ’ રહ્યા, ચોંસઠ વર્ષ પૂરા થશે. જગતને ઘણું જોયું. આહા..હા...! અંતર જ્યારે જાણવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, ઓ..ઈ માળી આ વાત તો બીજી કંઈ છે !! સમજાણું કાંઈ ? સંપ્રદાયમાં ક્રિયાકાંડી ખૂબ કરેલી. આહા...હા...! બાપુ ! મારગડા અંદર જુદા !
ચૈતન્યના તેજ ! એ જ્ઞાનનો ભંડા૨ આનંદસાગર પ્રભુ ! એની સામું જોયું જ છે કયાં ? આમ બહા૨ને બહાર બધી હોળી સળગે. આ છોકરા ને આ પૈસા ને આ આબરૂ ને આ કીર્તિ, ખાવા ને પીવા.. જે જોનારો (છે) એને જોયો નહિ. જોના૨ ૫૨ને જોવામાં રોકાઈ ગયો. આહા..હા...!
અહીંયાં કહે છે કે, જોનારને જ્યાં જોયો... આ..હા..હા...! એ તો જ્ઞાનની મૂર્તિ અને આનંદનો કંદ પ્રભુ છે ! એનું વેદન જેને છે એ જીવ અનાદિનિધન છે. ભગવાન અનાદિઅનંત છે. અનાદિનિધન છે ને ? અનાદિ એટલે આદિ નહિ અને નિધન એટલે અંત નહિ. નિધનનો અર્થ અંત થાય છે. આદિ અને અંત વિનાની એ ચીજ પ્રભુ અંદર છે. સત્... સત્... સત્ શાશ્વત સત્ છે.
વળી કેવું છે ? કારણ વિના દ્રવ્યરૂપ છે.’ ‘સહન’નો અર્થ કર્યો. સ્વભાવિક વસ્તુ છે. એને કોઈ કારણ નથી (કે) કોઈ ઈશ્વરે એને કર્યો છે. છે... એને કરે કોણ ? આહા..હા...! સ્વભાવિક ચૈતન્યમૂર્તિ પ્રભુ ! કારણ વિના સ્વભાવિક વસ્તુ છે. એનું કોઈ કા૨ણ છે નહિ... આહા..હા...! કે, ભાઈ ! ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો. ચીજ નહોતી ? નહોતી એને ઉત્પન્ન કોણ ક્યાં કરે ? અને હોય એને ઉત્પન્ન કોણ કરે ? હોય એને ઉત્પન્ન કોણ કરે ? અને
Page #86
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૭
ન હોય એને ઉત્પન્ન કોણ કરે ? આહા..હા...! Logiથી – ન્યાયથી એને સમજવું પડશે કે નહિ ? આંધળી દોડે એમને એમ ચાલ્યો જાય ! આહા..હા...!
કહે છે, અનાદિનિધન (છે). છે ? કેવું છે ?” સહજ (છે). કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? કોઈ મારો રક્ષક છે કે નહીં’ એ (ભાવ) એને છે નહિ. આહા..હા...! દુનિયામાં તો અરે...! મારો કોઈ રક્ષક, કોઈ ધણી છે કે નહિ ?) દુકાળ પડે તો ગરીબ હોય તો વાણિયાને, શેઠિયાને એમ કહે, શેઠિયાઓ ! આ કાળ અમને પા૨) ઉતારો. અમારી પાસે સાધન નથી, તમારો આધાર છે. એમ કહે છે ને આ બધા ? કણબી હોય (એમાં) આવે, આ કાળ અમને ઉતારો ! ઈ એના રક્ષક થયા, ધૂળના !
ધર્મીને કોઈ રક્ષક નથી તેમ કોઈ ભક્ષક નથી. એ શાશ્વત વસ્તુનો રાખનાર કોઈ નથી અને શાશ્વત વસ્તુનો કોઈ નાશ કરનાર નથી. આહા..હા...! એ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિરૂપે બિરાજમાન છે. એટલે શું ? દ્રવ્ય એટલે વસ્તુ. ક્ષેત્ર એટલે એની પહોળાઈ – અસંખ્યપ્રદેશ છે ઈ. કાળ એટલે વર્તમાન દશા, ભાવ એટલે ત્રિકાળી ગુણ શક્તિ. એ સ્વથી છે, પરથી નથી. પરથી નથી એટલે ૫૨ હોય તો આ છે એમ નથી. ૫૨ મારું રક્ષણ કરે અને ૫૨ મદદ કરે, મને કોઈ સહાય કરે તો હું રહી શકું એવી એ ચીજ નથી. ભિન્ન છે. મૂંઢે (એકત્વ) માન્યું છે. આ તો માટી, ધૂળ છે. ઈ તો એની એને ખબર નથી કે, હું માટી છું.
દાખલો નહોતો આપ્યો ? કાલે આપ્યો હતો ને ? ચૂંક વાગે, ચૂંક ! કાટવાળી ખીલી (વાગે) તો એમ કહે કે, મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એમ ત્યાં કહે કે, માટી પાકણી છે. વળી પાછો માટીનો (સ્વામી) પોતે થાય ! માટીનો માટી થાય ધણી ! આ..હા..હા...! શું છે આ તે બધું ? ભોગળ બધું કઈ રીતે વર્તે છે ?
અહીં કહે છે, મારો કોઈ રક્ષક છે કે નહિ ? એવા ભયથી રહિત ધર્માત્મા છે. સમ્યષ્ટિ – ધર્મી એને કહીએ કે, જેને શાશ્વત વસ્તુની દૃષ્ટિ થઈ છે અને અનુભવ થયો છે. એને કોઈ મને રાખે તો રહું, રક્ષક હોય તો રહું' એવું એને હોતું નથી. આહા..હા...! તેમ કોઈ મારું ભક્ષક નથી. રક્ષક નથી તેમ ભક્ષક પણ નથી. ત્રણકાળમાં કોઈ મારો નાશ કરી શકે (એવું છે નહિ). આ...હા...હા..હા...! સચ્ચિદાનંદ પ્રભુ ! શાશ્વત વસ્તુ નિત્ય (છે) એને રાખે કોણ ? એને ભક્ષે કોણ ? નાશ કરે કોણ ? આ..હા..હા...! હું મારાથી – ત્રિકાળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મારી હયાતી મારે લઈને, મારાથી છે. ૫૨ની (મારી) અંદર નાસ્તિ છે ત્યાં ઈ પર મારી રક્ષા કરે તો (હું) રહું (એમ ક્યાંથી આવ્યું ?) શું કીધું ઈં ? ભગવાનઆત્મામાં વસ્તુમાં શ૨ી૨, વાણી, મન, પૈસા-લક્ષ્મીની નાસ્તિ છે. એમાં નથી. તો જેમાં એ નથી ઈ વસ્તુ એની રક્ષા કરે ? ઈ તો રક્ષિત, સદાય રક્ષિત જ છે. આહા..હા...!
સત્તા – હોવાવાળી ચીજ શાશ્વત નિત્ય (છે) પણ એની નજરમાં ન આવે. આ..હા...!
—
૭૩
—
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
કિલશામૃત ભાગ-૫ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ! એવી શાશ્વત વસ્તુની જેને અંતર દૃષ્ટિ થઈ તેને કોઈ મને રાખે એવી રક્ષાનો ભય એને હોતો નથી. આહા..હા..! આહાહા...! અહીં શરીર રહે
ત્યાં સુધી સામગ્રી અનુકૂળ હોય તો મને ઠીક પડે, એમ માને છે ને ? શરીરની છેલ્લી સ્થિતિ સુધી મને સામગ્રીની અનુકૂળતા રહે. પૈસા, મકાન, બાયડી, છોકરા સરખા રહે તો મારી સેવા-બેવા કરે. આવું મૂરખ અનાદિથી માને છે. આહા...હા...! પણ એવો આત્મા નથી. એ તો પોતાથી રક્ષિત અને પોતાથી અવિનાશી સત્તા – ચીજ છે. આહા..હા..! એને કોઈ રક્ષક હોય એવો એને ભય નથી.
“શા કારણથી ? “જ્ઞાનિન: તદ્ધી ત:” (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને મારો રક્ષક કોઈ છે કે નહીં એવો ભય ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો.” આહાહા...! મુગર, હથિયાર, ભાલાં એવી ચીજ હોય તો મારું રક્ષણ તો કરે. કારણ કે કોઈ મારવા આવે તો આમ ભાલો હાથમાં રાખે તો મારું રક્ષણ થાય). પણ તારું એટલે તું કોણ પણ? શરીર તું છો ? મારવા આવે ને ? હાથમાં ભાલો-બાલો હોય ને તો આવી ન શકે. એટલે મારું રક્ષણ થયું. કોનું પણ ? શરીરને પણ રહેવું હતું તો રહ્યું છે. ઈ તારે લઈને નહિ. ઈ માર્યું નહિ માટે નહિ. અને એને લઈને તારું – આત્માનું રક્ષણ થયું એ તો ત્રણકાળમાં છે નહિ. આ..હા..હા...! ભાલા રાખે છે, શું કહેવાઈ પેલી ? ઢાલ, ઢાલ ! મોટી ઢાલ રાખે ને ? પોતાના રક્ષણ માટે. એટલે કોનું રક્ષણ ? આ શરીરનું. એ ધર્મીને એવા ભાલા ને એવા બાણ ને શું કીધું ? ઢાલ, ઢાલ ! એની એને જરૂર નથી. આહા..હા..! શાશ્વતી ઢાલ પડી, છે એને રાખે કોણ ? અરે...! કેમ બેસે વાત?
ક્ષણમાં નાશવાન (ચીજ પલટી જાય છે). જુઓને ! અત્યારે તો ક્ષણમાં દેહ પલટી જાય ! આ.હા...! Heart failનું હમણાં કેટલું સાંભળીએ છીએ ! પચાસ-સાઠ વર્ષ પહેલાં એમ કહેતા હતા કે, ભાઈને પાટીયા ભિંસાય છે. એવું કહેતા. પાટીયા ભિંસાય છે). અત્યારે એનું Heart fail નામ આવ્યું. Heartનો Attack ! ભાઈને બીજી વાર આવ્યો, તમારા શેઠને. ચાલીસ કરોડ ! હમણાં ત્રણ-ચાર મહિના પહેલા અહીં આવ્યા હતા. ચાલીસ કરોડ રૂપિયા ! અહીં સાંભળવા આવ્યા હતા, બેઠા હતા. આ ૨૭મી તારીખે મરી ગયા ! ૬૬ વર્ષની ઉંમર ! ચાલીસ કરોડ રૂપિયા ! હમણા વ્યાખ્યાનમાં આવ્યા હતા. અહીં ભાઈ પાસે ખુરશીમાં બેઠા હતા. ૬૬ વર્ષની ઉંમર ! ૨૨ X ૩ = ૬૬ અને ૨૨ X ૪ = ૮૮. ચાલ્યા ગયા ક્ષણમાં ! એના મોટા ડૉક્ટરો સદાય એની સેવામાં હોય જ છે. એવો મોટો માણસ, મોટો માણસ ! એના બંગલામાં અમે રહી આવ્યા છીએ. ત્યાં બધે વ્યાખ્યાન આપ્યા છે. કલકત્તા’, ‘દિલ્લી' (બધે વ્યાખ્યાન આપ્યા છે). બાકી એને ઘરનું એક ગામ છે. કયું ગામ કીધું ? “દાલમિયાનગર' ! આખું નગર એનું પોતાનું છે. આખું શહેર ! ત્યાં ગયા હતા. ત્યાં પણ હતા, વ્યાખ્યાનમાં હતા. પણ આ બહારની ઝંઝાળ આડે આ નિર્ણય કરવાના
Page #88
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પ૭
૭૫
વખત ક્યાં છે ? બાપા ! મારી નાખ્યા મોહે !
રાત્રે કહેતા હતા ને ? ભાઈ ! મોહની લાળ ! આહાહા..! ૨૫મી તારીખે Heart Attack આવ્યો એટલે ઇસ્પીતાલ લઈ ગયા. ૨૭મી સવારે દેહ છૂટી ગયો, લ્યો ! ધૂળ છે. આહા...હા! બાપુ ! ઈ તો દેહ છૂટ્યો પણ તું કાંઈ નાશવાન છો ? અંદર તારું મરણ થયું છે ? એ તો દેહનો વિયોગ થયો એને દુનિયા મરણ કહે છે. પણ તારો તને વિયોગ થયો ? આહા..હા...! શાશ્વત અનાદિઅનંત નિત્યાનંદ સત્ સત્તા ! એનો એને વિયોગ કે દિ હોય ? કે, જેથી એને રક્ષાની જરૂર પડે. આહા..હા..! અરક્ષક છે. પોતાથી જ પોતે રક્ષક છે. પરથી રક્ષક છે એવું છે નહિ. ઝીણી વાતું, ભાઈ ! ધર્મ ચીજ એવી છે. આહાહા....! આ તો બાવીસ-ત્રેવીસ કલાક પાપ કરે, આખો દિ ધંધા, બાયડી, છોકરા સાચવવા, કલાક મળે (અને) સાંભળવા જાય તો કુગુરુ લૂંટી લે ! “શ્રીમદ્ કહે છે. કલાક સાંભળવા જાય તો કુગર લૂંટી લે ! એટલે ? વ્રત કરો ને તપ કરો (તો) તમારે ધર્મ થાય. બિચારાને (એમને એમ) જિંદગી જાય. “શ્રીમ’ એમ કહે છે. આ જાત્રા-બત્રા કરો (તો) તમારે ધર્મ થશે. એ કો’ક કહેતું હતું કે, એક ભાઈએ) પચાસ હજાર ખર્મા, (બીજાએ) લાખ ખર્ચા. એવી વાતું કરતા. આપણે ક્યાં જોવા ગયા છીએ ? આહા..હા...! અરે..! આત્મા શું ચીજ છે એની ખબરું ન મળે અને આ બધી રખડપટ્ટીમાં ધર્મ માની લીધો. આહાહા...! રાગની મંદતા કરે તો પુણ્ય – શુભ ભાવ છે અને શુભ ભાવ તે વેદનમાં ઝેર છે. આકરી વાતું, ભાઈ ! અંદર અમૃતસાગર ભગવાન બિરાજે છે) ! આ..હા..હા...!
આજે તો આ “આંધ્ર પ્રદેશનું યાદ આવી ગયું કે, બહુ દરિયો ઉછળ્યો. પચાસ માઈલ લાંબો ! દસ માઈલ પહોળો ! ઓગણીસ ફૂટ ઊંચું પાણીનું દળ ! “આંધ્ર પ્રદેશમાં ! આ.હા...હા...! આમ તો કહેવાય છે કે, “મેહરામણ માઝા ન મૂકે “ચેલૈયામાં નથી આવતું ? ચેલૈયો આવે છે ને ? એ તો વાતું ગોઠવી છે. એક બાવો આવ્યો હતો અને એના બાપને કહ્યું કે, માંસ જોઈએ. તો બાપે પૂછ્યું, કોનું? તો કહે, તારા છોકરાનું માંસ. હવે, છોકરાને બોલવો ! “ચેલૈયો ભણવા ગયેલો. બધી ગોઠવેલી વાત છે. “ચેલૈયાને ખબર પડી. “બિલખાની (વાત) છે ને? “બિલખા”ની છે, “બિલખામાં છે. બધી ખબર છે, ક્યા ગામ ? ને શું વાત છે) ? બધી વાત ક્યાં મૂકવી ? પછી “ચેલૈયાને ખબર પડે છે તો ઈ બોલે છે, “ભાનું તો મારી ભોમકા લાજે ભાગું નહિ. મારો બાપ કરે ત્યાં હું જાઈશ. “ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન જડે ભાર ભોરિંગ એટલે સર્પ. કહે છે ને ? અહીં સર્પ નથી, નીચે એક નાગકુમાર દેવ છે. ભવનપતિના નાગકુમાર દેવ છે. એને લોકો ધર્મ કરીને તેમાની બેઠા કે. ભોરિંગે આ પૃથ્વીને ધારી રાખી છે. બધા ગપ્પગપ છે ! કહે છે ને એ લોકો ? “મેહરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત્ ન ચૂકે મેહરામણ માઝા ન મૂકે એમાંથી) વિચાર આવી ગયો (કે), આ મેહરામણે (આંધ્ર પ્રદેશમાં) માઝા મૂકી દીધી. ગામના ગામ ખલાસ કરી નાખ્યા.
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬
કલશામૃત ભાગ-૫
પાણી આમ ઓગણીસ ફૂટ ઊંચું ! અને પચાસ માઈલ લાંબુ ! દસ માઈલ પહોળું ! આહા..હા...! દેહની સ્થિતિ પૂરી થાય એ પ્રસંગ આવે, આવે ને આવે. એ સંયોગો એવા બને, કર્યાં કોઈના થાય નહિ, રોક્યા કોઈના રોકાય નહિ. આહા..હા...!
અહીં કહે છે, પ્રભુની મર્યાદા આત્મા ન રોકે. એની મર્યાદા જે શાશ્વત છે એને કોઈ રક્ષક હોય તો રહે એમ નથી. એ તો સત્સ્વરૂપ અનાદિઅનંત ભગવાન બિરાજે છે. ધર્મીને દૃષ્ટિમાં શાશ્વત આત્મા તરવરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું ! ત્યાં ‘મુંબઈ’માં ક્યાંય સાંભળવા મળે એવું નથી.
મુંબઈ’ પણ ઘણી વાર જોયું છે ને ! પહેલા તો ધંધા માટે આવ્યો હતો. (સંવત) ૧૯૬૬, ૧૯૬૭ની સાલ ! ‘પાલેજ’થી ‘મુંબઈ’ માલ લેવા આવતો. આ તમારા જન્મ પહેલાની વાતું (છે). ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮. છેલ્લે ૧૯૬૮માં માહ મહિનામાં આવ્યા હતા. મેં ચોખાની સો ગુણી લીધી હતી. સો ગુણી ચોખાની ! મોટો વેપાર હતો. આ તો ૧૯૬૮ની વાત છે. કેટલા વર્ષ થયા ? પાંસઠ-છાસઠ (વર્ષ થયા) ! ધૂળધાણી ને વા-પાણી ! દુકાનમાં પાંચ વરસ વેપાર કર્યો છે, હોં ! (પછી) કીધું, આપણને આમાં કાંઈ રુચતું નથી. મુમુક્ષુ :- દુકાન ચાલુ છે. ઉત્તર ઃચાલે છે ને દુકાન, મોટી દુકાન છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણચાર લાખની પેદાશ છે. એ બધું ધૂળ ને ધાણી ! આ શાશ્વત આત્માના ભાન વિના બધા ફાંફાં.. ફાંફાં છે. આહા..હા...! એ..ઈ...!
અહીં એ કહે છે, સમ્યક્દષ્ટિ જીવને મારો કોઈ રક્ષક હોય છે કે નહીં’ એવો ભય ચાંથી હોય ? કા૨ણ કે અરક્ષકપણું (છે) એને ૫૨માણુ માત્ર પણ અરક્ષક નથી. આહા..હા...! એ તો ત્રિકાળી રક્ષક જ છે. એને એ રજકણ કે (બીજો) કોઈ હોય તો રહે (એવું નથી). કોઈ ૫૨માણુ માત્ર અરક્ષક નથી. આ..હા...હા...!
એ મરતાં (વખતે) સ્વજન ભેગા થયા હોય... આહા..હા...! એક ફેરી, મુંબઈ... મુંબઈ’ ને ? ‘રાજકોટ... રાજકોટ’ ! (એક) કરોડપતિ (હતા) એના કાકાનો દીકરો હતો, નવી પરણેલો અને છેલ્લે વ્યાધિ (લાગુ પડી). મોટું કુટુંબ ! ઓરડો ભરાઈ ગયો. હું ગયો. ત્રણે ભાઈ ઊભા હતા, કરોડપતિ ! આહા..હા...! બે બાજુ ન્યૂમોનિયા ! શ્વાસ લેતાં અંદરથી રાડ (નાખે) ! એ બધા કુટુંબ-કબીલાથી આખો ઓરડો ભરાઈ ગયેલો. બધા પૈસાવાળા ગૃહસ્થ ! ધૂળેય કોઈએ રાખ્યો નહિ. આંખમાંથી આંસુ ચાલ્યા જાય. આહા..હા...! મહારાજ ! માંગલિક સંભળાવો ! પણ માંગલિક સંભળાવતા (વખતે પણ) એને બિચારાને અંદર પીડાનો પા૨ નહિ). આહા..હા...! (એક ભાઈએ એના) હાથમાં કાંઈક હતું (ઈ આપ્યું અને કહ્યું), મહારાજને વોરાવો ! પણ એ હાથ પણ કાંઈ કામ કરતો નહોતો. આહા..હા...! કઈ સાલની (વાત છે) ? ૧૯૯૯ની વાત છે. આખું કહળું કુટુંબ ! ઓરડો ભરાઈ ગયેલો. એને સાધ્ય (હતી),
Page #90
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૭
હોં ! બસ ! ઉડી ગયા, દેહ છૂટી ગયો. બધા ઊભા ઊભા જોવે. કરોડોપતિ ! આંખમાંથી આંસુની ધારા (ચાલી જાય). કોણ શરણ છે ? બાપા ! મફતનો ફાંફાં મારીને મરી ગયો !
આહા..હા...!
৩৩
આત્મા પોતે અરક્ષક છે, જોયું ? અરક્ષકપણું પરમાણુ માત્ર પણ નથી.’ એમ કહે છે. જરી પણ અરક્ષકપણું નથી. પૂર્ણ રક્ષકપણું જ પોતાનું સ્વરૂપ છે એમ કહે છે. આહા..હા...! શા કારણથી નથી ? જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે...' લ્યો ! આહા..હા...! પહેલી લીટી છે. હોવાવાળી ચીજ છે, સત્તા છે, હોવાવાળું તત્ત્વ છે એનો નાશ કેમ હોય ? (સત્તાસ્વરૂપ) વસ્તુ છે તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી.’ આહા..હા..! વસ્તુ હોવાવાળી સત્તા ભગવાન છે એનો તો વસ્તુસ્થિતિથી કોઈ દી નાશ થતો નથી. આહા..હા...!
‘કૃત્તિ નિયત વસ્તુસ્થિતિ: વ્યવત્તા' આ કારણથી અવશ્યમેવ વસ્તુનું અવિશ્વ૨૫ણું પ્રગટ છે.' આહા..હા...! સત્તા છે, ભગવાનઆત્મા છે ને ? છે એ અવિનશ્વર છે. એની સત્તાને કોઈ નાશ કરી શકે એવું છે નહિ. આ..હા..હા...! વસ્તુનું અવિનશ્વ૨૫ણું પ્રગટ છે. નિશ્ચયથી આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે (સ્વયં વ સત્' (અર્થાત્) સ્વભાવથી જ એ ચીજ એવી છે. આહા..હા...! આ પરમાણુ છે, આ પરમાણુ રજકણ એ પણ મૂળ ૫૨માણુ શાશ્વત છે. એની અવસ્થા બદલાય. આ લોહીની, પહેલા લોટની (હતી), ઘઉંની (હતી), ધૂળની એ બધી અવસ્થાઓ હતી. પરમાણુ જે મૂળ છે એ તો શાશ્વત છે. આહા..હા...! અવસ્થા બદલાય. એમ ભગવાન વસ્તુ તરીકે તો શાશ્વત છે. આહા..હા...! એની અવસ્થા વર્તમાન દશા બદલાય પણ દશા બદલતાં વસ્તુ બદલી જાય છે એમ નહિ. વસ્તુ તો એવીને એવી ત્રિકાળ આનંદનું દળ પ્રભુ (એવુંને એવું રહે છે).
નિશ્ચયથી આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે સહજ જ...' સહજ ! સહજ જ, એમ. સ્વભાવિક જ. આહા..હા...! છે તે સ્વભાવિક જ ત્રિકાળ સત્તા છે, કહે છે. અરે......! અહીં તો (અજ્ઞાની) કહે, મરી જાઉં છું. કોણ મરે ? અરે... બાપા ! તને ખબર નથી. આહા..હા...! જીવના સ્વરૂપની દ્રવ્યાન્તર દ્વારા શી રક્ષા કરવામાં આવે ? શું કહે છે ? ભગવાનઆત્મા સત્તા શાશ્વત છે એને અનેરા દ્રવ્યના કારણે રક્ષા શી રીતે થાય ? આત્મા સિવાય અનેરા દ્રવ્ય(થી) રક્ષા શી રીતે હોય ? આહા..હા...! છે એને અનેરા દ્રવ્યની રક્ષા શી રીતે હોય ? ભાષા જરીક (એવી છે). દ્રવ્યાન્તર (શબ્દ) છે ને ? (એટલે) અનેા. પોતે વસ્તુ છે એને અનેી ચીજથી રક્ષે તો રહે એવી ચીજ છે નહિ. આહા..હા...! આ..હા..હા...!
—
–
એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યો નહોતો. કાઢો રે કાઢો એને સૌ કહે, જાણે જન્મ્યો નહોતો...' આહા..હા...! દેહની સ્થિતિ નાશવાન (છે), વસ્તુ ક્યાં નાશવાન છે ? સગી રે નારી તારી કામની, એ ઊભી ટગટગ જોવે, આ રે કાયામાં હવે કાંઈ નથી, એમ ધ્રુસકે ધ્રુસકે રોવે...’ આહા..હા...! નાશવાન ચીજને નાશવાન દેખીને માળા રોવે ! અંદર
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
કલશામૃત ભાગ-૫ અવિનાશી ચીજની એને ખબર ન મળે. આમ જોવે, નજર કરે ત્યાં. અરે...! આ તો કાંઈ ન મળે, હાય.. હાય..! હવે પૂછવાનું કોને) ? કે, અમારે પાછળથી શું કરવું ? પણ ઈ કયાં ગયો એનું પૂછ્યું ? પણ એની સ્થિતિની દશા કેવી હતી એના કારણે ક્યાં જન્મ્યો અને કેવા અવતારે ગયો એનું કોઈએ જોયું ? એ મરીને નરકે ગયો કે ઢોરમાં ગયો છે એને ક્યાં પડી છે ? એને તો વર્તમાન પોતાની સગવડતાનું સાધન – મજૂર હતો ઈ સગવડતામાંથી ગયો એને રોવે છે. ઈ મરીને ઢોરમાં ગયો કે ક્યાં ગયો) ઈ એને ક્યાં સપનામાં ન્હાવું છે ? એ.ઈ....! આવી વાતું છે, બાપુ આહાહા...!
‘દ્રવ્યાન્તર દ્વારા...” શું કીધું ? (પરેડ) છે ને ? ભગવાન આત્મા શાશ્વત વસ્તુ છે એનું જ્યાં અંતરમાં સમ્યગ્દર્શન થયું – સત્ય દર્શન થયું એવા ધર્મીને, કોઈ દ્રવ્યાન્તર (એટલે) અનેરા દ્રવ્ય રહે તો હું રહું એવો ભય એને હોતો નથી. દ્રવ્યાન્તર (એટલે) પોતાના દ્રવ્ય સિવાય અનેરી વસ્તુથી રહે એ ચીજ છે નહિ. આહા..હા...! ભાઈ ! આવી વાતું, લ્યો ! (દ્રવ્યાન્તરથી) “શી રક્ષા કરવામાં આવે ?'
ભાવાર્થ આમ છે કે – બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય કે મારો રક્ષક કોઈ છે કે નહીં... અરે...! મને કોણ રાખે ? છોકરાઓ પણ નહિ). આહા..હા..! પૈસાના ઢગલા કર, એવું એક ઠેકાણે આવે છે. પાપ કરીને (કમાયેલા) પૈસાના ઢગલા કર ત્યાં. મરતાં ઢગલો કરી માગ, પ્રાર્થના કર (કે), મેં તારે માટે જિંદગી ગાળી (તો) તું અત્યારે કંઈક રક્ષા તો કર. આહા..હા..! એવું શ્વેતાંબર શાસ્ત્ર “સૂયગડાંગમાં આવે છે. એવી વૈરાગ્યની વાતું તો એનામાં હોય પણ દૃષ્ટિમાં ફેર છે. પૈસાના) મોટા ઢગલા કર્યા ! આ..હા..!
પેલો “સીકંદર' નહિ ? અબજો રૂપિયા લૂંટી ઘૂંટીને ભેગા કર્યા ! મરતાં હાથ ઉઘાડા. કરીને કહે છે), હું જાઉં છું. મારી પાસે –સાથે) કાંઈ આવતું નથી. મારા વરખાસન ખાનારા હકીમો ઊભા રહો, મને તમે રાખી શક્યા નથી. અબજો રૂપિયા ! પછી કહ્યું, ‘મારો જનાજો એ હકીમોને ખંભે ઉપડાવજો મારા વરખાસન ખાધા પણ મને રાખ્યો નહિ તો આ જનાજો ઉપડાવજો, એટલું તો કરજો ! આહાહા...!
અહીં તો કહે છે, પ્રભુ આત્મા ! આહા..હા...! મારો કોઈ રક્ષક છે કે નહિ ? એવો ભય સમ્યદૃષ્ટિ જીવને હોતો નથી. આહા...હા...! કારણ કે તે એવો અનુભવ કરે છે કે...” આ..હા...હા...! ધર્મી જીવ કે જેણે આત્માના જ્ઞાન કર્યા છે. આહા...હા..! આત્મજ્ઞાન જેણે કર્યું છે, આત્માનું જ્ઞાન કર્યું છે... આહાહા..! તે એમ અનુભવે છે કે, “શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે;...”
મારો પવિત્ર પ્રભુ ભગવાન ! ત્રિકાળી વસ્તુ સ્વભાવિક જ શાશ્વત છે. એને કોઈ રાખે તો રહે એવી એ કોઈ ચીજ છે નહિ. આહા..હા...! આ નિર્જરા અધિકાર છે. ધર્મીજીવને પોતાના આત્માની શાશ્વત ચીજના આશ્રયથી જે વેદન થયું એમાં એને થયું કે, આ તો
Page #92
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૭૯ શાશ્વત ચીજ છે. એને રાખું તો રહે એવું છે નહિ. ‘સહજ જ શાશ્વત છે;” સ્વભાવે જ એ શાશ્વત છે, સ્વભાવે જ એ કાયમી રહેલી ચીજ છે. એટલે સ્વભાવથી જ કાયમ રહેલી ચીજ છે અને હવે કોઈ રક્ષા કરનાર રહે તો (રહે, એવું કાંઈ છે નહિ. માટે ધર્મીને કંઈ ત્રાસ નથી. કોઈ રાખે તો રહે એવો ભય નથી. હું સદાય ત્રિકાળ રક્ષિત જ છું. સમજાણું કાંઈ ? આહાહા..!
અહીં તો મરતાં સુધી સગવડતા રાખો, મકાનની, પૈસાની, નોકરોની સગવડતા રાખો). છેલ્લે દેહ છૂટે ત્યાં સુધી આ બધી સગવડતા રહે. કાંઈ નહિ રહે, સાંભળને ! ત્યાં તારા મોઢા ફાટી જશે. આહા...હા.!
અહીં એ કહે છે, ધર્માત્માને (એટલે કે જેને આત્મજ્ઞાન થયું છે અને આત્મા શાશ્વત ભાસે છે. કોઈપણ રાગના કાળમાં પણ એ તો ભેદજ્ઞાનમાં આત્મા શાશ્વત ભાસે છે. સમજાણું કાંઈ ? શુભ અને અશુભ ભાવ હો પણ એ વખતે પણ આત્મા તો એનાથી ભિન્ન શાશ્વત ભાસે છે. આહા...હા...! એને પૂર્વના કર્મના કારણો આવે એ બધા ખરી જાય છે એમ કહે છે. આ નિર્જરા અધિકાર છે ને ? અશુદ્ધતા જરી થાય (એ) ખરી જાય છે. કર્મનો સંયોગ આવે એ છૂટો પડી જાય છે. પોતાની દૃષ્ટિ શાશ્વત ઉપર હોવાથી અશાશ્વત ચીજ એને સંયોગમાં) આવે તો એ) છૂટી પડી જાય, એની સાથે રહેતી નથી. એનું નામ ધર્મી અને નિર્જરા કહેવામાં આવે છે. વિશેષ લઈશું... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂતવિક્રીડિત)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२६-१५८ ।।
ખંડાન્વય સહિત અર્થ :- : સા સા વિતિ (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સદ્દા વિખ્વતિ) નિરન્તર અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? “સ્વયં” અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? “સ” શુદ્ધ વસ્તુસ્વરૂપ છે. વળી કેવું છે ? “સતતં’ અખંડધારાપ્રવાહરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “નિ:શં: “વસ્તુને
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦
કલશામૃત ભાગ-૫
જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે. “ત: વસ્થ રન પુપ્તિ: પર્વ ન મવેત્ જ્ઞાનિન: તદ્ધી ત:' (ત:) આ કારણથી () શુદ્ધ જીવને (વિન ગુપ્તિ:) કોઈ પ્રકારનું અગુપ્તિપણું ન મત) નથી; (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) “મારું કાંઈ કોઈ છીનવી ન લે એવો અનુપ્તિભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ હોતો નથી. શા કારણથી ? “વિત્ર વસ્તુન: વં રૂપ પરમ પ્તિ: તિ' (નિ) નિશ્ચયથી (વસ્તુન:) જે કોઈ દ્રવ્ય છે તેનું નવું રૂપ) જે કાંઈ નિજ લક્ષણ છે તે (૫૨માં ગુપ્તિ: તિ) સર્વથા પ્રકારે ગુપ્ત છે. શા કારણથી ? યેત્ સ્વરૂપે : પિ પર: પ્રવેણુમ્ન શવત્ત:) (ય) કારણ કે સ્વરૂપે) વસ્તુના સત્ત્વમાં (વ: પિ પર:) કોઈ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેણુમ) સંક્રમણ કરવાને –સંચરવાને) ન શત્તિ:) સમર્થ નથી. T: જ્ઞાનું સ્વરૂપ ' (1) આત્મદ્રવ્યનું (જ્ઞાન સ્વરૂપ) જ્ઞાન સ્વરૂપ છે અર્થાતુ ચૈતન્ય સ્વરૂપ છે. (૨) તે જ જ્ઞાનસ્વરૂપ કેવું છે ? “ તું” કોઈએ કર્યું નથી. કોઈ હરી શકતું નથી. ભાવાર્થ આમ છે કે–બધા જીવોને એવો ભય હોય છે કે મારું કાંઈ કોઈ ચોરી જશે, છીનવી લેશે?? પરંતુ આવો ભય સમ્યગ્દષ્ટિને હોતો નથી. કારણ કે સમ્યગ્દષ્ટિ એવું અનુભવે છે કે “મારું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં, વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે. ૨૬-૧૫૮.
કારતક વદ ૧૦, સોમવાર તા. ૦૫-૧૨-૧૯૭૭.
કળશ-૧૫૮, પ્રવચન–૧૬૭
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्ति: स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शक्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२६-१५८ ।।
અહીંયાં નિર્જરાનો અધિકાર છે. નિર્જરા એટલે ? આત્માના અનુભવથી, આત્મા વસ્તુ છે એ ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. એનો અનુભવ, એની દૃષ્ટિ થતાં, એનો અનુભવ (થતાં) જ્ઞાનનો અને આનંદનો અંશ વેદનમાં આવે. એને અહીંયાં સમ્યક્દૃષ્ટિ અને ધર્મી
Page #94
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
કહે છે. એને પૂર્વના કર્મ નિર્જરી જાય છે. અશુદ્ધતા થોડી હોય એ પણ ગળી જાય છે અને અંતર દૃષ્ટિમાં પૂર્ણ શુદ્ધતાના સ્વભાવનો આદર છે તેથી શુદ્ધતા પણ વધી જાય છે. પર્યાયમાં શુદ્ધતા વધે છે એને અહીં નિર્જરા કહે છે. બધી ભાષા અજાણી લાગે !
અહીંયાં નિર્જરાનો અધિકાર છે, તો નિર્જરા એટલે નિ (એટલે) વિશેષે ઝરવું. શેનું ઝરવું ? કે, કર્મનું ઝરવું, અશુદ્ધતાનું ગળવું. એ નાસ્તિથી છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી એ અસ્તિથી છે. એને નિર્જરા કહેવાય છે. (એ નિર્જરા) કોને હોય ? (કે) જેને આ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ! નિત્ય ધ્રુવ(ને) દૃષ્ટિમાં લઈ અને જેણે તેનું વેદન કર્યું છે (તેને નિર્જરા હોય). આવી વાત છે.
૮૧
અનાદિથી અજ્ઞાની એ પુણ્ય-પાપના ભાવ જે કૃત્રિમ વિકા૨ (છે) અને એના ફળ તરીકે સંયોગી ચીજો એ મારી એમ માનીને મિથ્યાત્વને સેવે છે ઈ મહા અધર્મની દૃષ્ટિને સેવે છે. સમજાણું કાંઈ ? એને અધર્મ વધે છે, કર્મનું બંધન એને થાય છે, અશુદ્ધતા વધે છે એટલે અધર્મ વધે છે. શુદ્ધતા તો છે નહિ. આહા..હા...!
ધર્મી જીવની શરૂઆતમાં... ઈં અહીં કહે છે, જુઓ ! મ: જ્ઞાનં સદ્દા વિસ્તૃતિ સમ્યક્દષ્ટિ જીવ પ્રથમમાં પ્રથમ જેને ધર્મની શરૂઆત થાય છે, જન્મ-મ૨ણ અંતના આરા જ્યાં આવ્યા છે, આહા..હા...! એવી અંતર ચીજને (અનુભવે છે). જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ (છે) એવો ભાવ (એને અનુભવે છે). આહા..હા...! ભગવાનઆત્મા ! શુદ્ધ ચૈતન્યઘન છે. અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ વસ્તુ વીતરાગમૂર્તિ છે. એમાં ભવ અને ભવના ભાવનો એમાં અભાવ છે. એવા રાગ અને ભવના અભાવ સ્વભાવ એવું સ્વરૂપ (છે) એવું જેણે દૃષ્ટિમાં લઈને વેઠ્યું છે (તે સમ્યક્દષ્ટ છે). આ ઝીણી વાત છે, ભાઈ ! નિર્ણય... નિર્ણય કહ્યો હતો ને ? નિર્ણય તો એને કહીએ (કે), એ તો વિકલ્પ સહિત હજી નિર્ણય હોય. પહેલો વિકલ્પ સહિત આ ચીજ આવી છે’ એવો નિર્ણય (હોય) પણ ઈ કંઈ વાસ્તવિક નિર્ણય નહિ. વાસ્તવિક નિર્ણય તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ જેની દૃષ્ટિમાં આવતાં જેના અનંત ગુણની સંખ્યા(ના) દરેકનો અંશ વ્યક્તપણે વેદાવામાં આવે ત્યારે એને સમ્યગ્દર્શનનો નિર્ણય કહેવામાં આવે. આ..હા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ તો આખી દુનિયાથી બીજી વાત છે. આહા..હા...!
—
એ કહે છે, જુઓ ! (F:) એટલે તે. કોણ તે ? સમ્યગ્દષ્ટિ જીવ...’ આહા...હા...! જેણે પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ! જેની જ્ઞાનની વર્તમાન પર્યાય - દશામાં જણાઈ ગયો છે અને જાણીને એણે પ્રતીત કરી છે કે, આ આત્મા પૂર્ણ આનંદ છે તે હું. આવી વાતું છે. જેને આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યઘન ! એની જેને પ્રતીત અને અનુભવ થઈને વેદન થયું છે એને અહીંયાં સમ્યક્દષ્ટિ કહે છે. શરતું બહુ ! રૂપિયામાં તો કાંઈ નહિ આવે. પુણ્યને લઈને ધૂળ ભેગી થઈ જાય. ત્યાં કાંઈ પુરુષાર્થથી તે મળે છે એવી
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૨
કલામૃત ભાગ-૫
ચીજ છે નહિ.
આ તો અનંત પુરુષાર્થ છે, પ્રભુ ! પૂર્ણ જેની વર્તમાન દશામાં જ્ઞાનનું અંશપણું છે, રાગનું છે ઈ જુદું રાખો. એ અંશપણાને (-પર્યાયને) પૂર્ણ રીતે હું છું એમ અનાદિથી માન્યું છે. એ અંશ છે તે હું છું એમ માન્યું છે. એનું નામ જૂઠી – મિથ્યાદૃષ્ટિ કહેવામાં આવે છે. પણ જેનો અંશ છે એ આખી ચીજ અંશી વસ્તુ નિત્યાનંદ પ્રભુ છે. એની પ્રતીતિ અને જ્ઞાન કરીને એનું વેદન લાવવું. આ..હા...હા...! ત્રણ બોલ થયા ને ? કે, પૂર્ણાનંદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરી, તેની પ્રતીત કરી અને તેનું ચારિત્ર એટલે વેદનનો અંશ લાવવો એમ કહેવું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ધર્મ ચીજ બાપુ ! મોંઘી છે, અલૌકિક છે ! આહા..હા..! અને એની દરકારે ક્યાં છે) ? જીવોને ક્યાં પડી છે) ? આ દુનિયામાં બહારમાં મોટામાં એમને એમ મરી ગયા !
મોટપ ચીજ તો અંદર મોટી ભગવાન છે ! સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ જ પોતે અંદર છે. સમજાય છે કાંઈ ? એવા પરમાત્મસ્વરૂપ પૂર્ણ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, જિન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, અભેદ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, એક સ્વરૂપ આ બધા એના વિશેષણ છે !! અરે. એવા સ્વરૂપને જેણે જાણ્યું છે, માન્યું છે અને અંશે વેદહ્યું છે અને અહીંયાં સમ્યક્દૃષ્ટિ કહીએ. આહા..હા....! સમજાણું કાંઈ ?
એ જીવ “શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સવ વિખ્વતિ)” એ તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ પ્રભુ ! પવિત્રતાના પિંડને, ધર્મ સમ્યક્દૃષ્ટિ જીવ સદા તેને અનુભવે છે. આહાહા....! એ રાગને અનુભવતો નથી. અનાદિથી રાગ – દયા, દાન, વ્રત કે કામ, ક્રોધના ભાવનું કરવું અને વેદવું એ મિથ્યાષ્ટિપણું છે. આહા..હા..! એની જાત જે છે એ વેદવામાં આવી નહિ. ઝીણી વાત છે.
એ આત્મા અંદર પ્રભુ છે. જેમ નિર્મળતા સ્ફટિક તણી – જેમ સ્ફટિક નિર્મળ હોય છે, સ્ફટિક રત્ન જોયું છે કોઈ દિ ? આપણે મૂર્તિ સ્ફટિકાની) છે. આવો સ્ફટિકનો પથ્થર એક ફેરી જોયો છે, જામનગર' ! “જામનગરમાં (સંવત) ૧૯૯૧માં ત્યાં ડૉક્ટર હતા ને ? ભાઈ ! મોટા ડૉક્ટર (હતા), તે દિ અઢી હજારનો પગાર હતો). (ત્યારે) “સમયસારની ૧૦૦મી ગાથા ચાલતી હતી, જામનગર બધા સાંભળવા આવ્યા હતા. પછી કહે, સ્ફટિક બતાવ્યું. આવું સ્ફટિક છે. એમ જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે....” ભગવાન આત્માનો સ્વભાવ નિર્મળ સ્ફટિક જેવો નિર્મળ છે. અરે... અરે..! આહા..હા..! “શ્રી જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી.” એ
સ્ફટિકની નિર્મળતા તો જડની છે. આ ભગવાનની નિર્મળતા જ્ઞાનપ્રકાશની છે. જેનો જ્ઞાન પ્રકાશ અંદર પૂર્ણ ભર્યો છે. આહાહા...! એની નિર્મળતાનું જ્યાં અંદર ભાન થાય, એ સ્વને જ્ઞાનમાં શેય બનાવીને તેને જાણે અને જાણીને પ્રતીત કરીને અંશે વેદે, એ જીવ સદાય
Page #96
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૮૩
આત્માને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આહા...હા...!
અજ્ઞાની અનાદિથી પુણ્ય ને પાપ ને વિકારાને વેદે છે). પરને તો એ વેદી પણ શકતો નથી. શરીર ને માંસ, હાડકાં, ચામડાને શું ભોગવે ? આત્મા અરૂપી છે. આહાહા....! ફક્ત પર પદાર્થની અનુકૂળતા કલ્પી અને રાગ કરે તેને ભોગવે. પ્રતિકૂળ ચીજને લક્ષમાં લઈ કે, આ પ્રતિકૂળ છે – આ વીંછી, સર્પો, દુશ્મનને પ્રતિકૂળતા કલ્પીને દ્વેષને વેદ. એ ચીજને ન વેદી શકે. આ પૈસાને વેદી ન શકે પણ પૈસા મને મળ્યા” એવી જે મમતા (થાય) એ મમતાને વેદે, કહો, ભાઈ ! આ તો બધી બીજી વાત છે. આખી દુનિયાથી જુદી જાત (છે). આહા..હા...!
કહે છે કે, ભગવાન અંદર આત્મા સ્ફટિક જેવો નિર્મળાનંદ (બિરાજે છે) પણ પુણ્યપાપનો રાગ છે એ રાગની એકતાબુદ્ધિમાં એને તાળા માર્યા (છે). અને જેણે તાળા ખોલી નાખ્યા (અર્થાત) રાગની એકતા તોડી નાખી અને સ્વભાવની એકતા જેણે પ્રગટ કરી એ
અંદર એક કપાટ ખુલી ગયો. ચૈતન્યનિધાન જેને નજરુંમાં આવ્યા. સમજાણું કાંઈ ? એને સમ્યકુદૃષ્ટિ કહીએ. જેવી ચીજ હતી તેવી પ્રતીતિ, યથાર્થ જ્ઞાન થયું અને એનો અંશ વેદનમાં આવ્યો એ "સા વિતિ . એ નિરંતર વેદે છે. જોયું ? “આસ્વાદે છે.” આહા...હા....! જાણી, પ્રતીત કરી અને આસ્વાદે છે. આહા...હા...! અરે...! આવી વ્યાખ્યા ! પેલી તો છ કાયની દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો, ચોવિયાર કરી, કંદમૂળ ન ખાવ (એ સહેલું હતું).
પ્રશ્ન :- છ કાયમાં પોતે આવ્યો કે ન આવ્યો ?
સમાધાન :- છ કાયમાં પોતે નહિ, પોતા સિવાય પર આવ્યા). છ કાયમાં અંદર પોતે આવે છે. એની દયા પાળવી ઈ કે, એને રાગથી ભિન્ન પાડીને જેવું એનું પૂર્ણ સ્વરૂપ (છે) એવું એને સ્વીકારવું, પ્રતીત કરવી એનું નામ જીવની – પોતાની દયા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? કેમકે જે ભગવાન આત્મા ! જેવડો જેટલા સ્વરૂપે પૂર્ણ છે એ રીતે તેનો સ્વીકાર થઈને જ્ઞાન અને પ્રતીતિ થાય ત્યારે એણે જેવડો છે તેવો માન્યો એણે જીવની – પોતાની દયા પાળી. આહાહા...! આવી બધી વાતું ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ! એનો માર્ગ બહુ સૂક્ષ્મ છે.
એ અહીં કહે છે, 'વિન્દત્તિ આહા! મિથ્યાદષ્ટિ જીવ વિકારને વેદે છે. વિકારને જાણે, વિકારને માને અને વિકારને વેદ. આહા...હા...! વિકાર (એટલે) આ શુભ-અશુભ ભાવ. સમજાણું ? આ બધો રળવાનો ભાવ છે ને ? દુકાનની વ્યવસ્થા, ધ્યાન રાખવાનો એ બધો પાપ ભાવ છે. એ પાપ ભાવને માને, પાપ ભાવને જાણે, પાપ ભાવને વેદે. એ અનાદિનો અજ્ઞાની મૂઢ જીવ છે. આ તો બીજી જાત છે, ભાઈ !
અહીં હવે ગુલાંટ ખાય છે, પલટો મારે છે કે, હું એ પુણ્ય-પાપ નહિ અને પુણ્યપાપને જાણનારી જે પર્યાય છે એટલો પણ હું નહિ. પુણ્ય-પાપના ફળ જે આ બહારની
Page #97
--------------------------------------------------------------------------
________________
CX
કિલશામૃત ભાગ-૫
ધૂળ, મકાન આદિ છે એ તો હું નહિ જ... આહાહા...! પણ અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો – રાગ છે એ હું નહિ. અને એને વર્તમાનમાં જાણવાની પર્યાય જાણે છે કે, આ રાગ છે એ પર્યાય જેટલો પણ હું નહિ. હું તો અખંડ પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. એમ જેને જ્ઞાનમાં, શ્રદ્ધામાં, વેદનમાં આવ્યું એ સદા એને અનુભવે છે એમ કહે છે.
કેવું છે જ્ઞાન ? એટલે આત્મા. જ્ઞાન શબ્દ અહીંયાં આત્મા છે. આખો આત્મા ! જ્ઞાનનો પૂંજ પ્રભુ એટલે આખો આત્મા. છે ને ? “સ્વયં” અનાદિસિદ્ધ છે. એ તો અનાદિથી છે. અનાદિથી સહજ સ્વરૂપ જ એ છે. કોઈ નવું થયું છે, કોઈ કારણથી થયું છે એમ નથી. એ તો સ્વયંસિદ્ધ ચિદાનંદ સહજાનંદ પ્રભુ ! ભગવાન આનંદનું દળ ! જ્ઞાયકનું પૂર પ્રભુ ! સ્વયંસિદ્ધ છે. સ્વયં છે. એને કોઈએ કર્યો છે કે નહોતો અને થયો છે એમ નથી. આહાહા...! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે હોય એ હોય, શું થાય ? આહા..હા..! સમજાણું કાંઈ ?
આહા...હા...! એ “અનાદિસિદ્ધ છે.” અનાદિ – આદિ નથી એ રીતે વસ્તુની – ભગવાનની સત્તા છે. આ આત્માની, હોં ! આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! પૂર્ણ ઈદ ! એ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે એ સ્વયંસિદ્ધ છે. એ કોઈના કારણે થયો છે કે એને કોઈએ કર્યો છે એવી એ ચીજ નથી. આહાહા...! “અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ?” “સહનં “શુદ્ધ વસ્તસ્વરૂપ છે.” સ્વભાવિક પવિત્ર સ્વરૂપ છે. આહા...હા...! ત્રિકાળી પવિત્રતાનો પિંડ પ્રભુ છે ! આહા...હા...!
વળી કેવું છે ? “સંત અખંડધારાપ્રવાહરૂપ છે. આ...હા...હા....! એ નિરંતર એવોને એવો શુદ્ધ ચિદાનંદ આનંદ પડ્યો છે. અખંડ ધારા જેમ હોય એમ ધ્રુવ ધારા (છે). ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ.... ધ્રુવ. ધ્રુવ.. (ધારા છે). ધ્રુવ એટલે નિત્ય. નિત્ય ધારાપ્રવાહ ! નિત્ય વસ્તુ પડી છે, પ્રભુ આ...હા...! સમજાણું કાંઈ ?
“કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ?” નિઃશંક છે. જેને એ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવનું જ્યાં જ્ઞાન, ભાન અને વેદન થયું એ ધર્મી જીવ કેવો છે ? કે, નિઃશંક છે. વસ્તુને જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે એવું ધર્મીને નથી. મારી ચીજની હું રક્ષા રાખું, ગુપ્ત રાખું નહીતર કો'ક લઈ જશે, ચોરી જશે એ ચીજ (–શંકા) જ્ઞાનીને હૃદયમાં નથી. બહારની ચીજ કોઈ ચોરી લઈ જાય ઈ ચીજ તો એની નથી. આહા...હા....! અને અંદર એની જે ચીજ છે નિત્ય પ્રભુ ભગવાન ! એને કોઈ ચોરી જાય, લઈ જાય, હરી જાય, ઘસારો કરી નાખે, ઘસી નાખે એમ નથી. આહા..હા..! આવો કેવો ઉપદેશ આ? બાપુ ! માર્ગ તો આવો છે, ભાઈ ! એને મળ્યો નથી. આહા..હા...!
પ્રભુ પરમાત્મા ત્રણલોકના નાથ જે થયા એ પર્યાયમાં થયા. એ શક્તિ અને સ્વભાવ રૂપે હતા એમાંથી થયા. આહા...હા...! એટલે દરેક ભગવાન આત્મા શક્તિરૂપે સ્વભાવરૂપે
Page #98
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૮૫
પરમાત્મારૂપે છે. એને કોણ લઈ જાય ? એને કોણ ચોરી જાય ? એને કોણ છીનવી લ્ય? હાથમાં કોઈ વસ્તુ હોય એને છીનવી લ્ય, એમ આ છીનવાતી હશે ? આહા..હા...!
મારું કાંઈ છીનવી લે. છે ? “જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે.' વસ્તુ નિત્યાનંદ પ્રભુ છે એમાં પરપદાર્થનો પ્રવેશ નથી. પ્રવેશ નથી તો એને લઈ કોણ જાય ? આહા..હા..! નિત્યાનંદ પ્રભુ ! અનાદિથી જેમ છે તેવો છે એમાં.... આહા..હા..! વર્તમાન એક સમયની દશાનો પણ જ્યાં પ્રવેશ નથી તો ત્યાં વળી કોઈ જીવ, બીજું દ્રવ્ય અંદર પ્રવેશ કરી જાય અને એને લઈ જાય એવું કેમ બને ?)
પેલા ફિરોજાબાદના નહિ ? કરોડોપતિ ! પચાસ લાખ રૂપિયા તો ખર્ચો, એથી વધારે ધર્માદાના નામે ખર્ચા છે. બંગડીનો મોટો વેપારી ! ત્યાં અમે ગયા હતા ત્યારે) એના મકાનમાં ઉતર્યા હતા. એનો એક માણસ – નોકર હતો. મોટો પૈસાવાળો એટલે પૈસા તો પડ્યા જ હોય, પાંચ-પચાસ હજાર, લાખ-બે લાખ તો એની પાસે પડ્યા જ હોય. મોટો ગૃહસ્થ ! લૌકિક ખાતે ઉદાર પણ જબરો ! ધર્મને નામે માનસ્તંભ બનાવ્યો છે, પાઠશાળા બનાવી છે. અમે ત્યાં ગયા હતા. અમારા નામની પાઠશાળા બનાવી છે, માનસ્તંભમાં ફોટો નાખ્યો છે. મોટો ગૃહસ્થ ! કરોડોપતિ ! એનો માણસ હતો એણે) રાત્રે મારી નાખ્યો ! લોહી... લોહી... લોહી...! છરાથી માર્યો) ! સવારે જોવે ત્યાં મડદું લોહીમાં પડ્યું હતું) ! જુઓ ! આ દશા !
એમ કોઈ આત્માને લઈ શકે ? પૈસા માટે મારી નાખ્યો. પૈસા લઈ ગયો. પછી પકડાઈ ગયો. પછી તો મોટો ગોટો નીકળ્યો ! એવું છાપામાં આવ્યું છે. પોતાને દીકરો નહોતો, ભાઈના દીકરાને ખોળે લીધેલો. એના જ ભાઈએ આને મારી નાખ્યો. આ સંસાર...! સડસડતી અગ્નિ છે ! છાપામાં આવી ગયું છે. પોતાના ભાઈના દીકરાનો ખોળે લીધેલો). પોતાને) દીકરો નથી. એના ભાઈએ દગો કર્યો, આ નોકરને કહી મારી નાખ્યો. પકડાઈ ગયો છે. આહા..હા...!
બહાર એ શરીરને, પૈસાને લૂંટે પણ આ ભગવાન નિત્યાનંદ પ્રભુને કોઈ લૂંટી શકે એમ છે ? સમજાણું કાંઈ ? આહા..હા...! એથી ધર્મી સમ્યક્દષ્ટિને “મારી ચીજ છે એ કોઈ ચોરી જશે’ એવો એને ભય હોતો નથી. આહા...હા...! પૈસા લઈ જાય, અરે...! બાયડી ઉપાડી જાય. લઈ જાય છે ને ? જુઓને !
મુમુક્ષુ :- “સીતાજી’ને લઈ ગયા હતા.
ઉત્તર :- ઈ તો લઈ ગયા હતા) પણ આ તો અહીંને અહીં થયું. અહીં એક હતા ને ? બિચારા બાયડી-ભાયડા બે નીકળેલા. એમાં બાયડીને ઉપાડવા એક ડાકુ નીકળ્યો. એમાં એક પોસ્ટમેન નીકળ્યો. આ પોસ્ટમેન હોય ને ? ટપાલી ! માળાએ જોર કર્યું (કે) ન લઈ
Page #99
--------------------------------------------------------------------------
________________
८६
કલશામૃત ભાગ-૫
જવા દઉં. ડાકુએ એને મારી નાખ્યો. અહીં (નજીકમાં) છે. શું કહેવાય ઈ ? થાન ! જોયું છે, અમે નીકળ્યા છીએ. આહા..હા..! એ ચોર બાયડીને લઈ જતો હતો. એમાં પોસ્ટમેન નીકળ્યો (ઈ કહે), ન લઈ જવા દઉં. પોસ્ટમેન તો બિચારો મધ્યસ્થ (હતો). એને મારી નાખ્યો.
આ આત્મા અંદર નિત્યાનંદ પ્રભુ જેને દૃષ્ટિમાં બેઠો એમાં કોઈનો પ્રવેશ છે ? એને કોઈ હરી લે એવું છે ? કોઈ એને ચોરી જાય એવું ? કોઈ એને લૂંટીને ઈ ચીજ ચાલી જાય એવી છે ?
મુમુક્ષુ :– સરકાર લઈ જાય...
ઉત્તર :– સરકારને કાંઈ ભાન (નથી). બહુ પેદાશ હોય તો પછી સરકાર ઇન્કમ ટેક્ષ નાખીને લૂંટે, માળા ! વાણિયા પણ બધી (બચાવવાની રીત) કરે ને ? ભાગ પાડે, બધા ભાગ પાડે ! વહુરુઓના, છોકરાઓના, લાણાના, ઢીકણાના (ભાગ પાડે).
આહા..હા...! અહીં કહે છે કે, પ્રભુ ! અંદર નિત્યાનંદ નાથ (બિરાજે છે) ! આહા....હા...! ટંકોત્કીર્ણ અણઘડેલો ઘટ ! આનંદનો નાથ ધ્રુવ ચીજ છે ઈ ક્યાં જાય ? એને કોણ લૂંટે ? એને કોણ હરે ? આહા..હા...! ભાઈ ! આ તો આવી વાતું છે, બાપુ ! તમારી દુનિયાથી આખી જુદી જાત છે. મુદ્દાની વાત છે. બાપા ! ઈ તો એમ વાત છે. આહા..હા..!
આ અંદર નિત્યાનંદ પ્રભુ બિરાજે છે). ભગવાન સર્વજ્ઞદેવ જિનેન્દ્રદેવે જોયેલો આ આત્મા અંદર ધ્રુવ નિત્યાનંદ પ્રભુ (છે). એવો જેણે સમ્યક્દષ્ટિમાં જોયો અને માન્યો છે (તે ધર્મી જીવ છે). આહા...હા...! સમજાણું કાંઈ ? આ..હા..હા...! જેણે સ્વ ત્રિકાળી નિધાન ઉ૫૨ નજરું નાખી અને પર્યાય અને રાગની નજરું ઉઠાવી લીધી છે. આહા..હા...! વાતે વાતે જાત જુદી લાગે. ભાઈ ! આહા..હા...! એને તો રસ પ્રેમ છે ને ! આખો શ્વેતાંબર સંપ્રદાય છોડી દીધો. એનામાં મોઢા આગળ(ના) માણસ હતા છતાં છોડી દીધો. બાપુ ! માર્ગ આ છે, ભાઈ ! એ બધી દુનિયા દુનિયાને ઘરે રહી.
—
અરે...! આવી વાત સાંભળવા પણ મળે નહિ એની રુચિ ક્યારે કરે ? આહા..હા...! અશરણ... અશરણ... આખું જગત - દુનિયા અશરણ છે. શરણનો નાથ અંદર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે એના જેને શરણા મળ્યા, એના જેણે શરણા લીધા, એવા જીવને કોઈ મારી ચીજ લૂંટશે’ એવો ચોર-ભય હોતો નથી. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, હોં ! સમજાય એવું છે. જુવાનોને પણ સમજાય એવું છે. આહા..હા...!
મુમુક્ષુ :- ભાવ ઊંચા છે.
-
ઉત્તર :- ભાવ તો જે છે ઈ છે, બાપા ! શું થાય ? કહો ! આહા..હા...! ‘હીરા મુંહ સે ના કહે, લાખ હમારા મૂલ' હીરો એમ કહે કે, હું લાખ રૂપિયાની કિંમતનો છું, કરોડની કિંમતનો છું. એમ આ ભગવાન ચૈતન્યહીરો ઈ કંઈ બોલે નહિ કે, હું આવી કિંમતવાળો
Page #100
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૮૭
છું ! જાણનારને જાણવામાં આવે. આહા.હા! અરે..! અનંત અનંત કાળથી ચોરાશીના અવતારમાં ડુબકી મારીને ઈ મરી ગયો છે, દુઃખી છે... દુઃખી ! આહાહા....!
આત્માના આનંદના ભાન વિના એ પુણ્ય અને પાપના ભાવમાં રચ્યોપચ્યો દુ:ખનો કીડો છે, દુઃખને વેદે છે. આહા..હા..! મરચાનો જીવડો, મરચાંનો ભૂકો હોય ને ? પાંચ શેર, દસ શેર મરચાંનો ભૂકો ! એમાં જીવડા પડે. એ મરચાંને ઘર બનાવે (અને એમાં રહે. મરચાનો જીવડો એમાં ઘર બનાવીને રહે. એમ અનાદિનો અજ્ઞાની પોતાના નિજઘરને જાણ્યા વિના પુણ્ય ને પાપ અને ફળને નિજઘર માનીને ત્યાં પડ્યો છે. સમજાણું કાંઈ ? આહા...હા...! ઝેરીલા નાગે એને વીંટી લીધો છે. ભવ અને ભવના ભાવ ઝેર છે, ભાઈ ! આહા...હા..! વિષકુંભ કીધા છે ને ? “મોક્ષ અધિકારમાં
દયા, દાન, વ્રત, તપનો ભાવ ઝેર છે, રાગ છે (એ) ઝેરનો ભાવ છે. આ રળવું, કમાવું, વિષયભોગ, વાસના, રક્ષણ કરવું, વ્યાજ (ભેગું કરવું) એ પાપ ભાવ છે. આહા...હા...! એ પાપ અને પુણ્યના ઝેરીલા ઝેરી (ભાવ છે). રે એને વીંટી લીધો છે. ભાઈ ! આહા...હા...!
અહીં કહે છે, આહા..હા..! “જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે એવી આ ચીજ નથી. એ તો પરમાત્મસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ છે અને એની જેને દૃષ્ટિ અને વેદન થયું એને “રાખું તો રહે નહીંતર ચોરાઈ જશે' એવું કંઈ છે નહિ. આ...હા...! આ તમારે તો પૈસા-ઐસા તિજોરીમાં નાખે.
અમારે ત્યાં હતું. અમારે પણ દુકાન ઉપર હતું). મોટી દુકાન એટલે ઘણા હજારો, લાખો રૂપિયા આવતા. આબરૂ મોટી હતી ને ! ઘરમાં પૈસા હતા અને બીજા મૂકે. પછી કોઈ લેવા આવે તો તિજોરીમાં પચીસ-પચાસ હજાર તો રાખવા જ પડે. શાહુકાર માણસ (એટલે કોઈ લેવા આવે તો ના ન પડાય કે, કાલે આવજે. તિજોરી ખોલીને આપતા. બે દુકાન હતી ને ? એમાં એક મોટી દુકાન હતી).
અહીં કહે છે કે, પ્રભુ ! આહા..હા..! પ્રતિકૂળતા અને અનુકૂળતાનો સંયોગ એ બન્નેથી (ધર્મી) જીવ છેતરાય નહિ. એવો માલ (–આત્મા) પડ્યો છે તેને વેદ અને તેને પરનો ભય હોતો નથી. આહા..હા...સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- પોતે જ એકલો વેદે ?
સમાધાન :- પોતે જ. સ્વયં સ્વરૂપ ચિદાનંદ પ્રભુ ! અતીન્દ્રિય અનાકુળ આનંદનો સાગર ભગવાન ! એમાં ડુબકી મારીને એને વેદે ! આ...હા...હા..હા...! એટલે ? વર્તમાન પર્યાય જે ચાલતી અવસ્થા છે તેને અંતરમાં નાખે. આહા..હા..! એને “આ મારી ચીજ કોઈ લઈ જશે” એવો ચોરનો ભય હોતો નથી. એને તો પૂર્વના કર્મ હોય ઈ ખરી જાય, કહે છે. આહા..હા..! અજ્ઞાનીને તો નવા પુણ્ય-પાપના ભાવમાં પોતાપણું માને છે. ઈ તો નવા કર્મ બાંધે છે અને વર્તમાન દુઃખને વેદે છે. આહા...હા...! આવી વાતું છે ! ભાઈ !
Page #101
--------------------------------------------------------------------------
________________
८८
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ :- આત્મા દેખાતો નથી.
ઉત્તર :– દેખાતો નથી એ કોણે નિર્ણય કર્યો ? ઈ જ દેખાણો. જેની સત્તામાં દેખાતો નથી’ એવો નિર્ણય (થાય છે) એ જ દેખાણો (છે). આહા..હા..! ‘હું જણાતો નથી’ એ એમ કહે છે કે, ‘હું જણાતો નથી' તે જાણું છું. આહા..હા...! કોઈપણ ચીજને જાણવામાં ભગવાનઆત્માની મુખ્યતા ન હોય તો જાણે કોણ ? જાણનારો તો પોતે છે. આહા..હા...!
જાણકસ્વભાવ જ્ઞાન કીધું છે ને ? જ્ઞાન એટલે આત્મા. આખો જ્ઞાનસ્વરૂપ જ ઈ છે. ચૈતન્યના પ્રકાશનું નૂર ! ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ છે ! આ..હા..હા..! આ ઘોડાપુર આવે છે ને ? નદીમાં ! ઘોડાપૂર એને કહે કે, અહીં વરસાદ ન હોય અને પાંચ-પંદર ગાઉ છેટે ઉ૫૨ વરસાદ હોય, સાત-આઠ ઇંચ વરસાદ પડી ગયો હોય) અને પાણી એકદમ ઊંચુ આવે, પાણીનું દળ (ઊંચું આવે). અમારે (ત્યાં) તો મોટી નદી છે તો જોયું છે ને ! ‘ઉમરાળા’ ! અમે છોકરાઓ (ત્યાં) રમતા. રાડુ પાડે એકદમ ! છોકરાઓ નીકળી જાઓ ! પણ શું છે ? અહીં તો વરસાદ પણ નથી. તો કહે, એ.. ઘોડાપૂર આવે છે ! આટલું આટલું પાણી ચાલ્યું આવે ! આહા..હા...! વરસાદના, નદીના પાણી ભેગા થઈ ગયા હોય ને !
અહીં પ્રભુ કહે છે કે, ભાઈ ! આ આનંદનો સાગર, આનંદનું પૂર, અંદર તારું ધ્રુવ જ્ઞાન-પૂર વસે છે ! આ..હા..હા...! એને સામું જોઈને એને માન અને વેદ તો તારા જન્મમ૨ણ મટે, નહિ તો મટે એવું નથી. ચોરાશી લાખમાં મરણ કરી કરીને સોથા નીકળી ગયા, બાપા ! ઘરમાં છ મહિનાથી છોકરો માંદો પડ્યો હોય) ઈ ઊઠે ત્યાં વળી બાયડી માંદી પડે, બાયડી ઊઠે ત્યાં પોતે માંદો પડે, પોતે ઊઠે ત્યાં વળી નાનો છોકરો (માંદો પડે). રાડ્યું પાડે, બે વરસથી ખાટલો ખાલી થાતો નથી.’ એક પછી એક (માંદા જ પડે છે). ત્યાં સાધારણ બિમારીમાં) રાડ્યું નાખે ! આ અનંતકાળથી દુ:ખના ખાટલેથી છૂટ્યો નથી એ તો જો ! આહા..હા...! બે વરસ ખાટલો ચાલ્યો. બે-ચા૨ છોકરાઓ વારાફરતી ચાર-છ મહિના (બિમાર પડ્યા હોય અને) ખાટલો ચાલ્યો હોય. એક પછી એક... એક પછી એક... માંદા પડે ત્યાં તને આમ થઈ ગયું ? આહા..હા...! બાપુ ! તેં અનંત ભવ કર્યાં. એક એક ભવમાં તેં દુઃખના ડુંગરા વેદ્યા છે, બાપા ! એ તારા દુ:ખ દેખીને જેને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય એવા દુઃખો વેઠ્યા (છે), પ્રભુ ! તું ભૂલી ગયો. આ..હા..હા...! આ બહારની ચમકવાળી ભૂતાવળ દેખીને ભૂલી ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? આ..હા..હા..! આવી વાત છે. છે ?
‘એવો જે અગુપ્તિભય..’ અગુપ્તિ એટલે ગોપવી રાખું નહિતર કોઈ લઈ જશે. અંદર વસ્તુ ગુપ્ત જ છે. આ..હા..હા...! નિત્યાનંદનો નાથ સહજાત્મ પ્રભુ ! શુદ્ધ ધ્રુવ અનંત ગુણનો પિંડ ! એ એમને એમ પડ્યો છે. આ..હા..હા..! એ ગુપ્ત જ છે. એમાં કંઈ પ્રવેશ કરી
Page #102
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૮૯
જાય અને અગુપ્તિ થાય એમ છે નહિ. આહા.હા..! અરે. અરે..! આવી વાતું !
અત: કશ્ય વાચન સાપ્તિ: પર્વ ન મવેત્ જ્ઞાનિન: તલ્લી: 7: આ કારણથી શુદ્ધ જીવને...” આ...હા...હા...! ભગવાન આત્મા પુણ્ય અને પાપના રાગથી રહિત (છે). પુણ્ય અને પાપના ભાવ ક્ષણિક કૃત્રિમ વિકાર ઝેર (છે). એનાથી પ્રભુ અંદર આનંદકંદ અકૃત્રિમ નિત્ય ધ્રુવ (છે). આહાહા...! એવા શુદ્ધ જીવને કોઈ પ્રકારનું અગુપ્તિપણું નથી. એટલે કે, રાખું તો ગુપ્ત રહે, નહિતર અગુપ્તિ થઈ જાય એવું નથી. ઈ ગુપ્ત જ છે. આહાહા...!
જેમાં રાગનો પ્રવેશ નથી, પર્યાયનો પ્રવેશ નથી. આહાહા...! પર્યાય એટલે શું? હજી (ઈ ખબર ન હોય). જેમ સોનું છે ને ? સોનું ! ઈ કાયમ છે. ઈ સોનું કાયમ છે તેને દ્રવ્ય કહીએ અને પીળાશ, ચીકાશ, વજન છે) એને ગુણ કહીએ અને એના જે કંઠી, કડા, વિટી થાય એને અવસ્થા – પર્યાય કહીએ. સોનું છે ઈ દ્રવ્ય કહીએ અને એની પીળાશ અને ચીકાશને ગુણ કહીએ અને એના કડા, વિટી, કુંડળની અવસ્થા થાય તેને પર્યાય કહીએ. એમ આત્મા... કાલે કહેતા હતા ને ? ભાઈ કંઈક દાખલો કહેતા હતા ને ? દાખલો આપે તો સમજાય એમ કહેતા હતા ને ? આ દાખલો કહ્યો.
જેમ સોનું છે તેમ આત્મા ત્રિકાળી છે). એમાં પીળાશ, ચીકાશ, વજન છે એમ આમાં જ્ઞાન, દર્શન, આનંદ (આદિ) શક્તિ છે. એના જે કુંડળ, કડાં, વિટી થાય છે એ એની અવસ્થાઓ – પર્યાય બદલે છે અને પર્યાય કહીએ. આહાહા...! અરે.રે...ઘરની ચીજને એણે જોઈ નહિ, જાણી નહિ ! પેલા નથી કહેતા ? ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો. એવી લોકો બહારની વાતું કરે. આહા..હા....! એમ આ ઘરના છોકરા ઘંટી ચાટે એટલે) ઘરમાં છે એનું ભાન ન મળે ! પેલી પારકી ચીજને મારી... મારી માનીને... આહા...હા...! પાડોશીને આટા – લોટ આપ્યા. અહીં અંદરમાં લોટ ન મળે ! આહા..હા..! માર્ગ એવો છે, બાપા આ કોઈ બહારથી પૈસાથી મળી જાય કે દયા, દાનથી મળી જાય કે વ્રત, ભક્તિ, પૂજાથી વસ્તુ મળી જાય એવી એ ચીજ નથી. આહા..હા..!
ભગવાન પૂર્ણાનંદનું અવલંબન ત્યે ત્યારે તે જણાય અને જણાણો તે હવે ક્યાં જાય ? એ કહે છે કે, મારી ચીજ છે એ કોણ લે? આહાહા...! બહારમાં તો કોઈ શરીરને પણ લઈ લે, બાયડી હોય તો લઈ જાય, ઘરેણાં હોય તો લૂંટી લે. આહા...હા...! આમાં શું લૂંટે ? નિત્યાનંદ પ્રભુ છું. આહાહા..! નિત્યાનંદ છું એવો જે નિર્ણય કર્યો છે ઈ પર્યાય પણ જેમાં પ્રવેશતી નથી. સમજાણું કાંઈ ? આહા...હા..! ઝીણી વાતું, બાપુ ! વીતરાગના નામે અત્યારે કંઈક કંઈક ચાલે છે. આહાહા...! માર્ગ બહુ જુદો, પ્રભુ ! શું થાય ? આહા...હા...!
બહારથી તને આ બધી ભૂતાવળ (સારી) લાગે. શરીર સારું હોય), પૈસા, બાયડી, છોકરા ને હજીરા ને કપડાં ને દાગીનાથી) મડદાંને શણગારે ! અહીં લટકાવે ને અહીં લટકાવે ને અહીં લટકાવે ! મડદાં છે, આ તો મડદું છે, જડ ધૂળ (છે). તે અંદરનો ભગવાનનો
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦
કલશામૃત ભાગ-૫
શણગાર જોયો નથી. આત્મામાં તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ શણગારથી ભરેલો ભગવાન છે. આ.હા...હા...!
એને જેણે જાણ્યો ઈ એમ કહે છે કે, “આ કારણથી શુદ્ધ જીવને કોઈ પ્રકારનું અગુપ્તિપણું નથી;...” જેને શુદ્ધ જીવ સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું અને ગુપ્ત ચીજ છે એને કોઈ લઈ જાય એવો ભય એને હોતો નથી. છે ? “સમ્યગ્દષ્ટિ જીવને “મારું કાંઈ કોઈ છીનવી ન લે” “મારું કોઈ કાંઈ કહ્યું એમાં) મારું કોઈ (એટલે બીજો, કાંઈ એટલે થોડું પણ. આહા..હા..! “મારે કાંઈ કોઈ છીનવી ન લે’ એવો અગુપ્તિભય કક્યાંથી હોય ? ધર્મી – સમ્યક્દૃષ્ટિ જીવને જે ધ્રુવ તત્ત્વ છે તેની દૃષ્ટિ થઈ છે, ધ્રુવને ધ્યેયમાં લઈને જેણે ધ્રુવનો
સ્વીકાર કર્યો છે... આ...હા...હા...! (ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાનમાં (બનાવીને), અંદર દૃષ્ટિમાં એને ધ્યેય બનાવીને જાણ્યો, અનુભવ્યો, જેણે જુદો જાણ્યો એને “મારું કાંઈ છીનવી લેશે” એવો ડર નથી. મારું કાંઈ – જરી પણ કોઈ – બીજો છીનવી ન લે, એવું એને છે નહિ. આ તો સમજાય એવું છે ને ? ભાઈ ! સાદી ભાષા છે. આહાહા....!
અહીં શું કહે છે ? અહીં પ્રભુ આત્મા અંદર છે એને જેણે જાણ્યો છે એને મારું કાંઈ કોઈ છીનવી ન લે’ એવો અગુપ્તિભય ક્યાંથી હોય ?’ (અર્થાત્ હોતો નથી). “શા કારણથી ?” “જિત વસ્તુન: હેં રૂપ પરમ પ્તિ તિઆ..હા..હા..! “નિશ્ચયથી.. (નિ ) એટલે નિશ્ચય – ખરેખર. (વસ્તુન:). જે કોઈ દ્રવ્ય છે...' વસ્તુ છે. વસ્તુ છે, છતી ચીજ છે, નિત્યાનંદ પ્રભુ છે. આહા...હા...! એવી ચીજને તેનું જે કાંઈ નિજ લક્ષણ છે...” જ્ઞાન એનું લક્ષણ છે. જ્ઞાનથી જણાય એવું લક્ષ્ય છે – દ્રવ્ય અને જ્ઞાન જેનું લક્ષણ છે. એ લક્ષણથી લક્ષ જે દ્રવ્ય છે તે જણાય. એટલે જ્ઞાન જેનું લક્ષણ છે તે સર્વથા પ્રકારે ગુપ્ત છે. અંદર જ્ઞાન ગુપ્ત છે. એમાં કોઈ પ્રવેશ કરી શકે નહિ. આહા...હા...!
આવો માર્ગ ક્યાંથી કાઢ્યો ? આ તો નવો માર્ગ કાઢ્યો છે. નવો નથી, બાપા ! તેં સાંભળ્યો નથી. વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો અનાદિ માર્ગ આ છે. તને કાને ન પડે માટે એમ લાગે કે, નવો છે. આહા...હા...! અત્યારે બહારમાં તો ધૂળ ધૂળ વાતો કરી વ્રત કર્યો ને અપવાસ કર્યા ને આ કર્યા થઈ ગઈ નિર્જરા અને ધર્મ ! ધૂળમાંય ત્યાં ધર્મ નથી. તારા અપવાસ કરીને મરી જા ને ! આહા.હા....! એ તો અપ-વાસ છે. રાગમાં રહે ઈ માઠો વાસ છે અને ઉપવાસ તો એને કહીએ કે, આનંદકંદ પ્રભુ ! એની ઉપ નામ સમીપમાં અંદર વસે તેને ઉપવાસ કહીએ. એની તો ખબરું પણ ન મળે ! આ વર્ષીતપ કરે છે કે નહિ ? કર્યું છે કોઈ દિ ? નહિ ? પાંચ-પચીસ હજાર ખર્ચીને ઉજવે, ફલાણું કરે ને ઢીકણું કરે, નાતમાં વહેંચે, થઈ ગયો ધર્મ ! વાહ વાહ..! અહીં કહે છે, પ્રભુ ! તારી વાહ.. વાહ તો અંદરમાં છે ! આહાહા....!
છે ? “સર્વથા પ્રકારે ગુપ્ત છે. કથંચિત્ ગુપ્ત છે એમ નથી લીધું. નિત્યાનંદ પ્રભુ
Page #104
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૮
૯૧
દૃષ્ટિનો વિષય છે એ ચીજ તો સર્વથા ગુપ્ત છે. આહા..હા..! એ પર્યાયમાં પણ આવતી નથી. એની વર્તમાન દશામાં પણ નિત્ય વસ્તુ છે) તે આવતી નથી. એવો સર્વથા ગુપ્ત છે. આહા..હા..!
શા કારણથી ? (ય સ્વરૂપે : પિ પર: પ્રવેણુમ્ ન શવત્ત:) આહા..હા..! કારણ કે વસ્તુના સત્ત્વમાં...” વસ્તુ જે છે તેમાં વસેલા જ્ઞાન, દર્શન, આનંદ (આદિ ગુણો) એનું સત્ત્વ છે. સતનું એ સત્ત્વ છે, સત્નો એ કસ છે. સત્ ભગવાનઆત્મા ! વસ્તુ સત્ છે. એનો કસ – જ્ઞાન, આનંદ આદિ એનું સત્ત્વ – કસ છે. એ કસને કોઈ લૂંટે એવી ચીજ જગતમાં છે નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ?
કહેવાય આ ? નામ પણ ભૂલી ગયા ! સીસમ ! સીસમ.... સીસમ ! સીસમને જોયું છે ? અંદર લાકડું ન હોય તો અંદર કસ ન હોય. ચીકણો ભાગ હોય. કસવાળો ચીકણો હોય છે અને ઉપર સાધારણ હોય છે. એટલે કેટલાક એમાંથી ચીકણું કાઢી નાખી અને બંદુક એમાં રાખે. (એવો) ચીકણો ભાગ હોય, બહુ ચીકણો (હોય). સીસમના અંદરના વચલા ભાગમાં એક ચીકણો ભાગ હોય છે. એ સીસમનો કસ છે. એમ આ ભગવાન આત્માનો કસ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા આદિ એનો કસ છે. આ...હાહા...!
આ બધું સાંભળ્યું નથી. આહા..હા...! કેટલાક તો (આ) સાંભળવા પણ નવરા થતા નથી. અરે..! જિંદગી કયાં પાપમાં ચાલી જાય છે, બાપા ! આહાહા....! ભાઈ ! આહા...હા...! મરણ વખતે કોણ શારણ ? બાપા ! આહા..હા...! આમ નજરું નાખે, કોઈ મને બચાવે, કોઈ મને બચાવે.. ભાઈ ! કોઈ ડૉક્ટરને લાવો ને ! “મુંબઈથી બોલાવો ને ! અરે...! ધૂળેય નહિ રાખે, સાંભળને ! આ.હા.! મોટા ડૉક્ટરને બોલાવો, મોટા ડોક્ટરને ! ભલે પચાસ હજારનો ખર્ચ થાય.
મોટો ડૉક્ટર સર્જન અહીં બે-ત્રણ વાર આવ્યો હતો. ઓપરેશન પણ કરતો હતો. મોટા સર્જન ! કોકનું ઓપરેશન કરતો હતો. આહાહા..! ડૉક્ટર પણ શું ? ડૉક્ટરનું શરીર પણ જડ, માટી – ધૂળ છે. એ રાખ્યું રહ્યું છે એનું ? આહા..હા...!
અહીં કહે છે, મારી ચીજ અંદર એવી છે, હું નિત્યાનંદ પ્રભુ ! કે જેમાં બીજું દ્રવ્ય શું કરીને પેસી જાય એવી એ ચીજ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહા..હા..! આવી વાતું ! આ બહારના થોથામાં મૂંઝાઈ ગયા. શરીર ને બાયડી ને છોકરા ને પૈસા ને હજીરા !
પ્રશ્ન :- હજીરા એટલે શું ?
સમાધાન :- હજીરા એટલે મકાન ! હજીરા કોને કહે છે, સાંભળ્યું છે ? “જામનગરમાં હજીરા છે. આ લોટિયા વ્હોરા છે ને ? એ મરે એને દાટે. નદીના કાંઠે મોટા હજીરા (હોય). એને હજીરા કહે છે. એમ આ તમારા મોટા દસ લાખ ને વીસ લાખના મકાન – હજીરા દટાયેલા પડ્યા છે. નદીના કાંઠે મોટા (હજીરા છે). જોયું છે ? પેલી બાજુ સામે નદીના
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૨
કિલામૃત ભાગ-૫ કાંઠે છે. લોટિયા વ્હોરાના હોય) એને હજીરા કહે, જ્યાં એને દાટે. (એમ) આ મોટા હજીરામાં દબાઈ ગયા છે.
પુણ્ય અને પાપના રાગમાં દબાઈ ગયા છે પણ દબાઈ ગયા, મરી ગયા. આહા...હા...! જીવતી જ્યોત ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ અંદર સાગર ડોલે છે ! એને જાણ્યો નહિ, માન્યો નહિ અને બીજા બધા મલાવા કર્યા (એ) બધા મરી જવાના રસ્તા છે.
સંક્રમણ કરવાને –સંચરવાને) સમર્થ નથી.” મારી ચીજમાં બીજી ચીજ સંક્રમી જાય, અંદર પ્રવેશ કરે એવી ચીજ જ નથી. આહા..હા..! તો મને કોનો ભય છે ? જ્યાં જાઉં ત્યાં હું ધ્રુવપણે છું, કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ કાળે, કોઈપણ રાગાદિ ભાવ થયો, લ્યો ને ! તોપણ હું તો ધ્રુવ છું, એમાં કોઈનો પ્રવેશ છે નહિ. આ...હા...હા...હા...! એમ ધર્મીને – સમ્યફદૃષ્ટિને શ્રદ્ધા અને અનુભવમાં હોવાથી તેને પરનો કંઈ ભય છે નહિ. વિશેષ કહીશું...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂવિડિત)
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “સ: જ્ઞાન સા વિન્દતિ (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સવા) નિરંતર વિન્ધતિ) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? “સ્વયં અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ? “સતતં અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે?
સંહનં કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “નિ:શં: મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે ? “ તિ: તણ્ય મUT શિષ્યન ને ભવેત્ જ્ઞાનિન: તદ્વી: :” (ત:) આ કારણથી (તસ્ય) આત્મદ્રવ્યને મર) પ્રાણવિયોગ (શ્વિન) સૂક્ષ્મમાત્ર ને મત) થતો નથી, તેથી જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (તદ્વી:) મરણનો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાતુ નથી હોતો; કારણ કે પ્રાચ્છમ્ મUાં ૩હિત્તિ (DUચ્છમ) ઇન્દ્રિય, બળ, ઉચ્છવાસ, આયુ-એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (૨U) મરણ કહેવામાં આવે છે, (૩દિત્તિ) અરિહંતદેવ એમ કહે છે; “નિ ત્મિનઃ જ્ઞાને
Page #106
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પ૯
VISIT: (નિ ) નિશ્ચયથી (ત્મિન:) જીવદ્રવ્યના (જ્ઞાન પ્રાપIT:) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; તત્ નાનુચિત્ર ’ (ત) શુદ્ધજ્ઞાન (નાતુ) કોઈ કાળે ન છિદ) વિનાશ પામતું નથી. શા કારણથી ? “સ્વયમ્ વ શાશ્વતતા' (વયમ્ પવી જતન વિના જ (શાશ્વતતા) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે – બધાય મિથ્યાદૃષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું ? મારું સ્વરૂપ શાશ્વત છે.” ૨૭–૧૫૯.
કારતક વદ ૧૧, મંગળવાર તા. ૦૬-૧૨-૧૯૭૭.
કળશ-૧પ૯ પ્રવચન–૧૬૮
“કળશટીકા ૧૫૯ (શ્લોક). ધર્મને સમ્યફદૃષ્ટિને મરણનો ભય હોતો નથી. એ શ્લોક છે. प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९ ।। - નિર્જરાનો અધિકાર છે ને ? એટલે સમ્યક્દષ્ટિ “સ: જ્ઞાન સા વિત’ અજ્ઞાની સદા વિકારને વેદે છે. શુભ-અશુભ રાગ (થાય છે) એના ઉપર દૃષ્ટિ હોવાથી અનાદિનો અજ્ઞાની વિકારને, રાગ-દ્વેષને, દુઃખને દુઃખી થઈને વેદે છે. દુઃખી થઈને એટલે ? જાણે કે, હું રાગી છું, હું દ્વેષી છું, હું કષાયવંત છું એમ અજ્ઞાની અનાદિથી માનીને વિકારને – દુઃખને વેદે છે.
અહીંયાં ધર્મી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ શાશ્વત જે આત્મા અથવા જ્ઞાન શાશ્વત છે) એને જેણે દૃષ્ટિમાં લીધો છે, આત્મભાવનું જેને અંતરમાં જ્ઞાન છે અને જેનું અંતરમાં વેદન છે. આહાહા..! એ સમ્યક્દૃષ્ટિ જીવ “શુદ્ધ ચૈતન્ય વસ્તુને...” શુદ્ધ ચૈતન્યવહુ છું. અનંત પવિત્ર ગુણનો પિંડ પ્રભુ (એવી) હું તો ચૈતન્યમાત્ર વસ્તુ છું. એને “નિરંતર આસ્વાદે છે.” છેલ્લું (ચરણ) લીધું. શ્રદ્ધે છે, જાણે છે અને આસ્વાદે છે. આહા..હા..!
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪
કિલશામૃત ભાગ-૫
શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપની જેણે દૃષ્ટિ પ્રગટ કરી છે, રાગ અને વિકલ્પથી ભિન્ન પડી અને ભિન્ન પડી, ભિન્ન પડેલી ચીજને અંતરમાં (અનુભવે છે. આહા...હા...! તિર્યંચ હો કે નારકી હો કે મનુષ્ય હો, દેવ હો પણ સમ્યકૂદષ્ટિ ચૈતન્યના આનંદના સ્વભાવને જ શ્રદ્ધ, જાણે અને વેદે છે. આહા..હા..!
કેવું છે જ્ઞાન ?’ એટલે આત્મા. “અનાદિસિદ્ધ છે. એટલે આ જ્ઞાન.... જ્ઞાન. જ્ઞાન... જે સ્વભાવ (છે) એ તો અનાદિ છે. જેમ આત્મા અનાદિસિદ્ધ છે તેમ એને જ્ઞાનસ્વભાવ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ? અખંડધારાપ્રવાહરૂપ છે.” જ્ઞાન અને એટલે આત્મા અખંડ ધ્રુવ ધારા, જેની ધ્રુવ ધારા નિત્ય – કાયમ વહે છે. આહા..હા..! એવો જે ભગવાન શુદ્ધ ચૈતન્ય આત્મા ! એને અનુભવે છે.
કેવો છે આત્મા અથવા જ્ઞાન ? સહજ (છે). કોઈ બીજા કારણ વિના એ સહજસ્વરૂપી વસ્તુ છે. કોઈ એને આધાર અને કર્તા કોઈ છે એમ નથી. આહા..હા...! “કારણ વિના સહજ જ નિષ્પન્ન છે.” સ્વભાવિક જ પ્રાપ્ત છે. સ્વભાવ ચૈતન્ય વસ્તુ સ્વભાવિક જ પ્રાપ્ત છે. એને કોઈ કારણ નથી તેમ કોઈ એનો સહાયક નથી. નિઃસહાય – સહજ સ્વરૂપ ચૈતન્ય બિરાજમાન છે. આહા..હા...!
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “નિ:શં?” “મરણશંકાના દોષથી રહિત છે. એને મરણની શંકા નથી કે, હું મરી જઈશ ? મરે કોણ ? એ કહેશે. કેવો છે સમ્યક્દૃષ્ટિ ? “શું વિચારતો થકો નિઃશંક છે ?” “ત: તથ મરજી શિશ્ચન ન જવેત્ જ્ઞાનિન: તદ્ધી ત: “આ કારણથી આત્મદ્રવ્યને” ભગવાન આત્મા ! એને જ્ઞાનપ્રાણ, આનંદપ્રાણ, શ્રદ્ધા અથવા દર્શનપ્રાણ, સત્તાપ્રાણનો એને કોઈ દિ વિયોગ હોતો નથી. આહા...હા...!
‘આ કારણથી આત્મદ્રવ્યને પ્રાણવિયોગ સૂક્ષ્મમાત્ર થતો નથી,” આ...હા...! પ્રાણ એટલે ? જ્ઞાન, આનંદ, શાંતિ આદિ આત્માના પ્રાણ છે. આ ઇન્દ્રિય, બળ, શ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ છે એ તો જડ અને પર છે. ઇન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, શ્વાસપ્રાણ, આયુષ્યપ્રાણ એ ચારના દસ (પ્રાણ) થાય. ઇન્દ્રિયપ્રાણ એ પાંચ (છે), બળ પ્રાણ – મન-વચન-કાયા એ ત્રણ (છે), (એમ) આઠ અને શ્વાસ અને આયુષ્ય. (એમ) દસ (પ્રાણ છે). ચાર (અથવા) દસ પ્રાણ એ તો પુગલના પરિણામ, પુગલની દશા છે. એનો વિયોગ થાય તો એ તો વિયોગ થવાને લાયક જ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આહા...હા...! એમાં મારા પ્રાણનો વિયોગ નથી. એ તો પુદ્ગલના પ્રાણનો વિયોગ થાય છે). આહાહા...!
દેહ છૂટવા ટાણે એ પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાય, શ્વાસ, આયુષ્ય છૂટે છે. એ તો છૂટવાને લાયક નાશવાન છે તો) એ તો છૂટે જ. આહા...હા..! હું જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ પ્રાણથી ભરેલો ભગવાન છું. આહા..હા...! મારું પ્રાણ-જીવન, હું પ્રાણ-જીવન આત્મા છું! આહા...હા...! પહેલી જીવત્વ શક્તિ લીધી ને ? ૪૭ (શક્તિમાં) પહેલી જીવતર શક્તિ
Page #108
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૯
લીધી ને ? મારું જીવન તો જ્ઞાન, દર્શન, આનંદ, સત્તાના પ્રાણથી મારું જીવન છે. આહા..હા...! હું આનંદના પ્રાણથી જીવનારો, (એ) મારું જીવતર છે. આહા..હા...! હું પ્રાણ-જીવન છું. (પણ) કયા પ્રાણ ? ચેતનપ્રાણ, જ્ઞાનપ્રાણ, આનંદપ્રાણ, શાંતિપ્રાણ... આહા..હા...! એવા પ્રાણથી મારું જીવન, જીવવું, ટકવું તેને લઈને છે. આ...હા...! આ દસ પ્રાણને લઈને મારું જીવન અને ટકવું (થાય છે) એમ ધર્મી માનતો નથી. આહા..હા...! આ પ્રાણ જ્યાં જાય ત્યારે એમ કહે કે, અરે...! હું મરી જાઉં છું. આહા..હા...! કોણ મરે ? બાપુ ! ભાઈ ! તું શું કહે છે ? મરી જાઉં છું, એવું જેણે જાણ્યું એ જાણનાર ચૈતન્યપ્રાણ મરી જાય છે ? સમજાણું કાંઈ ?
૯૫
અહીંયાં સમ્યક્દષ્ટિની નિર્જરાની વ્યાખ્યા છે ને ! આહા..હા..! અજ્ઞાનીને બંધનું કારણ છે, જ્ઞાનીને નિર્જરાનું કારણ છે એમ સિદ્ધ કરવું છે. પ્રાણ જતાં એ પ્રાણ મારા હતા, ઇન્દ્રિય, શ્વાસ, મન, આયુષ્ય (મારા હતા)' એમ માનીને મિથ્યાત્વને સેવીને મિથ્યાત્વના કર્મને ઈ બાંધે છે. આ..હા..હા...! સમ્યક્દષ્ટિ એ પ્રાણ, ઇન્દ્રિય આદિ મારામાં છે જ નહિ, મારા છે જ નહિ. મારા પ્રાણ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ મારા પ્રાણ છે. એ તો શાશ્વત છે. એનો વિરહ મને હોતો નથી.' (એમ માને છે). આ..હા..હા...! આવી ઝીણી વાત છે.
અંદર વસ્તુ છે ને ! દેહથી, રાગથી ભિન્ન વસ્તુ છે ને ! વસ્તુ છે તો એ નિત્ય છે ને ! નિત્ય છે તો એ નિત્યના જે સ્વભાવો છે એ પણ નિત્ય છે. તો એ સ્વભાવપ્રાણનો નિત્યને વિયોગ થાય એવું કોઈ દિ' છે નહિ. અનિત્યનો વિયોગ થાય તો વિયોગ તો એનું સ્વરૂપ છે જ. આહા..હા...! આ માણસ મરે ને ? પછી પાછળ બાઈયું રોવે. આ ભર્યાં ઘ૨માંથી નીકળવું કેમ ગોઠ્યું ? એવું રોવે. આહા..હા...! ઘર હોય, પૈસા હોય, ઘ૨વખરી હોય અને એક મોટો પલંગ હોય એમાં પડ્યો હોય, એમાંથી ઉઠ્યો... જા..ઓ...! પછી બાઈયું રોવે. અરે...! ભર્યા ઘરમાંથી નીકળવા કેમ ગોઠ્યા ? મસાણમાં તમને કેમ ઠીક પડશે ? જુઓ ! ઠીક ! આવા જૂઠેજૂઠા ! રોણાં જૂતા, ગાણાં જૂઠા. આહા..હા..!
અહીં તો પરમાત્મા એમ કહે છે, પ્રભુ ! તું કોણ ? કયા પ્રાણે ટકતો તું તત્ત્વ, તારું જીવન (એ છે) ? તારું જીવન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે ને ? વસ્તુ ચૈતન્ય એનો ચૈતન્ય સ્વભાવ છે ને ? એ સ્વભાવ શાશ્વત છે. એમાં એ સ્વભાવનો સ્વભાવવાનને વિયોગ થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. માટે ધર્મીને સ્વભાવનો વિયોગ હોતો નથી. આહા..હા...! એ કહે છે.
સમ્યગ્દષ્ટિને મરણનો ભય કર્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો. કારણ કે...’પ્રાણોલ્ઝેમ્ મરાં દ્રાહરન્તિ' લોકો એને મરણ કહે છે. લોકો એને મ૨ણ કહે છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ મન-વચન-કાયા, શ્વાસ અને આયુષ્ય એવા પ્રાણના વિનાશને મરણ કહેવામાં આવે છે, લોકો (તેને મરણ) કહે છે. આહા..હા...! પાંચ ઇન્દ્રિયોનો વિયોગ, આયુષ્યનો વિયોગ,
-
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્વાસનો વિયોગ ·
—
છે. આ..હા...! એને ધર્મી મરણ માનતો નથી. આહા..હા...! છે ?
કલામૃત ભાગ-૫
શ્વાસ બંધ થઈ ગયો, મન-વચન-કાયાના વિયોગને લોકો મરણ કહે
પ્રાણ, તેમના વિનાશને મરણ કહેવામાં આવે છે, (ગ્વાદરન્તિ) અરિહંતદેવ એમ કહે છે;...' (પહેલાં) લોકો એમ કહે છે, એમ કીધું. લોકોમાં એમ મરણ કહેવામાં (આવે છે). ત્યારે ભગવાન શું કહે છે ? આ..હા..હા...! ‘(૩Çાન્તિ) અરિહંતદેવ એમ કહે છે; વિન આત્મન: જ્ઞાનં પ્રાળા:' નિશ્ચયથી...' તો શુદ્ઘ દ્રવ્યનું. શુદ્ધ વસ્તુ શુદ્ધ પવિત્ર ભગવાન ! આ..હા...! એના જ્ઞાનપ્રાણ છે). એ તો શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે.’ આહા..હા...! શુદ્ધ ચૈતન્યપ્રાણ પવિત્ર ભગવાનઆત્મા ! એ આત્માના પ્રાણ છે. સમ્યદૃષ્ટિ તો એ પ્રાણ મારા છે એમ માને છે. આહા..હા...! બાહ્ય પૈસા ને કુટુંબ ને કબીલો તો ક્યાંય રહી ગયા પણ આ દસ પ્રાણ છે એને પણ સમકિતી પોતાના માનતો નથી. આહા..હા...! સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી ને મકાન ને આબરૂ ને બંગલા તો ભિન્ન પ્રદેશે રહી ગયા પણ આત્મા(ના) પ્રદેશની અંદર, ક્ષેત્રમાં જોડે રહેલા પાંચ ઇન્દ્રિયો જડ, મન-વચન-કાયા જડ, શ્વાસ થાય એને પણ, ધર્મી પોતાના માનતો નથી. આહા..હા...! ધર્મીની આવી શરતું અને જવાબદારી છે ! સમજાણું કાંઈ ?
અજ્ઞાની બહારના પ્રાણને) પ્રાણ માને છે. તિ માત્મનઃ જ્ઞાનં પ્રાળા:' શુદ્ધ જીવદ્રવ્યના શુદ્ધ જ્ઞાનમાત્ર પ્રાણ છે. શુદ્ધ ચેતનનો શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. આત્માનો – સ્વભાવવાનનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ પ્રાણ છે. તે પ્રાણે તે જીવે છે. આહા..હા...! બહુ ફેરફાર ! ‘તત્ નાતુવિદ્ ન ઽચ્છિદ્યતે” નાતુષિત્ ન ઽચ્છિદ્યતે ભગવાન જ્ઞાનસ્વભાવ આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, અસ્તિત્વ - સત્તા સ્વભાવ... આ..હા..હા...! એ પ્રાણ શુદ્ધજ્ઞાન કોઈ કાળે વિનાશ પામતું નથી.’ ન ઉચ્છદ્યતે” (અર્થાત્) ઉચ્છેદ થતો નથી. વસ્તુ ભગવાનઆત્મા ! એના જ્ઞાન, આનંદ પ્રાણનો કોઈ દિ' છેદ થતો નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
શા કારણથી ?” “સ્વયમ્ વ શાશ્વતતા” ભગવાનઆત્માનો જ્ઞાન ને આનંદ ને શાંતિ પ્રાણ, પ્રભુત્વ પ્રાણ એ તો સ્વયં શાશ્વત છે. સ્વયં શાશ્વત છે. આહા..હા..! સમ્યક્દષ્ટિની નજરની નજરું શાશ્વત વસ્તુ ઉપર છે. આહા..હા...! સમજાણું કાંઈ ? એ શાશ્વત તો સ્વયં છે. આ..હા...! છે ? સ્વયમ્ સ્વ શાશ્વતતયા આહા..હા..! જતન વિના જ...' એની જતના કરે તો રહે, નહીંતર ન રહે, એવું છે નહિ. આહા..હા...! માણસ નથી કહેતા ? શરીરની સંભાળ રાખજો ! ભલામણ કરે, શરીરની સંભાળ કરજો ! ધૂળની સંભાળ લઈ શકે નહિ. (જતી વખતે) સગાંવહાલા એવું કહે. શરીરની સંભાળ રાખજો, ખાવા-પીવામાં ધ્યાન રાખજો ! અ૨......! ભાઈ ! શેના ધ્યાન રાખવા ? જે પોતાની ચીજ નથી તેનું ધ્યાન રાખવું ? અને જે પોતાની ચીજ છે એ તો સ્વયં સહજ છે. એનું ધ્યાન રાખવું એ પણ (નથી), એ તો છે જ. આહા..હા...! બીજા એના છે નહિ એનું ધ્યાન રાખે ? આહા..હા...! શરીરને
Page #110
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૧૯
જાળવજો, ધ્યાન રાખીને ફલાણું કરજો.... એમ બધા વાતું કરે.
અહીં કહે છે, પ્રભુ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનાનંદ સહજાનંદ સ્વયં શાશ્વત છે તેનું જતન કરીએ તો રાખીએ એવું છે નહિ. આહાહા...! એવો આત્મસ્વભાવ સમ્યક્દષ્ટિ જીવને દૃષ્ટિમાં આવ્યો છે, પ્રતીતમાં આવ્યો છે અને પૂર્ણ છે એવો સ્વભાવ(નો) જેને સ્વીકાર થઈ ગયો છે. આહાહા..! શાશ્વત છે અને પૂર્ણ છે. એવા સ્વભાવનો ધર્મીજીવને શરૂઆતમાં સ્વીકાર થઈ ગયો છે. એથી એને જતન કરીને રાખીએ તો રહે એવું છે નહિ. આહા...હા...! બહુ ફેર....
પ્રશ્ન :- દુકાનને તાળું ન દે ?
સમાધાન :- તાળા કોણ દે ? એ આંગળાની ક્રિયા (થાય) એનાથી તાળું દેવાય એમ પણ નથી. આંગળાની દશા તાળાને અડતી નથી. આહાહા...! તાળાની કુંચી તાળાને અડતી નથી. કેમકે દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન અસ્તિત્વ ભિન્ન અસ્તિત્વને કેમ અડે ? સમજાય છે કાંઈ ? ભિત્ર અસ્તિત્વની બહાર બીજું) ભિત્ર અસ્તિત્વ લોટે પણ અંદર પ્રવેશ કરે કે અડે એવું હોઈ શકે નહિ. આ..હા...હા...! સમજાણું કાંઈ ?
શરીરને આત્મા અડતો નથી, ત્રણ કાળમાં કોઈ દિ અડ્યો નથી. શરીરની પર્યાયથી ભિન્ન રહીને ભગવાન (આત્માએ) પોતાનું અસ્તિત્વ રાખ્યું છે. એને અડ્યો પણ નથી, શરીરને કોઈ દિ અડ્યો નથી. આહાહા..!
પ્રશ્ન :- શરીર ધર્મનું સાધન છે કે નહિ ?
સમાધાન – ધૂળેય ધર્મનું સાધન) નથી, પાપનું નિમિત્ત છે. આહાહા.! “શરીર દ્યમ્ રવતુ ધર્મસાધન” એવું પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં આવે છે. એ તો નિમિત્તના કથન છે. આહા..હા..!
આ આત્મ-શરીર ચૈતન્ય જેના પ્રાણ છે, આનંદ જેનો સ્વભાવ છે. શાશ્વત રહેવું જેનું સહજ સ્વયં સ્વરૂપ છે. આહા...હા...! એવા પ્રાણને પોતાના માનતો એ પ્રાણની જતના કરું તો રહે એવું છે નહિ. આહાહા..! આ પ્રાણ છે ઈ મારા નથી એટલે એને રાખું કે છૂટે એની સાથે મારે કોઈ સંબંધ નથી. આહા...હા...! ધર્મની કિંમત કોઈ ઊંચી છે ! આહા...હા...!
કાલે ભાઈએ પ્રશ્ન કર્યો હતો. કાલે આહાર કરીને નીકળ્યા ને ? એનો આહાર હતો ને ? (ત્યાં) ચાર-છ હાથ ઊંચો લીમડો (હતો). (એમણે પૂછ્યું કે, આ બધું થઈને એક જ જીવ છે ને ? ઈ તો આ લીમડાનું આવડું પાંદડું છે એનો એક રાઈ જેટલો કટકો લ્યો એમાં અસંખ્ય શરીર છે. એક શરીરે એક જીવ (રહેલો છે) માટે તેને પ્રત્યેક કહ્યાં છે. આહા..હા...! પાંદડું છે ને ? પાંદડું ! એમાં તો અસંખ્ય શરીર છે. એક પાંદડાંમાં તો અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક જીવ (છે). આહા...હા...!
મુમુક્ષુ :- આખા લીમડાનો એક જીવ જુદો છે ?
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
કલશામૃત ભાગ-૫ ઉત્તર :- ઈ વળી જુદો. પેલો જે જીવ હોય છે જુદો. (આ તો) પાંદડાંદીઠ એક જીવ હોય છે. પાંદડાદીઠ એક જીવ, વ્યાપક હોય એ જુદો પણ બીજા એના અસંખ્ય જીવ હોય એ જુદા. આહા..હા...! ઈ એક એક જીવ અંદર શરીરને અડ્યો નથી. આહા..હા...! શરીર એને અડ્યું નથી.
લસણની એક આટલી કટકી હોય એમાં અસંખ્ય શરીર (છે) અને એક શરીરમાં અનંત જીવ (છે), છતાં એમાં એક જીવ બીજા જીવને અડ્યો નથી. એ એક જીવ કર્મને અડ્યો નથી. કર્મ શરીરને અડ્યા નથી. આહા..હા..! એ તો પહેલાં કહેવાય ગયું છે. આહા..હા...! આકરી વાતું, બાપુ !
આ પગ જે ચાલે છે ઈ જમીનને અડ્યા વિના પગ ચાલે છે અને આત્માની પ્રેરણા વિના ઈ પગ ચાલે છે. આત્મા પગને અડક્યો નથી. પગ જમીનને અડ્યો નથી. લાકડી હાથમાં રાખી છે તે હાથ લાકડીને અડ્યો નથી અને લાકડીને જમીનનો ટેકો નથી), લાકડી જમીનને અડી જ નથી. આહા...હા...! દ્રવ્ય, ગુણ અને પર્યાયની એવી કોઈ ચમત્કૃતિ છે ! એ ચમત્કાર છે !! દરેક દ્રવ્યનો, પર્યાયનો એ ચમત્કાર છે કે, જ્યાં હોય ત્યાં તે પોતાના આધારે છે. એને પરનો આધાર નથી, પરને સ્પર્યો નથી. આહા...હા...!
અહીં ઈ કહે છે, દસ પ્રાણને આત્મા અડ્યો પણ નથી. ઇન્દ્રિયને આત્મા અડ્યો નથી. મન, વચન ને કાયાના પરમાણુને આત્મા અડ્યો પણ નથી. એ ત્રીજી ગાથામાં આવ્યું નહિ ? ત્રીજી (ગાથા) ! “સમયસાર ! દરેક પદાર્થ પોતાના ધર્મને ચૂંબે છે પણ અન્ય દ્રવ્યને ઈ ચૂંબતો નથી. આ તે કંઈ વાત છે ! આહા...હા...! સાકરના રજકણો જીભને અડતા નથી અને જીભને આત્મા અડતો નથી. એવું દરેક તત્ત્વ ચમત્કારવાળું (છે). દ્રવ્ય પણ ચમત્કારી ચીજ છે.
આટલો નાનો એક પરમાણુ હોય છતાં એમાં અનંત ગુણ છે, અમાપ ગુણ છે. આકાશના પ્રદેશનું માપ નથી. એથી અનંતગુણા એક પરમાણમાં ગુણ છે. એ દ્રવ્યની ચમત્કૃતિ છે અને અનંત, અમાપ ગુણ એ ગુણની ચમત્કૃતિ છે અને એક સમયની અનંત પર્યાય છે. ત્રણ કાળના સમયથી અનંતગુણી પર્યાય છે) ! અને એક એક ગુણના એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠદ સ્વતંત્ર છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
પાણી ઊનું થયું એ અગ્નિ અડ્યું છે માટે ઊનું થયું એમ નથી). પાણી અગ્નિને) અડ્યું જ નથી. પાણી અગ્નિને અડતું નથી.
મુમુક્ષુ :- અદ્દભુત લીલા છે !
ઉત્તર :- લીલા છે એની ! પેલા કહે કે, ઈશ્વરની લીલા (છે). ઈ નહિ, બાપા ! આ દ્રવ્યની લીલા (છે) ! ભાઈ ! તને ખબર નથી. આહાહા...! ઈ તો કહ્યું હતું ને તે દિ? છરી શાકને અડતી નથી અને કટકા થાય છે. આહા...હા...!
Page #112
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૫૯
૯૯ મુમુક્ષુ :- આ વીતરાગી વિજ્ઞાન લેબોરેટરી છે !
ઉત્તર :- આ તો વીતરાગી વિજ્ઞાન છે. ચમત્કારી વિજ્ઞાન છે ! આહા...હા...! શિશપેનને આમ છરીથી) કરે છે, ઈ છરી શીશપેનને અડતી જ નથી. આ આંગળી (બીજી) આંગળીને અડી નથી, અડતી નથી.
પ્રશ્ન :- સાહેબ ! આવું બધું સમજવાનું કારણ શું ?
સમાધાન – એ સ્વતંત્ર પદાર્થ છે તેમ જાણવું એમ કારણ છે. તેની પર્યાય સ્વયંસિદ્ધ છે, ગુણ સ્વયંસિદ્ધ છે, દ્રવ્ય સ્વયંસિદ્ધ છે. (બધું) સ્વયંસિદ્ધ છે. એમ મારો ભગવાન દ્રવ્ય પણ સ્વયંસિદ્ધ છે. ત્રિકાળી પ્રાણ સ્વયંસિદ્ધ છે, આ એની પર્યાય પણ સ્વયંસિદ્ધ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નથી એવી સ્વયંસિદ્ધ છે ! આ..હા..હા...!
મુમુક્ષુ :- દર્શનમોહનીયના ભૂક્કા ઊડી જાય.
ઉત્તર :- ભૂક્કા ઊડી જાય ! જ્યાં હોય ત્યાં આ કર્યું ને મેં કર્યું. મેં કર્યું એવા અભિમાન કરે છે). આહા...હા...!
અહીં કહે છે કે, એ દસ પ્રાણ ઉચ્છેદ થાવ તો એ તો ઉચ્છેદ થવાને લાયક જ હતા. પણ મારા પ્રાણ “સ્વયમ્ વ શાશ્વતઃ “જતન વિના જ અવિનશ્વર છે તે કારણથી.” તેનો કોઈ દિ નાશ થતો નથી. આહા...હા...! મારા પ્રાણનું મરણ કોઈ દી થતું નથી. આ...હા...હા...! એ પ્રાણ સદાય જીવતા રહે છે. ચૈતન્યપ્રાણ, અનંત ગુણો આદિ અનંત પ્રાણ (છે). ચાર તો મુખ્ય લીધા છે. આહાહા...! સમજાણું કાંઈ ? “પ્રાણજીવન પ્યારા તારા જીવન ને પ્રાણ તારા જીવન છે, એ તારા પ્યારા છે.” શુદ્ધ હોં ! દસ પ્રાણ જડ છે એ તો નહિ અને જડને નિમિત્ત (થવામાં) પર્યાય(ની) યોગ્યતા, અશુદ્ધનયથી દસ પ્રાણની યોગ્યતા છે. એ પણ જીવની નથી. આહાહા..! સમજાણું કાંઈ ? એને અહીંયાં આત્મા – જીવ અને પ્રાણવાળો કહે છે. એ પ્રાણવાળો છે. માણસ નથી કહેતા ? કે, આ છોકરા(માં) કાંઈક પ્રાણ છે, બળવંત છે, કાંઈક આનામાં જીવન છે. એ જીવન ધૂળનું નહિ. ભગવાનના જીવન પ્રાણ છે જે એનાથી ટકતું, જીવતું આશ્ચર્યકારી તત્ત્વ છે ! આહા...હા...!
“ભાવાર્થ આમ છે.” ભાવઇન્દ્રિય છે એ પણ જીવની નથી તો દ્રવ્ય (ઈન્દ્રયની) તો વાતું શું કરવી ? આહા...હા...! “બધાય મિથ્યાદૃષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. હાય. હાય....! હવે મને કોણ રાખશે ? કોઈ વૈદ્યને બોલાવો, ડૉક્ટરને બોલાવો, મારાથી સહન થતું નથી, અહીં અંદર ભીંસ પડે છે. શું છે પણ ? ભીંસ કોને અડે ? આત્માની પર્યાયને શરીરની ભીંસ અડતી જ નથી. હાર્ટફેઈલ થાય ત્યારે શું થાય છે ને ? લોહીના કપતરા બંધાય. ગભરામણ.... ગભરામણ થાય) એ તો જડની પર્યાય છે. ભગવાનની જ્ઞાનમૂર્તિ તેને અડ્યો પણ નથી. એના જ્ઞાનપ્રાણમાં ઈ ગભરામણ છે જ નહિ. આહા...હા...! એક તો રોગનો ભય, મરણનો ભય... આહા...હા...! એમાં દેહની ભીંસ પડે, શૂળ ઉપડે એનો ભય ત્રાસ...
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કલામૃત ભાગ-૫
ત્રાસ.... ત્રાસ.... એવા ત્રાસમાં દેહ છૂટે એ ચોરાશીના અવતારમાં રખડવા જાય.
ધર્મીને મરણ ટાણે કે જીવતાં મારા પ્રાણ જ્ઞાન અને આનંદ છે તેનાથી જીવું છું. દેહ છૂટતાં પણ હું જ્ઞાનના પ્રાણથી છૂટ્યો નથી, મારા આનંદના પ્રાણ લઈને અહીંથી હું જાઉં છું. જ્યાં જાઉં ત્યાં મારા આનંદપ્રાણ સાથે છે. આહા...હા...! સમજાણું કાંઈ? કોઈપણ સંયોગમાં જાય, કોઈપણ ક્ષેત્રમાં જાય, કોઈપણ કાળમાં જાય કે કોઈપણ શુભ-અશુભ ભાવ આવે છતાં એ ભગવાન (નિજાત્મા) તો એનામાં છે જ નહિ. આહા...હા...! એ તો આનંદ ને જ્ઞાન પ્રાણનું શાશ્વત તત્ત્વ છે. તેમાં તે ઊભો છે. આહા..હા..! એથી તેને મરણનો જરી પણ, જરી પણ ત્રાસ નથી, આનંદ છે. કારણ કે દેહ રહો કે દેહ છૂટે, મારા પ્રાણ તો આનંદ ને જ્ઞાન છે. જીવતાં પણ આનંદના પ્રાણથી જીવે છે, દેહ છૂટતાં પણ આનંદના પ્રાણથી ત્યાં દેહ છૂટી જાય છે. આ..હા...હા...! આવો માર્ગ છે.
‘મિથ્યાષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે. આહાહા...! પુણ્ય-પાપના વિકલ્પો પણ જ્યાં નથી ત્યાં વળી દસ પ્રાણ ને એની વાતું શું કરવી? આહા..હા...! ખરેખર તો દ્રવ્ય સ્વભાવ ભગવાન શુદ્ધ ચૈતન્ય (છે) તે રાગને અડતો પણ નથી. માન્યું છે કે હું રાગને સ્પર્શ છું. એ માન્યતામાં પણ જેમાં – ચૈતન્યમાં નથી. આહા...હા...!
બાપુ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની સ્થિતિની દશા એમણે કહેલા તત્ત્વો ચમત્કારી છે ! જગત, બહારના ચમત્કાર જોવા જાય છે પણ આ ચમત્કાર તો જો ! આહા...હા...!
મુમુક્ષુ :- બહારમાં તો ઇન્દ્રિય વડે દેખાય છે, આ તો અતીન્દ્રિય છે.
ઉત્તર :- એ દેખનારું તો જ્ઞાન છે ને ! ઇન્દ્રિય વડે ક્યાં દેખે છે ? દેખનારું તો જ્ઞાન છે. ઇન્દ્રિય તો નિમિત્ત છે. નિમિત્ત એને જાણતું નથી, જાણનાર તો જ્ઞાન છે. આહા...હા....! એ જાણનાર જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય પોતાના ત્રિકાળ શાશ્વત (સ્વભાવને) સ્વીકારે છે. આહા..હા...!
(‘સમયસારની) ૩૨૦ (ગાથામાં) તો એમ આવ્યું ને ? ૩૨૦માં નહિ ? હું તો નિત્યાનંદ છું, પર્યાય એમ માને છે, હું પર્યાય છું એમ નહિ. ૩૨૦ ગાથામાં આવી ગયું છે. હું રાગ છું ને પુણ્ય છું એ તો નહિ પણ હું નિર્મળ પર્યાય છું એ પણ નહિ. એ પર્યાય એમ જાણે છે કે હું તો આ દ્રવ્ય) છું. ધ્રુવ સ્વરૂપ તે હું છું. આહા..હા..! અરે...! આવી વાત સાંભળવા મળે નહિ એ ક્યાં જાય ? ક્યાં કરે ? શું કરે ?
સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો વિનાશ પામતું નથી.” નિત્ય (હોય એ) વિનાશ કેમ પામે ? (નાશ પામે) તો એને નિત્ય કેમ કહેવાય ? આહા...હા...! દ્રવ્ય પણ નિત્ય (છે) અને ગુણ પણ નિત્ય (છે). જે નિત્ય છે તેનો નાશ કેમ થાય ? આહા..હા...! પ્રાણ નષ્ટ થાય છે તે તો...” પુદ્ગલ છે. આહા...હા...!
Page #114
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પ૯
૧૦૧
અજ્ઞાનીને મરણતણી બીક છે. જ્ઞાનીને આનંદની લહેર જો...... આહા..હા..! કેમકે આનંદનો નાથ – ધણી જેને અનુભવમાં આવ્યો છે. આ...હા...હા....! તેને દેહ છૂટે તોપણ આનંદની લહેર છે. દેહ રહે કે દેહ છૂટે... આહાહા...! એને તો – સમ્યક્દષ્ટિને તો આનંદની લહેર છે. આહા..હા..! આવો વીતરાગમાર્ગ ! આને સમ્યગ્દર્શન કહીએ, એને સત્યદર્શન કહીએ.
જેને સત્યસાહેબો પૂર્ણાનંદનો નાથ જેની દૃષ્ટિમાં, જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે. આહા..હા..! એને પર પ્રાણ મારા છે એ દૃષ્ટિ છૂટી ગઈ છે. રાગ મારો છે એ દૃષ્ટિ છૂટી (ગઈ) છે. રાગ થાય છે એની પર્યાયમાં, સમજાણું કાંઈ? કર્મને લઈને નહિ છતાં પર્યાયમાં થાય એ પણ વસ્તુની દૃષ્ટિએ જોતાં મારો નહિ. આહા...હા...! પોતાના અપરાધથી થયેલો વિકાર છે) પણ સ્વભાવદૃષ્ટિથી જોવે છે તો કહે છે, મારો નહિ. આહા..હા...! તો વળી પ્રાણ ને આ બાયડી, છોકરા, કુટુંબ ને તમારા માનવા)... અરે.રે...!
“પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં. આહાહા..! છે ? એ તો જડનું “પુદ્ગલનું સ્વરૂપ છે...” આહા..હા...! તેથી મારું મરણ થતું હોય તો ડરું...” “પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરે, હું શા માટે ડરું ?” આ..હા...હા...! નિઃશંક છે, નિર્ભય છે. નિઃસંદેહ, નિઃશંક શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણ છું એમાં નિઃશંક, નિઃસંદેહ છે. તેથી તે નિર્ભય છે. સમજાણું કાંઈ ? આવી ધર્મની શરૂઆત ! એને લોકો કંઈક માનીને બેસે અને પછી કહે અમે સાધુ છીએ ને અમે આ છીએ. ભાઈ ! બાપુ ! આ તારા આત્માના હિતની વાત છે. તારા નાથનું અવલોકન ન કર. એટલે કે જેને જાણવું છે, જાણનારને જાણ નહિ અને બધી માથાકૂટ કરી. દયા પાળી ને વ્રત કર્યા ને અપવાસ કર્યા ને... (આવું સાંભળીને) એને આકરું લાગે છે કે, અમારી આ ક્રિયા પણ ધર્મ નહિ? ધર્મ નહિ તો ધર્મનું સાધન તો ખરું ને ? બહિરંગ ક્રિયા અંતરંગ (ક્રિયાનું સાધન તો ખરું ને ?) સાધન-બાધન કેવા? ભાઈ ! તને ખબર નથી. રાગથી ભિન્ન પાડવું પ્રજ્ઞાછીણી એ સાધન છે. રાગ સાધન નથી. આહા..હા...!
હું શા માટે ડરું ? આ.હા..હા...! સમજાવે છે ને ? સમજાવે કેવી રીતે) ? વાત કરે ત્યારે તો એમ જ કહે ને ?) નહીંતર હું શા માટે ડરું ? એવો વિકલ્પ પણ જેને નથી. આહા..હા...! આવું સ્વરૂપ શાશ્વત છે. આવું એટલે આવું મારું સ્વરૂપ શાશ્વત છે.” આ..હા..! અનાદિઅનંત ધ્રુવનો નાશ (થાય) કે એમાં ઘસારો થાય એવી હું ચીજ જ નથી. અભાવ તો નહિ પણ ઘસારો થાય, હીણું થાય એ હું નહિ. આહા...હા...!
એ આવે છે નહિ ? ક્યાંક આવે છે. હીણો ! એવી ભાષા ક્યાંક આવે છે. શાશ્વતને ઘસારો નથી, હીણું થાતું નથી. એવો શબ્દ ક્યાંક (આવે) છે. ત્યારે મગજમાં આવી ગયું હોય. આહા...હા...! વસ્તુ છે અને તેનો સ્વભાવ નિત્ય છે. નિત્ય દ્રવ્ય અને નિત્ય સ્વભાવમાં
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કિલશામૃત ભાગ-૫ ઘસારા શા ? એનો અભાવ તો શો પણ ઘસારો શો ? ઘટી જાય, ઘટી જાય એ શું ? આહા..હા..! પૂર્ણ આનંદના નાથમાં ઘસારો – ઘટવું એ પણ જેના સ્વરૂપમાં નથી. આહા...હા.... પર્યાયમાં ભલે રાગ, દ્વેષ અને મિથ્યાત્વથી ગમે તે દશા થઈ પણ વસ્તુમાં એનો ઘસારો જરી પણ નથી. આહા...હા...! એવી વાત બેસવી જોઈએ ને !
એ મરણના ભયની વાત કરી. ધર્મીને મરણનો ત્રાસ હોતો નથી. જગતને મરણ તણી બીક છે, ધર્મીને આનંદની લહેર, મારે મન આનંદની લહેર છે.” આહા...હા...! જે સમય જીવનમાં છે તે જ સમય મૃત્યુકાળે પણ (છે). મારા આનંદ સ્વભાવમાં હું છું. આહા...હા...! જીવનકાળમાં – બહારના જીવનકાળમાં પણ આનંદ સ્વભાવમાં છું અને દેહના છૂટવાના કાળમાં પણ હું તો આનંદ સ્વભાવમાં છું. એને મરણનો ભય કે ડર કે ત્રાસ હોતો નથી. આહાહા..! આને સમ્યફદૃષ્ટિ ધર્મની મોક્ષમહેલની પહેલી સીઢી (કહેવામાં આવે છે). મોક્ષમહેલની પહેલી સીઢી – “છ ઢાળામાં આવે છે. આહા...હા...! આ તો વીરના કામ છે, બાપા ! કાયરના અહીં કામ નથી. આહાહા...!
ઈ તો પહેલા આવી ગયું છે ને ? ઉપરથી વજ પડે. લોકો પોતાની જગ્યા – સ્થાનને, ભાવને છોડી દે, એવું આખું જગત (ફરી જાય તોપણ) ધર્મી પોતાના સ્વભાવથી ખસતો નથી ! ઉપરથી વજ પડે અને શરીરમાં ભીંસાઈને કટકા થાય તો એ તો શરીરને થયું, મને ક્યાં કોઈ અડે છે ? આહા...હા...! વજપાત પડતાં અજ્ઞાની એના સંયોગમાં પોતાના
સ્થાનને છોડી દે છે. ધર્મી પોતાના સ્થાનને છોડતો નથી. આહા...હા...! સંતોને ઘાણીમાં પીલી નાખ્યા. આહાહા..! પણ એ તો શરીરને પીત્યું. મુનિ તો અંતર આનંદની લહેરમાં હતા ! તલને જેમ પીલે એમ જેને (ઘાણીમાં પીલી નાખ્યા). લાકડાની મોટી ઘાણી (હોય એમાં) માથું નાખી લાકડું ફેરવ્યું. આ..હા..હા...! કહે છે કે, એ સંતો તો આનંદમાં હતા. તું દેખે છે એમાં તે નહોતા. આહા..હા...! ઘાંચીની એ હોય ને ? શું કહેવાય ? મોટી લાટ. લાટ ! ખાડો હોય એમાં મુનિને એક પછી એક લાકડાની વચમાં માથા નાખ્યા. આહા...હા...! ૫૦૦ સાધુને (નાખ્યા) ! અરે! એ વખતે કોઈ જૈન નહિ હોય ? શું થાય ? થવા કાળે થાય. છતાં એને એને આનંદની લહેર હતી. આહાહા! ઘાણી અડી નથી. આહા...હા...! એને પ્રતિકૂળતા જણાતી નથી. કેમકે જ્યાં ભગવાન અનંત આનંદનો નાથ (છે) ત્યાં અંદર દૃષ્ટિ પડી છે. એ આનંદની દશાને અનુભવે છે. જોવામાં આમ આવે અને અંદર (આમ હોય). આનંદ. આનંદ.. આનંદ આનંદ.. આહા..હા...! જેને આનંદની ભરતી આવે છે, પર્યાયમાં આનંદની ભરતીના ઉભરા આવે છે. આહા...હા...! આમ જુવો તો પીલે છે. આ..હા..! ફાંસીએ ચડાવે ! શરીરને પરોવે. આહા...હા...! રાજકુમાર હોય, મુનિ થયા હોય. આહા...હા...! અણીની ધાર ઉપર મૂકીને (ફાંસીએ ચડાવે). અંતરમાં તો આનંદ છે. આ..હા...! શું છે આ તે !
Page #116
--------------------------------------------------------------------------
________________
કળશ-૧પ૯
૧૦૩ જેની દૃષ્ટિમાં અંદર ભગવાન ભાસ્યો છે અને આ પીડા ને દુઃખ-બુખ છે જ નહિ. આ..હા...હા...! એવા સ્થાનમાં પણ સમાધિમરણે દેહ છૂટે છે. આ શું હશે ? આ..હા...હા...! દૃષ્ટિ ચૈતન્યના આનંદઘન ઉપર છે તો દૃષ્ટિ છે તેવી જ સૃષ્ટિ છે. તો ત્યાં શાંતિ અને આનંદની જ ઉત્પત્તિ છે. આહા..હા...ભાઈ ! એ રમતું નથી. એ આનંદના ખેલ... આહા...હા...! વાતે મળે એવું નથી. આહા...હા...!
અહીંયાં નિર્જરા કહે છે ને ? એવી સ્થિતિમાં પણ કહે છે, ઘાણીમાં પીલતા સંતને નિર્જરા થાય છે. આ..હા...હા...! કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે, શુદ્ધતા વધે છે. આવી વાતું છે ! આહા! છ (ભય) થયા. સાત ભય છે ને ? સાત. આલોક ભય, પરલોક ભય આવ્યું ને ? અરક્ષા, ગુપ્તિ, વેદના અને આ મરણ (એમ) છ થયા. એક અકસ્માત રહી ગયો છે. સાતમો ભય અકસ્માત (છે).
ધર્મીને અકસ્માત કાંઈ છે નહિ. જોકે દુનિયામાં ક્રમબદ્ધ પર્યાય થાય છે એમાં અકસ્માત કાંઈ છે નહિ. આહા...હા...! જે સમયે જે પર્યાય; શરીરની, વાણીની, મનની, આત્માની... આહાહા..! થવાની તે થાય છે. ત્યાં આગળ પણ અકસ્માત નથી તો સમ્યફદૃષ્ટિને કોઈ અકસ્માત ભય છે નહિ. એમ કે, જ્યાં ઊભો હોઈશ ત્યાં ઉપરથી ઝાડ પડશે તો ? જ્યાં ઊભો હોઈશ ત્યાં વીજળી નીકળશે તો ? વીજળી પડે ને ? વીજળી ! આહા..હા...!
(સંવત) ૧૯૭૨ની સાલ, વૈશાખ મહિનો હતો. જેઠ કે વૈશાખ (હતો). (ત્યાં) એક ભાઈ હતા. વરસાદ વરસતો હતો. એનું) બહુ લઠ જેવું શરીર હતું). દુકાને હાથ દઈને ઊભા હતા. વરસાદ પડતો હતો, ટપાલની રાહ જોતા હતા એમાં વીજળી પડી. ૧૯૭૨નો ઘણું કરીને જેઠ મહિનો કે વૈશાખ મહિનો હતો). ત્યારે અમે ‘વઢવાણ” “સુંદરવાળાના અપાસરે હતા. ૧૯૭રની વાત છે. જ્યારે અમે પાછા બોટાદ ગયા ત્યારે (કહ્યું), અહીં વીજળી આવી (અને ભાઈ પડી ગયા, દેહ છૂટી ગયો. બે વ્હોરા અંદર હતા એને જરીક આઘાત થઈ ગયો. જીવતા રહી ગયા અને એનો સાળો હતો એ મરી ગયો. વીજળી અંદર દુકાનમાં ગરી (-ઘૂસી ગઈ. પાછી બહાર નીકળી ત્યાં લીમડાનું ઝાડ છે ત્યાંથી) પછી નીકળી ગઈ. આહા..હા..!
અહીં કહે છે, પણ ઈ અકસ્માત નથી. આ...હા...! તો પછી સમકિતીને કોઈ અકસ્માત ભય છે એવું છે નહિ. એનું વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
કલશામૃત ભાગ-૫
(શાર્દૂનવિક્રીડિત)
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६० ।।
ખંડાન્વય સહિત અર્થ :-
વિન્તરિ (:) સમ્યગ્દષ્ટિ જીવ નં. જ્ઞાનને અર્થાતુ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (ર) ત્રિકાળ (
વિતિ) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? સ્વયં સહજથી જ ઉપર્યું છે. વળી કેવું છે ? “સતતં અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? “સ” ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિ:શં: આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ? “અત્ર તત્ માસ્મિલમ્ શિષ્યને ન મવેત્ત, જ્ઞાનિન: તદ્ધી: 7: (2) શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં, ત) કહ્યું છે લક્ષણ જેનું એવું વિમ) અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (
વિષ્યન ન મવે) કાંઈ છે જ નહીં, તેથી જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તડી:) આકસ્મિકપણાનો ભય (ત:) ક્યાંથી હોય? અર્થાતુ નથી હોતો. શા કારણથી ? “પતિત્ જ્ઞાનં સ્વત: વાવ” (તત્ જ્ઞાનં) શુદ્ધ જીવવસ્તુ (સ્વત: વાવ) પોતે સહજ જેવી છે, જેવડી છે “ તાવત્ સ વ મવે” (રૂદં) શુદ્ધ વસ્તુમાત્ર (તવિ) તેવી છે, તેવડી છે, (સ) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (ઈવ ભવે) નિશ્ચયથી એવી જ છે. “ત્ર દ્રિતીયો: ન (2) શુદ્ધ વસ્તુમાં (દ્વિતીયો:) અનેરું કોઈ સ્વરૂપ (1) થતું નથી. કેવું છે જ્ઞાન? પર્વ સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? ‘નાદીનત્તમ નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? “પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે ? “સિદ્ધ નિષ્પન્ન છે. ૨૮–૧૬૦.
Page #118
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૦
૧૦૫
કારતક વદ ૧૨, બુધવાર તા. ૦૭-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૦ પ્રવચન–૧૬૯
કળશટીકા ૧૬૦ (શ્લોક). નિર્જરા અધિકાર છે.
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६० ।।
ધર્મી થાય ત્યારે એની દૃષ્ટિ કેવી હોય? કે, ચૈતન્ય શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા છે. એની દૃષ્ટિમાં નિત્યાનંદનો અનુભવ થાય. અનાદિથી જે એકલા પુણ્ય અને પાપના વિકલ્પના વિકારનું વેદના અને અનુભવ છે તે મિથ્યાદૃષ્ટિ છે. એને જ્યારે ધર્મ થાય છે; ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ જે ત્રિકાળી જ્ઞાયક અને આનંદને અનુસરીને એનો અનુભવ થવો કે જે પૂર્ણાનંદ સ્વરૂપ (છે) એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનો અંશે આનંદનું વદન થવું એનું નામ સમ્યક્દષ્ટિ અને ધર્મી કહેવાય છે. આવી વાત છે.
“: જ્ઞાન સા વિતિ તે “સમ્યક્દૃષ્ટિ જીવ....' સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો, એણે જે જોયો અને કહ્યો એવો એ પોતે અંદર જોવે. શુદ્ધ ચૈતન્યઘન અનાકુળ આનંદકંદની દૃષ્ટિ કરીને એનું થોડું વેદન આવે એ સમ્યક્દૃષ્ટિ જીવ (છે). આહા...હા...! એ “જ્ઞાનને અર્થાત્ શુદ્ધચૈતન્યવસ્તુને ત્રિકાળ આસ્વાદે છે.” આહાહા..! ધર્મીજીવની દૃષ્ટિમાં આખો પરમાત્મ સ્વભાવ આવ્યો હોય છે. ભલે ઈ સમકિતી ગૃહસ્થાશ્રમમાં હો, ચક્રવર્તીના રાજની અંદર દેખાય પણ તેની દૃષ્ટિનો વિષય તો પૂર્ણાનંદ છે. એનો વિષય રાજ કે રાગ કે પર્યાય નથી. આહા..હા..! વિષય એટલે ધ્યેય. આહા..હા...! આવી વસ્તુ છે. એ સમ્યક્દૃષ્ટિ જીવ,...
જેમ અજ્ઞાની અનાદિથી એક સમયના વિરહ વિના રાગ ને દ્વેષ ને મિથ્યાત્વને વેદ છે, એમ સમ્યક્રદૃષ્ટિ જીવ નિરંતર શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે... આહા..હા...! એને એ વેદે છે એટલે શ્રદ્ધે છે, જાણે છે અને સ્વરૂપ આચરણની સ્થિરતાનું વેદન પણ કરે) છે. આનું નામ ધર્મની પહેલી શ્રેણીનો આ વિચાર છે. મોક્ષમહેલની પહેલી સીઢી !
એ પોતાના સ્વરૂપને આસ્વાદે છે. એટલે ? કે, રાગના વિકલ્પથી ભિન્ન પડેલી ચીજ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કલશામૃત ભાગ-૫ (છે) એ વિકલ્પપણે કદી થઈ જ નથી. એવી નિર્વિકલ્પ) ચીજને જેણે અંતરમાં દૃષ્ટિમાં ને જ્ઞાનમાં લીધી એને વેદનમાં શાંતિ આવે છે. એ શાંતિનો આસ્વાદ લે છે. ચારિત્રની અપેક્ષાએ શાંતિ અને આનંદની અપેક્ષાએ સુખ (વેદે છે). આહા..હા..! એને એ વેદે છે – આસ્વાદે છે, એનો એ સ્વાદ લે છે. આહા..હા..!
છે જ્ઞાન ? સહજથી જ ઊપજ્યું છે. સ્વભાવિક જ વસ્તુ છે. અનાદિઅનંત ને ઈ કહેશે. એ ચીજ ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. વસ્તુ જે છે સસ્વરૂપ ભગવાન આત્મા ! એ અનાદિઅનંત છે. એટલે ? કે, ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. ઉપજવું અને અભાવ થવો એ સ્વરૂપમાં નથી. આહા...હા...! એવી ચીજને જેણે દૃષ્ટિમાં લીધી છે), સમ્યગ્દર્શનમાં એવી ચીજ જાણી છે, માની છે. આહા...હા...! એને આત્મા સહજ સ્વરૂપ છે એમ (ભાસે છે). ઈ સ્વભાવિક જ વસ્તુ છે. કોઈએ કરી છે અને એના સ્વભાવમાં કોઈ કારણે એ સ્વભાવ થયો છે એમ નથી. આહા..હા...!
વળી કેવું છે ? અખંડધારાપ્રવાહરૂપ છે.' વસ્તુ છે, વસ્તુ છે એ તો અખંડ ધારા ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ (સ્વરૂપ છે). એનો અનુભવ પણ અખંડ ધારા પ્રવાહ પર ચાલે) છે. ભલે ઉપયોગ એમાં ન હો પણ એનું વદન તો ધારાપ્રવહારૂપે ચાલે છે, એમ કહે છે. એવા ધર્મીને પૂર્વના કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે અને શુદ્ધતા વધે છે. આવી જવાબદારી છે. આહાહા.! આવું એ સહુનું સ્વરૂપ જ છે.
એને કોઈ બાહ્ય ચીજ આકર્ષણ કરી શકતી નથી. ધર્મીને પોતાના સ્વરૂપના આનંદના વેદન આગળ જગતના ઇન્દ્ર અને ઇન્દ્રાણીઓની ઋદ્ધિ પણ એને આકર્ષણ કરી શકતી નથી. આહા...હા...! સમજાય છે કાંઈ? એ આકર્ષાઈ ગયો છે (અંતર) આનંદમાં ! અતીન્દ્રિય આનંદનું ઢીમ પ્રભુ આત્મા છે). આહાહા..! અરે...! આ વાત જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા એને આત્મા કહે કે, જે અતીન્દ્રિય આનંદ અનાકુળ શાંત રસનું ઢીમ (છે) આહા..હા..! એનું જેને અંદર વેદન છે એ નિઃશંક છે. છે ?
“હ ‘ઉપાય વિના એવી જ વસ્તુ છે. એને કોઈ ઉપાય નથી, ઈ તો વસ્તુ જ એવી છે. અરે..! એની નજરું ત્યાં ગઈ નથી ને ! નાશવાન (ચી) ઉપર નજર (છે). એક સમયની અવસ્થા નાશવાન, દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પો પણ નાશવાન (છે) એની ઉપર નજરને લઈને મિથ્યાષ્ટિને એ પર્યાયની પાસે મહા પ્રભુ બિરાજે છે (એ દેખાતો નથી). આહા...હા..! એ પર્યાયની પાસે મહા ચૈતન્ય ધ્રુવ તત્ત્વ બિરાજે છે. પર્યાયની સમીપમાં છે પણ એની સામું નજર નહિ અને રાગ અને પુણ્ય સમીપ લાગે છે. આહાહા...
ભગવાનઆત્મા અંદર બિરાજે છે). સર્વજ્ઞ પરમેશ્વર થયા એ સર્વજ્ઞ પર્યાય અને અતીન્દ્રિય આનંદ આદિ અનંત ગુણની પર્યાય પૂર્ણ પ્રગટ થઈ એ બધી શક્તિઓમાં હતી. એ અનંત શક્તિઓનો સંગ્રહાલય પ્રભુ ! સંગ્રહનો આલય એટલે સ્થાન. આહા...હા...! એની
Page #120
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૦
સન્મુખ થઈને વેદન થયું તો કહે છે કે, એ પ્રાણી નિઃશંક છે. આ..હા...! એને અકસ્માત ભય નથી. એટલે ? અણચિંતવ્યું કંઈ આવી જાય અને મને નુકસાન કરે તો ? એવું સમિકતીને હોતું નથી. કારણ કે અણચિંતવી ચીજ જ વસ્તુ ધ્રુવ આનંદકંદ પ્રભુ દૃષ્ટિમાં છે એમાં અણચિંતવ્યું કાંઈ થાય કે અકસ્માત્ કોઈ બીજો આવીને ત્યાં એને દખલ કરે એવી ચીજ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
જે ચીજમાં કર્મનો પણ જ્યાં અભાવ છે. આઠ કર્મ જે છે એનો પણ જેમાં અભાવ છે અને એ રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ વસ્તુ છે. આ..હા...! બધાના આત્મામાં આવી ભગવત્ સ્વરૂપ ચીજ બિરાજે છે. એની જ્યારે દૃષ્ટિ અને અનુભવ થાય છે ત્યારે એને કંઈ અકસ્માત ભય રહેતો નથી. જે છે ઈં છે, એમાં અકસ્માત શું થાય ? આહા..હા...! કોઈ ભીંતની ઓથે ઊભો હોય અને એકદમ ભીંત પડે (એને) લોકો અકસ્માત કહે. ઝાડની નીચે ઊભો હોય અને વાવાઝોડું થઈને ડાળ પડે, ઝાડની ડાળ માથે પડે ! અકસ્માત્, કાંક ઊભો હોય, ગામમાં ઊભો હોય અને બહારથી સિંહ આવે. સિંહ ફરતા (ફરતા) ગામને પાદરે આવી જાય છે. એટલે અકસ્માત્ જાણે આમ ઊભો હોય અને એકદમ એને પકડે. એવું અકસ્માત આત્મામાં નથી, કહે છે. આહા..હા...! એક ગામ હતું ત્યાં સિંહ મોઢા આગળ આવ્યો હતો. બહાર ફરતા ફરતા મોઢા આગળ આવ્યો અને એક-બે ઢોરને માર્યા. ભેંસને મારીને એનું આળું ખાતો હતો. ગામને પાદર ! માણસ જાય ત્યાં જાય ત્યાં હાય... હાય...! માણસની વસ્તીમાં સિંહ આવ્યો તો લોકોને અકસ્માત લાગે ! જોકે ખરેખર અકસ્માત નથી, તે સમયે તે પર્યાય થવાની જ હતી. પણ આ આત્મામાં એવો પણ અકસ્માત નથી કહે છે. આહા..હા...!
૧૦૭
જે જ્ઞાનઘન અતીન્દ્રિય આનંદદળ એવો ભગવાનઆત્મા જેને દૃષ્ટિમાં અને અનુભવમાં આવ્યો તેને અંત૨માં કોઈ અકસ્માત થાય એ રહ્યું નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? આમ પચીસ વરસના ત્રણ-ચાર છોકરા હોય. પચીસ, ત્રેવીસ, એકવીસ, ઓગણીસ – બેબે વર્ષને આંતરે ચાર-પાંચ છોકરા હોય અને એકદમ વાઘ, સિંહ આવ્યો હોય ત્યારે એને મારે. ખાવાની તૈયારી હોય, ચૂરમાના લાડવા કર્યાં હોય અને જમવા બેઠા (હોય) એમાં સિંહ આવ્યો ! આહા..હા...! અકસ્માત લાગે છે ને ? જોકે ઈ અકસ્માત નથી. એ સમયે તે પર્યાય થવાની તે થાય છે. એવો અકસ્માત તો આત્મામાં પણ નથી કહે છે.
આહા..હા...! જ્ઞાનનું પૂર નૂર પ્રભુ ! એકલો જ્ઞાન સ્વભાવિક વસ્તુ પોતે (છે) એમાં અકસમાત ભય (નથી). એ જ્ઞાનના પૂરને અનુભવનાર જીવને અકસ્માત (ભય) હોતો નથી. આહા..હા...! જુઓને ! એક ફેરી થયું હતું ને ? એક કરોડપતિ શેઠિયો ઘોડાગાડી લઈને બહાર ફરવા નીકળ્યો. (તેની પાસે) ઘડિયાળ ને એવી થોડી ઘણી આઠેક હજારની ચીજ હશે. કરોડપતિ માણસ ! દીકરા, દીકરી, મોટા મકાન (હતા). બહાર ફરવા ગયેલો, જ્યાં
?
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કલશામૃત ભાગ-૫ પાછો આવે ત્યાં બધું ખલાસ) ! “બિહારમાં ધરતીકંપ થયો હતો. (ફરીને) જ્યાં પાછો) આવે ત્યાં બધું હેઠે ! આ..હા...હા...! નહિ મકાન, નહિ પૈસા, નહિ આબરુ. આહા..હા..! ઈ પણ ખરેખર અકસ્માત નથી. એ તો જેને જ્ઞાનનું દીર્ઘપણામાં એનું જ્ઞાન નથી એને અકસ્માત લાગે છે. અહીંયાં પણ જ્યારે અકસ્માત કાંઈ નથી તો ધ્રુવ ચીજમાં કોઈ અકસ્માત આવે અને કંઈ નુકસાન થાય એવી કોઈ ચીજ છે નહિ. આહા..હા..!
ત્યારે કહે, બસ ! ધર્મીને જરીયે ભય છે જ નહિ ? તો અર્થમાં ખુલાસો કર્યો છે ને ? કે, ભયપ્રકૃતિ છે અને એમાં જોડાય જાય. ભય હોય પણ ઈ અસ્થિરતાનો ભય (છે). વસ્તુ અને વસ્તુની શ્રદ્ધા ને જ્ઞાનથી ચૂત થાય એવો ભય એને ન હોય. જુઓ ! જ્ઞાનીને પણ ભય છે એવું આ સિદ્ધ કર્યું. કારણ કે પૂર્ણ વીતરાગ નથી. એટલે ભય નામની પ્રકૃતિ આવે અને એમાં જોડાય પણ જાય. પણ ઈ અસ્થિરતાનો જરી ભયનો અંશ આવે પણ તે ભય, વસ્તુ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય છે તેની શ્રદ્ધા અને જ્ઞાનથી ચૂત થાય એવો એ ભય નથી. સમજાણું કાંઈ ? આહા..હા..!
અગ્નિ એકદમ આમ હડ..હડ..હડ (બળતી હોય). ડુંગરમાં લાવા થાય છે ને ? લાવા એટલે અગ્નિની જ્વાળા નીકળે. પાંચ પાંચ હાથ પહોળી અને આમ લાંબી જ્વાળા નીકળે. આમ પ્રવાહ (નીકળે). પાણીનો પ્રવાહ નીકળે) એમ અગ્નિની જ્વાળા નીકળે. ત્યાં ઊભો હોય અને એવું લાગે હાય.. હાય.. ક્યાં જાવું હવે ? એ લોકોને અકસ્માત લાગે છે. એ લાવા કહેવાય છે. અગ્નિના ધોધ નીકળે, અગ્નિ નીકળે ! જેમ પાણીનો પ્રવાહ નીકળે છે એમ અંદર અગ્નિની જ્વાળા નીકળે. નીકળે છે ને ! અત્યારે છે ને બધે ? એમ આત્માના ધ્રુવ સ્વભાવના ભાનમાં કાંઈ અગ્નિ આવે, એવો તીવ્ર રાગ (આવે) કે ધ્રુવતાને ભ્રષ્ટ કરી શકે એવી ચીજ છે નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? ભય થાય, અસ્થિરતાને લઈને થાય, બિલકુલ અસ્થિરતાનો ભય પણ ન હોય એવું નહિ. છાસ્થ છે, હજી સાધક છે એથી એને અસ્થિરતાનો ભય આવે પણ એ ભય સ્વરૂપની શ્રદ્ધા ને જ્ઞાનને મૂત કરી નાખે એવો ભય (નથી). સમજાણું કાંઈ ? આહા..હા...!
“અણચિંતવ્યુ તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું....” અણચિંતવ્યું તરત જ અનિષ્ટનું ઊપજવું. જે નથી અને એકદમ થવું. આહાહા....! એવું વસ્તુના સ્વરૂપમાં અને એની દૃષ્ટિવંતને એવું હોતું નથી. આહા...હા...! આખું પાંચ કરોડનું મકાન એકસાથે બળે, સળગે, છોકરાઓ અને કુટુંબ બધા એમાં દબાઈને મરી જાય. પોતે એકલો બહાર ઊભો હોય અને ત્યાં ઉપરથી સિમેન્ટ કાચી હોય (ઈ પડે). પેલા કરનારા તમારા શું કહેવાય ? કંતરાટી ! (-કોન્ટ્રાક્ટર) એની સાધારણ સિમેન્ટ હોય એમાં પાણી અને ગાંગડા હોય. તોપણ ઈ જ્યાં ત્યાં નાખે, તો ઈ પડે. મુંબઈમાં આખું કરોડનું એક મકાન હતું ને ? આમ કરતા પડ્યું. આખું મકાન પડ્યું અને કેટલાય માણસો અંદર મરી ગયા. એ પણ નિશ્ચયથી તો અકસ્માત નથી. તે
Page #122
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬૦
૧૦૯
સમયે તે પર્યાય તે પ્રકારે બનવાની હતી. આહા...હા...! જ્યારે બહારના આવા સંયોગોમાં પણ અણચિંતવ્યું અને અનિષ્ટનો સંયોગ થાય છતાં તે અકસ્માત નથી તો ભગવાનઆત્મામાં કોઈ અકસ્માત તીવ્ર વિકાર આવી જાય અને એને નુકસાન કરી દયે, કોઈ પ્રતિકૂળ સંયોગ આવે અને એને દબાવી નાખે, દાબી દયે એવું હોતું નથી. આહા..હા.! આહા.હા...! વજનો હીરો ! ઈ વજનો હીરો હોય તોપણ
મુમુક્ષુ :- ઈ ઘસાય જાય.
ઉત્તર :ઘસાઈ જાય છે તો ઠીક પણ ચક્રવર્તીની દાસી હોય, શાસ્ત્રમાં એવું આવે છે કે, ચક્રવર્તીની દાસીમાં પણ એવી શક્તિ હોય કે હીરો હોય એને આમ (મસળીને) ચોળી નાખે ! એવી તો એ દાસી હોય. અને હીરાનો ચાંદલો કરે, કહો ! ગાદીએ બેસે ને ? ત્યારે હીરાનો ચાંદલો કરે). આમ હાથમાં લે, જેમ જમરૂખ કે દાડમ આમ કરી નાખે (એમ). એટલી એનામાં તાકાત હોય છે ! દાસી હોં, દાસી ! પુણ્યવંત પ્રાણી છે ને ? વજનારાચ સંઘયણવાળી બાઈ હોય, અંદર હાડકાં એવા મજબૂત હોય) કે, હીરો આમ ભસ્મ કરી નાખે. આમ કરે તો ભૂકો કરી નાખે ! તોપણ તે અકસ્માત નથી. આખો હતો અને ભૂકો થયો ને ? તે તો પર્યાયનો કાળ હતો તે પ્રમાણે થયું છે. તે ખરેખર તો એની આંગળીને કારણે પણ થયું નથી. આહાહા...! આંગળી તો નિમિત્ત છે. એના ઉપાદાનમાં એને કારણે એ ભસ્મની પર્યાય થઈ છે. એમ આ ધ્રુવનાથ પ્રભુ ! આ.હા...હા..!
ધ્રુવ ધ્રુવ ચીજ પ્રભુ છે. અનાદિઅનંત છે, ઉત્પત્તિ-વિનાશ રહિત છે એવો જેને અનુભવ થયો એને અકસ્માત કંઈ છે જ નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? અંદર ચીજમાં કોઈ અકસ્માત થઈ જાય એવી જગતમાં કોઈ ચીજ છે નહિ. આહા...હા...! ઈ નીડર અને નિર્ભયપણે આત્માને વેદે છે. આહા..હા...! શું આવ્યું ?
અણચિંતવ્યું તત્કાળ અનિષ્ટનું ઊપજવું.” એ અકસ્માત (છે). “શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ ?” “અત્ર તત્ સ્મિન્ શિશ્ચન ન મત, જ્ઞાનિન: તદ્ધી ત:' () શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં.... અંદર શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ વસ્તુ ભગવાનમાં. નિત્ય ધ્રુવ અનંત ગુણનું ધ્રુવપણું એવો જે ભગવાન આત્મા, એ ધ્રુવમાં. ધ્રુવ એટલે “શુદ્ધ ચૈતન્યવસ્તુમાં કહ્યું છે લક્ષણ જેનું એવું” એ તો જ્ઞાન લક્ષણે, જ્ઞાન સ્વભાવથી વસ્તુ છે, આનંદ સ્વભાવી વસ્તુ છે, ઈશ્વર સ્વભાવી વસ્તુ છે. એમાં કંઈ અકસ્માત છે નહિ. આહાહા....!
ભાવનગરમાં તમારે મોટો મંડપ હતો તે એક ક્ષણમાં બળીને રાખ થઈ ગયો. અગ્નિ લાગી ગયો. વ્યાખ્યાન વાંચવાનો પંડાળ ! આખું ખલાસ એકદમ ! ઈ એકસ્માત નથી. એ સમયે એ પ્રકારે પર્યાય થવાનો કાળ હતો એટલે) થઈ છે. સમજાણું કાંઈ? જ્યારે આ રીતે થાય છતાં એને અકસ્માત ન માનવો, તો આત્મામાં કોઈ અકસ્માત અણચિંતવ્યું અનિષ્ટપણું આવી જાય એવું છે નહિ. આહા...હા...!
Page #123
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
દીકરાઓ બધા ખલાસ થાય, મકાન ખલાસ થઈ જાય, પૈસા ખલાસ થઈ જાય, એકલો રહે, રોટલાના ટાણે રોટલાના લોટ પણ બળીને રાખ થઈ ગયા હોય. થાય છે ને ? લોટ બળતા હોય. અહીં નવ-દસ વાગ્યા હોય. ઘઉંના લોટના કરીને પડ્યા હોય... શું કહેવાય ઈ ? રોટલી ક૨વાની. એમાં એકદમ સળગે ! તો એ પોતે બાઈ જે છે એ બહાર નીકળી જાય, માંડ માંડ નીકળે.
અમારે પાલેજ’માં ઘણીવાર એવું થયું હતું. એક બિચારા ‘રાણપુર’વાળા વિસાશ્રીમાળી હતા. એની દુકાન હતી (ઈ) એકદમ સળગી ! અમે જોવા ગયા ત્યારે બધું બળતું હતું. એ પોતે બિચારા બહાર ઊભા હતા. બધું જોયું છે ને ! ‘રાણપુર’ના વિસાશ્રીમાળી હતા. અત્યારે ‘રાણપુર’માં આપણું દિગંબર મંદિર છે ને ? ત્યાં એના મકાન હતા. એ ‘પાલેજમાં હતા. આહા..હા...! આમ બિચારા બહાર ઊભા ઊભા જોવે ! મકાન સળગે ! દાણા ને વાસણ ને રોટલા ને લોટ ને બધું સળગે. તોપણ પરમાત્મા તો એમ કહે છે કે, ઈ અકસ્માત નથી થયું. એના પર્યાયને કાળે એ થવાનું હતું તે થયું છે. આહા..હા...! તો જ્યારે અનિત્યમાં પણ આવું થાય એ અકસ્માત નહિ તો નિત્યાનંદ પ્રભુમાં અનિત્યપણાનું અકસ્માત ક્યાંથી આવે ? આહા..હા...! સમજાણું કાંઈ ? આ..હા..! આ તો ઝીણી વાતું બહુ, બાપુ ! વીતરાગનો ધર્મ ઝીણો બહુ, ભાઈ ! લોકોને મળ્યો નથી. આહા..હા...!
અહીં એ કહે છે, આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું,...’ છે ? એવું કાંઈ થાતું નથી. ધ્રુવ જ્ઞાન લક્ષણે લક્ષિત પ્રભુ ! એનું બીજું થઈ જાય એવું કોઈ દી છે નહિ. આહા..હા...! ચૈતન્ય દ્રવ્ય જે ધ્રુવ છે તે દૃષ્ટિમાં છે એ ધ્રુવપણું કોઈ અનેરી ચીજ થઈ જાય કે અનેરી ચીજ આવીને અનેરી ચીજપણે એને કરી નાખે (એવું બનતું નથી). આહા..હા...! અન્ય વસ્તુપણું થાય, એવું ગ્વિન ન વેત) કંઈ છે જ નહીં...' આહા..હા...! ભાષાની વાત જુદી છે, વસ્તુની સ્થિતિ આવી છે.
૧૧૦
નિત્યાનંદ પ્રભુ ! સહજાત્મા આનંદનો નાથ પ્રભુ ! એમને એમ અનાદિનો સનાતન ધ્રુવ બિરાજે છે. એમાં કોઈ અકસ્માત છે નહિ. આહા..હા...! ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું...’ (શ્વિન ન મવેત) ‘કાંઈ છે જ નહીં...’ આહા....હા....! ભગવાન ચૈતન્ય પલટીને કોઈ પર્યાયમાં આખો આવી જાય ? ધ્રુવ પલટીને કોઈ રાગમાં આવી જાય ? એવું એમાં છે જ નહિ. આહા..હા....!
પોતે ધ્રુવ છે (એ) દૃષ્ટિની જેને ખબર નથી એ બીજી ચીજને સ્થિર રાખવાને, નિત્ય રાખવાને મથે છે. શું કહ્યું એ ? ભગવાન પોતે નિત્ય ધ્રુવ છે. પોતે આત્મા ! એની એને ખબરું નથી એથી આમ બહારમાં બધા ટકી રહે, આ શ૨ી૨, કુટુંબ, પૈસો બધો ટકી રહે (એમ) આ નિત્યને અહીં આરોપી દે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આહા...હા...!
એ માણસનું (કહ્યું ને) ? બધું ખલાસ થઈ ગયું. કરોડો રૂપિયા ને કુટુંબ. પછી અહીં
Page #124
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬૦
૧૧૧
જામનગર આવ્યો હતો. જામનગરમાં એક પ્રણામ પ્રવર્યા' નામનું મંદિર) છે. બધાને પગે લાગે. એક મંદિર છે. જામનગરમાં એક મંદિર એવું છે કે, એના બાવાઓની માન્યતા એવી (કે) કૂતરાને પગે લાગે, મિંદડીને પગે લાગે ! બધા ભગવાન છે.
મુમુક્ષુ :- બધા ભગવાન છે ને !
ઉત્તર :- પણ ભગવાન તો અંદર દ્રવ્ય છે. પર્યાયમાં તો કૂતરો છે. બધાને પગે લાગે. ત્યાં આવ્યો હતો એમ મારું કહેવું છે. ઈ આવ્યો હતો. પહેલા એણે મંદિરમાં પૈસા આપ્યા હશે એટલે શેઠિયા તરીકે ભાષણ કરાવ્યું. ઈ ભાષણ કરતાં કરતાં ઊભો ઊભો મરી ગયો !! ત્યાં આમ થયું અને અહીંયાં આમ થયું. ભાષણ કરતો હતો. અને લોકોએ આદર આપેલો. (તમને) ખબર નહિ હોય, ભાઈ ! “જામનગરમાં પેલી કોરનો દરવાજો છે ને ત્યાં મંદિર છે. ત્યાં એના બાવા (રહે) છે. એ બધાને પગે લાગે, કૂતરાને જય ભગવાન... જય ભગવાન કરે ! એવો એક વિનયપંથ છે. એણે પહેલા કાંઈક પૈસા આપ્યા હશે. ઈ બિચારો ખાલી થઈને આવ્યો હતો. ભાષણ કરતો હતો ત્યાં ભાષણ કરતાં કરતાં ઉડી ગયો, ફડાક દઈને દેહ છૂટી ગયો ! આહા..હા..! ત્યાં આમ થયું, અહીં આ થયું. પણ (એ) બધું અકસ્માત
ક્યાંય નથી. જ્યારે બહારમાં પણ તે તે કાળે તે પ્રકારે પર્યાય થાય તે અકસ્માત નથી (તો) પ્રભુ ! ધ્રુવમાં તો અકસ્માત ક્યાંથી આવે ? આહાહા..!
(શ્વિન ન બત) “કાંઈ છે જ નહીં.” આહા..હા.! તેથી સમ્યગ્દષ્ટિ જીવને....” (જ્ઞાનિન:) એટલે જ્ઞાનીને એટલે જ્ઞાનસ્વરૂપ એવા ભગવાનના જ્ઞાનવંતને. આહાહા...! જ્ઞાન સ્વભાવી વસ્તુ ધ્રુવ છે, પ્રભુ ! તેના જ્ઞાનનો જાણનાર, જ્ઞાનમાં તેને જાણનારો (એટલે) જ્ઞાનીને. આહાહા...! (ત :) આકસ્મિકપણાનો ભય છત:) ક્યાંથી હોય?’ આહાહા...!
એક ગામમાં પતરાના મકાન હતા, પતરાના ! અને અપાસરો (હતો). એમાં વાંદરા આવ્યા, મોટા ! બહારથી મોટા બે વાંદરા (આવ્યા). પતરાના પેલા હતા ને ? પતરા ! એમાં બહારથી આવીને પડ્યા અને અંદર માણસો બેઠા હતા એ લોકોને) હાય.... હાય. (થઈ ગયું) ! પતરા છે ને ? પતરા ! પતરા નહિ આ ? લોખંડના પતરાનું મકાન હતું, અને આમ અપાસરો હતો. સામાયિક કરીને અંદરમાં માણસ બેઠેલા. (ત્યાં) બે મોટા (વાંદરા) આવ્યા. ભડા.ક.! હમણા અહીં આવશે. ભાગ્યા ભાગ (થઈ ગઈ) !! આહા..હા...! કારણ કે વાંદરા આવ્યા અને અંદરથી હૂ હૂ કરે. પતરા (ઉપરથી) ફળિયામાં તો આવી ગયા. હવે ત્યાંથી કૂદીને અંદર આવવું એટલે એ તો) એક ફર્લાગ છલાંગ મારીને આવે ! આહા...હા...! ભાગ્યા ભાગ (થઈ ગઈ). સામાયિક કરીને બધા બેઠા હતા. ભાગ્યા ભાગ (થઈ ગઈ). એવું આમાં નથી, કહે છે. અકસ્માત કોઈ વાંદરા આવે ને સર્પ આવે ને સમકિતી આત્માના સ્વરૂપથી મૂત થઈ જાય એવું છે નહિ. આહા...હા...! આ.હા...!
સમ્યગ્દર્શન અને એનો વિષય (ટૂધ્યેય) છે એ અલૌકિક વાતું છે ! એ સાધારણ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
કિલશામૃત ભાગ-૫
વાત છે નહિ અને તેથી તો એક અપેક્ષાએ તે સમ્યક્દષ્ટિને શુદ્ધ પરિણમન જ કહ્યું છે. એ આ અપેક્ષાએ (કહ્યું છે). દૃષ્ટિ નિર્વિકલ્પ છે અને એનો વિષય નિર્વિકલ્પ અભેદ છે પણ છતાં એની પર્યાયમાં ભય, રાગ, દોષ હોય છે એ જ્ઞાન જાણે. જ્ઞાન એમ ન જાણે કે, મને રાગ આદિ કાંઈ છે જ નહિ. સમજાણું કાંઈ ?
કાલે જ ‘વડોદ’નું મોટું (લખાણ) આવ્યું છે ને ? કોઈ વાંચનાર હશે ઈ કહેતો હશે, અહીંનો માણસ હશે. સમકિતીને રાગ-દ્વેષ હોય જ નહિ. ત્યારે કહે, “ભરત ચક્રવર્તી અને બાહુબલીજી” તો સમકિતી હતા. બે લડ્યા) હતા. બાહુબલીને ચક્ર માર્યું. પોતાના ભાઈ (સાથે) લડ્યા. એને ખબર નથી ? એમ કોઈએ પૂછ્યું તો કહે, “ઈ તો મિથ્યાદૃષ્ટિ હતા માટે લડ્યા) !” તેઓ) સમ્યક્દષ્ટિ હતા. છતાં એ પ્રકારનો રાગ હોય છે એને જાણે છે કે, મારા પરિણમનમાં છે. સમજાણું કાંઈ ? અને એ મારો દોષ છે, દોષ છે એમ જાણે છે. ક્ષાયિક સમકિતી હોય એને પણ આમ થાય છે.
શ્રેણિક રાજા ! એનો દીકરો “કોણિક હતો એણે જેલમાં નાખ્યા હતા. પોતાને ગાદીએ બેસવા માટે જેલમાં નાખ્યા). ઘણા વર્ષ થઈ ગયા અને બાપ મરે નહિ અને પોતાને ગાદી મળે નહિ. કેદમાં નાખ્યા. કોણિક (એનો) છોકરો હતો. એટલે પછી એ એની માને કહેવા ગયો. “માતાજી ! મેં તો આ પ્રમાણે રાજ માટે પિતાને કેદ કર્યા છે).” (માતાજી કહે છે), “અર.૨.૨...ભાઈ ! શું કર્યું તે આ ? તારો જન્મ થયો ત્યારે મને એવું સપનું (આવ્યું) હતું કે, આ પિતાજીનું કાળજું ખાય એવો આ છોકરો છે. એથી તારા જન્મ વખતે જ નાખી આવ્યા, ઉકરડે નાખી આવ્યા. એની માં કહે છે. ત્યાં આગળ એક કૂકડો આવ્યો, કૂકડો ! (એણે) ચાંચ મારી. રાજકુમાર(નો) હજી જન્મનો પહેલો જ દિવસ (હતો). (ત્યાં)
શ્રેણિક’ આવ્યા, “શું છે ? (આમ) કેમ થયું આ બાળકને ?” (તો રાણી કહે છે, “મેં તો બાળકને નાખી દીધો છે.” “અર..ર..ર..! આવું શોભે ?” (રાણી કહે છે, “સાહેબ ! મને સપનામાં એમ આવ્યું છે કે, આ “શ્રેણિક રાજાનું કાળજું ખાય છે).” અરે...! આવું (હોય)? જુઓ ! ઈ ભાઈ ! પોતે લેવા જાય છે, હોં ! રાજકુમાર ઉકરડે પડ્યો છે એને)
શ્રેણિક રાજા લેવા જાય છે) ! કૂકડાએ (ચાંચ મારેલી એટલે) પીડા.... પીડા...! “શ્રેણિક રાજા પોતે ઉપાડે છે અને પરુ હોય ને ? પરુ ! એને ચૂસી લે છે). (માતા કહે છે, “ભાઈ ! તારા બાપે આમ કર્યું હતું અને તું આ કરે છે ? શું કર્યું તે આ ?” આહા..હા..!
મારે તો હજી બીજું કહેવું છે, હોં ! એ “શ્રેણિક રાજા, ક્ષાયિક સમકિતી હતા) ! ઈ જેલમાં છે અને આ “કોણિક’ હાથમાં હથિયાર લઈને જેલમાં જાય છે. કેદમાં નાખ્યા છે ને ? “શ્રેણિક રાજાને (એમ) થયું કે, માળો ! એક તો મને) જેલમાં નાખ્યો છે અને મને મારશે (તો)? ક્ષાયિક સમકિતી છે ! છતાં એવી અસ્થિરતાની પ્રકૃતિ છે (તો) થાય. ઝેર ચૂસીને મરી ગયા ! ક્ષાયિક સમકિતીને રાગ જ ન હોય ? રાગ હોય, દ્વેષ હોય, વાસના
Page #126
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૦
૧૧૩ હોય, ક્રોધ હોય, બધું હોય. એની કર્તુત્વબુદ્ધિથી એ કરે નહિ, પણ નબળાઈના પરિણમનથી કરે ઈ કર્તા થઈને કરે છે. કર્તુત્વ એટલે કરવાલાયક છે એવી બુદ્ધિથી નહિ. આહા..હા...! આવી વાતું છે ! ક્ષાયિક સમકિતી ! પેલો (હથિયાર) લઈને આવે છે ત્યાં પોતે હીરો ચૂસે છે !! (એને એમ કે, આ મને મારી નાખશે ! ઈ પોતે હીરો ચૂસીને મરી જાય છે). છતાં એને ક્ષાયિક સમકિતમાં દોષ નથી. આહા..હા..! ઈ તો અસ્થિરતાનો પ્રકાર – રાગ હતો. કર્તુત્વબુદ્ધિ – કરવાલાયક છે (એવી બુદ્ધિ) છૂટી ગઈ હતી. પરિણમનની અપેક્ષાએ કર્તા હતા તેને તે જ્ઞાન જાણતું હતું. અરેરે...! આટલી બધી શરતું ! સમજાણું કાંઈ ? એને અકસ્માત ભય છે જ નહિ. આહા...હા...! (આવું) કર્યું હતું ને ? પેલો આવ્યો એટલે હીરો ચૂસ્યો. આહા..હા...!
‘રામચંદ્રજી” જેવા પુરુષો ! પુરુષોત્તમ પુરુષ ! જેની રાજની નીતિમાં કેવા ! અને એ ભવે મોક્ષ જનારા, છેલ્લું શરીર ! “રામચંદ્રજી” એટલે કોણ ! ઓ...હો...હો...! પુરુષોત્તમ પુરુષ ! જન્મથી પવિત્ર પવિત્ર.... લોક ને રાજ ને નીતિમાં તો એના જેવી કોઈ નીતિ નહિ ! અને આત્મજ્ઞાની ધર્માત્મા ! આહા..હા..! ભાઈ લક્ષ્મણ’ ગુજરી ગયા, પોતે પ્રતિવાસુદેવ (હતા). લક્ષ્મણ ગુજરી ગયા એટલે છ મહિના સુધી એના મડદાને) રાખ્યું. આહા...હા...! છતાં એને આત્મજ્ઞાનનો દોષ નથી. - બીજા કોક આવ્યા અને રામચંદ્રજીને કહે છે, પણ આ તમારો ભાઈ (મરી ગયો છે).' (‘રામચંદ્રજી' કહે છે), “મરી નથી ગયો.” (લોકો કહે છે), “મરી ગયો છે, તમે એમ માનો છો કે મરી નથી ગયો.” “શ્રીકૃષ્ણ”માં (ક્યાંક) આવે છે. “બળદેવ' કહે છે કે, “તારો ભાઈ મરે નહિ, મારો ભાઈ મરે ?’ સમકિતી (આમ કહે) ! એ ચારિત્રદોષ છે. છ મહિના સુધી આમ ફરે છે) ! છેવટે દેવ આવી અને તેલ કાઢવા વેળું પીલે છે. ત્યારે બળદેવનું લક્ષ જાય છે અને પૂછે છે), “અરે! શું કરો છો આ ?” (તો દેવ કહે છે, “તેલ કાઢીએ છીએ.” (એટલે ‘બળદેવ' કહે છે), ‘વેળમાંથી તેલ નીકળે?' તો દેવ કહે છે), હવે મરી ગયામાંથી (કોઈ) જીવતા થાય ? અમને તમે કહેવા માંડ્યા કે, વેળુમાંથી તેલ ન નીકળે તો તમે શું કરો છો ?* (એમ સાંભળ્યું ત્યાં) એકદમ ફરી ગયા. ઓ..હો...! અસ્થિરતા હતી એ છુટી ગઈ. (કહે છે), જાઓ ! એને બાળી દયો !” આહાહા..! અને પોતે જ્યારે ટાણા આવ્યા એટલે એકદમ વીતરાગ... વીતરાગ... વીતરાગ... વીતરાગી સ્વરૂપ ભગવાન આત્મા ! એની વીતરાગ દશા પ્રગટ કરી. સમજાણું કાંઈ ? આહા..હા..!
જુઓ ! “સીતાજી’ને ‘રાવણ’ લઈ ગયો ત્યાં “સીતાજી’ ડગ્યા નહિ. એ “સીતાજી મરીને સ્વર્ગમાં ગયા. ‘રામચંદ્રજીને જ્યારે છેલ્લી સ્થિતિમાં અંદર કેવળ(જ્ઞાન) પામવાની તૈયારી હતી ત્યારે “સીતાજી') આવીને કહે છે, “તમે નિયાણું કરો, પ્રતિબંધ કરો. આપણે ત્યાં દેવમાં ભોગ માટે ઉપજીએ.” અર.૨.૨...! પણ તમે “રાવણ’ વખતે (ડગ્યા નહિ અને
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કલામૃત ભાગ-૫
અત્યારે) આ શું ? “રામચંદ્રજી જેવા મહાપુરુષ ! જે અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા ઝૂલતા હમણાં કેવળજ્ઞાન લેવાના છે ને આ...હા...હા...! “સીતાજી દેવ થયા છે, દેવ ! પુરુષ ! પણ “સીતાજી’નું રૂપ લઈને એને ડગાવવા આવ્યા એ વખતે “સીતાજીએ એમ કહ્યું, છતાં એ સમકિતી છે એને સમકિતનો દોષ નથી. આવી વાત છે ! રાગની અસ્થિરતા છે. આહા..હા...! બહુ માર્ગ (ઝીણો), બાપા ! વીતરાગનો માર્ગ એવો છે. એની દૃષ્ટિ, એનું જ્ઞાન અને એની સ્થિરતામાં અસ્થિરતા ને એ બધા પ્રકાર યથાર્થપણે જાણવા, જોવા એ બહુ અલૌકિક વાતું છે !
અહીં કહે છે, “સમ્યક્દૃષ્ટિ જીવને આકસ્મિકપણાનો ભય કયાંથી હોય ? અર્થાતુ નથી હોતો. શા કારણથી ? શુદ્ધ જીવવસ્તુ પોતે સહજ જેવી છે” છે ને ? તત્ જ્ઞાને સ્વત: યવિ (તિ જ્ઞાન) (સ્વત: પવિત) ભગવાન ચૈતન્ય ધ્રુવ નિત્ય વસ્તુ ! આહા..હા..! પોતે સહજ એવી છે – (સ્વત: યાવિ) સ્વતઃ સહજ આનંદનો નાથ ભગવાનઆત્મા ! આહાહા...! એવી વાતું છે. અંદર ભગવાન પોતે આત્મા, જેનું મૂળ સ્વરૂપ છે એ તો સહજાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે. આહા..હા...! એ તો સ્વતઃ છે. પરથી નથી, સ્વતઃ એનું સ્વરૂપ જ એવું છે. છે ?
પોતે સહજ જેવી છે, જેવડી છે.” જેવી છે, જેવડી છે. રૂદ્ર તાવત્ સ વ મ’ જેવડી છે તેવીને તેવી ત્યાં છે એમ કહે છે. આહાહા...! જેવડી છે તેવડીને તેવડી ત્યાં છે. વસ્તુ જે ધ્રુવ આનંદકંદ પ્રભુ છે, અણઉત્પત્તિ અને અવિનાશ – નાશ વિનાની, ઉત્પત્તિ અને વિનાશ વિનાની જે ધ્રુવ ચીજ છે એ તો એ જેવડી છે તેવડીને તેવડી છે. આહા...હા...! પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા થઈ, જે થઈ પણ આ વસ્તુ તો જેવડી છે તેવડીને તેવડી છે. એમ ધર્મીને દૃષ્ટિમાં આમ વર્તે છે. આહાહા..! આવો માર્ગ !
પાંડવો લ્યો ને ! “શેત્રુંજય’ ! પાંચ પાંડવો આમ ધ્યાનમાં ઊભા છે. અતીન્દ્રિય આનંદના રસના રસીલા ! અતીન્દ્રિય આનંદના... જેમ ખાઈને પેટ) ભરેલાને ડકાર (–ઓડકાર) આવે, બધું ખાઈને (ઓડકાર આવે) એમ આ પાંચ પાંડવો) આનંદના ડકારમાં પડ્યા છે. આહાહા...! હજી કેવળ(જ્ઞાન) નહોતું. ત્યાં દુર્યોધનના માણસ આવીને લોઢાના દાગીના પહેરાવ્યા. માથે લોઢાના દાગીના પહેરાવ્યા છતાં) અંદરમાં નિર્ભય છે. આહાહા...! જેની દૃષ્ટિ પર્યાય ઉપર અને સંયોગ ઉપર નથી. અંદર આનંદનો નાથ જેવડો છે તેવડો છે ત્યાં દૃષ્ટિ પડી છે. કહો, ભાઈ ! આવું છે આ બધું ! તમારા લોઢાના વેપારથી આ જુદી જાતની વાત છે. આહા...હા...!
અરે...! કેટલાને આવું સાંભળવાનું મળ્યું નહિ. આ.હા...! સાંભળવા મળ્યું એ પણ ભાગ્યશાળી છે !! બાપુ ! આ તો પરમાત્માના ઘરની વાતું છે, પ્રભુ ! આહા..હા..!
ત્રણ જણા તો ધ્યાનમાં લીન છે). આહા...હા....! લોઢાના ધગધગતા (દાગીના) પહેરાવ્યા,
Page #128
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૦
૧૧૫
કડા પહેરાવ્યા, પગમાં પહેરાવ્યા, અગ્નિમાં નાખેલા લોઢાના હાર પહેરાવ્યા ! આહાહા...! બે ભાઈને વળી એ વખતે સહેજ વિચાર આવ્યો કે, “આ ભાઈને શું થતું હશે ?” આ...હા...! એટલો એક વિકલ્પ આવ્યો. સાધર્મી અને સહોદર ! એક માતા પેટથી એક ઉદરે ઉત્પન્ન થયેલા અને સાધર્મી ! અને મોટા ભાઈને શું હશે)? આહાહા...! એ શુભ વિકલ્પ આવ્યો. સમકિતી છે, મુનિ છે. છતાં વિકલ્પ – રાગ આવ્યો. સમકિતીને રાગ ન જ હોય એમ નથી. આ..હા.હા...!
આ.હા...હા...! જેને મુનિપણું (છે), અંદર ત્રણ કષાયનો અભાવ કરીને અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. છતાં જરી (વિકલ્પ આવ્યો). પોતાની દરકાર નથી પણ આ ભાઈને કેમ હશે ? એવો વિકલ્પ આવ્યો). કારણ કે એનાથી મોટી ઉંમરના હતા ને? ધર્મરાજા', “ભીમ’ અને “અર્જુન'. આ “સહદેવ', “નકુળ” નાના (છે). એવો વિકલ્પ આવ્યો ત્યાં કેવળજ્ઞાન અટકી ગયું ! તેત્રીસ સાગરના વૈમાનિક (દેવમાં ગયા. તેંત્રીસ સાગર કેવળજ્ઞાન દૂર થઈ ગયું ! આહા..હા...! એ જ્ઞાનીને પણ, મુનિને પણ આવી દશામાં આવો રાગ આવે, ભાઈ ! સમજાણું કાંઈ ? અને એ રાગ છે એ દુઃખમય છે, એને દુઃખનું વેદન છે. આહા...હા..! છતાં એને આત્મજ્ઞાન અને મુનિપણાને વાંધો નથી. માટે કોઈ એમ જ કહે કે, સખુદૃષ્ટિને અશુદ્ધતા આવે જ નહિ, એને દુઃખ હોય જ નહિ. એ એકાંત છે. સમજાણું કાંઈ ? આહાહા...!
અહીં કહે છે, શુદ્ધ જીવસ્વરૂપ (વસ્તુ) જેવડી છે તેવી છે. “ટું તીવત્ સવ પર્વ મવેત્' જેવડી છે – “રૂદ્ધ તીવ’ તેટલી તે (છે). “વસ્તુમાત્ર તેવી છે, તેવડી છે. આહાહા..!
૮ તાવત્ સવા વ મવેત્ જેવડી ધ્રુવ અનાદિઅનંત નિત્યાનંદ પ્રભુ છે, જેટલો છે તેટલો જ. “ટું તીવ’ – તેટલો તે છે. આહા...હા...! અશુદ્ધતા આવવા છતાં ચીજને ઘસારો લાગ્યો નથી. આહા...હા...! મુનિને એટલો રાગ આવ્યો તોપણ વસ્તુની સ્થિતિમાં કંઈ ઘસારો નથી. આહા...હા...! એ તો જેવડી છે તેવડી નિત્યાનંદ પ્રભુ છે. આહા..હા...છે ?
અતીત-અનાગત-વર્તમાન કાળમાં નિશ્ચયથી એવી જ છે. ભૂતકાળે પણ તેવડી હતી, ભવિષ્યમાં પણ તેવી અને વર્તમાનમાં પણ તેવડી છે. આહા..હા...! વસ્તુ દ્રવ્ય સ્વભાવ જે છે એ તો ધ્રુવ – તેવડીને તેવડી ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં (છે). આહાહા.! એવું ધર્મીને – સમ્યક્દૃષ્ટિને દૃષ્ટિમાં આવો આત્મા હોવાથી એને કોઈ ભય છે નહિ. આહાહા...! આ..હા..હા..!
‘ઉમરાળા’ની વાત છે. (ત્યાં પ્લેગનો વખત હતો. ઘણા વખત પહેલાની) વાત છે, હોં ! દસ-બાર વર્ષની ઉંમર હશે. પોણોસો વર્ષ પહેલાંની વાત છે). એક ઘાંચીનો જુવાનજોધ છોકરો હતો). આહા..હા...! ડોસા હતા અને મરી ગયો. ઈ મરી ગયા પછી બીજો એક મરી ગયો ! અમે છોકરાઓ નિશાળે ઊભા હતા. જનાજો કાઢે ને? તો એનો બાપ પાછળ રોવે... અને એ નિશાળ પાસે જ મસ્જિદ છે ત્યાં દાટવા લઈ જાય. ઈ વખતની સ્થિતિ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
કિલામૃત ભાગ-૫
જોઈ હોય તો... આ..હા..હા..! જુવાનજોધ.. પચીસ કે અઠાવીસ વર્ષનો મરી ગયો અને પાછો બીજો મરી ગયો ! પેલો હાય... હાય... (કરે). એ જાણે અર.૨.૨...! આ શું થયું? બાપુ ! શું થાય ? ભાઈ !
સમ્યક્દષ્ટિને... આહાહા...! ચક્રવર્તીને હજારો દીકરા હોય અને હજારો દીકરા કદાચ દરિયામાં – સમુદ્રમાં એકસાથે બૂડી મરે. તો (એ) ચીજનો અંદર ભય નથી. ઈ તો છે, એવડીને એવડી છે, એવી દૃષ્ટિમાં દેખાય છે. આહા..હા..! ત્યાં ઘસારો નથી, ઉણપ નથી. આહા..હા...!
અહીં ઈ કહ્યું ને ? જેવડી છે તેવડી છે. અતીત-અનાગત (કાળમાં) નિશ્ચયથી એવી જ છે. “ત્ર દ્રિતીયો: ” એક વસ્તુમાં બીજા કોઈનો ઉદય થતો નથી), પ્રગટ થતું નથી. એક વસ્તુ ચીજ ધ્રુવ નિત્યાનંદમાં બીજી ચીજ આવતી નથી એટલે એમાં દ્વિતીય નથી (અર્થાતુ) એમાં બીજાપણું નથી. આહાહા! નિત્યાનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપ એવી જે વસ્તુ છે એમાં દ્વિતીય નામ બીજી કોઈ ચીજ ત્યાં આવતી નથી. આ..હા.હા...! “દિતોઃ ન' “અનેરું કોઈ સ્વરૂપ થતું નથી.”
કેવું છે જ્ઞાન ?” “ “સમસ્ત વિકલ્પોથી રહિત છે.” એ તો સમસ્ત વિકલ્પથી રહિત એકરૂપ ત્રિકાળ છે. આહા...હા...! ધ્રુવ છે, જેવડી છે તેવડી છે અને એક છે. ત્રિકાળી ધ્રુવની વાત લેવી છે ને ! અનાદિઅનંત છે. છે ને ? અનાદિઅનંત એટલે ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. આદિ નથી અને અંત નથી, ઉત્પત્તિ નથી (અને) વિનાશ નથી.
“વળી કેવું છે ? પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી.” ત્રણ કાળ ત્રણ લોકમાં ધ્રુવ ચીજ છે ઈ પોતાની ચીજમાંથી ચળતી નથી. આ.હા...! એ તો ધ્રુવપણે ધ્રુવપણે બિરાજે છે. જે સમ્યગ્દર્શનનો વિષય છે. વળી કેવું છે ? સિદ્ધ નિષ્પન્ન છે.” નિષ્પન્ન એટલે એ એ રીતે જ પ્રાપ્ત છે એમ કહે છે. એ જેવડો છે તેવડો જ એ પ્રાપ્ત છે. એ રીતે જ છે, એ રીતે એની નિષ્પત્તિ છે, બીજી રીતે છે નહિ. એવો જેને અનુભવ થયો તેને ભય હોતો નથી. એને કર્મની નિર્જરા થાય. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
(મુન્દ્રાન્તિા )
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्द्दष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।।२९-१६१ ।।
Page #130
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૧
૧૧૭
ખંડાન્વય સહિત અર્થ:- “રૂદ સષ્ટિ : નર્મળ સત્ન નત્તિ' (વે) જે કારણથી (રૂ) વિદ્યમાન (સય.) સમ્યગ્દષ્ટિ અર્થાતુ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના ( ) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (સ% ) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને (ત્તિ) હણે છે; – ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે;- “તત્ તસ્ય સ્પિન્
ર્મUT: મની િવન્ય: પુનઃ પિ નાતિ’ ત) તે કારણથી તી) સમ્યગ્દષ્ટિ જીવને (મિન) શુદ્ધ પરિણામ હોતાં (ર્ષT:) જ્ઞાનાવરણાદિ કર્મોનો (મનહિ વન્ય:) સૂક્ષ્મમાત્ર પણ બંધ (પુનઃ પિ નાતિ) કદી પણ નથી. “તત્ પૂર્વોપાત્ત ગુમવત નિશ્ચિત નિર્ના પવ’ (ત) જ્ઞાનાવરણાદિ કર્મ – પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ – તેના ઉદયને (અનુમવત્ :) જે ભોગવે છે એવા સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચિત્ત) નિશ્ચયથી નિર્ન ઇવી જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? ટહુક્યોર્વિસિનિતિજ્ઞાનસર્વસ્વમાનઃ ટટું%ોજી શાશ્વત જે (સ્વર) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી નિરિત) પરિપૂર્ણ એવો (જ્ઞાન) પ્રકાશગુણ, તે જ છે (સર્વ4) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (મીન:) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯–૧૬૧.
કારતક વદ ૧૩, ગુરુવાર તા. ૦૮-૧૨-૧૯૭૭.
કળશ–૧૬૧ પ્રવચન–૧૭૦
(“સમયસાર-કળશ) ૧૬૧ કળશ, નિર્જરા અધિકાર છે.
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्द्दष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभक्तो निश्चितं निर्जरैव।।२९-१६१ । ।
શું કહે છે ? “યત્ રૂદ સભ્ય દુષ્ટ: નફ્લપિ સને ર્મ નંન્તિ’ ‘જે કારણથી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૮
કિલામૃત ભાગ-૫
વિદ્યમાન સમ્યગ્દષ્ટિ. સમ્યક્દૃષ્ટિ એને કહીએ કે જેને આ શુદ્ધ સ્વરૂપ ચિઠ્ઠન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ (છે) તેનો અનુભવ થયો હોય. અનાદિથી જે પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષનો અનુભવ છે એ કર્મચેતના અને કર્મફળચેતનાનું વેદન (છે) એ મિથ્યાત્વ ભાવ છે.
અહીંયાં કહે છે કે, જે સમ્યક્દૃષ્ટિ – ધર્મી હોય છે (તેને) ધર્મની પહેલી સીઢી પ્રગટ થઈ છે). છ ઢાળામાં આવે છે ને ? “મોક્ષમહેલ કી પહેલી સીઢી સમ્યગ્દર્શન ! એ સમ્યગ્દર્શન શું છે ? કહે છે કે, “વિદ્યમાન સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે.” આહા..હા...! પુણ્ય અને પાપના જે અશુદ્ધ ભાવ છે તેનું પરિણમન છોડીને શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્માનું જેને સમ્યગ્દર્શનમાં શુદ્ધ પરિણમન થયું છે. આહાહા..! આવી વાત છે.
કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ત્રિકાળી પરમ આનંદસ્વરૂપ છે તેનું સમ્યક્દષ્ટિને શુદ્ધ પરિણમન થાય છે. શુદ્ધ ચૈતન્યઘન આત્મા પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાનથી, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદથી ભરેલો છે. આ..હા...હા...! એ જે ધ્રુવ ચીજ છે તેની સન્મુખ થઈને જેનું શુદ્ધ પરિણમન થયું તેને સમ્યક્રદૃષ્ટિ – ધર્મી – મોક્ષમાર્ગનું પહેલું પગથિયું કહે છે. આ..હા...સમજાય છે ?
ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ પરમેશ્વર સર્વજ્ઞજ્ઞાનમાં જે જોયું તેવું વાણી દ્વારા આવ્યું. એ ભગવાન એમ કહે છે કે, જેને સમ્યગ્દર્શન થયું છે તેનું સ્વરૂપ શું ? શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ આત્મા ! આ..હા...હા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા ! તેની સ્વસમ્મુખ થઈને તેમાં શુદ્ધતાનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહેવાય છે). સમજાય છે ? આહાહા...! (આવો) માર્ગ છે), પ્રભુ...!
વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવ એમ કહે છે કે, સમ્યદૃષ્ટિ શુદ્ધ સ્વરૂપે પરિણમ્યો છે. આહાહા...! થોડી અશુદ્ધિ છે, જ્યાં સુધી પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી સમ્યક્રદૃષ્ટિને પણ અશુદ્ધ પુણ્ય-પાપનું પરિણમન છે પણ તેને અહીંયાં ગૌણ કરીને મુખ્યપણે શુદ્ધ પરિણમન છે એમ લીધું છે. આહા..હા...! સમજાય છે ? ધર્મની પહેલી સીઢી, “મોક્ષમહેલકી પહલી સીઢી આવે છે ને ? “છ ઢાળામાં આવે છે. આહાહા...!
આ દેહ તો જડ માટી – ધૂળ છે (તે) ભિન્ન છે. અંદર આઠ જડ કર્મના રજકણ છે એ પુદ્ગલ ભિન્ન છે અને તેમાં પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ થાય છે એ અશુદ્ધ અને મલિન છે. આહા..હા...! તેનાથી ભિન્ન) ભગવાન આત્મા પૂર્ણ નિર્મળાનંદ ચિદાનંદસ્વરૂપ છે. આહાહા...! તેની દૃષ્ટિ થવી, શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થવી અને તેમાં શુદ્ધ ચૈતન્યનું પરિણમન (થવું), પર્યાયમાં નિર્મળ પરિણમન થવું. આહા..હા...! તેને સમ્યક્દૃષ્ટિ કહે છે.
ઈ કહે છે. છે ? મૂળ શ્લોક ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ના છે અને ટીકા “રાજમલ્લજી’ (ની છે). જૈનધર્મી – જૈન ધર્મના મર્મી ! એમણે ટીકા બનાવી છે. કહે છે કે, “જે કારણથી વિદ્યમાન સમ્યગ્દષ્ટિ અર્થાતુ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ... આહા..હા....! વિદ્યમાન
Page #132
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬ ૧
૧૧૯ વસ્તુ છે, વસ્તુ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ! જિનસ્વરૂપી પ્રભુ છે. એ તો વારંવાર કહીએ છીએ ને ? ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે –મદિરા પાન સો, મતવાલા સમજે ન” “ઘટ ઘટ અંતર જિન વસે’ અંદર આત્મસ્વરૂપ જિનસ્વરૂપ છે. આહા...હા...! અંદર વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા છે. પુણ્ય-પાપના ભાવ તો રાગ છે, વિકાર છે. નવ તત્ત્વમાં પુણ્ય-પાપ તત્ત્વને આસ્રવ તત્ત્વમાં નાખ્યા (કહ્યા) છે, એ આત્મતત્ત્વ નહિ. આહા..હા...! આત્મા તો જિનસ્વરૂપ છે. અકષાય સ્વભાવ વીતરાગ સ્વરૂપ જિનસ્વરૂપ (છે).
ઘટ ઘટ અંતર જિન વસે” “બનારસીદાસનું આ વાક્ય છે. “સમયસાર નાટક' ! “ઘટ ઘટ અંતર જિન વસે' આહા...હા...! અંદર અકષાય પૂર્ણ વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા (બિરાજે છે), જેની શક્તિ – જેનો સ્વભાવ... આહા...હા..! જેને આત્મા કહીએ, તેનો સ્વભાવ તો વીતરાગ સ્વરૂપ છે. આહા..હા...! ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન” જેનપણું કિંઈ બહારમાં નથી. આહા...હા...! રાગ જે પુણ્ય-પાપનો વિકલ્પ નામ રાગ (ઉઠે છે) તેની એકતા તોડીને સ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરવી તેનું નામ જૈન છે. જેને કોઈ સંપ્રદાય – વાડો નથી, વસ્તુનું સ્વરૂપ એવું છે. સમજાય છે ? પરંતુ મત-મદિરા (અર્થાતુ) પોતાના અભિપ્રાયનો દારૂ પીધેલા. “મતવાલા સમજે ન” આ વસ્તુ આવી છે એમ સમજતા નથી. હું રાગવાળો છું, હું પુણ્યવાળો છું, રાગનું ફળ સંયોગ મળે તે હું છું, એવા અભિપ્રાયવાળાએ મતનો મદિરા – દારૂ પીધો છે. આહા...હા...! “મતવાલા સમજે નહિ એ મતવાળો – અભિપ્રાયવાળો, આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, પૂર્ણાનંદ છે એમ સમજતો નથી. આહાહા...!
સમ્યક્રદૃષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો.. આ..હા.હા...! કહે છે, “શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ...” આત્મા શુદ્ધરૂપે પરિણમ્યો છે. આ..હા..હા..હા...! કેમકે વસ્તુ છે તે શુદ્ધ સ્વરૂપ છે. ત્રિકાળી ભવગાનઆત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ નામ કાયમ રહેવાવાળો અને ચિદ્ર નામ જ્ઞાન અને આનંદ જ્ઞાન અને આનંદથી ભરેલો પ્રભુ આત્મા છે ! આહા...હા..! ભારે ઝીણી વાતું, બાપુ ! આવો મારગ છે. એવો પ્રભુ શુદ્ધ સ્વરૂપે પરિણમે, જેવું એના દ્રવ્ય અને ગુણનું શુદ્ધ સ્વરૂપ છે એવું જ એની પર્યાયમાં – અવસ્થામાં શુદ્ધ પરિણમે... આ.હા...હા...! તેને અહીંયાં સમ્યક્દષ્ટિ – ધર્મી કહેવામાં આવે છે. આહા...હા...! શરતું બહુ આકરી !
મારગ તો પ્રભુનો એવો છે. વીતરાગ સિવાય બીજે ક્યાંય એ ચીજ છે નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા જિનેન્દ્ર તીર્થંકરદેવના શ્રીમુખે જે વાણી નીકળી એવી ચીજ અન્યમાં ક્યાંય છે જ નહિ.
અહીંયાં તો પરમાત્મા એમ કહે છે કે, સમ્યક્દષ્ટિ જીવ નિઃશંકિત હોય છે. એને પૂર્ણાનંદ સ્વરૂપમાં શંકા થતી નથી. આહા..હા....! પૂર્ણ વીતરાગ આનંદકંદ પ્રભુ છે એની દૃષ્ટિ સમ્યક્દષ્ટિને થઈ છે તો એ નિઃશંક છે, નિર્ભય છે. આહા...હા..! સમજાય છે ?
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
કલામૃત ભાગ-૫
નિઃશંક છે.
નિઃકાંક્ષિત....” છે. શુભ ભાવનું ફળ અને શુભ ભાવ મારો છે, એમ તેની ઇચ્છા નથી, રુચિ નથી. આ..હા..! સમ્યક્દષ્ટિ જીવ – ધર્મની પહેલી સીઢીવાળો... આ...હા...હા...! નિઃકાંક્ષિત છે. શુભ ભાવની ઇચ્છા પણ નથી અને શુભ ભાવના ફળની પણ) તેને ઇચ્છા નથી. રાગ છે, એ રાગની જેને ઇચ્છા નથી, રુચિ નથી. આહા...હા...! રાગ થાય છે પણ (તેની) રુચિ નથી, તેની કાંક્ષા નથી, તેની અભિલાષા નથી, તેની ઇચ્છા નથી. આહા...હા...! આવો માર્ગ છે. (એ) નિઃકાંક્ષિત છે)..
“નિર્વિચિકિત્સા ઢેષ નથી. કોઈપણ ચીજ પ્રત્યે તેને દ્વેષ નથી. જેમ નિકાંક્ષિતમાં રાગ નથી તેમ નિર્વિચિકિત્સામાં દ્વેષ નથી. કોઈપણ ચીજ પ્રત્યે દ્વેષ નથી. સમ્યક્દૃષ્ટિ તો કોઈપણ પ્રતિકૂળ ચીજને પણ શેય તરીકે જાણે છે. એ પ્રતિકૂળ છે – એવો દ્વેષ નથી. આહા.હા...! સમજાય છે ?
પહેલાં નિઃશંક કહ્યું. વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે તે હું છું એમાં શંકા નથી અને શુભ ભાવની ઇચ્છા – અભિલાષા નથી અને પ્રતિકૂળતામાં જેને દ્વેષ નથી. આહા...હા...! ત્રણ થયા.
“અમૂઢદૃષ્ટિ” સમ્યફદૃષ્ટિ મૂંઝાતા નથી. મૂઢદૃષ્ટિ નથી. ગમે તેવો પ્રસંગ હોય પણ અમૂઢદૃષ્ટિ (છે). અન્ય મતના ગમે તેવા પ્રશ્નો હો, ગમે તે શાસ્ત્ર હો પણ તેમાં તેની મૂઢતા ન હોય. એમાં કોઈ માર્ગ છે કે એમાં કાંઈક છે એવી મૂઢતા સમ્યક્રદૃષ્ટિને હોતી નથી. આહા..હા..! સમજાય છે ? વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને વીતરાગ ભગવાને જી કહ્યું એમાં તેની મૂઢતા નથી અને એ સિવાય બીજા માર્ગમાં મૂઢતા નથી કે બીજામાં કાંઈક છે, એવું છે નહિ. આહા...હા..! આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ તીર્થંકર પરમાત્માની વાણી છે, ભાઈ ! આ..હા..!
અહીંયાં કહે છે, મૂઢ નથી. આ.હા...! ધર્મી સમ્યકુદૃષ્ટિ જીવ મૂઢ નહિ. અન્ય (મતમાં) કોઈ મહા પુણ્યવંત પ્રાણી હોય અને લાખો-કરોડો (માણસો) એને માને તો એને મૂઢતા (થતી નથી) કે, એમાં કાંઈક હશે. એવો મૂઢ હોતો નથી. સમજાય છે ? બીજામાં બહારના બહુ ચમત્કાર હોય તેનાથી શું ? ચૈતન્યચમત્કાર વસ્તુ જેને દૃષ્ટિમાં આવી. આહાહા....! તેને બીજા ચમત્કારની મહિમા હોતી નથી. આહાહા...!
ઉપગૃહન” પોતાના દોષ છે તેને ગોપવે છે, પ્રગટ નથી કરતા, ટાળે છે. આહા...હા... સમજાય છે ?
‘સ્થિતિકરણ,...” વસ્તુસ્વરૂપમાં સ્થિતિકરણ – સ્થિરતા કરવાવાળો છે. રાગમાં સ્થિરતા કરવાવાળો નથી. સમજાય છે ? આ આઠ અંગ છે. સમકિતીના નિઃશંક આદિ આઠ આચાર છે. આહા...હા! ઝીણી વાત, પ્રભુ ! એ મારગડા એવા (છે), પ્રભુના એવા મારગ જેને
Page #134
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૧
૧ ૨૧
હાથ આવ્યો એના ભવના અંત ! એને પછી ભવ હોય નહિ. આહાહા..!
સ્થિતિકરણ (અર્થાતુ) પોતાના આત્માને સ્થિર કરે અને બીજા આત્માઓ પણ વીતરાગ સ્વભાવથી ભ્રષ્ટ થતા હોય તેની પણ સ્થિતિ કરે કે, પ્રભુ ! માર્ગ આ છે, બીજો માર્ગ નથી.
વાત્સલ્ય...” આત્મા પ્રત્યે એને પ્રેમ છે અને સાધર્મી પ્રત્યે પણ તેને પ્રેમ છે એ રાગ છે, એ વિકલ્પ છે. આહાહા...! ધર્મીને ધર્માત્મા પ્રત્યે વાત્સલ્ય હોય છે. જેમ ગાયને વાછરડા પ્રત્યે વાત્સલ્ય નામ પ્રેમ છે, તેમ સમ્યફદૃષ્ટિને (બીજા) સમ્યફદૃષ્ટિ આદિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ છે. આહાહા..! સમજાય છે ?
પ્રભાવના,...” (અર્થાતુ) અંતર સ્વરૂપની પ્રભાવના. . (એટલે) વિશેષે શુદ્ધિની વૃદ્ધિની કરે. અંતરમાં શુદ્ધિની વૃદ્ધિ કરે એ નિશ્ચય પ્રભાવના (છે). બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રના શુભ ભાવ આવે છે તો પ્રભાવના કરે છે. એ વ્યવહાર પ્રભાવના છે. આ..હા..! સમજાય છે ?
એ “અંગરૂપ ગુણો” છે. એ આઠ અંગ છે. અંગી સમકિતદૃષ્ટિ (છે). જેમ અંગી આ શરીર છે) અને આ અંગ છે – હાથ, પગ એ અંગ છે. તેમ અંગી સમ્યક્દૃષ્ટિ છે) તેના આઠ અવયવ – અંગ છે. સમજાય છે ? ભાષા તો સાદી છે, ભાઈ ! વસ્તુ તો જે છે તે છે.
અનંત કાળમાં અનંત તીર્થકરો એમ કહેતા આવ્યા છે. પરમાત્મા બિરાજે છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન ત્રિલોકનાથ (બિરાજે છે). ત્યાં “સીમંધરસ્વામી’ પાસે સંવત ૪૯માં “કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. સમજાય છે ? ભગવાન મોજૂદ બિરાજે છે. ક્રોડ પૂર્વનું આયુષ્ય છે, પાંચસો ધનુષનો દેહ છે, અબજો વર્ષથી છે, હજી અબજો વર્ષ રહેવાના છે. મહાવિદેહમાં ભગવાન મોજૂદ છે. ત્યાંથી આ વાણી આવી છે. સમજાય છે ? આહા...હા...!
કહે છે, એ આઠ અંગ છે. જેમ બે હાથ, બે પગ, વીસ આંગળીઓ છે, તે અંગી જે શરીર છે તેના અંગ છે. તેમ સમકિતી છે એ અંગી છે, આ તેના આઠ અંગ છે. આહા..હા..! છે ? “અંગરૂપ ગુણો....” છે તો પર્યાય પણ ગુણ કહેવામાં આવ્યા છે. સમકિત પણ પર્યાય છે. સમકિત ગુણ નથી, ગુણ તો ત્રિકાળ છે. દ્રવ્ય અને ગુણ જે છે એ તો ત્રિકાળી છે અને પ્રગટ થાય છે તે પર્યાય થાય છે. સમ્યગ્દર્શન પણ પર્યાય છે. અરે..! કેવળજ્ઞાન પણ પર્યાય છે. ગુણ તો ત્રિકાળી જ્ઞાનગુણ (છે). ભગવાન આત્મા દ્રવ્ય – વસ્તુ છે અને તેનો જ્ઞાનગુણ ત્રિકાળ છે. તેની કેવળજ્ઞાન આદિ પર્યાય છે. મતિ-શ્રુત આદિ એ બધી પર્યાય – અવસ્થા છે. એમ સમ્યગ્દર્શન પણ આત્માની એક નિર્મળ પર્યાય છે. એને અહીં ગુણ તરીકે (કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ ?
જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને હણે છે;” આહા...હા...!
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨
કલશામૃત ભાગ-૫
સમદ્રષ્ટિ – સત્યદૃષ્ટિ સસ્વરૂપ ભગવાન પૂર્ણ સ્વરૂપ ! તેની દૃષ્ટિ તથઈ) અને અનુભવમાં આવ્યું તેને આ આઠ અંગ પ્રગટ થાય છે. એ આઠ અંગ દ્વારા પૂર્વના બાંધેલા જે કર્મ છે તેની તે નિર્જરા કરે છે. સમજાણું કાંઈ ? “નિર્જરા અધિકાર છે ને ? આહા..હા...!
પોતાનું જે નિજ ધ્રુવ સ્વરૂપ, પૂર્ણ ધ્રુવ (સ્વરૂપ છે) તેની અંતર દૃષ્ટિ થઈ, બહિરાત્મપણું છૂટી ગયું, રાગ અને પુણ્યના ફળ અને પુણ્ય હું છું, એવી બુદ્ધિ બહિરાત્મ – મિથ્યાદૃષ્ટિ છે તે બુદ્ધિ છૂટી ગઈ. હું તો ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન સર્વજ્ઞ જિનેશ્વરે કહ્યો તે પૂર્ણાનંદનો નાથ હું છું. આહા...હા...! આવી દષ્ટિવંતને આ આઠ અંગ (હોય) છે, તેના અવયવ છે. સમ્યગ્દર્શન અવયવી છે – અંગી છે (અને) આ આઠ તેના અંગ – અવયવ છે. આહા..હા...! એ આઠ અંગ દ્વારા પૂર્વકર્મનો નાશ કરે છે. સમજાણું કાંઈ? આ..હા..હા..!
પ્રશ્ન :- કર્મ તો પરપદાર્થ છે તેનો શું નાશ કરે ?
સમાધાન :- આ તો નિમિત્તથી કથન છે. નિર્જરા તો ત્રણ પ્રકારની છે. એ તો કહ્યું હતું ને ? નિર્જરા ત્રણ પ્રકારની છે. એક તો કર્મ ખરે તે નિર્જરા છે. એ નિમિત્તનું કથન છે. અશુદ્ધતાનો નાશ થાય એ અશુદ્ધ નિશ્ચયનયની પર્યાયનું કથન છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય તે પણ નિર્જરા છે. પહેલાં આ ત્રણ પ્રકાર કહ્યા હતા. ઝીણી વાત છે, ભાઈ !
આ તો પરમાત્મા જિનેન્દ્રદેવનો માર્ગ છે. આહા...હા...! એણે અનંત કાળમાં “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપાયો મુનિવ્રત લીધા, પંચ મહાવ્રત પાળ્યા, અઠ્યાવીસ મૂળ લીધા. એવા “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો છે ઢાળામાં આવે છે. પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” આહા...હા....! એ પંચ મહાવ્રતના પરિણામ, અઠ્યાવીસ મૂળગુણના ભાવ આસવ છે, દુઃખ છે. આહાહા...! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' અંશે પણ સુખ ન મળ્યું કેમકે એ તો બધું વિકાર, રાગ, દુઃખ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
આત્મભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ ! અતીન્દ્રિય આનંદનો તો ભંડાર – નિધાન આત્મા છે ! તેનું જ્ઞાન થાય તો ત્યાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આહાહા..! સમ્યક્દૃષ્ટિને અતીન્દ્રિય આનંદનો અંશ વ્યક્તપણે અનુભવમાં આવે છે. મહાવ્રત ધારણ કરીને અનંતવાર મુનિ થયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ. આહા...હા...!
મુમુક્ષુ : લૌકિક ભણતરમાં શું હતું.
ઉત્તર :- લૌકિક ભણતરમાં ધૂળ છે. ત્યાં તો બધા પાપ છે. આ (ભાઈ) મોટા વકીલ હતા. વકીલાતનું બધું પાપ હતું.
પ્રશ્ન :- મોટા કે ખોટા ?
સમાધાન – ખોટા. પણ દુનિયામાં તો એમ કહે ને? પાંત્રીસ વર્ષ પહેલાં કોર્ટમાં જતા (તો) પાંચ કલાકના બસ્સો રૂપિયા લેતા. બસ્સો રૂપિયા ! એ ભણતર બધા મૂઢ અને અજ્ઞાન
Page #136
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૧
૧૨૩
હતા. આ ડૉક્ટરો બધા મોટા પૂછડા લગાડે છે ને ? એ તો બધું જાણપણું અજ્ઞાન હતું, અજ્ઞાન. ઈ કુશાન છે. આહા..હા...!
આ તો આત્મજ્ઞાન ! આત્મજ્ઞાનમાં રાગ પણ નહિ, ૫૨ પણ નહિ અને પર્યાય પણ નહિ. આહા..હા...!
પ્રશ્ન :- આત્મજ્ઞાનનું ફળ શું ?
સમાધાન :- આ ચિદાનંદ સ્વરૂપ જાણે તે એનું સ્વરૂપ. આત્મા એટલે અનંત આનંદ અને જેમાં અમાપ અનંત ગુણની સંખ્યા પડી છે. કહ્યું હતું ને ? આકાશના પ્રદેશ છે એનાથી અનંતગુણા ગુણ એક આત્મામાં છે. આહા..હા...! આકાશ, આકાશ છે ને ? ખાલી... ખાલી... ખાલી... આ લોકમાં જેમ ખાલી છે (એમ) અલોક... અલોક... અલોક... અલોક... ક્યાંય અંત નહિ એવું આકાશ (છે). એના જે અનંત પ્રદેશ છે એનાથી અનંતગુણા એક આત્મામાં ગુણ છે ! આ..હા..હા...!
ભાઈ ! એનું ભાસન થવું જોઈએ. આહા..હા...! આકાશ... આકાશ... આકાશ... કયાંય અંત છે ? આ લોક પછી (ચાંય અંત છે) ? અંત કયાંય નહિ એના પ્રદેશની અનંતતા એનાથી અનંતગુણા આ આત્મામાં અનંતગુણા ગુણ છે !! સંખ્યાએ અનંતગુણા) ! અને એક એક ગુણની અનંતી પર્યાય છે અને એક એક ગુણમાં અનંતી શક્તિ છે. આહા..હા... એવો જે ભગવાનઆત્મા ! (તેની) સન્મુખ થઈને એનું જ્ઞાન થવું, જે જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ અંશે આવે, જે જ્ઞાનમાં શાંતિનો અંશ પ્રગટ થાય... આ..હા..હા...! તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. સમજાય છે કાંઈ ?
સભ્યષ્ટિ હજી આવા હોય, એના પછી શ્રાવકનું પાંચમું ગુણસ્થાન એ તો કોઈ અલૌકિક વાતું છે ! આહા..હા...! એને તો અંદર શાંતિના શેરડા (છૂટે), શાંતિ વધી ગઈ હોય. સર્વાર્થસિદ્ધના એકાવતારી જીવને ચોથા ગુણસ્થાને જે શાંતિ છે એના કરતાં પાંચમાં ગુણસ્થાનમાં શાંતિ વધી ગઈ. અંતર શાંતિ... શાંતિ... શાંતિ. અકષાય પરિણમન વધી ગયું હોય. આહા...હા...! ઝીણી વાતું બહુ, ભાઈ ! વીતરાગ સિવાય આ વાત છે નહિ.
અહીંયાં કહે છે કે, એ જ્ઞાનાવરણાદિ કર્મને હણે છે. જેમ સૂર્યના કિરણ અંધકારનો નાશ કરે છે... આહા..હા...! એમ ભગવાનઆત્માના સમ્યગ્દર્શનના આઠ અંગો પ્રકાશમય છે, એ કર્મના રજકણોનો ઉદય આવે તો એનો નાશ કરી નાખે છે. એનું નામ નિર્જરા (છે). શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અશુદ્ધતા ગળે છે, કર્મ ટળે છે. ત્રણેને નિર્જા કહેવામાં આવે છે. આહા..હા...! ભાષા તો સાદી છે.
પ્રશ્ન :– ત્રણે કામ એકસાથે થાય કે આગળપાછળ થાય ?
સમાધાન :– એકસાથે ત્રણે (થાય છે). આગળપાછળ નહિ, ત્રણે એકસાથે (થાય છે). અહીં તો કર્મ ગળે છે ઈ અપેક્ષા લેવી છે. કર્મ તો એને કા૨ણે ગળે છે, એ તો જડ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
કલશામૃત ભાગ-૫
છે. જડને આત્મા ગાળે એમ છે નહિ. આત્મા અશુદ્ધતા ટાળે છે અને સમ્યગ્દર્શનની શુદ્ધતા વધારે છે એથી પેલા કર્મ એની મેળાએ ત્યાં નાશ થવાને યોગ્ય હતા તે નાશ થાય છે. અરે, અરે...! આવી વાતું છે. આહા...હા....! સમજાણું કાંઈ ?
માર્ગ આવો છે, ભાઈ ! અનંતકાળમાં કોઈ દી એણે આત્મજ્ઞાનની દરકાર કરી જ નથી. સમજાણું કાંઈ ? બીજા જાણપણા કર્યા, શાસ્ત્રના (જાણપણા) કર્યા. એ બધા નિરર્થક છે. આ સંસારના બધા ભણતર બી.એ. ને એલ.એલ.બી. બધા મીંડા (છે), પાપના ભણતર
મુમુક્ષુ :- પૈસા ખર્ચીને પાસ થાય છે. ઉત્તર :- પૈસા ખર્ચીને પાસ (થાય છે) !
આ તો આત્મજ્ઞાન, જેમાં કર્મની નિર્જરા થાય અને જેમાં અશુદ્ધતા ટળી જાય. શુદ્ધતાના સ્વભાવનું ભાન થતાં, અનુભવ થતાં સમ્યફદૃષ્ટિને અશુદ્ધતા ગળી જાય છે. એનું નામ નિર્જરા કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ અપવાસ કર્યો ને નિર્જરા કરી. (એ વાત) ગપગપ છે ! અપ-વાસ એ તો અપવાસ છે, માઠો વાસ છે. રાગનો શુભ ભાવ હોય એ માઠો વાસ (છે). ઉપવાસ તો એને કહીએ કે, ચૈતન્ય શુદ્ધ વસ્તુની ઉપ નામ સમીપમાં વસે, અંદર જાય. આહા..હા..! આવી વાત છે. એને અહીંયાં નિર્જરા થાય છે (એમ) કહે છે. છે ને ?
આહાહા..! “જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુગલદ્રવ્યનાં પરિણમનને હણે છે.” ખરેખર તો અહીંયાં અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા વધે છે ત્યારે કર્મ તેના કારણે નાશ પામે છે. ઈ તો જડની પર્યાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે.” વિશેષ (ગુણો) નાખ્યા છે. સંસ્કૃતમાં નાખ્યા છે, ગુજરાતીમાં નાખ્યા છે. આ કીધાં ને ? સંસ્કૃતમાં છે,
લ્યો ! પાનું ઈ નીકળ્યું ! સંસ્કૃતમાં છે. સંવેગ, નિર્વેદ, સંવેગ (અર્થાતુ) શુદ્ધતા પ્રગટ કરવાનો જેને અંદર વેગ છે. આહા..હા..! નિર્વેદ (અર્થાત) પરથી, રાગથી નિર્વેદ છે – ઉદાસ છે. નિંદા (અર્થાતુ) રાગ આદિનો કોઈ વિકલ્પ થયો હોય તો એની નિંદા કરે. શુભ ભાવની વાત છે. ગૃહણા, ઉપશમ, ભક્તિ. આત્માની હોં ! અને પરની ભક્તિ – શુભ રાગ. વાત્સલ્ય અને અનુકંપા. ત્યાં સંસ્કૃતમાં એવા બોલ લીધા છે. આનું સંસ્કૃત છે. “અધ્યાત્મ તરંગિણી સંસ્કૃતમાં આ બધું છે. બધું જોયું છે ને ! પાઠમાં છે, હોં ! સંસ્કૃતમાં છે. સમ્યક્રદૃષ્ટિના આઠ ગુણ છે, ભેગા આ આઠ પણ છે. આહા...હા...!
તે કારણથી સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ પરિણામ હોતાં...” જેટલા શુદ્ધ પરિણામ (થયા) – પવિત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન, સ્વરૂપ આચરણ આદિ સ્થિરતાના જેટલા પરિણામ થયા એ પરિણામ જ્ઞાનાવરણાદિ કર્મોનો સૂક્ષ્મમાત્ર પણ બંધ કદી પણ નથી.” છે ? એ પરિણમ સૂક્ષ્મમાત્ર
Page #138
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૧
૧૨૫
પણ બંધ નથી કરતા. આમાંથી કોઈ એમ કાઢી લ્યે કે, સમ્યક્દષ્ટિને તો બિલકુલ બંધ છે જ નહિ. એમ છે નહિ. આ તો જેટલું શુદ્ધ પરિણમન છે એટલો તેને બંધ નથી. સમ્યક્દષ્ટિને હજી રાગ છે, સંકલ્પ-વિકલ્પ ઉઠે છે તેટલો આસવ પણ છે અને તેટલો બંધ પણ છે. સમ્યગ્દર્શન થયું એટલે બંધરહિત થઈ ગયો એમ નથી. અરે..! ચારિત્રવંત સાચા સંત મુનિ હોય જેને ત્રણ કષાયનો અભાવ (થયો હોય) અને છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય ! ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં અપ્રમત્ત દશાના આનંદનો અનુભવ (હોય) ! એ મુનિને પણ જે છઠ્ઠ ગુણસ્થાને આવતા મહાવ્રત આદિના વિકલ્પ ઉઠે છે એ બંધનું કારણ છે. આહા..હા...!
અહીંયાં તો શુદ્ધ પરિણમન છે તેનાથી બંધ નથી એટલું સમજવું. એમાંથી કેટલાક એવું કાઢે છે કે, સમ્યકૂદૃષ્ટિ થયો તેને બિલકુલ બંધ છે જ નહિ અને આસ્રવ છે જ નહિ. (પરંતુ) એમ છે જ નહિ. આહા..હા...! સમ્યગ્દર્શન થયા પછી હજી જેટલો રાગ ભાગ ઉત્પન્ન થાય છે તેટલો આસ્રવ પણ છે, તેટલો બંધ પણ છે, તેટલું કર્મબંધન થાય છે. આહા..હા...! દસમા ગુણસ્થાન સુધી છ કર્મનો બંધ છે. થોડો લોભ છે ને ? લોભ ! દસમે (ગુણસ્થાને) ! તો છ કર્મનો બંધ થાય છે એવો પાઠ છે. આહા...હા..! દસમા ગુણસ્થાને લોભનો અંશ છે ત્યાં છ કર્મ બંધાય છે. જો દસમે બંધાય છે તો ચોથે, પાંચમે, છઠ્ઠ બિલકુલ બંધ નહિ ? જેટલો રાગ ઉત્પન્ન થાય છે એટલો તો એને આસ્રવ અને બંધ છે. પણ અહીં શુદ્ધ પરિણમન છે તે બંધનું કારણ નથી. સમજાણું કાંઈ ? ખેંચાતાણ કરી નાખે કે, સમ્યક્દષ્ટિ થયો તેને રાગ પણ નથી અને તેને દ્વેષ પણ નથી (એમ નથી). સમિકતીને ચોથે, પાંચમે (ગુણસ્થાને) આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન પણ થાય છે. છઠ્ઠ ગુણસ્થાને આર્ત્તધ્યાન થાય છે, રૌદ્રધ્યાન નહિ. આહા..હા...! જેટલા અંશે રાગ આવ્યો તેટલા અંશે તો બંધ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
‘શ્રેણિક’ રાજા ! લ્યો, ‘શ્રેણિક’ રાજા ક્ષાયિક સમિકતી ! તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. વર્તમાનમાં પહેલી નરકમાં છે. ચોરાશી હજાર વર્ષની સ્થિતિ છે. ત્યાંથી નીકળીને આગામી ચોવીસીના પહેલા તીર્થંકર થશે. ક્ષાયિક સમકિતી ! એને મૃત્યુ વખતે ઝેર ખાવાનો ભાવ થઈ ગયો. તેનો પુત્ર જેલમાં મારવા આવ્યો, એ મારવા નહોતો આવ્યો, આવ્યો તો હતો છોડાવવા, પણ એને શંકા પડી કે, આણે મને જેલમાં નાખ્યો છે, મારવા આવ્યો (લાગે) છે. ઝેર પીધું. એટલો રાગ તો છે. ક્ષાયિક સમિકતી છે તો એટલો રાગ છે, એટલો બંધ છે અને એટલો આસ્રવ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- ગુણસ્થાન અનુસાર બંધ તો હોય જ.
ઉત્તર :- જેટલો રાગ છે તેટલો બંધ થાય જ છે. અહીંયાં તો જેટલું શુદ્ધ પરિણમન થયું છે તેનાથી બંધ નથી, તેનાથી નિર્જરા છે. એટલું કહેવું છે. આહા..હા....! એમાંથી એમ કાઢે કે, સમ્યગ્દર્શન થયું એટલે એને કોઈ બંધ પણ નથી, રાગ પણ નથી, દુઃખ પણ નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
કલશામૃત ભાગ-૫ જેટલો રાગ છે તેટલું દુઃખ છે. સમજાય છે ? આત્માના આનંદનો જેટલો અનુભવ આવ્યો તેટલું સુખ છે અને જેટલો રાગ આવે છે તેટલું દુ:ખ છે. મિથ્યાદૃષ્ટિને એકલું દુઃખ છે, કેવળીને એકલો આનંદ છે, સાધકને આનંદ અને દુઃખ બન્ને સાથે છે. સમજાય છે કાંઈ ? કેમકે અપૂર્ણ છે ને ? જ્યાં સુધી પૂર્ણ આનંદ પ્રગટ) ન થાય ત્યાં સુધી આકુળતાનો રાગ આવે છે. આહા...હા...!
અહીંયાં કહે છે, અહીંયાં પહેલું કીધું ને? “સૂક્ષ્મમાત્ર પણ બંધ કદી પણ નથી.” પણ કોનો લઈને ? કે, એ જીવને “શુદ્ધ પરિણામ હોતાં.” એ જેટલા શુદ્ધ પરિણામ થયા એને લઈને. એમાંથી કેટલાક એવું કાઢે છે કે, સમકિતીને શુદ્ધ પરિણામ હોય છે, જરી પણ અશુદ્ધ હોતા નથી. એવું છે નહિ. અશુદ્ધ ન હોય તો વીતરાગતા હોવી જોઈએ. આહા...હા....! સમજાય છે ?
ભાષા એટલી લેવી કે, “શુદ્ધ પરિણામ હોતાં....” ( મન) સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણામ છે. સમ્યગ્દર્શનના જે આઠ અંગ છે એ શુદ્ધ છે. આહા..હા...! એ “શુદ્ધ પરિણામ હોતાં...” એને કારણે અંશે બંધ નથી. પણ પૂર્વનો થોડો કર્મ (ઉદય) આવ્યો એ ખરી જાય છે. સમજાય છે ? વીતરાગ માર્ગ તો અનેકાંત છે. એમ એકાંત માની લેવું કે, સમ્યકુદૃષ્ટિ થયો એટલે બિલકુલ આસ્રવ અને બંધ છે જ નહિ, એમ છે નહિ. આસવ, બંધ બિલકુલ ન હોય એવું) તો તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાનીને થાય છે. આહાહા...! અરે...! ચૌદમે ગુણસ્થાન છે ત્યાં સુધી અસિદ્ધ છે. ત્યાં સુધી સિદ્ધ નથી થયા એટલે અસિદ્ધ છે. ઉદયભાવના ૨૧ બોલ આવે છે ને ? ઉદયભાવના ૨૧ બોલ આવે છે). “તત્ત્વાર્થ સૂત્ર' ! એકવીસ બોલમાં અસિદ્ધ ભાવ લીધો છે. અસિદ્ધ ! હજી સિદ્ધ નથી થયા) તો એટલો દોષ છે. આહા...હા...! ત્યાં સુધી સંસારી કીધાં છે. અસિદ્ધ એટલે સિદ્ધ નહિ. ચૌદમે ગુણસ્થાને પણ હજી પ્રતિજીવી ગુણનું વિપરીત પરિણમન છે. આહા...હા..! ભારે વાતું, બાપુ ! સમજાણું કાંઈ ?
અહીંયાં તો “શુદ્ધ પરિણામ હોતાં...” એ પરિણામની અપેક્ષાથી એમ લીધું. પણ એને શુદ્ધ પરિણામ થયા માટે બિલકુલ બંધ જ નથી એમ નથી. ચોથે તો હજી ત્રણ કષાયનો રાગ છે, પાંચમે હજી બે કષાયનો રાગ છે, છઠું એક સંજ્વલનનો રાગ છે. જેટલો રાગ છે એટલો બંધ તો છે. આહા...હા...! પછી કહે છે ને ? જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ આવે છે, આવી ગયું. એ કઈ અપેક્ષાએ ? ભોગનો ભાવ તો પાપ છે. પણ દૃષ્ટિમાં શુદ્ધતા પડી છે અને તેની મુખ્યતા કરીને ભોગનો ભાવ ખરી જાય છે એમ મુખ્ય કરીને કહ્યું છે. ગૌણપણે તો ભોગનો ભાવ પાપ છે. જ્ઞાનીનો ભોગ નિર્જરા હેતુ છે તો પછી ભોગ છોડીને અંદર વીતરાગતા પ્રગટ કરવી તો રહેતી નથી. સમજાણું કાંઈ? એમ એકાંત પકડે તો એમ ન ચાલે. આહાહા..!
પ્રશ્ન :- ભોગ વખતે નિર્જરા થાય છે એટલી શુદ્ધતા છે ?
Page #140
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૧
૧૨૭ સમાધાન :- એ મુખ્યતાની દૃષ્ટિએ, દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ નિર્જરા કહ્યું. પણ ગૌણપણે અંદર રાગ છે તેટલો બંધ છે. આહા..હા..! હજી પૂર્ણ શુદ્ધતા થઈ ગઈ છે ? પૂર્ણ શુદ્ધતા તો કેવળજ્ઞાનમાં છે. આહા...હા...! ભાઈ ! અહીં પરમાત્માના માર્ગમાં તો સમય સમયના લેખા છે. અહીં ઘણા કહે છે, અત્યારે મોટી તકરાર ઈ છે ને ? કે, “શુદ્ધ પરિણામ હોતાં....” કર્મનો સૂક્ષ્મમાત્ર પણ બંધ નથી. ઈ શુદ્ધતાની અપેક્ષાની વાત છે. જેટલી હજી અશુદ્ધતા બાકી છે તેટલો બંધ છે). સમકિતીને બાકી છે, પાંચમે બાકી છે, મુનિને બાકી છે. આહા..! દસમા (ગુણસ્થાન) સુધી અશુદ્ધતા છે. બાપુ ! એ વાત છે, એનો નિષેધ ન થાય. એને કંઈ બંધ જ નથી (એમ નથી). આહા...હા...!
“શુદ્ધ પરિણામ હોતાં.' તેમની વન્ય:) છે ને ? આહાહા...! થોડો પણ બંધ (પુન: સપિ નાસ્તિ) “કદી પણ નથી.” એમ કીધું, લ્યો ! જેટલા સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાના પરિણામ થયા એટલા શુદ્ધ છે. એ શુદ્ધ પરિણામથી બંધ નથી. સમજાણું કાંઈ ? ત્યાં હજી પૂર્ણ શુદ્ધ નથી. પૂર્ણ શુદ્ધ હોય તો તો વીતરાગ થઈ જાય, કેવળી થઈ જાય. આહા...હા...! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી તો અશુદ્ધતા છે. આહા...હા..! સમજાય છે ?
ઈ તકરાર છે ને ? (એક મુમુક્ષુને) ઈ જ વાંધો હતો ને ? હમણા ‘વડોદમાં કાંઈક ઈ ચર્ચા ચાલી છે. “વડોદ. વડોદ !” કોઈ મુમુક્ષુ વાંચતો હશે ઈ એમ કહે છે કે, સમકિતીને બિલકુલ રાગ હોય જ નહિ. અહીંનો વાંચનારો કોઈ મુમુક્ષુ હશે. ‘વડોદ વડોદ !” (એક) ભાઈ ત્યાં ગયા હશે (એણે કીધું) એમ નથી. અહીં તરફનું વાંચન હશે તો એ કહે, એને બિલકુલ બંધ નથી. રાગ છે જ નહિ. અરે..! એમ નહિ. ભાઈ ! કોણ વાંચતા હશે ? કાંઈ નામ આપ્યું નથી. અધેડ માણસ હતા એમ લખ્યું છે. અધેડ એટલે આધેડ. અમારે આધેડ કહે છે ને ? ૪પ-૫૦ વર્ષના કોઈ (ભાઈ) મંદિરમાં આધેડ વાંચતા હશે. એમ ન હોય. આહા...હા...!
ધર્મીને તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને જેટલી સ્વરૂપની શુદ્ધતા પ્રગટી છે એટલું બંધનું કારણ નથી અને જેટલો અશુદ્ધ ભાવ છે, સમકિતીને, પંચમ ગુણસ્થાનવાળાને, મુનિને તેટલી અશુદ્ધિ બંધનું કારણ છે. એમ કરીને સ્વચ્છન્દ કરે (કે), સમ્યક્દૃષ્ટિ થયા એટલે અમારે હવે કોઈ બંધ નથી. એ તો સ્વચ્છન્દી છે. સમજાણું કાંઈ ?
(મના વન્ય:) (પુન: પિ નાતિ) એમ છે ને ? થોડો પણ બંધ નથી. ઈ શુદ્ધ પરિણામથી થોડો પણ બંધ નથી એમ લેવું. પણ એને બિલકુલ બંધ જ નથી એમ ન લેવું. એ તો માર્ગથી વિરુદ્ધ થઈ જાય. આહા..હા..! ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા ! (એમને) ઝેર ખાવાનો ભાવ હતો એ રાગ હતો, દુઃખ હતું. સમકિતને દોષ નથી. ચારિત્રદોષથી સમકિતને દોષ નથી પણ ચારિત્રદોષ છે એ દોષ છે. સમજાય છે ? ચારિત્રદોષથી સમકિતને દોષ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કલશામૃત ભાગ-૫
લાગે એમ નહિ. પણ સમકિતીને પણ જેટલો અશુદ્ધતા આદિ ચારિત્રદોષ છે એ જેટલી અશુદ્ધિ છે તે બંધનું કારણ છે. આવો માર્ગ છે, પ્રભુ ! ત્યારે પેલા એમ કહે કે, સમ્યગ્દર્શન વિના પણ અમે અપવાસ ને વ્રત કરીએ એમાં અમને નિર્જરા છે ! એ મિથ્યાત્વ છે. સમજાય છે કાંઈ ?
મુમુક્ષુ - દૃષ્ટિપ્રધાન કથન છે.
ઉત્તર – દૃષ્ટિપ્રધાન કથન છે. દૃષ્ટિનું જોર આપતા સમ્યગ્દર્શનનો વિષય આખો ભગવાન પૂર્ણ છે એની દૃષ્ટિનું જોર આપતા એના ભોગને નિર્જરા કીધી છે. પણ એમ માની લે કે, એનો ભોગ કર્મબંધનો હેતુ છે જ નહિ, નિર્જરાનો હેતુ છે, એમ છે નહિ. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે, ભાઈ ! આહા..હા..! વીતરાગમાર્ગમાં આવી વાત છે, બીજે ક્યાંય કોઈ ઠેકાણે છે નહિ. આહા..હા..! ખરેખર આવી વાત તો શ્વેતાંબરમાં પણ નથી. કારણ કે (એમણે) તો કલ્પિત શાસ્ત્ર બનાવ્યા છે. દિગંબરમાંથી શ્વેતાંબર નીકળ્યા. બે હજાર વર્ષ થયા. આહા...હા...! એમાં પણ આ વસ્તુ નથી, કલ્પિત વસ્તુ છે.
આ તો અલૌકિક પરમાત્માની ત્રિકાળ દિવ્યધ્વનિ ! આ..હા..હા...! કહે છે કે, શુદ્ધતાના પરિણામથી બંધ નથી. ‘ત પૂર્વોપાત્ત મનુમવત: નિશ્ચિતં નિર્નરT Uવ' (ત) જ્ઞાનાવરણાદિ કર્મ – પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ – તેના ઉદયને (ઝનુમતિ:) જે ભોગવે છે.” ભોગવે છે એટલે ? એટલો રાગ હજી છે. છતાં અહીંયાં તેની ગણતરી નહિ ગણીને, ભોગવે છે એ નિર્જરા થઈ જાય છે, એમ કીધું. પણ જેટલો રાગનો ભોગવટો છે તેટલું એને હજી બંધન છે. જ્ઞાનાવરણીય (આદિ) આઠ કર્મ બંધાય છે. ચોથે, પાંચમે, છછું સાત-આઠ કર્મ બંધાય છે (એમ) નથી આવતું ? આયુષ્ય હોય તો આઠ કર્મ બાંધે અને ન હોય તો સાત બાંધે. ભાઈ ! આવી વાત છે, બાપુ !
પ્રશ્ન :- કર્મોની નિર્જરા થાય છે ?
સમાધાન :- જેટલી શુદ્ધતા છે તેટલા પ્રમાણમાં પૂર્વની નિર્જરા થાય છે. પણ પૂર્વનો ઉદય આવ્યો છે અહીં ભોગવે અને ભોગવે ઈ પાપ પરિણામ અશુદ્ધ છે એનું પણ બંધન ન થાય એમ નથી. આ ભગવાનનો સ્વચ્છન્દ માર્ગ નથી.
“પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં આવ્યું છે. જેટલે અંશે શુદ્ધિ એટલે અંશે નિર્જરા. જેટલા અંશે રાગ એટલા અંશે બંધ. “પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ! “અમૃતચંદ્રાચાર્યદેવ ! આહા...હા....! ત્યાં તો ત્યાં સુધી કહ્યું છે કે, તીર્થકરગોત્ર બાંધે તે પણ અપરાધ છે. શુભ ભાવ છે ને ? પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં અપરાધ ગણ્યો છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવ'(નો) મૂળ પાઠ (છે). તીર્થકરગોત્ર બાંધે ઈ ભાવ શુભ છે ને ? ઈ કંઈ શુદ્ધ નથી. શુદ્ધથી બંધન થાય ? શુભથી બંધન છે. (જેટલો) શુભ છે તેટલો રાગ છે. આહાહા...! સમજાણું કાંઈ ? એટલો અપરાધ છે. સમ્યક્દૃષ્ટિને પણ શુભ ભાવમાં તીર્થકરગોત્ર બંધાય તેટલો અપરાધ છે. પુરુષાર્થસિદ્ધિ
Page #142
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬ ૧
૧૨૯ ઉપાયમાં છે. “અમૃતચંદ્રાચાર્યદેવ’નું લખેલું છે).
અહીંયાં તો એ કહ્યું કે, ભોગવે એટલે ? (ભાવ) આવે છે પણ એની દૃષ્ટિ એની ઉપર નથી એની અપેક્ષાએ નિર્જરા છે એમ કીધું છે. પણ પર્યાયદષ્ટિએ એને જોતાં જેટલો રાગ ભોગવે છે તેટલું એને બંધન છે. આવી વાત છે. આઘુંપાછું કરે ઈ ન ચાલે. સત્યને સત્ય રીતે રાખવું જોઈએ. આહા..હા..!
છે ? “જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. જેટલું ભોગવે છે એ બધું સમ્યફદૃષ્ટિને ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? શાશ્વત જે સ્વપરગ્રાહકશક્તિ” આ.હા...હા...! જ્ઞાનસ્વભાવ, ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ, ત્રિકાળી સર્વજ્ઞ સ્વભાવ છે) એ સ્વપરગ્રાહક શક્તિ છે. સ્વને, પરને જાણવાની શક્તિ છે. ઈ સ્વપરને જાણે, પરને પોતાનું) માને એવી કોઈ એનામાં શક્તિ નથી. આહા..હા..! છે ?
સર્વજ્ઞશક્તિ આત્મામાં છે. ૪૭ શક્તિનું વર્ણન આવ્યું છે ને? સર્વજ્ઞશક્તિ, આત્મામાં સર્વજ્ઞશક્તિ છે). સર્વદર્શી શક્તિ, પ્રભુત્વ શક્તિ છે). એ સર્વજ્ઞશક્તિ છે એ તો સ્વપરને જાણવાની શક્તિવાળું તત્ત્વ છે. એમાંથી જે પર્યાય પ્રગટે ઈ પણ સ્વપરને જાણવાની શક્તિવાળી (છે).
‘તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશગુણ, તે જ છે આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય...” આહા..હા..! આવું જીવદ્રવ્ય (છે), કહે છે. પરિપૂર્ણ જ્ઞાન શક્તિથી ભરેલો ભગવાન ! એને જેણે સમકિતમાં અનુભવ્યો, માન્યો અને જાણ્યો એવું જીવદ્રવ્ય. તેનો અનુભવ કરવામાં સમર્થ છે. આનંદ અને જ્ઞાનનો અનુભવ કરવામાં સમકિતી સમર્થ છે. એમ કહે છે. સમજાણું કાંઈ ? શું કહે છે ?
આત્મામાં જ્ઞ-જ્ઞાન સ્વભાવ છે એ સ્વપર જાણવાની શક્તિવાળું તત્ત્વ છે. સમ્યક્દૃષ્ટિ એને અનુભવે છે. રાગને અનુભવે છે અને અહીં ગૌણ કરીને એકલો જ્ઞાયક શક્તિને જ અનુભવે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? ભાઈ ! આહા..હા...! ‘તેનો અનુભવ કરવામાં સમર્થ છે.”
‘આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. એટલી અપેક્ષાએ. જેટલી શુદ્ધતા પ્રગટી છે એટલી પૂર્વના ઉદયની નિર્જરા છે. બંધ છે નહિ. નિર્મળ.. નિર્મળ.... નિર્મળ.. નિર્મળ... ભગવાન પરમાત્મા ! એવા નિર્મળ સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો એને નિર્મળતાને કારણે અશુદ્ધતા ગળીને કર્મ મળે છે એટલું કહેવાનો આશય છે. પણ અશુદ્ધતા છે એટલું બંધન છે એ પણ ગૌણમાં જાણવું જોઈએ. | વિશેષ લઈશું...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
(મન્વાન્તિા)
કલશામૃત ભાગ-૫
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गः प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन । सम्यग्द्दष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरडंग विगाह्य । । ३०-१६२ । ।
ખંડાન્વય સહિત અર્થ :- ક્ષમ્ય દ્દષ્ટિ: જ્ઞાનં શ્રૃત્વા નટતિ” (સમ્યાદ્દષ્ટિ:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (જ્ઞાનું શ્રૃત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (નત્તિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ? ‘જ્ઞાતિમધ્યાન્તમુત્તું” અતીત-અનાગતવર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને ? નામોનાં વિાજી (TVન) જીવનું શુદ્ધસ્વરૂપ છે (ઞમોરાં) અખાડાની નાચવાની ભૂમિ, તેને વિાદ્ય) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ, શા કારણથી ? સ્વયમ્ અતિસામ્' અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નવમ્ વન્ધ રુન્ધ (નવમ્) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદરૂપે પુદ્ગલપિંડ એવો જે (વë) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને ન્યન્ મટાડતો થકો; કેમ કે નિનૈ: સ્રષ્ટામિ: સા: સાત:' (નિનૈ: ભ્રષ્ટામિ:) પોતાના જ નિઃશંકિત, નિ:કાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ (અલૈન:) સમ્યક્ત્વના સહારાના ગુણ, તે-પણે (સાત:) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? તુ પ્રાવતું ર્મ ક્ષયં ઉપનયન' (તુ) બીજું કાર્ય એવું પણ થાય છે કે (પ્રાવતું) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (વર્મ) પુદ્ગલપિંડ, તેનો (ક્ષ) મૂળથી સત્તાનાશ (ઉપનયન) કરતો થકો. શા વડે ? નિર્નરોનૃમ્ભળેન (નિર્ના) શુદ્ધ પરિણામના (ગુરૃન્મોન) પ્રગટપણા વડે. ૩૦.૧૬૨.
Page #144
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૨
૧૩૧
કારતક વદ ૧૪, શુક્રવાર તા. ૦૯-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૨ પ્રવચન–૧૭૧
કળશટીકા' ૧૬ ૨ છેલ્લો કળશ. “નિર્જરા (અધિકાર)'નો છેલ્લો (કળશ).
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गः प्रारबद्धं तु भयमुपनयन्निर्जरोज्जृम्भणेन । सम्यग्दृष्टिः स्वमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरडंग विगाह्य ।।३०-१६२ ।।
‘ ષ્ટ: જ્ઞાને મૃત્વા નતિ’ “સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ' આહાહા...! અનાદિથી અશુદ્ધ પરિણમનવાળો જીવ અને તે હું એમ માનનારો) મિથ્યાષ્ટિ (છે). આહાહા...! અશુદ્ધ વિકારનું, મિથ્યાત્વનું પરિણમન છે એ અશુદ્ધ પરિણમન તે હું એવો જે મિથ્યાત્વ ભાવ તેને એકલી અશુદ્ધ પરિણતિ જ હોય છે. સંસારમાં રખડવાની દશા (આને કહેવાય). એની સામે આ સમ્યકુદૃષ્ટિ (જીવની વાત કહે છે).
એ સમષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમ્યો છે. દ્રવ્યનો જે પવિત્ર શુદ્ધ વસ્તુનો સ્વભાવ એ રૂપે જેનું પરિણમન થયું છે. આહાહા...! ત્રિકાળ અનંત ગુણનો પિંડ પ્રભુ! પવિત્રતાનો પિંડ છે. એની પવિત્રતાના દૃષ્ટિના લક્ષે જે પવિત્રતાનું વર્તમાનમાં પરિણમન – દશા થાય એને સમ્યકુદૃષ્ટિ કહે છે. આહા...હા...! એને પરિભ્રમણ રહિત કહે છે. સમજાણું કાંઈ ? અને જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન (છે) એનો જેને આશ્રય અને અવલંબન નથી અને એકલા પુણ્ય ને પાપના મિથ્યાત્વ ભાવના અવલંબનમાં પરિણમનમાં છે તે પરિભ્રમણમાં અનંત ભવમાં રખડનારો છે. આહા..હા..! આ (સમ્યકુદૃષ્ટિ જીવ) અનંત ભવના અભાવ સ્વભાવરૂપ છે. ઝીણી વાત છે. પેલું વેદાંતનું આવ્યું છે ને ? વ્યાખ્યાન પછી સાંભળવા જેવું છે.
પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. આહા...હા...! (નાને મૂવી) પહેલી વ્યાખ્યા તો કરી – સમ્યફદૃષ્ટિની વ્યાખ્યા કરી. “સીષ્ટિ: જ્ઞાનં પૃથ્વી નતિ' એટલે કે, સમ્યફદૃષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ થઈને “નતિ’ એટલે પરિણમે છે. આહાહા...! અજ્ઞાની વિકારરૂપે થઈને પરિણમે અને નાચે છે. આહા..હા..! ચાહે તો એ પંચ મહાવ્રતના પરિણામ હોય તોપણ)
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
કલશામૃત ભાગ-૫
અશુદ્ધ છે અને એના રૂપે પરિણમીને નાચે છે અને એ મને લાભદાયક છે એ મિથ્યાત્વભાવ છે. આહા..હા...! સમ્યક્દષ્ટિની વ્યાખ્યા કરીને પછી (જ્ઞાનં ભૂત્વા) (કહ્યું).
‘સમ્યદૃષ્ટિ: જ્ઞાન નૃત્વ એટલે શુદ્ધ સ્વરૂપનું જેને અંત૨ પરિણમન છે એ (જ્ઞાનં ભૂત્વા) (અર્થાત્) સ્વભાવભૂત થઈને પરિણમે છે. જ્ઞાન એટલે આત્મા. (જ્ઞાન મૂત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને...’ પોતાના શુદ્ધ સ્વરૂપે... “નતિ” છે ? નતિ એટલે પરિણમે છે, નાચે છે. બહુ વાત (સરસ આવી છે). ધર્મી એને કહીએ, સુખને પંથે ગયો એને કહીએ અને જન્મ-મરણના અંત જેને આવ્યા એને કહીએ કે, જે શુદ્ધ સ્વરૂપે 'નવૃત્તિ’ આહા..હા...! જેવો એનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એ રૂપે જે નાચે છે એટલે પરિણમે છે. આહા..હા...! આવી વાત છે.
'જ્ઞાનં શ્રૃત્વા નતિ' છે ને ? શુદ્ધ જ્ઞાનસ્વરૂપ...' જ્ઞાનને એ શબ્દ લાગુ પાડ્યો – શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે નાચે છે, પરિણમે છે. આ..હા..! અહીંયાં તો અત્યારે (લોકો) સમ્યક્દષ્ટિની વ્યાખ્યા (એવી કરે કે), સાધારણ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (હોય તે સમ્યક્દષ્ટ) એમ કરીને બેસે. આહા..હા...! અહીંયાં તો સમ્યક્દષ્ટિને બંધ નથી એમ સિદ્ધ કરશે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે બંધ છે એ જ મુખ્ય બંધ સંસા૨ છે. એથી એ જે ભાવ ટળ્યો છે, મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાનું પરિણમન અને અનંતાનુબંધીનું અસ્થિરતાનું ઉગ્ર પરિણમન, એ જેને ગયું છે એને સમ્યગ્દર્શનમાં નવો મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી બંધ થતો હતો એ બંધ થતો નથી. જરી રાગ આદિ હોય છે એને લઈને બંધ પણ છે પણ એ બંધ અલ્પ સ્થિતિ અને અને અલ્પ રસવાળો છે. એથી મુખ્યપણે મિથ્યાત્વ અને અનંતાનુબંધીને લઈને જે બંધન હતું એ બંધન આને નથી તેથી બંધન કરતો નથી એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? અર્થમાં બધું કર્યું છે. આપણે આ ગુજરાતી અર્થમાં બધું કર્યું છે. અવિરતી સમ્યષ્ટિને તમે બંધ નથી કહેતા તો એને ચારિત્રમોહનો ઉદય (તો) છે, રાગ થાય છે. ઘાતિકર્મ છે તો ગુણની પર્યાય પણ કેટલીક ઘાત થાય છે અને એને તમે કહો છો કે બંધન નથી ? કીધું, ભાઈ ! અહીંયાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ભાવને જ બંધનું કારણ ગણ્યું છે. મુખ્ય મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ જ સંસાર છે અને એ બંધન છે અને એ જ મિથ્યાત્વ છે, એ આસ્રવ છે. આહા..હા...! એમ (કહ્યું) પણ એથી ગૌણપણે જે રાગાદિ છે તે આસવ છે અને બંધ છે એનો અહીં નિષેધ નથી. પણ એને ગૌણ ગણીને બંધન નથી કહેવામાં આવ્યું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અર્થમાં બધું છે. મૂળ ‘સમયસા૨’(માં) ઘણું લાંબુ લખાણ છે. આ..હા...!
અહીંયાં (કહે છે), પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ” જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ સ્વરૂપ ભવગાનઆત્મા કેવો છે ? ‘આતિમધ્યાન્મતુŕ’ જેની આદિ નથી, જેનું
Page #146
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૨
૧૩૩
મધ્ય નથી, જેનો અંત નથી. એનાથી (આદિ-મધ્ય-અંતથી) તે રહિત છે. આહા...હા...! ભગવાન આત્મા..! પર્યાય છે તેની આદિ પણ છે અને પર્યાયનો અંત પણ છે. પણ વસ્તુ જે છે એની આદિ પણ નથી, મધ્ય નથી, અંત નથી. ઉત્પત્તિ નથી, વિનાશ નથી. એ ધ્રુવ આદિ, મધ્ય, અંતથી મુક્ત છે. આહાહા....! એવો જે આ ભગવાન આત્મા ! નિત્યાનંદ પ્રભુ ! આહા...હા...! એ આદિ-મધ્ય-અંતથી રહિત છે.
અતીત અતીત એટલે ગયો કાળ. “અનાગત....” એટલે ભવિષ્ય. વર્તમાન. આ વર્તમાન. એ “કાળગોચર શાશ્વત છે.” “તુત્તિ એટલે એનાથી રહિત છે એટલે શાશ્વત છે. આદિ, મધ્ય, અંતથી રહિત છે એટલે શાશ્વત વસ્તુ છે. આહા...હા...! એ શાશ્વત વસ્તુ છે તેની દૃષ્ટિ કરતાં જે સમ્યગ્દર્શન થાય તેમાં એકલું શુદ્ધનું પરિણમન ગણવામાં આવ્યું છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આવી વ્યાખ્યા અને આ બધું સમજવું). બહારથી માંડીને બેઠા ! આ સામાયિક કરી ને પડિકમણા કર્યા, દાન કર્યા ને મંદિર બનાવ્યા. બાપુ ! એ તો પુણ્યની ક્રિયા એને કારણે થાય. એમાં રાગની મંદતાવાળો જીવ હોય તો એને શુભ ભાવ – પુણ્ય બંધાય. એ કંઈ ધર્મ નથી કે ધર્મનું કારણ પણ નથી. આહા..હા..!
ધર્મ અને ધર્મનું કારણ - ધર્મ એને કહીએ કે જે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ રહિત શુદ્ધ પરિણમન થાય તેને ધર્મ કહીએ અને એ ધર્મનું કારણ ત્રિકાળી શાશ્વત દ્રવ્ય (છે). સમજાણું કાંઈ ? આહા...હા...!
શું કરીને ? “નામોર વિદિ’ (ન“જીવનું શુદ્ધસ્વરૂપ...” આકાશ જેમ નિર્મળ છે એમ આત્મા શુદ્ધ નિર્મળ સ્વરૂપ (છે) એને ગગન કહ્યો. બીજો અર્થ કર્યો છે કે, આકાશમાં રમે છે. પણ આ ગગન. ‘જીવનું શુદ્ધસ્વરૂપ...” ઈ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે. પર્યાયમાં જે અશુદ્ધતા એક ક્ષણની, એક સમયની છે એ સિવાય આખી ચીજ શુદ્ધ જ છે. સમજાણું કાંઈ ? ઈ ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો સાગર છે.
મગજમાં એક એવો વિચાર આવી ગયો. શ્રુતને અનિષ્ક્રિય કીધું છે ને ! “કૃતમ્ ન્દ્રિય ભાઈ ! ‘તત્ત્વાર્થસૂત્રમાં ભલે મન અર્થ કર્યો છે. મનથી. પરમાર્થ શ્રુતજ્ઞાન અનીન્દ્રિય (છે). અંદર જે ભાવકૃત જ્ઞાન (થયું), આત્માના આશ્રયે શુદ્ધ પરિણમન (થયું) એ અનીન્દ્રિય છે. આપણે બપોરે આવી ગયું હતું ને ? એમાં મગજમાં આવ્યું. અનીન્દ્રિમય ભવગાન છે. “તત્ત્વાર્થસૂત્રમાં એમ લીધું કે, “કૃતમ્ મન્દ્રિય અનીન્દ્રિયનો અર્થ ત્યાં મન કર્યો છે. શ્રુતજ્ઞાનમાં મન છે. ઈ વ્યવહારથી વાત કરી. આહાહા....! અને મતિમાં પણ મન અને ઇન્દ્રિય કીધું છે. મન એટલે અનીન્દ્રિય અને ઇન્દ્રિય. અનીન્દ્રિય અને ઇન્દ્રિય જેમાં નિમિત્ત છે. એટલે નિશ્ચયથી તો અનીન્દ્રિય પોતાનો સ્વભાવ અને વ્યવહારથી મનનો, ઇન્દ્રિયનો સંબંધ છે એ વ્યવહાર છે. અંતરમાં મતિ અને શ્રુતજ્ઞાન છે, સ્વ ચૈતન્યના અવલંબે
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કલશામૃત ભાગ-૫
થયેલું તે તો અનીન્દ્રિય જ છે. સમજાણું કાંઈ ? એ તો બપોરે આવ્યું હતું ને ? એને મન અને ઇન્દ્રિયની અપેક્ષા નથી. એવું એ અનીન્દ્રિય જ્ઞાન (છે). અથવા એને મન અને ઇન્દ્રિયથી થયેલા જ્ઞાનની પણ જેને અપેક્ષા નથી. મન અને ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું જે ક્ષયોમલમજ્ઞાન એની પણ જેને સમ્યજ્ઞાનમાં અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? કેમકે “નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું કે, નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન પરમ નિરપેક્ષ છે. સમજાણું કાંઈ ? જે આત્મા અંદર પરમાનંદનો નાથ પ્રભુ એની અનુભવમાં પ્રતીતિ અને એને જ્ઞાન ને એની રમણતા (થઈ) એ નિશ્ચય મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. એટલે કે એને રાગના વ્યવહારની કોઈ અપેક્ષા છે જ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ આવ્યું ને ? (ચીન) શુદ્ધ જીવસ્વરૂપ એક ગગન. આહાહા..! (વિપઢિી) અવગાહે છે), અંદર અવગાહે છે. મન અને રાગનું અવલંબન છોડી... આહાહા..! શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે મહાભંડાર ભગવાન નિધાન ! છે? એ શુદ્ધ સ્વરૂપ “અખાડાની નાચવાની ભૂમિ છે. આહાહા...! અખાડો હોય ને ? એમ આ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ તે નાચવાની – પરિણમનની ભૂમિકા એ છે. આહા...હા...! આવી વાતું ! કોઈ દિ કરવાનું કાંઈ સૂછ્યું ન હોય ને બહારની વાતુંમાં પડ્યા, એમને એમ મરી ગયા ! આહા...હા...!
કહે છે કે, “જીવનું શુદ્ધસ્વરૂપ છે.” (મોગર) “અખાડાની નાચવાની ભૂમિ...' એટલે શુદ્ધ પરિણમનની એ ભૂમિ છે. આહા...હા..! સમજાણું કાંઈ ? શુદ્ધ જીવ સ્વરૂપ, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં નાચવાનો એ અખાડો (છે) એટલે પરિણમવાનો એ અખાડો છે. આહાહા.! ભાષા પણ કેવી ? ભગવાન શુદ્ધ ચૈતન્ય ભૂમિ.... શુદ્ધ ચૈતન્ય ભૂમિ ! એને શુદ્ધ પરિણમનની ભૂમિકા એ છે. આહા...! શુદ્ધ પરિણમનનો એ અખાડો છે, એ જગ્યા છે, એ સ્થાન છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ તો આવી વાત છે, ભાઈ !
તેને અનુભવગોચર કરીને....? દેખો ! શું કહે છે ? જે આત્મા ધ્રુવ અનાદિઅનંત, આદિ-મધ્ય-અંત રહિત, મુક્ત છે) એ શુદ્ધ પરિણમનની ભૂમિકા – સ્થાન છે. તે સ્થાનને અવગાહીને. આવી વાત છે. (વીટી) છે ને ? (એટલે) અનુભવગમ્ય કરીને. આહા..હા...! જે પ્રભુ આત્મા શુદ્ધ સ્વરૂપે સમ્યફદૃષ્ટિ પરિણમ્યો છે ઈ વાત પહેલી કરી. હવે ઈ શુદ્ધ પરિણમનની ભૂમિ શું ? કે, શુદ્ધ આદિ-મધ્ય-અંતરહિત વસ્તુ. એના ઉપર પરિણમન થાય છે). નાચવાની ભૂમિ એ છે. આહા..હા...! ધ્રુવ વસ્તુ તે નાચવાની પરિણમનની ભૂમિકા છે. આહા..હા....! જન્મ-મરણ (રહિત થવાની રીત તો આ છે. બાકી બધા જન્મ-મરણ કરી કરીને સૌથી નીકળી ગયા, એનો એને થાક લાગતો નથી. આહા..હા....!
ભગવાન પવિત્ર પરિણમનનું સ્થાન – ભૂમિકા તો ત્રિકાળી દ્રવ્ય છે. આહા..હા..! તેવા ત્રિકાળી દ્રવ્યને વિઢિ) એટલે કે અનુભવ કરીને. આહાહા...! ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ પરિણમનનો અખાડો – જગ્યા (છે). આહાહા....! તેને વિીિ ) વિશેષે કરીને
Page #148
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૨
અંદર પકડીને, અંદર જઈને પરિણમન કરવું. આહા..હા...! આવો માર્ગ છે.
(વિાદ્ય) ‘અનુભવગોચર કરીને...' એટલે ? અનુભવગમ્ય કરીને. અનુભવમાં જણાય જાય એમ કરીને. આહા..હા...! એ ત્રિકાળી ચીજ આનંદનો નાથ પ્રભુ ! એમાં (વિાદ્ય) (એટલે) અનુભવ કરીને. એટલે તેને બરાબર જ્ઞાનમાં લાવીને. આહા..હા...! એ સ્વરૂપમાં જઈને અથવા જ્ઞાનની પર્યાયમાં એને લાવીને. આવી વાતું છે. આહા..હા...! વીતરાગ સર્વજ્ઞ ૫રમેશ્વર થવાનો માર્ગ, થયેલાઓ થવાનો માર્ગ કહે છે. પૂર્ણ સ્વરૂપ વીતરાગ મોક્ષની મુક્ત દશા પામેલા – ભાવમુક્તિ પામેલા) તે મુક્ત થવાનો આ ઉપાય છે) એમ વર્ણવે છે.
આહા..હા...!
મુમુક્ષુ :– લીલાલહેર છે !
ઉત્તર :- આહા..હા...!
૧૩૫
‘અનુભવગોચર કરીને,...’ એટલે ? એ વસ્તુ જે અનાદિથી અગમ્ય હતી એને વર્તમાન જ્ઞાનમાં ગમ્ય કરીને. વર્તમાન જ્ઞાન તેમાં જઈને એ વસ્તુ ગ્રાહ્ય થઈ જાય, ગમ્ય થઈ ગઈ. જ્ઞાનની પર્યાયમાં એ ચીજ કેવડી છે, કેવી છે એ ખ્યાલમાં આવી ગયું. આહા..હા...! આવી વાતું છે. લોકોને આકરું લાગે. આ વ્રત ને તપ ને ભક્તિ કરતાં કરતાં (થાય એમ) એને સાધન કહો, નહીંતર તમારો એકાંત છે એમ (લોકો) કહે છે. આહા..હા...! કાંઈ નહિ, બાપુ ! એને બેઠું હોય ઈ કહે. માર્ગ તો આ છે. આહા..હા...! વ્રત ને તપ ને ભક્તિ એ તો વિકલ્પ રાગ (છે). એ તો સ્વરૂપમાં નથી અને અહીં સ્વરૂપને ગ્રાહ્ય કરવું છે એમાં રાગનું કામ (નથી), વ્યવહારનું ત્યાં કામ જ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? પહેલો નિર્ધાર – નક્કી તો કર. આહા..હા...! કે, જ્ઞાનની વર્તમાન પર્યાયને ત્રિકાળીમાં (વાઘ) એટલે ત્રિકાળીનો પર્યાયમાં અનુભવ કરીને. આહા....હા....!
‘એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ.' એટલે શું કીધું ? અનુભવગમ્ય થાય એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. આહા..હા...! એ જ્ઞાનની પર્યાયથી અનુભવ થઈ શકે અને ગમ્ય થઈ શકે એવી વસ્તુ છે. રાગ અને પુણ્યથી ગમ્ય થઈ શકે એવી એ ચીજ નથી. આહા..હા..! અહીંયાં તો ભગવત સ્વરૂપ, બધા પરમાત્મસ્વરૂપે અંદર છે. એને અવગાહે જા ! (એમ) કહે છે. સમુદ્રમાં જેમ મોતી લેવા જાય છે ને ? અંદર પેસે છે. આહા..હા...! ધ્રુવ આદિ-મધ્ય-અંત રહિત, આદિ-મધ્ય-અંતથી મુક્ત છે, રહિત છે. એવી શાશ્વત વસ્તુ ભગવાનઆત્માનું વિદ્ય) એને ગ્રાહ્ય કર વિશેષે ગ્રહણ કર. એટલે તેનો અનુભવ કર. આહા..હા...! અને તે અનુભવગમ્ય થઈ શકે એવી એ ચીજ છે. સમજાણું કાંઈ ? એ વ્યવહા૨ દયા, દાનના વિકલ્પો છે એનાથી આત્મા ગમ્ય થઈ શકે એવી (એ) ચીજ નથી. આહા..હા...! અરે......! વ્યવહારના મોટા વાંધા. ક્યાંક સાધન કહ્યું હોય તો (એને) વળગ્યા. પણ બાપુ ! ઈ તો જેને અંતર સાધન થઈ ગયું છે એને એ રાગની મંદતાનો આરોપ દઈને સાધન કહ્યું છે. શું થાય પણ ?
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કલામૃત ભાગ-૫
ભાઈ ! આહા..હા....!
અહીં તારો નાથ અંદર બિરાજે છે ને, કહે છે. આહાહા...! એને અવગાહમાં તો જ્ઞાનની દશા જ કામ આવે. આહા..હા...! દયા, દાન ને વ્રત ને ભક્તિના પરિણામ ત્યાં કામ ન કરે. આહા..હા..! કારણ કે એ તો રાગ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...!
એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ' કેવી કે, અનુભવગોચર થઈ શકે એવી. જ્ઞાનથી ગમ્ય થઈ શકે એવી. રાગ અને પુણ્યથી ગમ્ય થઈ શકે એવી એ વસ્તુ નથી. આહાહા..! છે ? આહા...હા...! “શા કારણથી ?” “સ્વયમ્ તિરસાત્ “અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી.” “તિરસનો અર્થ કર્યો. આહા...હા! સ્વયં અતીન્દ્રિય આનંદસ્વરૂપ એને જ્ઞાનથી ગમ્ય કરવાથી તેને અનાકુળ આનંદનો રસ આવે છે. આહા...હા..! માળો શ્લોક પણ કેવો ! આ સિદ્ધાંત કહેવાય ! આ..હા...! સિદ્ધ થઈ ગયેલી વસ્તુ અને સિદ્ધ થવાની વસ્તુ. આહાહા...!
કહે છે કે, “સ્વયમ્ તિરસાત્ ઈ સ્વયં વસ્તુ જે જ્ઞાનગમ્ય અને અનુભવગમ્ય થાય એ અનાકુળ આનંદરસમય છે. તેથી તેની પર્યાયમાં સ્વયં અતિ રસ આવે છે. અતીન્દ્રિય આનંદનો રસ આવે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો ઉપદેશ કેવો લાગે ? ભાઈ ! ઝીણું ઝીણું લાગે બધું. બાપા ! ભાઈ ! તારી ચીજ એવી છે અંદર, આહા..હા..! એને કહે છે, મન કામ ન કરે, ઇન્દ્રિય કામ ન કરે, રાગ કામ ન કરે એવી એ ચીજ છે.
ત્યાં તો એ અતીન્દ્રિય આનંદના રસવાળી ચીજ અનુભવગમ્ય થતાં તેને આનંદનો અતિ રસ આવે છે. આહા...હા...! રાગમાં એકાગ્ર થતાં તો ત્યાં ઝેરના રસ આવે છે. અહીં આનંદનો (રસ) છે, ત્યાં આકુળતાનો રસ છે. ચાહે તો એ પુણ્યના પરિણામ હો કે પાપના, આહા..હા..! એ બધાં આકુળતાના રસવાળા છે. આહા..હા...! સંસારના ભણતર, સંસારના ધિંધાના ભાવ એ બધા કહે છે કે, ઝેરના – આકુળતાના રસવાળા છે. આ...હા...!
ભગવાનઆત્મા ! “સ્વયમ્ તિરસાત્ સ્વયં (અર્થાતુ) જેના અતીન્દ્રિય આનંદને કોઈ પરની અપેક્ષા નથી. આહાહા....! સ્વયં અતિ અતીન્દ્રિય આનંદમય છે પણ તેના અનુભવને માટે “તિરસાત્ દશા પ્રગટે છે. એને કોઈની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આહાહા...!
સ્વયમ્ તિરસ’ એ તો “અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ...” છે તેને પામવાથી.” એમ કહે છે. આહાહા...! ભગવાન જ્ઞાનગણ્ય થતાં જ્ઞાનની પર્યાયમાં તે વસ્તુ જણાતાં જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને ઈ પામે છે. સમજાણું કાંઈ ? આવી ચીજ છે.
વેદાંતનો એક કાગળ આવ્યો છે. પરમ દિ વાંચશું બધા “ભાવનગરવાળા (આવે ત્યારે). ‘અમરેલીનો વેદાંતી છે. ભાઈએ આ બેનનું વચનામૃત આપ્યું હશે (એ) વાંચીને.... આ.હા....! એ પત્ર આવશે. પરમ દિ' વાત. ઓ.હો.હો..! આ પુસ્તક શું છે આ તે ! આ તો અનુભૂતિનો આકાર બહાર આવ્યો છે ! છે ને એમાં ? પેલો વેદાંતી (આમ લખે છે) ! કોઈ વેદાંતી
Page #150
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬ ૨
૧૩૭
છે. ભાઈએ આપ્યું હશે. આહા..હા...! એવું કોઈ પુસ્તક બહાર આવ્યું છે ! ઈ આમ રાજી રાજી થઈ ગયો, વેદાંતી ! આત્માના જિજ્ઞાસુને માટે આ પરમ સુશાસ્ત્ર છે, એમ લખ્યું છે). આહા..હા...! પણ જેને ગરજ હોય એને. જેને આત્માની ગરજ હોય એને માટે છે. ભૂખ્યાને ભોજન, તૃપ્તિ અને પુષ્ટિ. આહા..હા..! આ તો બાપુ ! માર્ગ આ છે ને, ભાઈ ! આહા..હા...!
(અહીંયાં કહે છે), “સ્વયમ્ તિરસી આહાહા.! ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ લક્ષણ સ્વરૂપ છે અને તેને જ્ઞાનગણ્ય કરવાથી તે અતીન્દ્રિયરસને પામે છે. શું કહ્યું સમજાણું ? જ્યાં હોય ત્યાં બે વાતની) વધારે મુખ્યતા કહે છે – જ્ઞાન અને આનંદ, જ્ઞાન અને આનંદ, જ્યાં આત્મા પોતાના સ્વયં જ્ઞાનથી જ્યાં અંદર ગ્રાહ્ય થાય છે – અનુભવ કરે છે, વસ્તુનો અનુભવ (થાય છે) એ જ્ઞાનગણ્યથી થાય છે. નિર્મળ પરિણતિથી અંદર ગ્રાહ્ય થાય છે. એની સાથે અતીન્દ્રિય અનાકુળ આનંદસ્વરૂપ ભગવાન પણ એમાં પમાય છે. જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદની પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહા..હા..!
એક એક શ્લોકમાં કેટલું નાનું છે! આહા..હા...! આ વીતરાગ પરમાત્મા જિનેન્દ્રદેવાના ભક્તો સમકિતી જ્ઞાની... આહાહા...! આ તો મુનિ છે. ટીકામાં મુનિ અર્થ કર્યો છે. આહા...હા...!
કહે છે કે, આત્મા વર્તમાન જ્ઞાનથી વસ્તુને (વિહ્યિ) (અર્થાત) અનુભવ કરે. આહાહા....! ત્યારે તેને અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાનને પર્યાયમાં પામે છે. અતીન્દ્રિય આનંદ પર્યાયમાં પામે છે. આહા...હા...! આવી વાત છે. આને બીજી રીતે ખતવી નાખવી, ભાઈ ! એ માર્ગ નથી. આહા...હા...! પ્રભુ ! તારા ઘરની વાત તને કરે અને તને ન રુચે અને ઘરબહારની વ્યવહારની વાતું રુચે અને એમ કહે કે એનાથી થાય. સમજાણું કાંઈ? આહા..હા...! એનું ઘર અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદમય છે. આદિ-મધ્ય-અંતથી રહિત અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એને વર્તમાન જ્ઞાનથી અવગાહતા.... આ..હા...હા...! વર્તમાન જ્ઞાનની પર્યાયને, રાગથી ભિન્ન કરેલી પર્યાયને અંતરમાં અવગાહતા જે જ્ઞાનમાં અનુભવગમ્ય થાય કે આ ચીજ છે એની સાથે અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદરસ પણ પર્યાયમાં પમાય છે. આહા...હા...! આવી વાતું છે, બાપુ ! આહાહા..!
ઓ..હો! છેલ્લો શ્લોક આ નિર્જરાનો શ્લોક છે. એક જણો કહે કે, તમે “સમયસારના બહુ વખાણ કરો છો (પણ) હું પંદરમાં દિમાં વાંચી ગયો ! બહુ સારી વાત છે, બાપા ! એમ કે, વાંચી ગયો એટલે એમાં બધું આવી ગયું અને તમે તો કહો છો કે, આવું છે ને આવું છે ને આવું છે. અરે... ભગવાન ! એના એક પદને પહોંચી વળવા મહાપુરુષાર્થ જોઈએ છે ! આહા...હા..! એને ઘણી કિંમત ચૂકવવી પડે છે. આ એક શ્લોક તો જુઓ !
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કિલશામૃત ભાગ-૫ આહા...હા...! નિર્જરાનો અધિકાર છે ને ! મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ થઈ અને સમ્યગ્દર્શન ને સ્વરૂપઆચરણની સ્થિરતા પ્રગટી. આહા...હા..! એ કર્મને નિજેરે છે. એને આટલું બંધન નથી. તીવ્ર જે અનંતાનુબંધી છે એ બંધન નથી. એને સર્વથા બંધ નથી એમ કોઈ માની લે તો એ ભૂલવાળો છે. અહીં તો “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ આહા...હા...! જે ઠેકાણે જે અપેક્ષાએ કહ્યું તે ઠેકાણે તે અપેક્ષાથી સમજવું. બીજી અપેક્ષા ઘાલમેલ કરીને સમજે તો એ વસ્તુ નહિ બેસે. આહાહા...
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? આહા...હા..! “નવમ્ વન્યું ' (નવ) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને મટાડતો થકો;” નવું બંધન જ મટાડી દે છે, કહે છે. આટલી અપેક્ષાએ, હોં ! મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે નવું આવરણ હતું એને મટાડી દે છે. સમજાણું કાંઈ ? અને એ જ મૂળ સંસાર છે. મિથ્યાત્વ એ જ સંસાર, મિથ્યાત્વ એ આસવ, મિથ્યાત્વ એ ભાવબંધ.. આહાહા..! મિથ્યાત્વ એ દુઃખનો દરિયો. આહાહા....! અને ભગવાન સુખનો સાગર એનું સમ્યગ્દર્શન એ પણ સુખના સાગરની ત્યાં ગંધ આવી છે. આહા...હા....! તિરસ”િ આવ્યું ને ? અતીન્દ્રિય આનંદનો રસ આવ્યો. આહા...હા...!
કેવો છે ઈ ? કે, તે નવા કર્મને મટાડતો થકો. એમાં સર્વથા મટાડતો થકો એમ ન લેવું). જેટલા પ્રકારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયું એટલા પ્રકારે મટાડતો થકો એમ લેવું. સમજાણું કાંઈ ? મૂળ એ જ છે), સંસારના મૂળિયાં ઈ છે. જેના ઝાડનાં મૂળ તોડ્યા એના પાંદડાં પંદર દિએ મહિને તૂટે છૂટકો. સમજાણું કાંઈ ? એમ જેણે વસ્તુના સ્વરૂપનો અનુભવ દૃષ્ટિ કરી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ કર્યો એણે મૂળ તોડી નાખ્યું. હવે અસ્થિરતાના થોડા પાંદડાં બાકી છે એ ખરી જશે. સ્વરૂપમાં સ્થિરતા કરતાં કરતાં ખરી જશે. - “જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ.” એકક્ષેત્રાવગાહ એટલે જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનાવરણાદિ પરમાણુ આવે, એક ક્ષેત્રે રહે. તેને મટાડતો થકો;” સમ્યફદૃષ્ટિ પોતાના જ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ ભગવાનને અવગાહી – અનુભવ કરીને તેના અતીન્દ્રિય આનંદના રસને પામીને નવા કર્મો એકક્ષેત્રાવગાહ આવતા હતા તેને મટાડી દે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાતું ! હજી વાત કઈ પદ્ધતિએ છે ઈ વાત પકડતાં કઠણ પડે એને અંદરમાં જવું એ તો અલૌકિક વાતું, બાપુ ! આહાહા...! અને કરવાનું હોય તો એ જ છે. આહાહા....! બાકી તો બધું ઠીક છે.
એકક્ષેત્રાવગાહ, તેને મટાડતો થકો, કેમ કે “નિર્ન: ગ્રામ: : સત: પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ સમ્યક્ત્વના સહારાના...” જોયું ? (નિનૈ: કષ્ટમ:) પોતાના અષ્ટાંગ અવયવો. સમકિત સાથે રહેનાર (ગુણો). સમકિત અવયવી (છે)
Page #152
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬ ૨
૧૩૯
અને સમકિત સાથે આઠ બોલ (ગુણ) એના અવયવ છે. એ સાથે બિરાજે છે. આહા...હા...! સમકિતના સંગે આઠ બોલ રહેલા છે. આહા..હા..! નિઃશંક, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આહા...હા...! અહીંયાં નિશ્ચયની વાત છે, હોં ! વ્યવહારના જે આઠ બોલ છે એ તો પુણ્ય – વિકલ્પ છે.
અહીંયાં તો સમ્યકની સંગત કીધાં છે ને ! પાઠ એમ છે ને ! જુઓ ! “નિનૈ. અષ્ટમ: અ:” નિજ નામ સમ્યગ્દર્શન જે છે તેની સાથે નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે આઠ અંગો રહેલા (છે). સમ્યગ્દર્શન અંગી છે એની સાથે આઠ નિશ્ચય અંગો રહેલા છે). જેને અંદર નિઃશંકપણું પ્રગટ્યું છે. પૂર્ણ પરમાત્મા હું છું એવી નિઃશંક દશા પ્રગટી છે. જેને પુણ્યના પરિણામની પણ આકાંક્ષા મટી ગઈ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? જેને પ્રતિકૂળતા (સ્વરૂ૫) શેયને દેખીને દ્વેષ થાય તે ટળી ગયો છે. જેને દ્વેષ નથી.
અમૂઢષ્ટિ. મૂઢદૃષ્ટિ ગઈ છે અને અમૂઢદૃષ્ટિ થઈ છે. આહા...હા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપના અનુભવની અંદર પ્રતીતિ જે સમ્યગ્દર્શન થયું તેના આઠ અંગ સહિત એ સમકિત બિરાજે છે. આહા..હા..! આ નિશ્ચયની વાત છે, હોં !
નિનૈઃ અષ્ટાઈમ સા: સતિ: પોતાના અષ્ટાંગથી સહિત, એમ. ‘સા: છે ને ? “નિઃશંકિત, નિઃકાંક્ષિત ઈત્યાદિ કહ્યા જે આઠ સમ્યકત્વાના સહારાના ગુણ...” સમકિતની સાથે રહેલી પર્યાય. આહા...ગુણ એટલે પર્યાય. સમજાણું? ‘ ?' આ...હા...! એ બધા એના અંગો છે. સમકિતના સહારાના સાથે રહેનારા આઠે નિશંક, નિઃકાંક્ષિત, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના (આદિ ગુણો છે). વાત્સલ્ય – પ્રેમ, અંદર આત્માનો પ્રેમ જાગ્યો છે. આહાહા..! વાત્સલ્ય અને પ્રભાવના (અર્થાત) શુદ્ધ સ્વરૂપની પ્ર – વિશેષે વૃદ્ધિ થવી. અંદર સમકિતની સાથે રહેલા આઠ અંગો છે. આહા...હા...!
એક ઠેકાણે આવે છે ને ? કે, તમે સમકિતી છો તો વાત્સલ્ય કરો, અમને સમજાવો. સમજાણું કાંઈ ? એમ કહ્યું. અરે..! પણ ઈ વાત્સલ્ય કેવું ? બાપુ ! ભાઈ ! સમકિતીને વાત્સલ્ય હોય છે એટલે જે ભૂલવાળા છે તેને તમે જઈને સમજાવો. કેમકે સમકિતનું વાત્સલ્ય એક અંગ છે. જગતના જીવોના) અનેક પ્રકાર છે.
મુમુક્ષુ :- કોઈ સમજાવવા ગયું નહિ.
ઉત્તર :- ચર્ચા કરવા માટે, સમજાવવા માટે આવવું હતું પણ તમે એને ના પાડી. અરે..! એમ કહે ને ? બિચારા એને તો એમ થાય ને ? એણે એમ લખ્યું છે કે, વાતચીત કરતા નથી. પોતાની વાત મૂકતા નથી અને કોઈની સાંભળતા નથી. એવી શૈલી છે, બાપુ ! આકરી વાત છે, ભાઈ ! આહા...હા...! જીવ ક્યાં અટકે છે અને ક્યાં ભૂલે છે ? ઈ વાતું બહુ આકરી છે, બાપા ! આહા...હા..!
સમકિતના સહારાના એ અંગો છે. આહા...હા...! એ “ભાવરૂપ પરિણમ્યો છે...”
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કલશામૃત ભાગ-૫
આહાહા..! સમકિતના નિઃશંક આદિ આઠ અંગો (છે) એવા ભાવરૂપે પરિણમ્યો છે. આહા..હા..! એને અહીં આઠ અંગ કીધાં. પેલા વ્યવહારના શુભભાવ (રૂ૫) નિઃશંક આદિ નહિ. આહા...હા...! વ્યવહાર હો, પણ અહીં તો નહિ. અહીં તો અંદરના જે નિશ્ચયના છે તેને અહીંયાં ગણવામાં આવ્યા છે. આહા...હા...! અહીં તો શુદ્ધ પરિણમન લેવું છે ને ! સમકિતનું પરિણમન શુદ્ધ અને એની સાથે આઠ અંગનું શુદ્ધ પરિણમન લેવું છે). આહા..હા..! એ શુદ્ધ પરિણમનમાં તો નિશ્ચયના નિઃશંક આદિ ગુણો) આવે. વ્યવહાર નિઃશંક, નિઃકાંક્ષિત વિકલ્પ – રાગ છે. એ અહીં ન આવે. આહા...હા...!
એ આઠ અંગરૂપે પરિણમ્યો છે એમ કીધું. પહેલું એમ કીધું ને ! સમ્યક્દૃષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપે પરિણમ્યો છે. એમ આ સમકિતપણે પરિણમ્યો છે. એમ આ સમકિતના આઠ અંગપણે પણ પરિણમ્યો છે. આહા..હા...! એ વીતરાગી પર્યાયપણે થયો છે એમ કહે છે. એક શ્લોકે તો આખા શાસ્ત્રનું રહસ્ય અંદર આવી જાય છે. “શ્રીમદ્ કહે છે ને કે, જ્ઞાનીનું એક વાક્ય અનંત આગમથી ભરેલું છે. આહા..હા...!
સાત:”નો અર્થ એ કર્યો. “વળી કેવો છે...?’ આહા..હા..! એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ?' 7 પ્રવિદ્ધ જર્મ ક્ષણં ૩પની ‘બીજાં કાર્ય એવું પણ થાય છે...” એટલે કે પરિણમન તો થયું, ઈ તો એક કાર્ય થયું પણ બીજું કાર્ય પણ ત્યાં થાય છે. આ...હા...! પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ.” આઠે કર્મ, હોં ! આઠે. આહા...હા..! પુદ્ગલપિંડ. તેનો મૂળથી સત્તાનાશ કરતો થકો.” પેલા એક વિદ્વાન) કહેતા હતા ને ? સત્યાનાશ. આઠ કર્મનો સત્યાનાશ કરી નાખ્યો. મૂળમાંથી ઉખેડી નાખે છે એમ કહે છે. આહા..હા..! તેનો મૂળથી સત્તાનાશ...” આહા..હા...એના હોવાપણાનો જ નાશ કરતો થકો કહે છે. અહીં તો આઠેય કર્મનો નાશ કીધો. ઈ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના સંબંધમાં જે આઠે કર્મ હતા એનો એ નાશ કરે છે એટલું. આમાં આઠે કર્મનો નાશ થઈ જાય તો તો થઈ રહ્યું, કેવળ(જ્ઞાન) થઈ જાય. અહીં તો નિર્જરા અધિકાર છે.
(પ્રવિદ્ધ) પૂર્વે બાંધેલ...” (પ્રવ) પ્રાદ્ધ) છે ને ? (એટલે) પૂર્વે બાંધેલા. પેલા નથી ચાર આવતા ? પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યભાવ, અત્યંતાભાવ. પ્રાગ ! પૂર્વે જે બાંધેલા એનો નાશ કરતો થકો. આહા...હા..! ઈ સહેજે થાય છે. નાશ કરવું એવું કાંઈ નથી પણ આ તો આમ શુદ્ધ પરિણમન થાય છે ત્યાં અશુદ્ધ પરિણામે બાંધેલા જે કર્મો છે એ નાશ થઈ જાય છે, એમ કહેવું છે. નાશ કરું અને નાશ થાય એ જડ છે એને કર્મ નાશ કરું એવું કાંઈ છે નહિ. જડનું નાશ થવું એટલે કે એ કર્મની પર્યાય અકર્મરૂપે થઈ જવી એ એનો તે કાળનો સ્વભાવ હતો તે થઈ છે. અહીંયાં શુદ્ધપણે પરિણમ્યો માટે કર્મને નિર્જરવું પડ્યું એમ નથી. નિમિત્તપણું આ હતું એટલે કર્મપણે થયેલી પર્યાય અકર્મપણે થાય એવો એનો સ્વભાવ છે. આહા...હા...!
Page #154
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૨
૧૪૧
મૂળથી સત્તાનાશ કરતો થકો. શા વડે ?” આહા..હા...! નિર્નોનૃમ્મોન” (નિર્ગા) શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.’ જોયું ? ‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આહા..હા...! શુદ્ધ સ્વરૂપ છે ભગવાનઆત્માનું એનું શુદ્ધ પ્રગટપણે પરિણમવું (થાય છે) એથી એને પૂર્વ કર્મનો નાશ થઈ જાય છે. આહા..હા...! એટલો એ પ્રકારનો જે મિથ્યાત્વ છે ને ! અને એ પ્રકારના જ્ઞાના૨ણાદિ નાશ થાય છે. આહા..હા...!
(‘સમયસાર’ની) મૂળ ટીકામાં ઘણું લીધું છે. એને ઘાતિકર્મ પણ છે. પર્યાયમાં ઘાત પણ પોતાથી થાય છે, હજી ચારિત્રમોહનો ઉદય પણ છે, એનો બંધ પણ છે, આસ્રવ પણ છે અને તમે એકદમ આમ કેમ કહો ? (તો સમાધાન આપ્યું છે કે), ભાઈ ! આ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવની અપેક્ષાએ વાત કરી છે. એટલું અહીં લેવું. સર્વથા લેવું એમ ન હોય. સમકિતથી સર્વથા આઠે કર્મોનો બંધ અટકી ગયો તો તો કેવળ(જ્ઞાન) થઈ જાય. (કેવળજ્ઞાન થાય) તોપણ ત્યાં હજી અશુદ્ધતા છે. ચાર કર્મ બાકી છે ને ? એટલી પોતાની અવસ્થા, હોં ! કર્મને લઈને નહિ.
‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આહા..હા...! નિર્જરાની વ્યાખ્યા આ કરી. ‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આ વૃદ્ધિની અપેક્ષાએ (કહ્યું), જોયું ? પેલા કર્મનો નાશ થાય પણ અહીં શુદ્ધ પરિણમન વધ્યું, વધ્યું એટલે એ કર્મનો નાશ થાય છે એમ અહીંયાં કહેવામાં આવે છે. ખરેખર તો કર્મનો નાશ થાય છે એ નિર્જરા, એટલા પ્રકારની અશુદ્ધતા ગળે છે એ નિર્જરા અને શુદ્ધતા વધે છે ઈ નિર્જા. એમ ત્રણ પ્રકાર ચાલ્યા. આહા..હા...! શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' થાય છે. આહા..હા..! એ નિર્જરા પૂરી થઈ. (હવે) બંધ અધિકા૨’ છે એ વિશેષ આવશે.... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કલામૃત ભાગ-૫
- બંધ અધિકાર
(શાહૂિર્તવિક્રીડિત)
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत् । आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति ।।१-१६३ ।।
ખંડાન્વય સહિત અર્થ – જ્ઞાનંયમુન્મજ્ઞતિઃ (ાનું) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ (સમુન્ગન્નતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ–અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ? “મનન્તાગૃનિત્યનિ (સાનન્દ્ર) અતીન્દ્રિય સુખ, એવી છે (અમૃત) અપૂર્વ લબ્ધિ, તેનું નિત્યમોનિ) નિરંતર આસ્વાદનશીલ છે. વળી કેવું છે ? “રું સહનાવસ્થ નાટય' () પ્રગટપણે સહનાવસ્થાં) પોતાના શુદ્ધ સ્વરૂપને (નાટય) પ્રગટ કરે છે. વળી કેવું છે ? “ધીરોઃારમ્ (થોર) અવિનશ્વર સત્તારૂપ છે; (૩ારમ) ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે. વળી કેવું છે ? ‘ના ’ સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે ? નિપfઇ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે ? “વન્યું યુન(વચં) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું પરિણમન, તેને (ધુન) મટાડતું થકું. કેવો છે બંધ ? “શ્રીન્ત’ ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે ? રસમાવનિર્મીમહાનાદેન' (રસમીવ) સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અંહકારલક્ષણ ગર્વ, તેનાથી નિર્જર ભરેલો જે (મહીનીટન) અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય, તેના વડે. શું કરીને આવો છે બંધ ? “છત્ન નીતિ પ્રમત્તે
વીર (સનં ના) સર્વ સંસારી જીવરાશિને (પ્રમત્ત વા) જીવના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે ? “રાક્રમહારસેન' () રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (૩૫) ઘણું જ અધિકપણું, એવી જે મહારન) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે; સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે, તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે.
૧–૧૬૩.
Page #156
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
માગશર સુદ ૧, રવિવાર તા. ૧૧-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૩ પ્રવચન-૧૦૨
મુમુક્ષુ :- બંધ અધિકાર' શરૂ થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :- હા, એટલે કહું છું ને ! નિર્જરા પૂરું થયું ને ? એનો અર્થ થઈ
ગયો કે નહિ ?
બંધ અધિકાર’.
૧૪૩
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत् । आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति । ।१-१६३ । ।
છેલ્લો શબ્દ છે. જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ પ્રગટ થાય છે.' આહા..હા...! કઈ રીતે ? અનંતકાળથી તો પુણ્ય ને પાપ ને મિથ્યાત્વની એ ઉત્પત્તિ કરે છે કે જે સંસારનું દુઃખ છે અને દુઃખના પરિભ્રમણમાં જવાના. આહા..હા...! જ્યારે આત્માને સમ્યગ્દર્શન થાય એની અહીંયાં વાત છે. જ્ઞાનસમુન્મન્નતિ જ્ઞાયકભાવ જે શુદ્ધ ચૈતન્યઘન એ સમુન્મન્નતિ’ સમ્યક્ પ્રકારે ઉત્પન્ન થાય છે. એટલે કે સમ્યષ્ટિ જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ (કરીને) શુદ્ધતાને પ્રગટ કરે છે. શું કહ્યું ?
‘જ્ઞાનંસમુન્મન્નતિ’‘જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ...' ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પવિત્ર પિંડ પ્રભુ ! આ..હા...! જેની પર્યાયમાં વિકાર હોવા છતાં વસ્તુ તો નિર્વિકારી શુદ્ધ ચૈતન્યઘન છે. આહા..હા...! એ શુદ્ધ જીવ એટલે જ્ઞાન. જ્ઞાન એટલે શુદ્ધ જીવ. સમુન્મન્નતિ” (અર્થાત્) સમ્યક્ પ્રકારે ‘મુત્ત્વજ્ઞતિ” (અર્થાત્) પ્રગટ થાય છે. આ..હા...! બંધને ટાળી અને પોતાનો અબંધ સ્વભાવ જ્ઞાયક ભાવ... ઝીણી વાતું બહુ ! એ જ્ઞાયકભાવને ધ્રુવ સ્વભાવ જે પ્રમત્તઅપ્રમત્ત દશાથી પણ રહિત છે... આ..હા...! એવા શાયકભાવને નિત્ય ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ કરીને, એનો સમ્યગ્દર્શનમાં સ્વીકાર કરીને એ શુદ્ધ જીવ પર્યાયમાં પ્રગટ થાય છે. અરે...! આવી વાત છે. ત્યારે તે ધર્મી (કહેવાય) અને સુખને પંથે પડ્યો. બાકી તો રાગ અને પુણ્ય
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કિલશામૃત ભાગ-૫
પાપ ને વિકાર એ હું અને વિકારના ફળ તરીકે પણ હું એમ માનનારો) મિથ્યાષ્ટિ ચાર ગતિમાં દુઃખી છે. સમજાણું કાંઈ ? એને દુઃખનું ભોજન છે. આહા..હા...! ચાહે તો એ અબજોપતિ હો ને રાજા હો, શેઠ હો પણ જેને અંદર આત્મસ્વભાવ ચૈતન્યઘનની દૃષ્ટિ થઈ નથી, તેને જોયો નથી, જાણ્યો નથી અને એ પુણ્ય અને પાપના મિથ્યાત્વ ભાવમાં દુઃખી થઈને એને વેદે છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! આવી વાત છે.
જ્યારે ધર્મી થાય છે ત્યારે “જ્ઞાનં મુન્મતિ” પેલામાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ પ્રગટ થાય છે. એને કરે છે. વેદે છે અને દુઃખને અનુભવે છે. આહા..હા..! સમજાણું? આ અબજોપતિ માણસ પણ દુઃખને અનુભવે છે એમ કહે છે. મિથ્યાદૃષ્ટિ દેવો પણ દુઃખને અનુભવે છે. આહા...હા...! આનંદનામૃત પ્રભુ ભગવાન આત્મા જેને સમ્યગ્દર્શનમાં દેખાણો નહિ, પ્રતીત આવી નથી... આહાહા...! એ જીવ ચાહે તો અબજોપતિ હો, દેવ હો, રાજા હો, શેઠ હો એ પુણ્ય વિકારી ભાવને દુઃખને વેદે છે. આહાહા...! એને સુખની ગંધ નથી.
ધર્મી જીવ... હવે દૃષ્ટિ ગુલાંટ ખાય છે. જે બંધભાવ – રાગ અને દ્વેષ આદિ બંધભાવ – દુ:ખભાવને છેદનારો સમ્યગ્દર્શન ભાવ પ્રગટ થાય છે. એ સમ્યગ્દર્શનમાં શુદ્ધ જીવ સમ્યકુ પ્રકારે ઉલ્લસે છે. આહા.હા. આવી વાત છે. જે જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ એવા સ્વભાવને જેણે પકડ્યો છે એનો જેણે સ્વસમ્મુખ થઈને સ્વીકાર કર્યો છે તે જીવને આત્મા ઉલ્લસ્યો છે – આત્મા પ્રગટ્યો છે. આહા..હા..! અજ્ઞાનીને દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામ મારા (છે) એને મિથ્યાત્વ ભાવ ઉલ્લસ્યો છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી ભાષા ! આહાહા...! બંધ અધિકાર છે ને ? એ હમણાં વિશેષ કહેશે. - પહેલો અર્થ આટલો છે. ઈ છેલ્લો શબ્દ છે. ગાથાનો છેલ્લો શબ્દ છે ઈ અર્થમાં પહેલો લીધો છે. છે ને ? ગાથામાં છેલ્લો (શબ્દ છે) જ્ઞાન સમુન્નમ્નતિ આહા..હા...! એ બંધને ટાળનારો ભગવાન આત્મા. આ..હા...હા...! જે ભૂતાર્થ ત્રિકાળ સત્ય ધ્રુવ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન એનો જેનો દૃષ્ટિમાં સ્વીકાર થયો છે, જ્ઞાનમાં તે જણાણો છે અને સ્વરૂપના આનંદમાં તેને વેચવામાં આવ્યો છે. આહાહા...! એને જ્ઞાન ઉત્પન્ન થયું એટલે આત્મા પ્રગટ થયો. આહા...હા...! આવું મોંઘું લાગે માણસને પણ) માર્ગ તો આ છે, ભાઈ ! ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા લાખ, ક્રોડ કરે. હિંસાની તો વાત જ શું કરવી ? હિંસા, જૂઠું, ચોરી, વિષય એ તો મહા દુઃખદાયક ભાવ છે પણ આ વ્રત, તપ ને ભક્તિ આદિના ભાવ પણ દુઃખદાયક ભાવ (છે), રાગભાવ દુઃખદાયક છે.
ચૈતન્ય સ્વભાવનું જ્યાં ભાન થાય છે... આહા...હા.... જેમાં એ પુણ્ય-પાપ ને રાગ છે નહિ પણ જેનામાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ને સ્વચ્છતાનો ભંડાર પ્રભુ પડ્યો છે... આહા...! એનું જેને ભાન થાય છે, સમ્યગ્દર્શનમાં આનંદની પ્રતીતિ થાય છે એને આત્મા ઉલ્લસ્યો છે એમ કહે છે. આહાહા....! એને પર્યાયમાં આનંદની સ્વભાવની
Page #158
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
ભરતી આવે છે. અજ્ઞાનીને પર્યાયમાં વિકારની ભરતી આવીને દુઃખી થાય છે. આહા..હા...!
સમજાણું કાંઈ ? એ પહેલા શબ્દમાં જ આટલું નાખ્યું છે !
ભગવાનઆત્મા ! શુદ્ધ ચૈતન્યઘન સમ્યક્ પ્રકારે સાચી રીતે સત્ય છે તે ઉત્પન્ન થાય છે. જેવું તેનું સત્ય સ્વરૂપ છે... આહા..હા...! એવું સમ્યક્દષ્ટિને પર્યાયમાં નિર્મળ દશા ઉત્પન્ન થાય છે એ જ્ઞાન સમુન્મન્નતિ’નો અર્થ છે. આહા..હા..! આને ધર્મ કહેવાય છે. જોકે ધર્મ ચારિત્ર છે પણ એનું મૂળ આ છે એટલે ત્યાંથી ધર્મના કારણની શરૂઆત થાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
‘જ્ઞાન સમુ—ન્નતિ’‘ભાવાર્થ-અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે.’ જીવનું શુદ્ધ (સ્વરૂપ). પુણ્ય અને પાપના રાગના વિકલ્પથી રહિત (શુદ્ધ સ્વરૂપ છે). એ પુણ્યપાપના વિકલ્પ) તો ક્ષણિક વિકૃત અવસ્થા છે. વસ્તુ છે તે એનાથી નિત્ય ધ્રુવ વસ્તુ ભિન્ન છે. આહા..હા..! એ શાયક સ્વભાવ જેને (સમયસાર’ની) છઠ્ઠી ગાથામાં કહ્યું ને ? ॥ વિ હોવિ અલ્પમત્તો ન પમત્તો નાનો ટુ નો માવો' આહા..હા...! જે વર્તમાન પ્રમત્તઅપ્રમત્ત દશાઓના ગુણસ્થાનના ભેદ છે તે તેમાં નથી. આહા..હા...! એ તો જ્ઞાયક ચૈતન્યચંદ્ર શાંતિ અને આનંદના રસથી ભરેલો પ્રભુ ! એનો જ્યાં અંતરમાં આશ્રય થાય છે, એને અવલંબે છે, એને પડખે જાય છે, જે રાગ ને પુણ્યને પડખે અનાદિનો છે એ પડખું ફેરવી નાખે છે. આવી વાતું છે. પડખું સમજતે હૈં, શેઠ ? કરવટ ! આમ (હોય તો) કરવટ આમ કરી નાખે. (અર્થાત્) દિશા ફેરવે છે.
૧૪૫
અનાદિનો વિકારના ભાવને પડખે ચડીને તે હું છું એમ સ્વીકાર કર્યો છે તે મિથ્યા જૂઠી દૃષ્ટિવંત દુ:ખી છે. ત્યારે ધર્મી... અહીંથી શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આહા..હા...! ‘કહે છે’ એનો અર્થ એ પ્રગટ થાય છે એને ‘કહે છે’ (કહે છે). આહા....હા....! સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરે જે આત્મા શુદ્ધ ધ્રુવ કહ્યો છે તેને જે જીવ અવલંબે છે... આહા..હા...! તેને તે ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા ઉત્પન્ન થાય છે એ આત્મા શુદ્ધપણે ઉલ્લસ્યો – પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. છે ?
કેવું છે શુદ્ધ જ્ઞાન ” હવે વિશેષ (કહે છે). આ..હા..હા...! માનન્દ્રામૃતનિત્વમોનિ આહા..હા...! જેમ અજ્ઞાનમાં અનાદિ પુણ્ય અને પાપના ભાવ અને તેના ફળ હું એવી માન્યતામાં દુઃખી હતો, એ દુઃખનો વેદતો (હતો). નિત્ય કાયમ એ દુઃખ વેઠતો. આહા..હા...! ત્યારે એનાથી દૃષ્ટિ ફરી અને સમ્યગ્દર્શન એટલે સત્ય જેવી પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ સત્ય નિત્યાનંદ પ્રભુ ! એનો જ્યાં અંત૨માં સન્મુખ થઈને સ્વીકાર થયો એને આનંદરૂપી લબ્ધિનો – અમૃતનો અનુભવ છે. આહા..હા...! ધર્મીને આનંદના અમૃતનું ભોજન છે. આ..હા..હા...! અજ્ઞાનીને રાગ ને દ્વેષના દુઃખના ભોજન છે, ઝેરના ભોજન ખાય છે. વાતે વાતે ફેર બહુ !
આહા..હા...!
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ – એને લોકો મજા કહે.
ઉત્તર :દુનિયા પાગલ છે તો પાગલ મજા કહે ને ? ગાંડી દુનિયા, પાગલ (છે). પૈસા તો કરોડ ને બે કરોડ, પાંચ-પચાસ કરોડ થાય ત્યાં આ સુખી છે એમ પાગલો એને સુખી કહે. આહા...હા...! એમ લાખ લાખનો મહિને પગાર આવતો હોય એવા મોટા કાર્યકર્તાઓને લોકો સુખી કહે. મૂઢ લોકો પાગલ એને સુખી કહે. વાતમાં ફેર (છે), પ્રભુ ! આહા..હા..!
અહીંયાં તો કહે છે, માંગલિકની શું શરૂઆત કરી ? આ..હા...હા...! “બંધ અધિકાર શરૂ કરતાં તેનો નાશ કરનારો કેવો છે એની વાત કરી. આહા...હા...! અહીં તો ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પરમેશ્વરની આ વાણી છે. સંતો એ દ્વારા જગતને કહે છે. આહા...હા...! ભાઈ ! ભગવાન અતીન્દ્રિય અનંત આનંદનું ઘર, અતીન્દ્રિય અનંત આનંદનું સ્થાન ભગવાન આત્મા છે. આ.હાહા....! “સ્વંય જ્યોતિ સુખધામ” એ આનંદનું સ્થળ છે પ્રભુ કહે છે. આહાહા.! અતીન્દ્રિય અમૃતના આનંદનું એ સ્થળ – જમીન છે, ભૂમિ છે. એમાંથી અતીન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય છે. આહાહા...!
કહે છે, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પવિત્ર છે એવું જે સમ્યગ્દર્શનમાં ભાન થયું ત્યારે તેને શું થાય છે ? ‘આનન્દ્રામૃતનિત્યમનિ “અતીન્દ્રિય સુખ, એવી છે.' જોયું ? ભાષા અમૃત (વાપરી છે). અમૃતનો અર્થ કર્યો “અપૂર્વ લબ્ધિ ...” આહા..હા...! એટલે ? જે પુણ્ય-પાપના ભાવને દુઃખને ભોગવતો હતો તે હવે) આ અપૂર્વ લબ્ધિ છે (તેને ભોગવે છે). અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ તે અપૂર્વ લબ્ધિ – અમૃત છે એમ કહે છે. અ-મૃત છે કે નહિ? જીવતી જાગતી
જ્યોત અંદર છે ! આહા...હા...! જેવો જીવનો અમૃત અને અતીન્દ્રિય આનંદ સ્વભાવ જીવતો (છે) એવી જ પર્યાયમાં જીવતી અનંત આનંદના અમૃતની લબ્ધિ પ્રગટી છે કહે છે. આ..હા...હા..!
મંગલિકમાં નથી આવતું ? “અંગૂઠે અમૃત વરસે લબ્ધિ તણા ભંડાર એ નહિ, બાપુ ! આ..હા...! ભાઈ ! તારી ચીજ આવડી મોટી છે. પ્રભુ ! તને ખબર નથી. તારો ભગવાન તો અંદર અતીન્દ્રિય આનંદના રસથી છલોછલ ભર્યો છે. આહા...હા..! ભારે મંગલિક કર્યું છે ને ! આહા..હા...!
મુમુક્ષુ :- આપે માંગલિક શરૂ કર્યું.
ઉત્તર :- આહા..હા..! એવો અંદર ભગવાન આત્મા અનંત આનંદના અમૃતના સ્વરૂપથી ભરેલો છે અને પર્યાયમાં આનંદનું અમૃતપણું – અપૂર્વ લબ્ધિ પ્રગટે છે. પૂર્વે કોઈ દિ' પ્રગટી નહોતી એમ કહેવું છે. આહાહા..! સ્વર્ગના ભવ કર્યા, મુનિપણામાં) પંચ મહાવ્રત પાળ્યા, હજારો રાણી છોડી દીક્ષા લીધી પણ એ બધી રાગની ક્રિયા હતી. આહા..હા...! આ આનંદ અપૂર્વ લબ્ધિ છે એમ કહે છે. આ..હા...હા...! આવી વાતું છે, ભાઈ ! એટલે લોકોને આકરું
Page #160
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
૧૪૭
લાગે છે). બિચારાને એવું લાગે કે, “સોનગઢવાળા તો એક નિશ્ચયની જ વાત કરે છે, વ્યવહારની (વાત) નથી કરતા. નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે ખરેખરું. નિશ્ચય એટલે વ્યાજબી, ભૂતાર્થ, છતો પદાર્થ તે નિશ્ચય. આહા...હા...! આવી વાત છે પણ અત્યારે લોકોને મુશ્કેલી પડી ગઈ.
ભાષા દેખો ! “માનન્દ્રામૃત” એટલું તો ઠીક પણ નિત્યમોનિ ! આહા...હા...! “અતીન્દ્રિય સુખ, એવી છે અપૂર્વ લબ્ધિ, તેનું નિરંતર આસ્વાદનશીલ છે. શુદ્ધ જીવનું ભાન થતાં પર્યાયમાં આનંદઅમૃત(ની) અપૂર્વ લબ્ધિ થઈ તેનો તે ધર્મી નિત્ય અનુભવ ભોજન કરનારો છે. આહા..હા..! કહો, સવારમાં ચાનો દોઢ-પા શેર ઉકાળો જોઈએ, દસ વાગે રોટલા (જોઈએ), બપોરે કંઈક કરતા હશે અને સાંજે વળી પાછા ભજિયા-ફજિયા ને પૂરી ને ઢીકણું ને પૂછડું. આહા..હા...! દુઃખને ભોગવે છે બિચારા, ઈ વસ્તુને નહિ. આહા..હા..! ભાઈ ! તે વસ્તુ તો પર છે, જડ છે અને આત્મા કેમ ભોગવે ? ભગવાન આત્મા તો અરૂપી છે, જેમાં રંગ, ગંધ, રસ, સ્પર્શ નથી. એ રંગ, ગંધવાળી વસ્તુને કેમ ભોગવે ? આહા...હા...! આની સામે વાત ચાલે છે. આ માનન્દ્રામૃતની સામે. એ તો દુઃખને ભોગવે છે), રાગ-દ્વેષના પરિણામને – દુઃખને ભોગવે છે. આહાહા...! તે પણ એ નિત્યભોજી છે. (એટલે) નિરંતર (ભોગવે છે). અજ્ઞાનીને નિરંતર... આહાહા...! દુઃખના કોળિયા છે, એને દુઃખના ભોજન છે. ભાઈ ! આવી વાતું છે, બાપા ! આહા..હા...!
એ વસ્તુ મુકત જ છે. ભગવાન સ્વરૂપ મુક્ત છે તેનું પર્યાયમાં ભાન થયું તો એટલો પર્યાયમાં મુક્ત થઈ ગયો. આહાહા....! શું કીધું છે ? એ છેલ્લા કળશમાં આવશે. એક કોર મુક્તિને સ્પર્શે છે, એક કોર સંસારને સ્પર્શે છે). આહા...હા.! ભાઈ ! ઝીણી વાતું છે ને, બાપા! આ તો અપૂર્વ – અનંતકાળમાં કોઈ દિ એક સેકંડ થયું નથી. એવો અનંતકાળ.... અનંતકાળ.. આહા..હા...! મુનિપણા પાળ્યા, પંચ મહાવ્રત લીધાં છતાં એ તો રાગ અને દુઃખ છે, ભાઈ ! તને ખબર નથી. આહા...હા...! ભગવાન આત્માનો સ્વભાવ એ રાગ નહિ, દુઃખ નહિ. આહા...હા...!
અતીન્દ્રિય આનંદના ખોરાકથી ભરેલો છે. આહાહા...! એ સમકિતી જીવ એ અતીન્દ્રિય આનંદનું ભોજન નિત્ય અનુભવે છે. આહા..હા..! આવી વ્યાખ્યા ! જ્ઞાની આહાર-પાણી લેતો હોય, (એ) ખાતા વખતની ક્રિયા કંઈ એની નથી, એ તો જડની છે. એ તરફનો જરીક રાગ થાય છે પણ રાગથી ભિન્ન પડેલા ભગવાનનો આનંદનો સ્વાદ તો એને નિરંતર છે. આહા...હા....! છે ?
“અતીન્દ્રિય સુખ,” આંદની વ્યાખ્યા કરી. અને અમૃતની વ્યાખ્યા કરી – મરે નહિ એવી “અપૂર્વ લબ્ધિ...” જીવતોજાગતો ભગવાન જ્યાં જાગ્યો... આહાહા..! સમ્યગ્દર્શનમાં જ્યાં એનું ભાન થયું ત્યાં કહે છે કે ત્યાં આનંદની અપૂર્વ લબ્ધિ પ્રગટી. આહા...હા...!
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કલશામૃત ભાગ-૫ કહો. લબ્ધિતણા ભંડાર આ છે ! લોકો બહારના ચમત્કાર દેખે ને હા.. હો ને હા... મરી ગયા છે એમને એમ ! પરદેશમાં જાય ને પછી કાંઈ બે-પાંચ હજાર, દર હજારનો પગાર થાય. ત્યાં તો દસ હજારના પગાર પેલા ભંગ્યાને પણ હોય ! મહિને પચીસ-પચાસ હજાર પગાર થાય ત્યાં જાણે કે, આપણે ઓ..હો.હો...! એનો બાપ પણ એમ માને કે ઓ.હો...! છોકરો કર્મી જાગ્યો. કર્મી જાગ્યો (એટલે) પાપી (જાગ્યો). આહા...હા..! એ દુઃખનો વેદનારો
છે.
અહીંયાં ધર્મી ગરીબ હોય જેને એક રોટલા ખાવાના સાધન પણ ન હોય.. આહાહા...! સમજાય છે કાંઈ ? પણ જેને આત્માના આનંદના નાથની જ્યાં સંભાળ થઈ... આ.હા...હા...! અતીન્દ્રિય અમૃતના સાગરરૂપ ભગવાન આત્મા ! એને શ્રદ્ધા અને જ્ઞાનમાં લઈને અતીન્દ્રિય આનંદ જ્યાં પર્યાયમાં આવ્યો... આહા...હા...! એ ગમે તે પ્રસંગમાં એ અતીન્દ્રિય આનંદનો જ ભોજી છે. આહા..હા..! આવું સ્વરૂપ છે.
આ આનંદસ્વરૂપ છે એનું હજી ભાન પણ નથી અને આ વ્રત ને તપ ને ભક્તિમાં ધર્મ માનીને આનાથી કલ્યાણ થાય, એ દૃષ્ટિ તો મિથ્યાત્વ છે. આહાહા..! આવી વાતું છે. મિથ્યા એટલે જૂઠી દૃષ્ટિ છે અને આ ત્રિકાળી આનંદના નાથને રાગરહિત અનુભવવો, જાણવો એ સમ્યગ્દર્શન છે. સત્યદૃષ્ટિ છે, સાચી દૃષ્ટિ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
નરકના નારકી જીવો પણ સમ્યફદૃષ્ટિ છે. “શ્રેણિક રાજા લ્યોને, અત્યારે ત્યાં પહેલી નરકે છે ને ? તીર્થકર થવાના છે. આવતી ચોવીશીના ભગવાન ત્રિલોકનાથ તીર્થકર થવાના છે. આહા..હા..! એ અત્યારે નરકમાં છે. ચોરાસી હજાર વર્ષની સ્થિતિ છે). આહા...હા..! એને રાગ છે તેટલું દુઃખનું વેદન છે પણ અહીંયાં આ બાજુ આનંદનો અનુભવ પણ સાથે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? ટ
જુઓને, કાલે વાત નહોતી કરી ? એક ક્ષણના દુ:ખ પ્રભુ શું કહીએ ? કહે છે. એક ક્ષણનું નારીનું દુઃખ સંયોગનું નહિ, હોં ! અંદર વિકારનું દુઃખ (છે) એની વ્યાખ્યા કરવા કરોડો જીભ અને કરોડો ભવ હોય તોપણ) એક ક્ષણના દુઃખની વ્યાખ્યા કરી ન શકે. આહાહા...! એવા દુઃખમાં પ્રભુ તેં અસંખ્ય અબજો વરસ ગાળ્યા. કેમ ગાળ્યા અને કેમ થયું ? આહા..હા..! અને જેની શરીરની દુર્ગધ એટલી, નારકીના શરીરની દુર્ગધ એટલી કે એક આટલો કટકો જો દુર્ગધનો અહીં લાવે તો પાંચસો ગાઉના માણસો મરી જાય ! અરે! પ્રભુ ! અસંખ્ય અબજ વરસ ત્યાં ગાળ્યા ! શું છે આ તે ? આહાહા..! વસ્તુ છે અને જ્યાં સુધી એની મુદત છે ત્યાં સુધી શું થાય ? ગમે તેટલા ટૂકડા થાય, દુઃખ થાય.... આહા..હા..! પરમાધામી શરીરના ટૂકડા કરે તો ટૂકડા પાછા ભળી જાય, ભેગા થઈ જાય. આહા...હા..!
Page #162
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
૧૪૯
અહીં કહે છે કે, જેણે બંધ અને આત્માના બે ટૂકડા કર્યા, જુદા (કર્યા. આહા...હા...! હવે એ સ્વભાવ પ્રગટ્યો ઈ હવે કોઈ દિ જુદો પડે નહિ. આ.હા..હા...! આવી વાતું લોકોને એવી આકરી) લાગે. અભ્યાસમાં નહિ અને પરિચયમાં નહિ, સાંભળવા મળે નહિ, બહારની હો...હા, હો.હા... હો.હા.. અપવાસ કર્યા છે ને આ બાળ બ્રહ્મચારી દીક્ષા લે છે ને એનો સત્કાર કરી ને એને નાળિયેર આપો ને હાર પહેરાવો ને... આહા..હા...! ધૂળેય દીક્ષા નથી, બાપા ! દીક્ષા કોને કહેવી ? ભાઈ ! દીક્ષા તો ચારિત્ર છે. ચારિત્ર પહેલાં સમકિત કોને કહેવું એની ખબરું ન મળે અને એને દીક્ષા થઈ ગઈ? આહા..હા....!
અહીં કહે છે કે, ધર્માત્મા જેને સમ્યગ્દર્શન શરૂઆતની પહેલી દશા થઈ તે આનંદઅમૃતનું નિત્ય ભોજન કરે છે, કહે છે. આહા...હા..! શાંતિ અને આનંદને એ વેદે છે. ભાષા જુઓને !
સાનઃામૃતનિત્યપોનિ ! આહાહા...! ભાઈ ! કોઈ દિ ક્યાંય સાંભળવા મળે નહિ એવી આ વાત છે. આહા...હા..! અજ્ઞાની અનાદિથી મુનિ થયો તોપણ દુઃખના વેદનને કાયમ વેદે છે. આહા..હા..! ત્યારે સમ્યક્દષ્ટિ જીવ અતીન્દ્રિય આનંદના નાથને જગાડ્યો છે ને ! તેથી એની પર્યાયમાં પણ આનંદની અપૂર્વ અમૃત લબ્ધિ પ્રગટી કહે છે. પૂર્વે અનંતકાળમાં નહોતું તે અપૂર્વ લબ્ધિ) પ્રગટી, કહે છે. આહા..હા..! અને જેના ફળ તરીકે કાર્ય તરીકે અનંત આનંદ સિદ્ધ થશે એને તો અનંત આનંદનો અનુભવ થશે). આહા..હા..! અનંતાનંત અનંતાનંત એવો આનંદ ત્યાં પ્રગટશે). અહીંયાં પણ આનંદામૃતનો ભોજી (છે). આ..હા...હા...! એ પ્રતિકૂળ પરિષહ અને ઉપસર્ગ વખતે પણ એનો આનંદનો અનુભવ છે ઈ ખસતો નથી. સમજાણું કાંઈ? કદાચિત કોઈ સંતોને, મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા પણ એ અમૃતના ભોજનથી તે ખસ્યા નથી. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ! આહા...હા...! આ એક શબ્દએ તો ગજબ કર્યો છે ! વસ્તુની સ્થિતિ (આ છે).
માનન્દ્રામૃતનિત્યમોનિ ! આહા...હા...! “નિરંતર આસ્વાદનશીલ છે.” ભાષા જુઓ ! નિરંતર આસ્વાદનશીલ છે. અતીન્દ્રિય આનંદનો નિરંતર ભોગવટો એ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહાહા...! છે ? ભાષા જોઈ ? આહા..હા..! “નિત્યમોનિ” એનો આમ (અર્થ થાય). નિત્ય' (એટલે) નિરંતર આસ્વાદનશીલ છે.” આસ્વાદન સ્વભાવ છે. આહા...હા...!
“એવી છે અપૂર્વ લબ્ધિ . આહા..હા...! “વળી કેવું છે ?” એ જ્ઞાન. એટલે આત્મા પ્રગટ્યો ઈ (કેવો છે) ? “ સહનાવસ્થ નાટયનું આહાહા...! સમ્યક્રદૃષ્ટિ જીવને આત્માનું પરિણમન શુદ્ધ થઈ ગયું. આહા..હા...! એથી એને પ્રગટપણે...” “હન” પોતાના શુદ્ધ સ્વરૂપને.... “સહનાવસ્થા' (શબ્દ) છે ને ? “સહનાવસ્થ” “પોતાના શુદ્ધ સ્વરૂપને...” જોયું ? સહજ અવસ્થા એટલે પર્યાય ન લીધી. સ્વભાવિક અવસ્થા એટલે સહજ ધરનારો એવો ભગવાન. આહા...હા...! સમજાણું કાંઈ ? બાપુ ! આ તો ત્રણલોકના નાથના માર્ગની વાતું છે, ભાઈ ! આ કોઈ વાર્તા, કથા (નથી). આહાહા...! પરમેશ્વર થવાની વાતું છે,
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કિલશામૃત ભાગ-૫
બાપા ! તું પરમેશ્વર છો ! સ્વરૂપ તો તારું પ્રભુ ! તું ભગવતસ્વરૂપ જ છો. આહાહા....! એ ભગવત્ સ્વરૂપમાંથી પૂર્ણ ભગવત દશા પ્રગટ થશે. એના પહેલાં હજી સમ્યગ્દર્શનમાં પણ... આહા...હા...! અતીન્દ્રિય આનંદનો નમૂનો આવ્યો. આહા...હા...! કે, આ આત્મા તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ ?
હેનાથ' (કીધું) પણ ત્યાં અવસ્થા ન લીધી. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ લીધું. આહાહા...! એને (નાટયપ્રગટ કરે છે. જોયું ? એટલે શુદ્ધ સ્વરૂપને પરિણમાવે છે. (નીટ) એટલે નાચે છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! એને સમ્યકુદૃષ્ટિ પરિણમાવે છે. શુદ્ધપણે પરિણમે છે. આવી વ્યાખ્યા છે. આહા...હા...! “સહનાવસ્થ અવસ્થા એટલે અહીં પર્યાય ન લીધી. અહીંયાં સહજ સ્વરૂપ જે ત્રિકાળી તેને (નીટ) એટલે પર્યાયમાં પરિણમાવે છે. ત્યાં પર્યાય લેવી. સમજાણું કાંઈ ? આહાહા.!
“પઢનાવસ્થા સ્વભાવિક સહજ મૂર્તિ પ્રભુ! અણઆદિ અને અમઉત્પન્ન અને અવિનાશી એવો ઉત્પન્ન અને વ્યય વિનાની ચીજ જે ત્રિકાળી આનંદ પ્રભુ ! એવી ચીજને નાચે છે. (નીટ) પ્રગટ કરે છે. એ પરિણતિ – પર્યાયમાં તે શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. આહાહા...! સહજ અવસ્થાનો અર્થ ઈ કે સ્વભાવિક વસ્તુ જે શુદ્ધ ચિદૂઘન આનંદકંદ પ્રભુ ! એને પર્યાયમાં પ્રગટ કરે છે. નાચે છે... નાચે છે. પર્યાયમાં નાચે છે એટલે પરિણમે છે. આહા..હા..! આવી વ્યાખ્યા ! પેલા તો કહે, દયા પાળો ને ઈચ્છામિ પડિકમ્પણા ઇરિયા... તસ્સ મિચ્છામિદુક્કડમ્ લ્યો ! થઈ ગયું. ધૂળેય નથી, ભાઈ ! તું (ભ્રમણામાં પડી ગયો). બાપા ! તને ખબર નથી. આહાહા..!
જિનેન્દ્ર વીતરાગ પરમેશ્વર પૂર્ણ આનંદને પ્રાપ્ત પરમાત્મા એને ઇચ્છા વિના વાણી નીકળી એ વાણીમાં તો પ્રભુ આ આવ્યું છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
“શુદ્ધ સ્વરૂપને.” (નીટ) ત્યાં પરિણમન લીધું. સહજ અવસ્થામાં ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ લીધું. સમ્યકુદૃષ્ટિ તેને પર્યાયમાં પ્રગટ કરે છે) એટલે પરિણમાવે છે. આહા...હા...! જે રાગ અને વિકાર રૂપે પરિણમતો – થતો હતો એ હવે શુદ્ધપણે થાય અને પરિણમે છે, નાચે છે. આવી વાતું !
મુમુક્ષુ :- અધ્યાત્મની મસ્તી છે.
ઉત્તર :- મસ્તી છે. વસ્તુ છે ને ? વસ્તુસ્થિતિ આ છે. આહા...હા...! આવી વસ્તુ કાંઈ ‘અમેરિકા અમેરિકામાં મળે એવી નથી. ભાઈ ! આ બહાર રખડે છે ને ? લંડનને
ત્યાં આવી વસ્તુ સાંભળવા પણ મળે એવું નથી. ત્યાં પચીસ-પચીસ હજારનો પગાર મળે ને ધૂળ મળે એમાં આત્માને તો નુકસાન – દુઃખ છે. આહા..હા..! આ...હા...હા...! આવી વાતું છે, બાપા ! આહા..હા...! ધૂળના ઢગલા ભાગે એમાં રાજી થઈ જાય. અહીં તો અંદર આનંદનો ઢગલો ભાળે ત્યાં આનંદથી રાજી થઈ જાય એમ કહે છે. આહા...હા.! એના
Page #164
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
૧૫૧
સ્વભાવમાં તો અતીન્દ્રિય આનંદનો ઢગલો પડ્યો છે. ભર. ભર ! “ભર' શબ્દ આવે છે ને ? આપણે ગાડાનો ભર નથી કહેતા ? ગાડામાં ભર ભર્યો છે. એ “ભર’ શબ્દ આપણે આવે છે. શાસ્ત્રમાં તો બધા શબ્દો છે. એમ ભગવાન આનંદનો ભર છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનો ભર – આખું ગાડું ત્યાં ભર્યું છે. આહા..હા..! એને સમ્યફદૃષ્ટિ જીવ પર્યાયમાં પરિણમાવે છે. જેટલા ગુણો છે તેટલાનું શુદ્ધ પરિણમન અંશે બધું પરિણમે છે. તેથી એમ કહ્યું ને ? સમ્યક્રદૃષ્ટિ – “સર્વ ગુણાંશ તે સમ્યફ “શ્રીમદ્ એમ કહ્યું અને ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્ઞાનાદિ એકદેશ પરિણમે છે). એકદેશ એટલે બધા ગુણોનો એક ભાગ જેને પ્રગટ થયો છે. સર્વજ્ઞને જ્ઞાનાદિ પૂર્ણ ગુણની પૂર્ણ પર્યાય જેને પ્રગટ થઈ છે. આહા..હા..!
અહીંયાં કહે છે કે, સમ્યક્દૃષ્ટિ જીવ “સહનાવસ્થા' સહજ સ્વરૂપ જે પ્રભુ ધ્રુવ નિત્યાનંદ ! એને પર્યાયમાં પરિણમાવે છે. આહાહા..! એને શુદ્ધ પરિણમન વહે છે. આહા..હા..!
“વળી કેવું છે ?” કેવું છે આત્માનું સ્વરૂપ ? ધીરઉદાર, ધીર (અર્થાતુ) જેની અવિનાશી સત્તા છે. ધીર એટલે જેની અવિનાશી સત્તા છે, ધીરું છે. જેની સત્તા એટલે ભગવાન આત્માનું હોવાપણું અવિનશ્વર છે, ધીરું છે, શાશ્વત છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આ.હા...! ધીરું છે. ભગવાન આત્માનું સ્વરૂપ ધીરું છે. ધીરું એટલે જેમ ધીરજવાળો માણસ છે એમ આ ધીર છે, ધ્રુવ છે. ભગવાનઆત્માનો સ્વભાવ અવિનશ્વર છે. આહાહા...! એવી સત્તા છે. નાશ ન થાય એવી એની સત્તા છે. નાશ ન થાય એવું જેનું હોવાપણું છે. આહા..હા..!
આ મરતા કહે ને ? એ. જીવ ગયો, મરી ગયો. મરે કોણ ? (શ્રોતા : પાછો થયો). પાછો થયો એટલે આ ભવમાંથી નીકળીને બીજા ભવનમાં ગયો, એને પાછો થયો એમ કહે. રખડવા માટે) બીજે ગયો એમ. આહા...હા...! અહીં માણસ હોય ને મરીને પાછા કૂતરાના કુંખે બચ્ચે થાય. અર..૨.૨..! એણે આવા અવતાર કર્યા, બાપા ! તેને મટવાનો ઉપાય અહીં કહે છે. પહેલાં બંધનો નાશ કરનારો કેવો છે એની વાત કરી). બંધને રાખનારો તો કેવો છે ? ઈ તો મિથ્યાદૃષ્ટિ અનાદિથી છે, કહે છે. આહા...હા...! ભાવબંધ છે ને ? એને નાશ કરનારો ભગવાન છે કેવો ? આહા...હા...! કેવો છે ? ધીર છે.
(૩ઢાર) “ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે.” ત્રિકાળી સત્તા છે અને વર્તમાનમાં પરિણમનની શુદ્ધ અખંડ ધારા વહે છે. શુદ્ધ જીવ પ્રગટ્યો છે ને ? એટલે અખંડ ધારા ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે.” વસ્તુ તો અવિનાશી છે પણ પર્યાયમાં ધારાપ્રવાહ રૂપે બદલવું – પરિણમવું એ એનો પર્યાયસ્વભાવ છે. આહા..હા...સમજાણું કાંઈ ?
“વળી કેવું છે ? આ જ્ઞાન અટલે આત્મા. “મની “સર્વ દુઃખથી રહિત છે.” આહા..હા...! જેમાં શારીરીક, માનસિક કોઈ દુઃખ જેમાં નથી. આ..હા.. જેમાં આત્માનું સુખ છે, આત્મિક સુખ છે. એમ કહે છે ને ? આ શારીરીક દુઃખ, માનસિક દુઃખ. એ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨
કલશામૃત ભાગ-૫
કોઈ દુ:ખ નથી, ત્યાં તો આત્મિક સુખ છે. અનાકુળ છે. એટલે નકારથી કહ્યું ને ? આકુળતા રહિત છે એમ કહ્યું, દુઃખ રહિત છે એમ કહ્યું. અસ્તિથી કહે તો સુખરૂપ છે પણ નાસ્તિથી (કહે તો) આકુળતા રહિત છે એટલે દુઃખ રહિત છે.
સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે ?” જ્ઞાન. અહીં માથે જ્ઞાન આવ્યું છે ને ? ‘જ્ઞાનસમુન્મન્નતિ’ ત્યાંથી શબ્દ ઉપડ્યો છે. જ્ઞાન એટલે આત્મા. એટલે કેવું કેવું (છે) એમ કરીને જ્ઞાનને કહે છે. ની પધિ” “સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે.' આહા..હા...! ભગવાનઆત્મા અને એની પરિણિતમાં પણ એ જીવ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. આહા..હા...! વસ્તુ છે એ તો સર્વ કર્મથી રહિત જ છે પણ જે વસ્તુની પરિણતિ પ્રગટ થઈ, દૃષ્ટિ (પ્રગટ થઈ) એ પર્યાય પણ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. આહા..હા...! જુઓ ! આ સંતોની વાણી તો જુઓ ! દિગંબર મુનિઓ.... આ..હા..હા...! અમૃતનો વારસો મૂકી ગયા છે ! આહા..હા...!
એનો બાપ પેલી ધૂળ – પૈસા મૂકી જાય. વારસો ! અને બે-ચાર છોકરા હોય તો મરતા કૂંચી રાખતો હોય ને ? મરી જાય (એટલે) તરત મોટો (દીકરો હોય એ) કૂંચી લઈ લે. આ થયું છે ને ? આ તો બધું થયેલાની વાત છે. નામ, ઠામ, ગામ બધી ખબર છે. આહા..હા...! બધા લૂંટારા છે. લૂંટારાની ફોજ છે. નિયમસાર'માં કહ્યું ને ? ધૃતારાની ટોળી છે. બાપને દીકરા ધૂતારાની ટોળી, દીકરાને બાપ ધૂતારાની ટોળી, બધી ધૂતારાની ટોળી છે. ભાઈ ! આહા..હા...! એને મોટો કર્યો, આ બધું કર્યું. શું કરવા ? હવે ઘડપણમાં અમને બરાબર પાળ, બધી સગવડતા દે. એક-બે નોકર રાખી દે, આમ કરી દે, આમ કરી દે. તારી મા મરી ગઈ છે તો એક રાંધણ રાખ અને બધી સરખાઈ કર. લૂંટારા આ છે. આહા..હા...! ‘નીરુધિ’‘સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થયું શાન પ્રગટ થાય છે ?” (જ્ઞાન) એટલે આત્મા. સમ્યાન અંદર પ્રગટ થાય તે. જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા કેવી રીતે પ્રગટ થાય છે ? આહા..હા...!
વન્થ ઘુનત્‘જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડરૂપ પરિણમન....' એટલે કર્મરૂપ પર્યાય. ‘તેને મટાડતું થયું.’ નિમિત્તથી કથન છે. ખરેખર તો અશુદ્ધતાને ટાળતું થયું. એટલે ત્યાં કર્મ એની મેળાએ ટળી જાય છે. પણ પાધરું સીધું કર્મ ટાળતું થયું એમ લીધું. સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વ્યાખ્યા એને યાદ રહેવું મુશ્કેલ પડે. બાયડી ન આવી હોય અને ઘરે પૂછે કે શું સાંભળી આવ્યા ? (તો કહે), કોણ જાણે કાંઈ એવું કહેતા હતા, આમ છે ને તેમ છે ને તેમ છે... અરે... ભાઈ ! તારા ઘરની વાતું છે, પ્રભુ ! આ..હા...! તેં કોઈ દિ’ સાંભળી નથી. આહા..હા...! રુચિથી સાંભળી નથી. તત્પ્રીતિ વિતે આવે છે ને ? તેં પ્રીતિથી આવી વાત સાંભળી નથી અને પ્રીતિથી આવી વાત સાંભળે એને રુચિ થાય અને એ મોક્ષનું ભાજન થઈ જાય, એ સિદ્ધ થઈ જાય ! આહા..હા...!
Page #166
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૩
૧૫૩
કેવો છે આત્મા? અથવા કેવું છે જ્ઞાન? એ જ્ઞાનસ્વરૂપ આત્મા. જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું) પરિણમન, કર્મરૂપે પર્યાય છે તેને મટાડતું થકું.” એ કર્મરૂપે પર્યાય (છે) તે અકર્મરૂપે થઈ જાય એને કર્મને મટાડ્યું એમ કહેવામાં આવે છે. બાકી કર્મની પર્યાય અકર્મરૂપે થાય એ એને કારણે થાય છે. પણ અહીંયાં શુદ્ધ ચૈતન્યના પરિણમનના જોરે અશુદ્ધતા ટળે છે તો ભેગું કર્મ પણ એટલું ટળી જાય છે એટલે કર્મ ટળે છે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...!
કેવો છે બંધ ? ક્રીડા કરે છે... આહાહા...! “પ્રગટપણે ગરજે છે.” આહા...હા...! ભાવબંધ – વિકાર ભાવ અને કર્મ. નિમિત્તથી ઈ અને આ. ગરજે છે (અર્થાતુ) મને ગર્વ છે કે મેં ઘણાને ઊંધા પાડી નાખ્યા !! આખી દુનિયાને મેં વશ કરી લીધી છે. મહાન માંધાતા સાધુ પંચ મહાવ્રતના પાળનારા, નગ્ન દિગંબર જંગલવાસીને પણ મેં હેઠે પાડી નાખ્યા. એ રાગ મારો છે એમ માનીને ત્યાં મરી ગયા છે. સમજાણું કાંઈ ? છે ?
‘ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. બંધ છે એ ગરજે છે કે, હું છું. મેં કંઈકને હેઠા પાડી નાખ્યા. રાગનો શુભ પરિણામ આવે ત્યાં એ રાજી રાજી થઈ જાય છે. દયા. દાન, વ્રતના પરિણામ શુભ છે એમાં) રાજી થઈ જાય (ત્યારે) બંધ કહે છે કે, મને ગર્વ છે. મેં એ માંધાતાને હેઠા પાડ્યા છે ! આહા..હા..! આવી વાતું છે.
પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે ?” રમવનિર્મરમીનીટમેન” “સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અંહકારલક્ષણ...” જોયું ? રસનો અર્થ છે કર્યો આહાહા..! અહંકારલક્ષણ (કહ્યું) એ એનો રસ (છે). રસ ચડી ગયો છે. રાગનો, પુણ્યના પરિણામનો, પાપના પરિણામનો અજ્ઞાનીને રસ ચડી ગયો છે. આહા...હા...! બંધ અને એના રસમાં ડૂબી ગયો છે, કહે છે. આહા...હા...! અમે આટલા પુણ્ય કર્યા છે, અને અમે આવા વ્રત પાળીએ છીએ, અમે આટલી તપસ્યા કરીએ છીએ. આહા..હા..! એ બધા વિકલ્પનું એને અભિમાન થઈ ગયું છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ રમવ)ની વ્યાખ્યા છે. ‘વશ કરી ઊપજ્યો છે જે અહંકારલક્ષણ...” એમ એના રસની વ્યાખ્યા કરી. એમાં એકાકાર થઈ ગયો છે. રસ એટલે રાગમાં એકાકાર થયો છે એ બંધભાવ. આહા..હા...! રસની વ્યાખ્યા આવે છે ને ? કે, રાગના – દયા, દાન, વ્રતના પરિણામમાં પણ એકાકાર થઈ ગયો છે એ બંધને અહંકાર છે કે મેં માંધાતાને હેઠે પાડ્યા છે. અમે દીક્ષા લીધી છે, અમે બાયડી, છોકરા છોડ્યા છે, દુકાનના ધંધા લાખોની પેદાશ છોડી છે. એવો એને અહંકાર થઈ જાય છે. આહા...હા...! અહંકારનો જેને રસ ચડી ગયો છે, કહે છે. બંધ અધિકાર’ એમ કહે છે કે, પરને અમે અહંકારના રણે ચડાવી દીધો છે, હેઠે પાડી નાખ્યા છે. આહાહા...!
(રસમાવ) પછી નિર્ભર) છે ને ? “ભરેલો છે. અહંકારલક્ષણ ગર્વ તેનાથી ભરેલો
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કિલશામૃત ભાગ-૫
છે. આ..હા..! બંધ કહે છે કે, જ્યાં ત્યાં એના શુભ ભાવમાં, પાપના ભાવમાં મીઠાશ છે એવા અહંકારને ગર્વે મેં એને ચડાવી દીધો છે. આહા...હા...! અમે આટલું કમાણા, આટલા થયા. આહા...હા...! બાપ કાંઈ મૂકીને નહોતા ગયા, અમે બાવડે – બળે બધું ભેગું) કર્યું (એમ ગર્વમાં) મારી નાખ્યા છે ને ? બાપ પાસે કાંઈ નહોતું અને અમારી પાસે પાંચ કરોડ ઘયા, દસ કરોડ થયા, ધૂળ કરોડ થયા... આહાહા...! એ રાગના રસે અહંકારે ચડાવી દીધા છે. આવી વાતું ?
અબંધસ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન ! તેને ભૂલાવીને બંધ કહે છે કે, મેં મારા રાગના અહંકારે એને ચડાવી દીધો છે. આ અહં જે છે ત્રિકાળી આનંદનો નાથ અહં છે એવી સત્તાની દૃષ્ટિ છોડાવીને પુણ્ય અને પાપના રાગના રસે મેં એને ચડાવી દીધો છે, ત્યાં મારી જીત છે. આહા...હા...! આકરી વાતું બહુ ! યથાર્થ વસ્તુ આ છે, વસ્તુસ્થિતિ આવી છે, બાપુ ! લોકોને ન પકડાય કે ન સમજાય એથી વસ્તુ કંઈ બીજી થઈ જાય? અને લોકોને સહેલામાં ચડાવી દીધા છે કે, વ્રત કરો ને અપવાસ કરો કે તમારું કલ્યાણ થશે. મારી નાખ્યા છે ! બંધ અધિકાર કહે છે કે, મેં એને અહંકારે ચડાવી દીધા છે. એ તો રાગની ક્રિયા છે. આહા...હા..! એ તો બંધની ક્રિયા છે. એ કેમ બેસે ?
‘ભરેલો જે (મીનીટન) અનંત કાળથી માંડીને... આહા..હા...! છે ? “અખાડાનો સંપ્રદાય” એ નાચવાનો જ સંપ્રદાય છે કહે છે. વિકારના અહંકારમાં નાચવાનો જ એ સંપ્રદાય છે. આહા...હા...! (એટલે) આખો સમુદાય એમ કહે છે). આહા...હા...! સમજાણું કાંઈ ? ભગવાન આત્મા પુણ્ય-પાપના રાગથી રહિત પ્રભુ ! એને રાગના રસમાં મેં ચડાવી દીધો છે, કહે છે. અમે આ દયા પાળીએ છીએ, અમે વ્રત કરીએ છીએ, જાવજીવના અમે બ્રહ્મચર્ય પાળ્યા. જાવજીવ બ્રહ્મચર્ય તો શુભ રાગ છે, ઈ ક્યાં બ્રહ્મ – આત્માનું (આચરણ છે ? આહા..હા....! અમે બાળ બ્રહ્મચારી છીએ ! શું છે પ્રભુ તને ? જાવજીવ બ્રહ્મચારી તો વસ્તુ છે, આનંદમાં રમવું એ વસ્તુ છે અને આ બહારના એકલા ત્યાગમાં એને ચડાવી દીધો. છે ને ? ‘તેના વડે. શું કરીને આવો છે બંધ ?” એ વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !).
માગશર સુદ ૨, સોમવાર તા. ૧૨-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૩, ૧૬૪ પ્રવચન-૧૭૩
“કળશટીકા” ૧૬ ૩ કળશ(નો) છેલ્લો ભાગ છે ને ! “અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય...” એટલે અહીંયાં એમ કહે છે કે અને રાગ અને દ્વેષ વિકાર એ અખાડો છે
Page #168
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
એમાં નાચે છે. જીવ અનાદિથી પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી અને વિકારમાં નાચે (છે) ઈ અખાડો એનો સંપ્રદાય છે. આહા..હા...! એ દુઃખના અખાડે નાચે છે. પર્યાયબુદ્ધિથી વાત છે ને !
૧૫૫
“શું કરીને આવો છે બંધ ?” ઈ બંધ છે. રાગનો અખાડો (છે) એમાં ૨મે ઈ બંધ છે. ભગવાન આત્મસ્વરૂપ તે અબંધ છે. અબંધસ્વરૂપને ભૂલી અને રાગ આદિ વિકારના અખાડામાં નાચી રહ્યો છે, પરિણમી રહ્યો છે એ સંસા૨ છે. કેવો છે બંધ ? છે ?
સાં નાત્ પ્રમત્ત ત્ત્તા” આહા..હા...! સર્વ સંસારી જીવરાશિને...’ (જીવરાશિ) એટલે એકેન્દ્રિયથી માંડી સાધુ (થઈને) નવમી ત્રૈવેયક ગયો એ બધા જીવરાશિ. પ્રમત્ત વૃત્તા) જીવના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ કરીને.' આહા..હા...! એ રાગના બંધભાવમાં ૨મના૨ા એને (જોઈને) બંધને ગર્વ થયો છે કે મોટા મહાત્માને મેં પાડ્યા છે ! આહા..હા..! અમે મહાવ્રત પાળીએ છીએ એવા રાગના એકતામાં રમનારા, એ બંધ કહે છે કે, મેં એવાઓને ભ્રષ્ટ કર્યા છે. આહા..હા....!
પ્રશ્ન :- મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેનો ગર્વ લેવાનો ?
સમાધાન :- ઊંધો. અહીં વધારે મિથ્યાત્વનો છે. મૂળ મિથ્યાત્વના વિષયની વાત ખાસ છે. રાગનો અર્થ ઈ છે. આત્માના જાણવા-દેખવાના ઉપયોગમાં રાગને ઉપયોગ ભૂમિમાં એકતા કરવી એ જ બંધ છે અને એ જ સંસાર છે. આહા..હા...! અસ્થિરતાની વાત છે એને અહીં ગૌણ કરી રાખી છે. સમજાણું કાંઈ ?
બીજી રીતે કહીએ તો પર્યાયબુદ્ધિમાં બંધભાવને પોતાનો માને છે. આહા..હા...! એ શુદ્ધ સ્વરૂપી ચૈતન્ય કાયમી અસલી તત્ત્વથી બંધે એને ભ્રષ્ટ કર્યો છે. આહા..હા...! એની બાદશાહીના સ્થાનમાંથી એને ભ્રષ્ટ કરી દીધો છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ! એના સ્થાનથી રાગની એકતાના ભાવબંધે એને સ્વભાવની સ્થિતિથી ભ્રષ્ટ કર્યો છે. આહા...હા...!
(પ્રમત્ત ત્વા) આખા જગતના જીવને (શુદ્ધ સ્વરૂપથી) ભ્રષ્ટ કરીને. શા વડે ? રાગદ્વેષ-મોહ...’ પાઠમાં તો રોગોદ્ગાર છે. રાગનો અર્થ કે, વિકલ્પ જે વિકાર છે એના ઉદયમાં એનું જોડાણ થઈ જાય છે. આહા..હા...! રાગના ઉદયમાં એકાકાર થઈ જાય છે એ આત્માને ગળી જાય છે. રાગનો જે વિકલ્પ ઊઠે છે, (ભલે) સૂક્ષ્મ રાગ હોય પણ તેનો ઉદ્ગાર ઉલ્લસિત થઈને આત્મા તેમાં એકાકાર થઈ જાય છે તે બંધ ભાવ છે.
રાગ (ઉદ્નાર) ઘણું જ અધિકપણું.....' છે એમ કીધું. રાગનું અશુદ્ધ પરિણતિનું એમ. પાઠમાં રાગ છે તો પછી રાગનો અર્થ કર્યો. રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ જે વિકાર એનું ઘણું જ અધિકપણું છે. આહા..હા...! તેનાથી જુદો પડીને ચૈતન્યનું અધિકપણું જુદું હોવું જોઈએ એને ઠેકાણે રાગનું અધિકપણું થઈ ગયું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. રાગના ભાવમાં જેને ઘણું જ સ્વભાવથી જુદું અધિકપણું ગયું
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કલશામૃત ભાગ-૫
છે. આહા..હા...! એવો બંધ – રાગના એકતાપણાનો જે બંધ એણે સ્વરૂપથી ભ્રષ્ટ કરી અને બંધભાવમાં તેને રમાડ્યો છે. આહા...હા...!
એવી જે મોહરૂપ મદિરા...” (મહારની છે ને? આહા...હા...! પરમાં, રાગમાં સાવધાની (છે) એ મોહરૂપી મદિરા પીધી છે. આહાહા..! “મોહરૂપી મદિરા, તે વડે.” એને અધિક થઈ ગયો છે. એ ભાવ જ જેને અધિક ભાસે છે. રાગનો ભાવ જ જેને અધિક ભાસે છે. ભગવાન અંદર રાગથી ભિન્ન છે એ ચીજને એ બંધભાવ જોવા દેતો નથી. આહા...હા...!
મુમુક્ષુ :- આ બધું અજ્ઞાનીને તો કાંઈ ખબર નથી.
ઉત્તર :- તેથી અહીં કહે છે ને ? કે, એને ખબર નથી માટે કહે છે મૂઢ છે. જેને અંતર સ્વરૂપ છે એના ઉપર દૃષ્ટિ નથી એની દૃષ્ટિ રાગ ઉપર છે. રાગના અધિકપણામાં એ પોતે રઝળાઈ ગયો છે. આહા...હા...! ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો વીતરાગસ્વરૂપી ભગવાન, જિનસ્વરૂપીને રાગની અધિકતામાં બંધે જોડી દીધો છે. આહાહા.... એને જ્યાં ત્યાં રાગ જ ભાસે છે. હું અંદર રાગથી ભિન્ન છું એવું ભાસન નથી. આહા...હા...! ક્રિયાકાંડમાં પણ જ્યાં ત્યાં એને હું રાગ કરું છું, પુણ્ય કરું છું એવું જ અજ્ઞાનીને ભાસે
“મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવ્યો હોય. ગાંડો – પાગલ (કરવામાં આવ્યો હોય). “સર્વસ્વ છીનવી લેવામાં આવે છે. આહા...હા...! મદિરા પીને સર્વસ્વ છીનવી લેવામાં આવે છે). આહા...હા...! અત્યારે તો કાંઈ બીજું કાંઈક કરે છે. મગજમાં કંઈક કરીને) લૂંટી લે છે. કાંઈક વિદ્યાબિદ્યા કરે છે, શું કહે છે ? “મુંબઈમાં એવા કેટલાક માણસો હોય છે ને ? એનું મગજ અસ્થિર કરી નાખે છે. (એક મુમુક્ષુને) કર્યું હતું. છે એવા માણસો. એવી કંઈક વિદ્યા હોય (એટલે) પછી એને જ ભાળે અને એની પાછળ પાછળ જાય. એનું સર્વસ્વ) લઈ લ્ય. (ઈ ભાઈ) કહેતા હતા. એમ આ રાગને જ ભાળે. અજ્ઞાની જ્યાં ત્યાં રાગને જ ભાળે. ભગવાન અંદર રાગ વિનાનો મહાપ્રભુ ! ક્ષણિક રાગ જે પર્યાયબુદ્ધિવાળો તેને જ ભાળે છે કહે છે. આહા..હા...! એને ઘેલો કરી નાખ્યો, પાગલ કરી નાખ્યો છે. આહા...હા...!
કોઈ જીવને મદિરા પીવડાવીને વિકળ કરવામાં આવે છે. સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે...' છે ને ? તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે. પાઠમાં તો એકલો રાગ જ છે. રાગનો અર્થ મોહ. રાગ એટલે પરમાં મોહ. એને અહીં રાગાદિ શબ્દ વાપર્યો છે.
“અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે....” આ..હા...હા...! ધર્મને બહાને પણ એ ક્રિયાકાંડમાં જે રાગ થાય એમાં ગાંડો – પાગલ થઈ ગયો છે કે, અમે ધર્મ કરીએ છીએ. આહા...હા...! રાગનો જેને રસ ચડી ગયો છે
Page #170
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૩
૧૫૭
કહે છે. એણે ચૈતન્યના રસને લૂંટીને નાખ્યો છે. આહાહા...! “મતવાલો થયો છે. તેથી જ્ઞાનવરણાદિ કર્મનો બંધ થાય છે. તેથી આઠે કર્મનું બંધન એને થાય છે.
‘આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ...” હવે સરવાળો એ લેવો છે કે, આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ...” ભગવાનઆત્મા ! પવિત્રનો પિંડ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યઘન ! એનો અનુભવ તે બંધને મટાડનાર છે. આહા...હા...! કોઈ ક્રિયાકાંડથી તે બંધ મટે તેમ નથી). કેમકે ક્રિયાકાંડનો ભાવ પોતે બંધ છે. આહા..હા..! લોકોને આવી વાતું ઝીણી પડે છે, સાધુને આકરું પડે છે.
‘આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ” (અર્થાત) મટાડવાનો જેનો સ્વભાવ છે. આહાહા...! હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એનો જે અનુભવ કરવો એ આવા બંધને મટાડવાના સ્વભાવવાળો ભાવ છે. આહા..હા...! આવી વાત છે.
“તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે.” એકલો ચૈતન્યઘન પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો સાગર – સમુદ્ર પ્રભુ ! એવો શુદ્ધ આત્મા એ જ એક અંગીકાર કરવાયોગ્ય છે. એ જ આદરણીય અને ગ્રહણ કરવાલાયક છે. આહા..હા...! બાકી કોઈપણ દયા, દાન, વ્રત આદિના રાગને અંગીકાર કરવા જેવો નથી. કારણ કે એ તો બંધભાવ છે. આહા...હા...! ભારે કામ !
મુમુક્ષુ :- વ્યવહારના તો ભુક્કા બોલાવી દીધા.
ઉત્તર :- એ વસ્તુમાં વ્યવહાર છે જ નહિ. અજ્ઞાનીએ વ્યવહાર ઊભો કર્યો છે. અહીં તો કહેશે કે, ઉપયોગ જે છે, જ્ઞાન અને દર્શનનો ઉપયોગ, લ્યો ! બપોરે પણ ઉપયોગ આવ્યો હતો. શેયના આલંબન વિનાનો ઉપયોગ). અહીં જે જાણવા-દેખવાનો ઉપયોગ છે) એમાં રાગને પોતાનો કરે છે એ જ ભાવબંધ અને મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ? અહીંયાં મુખ્ય એ વાત લીધી છે.
જ્ઞાનીને પણ... હજી લેશે (કે), સમકિતી છે જેણે રાગની એકતા તોડી છે અને સ્વભાવની એકતા કરી છે એને વિષય ભોગ સેવે તોપણ એને બંધનું કારણ નથી. કેમકે તે રાગ અને ઉપયોગમાં એકત્વ કરતો નથી. આહા..હા..! અત્યારે મુખ્ય વાત એ લેવી. સમજાણું કાંઈ ? આહા...હા..! બોલ લેશે.
“તેથી શુદ્ધ જ્ઞાન...” જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે જાણવું.. જાણવું... જાણવું. જેનું સ્વરૂપ છે આત્મા. જેમાં જાણવું... જાણવું... જાણવું... જાણવું... જેનું સત્ત્વ, સનું સત્ત્વ જાણવું. જાણવું. જાણવું... એવું જે શુદ્ધ જ્ઞાન અથવા શુદ્ધાત્મા એ જ સમ્યક્દષ્ટિને ઉપાદેય અને આદરણીય છે. આહા..હા....! સમજાણું કાંઈ ? આવી વાતું ઝીણી પડે પણ શું થાય ?
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કલામૃત ભાગ-૫
(પૃથ્વી)
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्धधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।२-१६४ ।।
ખંડાન્વય સહિત અર્થ - પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે: “યત્ ૩૫યો મૂ: રાિિમ: ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति' (यत्) (उपयोग) ચેતનાગુણરૂપ (પૂ.) મૂળ વસ્તુ (
રીમિ :) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે પેવયમ) મિશ્રિતપણારૂપે (સમુપયાતિ) પરિણમે છે, (સ: પવ) એટલું માત્ર વેવેનં) અન્ય સહાય વિના (નિ) નિશ્ચયથી નૃUTH) જેટલો સંસારી જીવરાશિ છે તેને વિશ્વતઃ મવતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે ? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે – “ર્મવદનં નત્િન વ વા વર્તનાત્મ कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत वा चिदचिद्धधः न बन्धकृत्' (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાશ્મણવર્ગણા, તેમનાથી (વહુનં) વૃતઘટની માફક ભરેલો છે એવો જે () ત્રણસો તેંતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ ( વી) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કામણવર્ગણાનો સહારો કાંઈ નથી. (નાત્મવં ¥) મન-વચન-કાયયોગ (ન વી) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કે – જો મન-વચન-કાયયોગ બંધનો કર્યા હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (અનેe૨Uનિ) પાંચ ઇન્દ્રિયો – સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠું મન ( વન્ય) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને
Page #172
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૫૯
પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્દગલદ્રવ્યના ગુણોનો શાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (ષિત્ જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (ચિત્) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (વધ:) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (ન વન્ય ત્ તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દૈવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી. ૨-૧૬૪.
=
—
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्धधो बन्धकृत्।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् । । २-१६४ । ।
પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે : વત્ ઉપયોગમૂ: રાયાવિમિ: ચક્ સમુપયાતિ સ: વ વતં ત્નિ દૃળામ્ વન્ધહેતુ: મતિ” જે ચેતનાગુણરૂપ (ભૂ:) નામ મૂળ...’ ભૂમિકા ‘વસ્તુ.. આહા..હા..! ચેતના સ્વરૂપ એની મૂળ ભૂમિકા પૃથ્વી છે. જાણક-દેખન સ્વભાવ જેની પૃથ્વી એટલે ભૂ – જમીન છે, જેનું એ સ્થાન છે. આહા...હા...! એવા ચેતનાગુણરૂપ. (ઉપયોગ) શબ્દ છે ને ? એની વ્યાખ્યા ચેતનાગુણરૂપ મૂળ વસ્તુ..' (ભૂ:)
(વિમિ:) ‘રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે મિશ્રિતપણારૂપે..' (વયમ્) છે ને ? (યમ્) જાણવા-દેખવાના ઉપયોગ સાથે રાગની એકતા – મિશ્રિતપણું કરે છે તે જ મિથ્યાત્વ છે અને તે જ બંધનું કારણ છે. આહા..હા...!
‘૩૫યોગમૂ: રચનાવિમિ: ચક્ સમુપયાતિ” આહા..હા...! જાણવા-દેખવાના વેપારમાં જે રાગ અને પોતાની ભૂમિકા ઉપયોગમાં એકત્વ કરે છે... આહા..હા...! જે ઉપયોગભૂમિથી રાગ પૃથક્ છે. જાણવા-દેખવાના સ્વભાવથી રાગ પૃથક્ છે. ચાહે તો એ મિથ્યાત્વનો રાગ કે ચાહે તો ચારિત્રમોહનો રાગ (હોય), અજ્ઞાનથી થયેલો રાગ, દયા, દાન ને વ્રતનો થયેલો
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
કલશામૃત ભાગ-૫
રાગ... આહા..હા...! એ ચૈતન્યની ઉપયોગ નામ જ્ઞાન-દર્શનના ઉપયોગમાં એ રાગને જે એકપણે મિશ્રપણે માને છે, એકપણે માને છે એ જ મિથ્યાત્વ બંધનું કારણ અને સંસાર છે. આહા..હા...! કેમકે પ્રભુ જિનસ્વરૂપ છે. વીતરાગ અકષાય સ્વરૂપ પ્રભુ આત્મા છે. એને વર્તમાન જાણવા-દેખવાના વેપારમાં એ અબંધ પરિણામ છે. એની સાથે રાગના બંધભાવને એક કરે છે. આહા..હા...! અબંધભાવમાં રાગના ભાવના બંધને એક કરે છે એ જ બંધનું કારણ છે. ઝીણી વાત છે, ભાઈ ! શરીર, વાણી, મન, કર્મ તો ૫૨ ૨હી ગયા, એને તો એ કરી શકતો નથી પણ આ માન્યતામાં એક કરી શકે છે. ઊંધી માન્યતામાં (એક કરી શકે છે). આહા..હા...! છતાં તે ઊંધી માન્યતા તે સ્વભાવમાં નથી. આહા..હા...! એ પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાની દૃષ્ટિ ઉત્પન્ન કરે છે.
ઓ..હો...! ભગવાન તો જ્ઞાતા-દૃષ્ટા છે ને કહે છે. પ્રભુ ચૈતન્ય તો જ્ઞાતા-દષ્ટા ઉપયોગભૂમિ છે ને આહા..હા..! એમાં જે કોઈ શુભ-અશુભ રાગને એકપણે, સ્વભાવ અને વિકા૨ને મિશ્રિતપણે માને છે તે મિથ્યાષ્ટિ બંધનું કારણ છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવી વાત છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ઉપવાસનો વિકલ્પ રાગ ઊઠે એ જાણવા-દેખવાના પરિણામ સાથે એ રાગના પરિણામને એક કરે છે અથવા પોતાના જાણવા-દેખવાના ભાવમાં રાગને લાવે છે. આ..હા....! આવો અધિકાર છે. આહા..હા....! જેમાં નથી તેમાં (એટલે કે) ઉપયોગમાં લાવે છે, કહે છે. આહા..હા...! ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે પણ એના પિરણામમાં એ જ્ઞાતા-દૃષ્ટાના પરિણામ છે એ ઉપયોગ છે. ત્રિકાળ ઉપયોગ છે પણ એમાં એ એકત્વ કરી શકતો નથી. પણ ઈ ત્રિકાળ ઉપયોગમાંથી જે ઉપયોગ થાય છે તેમાં રાગને એક કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? પર્યાયમાં એકતા કરે છે ને ? દ્રવ્યમાં કંઈ એકતા (થતી નથી). દ્રવ્ય તો દ્રવ્ય છે જ. આહા..હા...! આવી વાત પડી રહી અને આખો માર્ગ ક્યાંય જોડી દીધો. આહા..હા...!
—
‘સમુપયાતિ” ઉપયોગભૂમિકામાં. આહા..હા...! આમ તો ચેતનાગુણ મૂળ વસ્તુ ત્રિકાળ (છે) પણ છતાં તેના પિરણામમાં એકલા જાણવા-દેખવાના પરિણામ થવા જોઈએ એમ ન થતાં તે જાણવા-દેખવાના પરિણામમાં રાગની એકતા કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ‘સમુપયાતિ’‘પરિણમે છે,’ રાગને જ્ઞાનાનંદ સ્વભાવ સાથે એકપણે પરિણમે છે. આહા..હા...!
એટલું માત્ર અન્ય સહાય વિના...' કહે છે કે, એટલું જ માત્ર. બીજું કોઈ કારણ નહિ. એમ. બંધના કારણમાં આટલું જ કારણ, બીજું કોઈ બંધનું કારણ નહિ. આહા..હા...! નિમિત્તો ગમે તે હો પણ એ બંધના કા૨ણ નહિ એમ કહે છે. એનું આ જે અશુદ્ધ ઉપાદાન પરિણામ રાગની એકતાના પરિણામ તે એક જ બંધનું કારણ છે. આહા..હા...! ઝીણું બહુ !
આહા..હા...!
‘અન્ય સહાય વિના...’ (વાં) લીધું ને ? કેવળ. અન્ય સહાય વિના (ત્તિ) નિશ્ચયથી
Page #174
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬૪
૧૬ ૧
જેટલો સંસારી જીવરાશિ છે તેને (વચહેતુ: મવતિ જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. આહા...હા...! બીજું કોઈ કારણ નથી કહે છે. આહા...હા...!
મુમુક્ષુ :- પોતે રાગ બાંધે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – પોતે રાગને પકડે છે અને પોતાના એકત્વ તરીકે માને છે એ મિથ્યાત્વ તે એક જ બંધનું કારણ અહીં ગણવામાં આવે છે. સમજાણું કાંઈ ? જે અનંત સંસારનું કારણ છે. રાગના વિકલ્પને નિર્વિકલ્પ ભગવાન આત્માની સાથે એકત્વ કરીને જોડાય છે. મિશ્રિત કરી નાખે છે. અમૃતને અને ઝેરને મિશ્રિત કરે છે. આહા..હા..! ભગવાન તો અમૃતસાગર છે, પ્રભુ ! અને રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ ઝેર છે. આકરું પડે આ ! આહા...હા...! શ્વેતાંબરમાં તો આ જુઓને ઉપધાન ને ધમાધમ (ચાલે છે). માણસો રાજી રાજી થઈ જાય. બે-પાંચ લાખ ખર્ચે જાણે કે ઓ...હોહો..! અરે. ભગવાન ! ભાઈ ! એ જડ મેં ખર્ચા એ (માન્યતા) તો મિથ્યાત્વ છે પણ એમાં રાગ કદાચિત મંદ કર્યો હોય, એ રાગને આત્માના ચૈતન્ય સ્વભાવ સાથે એકતા કરે, બસ ! (એ) એક જ સંસાર છે, બંધ છે. ગજબ છે ! લાખો, કરોડોના દાન કરે, લાખો મંદિરો બનાવે, રથયાત્રા – ગજરથ કાઢે, દસ દસ લાખ ખર્ચ. આહા..હા..!
હમણાં અહીં ‘ચિત્તલ પાસે કોઈ એક ગામ છે. “વાઈ' ! “વાઈ' ગામ (છે) ત્યાં હાથી આવ્યો. બ્રાહ્મણે પૂજા કરી. ‘ગણેશને સૂંઢ ખરીને ? પૂજા કરીને એની સૂંઢમાં સવા રૂપિયો મૂક્યો. એના ધણીને આમ સૂંઢ ઉપર (કરીને) રૂપિયો દેવા ગયો ત્યાં પાવલી પડી ગઈ. એ બ્રાહ્મણ પાવલી લેવા ગયો ત્યાં એને) સૂંઢમાં પકડીને ફેંકયો (ત્યાં) મરી ગયો ! પેલો આરતી ઉતારે છે, પૈસા મૂકે છે (એને જ મારી નાખ્યો) !
મુમુક્ષુ :- ઈ પૈસા કેમ લઈ જાય ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- ઈ તો પેલી સૂંઢમાંથી) પડી ગયો. સવા રૂપિયો સુંઢમાં મૂક્યો (હતો) એ એના મહાવતને દેતા પાવલી પડી ગઈ તો પેલો પાવલી લેવા ગયો એમાં એની સૂંઢે પકડીને ફેંક્યો એટલે આ તૂટી ગયો.. શું કહેવાય ? કિડની તૂટી ગઈ. આહાહા...! હમણાં થયું છે. ચિત્તલ પાસે “વાઈ (ગામ છે ત્યાં થયું છે. આહા..હા..! હાથીએ શું કર્યું અને પેલાને શું થયું ? હાથી પણ રાગની એકતામાં જોડાય ગયો અને મરનારો એમ જાણે કે મેં આરતી ઉતારી ને મને મારી નાખ્યો). આહાહા...! રાગની એકતામાં જોડાણો (અને) નવા અનંત સંસારના કારણો અને બંધ કર્યા. આ...હા...!
બંધહેત એક જ છે ને ? એમ કીધું. છે ને ? (વનં) (એટલે) બીજો નહિ. આહા..હા..! અહીંયાં તો મિથ્યાત્વ), અવ્રત ને પ્રમાદ ને કષાય પાંચ બંધના હેતુ કહ્યા છે એમાં આ એક જ બંધનું કારણ છે. સંસારનું મૂળ કારણ એક જ છે. આમ પાંચ (કારણ) લીધા છે – મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. એ અહીં નહિ. અહીંયાં તો રાગની
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
કલામૃત ભાગ-૫ એકતા કરે એવો જે મિથ્યાત્વ ભાવ એ પરની સહાય અને બીજાની અપેક્ષા વિના એકલો બંધનું કારણ છે. આહાહા.! સમજાણું કાંઈ ?
ભાષા છે ને ? જુઓને ! (વનં) (નિ ) એકલો ખરેખર. પાછો એમ શબ્દ છે. એ મિથ્યાત્વ ભાવ એટલે ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ ! એને પરિણામમાં રાગની એકતા કરે છે. આહા..હા...! ચાહે તો શુભરાગ હો પણ જે અવિકારી સ્વભાવમાં સાથે વિકારને જોડી દે છે એ મિથ્યાત્વ એકલો જ બીજાની સહાય વિના, બીજા તત્ત્વ અને બીજા ભાવની મદદ વિના એકલો બંધનું કારણ છે. આહા...! કહો, ભાઈ ! આ બધું સાંભળ્યું પણ નથી, આખી જિંદગી આમને આમ હીરા ને માણેકમાં પૂરી કરી). આહા..હા..!
ત્રણલોકનો નાથ આત્મા અંદર મુક્તસ્વરૂપ છે. આહા..હા...! મુક્તસ્વરૂપની સાથે રાગબંધ અને એકતા કરે... આહા..હા...! પરિણામમાં (એકતા કરે છે), દ્રવ્યમાં તો એકતા થાય જ (એવું) ક્યાં છે ? આહાહા...! પરિણામમાં એકતા કરી તોપણ દ્રવ્ય તો જે શુદ્ધ છે ઈ શુદ્ધ જ છે. એમાં જરીયે અશુદ્ધતા થતી નથી. આહા...હા...! આવો માર્ગ છે. આહા...હા......! જે કોઈ ભગવાનઆત્મા જેની ચૈતન્યભૂમિકા છે, જાણવું-દેખવું એ જ જેનું સ્થાન અને ભૂમિકા છે, એમાં જેને રાગનો કોઈપણ નાનામાં નાનો સૂક્ષ્મ વિકલ્પ... આહા..હા..! ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ પોતે પોતાના જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ વીતરાગમૂર્તિ પ્રભુ ! એની સાથે આ રાગને એકત્વ કરે છે એ એકલું મિથ્યાત્વ, બીજા નિમિત્તોની સહાય વિના એકલો બંધનું કારણ છે. આહા..હા...! આ..હા...! આ નરક અને નિગોદના કારણ છે કહે છે. બે શબ્દ પડ્યા છે ને ?
) અને (નિ ) એકલો નિશ્ચયથી એમ (એનો અર્થ છે). કથંચિત વ્યવહારથી અને કથંચિત આ નિશ્ચયથી એમ નહિ). આહા...હા...! (નિ ) નિશ્ચયથી કહીએ છીએ કે, ભગવાન વીતરાગમૂર્તિને રાગ સાથે જોડી દે છે, મિશ્ર કરી નાખે છે, એકલો વીતરાગભાવ રાખતો નથી એની સાથે રાગને મિશ્રિત કરે છે એવો જે મિથ્યાદષ્ટિ બંધભાવ એ જ બંધનું કારણ છે. આહા...હા...!
જેટલો સંસારી જીવરાશિ છે તેને જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બાંધનું કારણ છે ? બંધનું કારણ આ એક જ છે કે બીજું કોઈ કારણ છે ? આહા...હા...!
‘સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે....... છે ? આ.હા.હા.! જિનસ્વરૂપી ભગવાનને રાગ સાથે એકત્વ કરવો એ એક જ બંધનું કારણ છે. આહા...હા...! પર (સાથે) તો એકત્વ માને તોપણ થતા નથી અને આ તો એકત્વ) માને તો પર્યાયમાં માન્યતા થાય છે. માન્યતા, હોં ! આહા..હા...! છતાં એ માન્યતા દ્રવ્યસ્વભાવમાં નથી. આ..હા...હા...હા...! શું દ્રવ્ય ને શું પર્યાય ! આવો પ્રભુનો માર્ગ છે. તારો પંથ જ આ છે કહે છે, ભાઈ !
Page #176
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૬૪
૧૬૩
તને ખબર નથી. આહા..હા..! તું કોણ છો અંદર ? અને ક્યાં તે પોતાનું માનીને પડ્યો
છો ? આહા..હા..! તને ખબર નથી (એમ) અહીંયાં કહે છે. આહા..હા..! એ તો જાણનારદેખનાર ચેતન, ચેતનભૂમિકા, એ તો સર્વસ્વ ચૈતન્ય છે. આ..હા...હા...! એના પરિણામ તો એકલા જાણવા-દેખવાના હોવા જોઈએ. એટલું ન કરતાં એને રાગ ને દયા, દાન, વ્રતાદિ પરિણામ સાથે એકતા કરે છે). મૂળ તો ભૂલ ત્યાં છે ને ? પાપના પરિણામ તો ઠીક. આહા..હા...! શુભરાગને પોતાના વીતરાગમૂર્તિ પ્રભુ સાથે એકપણે કરે છે, માને છે, શ્રદ્ધ છે. આહા..હા...! એ એક જ બંધનું કારણ છે.
“બીજું તો કાંઈ નથી;” છે ને ? આ તો એકાંત કરી નાખ્યો ! બંધના કારણે પાંચ છે ને ? અહીં અત્યારે મુખ્ય બંધનું કારણ એક જ લીધું છે. અવ્રતના પરિણામ અલ્પ છે એને અલ્પ સ્થિતિ, રસનો બંધ પડે છે. ઈ કંઈ સંસારને વધારનારો નથી, ભવ વધારનારો નથી. આહા...હા...!
પ્રશ્ન :- થોડો બંધ થાય છે ને ?
સમાધાન – એ બંધ થાય છે પણ પછી નિર્જરવા માટે બંધ થાય છે. એમ ગણીને અહીંયાં (એક જ બંધનું કારણ કહ્યું). છતાં પછી આગળ કહેશે કે, એમ માનીને તું સ્વચ્છન્દી, થઈ જા કે, અમારે તો વિષયભોગ ભોગવતાં પણ નિર્જરા છે. તો તને એ ભોગવવાનો ભાવ થયો છે કે લુખાપણે રહ્યો છો ? (ભોગવવાનો ભાવ) થયો તો થઈ રહ્યું ! મિથ્યાત્વ થયું છે અને બંધનું જ કારણ છે. વિષયના ભોગમાં રસ આવ્યો તો એ મિથ્યાત્વ જ છે. આહા...હા...! આ તો કહેશે કે, વિષયભોગ સમકિતી ભોગવે છતાં તેને એ ભોગ નિર્જરાનો હેતુ છે, બંધનું કારણ નથી. કેમકે રાગને પોતાના ઉપયોગમાં ભેળવતો નથી. આ.હા...હા...હા...! આવો માર્ગ છે. એટલે વાત ન બેસે એને એકાંત લાગે એવું છે ને આ ? અહીં એકાંત જ કીધું. આહા..હા..! એમ કહે છે.
“બીજું તો કાંઈ નથી;...” એમ કહે છે. “ર્મવ« નાત્ ન વ ત્ વા વર્તનાત્મ कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत वा चिदचिद्धधः न बन्धकृत्' આહાહા...! શું કહે છે ? જુઓ ! “જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કામણવર્ગણા,...” કર્મ થવાને યોગ્ય પરમાણુનો સમૂહ આખા લોકમાં ભર્યો છે. તેમનાથી (વહુનં) વૃતઘટની માફક...” (અર્થાતુ) જેમ ઘીનો ઘડો આખો ભર્યો હોય એમ એ કર્મવર્ગણાથી ભરેલો આખો લોક (છે), આખો ઘટ છે. આહા..હા.! કર્મ થવાને લાયક સમૂહ, વૃતઘટની પેઠે આખો લોક ભરેલો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
ત્રણસો તેતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ....” કાર્મણવર્ગણા ભરી પડી છે, આખા લોકમાં ભરી પડી છે. જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં પણ કામણવર્ગણા ભરી પડી છે. કર્મ થવાને લાયક, કર્મ નહિ. આહાહા...! કાશ્મણવર્ગણાનો સમૂહ ત્રણસે તેંતાલીસ રાજુલોક આખો
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
કિલશામૃત ભાગ-૫
ભર્યો છે કહે છે. આહાહા....! “તે પણ બંધનો કર્તા નથીએ કામણવર્ગણા બંધનું કારણ નથી. આહા..હા...!
‘સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો...” નથી. રાગની એકતાબુદ્ધિ વિના કાર્મણવર્ગણાના ઢગલા પડ્યા છે પણ તે બંધનું કારણ નથી. આહાહા..! આવો વીતરાગ માર્ગ ! વીતરાગે પાછી વસ્તુ રાખી છે, કાર્મણવર્ગણા યોગ્ય પરમાણુ છે એ વાત રાખી છે. બીજે એવી (વાત) ક્યાંય નથી. આહાહા...! કર્મ થવાને લાયકના સમૂહના ઢગલા આખા લોકમાં ભર્યા છે. એ સર્વજ્ઞ સિવાય આ વાત બીજે ક્યાંય છે નહિ. સમજાણું કાંઈ ? આહા...હા..! કર્મની વર્ગણા. વર્ગણા એટલે સમૂહ, ઢગલો. એ તો આખા લોકમાં ભર્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં પણ કાર્મણવર્ગણા પડી છે, ત્યાં બિરાજે છે. આ..હા...! ઈ કહેશે.
જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે....” સમજાણું ? કેમકે (રાગાદિ અશુદ્ધ) પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો....નથી. (જો અશુદ્ધ પરિણામ વિના પણ બંધ થાય તો) જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાય. મુક્ત જીવ છે,
જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે) ત્યાં કામણવર્ગણાનો ઢગલો પડ્યો છે. જો એ બંધનું કારણ હોય તો એને બંધ થાય. રાગની એકતાનું કારણ નથી એટલે એ બંધનું કારણ છે નહિ. આહાહા..! આહા..હા..! છે ને ?
મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. કાર્મણવર્ગણા ભરેલી છે એનાથી જો બંધ હોત તો મુક્ત જીવને (પણ) બંધ થાત. જ્યાં સિદ્ધ બિરાજે છે, (સિદ્ધ ભગવાન તો) અરૂપી ઘન છે, એના આત્માની અંદરમાં ત્યાં અનંતી કર્મની વર્ગણા પડી છે. આહા.હા...! સમજાણું કાંઈ ? અને એનું જે આખું જ્ઞાનશરીર આવડું મોટું છે તેના અંદરમાં તો અનંતા કર્મની વર્ગણા પડી છે. અનંતા નિગાદજીવો ત્યાં પડ્યા છે. આહા...હા...! પણ એ નિગોદના જીવ રાગની એકતા કરે છે માટે કર્મનું બંધ છે. કર્મવર્ગણાથી બંધ હોય તો તો સિદ્ધને હોવો જોઈએ. સમજાણું કાંઈ ? આહાહા..! આવી વાતું સાંભળવા પણ નવરાશ ન મળે અને હોહા (કરીને) એમને એમ જિંદગી ચાલી જાય છે. આહા..હા..!
છે ? “મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાશ્મણવર્ગણાનો સહારો કાંઈ નથી.” આહા..હા.. બંધમાં એની કાંઈ મદદ નથી. આહા...હા....! આ..હા...હા...! બે બે વાત લેશે, હોં ! બળે ! શું બે બે ? કે, અશુદ્ધ રાગાદિ પરિણામ છે તો બંધ છે. જ્ઞાનાવરણાદિ (કર્મનો) સહારો કાંઈ નથી. હવે વિશેષ (અર્થ) કરે છે. - જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી.” આહાહા....! બબ્બે વાર એક વાતને સિદ્ધ કરે છે. શું કીધું ઈ ? કે, જો રાગાદિ
Page #178
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૬૫ અશુદ્ધ પરિણામ છે તો એને કર્મનો બંધ થાય. “કામણવર્ગણાનો સહારો કાંઈ નથી. જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી. પહેલું અસ્તિથી લીધું. હવે નથી તો કર્મબંધ નથી. તો પછી) કાર્મણવર્ગણાનો સહારો પણ નથી. તો કાર્મણવર્ગણા એમાં છે નહિ. આહાહા...!
(વર્તનાત્મજં ) હવે બીજો બોલ લીધો. “મન-વચન-કાયયોગ..” એ મન, વચન ને કાયાનો યોગ – કંપન તે પણ બંધનો કર્તા નથી. આહા...હા...! “ભાવાર્થ આમ છે કે – જો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે,... આહા...હા...! બે મનના, બે વચનના અને ત્રણ કાયાના એવા સાત યોગ ત્યાં તેરમે (ગુણસ્થાને) છે. સમજાણું ? સત્ય અને વ્યવહાર – બે મન યોગ. સત્ય અને વ્યવહાર – બે વચન યોગ. ઔદારિક, મિશ્ર અને કાશ્મણ એવા સાત યોગ છે. છતાં બંધનું કારણ નથી. આહા.હા...! સમજાણું કાંઈ ?
રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી;.” મન-વચન-કાયા છે માટે બંધ છે (એવી) એની કાંઈ સહાય નથી. આહા...હા..! સમજાય છે કાંઈ આમાં ? મન, વચન અને કાયાની ક્રિયા અને ભાવ તો તેરમે પણ છે કહે છે. જો એનાથી બંધ થતો હોય તો એને બંધ થવો જોઈએ) પણ એને તો બંધ છે નહિ. રાગની એકતાબુદ્ધિ વિના ફક્ત કાર્મણવર્ગણાથી બંધ થતો નથી અને બંધ થાય છે તો રાગની એકતાબુદ્ધિથી થાય છે, વર્ગણાથી નહિ. આહા...હા...! આવા Logicથી તો સમજાવ્યું છે. બધી વાતયું મોટી મોટી કરે અને લોકોને રાજી રાજી કરી નાખે આમ ! આણે આમ કર્યા ને આણે વ્રત પાળ્યા ને આણે અપવાસ કર્યા એમાં એને ઉજવ્યું. શું કહેવાય ? વ્રત કર્યા એને ઉજવ્યું. શું કહેવાય? ઉજવણું કર્યું ! એમાં પાંચ લાખ ખર્ચો. હાથીને હોદ્દે બેસાડીને આવ્યા, પછી એને માળા આપી. અરે. પ્રભુ ! શું છે પણ આ બધું ? એ બધી ક્રિયાઓ તો પરની છે એમાં જો તેં રાગની એકતા કરી હોય તો મિથ્યાત્વ અને બંધનું કારણ છે. આહા...હા...! આવી વાત આકરી લાગે. આ તો તમે એકલું નિશ્ચય. નિશ્ચય કહો (છો). પણ નિશ્ચય એટલે સત્ય જ આ છે. સમજાણું કાંઈ ? આહાહા....!
મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી... છે ને ? (અનેoUIT) પાંચ ઇન્દ્રિયો – સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છ મન...” પાંચ ઇન્દ્રિય અને છઠું મન. આ પણ બંધના કર્તા નથી.” આહા...હા...! આ જડ પાંચ ઇન્દ્રિયો બંધના કર્તા નથી, તેમ
મન.
“સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે,...” આ.હા...! મન પણ છે... આહાહા....! તેમના દ્વારા પુદ્ગલદ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. પુ લદ્રવ્યના ગુણનો જ્ઞાની જાણનારો પણ છે. આ..હા..હા...! જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત.” આહા...હા...! અહીં તો મિથ્યાત્વ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કિલશામૃત ભાગ-૫ સંબંધીની વાત લેવી છે ને ? એટલે (આમ કહ્યું). એમાંથી પાછું એવું જ એકાંત કાઢે કે, જુઓ ! સમ્યગ્દષ્ટિને કંઈ પણ બંધ છે જ નહિ, એને રાગ છે જ નહિ. ઈ વાત અહીં નથી. અહીં તો મુખ્ય એકતાબુદ્ધિના રાગની, મિથ્યાત્વની વાત છે. પછી અસ્થિરતાનો રાગ છે એટલો બંધ પણ છે એની વાત અહીંયાં ગૌણ કરીને કહી છે. પણ એને કાઢી જ નાખે (એમ ન ચાલે).
પાંચ બંધના કારણ કહ્યાં એમાં એક અહીં મિથ્યાત્વ બંધનું કારણ કીધું અને અવ્રત, પ્રમાદ, કષાય અને યોગને કર્મબંધના કારણ નથી જ એમ એકાંત કહે (તો એમ નથી). આવું છે, પાઠ આમ બોલે છે. સમ્યક્દૃષ્ટિના પાંચ ઇન્દ્રિયના ભોગ બંધનું કારણ નથી એમ અહીં તો કહે છે. કારણ કે એને રાગની એકતાબુદ્ધિ નથી. આ સિદ્ધ કરવું છે. આહા..હા..! પરપદાર્થની સાથે એકતાબુદ્ધિ છે જ નહિ પણ રાગની સાથે પણ એકતા બુદ્ધિ નથી. એથી ભોગનો ભાવ રાગ છે એ અહીં ગણવામાં જ આવ્યો નથી. આહા...હા...! વિષયમાં રાગ તો થાય પણ કહે છે કે, રાગની એકતાબુદ્ધિ સમકિતીને નથી માટે તેને બંધનું કારણ ભોગ નથી. પણ એનો અર્થ એવો નથી કે એ ભોગમાં જરીયે રાગ નથી અને ભોગ ભોગવે છે. એકતાબુદ્ધિ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ..હા..હા..! મુનિને પણ જેટલો પંચ મહાવ્રતાદિનો અસ્થિરતા ભાવ આવે છે તેટલો બંધ છે). એને મિથ્યાત્વ, અવત, પ્રમાદ (એમ) ત્રણ બંધ તો નથી પણ એક કષાયનો ભાવ હજી છે. પણ અહીંયાં મુખ્યપણે રાગની એકતાબુદ્ધિ ત્રિકાળી સ્વભાવમાં વિભાવને એકપણે માનવું તે મિથ્યાત્વ અને તે બંધનું કારણ છે. અનંત સંસારનું એ કારણ છે એને અહીંયાં સાબિત કરવું છે. સમજાણું કાંઈ ? પછી પેલા બધા અત્યારે આમાંથી એમ જ ખેંચે છે ને ? કે, આમ છે ને તેમ છે, જુઓ ! આ લખ્યું ! (સમ્યફદૃષ્ટિના) ભોગને બંધ નથી. એટલે એને રાગ જ નથી. કયો રાગ નથી ? રાગની એકતા બુદ્ધિનો રાગ નથી. સમજાણું કાંઈ ? આહાહા..! આવા ભગવાનના અનેકાંતના વહેણ, સ્યાદ્વાદની અપેક્ષાના વહેણ ન સમજે અને એકાંત તાણે. આહા..હા...!
એ શુભરાગ આવ્યો છતાં કહે છે એની સાથે એકતાબુદ્ધિ નથી. સમકિતીને અશુભરાગ આવ્યો પણ એકતાબુદ્ધિ નથી. એ અનંત સંસારનું કારણ છે એ એને નથી માટે બંધનું કારણ નથી એમ કહેવું છે. આહા...હા...!
આ કહે કે, એ બધી ક્રિયાકાંડ જે શુભભાવ છે તે ધર્મનું કારણ છે ! ક્યાં લઈ ગયા !! એ દયા ને વ્રત ને ભક્તિ ને જાત્રા ને ધામધૂમ, લાખો રૂપિયા ખર્ચે. કાલે મોટો વરઘોડો હતો ને ? ત્રણ દિના પેલા હતા ને. જાણે ઓ.હો..હો...! પાંચ-દસ હજાર આપ્યા હશે તો પુસ્તક કે કાંઈક (લઈને) બેઠો હતો. બધા એવું માને કે જાણે આમાં ધર્મ થાય છે ! અરે. ભગવાન ! માર્ગ બાપા...! કાલે જોયું હતું. રસ્તામાં જ આવ્યું હતું. તળેટીમાં
Page #180
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૬ ૭ જાવું હતું ને ? રસ્તામાં બધા નીકળ્યા. એક જણાએ મોટું નવું મંદિર કર્યું ને ? ત્યાં બધા માળા લઈને જાતા હશે. ફૂલમાળા ! છોકરો જુવાન ! સાધુ ભેગા હતા. એ લોકોમાં રિવાજ (એવો કે) અડધું ઉઘાડું રાખે. સાધુ લૂગડું પહેરે ને ? એક બાજુ અડધું ઉઘાડું રાખે.
મુમુક્ષુ – ઈ નગ્નપણાનો પુરાવો છે.
ઉત્તર :- મારે ઈ જ કહેવું છે. નગ્નપણામાંથી શ્વેતાંબર નીકળ્યા છે ત્યારે એટલું જરી ચિહ્ન રાખ્યું. સ્થાનકવાસીને તો ઈ પણ ન મળે. ઈ બધા નીકળ્યા હતા. એક બાજુ ઉઘાડુ રાખે. છે ને ઈ ? મૂળ તો ઈ દિગંબરની શૈલીનો ભાગ આ રીતે રાખ્યો. મૂળ માર્ગ તો દિગંબર જ હતો. આહાહા...! વસ્ત્ર રાખવું એ મુનિનો માર્ગ જ જૈનધર્મમાં નથી. સમજાણું કાંઈ ? એમ કહ્યું ને ? જમ્યા પ્રમાણે રૂ૫ ભાખ્યું. બે ઠેકાણે આવે છે. ભગવાને તો જભ્યા પ્રમાણે મુનિનું રૂપ ભાખ્યું છે. વસ્ત્રસહિતનું રૂપ ઈ મુનિપણું છે જ નહિ, વ્યવહાર મુનિપણું પણ નથી. આહાહા...! આવું છે, બાપુ ! શું થાય ? એકે (એમ) ખેંચ્યું કે, પુણ્યના દયા, દાનના પરિણામ ધર્મ છે. ત્યારે બીજાએ ખેંચ્યું કે, સમ્યક્દષ્ટિને ગમે એવો રાગ થાય પણ બંધનું પણ કારણ નથી. એમ નથી. અહીંયાં તો અનંત સંસારની વૃદ્ધિનું કારણ મિથ્યાત્વ (ગયું) એને બંધ નથી એમ કહ્યું). સમજાણું ? નહીંતર અહીં તો ભોગ લીધા છે. જુઓ ! છે ? આ...હા...!
જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી;.” એને ઇન્દ્રિયો અને મનનો ભોગ બિલકુલ બંધનું કારણ નથી કહે છે. આવી વાતું છે. અલ્પ બંધ અને સ્થિતિની ગણતરી ન ગણી અને સમ્યક્દૃષ્ટિને પણ જ્યારે ભવિષ્યનો ભવનો બંધ પડે તો અશુભ ભાવ વખતે એને ભવનો બંધ ન પડે. એટલું સમ્યગ્દર્શનનું બળ છે ! ભવિષ્યનો બંધ પડે, જ્યારે શુભ ભાવ આવે ત્યારે સ્વર્ગનો નવો બંધ પડે. અથવા નારકી અને તિર્યંચ સમ્યક્દષ્ટિને સ્વર્ગમાં રહેવું હોય તો શુભભાવ આવે ત્યારે બંધ પડે. સમકિતીને અશુભ ભાવ હોય છે પણ એ વખતે ભવિષ્યના ભવનો બંધ ન પડે. સમજાણું કાંઈ ? આહા...હા...! એટલું સમ્યગ્દર્શનનું – શ્રદ્ધાનું જોર છે ! ભાવ તો શુભ-અશુભ બન્ને આવે. પણ એને અશુભ ભાવ વખતે ભવબંધ નથી. એને ગતિનો બંધ નહિ. ગતિનો એટલે ભવનો હોં ! ગતિબંધ પડે. સમયે સમયે નારક આદિ ગતિનો બંધ પડે પણ ભવનો બંધ નહિ. આહા..હા.... જ્યારે એને શુભ ભાવ થશે ત્યારે એને અહીં સ્વર્ગનો બંધ પડશે. એમ નારકીને શુભ ભાવ આવે ત્યારે મનુષ્યનો બંધ પડશે. અશુભ ભાવ વખતે મનુષ્યનો ભવ નહિ પડે. આહાહા...!
અહીં ઈ કહે છે, જો રાગાદિ અશુભ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી.” આહાહા...! કામણવર્ગણાથી બંધ હોય તો સિદ્ધને (બંધ) હોત. મન-વચન-કાયાથી બંધ હોય તો કેવળીને હોત. પાંચ ઇન્દ્રિય અને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કલામૃત ભાગ-૫
ક્રિયાથી, પાંચ ઇન્દ્રિયના વિષયાદિથી બંધ હોય તો સમકિતીને હોત. સમજાણું કાંઈ ? આહા..હા...!
હવે એક બોલ રહ્યો છે એ વિશેષ આવશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૩, મંગળવાર તા. ૧૩-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૪, ૧૬૫ પ્રવચન–૧૭૪
“કળશટીકા ૧૬૪ (કળશનો) છેલ્લો ભાગ છે. (ર) શબ્દ છે ને ત્યાંથી લેવાનું છે). શું ચાલે છે ? કે, આ આત્માને જે નવું બંધન થાય એમાં રાગ, દ્વેષની એકતાબુદ્ધિ (છે તે મુખ્ય બંધનું કારણ છે). સ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ ! જેનો દ્રવ્યસ્વભાવ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય પ્રભુતાથી ભરેલો છે). એવા દ્રવ્ય સ્વભાવની સાથે જે કોઈ પ્રાણી પોતાના ઉપયોગમાં એ કોઈપણ શુભ કે અશુભ રાગને પોતામાં એકતાપણે માને તે બંધનું કારણ છે). કોઈ શુભ રાગ દયા, દાન કે પાપ કે પુણ્યનો જે રાગ છે એ આત્માના સ્વભાવની સાથે એના ઉપયોગમાં એકત્વબુદ્ધિ કરે તે મિથ્યાદૃષ્ટિ સંસારના ભાવમાં રખડનાર છે. આહા...હા...!
અહીં પર વસ્તુની એકતાની વાત છે નહિ. પર વસ્તુ તો જુદી (રહી ગઈ. સ્ત્રી, કુટુંબ, પૈસો, લક્ષ્મી, આબરુ એ તો પર જુદી ચીજ છે એ તો એમાં –આત્મામાં) છે નહિ. આહા...હા..! પણ એનામાં થતો જે શુભ-અશુભ રાગ... ઝીણી વાતું બાપુ ! તેને ઉપયોગભૂમિકામાં એકતા કરે... આહા..હા...! એ એને બંધનનું કારણ છે. સંસારની વૃદ્ધિનું કારણ, રખડવાનું એ મુખ્ય કારણ છે). રાગ અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને એની સાથે વિભાવ રાગ બેની એકતાબુદ્ધિ કરે તે સંસારમાં રખડવાનું કારણ છે. આહા...હા...! સમજાણું કાંઈ?
પછી કહે છે કે, આ જગતમાં કર્મની વર્ગણાથી ભરેલો લોક છે. કર્મ થવાને લાયક એવા પરમાણુઓ પુગલો આખા લોકમાં ભર્યા છે. એ બંધનું કારણ નથી. જો અહીંયાં રાગની એકતા નથી તો એ વર્ગણાઓ બંધનું કારણ નથી. રાગની એકતા તે બંધનું કારણ છે. અહીં અનંત સંસારની વાત છે. આહા..હા..નાનામાં નાનો રાગ પણ સ્વભાવ ત્રિકાળ.... ત્રિકાળ... ત્રિકાળ દરિયા શુદ્ધ ચૈતન્ય ભગવાનની સાથે રાગનો નાનો કણ પણ (ભેળવે), ચાહે તો દયા, દાનનો રાગ હોય કે ચાહે તો સંસારના હિંસા, જૂઠ આદિનો રાગ હો એ રાગની સાથે ત્રિકાળી પવિત્ર પિંડ પ્રભુ ધ્રુવ અનંત આનંદ અને અનંત જ્ઞાન અને અનંત પવિત્ર ગુણોનો પિંડ આત્મા ! એને ત્રિકાળી પવિત્રની સાથે રાગના ક્ષણિક વિભાવને એકત્વ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૯
કળશ-૧૬૪ કરે એ એને અનંત સંસારના બંધનનું કારણ છે. આહા...હા...!
ચાહે તો લોકમાં કર્મ થવાને લાયક વર્ગણા પડી છે, આખો લોક ભર્યો છે છતાં એ બંધનું કારણ નથી. બીજી વાત (વર્તનાત્મ) જો એ કર્મવર્ગણા બંધનું કારણ હોય તો સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં અનંતી કર્મવર્ગણા પડી છે તો એમને પણ બંધન થવું જોઈએ). સમજાણું કાંઈ ? એ કર્મવર્ગણા કર્મ ઈ કંઈ બંધનું કારણ નથી. આહાહા.! તેમ મન-વચન-કાયાની ક્રિયા બંધનું કારણ નથી. કેમકે મન-વચનની ક્રિયાઓ તો ભગવાન કેવળીને પણ છે. પણ રાગની એકતા નથી માટે તે કંપન ક્રિયા બંધનું કારણ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? આવ્યું ને ઈ ? (વર્તનાત્મવંશ).
ઇન્દ્રિયો – આ પાંચ ઇન્દ્રિયો અને મન એની જે ક્રિયા થાય એ બંધનું કારણ નથી. કારણ કે ઇન્દ્રિયોના વિષયની વાસના અને આ ક્રિયા, એ તો સમકિતીને પણ હોય છે. છતાં સમકિતીને રાગની એકતા નથી તો મિથ્યાત્વ નથી એટલે બંધન નથી. અનંત સંસારનો બંધ નથી. જેટલો રાગ છે એટલું બંધન છે એની અહીં ગણતરી ગણી નથી. આહા...હા...! પાંચ ઇન્દ્રિયના વિષયો – સ્પર્શના, રસના, ગંધના, રૂપના, શ્રવણના એ ભોગો. પાંચ ઇન્દ્રિયના વિષય અને મનનો રાગ, મનનો વિષય આદિ. આહા..હા..! એ બંધનું કારણ નથી. એમ
અહીં બંધનું કારણ તો મિથ્યાત્વને લેવું છે અને એ મિથ્યાત્વ કોને હોય ? કે, જેને સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ પડ્યો છે એની સાથે વિકારના કણને પણ ભેળવે, એકપણે માને, એને મિથ્યાત્વનું અનંત સંસારનું બંધનનું કારણ ઊભું થાય છે. આહાહા....! અરે..! અહીં મોટો અબજોપતિ બાદશાહ હોય, એક દિવસના અબજો રૂપિયા પેદા કરતો હોય, એક દિવસના ! દિવસના, હોં ! છે ને અત્યારે ? એક રાજ છે. એક દિવસની અબજોની પેદાશ ! અત્યારે છે. અને એક દેશ એવો છે કે એક કલાકના દોઢ કરોડની પેદાશ ! એક કલાકમાં દોઢ કરોડ ! આહા...હા...! એ બધા અંદરમાં રાગની એકતાવાળા જીવ છે. આહાહા..! એ મિથ્યાદૃષ્ટિ(ને) પૈસા છે એને લઈને બંધન નથી. એને રાગની એકતાને લઈને મિથ્યાત્વનું બંધન છે), તે અનંત સંસારમાં રખડવાના છે. આહા..હા....!
એટલે કહે છે કે, મન-વચન ને કાયાની ક્રિયા પણ બંધનું કારણ નથી. જો એ બંધનું (કારણ) હોય તો કેવળીને મન-વચન-કાયા ત્રણે છે. છે ? આહાહા...! હવે ચોથો બોલ આવે છે, જરી ઝીણો છે.
(વિ) “જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર...” આ એકેન્દ્રિય વનસ્પિતના જીવ. પાણીના, પૃથ્વીકાયના, અગ્નિના, વાયુના. જેમાં જીવ છે અને શરીર છે. આ પાંદડાં દેખાય છે ઈ લીમડાનું શરીર દેખાય છે. અંદર જીવ છે એ તો ભિન્ન છે. આ પાંદડું છે ને ? લીમડાનું આટલું એક પાંદડું ! એમાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કિલશામૃત ભાગ-૫
જીવ છે અને એક એક જીવની સાથે એક એક તૈજસ અને કાર્મણ શરીર છે. એ એકેન્દ્રિય જીવનો કોઈ ઘાત કરે છે ? એકેન્દ્રિય છે ને ?
એકેન્દ્રિયાદિ.” તેમ બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિયનો પણ કોઈ ઘાત થાય.. આહા..હા..! “જીવના સંબંધ રહિત પાષાણ...” એકેન્દ્રિયાદિ જીવનું શરીર અને તે જ જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો મૂળથી વિનાશ અથવા બાધા-પીડા....” આહાહા! લાકડાના કટકા કરે અને લીમડાના જીવને મારે એ બંધનું કારણ નથી કહે છે. થોડી ઝીણી વાત છે. એને અંદર રાગ જે વિકત ક્ષણિક ઉપાધિ વિભાવ (થાય છે), ચાહે તો શુભ હો કે અશુભ, એ ત્રિકાળી પરમાત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ ! ત્રિકાળી નિત્યાનંદ ભાવ ! એને ક્ષણિક વિકૃત અવસ્થા જે રાગ – પુણ્યનો કે પાપનો, શુભ કે અશુભનો.... આહા..હા..! એ એક સમયની વિકૃત દશાને ત્રિકાળી સ્વભાવ સાથે એકતા કરે. ઝીણી વાત છે, બાપુ ! અનંતકાળથી રખડે છે. આહા..હા..! આ કારણે એ પરિભ્રમણ કરી રહ્યો છે કહે છે.
એકેન્દ્રિયાદિના જીવની ઘાત થાય એથી અહીં પાપબંધન થાય એમ નથી કહે છે. છે ? એકેન્દ્રિયાદિ એટલે બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિયનું શરીર. “જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો મૂળથી વિનાશ...” મૂળથી નાશ કરે. આહા..હા..! પંચેન્દ્રિય જીવનો ઘાત થાય. આહા...હા...! સમ્યક્દષ્ટિ જીવ જેને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા (કરીને) જ્ઞાતા-દષ્ટા થયો છે એની લડાઈમાં કહે છે, લાખો પંચેન્દ્રિય માણસ મરે એનો એને બંધ નથી અને એ બંધના કારણ પણ નથી એમ કહે છે. આહા...હા...!
જેણે રાગ અને સ્વભાવ બે ભિન્ન પાડ્યા છે એવા જીવને એના શરીરથી કે હથિયારથી એ પંચેન્દ્રિયના પ્રાણ જાય એનું એને બંધન નથી. ઝીણી વાત છે.
પ્રશ્ન :- આ ચોથો બોલ છે ઈ મુનિની અપેક્ષાએ વાત છે ?
સમાધાન :- ના, આ તો બધાની વાત છે. દાખલો મુનિનો આપશે પણ છે વાત બધા સમકિતીની.
પ્રશ્ન :- સમકિતીને... ?
સમાધાન :- એને પણ નથી. એને રાગની એકતા નથી (માટે) વધ થાય એમાં બંધ નથી. મુનિનો દૃષ્ટાંત આપશે.
પ્રશ્ન :- ત્રીજા બોલમાં સમ્યફદૃષ્ટિની વાત લેવી છે ?
સમાધાન :- બધે સમકિતદૃષ્ટિની વાત છે. પણ આ દાખલો અહીંયાં આપશે કે, જો પંચેન્દ્રિય જીવના વધથી બંધ થતો હોય તો કહેશે, જુઓ !
બાધા-પીડા તે પણ બંધના કર્યા નથી.” આહા..હા...! બીજાના શરીરનો નાશ થાય, કરે. એના શરીરથી નાશ થાય અને એને બાધા-પીડા ઉપજાવે અને મોટા પથરાના કટકા,
Page #184
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૭૧
ભૂકા કરે... આહા..હા..! છતાં તે પણ બંધના કર્યા નથી.”
સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર...” હવે આ તો દૃષ્ટાંત છે. “ભાવલિંગી...' આહા..હા...! જેને અંદર અતીન્દ્રિય આનંદના ઉભરા આવ્યા છે. મુનિ એને કહીએ. ભગવાન આત્મા એ તો અતીન્દ્રિય અતીન્દ્રિય આનંદનો મોટો ગાંસડો છે ! ભગવાન ! આત્મા હોં ! આહા..હા..! એમાં દુ:ખ નથી, એમાં રાગ નથી. એ તો અતીન્દ્રિય આનંદનો પંજ પ્રભુ છે. એ અતીન્દ્રિય આનંદના પૂંજની જેને દૃષ્ટિ થઈ છે અને એ ઉપરાંત.... આ તો મુનિનું દૃષ્ટાંત આપે છે કે, જેને અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન રાગથી ભિન્ન પડીને પ્રચૂર આનંદનું વેદન છે એવાને ભાવલિંગી સંત કહે છે. આહા...હા..!
મહામુનીશ્વર ભાવલિંગી....” આ..હા..હા..! અંતરમાં જેને આનંદના ઉભરા આવ્યા છે, આહા...હા...! સમ્યકૂદષ્ટિને તે અતીન્દ્રિય આનંદના અંશનું વેદન છે પણ એનું દૃષ્ટાંત ન આપતાં આ દૃષ્ટાંત આપ્યું કે જે લોકોને ઝટ ખ્યાલમાં આવે. બાકી સમકિતદૃષ્ટિ પણ બંધના પરિણામ રહિત જ છે. આ.હા.! સમજાણું કાંઈ ?
મહામુનીશ્વર ભાવલિંગી..” આ...હાહા...! જેને આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જેની દશામાં ઉછળી ગયો છે ! આ...હા..હા..! આ ઇન્દ્રિયના વિષયોમાં રાગ છે એ તો ઝેર છે. એ ઝેરનો અનુભવ છે. આહા..હા..! પાંચ ઇન્દ્રિયના વિષયો, એની પ્રશંસા (કરે), શરીનો સ્પર્શ કરે, સુગંધ કરે, રૂપ દેખે, રસ ખાય એ બધા પાંચ ઇન્દ્રિયના વિષયોને જ્ઞાની ભોગવે. ભોગવવાનો અર્થ કે એના સંયોગમાં આવે છતાં સ્વભાવમાં એકતા છે માટે એને બંધનું કારણ નથી. આહાહા..! ઝીણી વાતું ! આ તો જન્મ-મરણ રહિત થવાની વાતું ઝીણી બહુ ! આહાહા....!
મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે. માર્ગમાં ચાલે છે. દેવસંયોગે સુક્ષ્મ જીવોને બાધા થાય.” આહા..હા..! અરે...! કોઈ તીડ ઉડતા આવે, આ ઝીણા તીડ આવે છે ને ? ખપેડી, ખપેડી આવે છે. ખપેડી જાણો છો ? ખેતરમાં થાય. એ મુનિ તો આમ (જ્યાં) ચાલતા હોય ત્યાં હોય નહિ પણ આમ પગ જ્યાં મૂકે ત્યાં પેલી હેઠે ગરી જાય (અને) મરી જાય. પણ મુનિને બંધ નથી. સમજાણું કાંઈ ?
“સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. જીવના ઘાતથી બંધન હોય તો મુનિના શરીરથી પ્રાણનો ઘાત તો થાય છે પણ એને બંધન નથી. આકરી વાત છે.
મુમુક્ષુ :- ભાવહિંસા નથી.
ઉત્તર :- ભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે. જેમાં એને મારવાની ઇચ્છા જ નથી અને ઇચ્છા છે તેની સાથે એકતા નથી. આહા..હા! ઝીણી વાત, ભાઈ ! બહુ આકરું કામ છે. જેનદર્શનને સમજવું, જૈનદર્શન એટલે વિશ્વદર્શન – વિશ્વપદાર્થનો સ્વભાવ. આહાહા...!
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કલામૃત ભાગ-૫
અહીંયાં કહે છે, અચિંત્ય પ્રભુ ભગવાન ! નિર્મળાનંદનો નાથ એની સાથે જેની એકતા થઈ છે અને રાગની જેને એકતા તૂટી ગઈ છે એવા સંતો ભાવમુનિ જ્યારે ચાલે (અને) તેના શરીરથી લીમડાનો કોર પગ નીચે આવી જાય), ચાલતા હેઠે ન હોય (પણ) જ્યાં ચાલે ત્યાં ઉપરથી કો૨ પડે, શરીરથી જીવ હણાય જાય. કોર.. કોર.. (એટલે) ફૂલ. આહા..હા...! પગ નીચે આવી જાય. ઇર્યા (સમિતીથી) ચાલતા હતા ત્યાં એકદમ પવન આવ્યો અને (એ લીમડાની કો૨) એકદમ પગ હેઠે આવી ગઈ. છતાં એ ઘાતથી મુનિને બંધ નથી. આહા..હા...!
બંધનું કારણ તો રાગ અને સ્વભાવ ત્રિકાળી પ્રભુ ! એની સાથે રાગ શંકો, એક સમયની વિકૃત દશા... આહા..હા...! મહાપ્રભુની સાથે એને જે મેળવે... ઝીણી વાતું, બાપુ ! આહા...હા...! આનંદનો સાગર પ્રભુ ! અતીન્દ્રિય જ્ઞાનનો ડુંગર ! એને આ કૃત્રિમ, ક્ષણિક વિકારને મેળવે, ભેળવે. ભાઈ ! આવી વાતું છે. તો એ બંધનું કારણ છે. પણ જેણે રાગને અને ભગવાનઆત્માના સ્વભાવને ભિન્ન પાડીને જ્ઞાતા-દૃષ્ટા આનંદનો સ્વાદ આવ્યો છે... આહા..હા...! અતીન્દ્રિય જ્ઞાન જેને જ્ઞાતા-દૃષ્ટા પ્રગટ્યું છે એને ચાલતાં.. ચાલતાં લીધું છે ને ? એકેન્દ્રિય જીવવધ થઈ જાય... આહા..હા...!
જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત.' પણ એને બંધન છે નહિ. આહા..હા...! આના ભાવાર્થમાં ભર્યું છે, નહિ ? એમ કે, આ તો (મુનિનું) નામ આપ્યું છે બાકી સમિકતીને લેવા. એમાં મૂળ પાઠમાં આવ્યું (છે). સમ્યષ્ટિને રાગના સંબંધનો અભાવ હોવાથી રાગની એકતાબુદ્ધિનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી.
મુમુક્ષુ :(‘સમયસાર’માં બંધ અધિકા૨ની ૨૩૭ થી ૨૪૧ ગાથાનો) ભાવાર્થમાં છે. ઉત્તર :- હા, ભાવાર્થમાં આવે છે ને ! અહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિબંધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે – મિથ્યાદૃષ્ટિ પુરુષ જે રાગ-દ્વેષ-મોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાં – બહુ કર્મયોગ્ય પુદૂંગલોથી ભરેલો લોક, મન-વચન-કાયાના યોગ, અનેક કણો તથા ચેતન-અચેતનનો ઘાત–બંધના કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (–કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.
અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું. આ કહેવું છે. શું કહેવું છે ? કે, (મુનિરાજ) સમિતિથી ચાલે છે અને એમાં ઘાત થઈ જાય છે તો એને બંધનું કા૨ણ નથી. એ સમિતિનું નામ લીધું. છે ને ? અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે – અવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ
Page #186
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૭૩ સંબંધી રાગથી કિંચિતુ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિબંધ જ જાણવા.” એ અહીં કહેવું છે. પેલું તો સમિતિથી ચાલે છે એનું દૃષ્ટાંત આપીને સિદ્ધ કર્યું. આને (-સમ્યક્દૃષ્ટિને) સમિતિ નથી એટલે એનો દાખલો આપ્યો). બાકી દૃષ્ટિની અપેક્ષાએ તો એ પણ નિબંધ જ છે. સમજાણું ? આ કેવું છે. આ દાખલો આપ્યો માટે આ મુનિને માટે (વાત) છે એમ નહિ. બધાને લાગુ પડે છે. આહાહા...!
મુમુક્ષુ :- મુખ્યપણાના પહેલા બોલમાં સિદ્ધને, બીજા બોલમાં અરિહંતને, ત્રીજા બોલમાં....
ઉત્તર :- ઈ તો દાખલો આપ્યો. એ તો પણ દાખલો આપ્યો પણ આ વસ્તુ તો સમ્યફદૃષ્ટિને માટે જ છે. એ તો સિદ્ધાંત સિદ્ધ કરવા કહે છે, મન-વચન ને કાયાની ક્રિયાથી (બંધ) થતો હોય તો કેવળીને થાય. વર્ગણાથી થતો હોય તો સિદ્ધોને થાય. સમજાણું ? એ તો દૃષ્ટાંત દીધું. પણ સિદ્ધ ઈ કરવું છે કે, રાગની એકતાબુદ્ધિ છે તેને બંધ થાય. રાગની એકતાબુદ્ધિ નથી તેને બંધ થાય નહિ એ સિદ્ધ કરવું છે. આહાહા....! સમજાણું કાંઈ ? આહા...હા...! આવી વાતું છે, ઝીણી બહુ !
અહીંયાં એ કહ્યું, જુઓ ! ૧૬૪. “ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે.” પેલા જીવઘાતથી નહિ એમ કહે છે. તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી...' છે ? આહા...હા....! એકેન્દ્રિય આદિ મરે એની મદદ બંધના કારણમાં છે નહિ. ઈ કારણ છે જ નહિ. આહા..હા....! પછી કહેશે કે, સમકિતી સ્વચ્છંદી નથી. સ્વચ્છેદી થઈને નિરર્ગળપણે વાંછાથી હિંસા કરે અને બંધ ન થાય એમ નથી. જાણનાર રહે અને ઇચ્છા કરે – બે એકસાથે રહી શકે નહિ. આહાહા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, બહુ ઝીણું, બાપા ! આહા...હા...! અહીં તો સમ્યકુદૃષ્ટિને પણ નિબંધ જ કહ્યો. આહા...હા....! અસ્થિરતાના રાગની એને એકતા નથી. એથી એને નિબંધ જ કહેવો, અહીંયાં અસ્થિરતાના રાગને ગણવો નહિ, કહે છે.
મુમુક્ષુ :- બહુ જવાબદારી છે.
ઉત્તર – આહા..હા..! સમ્યગ્દર્શનનું માહાસ્ય શું છે ? અને મિથ્યાત્વની નીચતા – હલકાઈ કેટલી છે ઈ વાત છે. આહા..હા..!
ચાહે તો સમ્યક્દષ્ટિ મોટા ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પડ્યો હોય પણ એને રાગની એકતા નથી માટે એને બંધના કારણો નથી એમ સિદ્ધ કરવું છે. આહા..હા..! સમજાણું કાંઈ ? તેથી સમ્યક્દષ્ટિ, બાહ્યના કારણોથી બંધ નથી માટે નિર્ગળ થઈને વાંછા કરીને કામ કરે એમ છે નહિ. એવું હોય નહિ. કાંક્ષાથી પ્રવૃત્તિ હોય અને માને કે અમને કાંક્ષા નથી અને બંધ નથી (તો) એમ નથી. આહા..હા... આવી વાતું છે. જૈનધર્મને સમજવો બાપુ ! આકરી વાત છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કિલશામૃત ભાગ-૫
દુનિયામાં તો રાજ અનંતવાર મળ્યા. એક એક દિવસની અબજોની પેદાશના રાજ અનંત વાર મળ્યા. અત્યારે છે ને ? “આરબ દેશમાં એક રાજા છે (તેને) એક દિવસની અબજની પેદાશ ! એક અબજની ! અત્યારે છે. એમાં ધૂળમાં શું છે ? આહાહા...પણ એ પછી મરીને નરકે જવાના. કારણ કે માંસ અને દારૂ ખાતા હોય (એટલે નરકે જવાના). અને અહીં દારૂ, માંસ ન ખાતા હોય અને પૈસાવાળા હોય તો ઈ મહામોહનીય રાગની એકતામાં પડ્યા છે. એ પણ તિર્યંચ અને ઢોરમાં જવાના – પશુમાં જવાના. આહા..હા..! આવી વાતું છે. કહો, ભાઈ !
પંચેન્દ્રિય તિર્યંચ પશુનું મોટું પેટ છે. ઘણા પંચેન્દ્રિય તિર્યંચ ! ઘણા પંચેન્દ્રિય તિર્યંચ શાસ્ત્રમાં એટલાં વર્ણવ્યા છે કે દેવના જીવો પણ કેટલાક મરીને ઢોરમાં જાય, નારકીના જીવ મરીને પશુમાં જાય, માણસના મરી મરીને ઘણા પશુમાં જાય. એટલી પશુની સંખ્યા છે. આહા..હા...! કેમકે જ્યાં ધર્મ શું ચીજ છે (એની) તો હજી ખબર નથી અને આખો દિ પાપના પરિણામના પોટલા બાંધતો હોય. એ દુકાનના ધંધે, બાયડી, છોકરાને સાચવવામાં ને આબરુમાં ને પૈસા રાખવામાં એકલા પાપના પોટલાં ! આહાહા.! એ મરીને પશુમાં જવાના). આકરી વાત છે, બાપા ! શું થાય ?
મેં તો કહ્યું નહોતું ? (સંવત) ૧૯૬૬ની સાલ ! અમારા ભાઈ – ફઈના દીકરા ભાગીદાર (હતા). '૬૬ની સાલ, ૬૮ વરસ પહેલા ! ૬૮ વરસ પહેલા ! આ તો ૮૮ થયા. હું પણ દુકાન ચલાવતો અને એ પણ દુકાન ચલાવતો). બે દુકાન હતી. મારાથી એવું કહેવાણું. હું તો ત્યારે પણ “ભગત' કહેવાતો. ફઈના દીકરા અમારા ભાગીદાર છે. કુંવરજીભાઈ ! તમારી ધંધાની મમતા મને એવી લાગે છે. મારી ૨૦ વરસની ઉંમર ! આપણે વાણિયા છીએ એટલે દારૂ, માંસ ખાતા નથી. ઈ દુકાનને થડે બેઠો હતો અને હું આહાર કરવા ગયેલો. અમે ભેગા આહાર કરતા. દુકાનમાં એકસાથે ત્રીસ માણસ હતા). આ (સંવત) ૧૯૬૬ની વાત છે. ૬૮ વરસ પહેલાં. ભાઈ ! તમે નરકમાં પણ નહિ જાઓ એવું લાગે છે. તેમ તારા દેવમાં જવાના લખણ મને નથી લાગતા, ભાઈ હોં ! મારી સામે બોલે નહિ, કોઈ બોલે નહિ. (એમ કહે), સાંભળો ! “ભગત” કહે છે ? ઈ “ભગત’ છે. મરીને મનુષ્ય (થાઓ) એવું મને લાગતું નથી. યાદ રાખો, તમારે માટે હવે એક પશુનો અવતાર છે. એ.ઈ....! આ ૬૮ વરસ પહેલાંની વાત છે. સાંભળે, દાંત કાઢે. મને તો એવું લાગે છે. બે બે લાખની વરસની પેદાશ ! અગિયાર-બાર વરસ પહેલા ગુજરી ગયો. ત્રણ ત્રણ છોકરા, દસ લાખની) મુડી, એ મરતાં ભાઈ ! સનેપાત – પાગલ થઈ ગયો. મેં આ કર્યું.. મેં આ કર્યું. મેં આ કર્યું. મેં આમ કર્યું.. છોકરાઓ કહે, મહારાજ કહેતા એવું આ થયું. આહા...હા...! એમાં મરી ગયો. ધૂળમાં શું હતું તારું ? સાંભળને હવે ! આહા...હા...! મુરખનો જામ મોટો ! બહારમાં આબરુ ગણાય કે, આ.હા...હા..! “કુંવરજી જાદવજીની મોટી
Page #188
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૪
૧૭૫
દુકાન !' આ..હા...! આત્મા શું છે એની ખબરું ન મળે. એ તો નથી પણ હજી આ કરું... આ કરું... આ કરું... આખો દિ' હું.. હું.. હું... (કરીને) મરી જઈશ. મારાથી ચાર વરસ મોટા હતા, હોં ! સાંભળે. મરતા ઈ જ થયું.
આહા..હા...! અહીં કહે છે કે, જેને શ૨ી૨થી જીવનો ઘાત થાય છતાં અંતરમાં જેને રાગની એકતાબુદ્ધિ નથી એને બંધન છે નહિ અને જેના શરીરથી કોઈ એકેન્દ્રિય જીવની ઘાત ન થાય એવી જેને દયાનો ભાવ હોય છતાં જેને અંતરમાં રાગની દયાના ભાવના રાગની એકતાબુદ્ધિ છે એ મિથ્યાત્વનું – અનંત સંસારનું બંધન કરે છે. આવી વાતું છે. વાત તો આવી છે. આહા..હા...!
ઈ અહીં કહે છે. મુનિનો તો દૃષ્ટાંત દીધો. કેમકે એ સમિતિથી ચાલે છે એ અપેક્ષાએ. અવિરત સમકિતષ્ટિને સમિતિથી ચાલવાનું ન હોય. એથી એનો દાખલો ન આપ્યો પણ બાકી તો સમ્યષ્ટિ જીવ પણ એના શરીરથી જો ઘાત આદિ થાય... આ...હા...હા...! છતાં તેને બંધન છે નહિ. કેમકે ઈ જ્ઞાતા-દૃષ્ટાપણે ઊભો છે. જાણના૨-દેખનાર હું છું, હું રાગનો કર્તા અને રાગ મારી ચીજ જ નથી. આહા..હા....! સમજાણું કાંઈ ? અને અજ્ઞાની દયા પાળે, વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, કરોડોના દાન આપે છતાં તેને અંદર રાગની એકતાબુદ્ધિ છે તો મિથ્યાત્વથી બંધન છે. આહા..હા...!
—
રાગ
‘ઉપયોગભૂમિ’ એ શબ્દ લીધો છે ને ? ધ્રુવ ભૂમિકા જે નિત્યાનંદ પ્રભુ ! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા ! એવી જે ભૂમિ નામ પોતાનો સ્વભાવ... આહા..હા...! એની સાથે ક્ષણિક દયા, દાન, વ્રત કે કામ, ક્રોધના અશુભ ભાવને મારા તરીકે માને છે, આત્માની (સાથે) એકતાબુદ્ધિ મિશ્રણ કરી નાખે છે એ અનંત સંસારના ભાવને બાંધે છે. અનંત સંસારની વૃદ્ધિ કરે છે. ભાઈ ! આમાં તો બધું પાણી ઉતરી જાય એવું છે. આહા..હા...! અમે હોશિયાર ને અમે ડાહ્યા, (પણ) શેમાં ? રખડવામાં. અરે......!
—
—
અહીં આચાર્ય ઈ કહે છે, જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે.’ છે ને ? તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી;...' છે ? જીવઘાત થાય એને કા૨ણે બંધ છે ઈ છે જ નહિ. છતાં આગળ કહેશે, હોં ! વસ્તુસ્થિતિ આવી છે પણ છતાં નિરર્ગળ અંકુશ વિના વાંછાથી ઈ જીવને મા૨વાનો ભાવ રાખીને તને બંધ નથી એમ જો માન તો મરી જઈશ. આહા..હા...!
તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી;..' એ જીવ મરે એનાથી બંધન કાંઈ નથી. આ..હા..હા...! કઈ અપેક્ષાએ કહે છે ? બાપુ ! એમાં એનો ભગવાનઆત્મા પૂર્ણ જ્ઞાન અને આનંદનું ઘન શુદ્ધ ધ્રુવ નિત્ય પ્રભુ ! એની સાથે ક્ષણિક વિકૃત સાથે એકપણે મેળવે, ઉપયોગભૂમિકામાં આ રાગને એકપણે કરે, બસ ! એ સંસારનું કારણ મિથ્યાસૃષ્ટિ છે. આ..હા..હા..હા...! માટે સમ્યગ્દર્શન પ્રગટ કરો એમ કહેવામાં આવે છે. મૂળ વાત. એમાં
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૬
કલશામૃત ભાગ-૫
આમ થાય માટે તને ડરાવે છે એમ નહિ. માટે એકવાર પ્રભુ ! તું ચાહે તો રાગ શુભ કે અશુભ (હો) એને ભેદ પાડવાનો અભ્યાસ કરીને સમ્યગ્દર્શન ક૨ તો તને સંસારનો અંત આવશે. આહા..હા..! આ શરત ! આહા..હા...! અને તે સમ્યક્ સત્ અંદર છે. એને ઓળખીને પ્રતીતિ અને ભાન કરવું છે. ઈં કોઈ નથી અને ભાન કરવું એમ નથી કહેવું.
?
અંદર ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ બિરાજે છે. આહા..હા...! પેલું આવે છે ને ? સ્વયં જ્યોતિ’ ‘શ્રીમદ્’માં આવે છે ને ? સ્વયંજ્યોતિ ! ચૈતન્યજ્યોતિ સ્વયં પ્રભુ ચૈતન્યસૂર્ય મહાપ્રભુ બિરાજે છે. આહા..હા...! અને સુખધામ (અર્થાત્) અતીન્દ્રિય આનંદનું સ્થળ તો એ આત્મા છે. ત્યાં આનંદ છે. બાહ્યમાં ધૂળમાં પૈસામાં, બાયડીમાં, છોકરામાં ક્યાંય સુખ નથી પણ તેના તરફ લશ્ર જતાં દુ:ખ છે. આહા..હા...! અરે.....! એ પૈસા દુઃખરૂપ નથી પણ પૈસા તરફનું લક્ષ જાય છે તે દુ:ખ છે. આ..હા....! સમજાણું કાંઈ ? ત્યાં એ વાત કરી. હવે બીજો શ્લોક. ૧૬૫.
આટલું જોર આપ્યું છતાં કોઈ વાંછાથી કામ કરે અને બંધન નથી એમ માની લ્યે તો એ સ્વચ્છંદી જીવ અજ્ઞાની છે. આ વાત સિદ્ધ કરી. સિદ્ધાંત સિદ્ધ કર્યો). સમજાણું કાંઈ ? પણ જાણવું અને કાંક્ષા બે એક સમયે સાથે રહે નહિ. જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવું અને વાંછાથી કામ લેવું એ કામ એકસાથે હોઈ શકે નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? ૧૬૫
ને ?
(શાર્ટૂનવિક્રીડિત)
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत् । रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्दगात्मा ध्रुवम् । । ३-१६५ । ।
ખંડાન્વય સહિત અર્થ :- ‘અહો અયમ્ સભ્યાત્મા ત: અપિ ધ્રુવમ્ વ વન્યું ન પૈતિ” (અઠ્ઠો) હે ભવ્યજીવ ! (ત્રયમ્ સભ્ય દ્દાત્મા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ (ત: અપિ) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નિહ ભોગવતાં (ધ્રુવમ્) અવશ્ય (વૈં) નિશ્ચયથી (વન્થ ન નૈતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? રવિન્ પયો ભૂમિમ્ અનયન” (નાવિન્) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (૩૫યોગમૂમિમ્) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (અનય નહિ પરિણમાવતો થકો, વતં જ્ઞાનં
Page #190
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૫
૧૭૭
અવે માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-અત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. ‘તતઃ તો મૈ તું તત્ પરિસ્થંલાત્મ* * સહુ મિન તાનિ ૨UI[નિ સન્ ૨ તત્ વિશ્વવ્યાપદ્વિ ચતું (તત:) તે કારણથી (નો: જર્મ મg) કામણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો કેવું છે તેવું જ રહો, (૧) અને (તત્ પરિશ્યન્તાત્મ પ્રસ્તુઓ એવા છે જે આત્મપ્રદેશ કપરૂપ મનવચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં ? (નિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (તાનિ ઋRUITનિ સલ્ત) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (વ) અને (ત વિ-વિવ્યાપતિ મસ્તુ પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫.
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्दगात्मा ध्रुवम्।।३-१६५ ।।
‘રો યમ્
સ ત્ની ત: પ ધ્રુવમ્ વ વવૅ તિ' હે ભવ્યજીવ! (ત્રયમ્
સ ભા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ. આહા...હા...! ધર્મીની પહેલી ભૂમિકા આ છે. આ.હા..હા...! સમ્યક્રદૃષ્ટિ છે ને ? “શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ...” રાગનો અનુભવ નહિ. આહા..હા..! જેને રાગની એકતા તૂટીને ભગવાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેનો સ્વભાવ છે. આ..હા..હા..! આ ધર્મની પહેલી સીડી !
શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ...” શુદ્ધ પવિત્ર ભગવાન પૂર્ણાનંદનો નાથ ! તેને અનુસરીને થવું જેનો સ્વભાવ છે. આહાહા...! નિમિત્તને અનુસરીને થવું એવો સ્વભાવ જેને નથી. આહાહા...! સમજાણું કાંઈ ? ઝીણી વાતું, બાપુ ! મારગડા ઝીણા બહુ! આહા...હા...! શુદ્ધ સ્વરૂપનો અનુભવ...' વ્યાખ્યા ઈ કરી. સમ્યક્દષ્ટિ એટલે... છે ને ? (
સ ાત્મ) “શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ..” એમ. આહા...હા...! દયા, દાન ને રાગના પુણ્યથી, અશુભરાગના પાપથી ભિન્ન પ્રભુ ! ત્રિકાળી આનંદનો નાથ એના અનુભવમાં જે શીલ છે), અનુભવશીલ સ્વભાવ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદને અનુભવવો એ જેનો સ્વભાવ છે. એવો સમ્યક્દષ્ટિ. આહા..હા..!
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કલશામૃત ભાગ-૫
(ભુત: પિ) ‘ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં અવશ્ય નિશ્ચયથી જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી.’ એ ભોગની સામગ્રીમાં હો કે એને ભોગસામગ્રી ન હો. કોઈ પાપના ઉદયે એ સામગ્રી ન હો, પણ એને હવે બંધ નથી. આહા..હા...! ગરીબ માણસ હોય, એને આ સામગ્રી હોય જ નહિ અને હોય સમકતી. આહા..હા...! પચીસપચાસ રૂપિયા મહિને જોતા હોય અને ન મળતા હોય એવો ગરીબ હોય. છતાં હોય રાગથી ભિન્ન પડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ આત્મા ! આહા..હા...! અંદરમાં તવંગર છે, બાદશાહ છે ! કહે છે એને પાપનો ઉદય હોય તો બાહ્ય સામગ્રી ન પણ હોય અને પુણ્યનો ઉદય હોય તો સામગ્રી હોય. બન્ને હો કે ન હો. આહા..હા...!
આ...હા..હા..! નિત્યાનંદ દ્રવ્યસ્વભાવ વસ્તુનો શુદ્ધ સ્વભાવ પવિત્ર સ્વભાવ અનાકુળ સ્વભાવ, શાંતરસ સ્વભાવને અનુભવવાનો જેનો સ્વભાવ થયો છે એ જીવને પુણ્યને કા૨ણે સામગ્રીના ઢગલા હો કે પુણ્યને કારણે એ સામગ્રી ન હો, પણ એનાથી એને બંધ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બન્ને વાત લીધી. આહા..હા..!
‘નિશ્ચયથી...’ આઠ કર્મના બંધને કરતો નથી.' આહા..હા...! સમ્યગ્દર્શનનું માહાત્મ્ય અને સમ્યગ્દર્શનનો વિષય કેવડો છે ? ભગવાન પૂર્ણાનંદ એનો વિષય છે. સમ્યક્દષ્ટિનું ધ્યેય પૂર્ણ આનંદ છે અને પર્યાયમાં પણ આનંદનો અનુભવશીલ સ્વભાવ છે. આહા..હા...! એ કર્મબંધને કરતો નથી.
રવિન્ ઉપયોગમૂમિમ્ અનયન” (વીન) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને’ રાગ (શબ્દનો) અર્થ કર્યો. જેટલું અશુદ્ધ પરિણમન છે પુણ્ય ને પાપ ને રાગ અને દ્વેષનું... આહા...હા...! તેના વિભાવપરિણામોને (ઉપયોગભૂમિમ્) ‘ચેતનામાત્ર ગુણ પ્રત્યે નહિ પરિણમાવતો થકો...' આ..હા...! વિકારને આત્માની સાથે નહિ પરિણમાવતો થકો. આહા..હા...! મિથ્યાદૃષ્ટિ ત્રિકાળી સ્વભાવ સાથે વિકારને પરિણમાવતો થકો. એ મિથ્યાષ્ટિ અનંત સંસારના બંધનને કરે છે. સમ્યગ્દષ્ટિ... આહા..હા...! છે ? રાગાદિ પરિણામને પોતાની
ભૂમિકામાં ચેતનામાત્ર ગુણ પ્રત્યે નહિ પરિણમાવતો થકો... આહા..હા...! રાગને ભિન્ન રાખતો થકો.
અહીં તો રાગને ભિન્ન રાખે છે ઈ એનું કામ નથી કહે છે. અહીં તો રાગને ચેતનાસ્વભાવ સાથે નહિ પરિણમાવતો થકો. બસ ! આ..હા...! એકપણે નહિ કરતો થકો. અસ્થિરતાનો રાગ હોય છતાં સમ્યકૂષ્ટિ રાગને ચૈતન્ય સ્વભાવ સાથે એક નહિ કરતો થકો. આહા..હા...! આવું છે. આવી વાત સાંભળવા મળે નહિ, સાંભળે નહિ એ બિચારા ક્યાં જાશે ? આ..હા...!
બે વાત છે. એક તો તત્ત્વનો વિરોધ કરનારાઓને નિગોદસ્થાન છે. વચમાં કોઈ શુભ ભાવ હોય (અને) સ્વર્ગમાં ભલે જાય. અને તત્ત્વના આરાધક જીવને મોક્ષસ્થાન છે. વચમાં ભલે કોઈ અશુભ ભાવ હોય અને ભલે નરકમાં જવું પડે. એ શુભાશુભ ભાવ છે ઈ ગતિનું
Page #192
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૫
૧૭૯
કારણ છે અને તત્ત્વનો વિરાધક છે તે નિગોદનું કારણ છે અને તત્ત્વના આરાધક છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ ? આહા..હા..! તત્ત્વનો આરાધક છે, રાગરહિત સ્વભાવનો આરાધક છે એ જીવને (એના) ફળમાં એનું મોક્ષસ્થાન છે. વચમાં એને કોઈ અશુભ ભાવ આવી ગયો હોય, પહેલું આયુષ્ય બંધાઈ ગયું હોય તોપણ ત્યાં જાય પણ એનું – આરાધકનું સ્થાન તો અંતે મોક્ષ જ છે. અને અજ્ઞાનીને વચ્ચે શુભ ભાવ આવે અને તત્ત્વનો વિરાધક છે, જ્ઞાનાનંદ હું નહિ, રાગની એકતાબુદ્ધિવાળો વિરાધક જીવ છે. એ જીવને કોઈ ઝાઝા શુભ ભાવ હોય (તો) સ્વર્ગમાં ભલે જાય પણ એનું સ્થાન તો અંતે નિગોદ છે. વસ્તુ આવી છે. તેમ જેને મનુષ્યપણાનો વ્યસનો કાળ પૂરો થઈ ગયો હોય અને મિથ્યાદૃષ્ટિ છે, સ્વરૂપનો વિરાધક છે તો એ મરીને સીધો નિગોદમાં જાય અને વચમાં કંઈ શુભ ભાવ હોય અને એને લઈને સ્વર્ગમાં જાય પણ અંતે એનું ફળ નિગોદ છે. આહાહા...! જ્યાં એક શરીરમાં અનંતા જીવ પડ્યા છે ત્યાં જાશે. આહા..હા..! વીતરાગમાર્ગ અલૌકિક છે !
અહીં એ કહે છે, “માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. જોયું ? “વ« જ્ઞાનં અવે' એમ કહે છે. સમ્યક્દષ્ટિ તો રાગને પણ જાણનારો અને પરને પણ) જાણનારો (છે). સ્વને જાણતાં પરનો જાણનારો જ રહે છે. આહા...હા...! આવું કામ આકરું બહુ ! ધર્મીને રાગને પોતામાં નહિ પરિણમાવતો થકો. ધર્માજીવ વિભાવના રાગને પોતામાં નહિ કરતો થકો અને માત્ર જ્ઞાનસ્વરૂપ રહેતો થકો. આહા..હા..! જાણનાર-દેખનાર જ હું છું, એ જ મારી ચીજ છે... આહા...હા...! એવું જેણે જ્ઞાનસ્વરૂપને અનુભવ્યું.
ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે....... આહાહા...! “સમ્યફદૃષ્ટિ જીવને બાહ્ય-અત્યંતર સામગ્રી આહાહા...! (અર્થાત) અંદરમાં રાગાદિ હો અને બાહ્યમાં બધી સામગ્રી પડી હોય. પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, આ..હા..હા..! શું કહે છે ? અત્યંતરમાં પણ હજી રાગાદિ ભલે હો, બાહ્યમાં સામગ્રીના ઢગલા હો પણ તેને રાગની અશુદ્ધતાનું પરિણમન (જી એકત્વ છે એ નથી. આહા...હા....!
મુમુક્ષુ :- રાગ હોવા છતાં એકત્વબુદ્ધિ નથી.
ઉત્તર :- એકત્વબુદ્ધિ નથી. અહીં એ જ સંસારનું કારણ બતાવવું છે. એટલે કીધું ને ? અત્યંતર વિભાવ પણ હો. બાહ્યમાં સામગ્રી હો પણ અંદર વિભાવની એકતાબુદ્ધિ ન હો. આહા...હા...! આવી વાતું છે. દુનિયા કરતાં જુદી જાત છે. આહા...હા...!
બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે....” જોયું? “પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી રાગની એકતાબુદ્ધિનું અશુદ્ધ પરિણમન નથી એમ. આહા...હા....! ‘તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી.” આહા...હા...! આ...હા...!
'तत: लोकः कर्म अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કલશામૃત ભાગ-૫
સત્તુ ચ તત્ વિવિદ્યાપાવન અસ્તુ” આહા..હા..! ભાવલિંગી મુનિરાજ સંત કહે છે. આ ભગવાનની વાણી છે ઈ પોતે મુનિ કહે છે. આહા..હા...! તે કારણથી કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો જેવું છે તેવું જ રહો...’ ભલે કાર્યણવર્ગણાથી ભરેલો લોક હોય. આહા..હા...! પણ જ્યાં રાગ અને સ્વભાવની એકતાબુદ્ધિ નથી તેને બંધ છે નહિ. આહા..હા...! થયું ?
અને એવા છે જે આત્મપ્રદેશકરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો...' મન, વચન અને કાયાની ક્રિયા હોય એ ભલે હો, પણ એ કાંઈ બંધનું કારણ નથી. આ..હા...! તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં ?” છે ? ‘રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં.' અશુદ્ધ પરિણામ એટલે કે એકતાબુદ્ધિના અશુદ્ધ પરિણામ ચાલ્યા જતાં. આહા..હા...!
(તાનિ રાાનિ સન્તુ) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો...' આહા..હા...! પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો,...' આકરું પડે એવું છે ને ? તથાપિ શુદ્ધ પરિણામ થતાં...' આ..હા..હા...! શુદ્ધ પરિણમન થતાં. પેલી રાગની એકતા હતી ત્યાં અશુદ્ધ પરિણમન હતું. રાગની એકતા તૂટતા શુદ્ધ પરિણમન થયું. કર્મનો બંધ નથી.’ એ કારણે એને બંધ છે નહિ. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(પૃથ્વી)
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः ।
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च । । ४-१६६ । ।
ખંડાન્વય સહિત અર્થ :- તથાપિ જ્ઞાનિનાં નિયંત્રં ચતુમ્ ન ફતે (તથાપિ) જોકે કાર્મણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (જ્ઞાનિનાં) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને (નિયંત્ત ચતુિમ્ પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયો જ,
Page #194
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૬
૧૮૧ મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તે જ – એવી નિરંકુશ વૃત્તિ ન ફર્થ) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા ? કારણ કે “આ નિરત્ના વ્યાકૃતિ: શિન તદ્દાયતનમ્ વ' (સી) પૂર્વોક્ત નિરત્ના વ્યાકૃતિ:) બુદ્ધિપૂર્વક – જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (નિ) નિશ્ચયથી તદ્ન-કાયતનમ્ ઘવી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદૃષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે “જ્ઞાનિન તત્ મમત્
ર્ષ ૨Uાં મતમ્' (નિન) સમ્યગ્દષ્ટિ જીવોને (ત) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (@ામ ) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (ક્ષારપ મત) કર્મબંધનું કારણ નથી – એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે – “રોતિ નાનાતિ ર’ (રોતિ) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (નાનાતિ વ) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. સમસ્ત કર્મજનત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે દર્ય |િ ર દિ વિધ્યતે” (યં) જ્ઞાતા પણ અને વાંછક પણ–એવી બે ક્રિયા (મુિ ન હિ વિધ્ય) વિરુદ્ધ નથી શું ? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬.
માગશર સુદ ૪, બુધવાર તા. ૧૪-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૬ પ્રવચન–૧૭૫
કળશટીકા ૧૬૬ કળશ છે.
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतकारणं ज्ञानिनां द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च।।४-१६६ ।।
તથાપિ જ્ઞાનિનાં નિરત્ન ચરિતુન્ ર રૂધ્યતે શું કહે છે ? પહેલા કહેવાય ગયું
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
કલામૃત ભાગ-૫ કે, કાર્મણવર્ગણાના ઢગલા હો તોપણ એ કંઈ બંધનું કારણ નથી. એમ મન-વચન-કાયાની ક્રિયા હો એ કંઈ બંધનું કારણ નથી એમ પાંચ ઇન્દ્રિય અને મનના ભોગ હો એ બંધનું કારણ નથી એમ કહ્યું. અને સચેત ને અચેતન જીવનો ઘાત હો તો એ કંઈ બંધનું કારણ નથી. છે ?
જીવોનો ઘાત ઈત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથીઆહાહા...! કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે...” અશુદ્ધપણું એટલે રાગનું એકત્વપણું એવું જે અશુદ્ધપણું એ બંધનું કારણ અહીં કહેવામાં આવે છે. અશુદ્ધપણું એટલે જ્ઞાનીને જે અશુદ્ધપણું છે ઈ અહીં નહિ. અહીં તો રાગનું વિકારનું પરિણમન દ્રવ્ય વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય એની સાથે રાગના વિકારના પરિણમનને એકત્ર કરવું એ એક જ બંધનું કારણ છે. પાંચ બંધના કારણ કહ્યા હતા (એમાંથી) અહીંયાં ચારને ગૌણ કરી અને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયથી બંધન છે એમ કહેવામાં આવ્યું છે.
કહે છે, “રાગાદિ અશુદ્ધપણું” (એટલે) રાગ – પુણ્ય-પાપના ભાવ (થાય છે, એનું પરિણમન દ્રવ્યમાં પોતાનું માનવું અને કરવું એ બંધનું કારણ છે. ‘વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. આહા...હા...! અહીં સમ્યક્દષ્ટિની અપેક્ષાએ વાત છે. મિથ્યાદૃષ્ટિની અને એની અપેક્ષાએ વાત છે. સમ્યક્દૃષ્ટિ જીવ રાગની એકતાથી ભિન્ન પડ્યો છે. આહા...હા...! રાગ અને સ્વભાવ – બેને જેણે ભિન્ન કર્યા છે. એથી ધર્મી સમ્યક્દૃષ્ટિનો જીવ સ્વભાવ ઉપર આશ્રય દષ્ટિ હોવાથી એને રાગની એકતાના બંધના પરિણામ હોતા નથી. તેથી તેને બાહ્ય સામગ્રીમાં જોડાવા છતાં તીવ્ર જે મિથ્યાત્વનો રાગ-દ્વેષ ભાવ (થાય એ નથી. તેથી તેને બંધનું કારણ નથી એમ કહે છે.
તોપણ....' હવે આવે છે. છે ? “તોપણ...” હવે ત્યાંથી આવ્યું. તથાપિ છે ને ? ઈ તથાપિનો આ લાંબો અર્થ કર્યો. તથાપિ – તોપણ એનો આ લાંબો અર્થ કર્યો. આહા...હા...! ‘તોપણ” ઈ તથાપિનો અર્થ છેલ્લો કર્યો.
(જ્ઞાનિન) “શુદ્ધસ્વરૂપના અનુભવનશીલ છે જે સમ્યગ્દષ્ટિ.. આહા...હા....! ચૈતન્ય નિર્મળ શુદ્ધ પવિત્ર એનો જેને અનુભવસ્વભાવ થઈ ગયો છે. આહા..! વિકારથી ભિન્ન અને પરમાનંદ પ્રભુ આત્મા ! એના અનુભવશીલ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહા...હા...! એવા સમ્યક્દષ્ટિને.. છે ? “અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને..' (નિરત્ન ચરિતમ્) પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ.. એમ એને હોય નહિ કહે છે. ભોગમાં પ્રેમબુદ્ધિ રહે અને સેવ્યા તો સેવ્યા અમારે શું છે ? એમ જ્ઞાનીને હોતું નથી. આહા...હા....! એ તો સ્વચ્છેદીને હોય છે. સેવ્યા તો સેવ્યા એમાં શું છે ? એવી દૃષ્ટિ તો મિથ્યાષ્ટિની હોય છે. ઝીણી વાત બહુ !
બંધનું કારણ અહીંયાં મુખ્ય એક જ ગણવામાં આવ્યું છે. ઉપયોગમાં રાગને કરવો.
Page #196
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૬
૧૮૩
ચૈતન્ય ઉપયોગસ્વરૂપ ભગવાન પૂર્ણ ! એના પરિણમનમાં રાગને એકત્વપણે કરવું. આહા..હા..! એ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંધનું કારણ છે. એ સમ્યક્દષ્ટિને હોતું નથી. માટે તેને કર્મવર્ગણા આદિથી બંધ નથી. જીવ-અજીવનો ઘાત થાય તો બંધ નથી એ અપેક્ષાએ કહ્યું છે. પણ તેનું અવલંબન લઈ અને પ્રમાદી થઈ વાંછાથી ભોગને ભોગવે, સુખની બુદ્ધિથી ભોગને ભોગવે અને પ્રમાદી થઈ જીવ-અજીવનો ઘાત કરે તો એ તો એને બંધનું કારણ છે. આહાહા...!
જાણી કરીને... છે ને ? જુઓ ! જીવનો ઘાત થયો તો થયો, એમ નહિ. આહા..હા..! સમ્યક્દષ્ટિને એમ નથી કે, જીવનો ઘાત થયો તો થયો, મારે શું ? એ તો જ્ઞાતાપણાના પુરુષાર્થમાં રહ્યો છે. શું કહ્યું ? સમ્યકુદૃષ્ટિ સ્વરૂપના ઉદ્યમમાં રહેલો છે. આ..હા..! રાગની પ્રમાદમાં રહ્યો નથી. આહા...હા...! શું કહ્યું છે ? શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે તે સ્વરૂપના જ્ઞાતા-દષ્ટાપણાના ઉદ્યમમાં રહેલો છે. એ અંદર ઉદ્યમ કરે છે. સ્વભાવ તરફ વિશેષ જવામાં, એકાગ્ર થવાનો ઉદ્યમ કરે છે. આહા..હા...! છે ને ?
એવી નિરંકુશ વત્તિ જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી.” વાંછાથી અને સુખબુદ્ધિથી ભોગને ભોગવે અને પ્રમાદી થઈને જીવઘાત કરે. “પ્રમત્ત યોII IIT વ્યUિTH હિંસા' પ્રમાદભાવ છે એ જ પ્રાણના હિંસાનું કારણ છે. આહા..હા... પછી પરના પ્રાણનો નાશ થાઓ કે ન થાઓ. પ્રમાદભાવ જ્યાં સ્વના પુરુષાર્થથી ચૈતન્યના જ્ઞાતા-દૃષ્ટાના પુરુષાર્થથી હટી ગયો અને એ રાગના પુરુષાર્થમાં ગયો એને બંધનું કારણ છે. સમજાણું કાંઈ ? આવી વાત છે.
‘એવું તો ગણધરદેવ માનતા નથી. એમ કહે છે. આચાર્યો એમ કહે છે કે, પ્રમાદી થઈ સ્વરૂપના જ્ઞાતાના પુરુષાર્થને છોડી દઈ.. આહા..હા...! સમ્યક્દષ્ટિને સ્વભાવ તરફનો પુરુષાર્થ કાયમ ચાલુ છે. સમજાણું કાંઈ ? એવા પુરુષાર્થને છોડી દઈ અને રાગના કામમાં ભાવમાં પ્રમાદથી પુરુષાર્થ કરે અને એને બંધન નથી એમ નથી. આહા...હા...! એમ ગણધરદેવ માનતા નથી. એટલે કે આચાર્યો એમ કહેતા નથી એમ કહે છે.
શા કારણથી નથી માનતા? કારણ કે.” “ના નિરત્ના વ્યવૃતિ: ત્નિ તાતનમ્ પત્ર’ ‘બાયતમ્ પર્વ” નિરંકુશપણે આચરણ, સ્વછંદપણે ભોગ કરે અને સ્વચ્છંદપણે જીવનો ઘાત કરે. આહાહા...! બુદ્ધિપૂર્વક – જાણી કરીને.. આહા...હા...! “અંતરંગ રુચિથી.. જોયું? આહા..હા..! ભોગની રચિ, હિંસા કરવાના રાગની રચિ. આહા..હા..!
પેલી અજીકાએ તો એમ લખ્યું છે કે, રુચિપૂર્વક રાગને કરવો. બળજોરીથી રાગનો કરવો. શુભભાવ (એવી રીતે કરવો) ! રુચિથી રાગ કરવો એ તો મિથ્યાત્વ છે.
અહીંયાં તો કહે છે, બુદ્ધિપૂર્વક જાણી કરીને રુચિથી (કરે). પુણ્યના ભાવમાં અને પાપના ભાવમાં જેને રુચિ છે, એ રુચિથી જે વિષય-ભોગ આદિનું કામ લે છે, એને બરાબર પૂર્ણ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કલામૃત ભાગ-૫
બંધન છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ...” કંઈ પણ ગમે તે વિષય હો, શરીરની ક્રિયા ગમે તેવી થાઓ મારે શું ? થાઓ તો એ વાત બરાબર છે પણ એમાં પ્રમાદ કરીને, રાગ કરીને એમ માને એ તો મિથ્યાદૃષ્ટિ છે. એનો પુરુષાર્થ તો વિકાર તરફ ઢળી ગયો છે અને ધર્મીનો પુરુષાર્થ તો નિર્વિકાર તરફ ઢળી ગયો છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્યઘન નિર્મળાનંદની પર્યાયમાં પવિત્રતા તો આવી છે છતાં પણ એનો પુરુષાર્થ એ પવિત્રતાને વધારવાનો છે. સમજાણું કાંઈ? સમ્યક્દૃષ્ટિને પવિત્ર પૂર્ણ સ્વરૂપ ભગવાન ! એનો અનુભવશીલ થયો અને છતાં તેનો પુરુષાર્થ પવિત્રતા તરફ ઢળી ગયેલો છે. આહા..હા..! અને તેથી તેને રાગનો પુરુષાર્થ વાંછાથી – ઇચ્છાથી નથી. આહા...હા...! તેથી તેને ભોગ અને જીવઘાતમાં બંધન નથી. પણ રચિથી, રાગના પ્રેમથી કામ કરે... આહા..હા...! અને કહે કે, અમને બંધન નથી. (તો) તું સ્વચ્છંદી થઈને મરી જઈશ, ભાઈ ! આહાહા...! જ્ઞાનીનું બહાનું લઈ અને સ્વચ્છંદને સેવી અને જીવઘાત થાઓ તો થાઓ, ભોગ હો તો હો, એમ કરવા જઈશ તો) મરી જઈશ, બાપા ! અહીં તો એવી વાત છે. આહા..હા..! આચાર્યો એમ કહેવા માગતા જ નથી.
આચાર્યો તો જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય... આહા..હા...! એનો જેને અનુભવશીલ સ્વભાવ થઈ ગયો છે અને તેથી તેનો પુરુષાર્થ તેના તરફ ઢળી ગયેલો છે. આહાહા..! વીર્ય સ્વભાવની શુદ્ધતા તરફ ઢળી ગયું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એથી એને રાગનો કોઈ ભાગ એકતા વિનાનો હોય તોપણ એનો બંધ નથી). ભોગ તો પરની વાત છે. નિમિત્તથી કથન છે, પરને ક્યાં ભોગવે છે ? પણ એ રાગને ભોગવે અથવા રાગ આવે છતાં તેનું બંધન એને નથી. આહાહા....! પણ એનું બહાનું લઈને મિથ્યાષ્ટિ કાંક્ષાથી સુખબુદ્ધિથી પ્રમાદી થઈને જીવને હણે, સુખબુદ્ધિથી ભોગ લે અને એમ કહે કે, મારે બંધન નથી. આવી વાત છે. સમજાણું કાંઈ ?
આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન છે. અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. આહા..હા..! એનું જેને અંતર્મુખ સમ્યગ્દર્શન થાય એ કોઈપણ રાગની ક્રિયા અને દેહની ક્રિયા પોતાની માનતો નથી. આહા...હા...! જેની પર્યાયમાં એટલે કે દ્રવ્ય તો શુદ્ધ પ્રભુ આત્મા છે પણ જેનું એને ભાન થયું અને પર્યાયમાં પવિત્રતા આવી છે. પર્યાય એટલે વર્તમાન હાલત. વસ્તુ ત્રિકાળ આનંદકંદ પ્રભુ છે પણ એનું જેને ભાન થયું અને નિર્મળ પરિણતિ પર્યાયમાં થઈ ગઈ છે, કહે છે. પર્યાય એટલે અવસ્થામાં. અને ધર્મીનો શુદ્ધ પરિણતિ તરફનો જ પુરુષાર્થ છે. આહા..હા...! શું પર્યાય ને શું દ્રવ્ય ? એની ખબર ન મળે અને એને ધર્મ થઈ જાય એમ બને નહિ). સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે, વસ્તુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ ! નિત્યાનંદ પ્રભુ આત્મ અંદર છે
Page #198
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૬
૧૮૫
એના તરફ ઢળીને, એના સ્વભાવ તરફ પુરુષાર્થને વાળીને જેણે અનુભવ પ્રગટ કર્યો છે... આહાહા..! અને એને અનુભવ સ્વભાવ જ થઈ ગયો છે. જેમ અજ્ઞાનીને રાગ સ્વભાવ છે એમ થઈ ગયું છે. મિથ્યાદૃષ્ટિ છે, જેની ખબર નથી એને એ પુણ્ય અને પાપના ભાવ આવે એ એનો સ્વભાવ થઈ ગયો છે કે, એ મારા છે અને હું આ કરું છું. આહા...હા...! રાગાદિ વિકલ્પો આવે એને અજ્ઞાની પોતાના માની અને પોતાનો સ્વભાવ માનીને એમાં રમે છે. આહા..હા......!
ધર્મીને સ્વભાવ સન્મુખની દૃષ્ટિ પ્રભુ ચિદ્દઘન આનંદકંદ પ્રભુ ! આ..હા..હા...! એના તરફનો જ્યાં ઝુકાવ છે તેથી તેને નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે). શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિની પરિણતિ છે. શાંતિ જેને અંદરથી અપૂર્વ અનંતકાળમાં નહિ થયેલી શાંતિ આવે છે. આહાહા...! અને તેને અનંત આનંદનો નાથ પ્રભુ ! જ્યાં અનુભવમાં આવ્યો તે અતીન્દ્રિય આનંદની પરિણતિ, પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદ વેચવામાં આવે છે. આહા...હા...! એને સમકિતી અને ધર્મી કહીએ. આહા..હા...! એને વિષય-ભોગ કે મન-વચનની ક્રિયાઓ કે જીવઘાત આદિને કારણે થાય તો) બાહ્યા સામગ્રી બંધનું કારણ છે નહિ. અજ્ઞાનીને પણ બહારની સામગ્રી બંધનું કારણ નથી. બાહ્ય સામગ્રી પ્રત્યેનો જે પ્રેમ અને રાગ અને પ્રમાદ ભાવ છે એ એને બંધનું - સંસાર રખડવાનું કારણ છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
“બુદ્ધિપૂર્વક – જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ નિશ્ચયથી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે.” જોયું ? આહા...હા...! રુચિપૂર્વક અંદર રાગ આવ્યો અને ભોગવ્યો એ તો મિથ્યાત્વ ભાવ છે. તદ્દન જૂઠો અજ્ઞાન ભાવ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? બહુ રોવે, એનો ભાવ પણ પાપનો છે અને પાપબુદ્ધિમાં એને ત્યાં એકતા છે. એમ બહુ હસે, એમાં પણ રાગની એકતાબુદ્ધિમાં એ પડ્યો છે. આહા..હા..! એ પાપબુદ્ધિ છે. અહીંયાં તો રાગ અને હસવાની ક્રિયા કે રોવાની એ બધી જડની ક્રિયા (છે), મારા જ્ઞાનનું એ તો જોય છે અને તેને જાણનારો હું તેના તરફનો પુરુષાર્થ તો કાયમ ચાલુ છે. સમકિતી ધર્મની પહેલી શરૂઆત (થઈ છે. એને સ્વભાવની શુદ્ધતા તરફનો પુરુષાર્થ કાયમ ચાલુ છે એથી એને રાગની એકતા થતી નથી. એ બાહ્યની ક્રિયાઓમાં તે એકપણું માનતો નથી અને બાહ્યની ક્રિયાથી મને કલ્યાણ થશે એમ અજ્ઞાની માને છે, સમકિતી માનતો નથી. આહાહા..!
કેટલાક આમ કહે છે ને ? કે, ભાઈ ! પહેલા વિષય-ભોગ ભોગવો. ખૂબ ભોગવી લ્યો એટલે પછી નિર્વિકલ્પ થઈ જશે. (એમ માનનાર) મૂઢ છે. એમ કે, વિષય-ભોગ ભોગવે એટલે લુપ્ત થઈ જાય એટલે પછી એની અભિલાષા છૂટી જશે. અગ્નિમાં લાકડા નાખો એ અગ્નિ ઓલાઈ જશે એના જેવી વાત છે). એમ વિષયભોગ ખૂબ ભોગવી લ્યો પછી એનો રાગ તૂટી જશે એટલે નિર્વિકલ્પ થઈ જશે. મૂઢ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કલશામૃત ભાગ-૫
અહીંયાં કહે છે, અમે જે કહ્યું હતું કે, સમ્યક્દૃષ્ટિને બંધ નથી. એને તો આત્મા આનંદનો અનુભવશીલ સ્વભાવ થઈ ગયો છે. એથી એને રાગનું વેદવું એની દૃષ્ટિમાં નથી. રાગનો વિકલ્પ ઊઠે તેની એકતાબુદ્ધિ તેને નથી. તેથી તેને બંધનું કારણ બાહ્ય સામગ્રી નથી એમ કહ્યું. પણ બાહ્ય સામગ્રી પ્રત્યે જેને પ્રેમ છે અને સ્વભાવનો પ્રેમ નથી... આહાહા...! આનંદના નાથ ભગવાન પ્રભુ પાસે ગયો નથી અને રાગની સમીપમાંથી છૂટ્યો નથી, રાગનું સમીપપણું છૂટ્યું નથી, ભગવાનની સમીપમાં આવ્યો નથી. આહાહા...! એને તો બંધના કારણ સદાય છે. કહે છે. આહા..હા...!
જ્ઞાનીને બંધનું કારણ નથી કહ્યું એનો અર્થ તો આટલો છે. એને આત્મા અતીન્દ્રિય આનંદમય પ્રભુ ! જેની વર્તમાન દશામાં આનંદનો અનુભવનો સ્વભાવ થઈ ગયો છે). આહા..હા...! આપણે એ પહેલા બંધમાં આવ્યું નહોતું ? “માનંદ્રામૃતનિત્યમોની આનંદરૂપી અમૃતનો નિત્ય ભોજી ! આહા...હા...! વાતું આકરી બહુ, ભાઈ ! ધર્મી જીવને અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન છે એની વર્તમાન દશામાં આનંદના અમૃતનું નિત્ય ભોજન કરનારો છે. આહા...હા...! આ વાત...! તેથી તેને બાહ્યના ભોગમાં પ્રેમ નથી, રુચિ નથી. પ્રમાદ કરીને જીવને હણું એવો ભાવ નથી. આહા..હા..! એ કારણે એને બંધ નથી એમ કહ્યું છે. પણ ઓથ લઈને સ્વચ્છંદી થઈ ભોગમાં પ્રેમ કરીને સુખબુદ્ધિમાં રહે અને પ્રમાદી થઈને ભોગવે અને કહે કે, અમે જ્ઞાતા-દેણ છીએ, અમે ધર્મી છીએ, અમને બંધ નથી. ત્યાં પોપાબાઈનું રાજ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
આહા...હા...! સ્વચ્છંદી થઈને રાગનો, પુણ્યનો પણ કર્તા થાય. આહાહા...! શુભ ભાવનો પણ કર્તા થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવનો સ્વછંદી થઈને કર્તા થાય, મિથ્યાદષ્ટિ થઈને કર્તા થાય તો એને એકલો સંસાર જ રખડવાનો છે. આહા..હા..! એને બંધન છે.
નિશ્ચયથી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે.’ લ્યો ! જેને ભોગનો કે રમવાનો વિકલ્પ ઊઠે છે એમાં જેની એકત્વબુદ્ધિ અંદર પડી છે, સ્વસમ્મુખ થયો નથી અને પરસ—ખમાં જ પડ્યો છે એને જરૂર બંધનું કારણ મિથ્યાત્વ છે. આહા..હા..! આવી વાતું ઝીણી બહુ !
“તેથી કર્મબંધનું કારણ છે.” મિથ્યાત્વ, રાગ-દ્વેષ અશુદ્ધ ભાવ સહિત છે. રાગની એકતા બુદ્ધિમાં સુખબુદ્ધિથી પડ્યો છે એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું અનંત સંસારનું બંધન છે. આહાહા...! ચાહે તો સાધુ થયો હોય, સ્ત્રી, કુટુંબ, દુકાન ધંધો ત્યાગ્યો હોય અને અંદરમાં પંચ મહાવ્રત પાળતો હોય. દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય પાળતો હોય, પણ એ રાગ છે. સત્ય, દત્ત, બ્રહ્મચર્યનો મહાવ્રતનો ભાવ એ રાગ છે. એ રાગમાં જેની એકત્વબુદ્ધિ છે એ ભલે સાધુ નામ ધરાવતો હોય પણ છે મિથ્યાષ્ટિ અજ્ઞાની.
Page #200
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૬
૧૮૭
મુમુક્ષુ :- આત્મા સાથે એકત્વ ન થયું.
ઉત્તર :- એકત્વ જ ક્યાં થયું છે ? પંચ મહાવ્રત પાળ્યા, દયાઓ પાળી, સત્ય બોલ્યા, શરીરથી બ્રહ્મચર્ય પાળ્યા. એ તો બધી રાગની ક્રિયા છે. એ તો વૃત્તિનું ઉત્થાન છે. સ્વરૂપ છે એ તો જ્ઞાતા-દૃષ્ટા આનંદકંદ છે. આહાહા...! એ વૃત્તિના ઉત્થાનમાં એકાકાર થઈને પડ્યો એ મિથ્યાદૃષ્ટિ છે. ચાહે તો હજારો રાણી છોડીને મુનિ થયો હોય, કરોડોની પેદાશ છોડીને, દુકાન છોડીને (મુનિ) થયો હોય. આહાહા...! સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- છોડ્યું એટલો લાભ તો ખરો ને ?
સમાધાન :- છોડ્યું છે એ માન્યતા જ મિથ્યાત્વ છે. છોડે કોણ અને ગ્રહણ કરે કોણ ? આત્મા પરને છોડે અને ગ્રહે ? ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ આત્મામાં એવો એક ગુણ છે કે પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી રહિત એનો સ્વભાવ છે. આહા...હા...! આવી વાતું છે. સમજાણું કાંઈ ?
નિશ્ચયથી તો અંતર સ્વરૂપની દૃષ્ટિમાં તો રાગને છોડવો અને સ્વરૂપને ગ્રહવું એવો વિકલ્પ પણ ત્યાં નથી. આહા...હા...! સ્વભાવ આનંદ તરફ ઢળે છે ત્યારે એને વિકલ્પ – રાગની ઉત્પત્તિ થતી નથી તેથી એણે રાગને ત્યાગ્યો એમ વ્યવહારથી કથન કહેવામાં આવે છે. આહા..હા..! આવી વાતું, ભારે ઝીણું, બાપુ ! સમજાણું કાંઈ ? ભગવાન અંદર પરમાનંદની મૂર્તિ પ્રભુ ! એ તો અંદર અનાકુળ શાંતિનો સાગર છે. આહા..હા..! એમાં જેનો ઝુકાવ થયો. આહા...હા...! એને પર તરફના ઝુકાવનો રાગ આદિ થાય તેનો એ જ્ઞાતા છે. તેનો પુરુષાર્થ સ્વભાવ તરફ ઢળી ગયો છે. આહા..હા...! એથી એને એવી કોઈ મન-વચન-કાયાની ક્રિયા થાય તો એનાથી એને બંધ છે નહિ. આહાહા....! અને સાધુ થયો હોય, એકેન્દ્રિય જીવને પણ ન મારવાનો ભાવ હોય, લીલોતરી આ બધા એકેન્દ્રિય જીવ છે. વનસ્પતિ, લીમડો, પીપળા, ડુંગળી એ બધામાં અનંત જીવ છે. આ..હા..હા...! એને જેને મારવાનો ભાવ નથી પણ દયાનો ભાવ છે એ રાગ છે. એ દયાનો ભાવ છે એ રાગ છે અને રાગ છે તે સ્વરૂપની હિંસા છે. ઝીણી વાત છે, ભાઈ ! જગતમાં આનાથી બધું ઊંધું છે.
પુરુષાર્થ સિદ્ધિઉપાયમાં કહ્યું છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવ ! રાગ તે હિંસા છે. ચાહે તો પરની દયા પાળવાનો ભાવ પણ વિકલ્પ છે, રાગ છે. આહા...હા...! એમાં સ્વરૂપની હિંસા છે. ભગવાન જ્ઞાતા-દષ્ટા, રાગની હિંસાના ભાવથી રહિત એનું સ્વરૂપ છે. આહા...હા...! અહિંસા પરમો ધર્મ એને કહીએ કે, રાગની ઉત્પત્તિ ન થાય અને વીતરાગ દશાની ઉત્પત્તિ થાય તેને અહિંસા ધર્મ કહે છે. આહા...હા...! પરને ન મારવા અને એની દયા પાળવી એ અહિંસા. એ અહિંસા ધર્મ છે જ નહિ. આહા...હા...! આકરું પડે માણસને ! પેલી આજીકા કહે, દયાનો શુભ ભાવ બળપૂર્વક કરવો, રુચિથી કરવો અને તે પછી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન આત્માની સમાધિનું કારણ થાય. અરે..રે...! પ્રભુ ! શું કરે છે ? ભાઈ !
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- આરંભના ફળરૂપે કાર્ય કેટલેક આવે ?
સમાધાન :- એવું તો અનંતકાળ કર્યું અને અત્યારે સાધુ કહેવાય એને જે દયા, દાનના ભાવ છે એ ભાવથી તો ઊંચો ભાવ નવમી રૈવેયક અનંતવાર સ્વર્ગમાં ગયો. પંચ મહાવ્રતનો એવો નિરતિચાર ચોખ્ખો ભાવ હતો. આ તો હજી એને માટે ભોજન કરીને લે છે, હિંસા છે. એને માટે કરેલો આહાર લે એમાં હિંસા થાય અને એ ભોજન લે છે તો પાપ છે. આહા...હા...! પેલો તો પ્રાણ જાય તોપણ એને માટે કરેલો આહાર લે નહિ એવા જેને મહાવ્રતના ભાવ હતા છતાં એ રાગ છે. આહાહા...!
ભગવાન અંદર જ્ઞાતા-દૃષ્ટાના સ્વભાવથી ભરેલો ભગવાન છે. અતીન્દ્રિય આનંદનો સાગર અને અતીન્દ્રિય જ્ઞાનનો દરિયો છે એ તો ! આહા..હા..! એના તરફના ઝુકાવથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન થાય એને રાગની એકતા નથી માટે તેને બંધન નથી અને અજ્ઞાની એવું બહાનું લઈને કે, શાસ્ત્રએ સમકિતીને આમ કહ્યું છે ને ? હું પણ સમકિતી છું મારે ગમે તે ભોગ હોય, હિંસા થાય (મારે શું ? દૃષ્ટિ તો રાગ ઉપર છે. આહા..હા....! ઝીણી વાત બહુ, ભાઈ આ વૃત્તિને ઊઠે ને કંઈપણ ? આ કરું... આ કરું... ઈ વૃત્તિ ઊઠે ઈ બધો રાગ છે. અને રાગથી મને લાભ થાય એ માનનારો મૂઢ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. આહા..હા..! આવી વાતું ! બહુ આકરું કામ ! પરની સેવા કરીએ, દેશસેવા કરીએ. ધૂળેય કરી શકતો નથી, સાંભળને ! છતાં તે ભાવ છે તે રાગ છે. અને એ રાગથી મને લાભ થશે એ તદ્દન અનંત સંસારી મિથ્યાષ્ટિ પ્રાણી છે.
મુમુક્ષુ – “સેવાધર્મ પરમજ્ઞાને યોજનામ...'
ઉત્તર :- એ કયું ? ઈ આત્માની સેવા. ઈ તો લખે છે ને ? દિલ્લીવાળા (એક વિદ્વાન) લખતા હતા. સેવાધર્મ અગમ્ય છે. એ સ-એવ સેવા – સ-એવ. ચિદાનંદ ભગવાન સ્વ તેની સેવા નામ અંતર એકાગ્રતા એ સેવા છે). આવી વાત છે. દુનિયાથી જુદી જાત છે. બધા કહે છે, બધી ખબર છે કે નહિ ?
‘ગાંધી આવ્યા હતા ને ? વ્યાખ્યાનમાં આવ્યા હતા. ‘રાજકોટ' ! નહિ ? (સંવત) ૧૯૯૫માં આવ્યા હતા. “મોહનલાલ ગાંધી”, “કસ્તુરબા” બધા વ્યાખ્યાનમાં આવ્યા હતા. પેલો (કોણ) એની સાથે હતો ? “મહાદેવ દેસાઈ ! ત્રણ વાર વ્યાખ્યાનમાં આવ્યા હતા). ‘ગાંધી આવ્યો હતો. બહારની પ્રવૃત્તિના કામ બહુ ને ! ત્યાં પણ આમ કહ્યું હતું, પરની કોઈની અમે દયા પાળી શકીએ છીએ એવો ભાવ તે મિથ્યાત્વ અને અજ્ઞાનનું મોટું પાપ છે. અજ્ઞાની મૂઢ કહ્યો હતો !
મુમુક્ષુ :- એને બરાબર યાદ રહી ગયું હતું.
ઉત્તર – એણે યાદ રાખ્યું. “સમયસારમાં બંધ અધિકારમાં છે. પરને હું જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને સુખની સગવડતા આપી શકું છું એવી માન્યતા મૂઢ
Page #202
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૬
૧૮૯
અજ્ઞાનીની ભાવના છે. એ અજ્ઞાનીનો ભાવ છે. આહા..હા...! મૂઢ છે, અજ્ઞાની છે. સમકિતદૃષ્ટિ રહિત છે, મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આકરી વાત, બાપા ! જગતથી જુદી જાત છે. ત્રણલોકના નાથ જિનેન્દ્ર પરમાત્મા ! વીતરાગ કેવળજ્ઞાનીના આ કથનો છે. એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. આહાહા...!
મુમુક્ષુ :- ગાંધીજીને એ વાત આકરી લાગી હતી.
ઉત્તર :- એને આકરી લાગી, પછી ઈ તો સાંભળ્યું. ઈ જાણે કે, મને કીધું ! મેં તો સિદ્ધાંત કીધો હતો. પછી એક જણાને – શેઠિયાના દીકરાને કહ્યું, એક મહારાજ મને મૂઢ કહેતા ઈ મહારાજ ક્યાં છે ? મેં તો સિદ્ધાંત કહેલો , ભાઈ ! પરની દયા પાળી શકું છું અને પર વસ્તુ ભિન્ન છે. એની દશાઓ એનાથી થાય. એના ઠેકાણે હું એની દયા પાળી શકું એ માન્યતા જ તદ્દન મિથ્યાષ્ટિની અજ્ઞાની મૂઢ જીવની છે. આ તો દાંડી પીટીને કહેવાનું છે. આ કંઈ હવે ખાનગી નથી. આહા..હા...! “સમયસારનો ‘બંધ અધિકારનો પોકાર છે. આ બંધ અધિકાર ચાલે છે ને ? જુઓને ! આમાં આવશે. હવે જ આવશે. પછી ઈ શ્લોક આવશે. પાછળ આવે છે ને ? “સર્વ સâવ નિયતં મવતિ સ્વછીય' એ ૧૬ ૮માં આવશે. ૧૬૮ કળશ, આપણે ચાલે છે આ ૧૬૬. ૧૬૮માં ઈ આવશે. બીજાને હું જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સગવડતા દઈ શકું, અગવડતા દઈ શકું, પર જીવને સુખી કરી શકું, પરને દુઃખી કરી શકું એવી માન્યતા કરનારો આત્માને હણી નાખે છે. “આત્મહના મર્યાન્તિ’ આહા..હા...! આકરી વાતું છે ! છે એમાં ? છે, હોં ? ૧૬૮ છે ને ? ૧૬૯ કળશમાં “માત્મણના મવતિ (છે). "નિયત માત્મહના મવત્તિ આહા..હા..! આવી વાતું
ક્યાં છે ? લોકોએ મારીને બગાડી માર્યો આખો ! છે ઈ ? આહા..હા..! “મિથ્યાબ્દિો નિયતિપત્મિદના મવતિ’ ૧૬૯ કળશ.
૧૬ ૮માં ઈ (આવશે કે, પરને હું જીવાડું, મારું, સુખી-દુ:ખી કરું, “જ્ઞાનવિહ યજ્ઞ પર: પરથ’ આહા..હા..! ભારે આકરું, જગતથી તો ઊંધું છે, ભાઈ ! દેશ સેવા કરો, એમાં મરો. શું કહેવાય ? શહીદ ! કહે છે ને બધા ? આવ્યા છે ને, ઘણા આવ્યા છે. અહીં તો ઘણા આવ્યા છે. દેશ માટે મરીએ ! મરો અને જાશો ચાર ગતિમાં રખડવા ! દેશ ક્યાં તારો હતો ? એ તો પર છે. તારો દેશ તો અહીં છે. અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ એ તારો દેશ અહીં છે. આહા..હા..! એ પરદેશને પોતાનો માનવો – અમારું કાઠિયાવાડ', અમારું મુંબઈ ! મુંબઈમાં નથી બોલતા? “અમચી મુંબઈમાં એ લોકો બોલે.. શું કહેવાય ? “મહારાષ્ટ્રવાળા ! “મુંબઈ એને આપ્યું છે ને ? “અમચી મુંબઈ ! ધૂળેય તારી મુંબઈ નથી, સાંભળને ! અમારું કાઠિયાવાડ', અમારું ગામ ! કોનું હતું ? બાપા ! તું કોણ છો ?
મુમુક્ષુ :- માણસોના વિચારો તો ઊંધા હોય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦
કિલશામૃત ભાગ-૫ ઉત્તર :- હોય છે, ઊંધા હોય છે. એમાં શું છે ? અજ્ઞાનીના ઊંધા વિચારો હોય
અહીં તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે, પરને જીવાડી શકું છું એ માન્યતા મૂઢ મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે. કારણ કે એનું આયુષ્ય હોય તો બચે અને ન હોય તો ન બચે. ઈ તો એને કારણે છે. એને ઠેકાણે મેં એને બચાવ્યો. ભાઈ ! આ બાયડી, છોકરાને નભાવે છે કે નહિ ? ધૂળેય નભાવતો નથી. આવું છે.
મુમુક્ષુ – ઊંચી વાત હજમ ન થાય તો સ્વચ્છંદતા આવી જાય.
ઉત્તર :- ઊંચી ન આવે તો સ્વચ્છંદ આવે જ નહિ. ઊંચી (વાત) માટે તૈયારી કરો) ! સ્વછંદ આવે તો પરનું કરી શકે છે ? સ્વચ્છંદી પણ પરનું કાંઈ કરી શકે છે ? ઈ તો માને છે કે હું આની દયા પાળું છું ને આ જીવને હું સગવડતા – આહાર-પાણીની, પૈસાની, દાન આપું છું. ઈ તો એની માન્યતા છે. પરનું કંઈ કરી શકે છે ? આહા..હા..! ઝીણી વાતું, બાપુ ! દુનિયા બધી કહે છે, બધી ખબર નથી ? ધર્મને નામે અત્યારે ઘણા ગોટા ઊઠે છે. આહાહા..!
અહીં કહે છે, આહાહા..! “ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ મિથ્યાષ્ટિ જીવને..” જોયું ? “ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ....” એટલે ? બીજાને હણું એવો ભાવ છે છતાં એમ માને કે, પરને હણી શકતો નથી. પરને જીવાડવાનો ભાવ છે અને પરને જીવાડી શકતો નથી એમ માને છે એ તદ્દન જૂઠી વાત છે. ભાવમાં તો પડ્યું છે કે હું આને જીવાડી અને મારી શકું. ઈ જરૂર બંધના કારણનો ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ છે, જૂઠો ભાવ છે, અજ્ઞાન ભાવ છે. આ કયાં નવું છે ? અહીં તો ૨૦ લાખ પુસ્તક બહાર પડ્યા છે. અહીંથી ૨૦ લાખ પુસ્તકો બહાર પડ્યા છે). આ વાત હવે કંઈ ખાનગી નથી. દેશ-પરદેશ બધે ગઈ છે, વિલાયત ગઈ છે. માર્ગ તો આ છે. આ ચીજ સિવાય કંઈક બીજું) કહેતા હોય એ બધા પાખંડી અને અજ્ઞાની છે. આહાહા...!
અહીં આચાર્ય એ કહે છે. શું આવ્યું ? બુદ્ધિપૂર્વક જાણીને કરે છે. છે ને ? અને અંતરંગ રુચિથી કષાયોના ભાવ કરે એ મિથ્યાત્વ સંબંધી છે. આવી યુક્તિનો ભાવ મિથ્યાષ્ટિ જીવને હોય છે. તેથી મિથ્યાદૃષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે...' પ્રમાદથી ભોગ ભોગવે છે, ઇચ્છાથી પરના કામ કરી શકું એમ માને છે અને કહે છે કે, હું જ્ઞાતા છું, ધર્મી છું. (એ) મિથ્યાદષ્ટિ જૂઠી દૃષ્ટિ અને પાખંડનો સેવનાર છે. આહા..હા..! ભાઈ !
ઈ કીધું, જુઓ ! કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોને જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું અવાંછિત ક્રિયારૂપ છે.” જોયું ? ધર્મી જીવને આત્માનું ભાન થયું છે તેને હું તો જ્ઞાન અને આનંદનો સાગર છું, બીજી કોઈ ચીજ મારામાં છે જ નહિ. એવો જેને ભાન થયું છે તેને પૂર્વના કર્મને લઈને જે ક્રિયા થાય એ બધી અવાંછિત ક્રિયા છે. (અર્થાતુ)
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૧
કળશ-૧૬૬ ઇચ્છાથી થતી નથી. આહા..હા...! તેમાં એને પ્રેમ નથી.
જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું” (મદ્ ર્ષ) (ગામન્ ર્મા ઇચ્છા વિનાની ક્રિયાઓ થાય છે એનો એ સ્વામી નથી. આહા...હા...! ભારે કામ ! આ બોલવાની ક્રિયા છે એ પણ આત્માની નથી. આ દેહ આમ ચાલે છે એ આત્માની ક્રિયા નથી. એ તો જડની છે. આહા...હા...! ધર્મી જીવને પૂર્વના કર્મને કારણે એવા સંયોગો દેખાય. સમજાય છે કાંઈ ? આહા..હા..! પણ અવાંછિત છે. એમાં ઇચ્છા છે નહિ. આહા..હા...! આ તે કંઈ (વાત છે) !
અકારણ... છે ને ? (એક્ઝામ ) “અવાંછિત ક્રિયારૂપ છે તેથી.' (ારVi મત) કર્મબંધનું કારણ નથી – એમ ગણધરદેવ માન્યું છે,” એમ સાચા સંતોએ આમ જાણ્યું અને માન્યું છે. સમ્યક્રદૃષ્ટિને પૂર્વના કર્મને કારણે અવાંછિત ક્રિયા થાય છે તેને બંધનું કારણ નથી. એમ સંતો સાચા મુનિઓએ એમ માન્યું છે. આહા..હા..! આમાં દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવું નથી. આહા...! છે ને ? બે વાત કીધી ને ?
(સામન્ હર્મ, (oIRUાં મતમ) એમ. ઇચ્છા વિના જે કાર્ય થાય છે, એની મેળાએ શરીરાદિની ક્રિયાઓ આદિ (થાય છે) એ (%ામ ) આહા..હા....! એ ઇચ્છા વિના થયેલું કામ છે. ( ાર મત) એ બંધનું કારણ નથી. આહા...હા...! ભારે ઝીણા શબ્દો, ભાઈ !
પ્રશ્ન :- ઇચ્છા નથી કે ઇચ્છાની ઇચ્છા નથી ?
સમાધાન :- ઇચ્છા જ નથી. રુચિ નથી એટલે ઇચ્છા જ નથી. ઇચ્છાનો જાણનારો થઈ ગયો છે). ઝીણી વાત બહુ, જરી આકરું કામ છે.
(સામન્ , (ાર મતમ્) “એમ ગણધરદેવ માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે...” “ઋતિ નાનાતિ ’ ‘કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે.” જોયું ? શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ પૂર્વના કર્મને લઈને મળ્યા અને એમાં એને રુચિપૂર્વક ગમે છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- ભૂખ્યા કેમ રહેવાય ?
સમાધાન :- ભૂખ્યું કોણ રહે છે ? અને કોણ ખાય છે ? ઈ તો જડની ક્રિયા છે. રોટલા, દાળ, ભાત, શાક થાય એ તો જડની ક્રિયા છે, આત્મા ખાતો નથી, આત્મા એને જાણે છે. અજ્ઞાની માને છે કે, હું કરું છું. જ્ઞાની માને છે કે, હું જાણું છું. આટલો ફેર છે. આહા..હા...! જેને પરથી ભેદજ્ઞાન થયું છે ઈ પરની ક્રિયાનો કર્તા થઈ શકતો નથી. આહાહા..! હું બીજાને સમજાવી શકું છું ઈ ભાષા જડની છે. એનો કર્તા થાય એ પણ મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહા..હા...! આવી વાત છે.
જેનાથી ભગવાન આત્મા જુદો છે એનું કરે છે એમ માને છે એ બધું એત્વબુદ્ધિ મિથ્યાત્વ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૨
છે. એ પાખંડને સેવે છે. આહા..હા...! ભારે કામ, ભાઈ !
મુમુક્ષુ :ગૃહસ્થાશ્રમમાં તો કંઈને કંઈ કરવું પડે, બાકી જંગલમાં ચાલ્યો જાય. ઉત્તર ઃ- ગૃહસ્થાશ્રમમાં પણ ઈ કરતો નથી. ઈં ગૃહસ્થાશ્રમમાં નથી, ઈ તો આત્મામાં છે. આહા..હા...! સમ્યક્ સત્ય દૃષ્ટિ પૂર્ણ આનંદનો નાથ ભગવાન ! એની જેને દૃષ્ટિ થઈને સમ્યક્ થયું છે એ તો આત્માના જ્ઞાન અને આનંદમાં છે. એ અંદર રાગ છે એમાં પણ નથી તો ૫૨ બાયડી, છોકરામાં છે કે ઘ૨માં છે, બિલકુલ વાત જૂઠી છે. આવું છે, પાગલ
કલશામૃત ભાગ-૫
-
જેવું લાગે એવું છે. અજ્ઞાની પાગલને (એમ લાગે કે) આ શું ? આ તો જગતથી બધી ઊંધી વાતું છે. બાપુ ! જગત ઊંધું છે તો એનાથી આ ઊંધું છે. આહા..હા...! મુમુક્ષુ :- બાકીનાને અમૃત લાગે છે.
ઉત્તર :– હા, છે તો એમ જ. આહા..હા....!
અંતરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે. આહા..હા...! જેને રાગ થાય અને બહા૨ની દેહની, સ્ત્રી આદિ ભોગની ક્રિયા થાય એને રુચિપૂર્વક ગમે છે અને માને છે કે હું એનો જાણના—દેખના૨ છું (એ વાતમાં) તદ્દન વિરોધ છે. આહા..હા...! અધ્યાત્મની વાતું ઝીણી બહુ, બાપુ ! છે ?
‘કર્મના ઉદયે હો છે જે ભોગસામગ્રી...' પૈસા, શરીર, આબરુ, સ્ત્રી, કુટુંબ વગેરે એને ‘અંતરંગ રુચિપૂર્વક ગમે છે...’ એને રુચિમાં ગોઠે છે (કે), આ ઠીક છે. એક વાત. એમ પણ છે તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે,...’ અને ઈ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે અને રુચિપૂર્વક ગમે છે. એવું એક સ્થાનમાં બે હોય નહિ. શું કહ્યું ઈ ?
અંદર રાગ થયો, દયા, દાનનો રાગ આવ્યો. એને રુચિપૂર્વક ગમે છે અને એક કોર કહે કે, હું એનો જાણનાર-દેખનાર છું. એ વાત જૂઠી છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. આહા..હા...! આવી વાત છે, બાપુ ! દુનિયાથી તો જાત જુદી છે, ભાઈ ! બીજા બધા શું કહે છે ? ક્યાં કહે છે ? બધી ખબર છે, નથી ખબર (એવું નથી). આહા..હા...! મુનિઓને ખબર નથી ? છતાં મુનિઓ પોકા૨ ક૨ીને આમ કહે છે. એ પોકા૨ની વાણીનો પણ હું કર્તા નથી એમ કહે છે. આહા..હા...!
એટલે અહીં કહ્યું, શું કહ્યું ? કે, પૂર્વના કર્મના ઉદયે ભોગ સામગ્રી હોય છે. આબરુ, પૈસા, શરીર, વાણી એ ‘હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે...' આ..હા...હા...! અંતરંગમાં એ ચીજમાં પ્રેમ છે અને રુચિપૂર્વક ગોઠે છે. એમ પણ છે તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે,.’ અને હું તો શુદ્ધ સ્વરૂપને અનુભવું પણ છું. રુચિપૂર્વક આ વસ્તુ ગોઠે અને હું આત્માને ભોગવું છું. એ બન્ને વાત ખોટી છે. આહા..હા...!
સમસ્ત કર્મનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે;...' હું આત્માને જાણું છું, અનુભવું છું અને આ બહારની સામગ્રીનો પણ મને
Page #206
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
પ્રેમ છે. ‘સામગ્રીને હેયરૂપ જાણે છે...' રુચિપૂર્વક ગોઠે છે અને એમ માને છે કે મને હેય છે. આહા..હા...! આવી વાત છે. તે જૂઠો છે;...' કેમ જૂઠો છે ?
કારણ કે શાતા પણ અને વાંછક પણ – એવી બે ક્રિયા વિરુદ્ધ નથી શું ?” જાણનારો જ્ઞાતા પણ રહે અને વળી કરવાની પ્રીતિ અને રુચિ પણ રહે. બે વિરુદ્ધ નથી ? વિરોધ છે, એમ ત્રણકાળમાં હોઈ શકે નહિ. આહા..હા...!
પ્રશ્ન :- હેયપૂર્વક રાગ કરવામાં શું વાંધો છે ?
સમાધાન :– હેયપૂર્વક કરું છું એ જ હું નહિ. એ જ ઉપાદેય થઈ ગયો. કરવાલાયક એમ જ્યાં માન્યું એ જ ઉપાદેય થઈ ગયો, હેય કયાં રહ્યો ? આહા..હા...! આકરી વાત છે.
શાતા પણ અને વાંછક પણ એવી બે ક્રિયા વિરુદ્ધ નથી શું ? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે.’ દયા, દાનનો શુભ રાગ વાંછિત ઇચ્છાથી કરું છું અને વળી હું જ્ઞાતા રહું છું એ બન્ને વાત જૂઠી છે. આહા..હા...! જાણનાર હોય તે કરું છું તેની રુચિ નથી અને કરું છું તેને રુચિ છે, તેને જ્ઞાતાપણું રહેતું નથી. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
-
૧૯૩
(વસન્તતિના)
जानाति यः स न करोति करोति यस्तु जानात्पयं न खलु तत्किल कर्मरागः ।
रागं त्वबोधमयमध्यवसायमाहु
मिथ्याद्दशः स नियतं स च बन्धहेतुः । । १६७ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ય: નાનાતિ મ: ન નૈતિ (S:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (નાનાતિ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ (ન ોતિ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; તુ ય: જ્યોતિ અયં ન નાનાતિ” (g) અને (T:) જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ (રોતિ) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (અયં) તે મિથ્યાસૃષ્ટિ જીવ (ન નાનાતિ) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે – મિથ્યાસૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ‘વસ્તુ” આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદૃષ્ટિ કર્તા છે, ત્યાં ‘કરવું’ તે શું ? તત્ ર્મ વિરત રા:’
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
કિલશામૃત ભાગ-૫ (તત્ વર્ષ) કર્મની ઉદયસામગ્રીનું કરવું તે (વિ) વાસ્તવમાં રાT:) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે – ‘તુ રા સવોમમ્ અધ્યવસાયમ્ સાદુ () તે વસ્તુ એવી છે કે રામોધમયમ્ મધ્યવસાય) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (હું) ગણધરદેવે કહ્યું છે. “સ: નિયત મિથ્થોદ્દેશ: બવે (સ:) કર્મની સામગ્રીમાં રાગ (નિયતં) અવશ્ય (મિથ્યાદ્દિશઅવે) મિથ્યાષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. “સ: ર વન્યતઃ તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદૃષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. ૫-૧૬૭.
માગશર સુદ ૫, ગુરુવાર તા. ૧૫-૧૨-૧૯૭૭.
કળશ૧૬૭ પ્રવચન–૧૭૬
(“કળશટીકા ૧૬ ૮ કળશ) (અજ્ઞાનીને પોતાનું મૂળ સ્વરૂપ) દૃષ્ટિમાં આવ્યું નથી. રાગને કરવો અને રાગની અભિલાષા કરવી અને બાહ્યની સંયોગી ચીજમાં ઉલ્લસિત વીર્ય, કાંક્ષા ઉત્પન્ન કરવી એ બધા મિથ્યાષ્ટિના લક્ષણ છે. આહા..હા.! સમ્યક્દષ્ટિ પોતાના શુદ્ધ સ્વરૂપને... કહ્યું ને ?
“જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ.” (નાનાતિ) “નાનાતિની વ્યાખ્યા આ (કે) “શુદ્ધ સ્વરૂપને અનુભવે.” ઈ “નાનાતિ’ આહા..હા..! શુદ્ધ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ છે. આ..હા..! એને જે અનુભવે. આહાહા...! કેટલી શક્તિઓ છે ઈ થોડી વાત રાત્રે કરી હતી. આહાહા..! જે શુદ્ધને અનુભવને છે તો ઈ શુદ્ધ સ્વરૂપની શક્તિઓ કેટલી છે કે જે સમ્યક્રદૃષ્ટિ અનુભવે છે ? આહા...હા...! રાત્રે કહ્યું હતું ને ?
પહેલાં તો એ વાત કરી હતી કે, અનંતકાળમાં જે ચાર ગતિમાં રખડ્યો એમાં અનંતો કાળ તો નિગોદમાં ગયો. એના અનંતમાં ભાગમાં કાળ સ્વર્ગમાં ગયો. એના અસંખ્યમાં ભાગમાં કાળ નરકમાં ગયો. એના અસંખ્યમાં ભાગમાં કાળ મનુષ્યમાં ગયો. આહા...હા...! આવા રખડવાના કાળમાં એણે આ આત્મા શું ચીજ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. આહા..હા....! જે કરવાનું હતું તે કર્યું નહિ. આહા..હા...! જાણવાયોગ્ય ચીજને (જાણી નહિ). કહ્યું હતું કે, જેમાં અનંત ગુણ છે. કેટલા (અનંત ગુણ)? બધી ચિચમત્કારિક વસ્તુ છે !! આ.હાહા..!
Page #208
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
૧૯૫
એક સમયમાં એક ગુણ કહે તો ત્રણ કાળમાં એના ગુણ કહી શકાય નહિ એટલા ગુણો એમાં છે ! આ..હા...હા...! એક સમયમાં એક ગુણ કહે... અરે..! એક મિનિટમાં એક ગુણ કહે તોપણ એના અનંત ગુણ એટલા છે. આહા..હા...! કે, ઈ એક એક મિનિટમાં એક ગુણ કહે તોપણ ત્રણ કાળમાં કહી શકે નહિ એટલા ગુણો છે !! સમજાણું કાંઈ ? આહા...હા...! એવા અનંત ગુણોની જે સંખ્યા, જેને ત્રણ કાળમાં એક એક ગણતરીથી કહી શકાય નહિ.. આહા..હા...! એવા શુદ્ધ ગુણોની જે અમાપ અનંત સંખ્યા (છે).... આહા..હા..! એને જે અનુભવે છે. આહાહા..! એની અનુભવની પર્યાયમાં પણ કેટલી તાકાત !! કે જે આવા અમાપ અનંત શુદ્ધ સ્વભાવને એક સમયમાં વેદે, એક સમયમાં તેને જાણે, એક સમયમાં તેને શ્રદ્ધ. ઈ શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયની કિંમત કેટલી !! આ..હા...હા...! સમજાણું કાંઈ ? વસ્તુ એવી બહુ મોંઘી છે ! છે તો પોતાની પાસે પણ (અંદર) જાય ત્યારે ને ? આહાહા...!
એ વસ્તુમાં જે અનંત ગુણો છે) એનું પર્યાયમાં જ્ઞાન થવું એ જ્ઞાનની પર્યાય (અક્ષય, અમેય છે). શાસ્ત્રમાં તો એમ કહ્યું કે, ચારિત્રની પર્યાય અક્ષય, અમેય (છે). કેમકે અનંત અનંત ગુણો જે ત્રણ કાળના સમયથી પણ અનંતગુણા (છે)... આહા...હા...! અને આકાશના પ્રદેશથી અનંતગુણા ! જેનો અંત નથી ! આ..હા...હા...! આકાશનો ક્યાંય દશે દિશાએ (અંત નથી). આ લોક તો અલોકની અપેક્ષાએ તો એક રાય જેટલો છે ! કારણ કે આ લોક તો અનંતના અનંતમાં ભાગનો છે. આ...હા...! એવા અલોકના પ્રદેશોનો પણ જ્યાં અંત નથી, એથી પણ અનંતગુણા એક આત્મામાં ગુણો છે !! આહાહા...! એવા અનંત ગુણોનો અંશ એક સમયમાં વેદાય છે, દરેક ગુણનો વ્યક્ત અંશ (વેદાય છે). આહા...હા...! એથી એને અક્ષય અને અમેય કહ્યું. એ પર્યાયને અક્ષય અને અમેય કહી. આહા..હા..!
પ્રશ્ન :- વીર્ય પણ અક્ષય અમેય છે ?
સમાધાન :- દરેક પર્યાય અક્ષય અમેય છે). રાત્રે તો કહ્યું હતું, શ્રદ્ધા ને જ્ઞાન ને (બધું અક્ષય અમેય છે). ઈ બધું આવે ત્યારે આવે ને ? રાત્રે તો ઘણું આવ્યું હતું ! આહા..હા...
એક શ્રદ્ધાની પર્યાય અનંતા ગુણોને (કે જી ત્રણ કાળના સમયથી અનંતગુણા આકાશના પ્રદેશ અને એથી અનંતગુણા (ગુણ), એવા અનંત ગુણનું એકરૂપ દ્રવ્યનું જ્ઞાન થતાં તે પર્યાય પણ અક્ષય, અનંત પર્યાય થઈ. અમેય એટલે જેની મર્યાદા નહિ એવી પર્યાય ! મર્યાદા વિનાના ગુણોનું જ્ઞાન કર્યું ને ? (એટલે પર્યાય પણ અમેય થઈ). આહાહા..! માર્ગ બહુ ઝીણો, બાપુ !
આહા...! જેના ગુણોની સંખ્યાનું માપ નથી. અનંત.. અનંત... અનંત.... અનંત.. અનંત. અનંત... અનંત... અનંત. અનંત. અનંત... સંખ્યાએ ગણતાં ગણતાં ક્યાંય અનંત ચાલ્યો જાય તોપણ પૂરું ન પડે !! એવા અનંત ગુણોને જે જ્ઞાનની પર્યાય જાણે એ પર્યાયમાં
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કિલશામૃત ભાગ-૫ કેટલું અનંત આવ્યું ?! જાણવામાં કેટલું અનંતુ આવ્યું !? અને જેની જ્ઞાનપર્યાયમાં આવું અનંતુ જાણવાનું આવ્યું માટે પર્યાયને અમેય કીધી અને જોરથી જ્યાં આત્મદ્રવ્ય દૃષ્ટિમાં આવ્યું એટલે જેમ દ્રવ્યનો નાશ ન થાય એમ એની જ્ઞાનપર્યાય અને શ્રદ્ધાની પર્યાયનો નાશ ન થાય એવી) અક્ષય છે. સમજાણું કાંઈ ? આહાહા...!
એની એક એક પર્યાયમાં... અરે..! સ્થિરતાનો પર્યાય (કે છે અંશ છે પણ કેટલા ગુણોમાં ઈ એકાગ્ર થઈ છે !! આહા...હા..! અનંત અમાપ ગુણોમાં અંશ સ્થિર થયો એ અંશ પણ અમેય અને અક્ષય છે. આહા...હા...! આવી ચીજ છે આ !
અહીં કહે છે કે, “સમ્યગ્દષ્ટિ જીવ...” આ.હા...હા...! “શુદ્ધ સ્વરૂપને અનુભવે...” ઈ શબ્દ જ આ આવ્યો, લ્યો! આહાહા..! એ અનંત અમાપ શુદ્ધ ગુણો પવિત્ર છે. આહા...હા...! વિકલ્પ તો એક સમયની દશા છે પણ ઈ પર્યાયબુદ્ધિ જેની છૂટી ગઈ છે. આહા...હા...! અને અંદર જે દ્રવ્યબુદ્ધિ થઈ છે. આહાહા...! તેની પર્યાયમાં અનંત ગુણનું જ્ઞાન, અનંત ગુણની પ્રતીતિ, અનંત ગુણની સ્થિરતા, અનંત ગુણની પર્યાયમાં વીર્યની રચના થાય છે). આહા...હા...! અને તે એક એક પર્યાયને બીજી પર્યાયની પણ નિમિત્તતા છે.
ગુણમાં તો ગુણને લઈને પર્યાય છે એમ કહેવું એ વ્યવહાર છે પણ એ પર્યાયની બીજી પર્યાયને મદદ છે એમ પણ નથી. આહા..હા..! કેમકે એ પર્યાય જ્યાં અનેક ગુણોના સાગરને એ પર્યાયે જાણી... આ.હા..હા...હા...! એ પર્યાયને બીજી પર્યાયની પણ જરૂર નથી. સમજાય છે કાંઈ ? આહા...હા...! એવો ભગવાન આત્મા ! જેના વેદનમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો. જ્ઞાનની પર્યાયમાં આવ્યો એટલે એનું) જ્ઞાન આવ્યું, વસ્તુ કાંઈ ત્યાં આવતી નથી. સમજાણું કાંઈ ? વેદનમાં પણ આખી વસ્તુ કંઈ પર્યાયમાં આવતી નથી. એનો એક ક્ષણિક અંશ – દરેક ગુણનો ક્ષણિક અંશ એના વેદનમાં, વ્યક્તિમાં આવે છે. આહા..હા..! પણ એ ક્ષણિક અંશ પણ મર્યાદા વિનાની ચીજ છે. એટલી પર્યાયોની અનંતતા છે). જેમ ગુણનું માપ નથી, અમાપ (છે) એમ પર્યાયો પણ અનંત અને અમાપ છે. આહા..હા.! એવા અનંત અમાપ ગુણો અને બીજી અનંત પર્યાયોને જે જ્ઞાનની પર્યાય એક સમયમાં તે પર્યાયને જાણે, અનંત ગુણને જાણે... આહા..હા..! અને પોતે પોતાને જાણે. આહા...હા..! આવી અમૂલી ચીજ છે ! આ...હા..! અચિંત્ય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે ! પણ એને કોઈ દિ જાણ્યો નથી. આહા...હા...! બીજી માથાકૂટ કરી – વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને પૂજા કરી. એ તો બધી રાગની ક્રિયા છે.
અહીં તો કહે છે કે, જ્ઞાનીને એ રાગ હોય છતાં એ રાગનો જાણનાર રહે છે. કેમકે એનો સ્વભાવ જાણવું છે. કેમકે એ પ્રભુ પોતે સર્વજ્ઞસ્વભાવી છે. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. એથી શક્તિરૂપે પણ બધાને જાણે એવું એનું સ્વરૂપ છે. આ..હા..! રાગનું કરવું એ એના સ્વરૂપમાં નથી ઈ અહીં કહે છે. સમજાણું કાંઈ ? હવે પછી કહેશે, જુઓ !
Page #210
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૭
૧૯૭
(સમ્યક્દષ્ટિ જીવ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી.” જોયું ? આ..હા....! આહાહા..! જેને શ્રદ્ધામાં, અનુભવમાં, જ્ઞાનમાં વસ્તુના અમાપ સ્વભાવનું જ્ઞાન (અને) શ્રદ્ધા થઈ એ હવે ક્ષણિક રાગને કરતો નથી. કેમકે કરવું (એ) એના કોઈ સ્વભાવમાં નથી. આહાહા...! આમાં તો ઈ શ્લોક નથી પણ આમાં તો ઈ આવ્યું છે કે, “નાનાતિ :
રોતિ પણ પેલા કર્તા-કર્મ (અધિકાર)માં આવ્યું છે ને ? કર્તા-કર્મ ! કરે કર્મ સો હિ કરતારા” ઈ શૈલી આમાં છે. શ્લોક ત્યાંનો છે. “કરે કર્મ સો હિ કરતારા' (અર્થાતુ) જે કોઈ રાગને કરે. આહા..હા..! ક્ષણિક વિકૃત અવસ્થાને કરવામાં રોકાય.. આ..હા...હા...! ‘કરે કર્મ સો હિ કરતારા, જો જાને સો જાનનહારા આહા..હા..! જ્ઞાનીને રાગ આવે, એને હોય પણ તે તો તેનો જાણનાર છે. આહા..હા...આવો ધર્મ છે, બાપા ! આવી ચીજ
સર્વજ્ઞ પરમેશ્વર, એ સર્વજ્ઞસ્વભાવ છે એમાંથી સર્વજ્ઞ થયા અને એ સર્વજ્ઞમાં જે જાણવામાં આવ્યું એ વાણીમાં અનંતમાં ભાગે આવ્યું. આહા...હા...! એટલું અનંત અનંતગણું અંદર રહી ગયું ! અને જે વાણીમાં આવ્યું એના અનંતમે ભાગે તો સાંભળનારને જણાય. આહાહા..! શું કહે છે આ ?
એક પરમાણુમાં પણ એટલા ગુણોની સંખ્યા (છે). ક્ષેત્ર તો એક આટલું છે પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એક એક સમયમાં પરમાણુનો એક ગુણ કહેવા માગે તો ત્રણ કાળથી અનંતગણો કાળ હોય તોપણ કહી શકાય નહિ. એટલા એક પરમાણુમાં ગુણ છે ! ઈ શું કહે છે આ ?
મુમુક્ષુ :- તો તો રૂપિયામાં ઘણા ગુણ થઈ ગયા !
ઉત્તર :- રૂપિયાના એક પરમાણુમાં ઘણા ગુણ છે. શેના ? એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના. બીજાને પૈસો મળે એટલે લાભ થાય એવો ગુણ એમાં નથી. રૂપિયામાં ગુણ છે (ખરા), પણ શેના ? એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ એક એક પરમાણમાં અનંતા ગુણો (છે). એવા તો રૂપિયાની એક નોટમાં એથી અનંતગુણા વિશેષ છે. આહા..હા..! પરમાણુ, હોં ! ગજબ વાત છે, બાપુ !
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની દ્રવ્યની આખી ચમત્કૃતિ બતાવી છે ! છએ દ્રવ્ય ચમત્કારિક છે ! આહાહા...! દ્રવ્ય પણ ચમત્કારિ, ગુણ પણ ચમત્કારિ અને પર્યાય પણ (ચમત્કારિક) ! બાપુ ! એ કોઈ તર્કથી બેસે એવી સાધારણ વાત નથી. આહા..હા....! એવી ચમત્કૃતિ વસ્તુ છે ! કોને બેસે ?
એક પરમાણુમાં ત્રણ કાળથી અનંતગુણા (ગુણ છે). આકાશના પ્રદેશથી અનંતગુણા તો ગુણ (છે). ક્ષેત્ર એક અંશ ! આહાહા....! એવી કોઈ ચમત્કૃતિક ચીજ (છે), જડનો ચમત્કાર છે ! ભગવાનના જ્ઞાન અને આનંદનો ચમત્કાર છે ! એમ કાળાણુ એ રીતે (છે).
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
કલશામૃત ભાગ-૫
અહીં લોકાકાશમાં કાળાણુ અસંખ્ય છે. (બીજા) દ્રવ્ય તો અનંત છે. એ કાળાણુની સંખ્યા કરતાં દ્રવ્યો છે એ તો અનંતગુણા છે. આહા..હા...! એ અનંત અનંત ગુણાને કાળદ્રવ્યનું નિમિત્ત છે. પરિણમન તો ઉપાદાન દરેક દ્રવ્ય(નું) પોતાનું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અને લોકના ભાગથી અનંતગુણો અલોક, અનંતગુણો અલોક ! એને કાળનું નિમિત્ત કહેવું ? આહા..હા...! શું કહે છે આ ? આહા..હા...! વિચાર કરતાં (એમ થાય છે કે) સિદ્ધને નિમિત્ત કહેવું એ તો એક હદ થઈ ગઈ ! એ તો એને અડતો નથી. અહીં તો અલોક... અલોક... અલોક... અલોક... આ..હા...હા...! એના હિસાબે લોક તો એક રાય જેટલો (છે), ભલે આકાશના અસંખ્ય પ્રદેશમાં) અનંત દ્રવ્ય અને અનંત ગુણ હોય. આ (લોક) એને અનંતમે ભાગે (છે). પેલો (અલોકાકાશ) અનંત અનંતગુણો ! કોઈપણ દિશાએ લ્યો તો અનંતગુણો... અનંતગુણો, ક્યાંય અંત નહિ ! એવા અલોકાકાશને પણ કાળનું નિમિત્ત કહેવામાં આવે, આ શું છે ?! કેમકે એનો એક ભાગ એને અડ્યો છે. નિમિત્ત એની પાસે છે. સિદ્ધનું નિમિત્ત છે એનો તો કોઈ ભાગ અહીં નિમિત્તરૂપે નથી. શું કહેવાય છે, સમજાય છે ? આહા..હા...! એ વસ્તુની શક્તિ એટલી છે. નિમિત્તને નિમિત્ત થવાની શક્તિ એટલી છે કે, અલોકાકાશ (કે જેનો) ક્યાંય અંત નથી એને પણ એ અડ્યા વિના નિમિત્ત થાય ! આ..હા..હા...! શું કહે છે આ ?! ભાઈ ! આહા..હા...!
અહીંયાં તો સમ્યક્દષ્ટિ જીવ... આહા..હા...! આવી બધી ચીજને ઈ જાણે જ છે. એને કંઈ એની અતિશયતા લાગતી નથી. એ તો એનું સ્વરૂપ જ છે. આહા..હા...! દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું, જડનું, કાળાણુનું (સ્વરૂપ જાણે છે). આહા..હા...! આટલા એક કાળાણુમાં પણ આકાશના અનંતા પ્રદેશથી અનંતગુણા ગુણ છે. આહા...હા...! એની વિશેષતા તો તેના જ્ઞાનમાં છે કે, આ બધાને જાણે. અહીં (ઈ) કહેવું છે ને ? જાણે, બસ ! આ..હા..હા...! સમ્યક્દષ્ટિ જીવ આ બધું છે, એને પોતાની પર્યાયના સાધનથી જાણે. એ છે માટે જાણે એમ પણ નહિ. સમજાણું કાંઈ ? રાત્રે તો ઘણું આવ્યું હતું. એ તો બધું આવે ત્યારે આવે ને ?
આહા..હા...!
અહીંયાં તો (નાનાતિ) એમાંથી (આવ્યું). સમ્યષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેથી તે (નાનાતિ) છે. એમ કીધું ને ? આ..હા...! (નાનાતિ)નો અર્થ છે ને ? બસ ! (નાનાતિ) આહા..હા...! અનંત અનંત ગુણને, અનંત અનંત દ્રવ્યને, અનંત અનંત વિકૃત થયેલા વિકારી જીવોની પર્યાયને ઈ જાણે છે. આહા..હા...! પોતામાં પણ થયેલી વિકૃત અવસ્થા... આહા..હા...! તેને અડ્યા વિના જાણે છે. આ ગજબ વાત છે ! આ લોકો રાડ પાડે છે ને ? વ્યવહાર... વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય. ભાઈ ! સાંભળ, પ્રભુ ! તેં તત્ત્વની વાત સાંભળી નથી. આહા..હા...!
મુમુક્ષુ :- આ સ્પષ્ટીકરણ થાય છે...
...
Page #212
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
ઉત્તર :– બિલકુલ થાતું નથી, એનાથી થાતું નથી. રાગ તે વિકૃત છે એને પણ (નાનાતિ). સમ્યષ્ટિ (નાનાતિ). એને કરે છે, એના છે એમ નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? એ તો (નાનાતિ). છએ દ્રવ્ય, એના ગુણો, એની પર્યાય, પોતાનું દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય... આહા..હા...! જેને જાણે છે ઈ પર્યાયની તાકાત કેટલી !! એ પર્યાય અક્ષય અને અમેય છે. આ..હા..હા...! એની પ્રતીતિ જે છે એ પણ અક્ષય અને અમેય છે. એણે કેટલાની પ્રતીતિ કરી !! આ..હા..હા...! જેનું માપ નથી એટલા અનંતા ગુણો ! એક (દ્રવ્ય) એવા અનંતા દ્રવ્યો અને એના દરેકના પાછા અનંતગુણા ગુણો ! આ..હા..હા...! એને સમ્યક્દષ્ટિ જીવ સમ્યજ્ઞાનમાં... આ..હા...! જાણે છે. ઝીણી વાત છે, પ્રભુ ! માર્ગ એવો છે. વીતરાગનો માર્ગ (આવે છે), આવી વાત બીજે ક્યાંય છે નહિ. આહા..હા..! અને જ્યાં છે એને પણ ખબરું ન મળે અને બહારથી આ વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો, એમાંથી કલ્યાણ (થઈ જશે). પ્રભુ ! બહુ ઊંધાઈ થઈ ગઈ.
તારો જ્ઞાનનો પર્યાય અમાપ ગુણને જાણે, એને રાગથી લાભ થાય ! આહા..હા...! જેની પર્યાયમાં અનંતા ગુણો (કે) જેનું માપ નથી એનો પર્યાયમાં લાભ થયો છે. લાભ એટલે એનું જ્ઞાન. આહા..હા...! સમજાણું કાંઈ ? એમાં ગુણ આવ્યા નથી પણ ગુણનો લાભ એટલે જેટલી શક્તિની તાકાત છે એટલું આમાં જ્ઞાન આવી ગયું. આહા..હા...! એવી જ્ઞાનની પર્યાયની આગળ, એને એમ કહેવું કે, રાગ છે તેનાથી તે નિશ્ચય થશે, પ્રભુ ! મોટી વિપરીત વાત છે, ભાઈ ! આહા..હા...!
અપરિમિત ગુણને દ્રવ્યના જે પર્યાયે જાણ્યા એવી જાણવાની પર્યાયને, રાગની પર્યાયથી તે જાણવાની પર્યાય પ્રગટે (એમ માનવું તે મોટી વિપરીતતા છે). આહા..હા...! એનાથી તો ન પ્રગટે પણ અનંત ગુણ અને દ્રવ્ય છે એનાથી એની જાણવાની પર્યાય પ્રગટી નથી. આહા..હા...! પોતાની તાકાતથી પ્રગટી છે. જ્યારે અનંતા ગુણોને જાણે એ ગુણથી પણ એ પર્યાય થઈ નથી તો રાગ તો અલ્પ વિકૃત અવસ્થા (છે). આહા..હા...! દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાનો ભાવ તો વિકલ્પ, રાગ, અલ્પ અવસ્થા છે. આહા..હા...! એનાથી જ્ઞાનની નિશ્ચયપર્યાય પ્રગટે (એમ માનવું એમાં તો) પ્રભુ ! ઘણો ફેર છે, મોટો ફેર છે. આહા..હા...! શ્રદ્ધામાં મોટું શલ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અહીં તો સમજાય એટલું સમજવું, બાકી એનો પાર ન મળે, બાપા ! આહા..હા...! એની ગંભીરતા, એની ઊંડાઈ...
આ..હા..હા...!
૧૯૯
(નાનાતિ) એનો અર્થ કે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે...’ આહા..હા...! તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી;...' જોયું ? ભાષા શું કહે છે ? જેની પર્યાયમાં પોતાને જાણવું પ્રગટ્યું... આહા..હા...! એ જાણનારો સમિકતી કોઈ રાગની કે કોઈ ચીજની અભિલાષા કરતો નથી. અનંતો અનંતો ગુણ અને અનંતો દિરયો ભર્યો (છે) એવા
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
કલશામૃત ભાગ-૫ અનંતા દરિયા દ્રવ્યના ભર્યા એ અનંતા દ્રવ્યનું અહીં પર્યાયમાં જ્ઞાન થયું. આ..હા..! એ જ્ઞાની રાગને અને પરદ્રવ્યને મારા છે એમ તે અભિલાષા (કરતો) નથી. પરદ્રવ્યને જાણવાનું કામ થયું ત્યાં પરદ્રવ્ય મારા એમ કયાં આવ્યું હવે ? આહા...હા....! સ્વ અને પરને જાણે છે). ‘સ્વપર પ્રકાશક શક્તિ હમારી આહા..હા....! એ રાગને પ્રકાશે એવી શક્તિ સ્વતઃ છે. હવે એમ જ્યાં સ્વતઃ જ્ઞાનની, શ્રદ્ધાની પર્યાય સ્વતઃ પ્રગટી છે... આહાહા...! એને એ વ્યવહાર – રાગથી નિશ્ચય થાય, રાગ અલ્પ, વિકૃત, મર્યાદિત અવસ્થા (છે). આહાહા...! અને આ તો અપરિમિત શ્રદ્ધા, જ્ઞાનનો પર્યાય (છે). આહાહા..! વ્યવહારથી થાય થાય એ એને નથી, ભાઈ ! બાપુ ! વ્યવહારને પણ તે (નાનાતિ) જ્ઞાન જાણે છે. વ્યવહારને કરે છે અને વ્યવહારથી થાય છે એવું સ્વરૂપમાં નથી. આહા..હા..! ભારે કામ !
અલોકનો ક્યાંય અંત નહિ એને અહીંયાં રહેલા કાળાણુ નિમિત્ત કહેવાય, શું કહે છે ઈ ?! નિમિત્ત કહેવાય. એના પરિણમનના નિમિત્તથી પરિણમે છે એમ નહિ. આહા...હા...! નિમિત્ત પણ આ રીતે ઊડી જાય છે અને વ્યવહાર રત્નત્રયનો) રાગ આ રીતે ઊડી જાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બેસે, ન બેસે જગત સ્વતંત્ર છે. આહા..હા...! આવો માર્ગ છે. વસ્તુની સ્થિતિની મર્યાદા જ આવી છે. આહા..હા.! સમજાણું કાંઈ ?
(નાનાતિ)નો અર્થ જ આટલો કર્યો કે), “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે.” જાણે છે સાથે શ્રદ્ધે છે અને સાથે વેદે છે એટલે અનુભવ સાથે લીધો. સમજાણું કાંઈ ? આહા...હા...! જેવું એ સ્વરૂપ છે અમાપ... અમાપ.... પવિત્ર શક્તિને પર્યાયમાં વેદે છે (એમ) અહીં તો કહે છે. ઈ ચીજ ભલે અહીં ન આવે પણ એ સંબંધીનું વેદન, એ સંબંધીનું જ્ઞાન શ્રદ્ધામાં આવી જાય છે. આહા..હા..! વેદે છે એટલે ? એ વેદનપર્યાય છે એ વેદનની પર્યાયમાં કાંઈ અનંતા ગુણ છે ઈ અહીં વેદનમાં આવી જાય છે એમ નથી). પણ વેદનની પર્યાયની જ એટલી તાકાત છે કે, અનંત ગુણનો સાગર ભગવાનમાં એકાગ્ર થાય અને પર્યાયમાં અનંત ગુણના અંશનું વેદન આવી જાય છે. આ...હા...! સમજાણું કાંઈ ? તેથી અભિલાષા કરતો નથી. છે? આ કારણે કર્મના ઉદયથી મળેલી સામગ્રીને પોતે પોતાના જ્ઞાનમાં રહીને પરની અપેક્ષા રાખ્યા વિના પરને અને સ્વને જાણે છે. એવો જીવ કોઈ પર ચીજની અભિલાષા કરતો નથી. આહાહા...!
જે પર ચીજો અને પર ચીજના ગુણો અને પર્યાય, એ જ્યાં પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાણા, સ્વનું જ્ઞાન કરતાં ઈ જણાય ગયા એને કોઈ પરની અભિલાષા (નથી). આહા...હા...! અને અભિલાષા હોય તો તે મિથ્યાદૃષ્ટિ છે એમ કહેશે. તે એણે આ અનંત અનંત ગુણનો ભગવાન દરિયો અને અનંત ગુણના બધા અનંતા દરિયાને એણે જાણ્યો નથી. આ.હા... તેથી એને અભિલાષા (રહે છે કે, આ રાગ કરું ને આ મેળવું ને આને લઉં (એવું રહ્યા કરે છે). આહાહા...! એ અભિલાષા મિથ્યાત્વ ભાવ છે. કેમકે એના જ્ઞાનસ્વભાવમાં તો
Page #214
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
૨૦૧ સ્વ-પરને જાણવું એવો એનો સ્વભાવ છે. હવે એણે જેણે જાણ્યું નથી (ઍને) સ્વની સામગ્રીમાં જાણવાની આટલી તાકાત છે એવી શક્તિ પ્રગટી નથી. એ પરસામગ્રીને ઇચ્છે છે. આહા..હા..! કે, અનુકૂળ સ્ત્રી હોય, અનુકૂળ પૈસો હોય, અનુકૂળ મકાન હોય. આહા..હા..! એવી અભિલાષા મિથ્યાદૃષ્ટિને હોય છે. આકરી વાતું છે. | ‘7 : રોતિ મયં ન નાનાતિ હવે સામો પક્ષ લીધો. અને જે કોઈ મિથ્યાષ્ટિ જીવ કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે...” જોયું ? એટલે કે એને લઈને મને ઠીક પડશે એનો અર્થ કે એ ચીજને, એણે પોતાની માની. આહા..હા..! રાગને લઈને મને ઠીક પડશે, પર સામગ્રીને લઈને મને ઠીક પડશે એવો ભાવ જેનો છે... આહા..હા..! એણે પરને પોતાનું માન્યું. પોતાને પરથી ઠીક પડશે, રાગથી મને ઠીક પડશે, મને રાગથી નિશ્ચયનો લાભ થશે એનો અર્થ જ એણે રાગને પોતાનો માન્યો. આહા..હા...! સમજાણું કાંઈ ?
શરીરની અનુકૂળતા હોય તો મને ધર્મમાં ઠીક પડે. એવી જેને અભિલાષા છે તેણે આત્મા અને આત્માના ગુણો કે બીજા દ્રવ્ય અને એના ગુણોને જાણવાની એની દશા છે નહિ, એને અભિલાષાની દશા છે. આહા..હા..! આમાં તો બહુ જવાબદારી છે). આહા..હા..!
“અને જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ... પેલો સામે સમ્યકુદૃષ્ટિ જીવ હતો ને ? ઈ (નાનાતિ) હતો. હવે આ મિથ્યાદૃષ્ટિ જીવ કર્મની વિચિત્ર સામગ્રીને....... કર્મની વિચિત્ર (સામગ્રીમાં) રાગ પણ આવે, સંયોગ પણ આવે (અને) બધું આવે. ઈ બધી કર્મની વિચિત્ર સામગ્રી છે. આહા...હા..! સંયોગી ભાવ અને સંયોગી ચીજ (બધું આવે). આહા..હા..! હવે આ વાદવિવાદ કરે કાંઈ પાર પડે એવું છે આમાં ?
‘તુ યઃ ઋતિ અયં ન નાનાતિ એ વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને (અભિલાષા કરે છે). પોતારૂપ જાણીને એણે કેમ લખ્યું ? ‘ક્રોતિ કરે છે એનો અર્થ જ પોતાપણું માને છે. એથી એને કરવાનો ભાવ થયો છે. પરને મેળવું, રાગને કરું... આહા...હા...! સમજાણું કાંઈ ?
પોતારૂપ જાણીને અભિલાષા કરે છે. એમ ભાષા છે, જોયું ? કરે છે એવો ભાવ થયો એનો અર્થ કે પરને પોતાપણે માને છે. કરવામાં એણે લાભ માન્યો ને ? ત્યારે એ લાભ પરને લઈને થયો એમ માન્યું એ અભિલાષા મિથ્યાદૃષ્ટિની છે. આહા..હા...! એક એક શ્લોકમાં કેટલું ભર્યું છે ! આહા..હા...! તેથી કુંદકુંદાચાર્યદેવે નિયમસારમાં કહ્યું ને ? ભાઈ ! સ્વસમય અને પરસમયમાં વાદવિવાદ કરીશ નહિ, બાપુ ! કારણ કે અલૌકિક ચીજને જો તે જાણી હોય તો તે તેના) વેદનમાં રહે, અનુભવમાં રહેજે. આહા..હા...વાદવિવાદમાં પાર નહિ પડે. શાસ્ત્રમાં વ્યવહારના લખાણ, લક્ષણ પણ એટલા લખ્યા હોય એને પકડે કે, જુઓ ! આમાં કહ્યું. પણ એ વ્યવહાર જાણવાલાયક છે. સમજાણું કાંઈ ? કેમકે જ્ઞાનની
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
કલશામૃત ભાગ-૫
પર્યાયે જેણે સ્વને જાણી એની પર્યાયમાં પરને જાણવું જ રહી જાય છે, બસ ! પરનું પોતાપણું એમાં રહેતું નથી. સમજાણું કાંઈ ? આવું ભારે, ભાઈ ! ચક્રવર્તીને રાજમાં રહેવું અને કહે કે, આ મારું નહિ ! અને છે, છે ઈ તો સૌને ઘરે છે. મિથ્યાષ્ટિ અભિલાષા કરે છે કે, આને કરું. કરું એનો અર્થ કે એણે એને મારા માન્યા, બસ ! આહાહા...! અને એને જાણું. મને જાણતાં એને જાણે એણે પર પોતાના માન્યા નહિ. પર તરીકે માન્યા એને જાણ્યા. આહા..હા..! ભાઈ ! ત્યાં હોંગકોંગમાં ક્યાંય મળે એવું નથી. પેલો કહેતો હતો કે, હમણાં હોંગકોંગ ગયો. માળા, રૂપિયા માટે ત્યાં જાવું એમ કહે, ત્યાં મળશે. આહાહા....
પ્રશ્ન :- એના વગર જાવું ક્યાં ?
સમાધાન :- જાવું આત્મામાં. જે ક્ષેત્રે, જે કાળે જ્યાં જાય ત્યાં તો આત્મા જ્ઞાનસ્વરૂપી છે જ. એનો જાણનાર તો છે જ. આહાહા...! જ્યાં જાય ત્યાં તે જાણનાર જ રહે છે. એ પોતામાં રહે છે, પરમાં જાતો નથી. રાગમાં જાતો નથી તો વળી પરમાં (તો જાય જ ક્યાંથી ? આહા...હા...!
(મિથ્યાષ્ટિ જીવ પરપદાર્થને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે તે મિથ્યાદૃષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. આહા..હા...! જે કર્મની સામગ્રીને કરવાની જેને અભિલાષા છે. આ...હા...હા...! તે ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અનંત ગુણનો જાણનાર અને પર્યાયમાં સ્વ-પરને જાણવાનો સ્વભાવ છે) એને એ જાણતો નથી. આહા...હા...! જેને હજી બહારની મહિમા અને આબરૂ પણ જોઈએ છે એવા આબરના અભિલાષી જીવને – મિથ્યાદૃષ્ટિને આત્માનું જ્ઞાન નથી. આહા..હા..!
મુમુક્ષુ :- એમ આવે છે કે, સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને પણ આબરૂનો વધારો થાય એવી ઇચ્છા થાય છે.
ઉત્તર :- ઈ નહિ. નહિ. નહિ. એ તો કુદરતે થવાનું હોય તે) થાય. બહારથી વધારો થાય (એ) પોતે ઇચ્છે નહિ. ઈ વ્યવહારથી વાતું આવે. પુણ્ય કરો (એમ) “પદ્મનંદિપંચવિંશતિમાં આવે છે. પુણ્ય કરો તો એમાંથી જશ મળશે. બધી ખબર છે. એ તો થવાનું હોય) તે થાય છે. તેને વલણ રહે છે. પણ જેને અભિલાષા છે. આહાહા.! જશની અભિલાષા એ તો પરદ્રવ્ય છે. આબરુની અભિલાષા છે, બહાર પડવાની, બહારમાં દેખવા દેવાની અભિલાષા છે એ તો બહારમાં પડ્યો છે, બહિરાત્મા છે. આવી વાતું છે.
મુમુક્ષુ - ચારિત્રમોહના કારણે કોઈને થાય.
ઉત્તર :- એ નહિ. નહિ. નહિએને પણ જાણે છે. એને કરતો નથી, એની અભિલાષા નથી. અહીં તો (નાનાતિ) બસ, એક જ વાત છે). (નાનાતિમાં કરવું અને અભિલાષા એ આવી શકે જ નહિ. આહાહા...! એને એક (બોલમાં) લખ્યું નથી ? બહાર પડવામાંથી ભાગજે. બેનની ભાષા તો જુઓ ! બહાર પડવામાંથી ભાગજે. બહાર પડવાની
Page #216
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
અભિલાષા કરીશ નહિ. આહા..હા....! છે ને એમાં ઈ ? આવડતનું અભિમાન કરવું નહિ અને બહાર પડવામાં જઈશ નહિ, પાછો ભાગજે. આહા..હા...!
૨૦૩
મિથ્યાદૃષ્ટિ જીવ વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે તે જીવ શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી.’ એટલું થયું ને ? જેને રાગ અને ૫૨ની અભિલાષા છે એણે જાણના૨ જીવને જાણ્યો નથી. જાણનારને જાણ્યો હોય તો આ અભિલાષા હોય નહિ. આહા..હા...! ગજબ વાત છે, બાપુ ! એ માપ બહુ આકરા ! સમજાણું કાંઈ ? એ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. જાણ છે તે કરતો નથી અને કરે છે તે જાણતો નથી. આહા...હા...! તેમ જાણના૨ને ક૨વામાં રોકાઈ ગયો, રોકાણો એ જાણના૨ને જાણતો નથી. ઝીણી વાતું છે, ભાઈ ! આહા..હા...! વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞનું કથન... આ..હા..હા..હા...! એના કહેલા દ્રવ્યો, એના કહેલા ગુણો, એણે કહેલી પર્યાય... આ..હા..હા....!
અહીં તો (કહે છે), સમ્યષ્ટિ (નાનાતિ). જ્યારે મિથ્યાદૃષ્ટિ અભિલાષા ‘રોતિ’ આહા..હા...! કેમકે એ અભિલાષા કરે છે (કે), મારી આબરુ વધે એમ માને. છતાં પુણ્ય વિના એ આબરુ વધે નહિ. (તેથી) તેની મિથ્યા અભિલાષા છે. આહા..હા...! આવી વાતું છે, ભાઈ ! આ તો સંસારને મારી નાખવાની વાતું છે. સંસારને હોં ! જાગતા જીવને ઊભો રાખવો હોય તો રાગને મારી નાખવો પડશે. આહા..હા...!
શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.’ એટલે કહે છે કે, જેને રાગને કરું અને બહાર પડું, દુનિયા મને કંઈક ગણે એવી જેને અભિલાષા છે... આહા..હા...! છે ? એ શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી. મિથ્યાદૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' આ..હા..હા...!
‘વસ્તુ’‘આમ વસ્તુનો નિશ્ચય છે.’ આહા..હા...! જેના જ્ઞાનમાં બહારમાં બાહ્ય પદાર્થમાં મને કોઈ ગણે (એમ હોય) એને ૫૨ની અભિલાષા છે. ઈ મિથ્યાદૃષ્ટિ છે. આવું ભારે કામ, ભાઈ ! કહ્યું ને ? એ મિથ્યાદૃષ્ટિ છે. આમ વસ્તુનો નિશ્ચય છે.’ એને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' આહા...હા...! જ્ઞાનની ધારામાં જે જાણવું (એવી) ધારા રહી (છે) એ રાગના અને પરના અભિલાષી જીવને તે ધારા ઘટતી નથી. આહા..હા...!
પ્રશ્ન :- ઘટતી નથી એટલે ?
સમાધાન :- એટલે હોતી નથી. જ્ઞાનધારા એને રહેતી નથી. આહા..હા...! કીધું ને ? ઘટતું નથી એટલે હોતું નથી. છે ને ?
જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' એટલે હોતું નથી. આહા..હા...! આવી વાત સાંભળવી પણ મુશ્કેલ પડે એવી છે. આવો માર્ગ છે. આહા..હા...!
જેને કર્મના ઉદયની સામગ્રીની, રાગ, બાહ્યની અનુકૂળતાની અભિલાષા છે... આહા..હા..! જશ, દુનિયા ગણે એવી જેને અભિલાષા છે એને આત્માનું જાણપણું ઘટતું
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
કિલશામૃત ભાગ-૫ નથી. એને આત્માનું જ્ઞાન છે નહિ એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા..! આકરી વાતું છે, બાપુ ! આહા...હા...! વીતરાગનો પંથ વીતરાગભાવે જ્યાં જાણે છે એને પરની અભિલાષા રહી ક્યાં ? છે ક્યાં ? આહા..હા.! અને આમ હું જાણપણાથી કાંઈક બહાર પડું (એવો ભાવ થાય) એ તો નિદાન થઈ ગયું. આહા...હા...!
મુમુક્ષુ :- નિદાન એટલે સંસારનો ભાવ.
ઉત્તર :- આહા...હા...! એ તો નિદાન શલ્ય થયું. આહા..હા..! તેથી તે મિથ્યાષ્ટિ છે. આહા..હા..!
આમ વસ્તુનો નિશ્ચય છે.” જોયું ? શું વસ્તુનો નિશ્ચય (છે) ? કે, જે વસ્તુના સ્વરૂપને જાણે છે તેને રાગની અને પરની અભિલાષા નથી એમ વસ્તુનું સ્વરૂપ છે અને જેને રાગ અને પરની કોઈ કણની પણ) અભિલાષા હોય... આહા...હા...! તો તેને આત્માના સ્વરૂપનું જાણપણું હોતું નથી એવું વસ્તુનું સ્વરૂપ છે. આહા...હા...! એવી વાતું છે. એવી વાત છે, બાપુ ! શું કરીએ ?
મુમુક્ષુ :- બીજી વાતો સાંભળી સાંભળીને આખી જિંદગી ગઈ. ઉત્તર :- જિંદગી ગઈ, વાત સાચી છે. મુમુક્ષુ :- ભાવલિંગી મુનિને ખ્યાતિ, લાભ, પૂજા, પ્રશંસાની ભાવના હોતી નથી.
ઉત્તર :- બિલકુલ નહિ, અંદરથી કંઈ નથી. અસ્થિરતાનો ભાવ એને એ જાણે છે. એ વાત છે. આ તો જન્મ, જરા, મરણ રહિત થવાના માર્ગ છે. ભવભ્રમણ કરી કરીને ચોરાશીના અવતારમાં મરી ગયો. નિગોદના ભવ... આહા...હા...! એક શ્વાસમાં અઢાર ભવ ! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ, બાપુ ! એવા અનંતી વાર (ભવ કર્યા. એક શ્વાસમાં અઢાર એવા અનંતી વાર અનંતા કર્યા. અનંતા શ્વાસોશ્વાસમાં એક એકમાં અઢાર ભવ, ભાઈ ! તેં માથું ઊંચું કર્યું નહિ, પ્રભુ ! તારી ચીજ શું છે ? આહા...હા...!
અહીં તો ધર્મી એને કહીએ કે, જેને રાગ અને પરની અભિલાષા જ નથી. કેમકે જેનો પુરુષાર્થ સ્વભાવની શુદ્ધતામાં વળી ગયો છે. આહાહા....! સમ્યક્રદૃષ્ટિનો પુરુષાર્થ અંદર શુદ્ધતાના અનુભવમાં વળી ગયો છે. આહા..હા...! એને બહારની – રાગની અને એના ફળની અભિલાષા હોતી નથી. આહા...હા...! કહો, ભાઈ ! આવી વાતું છે. આહા...હા..! એમ કહ્યું ને પાછું ?
‘આમ વતનો નિશ્ચય છે.” જોયું ? બન્નેનો સરવાળો કર્યો. જાણનાર સમ્યક્દષ્ટિ તો એવો છે કે, જાણે... જાણે... જાણે. કેમકે એનો સર્વજ્ઞસ્વભાવ છે અને સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિમાં અનંત ગુણના અંશની પ્રતીતિ અને ગુણનું ભાન આવી ગયું છે. આહા...હા...! સમદ્રષ્ટિ એટલે એ તો બાપુ ! શું ચીજ છે ! અને એ સમ્યગ્દર્શન વિના જેટલા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરે) એ બધાં બાળવ્રત અને બાળપ છે. ઈ ચાર ગતિમાં
Page #218
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૭
રખડવાના છે. આ..હા...! આવી વાતું છે. આહા..હા...!
એમ કહ્યું કે મિથ્યાદૃષ્ટિ કર્તા છે,...' જોયું ? એમ કહ્યું કે, મિથ્યાદૃષ્ટિ રાગનો અને ૫૨ સામગ્રીનો આ હોય તો ઠીક' (એમ કરે છે માટે) ઈ કર્તા થયો. આત્માના સ્વભાવ સિવાય દયા, દાનના વિકલ્પની પણ જેને અભિલાષા છે એ એનો કર્યાં ઠર્યો. આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, બાપુ ! શું થાય ? અરે......! કર્તા એટલે શું ? કહે છે.
‘ત્યાં ‘કરવું’ તે શું ?” “તત્ ર્મ જિન રાશે:’ જોયું ? ‘કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું’...' એટલે શું ? તે વાસ્તવમાં કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે.’ એ કરવું છે. આહા..હા...! આત્મા સિવાયના પુણ્ય-પાપના ભાવ અને આ બહારની અનેક સામગ્રીને કરું એટલે મારા છે, મને લાભ થશે એવા એના મિથ્યાત્વના ચીકણા પરિણામ છે. આવું સાંભળ્યું નથી, સાંભળવા મળ્યું નથી. આહા..હા..! અરે....! એમને એમ જિંદગીયું જાય છે, ભાઈ ! આહા..હા...! ભલે દુનિયા માને, ન માને એની સાથે કોઈ વાત નથી. વસ્તુસ્થિતિ તો આ છે. આહા..હા..! ચીકણા પરિણામ કહ્યા, જોયા ? મિથ્યાત્વાના પરિણામ) લેવા છે ને ? રાગને, શુભભાવને પણ જે ઇચ્છે છે એણે શુભ ભાવને પોતાનો માન્યો છે એ મિથ્યાત્વના ચીકણા પરિણામ છે. આહા..હા...! છે ?
૨૦૫
‘ત્યાં ‘કરવું’ તે શું ? કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું' તે વાસ્તવમાં કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું....’ એ વિશેષ કહેવાશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૬, શુક્રવાર તા. ૧૬-૧૨-૧૯૭૭. કળશ-૧૬૭, ૧૬૮ પ્રવચન–૧૭૭
‘કળશટીકા’ ૧૬૮ કળશ છે. ‘વૃદ્ઘ તત્ અજ્ઞાનમ્' કહે છે કે, મિથ્યાદૃષ્ટિના પરિણામનું એક અંગ છે, મિથ્યાત્વના પરિણામનો એક ભાગ છે. મિથ્યાત્વના તો ઘણા પ્રકા૨ છે. એમાં આ એક મિથ્યાત્વના પરિણામનો ભાગ છે.
મુમુક્ષુ :- ‘કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ?” ઈ બાકી છે. ઉત્તર :– હા, ઠીક, ઈ બાકી છે, ઈ બાકી છે, ખરું.
કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
કલશામૃત ભાગ-૫ મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે - તે વસ્તુ એવી છે કે પદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા...” શું કહે છે ? પોતા સિવાય પરદ્રવ્યની કંઈ પણ વાંછા (થાય) એ અભિલાષા મિથ્યાત્વ છે. આહા..હા..!
પ્રશ્ન :- સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રાપ્તિ ....?
સમાધાન :- એ તો એક શુભરાગ છે પણ એ મને મળે, ઈ પરદ્રવ્ય મને મળે, એમ નથી. એ તો એને ભક્તિમાં રાગનો ભાગ છે એટલે એ ઉપર લક્ષ જાય છે એટલું. આ.હા.... આગળ કહેશે. | ‘તુ રાજ કવોમિયમ્ અધ્યવસાયમ્ હું તે વસ્તુ એવી છે કે પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ ગણધરદેવે કહ્યું છે. આહાહા...! આત્મા સિવાય કોઈપણ પરપદાર્થ પોતાનો નથી એને પોતાનો કરવા માગે છે એવી જે અભિલાષ એ મિથ્યાત્વ છે. આહા...હા...! સ્ત્રી, કુટુંબ-પરિવાર વગેરે પર વસ્તુ છે. એની અભિલાષા (થાય) કે, આને મારા કરું, મારા સગાં કરું, વહાલા કરું જેથી મારા પક્ષમાં રહે. આહા..હા..!
મુમુક્ષ :- ભજન કરે એમાં જ મારાપણું થઈ ગયું.
ઉત્તર :- એનો અર્થ જ ઈ થઈ ગયો. ઈ મારા છે માટે હું એને સગવડતા આપું ઈ પછી કહેશે. પણ ઈ મારા છે ઈ માન્યતા જ મિથ્યાદૃષ્ટિની છે. આહાહા...!
મુમુક્ષુ :- આખો સંસાર એમ ચાલે છે. ઉત્તર :- આખો સંસાર એથી ઊંધો પડ્યો છે. આહા...હા...!
પરદ્રવ્ય મારા, એવી જે અભિલાષા તેને મિથ્યાત્વ પરિણામ ગણધરદેવ એટલે આચાર્યો કહે છે. આહાહા...! શરીરને મારું કરું, સ્ત્રી-કુટુંબના આત્માને મારા કરવા, એના શરીરને મારું માનવું એ બધા મિથ્યાત્વ પરિણામ છે. આહાહા..!
મુમુક્ષુ :- કોઈનું ઘર ચાલે એવું દેખાતું નથી.
ઉત્તર :- ઊંધું ઘર છે, ઊંધા ચાલે છે. ઊંધી માન્યતામાં ચાલે છે ને? ઘર કોણ ચલાવે ? એમ કહે કે, અમે અમારા ઘરને ચલાવીએ છીએ. છોકરાઓને વ્યવસ્થિત રીતે ઠેકાણે પાડીએ છીએ, ધંધે દોરવી દઈએ છીએ ઈ તો પછી આવશે. એનો અર્થ કે, (એને) મારા માન્યા એટલે એને વ્યવસ્થાપૂર્વક જોડી દઉં એ બધો મિથ્યાત્વભાવ છે. આહાહા..! આવી વાત...!
કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે. છે ? કર્મની સામગ્રીમાં રાગ અવશ્ય મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે.... ઈ તો કર્મની સામગ્રી છે. શરીર, પૈસા, આબરુ – કીર્તિ, દીકરા, દીકરીઓ ઈ તો બધી કર્મની સામગ્રી - દુમિનની સામગ્રી છે. આ...હા...હા...! એને મારા કરીને (કહેવડાવવું) અને મારા છે એમ માનવું, એ મિથ્યા દૃષ્ટિ છે. આવી વાત છે.
‘સામગ્રીમાં રાગ રાગ એટલે એકતા. “આ મારા છે” એવો જે રાગ (તે) મિથ્યાદૃષ્ટિ
Page #220
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬ ૭
૨૦૭
જીવને હોય છે....” “સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી.”
મુમુક્ષુ :- નિશ્ચયથી હોતો નથી.
ઉત્તર :- ખરેખર હોતો નથી. નિશ્ચયથી (હોતો નથી) એટલે વ્યવહારે હોય, એટલે (શું) ? રાગ હોય પણ એને પોતાના માને એવું એને નથી. આહા...હા....! વ્યવહારથી હોય છે એટલે ? બોલવામાં એમ આવે કે, ભાઈ આ મારો દીકરો છે, આ મારી ઘરવાળી છે, આ મારું મકાન છે. ઈ તો બોલવામાં આવે.
મુમુક્ષુ :- માનવું કાંઈક અને કહેવું કાંઈક ! ઉત્તર :- વાત જ બધી ખોટી ! મુમુક્ષુ :- ઈ જૂઠું બોલ્યો છે.
ઉત્તર :- ઈ જૂઠું બોલ્યો છે. ફક્ત બીજાને ઓળખાવવા એ વાત કહેતો હતો. એને ઠેકાણે માની લ્થ કે, મારા છે (તો તે મિથ્યાષ્ટિ છે). આકરું કામ છે બહુ ! એકલો પોતે સ્વતંત્ર આત્મા એને પરની સાથે શું સંબંધ છે ? આહા...હા...! છે ?
સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. “સ: કન્યાઃ ” તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. અહીંયાં રાગનો અર્થ મિથ્યાત્વ છે, હોં ! આહા..હા...! મારો દેશ, મારું ગામ... આહા...હા..! મારા મકાન, મારો પરિવાર, મારી બધી દુકાનોની વ્યવસ્થા આટલી આટલી ચાલે છે એ બધો મિથ્યાત્વભાવ છે.
પ્રશ્ન :- ચક્રવર્તી છ ખંડનું રાજ કેમ ચલાવતા હશે ?
સમાધાન :- કંઈ માનતો નથી), કરતો નથી. થાય છે તેને શું જાણે છે. મારું માનતો નથી, લડાઈ કરતો પણ નથી. આહા..હા...!
તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. જેની દૃષ્ટિ ઊંધી ઈ પરદ્રવ્યને મારાપણે માની અને અનંત સંસારનું કારણ એવો દર્શનમોહ બાંધે છે. આ..હા..હા...! સમ્યગ્દષ્ટિ કોઈપણ ચીજને પોતાની માનવા માટે બિલકુલ તૈયાર નથી. આહાહા...! રાગ પણ મારો છે એમ માનતો નથી તો પર ચીજ મારી છે ઈ ત્રણકાળમાં માને નહિ.
મુમુક્ષુ :- છતાં બોલે એમ કે, મારું છે.
ઉત્તર :ઈ તો ભાષા (એવી) બોલે. ઈ ભાષાનું કાર્ય છે, એનું કાર્ય નથી. સમજાણું કાંઈ ? આ..હા...! લ્યો, હવે આ (આવ્યું). મિથ્યાત્વનું એક અંગ દેખાડે છે. ૧૬ ૮.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કિલામૃત ભાગ-૫
(વરસન્તતિલકા)
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
ત્યુમાન્ મUIનીવિત સૌરયમ્ ૬-૬૮TT
ખંડાન્વય સહિત અર્થ:- “રૂદ પતર્ જ્ઞાનમ્' (3) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છે : (તિર્ જ્ઞાન) આવો ભાવ મિથ્યાત્વમય છે – ‘તુ યર્ પર: જુમાન્ પરણ્ય મરVIનીવિતqસૌરયમ્ ર્યા (1) તે કેવો ભાવ ? (ય) તે ભાવ એવો કે (પર: પુમાન) કોઈ પુરુષ (પરચ) અન્ય પુરુષનાં (મરણનીવિત સૌર્ય) મરણ-પ્રાણઘાત, જીવિત–પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઇષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને ( ત) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો – આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદૃષ્ટિ છે એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદૃષ્ટિ છે ? કારણ है ‘मरणजीवितदुःखसौख्यम् सर्वं सदाय एव नियतं स्वकीयकर्मोदयात् भवति' (मरण) પ્રાણઘાત, (નીવિત) પ્રાણરક્ષા, સૌર) ઈષ્ટ-અનિષ્યસંયોગ – આ જે સર્વ) સર્વ જીવરાશિને હોય છે તે બધું (સવા વિ) સર્વ કાળ નિયતં) નિશ્ચયથી, ર્વીય મવતિ) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુઃખી કરવા સમર્થ નથી. ૬–૧૬૮.
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
ત્યુમાન્ પરનીવિત સૌમ્ ૬-૬૮મા
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૯
‘આવો ભાવ...’ મિથ્યાત્વનું એક અંગ છે, ‘મિથ્યાત્વમય છે...’ શું ? તુ યત્ પર: પુમાન્ પરસ્ત્ર મરાનીવિતવું:હસૌમ્ યંત્’“તે કેવો ભાવ ? તે ભાવ એવો કે કોઈ પુરુષ...' એટલે કોઈ આત્મા. (પરસ્ય) અન્ય પુરુષનાં.... (મરાનીવિતવું: સૌણ્યમ્) મરણ-પ્રાણઘાત...’ જુઓ ! વ્યાખ્યા સરસ કરી ! હું બીજાના પ્રાણનો ઘા૨ કરી શકું છું એ માન્યતા મિથ્યાષ્ટિની છે. આહા..હા...! મરણની વ્યાખ્યા આ કરી. એના પ્રાણ જે છે - પાંચ ઇન્દ્રિય, મન, વચન ને કાયા, શ્વાસ, આયુષ્ય, એનો ઘાત કરી શકું એટલે કે બીજાનું મરણ કરી શકું એટલે કે બીજાના પ્રાણનો હું વિયોગ કરી શકું એ માન્યતા મિથ્યાત્વ છે.
—
કળશ-૧૬૮
આહા..હા...!
પછી બીજું ‘જીવિત...’ બીજા પ્રાણીનું જીવતર એટલે પ્રાણની રક્ષા કરી શકું. આહા..હા...! કહો, માતા બાળકની રક્ષા નથી કરતી ? કહે છે કે, ૫૨ના પ્રાણ એના કારણે રહે છે. એને આ કહે છે કે, એના પ્રાણ હું રાખું, એના પ્રાણને હું રાખું એવું ૫૨નું જીવતર કરી દઉં, પ૨ને જીવતો રાખું એ માન્યતા મિથ્યાત્વ છે. આકરી વાતું છે.
મુમુક્ષુ :– ગામેગામ પાંજરાપોળ કરી છે.
-
ઉત્તર :– કોણ કરે છે ? એ તો જરી શુભરાગ હોય અને એ ક્રિયા થવાની (હોય) એ થાય. પણ ‘આ (ક્રિયા) મેં કરી છે, ગાયુને બચાવવા માટે આ પાંજરાપોળ મેં કરી છે’ એ ભાવ મિથ્યાત્વ છે. આકરું કામ છે. આ વાત તો અવલદોમ છે, ભાઈ ! સંસારના અભિપ્રાયથી આખી વાત ફે૨ છે. આહા..હા...! હું આ છોકરાને ભણાવી દઉં, એ ભણીને તાજો થાય, એને હું સુખની સામગ્રી આપું. સુખી કરુંનો અર્થ ? સુખી કરુંની વ્યાખ્યા બીજી છે, જુઓ !
પહેલા એમ કીધું, પ્રાણઘાત કરી શકું. પરના પ્રાણને આયુષ્યના પ્રાણને મારી – હણી શકું, એના મન-વચન-કાયાના પ્રાણને હું મારી શકું – એવો જે ભાવ... આહા..હા...! એ મિથ્યાત્વભાવ (છે), એ મિથ્યાત્વનું એક અંગ છે. મિથ્યાત્વના તો ઘણા પ્રકા૨ છે એમાં આ એક મિથ્યાત્વનો પ્રકાર છે. આહા..હા...!
પ્રાણરક્ષા... બીજાના પ્રાણની હું રક્ષા કરી શકું. આ..હા..હા...! આ દવા-બવા (પીવડાવીને) ડૉક્ટરો પ્રાણની રક્ષા નથી કરી શકતા ? બીજાના પ્રાણની રક્ષા ! એનું આયુષ્ય છે ત્યાં સુધી એ રહે છે. એને ઠેકાણે આ એને આયુષ્ય આપે છે તે રક્ષા કરે ? આહા..હા...! આ બધી વાતું તો જગતથી જુદી છે, ભાઈ !
પ્રશ્ન :- બચાવી શકે એને બચાવવાના ભાવ કરી શકે ?
સમાધાન :- બચાવવાના ભાવ બચાવી શકું એમ માનવું એ મિથ્યાત્વ છે. પેલા તેરાપંથી કહે છે ઈ બીજી વાત છે. સ્થાનકવાસીમાંથી આવ્યા એટલે એમ કહે ને કે, બીજાને બચાવવાનો ભાવ મિથ્યાત્વ છે. બચાવી શકું છું ઈ માન્યતાની જ ખબર નથી. ફક્ત, બચાવું
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૦
કિલશામૃત ભાગ-૫ તો પછી એ પચીસ જીવની હિંસા કરશે એથી એ બચાવવાનો ભાવ, અહીં ઈ વાત નથી.
અહીં તો (કહે છે) પરના પ્રાણની રક્ષા કરી શકતો નથી. એના પ્રાણની રક્ષા તો એનું આયુષ્ય છે ત્યાં સુધી રહે છે. એટલે બીજો એની રક્ષા કરે અને જીવાડી શકે (એ માન્યતા જ મિથ્યાત્વ છે). આહા...હા...! આ ગરીબ માણસ હતો એને મેં રસ્તે ચડાવી દીધો, પાંચ-પચીસ હજાર આપી દુકાન ચલાવી અને રસ્તે ચડાવી દીધો). એનું કરીને મેં એના પ્રાણની રક્ષા કરી ! મૂઢ છે, કહે છે. આ તો જગતથી ઊંધું છે, ભાઈ ! આહાહા...!
પ્રાણરક્ષા, દુઃખ...” દુઃખની વ્યાખ્યા શું ? હું એને અનિષ્ટ સંયોગ દઈ શકું. તલવાર દઈ શકું, આ દઈ શકું એવા) અનિષ્ટ સંયોગ. આહા..હા...! એને હું વીંછી કરડાવું. સર્પ કરડાવું, ઝેર દઉં, એવો અનિષ્ટનો સંયોગ હું કરી શકું છું એનું નામ પરને દુઃખ કરી શકું છું એમ કહેવાય છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ ભારે વાતું ! બીજાને હું પ્રતિકૂળતાના સંયોગ દઈ શકું છું... આહા...હા...! એ મિથ્યાત્વ ભાવ છે.
અનિષ્ટનો સંયોગ ! વ્યાખ્યા કેવી સરસ કરી છે ! કોઈ કહે કે, એને દુઃખ દઈ શકું એટલે શું ? એને દુ:ખનો ભાવ થાય એ તો એનાથી થાય છે, પણ એને દુઃખના પ્રતિકૂળ સંયોગ હું દઈ શકું છું એનું નામ પરને દુઃખ આપી શકું છું એમ કહેવાય છે). આહા..હા...!
એક વહુ હતી. તે મોડી ઊઠી હશે અને ઝોલાં ખાતાં ખાતાં દળતી હતી. (ત્યાં) એની સાસુ આવી. (એણે જોયું કે, આ ઝોલાં ખાય છે. પછી પેલા ઘઉંમાં આમ હાથ નાખે ને ? ત્યાં અગ્નિ મૂકી. અગ્નિના અંગારા (મૂક્યા એટલે) આમ જ્યાં (ઘઉં લેવા જાય છે
ત્યાં) આ.. (થઈને દાઝે છે). (સાસુને એમ કે, જાણે એના ઝોલાં ઊડાડું ! સમજાણું ? વહુ ઘંટી દળતી હતી, ઘંટી ! શું કહેવાય ઈ ? ચક્કી... ચકી ! એમાં ઝોલાં ખાતી હતી (ઈ) એની સાસુ જોઈ ગઈ. એટલે (ઘંટીમાં ઘઉં નાખવા) પેલા ઘઉંમાં હાથ નાખે ને ? ત્યાં અગ્નિના અંગારા મૂક્યા !
મુમુક્ષુ :- સાસુ ઘણી ક્રૂર હતી.
ઉત્તર :- ઈ ક્રૂર હતી ત્યારે જ (આમ કર્યું ને ! છતાં એણે આ અભિપ્રાય કર્યો કે, આને હું જગાડી દઉં અને બરાબર કામ લઉં એમ માનનાર) મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આવી વાત છે. ઇંજેક્શન દઈને એને જીવાડી શકું ! આહાહા..!
ઇષ્ટનો સંયોગ દઈ શકું. ઇષ્ટ પ્રાપ્તિ છે ને ? છે ? સૌખ્ય – ઈષ્ટપ્રાપ્તિ...” એને અનુકૂળતા દઈ શકું. પૈસા દઈને રસ્તે ચડી જાય, આહાર-પાણી આપીને એની ભૂખ મટે, એવા આહાર-પાણી હું એને દઈ શકું, ઇષ્ટસામગ્રી દઈ શકું. આહા...હા...! અરે...! એને હું સારા સંયોગમાં મૂકું કે જેથી એની સગવડતા જળવાઈ રહે એવી માન્યતા અજ્ઞાની મિથ્યાદૃષ્ટિની છે. આહાહા...! ભારે કામ ! કન્યાને એના સાસરે વળાવવી હોય અને સાધારણ ઘર હોય તો અહીંથી પોતે એને લાખ રૂપિયા આપે કે જેથી એને સગવડતા જળવાઈ રહે.
Page #224
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૮
૨૧૧
કારણ કે પેલા ગરીબ માણસ હોય અને એને કાંઈ (બીજી વધારે સગવડતા હોય નહિ એમ માનીને આપે).
અહીં દરબાર હતા ને? એને એવી પ્રકૃતિ હતી. પોતે મોટો દરબાર ! ત્રણ લાખની ઉપજ ! (આ તો) પહેલાની વાત છે) પછી દસ લાખ, પંદર લાખ (થઈ ગયા) પણ ઈ કન્યા એવાને આપે કે, એક (જણ) ભેંસ ચારતો હતો અને કન્યા આપી. કેમકે એને જાળવશે. ભેંસ.... ભેંસ ! ભેંસ સમજ્યા ? ઈ (એક) હતો, અમારી પાસે બિચારો આવતો. ભેંસને ચારતો હતો એને કન્યા આપી અને અમુક ખેતર આપેલું. બાર મહિને વીસ-પચીસ હજાર ઉપજ થાય એવા ખેતર આપે. ઈ બાઈ જીવે ત્યાં સુધી એને આપે. બાઈ મરી જાય પછી ખેતર લઈ લ્ય. એમાં વીસ-પચીસ વરસમાં જે ઉપજ થઈ હોય એનાથી એ નભે, એમ. એ એની ટેવ છે. આ જાણે કે, કન્યાને ત્યાં દઉં અને એ ગરીબ માણસ છે એટલે એને રાખશે અને એને ઇષ્ટ સંયોગ આપું છું એટલે એને જાળવી રાખશે. એ બધી માન્યતા, ભ્રમણા અજ્ઞાનીની છે કહે છે. આ...હા...હા...!
આ દહેજમાં નથી આપતા? કહેવાય છે? આપણે શું કહેવાય છે એને ? કરિયાવર ! કરિયાવર (એટલે આ પ્રમાણે આટલું આપું, આનું આટલું આપું કે જેથી એને સંયોગ અનુકૂળ રહે. પાંચસે તોલા સોનું આપું, આટલો દાગીનો આપું, આટલા કપડાં આપું... આહા...હા...! મારી દીકરી છે ને ? તો આવો અનુકૂળ સંયોગ આપું તો રહે. ઈ દૃષ્ટિ મિથ્યાત્વ છે, કહે છે. કેમકે એને સંયોગ મળવો ઈ તો એના પુણ્યને કારણે એને મળે છે. એને આ કહે છે કે, હું એને સંયોગ આપું !
મુમુક્ષુ :- કર્મનું નિમિત્ત છે અને આ પણ નિમિત્ત છે.
ઉત્તર :- બન્ને નિમિત્ત છે પણ આ રીતે છે. છતાં અહીં તો કર્મનું નિમિત્ત સિદ્ધ કરવું છે. નિમિત્ત છે પણ અહીં કર્મને સિદ્ધ કરવું છે. આ આપી શકતો નથી એથી એને કર્મને કારણે મળે છે એમ સિદ્ધ કરવું છે. કર્મ નિમિત્ત છે પણ છતાં નિમિત્તપણું એનું છે. એમ. આહા...હા...! સમજાણું કાંઈ ? છે ?
ચાર બોલમાં ઘણું બધું સમાડી દીધું. પ્રાણઘાત – એનું નામ મરણ, પ્રાણરક્ષા – એનું નામ જીવન. દુઃખ (એટલે) અનિષ્ટ (સામગ્રીનો) સંયોગ દઉં. આહાહા..! એક વેરી દુશમન માણસ હતો ને ? તે દેરાસરની એક ઇંટ છે (એ મકાન પાસે મૂકી આવ્યો). (એ) ગૃહસ્થના મકાન થતા હતા એમાં દેરાસરની ઇંટ મૂકી આવ્યો. એટલે શું કે દેવદ્રવ્ય છે ઈ) એને ગયું તો એનું બધું નાશ થઈ જશે. પેલાને તો ખબર પણ નથી. અજ્ઞાની માન્યતામાં) આમ માને છે. આ..હા...! સમજાણું કાંઈ ? ગૃહસ્થનું મકાન ચણાતું હતું. એમાં એને એક વેરી હતો. ઈ દેરાસરની બાંધકામની) ઇંટ ચાલતી હતી ઈ ઇંટ ત્યાં મૂકી આવ્યો. એટલે દેવદ્રવ્ય ત્યાં આપ્યું (એટલે) એનો હવે નાશ થઈ જશે. એમ અજ્ઞાની મારા દીકરાને, બાયડીને, છોકરાને
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
કલશામૃત ભાગ-૫
અનુકૂળ સંયોગ દઈ શકું છું એ માન્યતા તદ્દન મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાનીની છે. આહા..હા...! એને જે સંયોગ મળે છે એ તો એના કર્મના પુણ્યના કારણે એને ત્યાં સંયોગ મળે છે. એને ઠેકાણે આ કહે છે કે, હું એને અનુકૂળ સંયોગ આપું ! આ..હા..હા...! એ ભાવ તદ્દન મિથ્યાર્દષ્ટિ અજ્ઞાનીનો છે. આહા..હા...! આવું છે. આખા સંસારથી બધું ઊંધું છે.
એને ઇષ્ટની પ્રાપ્તિ (એટલે) એને અનુકૂળતાના સંયોગો દઈ શકું, નોકરે મારા બધા કામ સારા કર્યાં એટલે એને હવે સારી રીતે એક મકાન બનાવી દઉં અને એમાં તે રહે. એ બધો મિથ્યાત્વ ભાવ (છે). એનો સંયોગ હું કરી શકું (એ મિથ્યાત્વ ભાવ છે). આહા..હા...! એવું છે.
એક માણસની) દુકાનમાં જ્યારે ભાઈઓ અંદર ભાગ પાડવા માંડ્યા, ભાઈઓ માંહોમાંહે ચોરી કરવા માંડ્યા, ત્યારે એનો નોકર પણ ચોરી કરી જાય એટલે બોલી શકાય નહિ. ભાઈઓના ભાગ ભેગા હતા ત્યાં સુધી અંદર પટારામાં પાંચસો, હજાર, બે હાજર, પાંચ હજા૨ દ૨૨ોજ આવે એમાંથી જે બેઠો હોય ઈ પાંચસો-પાંચસો ઉપાડી લ્યે ! નોકર જોઈ જાય કે આ (ઉપાડે છે). પછી નોકર પણ ઉપાડી જાય. અંદર વખારમાં માલ ભર્યો હોય એમાંથી થોડો ઉપાડી જાય. (એમાંથી) મોટા મકાન બનાવ્યા ! પણ ઈ સંયોગ મેં આપ્યા એ વાત મિથ્યાત્વ છે અને એણે કીધું કે, આ સંયોગ મેં લીધા એ મિથ્યાત્વ છે. આહા..હા...! એ તો પુણ્યને કારણે સંયોગ આવ્યો. તે પાપના નવા પિરણામ કર્યાં એ તો જુદી ચીજ છે. આહા..હા...! બહુ આકરું કામ, બાપુ ! સંસારથી મિથ્યાત્વ ટાળીને સમિકતમાં આવવું એ ચીજ કોઈ અપૂર્વ છે, ચારિત્રની વાત તો પછી રહી. હજી તો એક સમ્યગ્દર્શન – ધર્મની પહેલી સીઢીમાં આવવું એમાં આવા નડતરના મિથ્યાત્વના પ્રસંગ ઘણા છે. આહા..હા...! છે ? હું બીજાને જીવાડી શકું એ માન્યતા મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. બીજાને મારી શકું એ માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને મોટો સંસાર છે. એમ બીજાને અનુકૂળ સંયોગ દઈ શકું, અને પ્રતિકૂળ સંયોગ દઈ શકું એ માન્યતા તદ્દન અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આહા..હા...! સંસારમાં તો પરથી મરી જાય ત્યારે (આ કામ) થાય એવું છે. આ..હા...! અરે...! હું આને પુસ્તક દઈ શકું છું, એ સંયોગ તો એના પુણ્યને લઈને એને મળે છે. છતાં આ કહે છે કે, હું દઉં છું ! ઝીણી વાત બહુ, બાપુ ! મિથ્યાશ્રદ્ધા – એની સત્યથી જૂઠી ઊંધી શ્રદ્ધા છે. વસ્તુનું સ્વરૂપ છે એનાથી એની વિપરીત માન્યતા છે. આહા..હા...! ચાર બોલ કહ્યા.
‘એવાં કાર્યને કરે છે.’ એવા કાર્યને કરે છે એમ એ માને છે. હું પરને જીવાડી શકું... આહા..હા..! પાણીમાં માખી પડી છે તો હું હાથ નાખીને એને બચાવી શકું. પણ હાથ જ તારો નથી (તો) એનાથી તું શી રીતે એને લે ? અને એનું આયુષ્ય હોય તો એ પાણીમાંથી બહા૨ નીકળે જ. તું એને પાણીમાંથી બહાર કાઢીને (કહે કે) મેં એને બચાવી (એ માન્યતા
Page #226
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૮
૨૧૩
મિથ્યાત્વ ભાવ છે). ઝીણી વાતું બહુ, બાપુ ! આકરું કામ, ભાઈ !
વીતરાગ જિનેન્દ્રદેવ પરમેશ્વર કેવળી તીર્થંકરદેવનો આ હુકમ છે ! આ..હા...હા...! કે, પરને હું જીવાડી શકું, મારી શકું, સગવડતા દઈ શકું, સગવડતા પ્રતિકૂળ દઉં, અનુકૂળ દઉં એ પ્રાણી પોતાના સ્વરૂપનો ઘાત કરનાર છે. ઈ (વાત) પછીના શ્લોકમાં આવશે. ‘૩માત્માનો મવન્તિ’ આ.હા..હા...હા...! પરદ્રવ્યને પરદ્રવ્યનો સંયોગ થવો કે ન થવો એ તો એના પુણ્યપાપને આધીન છે. એને ઠેકાણે આ કહે કે, હું અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ આપી શકું છું ! આહા...હા...!
આ પરને જીવાડી શકું છું એટલે ઈ જીવતો રહેશે તો બીજાને મારશે માટે પાપ થશે એમ નહિ. એને જીવાડી શકું છું એનું આયુષ્ય છે અને જીવે છે. એને ઠેકાણે આ માને છે કે, હું જીવાડી શકું છું એ અજ્ઞાનની માન્યતા છે. આહાહા....
મુમુક્ષુ :- આયુષ્ય છે માટે જીવે છે.
ઉત્તર :- પણ અહીં તો એ સિદ્ધ કરવું છે, અહીં તો એ સિદ્ધ કરવું છે. એના સંયોગમાં કર્મનું કારણ – નિમિત્તપણું છે. એના સંયોગમાં દેનારનું નિમિત્તપણું નથી એટલું સિદ્ધ કરવું છે. આ..હા...હા....! સમજાણું કાંઈ ? ઈ હમણાં કહેશે.
સદા, સર્વદા. ત્રણે કાળ અને સર્વ જીવોને – એ બે શબ્દ પડ્યા છે. હમણાં હેઠે આવશે. આમાં પહેલો આવ્યો હતો, જુઓ ! “સર્વ સર્વેવ પહેલો શબ્દ હતો. “સર્વ નવ નિયત મવતિ વીય- યા' આહા...હા...! એને નિમિત્તપણું કર્મ છે ઈ સિદ્ધ કરવું છે પણ આ કહે કે, મેં દીધું માટે હું એનો દેનાર કારણ (છું), એ જૂઠી વાત છે. આહાહા..! સ્ત્રીનું રક્ષણ કરી શકું છું, એને રોગ છે તો સારી દવા આપી શકું તેથી જીવતી રહે એવી જે માન્યતા એ તદ્દન અજ્ઞાન અને મિથ્યાત્વની છે. એને જીવતર તો એનું આયુષ્ય હોય તો રહે અને ન હોય તો મરી જાય. આહા..હા..! એ પણ એના આયુષ્યના ક્ષયે મરે છે. બીજો કહે કે, હું અને મારી શકું એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે. આ તો સંસાર સાથે બધા વાંધા ઊઠે એવા છે ! આહાહા...! છોકરાઓ નાના છે માટે એને પાળીપોષીને મોટા કરું પછી આપણે નિવૃત્તિ લઈશું – એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! કોણ પાળે ? અને કોણ પોષે ? આવું કામ છે.
મુમુક્ષુ :- લોકવ્યવસ્થાનો લોપ થઈ જશે.
ઉત્તર :- લોકવ્યવસ્થા જ આ રીતે સૌના કર્મને લઈને ચાલે છે. એને ઠેકાણે આ કહે કે, મારે લઈને આ બધી વ્યવસ્થા ચાલે છે ! કામ એવું આકરું (છે), બાપુ ! વસ્તુનું
સ્વરૂપ જ એવું છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે આમ કહેતા હતા. આહાહા..! એ વાત આ છે. આહા..હા..!
ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે.” જુઓ ! છે ? “અજ્ઞાની
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
કલશામૃત ભાગ-૫ મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે આ જીવને માર્યો...” એ તદ્દન જૂઠી વાત છે. “આ જીવે આ જીવને જીવાડ્યો...' ઈ તો નિમિત્તના કથનો છે. એ રીતે જીવે માર્યો અને જીવાડ્યો, એમ છે નહિ. “આ જીવે આ જીવને જીવાડ્યો.” આહા..હા..! છોકરાઓ નાના હતા એને) મોટા કર્યા, પાળી-પોષીને મોટા કર્યા. આહાહા...! એવી જગતની કહેણી છે. એ બધું જૂઠું છે, કહે છે. કહો, ભાઈ ! આહા...હા..!
આ જીવે આ જીવને સુખી કર્યો...” એટલે કે અનુકૂળ સંયોગ આપ્યા, એમ. સુખી કર્યાનો અર્થ એ છે). આને સગવડતા આપી... આહા..હા...! દીકરીને આપી છે, જમાઈ જરી સાધારણ છે (એવો) ખ્યાલ હતો પણ એને પૈસા એટલા આપીએ કે એની સગવડતા જળવાઈ રહે. એ બધી માન્યતા અજ્ઞાન છે. અરે..! આવી વાતું છે.
મુમુક્ષુ :- કર્મભૂમિની વ્યવસ્થા નહિ રહે.
ઉત્તર :- કર્મભૂમિની વ્યવસ્થા સૌને કારણે થાય છે. ભગવાને કહ્યું છે એમ પણ ત્યાં નથી. આવ્યું હતું ને ? “ઋષભદેવ ભગવાને બધાને શીખવ્યું, આમ દળવું, આમ વાવવું, આમ પીસવું આમ બધું શીખવ્યું. એ તો નિમિત્તના કથન છે. વિકલ્પ આવ્યો હતો તેથી શીખવ્યું એમ કહેવામાં આવ્યું. બાકી બીજાને શીખવી શકે અને એને આમ બનાવો, વાસણ આમ બનાવો, ફલાણું આમ બનાવો. ભગવાને તે દિ કહ્યું હતું. આહા...!
મુમુક્ષુ :- ભગવાને કીધું ઈ વ્યાજબી છે.
ઉત્તર :- વ્યાજબી ક્યાં છે ? એણે કીધું જ નથી. એને જરી વિકલ્પ આવ્યો હતો, એમાં વાણી વાણીને કારણે નીકળી અને એને કારણે પરના કાર્ય થયા, એમ નથી. આહા..હા..! આવી વાતું છે. ઈ લોકો દાખલો આપે છે કે, જુઓ ! ભગવાને આમ કીધું છે ને ! આહા..હા..!
અહીં તો એક આત્મા સ્વતંત્ર વસ્તુ છે. બીજી ચીજો પણ સ્વતંત્ર (છે). પરમાણુ આદિ, આત્માઓ આદિ એ કોઈપણ પરદ્રવ્યને જીવ રાખે, પાળે, પોષે કે હણે એવું ત્રણકાળમાં બનતું નથી. આહા...હા...! આ તો વીતરાગમાર્ગ છે. અનંત પદાર્થ અનંત પદાર્થ પોતપોતાની પર્યાયથી પરિણમીને ટકી રહ્યા છે. એને ઠેકાણે બીજો કહે કે હું એને સંયોગ આપું તો ટકી રહે, સંયોગનો નાશ કરી દઉં તો મરી જાય, એ બધી વાતું અજ્ઞાનીની ભ્રમણા છે. ભારે કામ, ભાઈ ! આહા..હા..!
આ જીવે આ જીવને જીવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો...” સુખી (કર્યો) એટલે સંયોગ આપ્યો, હોં ! એમ લેવું. એને આમ દુકાન કરાવી દીધી, ફલાણું કરી દીધું, આમ કરી દીધું, પાંચ હજાર રૂપિયા આપ્યા અને રસ્તે ચડાવી દીધો. એ જગતના જીવની કહેણી છે પણ એ વાત એમ છે નહિ. આહાહા...!
“આ જીવે આ જીવને દુઃખી કર્યો. એટલે પ્રતિકૂળ સંયોગ આપ્યો, એમ. એને દુઃખનો ભાવ થાય એમ એની વાત નથી. દુઃખનો ભાવ તો ઈ પોતે કરે છે. અહીં તો મેં એને
Page #228
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૮
૨૧૫ પ્રતિકૂળ સંયોગ આપ્યો (એની વાત છે). આહા...હા..! એને વીંછી કરડાવ્યો, સર્પ કરડાવ્યો, હથિયારથી માર્યો... આહા..હા...! દુઃખી કર્યો. “આવી કહેણી છે.
‘ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય...” જોયું ? કહેણી ભલે એવી છે પણ એ પ્રમાણે કોઈ પ્રતીતિ કરે. આહા..હા..! કામ બહુ આકરું, ભાઈ ! “એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદૃષ્ટિ છે એમ નિઃસંદેહ છે. “એમ નિઃસંદેહ જાણજો.” આહાહા...! કહેણી છે તે પ્રમાણે પ્રતીત કરે તો તે જીવ) નિઃસંદેહ મિથ્યાદૃષ્ટિ છે. શું કહ્યું ? અર્થ બહુ સરસ કર્યો છે.
જગતમાં આવી કહેણી છે. આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જીવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને..” છે. એવી જ પ્રતીતિ જે જીવ કરે તે મિથ્યાષ્ટિ છે. જૂઠી અસત્ય દૃષ્ટિનો સેવનારો છે. આહા...હા...! આવી વાતું ! ભારે આકરું કામ, હોં ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને શું કરે ? સંયોગો આપે ઈ સંયોગની ચીજો તો એને કારણે ત્યાં ગઈ છે અને નિશ્ચયથી કહીએ તો એનું – પૂર્વના પુણ્યનું નિમિત્ત છે, એનું નિમિત્ત છે. આહા...હા....! અને પ્રતિકૂળ સંયોગો મેં આપ્યા એમ માને તો એ સંયોગને કંઈ આપી શકે છે ? સંયોગો પ્રતિકૂળ મળ્યા એ તો એના અશાતાના ઉદયને લઈને સંયોગો મળ્યા. એના કર્મના કારણે એને પ્રતિકૂળ સંયોગ મળ્યો. એને ઠેકાણે (એમ માને કે, મેં આને પ્રતિકૂળ સંયોગ આપ્યો એટલે ઈ દુઃખી થઈ ગયો એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે). આહા...હા...!
એક માણસ કહેતો હતો). અમારે તો અહીંયાં ઘણા માણસો એવા આવે ને ! ઘણી મોટી રાજની મહેરબાની હતી, પૈસા ઘણા હતા. મોટું કામ હતું. પછી બધું ખલાસ થઈ ગયું, હું હવે ગરીબ થઈ ગયો છું, મહારાજ ! એમ બોલે. આહા..હા...પહેલા ઠીક હતું પણ પછી બધું ગયું. મકાન પણ બધા ગયા, વેચાણા, ગરીબ થઈ ગયો. સંયોગો સારા ન રહ્યા માટે ગરીબ થઈ ગયો એનો અર્થ શું ? એ તો પાપનો ઉદય હોય તો પ્રતિકૂળ સંયોગ રહે અને અનુકૂળ ન રહે, એથી શું ? આહાહા...!
ઇષ્ટપણે તો પોતાના સ્વભાવ અને ગુણનું છે અને અનિષ્ટપણું તો વિકારના ભાવ પ્રત્યેનું છે. આ સિવાય પરમાં ઇષ્ટ-અનિષ્ટ દઈ શકું, લઈ શકું ઈ બધી વાતું ભ્રમણા છે. સમજાણું કાંઈ ? આહા...હા...! પોતામાં જે પુણ્ય અને પાપનો ભાવ થાય તે અનિષ્ટ છે. અને ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે તે આત્માને ઈષ્ટ છે. બાકી બહારની કોઈ ચીજ ઈષ્ટ અને અનિષ્ટ છે, એવી કોઈ ચીજ નથી. આહાહા..!
આહા...હા...! દેવ, ગુરુ અને શાસ્ત્ર પણ મને ધર્મ દઈ શકશે એ વાત જ જૂઠી છે. ધર્મ તો પોતે પોતાના આત્માનો સ્વભાવ જે ત્રિકાળ (છે) તેનો આશ્રય કરે ત્યારે તેને સમ્યગ્દર્શનરૂપી ધર્મની શરૂઆત થાય. હવે, ઈ પરઆશ્રયથી ધર્મ માને એ વસ્તુ એમ નથી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૬
કલશામૃત ભાગ-૫
આહા..હા...!
એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી.’ અસ્તિ-નાસ્તિ કરી. જરીયે સંશય કરવા જેવો નથી કે, ૫૨ને હું જીવાડી શકું, મારી શકું એ વાત સાચી છે. (મારી, જીવાડી શકું એ વાત) બિલકુલ સાચી નથી. નિઃસંદેહ એમ જાણો, (એમાં) સંશય કરવા જેવો નથી. આ..હા..હા..હા...! ભારે કામ, ભાઈ ! આ શેઠિયાઓ તો ઘણાને નભાવે, જુઓ ! પાણીના કેવા પરબો બનાવે, ગરીબોને શિયાળામાં કપડાં ... આહા..હા...! કોણ ક્યે, કોણ લ્વે ? બહુ આકરું કામ, બાપા ! ધર્મના સત્ય સ્વરૂપને સમજવું એ અનંતકાળથી એણે ગોટાળા માર્યા છે). આહા..હા...! ધર્મને નામે ગોટા વાળ્યા છે. પરદ્રવ્યનું કરી શકાતું નથી (એમ સાંભળીને કહે કે), બિલકુલ નહિ, કરી શકાય છે. લ્યો ! એમ બોલે છે. અત્યારે પણ બોલે છે ને ? આહા...હા...!
મુમુક્ષુ = દિગંબરો પણ એમ કહે છે.
ઉત્તર :– દિગંબરના માનનારાઓ એમ કહે છે. ઈં દિગંબર છે કે દિ’ ? આહા..હા...! દિગંબર તો એને કહીએ કે, જે પ૨ને મારી શકું, જીવાડી શકું (એમ) ત્રણકાળમાં નહિ અને મને બીજા મદદ કરે માટે હું જીવી શકું અને મરી જઉં, પ્રતિકૂળતા આપે એમ બિલકુલ માને જ નહિ. અને રાગથી ધર્મ ન માને તે દિગંબર છે. દિગંબર કોઈ પક્ષ નથી. એ તો સ્વરૂપ છે. આહા..હા....!
કળશમાં કહ્યું છે કે, મિથ્યાત્વનો ત્યાગ થઈને સ્વરૂપની દૃષ્ટિ કરે તે દિગંબર છે. સમજાણું કાંઈ ? ક્યાંક આવે છે. મિથ્યાત્વ ? ભ્રમણા – રાગથી ધર્મ થશે, અનુકૂળ સંયોગ મળે તો જીવત૨, શરી૨ ઠીક રહેશે અને શરી૨ ઠીક રહેશે તો ધર્મ થશે એવી જેને ભ્રમણા છે એ દિગંબર નથી. એણે મિથ્યાત્વના કપડાં પહેર્યાં છે. જેણે એ મિથ્યાત્વના કપડાં છોડી દીધા અને નગ્નપણું – જેવો ચૈતન્ય એકલો સ્વતંત્ર શુદ્ધ છે એવી જેની દૃષ્ટિ છે અને પરને લઈને મારામાં કાંઈ થતું અને મા૨ે લઈને ૫૨માં કાંઈ થતું નથી, એ જીવને દિગંબર ધર્મ કહેવામાં આવે છે. કહો, ભાઈ ! આહા..હા...! દિગંબર કોઈ વાડો નથી. મુનિને દિગંબર (કહે છે) દિગ એટલે આકાશ (જેનું) વસ્ત્ર છે). કપડાં ન હોય એવી અપેક્ષાએ ઓળખાવ્યું છે. અને અહીં વાસ્તવિક દિગંબર ધર્મી એને કહીએ કે, જેને મિથ્યાત્વ ન હોય. આ..હા..હા...! અને મુનિ એને કહીએ કે, જેને માથે ઇચ્છાથી રાખેલું કપડું ન હોય. કોઈ નાખી જાય (એ જુદી વાત છે). આહા...હા...! સમજાણું કાંઈ ? આ દિગંબર કોઈ પક્ષ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. કહ્યું ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે' ઈ જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી આ આત્મા છે. રાગની એકતા તોડે અને સ્વરૂપની એકતા કરે એ એનું જિન સ્વરૂપ જ છે. જિન સ્વરૂપ કહો કે આત્માનું દિગંબર સ્વરૂપ કહો (બન્ને એકાર્થ છે). આહા..હા...! એ ક્યાંક આવ્યું છે, ‘ભાવ પાહુડ’માં કે બીજે ક્યાંક આવ્યું છે. મિથ્યાત્વ ટાળે એને દિગંબર
Page #230
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૮
કહીએ. ક્યાંક આવ્યું હતું, વાંચવામાં ક્યાંક આવ્યું હતું. ઘણું વાંચન હોય એમાં ક્યાંક આવી જાય. આહા..હા....!
૨૧૭
અહીં એમ કહે છે, “એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદૃષ્ટિ છે ? કારણ કે...' ‘માનીવિતવું: હૌમ્ સર્વ સહાય વ નિયત સ્વળીયોદ્યાત્ મતિ” આહા..હા...! આ ભગવાનની વાણી છે. છે ને ? પ્રાણઘાત મરણની વ્યાખ્યા કરી. પ્રાણરક્ષા, ઇષ્ટ-અનિષ્ટ સંયોગ – આ જે સર્વ જીવરાશિને હોય છે...’ આ જે સર્વ જીવરાશિ લીધી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય બધાને... આહા..હા...! જે કંઈ એને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો થાય છે અને પ્રાણની રક્ષા ને પ્રાણનો ઘાત થાય છે તે બધું સર્વ કાળ... આહા..હા...! સર્વ જીવરાશિ અને સર્વ કાળ બે મોટા શબ્દ છે. સર્વ જીવરાશિ (અર્થાત્) દીકરાનો આત્મા, બાયડીનો આત્મા, પોતાનો આત્મા... એ બધા આત્મા (આવી ગયા). બધા જીવરાશિને. આહા..હા...! છે ?
—
જે સર્વ જીવરાશિને હોય છે તે બધું સર્વ કાળ નિશ્ચયથી...' (એટલે) ખરેખર. આહા..હા...! (સ્વીય ર્માંદ્યાત્ મતિ) ‘જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે...’ કર્મ. પૂર્વે કોઈ વિશુદ્ધ પરિણામથી પુણ્ય બાંધ્યું, સંક્લેશ પરિણામથી પાપ બાંધ્યું. એના ફળ તરીકે એનું જીવત૨, મરણ ને સુખ-દુઃખ હોય છે. એના કર્મને કારણે હોય છે, બીજાને કા૨ણે હોતું નથી. આહા...હા...! અહીં તો જ્યાં હોય ત્યાં હું કરું... હું કરું. મેં કર્યું ને આ કર્યું ને... તે બધું સર્વ જીવને. બધા જીવરાશિને. આ સંસારીની વાત છે ને ? અહીં સિદ્ધની વાત તો કાંઈ છે નહિ.
‘સર્વ જીવરાશિને...’ આહા..હા...! પાંડવો અહીંયાં ‘પાલીતાણા’(માં) ધ્યાનમાં હતા. ‘શેત્રુંજય’ ! અને દૂર્યોધન'ના ભાણેજે આવીને લોઢાના ધગધગતા (દાગીના) આપ્યા. એ એણે આપ્યા નથી, એ તો પૂર્વના પાપના અશાતાનો ઉદય (હતો) એટલે (એવો) સંયોગ આવ્યો. એણે ભાવ કર્યા ઈ એની પાસે (રહ્યા). પણ એના ભાવને લઈને એણે આ લોઢાના દાગીના પહેરાવ્યા... આ..હા..હા...! એમ નથી. એ તો પૂર્વને અશાતાનો ઉદય બાંધેલો એનો સંયોગ આવ્યો, બસ ! એટલું. આ..હા...! અને તેમાં પણ સમતા રાખવી કે વિષમતા કરવી એ તો પોતાનું સ્વતંત્રપણું છે. રાગ કરવો કે વીતરાગતા રાખવી એ પોતાનું કામ છે. એમાં કોઈનું કાંઈ કામ છે નહિ. આહા..હા...! આમ રાજકુમાર ઊભા (હતા). ‘ભીમ’ મોટો મહા બળવંત ! લોઢાના (દાગીના) પહેરીને એમને એમ ઊભો રહ્યો ! ખબર છે કે આ પહેરાવે છે.
પ્રશ્ન :– એવા કાળને સત્યુગ કહેવાય કેમ ?
સમાધાન :- એ સત્યુગ તો સત્યુગ જ છે. કોઈ વ્યક્તિને (કાંઈ) થાય એટલે શું ? અને કેવળ(જ્ઞાન) થયું એ સત્યુગ છે. આહા..હા..! અંદર વીતરાગ ભાવમાં ભગવાનઆત્મા જામી ગયો ! આ..હા...હા...! જ્યાં વસ્તુ પડી છે ત્યાં જામી ગયો. એ સત્યુગ છે. કેવળ(જ્ઞાન)
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮
કલશામૃત ભાગ-૫
થયું. લ્યો. એને શું નડ્યું ? આહા..હા...બે પાંડવોએ – નાના ભાઈએ વિકલ્પ કર્યો તો એ તો વિકલ્પ કર્યો, એ પોતે કર્યો માટે એને ભવ થયો. આહા...હા..! પેલાએ પ્રતિકૂળતા આપી માટે વિકલ્પ આવ્યો એમ પણ નથી. “આ ભાઈને કેમ હશે ?’ એમ નબળાઈથી વિકલ્પ (આવ્યો. આહાહા.! ભવ વધી ગયો. સ્વર્ગમાં સર્વાર્થસિદ્ધમાં ગયા, આ ત્રણ મોક્ષમાં ગયા. આહા...હા...! પોતાની પર્યાય કરવાને સ્વતંત્ર છે. તે સમયે કેમ વીતરાગતા રાખવી કે રાગ કરવો એ સ્વતંત્ર છે. એને કોઈ સંયોગથી વિકાર થાય એમ છે નહિ. આહા..હા..! અને અનુકૂળ સામગ્રી – તીર્થકરના સમવસરણમાં બેઠો માટે તેને અનુકુળ સામગ્રી છે અને) ધર્મ થાય, એમ નથી. આહા...હા...! એ સામગ્રીમાંથી લક્ષ છોડી ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં અંદર બિરાજે છે ત્યાં નજરું નાખતાં ઠરે તેને ધર્મ થાય છે. સમવસરણમાં બેઠો માટે એને ધર્મ થાય છે (એમ નથી). આહા..હા...! એ તો પૂર્વના પુણ્યના સંયોગે સંયોગ મળ્યો. આહા..હા...! આવી વાત છે. વાત કરવા જતાં બીજા સાથે ઝગડા ઊઠે એવું છે. વસ્તુસ્થિતિ આવી છે, બાપુ ! તને ખબર નથી. આ..હા..! આહા..હા...!
અહીં ઈ કહે છે, (સ્વજીયાત મવતિ) એમ કહ્યું ને ? જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ. આયુકર્મ બાંધ્યું હતું તે પ્રમાણે શરીર રહે છે. આયુકર્મ થોડું હતું તે પ્રમાણે દેહ છૂટી જાય છે. “અથવા શાતાકર્મ...” (અર્થાતુ) અનુકૂળ સામગ્રી મળે છે એ પૂર્વે શાતાકર્મ બાંધ્યું એને કારણે છે. એમ કહે છે. આહાહા...લ્યો, અહીં તો સામગ્રીનું આ આવ્યું ! બધા કહે છે ને ? પૈસાબૈસા મળે છે ઈ તો લોકની વ્યવસ્થાની કારણે મળે છે). એમ નથી). શાતાકર્મને લઈને (મળે છે). લોકવ્યવસ્થા બરાબર હોય તો બધાને પૈસા સરખા મળે. નથી મળતા એનું આ કારણ છે. એ વાત નથી. આહા..હા... ધવલમાં એમ લીધું છે, શાતા વેદનીય કર્મ સિવાય અનુકૂળ-પ્રતિકૂળતાનું કોઈ કારણ દેખાતું નથી. એ વેદનીય કર્મ જ કારણ છે.
અહીં પણ એ કહે છે. આહા...હા...! છે ? શાતાકર્મનો ઉદય હોય, સામગ્રી હોય એ કોઈ આપી શકે છે એમ નહિ. આહાહા...! અશાતાકર્મનો ઉદય હોય તો પ્રતિકૂળતા હોય છે. આહા..હા..!
“તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી. કોઈ જીવને કોઈ જીવ મારવા સમર્થ નથી. કોઈ જીવ કોઈ જીવને જીવાડવા સમર્થ નથી, કોઈ જીવ કોઈ જીવને અનુકૂળ સામગ્રી દેવા સમર્થ નથી, કોઈ જીવ કોઈ જીવને પ્રતિકૂળ સામગ્રી દેવા સમર્થ નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. આથી વિપરીત માને તે મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાન છે. (આ) બંધનો અધિકાર છે તો બંધનું કારણ બતાવ્યું છે, લ્યો ! વિશેષ લઈશું...
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #232
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૧૯
(वसन्ततिलका)
अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्याद्दशो नियतमात्महनो भवन्ति ।।७-१६९।।
visi-qय. सरित. अर्थ. :- 'ये परात् परस्य मरणजीवितदुःखसौख्यम् पश्यन्ति' (ये)
ts A२- ®वश. (परात्) अन्य ®qथी. (परस्य) अन्य ®वर्नु (मरणजीवितदुःखसौख्यम्) भ२j, Baj, दु:, सुज (पश्यन्ति) भाने. छ; शुं शने ? ‘एतत् अज्ञानम् अधिगम्य' (एतत् अज्ञानम्) मिथ्यात्व३५ अशुद्ध परिश्मने - साव अशुद्ध५॥ने. (अधिगम्य) भीन; 'ते नियतम् मिथ्याद्दश: भवन्ति’ (ते) ४ ®4u भे, भाने छ ते. (नियतम्) निश्चयथा. (मिथ्याद्दशः भवन्ति) सर्व रे मिथ्याष्टिशशि. छ. ॥ छ ते. मिथ्याइष्टि ? 'अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः' (अहंकृति) 'दुहेव, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક, હું દુઃખી, હું સુખી એવી કમજનતપર્યાયમાં છે આત્મબુદ્ધિ, ते-३५.४ (रसेन) भन, त. 43 (कर्माणि) भनu Gध्ये ४८0. B. थाय छ तेने (चिकीर्षवः) 'हुँ , , में अर्थै छ, म. शश' मेम. मानने. ८00. ॥२. छ. वणी. व छ ? ‘आत्महनः' पोतन तनाव. छे. ७-१६८.
भागश२ सु६ ८, शनिवार ता. १८-१२-१८७७.
કળશ-૧૬૯ પ્રવચન–૧૭૮
अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्याद्दशो नियतमात्महनो भवन्ति ।।७-१६९ ।।
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦
કલામૃત ભાગ-૫
શું કહે છે ? ચે પરાત્ પરસ્વ માનીવિતવું:વસૌણ્યમ્ પત્તિ’‘જે કોઈ અજ્ઞાની જીવરાશિ...’જીવરાશિ એટલે ઘણા જીવો. અજ્ઞાની ઘણા જીવો. ‘અન્ય જીવથી...’
પ્રશ્ન :- અજ્ઞાની ઘણા જીવો ?
સમાધાન :- અજ્ઞાની જીવો એમ. બધા અજ્ઞાની જીવો, એમ. ઘણા એટલે અજ્ઞાની જીવની રાશિ. અજ્ઞાની જીવની રાશિ – અનંત. એમાં અહીં તો વિશેષ પંચેન્દ્રિયપણે મનવાળાની (વાત છે).
અન્ય જીવથી અન્ય જીવનું...' પ્રાણઘાત કરી શકું. એક જીવ બીજા જીવના પ્રાણને ઘાત કરી શકે એવી માન્યતા અજ્ઞાનીની મિથ્યાદષ્ટિની છે. આહા..હા...! આ પ્રાણ છે ને ? પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયા, શ્વાસ, આયુષ્ય. એનો હું ઘાત કરી શકું, મારી શકું એ માન્યતા અજ્ઞાનીની છે. આહા..હા...! કેમકે એ પરનો ઘાત કરી શકતો નથી. ૫૨ના ઘાત થવા એ તો એના પ્રાણના ઘાતનો નાશ હોય ત્યારે થાય. બીજો કહે કે, હું એને મ૨ણ કરી દઉં, મારી દઉં એ અધ્યવસાય અભિપ્રાય અજ્ઞાન મિથ્યાત્વ છે. આહા..હા...!
-
-
એમ ‘જીવવું,...’ બીજાના પ્રાણની રક્ષા કરી શકું. પેલામાં ઘાતક હતું. બીજા છોકરાઓ, બાળકો, બચ્ચા, ઢોર, પશુના પ્રાણની હું રક્ષા કરી શકું. પ્રાણરક્ષા નથી કરી શકતા ? ડૉક્ટર હોય તો ડૉક્ટર (પ્રાણરક્ષા) કરે ને ? આહા...હા...!
મુમુક્ષુ :– પુદ્દગલ પદાર્થની કોણ રક્ષા કરે ?
ઉત્તર :- આહા..હા...! પરની પ્રાણરક્ષા ! આ બાયું એના છોકરાઓની રક્ષા નથી કરતી ? ધ્યાન રાખે, જાળવે, કયાંય રસ્તામાં મોટર આવે કે એવું આવે તો પકડી લ્યે, આમ ખેંચી લ્યે. સાથે બાળક હોય, પોતે તો આમ ખસી જાય પણ છોકો ન ખસે તો એને ખેંચી લ્યે), ઈ પ્રાણની રક્ષા કરી શકે છે કે નહિ ?
જેના મા-બાપ મરી જાય એના છોકરા મોટા થાય જ નહિ.
મુમુક્ષુ :
ઉત્તર :– બીજાના પ્રાણની રક્ષા (કરી શકું), દયા પાળી શકું... આહા..હા...! આવી આકરી વાત છે. એ માન્યતા જૂદી છે. બીજા પ્રાણની રક્ષા આત્મા કરી શકે એવી તાકાત (આત્મામાં નથી). એ પદ્રવ્યનું કાંઈ કરી શકે એવી આત્મામાં તાકાત છે જ નહિ. આહા..હા...! મુમુક્ષુ :- સત્સંગ માટે કોઈકની મદદ લેવામાં આવે.
ઉત્તર :– મદદ કોની લ્યે ? આહા..હા....!
મરવું, જીવવું, દુઃખ,...' બીજાને હું પ્રતિકૂળ સંયોગ દઈ શકું, બીજાને દુ:ખી કરવા માટે હું પ્રતિકૂળ સંયોગ દઈ શકું. અગ્નિ, સર્પો, વીંછી, ઝે૨ એવા સંયોગોને આપી શકું. એ માન્યતા પણ મિથ્યાદૃષ્ટિની છે. આહા..હા...! એ પ્રતિકૂળ સંયોગ બીજાને દેવા એ આત્માની તાકાત નથી. બીજો કહે કે, હું આને પ્રતિકૂળ સંયોગમાં મૂકું એથી એ હેરાન થાય અને દુ:ખી થાય, એ માન્યતા તદ્દન અજ્ઞાન છે. આ..હા...!
Page #234
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૨૧
એમ સુખી કરું. બીજાને સગવડતાના સાધન આપું. આ ધર્મશાળા બનાવવી, બધા સગવડતાના સાધન (આપવા), સ્ટેશનથી ઉતરતા હોય. હમણાં કો'ક કાંઈક કહેતા હતા ને ? “મુંબઈ. મુંબઈ !” “મુંબઈ નહિ, બીજે ક્યાંક... ભાઈએ લાખ રૂપિયા આપ્યા ને ? (શ્રોતા : પાણીની પરબ) હા, પણ છે સ્ટેશન કયુ ? “બોરીવલી ! માણસો ઉતરે એને પીવા માટે) ત્યાં પાણી નહોતું. આપણે અહીંયાં ભાઈ હતા એણે લાખ રૂપિયા આપ્યા. ગુજરી ગયા ને ? તો એને સગવડતા આપી શકે ?
એમાં એણે રાગ મંદ કર્યો હોય તો પુણ્ય – શુભ થાય પણ (હું) આ પરની રક્ષા માટે આ પૈસા આપું છું અને એને પાણી મળે. એ વાતમાં માલ કાંઈ નથી.
પ્રશ્ન :- પોતાને પુણ્ય થાય એટલે તો અપાય ને ?
સમાધાન – બિલકુલ નહિ. આપવાની ક્રિયા ન થઈ શકે. આહા..હા...! બીજાને સગવડતાના સાધન આપુ તો એ માણસ સુખે જીવી શકે એ માન્યતા તદ્દન અજ્ઞાની, પાખંડીની છે. આહા...હા...! આવી વાતું છે.
મુમુક્ષુ :- જૈનમાં દયા ધર્મ કયાં રહ્યો ?
ઉત્તર :- દયા, તો કોની દયા ? પોતાની – આત્માની દયા ! “અહિંસા પરમો ધર્મ આત્મામાં રાગની ઉત્પત્તિ થવા દેવી નહિ અને સ્વને આશ્રયે વીતરાગ (સ્વભાવની) વીતરાગી પર્યાય તે સ્વની દયા અને તે અહિંસા ધર્મ છે. આહા...હા...! આવી વાતું છે. પરને ન મારવાનો ભાવ આવે પણ ભાવથી પર મરી જાય, બચાવવાનો ભાવ આવે પણ એથી બચી શકે, બચાવવાની ક્રિયા કરી શકે એ વાતમાં કાંઈ માલ નથી. આહા..હા....!
છોકરાઓને સારી રીતે ભણાવી દઈએ એટલે પછી નિરાંતે રળી ખાય. ભણ્યા ન હોય તો બિચારા શું કરે ? એટલે એને ભણાવી-કરાવી, તૈયાર કરવા. એ.ઈ....! દાક્તર ! પછી નિરાંતે રળી ખાય ! આ બધી જગતની ભ્રમણાઓ છે. બીજાને અનુકૂળ સગવડતા (આપું... આહા.હા.! સૂવાના, પીવાના, ખાવાના સાધનો દઉં અને તેથી એને સગવડતા મળે તો સુખી થાય, એ માન્યતા (
મિથ્યાદૃષ્ટિની છે). | મુમુક્ષુ :- ધર્મશાળાઓ કરે.
ઉત્તર :- કોણ કરે ? આવું છે આ ! પાંજરાપોળ કરે, લ્યો ને બકરાના બચ્ચા. ભેંસના પાડા, બચ્ચા આદિ કોઈ મારી નાખે ઈ કરતાં આપણે રાખીએ તો પાંજરાપોળમાં એ બચે. એ બચાવવાની ક્રિયા કરી શકું એ માન્યતા જૂઠી છે. જગતથી ઊંધું છે, ભાઈ !
પ્રશ્ન :- પાંજરાપોળો કરવી કે ન કરવી ?
ઉત્તર :- કોણ કરે ? એ તો એને કારણે થવી હોય તો થાય. કરનારનો એવો ભાવ હોય કે, લાખ રૂપિયા આમાં આપું. પણ એ લાખ રૂપિયા છે ઈ આપી શકું છું એ માન્યતા જૂઠી છે. આહા...હા.! અને તેથી તેને સગવડતા મળશે, મેં આ પ્રમાણે કામ કર્યું માટે સગવડતા
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
કલશામૃત ભાગ-૫
મળશે એ વાત મિથ્યાત્વ છે. આવા માનનારા સ્વરૂપના ઘાતક છે ! એ અહીં કહેશે. ‘આત્મહનો મન્તિ આહા..હા...! ભારે આકરું કામ ! બીજાને હું સગવડતા દઉં તો ઈ સુખી થાય એવી માન્યતાવાળા જીવ પોતાના સ્વરૂપનો ઘાત કરે છે. આહા..હા...! આ તો આકરું કામ છે, ભાઈ !
જુદું તત્ત્વ જુદા તત્ત્વને શું કરે ? અને જે જુદું તત્ત્વ છે ઈ એના તે કાળે પર્યાયના કાર્ય વિનાનું ઈં છે ? એ જુદું તત્ત્વ છે એનો આત્મા ને એનું જડ શરીર, એ તે કાળે તેની પર્યાયના કાર્ય વિનાનું એ તત્ત્વ છે કે બીજો એનું કાર્ય કરે ? આહા..હા...! આવી વાતું છે. એ તો નિશ્ચયથી નથી પણ વ્યવહારથી તો કરી શકે છે કે નહિ ? કરી શકતો નથી પણ બોલવામાં આવે. એ બોલવાની ભાષાને પણ કરી શકતો નથી. આવી વાતું છે.
એ સુખ, દુઃખ ને મરણ.. છે ને ? આ..હા...! મરવું, જીવવું, દુઃખ, સુખ...' (પત્તિ) માને છે;...' શ્રદ્ધે છે, દેખે છે કે, હું આને જીવાડી શકું છું, આને મારી શકું છું, આને સગવડતા આપી શકું છું, આને અગવડતા (આપી શકું છું), આ છોકરાઓ માટે નિશાળો બંધાવે, એને પુસ્તકોના સાધન ગરીબને આપે. શેઠિયાઓ પુસ્તક આપે, ગરીબોને કપડાં આપે, રહેવાના મકાન ન હોય એને ઝૂંપડા બનાવી દયે, તદ્દન બિચારા ગરીબ હોય (એના માટે) જંગલમાં ઝૂંપડા બનાવે, પચાસ-પચાસ, સો-સો રૂપિયાના ઝીણા લાકડા નાખીને (બનાવે). કહે છે કે, એ ૫૨ની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી. આહા..હા...! જગતથી બહુ ઊંધું છે.
દુઃખ, સુખ માને છે; શું કરીને ” તત્ અજ્ઞાનમ્ અધિગમ્ય’ મિથ્યાત્વને પામીને તે એમ માને છે, કહે છે. આહા..હા...! ‘અજ્ઞાનમ્ અધિગમ્ય’ છે ને ? ‘મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામને – આવા અશુદ્ધપણાને...' (ધિગમ્ય) મહામિથ્યાત્વના મેલાં પરિણામને પામીને આમ માને છે. આહા..હા..! ભાઈ ! જગતથી આ બહુ ઊંધું (છે).
લ્યો, પ૨ને જીવાડી શકાય નહિ, પ૨ને મારી શકાય નહિ. એ તો વ્યવહા૨ જૈનની એને શ્રદ્ધા જ નથી. એમ કેટલાક કહે છે.
મુમુક્ષુ :- નિશ્ચયે ન કરી શકાય, વ્યવહારે કરાય.
ઉત્તર :- વ્યવહારે ત્રણકાળમાં કરી શકાય નહિ. સિદ્ધાંત એક હોય કે બે સિદ્ધાંત હોય ? આહા..હા...! એક જણો કહે છે, એક વકીલ છે. આ સોનગઢ’નો ધર્મ તો લૌકિક ધર્મથી પણ વિરુદ્ધ છે ! આહા..હા...! એમ કે, કોઈની દયા પાળી શકે નહિ, જીવાડી શકાય નહિ, કોઈને મદદ કરી શકાય નહિ, ભૂખ્યાને અનાજ દઈ શકે નહિ, તરસ્યાને પાણી આપી શકે નહિ, ગરીબોને કપડાં દઈ શકે નહિ. આહા..હા...! શેઠ ! આવું છે.
મુમુક્ષુ :– પરને કોણ આપી શકે ?
ઉત્તર :– એમ ઈ માને છે). ભાવ આવે, પણ એમ માને કે મેં આ આપ્યું માટે
Page #236
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૨૩ એને સગવડતા મળી એ તદ્દન મિથ્યાત્વ છે). આપે કોણ ? એના પુણ્યના યોગે એને ઈ ચીજ મળે છે. એને ઠેકાણે આ કહે કે, મેં એને સગવડતા આપી. આહા..હા...! બધું આકરું કામ છે.
‘જ્ઞાનમ્ ધિસ્થ એ કેમ માને છે ? કે, અજ્ઞાન એટલે મિથ્યાશ્રદ્ધાને પામીને. ઊંધી શ્રદ્ધાના પરિણામને પામીને એમ માને છે એમ કહે છે. પાછો એનો અર્થ એ કાઢે કે), એને દર્શનમોહનો ઉદય છે માટે આવા પરિણામ થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ?
હમણાં પેલાએ લખ્યું છે ને ? કે, અમારા સમકિતને અને સુખને આવરણ છે, કર્મનું આવરણ છે. અમને કેમ સમકિત અને સુખ નથી ? કર્મના આવરણના કારણે આવી સ્થિતિ) છે. એમ છાપામાં આવ્યું છે. અહીં ના પાડે છે. મિથ્યાત્વ અશુદ્ધ પરિણામ તું કરે છો માટે ત્યાં સમકિત થતું નથી. સમજાણું કાંઈ ? અને અંતર આનંદના સુખને કેમ પામતો નથી ? કે, દુઃખના અશુદ્ધ પરિણામને તું કરે છે તેથી તને આનંદની પ્રાપ્તિ થતી નથી. આહા..હા....!
પ્રશ્ન :- કર્મશાસ્ત્ર કયાં ગયા ?
સમાધાન :- કર્મમાં કર્મ છે ને ! આ ઈ જ કહે છે. એના કર્મના કારણે એને સગવડતા મળે છે અને તું કહે કે, હું સગવડતા દઈ શકું, એ વાત જૂઠી છે. આહા...હા...! કર્મશાસ્ત્ર શું ? એ તો કર્મને સિદ્ધ કરે છે. ઈ વાત તો પહેલાં આવી ગઈ. એના કર્મ જે છે એના કારણે એને શાતાનો ઉદય હોય તો એને સગવડતા આવે. અશાતાનો ઉદય હોય તો અગવડતા આવે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય તો ત્યાં મરણ થાય. આયુષ્ય ટકવાનું હોય તો તે જીવી શકે. ઈ તો કર્મને લઈને છે. એટલે નિમિત્તથી - પરથી એ કાર્ય થતા) નથી એટલું સિદ્ધ કરવા કર્મથી થાય) છે એમ સિદ્ધ કરવા માટે કહે છે. પણ અહીં તો એ પણ ના પાડે છે. કર્મને લઈને અહીંયાં મિથ્યાત્વ ભાવ છે (એમ નથી). આહા...હા...! શું કરે ? કર્મને લઈને અમારી મતિ ફરી જાય છે. કર્મ બિચારે કોણ” ઈ કયાં માને છે ? જોરાવરી કર્મ (છે). અંદર ભોંમાંથી ભાલા ઊગે છે), બાપા ! ધાર્યા (કામ) ન થાય અને કર્મ આવીને હેરાન કરે.
મુમુક્ષુ :- કમ્મો બળિયો. ઉત્તર :- કમ્મો બળિયો (શું) એ તો વિકારબળિયો છે આહા...હા...!
અહીં તો એમ કહે છે કે, પદ્રવ્યને કાંઈ પણ કરી શકે. આહા..હા..! એક રોટલાનું બટકું ઉપાડીને આમ આપી શકે એ ક્રિયા આત્માની નથી. આહા..હા..!
એ વિપરીત) કેમ માને છે ? ‘મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામને - આવા અશુદ્ધપણાને પામીને;” એમ ભાષા છે, જોયું ? “ તત્ જ્ઞાનમ્ ધિસ્થ આહા.હા...! કર્મને કારણે એ મિથ્યાત્વ પરિણામ થાય છે એમ નહિ. એ પોતે મિથ્યા અશુદ્ધ પરિણામને પામીને આવું
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪
કલશામૃત ભાગ-૫
માને છે. આહા..હા...! આ માને) તો પછી લોઢાનો ધંધો કરી શકે નહિ (એમ લાગે). મુમુક્ષુ :– ભાવ કરે.
ઉત્તર :- ભાવ કરે, ઈ તો કીધું ને ? ઊંધો ભાવ કરે. એ પણ કંઈ કર્મને લઈને નહિ. તેથી તો આ શબ્દ મૂક્યો છે.
‘તત્ અજ્ઞાનમ્ અધિગમ્ય” બીજાને હું સગવડતા દઈ શકું, અગવડતા આપી શકું, બીજાના પ્રાણની રક્ષા કરી શકું, બીજાના પ્રાણનો નાશ કરી શકું એ મિથ્યાત્વરૂપી અજ્ઞાનના અશુદ્ધ પરિણામને પામીને આમ માને છે. આહા..હા...! એ પણ કર્મનું જોર છે માટે આમ માને છે એમ નથી. આહા..હા...! ત્યારે શું કરવું આમાં ? છોકરાને ભણાવવા, એને પુસ્તકો આપવા, ફી આપવી... કેમ, ભાઈ ? કંઈ કરી શકતો નથી તો પછી આ કર્યું ને ? અત્યાર ને સુધી આ બધું શું કર્યું ત્યારે ? આહા..હા...! એ અજ્ઞાનપણાને પામીને આમ માને છે.
“તે નિયતમ્ મિથ્યાદ્દશ: મવત્તિ' આહા..હા...! અજ્ઞાનને પામીને એ કરે છે માટે તે નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ છે. છે ? તે નિયતમ્ મિથ્યાદ્દશ: ભવન્તિ” જે જીવરાશિ...’એ બધો અજ્ઞાની જીવોનો ઢગલો છે ને ? ગામના ગામ બધા જીવ છે એ એમ માને કે, મેં એને આમ કર્યું ને મેં એને આમ કરી દીધું... મેં આમ કરી દીધું, સગવડતા આપી ને શેઠિયાઓ હોય એ બધાને સગવડતા આપી, ગરીબોને રસ્તે ચડાવી દીધા, ધંધે (ચડાવ્યા), બે-પાંચ હજારની મૂડી આપી એમાંથી એની દુકાન ચાલી અને એમાંથી પછી આજીવિકા ચાલે છે. આવાને આવા પરના કર્તૃત્વના અભિમાનમાં મિથ્યાત્વને પામીને આવી દશા કરે
છે.
‘નિયતમ્’ છે ? ‘જીવરાશિ એવું માને છે તે નિશ્ચયથી...’ ખરેખર. ‘મિથ્યાદ્દશ: મન્તિ આહા..હા....! સર્વપ્રકારે મિથ્યાષ્ટિરાશિ છે.' આહા..હા...! કાંઈક તો એમાં ઠીક છે એમ કહે ને ? સર્વ પ્રકારે મિથ્યાદૃષ્ટિરાશિ છે.’ આહા..હા...! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ! આહા..હા...! સમ્યગ્દષ્ટિ પરને કંઈ સગવડતા-અગવડતા આપી શકું એ માનતો જ નથી. રાજ કરી શકું ઈ માનતો નથી. હોય રાજમાં ! (છતાં માનતો નથી). સમજાણું કાંઈ ? આહા..હા...! મોટા કારખાના કરીએ તો હજારો માણસ રળી ખાય.
મુમુક્ષુ :– ઈ તો માયા છે, પોતાને કમાવું છે.
ઉત્તર :- આહા..હા...! એક જણાને એના સાળાએ પૂછ્યું હતું. બનેવીએ સાળાને પૂછ્યું હતું). આટલા બધા તમારી પાસે) પૈસા છે અને હવે આ (બધું) શું કરવા (કો છો) ? (તો એમણે જવાબ આપ્યો કે), શું હવે અમે આ રળવા માટે કરીએ છીએ ? હજારો માણસો નભે છે એ માટે કારખાના કર્યાં છે ! માણસો રળી ખાય એ માટે કરીએ છીએ. કહો, આ લ્યો, આ એની મૂર્ખાઈ જુઓ ! સમજાણું કાંઈ ? એને એના બનેવીએ કહ્યું, “આટલા અબજો રૂપિયા છે હવે તમે શું કરવા આ બધા ધંધા કરો છો ?” (તો એમણે કહ્યું) ‘અમે
Page #238
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૨૫
ધંધા એને માટે કરીએ છીએ ? હજારો મનુષ્યોને આજીવિકા મળે છે.” એ.ઈ.! એને માટે અમે કરીએ છીએ.” સાચી વાત હશે ? ઈ કહેશે.
ઈ અહીં કહે છે, જુઓ ! કેવા છે તે મિથ્યાષ્ટિ ?’ ‘હૃતિરસેન બ્રહ્મા વિજીર્ષવ:' આહાહા...! હું દેવ” છું તેથી દેવની શરીરની ક્રિયા કરી શકું. બીજાને મદદ કરી શકું. હું દેવ છું ને ? પણ દેવ નથી, ઈ તો આત્મા છે. એની એને ખબર નથી. હું દેવ છું ! આ.હા...!
મનુષ્ય” છું. એટલે હું રાજા છું, હું શેઠિયો છું, ઊંચા કુળનો મારો અવતાર છે. એમ માને છે ઈ બધા મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! ભગવાનઆત્મા તો અંદર ભિન્ન ચીજ છે. એ દેવ, મનુષ્યપણું એ કંઈ આત્માનું, આત્મામાં નથી. આહા..હા...! મનુષ્યપણું મળ્યું હોય તો અમે બીજાની દયા પાળી શકીએ. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ” એમ નથી આવતું ? સ્થાનકવાસીમાં બહુ આવે છે. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્તિએ ગયા, દયા તણા પ્રમાણ...” ઈ પરની દયાની વાત કરે છે, હોં ! આવે છે કે નહિ ?
અમારે “ગઢડામાં તો જ્યાં વ્યાખ્યાન ચાલતું હતું ત્યાં સામે ચોપાનીયું છપાવીને મૂકતા. અરે... ભાઈ ! શું કહે એને ? ‘દયા તે સુખની વેલડી ઈ તો આત્માની દયા તે સુખની વેલડી છે). પરની દયા પાળી શકે કોણ ? પરનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવે. એને તું આયુષ્ય આપે છે તો જીવાડી શકે ? તારો આયુષ્યનો ભાગ એને આપે છે ? એમાં કાંઈક આવે છે ને.. પેલા બાદશાહમાં ? “હુમાયુ ! એના બાપે આયુષ્ય આપ્યું અને) બચાવ્યો ! ઇતિહાસમાં આવે છે, ગપ્પગપ છે બધી ! આહાહા...! મા પણ ખરે ટાણે એવું કહે, છોકરો મરતો હોય તો કહે), મારું આયુષ્ય એને આપું. (એ) અપાતા હશે ? આ..હા...! એમાં આવે છે કે, વૈદો આવ્યા. આનો કોઈ ઉપાય ખરો) ? (તો કહ્યું કે, તમે વૃદ્ધ મા-બાપ છો, એને થોડું આયુષ્ય આપો તો જીવે. પેલો કહે કે, ભાઈ સાહેબ અમે ?
શ્વેતાંબરમાં ‘શ્રેણિકરાજા'માં કથામાં આવે છે. કોઈ આને થોડું આયુષ્ય આપો. આની મરવાની તૈયારી થઈ ગઈ છે. મા એમ બોલી, પણ અમે ઘરડા, અમારાથી સહન થાય નહિ. આયુષ્ય દઈએ તો અમે મરી જઈએ ! બાપ કહે કે, અમારી અવસ્થા થઈ, હવે અમે કેવી રીતે આપીએ) ? ત્યારે પેલા “અનાથી’ને થયું કે, છે કોઈ શરણ ? આ માબાપ, કુટુંબ, બાયડી તને કાંઈ આપે છે ? એવી વાત આવે છે. પછી દીક્ષા લ્ય છે. આહા...હા..
અહીં કહે છે કે, એ મિથ્યાદૃષ્ટિ (કેવા છે)? મનુષ્ય છું, હું દેવ છું. અરે! આત્મા દેવ અને મનુષ્ય ક્યાંથી આવ્યો ? ઈ આત્મા તો દિવ્ય શક્તિ આનંદનો નાથ છે. એકલો દિવ્યશક્તિ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! આહા..હા..!
“હું તિર્યંચ...” છું. જુઓને આ હમણાં કૂતરાના ગલૂડિયા થયા છે. ક્યાંકથી આવ્યા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૬
કલશામૃત ભાગ-૫
હશે, હમણાં બે-ચાર મહિના થયા. ક્યાંકથી ઢોરમાંથી આવ્યા હશે, કોઈ માણસ મરીને આવ્યો હશે, પણ એને અત્યારે (એમ લાગે કે), બસ ! આ..હા..હા...! અમે આ શરીર ! આ પૂંછડી લટકે. આપણા છે ને ? પૂજારી ! રોટલો-બોટલો નાખે, બોલાવે (એટલે) ઝટ આવે આમ એકદમ ! ત્યાં દેરાસરની પાછળ (હોય છે). આહા...હા...! જુઓ ! કીધું આ જીવ ક્યાંથી આવ્યા હશે ? આહા..હા...! મહિના-બે મહિના પહેલાં ક્યાં હશે ? અને કયાં અહીં આવ્યા ? ભૂલી ગયા, ગતિ જ ભૂલી ગયા. (અહીંયાં આવીને) આ શરીર (જ હું) ! આહા..હા...! એ માને છે કે હું તિર્યંચ છું, નારકી છું એ મિથ્યાદૃષ્ટિ છે. (આત્મા વળી) નારકી કેવો ?
હું દુઃખી,...’ છું. અમે દુઃખી છીએ, ભાઈ ! અમારા ઉપર ઘણા કાગળો આવે છે એમ કે, અહીંયાં કરોડોપતિ છે તો કો'કને કાંઈક કહો ! અમે દુ:ખી છીએ, ઘરના સાતઆઠ માણસ છીએ ને હું માંદો છું, મારાથી કાંઈ થાતું નથી. હવે ઝેર પીવાના ટાણા આવ્યા છે. એવા કાગળ આવે, ભાઈ ! એકનો કાગળ તો કેટલા વરસથી આવે છે ! ચાર-છ મહિને, ચાર-છ મહિને કાગળ આવ્યા જ કરે. હવે તો છેલ્લી સ્થિતિ છે, મહારાજ ! દયા કરો, ઝેર પીવાના ટાણા આવ્યા છે. આહા..હા...! ઈ દુ:ખની સામગ્રી છે એ તો એના અશાતાના ઉદયને લઈને છે. એ સામગ્રીને ટાળે કોણ ? અને આપે કોણ ? આહા..હા...!
અહીં તો અત્યાર સુધી કોઈ દિ' પુસ્તક બનાવવાનું પણ કહ્યું નથી, એક બેન(–બહેનશ્રીનાં વચનામૃત) સિવાય. બેનનું પુસ્તક આવ્યું તો એમાં પહેલેથી પડ્યો છું. બાકી બીજે ક્યાંય આપણે આ પુસ્તક બનાવો ને તમે કો, (કોઈને) કોઈ દિ' કાંઈ કીધું નથી કે આ સ્વાધ્યાય મંદિર બનાવો કે દેરાસર કરો. આપણે કહ્યું નથી. દેરાસર માટે (એક મુમુક્ષુ) આવ્યા હતા. કહે કે, “મારે દેરાસર કરવાનો ભાવ છે.’ ભલે', કીધું. આહા..હા...! ૫૨ની ચીજ કોણ કરે ? થવા કાળે થાય તેને કરે કોણ ? આહા..હા...! આવી વાત છે.
અહીં એ કહે છે કે, એને એ કર્મનો અહંકાર છે. છે ને ? હું સુખી,...' છું. હમણા છોકરાઓ, બૈરાઓ, પૈસા, મકાન (આદિ) બધી રીતે સુખી છું, હું સુખી છું. એમ કેટલાક માને છે ? મૂઢ છે, કહે છે. સુખો કે દિ' (હતો) ત્યાં ? પૈસેટકે કમાણીમાં બધી રીતે અત્યારે (સારું) છે. આહા..હા...! મૂઢ છે, કહે છે. મિથ્યાદૃષ્ટિ કર્મજનિત સામગ્રીમાં પોતાપણું માને છે. છે ને ?
‘એવી કર્મજનિત...’ કોણ ? હું દેવ એ કર્મનિત (અવસ્થા) છે. મનુષ્ય કર્મનિત, તિર્યંચ, નારક, સુખી-દુ:ખી કર્મને કા૨ણે સંયોગો છે. એવી કર્માનિત પર્યાયમાં છે આત્મબુદ્ધિ,...’ એ મારી ચીજ છે, મેં કરી છે ! આહા..હા...! હજી બીજા શબ્દ (કહેશે).
?
—
‘તે-રૂપ જે મનપણું,..’ છે ને ? (સેન) ઈ રસ ચડી ગયો છે, કહે છે. આહા...હા...! હું દેવ છું ને મનુષ્ય છું ને દુઃખી છું ને સુખી છું... એવા મિથ્યાત્વભાવનો એને રસ ચડી
Page #240
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૨૭
ગયો છે. આહા..હા..! દુનિયાથી તો જુદી વાત છે. આ ડૉક્ટરો-બોક્ટરો બીજાને જીવાડી ન શકે, એમ કહે છે. પણ બોલે તો એમ, “અડધો કલાક મોડું થઈ ગયું. જો તમે વહેલા આવ્યા હોત તો હું કાંઈક ઉપાય કરત, હવે તો ઉપાય ચાલે એવું નથી. એ.ઈ....! એમ બધા ડૉક્ટર બોલે. ‘જરી મોડું થઈ ગયું, ભાઈ ! અડધા કલાક પહેલાં જો મને બોલાવ્યો હોત તો કાંઈક ઉપાય કરી શકત, અત્યારે તો કાંઈ થાય નહિ).” એમ બોલે છે ને ? આહા..હા..! એનો ઉપાય અડધા કલાક પહેલા કરવા જેવો હતો. હવે તો રોગ ઘેરાય ગયો
કાલે એક બાઈ આવી હતી ને ? બે-ત્રણ મહિના અહીં રહી. દમનું દર્દ (હતું), કાલે સાંજે એ બિચારી બાઈ આવી હતી. તેર વરસથી દમનું દર્દ છે. આહા...હા..! ગયા હશે, છે ? રોકાણા છે ? લ્યો, બિચારા કેટલા હતા ? તેર વરસથી દર્દ ! ડૉક્ટરે રજા આપી. હવે અહીં દમ મટાડવાનું કોઈ સાધન નથી. આહા...હા...! કોણ મટાડે ? બાપા ! શું થાય ? ભાઈ ! એ અશાતાના ઉદય કાળે એ સ્થિતિ બને એને કોણ ટાળે ? ડૉક્ટરે રજા આપી કે. અહીં ક્ષયના રોગમાં દમ મટે એવું સાધન નથી. આહા..હા..!
પેલો એક મોટો ડોક્ટર નહોતો ? કોણ કહેવાય? “રાજકોટનો મોટો ડોક્ટર ! સર્જન ! એનો બાપ બાર વરસ અસાધ્ય. પહેલા ભાવનગરમાં હતા. ખબર છે ને? પછી “રાજકોટ ગયો, ખબર છે. અસાધ્ય ! સાધ્ય નહિ, લ્યો ! ડૉક્ટરનો બાપ ! પાણી આપે ને એવી રીતે કરીને બાર બાર વરસ (કાઢ્યા). કોણ કરે ? બાપુ ! એની સ્થિતિની જડની જે પર્યાય (થાય) અને ચૈતન્યની જે પર્યાય થવાની તેને કોણ રોકે અને કોણ ટાળે ? આહા...હા...! આવી વાતું છે, બાપુ ! અહીં તો કહે છે) જ્ઞાતા-દ્રષ્ટા થા ! થાય તેને જો અને જાણ ! થાય તેને કરું એ રહેવા દે ! સમજાણું કાંઈ ? આહા...હા...! જુઓ ! આવ્યું.
( UિT) છે ને ? “કર્મના ઉદયે જેટલી ક્રિયા થાય છે તેને હું કરું છું...” આહા..હા...! એનો શ્લોક છે, “સમયસાર નાટકમાં ! (“બંધ દ્વાર', શ્લોક-૨૪) મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌ કરી કહૌ જો ઐસી, મેં કર્તા – મેં આ કર્યું, હું આમ કરીશ, હું કરાવીશ. કહો, એ.ઈ. મેં કરતા મેં.” એવી ભાષા આવે છે. મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌં કરી કહીં જો ઐસી. એ વિપરીત ભાવ હૈ જામેં. સો વરસૈ મિથ્યાત દસામેં.” એ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આમાં છે, હોં ! કેટલામો છે ? ઘણા શ્લોક નાખ્યા છે. આના માટે તો ઘણા શ્લોક નાખ્યા છે. આ આવ્યું, લ્યો ! જુઓ, આવ્યું ! ૨૪ છે.
મેં કરતા મેં કીન્હી કૈસી, મેં કર્યું ! મેં કેવું કર્યું ! જોયું ? આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌ કરી કહીં જો ઐસી. એ વિપરીત ભાવ હૈ જામેં, સો વરતૈ મિથ્યાત દસામેં.” આ શ્લોક છે. આના ઘણા શ્લોક છે, બહુ શ્લોક નાખ્યા છે. એક જ (અર્થના) ઘણા શ્લોક નાખ્યા છે. “સમયસાર નાટક' ! આહા...હા...!
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કલશામૃત ભાગ-૫ આત્મા પોતાના સ્વરૂપમાં વિપરીતતા કે અવિપરીતતા કરી શકે. વિપરીતતા એ પોતે પોતાથી કરે. કોઈ કર્મને કારણે છે, સંયોગ એવા મળ્યા માટે મારે કરવું પડ્યું, એમ નહિ. અને અવિપરીત એટલે સમ્યગ્દર્શન ! આહા...હા...! આજે સવારમાં ઈ આવ્યું હતું. પેલા કળશમાં આવે છે ને ? કળશ શું, શું કહેવાય છે ? સક્ઝાયમાળા ! એમાં ઈ આવે છે. ‘સહજાનંદી રે આતમા, સૂતો કાંઈ નિશ્ચિંત રે..” હે સહજાન્મ આત્મા ! આનંદસ્વરૂપ પ્રભુ ! તું કેમ નિશ્ચિત પડ્યો છો ? આહાહા...! “સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે.... મોહ તણા રે રણિયા ભમે આહા...હા...! પરમાં સાવધાનીના ભાવરૂપી ચોર માથે દેણદાર ફરે છે. આહાહા...! “જાગ જાગ મતિવંત રે...” હે મતિવંત ! જાગ, જાગ ! આ..હા...! તૂટે જગતના જંત રે.' જગતના જંત તને લૂટે છે. બાયડી, છોકરા, કુટુંબ બધા તને લૂટે છે. શી રીતે ? “નાખી વાંક અનંત રે...” તારી ઉપર વાંક નાખે છે (કે), તો શું કરવા અમને પરણ્યા હતા ? શું કરવા અમને રાખ્યા હતા? લાણું કર્યું હતુ... “તૂટે જગતના જંત, નાખી વાંક અનંત, એમાંથી વિરલા કોઈ ઉગત’ સક્ઝાયમાળામાં આવે છે. ચાર સઝાયમાળા છે ને ? એ દુકાન ઉપર (જોઈ હતી). આહાહા...!
“સહજાનંદી રે આતમાં,” સ્વભાવિક અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! તું કેમ આ રાગમાં અને પરના અહંકારમાં સૂતો ? આહા...હા..! “જાગ, જાગ મતિવંત...” હવે તો જાગ, બાપા ! આહા...હા....! પોતાના અજ્ઞાનકાળમાં તારો અનંત કાળ ગયો. આહાહા...! હવે તો જાગ કે, હું તો જ્ઞાન અને આનંદ છું. હું દેવ ને મનુષ્ય ને તિર્યંચ એ હું નહિ. આહા..હા..! આહા..હા..!
ઈ કર્મના ઉદયને લઈને મળેલી સામગ્રી, એની જે ક્રિયા થાય તેને હું કરું છું, મેં કર્યું છે,” આ કોણે કર્યું ? મેં કર્યું ! આવા પાપડ કોણે કર્યા ? મોઢા આગળ હોય) ઈ એમ કહે કે, મેં કર્યા છે ! આ.હા.! બહુ સારી વાત છે ! આ અડદની દાળ સરખી સડદી કોણે કરી છે ? મેં કરી છે ! આ વડી કોણે કરી ? મેં કરી. આ કપડું કોણે સીવ્યું આવું? આ કપડામાં આવી ભાત કોણે ભરી ? કાચના કટકા મૂકીને ભરે છે ને ? આહા..હા...! ભાઈ ! આ દીવાળીયાના દીવાળા ! અને હું કરું છું. એ કામમાં હું જ પહેલો કરનાર છું. મારી દેખરેખ નીચે એ બધા કામ થાય છે. મારી સંભાળ નીચે જેટલા કામ થયા છે એ બધા સારા થયા છે. જઈને જુઓ, ફલાણે ઠેકાણે, ફલાણે ઠેકાણે, ફલાણે ઠેકાણે.... મોટો મિથ્યાદૃષ્ટિ બારોટ આવી પડ માંડે ! આહા..હા...! આકરું કામ છે, ભાઈ !
એ મેં કર્યું. હું કરું છું, મેં કર્યું છે અને હજી હું “આમ કરીશ.” હું હજી બધું કરવાનો છું. તારો પીછો છોડવાનો નથી, યાદ રાખજે તું ! તને હેરાન કરી નાખીશ. ભાઈ ! આ બધું જગતનું પોકળ ! છોકરાને પઢાવ્યા – ભણાવ્યા, મોટા કર્યા, ઠેકાણે પાડ્યા, હવે નિરાંતે રળી ખાય ! ધૂળેય કર્યું નથી, સાંભળને ! પરને કોણ કરે ? બાપુ ! તને ખબર નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૬૯
૨૨૯
આહા..હા...! તને કર્મના મિથ્યાત્વનો રસ ચડી ગયો છે, બાપુ ! આહા..હા...! આનંદના રસને તું ભૂલી ગયો છો.
અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ અંદર છે ને ! આ.હા...! એને યાદ કરવું અને સ્મરણમાં લેવું એ તું ભૂલી ગયો. આહા..હા..! અને આ યાદ કરવામાં લાગી ગયો કે, “મેં કર્યું, હજી હું કરીશ !” આહાહા.! ‘આ કામ મેં શરૂ કર્યું છે ઈ મારાથી જ પૂરું પાડવાનું છે.” કહે છે કે નહિ ? “મેં શરૂ કર્યું છે અને કામ પૂરું પડે ત્યાં સુધી મારી હાજરી રહેશે.” આ જગત !
મુમુક્ષુ :- મિથ્યા અભિમાન પણ છે અને ઘમંડનો પાર નથી. પૂજ્ય ગુરુદેવશ્રી :- પાર નથી. ઘમંડ છે. આહા...હા....!
ભાઈ ! આ “બંધ અધિકાર છે. આવા ભાવથી તો પ્રભુ ! તને સંસારનું મોટું બંધન પડે છે. આ...હા...! તું જેલમાં જ છો, ભાઈ ! તને ખબર નથી. આહા...હા...!
આહા...હા...! ‘આમ કરીશ.... છે ને ? એમાંથી પેલું કાઢ્યું હતું, ભાઈ ! આ હમણાં કહ્યું ને ? મેં કરતા મેં કીન્હી કૈસી, અહીંથી કાઢ્યું હતું. આમાંથી ઈ બધું કાઢ્યું છે.
સમયસાર નાટક’ આમાંથી લીધું છે ને ? મેં કરતા મેં કીન્હી કેસી, અબ યૌં કરીં કહીં જો ઐસી. એ વિપરીત ભાવ હૈ જામેં, સો વરતૈ મિથ્યાત દસામેં.” આહાહા...!
‘એમ અજ્ઞાનને લીધે માને છે. અજ્ઞાનને લીધે માને છે. આહાહા.! “વળી કેવા છે ?' અજ્ઞાની. ‘નાત્મનઃ આહા...હા...! એ પોતાના....” સ્વરૂપના “ઘાતનશીલ છે.” આહાહા...! પરને જીવાડી શકું, મારી શકતો નથી, પરને સુખી-દુઃખી કરી શકતો નથી), સગવડતા આપી શકતો નથી, બીજાને સવળે રસ્તે ચડાવી શકતો નથી પણ છે કોણ ? થાય છે શું? એવું માનનારા ભગવાન આત્મસ્વરૂપના હિંસક છે. આત્મસ્વરૂપના ઘાતક છે. આહા...હા...! આકરું કામ છે. અત્યારે તો સંપ્રદાયમાં દયાથી ધર્મ માનનારને આ સાંભળવું કઠણ પડે. આહા..હા...!
આત્માના સ્વરૂપના “ઘાતનશીલ છે.” પાછા ઘાતન સ્વભાવવાળા છે. એનો સ્વભાવ જ પોતાનો ઘાત કરવો એવો સ્વભાવ છે. આહા..હા...! એવું છે. મેં આટલા પુસ્તક બનાવ્યા, એમાં મારો હાથ હતો ત્યારે બધી વ્યવસ્થા સરખી થઈ છે. કહે છે કે, એને કર્મજનતની જે ક્રિયાઓ છે તેમાં તેને રસ ચડી ગયો છે. આહા..હા...! એ જ રસથી એને આત્માના સ્વરૂપનો ઘાત થાય છે. આહા...હા...! દ્રવ્યનો ઘાત (થાય છે) એમ નહિ. વર્તમાન પર્યાયમાં ઘાત થાય છે. દ્રવ્યનો ઘાત (થતો નથી), દ્રવ્ય તો છે તે છે. પર્યાયમાં આ જાતનું અભિમાન કરે છે એથી પર્યાયમાં શાંતિનો ઘાત થઈને દુઃખ ઉત્પન્ન કરે છે. દ્રવ્ય છે એ તો છે જ. એમાં કાંઈ ઘાત પણ નથી. ઈ તો અનાદિથી છે ઈ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આ હા...હા..!
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૦
કલશામૃત ભાગ-૫
પાઠ તો આવો છે. ‘આત્મહનો ભવન્તિ” છે ? ‘આત્મહનો ભવન્તિ” એનો અર્થ એટલો. આહા..હા...! એની પ્રગટ શાંતિ અને આનંદપર્યાય થવી જોઈએ એને ઘાત કરે છે. આહા..હા....! ઘાત કરીને તે દુઃખની, મિથ્યાત્વની પર્યાયને ઉત્પન્ન કરે છે. આવું આકરું કામ ! દુનિયા સાથે મેળ ખાવો (કઠણ છે).
એક જણો કહેતો હતો, તેરાપંથીઓ એમ કહે, બીજાને બચાવીએ એ પાપ છે. કારણ કે બચશે તો કાંઈક કામ લેશે. ત્યારે વળી આ સોનગઢિયા' એમ કહે છે કે, બીજાને બચાવવાનો ભાવ પાપ છે. (આ) તેરાપંથીનો જ મત છે. એક જણ એમ કહેતો હતો. અરે... ભગવાન ! આ તો અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, અનંત સંતો કહેતા આવે છે. વસ્તુની સ્થિતિ એ છે. આહા..હા...! સમજાણું ?
આહા..હા...! ‘આનંદઘનજી’માં આવે છે ને ? એક શબ્દ આવે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે,’ એ આનંદઘનના મતના સંગી છે. આનંદઘન એવો આત્મા ! આહા..હા...! ઈ એના અભિપ્રાય - એના પિરચયવાળા છે.
-
શ્વેતાંબરમાં આવે છે. આહા..હા...! હવે એને કેટલાક કાંઈક બીજું કહે છે. ઈ ‘આનંદઘનજી’ તો આવો થઈ ગયો છે. શું કંઈક હલકી ભાષા નથી કહેતા ? ભૂતડો... ભૂતડો ! ભંગડભૂત થઈ ગયો છે.’ (એમ) કહે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે’ લ્યો ! ‘બીજા દ્રવ્યલિંગી...’ તમારાને તમારામાં, એને ને એને કહેનારા નીકળે. અરે... ભગવાન ! બાપુ ! શું કરે છે તું ? ભાઈ !
આહા..હા...!
આત્માના જ્ઞાન અને સમ્યગ્દર્શન વિના સાધુપણું કેવું ? આહા..હા...! જ્યાં આવો ભાવ છે ત્યાં મિથ્યાષ્ટિ છે, ત્યાં સમકિત નથી ત્યાં વળી સાધુપણું ક્યાંથી લાવવું ? આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...! ઝીણી વાતું છે, બાપુ ! વ્યવહાર હોય છે. બોલવાનો વ્યવહા૨ હોય છે, નિમિત્ત છે ખરું પણ નિમિત્ત પરમાં કરી શકે છે એમ નહિ. નિમિત્તથી એમ કથન બોલાય, હોય, નિમિત્તને સિદ્ધ કરવું છે તેથી (એમ બોલાય). વ્યવહા૨ છે ખરો, પણ એ વ્યવહા૨ ૫૨ને કાંઈ કરી શકે એવો વ્યવહાર નથી. આહા..હા...! આહા..હા...! એવું સાંભળવું મળવું મુશ્કેલ પડે અને જિંદગી ચાલી જાય. આહા...હા...!
પોતાના ઘાતનશીલ છે.’ છે ને ? ‘આત્મહન:’‘ઞભહન:’નો અર્થ એ (અર્થાત્) પર્યાય. આત્માની પર્યાય જે શાંતિ અને આનંદ ને સ્વચ્છતા આવવી જોઈએ એનો એ ઘાત કરે છે. કર્તા-કર્મમાં એવું આવે છે ને ? ભાઈ ! નહિ ? ૬૯-૭૦ (ગાથા). પર્યાયને ઉત્પન્ન ન કરતાં. ‘કર્તા-કર્મ (અધિકારની)’ ૬૯-૭૦ (ગાથામાં) આવે છે. (શ્રોતા : સહજ ઉદાસીન અવસ્થાનો...') ઘાત કરે છે). તો (શું) સહજ ઉદાસીન અવસ્થા હતી ? ત્યાં ૬૯-૭૦માં પાઠ એવો છે. ‘કર્તા માનીને સહજ ઉદાસીન અવસ્થાનો ઘાત કરે છે.’ સમજાણું ? ‘સમયસાર’
Page #244
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭)
૨૩૧
છે ને ? જુઓ ! ‘સહજ ઉદાસીન (જ્ઞાતાદ્રષ્યમાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને.' જ્ઞાતાદા છે ? નથી. પણ થવા દેતો નથી એટલે ઘાત કરે છે એમ કહેવાય છે). “કર્તા-કર્મમાં છે. ઉદાસીન અવસ્થાન તેનો ત્યાગ કરીને...” એટલે કે ઉદાસ અવસ્થા પ્રગટ થવી જોઈએ. દ્રવ્ય સ્વભાવ તો એવો છે કે એની દશા શાંત ને વીતરાગી સમકિત પ્રગટ થવું જોઈએ. એ અવસ્થાનો ત્યાગ કરીને.. આ..હા...! “અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતી પ્રતિભાસે છે....... આ..હા...! હું ક્રોધ કરું છું, માન કરું છું, લોભ કરું છું, ઇચ્છા કરું છું, રાગ કરું છું એવું ભાસે છે. ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને કહ્યું તો શું) ઉદાસીન અવસ્થા હતી ? ઉદાસીન અવસ્થા થઈ નહિ એને ઠેકાણે ઘાત કરે છે એમ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ ?
અહીં “ઘાતનશીલનો અર્થ છે. ઘાતનશીલ એટલે જે આત્મા છે, એની અવસ્થા ઉદાસીન નિત્ય શાંત અને વીતરાગી થવી જોઈએ, એનો ઈ ઘાત કરે છે. સમજાણું કાંઈ? આહા..હા...! પર્યાયનો (ઘાત થાય છે), દ્રવ્યનો ઘાત થતો નથી. દ્રવ્યનો કોઈ રીતે કલુષિત મિથ્યાત્વના તીવ્ર પરિણામ હો.. આહા..હા..! દ્રવ્ય તો શુદ્ધ ચિદાનંદઘન છે તે અનાદિથી રસકંદ છે. કોઈપણ અવસ્થા નરકમાં, એકેન્દ્રિયમાં ગમે ત્યાં હોય, વસ્તુ તો ઈ જ છે. પણ એની પર્યાય જે નિર્મળ થવી જોઈએ એની ઉત્પત્તિના સ્થાનમાં આને આમ કરું છું, એવું મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે તેથી તે આત્માની શાંતિની પર્યાયને હણે છે. સમજાણું કાંઈ ? આવી વાતું છે.
સાત્મિનઃ પાઠ છે ને ? “હિનો મવતિ આત્મા હણાય ? આત્માની શુદ્ધ પર્યાય છે તે આત્મા છે, આત્માની શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે આત્મા છે. એને હણે છે. શુદ્ધ પર્યાય થવા દેતો નથી. તેને હણે છે માટે આત્મા હણે છે એમ કહેવામાં આવે છે. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(અનુષ્કપ)
मिथ्याद्दष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात् । य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्दश्यते।।८-१७० ।।
ખંડાન્વય સહિત અર્થ :- “મિથ્યાદિષ્ટ : વ વચહેતુ: બવતિઃ (શ્ય મિથ્યાદિષ્ટ:) આ મિથ્યાદૃષ્ટિ જીવને, (સ: પવ) મિથ્યાત્વરૂપ છે જે એવો પરિણામ કે “આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો' – એવો ભાવ (વન્યતઃ મવતિ)
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૨
કલશામૃત ભાગ-૫
જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. શા કારણથી ? “વિપર્યયાતિ' કારણ કે એવો પરિણામ મિથ્યાત્વરૂપ છે. “: ઇવ યમ્ અધ્યવસાય:’ ‘આને મારું, આને જિવાડું' એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે “અસ્ય જ્ઞાનાત્મા દૃશ્યતે” (ગસ્થ) એવા જીવનું (જ્ઞાનાત્મ) મિથ્યાત્વમય સ્વરૂપ () જોવામાં આવે છે. ૮–૧૭૦.
માગશર સુદ ૮, રવિવાર તા. ૧૯-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૦, ૧૭૧ પ્રવચન–૧૭૯
કળશટીકા ૧૭૦ કળશ છે.
मिथ्याद्दष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्दश्यते ।।८-१७० । ।
શું કહે છે ? આ બંધ અધિકાર છે. “અસ્થ મિષ્ટિ સ. પુર્વ વન્યતઃ મવતિ ‘આ મિથ્યાદૃષ્ટિ જીવને...” (અર્થાતુ) જૂઠી દૃષ્ટિ છે, પાપ દૃષ્ટિ છે, અધર્મ દૃષ્ટિ છે એને મિથ્યાત્વસ્વરૂપ જે પરિણામ. શું ? કે, “આ જીવે આ જીવને માર્યોઆને માર્યો –
એ અભિપ્રાય અધર્મીનો અધર્મ-અભિપ્રાય છે. કેમકે પરને મારી શકતો નથી. છતાં એમ માને કે, મેં આને માર્યો, એવો જે મિથ્યાત્વરૂપી અધર્મ-પરિણામ તે તેને બંધનું કારણ છે. આહા..હા...!
મેં આને જિવાડ્યો. “આ જીવે આ જીવને જિવાડ્યો...” મેં એનું જીવન જિવાડ્યું, બચાવ્યો. મુમુક્ષુ :- માખીને પાણીમાંથી કાઢીને બચાવી.
ઉત્તર :- માખી પાણીમાંથી કાઢે અને આ બધા કાર્યકર્તાઓ છે ને ? બધી વ્યવસ્થા કરીને અમે જગતને સવળે રસ્તે ચડાવીએ છીએ – એ અભિપ્રાય અધર્મ-અભિપ્રાય (છે), એ પાપનું મૂળ છે. આહા...હા...! આકરી વાતું છે, ભાઈ !
પોતે આત્મા, પોતાના પરિણામની વિપરીતતા કે અવિપરીતતા કરી શકે. એ સિવાય પરપદાર્થનું કાંઈ પણ કરી શકે નહિ). આ દીકરાઓને મેં પોષ્યા, પાલન કર્યું, ભણાવ્યા ને કેળવણી આપી – એ અભિપ્રાય પાપ, મિથ્યાત્વ અને અધર્મ-અભિપ્રાય છે. આવી વાત છે. દુનિયાથી ઊલટી છે. છે ?
Page #246
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૦
આ જીવે આ જીવને માર્યો... આહા..હા...! મેં એકેન્દ્રિય જીવને માર્યા, મેં પંચેન્દ્રિયને માર્યાં. આહા..હા...! એવો જે અભિપ્રાય, એવો જે આશય એ અધર્મનો આશય છે, મિથ્યાત્વ પરિણામનો એ આશય છે. આહા..હા...! જે મિથ્યાત્વ અનંત ચાર ગતિના પરિભ્રમણનું મૂળ
છે.
૨૩૩
આ જીવે આ જીવને જિવાડ્યો...' આહા..હા...! કોણ કોને જિવાડે ?
મુમુક્ષુ :- ડૉક્ટરો દવા આપીને જિવાડે.
ઉત્તર :– ધૂળેય દવા આપી શકતા નથી. દવા પરમાણુ છે, જાવું ને આવવું એને કા૨ણે છે) અને દવાથી ત્યાં મટે છે એ ત્રણકાળમાં નથી. આકરી વાત છે, બાપા ! આહા..હા....! વીતરાગ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે, આ જીવે આને માર્યો, આ જીવે આને જિવાડ્યો, આ જીવે આને સગવડતા આપી, આહાર-પાણી, મકાન, લૂગડા (આપી) એને સુખી કર્યો, આ જીવે એને અગવડતા આપીને દુઃખી કર્યો. એ બધા અભિપ્રાય – પરિણામ મિથ્યાત્વના – અધર્મના, નવા બંધના કારણરૂપ પરિણામ છે. આહા..હા...!
મુમુક્ષુ :- સમિતિમાં બધાને સગવડતા આપી ઈ પાપ છે.
ઉત્તર :– કોણ આપી શકે ? પ્રમુખ) ત્યાં (સગવડતા) આપતા હશે ? શું કહેવાય પેલા તમારા ? ટેબલ ! ટેબલ ને ખુરશીયું ને વાટયા ને થાળ્યું ને માથે પંખા ને... રાતમાં દીવા-બત્તી એ બધા ખાના૨ને-પીનારને હું આ બધી સગવડતા આપું છું – એ અભિપ્રાય મિથ્યાત્વ છે. કહો !
મુમુક્ષુ :
લોકો સમિતિ સંકેલી લેશે.
ઉત્તર ઃકરે છે કોણ તે સંકેલે ? આહા..હા...! એ સમિતિના પરમાણુઓ જે છે કે એના જીવ જે છે એ તો એના પોતાના પરિણામથી ત્યાં કામ કરે છે. એમાં બીજો એના પરિણામથી એનું કામ કરે એ વાત સાચી નથી, તદ્દન જૂઠી છે. અને આ પાપ તો મિથ્યાત્વ – અનંત સંસારનું મૂળિયું છે. આહા..હા...! આસક્તિનો કોઈ ચારિત્રદોષ હોય એનું પાપ અલ્પ છે પણ આ તો મહામિથ્યાત્વ અભિપ્રાય (છે). કરી શકતો નથી અને મેં બધાને વ્યવસ્થિત કર્યાં (એમ માને). આહા..હા...!
મુમુક્ષુ :
કરનારને દંડ પડ્યો.
ઉત્તર ઃકર્યું છે કયાં ? માન્યું છે. એને માન્યાનો દંડ છે. આવી વાત છે, ભાઈ ! આહા..હા...! આ છોડીયુને બધું શીખવ્યું, ભરત ભરવા, રોટલી કરવા, શેરા કરવા, ચૂરમા કરવા, એમ મેં એને શીખવ્યું. એ અભિપ્રાય મિથ્યાત્વ છે, અધર્મ છે. અરે... અરે..! આવી વાતું છે !
એ અહીં કહે છે. ‘એવો ભાવ જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે.’ અનંત સંસારના કર્મ છે એનું એને બંધન થાય છે. આહા..હા...! એમાં દર્શનમોહનો બંધ થાય છે પણ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કલામૃત ભાગ-૫
જ્ઞાનાવરણીયથી લીધું છે. આહા..!
શા કારણથી ? કારણ કે એવો પરિણામ મિથ્યાત્વરૂપ છે.” આહા...હા...! એ ભાવ જ મહા જૂઠો છે. આહા...હા...! આવું આકરું કામ પડે. આ બધા કાર્યકર્તાઓ તો એમ જ માને કે, અમે બધાના કાર્ય કરી દઈએ છીએ. કહે છે કે, એ અભિપ્રાય, એ પરિણામ મિથ્યાત્વના મહા જૂઠા પરિણામ છે. કે જે જૂઠાનું ફળ નવા આકરા કર્મ બંધાય એવું એનું ફળ છે. આહાહા...! જગતથી જુદી જાત છે, ભાઈ ! આ.હા...! અમે દેશની સેવા કરીએ કે જેથી દેશને અનુકૂળતા રહે, બધા સુખી રહે. એ માન્યતા, એ અભિપ્રાય તદ્દન જૂઠો અને મિથ્યાત્વ છે. આહા..હા...! છે ? વિપર્યાસ છે.
યઃ ઇવ યમ્ અધ્યવસાય:” “આને મારું, આને જિવાડું' એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે.” “યસ્થ જ્ઞાનાત્મા તે’ ‘એવા જીવનું મિથ્યાત્વમય સ્વરૂપ...” એ મિથ્યાદૃષ્ટિ છે એમ જોવામાં આવે છે. આ જીવ જૂઠી દૃષ્ટિવાળો છે (તે એમ માને છે કે, મેં આને જિવાડ્યો અને મેં આને માર્યો, મેં આને સગવડતા આપી ને મેં આને અગવડતા આપી – એ જીવ મિથ્યાદૃષ્ટિપણે છે એમ જોવામાં આવે છે, કહે છે. આહા..હા..! ભારે આકરું કામ ! એની દૃષ્ટિ મિથ્યાત્વ છે એમ જોવામાં આવે છે. આહા...હા...!
એ ‘મિથ્યાત્વમય સ્વરૂપ જોવામાં આવે છે.” એમ કહે છે, જોયું? આહાહા...! છે ને ? “જ્ઞાનાત્મા દૃશ્યતે” આહા...હા...! એક તણખલાના બે કટકા કરી શકું એમ માનનાર એના મિથ્યાત્વ પરિણામ જૂઠા છે એમ જોવામાં આવે છે. આહા..હા...! સમજાણું કાંઈ?
પ્રશ્ન :- રોટલીનું બટકું કરી શકે કે ન કરી શકે ?
સમાધાન :- ત્રણકાળમાં કરી શકે નહિ. રોટલીનું બટકું થવું એ જડની પર્યાયને કાળે, તે કાળે ટૂકડો જુદો થાય. બીજો કહે કે, હું આના ટૂકડા કરું અને હળવે હળવે નાના ટૂકડા કરું અને પછી હળવે હળવે ચાવું તો પચે. પેટમાં દાંત નથી માટે ખુબ ચાવવું. એ ચાવી શકું છું એ ક્રિયા મારી – આત્માની છે અને હું કરું છું એ મિથ્યાત્વ પરિણામ છે). જગતથી બધું ઊંધું છે, બાપુ ! એ અભિપ્રાય મિથ્યાત્વ જોવામાં આવે છે, કહે છે. આહાહા....!
હવે વિશેષ કહે છે, ૧૭૧ (શ્લોક).
(અનુષ્ટ્રપ)
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ।।९-१७१ ।।
Page #248
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૧
૨૩૫
ખંડાન્વય સહિત અર્થ :- “આત્મા આત્માને યત્ર રોતિ તત્ શ્વિન પિ ન પર્વ તિ' (ાત્મિ) મિથ્યાદૃષ્ટિ જીવ (માત્માનં) પોતાને ( ર રતિ) જે-રૂપે આસ્વાદતો ન હોય (ત વિશ્વની) એવો પર્યાય, એવો વિકલ્પ (પર્વ સ્તિ) રૈલોક્યમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે, તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. અને અધ્યવસાન’ ‘આને મારું, આને જિવાડું, આને મેં માર્યો, આને મેં જિવાડ્યો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો – એવા પરિણામથી વિમોહિત ઘેલો થયો છે. કેવો છે પરિણામ ? “નિચ્છન્નેન’ જૂઠો છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે. ૯-૧૭૧.
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ।।९-१७१।। આહા..હા...શું કહે છે ? “ગાત્મા ગાત્માને ય ર રોતિ તત શ્વિન પિ પૂર્વ સતિ ‘મિથ્યાષ્ટિ જીવ પોતાને જે-રૂપે આસ્વાદતો ન હોય એવો પર્યાય, એવો વિકલ્પ રૈલોક્યમાં છે જ નહીં. આહા..હા..! એનો એવો અભિપ્રાય છે કે હું તો આખી દુનિયાનું કરી દઉં. આહા...હા...! જેને શરીરની આ ચાલવાની ક્રિયા હું કરું છું એવા જીવનો અભિપ્રાય દુનિયામાં કોઈ ચીજને નથી કરતો, નથી માનતો એમ નહિ. ઈ બધાને કરવાનું માને છે. ભાઈ ! આકરી વાતું છે આ !
આ આંગળી છે એને આમ હલાવી શકું છું, આ ભાષા છે એને હું બોલી શકું છું... આહા..હા..! ઝીણી વાત, પ્રભુ ! વીતરાગનો માર્ગ બિચારાને કાને પડ્યો નથી. અરે.રે.... આ..હા.! એને કહે છે કે, આ આંગળી આમ હલાવી શકું છું, હું બોલી શકું છું – એવો જે કર્તા માને છે એ મિથ્યાષ્ટિ જગતમાં કોઈ ચીજ એવી નથી કે, એ મારી છે અને હું કરું છું, એમ ન માને. સમજાણું કાંઈ ? આહાહા..! જગતમાં પોતા સિવાય જેટલા આત્માઓ અને જેટલા રજકણો (છે) એ બધાની પર્યાયને હું કરું છું, આખા લોકના ભાવને હું કરું છું, એવી કોઈ ચીજ બાકી નથી કે એને હું ન કરું. બધાને કરું છું એવું માને છે. આહા..હા...! આકરું કામ છે, ભાઈ !
વીતરાગ જિનેશ્વરદેવ તીર્થંકર પરમાત્મા એમ ફરમાવે છે કે, જે કોઈ બીજાને જિવાડું મારું એવો જેનો અભિપ્રાય (છે) અને સગવડતા-અગવડતા દઉં એવો અભિપ્રાય (છે), એ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
કિલશામૃત ભાગ-૫
જીવનો અભિપ્રાય જગતમાં કોઈ એવી ચીજ નથી કે એને પોતાની ન માનતો હોય. જગતમાં એવી કોઈ ચીજ નથી કે એને હું કરું, એમ ન માનતો હોય. એમ કહે છે. આહા...હા...! આકરું કામ છે, બાપા ! અરેરે...! ધર્મ શું ચીજ છે (એની) એને ખબર નથી. દયા પાળી, વ્રત પાળ્યા (એટલે) થઈ ગયો ધર્મ. ધૂળેય ધર્મ નથી, સાંભળને ! આહાહા..! એ પરની દયા પાળી શકું છું એવી માન્યતાવાળો (જીવ) જગતના કોઈપણ પદાર્થને પોતે નથી કરતો એમ નથી માનતો. બધાને હું કરું, આનું કરું, આનું કરું આનું કરું, આનું કરું, આનું કરું... આહા...હા...! બધા પરનું કરું એમ એ માને છે. કરી શકું છું, લોકમાં કોઈ ચીજ બાકી નથી. આહાહા..! ભાઈ ! આવી વાત છે.
ઈ કહે છે, જુઓને ! “સૈલોક્યમાં છે જ નહીં.” એમ કહ્યું ને ? ત્રણ લોકમાં એવી ચીજ નથી કે એ હું કરું છું એમ ન માને. આહા..હા...! ઝીણી વાતું બહુ, ભાઈ ! આ ચરમાને હું આમ માથે ચડાવી શકું છું, એ માન્યતા પણ મિથ્યાત્વ છે. હું દાળ, ભાત, રોટલી ખાઈ શકું છું, હું પાણી આમ ગટ... ગટ કરીને પી શકું છું. એ પરપદાર્થની ક્રિયા હું કરી શકું છું એવું માનનાર જગતમાં કોઈ ચીજ એના કર્તા સિવાયની રહી હોય એવી નથી. માન્યતામાં (રહી નથી). આહા..હા...હા...!
“આસ્વાદતો ન હોય એવો પર્યાય.” કોઈ જડની કે ચૈતન્યની, આ જગતમાં રજકણો તો ઘણા પડ્યા છે – શરીરના, વાણીના, મનના, અમસ્તા પુદ્ગલના – એ બધા પુદ્ગલના પરમાણુની પર્યાય તેને કાળે તેના કારણે એમાં થાય, આ એકને કર્તા માને છે ઈ બધાનો કર્તા અભિપ્રાયમાં છે. ત્રણ લોકમાં કોઈ એવી ચીજ નથી કે એનો) કર્તા ન માને. આહાહા...!
દુકાને બેઠો હોય તો (માને કે) થડાને સાચવું છું. આહા...હા..! ઘોડે બેઠો હોય તો (માને કે, ઘોડાને ચલાવું છું. હાથમાં... શું કહેવાય ઈ ? ચાબુક ! ચાબુક આમ લઈને આમ. આમ.... કરી શકું છું. આ આંખ્યુંના ટમકારા હું મારી શકું છું. આહાહા...! “મુંબઈ જેવી મોહનગરીમાં તો આવું સાંભળવું) ભારે આકરું પડે ! દુનિયાને વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે શું કહ્યું છે, શું જાણ્યું છે અને કઈ માન્યતા જૂઠી છે ઈ કહે છે, એની એને ખબરું નથી. આહા..હા....!
અહીંયાં કહે છે, એ કહે છે, જુઓ ! જગતની કોઈ એક પર્યાય પણ બાકી નથી કે, “જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે. આહા...હા...! આ
સ્ત્રી – અર્ધાગના ! અમારી સ્ત્રી છે ! અડધું અંગ એનું અને અડધું તમારું એમ) બે થઈને અમે એક છીએ. આ અમારી ઘરવાળી છે. આહા...હા...! આ અમારો દીકરો ડાહ્યો થયો છે, આ અમારો દીકરો કર્મી થયો છે, આ અમારો દીકરો મહિને પચાસ-પચાસ હજાર લાવે છે. કહો, સમજાણું કાંઈ ? આહાહા..! શું કરે છે આ ?
હમણાં એક જણાને કહ્યું નહોતું ? એક છોકરાને પૂછ્યું કે, એલા તારે ત્યાં પગાર
Page #250
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૧
૨૩૭
કેટલો છે ? કયો દેશ ઈ ? “અમેરિકા' નહિ, કંઈક બીજો દેશ છે, કેનેડા' ! કેનેડા... કેનેડા' છે ને ? “અમેરિકામાં ! મેં તો પૂછ્યું, હું તો જાણતો હતો કે આને ધર્મનું કાંઈ ભાન છે નહિ. કેટલો પગાર (છે) ? મહિને ત્રણ-ચાર હજાર ડોલરનો પગાર) ! અરે.. શું કરે છે તું આ ? ત્રણ-ચાર હજાર ડોલરમાં કોઈ પગારનો નિર્ણય નહિ. ત્રણ હજારના એકવીસ હજાર થાય અને ચારના અઠ્યાવીસ હજાર થાય. એક મહિને, હોં ! આ..હા...હા..! જે પગાર કહેવો હતો એમાં પણ વધઘટ કરીને કહ્યું, માન માટે ! આવડો મોટો મને પગાર છે ! એક આંકડો નહિ, અર.૨.૨! શું કરે છે આ જીવ ?
એક જણાને પૂછયું, જુવાન છોકરો હતો. વીસ-પચીસ લાખ, ત્રીસ લાખ હશે. નવી દુકાન કરવી હતી. અહીં આવ્યો, એમાં વાત થઈ. કીધું કે, આ જે પચીસ, પચાસ, સાઠ, સત્તર વર્ષનું આયુષ્ય જે કહેવાય છે, એ શરીરનું કે આત્માનું ? (તો કહે, ઈ અમને કાંઈ ખબર ન પડે. કહો, આવા ગાંડા તે કાંઈ....! આ આયુષ્ય શરીરનું કહેવાય છે કે, આ પચાસ વરસ જીવ્યો, સાઠ વરસ જીવ્યો, એ શરીરની સ્થિતિનું આયુષ્ય છે કે આત્માનું છે ? આમ પચીસ-ત્રીસ લાખ રૂપિયા અને મોટી દુકાન કરવી હતી, જામનગર’ ! અહીં આવે, દર્શન કરવા આવે. કાંઈક નવું કરવું હોય ને ? મહારાજના દર્શન કરીએ તો આપણે પછી સરખું ચાલે. અરે.. ભગવાન ! શું કરે છે તું આ ? હજી આ સાઠ, સીત્તેર વરસ થયા એ કોને ? દેહને કે આત્માને ? એની પણ ખબર ન મળે. આહા...હા...!
મુમુક્ષુ :- ગણિતમાં કાંઈક ભૂલ થઈ જાય તો !
ઉત્તર :- પણ એટલી ખબર નથી કે આ શરીર માટી છે), આયુષ્ય તો આનું છે. આત્મા અંદર છે એ તો ત્રિકાળી છે.
મુમુક્ષુ :- એ તો આપને ખબર છે, અમને કયાં ખબર છે.
ઉત્તર :- એટલે જ કહે છે ને કે, જગતની કોઈ ચીજ એણે મારી છે અને મેં કરી છે એ વિનાની) રહી નથી. દરેકમાં એની કર્તાપણાની બુદ્ધિ ઊભી છે. આહા...હા....!
હું સારું લખી શકું છું, મોતીના દાણા જેવા મારા અક્ષર પડે છે, મોટે અવાજે, લાખ માણસ હોય તો હું સારું ભાષણ કરી શકું છું. આહા..હા.! પ્રભુ ! આ તું શું કરે છે? તું આત્મા જ્ઞાનસ્વરૂપ ઈ બહારમાં જાય છે કે પરનું કરી શકે? આહા...હા...! આવી વાત...! તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્ર ને ગણધરોની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા તે આ વાત છે. આહા...હા..! સમજાણું કાંઈ ? આહાહા...! મા-બાપ કાંઈ મૂકી ગયા નહોતા, મેં મારા બાહુબળે પૈસા પેદા કર્યા છે. પાંચ-પચીસ લાખ, પચાસ લાખ, કરોડ-બે કરોડ મેં પેદા કર્યા), અમારા પિતા પાસે કાંઈ નહોતું. અમે બાહુબળે બધું ભેગું કર્યું છે. માળા... પાગલ તે કાંઈ..! પૈસા જડ છે એને તું પેદા કરી શકે અને મેળવી શકે ? આહાહા...! આકરું કામ, પ્રભુ ! તારી પ્રભુતા તો જ્ઞાતાદૃષ્ટામાં છે. થાય તેને જાણવું-દેખવું એમાં તારી મોટપ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
કિલામૃત ભાગ-૫ અને પ્રભુતા છે. પણ થાય તેને કરું અને માટે લઈને આ થાય છે, પ્રભુ ! (એમ માનવામાં) તારી હિનતા છે. આહા...હા...! તને તેં નીચ કરીને માન્યો છે. આહા...હા...!
આવું તો વીતરાગ કહે. જેને દુનિયાની પડી નથી. આ..હા...! સમાજ સમતોલ રહેશે કે નહિ ? સમાજમાં ભાગલા પડી જશે કે નહિ ? સંતોને એ કંઈ પડી નથી. સત્ય આ છે કે, આત્મા સિવાય પર શરીર, વાણી, મન, દેશ, કુટુંબ-કબીલા, બાયડી, છોકરા, કુટુંબ આદિ.. આહાહા...! એનું કાંઈ પણ કોઈનું કરી શકું, પ્રભુ ! એમાં તારી નીચતા છે, હલકાઈ છે. આહા...હા.... કો'કના ઘરમાં જઈને હું કરું છું. તો ઘરમાં ગયો નથી અને કરું છું (એમ) માને છો એ મિથ્યા અભિપ્રાય છે. આહા..હા..! ભાઈ ! આ બધું આવું આકરું કામ છે.
મુમુક્ષુ :- અમારી હોશિયારી બધી પાણીમાં ગઈ.
ઉત્તર :હુશિયારી-બુશિયારો કે દિ' હતો ? (એની) હુશિયારી હતી તો ત્યાં પૈસા પેદા થતા હતા ? એ તો પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા આવે. એમાં પૈસા એની પાસે કે દિ આવે છે ? પૈસા તો જડમાં જડપણે રહે છે અને ઈ કહે છે કે, મને આવ્યા અને મારી પાસે આવ્યા. ભ્રમણા છે.
મુમુક્ષુ :- એની પાસે આવ્યા છે સાચું, એને આવ્યા ઈ ખોટું.
ઉત્તર :- એને પણ આવ્યા નથી અને એની પાસે પણ આવ્યા નથી. આવું છે. દુનિયાથી ઘણું ઊલટું છે. એથી કહ્યું ને ? ત્રણલોકમાં એવો કોઈ પર્યાય નથી.. આહાહા....! “
મિથ્યાષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; આહાહા..! આ સ્ત્રી મારી, દીકરા મારા, આ કપડા મારા. આહાહા...!
એકવાર “શ્રીમદૂને કોઈએ પૂછ્યું, “શ્રીમદ્ પોતે એમ બોલતા કે, “અમારો કોટ લાવો, અમારું આ કપડું લાવો.” “પણ સાહેબ ! તમે એકલા અને ‘અમારું એવા બહુવચને બોલો છો એનું કારણ શું? ઈ તો તમને માન છે.' ત્યારે “શ્રીમદ્ જવાબ આપે છે, “સાંભળ ! અમારું કપડું' એમ કહેતાં અમે કહીએ છીએ કે, એ કપડું અમારું નથી, મારું નથી.” અને મારું (અર્થાતુ) મારું નથી. આવું બનેલું. એક જણે પૂછ્યું હતું).
(શ્રીમદ્દે કહ્યું કે, પેલો અમારો કોટ લાવો, અમારો કોટ. “પણ સાહેબ ! તમે એકલા છો, ‘મારો કોટ એમ ન કહેતાં, ‘અમારો કોટ (એ તો) બહુવચન થાય છે અને) માનમાં જાય છે.” સમજાય છે ? સમજાતું નથી ? આ તો (સાદી) ભાષા છે). અમારો કોટ એમ કહેતાં મારો નથી (એમ અર્થ થાય છે). મારો કોટ લાવજો તો એનો અર્થ કે, એ કોટ તો મારો છે. મારું કપડું લાવજો, મારા કપડા ધોવા આપ્યા છે, કાલે ધોઈને આવ્યા છે, લાવજો. અહીં તો કહે, અમારા કપડા. એટલે કે મારા નથી. અમારો દીકરો, અમારી દીકરી.
Page #252
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૦૧
એટલે કે અમારો દીકરો, દીકરી નથી. આહા..હા...!
અહીં કહે છે, જગતમાં એવી કોઈ ચીજ બાકી રહી નથી કે અજ્ઞાનીએ એને પોતાની માની ન હોય. આ..હા..હા...! ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે' ગાડાના ભાર હેઠે કૂતરો (ચાલતો હોય અને) ઠાઠું એને અડે એટલે (એમ માને કે) ગાડું મારાથી ચાલે છે. એમ એ કૂતરો જેમ માને (છે), એમ આ જગતના કામ એને કા૨ણે ચાલે (છે). ધંધાના-વેપારના, કપડાના, લાકડાના, બોલવાના, ભાષાના એને કા૨ણે જડને એ બધી ક્રિયા થાય છે. આ..હા...! એમ આ હું કરું છું (એમ માનનાર) કૂતરા જેવો છે (એમ) કહે છે. આહા..હા...! આમાં પાણી ઉતરી જાય એવું છે, ભાઈ !
ભગવાનનો અહીં પોકાર છે, એ પણ નિમિત્તથી કથન છે. ભગવાનનો પોકા૨ ! પોકાર, પોકાર ભાષાથી (થાય) છે. એ તો નિમિત્તનું કથન છે. ભાષામાં એવો પોકાર આવ્યો, હે આત્મા ! તું કોઈને પણ આહાર દઈ શકે છો, પાણી દઈ શકે છો, ભૂખ્યો (હોય) તેને આહાર (દઈ શકે છો), તૃષા(તુરને) પાણી દઉં, રોગી (હોય) તેને ઓસડ દઉં, નાગાને કપડા દઉં... આહા..હા...! એવી જે તારી માન્યતા છે તે તદ્દન મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહા..હા...! ભારે આકરું કામ ! કેમકે એ પરદ્રવ્યની ક્રિયા ૫દ્રવ્યને લઈને સ્વતંત્ર થાય છે. એને લઈને આ કહે કે, આ મારાથી થાય છે. આહા..હા...!
૨૩૯
આ ભગવાનની પૂજા વખતે પણ જે આ દ્રવ્ય ચડાવે છે ને ? સ્વા..હા... સ્વા..હા...! એ બધી ક્રિયા જડની છે. એ મારાથી થાય છે એમ માનનાર જગતની કોઈ ચીજને મારી કર્યા વિના રહેતો નથી. આહા..હા...! એક પણ ન્યાય અને એક પણ ભાવ યથાર્થ સમજે ને તો બધા ભાવો સત્ય (સમજાય).
મિથ્યાદૃષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે...' મનુષ્યનું શરીર મળ્યું તો કહે, હું મનુષ્ય છું. પશુનું શરીર મળ્યું તો કહે, હું પશુ છું. ઘોડાનું શરીર મળ્યું તો કહે, હું ઘોડો છું. સ્ત્રીનું શરીર મળ્યું તો કહે, હું સ્ત્રી છું. અરે..! પણ સ્ત્રીનું શરી૨ તો જડ છે, તું સ્ત્રી ક્યાંથી થઈ ? આહા..હા...! હીજડાનું શરીર મળ્યું તો કહે, હું હીજડો છું. પુરુષનું શરીર મળ્યું તો કહે, હું પુરુષ છું. આ..હા...! બહુ ઉઘાડ નહોતો તો મૂર્ખ (થયો તો કહે) હું મૂર્ખ છું. પણ મૂર્ખ છું એ તો પર્યાયમાં એટલી ચીજ (છે), ઈ મૂર્ખ તું નહિ. આહા..હા...! તું તો ત્યાં જાણનાર-દેખનાર ભગવાન બિરાજે છે, પ્રભુ ! એ મૂર્ખ પણ નથી ને પંડિત પણ નથી ને વાણિયો નથી ને ઢેઢ પણ નથી, એ બાયડી પણ નથી ને પુરુષ પણ નથી. આહા..હા...!
એ અહીં કહે છે, બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી....' શું કીધું ઈ ? એ લેવા-દેવાની ક્રિયા, બોલવાની (ક્રિયા) એ તો કર્મના કારણની બધી ક્રિયા છે. એ કર્મના સ્વરૂપથી થતી ક્રિયા, એને પોતાના સ્વરૂપે
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૦
કલશામૃત ભાગ-૫ માને છે કે એ) હું કરું છું. આહાહા! આ વકીલો જજને કોર્ટમાં દલીલ દઈ શકે, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. લ્યો ! વિલાયતમાં આ કેસનો પહેલો ચુકાદો આમ થયો હતો. એ રીતે અહીં ચુકાદો થવો જોઈએ. એવી દલીલ કરે. એ દલીલ જડની છે. આ..હા...હા..હા..! બહુ (આકરું) કામ ! પર માટે પાંગળો થઈ ગયો. આહાહા...!
પ્રશ્ન :- ભાવ વગર ભાષા કેમ નીકળે ?
સમાધાન :- ભાષા એની મેળાએ આવે છે. ભગવાનને ક્યાં રાગ છે ? ભાવ છે ? છતાં ભાષા છે કે નહિ ? રાગીને રાગ વિના ભાષા ન હોય, પણ ઈ તો રાગનું નિમિત્ત છે. ભાષા તો ભાષાને કારણે થાય છે. આહા..હા...! આકરું કામ, બાપુ ! આ માર્ગ – ધર્મ એટલે કે) જન્મ-મરણના અંતને લાવવાની વાત બહુ ઝીણી, ભાઈ! આહાહા..! અરે.રે..! આખી જિંદગી પચાસ-સાઠ-સીત્તેર-એંસી વરસ આમ ને આમ અભિમાનમાં ને અભિમાનમાં ગયા. આહા..હા..! આ વાત કરીને એ અભિપ્રાય છોડાવવા માગે છે. સમજાણું કાંઈ ?
ભાઈ ! તું પરનો કોઈનો કર્તા નથી. તું તો પ્રભુ જાણક-શરીર છો ને ! આહા..હા.! તારું શરીર એટલે સ્વરૂપ તો ચૈતન્યસ્વરૂપ છે. એ ચૈતન્યજ્ઞાન વિગ્રહમ ! આહા...હા...! એ જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતા સિવાય કોને કરે ? આહાહા.! પ્રભુ ! એ જાણનારો તો જાણવા-દેખવાનું કામ કરે. એ પરના કામ કરે એ બધી તને માન્યતા પ્રભુ ! ઊંધી છે અને એ માન્યતા નરક અને નિગોદમાં લઈ જનારી છે. આ..હા...હા..હા...! હવે આમાં (કહે) ચર્ચા કરો ને વાદ કરો, લ્યો ! શેના બાપુ વાદ કરે ? ભાઈ ! એક જ સિદ્ધાંત લે... આહા...હા...!
અરે...! નિશ્ચયથી તો એ રાગ આવે છે ને ? શુભ રાગ ! દયાનો, દાનનો રાગ. ક્રિયા કરી શકે નહિ એને તો) એક કોર રાખો, પણ જે રાગ આવે છે એનો એ કર્તા થાય એ અભિપ્રાય પણ મિથ્યાત્વ છે. કેમકે સ્વદ્રવ્યથી રાગ તે ભિન્ન વસ્તુ છે. ભિન્ન વસ્તુનો ભિન્ન વસ્તુ કર્તા અને ભોક્તા અંદર નિશ્ચયથી માને એ મિથ્યા અભિપ્રાય છે.
(
મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જીવ) પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી...” જોયું ? વાણી, મન, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ બધા ભિન્ન છે, એનું હું કાંઈ કરી શી રીતે શકું ? આહા...હા...! દાળ, ભાત, રોટલા, પૈસા, કપડા, મકાનને હું શી રીતે કરી શકું ? આહા..હા..! કેમકે મારાથી જુદી છે તેને હું જુદો (પદાર્થ) કેમ કરી શકું ? જુદાને જુદો કેમ કરી શકે ? આહા..હા..!
આહા...હા..! મરવાના ટાણા આવ્યા હોય તોપણ હજી એમ કહે), છોકરાનું કરું, છોડીયુનું કરું, સરખે નાખું, આમ કરું, તેમ કરું. ઓ.હો..હો..! માળો પણ.... ઘાંચીના બળદ જેવો છે. ફરે, ફરે તે એમાંને એમાં ફરે, આમ જ્યાં પાટો ઉઘાડે (અને જોવે તો) ત્યાંને ત્યાં રખડતો ને રખડતો. આહા..હા..ફરતા ફરતા આજે જાણે ઘણા ગાઉ કાપ્યા ! લાકડાનો
Page #254
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૧
૨૪૧
પાટો હોય ને ? ઈ ઉઘાડે ત્યાં (જોવે કેએ ઘાંચી અને એ ઘાણી ! આહા! (એમ અહીંયાં) એ અજ્ઞાન અને એ સંસાર !
હું પુસ્તક બનાવી શકું છું, પુસ્તકમાં સારા લેખો આપી શકું છું, પત્રોમાં મારા લેખો ઘણા આવે છે. એમ કેટલાક અજ્ઞાની કહે છે ને ? અને દર વખતે આ ફલાણા પત્રમાં તો મારો લેખ હોય જ તે ! ઠીક ! શું છે પ્રભુ આ તને ? શું થયું છે આ? લેખ છે એ જડની પરમાણુની ક્રિયા (છે), એ મેં કરી અને મેં લેખ આપ્યો (એ માન્યતા મિથ્યાત્વ છે). આહા...હા...!
એ અહીં કહે છે, “જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે.' જોયું ? અસ્તિ-નાસ્તિ કરી. આત્માના શુદ્ધ જ્ઞાતાદૃષ્ટા (સ્વભાવ) સિવાય જેટલા રાગાદિ અને પર આદિની ક્રિયાઓ છે એ બધી કર્મજનિત પરની છે. એને પોતા તરીકે માને છે પણ પોતાનું સ્વરૂપ એનાથી ભિન્ન છે એમ માનતો નથી. આહા..હા..! પચવું કઠણ પડે !
એક ફેરી (સંવત) ૧૯૮૬નું ‘અમરેલી' ચોમાસુ હતું ને ? ત્રણે ભાઈઓ હતા. પછી વ્યાખ્યાનમાં થોડી વાત ચાલી તો (એક ભાઈ) બોલ્યા, મહારાજ ! આ પચવું કઠણ બહુ ! આ પચવી નહિ શકાય. (સંવત) ૧૯૮૬ની ‘અમરેલી'(ની) વાત છે. કેટલા વરસ થયા ? ૪૮ ! મેં કીધું પણ જ્યારે આત્મા રોટલા, દાળ-ભાત ખાતો હોય એમ માને, અત્યારે તો ખાતો પણ નથી, એને મેસુબ આવે તો એ ના પાડે કે હું પચાવી નહિ શકું ? (ઈ ભાઈને) કહ્યું હતું. અને છેલ્લે અહીંયાં રહેવાનો ભાવ હતો પણ પછી પૈસા-બૈસા ઘણા, દાન આપે તો લોકો વખાણ કરી કરીને મારી નાખે ! આહા...હા....! ધૂળમાં પણ નથી, દાનમાં પણ ધર્મ નથી ને પૈસા આપ્યા એમાં પણ ધર્મ નથી અને એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો એ પણ ધર્મ નથી. આ..હા...હા..હા..!
બહુ ફેર, આવો ફેર ભાંગવો (કઠણ પડે). આહા...હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યઘન છે એવી અંતરમાં દૃષ્ટિ કર્યા વિના આ ફેર ભાંગે એવો નથી. આહાહા..! ત્યારે એને એમ થાય કે, અરે.! તો જાણનાર, દેખનાર છું ને ! હું કોને કરું ? દયા, દાનના રાગને કરું ? આંખ કોના રજકણને ઉપાડે ? ક્યા રજકણને આંખ ઉપાડે આંખ ? એમ ભગવાન (જ્ઞાન)નેત્ર, આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! એ રાગ અને પરના રજકણને શી રીતે કરે ? આહાહા..! આવી વાત છે. દુનિયામાં ઘણાને પહેલી-વહેલી સાંભળવા મળે એને તો એવું લાગે કે, આ તે શું છે ? પાગલપણું છે આ ? સાંભળ, ભાઈ ! આહાહા....!
પરમાત્મા અહીં એ કહે છે, જુઓને ! આ કહ્યું ને ? કર્મના નિમિત્તે થતી ક્રિયાઓને ભિન્ન કરીને જાણતો નથી. એકરૂપ અનુભવ કરે છે. જ્યાં હોય ત્યાં... આહા...હા...! મેં દીકરીયુંને ઠેકાણે પાડી, એના કરિયાવરમાં મેં બે લાખ રૂપિયાનું સોનું આપ્યું હતું અને એનો વર કે દિયર લૂંટી ન જાય અને આજીવિકા એની બરાબર ચાલે.. આહાહા...! અરે..!
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૨
કલામૃત ભાગ-૫
મારી નાખે છે ! શું કરે છે પ્રભુ તું આ ? કઈ ચીજને મેં મારી માન્યા વિના રાખી છે ? એકને મારી માન્યા વિના રાખી છે. હું આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું, બસ ! બીજું કોઈ મારામાં છે જ નહિ. એને પોતાની) માન્યા વિના રાખી છે. બરાબર છે ? ભાઈ ! આહા...હા...!
ટોપી પહેરે તોપણ, સરખી કેતર ન પહેરે, આમ કરી આડી પહેરે. એક કોર વધારે અને એક કોર ઊંચી ! છે ને ? બધું જોયું છે ને ! નાચ્યા નથી પણ બધા નાચનારને જોયા છે. આ ટોપી વચમાં પહેરે તો (ચહેરો સરખો ન લાગે), આમ આડી પહેરે તો ચહેરો આની કોર જાય ! મારી નાખ્યા જગતને ! આહા..હા...! અત્યારે તો વળી આ દાંતીયા ચાલ્યા છે. પેલી ટોપી હતી તો વાળ ખુલ્લા હોય તો ટોપી દાબી રાખે, હવે ખુલ્લા (વાળ) ફર... ફર... ફર. ફર. ઊડે એટલે જરી દાંતીયો રાખવો પડે ! ગાંડા તે કાંઈ..! એ બધી ક્રિયા મારાથી થાય છે એમ માનનારો, લોકમાં કોઈ વાત બાકી રાખી નથી કે, આ ચીજ મેં મારી નથી કરી. આહા...હા...!
બાયડીયુમાં કેટલીક એવી હોય કે, અમારો હાથ હળવો છે. હળવો હાથ છે તે શું થાય ? અમારા હાથે રોટલા થાય, શેરો થાય, વડી થાય, પાપડ થાય (ઈ) બહુ સારા થાય ! આહા.હા...! ધૂળમાંય નથી, સાંભળને ! હાથ જ તારો નથી પછી શેના આ બધા અભિમાનમાં ચાલ્યા ગયા છે ? બાપા ! આ મિથ્યા) અભિપ્રાયના પ્રવાહમાં તારા આત્માને દોરી દીધો, ભાઈ ! આહા...હા...! તારો નાથ અંદર આખો જ્ઞાતાદ્રષ્ટાપણે રહી ગયો. આહા..હા...!
હું તો – આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ છે. જેમ આ બાજુ સર્વની કોઈ ક્રિયા કર્યા વિનાનો મિથ્યાદૃષ્ટિ (જીવ) બાકી નથી રહ્યોઆહા...હા..! એમ આ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. પ્રભુ ! અંદર સર્વજ્ઞ સ્વભાવ છે). બધા ભવગાન સર્વજ્ઞ સ્વભાવી છે તો કોઈને જાણ્યા વિના રહે એવો એ નથી. આહા..હા..! મિથ્યાત્વભાવે કોઈને કર્યા વિના મૂક્યું નથી, જ્ઞાનભાવે કોઈને જાણ્યા વિના મૂક્યું નથી. આ..હા...હા...! આકરું કામ !
એક માણસ પૈસા લઈને હીરા-માણેક લેવા આવ્યો. પછી આમ જોતા જોતા હીરા, માણેક કાઢ્યા પછી એમાં પેલાની નજર ન રહી ત્યાં એક હીરો હાથમાં લઈ, મણ લઈને આવ્યો હતો એટલે જોડે પાટ હશે ત્યાં મીણમાં એ હીરો ચોડી દીધો. પેલો કહે કે, એક હીરો અહીંથી ગયો. કોણ લઈ ગયું ? તપાસ કરો ! પેલાના ગુંજામાં પણ ન મળે ને ક્યાંય ન મળે. પણ જોડે પેલી લાકડાની પાટ હતી ને ? ત્યાં મીણ કરીને ચોડી દીધો. ફરીને આવીને હું લઈ લઈશ, એમ. પાટ સમજાય છે ? પાટ હોય ને ? પોલીસ બોલાવ્યા. મોટો હીરો હતો). જુઓ, ભાઈ ! જુઓને મારા ગુંજામાં ક્યાંય નથી. વળી ફરીને બે-ચાર મહિને આવ્યો, દસેક હજાર રૂપિયા લઈને આવ્યો) અને પેલો હીરો હતો મોટી કીંમતનો, (આવીને કહ્યું) સાહેબ ! તે દિ તમારું ગયું હતું પણ આજે તો આ દસ હજાર રૂપિયા લઈને એક હીરો આપો. ઈ દે છે ત્યાં પેલો ચોડ્યો હતો ઈ લઈ લીધો. અરે! આવી હુશિયારી !
Page #256
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૦૧
૨૪૩
અર..૨.....! તેં ત્યાં શું કર્યું ? પ્રભુ ! આહા..હા...! તેં મિથ્યા અભિપ્રાયને સેવ્યો, પ્રભુ ! તને એમ લાગ્યું કે, અહીં લાખ રૂપિયાનો હીરો મને મળ્યો, દસ હજાર ભલે આપવા પડ્યા, દસ હજા૨માં પાછો કાંઈક હીરો તો મળ્યો હશે ને ? ભલે એ ગમે એટલાનો મળે, પણ પેલો લાખ રૂપિયાનો હીરો તો મળ્યો). માળા.. આ શું કરે છે ?
એમ રાત અને દિ’જગતના પ્રાણી પોતે જાણના૨-દેખના૨ને ભૂલી જે જે પ્રસંગમાં જ્યાં આવ્યો ત્યાં ત્યાં તે પ્રસંગમાં દીપાવનાર, શોભાવનાર હું છું એમ અભિમાન કર્યાં છે.
આહા..હા...!
એ અહીં કહે (છે), કર્મની સામગ્રી. એ બધી કર્મની સામગ્રી કહેવાય. ભાષા, વાણી, શરીર, સ્ત્રી, કુટુંબ, પૈસો એમાં (એ બધી ચીજ) પોતાની છે એમ માન્યા વિના રહ્યો નથી. આ..હા...! એનો આસ્વાદ લીધો છે. આહા..હા...!
—
કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. ‘આને મારું,...’ દબાવી દઉં, બહુ બોલતો હોય તો એને દબાવી દઈશ, બેસી જા ! મુમુક્ષુ :– જામસાહેબને બેસાડી દીધા હતા ને !
ઉત્તર :– હા, જામસાહેબને થયું હતું. જામનગર’ ! ત્યાં ગોરા આવેલા (એ) ગોરાઓ માટે ઘણા પૈસા ખર્ચેલા. એટલે જાણે કે મેં આને સાચવ્યા છે હવે સભા ભરાણી છે તો હું (બોલું એમ કરીને) બોલવા ઊભો થયો. બોલવું હતું એટલે સરકારથી જરીક કાંઈક વિરુદ્ધ બોલવા માંડ્યો એટલે સરકારના બીજા માણસો ઊભા થઈને (બોલ્યા), બેસી જાઓ ! હાય.... હાય...! મોટો કરોડનો તાલુકાદાર ! એનું અપમાન !! આહા..હા...! પછી ઘરે આવીને બાપુ ! અપમાનમાં ને અપમાનમાં... પછી તો છેવટે ઇંજેક્શન આપ્યું હતું. આહા..હા...! આવા અપમાન અનંત વાર કર્યા, સહ્યા પણ એણે ચૈતન્ય ભગવાન આનંદનો નાથ ! જ્ઞાનનો સાગર ! એને પોતાનો કરીને માન્યો, જાણ્યો નથી. આહા..હા...!
ચૈતન્યરત્નાક૨ ભગવાન ! જેમાં અનંતા ચૈતન્યના રત્નોનો સાગર પ્રભુ છે. આહા..હા...! ક્ષેત્ર નાનું (છે) એમ ન જો ! એનામાં અનંતા ચૈતન્ય રત્નો ભર્યાં છે ! મોટો સાગર છે ! આહા..હા...! જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં નીચે રેતી નથી. છેલ્લો સમુદ્ર છે. આ જંબુદ્વિપ (પછી) લવણ (સમુદ્ર છે) એમ છેલ્લો (સ્વયંભૂરમણ) સમુદ્ર (છે) એની નીચે રેતી નથી. નીચે હીરા-માણેક છે. એમ આ સ્વયંભૂ ભગવાન ! પોતે મહા દરિયો ! એના અંદર તળમાં ચૈતન્યના રત્ન ભર્યાં છે. પુણ્ય-પાપના કાંકરા ત્યાં નથી. આ..હા..હા..! એને તું એકવા૨ જો તો ખરો, પ્રભુ ! આહા..હા..! પણ કાં એને જોવાની નવરાશ (છે) ? જોના૨ને જોવાની નવરાશ ન મળે, જોનાર બીજાને જોવા રોકાઈ ગયો. આહા..હા...! જે જોનાર છે તે કોણ છે તેને – જોના૨ને જોવા નવો થયો નહિ. આ...હા...! સમજાણું કાંઈ ? આવી વાતું છે, ભાઈ ! આહા..હા...!
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૪
કલશામૃત ભાગ-૫
કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી...’ છે ને ? આને મેં માર્યો,..' આને મેં માર્યો, આને મેં જિવાડ્યો, આને મેં સુખી કર્યો,...' આ..હા..હા...! ‘આને મેં દુઃખી કર્યો... આહા...હા...! એવા પરિણામથી...’ વિમોહિત મૂઢ ઘેલો થયો છે.’ પાગલ (થયો છે). આહા....હા...! આમ ડાહ્યાનો દીકરો ગણાતો હોય, પાંચમાં પૂછાતો હોય ! આહા..હા...! પ્રભુ ! વીતરાગમાર્ગ જુદો (છે), ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! ત્રણલોકના નાથ એમ કહે છે કે, મેં આને જિવાડ્યો, માર્યો, સુખી કર્યો, સગવડતા આપી.... આહા..હા...! મેં આને એવું બધું શીખવ્યું અને શીખીને હવે બરાબર પાવરધો થઈ ગયો છે. કોને શીખવે ? પ્રભુ! તું શું કહે છે આ ? આહા..હા...!
એમ કરીને... આહા..હા...! વિમોહિત:’ ‘ઘેલો થયો છે.’ આહા..હા...! પાગલ છે, પાગલ આ તો ! દુનિયા તેને ડાહ્યો કહે, ધર્મી તેને પાગલ કહે. આહા...હા...! કેવો છે પરિણામ ?” છે ? જૂઠો છે. નિષ્ફળ... નિષ્ફળ. એને મારું, જિવાડું ઈ કરી શકતો નથી. મફતનો અભિપ્રાય કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
‘વિમોહિત:’ ‘ઘેલો થયો છે.’ આહા..હા...! ‘ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે...’ છે ? તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે.’ એનું રહેવું અને મરવું એ તો કર્મને કારણ છે. તું કહે, એને જિવાડી દઉં અને રાખી દઉં (એ મિથ્યા અભિપ્રાય છે). આહા..હા...! આના પરિણામોને આધીન નથી. તારા પરિણામને એ આધીન નથી. પ૨ને સગવડતા દેવી એ તારા પિરણામને આધીન નથી. આહા..હા...!
"
આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે.’ રાગ, દ્વેષ, મિથ્યાત્વ ભાવ કરે છે. આહા..હા...! એ છોડાવવા આ વાત કરી છે. એ છોડી દે, પ્રભુ ! એકવાર આત્મા કોણ છે એને જાણ ! એ આનંદનો નાથ અંદર છે. એ જ્ઞાનની મૂર્તિ છે એને ઓળખ અને એનું જ્ઞાન ક૨ (તો) તારા જન્મ-મરણ મટી જશે. વિશેષ કહેવાશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(રૂન્દ્રવપ્રો)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककन्दोऽध्यवसाय एष
નાસ્તીહૈં યેષાં યતયસ્તવ।।૨૦-૨૭૨TT
Page #258
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૨
૨૪૫
ખંડાન્વય સહિત અર્થ – “ત પર્વ યતય:' તેઓ જ યતીશ્વર છે “વેષ રૂદ પર્વ અધ્યવસાય: નાસ્તિ’ (ચેપ) જેમને (3) સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ (: અધ્યવસાય:) “આને મારું, આને જિવાડું' એવો મિથ્યાત્વરૂપ પરિણામ (નાસ્તિ) નથી. કેવો છે પરિણામ ? “મોક્રેન્દ્ર મોદ) મિથ્યાત્વનું પ્રશ્નબ્રન્દા) મૂળ કારણ છે. “યપ્રમાવા જે મિથ્યાત્વપરિણામના કારણે ત્યાં માત્માનમ્ વિશ્વ વિદ્યાતિ' (માત્મા) જીવદ્રવ્ય (આત્માન) પોતાને વિશ્વ) “દેવ, હું મનુષ્ય, હું ક્રોધી, હું માની, હું સુખી, હું દુઃખી’ ઇત્યાદિ નાનારૂપ (વિવાતિ, અનુભવે છે. કેવો છે આત્મા ? “વિશ્વ વિખવત્તઃ પિ જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાદૃષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પર્યાયને પોતારૂપ અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો, આચરણ પણ સાચું. ૧૦-૧૭૨.
માગશર સુદ ૧૦, સોમવાર તા. ૨૦-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૨, ૧૭૩ પ્રવચન–૧૮૦.
“કળશટીકા ૧૭૨ કળશ છે.
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककन्दोऽध्यवसाय एष નાસ્તીવ્ર ચેષ યતયસ્ત વાા૨૦-૨૭૨ાા
મુખ્યપણે) યતિની વ્યાખ્યા છે પણ ધર્મી – ધર્મ કરનાર એને કહીએ કે જેમને સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ છે? “આને મારું, આને જિવાડું એવો મિથ્યાત્વરૂપ પરિણામ નથી.” આહાહા...! ઝીણી વાત બહુ ! અનંતકાળથી એણે સમ્યગ્દર્શન શું છે ઈ પામ્યો જ નથી. આહાહા...! આને હું જિવાડી શકું, આને મારી શકું, આને સગવડતા આપી શકું કે અગવડતા દઈ શકું એવો જે અભિપ્રાય છે. આહા...હા...! એ મિથ્યાત્વ અભિપ્રાય છે.
પ્રશ્ન :- મિથ્યાત્વ અભિપ્રાય છે એટલે ?
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૬
કલશામૃત ભાગ-૫ સમાધાન :- એટલે જૂઠી માન્યતા છે. આહા.હા..! હું આને – પરદ્રવ્યને કંઈક મદદ કરી શકું. આહા...હા..! આકરી વાતું બહુ, બાપા ! એણે અનંતકાળમાં કોઈ દિ' સત્ય શું છે, એ એણે જાણ્યું નથી. દુનિયાના બધા ડહાપણ કર્યા. આહા...હા...!
અહીં પરમાત્મા જિનેશ્વરદેવ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે, જેને આ મારું, જિવાડું, સગવડતા કરું, પરને કંઈ પણ કરું એવો જેને અધ્યવસાય – અભિપ્રાય છે તે મિથ્યાદૃષ્ટિ જૂઠો અભિપ્રાય કરે છે. આહા..હા...! એથી તે ધર્મી નથી. આહા...હા...! એ અધર્મી છે. આહાહા...!
મુમુક્ષુ – વાણિયા કોઈની હિંસા કરે નહિ અને આપ કહો અધર્મી છે.
ઉત્તર :- “રાગ મારો છે, પરને કરી શકું છું’ એ પોતાની હિંસા નથી ? આહા..હા..! વાણિયા એટલે શું ? વાણિયા એટલે વેપારી. વેપારી તો ખોજા પણ હોય અને મુસલમાન પણ હોય. પણ પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને પર ચીજને કંઈ (કરી) શકું છું, મદદ કરી શકું, અરે..! દયા પાળી શકું છું.... આહા..હા...! એ જૂઠી મિથ્યાત્વની માન્યતા છે, ઈ તદ્દન જૂઠો છે. આહાહા...! આવું છે. છે ?
હું જિવાડું એવા) મિથ્યાત્વ પરિણામ (જેને) છે એ અધર્મી છે અને એવા પરિણામ જેને નથી તે ધર્મી છે. આહા...હા...! ભારે આકરું આ તો ! બીજાઓને કંઈપણ આપણી શક્તિ પ્રમાણે સહાયક થાવું, બાપુ ! શક્તિ હોય એટલી મદદ કરવી, એમ (કહે). આહા..હા..! એમ માનનારા જૂઠી શ્રદ્ધાવાળા પાખંડી મિથ્યાદૃષ્ટિ છે. જૂઠા ભાવને સેવનારો પાખંડી છે. આહા...હા...! આવી વાત છે. એવો ભાવ જેને નથી તેને ધર્મી અથવા મુનિ અથવા સમકિતી કહીએ. આહાહા....! અહીં મુખ્યપણે) મુનિપણાની અપેક્ષાએ વાત છે. છે ? એ જેને નથી. છે ? આહા...હા....!
મારા આત્મા સિવાય જેટલી પર વસ્તુ છે – અનંત આત્માઓ કે અનંત પુદ્ગલ પરમાણુઓનું હું કાંઈપણ કરી શકું, એને હું રાખી શકું એવી જે માન્યતા છે તે તદ્દન સત્યથી વિરુદ્ધ માન્યતા છે. આહા...હા...! એવી માન્યતા જેણે છોડી છે કે હું તો પરને કાંઈ કરી શકતો નથી. હું પરનો જાણનાર છું, એ પણ વ્યવહાર છે. આહાહા.! ઝીણો માર્ગ, ભાઈ ! જન્મ-મરણ કરી કરીને હોથી નીકળી ગયા છે, બાપા ! એણે કોઈ દિ કંઈ વિચાર કર્યો નથી. આહાહા..! અનંત અનંત કાળમાં એક એક ગતિમાં અનંતા ભવ કરીને એને થાક લાગ્યો નથી, માળાને ! એમાં ને એમાં, પાણીમાં જેમ માછલાં રમે એમ આ મિથ્યાત્વના ભાવમાં રમી રહ્યો છે. આહા...હા...!
અહીં આચાર્ય મહારાજ ભગવાનની વાણીને વાણી દ્વારા કહે છે કે, પરમાત્મા તો આમ કહે છે. આહાહા...! તીર્થકરદેવ કેવળજ્ઞાની પ્રભુ પરમાત્મા (આમ કહે છે)... આહાહા...! કે જેને પોતા સિવાય બીજા કોઈપણ દ્રવ્યને – પદાર્થને કંઈપણ કરી શકું એવો જેને અભિપ્રાય
Page #260
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૨
૨૪૭
નથી એને અહીંયાં ધર્મી અને સમકિતી કહેવામાં આવે છે.
મુમુક્ષુ :- પરસ્પર ઉપકાર કરવો એવું તો આવે છે.
ઉત્તર :- એ તો નિમિત્ત છે એમ કહે છે. નાખ્યું છે ને ? બધા અત્યારે ઈ નાખે છે ને ? પરસ્પર ઉપગ્રહો ! એ તો પરસ્પર નિમિત્ત થાય તેનું જ્ઞાન કરાવ્યું છે. ઉપગ્રહનો અર્થ ઉપકાર કરે અને કરી શકે, એ વાત છે જ નહિ. આહાહા...! બહુ આકરું કામ, ભાઈ ! વીતરાગ પરમાત્માને સમજવા, એની આજ્ઞાને જાણવી. અનંતકાળમાં એણે દરકાર કરી જ નથી. આમ ને આમ સંસારના ભાવમાં મારાપણું માની અને જિંદગી નિષ્ફળ કરી છે. આહા...હા...! આહા...હા...! ઝીણી વાત, ભાઈ ! અહીં પરમાત્મા એમ કહે છે. અત્યારે તો સંપ્રદાયમાં પણ એ બધી વાત ઊંધી ચાલે છે. આને દયા પાળો ને આને આમ કરો ને આની સેવા કરો ને. બાપુ ! અહીં વીતરાગ ના પાડે છે, ભાઈ ! તું પરનું કાંઈ કરી શકતો નથી. કેમકે પરદ્રવ્ય વસ્તુ છે ઈ સ્વતંત્ર પદાર્થ છે અને તેની વર્તમાન પર્યાયરૂપી કાર્ય તો તેનાથી થાય છે. એને તું કહે કે, હું આને કરી દઉં... આહા...હા...! એ જૂઠો અભિપ્રાય (છે), પ્રભુ ! તું રખડવાના રસ્તામાં દોરાઈ ગયો છો. આ..હા...હા...! પરિભ્રમણના ચાર ગતિના દુ:ખના રસ્તે દોરાઈ ગયો, ભાઈ ! આહા..હા...! આવી વાત છે, પ્રભુ ! શું થાય ?
અહીં હજી કહેશે, જુઓ ! આહા! કેવો છે મિથ્યાત્વ ભાવ ? “મોદૈવન્દ્ર ‘મિથ્યાત્વનું મૂળ કારણ છે.” આહાહા...! પરની દયા પાળી શકું છું, પરને મારી શકું છું એનું મૂળ કારણ મિથ્યાત્વકન્દ છે. આહા...હા...! એનું મૂળ કારણ મિથ્યાત્વ – જૂઠી દૃષ્ટિ છે. દુનિયાથી જુદી જાત છે, બાપુ ! આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...!
જોવૈજન્ટ છે ને ? મિથ્યાત્વ એક જ એનું મૂળ કારણ છે, એમ કહે છે. આહી.હાં...! દેશની સેવા કરી શકું. આહા..હા..! પ્રભુ ! દેશ કોણ છે ? દેશ તો પરવસ્તુ છે. પરવસ્તુની તું રક્ષા કરી શકે ? આકરું કામ, ભાઈ ! પ્રભુનો માર્ગ કોઈ જુદી જાતનો છે. એ અનંત અનંત ભવમાં રખડી મરી ગયો છે. આહા...હા...! એનું કહ્યું નહોતું ? આહા..હા...!
નરકના એક ક્ષણના દુ:ખ પ્રભુ ! શું કહીએ ? પ્રભુ કહે છે. એક ક્ષણનું દુઃખ, હોં ! આહા...હા...! ભાઈ ! તેં એક ક્ષણના દુઃખમાં એવું વેદન કર્યું છે કે, કરોડો ભવ અને કરોડો જીભેથી એ દુઃખની વેદનાનું વર્ણન ન થઈ શકે. આહાહા...! ભાઈ ! તું ભૂલી ગયો, ભાઈ ! આહા...હા....! જન્મ અહીં થયો ત્યાં માની લીધું કે, હું માણસ છું ને હું છોકરો છું ને હું આદમી છું, ફલાણાનો દીકરો છું ને લાણાનો ધણી છું. આ શું થયું પ્રભુ તને આ ? અહીં એ કહે છે, એ બધાની માન્યતાનું મૂળ મિથ્યાત્વ છે. વિપરીત માન્યતા – વિપરીત શ્રદ્ધા એ બધાનું મૂળ છે. આહા.હા..!
યત્વમાવી” જે મિથ્યાત્વપરિણામના કારણે ‘કાત્મ માત્માન... વિશ્વમ્ વિઘાતિ’
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કલશામૃત ભાગ-૫
આહા...હા...! ભગવાન જીવદ્રવ્ય વસ્તુ પોતે, આત્મા જીવવસ્તુ પોતે (આત્માનમ્ બીજી ચીજને (એટલે કે) મનુષ્ય છું, દેવ છું, ક્રોધી છું, માની છું, માયાવી છું, લોભી છું, પૈસાવાળો છું, બાયડીવાળો, છોકરાવાળો, મકાનવાળો એમ જે આત્માને માન્યો... આહા..હા...! એ ‘મિથ્યાત્વપરિણામના કારણે જીવદ્રવ્ય...' (આત્માનમ્) એટલે પોતાને હું દેવ....' છું (એમ માને છે). આહા..હા...! દેવનું શરીર તો જડ છે અને ગતિ પણ ઉદયના ભાવની છે, એ કંઈ આત્મા નથી. આહા..હા...!
આ ‘હું મનુષ્ય,...’ છું. શરીર તો જડ છે, આ તો માટી – ધૂળ છે પણ અંદર મનુષ્યની ગતિનો ઉદય છે તે મનુષ્ય છું. હું મનુષ્ય છું એ મિથ્યા અભિપ્રાય છે. આ..હા..હા...! એ ઊંધી શ્રદ્ધાનો મહા સંસારમાં રખડવાનું મૂળિયું છે. સમજાણું કાંઈ ? હું દેવ છું, હુ મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું, ‘હું ક્રોધી,...' છું. ભાઈ ! મારી પ્રકૃતિ બહુ તીખી છે, હોં ! એમ કહે, માળો ! ગાંડા તે પણ કેવા ? કઈ જાતના ? આખી દુનિયા ગાંડી છે, પાગલ છે. મારી પ્રકૃતિ જરી તીખી છે હોં, ભાઈ ! એલા પણ તીખી એટલે શું ? અહીં તો સંભળાય છે ને ? ભાઈ ! અહીં તો હવે નજીક બેસાડ્યા. સંભળાય છે ને અહીં ? ઠીક ! નજીક બેસવું, નજીક ! તો પછી નજીક આવી શકે ! આહા..હા...! માર્ગ પ્રભુનો શું કહીએ ? અત્યારે તો બધી ગડબડ એવી થઈ ગઈ છે. આહા..હા...!
અહીં પરમાત્મા એમ કહે છે, હું ક્રોધી, હું માની.... આહા..હા...! જુઓ ! ભાઈ ! હું અભિમાની છું, હોં ! મને બોલાવશો નહિ. નહિતર તમને તમારું ઠેકાણું નહિ રહે એમ કહે. તમને મૂળથી ઉખેડી નાખીશ. મારે સારશ ઘણી છે અને અમને ઘણાના સહારા છે. મારી વિરુદ્ધ જો પડ્યો (તો) ખોદી નાખીશ. કોણ છો તું ? આ શું કહે છે ? આવો માની છું, એ મિથ્યાશ્રદ્ધા તને એ બોલાવે છે. ભગવાનના માર્ગથી વિરુદ્ધ માન્યતા તને એ બોલાવે છે. આહા..હા...!
?
હું માયાવી છું. મારી આ વાત ગુપ્ત છે, તમને મારા કાળજા હાથ આવવા કઠણ છે. એમ વળી કહે, માળા ! એ.......! આ દુનિયાના ખેલ બધા જોયા છે ને ! આહા..હા...! હું લોભી છું. ઘરના કામમાં સાળો હોય કે બનેવી હોય તોપણ એને માટે કંઈ લેવા જાવું હોય તો હું થોડો ખાનગી ભાગ લઉં ! પહેલા તો આ બદામની પુરી થાય છે ને ? બદામની પુરીઓ થાય છે ને ? તે દિ' તો બહુ સોંઘી હતી ને ? તે દિ' તો બાર આના, રૂપિયા ફે૨ હતો. આ તો સાઠ વરસ પહેલાની વાત છે અને અમે બધું જોયેલું. એમાંથી દગા કરનારા, માળા ! સગાવહાલા કહે અને સગા દગા કરે ! પેલું રૂપિયાનું કે બાર આનાનું શે૨ હોય તો ઈં અહીં કહે કે, રૂપિયાની શે૨ કહે છે ! એમ કરીને બશેર લાવ્યો છું. આ બધા જોયેલા છે, હોં ! બધા પકડેલા છે. આહા..હા...! તું શું કરે છે જીવ ?
કહે છે કે, હું લોભી છું. અરે.. પ્રભુ ! તું લોભી ! લોભવાળો ! તું તો આનંદનો
Page #262
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૨
૨૪૯
નાથ જ્ઞાનસ્વરૂપ છો ને, પ્રભુ ! આહાહા.! હું લોભી છું, એ તારી માન્યતા વિપરીત શ્રદ્ધા, પાખંડ શ્રદ્ધા છે. આહા..હા...! તને રખડાવી મારશે. આહા..હા..! બાપુ ! તને રખડાવી પરિભ્રમણ કરાવશે. આહા..હા...! અરે..! આવી વાતું છે. લોભી છું. છે ને ?
સુખી છું.... હમણાં પૈસેટકે, છોકરે, બાયડી, છોકરા બધા અનુકૂળ છે. અમે સુખી છીએ. ધૂળમાં સુખી, શેનો સુખી માન્યો તેં આ ? હમણાં અમે સુખી છીએ. (એક મુમુક્ષ) નહિ અહીંયાં બેસતા ? અહીં બુધવારે હતા, લ્યો ! અને ત્રીજે દિ'એ ત્યાં રાત્રે ગુજરી ગયા. બે કરોડથી વધારે પૈસા ! અને છ છોકરા ! અહીં આવ્યા હતા. અહીંથી તરત ગયા. રવિવારે આવ્યા, રવિ-સોમ-મંગળ-બુધ રહ્યા. બુધવારે ગયા, ગુરુવારે પોગ્યા, શનિવારે રાત્રે.. જય નારાયણ ! આહા...હા...! કોના છોકરા ? કોના પૈસા ? કોની વસ્તુ ? શું માને છે આ ?
અહીં ઈ કહે છે, “હું સુખી,” છું. એક ફેરી નહોતું કહ્યું? “વઢવાણના (એક ભાઈ હતા). ઈ એક ફેરી અહીં વ્યાખ્યાનમાં બોલતા હતા, અમારા સગાં સુખી છે. એલા પણ સુખીની વ્યાખ્યા શું ? કીધું. સુખીની વ્યાખ્યા શું ? આ પૈસા છે ને બાયડી છે ને વેપારધંધા છે એટલે સુખી ? આવા ને આવા પાગલો બધા ભેગા થઈને માળા (કહે કે), અમારા સગા સુખી છે. ધૂળેય સુખી નથી.
અહીં કહે છે કે, હું સુખી છું. મને બધી સગડવતા છે. શરીર (એવું છે કે, સીત્તેર વરસ થયા પણ કોઈ દિ સૂંઠ ચોપડી નથી. એવું અમારું શરીર નિરોગી છે. એના એને અભિમાન ! મારી નાખે. અમારા દીકરાઓ જુઓ તો એક પછી એક એવા પાક્યા છે... અને સારા ઘરની કન્યાઓ, પચાસ પચાસ નાળિયેર ઉપર દેવા આવે છે. એમાંથી અમે પસંદ કરીએ, જે ઠીક હોય એને રાખીએ બાકી બધાને (જવા દઈએ). અમે હમણાં સુખી છીએ. ધૂળેય નથી, મરી જઈશ, સાંભળને હવે !
મુમુક્ષુ :- આવું પાગલપણું તો આપે સમજાવ્યું.
ઉત્તર :– પણ આમ છે ને ? બાપા ! બધું ચાલે છે. અમારે તો ઘરમાં પણ બધું ચાલતું હતું. અમારે ત્યાં દુકાનમાં પણ બધા ગોટા ચાલતા હતા. આ..હા..!
અમારા ફઈના દીકરા ભાગીદાર હતા ને ? એને અભિમાન બહુ હતું. હું કરું છું, હું કરું.... બુદ્ધિ થોડી હતી. હું તો “ભગત' કહેવાતો. હું તો પહેલેથી જાણતો હતો) કે, આની બુદ્ધિ થોડી છે પણ પુણ્ય છે તો વરસમાં બે-બે લાખ પેદા કરે. બે બે લાખ, હોં !
મુમુક્ષુ :- રોજ પાંચસો માણસો તો શેઠ કહેતા.
ઉત્તર :- ઈ તો ભાઈએ પૂછેલું. અમારા ફઈના દીકરા થાય (ઈ) ભાગીદાર હતા. બે ભાઈઓ ઈ અને બે ભાઈઓ અમે – (એમ) ચાર. પાલેજ માં) બે દુકાનો (હતી). એટલે (એક ભાઈએ પૂછ્યું કે, તમને હજાર વાર શેઠ કહે તો ગમે) ? (તો એમણે કહ્યું), ના,
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
કલામૃત ભાગ-૫
ના પાંચસો વાર કહે. કહો, શું જવાબ દે છે) ! આ શું કરવા પૂછે છે (એની ખબર ન મળે). મમતા ઘણી, મમતા ઘણી.
મેં (સંવત) ૧૯૬૬ની સાલમાં) કહ્યું હતું. ૬૮ વર્ષ થયા. ૬૮ વર્ષ પહેલાં મેં એને કહ્યું હતું. મારી ઉંમર વીસ વર્ષની હતી. અત્યારે ૮૮ (છે). તે દિ એને કહ્યું હતું, ભાઈ ! યાદ રાખો, હું અત્યારે એમ કહું છું કે, તમારી દશા એવી છે કે તમે મરીને ઢોર થશો, યાદ રાખજો ! બોલે નહિ, મારી સામું બોલે નહિ. હું ‘ભગત' કહેવાતો ને ? મારી છાપ પહેલેથી એવી હતી. ઈ દુકાન ઉપર બેઠો હતો અને ત્રીસ માણસો ભેગા રોજ જમતા. બે દુકાનો હતી. આ તો (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. ૬૮ વરસ પહેલા, હોં ! ભાઈ ! મને તો લાગે છે, આપણે વાણિયા છીએ તો માંસ, દારૂ, ઇંડા ખાતા નથી એટલે તમે નરકે તો નહિ જાઓ, યાદ રાખો. તેમ તારા દેવમાં જવાના લખણ મને નથી લાગતા. મારાથી ચાર વર્ષ મોટો હતો. અત્યારે એને ૯૨ (વરસ) હોય પણ અગિયાર-બાર વરસ પહેલા ગુજરી ગયા. તેમ મનુષ્ય થવાના લખણ મને નથી લાગતા. એક પશુની યોનિ – ઢોરની ગતિ થશે. દુકાનને થડે બેઠો હતો. દુકાન મોટી ! આહા...હા...! એ ભાઈ મરતાં, બધા અભિમાન સેવેલા ને ? મરતા સનેપાત થઈ ગયો. ‘આ મેં કર્યું. આનું આમ કરજો, આનું આમ કરજો.... આનું આમ કરજો..” સનેપાત થયો, મરીને ગયો ઢોરમાં) ! છોકરાઓ પણ કહેતા હતા કે, મહારાજે એક ફેરી કહ્યું હતું. “આ કર્યું ને મેં આ કર્યું ને આમ કરજો..શું છે પણ આ ? આહા..હા...! આ તારા પાગલપણાના ફળનમાં) મરીને જઈશ ક્યાંક હેઠે !
અહીં પ્રભુ એ કહે છે. હું સુખી છું, એમ માનનારાઓ પર વસ્તુને પોતાની માને છે. પોતાની ચીજ જ્ઞાન અને આનંદ છે તેને તે ભૂલી જાય છે. પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ છે અને પોતાનો આનંદ અને જ્ઞાન પોતામાં છે એમ ભૂલી જાય છે અને આ પરને લઈને હું સુખી છું. એ પર વસ્તુને પોતાની માની મિથ્યાત્વના ભાવને સેવી એ દુર્ગતિમાં ચાલ્યો જશે. આહાહા..! આવું છે.
ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો જગત પાસે પોકાર છે. અહીં ભાષા ઈ છે ને? “વિશ્વમ્ વિશ્વાન્ વિમવર:' સારા વિશ્વને (કે) જે ભિન્ન છે તેને પોતાપણે માને છે એમ અહીં સિદ્ધાંત છે. એના તો આટલા થોડા શબ્દો લખ્યા. સમજાણું? પાઠ તો આટલો છે – વિશ્વામિત્તો આખી દુનિયાથી, રાગથી, શરીરથી, સ્ત્રી, કુટુંબ-પરિવારથી, ધંધાથી ભગવાન ભિન્ન છે. છે? વિશ્વાદિમવત્તોડ દિયપ્રભાવ-' પણ મોહના – મિથ્યાત્વના પ્રભાવથી, ઊંધી શ્રદ્ધાના જોરના કારણે એ સારા વિશ્વને મારું છે એમ માને છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
સાળાનો સાળો કંઈક પૈસાવાળો હોય તોપણ એને પોરસ ચડે કે, મારા સાળાનો સાળો છે ! એની પાસે હમણાં પાંચ કરોડ છે. તને એમાં શું છે પણ ? મારી નાખ્યા ! મિથ્યાત્વરૂપી મોહકંદ ! જેનું મૂળિયું મિથ્યાત્વ છે એમ કહે છે. વિપરીત માન્યાત જેના મૂળમાં પડી છે...
Page #264
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭ર
૨૫૧
આહા..હા..! (એ) એને બધે આમ બકાવે છે. સમજાણું કાંઈ ? જુદી જાત છે, બાપુ ! અમે તો દુનિયાની બધી જાણીએ છીએ ને ! સંપ્રદાયમાં ૨૧ વરસ, ચાર મહિના રહ્યા. બધું જાણીએ છીએ, સંપ્રદાયમાં પણ શું શ્રદ્ધા હતી. અમારા ગુરુ બધા એમ જ કહેતા, પરની અહિંસા પરમો ધર્મ ! પરની દયા પાળવી એ જ સિદ્ધાંતનો સાર છે, એમ કહેતા. ‘હિરાજી મહારાજ બહુ નરમ હતા પણ વસ્તુની ખબર નહિ, માર્ગની ખબર જ ન મળે. કાઠિયાવાડમાં હીરા કહેવાતા. “હીરા એટલા હીર, બાકી સૂતરના ફાળકા' એવો મંદ કષાય, અમારા “બોટાદ (સંપ્રદાયના) સાધુ, પણ વસ્તુની કાંઈ ખબર ન મળે. આહા..હા...! અમે આ પરની દયા પાળીએ છીએ). સિદ્ધાંત એમ કહે છે કે, અહિંસા – પરની દયા પાળવી એ સિદ્ધાંતનો સાર છે. એમ કહેતા, લ્યો ! અહીં કહે છે કે, પરની દયા પાળી શકાય છે એમ માને છે તે મિથ્યાષ્ટિ મૂઢ છે. એ વસ્તુ નહોતી (અને) નથી. સમજાણું કાંઈ? આહા..હા....!
અહીં એ કહે છે, હું માની, હું સુખી, હું દુઃખી...” ભાઈસાહેબ હું તો નિર્ધન છું. એક માણસ પાસે ગયેલા. અમારા સગાવહાલા હતા. પૈસા બહુ હતા અને રાજા-દરબારની સહાય હતી. પછી બધું લૂંટાઈ ગયું. પછી હું તો એની પાસે અમસ્તો ગયેલો ત્યારે કહે,
તો હમણાં ગરીબ થઈ ગયો છું.” પહેલા દરબારનું માન હતું, દરબાર પૈસા આપતા, દસ દસ લાખ (આપતા) અને મોટું માન હતું. નામ નથી આપતા. પણ પછી (કહે) હું તો હમણાં ગરીબ થઈ ગયો છું, મહારાજ ! અરે..! પણ ગરીબ એટલે શું ? બહારનો સંયોગ અનુકૂળ ન હોય માટે ગરીબ થઈ ગયો એમ કોણે કહ્યું ? આહાહા....!
સચ્ચિદાનંદ પ્રભુ અંદર આનંદનો નાથ બિરાજે છે, બાદશાહ પોતે ! આહા...હા..! જેમાં આનંદની અનંત લક્ષ્મી પડી છે, જેમાં – ઘરમાં અંદરમાં અનંત જ્ઞાન પડ્યું છે ! આહા...હા...! એ લક્ષ્મીની તો તને ખબર નથી, તેની પ્રતીતિ નથી અને બહારની લક્ષ્મી ગઈ તો કહે છે), ગરીબ થઈ ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? અને બહારના બે-પાંચ કરોડના ઢગલા થાય ત્યાં તો) હું પહોળો અને શેરી સાંકડી થઈ ગઈ જાણે ! એમાં આઠ-દસ છોકરા હોય તો બધાને મકાન જોઈએ, જોડેવાળા સાધારણ ગરીબ માણસ હોય એને દબાવે. મારે જમીન જોઈશે, આઠ છોકરાઓ છે, સોળ ઓરડા જોશે, આમ છે ને તેમ છે. શું છે પણ આ ? આ બધું પાગલપણું એને બતાવે છે. સમજાણું કાંઈ?
અહીં પરમાત્મા કહે છે, જગતની જે બાહ્ય પર ચીજ કર્મજીનત અને પર સામગ્રી છે એની પ્રતિકૂળતામાં હું દુઃખી છું, અત્યારે ઠીક છે તો હું સુખી છું એમ માને છે). છે ? “ઇત્યાદિ નાનારૂપ અનુભવે છે.” (વિઘાતિ) આહા..હા...! ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ ! એને ભૂલી અને વિશ્વ નામ બધી ચીજોને મારી માનીને અનુભવે છે. કહો, સમજાય છે ? ભાષા તો સાદી છે, ભાવ તો જેમ છે એમ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૨
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- જેમ છે એમ એટલે ? સમાધાન :- ઈ આકરા છે ભાવ એમ. આહા...હા...! સમજાણું કાંઈ ? છે ?
(વિદ્યાતિ) “અનુભવે છે.” શું કહે છે ? ભગવાન આત્માને જે વસ્તુ એનામાં નથી અને એની નથી એ સુખી-દુઃખીની કલ્પના (થાય છે) એ તો કર્મજન્યની ઉપાધિ છે. એને પોતાની માને છે કે, હું દુઃખી થઈ ગયો, હું સુખી છું, હું આવો છું ને પૈસાવાળો છું. આહાહા...! મારા નામની પચીસ દુકાનો ચાલે છે. મારી પાસે દસ કરોડ રૂપિયા છે અને ભાગીદાર રાખ્યા છે. એક એકને પાંચ પાંચ લાખ આપ્યા છે, ટકાનું વ્યાજ લઉં છું અને પેદાશનો અડધો ભાગ લઉં છું. ભાઈ ! આ બધા છે, અત્યારે જોયેલા છે, હોં ! પાંચ પાંચ લાખ આપે, ટકાના વ્યાજ લે. અત્યારે, પહેલા આઠ આના હતા. હવે ટકો, દોઢ ટકો થઈ ગયો. વ્યાજ લે અને પાછું બાર મહિને પેદાશ થાય એનો અડધો ભાગ લે અને મહિને પાછો ચોપડા જોવા જાય. અરે...! શું કરે છે તે પણ આ? પર ચીજમાં તું કેટલો ગૂંચાઈ ગયો ! આહાહા..! એ રીતે પરને પોતાનું માનીને પોતે પોતાને અનુભવે છે. પરને પોતાનું) માનીને, પર છે ઈ મારું છે એમ માનીને અનુભવે છે. આહા...હા..! હું વિશ્વથી એક ભિન્ન પદાર્થ) છું. રાગ અને શરીરની ક્રિયા ને વાણી ને કુટુંબ (આદિ) બધાથી ભિન્ન અંદર મારી ચીજ છે. આહા...!
જે ચીજમાં તો અનંત જ્ઞાન અને આનંદ પડ્યો છે, પ્રભુ ! આહાહા...! એની જેને ખબરું નથી, એની જેને પ્રતીતિ નથી, એનો જેને અંદરમાં આશ્રય નથી, એ પરનો આશ્રય લઈને પોતાનું માને છે. આહા..હા...! સમજાણું કાંઈ ? જુદી જાત છે, બાપા ! આ ઉપદેશ જુદી જાતનો છે. કહે છે ને ?
કેવો છે આત્મા ?” “વિશ્વનું વિમવત્ત: ' છે ? છે તો એ બધી સુખ-દુ:ખની કલ્પનાથી અંદર ભિન્ન ભગવાન છે. આખા વિશ્વથી ભિન્ન છે. આહા...હા.! પૈસા, સ્ત્રી, કુટુંબપરિવાર, મકાનો એ બધી વિશ્વની – જગતની ચીજો છે એનાથી આ પ્રભુ અંદર ભિન્ન છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાત છે.
અનંતકાળથી રખડ્યો (છે). આહા..હા..! પણ પોતાની ચીજને સંભાળવા નવરો ન થયો. આ.હા...! અંદરમાં કોણ છું ? શ્રીમદ્ ન કહ્યું? શ્રીમદ્ તો સોળ વર્ષે “મોક્ષમાળામાં કહ્યું. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? હું રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” આહા..હા! સોળ વરસની દેહની ઉંમર, હોં ! દેહની વાત છે ને ? આત્માને ક્યાં ઉંમર છે ? આત્મા તો અનાદિઅનંત છે. સોળ વર્ષે એમ કહ્યું ! હું કોણ છું ? ક્યાંથી થયો ?” હું કોણ છું ? કે, હું આત્મા છું. ક્યાંથી થયો ? થાય ક્યાંથી ? ઈ તો અનાદિ છું. “શું સ્વરૂપ છે મારું ખરું ?” મારું ખરું સ્વરૂપ શું છે?
Page #266
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૨
૨૫૩
હું તો જ્ઞાન અને આનંદનો ધરનાર એ મારું સ્વરૂપ છું. આ પુણ્ય ને પાપના વિકલ્પો અને એના ફળો એ મારું સ્વરૂપ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? “કોના સંબંધે વળગણા છે ?” આ શું છે આ વળગણા બધી ? આહા..હા...! મારું મારું કરીને વાળા કેટલા ? પગમાં એક વાળો નીકળે તો રાડ નાખે. આને તો બાયડીવાળો, પૈસાવાળો, આબરૂવાળો, મકાનવાળો, ધૂળવાળો.. કેટલા વાળા તને વળગ્યા? આ.હા.! વાળો નથી થતો)? પેલો વાળો ! પગમાં જીવાત થાય છે. પગમાં જીવાત થાય છે ને ? પાણી હલકું હોય એમાંથી પગમાં વાળા થાય. તેની બહુ પીડા હોય. આ એક વાળે રાડ નાખે, આ તો કેટલાય વાળે રાડ નાખતો નથી, માળો !
પ્રભુ અહીંયાં એમ કહે છે, વિશ્વથી વિભક્ત છો. એ બધી ચીજથી તું જુદો છો. સુખી છું, દુઃખી છું, ક્રોધી છું, માની છું – એવા ભાવથી તારી ચીજ અંદર ભિન્ન છે. આહા..હા...! ‘વિશ્વાત્ વિમવત્ત: પિ' વિશ્વથી તદ્દન જુદો. વિશ્વમાં બધું આવી ગયું. રાગ – દયા, દાનના પરિણામથી માંડીને એ બધું વિશ્વ – રાગ છે, પર વસ્તુ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ, હિંસા, જૂઠનો ભાવ એ બધી પરવસ્તુ છે, (એ) આત્માનો ભાવ નથી – સ્વભાવ નથી. આહાહા....! સમજાણું કાંઈ ? વિશ્વથી ભિન્ન હોવા છતાં તેની સાથે એકપણું માને
ભગવાન તો જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે.” આહા...હા....! ‘ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ....” જૂઠી દૃષ્ટિ, જૂઠી પાખંડ દૃષ્ટિ (જેની છે) એ “જીવ પર્યાયમાં રત છે.” એ તો શરીર તે હું, વાણી તે હું, આ હું. આ હું. આ હું... આહા...હા...! સૂક્ષ્મ રીતે લઈએ તો તો એની એક સમયની જે વર્તમાનમાં પર્યાય છે ને ? પર્યાય એટલે અવસ્થા. આ તો ઠીક, આ શરીર, મન, વાણી આદિ તો પર છે, પણ એક સમયની પર્યાય છે... ઝીણી વાત છે, પ્રભુ ! ત્રિકાળી આત્મા ભગવાન, એની વર્તમાન દશા જે વર્તમાન વિચારની અવસ્થા ચાલે છે એ એક સમયની અવસ્થા (છે), એ અવસ્થા ઉપર જેની દૃષ્ટિ છે તેને મિથ્યાષ્ટિ કહે છે. આહા..હા...! વસ્તુ અંદર આખી પડી રહી. આનંદનો નાથ ભગવાન ! આ..હા...! સહજાત્મસ્વરૂપ ચિદાનંદ પ્રભુ ! નિત્યાનંદ ધ્રુવ ! એ પડ્યો રહ્યો અને એક સમયની વર્તમાન અવસ્થાને પોતે આત્મા માન્યો. આહા...હા...! આવી વાત છે. અને આ જગતની સુખી-દુઃખી કલ્પનાને પોતાની માની. આહાહા....!
મિથ્યાદૃષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પયયને પોતારૂપ અનુભવે છે.” આ.હા...હા...! એ રાગને, પુણ્યને, પાપને અને એના ફળને પોતાપણે જાણે છે અને અનુભવે છે (એમ) કહે છે. આહા...હા...! એ બધામાં પોતાપણું) માનવાનું કારણ તો એનો મિથ્યાત્વ ભાવ છે. આહાહા...! એ કર્મને કારણે માને છે એમ નહિ એમ કહે છે. ભાઈ ! અમે શું કરીએ ? એવા આકરા કર્મ પડ્યા (કે) એને લઈને અમને આ બધું થાય છે). એ જૂઠી વાત છે,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૪
કલામૃત ભાગ-૫
કહે છે. તે ઊંધી માન્યતા તારે કારણે કરી, કર્મને કારણે નહિ. આહા.હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
શરીરની જુવાની ફાટફાટ હોય, ત્રીસ-પાંત્રીસ વરસની ઉંમર હોય), આ.હા..હા... ઇન્દ્રિયો પુષ્ટ હોય આહા! ત્રણ ત્રણ, ચાર ચાર ચૂરમાના લાડવા ચડાવતો હોય અને પત્તરવેલિયા હોય, પેલા અળવીના પાન આવે છે ને ? ઘીમાં તળેલા હોય). પત્તરવેલિયા સમજો છો ? અળવીના પાન નથી આવતા? પછી ચણાનો લોટ નાખીને વાટા કરીને, કટકા કરીને, ઘીમાં શેકીને ખાય. પત્તરવેલિયા ! એ લાડવા અને પત્તરવેલિયા ખાઈને ઓ... (ક) ! આહા.હા.! શું થયું તને આ ? આજે તો બસ એ.ઈ.. પકવાન એવો મળ્યો ! આજે તો બદામનો મેસુભ હતો ! બદામનો મેસુભ ! સમજાણું ? પીસ્તાના પાપડ ! પીસ્તા નથી આવતા? પીસ્તા અત્યારે બહુ મોંઘા છે. બદામ પણ મોંધી (છે). અમારે તો ત્યાં દુકાનમાં બધું હતું. બદામ, પીસ્તા વેચતા. તે દિ તો બાર આનાની શેર બદામ હતી ! અત્યારે તો કો'ક કહે, સવાસો રૂપિયાની કીલો છે એમ કો'ક કહેતું હતું. એ બદામના મેસૂભ અને પીસ્તાના પાપડ ! આહા..હા..! અને તાજી દ્રાક્ષના શાક (એ) ખાતો હોય (એટલે જાણે... આ..હા...હા...! આજે તો ખાવામાં બહુ મજા પડી, હોં ! અરે. પણ શું થયું તને આ ? (ખાતી વખતે) રાગ કર્યો હતો. રાગ કર્યો હતો એ વખતે) તું તો દુઃખી હતો. છતાં મને મજા પડી – એ બધું મિથ્યાત્વ બોલાવે છે. ઊંધી શ્રદ્ધાના એ પોકાર છે, કહે છે. આહાહા...! સમજાણું કાંઈ ?
એ કહ્યું, જુઓ ! “અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં... આહા..હા..! એવો ભાવ છોડે એને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. આહાહા..! છે ? મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો....” આવો મિથ્યાત્વ છૂટતાં જ્ઞાની (કહેવાય). શાસ્ત્રનું બહુ જાણપણું કર્યું માટે જ્ઞાની છે) એમ નહિ. પણ જેને હું ક્રોધી ને માની ને લોભી ને રાગી ને પૈસાવાળો – એ ભાવ જેને છૂટી ગયો છે, હું તો જ્ઞાનાનંદ છું. આહા...હા...! મારામાં વિકાર પણ નથી અને મારામાં પર વસ્તુનો સદ્ભાવ છે જ નહિ. આહા...હા...! હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ શાશ્વત આનંદ અને જ્ઞાનનો સાગર છું. આહા..હા..! મારા અંતરમાં આનંદ અને જ્ઞાન પરિપૂર્ણ ભર્યા છે. આહા..હા...! એવો જે ભગવાન આત્મા, તેને આ મારા અને એની લીનતા(રૂપ) મિથ્યાત્વભાવ છૂટી ગયો છે. હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. એવું જે જાણે, અનુભવે તેને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. અરે... અરે..! ભારે જવાબદારી ! શરતું બહુ આકરી ! સમજાણું કાંઈ ?
પેલા મુસલમાન પરણે છે ને ? જોયું છે ? અમારે તો ઘરની પાસે મુસલમાન (રહેતા) હતા. ‘ઉમરાળામાં ! પછી પરણે ત્યારે પેલા વરને એમ બોલાવે, પાણીની માટલી કબૂલ? સ્ત્રીને માટે તમારે પાણી ભરી દેવું પડશે, ફલાણું કરી દેવું પડશે), એવું બોલે. બધી ખબર
Page #268
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૦૨
૨૫૫
છે, અમારા ઘરની પાસે હતા. અમારી બા ત્યાંના ખરા ને એટલે મુસલમાનને અમે મામા કહેતા અને એની વહુને માસી કહીએ અને એને મામા (કહીએ). મારી બા એ ગામના ખરા ને (એટલે). ત્યાં ‘ઉમરાળા’(માં) અમારું મોસાળ મોટું, પૈસાવાળા હતા. ઘણી દુકાનો, મકાનો, બધા પૈસાવાળા. બધું પાયમાલ ખલાસ થઈ ગયું, બધું પાંજરાપોળને આપી દીધું. દીકરા, દીકરી કોઈ નહિ. એટલે ત્યાં લગ્ન કરતા હતા ત્યારે ત્યાં બેઠા હતા, નાની ઉંમરની વાત છે. ફલાણું કબૂલ ? કન્યા માટે જરૂર પડે તો પાણીની માટલી પણ તારે ભરી દેવી પડશે, કબૂલ ? ભાઈ ! સાંભળ્યું હતું ? મુસલમાનના લગ્નમાં આવું હોય છે. અમે તો બધું જોયું છે.
મુમુક્ષુ :– કાણી, કુબડી કબૂલ એમ પૂછે.
ઉત્તર :– હા, ઈ બધું બધું, ગમે એવી હોય. આ બાઈ રોગી હોય તો કબૂલ ? એમ બધું કબૂલ કરાવે. અરે... અરે...!
એમ અહીંયાં અજ્ઞાની કહે છે, આ મારું, આ મારું એવું કબૂલ કરીને પડ્યો છે, માળો ! હવે તારી એ કબૂલાત છોડી દે, પ્રભુ ! તારે હવે રખડવું બંધ કરવું હોય તો. આહા...હા...! હું તો એક જાણના૨-દેખનાર ચૈતન્ય છું. જાણનાર-દેખનાર ભગવાનઆત્મા જ્ઞાતાદૃષ્ટા છું. પર વસ્તુ મારી એ મારા સ્વરૂપમાં છે નહિ. આહા..હા...! આવી વાત છે. એને અહીં સમકિતી અને જ્ઞાની કહે છે, લ્યો !
જેને રાગ હું છું, પુણ્ય હું છું, પાપ હું છું એ દૃષ્ટિ છૂટી ગઈ છે. આહા..હા....! એ ૧૭૨ શ્લોક (પૂરો) થયો ને ? હવે ૧૭૩. ૧૭૩ બહુ સરસ શ્લોક છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની (વાણી), સનાતન જૈનદર્શન ! આ..હા..હા...! અનાદિનું વીતરાગદર્શન છે એ દિગંબર દર્શન છે, એ જૈનદર્શન છે. સમજાણું કાંઈ ? આહા..હા....! એ મુનિરાજ કહે છે... ૧૭૩ છે ને ?
(શાર્દૂનવિદ્રીડીત)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्रिन निजे बध्नन्ति सन्तो धृतिम् । ।११-१७३ ।।
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૬
કિલશામૃત ભાગ-૫
ખંડાન્વય સહિત અર્થ – “સમી સા: નિને મહિનિ વૃતિમ્ વિ ન વધ્વન્તિ’ (મી સન્ત:) સમ્યગ્દષ્ટિ જીવરાશિ (નિને હિગ્નિનિજ મહિનામાં અર્થાત્ પોતાના શુદ્ધ ચિતૂપ સ્વરૂપમાં, (પૃતિમ્) સ્થિરતારૂપ સુખને વિહં ન વદન્તિ) કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે. કેવો છે નિજ મહિમા ? “શુદ્ધજ્ઞાનયને” (શુદ્ધ) રાગાદિ રહિત એવા (જ્ઞાન) ચેતનાગુણનો (પ) સમૂહ છે. શું કરીને ? તત્ સવે નિશ્ચય ’ (ત) તે કારણથી (સચ્છિ નિશ્ચયમ) સમ્યક્ નિશ્ચયને અર્થાત્ નિર્વિકલ્પ વસ્તુમાત્રને (મ્પિ ) જેવી છે તેવી અનુભવગોચર કરીને. કેવો છે નિશ્ચય ? “મ ાવ () નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે, (વ) નિશ્ચયથી. વળી કેવો છે ? “
નિશ્ચમ્પમ્ સર્વ ઉપાધિથી રહિત છે. “યત્ સર્વત્ર અધ્યવસાનમ્ વિનં પર્વ ત્યીગૂં' (ય) જે કારણથી સર્વત્ર અવસાનમ) હું મારું, હું જિવાડું, હું દુઃખી કરું, હું સુખી કરું, હું દેવ, હું મનુષ્ય' ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ (વિનં જીવ ત્યાનં) તે સમસ્ત પરિણામ હેય છે. કેવા છે પરિણામ ? “નિનૈ: ૩ પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. “ત મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને “પહું એમ માનું છું કે “નિરિવર્તઃ પિ વ્યવહાર:
ત્યાનિત: ' (નિશ્વિત્ર: પિ) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (વ્યવહાર:) વ્યવહાર અર્થાતુ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મન-વચન-કાયાના વિકલ્પો તે બધા (ત્યાનિત.) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર ? ‘ન્યાશ્રય: (ચ) વિપરીતપણું તે જ છે (શ્રય:) અવલંબન જેનું, એવો છે. ૧૧-૧૭૩.
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्रि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।।११-१७३ ।।
સનિશ્ચયમેવ આહા...હા...! જોયું ? પરની અપેક્ષા વિનાનો “ મ્ માત્મા’ આહા.હા.! આનંદ અને જ્ઞાનસ્વરૂપ એવો સમ્યક્ નિશ્ચય એક. જેને પરની, રાગ અને વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. આહા...હા...! સમ્યક્ છે ને ?
એ તો આપણે “સમયસારની) પાંચમી ગાથામાં આવ્યું ને? વિજ્ઞાનઘન ! કુંદકુંદાચાર્ય કહે છે, દિગંબર (ધર્મ) છે એ અનાદિ સનાતન જૈનદર્શન છે. સમજાણું કાંઈ ? શ્વેતાંબર તો પછી બે હજાર વર્ષ પહેલાં એમાંથી નીકળેલા છે અને સ્થાનકવાસી તો શ્વેતાંબરમાંથી
Page #270
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
પાંચસો વર્ષ પહેલાં નીકળ્યા અને એમાંથી બસ્સો વર્ષ પહેલાં આ તેરાપંથી તુલસી (નીકળ્યા). મૂળ સનાતન દિગંબર ધર્મ અનાદિનો છે. સમજાણું કાંઈ ? એમાંથી પછી જેમ જેમ શ્રદ્ધાભ્રષ્ટ થતા ગયા તેમ તેમ સંપ્રદાય પડતા ગયા. આવી વાત છે. એમાં આ આચાર્ય મહારાજ દિગંબર સંત ‘કુંદકુંદાચાર્ય’, એની ટીકા કરનાર ‘અમૃતચંદ્રાચાર્ય’ દિગંબર સંત હજાર વર્ષ પહેલાં થયા. એ પોકારે છે. આહા..હા...!
૨૫૭
‘અમી સન્ત: નિને મહિમ્નિ ધૃતિમ્ િન વન્યન્તિ” અરે...! ‘સમ્યગ્દષ્ટિ જીવરાશિ...’ જોયું ? પેલામાં (૧૭૨ કળશમાં) ‘યતિ’ શબ્દ હતો, ભાઈ ! સમ્યગ્દષ્ટિ જીવ... આહા..હા...! (એટલે કે) ધર્મની પહેલી સીઢીવાળો, મોક્ષના મહેલની પહેલી શ્રેણી સમ્યગ્દર્શન, ચોથું ગુણસ્થાન (છે). આ..હા..હા...! શ્રાવકનું પાંચમું (ગુણસ્થાન છે). (અત્યારના શ્રાવક) આ કંઈ શ્રાવક નથી, આ બધા તો સાવજ છે ! અત્યારે મુનિ છે ઈ મુનિ નથી. ઝીણી વાત છે, ભગવાન ! શું થાય ? વાત આવે ત્યારે તો સત્ય બહાર આવે.
અહીંયાં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ, પાછી જીવરાશિ’ કીધી ! સમ્યગ્દષ્ટિ જેટલા છે તેટલાઓ ‘નિજ મહિમામાં અર્થાત્ પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપમાં સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? આ...હા..હા...! જેને આત્માનું ભાન થયું છે ‘હું શુદ્ધ ચૈતન્ય આનંદ છું’ એવો જે સમ્યગ્દષ્ટિ જીવ રાગથી પૃથક્ થઈને પોતાના આનંદમાં મગ્ન કેમ ન થાય ? આહા..હા..! ઝીણી વાતું છે, ભાઈ ! શું કીધું ઈ ?
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધ ચિત્રૂપ સ્વરૂપમાં... આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એ તો જ્ઞાનનો સાગર છે. જાણવું... જાણવું... જાણવાના સ્વભાવનો અપરિમિત સાગર છે. આહા..હા...! અરે...! એણે કોઈ દિ' કયાં જોયું છે ? અંદર અનંત આનંદ અને અનંત જ્ઞાનનો દરિયો પ્રભુ છે ! આહા..હા...! એવા આત્માના શુદ્ધ સ્વરૂપમાં અરે...! સમ્યગ્દષ્ટિ જીવો, એમ કહે છે. આહા..હા...!
પોતાના શુદ્ધ ચિદ્રૂપ...' ચિનૢ એટલે જ્ઞાનરૂપ. ત્રિકાળ શુદ્ધ જ્ઞાનરૂપ. જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જેમ ચંદ્ર શીતળ છે, સૂર્ય પ્રકાશમય છે એમ ભગવાનઆત્મા જ્ઞાનમય છે. આ શાસ્ત્રનું જ્ઞાન ને ઈ જ્ઞાન નહિ, હોં ! અંદર એનું સ્વરૂપ જ જ્ઞાન છે. જ્ઞાનના પ્રકાશના નૂરનું તેજનું પુર છે. આ..હા..હા...! ભગવાન જાણે કેવો હશે ? કોને (ખબર) ? આહા...હા...! પ્રભુ ! તને તારી ખબર નથી. તું અંદરમાં ચૈતન્યના તેજના નૂરનું પુર છો. આહા..હા...! ઘોડાપુર છે ! ઘોડાપુર સમજાય છે ? નદીમાં ચારે કોર (પાણી આવે). (આમ) વરસાદ ન હોય. અમારે તો નાની ઉંમરમાં બધું જોયેલું ને ! ‘કાળુભાર’ (નદીમાં) છોકરાઓ રમતા હોય, એમાં માથેથી પાણી આવે, આટલું ઊંચું ઘોડાપુર (આવે) ! ઉપરથી દસ ઇંચ વરસાદ આવ્યો હોય એટલે નેહરા-ફેહરા બધા ભેગા થઈને આટલું આટલું પાણી આમ ચાલ્યું આવે, એને ‘ઘોડાપુર’ કહે. છોકરાઓને રાડ પાડે, નીકળી જાઓ ! એ... ઉ૫૨થી ઘોડાપુર આવે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૮
કિલશામૃત ભાગ-૫ છે. અહીં વરસાદનો છાંટો પણ ન હોય પણ ઉપર વીસેક ગાઉ-પચીસેક ગાઉ (દૂર) કરિયાનામ’ છે, ત્યાં આસપાસ દસ ઇંચ વરસાદ આવ્યો હોય (તો) આટલું પાણી ચાલ્યું આવતું હોય. એ પાણીના દળનું જેમ પૂર છે. આહા..હા...! એમ ભગવાન જ્ઞાન અને આનંદનું અંદર પૂર ભર્યું છે. કોને ખબર ?
અરે..! ભગવાન તું કોણ છો ? ભાઈ ! કોઠીમાં જેમ ઘઉં ભર્યા હોય એમ નહિ. (એમાં તો) ઘઉં ચીજ જુદી અને કોઠી જુદી. આ તો આત્મામાં આનંદ અને જ્ઞાન ભર્યા છે. આહા..હા.! શું કીધું? એક ફેરી નહોતું કીધું? નામ આપ્યું હતું ને ? “સુખદેવ સન્યાસી ! આત્મા સુખદેવ સન્યાસી છે ! એટલે ? આહા...હા..! અતીન્દ્રિય આનંદનો દેવ અને જેનામાં રાગાદિ બધાનો ત્યાગ છે. આત્મા સુખદેવ સન્યાસી છે ! આ..હા..! અરે... ક્યાં મળે ? હજી સાંભળ્યું નથી. આહા..હા...!
એવો જે “શુદ્ધ ચિતૂપ.” એમ કહ્યું ને ? શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ ! શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ (અર્થાતુ) પોતાનું રૂપ છે. જ્ઞાન શુદ્ધ ચિતૂપ પોતાનું રૂપ છે. આહાહા....! એમાં (વૃતિ) ધીરજથી સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?” (પૃતિમ્ વિજ ન વનત્તિ) આહા...હા..! અરે.રે....! અંદર સ્વરૂપ છે તેમાં ધીરજથી સુખમાં લીન (કેમ) ન થાય ? થાય. આ..હા..હા....! જેને રાગ અને પુણ્ય અને પુણ્યના ફળ મારા નથી, એમ દૃષ્ટિ છૂટી ગઈ છે... આહા..હા...! મારો તો આનંદ અને જ્ઞાન સ્વભાવ એવો હું છું એવો દૃષ્ટિવંત રાગથી ભિન્ન પડીને પોતાના આનંદમાં લીન કેમ ન થાય ? એમ આચાર્ય (કહે છે). આહા..હા..!
એટલે શું કહ્યું? કે, અનાદિથી પુણ્ય અને પાપના ભાવમાં અને તેના ફળમાં લીન હતો એ મિથ્યાષ્ટિ મૂઢ જીવ હતો. આહા...હા...! એ જ્યારે પુણ્ય અને પાપના ફળમાંથી ખસી ગયો, એ દુઃખ હતું. દુઃખમાંથી ખસી ગયો તો ભગવાન આનંદસ્વરૂપમાં લીન થયો. આહા..હા..! સમજાણું કાંઈ ? સમજાણું કાંઈ, કીધું ને ? સમજાય તો (તો) ઠીક, પણ કઈ પદ્ધતિએ કહેવાય છે (એ) સમજાણું કાંઈ? આ રીત – પદ્ધતિ કાંઈ સમજાય છે ? આહાહા...! ભગવાન ત્રિલોકનાથ સંત દ્વારા આ વાત કહેવડાવે છે. આહાહા...! સંતો દિગંબર મુનિઓ એમ કહે છે, એ જ (સાચા) મુનિ આચાર્ય છે.
અરે રે! પરનો રાગાદિનો ત્યાગ કરીને સ્વરૂપની દૃષ્ટિમાં આત્મામાં સુખ ભર્યું છે, એમાં આત્માને કેમ લીન કરતા નથી ? આહા...હા...! જ્યાં વસ્તુ પડી છે ત્યાં લીન કેમ થતા નથી ? અને જે વસ્તુમાં બીજી વસ્તુ છે નહિ એમાં તેં અનંતકાળથી લીનતા કરી. સમજાણું કાંઈ ? આહા...હા...! શું કરવું આમાં? આ કરવું એમ કહે છે. પરવસ્તુને) પોતાની માનવી છોડી દઈ અને સ્વવસ્તુ પોતાની માનીને એમાં એકાગ્ર થવું એ કરવાનું છે. આ.હા...હા..! છે ?
સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે.” ભાષા જુઓ ! આ.હા..હા...હા!
Page #272
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૫૯
કહે છે કે, ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ.... આહાહા....! પરને પોતાનું માનવાનો મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે અને સ્વને પોતાના માનવાની દૃષ્ટિ જેણે પ્રગટ કરી છે... આહા...હા...! એને અહીંયાં સમ્યગ્દષ્ટિ – ધર્મી – ધર્મની પહેલા પગથિયાની શ્રેણિવાળો કહેવામાં આવે છે. આહા..હા..! એ અંદર સ્થિરતા કેમ ન કરે ? સર્વથા કરે. આહા..હા...! જેમ (મિથ્યાત્વ અવસ્થામાં) બહાર (સ્થિરતા) કરતો હતો), પુણ્ય-પાપના વિકલ્પમાં લીન થતો હતો) એ મિથ્યાત્વ ભાવ હતો. એને છોડીને હવે આમાં લીન થાય એ સમ્યફ ભાવ છે. અરે..! અરે...! સમજાણું કાંઈ ? છે ? જુઓ !
“સર્વથા કરે.” આહા...હા...! એટલે શું કહે છે ? કોઈપણ અંશના રાગને ભેગો ન રાખતા... આ..હા...હા...! પોતે આનંદસ્વરૂપ પ્રભુ છે ત્યાં સર્વથા એકાગ્રતા કરે જ. આહા...હા...! કથંચિત કરે અને કથંચિત્ ન કરે એમ નહિ. આહાહા...! ભલે એ સમ્યગ્દર્શનમાં છે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે, રાગની લીનતા છોડી દે. આહા..હા..! આવું છે. આ તો વીતરાગનો માર્ગ આવો હશે ? વીતરાગ માર્ગમાં તો છ કાયની દયા પાળવી અને લીલોતરી ન ખાવી અને શું કહેવાય? છ પરબી બ્રહ્મચર્ય પાળવું, રાત્રે આહાર ન કરવો. એવી વાતું સાંભળતા હતા, બાપા ! તમે વળી આવું નવું ક્યાંથી કાઢ્યું ? નવું નથી, ભાઈ ! તને ખબર નથી. અનાદિનો માર્ગ આ જ છે. આહા...હા...! એ માર્ગ તેં સાંભળ્યો નથી તેથી તને નવો લાગે છે. અનાદિનો પરમાત્મા ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ તીર્થકરનો પંથ તો આ છે, પ્રભુ ! આહાહા...!
ટીકાકારની ભાષા કેવી છે ! કે, અરે..રે..! જેને બહારના રાગાદિનો દૃષ્ટિમાં ત્યાગ થયો છે. આહા...હા...! ચાહે તો દયા, દાનનો રાગ હોય પણ એ રાગ છે. આહા...હા...! એનો પણ જેને અંદરમાં ત્યાગ થયો છે – એ હું નહિ. ત્યારે હું કોણ? કે, હું તો શુદ્ધ ચિતૂપ જ્ઞાનાનંદ સ્વરૂપ (છું). આહા...હા..! એવી ચીજમાં સ્થિરતા કેમ ન કરે ? જેમ પરમાં અનાદિથી અજ્ઞાનમાં સ્થિરતા કરતો હતો, તો પછી જ્યારે દૃષ્ટિ ગુલાંટ ખાય છે, પલટો મારે છે... આહાહા....! તો પોતામાં લીન કેમ ન થાય ? સર્વથા થાય. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૧, બુધવાર તા. ૨૧-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૩ પ્રવચન–૧૮૧
કળશટીકા ૧૭૩ કળશ (ચાલે) છે. શું ચાલે છે આ? કે, આ જે આત્મા છે ને ? દેહથી ભિન્ન. આત્મા જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ નામ શાશ્વત, એમાં જ્ઞાન અને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૦
કલશામૃત ભાગ-૫
અતીન્દ્રિય આનંદ ભર્યો છે. કોઈ દિ અભ્યાસ (નથી કર્યો) કે, અંદર શું ચીજ છે ?
આત્મા અંદર જેને આત્મા કહે છે એ તો આનંદકંદ પ્રભુ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આહા...હા...! એ આત્માનું જ્ઞાન અનંતકાળમાં અનંતવાર (અનંત) ભવ થયા પણ હજી કર્યું નથી. અનંત ભવ કર્યા, ચોરાશી લાખ યોનિમાં અનંતવાર અવતર્યો. કાગડા, કૂતરા, નારકી (બન્યો) એવા અનંત ભવ કર્યા. મનુષ્યના પણ અનંતકાળમાં અનંત ભવ કર્યા.
મુમુક્ષુ :- અત્યારે યાદ નથી.
ઉત્તર :- યાદ નથી એટલે કંઈ નહોતા એમ કેમ કહેવાય) ? ભાઈ ! જમ્યા પછી માતાએ છ મહિના સુધી) શું ધવરાવ્યું, શું (ક) ઈ યાદ છે ? આ જમ્યા પછી શરીરને છ મહિના કે બાર મહિના થયા ત્યારે) એણે શું ધવરાવ્યું ? કેમ રોયો? ઈ કંઈ ખબર છે ? ખબર નથી માટે નહોતું એમ કેમ કહેવાય ? સમજાણું કાંઈ ? જમ્યા પછી છ મહિના, બાર મહિનામાં કેમ થયું એની એને અત્યારે કંઈ ખબર નથી પણ હતું તો ખરું કે નહિ ? એને યાદ નથી માટે નહોતું એમ કેમ કહેવાય ? એમ આ આત્મા દેહથી ભિન્ન અનાદિકાળથી ચોરાશી લાખ યોનિમાં રખડે છે), પરિભ્રમણ (કરીને) દુઃખી થઈને રખડે છે. એના એણે અનંત ભવ કર્યા. યાદ નથી એટલે નહોતા એમ કેમ કહેવાય ? પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ થયો. આહાહા...!
હવે, અહીં એમ કહે છે, ઝીણી વાત છે, પ્રભુ ! જેને આત્મજ્ઞાન કરવું હોય... આહા..હા...! આત્મા જે વસ્તુ છે તેનું જ્ઞાન. જગતના જ્ઞાન-બાનને ભૂલી જા અને એકવાર આત્મા શું છે એનું જ્ઞાન કર તો તને જન્મ-મરણ મટી જશે અને આત્માના આનંદની મુક્તિ થશે. આહા...હા..! એ અહીં કહે છે, જુઓ !
ફરીને લઈએ છીએ. “સમ્યગ્દષ્ટિ જીવરાશિ...” આ..હા..હા..! જેણે આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેનું ભાન કર્યું તે સમ્યગ્દષ્ટિ જીવરાશિ). દાખલો નહોતો આપ્યો? સકરકંદ છે ને ? આ આપણે સક્કરિયા કહે છે ને ? સકરકંદ ! સક્કરિયા ! એની ઉપરની લાલ છાલ છે એ ન જુઓ તો અંદર એકલું સકરકંદ (છે). સકર નામ સાકરની મીઠાશનો પિંડ ભર્યો છે. ભાઈ ! શું કીધું ? આ સક્કરિયા. સક્કરિયા આપણે કાઠિયાવાડમાં નથી કહેતા ? ઈિ સકરકંદ છે. એની એક જરી લાલ છાલ ન દેખો તો લાલ છાલની અંદર સકરકંદ – સાકરની મીઠાશનો પિંડ છે. એથી એને સકરકંદ – સક્કરિયું કહેવાય છે. એમ આ આત્મા (આનંદનો કંદ છે). ઝીણી વાત છે, ભાઈ ! કોઈ દિ અભ્યાસ કર્યો નથી.
અંતરમાં આ શરીરથી ભિન્ન છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય, દયા, દાન, ભક્તિ, વ્રત આદિના ભાવ (થાય) એ પુણ્ય ભાવ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, સંસારના કામભોગ આદિના ભાવ (થાય) એ બધી પાપ વાસના છે. એ પાપ અને પુણ્યના ભાવ છે) એ છાલ છે, ઈ લાલ છાલ છે. અંદરમાં ભગવાન આત્મા... આહાહા...! અતીન્દ્રિય
Page #274
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૬ ૧
આનંદનો એ કંદ છે. એને કે દિ ખબર નથી. અનંતકાળ થયો. સમજાણું કાંઈ ? અતીન્દ્રિય આનંદનું અંદર દળ છે. આ...હા...! જેમ સકરકંદ છે, જેમ સક્કરિયું સાકરની મીઠાશનો પિંડ છે એમ આ અતીન્દ્રિય આનંદાનો કંદ છે). આ ઇન્દ્રિયથી જે સુખ માને છે, ભોગમાં, વિષયમાં, પૈસામાં – ધૂળમાં એ (સુખની) કલ્પના માને છે એ તો દુઃખ છે, રાગ છે, વિકાર છે. આહા...હા...! એનાથી અંદર રહિત શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે.. આહા..હા...! એની દૃષ્ટિ કરીને જેને અનુભવ થયો છે કે, આ આત્મા તો અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. આહા..હા..! પ્રજ્ઞાબ્રહ્મ ! જ્ઞાન અને આનંદનો એ કંદ પ્રભુ છે. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ ! આ તમારા લાખો રૂપિયા ને કરોડો રૂપિયા ધૂળ.! ધૂળમાં માળો સલવાઈ ગયો છે. કેમ ? ભાઈ ! ધૂલ ક્યાં એના બાપની હતી ? એ તો જડ છે, માટી છે – ધૂળ છે. આ પણ માટી છે – આ શરીર માટી છે – રાખ થાય છે. મસાણમાં આની રાખ થશે. આ કંઈ આત્મ વસ્તુ નથી.
અંદર આત્મા સચ્ચિદાનંદ – સતુ નામ શાશ્વત અણકરેલો અવિનાશી એવો ભગવાન.... આહા..હા..! અખંડ આનંદ અને જ્ઞાનની લક્ષ્મીનો સાગર છે. એનું જેને ભાન થાય છે... આહા...હા..! અનંતકાળમાં એનું ભાન કર્યું નથી, એનું એણે જ્ઞાન (કર્યું નથી). અંદર આ ચૈતન્ય સ્વરૂપ છે, એ પૂણ્ય અને પાપના વિકારી વિકલ્પોથી ભિન્ન છે, એવું ભાન થાય એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. એને અહીંયાં ધર્મની શરૂઆત કરનારો કહેવામાં આવે છે. આહા...હા..! આવી વાતું, બાપુ ! આહા...હા...!
અન્યમતમાં “નરસિંહ મહેતા નથી કહેતા ? “જ્યાં લગી આત્મા તત્ત્વ ચિઠ્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી જ્યાં લગી આત્મા તત્ત્વ અંદર કોણ છે પ્રભુ ? એનું જે અંતર જ્ઞાન ન કરે અને એને ન જાણે અને ન અનુભવે ત્યાં લગી સાધના – એ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાના ભાવ નિરર્થક છે, તે આત્માના કલ્યાણ માટે નથી. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! જન્મ-મરણ રહિત થવાનો ઉપાય કોઈ અલૌકિક છે ! એને સાંભળ્યો નથી. સાંભળ્યો હોય તો અંદર એની રુચિ કરી નથી. આહા..હા....!
અહીં કહે છે, “સમ્યગ્દષ્ટિ જીવરાશિ.” આ.હા...! કેવો છે ? કે, નિજ મહિનામાં અર્થાતુ પોતાના શુદ્ધ ચિતૂપ સ્વરૂપમાં.” આ..હા...હા..! જે અનાદિથી શુભ અને અશુભ રાગ, પુણ્ય-પાપના ભાવ રાગ છે, એમાં અનાદિથી લીન છે. આહા..હા...! એ દુઃખી છે. એ ચાર ગતિના પરિભ્રમણમાં ઘાંચીનો બળદ જેમ ફરે એમ આ ચોરાશીના અવતારમાં ફરે છે, પ્રભુ ! આહા..હા..! એને જ્યારે આ નિજ મહિમા પ્રભુ... આ...હા...હા...! છે ? નિજ મહિમામાં....' (અર્થાતુ) શુદ્ધ ચિતૂપમાં. આ.હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ તો અનંતકાળમાં અજાણ્યા માર્ગની વાતું છે, પ્રભુ ! આહા..હા..! બાકી તો ભક્તિ ને પૂજા ને વ્રત ને તપ અનંતવાર કર્યો. એ તો બધી રાગની ક્રિયા છે, એ આત્મજ્ઞાન નહિ. આહા..હા...!
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
કિલશામૃત ભાગ-૫ - અહીંયાં કહે છે, “નિજ મહિમા... શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! જેમ સ્ફટિક રત્ન હોય છે એમ અંદર ચૈતન્ય નિર્મળ સ્ફટિક રત્ન છે. આહા...હા...! એવા નિજ સ્વરૂપમાં જેને મહિમા સહિત) સ્થિરતા કરી છે. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ ! અહીં તો “સ્થિરતા એમ શબ્દ છે ને ? “સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?’ આહાહા.! અહીંયાં આ દેહ તો માટી – ધૂળ છે. માટી નથી કહેતા ? ખીલી વાગે. ખીલી, લોઢાની ખીલી કે ચૂંક (વાગે) તો માણસ કહે કે, મને પાણી અડાડશો નહિ, મારી માટી પાકણી છે. એમ કહે છે. ભાષા કહે છે (પણ) ભાન ક્યાં છે ? મારી માટી પાકણી છે. આ માટી છે, આ ! એને ખીલો વાગ્યો હોય કે ચૂંક વાગી હોય તો એમ કહે કે, ભાઈ ! એને પાણી અડાડશો નહિ. મારી માટી પાકણી છે (તો) પાકી જશે. એક કોર માટી કહે અને એક કોર પોતાનું કહે ! ભાઈ ! તને ખબર નથી. આ તો જડ, માટી, ધૂળ છે. આ તો મસાણની રાખ થાય એ ચીજ છે.
અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ભિન્ન છે. દેહદેવળમાં... આહા..હા..! આનંદનો કંદ પ્રભુ ! એવું જેને ભાન થયું છે ઈ કહે છે કે, અનાદિકાળથી જે પુણ્ય અને પાપના શુભાશુભ વિકલ્પ – ભાવમાં સ્થિર હતો એને) હવે અહીંયાં ભાન થયું તો નિજ મહિનામાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. આહા...હા...! જેને અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન દષ્ટિમાં, અનુભવમાં આવે એ અંદર સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. ઝીણી વાત છે, પ્રભુ ! દુનિયામાં તો બધી બહારની ધમાધમ ચાલે છે. આ તો અંતરના આત્માના જ્ઞાનની વાતું છે. આહા...હા...!
અહીં કહે છે, અરે..! જેને આ આત્મસ્વરૂપ ચિદાનંદ શુદ્ધ છે એની મહિમા જાણી છે અને રાગ અને પુણ્ય-પાપની મહિમા જેના હૃદયમાંથી ઊડી ગઈ છે અને પુણ્યના ફળ તરીકે આ પૈસા – ધૂળ મળે, પાંચ-પચાસ લાખ, કરોડ-બે કરોડ (મળે) એ માટીની મહિમા જેને ઊડી ગઈ છે. આહા...હા...! અને અંદર ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ છે, એમાં જેની મહિમા આવી છે, ઈ અંદર સ્થિરતા કેમ ન કરે ? આહા..હા...! ઝીણું છે, ભાઈ ! અનંતકાળથી એણે આત્મજ્ઞાન કર્યું નથી. એ વિના બધું નકામું છે). આત્મજ્ઞાન કહો કે સમ્યગ્દર્શન કહો. જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાન (કહેવાય અને) દર્શનની અપેક્ષાએ સમ્યગ્દર્શન (કહેવાય). આહા..હા..!
જેને આ આત્મા દેહદેવળના આ પરમાણુ, આ માટી છે એનાથી અંદર જુદી ચીજ છે, એની જેને અંદરમાં મહિમા આવી અને જેને પુણ્ય અને પાપના ફળની મહિમા ઊડી ગઈ છે, ભલે મોટું ચક્રવર્તીનું રાજ હો પણ ધર્મીને એની મહિમા ઊડી ગઈ છે. એ બધી ધૂળ છે એમ લાગે છે). ભગવાન અંદર જ્ઞાનાનંદ પ્રભુ ! આહા..હા..! એને અંતરમાં જાણીને, આ આત્મા શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર છે... આહા...હા...! એવું જેણે જ્ઞાનમાં જાણ્યું એ હવે
Page #276
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
અંદરમાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. ઝીણી વાત તો છે, પ્રભુ ! આહા..હા...! બહારની ભક્તિ, પૂજા, વ્રત આદિના ભાવ એ બધો રાગ છે, એમ કહે છે. એ વૃત્તિનું ઉત્થાન થાય છે) વૃત્તિ ઊઠે છે. એ વસ્તુનું સ્વરૂપ નથી. આહા..હા...! અંદરમાં જે આત્મા આનંદનો નાથ પ્રભુ બિરાજે છે) એનું જેને જ્ઞાન થયું. આહા..હા...! એ ‘સ્થિરતારૂપ સુખ...' દેખો ! ભાષા શું છે ? અતીન્દ્રિય સુખસ્વરૂપ પ્રભુ છે. એવું જેને જ્ઞાન થયું એ અંદર સુખમાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. આહા..હા...!
આ (અજ્ઞાની જીવ) પુણ્ય અને પાપના ભાવમાં અનાદિથી સ્થિરતા કરે છે. આહા..હા...! પૈસા મારા, બાયડી મારી, છોકરા મારા, કુટુંબ મારું. મરી ગયો, ઈ તારા ક્યાં હતા ? ઈ તો જુદી ચીજ છે. એની મમતામાં જેમ સ્થિર થઈને દૃઢ થઈ ગયો છે... આ..હા..હા...! અરે..! ભૂલી ગયો, ભૂલી આખો ! આહા..હા...! અરે..! એની સ્થિરતામાં જેમ દૃઢતા હતી (કે), એ હું છું, સ્ત્રી હું, કુટુંબ હું, પૈસા હું, આબરુ, પૈસા બધા મારા – એવી મમતામાં જે દૃઢપણે સ્થિર હતો એ મૂઢ ચોરાશીના અવતારમાં રખડતો હતો. આહા..હા...!
હવે, કહે છે કે, જેને આ આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, પવિત્રતાનો પિંડ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે... આહા..હા...! દરિયો હોય ને ? પાણીનો ભરેલો મોટો દિરયો ! એને કાંઠે ચાર હાથ કપડું આડું હોય તો માણસની નજર ઈ કપડા ઉપર જશે. કારણ કે પોતે ચાર હાથનો ઊંચો અને ત્યાં કપડું પણ ચાર હાથનું હોય એટલે એને) આખો દરિયો નહિ દેખાય. સમજાય છે કાંઈ ? એમ... એ તો દૃષ્ટાંત છે. એમ જેને અંદરમાં પુણ્ય અને પાપના ભાવના રાગની જેણે આડ મારી છે, એ પાપના ભાવ અને પુણ્યના ભાવની રુચિમાં પડ્યો છે, એની આડમાં અંદર ભગવાન આનંદનો નાથ ઝળહળ જ્યોતિ ચૈતન્યસાગર (બિરાજે છે ઈ) એની નજરમાં એક આવતો નથી. સમજાણું કાંઈ ? આવી વાતું છે, બાપા ! આહા..હા...! શરીર મારું, પુણ્ય મારા, પાપ મારા એવી માન્યતાની આડમાં ભગવાન અંદર દિરયો છે, અંદ૨ આનંદનો સાગર છે એ એને નજરમાં નથી આવતો. આહા..હા...! પણ જેણે એ નજરમાં લીધો. એમ કહે છે, સમજાણું કાંઈ ? આહા..હા...! વાતું આવી છે, બાપા !
આહા..હા...!
અંતર વસ્તુ આત્મા...! દેહ છૂટે ત્યારે માણસ કહે છે ને ? એ.. જીવ નીકળી ગયો ! દેહ છૂટે (ત્યારે) જીવ નીકળી ગયો એમ કીધું ને ? કે, જીવ મરી ગયો (એમ કહે છે) ? જીવ મરે ? આત્મા કહો કે જીવ કહો, એ તો અનાદિઅનંત શાશ્વત વસ્તુ છે. એ મરે નહિ, જન્મે નહિ. શરીરનો સંયોગ થાય ત્યારે અજ્ઞાની એમ કહે કે, આ જન્મ્યો, શરીરનો વિયોગ થાય ત્યારે કહે કે, મરી ગયો. એ તો શરીનો સંયોગ અને વિયોગ થયો. આત્મા તો અનાદિઅનંત નિત્ય શાશ્વત વસ્તુ છે. આહા..હા..! એવી ચીજનું જેને અંત૨માં અનુભવમાં ભાન થઈને મહિમા આવી... આ..હા..હા...! એને બહારના બધા પદાર્થોની મહિમા ઊડી
-
૨૬૩
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૪
કિલશામૃત ભાગ-૫ ગઈ. એ અંદરમાં સ્થિરતા કેમ ન કરે ? શું શું કહે છે ? ટીકામાં શબ્દ ઈ વાપર્યો છે. સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?” આ.હા..હા..! અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે એ આનંદને કેમ ન અનુભવે ? એમ કહે છે. ઝીણી વાત છે, ભાઈ !
જગતને જાણીએ છીએ ને ! જગત કેવી રીતે છે એ બધાને જાણીએ છીએ. ૬૪ વર્ષ તો દીક્ષા લીધા થયા. પરમ દિ નોમે ૬૫મું (વર્ષ) બેઠું. ‘ઉમરાળા... ઉમરાળા' ! અમારા ‘ઉમરાળાના પટેલ આવ્યા છે. અમારા જન્મગામના પટેલ આવ્યા હતા. માગસર સુદ નોમે (સંવત) ૧૯૭૦ના હાથીના હોદ્દે ‘ઉમરાળામાં તે દિ દીક્ષા હતી. એને ૬૪ વર્ષ થયા, દીક્ષા લીધા ૬૪ (વર્ષ) થયા. આ માગસર સુદ નોમે ૬ પમું બેઠું. આ શરીરને ૮૮ (મું વર્ષ ચાલે છે. નેવમાં બે કમ –ઓછા). સાડી ત્રેવીસ વર્ષે ઘરે દીક્ષા લીધી હતી. મોટાભાઈએ ઘરે દિીક્ષા આપી હતી. ‘ઉમરાળા' ! અમારું જન્મગામ ‘ઉમરાળા' છે ને ? આહા...હા...! બધું જોયું, વેપાર પણ કર્યા ને વેપાર પણ જોયા. “પાલેજ ! અમારી દુકાન પાલેજ છે ને ? આ.હા..! બાપુ ! આ માર્ગ કોઈ જુદી જાતનો છે.
મુમુક્ષુ – એક વકીલાત નથી કરી. ઉત્તર :- બધા વકીલોને જોયા છે. આહા...હા...!
આહા...હા...! અહીં પ્રભુ એમ કહે છે, સર્વજ્ઞ પરમાત્મા જગતને જાહેર કરે છે, પ્રભુ ! તું અતીન્દ્રિય આનંદસ્વરૂપ છો એમ નક્કી કર, નિર્ણય કર ! તું રાગ નહિ, પુણ્ય નહિ, શરીર નહિ, વાણી નહિ, આ દેશ-બેશ નહિ. આહા..હા..! તારો દેશ તો અંદર છે ને, પ્રભુ ! આહાહા..! જેમાં અનંતી શક્તિઓ વસેલી છે. વસ્તુ છે ને ? વસ્તુ ! તો વસ્તુમાં અનંત ગુણો – શક્તિ વસેલી છે, અંદર રહેલી છે. આહાહા...! એવા આત્માની જેને મહિમા આવી, હવે કહે છે, એ સુખને કેમ ન કરે ? એટલે શું? એ આત્માના આનંદના અનુભવમાં કેમ ન જાય ? આ..હા..હા...! ઝીણી વાતું છે, બાપા ! ઈ તો ખબર છે ને ! આહા...હા...!
અહીં પ્રભુ એમ કહે છે, એકવાર સાંભળ તો ખરો, ભાઈ ! આહા..હા...! નાની નાની ઉંમરમાં જુઓને મરી જાય છે ! આહાહા..! નાની નાની ઉંમરમાં દેહ છૂટી જાય છે. આયુષ્ય થોડું હોય તો વીસ વર્ષની ઉંમરે દેહ છૂટી જાય. જેટલું આયુષ્ય હોય તેટલું રહે. એમાં એક સમય વધે નહિ અને ઘટે નહિ. આહાહા...! એ પહેલાં આત્મા કોણ છે ? જો એને જાણ્યો નહિ અને એની મહિમા ન આવી તો અંદર અનુભવમાં ઈ નહિ જઈ શકે. અંતરમાં સુખના અનુભવમાં નહિ જઈ શકે, એમ કહે છે. આહાહા...! આ બહારના તો બધા દુઃખના અનુભવ છે, બાપા ! આ વિષય ને ભોગ ને સ્ત્રી ને કુટુંબ ને ખાવા ને પીવા ને રળવા. ધૂળના પૈસા ભેગા કરવા એ તો દુઃખના અનુભવ છે). ભાઈ આ ભાઈને જાણો છો ને ? એક લાખ રૂપિયા આપ્યા હતા ને ? “ભાવનગર’ ! એક લાખ આપ્યા હતા. વીસ હજાર હમણાં અહીંયાં શાસ્ત્રની રચનામાં આપ્યા હતા. ઈ તો ધૂળ છે. લાખ હોય કે કરોડ
Page #278
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
હોય, માટી છે.
આહા..હા...! અંદર ચૈતન્યપ્રભુ ! નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ ! સચ્ચિદાનંદ (કહ્યું ઈ) સ્વામીનારાયણ કહે છે ઈ નહિ, હોં ! આ તો આત્મા પોતે સત્ શાશ્વત ચિદ્ ને જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એવા બધા આત્માઓ એક જાતના જ અંદર છે. (એની) જેને મહિમા આવી...આહા..હા...! એ સુખને કેમ ન કરે ? બહુ સરસ વાત છે ! એ અંત૨ આત્માના આનંદમાં અનુભવમાં કેમ ન જાય ? આ..હા..હા...! બહારના પુણ્ય-પાપના અનુભવમાંથી ખસ્યો અને અંદર આનંદના દરબારમાં આવ્યો એ આનંદને કેમ ન અનુભવે ? આહા..હા...! ભાષા તો જુઓ !
૨૬૫
અહીં તો પાંચ-પચીસ લાખ મળ્યા, ધૂળ મળી ત્યાં (માને કે) અમે સુખી છીએ ! ધૂળમાં પણ સુખી નથી, સાંભળને ! કેમ હશે ? ભાઈ ! ધૂળમાં પણ કયાંય સુખ નથી. આ કરોડોપતિ બેઠા ! આ શેઠ કરોડપતિ છે). બધા કરોડોપતિ (છે), કરોડો રૂપિયા છે. ધૂળમાં પણ ત્યાં કરોડ (રૂપિયામાં) સુખ નથી. અરે..! એમાં તો નથી પણ શરીરમાં સુખ નથી. આ તો માટી છે. એમાં તો નથી પણ પાપના પરિણામ જે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, ૨ળવું, કમાવું એવા ભાવ પાપ છે, તેમાં પણ સુખ નથી. એ તો દુ:ખ છે. એમાં તો નથી પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ પુણ્ય છે. એ પુણ્યમાં દુઃખ છે, સુખ નથી. આહા..હા...! સમજાય છે કાંઈ ? આ..હા..હા...! સુખ તો અંદર આત્મામાં છે, ભાઈ ! જેમ સકકંદમાં કીધું ને અંદર ? (એમ). આહા..હા....!
નાળિય૨ છે ને ? આપણે આ નાળિયેર નહિ ? નાળિયેરમાં ચાર બોલ છે. એક ઉ૫૨ના છાલાં, અંદરની કાચલી, ઈ કાચલી કોરની લાલ છાલ અને લાલ છાલની અંદ૨માં ધોળો, મીઠો ગોળો ! આ ચાર બોલ છે. એમ આ આત્મામાં... ધ્યાન રાખો. આ શરીર છે ઈ ઉપરનાં છાલાં છે અને અંદર પુણ્ય-પાપના ભાવ કરેલા એનું અંદર કર્મ બંધાયેલું છે, કર્મ ! આ શાતાનો ઉદય હોય તો ધૂળ મળે, પાપનો ઉદય હોય તો દિર થાય. એ જડ કર્મ છે. એ અંદર કર્મની કાચલી છે. અને કાચલી કોરના આ પુણ્ય-પાપના ભાવ છે એ લાલ છાલ છે. આહા..હા...! અને લાલ છાલની અંદ૨માં જેમ ધોળો, મીઠો ગોળો છે એમ આ આત્મા અંદર સફેદ શુદ્ધ મીઠો ગોળો અંદર છે ! કોને ખબર છે ક્યાં છે આ ? આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...!
?
આ બહેનું કરે છે ને ? ટોપરાપાક ! ત્યારે ઈ છાલને કાઢી નાખે ને ? ટોપરા ઉપર પેલી લાલ છાલ હોય ને ? લાલ છાલ ! (એને) ઘસી નાખે. પછી ટોપરો ધોળો થાય ને ? એમ આત્મામાં પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ લાલ છાલ જેવા મેલ છે. આહા..હા...! એનાથી ભિન્ન અંદર ભગવાન, જેમ પેલો નાળિયેરનો ધોળો અને મીઠો ગોળો છે એમ આ શુદ્ધ, સફેદ, નિર્મળ અને આનંદનો ગોળો છે ! એનું જેને ભાન થાય એ અંદરમાં સુખનો
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૬
કિલામૃત ભાગ-૫
અનુભવ કેમ ન કરે ? કહે છે. આવી વાતું છે.
પ્રશ્ન :- કયાં હશે ?
સમાધાન :- જોવે ત્યારે ને ! પણ નજરે પડ્યા વિના કેમ દેખાય ?) નજરું ત્યાં નિધાનમાં નાખતો નથી અને નજર બહારમાં ફેરવ્યા કરે છે. ધૂળમાં, પુણ્યમાં ને પાપમાં (નજર છે). આહા...હા...! ભાઈ ! ઝવેરાતના ધંધા, લ્યો ! આ બધા ઝવેરીઓ છે. ઝવેરાતના ધૂળના ધંધા ! આહા..હા..!
હીરો અંદર ચૈતન્યહીરો ભગવાન ! એની કિંમત નથી એવી) અમૂલ્ય ચીજ છે ! આ.હા...! એનું જેને અંતરમાં ગુરૂગમે સમજીને ભાન થયું છે.. આહા...હા...! અહીં તો ઊંચી વાત છે ને ? પ્રભુ ! કહે છે કે, એ વસ્તુની જેને અંદર મહિમા આવી એ હવે સુખનો અનુભવ કેમ ન કરે ? ભાઈ ! આવી વાતું છે, બાપા ! આહા..હા...!
જુઓને અહીં થોડા મહિના પહેલા શેઠ આવ્યા હતા. ચાલીસ કરોડ રૂપિયા ! આ ભાઈ છે ત્યાં ખુરશીમાં બેઠા હતા. ચાલીસ કરોડ ! આવે, અહીં તો વ્યાખ્યાનમાં ઘણા બધા આવે. મરી ગયા બે દિમાં ચાલીસ લાખનો તો બંગલો છે. દિલ્હીમાં ! અમે ત્યાં ગયા છીએ. બધું જોયું છે ને ! “હિન્દુસ્તાનમાં દસ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ ! આહાહા..! ફૂં.. એના બંગલા પડ્યા રહ્યા, ચાલીસ કરોડ રૂપિયા પડ્યા રહ્યા. આહા...હા...!
ક્યાં એની ચીજ હતી તે સાથે આવે ? આહાહા...! ભાઈ ! ઓળખ્યા ને ? હમણાં આવ્યા હતા, અહીં બેઠા હતા. ત્રણ વ્યાખ્યાન સાંભળ્યા. ખાસ સાંભળવા આવ્યા હતા. સાંભળવા માટે ખાસ આવ્યા હતા. અહીં સાંભળવાનો પ્રેમ (હતો), નિર્ણય નહોતો. ધૂળમાં સલવાઈ ગયેલા ! આહા...હા...!
અહીં કહે છે, જેને એ પરની મહિમા ઊડી ગઈ છે. ચાહે તો અબજો રૂપિયા હો અને મોટા ચાલીસ ચાલીસ લાખના બંગલા (હોય એ) બધા ધૂળના બંગલા છે. ચૈતન્યબંગલો અંદર ભગવાન બિરાજે છે. આહાહા...! એનું જેને સ્વરૂપ સન્મુખ થઈને ભાન થાય છે એ જીવ સુખને કેમ ન અનુભવે ? આહા..હા...! એ દુઃખનો નાશ કેમ ન કરે ? એમ કહે છે. છે ? મારે તો અહીં “સર્વથા' (શબ્દ) જ્યાં આવી છે ત્યાં લઈ જવું છે એટલે ફરીને લીધું. શું કહે છે ? જુઓ !
‘સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે.” અહીં લઈ જવું છે. “સર્વથા કરે.” કેમ લીધું છે ? કે, જેમ આ સર્વ પદાર્થ પ્રત્યેના રાગમાં ટકતો નહતો) - રાગ(થી) માંડીને, પુણ્ય-પાપના ભાવ માંડીને, શરીર, વાણી, મન, આ બધી બહારની ચીજો એમાં જે સ્થિરતા કરતો, સર્વ પદાર્થને પોતામાં માનીને સ્થિરતા કરતો હતો), એમાં કરતો તો હવે સ્વરૂપમાં સ્થિરતા કેમ ન કરે ? કહો, સમજાણું કાંઈ ? આહાહા...! પણ શું ચીજ છે એનું જ્ઞાન ન થાય, ભાન ન થાય ત્યાં સ્થિરતા ક્યાંથી કરે ? રખડવાના ભાવમાં સ્થિરતા
Page #280
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૬ ૭ કરી રહ્યો છે, કહે છે. આહા...હા.. કોઈ આપી દે એમ છે ? એની પાસે પડ્યું છે. અંદર પોતે છે). આહા..હા..! છે તેને મેળવવું છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. છે તેને પ્રાપ્ત કરવો છે, નથી એને પ્રાપ્ત કરવો છે ? આહા...હા...! અરે...! શું થાય ? એને મનુષ્યપણા અનંતવાર કર્યા. આ.હા...!
અહીં તો વધારે શબ્દ શું છે ? કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે.” આ...હા..હા..! એટલે ? જેમ સર્વ પ્રકારે રાગ અને દ્વેષ ને એના ફળમાં જેમ એકાકાર થઈ જતો, હવે જેણે આત્મા – અંતર મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે, અનંતકાળમાં મેં જાણ્યું નહોતું, અનંતકાળમાં અનુભવ્યું નહોતું... આહા...હા...! એવું જેને અંતરમાં જ્ઞાન થાય એ અંતર સુખના અનુભવને સર્વથા કરે. કિંચિત્ દુઃખને પણ વેદે નહિ. આ..હા...હા...! અહીં વજન દેવું છે. આહા..હા....!
સર્વથા કરે.” છે ને ? ત્યાં સુધી કાલે આવ્યું છે. અહીં તો સર્વથા, સર્વ પ્રકારે. સર્વથા નામ સર્વ પ્રકારે. આ..હા..હા..! આવો ઉપદેશ કઈ જાતનો ? બાપુ ! મારગડા એ છે, ભાઈ ! એ આત્મજ્ઞાન વિના બીજું બધું) થોથા છે. આહા..હા...! અને જેને આત્માનું જ્ઞાન થયું એ અંદર સર્વથા પ્રકારે સુખને કેમ ન વેદે ? આહા..હા..! સમજાણું કાંઈ ?
હવે (કહે છે), કેવો છે નિજ મહિમા ? પોતે વસ્તુ અંદર કેવી છે ? આહાહા...! શુદ્ધજ્ઞાન ને શુદ્ધ જ્ઞાનઘન ! શ્રીફળ જેમ ધોળો અને મીઠો ગોળો છે એમ આ દેહમાં ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન છે). જ્ઞાનનો પૂંજ છે ! આ...હા...હા...! ઈ જ્ઞાનનો “ભર છે. ઈ શબ્દ શાસ્ત્રમાં આવે છે. આપણે અહીં નથી કહેતા ? (કે), ગાડામાં ભર ભર્યો. કહે છે કે નહિ ? ભર ભર ! શાસ્ત્રમાં એ શબ્દ આવે છે. એમ આત્મા ભર – અનંત ગુણનો ભર – સમૂહ ભર્યો છે. આ ગાડા ભરે ત્યારે નથી કહેતા? ભર ભર્યું. બધું સાંભળ્યું છે ને ! અને અમારું જન્મગામ (‘ઉમરાળામાં) તો કણબીવાડમાં ઘર હતું. કણબીવાડમાં ! આસપાસ બધા કણબીને જાણતા. પણ ૭૫ વર્ષ ઉપર થઈ ગયા ! તેર વરસે તો ‘ઉમરાળા” છોડી દીધું હતું. પાલેજ દુકાન હતી ને ? આસપાસ બધા કણબી રહેતા. અમારું મોસાળનું ગામ (એટલે) બધાને મામા કહેતા. મોટા મોટા વૃદ્ધ હતા ને (એટલે). આહાહા...! ભર ભરતા. એમ આ આત્મા આનંદ સાગરનો અંદર ભર છે ! અરે..! પણ કેમ બેસે ? સાંભળવા મળે નહિ એ વિચાર ક્યારે કરે ? આહા...હા....! સમજાણું કાંઈ ? આ ભરોટા નથી ભરતા? એમ આત્મામાં અનંત.. અનંત શુદ્ધ જ્ઞાનઘન ! એ તો પવિત્ર આનંદના જ્ઞાનનો સમૂહ છે. આહાહા...!
ધોકડું જેમ રૂથી ભરેલું હોય, ધોકડું ! એમ આત્મા આનંદ અને જ્ઞાનથી ભરેલું એક ધોકડું છે. આહાહા...! આવી વાત ક્યાં સાંભળવા મળે ?) સમજાણું કાંઈ ? ભાઈ ! આ બધું કોઈ દિ ત્યાં સાંભળ્યું પણ નથી. ત્યાંને ત્યાં સંસારની હોળી સળગે (છે). આહા..હા...!
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૮
કિલશામૃત ભાગ-૫ અહીં કહે છે, શુદ્ધ જ્ઞાનઘન ! “રાગાદિ રહિત....” જેમાં – વસ્તુમાં પુણ્ય-પાપનો રાગ નથી. જેમ એ ધોળા ગોળામાં લાલ છાલ નથી, કાચલી નથી, લાલ છાલ નથી અને ઉપરના છાલા નથી એમ અંદર ભગવાનઆત્મા શુદ્ધ જ્ઞાનઘન છે એમાં લાલ છાલ – રાગ નથી. આહા..હા...! આહા...હા...! એને નવરાશ ક્યાં છે ? સંસારના કામ આડે એને ફુરસદ ન મળે. મરી જશે એક ક્ષણમાં ! આ..હા..હા...!
આજે સાંભળ્યું નહિ ? બિચારી એક છોડી મરી ગઈ, કહે છે. અકસ્માત (થઈ ગયો). (કોઈક) ભાઈ કહેતા હતા. “વીંછિયા” (એક મુમુક્ષુ) ભાઈ છે ને ? એના દીકરાની વહુ. બે વરસનું પરણેતર. ગમે તે થયું, આઠ મહિનાનો છોકરો હતો. મરી ગઈ, શું થયું કંઈ સમાચાર નથી. વીસ-બાવીસ વર્ષની ઉંમર હશે. આહા...હા...! કોણ જાણે શું થયું)? આજે તાર (આવ્યો છે. મરી ગઈ, શું થયું કંઈ ખબર પડતી નથી ! આહા...હા...! આ દેહ ! આવાને આવા અનંતવાર છોડ્યા છે. આ તો સવારમાં સાંભળ્યું હતું. આહા...હા...! આ મનુષ્યપણું મળ્યું ચાલ્યું ગયું, ખલાસ ! આહા..હા...! અનંત કાળે મનુષ્યપણું મળે એમાં આવા અવતાર એળે ચાલ્યા જાય. આહાહા...! કરવાનું ન કરે, નહિ કરવાના કરીને રખડી મરે. આ..હા...!
અહીં કહે છે, શુદ્ધ જ્ઞાનઘન છે. આહા..હા..હા...! શુદ્ધ શબ્દ વાપર્યો. પુણ્ય અને પાપના ભાવથી ભગવાન અંદર ભિન્ન છે. કેમકે જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે પુણ્યપાપ રહેતા નથી. માટે તે પુણ્ય-પાપ એના સ્વરૂપમાં છે નહિ. આહાહા...! “રાગાદિ રહિત એવા ચેતનાગુણનો સમૂહ છે.” ચેતના.. ચેતના.. ચેતના. ચેતના... જાણવું દેખવું, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન ! એ તો પ્રજ્ઞા અને જ્ઞાનનો સમૂહ છે. આહાહા...! છે?
શું કરીને ?” “તત્ સહિ નિશ્ચયં સક્રિષ્ય' તે કારણથી સમ્યક નિશ્ચયને અર્થાત નિર્વિકલ્પ વસ્તુમાત્રને જેવી છે તેવી અનુભવગોચર કરીને. આહા..હા...! જેવી એ ચીજ છે તેને અનુભવગમ્ય કરીને (અર્થાતુ) એને અનુસરીને અનુભવ થવો. જે આ પુણ્ય અને પાપના ભાવ અને આ પર મારા, એ મમતાનો જે અનુભવ છે એ અનુભવ દુઃખદાયક છે. અંદર ભગવાન આત્માનો અનુભવ, આનંદનો અનુભવ કરીને. છે? “નિર્વિકલ્પ વસ્તુમાત્રને જેવી છે તેવી છે ને ? “ ી છે ને ? આહા...હા...! એ શુદ્ધ ચૈતન્યઘન છે એ (જેવી) છે તેવી, તેનો “ગ્રામ્ય કરીને – અનુભવ કરીને. આ..હા...હા...! આ તો છેલ્લામાં છેલ્લી વાતું છે, બાપુ ! સમજાણું કાંઈ ? આહા..હા...!
અનુભવગોચર કરીને.” અનુભવગમ્ય કરીને. આ આત્મા આનંદ છે, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે. સહજ સ્વરૂપે ભગવાન આત્મા છે. એની દશામાં વિકાર ને પુણ્યપાપ હો, પણ) એ વસ્તુમાં નથી. આહાહા...! એવી નિર્વિકલ્પ વસ્તુ, અભેદ વસ્તુ...આહાહા...! એનો અનુભવ કરીને.
Page #282
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૬૯ કેવો છે નિશ્ચય ? નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે... આહાહા...! #શબ્દ છે ને? ટીકામાં એનો – એકનો અર્થ એવો કર્યો છે. સંસ્કૃત ટીકા ! પરની અપેક્ષા વિના – નિરપેક્ષ. ભાઈ ! એકનો અર્થ કર્યો છે. અંતર વસ્તુ ભગવાન આત્મા આનંદનો અનુભવ કરે, અતીન્દ્રિય આનંદને વેદે એમાં પરની કોઈ અપેક્ષા છે નહિ કે, આ વ્યવહાર કર્યો ને દયા, દાન, વ્રત પાળ્યા માટે અનુભવ થયો એમ છે નહિ. આહાહા..! એકનો અર્થ કર્યો છે, ભાઈ ! જરી જોયું હતું. એકનો અર્થ શુદ્ધ પણ થાય છે, નિરપેક્ષ થાય છે, અભેદ થાય છે. ઘણાં અર્થ થાય છે.
ચિબિંબ આનંદનો નાથ પ્રભુ અંદર...! આહા..હા...! એના અનુભવમાં ધર્મદશા પ્રગટ કરવામાં ધર્મી એવો આત્મા, સ્વભાવનો સાગર, એની દશા પ્રગટ કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. આ રાડ પાડે છે ને લોકો ? વ્યવહાર કરતાં કરતાં થાય. ધૂળ પણ ન થાય, સાંભળને ! (લોકો એમ કહે છે કે, એ તો વ્યવહારનો નિષેધ કરશે, વ્યવહારનો નિષેધ કરશે. અહીં પ્રગટ્યો છે તેમાં વ્યવહારની અપેક્ષા નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આવું છે જરી. આહા...હા...!
મુમુક્ષુ :- વ્યવહારનો અભાવ છે તેનો સદ્ભાવ માની લે.
ઉત્તર :- અહીં અંતરનો અભાવ થયો છે અને એની અપેક્ષા છે નહિ ત્યારે તેને એકપણું પ્રગટ્યું છે. આહા.હા....! વૈતપણું એટલે જે વ્યવહાર – દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ (થાય છે) એ પણ રાગ છે. આહા..હા...! એ રાગની અપેક્ષા જેને આત્માના અનુભવમાં નથી. આવી વાત છે.
મુમુક્ષુ - વિચારશ્રેણી ચાલે છે ત્યાં સુધી રાગ છે.
ઉત્તર :- વિકલ્પ છે. ઈ વિકલ્પ છે. એની એને અપેક્ષા નથી. એને છોડે ત્યારે અનુભવ). થાય. ઝીણું બહુ, બહુ ઝીણું, બાપુ !
આત્મા તો અનાદિઅનંત શાશ્વત છે. આ શરીરની ઉંમર કહેવાય કે, આ પચાસ થયા, સાંઈઠ થયા, સીત્તેર થયા, એસી થયા. એ તો શરીરને ને ? કે આત્માને ? આત્મા તો અનાદિનો છે, અનંતકાળ રહેવાનો છે. એની ઉંમર, એની સ્થિતિ હોય નહિ. આહાહા...! આ તો શરીરનો સંયોગ થયો ત્યારે કહ્યું કે, આ જન્મ્યો. છૂટ્યો ત્યારે મર્યો એમ કહે). એટલે એ તો એની સ્થિતિ – શરીરની સ્થિતિ છે. ભગવાન આત્મા તો અનાદિઅનંત એકરૂપ ચિદાનંદ પ્રભુ છે. આહાહા.! જેના અનુભવના જ્ઞાન માટે રાગ ને વ્યવહારના નિમિત્તની કોઈ અપેક્ષા છે નહિ.
મુમુક્ષુ :- “શ્રીમદ્દ તો કહે છે, “કર વિચાર તો પામ”.
ઉત્તર :એ વિચાર એટલે અંદર સ્થિરતા, વિકલ્પ નહિ. અહીં “કળશટીકામાં તો વિચારને વિકલ્પમાં લીધો છે. આહા...હા...! ‘કર વિચાર' (એટલે) આત્મા આનંદસ્વરૂપ છે
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૦
કલામૃત ભાગ-૫ તેનું) જ્ઞાન કર એમ કહેવું છે. એનું જ્ઞાન કર તો પામ. આહા..હા..! અનંત કાળનો અજાણ્યો માર્ગ, માર્ગે કોઈ દિ ગયો નથી. એને જોવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ, ભાઈ ! આહા...હા...! બાકી બધું તો ઘણું કર્યું. આહા..હા..! ઘણું એટલે રાગ અને દ્વેષ.
(અહીંયાં કહે છે), “નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે....” કેવી છે એ ? નિર્વિકલ્પ વસ્તુ એટલે અભેદ વસ્તુ છે. એટલે કે જેને ભેદ, રાગની અપેક્ષા જેના અનુભવ માટે નથી. આહાહા...! ઝીણું તો બહુ, બાપુ ! નવા માણસને તો એવું લાગે કે, આ શું છે ? એણે કોઈ દિ સત્ય સાંભળ્યું નથી. આહા.હા..!
એક વિચાર એવો આવ્યો હતો કે, જે આ નિશ્ચય અનુભવ છે ને ? ભાઈ ! એ સત્ય છે અને એની અપેક્ષાએ વ્યવહાર (છે) તે અસત્ય છે. થોડી ઝીણી વાત આવી છે. જેમ આ આત્મા પોતે છે ને ? એ પોતાની અપેક્ષાએ સત્ છે અને પોતાની અપેક્ષાએ બીજી ચીજ છે તે અસત્ છે. એની અપેક્ષાએ સત્ છે પણ આની અપેક્ષાએ અસત્ છે. એમ આત્માના નિશ્ચય સ્વરૂપના અનુભવની અપેક્ષાએ નિશ્ચય તે સત્ છે અને વ્યવહાર દયા, દાનનો વિકલ્પ (આવે છે) તે આની અપેક્ષાએ અસતુ છે. એની અપેક્ષાએ છે. આહા..હા...! આ તો નિરપેક્ષના અર્થમાં આવો વિચાર આવ્યો હતો). આહા...હા...! શાંતિથી (સમજવું), બાપા ! આ તો અનંતકાળના દુઃખને ટાળવાના ઉપાયની વાતું છે, બાપુ ! આહાહા.! સમજાણું કાંઈ ?
વસ્તુ શુદ્ધ ચૈતન્ય આત્મા પવિત્ર ગોળો અને આનંદ, એને અંતરમાં પામવા માટે જે સ્વરૂપનો આશ્રય છે તે એના કારણરૂપ છે. એ દ્રવ્ય વસ્તુ છે) તે કારણરૂપ છે પણ વ્યવહાર દયા, દાન એ બધા આની અપેક્ષાએ અસત્ છે. વિકલ્પ છે, વૃત્તિનું ઉત્થાન છે. આની અપેક્ષાએ અસત્ છે માટે અસથી સની પ્રાપ્તિ થાય એમ ત્રણકાળમાં બને નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
આવી ઝીણી વાતું અને વળી પૂછયું કે, સમજાણું કાંઈ ? વાર્તા તો બધી સાંભળતા, નાની ઉંમરમાં નહોતા સાંભળતા ? ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો. એની બનાવી ખીચડી, ઈ કુંભારને દીધી અને કુંભારે ઘડો આપ્યો ને ઘડો ખજૂરવાળાને આપ્યો ને એણે ખજૂર આપી. એવું બધું ચાલતું, નાની ઉમરમાં સાંભળતા. દસ-બાર વર્ષની ઉંમર હતી ત્યારે (સાંભળતા). ૭૫ વર્ષ પહેલાંની ઈ વાતું છે ! એવી બધી વાતું, ગપ્પગપ !
આ તો બાપુ ! આત્માની વાત છે, ભગવાન ! આહા...હા...! શાશ્વત આનંદનો નાથ પ્રભુ છે ને એ ! આહા...હા...! જેના સ્વરૂપમાં તો બેહદ – હદ વિનાનું જ્ઞાન ભર્યું છે. બેહદ આનંદ અને હદ વિનાનો અતીન્દ્રિય આનંદનો સાગર છે. જેના અતીન્દ્રિય આનંદના
સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનના સુખો પણ સડેલા મીંદડા જેવા લાગે. આહા...હા...! ઇન્દ્રના ઇન્દ્રાસનના જે સુખ, ઈન્દ્રાણીઓના (સુખ) એ આત્માના આનંદના સ્વાદ આગળ સડેલા
Page #284
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૭૧
મીંદડા અને કુતરા જેવા ગંધ મારે. આહા...હા...! એવો ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં પરનો સ્વાદ એને ઝેર જેવો લાગે. સમજાણું કાંઈ ? આહા...હા...!
એ અહીં કહે છે, એક નિશ્ચયથી એક છે. કેવો છે ?' નિમ્પ સર્વ ઉપાધિથી રહિત છે. ચૈતન્યગોળો શાશ્વત પરમાત્મસ્વરૂપ પોતે છે. આહા..હા...! શક્તિરૂપે પરમાત્મા છે તો વ્યક્તરૂપે થાય છે. કૂવામાં હોય એ અવેડામાં આવે. કૂવામાં પાણી હોય તો પાણી આવે, ખારું પાણી) હોય તો ખારું આવે, મીઠું હોય (તો મીઠું આવે), કૂવામાં હોય ઈ આવે ને ? એમ અંદરમાં આનંદનો સાગર આનંદ છે તો તેના અનુભવમાં આનંદ આવે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. છે તેને પ્રાપ્ત કરવો છે. આ..હા...હા...! સમજાણું કાંઈ?
“સર્વ ઉપાધિથી રહિત છે. આહા..હા...! “યત્ સર્વત્ર ૩ ધ્યવસાનમ્ વિનં પર્વ ત્યાચં' “જે કારણથી.” આહાહા..! જેને એમ છે કે, હું આ પરને મારું છું, એવો જે અધ્યવસાય (છે) એ એકત્વબુદ્ધિ(રૂ૫) મિથ્યાત્વ છે. આહાહા...! આકરી વાત, બાપા ! પરને મારી શકતો નથી. એનું આયુષ્ય હોય ત્યાં સુધી) તે જીવે અને આયુષ્ય છૂટે તો ઈ મરે. તું એને મારી શકે, ઈ વસ્તુ જ નથી. આહાહા...!
હું મારું, હું જિવાડું...” ઝીણી વાત (છે), ભાઈ ! હું આને જીવતર આપું. આને જિવાડું એ માન્યતા – અધ્યવસાય મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, દુઃખરૂપ દશા છે. આહાહા..! આ બધા કાર્યકર્તાઓ તો બધાને જાણે સગવડતા (દઈએ) છીએ એવું માનતા હશે.
રાજકોટ’ (હતા ત્યારે) “ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. તે દિ મેં તો આ કહ્યું હતું, પરને જીવાડી શકું એ માન્યતા મૂઢ મિથ્યાદૃષ્ટિની છે. (સંવત) ૧૯૯૫ની વાત છે. ૧૯૯૫ની સાલ ! ૩૯ વર્ષ થયા. “રાજકોટ રાજકોટ ! બધા આવ્યા હતા ને? “મોહનલાલ ગાંધી”, “કસ્તુરબા’, ‘મહાદેવ દેસાઈ" બધા વ્યાખ્યાનમાં આવતા. કીધું. આ માર્ગ તો બીજો છે, બાપા !
બીજાને જિવાડી દઉં, દેશની સેવા કરી શકું, એ માન્યતા મિથ્યા ભ્રમ છે. આહા..હા..! હું સુખી કરું. બીજાને અગવડતા આપી, ઝેર દઈને દુઃખી કરું. પ્રભુ ! એ તારી માન્યતા મિથ્યા ભ્રમ છે. બીજાને અગવડતા દઉં, એ અગવડતા તું દઈ શકે નહિ. એ તો એનો પાપનો ઉદય હોય તો એને અગવડતા આવે. આહાહા..હા..! સમજાણું કાંઈ ?
સુખી કરું.’ આને સગડવતા આપું, આહારની, પાણી, કપડાની, મકાનની સગવડતા આપું તો એ સુખી થાય. (એમ માનવું એ) ભ્રમ છે. એની સગવડતા તું દઈ શકે એવી ત્રણકાળમાં (તારામાં) તાકાત નથી. એનો પુણ્યનો શાતાનો ઉદય હોય તો એને સગવડતા આવે અને તું કહે કે, હું સગવડતા આપું એ મિથ્યાત્વ ભાવ, મૂઢ ભાવ, અજ્ઞાન ભાવ (છે). આહા..હા...! એ ઝેરના પીણા પીવે છે ! આવી વાતું ! દુનિયાથી જુદી જાત લાગે. છે ને, બધી ખબરું છે ને ! આહા...હા...!
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૨
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ - અનુકંપા તો સમ્યત્વનું અંગ છે ને ! ઉત્તર :- પણ ઈ અનુકંપા કઈ ? અકષાય ભાવની. આ..હા..
અહીં તો કહે છે કે, હું સુખી કરું....” એને સગવડતા મળે છે તો એના પૂર્વના પુણ્યના લઈને મળે છે. એને ઠેકાણે, હું આને સગવડતા આપું (એ) મિથ્યાત્વભાવ (છે), પરની સાથેની એકત્વબુદ્ધિનો ભાવ મહાપાપ (છે). આહાહા.
હું દેવ, દેવ.... દેવ, સ્વર્ગના દેવ થાય છે ને ? બહુ પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં દેવ થાય. પણ દેવ ઈ આત્મા ક્યાં છે ? આહા...હા...! એ તો ગતિનો ભવ છે. હું દેવ છું, એ માન્યતા અધ્યવસાય એકત્વબુદ્ધિ મિથ્યાત્વ છે.
“મનુષ્ય' છું. લ્યો ! એ મૂઢ છે. મનુષ્ય કેવો ? આત્મા મનુષ્ય છે ? આ તો જડ માટીનું શરીર છે. એ તો એક કોર રાખો પણ અંદર મનુષ્યની ગતિનો ઉદય છે એ પણ હું નહિ. આત્મા તો અંદર મનુષ્યની ગતિ સિવાયની ચીજ આનંદકંદ પ્રભુ છે. એને ઠેકાણે હું મનુષ્ય છું, હું રાજા છું, હું ગરીબ છું, હું રંક છું.... આહાહા...! આ બધી માન્યતાઓ વિપરીત શ્રદ્ધાની છે. આહા..હા..! અધ્યવસાયની વાત કરી છે ને ?
ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ...” આ.હા..હા....! “તે સમસ્ત પરિણામ હેય છે.” પરને હું કરી શકું, એવા પરિણામને ભગવાન છોડવાલાયક કહે છે. છોડ એવા પરિણામ, માળા ! મૂઢ ! આહા...હા...! છે ? આ..હા...! કોણે કહ્યું આ? પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન...” એમણે કહ્યું. છે ને ? “નિને ૩વત્ત સર્વજ્ઞ પરમાત્મા જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન થયું છે એવા સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે. એણે એમ કહ્યું છે. નિનૈ: ૩વર્ત’ કીધું ને ? આહા...હા....! તેમણે એમ કહ્યું છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૨, ગુરુવાર તા. ૨૨-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૩ પ્રવચન–૧૮૨
કળશટીકા ૧૭૩ (કળશ ચાલે છે). અહીં સુધી આવ્યું છે. “નિને ’ છે ને? શું કહ્યું? જિનેશ્વર ભગવાન એમ કહે છે કે, જેને હું બીજાને જિવાડી શકું, મારી શકું, સગવડતા દઈ શકું, દુઃખી – અગવડતા દઈ શકું વગેરે મન, વચન ને કાયાથી કે શસ્ત્રથી બીજાને ઇજા પમાડી શકું કે સગવડતા દઈ શકું, એવી જેની માન્યતા છે એ મિથ્યાદૃષ્ટિ વિપરીત શ્રદ્ધાવાળો છે. એને સત્યશ્રદ્ધાની ખબર નથી. આહા...હા...! પણ જેને એ ભાવનો
Page #286
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૭૩ ત્યાગ છે, હું પરને જિવાડું છું, સગવડ આપી શકું એ મારામાં છે જ નહિ. હું તો એક આત્મા જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાનઆત્મા છું), એને આ પરને જિવાડું, મારું, સગડવતા, અગવડતા આપવાના કાર્ય કરી શકું એ બુદ્ધિનો જેને નાશ (થયો) છે, એને શુદ્ધ ચિદાનંદ આત્મા ઉપાદેય છે. આવું છે. શું કહ્યું ?
જેને એ પરને જિવાડું, મારું, સગવડતા (આપું), પરના કાર્ય કરી શકું એવા ભાવવાળો જીવ (છે) એને મિથ્યાત્વભાવ છે. એને આત્મા હેય છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેની બુદ્ધિમાં એને હેય માન્યો છે અને આ પરિણામ જે છે અને તેણે ઉપાદેય માન્યા છે. અરે...! આવી વાતું છે.
બીજા કેટલાક પ્રશ્ન એમ કરતાં કે, બીજાના કાર્યમાં અમે નિમિત્ત તો થઈ શકીએ ને? લ્યો ! નિમિત્તનો અર્થ શું ? ત્યાં કાર્ય થાય છે તે એને કારણે થાય એમાં તું નિમિત્ત (થઈને) પરમાં કરી શું શકે ? પણ એમ માને છે કે, બીજાના કાર્ય કરવામાં અમે સહાયક થઈએ છીએ. એવા માનનારાઓ વિકારના પરિણામને ઉપાદેય તરીકે ગ્રહે છે અને ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્મા, એને હેય માને છે. એટલે ? કે, જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય છે તેનો અનાદર કરે છે અને પરનું કરી શકું એવી એની માન્યતાનો તે આદર કરે છે. આહા..હા...!
ત્યારે ધર્મની પહેલી દશાવાળા સમકિતીને પરને જિવાડું, મારું, સગવડતા આપે એવા પરિણામનો ત્યાગ છે. તેને આત્મા આનંદ સ્વરૂપ છે તેનો આદર છે. આહા..હા..! આ કાર્યકર્તાઓ માને ને ? અમે પરના કાર્ય કરી દઈએ. ગામના ને સંઘના ને નાતના કુટુંબના ને આગળ જતાં પછી મોટા દેશના (કાર્ય કરી શકીએ). આહા..હા...! કુટુંબનું કરી શકીએ પછી ગામનું કરી શકીએ પછી દેશનું કરી શકીએ. આવા માનનારાઓ, જિનેશ્વર વીતરાગ કેવળી પરમાત્મા એમ કહે છે કે, એ જીવો મિથ્યાષ્ટિ વિપરીત શ્રદ્ધાવાળા સંસારમાં રખડવાના બીજવાળા છે. આહા..હા....! જગતથી બહુ જુદી જાત છે. અને જેણે એ પરિણામનો (એટલે કે) એકત્વબુદ્ધિનો ત્યાગ કર્યો છે, પરના કાર્ય કરી શકું એ એકત્વબુદ્ધિ છે, એકત્વબુદ્ધિનો જેને આદર છે એ મિથ્યાદૃષ્ટિ છે અને એકત્વબુદ્ધિનો જેને ત્યાગ છે એને જિનેશ્વર કહે છે કે, એણે એને હેય માન્યો. એણે આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે તેનો આદર કર્યો અને ઉપાદેય માન્યો. આવી વાતું છે આ ! સમજાણું કાંઈ ? આહાહા...!
એ જિનેશ્વરે એમ કહ્યું કે, જેણે એવા અભિપ્રાયનો ત્યાગ કર્યો એણે મિથ્યાત્વ ભાવનો ત્યાગ કર્યો. ઊલટી માન્યતા જે અનાદિની છે એનો એણે ત્યાગ કર્યો. સમજાય છે કાંઈ ? આહા..હા..! એમ જિનેશ્વરદેવ કહે છે.
‘મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને....... આહાહા...! હવે આચાર્ય કહે છે કે, તેને જ્યારે આ રીતે ત્યાગ છે, પરની ક્રિયાકાંડ કરી શકતો નથી, પરનું કોઈનું ભલું, ભૂંડું હું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૪
કિલશામૃત ભાગ-૫ કરી શકતો જ નથી.. આહા...હા...! આહાર-પાણી દઈને બીજાની ભૂખ ભાંગી શકું છું, લૂગડાં દઈને એને જે શરદીનો પરીષહ થાય (એમાંથી) હું છોડાવું છું એવી ક્રિયાનો જે કર્તા માને છે, વીતરાગ એમ કહે છે કે તેને આત્મા જે આનંદ શુદ્ધ છે, તેનો એને અનાદર વર્તે છે. આહા..હા..! અને આ જે નહિ બની શકે એવા કાર્યને કરું એવા ભાવનો એને આદર વર્તે છે. એ અધર્મીની વાત કરી. આહાહા..!
ત્યારે ધર્મી જીવને – ધર્મીને એ અધ્યવસાયનો એટલે ? પરના કાર્ય કરી શકું એવી જે એકત્વબુદ્ધિ, એનો ત્યાગ છે. એમ ભગવાને કહ્યું. ત્યારે આચાર્ય કહે છે કે, હું તો એમાંથી એવું કાઢું છું... આહા..હા..! સંત એમ કહે છે કે, જ્યારે પરમેશ્વરે આમ આત્મા સિવાય પરદ્રવ્યના કાર્ય કરી શકવાના ભાવનો એકત્વબુદ્ધિનો જેને ત્યાગ છે, એમ ત્યાગનું પરમાત્માએ કહ્યું તો હું એમ માનું છું, (એમ) આચાર્ય કહે છે. છે ? આહા...હા....!
હું એમ માનું છું કે.” “નિવિન: પિ વ્યવહાર: ત્યાનિત: પવ જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર.” આહા..હા..! દયાના, દાનનો, ભક્તિનો, પૂજાનો ભાવ, નામસ્મરણનો ભાવ, ભગવાનના નામ સ્મરણનો ભાવ, એ ભાવનો પણ સમકિતીને ત્યાગ છે, એમ હું એમાંથી નીકાળું છું, (એમ) કહે છે. શું કહ્યું ? પરમેશ્વરે જ્યારે અધ્યવસાય નામ પરદ્રવ્યની ક્રિયાની એકતાબુદ્ધિનો ત્યાગ જેને છે અને ત્યાગ કરવા જેવું છે એમ પરમેશ્વરે કહ્યું, તો આચાર્ય કહે છે કે, એમાંથી હું એમ કાઢું છું કે, પરને આશ્રયે જેટલો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ થાય. અર..૨..૨...! ભગવાન... ભગવાન. ભગવાન.. ભગવાન. ભગવાન... એવું સ્મરણ થાય એ બધો રાગ છે, એ બધો પરાશ્રિત ભાવ છે. તો પરમાત્માની વાણીમાં સંત એમ કહે છે, જ્યારે પરની એકત્વબુદ્ધિનો ત્યાગ પરમાત્માએ કહ્યો તો હું તો એમાંથી એમ કાઢું છે કે, જેટલો પરાશ્રિત શુભ ભાવ કે અશુભ (ભાવ) થાય તેનો સમકિતીને ત્યાગ છે, એમ હું માનું છું. આહાહા..! સમજાય છે કાંઈ ? આ જગતના કામથી આ વાત બીજી છે, બાપા ! આહાહા..! ભાઈ !
આ આત્મા જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય (છે) એને ભૂલીને પરના કાર્ય કરી શકું છું એવી માન્યતા, એને એકત્વરૂપી અધ્યવસાય મિથ્યાત્વ કહ્યો. તો પરમેશ્વરે એ પરની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો તો એમાંથી હું એમ કાઢું છું કે, પરાશ્રિત જેટલો શુભ-અશુભ ભાવ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પરમાત્માનું સ્મરણ – ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં વગેરે, એવો જે શુભ ભાવ અને અશુભ ભાવ એ બન્ને પરાશ્રિત છે. માટે એનો પણ પરમાત્માએ સમકિતીને ત્યાગ કરાવ્યો છે. સમજાણું કાંઈ ? છે ને ? છે ?
હું એમ માનું છું કે.” જોયું ? આહા..હા...! આ શ્લોક છે એના પછીના શ્લોકમાં એ આવવાનું હતું. એથી પહેલેથી એમણે આ કાર્યું. આહા..હા...! વ્યવહારનય પરાશ્રિત હોવાથી છોડવાલાયક છે. સમજાય છે કાંઈ ? હું આ ધંધા-પાણી, દુકાનની ક્રિયા કરી શકું
Page #288
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૭૫
છું, એવી જે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા માને છે તે મિથ્યાષ્ટિ મૂઢ પરને અને સ્વને એક કરીને, માનીને બેઠો છે. આહા...હા...!
જ્યારે પર અને આત્મા બન્ને ભિન્ન છે અને પરની કાંઈ ક્રિયા કરી શકતો નથી એમ જ્યારે પરમાત્માએ કહ્યું અને ધર્મીએ એ રીતે માન્યું.. એ. શેઠ ! આ બીડી આપી શકે, તમાકુ આપી શકે (એવું) કાંઈ નહિ, એમ અહીં તો કહે છે. ભાઈ ! એને શું હતું? જોડા ! શેના કહેવાય ? પ્લાસ્ટીક ! પ્લાસ્ટીકના ! થાણા... થાણા” ! આહા..હા..! અમારા આ ભાઈને લાદી(નું કામ) હતું. પથરાની મોટી લાદી, એનું કાંઈ પણ આત્મા કરી શકે એ વસ્તુસ્થિતિ નથી). આહા..હા...
એક ઠેકાણે પેલું “જામનગર’ છે ને ? ત્યાં એક ‘વઢવાણના જૈન છે ત્યાં એક ફેરી દૂધ પીવા માટે રોકાયેલા. મોટો સ્થાનકવાસી વેપારી છે. પણ અહીંનો પ્રેમ હોય એટલે ત્યાં એને ઘરે દૂધ પીવા (ગયેલા). શું કહેવાય ઈ ? લાદી ! લાદીમાં છાંટે. કોઈ પીળા, લીલા એવા (રંગ) લાદી સાફ કરવા. એ બધું આમ ગોઠવેલું. પછી એમ કહે, અમે આ બધું લાદીમાં છાંટ નાખીએ છીએ અને આ બનાવીએ છીએ.
અહીં કહે છે કે, એ અમે કરી શકીએ છીએ એ માન્યતા જ અજ્ઞાની મૂઢ જીવની છે. આહાહા...! કપડાને ધોઈ શકીએ છીએ, કપડાને સૂકવી શકીએ છીએ, કપડાને પહેરી શકીએ છીએ, કપડાને છોડી શકીએ છીએ... આહાહા...! દાળ, ભાત, રોટલાના પરમાણુ જડ છે તેને અમે ખાઈ શકીએ છીએ એવી જેને પરદ્રવ્યની સાથે એકત્વબુદ્ધિ છે તે તો મૂઢ જીવ, મિથ્યાષ્ટિ અજ્ઞાની છે). આહાહા..! જિનાજ્ઞા બહારની ક્રિયાને માનનારો છે. આ..હા...!
આચાર્ય એમ કહે છે કે, જ્યારે એવી પરદ્રવ્યની એકત્વબુદ્ધિનો અધ્યવસાયનો ત્યાગ કર્યો, કરાવ્યો તો એમાંથી તો હું એમ કહું છું કે, પદ્રવ્યને આશ્રયે. છે ? “સત્યરૂપ...” સત્યરૂપ. દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો ભાવ શુભ રાગ, નામસ્મરણનો શુભ ભાવ, એ સત્યરૂપ.
અસત્યરૂપ...' જૂઠા બોલવા વગેરે ભાવ એ જૂઠા (ભાવ). એ “સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત.... આહા...હા...! ધર્માને તો એ વ્યવહાર પણ છોડાવ્યો છે, કહે છે. દષ્ટિના વિષયમાં ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ છે) એવી જ્યારે દષ્ટિ થઈ, એથી સમકિતીને – ધર્મીની ધર્મની પહેલી દૃષ્ટિવાળો (થયો), એને આ દયા, દાન, વ્રતના પરિણામને પણ દૃષ્ટિમાંથી છોડાવ્યા છે. આહા..હા...! ભારે આકરું કામ, બાપુ !
(એક ભાઈ) આવ્યા હતા ને ? વાત નીકળી ત્યારે એ કહે કે, પરને નિમિત્ત તો થાઈએ ને ? પરને નિમિત્ત તો થાઈને ? એમ કહેતા. ગુજરી ગયા, આવતા હતા, અહીં આવતા. “રાજકોટમાં (સંવત) ૧૯૯૯ની સાલમાં આવ્યા હતા). કોણ નિમિત્ત થાય ? ત્યાં
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૬
કલશામૃત ભાગ-૫
=
કાર્ય એનાથી થાય છે એ કાળે – સ્વકાળે તેના કાર્ય થાય તેને હું નિમિત્ત થઈને કરું (એ માન્યતા મિથ્યાત્વ છે). સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વાત છે. નિમિત્ત તો એને કહીએ કે જ્યાં જે કાર્ય થતું હોય ત્યાં હોય એને નિમિત્ત કહીએ. પણ કાર્ય થાય છે તો એનાથી – પરથી. એને ઠેકાણે (માને કે), અમે નિમિત્ત થઈએ તો કાર્ય થાય, ત્યાં અનુકૂળ કાર્ય થાય એ માન્યતા તદ્દન સત્યથી વિરોધ દૃષ્ટિ છે. આહા..હા...!
અહીં તો આચાર્ય મહારાજ – ‘કુંદકુંદાચાર્યદેવ’ અને ‘અમૃતચંદ્રાચાર્ય’ સંતો આત્માના અનુભવી ચારિત્રના, હોં ! આ..હા..હા...! અતીન્દ્રિય આત્માનો આનંદ જેને પ્રગટ થયો છે), પર્યાયમાં પ્રચુર સ્વસંવેદન વેદાય છે. આ..હા..હા..હા...! એ સંત એમ કહે છે, ભગવાને ૫૨ની એકત્વબુદ્ધિના (આવા પ્રકાર કહ્યા છે). આ બધી એકત્વબુદ્ધિ થઈને ? જિવાડું, મારું, આ પહેરું, કપડા છોડું... આ..હા...! વાસણને ઉપાડી શકું, વાસણને નાખી શકું, વાસણને ઘડી શકું, પતરાના જેવા વાસણ બનાવવા હોય તેવું કરી શકું એ બધી માન્યતાઓ મિથ્યાદૃષ્ટિ મૂઢની સંસારમાં ચોરાશીના અવતા૨ ક૨વામાં મિથ્યાત્વના બીજડાં સેવના૨ છે). ભાઈ ! તમારે શું ધંધો છે ? એને શું ધંધો છે ? ઝવેરાત ! ઠીક ! ઈ ઝવેરાતને આમ લઈ શકું, દઈ શકું તે પરની ક્રિયામાં મારો અધિકાર છે, હું હોશિયાર માણસ છું, પાવરધો છું માટે બધા કામ હું પ્રવીણતાથી કરી શકું. વિચક્ષણતાથી અને ડહાપણભર્યા કામથી એ બધા કામ કરી શકું. આ..હા..હા..! એને પરમાત્મા કહે છે કે, તું તારું તત્ત્વ અને બીજા તત્ત્વને બેને કરનારો તેં માન્યો તો એકત્વબુદ્ધિ છે, ૫૨ સાથે તારી એકત્વબુદ્ધિ છે. ભિન્ન વસ્તુ છે તેની બુદ્ધિ ન રહેતાં તને એકત્વબુદ્ધિ થઈ. આહા..હા...!
એ (અભિપ્રાય) જ્યારે છોડાવ્યો અને હેય કહ્યો તો પછી હું એમ કહું છું કે, આ આત્મામાં જેટલો પરને આશ્રિત ભાવ થાય, પેલો તો એકત્વબુદ્ધિનો ભાવ હતો, જિવાડું, મારું, કરી દઉં એ તો એકત્વબુદ્ધિનો (ભાવ હતો), હવે આ એકત્વબુદ્ધિ નહિ પણ પ૨ને આશ્રયે જેટલો દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ થાય એ બધા ૫૨ આશ્રિત છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, એ બધા ભાવ ૫૨ આશ્રિત છે. એની વાત તો અત્યારે છોડી ક્યો. પણ પ૨ આશ્રિત જેટલો સત્ય, દત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એવો શુભ ભાવ થાય... આહા...હા...! ભગવાન એમ કહે છે કે, મારું સ્મરણ કરવામાં તને જે શુભ ભાવ થાય એ પણ પરાશ્રિત હોવાથી સમ્યક્દષ્ટિને તેનો હેયભાવ ત્યાગભાવ છે. અરે...! આવી
વાતું છે.
—
-
ભગવાન એમ કહે કે, અમે તારાથી ૫૨ – ભિન્ન છીએ અને અમારા સ્મરણમાં તું આવ તો તને રાગ થાશે અને રાગ છે તે બંધનનું કારણ છે. આહા..હા...! તેથી ભગવાને પરને આશ્રયે થયેલો સત્ય શુભ વ્યવહાર, શુભના અસંખ્ય પ્રકાર છે દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, નામસ્મરણ, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ, એ બધા શુભ ભાવ છે એને ભગવાને
Page #290
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૭૭
દૃષ્ટિમાંથી છોડવા લાયક કીધા છે. એ છોડીને અશુભમાં આવવું એમ નહિ. પણ એ છોડીને સ્વભાવની દૃષ્ટિમાં આવવું, સ્વભાવમાં આવવું એ માટે તેને છોડવા લાયક કહ્યા છે. સમજાણું કાંઈ? અરે..! આવી વાતું પણ આખા જગતથી જુદી. એમાં “મુંબઈમાં તો હો... હા... હો. હા... આહાહા...! મોહમયી નગરી ! “શ્રીમદ્દે કહ્યું છે ને? “શ્રીમદ્ કહે કે, “મુંબઈ મોહમયી નગરી છે.
મુમુક્ષુ - ઈ તો સો વર્ષ પહેલાની વાત છે.
ઉત્તર :- પણ એથી પણ હવે ઉપાધિ વધી ગઈ. “શ્રીમદૂના વખતમાં હતું એથી પણ અત્યારે તો (વધી ગયું). તે દિ તો ઘોડાગાડ્યું હતી અત્યારે મોટરું થઈ. માથે ઈ થયા પેલા ? ત્યાં બધા અવગતિયાના ઠેકાણા છે. ભાઈ ! આવું છે બાપા અહીં તો ! આ...હા...!
પ્રભુ ! તું કોણ છો ? પ્રભુ ! તને ખબર નથી. પ્રભુ ! તું જ્ઞાનસ્વરૂપ છો ને નાથ ! એ જ્ઞાન પરથી ભિન્ન છે ને ! એ પરથી ભિન્નને ભિન્ન ચીજ કેમ કાંઈપણ કરે ? ભાઈ ! તને ખબર નથી. આહા..હા..! તેથી ભગવાને પરને કરવાની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો. તો આચાર્ય મહારાજ કહે છે કે, હું તો એમાંથી એવું કાઠું છું, પછી ૨૭૨ ગાથામાં કહ્યું છે, આના પછી “સમયસારની ૨૭૨ ગાથા છે, એમાંથી એમ કાઢું છું કે, જેટલો પર આશ્રિત (ભાવ થાય).. આહા..હા...! શાસ્ત્રનું વાંચન થાય તેમાં વિકલ્પ – રાગ ઊઠે છે, સાંભળે છે તેમાં વિકલ્પ – રાગ ઊઠે છે. આહા...હા.! પરની દયા પાળવાનો ભાવ થાય છે તે રાગ (છે), દયા પાળી શકતો નથી, પાળી શકવાની એકત્વબુદ્ધિનો તો પહેલા ત્યાગ કરાવ્યો. શું કીધું ઈ ? પરની દયા પાળી શકું છું એવી એકત્વબુદ્ધિનો તો પહેલો ત્યાગ કરાવ્યો કે, ઈ તો કરી શકતો નથી. પણ હવે દયાનો જે ભાવ આવ્યો તેને પણ છોડાવ્યો છે).
મુમુક્ષુ - સાધકજીવને દયાનો ભાવ આવ્યો.
ઉત્તર :- સાધકને આવ્યો, સમકિતીને આવે પણ તે ત્યાજ્ય છે, હેય છે. આહા...હા...! આવે ખરો, પણ તે હેય છે. આદરણીય અને ઉપાદેય નથી. આહા..હા...! અરે.રે...! આવો માર્ગ ક્યારે સાંભળે ? ત્રણલોકના નાથ જિનેન્દ્રનો આ માર્ગ આખી દુનિયાથી એની જાત જુદી છે.
પાણી માટે મોટા તળાવ ખોદાવીએ, કૂવા ખોદાવીએ, જંગલમાં ખૂબ જમીન ખાલી પડી હોય એ જમીનને પણ આપણે ખેડીને સાફ કરીને ઉગાવવામાં જોડી દઈએ. આહાહા..! એ બધી માન્યતા) તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્યની એકતાબુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે. અહીં તો આચાર્ય કહે છે કે, એ તો છોડાવ્યું પણ હું તો એમાંથી વિશેષ કાઢું છું કે, એ એકત્વબુદ્ધિ સિવાય પરની દયા પાળી શકું છું, એવી એકત્વબુદ્ધિ સિવાય, ફક્ત દયાનો ભાવ આવ્યો, સત્ય વ્યવહાર (આવ્યો) એ પણ છોડવા લાયક છે. આહા...હા...!
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૮
કલશામૃત ભાગ-૫
સત્ય બોલવાનો ભાવ આવ્યો, સત્ય બોલી શકું છું એ એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો, શું કીધું ઈ? સત્યને બોલી શકું છું એ તો બે (દ્રવ્યની) એકત્વબુદ્ધિ છે એનો તો પહેલો ત્યાગ કરાવ્યો, એમ બની શકતું નથી અને તું મફતનો અંદર માને છે, પણ સત્ય બોલવાનો ભાવ આવ્યો... આહા...હા...! એ પણ પરાશ્રિત હોવાથી છોડવા લાયક છે. સમજાણું કાંઈ? આહા...હા..!
શરીરથી વિષય સેવી શકું છું એ તો એકત્વબુદ્ધિ છે, એને તો છોડાવી. આ શરીર જડ માટી છે એની સાથે વિષય ભોગવતાં શરીરથી હું સ્ત્રીનો વિષય લઉં છું, એ તો પરદ્રવ્યની સાથે એકત્વબુદ્ધિ છે, એ અધ્યવસાય તો એકત્વ મિથ્યાત્વ છે, તેને તો છોડાવ્યો પણ હવે હું બ્રહ્મચર્ય પાળું છું, એવો જે શુભ ભાવ એ પણ પરાશ્રિત હોવાથી છોડાવ્યો. એ છોડવા લાયક છે, વિકલ્પ છે, રાગ છે. આહા...હા...! શું કહે છે આ ?
મુમુક્ષુ :- “પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન”
ઉત્તર :- એ તો આત્માની અંદરમાં એકાગ્ર થાય) એ બ્રહ્મચર્યની વાત છે. “મતિમાન શબ્દ છે ને ? બધા (ગ્રંથો) વાંચ્યા છે ને ! લાખો ગ્રંથો વાંચ્યા છે, કરોડો શ્લોકો જોયા છે. અઢાર વર્ષની ઉંમરથી ધંધો જ આ (કર્યો છે), (અત્યારે) ૮૮ (વર્ષ) થયા, સીત્તેર વર્ષથી આ બધો ધંધો માંડ્યો છે. એક એક શબ્દો ને બધા ગ્રંથો (જોયા છે). એમાં આ “સમયસાર જ્યાં (સંવત) ૧૯૭૮માં હાથ આવ્યું ત્યાં અંદર.. આ...હા...હા..! એમ (આવ્યું કે, અરે...! આ તો અશરીરી (થવાનું) પુસ્તક છે ! શરીરરહિત થવું હોય તો આ શાસ્ત્ર છે, કીધું. ૧૯૭૮ ! આહા...હા..! આ તો કોઈ અલૌકિક વાતું છે), બાપુ ! અત્યારે જગતને સાંભળવા મળતી નથી.
અહીં તો જરી આમાં એવો વિચાર આવ્યો કે, પરની દયા પાળી શકું છું, એવી માન્યતા એકત્વબુદ્ધિ છે. એને તો ભગવાને છોડાવી. અને એ છોડવાલાયક છે માટે છોડાવી, પણ હવે પરની દયા પાળી શકું છું એ નહિ, પણ પરની દયાનો ભાવ આવ્યો, એ પરાશ્રિત હોવાથી એને પણ છોડાવ્યો છે. આ..હા...! સમ્યફદૃષ્ટિ અને હેય માને છે), ભાવ આવે ખરો, પણ એને હેય માને. અજ્ઞાની અને આદરવા લાયક માને. આ મોટો ફેર છે. સમજાણું કાંઈ ?
બીજી વાત, આજે દયાની કીધી. બીજું, સત્ય બોલું. બોલી શકું. એ તો એકત્વબુદ્ધિ છે. એ અધ્યવસાયનો તો ત્યાગ કરાવ્યો, પણ સત્ય બોલું એવો જે વિકલ્પ ઊઠ્યો છે, સાચું બોલું એવો વિકલ્પ ઊઠ્યો છે એ પણ રાગ છે, પરાશ્રિત રાગ છે એને પમ અહીં ભગવાને છોડાવ્યો. કારણ કે એ રાગ પણ બંધનું કારણ છે. આહાહા....! - હવે પરની ચોરી કરી શકતો નથી, એવી જે પર સંબંધીની ક્રિયા એની એકત્વબુદ્ધિ તો છોડાવી પણ અચૌર્યભાવ - નહિ ચોરવાનો એવો ભાવ વિકલ્પ ઊઠ્યો એ પણ પરાશ્રિત
Page #292
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૭૯
હોવાથી ભગવાને અહીંયાં છોડાવ્યો છે.
હવે, શરીરથી હું બ્રહ્મચર્ય પાળું, સ્ત્રીનું સેવન ન કરું, એવી શરીરથી જે એકત્વબુદ્ધિ માની હતી કે, હું કરી શકું છું અને હવે ન કરું, એવા અધ્યવસાયનો તો ત્યાગ કરાવ્યો પણ હું બ્રહ્મચર્ય પાળું), પર તરફનું બ્રહ્મચર્ય પાળું એવો શુભ ભાવ, એ પણ પરાશ્રિત હોવાથી સમકિતીને છોડવા લાયક છે. આહા..હા..!
હવે, અહીંયાં હું પરિગ્રહ ન રાખું એવી જે પરની એકત્વબુદ્ધિ હતી એ તો છોડાવી, એ પરને ન રાખું એ પણ પરની સાથે એકત્વબુદ્ધિ છે, પણ હવે પરિગ્રહ ન રાખું એવો પાંચમાં મહાવ્રતનો જે અપરિગ્રહ ભાવ, એ પણ એક શુભ ભાવ (છે), એ પરાશ્રિત હોવાથી એને પણ છોડાવ્યો છે. અર.૨.૨...! અરે..! બાપુ ! ત્રણલોકના નાથ જિનેન્દ્રનો પંથ કોઈ અલૌકિક છે ! વાડામાં જન્મ્યા (એટલે માની કે) અમે જેન છીએ, જૈન છીએ. આહા...હા...! કરિયાતાની કોથળી અને ઉપર નામ – સાકર, કરિયાતાની કોથળી ભરેલી (એની) ઉપર નામ લખ્યું) સાકર ! એમ અંદર મિથ્યાત્વ ભાવ ભરેલો (છે), ઊંધી શ્રદ્ધા – આમ કરું ને આમ કરું ને આમ કરું. અમે જૈન છીએ ! માથું ફરી જાય એવું છે આ !
મુમુક્ષુ :- માથું હલકું થાય એવું છે. ઉત્તર :- આ તો હલકું થાય એવું છે. આ માથું નહિ, આત્માની દશાની વાત છે). મુમુક્ષુ - દીક્ષામાં પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની વિધિ લીધી છે.
ઉત્તર :- એ તો અશુભ રાગ ટળવાની અપેક્ષાએ (વાત છે). જે શુભ રાગ છે એ હેય છે, આસવ છે. પંચ મહાવ્રતના પરિણામ એ આસવ છે, બંધના કારણ છે. આહા...હા...!
મુમુક્ષુ :- પંચ મહાવ્રતના પરિણામ એ આસવ છે.
ઉત્તર :- આસ્રવ છે. પુણ્ય છે ને ? અદ્વૈતભાવ છે એ પાપ છે, મહાવ્રત ભાવ છે) એ પુણ્ય છે. પણ વ્યવહારે એને ગ્રહણ કરવાની નયનું વાક્ય છે તે આવે. પણ છતાં એમાં અશુભ ટળે છે એટલી અપેક્ષાએ ગ્રહણ કરવું, પણ શુભ ભાવ જે છે (એ) આસવ છે, બંધનું કારણ છે. આવું છે.
એકવાર કહ્યું હતું ને ? સંપ્રદાયમાં (સંવત) ૧૯૮૫ની સાલની વાત છે. અહીં તો ૧૯૯૧માં આવ્યા છીએ ને ? ૧૯૮૫માં બોટાદમાં વ્યાખ્યાન ચાલતું હતું. (અમારી) તો બહુ પ્રસિદ્ધિ હતી ને ? માણસો તો હજારો માણસ (સાંભળવા આવતા) ! બધા શેઠિયાઓ (આવતા), પચાસ-પચાસ હજારની પેદાશવાળા (શેઠ સાંભળવા આવતા). બધા સભામાં બેઠા.
ત્યાં મોટી સભા ભરાય. નામ પડે કે, “કાનજીસ્વામી’ વાંચે છે એટલે માણસ (કીડીયારાની જેમ ઉભરાય). ૧૯૮૫ની વાત છે. કેટલા વર્ષ થયા ? ૪૯ ! બે વાત હળવે લઈને કરી કે, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ, પુણ્ય છે, અધર્મ છે. અપાસરામાં વ્યાખ્યાન ચાલતું હતું. આમ તો લોકોને અમારા ઉપર પ્રેમ હતો ને ! મહારાજ કહે છે
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કલશામૃત ભાગ-૫
એટલે (બરાબર જ હશે), એમાં કંઈ ખળબળાટ ન થાય. પણ એક સાધુ હતા, અમારા એક ગુરુભાઈ સાધુ હતા એને ખળભળાટ થઈ ગયો. કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય (એ) બંધના ભાવને ધર્મ ન કહેવાય. ધર્મથી બંધ ન હોય અને બંધના ભાવને ધર્મ ન કહેવાય. સોળશકારણ ભાવના એ પુણ્ય છે, ધર્મ નહિ. આહા..હા...! એને અહીં હેય કહ્યું છે.
બીજો બોલ કહ્યો હતો, બે બોલ કહ્યા હતા. ૧૯૮૫ની વાત છે. હજા૨-પંદ૨સો માણસ ! અપાસરામાં તો માય નહિ પણ પાછળ ખાલી ગલી હતી... શું કહેવાય ? શેરી.. શેરી ! આમ હોય ને ? શું કહેવાય ? બારી ! એમાંથી સાંભળે. આખી શેરી ભરાઈ જાય. ત્રણસો ઘ૨ (હતા). મહાવ્રતના પરિણામ છે એ આસ્રવ અને બંધનું કારણ છે, કીધું. બે બોલ કહ્યા. સાધુને ખળભળાટ... ખળભળાટ (થઈ ગયો). બાપુ ! માર્ગ તો આવો છે, ભાઈ ! તને ધર્મની ખબર નથી, ભાઈ ! આહા..હા...! ધર્મ તો આત્મા આનંદનો નાથ પ્રભુ ચૈતન્યસાગર ! એને અવલંબને પુણ્ય-પાપના રાગ વિનાની જેટલી નિર્મળતા પ્રગટ થાય એને અહીં પ૨માત્મા ધર્મ કહે છે. આહા..હા...! અને આ જે મહાવ્રત આદિના પરિણામ થાય એ રાગ છે. પણ (અહીંયાં) આચાર્ય તો એમ કહે છે, ૫રદ્રવ્ય સાથેની એકત્વબુદ્ધિ (કે), પરિગ્રહ હું ન રાખું, હું પરિગ્રહ છોડું એ એકત્વબુદ્ધિ છે, એ તો છોડાવી. પણ હું પરિગ્રહ રાખતો નથી એવો જે શુભ વિકલ્પ ઊઠે છે, શુભ એને પણ અહીં તો છોડવા લાયક કહ્યા છે. કારણ કે વૃત્તિ ઊઠે છે, એ તો રાગ છે. આહા..હા..! અરે..! એને ક્યાં જાવું ? ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા તો આ વ્યવહા૨ છૂટી જશે. સમજાણું કાંઈ ?
અંદ૨ જિનસ્વરૂપે ભગવાન જિનસ્વરૂપી છે ! આહા..હા...! એ જિનસ્વરૂપીની સમીપમાં જા તો તને વીતરાગતા પ્રગટ થાય તે ધર્મ છે. બાકી જેટલો પરાશ્રિત ભાવ થાય... છે એમાં ? ‘સત્યરૂપ અથવા અસત્યરૂપ...' હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના, પાપ એ તો છોડવા લાયક છે જ... આહા..હા...! પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના શુભ ભાવ આદિ... આહા..હા...! એ પણ સમ્યગ્દષ્ટિ છોડવા લાયક માને. થાય, અશુભથી બચવા આત્માના ભાન સહિત એવો શુભ ભાવ આવે પણ એને એ છાંડવા લાયક હેય છે એમ માને. આહા..હા...! અજ્ઞાની એને આદરણીય અને લાભદાયક છે એમ માને. આવો મોટો ફેર છે. કહો, સમજાય છે આમાં આહા..હા...!
પ્રશ્ન :- શુદ્ધોપયોગ તો આઠ દિવસ, પંદર દિવસે, મહિને ગમે ત્યારે થાય ત્યાં સુધી શું કરવું ?
સમાધાન :- પહેલા આ શ્રદ્ધા તો કરે. અહીં તો અત્યારે શ્રદ્ધાની વાત છે. ઉપયોગ અંદર જામવો એ પછી (થાય) પણ પહેલો શ્રદ્ધામાં શુદ્ધ ઉપયોગ કરે કે, આ આત્મા (છે), એમાં રાગ અને પરની એકતાબુદ્ધિ બધી છૂટી જાય છે. હજી તો અહીં સમ્યગ્દર્શનની વાત
Page #294
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૮૧ છે. આહા..હા..! સમ્યગ્દર્શનને કાળે શુદ્ધ ઉપયોગ હોય છે. એ શુભ રાગ છે એ પણ હેય (છે), અશુભ – પાપ તો હેય જ છે, શુભ છોડવા લાયક છે તો વળી પાપ આદરવા લાયક (છે) એમ કોઈ દિ હોય ? આ..હા...! પાપનો ભાવ તો છોડવા લાયક, છોડવા લાયક, છોડવા લાયક છે), પણ પુણ્યનો – દયા, દાન, વ્રતનો ભાવ પણ સમ્યક્દષ્ટિને શ્રદ્ધામાંથી છોડવા લાયક છે. ભાઈ ! આવું છે. દુનિયામાં બધું જાણ્યું છે ને ! બાપુ ! બધી દુનિયા કેમ ચાલે છે ખબર છે). આહા...હા...! સંપ્રદાયમાં તો એ જ વાત ચાલે, આટલા અપવાસ કર્યા, આણે આઠ કર્યા, આ શેઠિયાની વહુ, એણે વર્ષીતપ કર્યા, એનું ઉજવણું કરો, દસવીસ હજાર ખર્ચો... એ... ધર્મ થાય ! ધૂળેય નથી હવે, મરી ગયા માળા ! ભાઈ ! બૈરાએ કોઈ દિ વર્ષીતપ કર્યા કે નહિ ? કર્યું હતું? કર્યું હશે. જે કહ્યું હોય, સાંભળ્યું હોય છે કર્યું હોય.
મુમુક્ષુ – સ્વ અને પરનો ભેદ ન સમજાયો. ઉત્તર :- વાત તો સાચી છે. વાત તો સાચી, બાપા ! શું કરીએ ? આહા...હા...!
અહીંયાં તો પરમાત્મા ત્રિલોકનાથ એમ ફરમાવે છે), આહા...હા...! કે, પરની – એક આત્મા સિવાય બીજા કોઈ આત્મા અને આત્મા સિવાય કોઈ રજકણથી માંડીને બધા પુદ્ગલોનું કાંઈ પણ કરી શકું છું. એવી એકત્વબુદ્ધિ તો મહા મિથ્યાત્વ ને પાપ છે. એ તો છોડાવી, છોડાવી ને છોડાવી, પણ હવે અંદરમાં એ છૂટી છતાં સત્ય બોલવાનો ભાવ, દાનનો ભાવ, દયાનો ભાવ આવે પણ એ પણ પુણ્યબંધનું કારણ છે માટે ધર્મીને તે હેય છે. આહા..હા..! છે કે નહિ એમાં ? - આ શું આવ્યું ? જુઓ ! કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. શું કહ્યા છે ? હેય કહ્યા છે. માથે આવ્યું હતું ને ? “તે સમસ્ત પરિણામ હેય છે.” એમ બીજી લીટીમાં) કહ્યું હતું. પરનું કાંઈ કરી શકું એવી માન્યતાને ભગવાને હેય કીધી. તો આચાર્ય કહે છે કે, હું તો એથી વધારે હવે એમાં સમજું છું કે, પરમાત્માએ પરની એકતાબુદ્ધિનો તો ત્યાગ કરાવ્યો પણ પર આશ્રયે જેટલો એકત્વબુદ્ધિ સિવાય ભાવ થાય)... આહાહા..! ફક્ત પરની દયાનો, સત્ય બોલવાનો, શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો (ભાવ આવે) એ બધો શુભ ભાવ (છે) એ પરાશ્રય છે એથી સમકિતીને તે પણ છોડવા લાયક છે, એ વ્યવહાર છોડવા લાયક છે. આહા...હા...! એમાં છે કે નહિ આ ? માથે ન કહ્યું ?
“વિનં પર્વ ત્યાખ્યું એમાં શું કીધું ? “રિત્ન પુર્વ ત્યાખ્યું એમાં શું કહ્યું ? કે, તારા આત્મા સિવાય, પર આત્માનું અને પર શરીરનું હલાવવું, ચલાવવું, આ આંગળી હલાવવી કે ટોપી પહેરવી કે ચમા પહેરવા, એ બધી પરની ક્રિયાઓ એકત્વબુદ્ધિથી તું માને છો એ છોડાવી. એ તારાથી કાંઈ ચરમો ઊંચો ચડીને અહીં ચડે કે હેઠે ઉતરે, એ તારાથી કાંઈ બને નહિ. આહાહા...! એ પરનું કરી શકું છું એવી એકત્વબુદ્ધિને પરમાત્માએ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૨
કલશામૃત ભાગ-૫
વીતરાગ ત્રિલોકનાથે જ્યારે છોડાવી તો હું એકત્વબુદ્ધિ ઉપરાંત હવે (એમ કહું છું કે), પરને આશ્રયે જેટલો ભાવ થાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભ ભાવ, એ પણ સમિતીને ધર્મીને શ્રદ્ધામાંથી છોડવા લાયક છે. શ્રદ્ધામાંથી છોડવા લાયક, હોં ! થાય ખરો, પણ આદરણીય નથી, હેય છે. આહા..હા...! ભાઈ ! આવી વાતું છે.
આ તો હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે' ગાડું ચાલતું હોય ને ? બળદ મોટા હોય, પચીસ મણ ભાર ભરીને ગાડું ચાલતું હોય (એની) હેઠે કૂતરો હોય એને પાછળનું ઠાંઠું અડે, ઠાઠું ! (તો એ એમ માને કે) મારાથી આ ગાડું ચાલે છે. એમ આ કૂતરા જેવો, જ્યાં ઊભો હોય ત્યાં દુકાનની ક્રિયા થાય, માણસની ક્રિયા થાય, ખાવા-પીવાની ક્રિયા થાય, શરીરની ક્રિયા થાય એ બધી મારાથી થાય છે એ કૂતરા જેવો અજ્ઞાની માને છે.
—
મુમુક્ષુ :
કૂતરો માને છે...
ઉત્ત૨ :- કૂતરો તો ક્યાં માને છે ? પણ કૂતરાને એમ થાય છે કે, આ ચાલે છે. માથું અડે ખરું ને ? ગાડું ચાલે છે તો એને કા૨ણે પણ મોટો કૂતરો (હોય) અને પેલું ઠાઠું અડે (એટલે માને કે) ગાડું મારાથી ચાલે છે. હવે, હાલ... હાલ.. માળા ! એમ આ જગતના, શ૨ી૨ના, વાણીના, પૈસાના લેવાના, દેવાના, ખાવાના, પીવાના, બાયડીના, છોકરાના, કુટુંબના, છોકરાના ભણાવવા આદિની જે ક્રિયાઓ (થાય) એ બધી પરની એકત્વબુદ્ધિની બુદ્ધિ છે. એને કારણે થાય ત્યાં મારે કારણે થાય, એમ માનનારો તે એકત્વબુદ્ધિનો મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વનો સેવના૨ છે, એને જૈનધર્મની ખબર નથી. બરાબર છે ? આહા..હા....!
મુમુક્ષુ :– ખબર નથી તો એનો તિરસ્કાર શા માટે કરવો ?
ઉત્તર :– કોણ તિરસ્કાર (કર્યો) ? કાંઈ કર્યો નથી. આ તો છોડવા લાયક છે, એટલું જણાવવા માટે એમ કહેવાય છે. એના ઉપર દ્વેષ કરવો એમ કાંઈ છે નહિ. એ પણ અંદર તો ભગવાન છે. એની દૃષ્ટિમાં વિપરીતતા છે એને જાણવી. જાણીને એના ઉપર દ્વેષ કરવો એ (વાત) બિલકુલ નહિ. કોઈ વ્યક્તિ પ્રત્યે વેર (બાંધવું એ) ત્રણકાળમાં હોય નહિ. ભગવાન છે, એની ભૂલ છે, ભૂલ કરી છે તો ટાળશે. આહા....હા..! સમજાણું કાંઈ ? ‘સત્વેષુ મૈત્રી’ બધા ભગવાનઆત્મા પ્રત્યે પ્રેમ રાખવો. આત્મા તરીકે, હોં ! આહા..હા...!
આ બેમાં બહુ સમાડી દીધું છે. એકત્વબુદ્ધિ અને ૫૨નો આશ્રય(રૂપ) વ્યવહાર. બેમાં ફે૨ (છે). એકત્વબુદ્ધિમાં પરનું કરી શકું એવો ભાવ (છે) અને વ્યવહારમાં પરનું કરી શકું એ (ભાવ) નહિ પણ પ૨ને લક્ષે પોતામાં થયેલો ભાવ (છે). દયાનો, દાનનો, વ્રતનો, તપનો, ભક્તિનો, પૂજાનો, નામસ્મરણ ભગવાન... ભગવાન (કરે), આ ણમો અરિહંતાણં... ણમો અરિહંતાણં... ણમો અરિહંતાણં... (બોલે) એ બધો પરલક્ષી ભાવ છે, એ બધો શુભ ભાવ છે. એને પણ ભગવાને ધર્મ નહિ માનીને તેને છોડવા લાયક છે એમ કહ્યું છે). એમાં
—
Page #296
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૮૩
ધર્મ નથી. અરે..!
મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને હું એમ માનું છું કે.” નિતિ : જોયું ? જેટલા સત્ય અને અસત્યરૂપી ભાવ (થાય તે). “નિશ્વિત: સમસ્ત પ્રકારના શુભ-અશુભ ભાવ. આહા...હા...! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પણ સમકિતીને તો હેય છે. આહા..હા..! આવું સ્વરૂપ છે, પ્રભુ ! શું થાય ? અરે! અનંતકાળથી મિથ્યાશ્રદ્ધા કરીને નરક અને નિગોદના પ્રભુ અનંત ભવ કર્યા, ભાઈ ! ભૂલી ગયો. (આ ભાઈ) કહે છે ને ? યાદ તો આવતા નથી. આહા...હા...! પણ પ્રભુ ! તું આત્મા છો કે નહિ ? એ આત્મા અનાદિનો છે કે નવો થાય છે ? આ તો શરીરનો સંયોગ નવો થયો, (આ) શરીરનો વિયોગ થશે. આત્માને સંયોગ થાય છે ? આત્મા તો અનાદિનો છે (અને) અનંતકાળ રહેશે. એ તો શાશ્વત વસ્તુ છે. એવા ભગવાનને... આ...હા..હા...! પરવસ્તુને કરવાની એકત્વબુદ્ધિ, પ્રભુ ! તું એક, અનેકને કરે ? તારા પરિણામમાં શુભ-અશુભ, શુદ્ધ પરિણામ) કર, થાય. અહીં તો શુભ-અશુભ કરે અને કર્તા થાય તોપણ મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! થાય ખરા, એ તો બપોરે આવે છે ને ? (એ) ભાવ હોય, પણ એ કરવા લાયક છે એવી માન્યતા ધર્મીને હોય નહિ. સમજાણું કાંઈ ? આ.હાહા.. કેટલું ફેરવવું આમાં ! આખું ઉગમણું, આથમણું (જેવું છે).
મુમુક્ષુ – દિશા જ બદલવાની છે.
ઉત્તર :- દિશા બદલવાની છે, બાપા ! આહા...હા...! પરની દિશા તરફ ગયેલો ભાવ, પરના કરવામાં રોકાય તો એકત્વબુદ્ધિમાં મિથ્યાત્વને સેવે. પોતાના સ્વરૂપથી ખસીને, પરને અનુસરીને જે દયા, દાન, વ્રતના પરિણામ થાય એ પુણ્યબંધના કારણ છે. એકત્વબુદ્ધિ છોડાવી તેની સાથે પરાશ્રિત ભાવ પણ છોડાવ્યો છે.
નિરિવર્તઃ વ્યવહાર: બધો વ્યવહાર છોડાવ્યો છે. આ સાંભળીને અત્યારના પંડિતો રાડ નાખે છે.
મુમુક્ષુ :- શુદ્ધ વ્યવહાર પણ છોડાવ્યો છે.
ઉત્તર :- શુદ્ધ વ્યવહાર છોડાવ્યો. દ્રવ્યદૃષ્ટિમાં એ પણ હેય છે. જાણવાલાયક હોય છે અને એને – શુદ્ધ પરિણામને) કરવાલાયક છે એમ) પણ કહેવાય. કરવાલાયક છે એમ પણ કહેવાય. દ્રવ્ય કરે છે એમ પણ કહેવાય છે તો પર્યાય કરે છે. એવો માર્ગ છે, ભાઈ ! આહાહા...! શુદ્ધ પરિણામ છે એને એક ન્યાયે તો કહ્યું નહિ ? પરદ્રવ્ય કહ્યું
મુમુક્ષુ :- શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કીધી.
ઉત્તર :- શુદ્ધ પરિણામ કહો કે શુદ્ધ પર્યાય કહો, એક જ છે. કે શુદ્ધ ભાવ કહો. જે શુદ્ધ પરિણામ ધર્મનું રૂપ છે, એને એક ન્યાયે સ્વદ્રવ્યની અપેક્ષાએ પદ્રવ્ય કહ્યું. કેમકે
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૪
કલશામૃત ભાગ-૫ એનો આશ્રય કરવા જાય તો રાગ થશે. આહા..હા...! ધર્મ પ્રગટ્યો છે તેનો આશ્રય કરવા જાય તોપણ રાગ થશે. તો પરને આશ્રયે થયેલો વ્યવહાર (એ તો છોડવા લાયક છે ). સમ્યગ્દષ્ટિ જીવને પરાશ્રિત વ્યવહાર છોડાવ્યો છે. આવો આકરો માર્ગ ! ભાઈ !
પ્રશ્ન :- સાક્ષાત્ વ્યવહાર કેવી રીતે છૂટે ?
સમાધાન :- વ્યવહાર છોડવો છે (તો) અંદર સાક્ષાત્ સ્વરૂપમાં જાય તો વ્યવહાર છૂટી જાય. સ્વરૂપ તરફનો આશ્રય કરીને પરિણમે (તો) વ્યવહાર છૂટી જાય છે. વ્યવહાર ભેગો આવતો નથી.
પ્રશ્ન :- છૂટી જાય એટલે ?
સમાધાન :- છૂટી જાય એટલે ઉદય થતો નથી. એટલો ઉદય થતો નથી એ છૂટી જાય છે. અને છે તેને પણ હેયરૂપે જાણે છે. આહાહા...વાતે વાતે ફેર ! પેલું દુનિયામાં કહે છે ને ? “આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર, એક લાખે તો મળે ને એક તાંબિયાના તેર” એમ અહીં ત્રિલોકનાથ પરમાત્મા એમ કહે છે, હે જીવ ! તારી શ્રદ્ધા અને માન્યતામાં, વાતે વાતે, મારી શ્રદ્ધા અને તારામાં ફેર છે, ભાઈ ! આહા..હા...! આવું છે. થઈ ગયો વખત ?
જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર...” છે ? જેટલો’ શબ્દ છે, પાછો, જોયું ? નિરવત: છે ને ? જેટલો વ્યવહાર, કોઈપણ શુભ આદિ વિકલ્પ આદિ એ બધો ત્યાજ્ય છે. આહા..હા...! છે ને ? ‘વ્યવહાર અર્થાતુ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત જેટલા મનવચન-કાયાના વિકલ્પો તે બધા સર્વ પ્રકારે છૂટ્યા છે. વિશેષ આવશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૩, શુક્રવાર તા. ૨૩-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૩ પ્રવચન–૧૮૩
કળશટીકા ૧૭૩ કળશ (ચાલે) છે. ભાવાર્થ છે. છેલ્લી ચાર લીટી છે ને ? સૂક્ષ્મ અધિકાર છે. ભગવાન જિનેન્દ્રદેવ એમ ફરમાવે છે કે, પરને જિવાડી શકું, મારી શકું, બીજા જીવને હું સગવડતા દઈ શકું, એ ભાવ મિથ્યાત્વ ભાવ છે. જરી સૂક્ષ્મ વાત છે.
બંધ અધિકાર છે ને ? તો હું આત્મા અને પર બીજો પર આત્મા, તેને હું જિવાડી શકું છું, બીજાને હું મારી શકું છું, બીજાને હું સુખ દઈ શકું છું, સગવડતા આપી શકું છું, બીજાને હું અગવડતા દઈ શકું છું વગેરે વગેરે ક્રિયા હું કરી શકું છું એવી માન્યતા
Page #298
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૮૫
મિથ્યાદૃષ્ટિની છે. જૈન પરમેશ્વર તેને મિથ્યાત્વ કહે છે. આહા..હા...! સૂક્ષ્મ વાત છે. બંધ અધિકાર છે ને ?
એ તો ઠીક, પરની એકત્વબુદ્ધિનો તો નિષેધ કર્યો. આ આત્મા પર પદાર્થનું કાંઈ કરી શકે એ વાત ત્રણકાળમાં સાચી નથી. કેમકે પરપદાર્થ ભિન્ન સ્વતંત્ર પદાર્થ છે તેને આ સ્વતંત્ર આત્મા પરનું કરે એવું ત્રણકાળમાં બનતું નથી. એ વાત તો એક બાજુ રહી. પરની ક્રિયા હું કરી શકું છું એ વાત તો મિથ્યાત્વ છે પણ આચાર્ય – કુંદકુંદાચાર્યદેવ', ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ દિગંબર સંતો તો એમ કહે છે કે, જ્યારે ભગવાને પરની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો, પરને જિવાડું, બચાવું એવી બુદ્ધિનો ત્યાગ કરાવ્યો તો હું એમ માનું છું કે, પરના આશ્રયે જેટલો વ્યવહાર (થાય) છે એ પણ ત્યાજ્ય છે. આહા...હા...! ઝીણી વાત બહુ, ભાઈ !
ધર્મી જીવ (કે) જેને ધર્મ પ્રગટ થયો છે (અર્થાત) હું આત્મા આનંદ, જ્ઞાનસ્વરૂપ છું એવી જેને અંતરમાં વસ્તુસ્વભાવની દૃષ્ટિ અને અનુભવ થયો તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, તેને ધર્મની પહેલી સીઢી કહે છે. આહાહા..! સમજાય છે ? એ ધર્મની પહેલી સીઢી જેને પ્રગટ હો તો તેને કહે છે કે, પરની એકત્વબુદ્ધિનો તો ત્યાગ છે પણ પરના આશ્રયે જે કંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ થાય તે પણ બંધનું કારણ છે. માટે જ્ઞાનીને તે પણ ત્યાજ્ય નામ હેય છે. આહા..હા...! આ સૂક્ષ્મ વાત છે. એ કહ્યું. ભાવાર્થ છે ને ? ભાવાર્થ છે ? કળશમાં છેલ્લી લીટી છે. છેલ્લી ચાર લીટી !
“ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો” આ.હા...હા...! જેને મિથ્યાત્વનો નાશ થાય છે અને પોતાના ચૈતન્ય સ્વરૂપના અનુભવની સમ્યક્દષ્ટિ થઈ. આહા..હા..! તેને સકળ વ્યવહાર ત્યાજ્ય છે. દષ્ટિમાં તેનો આદર નથી. વ્યવહાર આવે છે પણ તે ત્યાજ્ય છે, દૃષ્ટિમાં તેને હેય માને છે. સમ્યક્દષ્ટિ જીવને વ્યવહારનો ભાવ – દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા-ભક્તિના ભાવ આવે છે, પણ તે વ્યવહાર છે, બંધનું કારણ છે. આહા..હા..! તો સમ્યગ્દષ્ટિ જીવ – ધર્મની પહેલી સીડી – મોક્ષમહેલની પહેલી સીડી, એ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીડીવાળાને પરને જિવાડી શકું છું, મારી શકું છું એ બુદ્ધિ તો નાશ પામી ગઈ, પણ પરના આશ્રયે જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે છે, તે પણ સમ્યગ્દષ્ટિને દૃષ્ટિમાં તેનું હેયપણું છે નામ ત્યાજ્ય છે. જુદી જાતની વાત છે, ભાઈ ! (આ) બધું કોઈ દિ' સાંભળ્યું નથી, “મુંબઈમાં એમને એમ હેરાન થઈ ગયા.
મુમુક્ષુ – રખડપટ્ટી.
ઉત્તર :- વાત સાચી, બાપા ! રખડપટ્ટી કરી, બાપુ ! અંદર આ ભગવાન આત્મા કોણ છે એની ખબરું ન મળે અને હું પરનું કરી દઉં, પરને આહાર દઈ શકું, પાણી આપી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કિલશામૃત ભાગ-૫
શકું, ઔષધ દઈ શકું... આ બધા કાર્યકર્તાઓ એ અભિમાન કરતા હતા. ભાઈ ! ખરી વાત છે ને ? આ તો જાણવા માટેની વાત છે ને ? આહાહા..! અમે આમ કરી દઈએ, દુનિયાને વ્યવસ્થા કરી દઈએ, મકાન બનાવી દઈએ, કૂવા ખોદી દઈએ, તળાવ બનાવી દઈએ, ઔષધ ને દવાખાના બનાવી દઈએ, દવાખાના ! દવાખાનાને શું કહે છે ? ઇસ્પિતાલ ! લોકોને દવા મળે. કહે છે કે, પરની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. આહા...હા...!
પ્રશ્ન :- નિમિત્ત તો છે ને ?
સમાધાન :- નિમિત્તનો અર્થ શું ? (કાર્ય થાય છે ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ એનાથી થયું એ વાત છે નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભગવાન !
તારું સ્વરૂપ તો અંદર સચ્ચિદાનંદ (છે). સતુ નામ શાશ્વત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. આહાહા...તેની જેને દૃષ્ટિ થઈ, હજી સમ્યગ્દર્શન (થયું છે), હોં ! ચારિત્ર પછી, ચારિત્ર તો અલૌકિક વાતું છે ! અહીંયાં તો પ્રથમ સમ્યગ્દષ્ટિને (એમ ભાન થયું છે કે, પોતા સિવાય કોઈપણ કાર્ય કિંચિત્ એક તણખલાના બે ટૂકડા કરી શકું એ હું નહિ. સમજાય છે ? આ તમે બધા ઊંધા ધંધા કરો છો ને ? હીરા વેચ્યા ને હીરાના પૈસા લીધા. એ માન્યતા જૂઠી છે, કહે છે. આહા...હા...!
પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા “સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે ત્યાં આગળ કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯માં (ગયા હતા). આ કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત હતા. આ વચમાં છે ને ? તેઓ ત્યાં ભગવાન પાસે ગયા હતા. આઠ દિ ત્યાં રહ્યા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. તો અહીંયાં બંધ અધિકારમાં એમ ફરમાવે છે કે, પ્રભુ તો આમ કહેતા હતા કે, એક આત્મા બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ અને કરી શકે એવી મિથ્યાદૃષ્ટિની માન્યતા છે. એ જેન નહિ, એને જૈનની શ્રદ્ધા નથી. આહા..હા...! એ ઉપરાંત પરની એકત્વબુદ્ધિ તો છોડાવી પણ પરના આશ્રયે જે ભાવ થાય છે – દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, શુભ ભાવ એ પણ બંધનું કારણ છે. આ...હા...હા....! આકરી વાત, પ્રભુ ! સમ્યગ્દષ્ટિને તે પણ હેય છે. સમજાણું કાંઈ ?
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ! એનો માર્ગ કોઈ અલૌકિક છે ! આવી ચીજ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. આહા..હા..! જેનામાં છે એની પણ એને ખબર નહિ.
ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો...” (અર્થાતુ) પરની કબુદ્ધિ છૂટી ગઈ અને પરના આશ્રયે જે વ્યવહાર ઉત્પન્ન થાય છે તે પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. આહા..હા..! (વ્યવહાર) રહ્યો પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. તેનો આશ્રય નહિ અને તેનો આદર નહિ. આવી વાત છે, બાપુ ! ભગવાન ! અનાદિકાળથી હેરાન થઈને દુઃખી થઈને રખડે છે. પોતાની ચીજ શું છે ? અને પર શું છે ? તેનું કંઈ ભાન નથી, ભેદજ્ઞાન નથી. પરથી
Page #300
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૮૭ મારી ચીજ ભિન્ન છે અને મારાથી પર ચીજ ભિન્ન છે તો ભિન્ન પદાર્થનું) હું કંઈ કરી શકતો નથી. આ.હા..હા....!
મુમુક્ષુ :- એકબીજાને મદદ કરો.
ઉત્તર :– કોણ મદદ કરી શકે ? એ તો નિમિત્તની અપેક્ષાએ ઉપગ્રહ કહેવામાં આવ્યું છે. પરસ્પર ઉપગ્રહો ! એ તો તેને કારણે ત્યાં થાય છે ત્યારે નિમિત્ત હોય તેને કહેવામાં આવે છે કે, આ નિમિત્ત છે, બસ ! પણ એનાથી પરમાં થયું છે એમ નથી), કિંચિત્ માત્ર થતું નથી. આહા...હા..! અરે..!
અહીંયાં પ્રભુ તો એમ કહે છે કે, મિથ્યાભાવ જેને છૂટી ગયો.” જેની મિથ્યાશ્રદ્ધા છૂટી ગઈ... આહા..હા...! અને જેને અંદર સમ્યગ્દર્શન – ધર્મની પહેલી સીડી પ્રગટ થઈ, એ છ ઢાળામાં આવે છે “મોક્ષ મહેલ કી પહેલી સીઢી આહાહા...! એ સમ્યગ્દર્શન અપૂર્વ ચીજ છે ! ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રને અમે માનીએ છીએ, નવ તત્ત્વને ભેદથી માનીએ છીએ તે સમ્યગ્દર્શન છે, એવી ચીજ નથી. આહાહા...!
અહીંયાં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ ! એ પૂર્ણ આનંદ અને પૂર્ણ દ્રવ્યની દૃષ્ટિ જેને અંતરમાં થઈ, એવા સમ્યગ્દષ્ટિને એ સર્વ વ્યવહાર હેય કહેવામાં આવ્યો છે. આ હા.! આવી વાત છે. આકરું બહુ ! છે અંદર ?
‘મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો છે એમાં ? આ કળશ અમૃતચંદ્રાચાર્યદેવનો છે. દિગંબર (સંત) ! મૂળ શ્લોક કુંદકુંદાચાર્યદેવના છે અને આ કળશ છે એ “અમૃતચંદ્રાચાર્યદેવના છે. એની ટીકા ‘રાજમલજીએ કરી છે. રાજમલ જૈન ધર્મના મર્મી હતા. તેમાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક' બનાવ્યું.
અહીંયાં કહે છે કે, જેને મિથ્યાત્વ છૂટી ગયું... આહા...હા...! “તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો... આહાહા...! દૃષ્ટિમાંથી પરની એકત્વબુદ્ધિ તો છૂટી ગઈ પણ પરના આશ્રયે જે વ્યવહાર દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત આદિના ભાવ (થાય) તે પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. વ્યવહાર છોડવા લાયક છે, આદરવા લાયક છે નહિ. આહા...હા..! સમ્યગ્દષ્ટિને વ્યવહાર આવે છે પણ તેને હેય તરીકે માને છે. ઉપાદેય તરીકે ગ્રહણ કરવા લાયક છે એમ આદર નથી કરતા. મિથ્યાદૃષ્ટિ જેને જેનની ખબર નથી કે શું ચીજ છે ? એ શુભ ભાવને આદરણીય માનીને તેનાથી મને પરંપરા કલ્યાણ થશે એમ માનનાર મિથ્યાદૃષ્ટિ વ્યવહારને આદરણીય માને છે. સમજાણું કાંઈ ? એક લીટીમાં તો ઘણું (ભરી દીધું છે).
ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો,....દૃષ્ટિમાં કોઈપણ વ્યવહારનો આદર રહ્યો નહિ. આહા..હા...! આવી વાત છે. આ શ્લોક જ એવો ઊંચો છે !! “કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. આ..હા..હા...! ગજબ વાત છે, પ્રભુ ! જેટલી પરની એકતાબુદ્ધિ મિથ્યાત્વ છે એ વ્યવહાર
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૮
કિલશામૃત ભાગ-૫
છે અને પરના આશ્રયે ઉત્પન્ન થતાં દયા, દાન, વ્રતના ભાવ એ વ્યવહાર છે. તેને પોતાના માનવા એ મિથ્યાત્વ ભાવ છે. જેટલો વ્યવહાર છે એટલો મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! બે લીટીમાં તો આખા જૈનદર્શનનો સાર ભરી દીધો છે !! આ વાત જેન પરમેશ્વરના શ્રીમુખે નીકળેલી વાત છે ! અરે..! જગતના પ્રાણી ક્યાં ક્યાં (ધર્મ) માને અને ચીજ ક્યાં રહી ગઈ એ ખબર નહિ. આ.હા....!
વ્યવહાર કેમ છૂટી ગયો ? સમ્યગ્દષ્ટિના મિથ્યાત્વનો નાશ થયો તો બધો વ્યવહાર છૂટી ગયો. કેમ ? છે ? મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ..હા.હા..હા..! પરના આશ્રયે રાગ આદિ શુભ (ભાવ) થાય છે અને તેનાથી મને લાભ થશે એમ માને છે, તો જેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વ ભાવ છે. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો માર્ગ સમજવો અપૂર્વ પુરુષાર્થ છે !
અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ સમજ્યો નથી. આમ તો ‘મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો’ એ છ ઢાળામાં આવે છે. ‘મુનિવ્રત ધાર’ મુનિના વ્રત લીધાં, પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા). “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો' નવમી રૈવેયક ગયો. “પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો આહા..હા....! એ મહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રતના પરિણામ થાય છે એ રાગ છે, એ આસ્રવ છે અને દુઃખ છે. આહા...હા...! આવું હોવા છતાં પણ આત્મજ્ઞાન ન થયું. સ્વર્ગમાં પણ અનંતવાર ઉપજ્યો. દિગંબર મુનિ પંચ મહાવ્રત લઈને, હજારો રાણીઓ છોડીને જંગલમાં ગયો). રાગ છે એ દુઃખ છે. આહા...હા..! આવું થવા છતાં, “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો એનો અર્થ શું થયો ? એ પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનો જેટલો વ્યવહાર છે એ બધો રાગ છે, એ બધું દુઃખ છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ !
આતમજ્ઞાન – પુણ્ય અને પાપના પરિણામથી રહિત મારી ચીજ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા મારો છે... આહા...હા....! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન’ બનારસીદાસ” ! ‘સમયસાર નાટકમાં લખે છે). “ઘટ ઘટ અંતર જિન વસે ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપી છે. વીતરાગી સ્વરૂપ જ આત્માનું છે તો વીતરાગ સ્વરૂપ છે તો પર્યાયમાં કેવળી પરમાત્મા વીતરાગ થઈ જાય છે. છે તેમાંથી થઈ જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. આહાહા..! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન જૈનપણ કંઈ બહારમાં નથી. આહા...હા...! રાગની એકતાબુદ્ધિ તોડીને, એ વ્યવહારથી પણ લાભ નથી અને મારા આનંદકંદ પ્રભુના આશ્રયે મને લાભ છે, આવી બુદ્ધિ થઈ તેણે જિનસ્વરૂપને જાણ્યું માટે તેને જેન કહેવામાં આવે છે. આ વાડામાં તો બધા જૈન જૈન કહે છે. આહા...હા...!
પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે, “ઘટ ઘટ અંતર જિન વસે” અરે..! પણ આ બધા પરમાત્મા છે ? અંદર જિનસ્વરૂપી જ છે. પુણ્ય અને પાપના ભાવ છે એ
Page #302
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૮૯ રાગ છે, એ શુભ-અશુભ રાગથી ભિન્ન ભગવાન જિનસ્વરૂપ જ બિરાજે છે. આહાહા...! આવા જિનસ્વરૂપ આત્માનો જેને અંતરમાં અનુભવ થયો એ જૈન કહેવામાં આવે છે. આ ક્રિયા આવી આવી ક્રિયા કરે છે માટે જૈન છે, એમ નથી એમ અહીંયાં કહે છે. આહાહા...!
કહે છે, “મિથ્યાત્વના ભાવ...” ગજબ વાત છે ને ! વિપરીત માન્યતાના ભાવ અને વ્યવહારના ભાવ....” ભાઈ ! ત્યાં તો આવો શબ્દ પણ કોઈ દિ સાંભળ્યો નથી, લ્યો ! આહાહા..! જિનેન્દ્રદેવના શ્રીમુખે સાંભળીને કુંદકુંદાચાર્યદેવ' સંદેશ લાવ્યા. મહાવિદેહમાં પ્રભુ “કુંદકુંદાચાર્ય” દિગંબર સંત ગયા હતા. સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલા (ગયા હતા), આઠ દિ રહ્યા હતા. સાક્ષાત્ સમવસરણમાં ભગવાનની વાણી સાંભળી અને કેટલાક શંકાસમાધાન શ્રુતકેવળી, ગણધરો આદિ પાસે કર્યું... આહા...હા...! અને ત્યાંથી આવીને આ ભરતક્ષેત્રમાં... એ તો ભરતક્ષેત્રના મુનિ હતા ને ? અહીંયાં આવીને આ “સમયસાર, ‘પ્રવચનસાર', પંચાસ્તિકાય, નિયમસાર”, “અષ્ટપાહુડ બનાવ્યા. અહીંયાં ભગવાનનો સંદેશ આમ હતો, એમ કહે છે. આ..હા..હા...!
જેટલો પરના આશ્રયે વ્યવહાર છે તે ધર્મીને હેય છે. આહાહા..! અધર્મીને ઉપાદેય છે અને ધર્મીને હેય છે, આ વાત છે. ભાઈ ! આવી વાતું છે આ ! લોકોને એવુ લાગે અર.૨.૨...! હાય. હાય..! આ તો વ્યવહારનો લોપ થઈ જાય છે. અહીં તો પ્રભુ એ કહે છે. વ્યવહાર આવે છે. આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, રાગને – વ્યવહારને હેય માન્યો તોપણ વ્યવહાર તો આવે છે. આવે છે, પણ હેય તરીકે આવે છે. જ્ઞાની તેને ઉપાદેય. તરીકે માનતા નથી. આહાહા...! સમજાણું કાંઈ ?
સાચા સંત હો, પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે. મુનિનું લક્ષણ શું ? અંદર પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે. પ્રચુર નામ ઘણા આનંદનું વદન જેનું લક્ષણ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનું વેદન જેનું ભાવલિંગનું લક્ષણ છે. એવા મુનિને પણ પંચ મહાવ્રત આદિના વિકલ્પ આવે છે. આહા..હા...! પણ છે તે હેય, છે તે આસ્રવ, છે તે દુઃખ. આહા..હા..! ભારે આકરું કામ ! એક ભાઈએ કહ્યું હતું ને ? આ હિન્દી લીધું. ભાઈ કહેતા હતા ને ? પછી પૂછ્યું હતું તો ખબર પડી કે, ઘણું માણસ છે. એટલે હિન્દી લીધું. ભાઈએ કહ્યું હતું. આહા...હા....!
ભગવંત ! તારું સ્વરૂપ કોઈ અલૌકિક છે, નાથ ! તને તારી ખબર નથી, પ્રભુ ! આહા..હા..! તારી ચીજમાં તો શરીર, વાણી, મન તો છે જ નહિ, કર્મ તો છે જ નહિ, પાપના પરિણામ – હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, પાપના પરિણામ પણ આત્મામાં છે નહિ અને દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્ય પરિણામ પણ આત્મામાં છે નહિ. કેમકે નવ તત્ત્વ છે. તો નવ તત્ત્વમાં હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના પાપ તત્ત્વમાં જાય છે અને દયા, દાન, ભક્તિ, તપસ્યાના પુણ્ય ભાવ આવે છે એ પુણ્ય તત્ત્વમાં જાય છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦
કલામૃત ભાગ-૫
તો નવ તત્ત્વમાં પુણ્ય-પાપ તત્ત્વથી ભગવાન ભિન્ન તત્ત્વ છે. આ..હા..હા...! વાંચો છો કે નહિ ત્યાં કોઈ દિ' ? વાંચો છો ? કો'ક દિ' કે દ૨૨ોજ ? (શ્રોતા : કો'ક દિ'). કો'ક દિ' હોય ? દ૨૨ોજ હીરાનું પાપ કરવું અને આ કો'ક દિ' ? ભાઈ ! આ ભાઈ કહે છે, હું કો'ક દિ' વાંચું છું. એનો અર્થ શું ? આખો દિ' હીરાના (ધંધાના) પાપ કરવાના (અને) કો'ક દિ' આ (કરવાનું) ? આહા..હા...!
પ્રશ્ન :- કેટલા કલાક વાંચવું જોઈએ ? સમાધાન :- અરે...! પણ...
મુમુક્ષુ :- વાંચીએ ત્યારે બે-ત્રણ કલાક વાંચીએ.
ઉત્તર :- વાંચીએ ત્યારે બે-ત્રણ કલાક વાંચીએ, ન વાંચીએ ત્યારે કાંઈ નહિ ! વાત તો છે એમ કહે છે. અરે...! ભાઈ ! આ તો હંમેશાં (હોવું જોઈએ). ખોરાક વિના કોઈ દિ’ ચાલે છે ? એમ આ તો ખોરાક છે. ભગવાનની વીતરાગની વાણી, દિગંબર સંતોની વાણી એ તો વીતરાગની વાણી છે. એવી વસ્તુ બીજે ક્યાંય છે જ નહિ. કોઈ પંથ, મતમાં ક્યાંય છે નહિ. એવી વાણીને માટે તો દરરોજ પ્રભુ ! બે-ચાર કલાક તો કાઢવા જોઈએ. વાંચન વિના આ વાત ન બેસે. એકદમ અજાણ્યા માણસને તો (એમ લાગે કે) આ તે શું કહે છે ? આહા..હા....!
મુમુક્ષુ :- આમાં કાંઈ સમજાતું નથી.
ઉત્તર :– એ કહે છે, એમાંથી આ સમજાય છે.
આત્મા સિવાય જેટલા ૫૨૫દાર્થ છે), હું સ્ત્રીને, કુટુંબને, પુત્રને પાળી શકું છું એ વાત તદ્દન મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :– અમે આખો દિ' મિથ્યાત્વમાં જ રહેતા લાગીએ છીએ.
ઉત્તર ઃ- અનાદિથી મિથ્યાત્વમાં જ પડ્યા છે. હમણાં ન કહ્યું ? અમે રખડપટ્ટીમાં રહ્યા. ભાઈએ એમ કહ્યું ને ? વાત સાચી, બાપા ! અહીં તો બાપુ ! તત્ત્વની વાત છે,
ભગવાન ! આહા..હા...!
ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ એમ ફરમાવે છે, જેટલો મિથ્યાત્વ ભાવ છે તેટલો વ્યવહા૨ ભાવ છે. એ સમયસાર નાટક'માં પણ આવે છે. કેવળી ઉક્ત હૈ. જેટલો મિથ્યાત્વભાવ તેટલો વ્યવહાર ભાવ. એટલે ? કે, પરના આશ્રયે જેટલો રાગ ઉત્પન્ન થાય છે એ પોતાનો માનવા એ મિથ્યાત્વ છે અને પોતા સિવાય પદ્રવ્યની કોઈપણ ક્રિયા હું કરી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે. આહા..હા...! ઝીણી વાત, ભાઈ !
મુમુક્ષુ :- બરાબર ડંકા વાગ્યા !
ઉત્તર :– આ ડંકા તો ભગવાનના છે ને !! વાત તો આ સત્ય છે. શું કરીએ ? પ્રભુ ! લોકો એમ પણ કહે કે, અરે......! આ તો વ્યવહા૨નો નાશ થાય છે. પ્રભુ ! પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૯૧
વ્યવહાર કોને કહીએ ? તને ખબર નથી.
જેને આત્મદર્શન થયું હોય, આત્મજ્ઞાન થયું હોય અને સમ્યગ્દર્શનમાં આત્માના અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ આવ્યો હોય તેને સમ્યગ્દષ્ટિ કહીએ. એ સમ્યગ્દષ્ટિને વ્યવહાર આવે છે. અંદર સ્થિર રહી શકે નહિ ત્યારે વ્યવહાર – વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ આવે છે. આવે છે છતાં તે હેય છે, આસ્રવ છે, બંધનું કારણ છે એમ સમકિતી માને છે. આહા...હા...! જેટલો મિથ્યાત્વભાવ છે. છે ?
“કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ...હાહા...! ગજબ વાત કરી છે ! વ્યવહાર ભાવ આવે છે તો મિથ્યાત્વ છે એમ નથી. પણ વ્યવહાર ભાવ મારો છે, એવી માન્યતા તે મિથ્યાત્વભાવ છે. તો જેટલો વ્યવહાર છે એટલો મિથ્યાત્વભાવ છે, એમ કહે છે. આ માન્યતાની અપેક્ષાથી (વાત છે). આહા...હા...!
આત્મામાં જેટલો પરના આશ્રયે (ભાવ થાય), ભગવાનની ભક્તિનો ભાવ આવ્યો એ પણ પરના આશ્રયે થયો છે, રાગ છે અને રાગ પોતાનો માન્યો છે તે મિથ્યાત્વ ભાવ છે. અરેરે..! આહા..હા..! કારણ કે ઈ રાગતત્ત્વ પુણ્યતત્ત્વ છે. ભગવાન શાયકતત્ત્વ ચૈતન્યમૂર્તિ ભગવાન ચૈતન્યસ્વરૂપી પ્રભુ ભિન્ન છે. એ ચૈતન્યતત્ત્વમાં વ્યવહારનો જે દયા, દાન, વ્રત આદિનો રાગ (ઊઠે) એ મારો છે અને મને એનાથી લાભ થશે, તો જેટલું મિથ્યાત્વ છે એટલો વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા...હા...! સમજાણું કાંઈ ? બનારસીદાસે એમાં લખ્યું છે). જેટલો મિથ્યાત્વ ભાવ તેટલો વ્યવહાર ભાવ. કેવળી ઉક્ત હૈ (અર્થાતુ) સર્વજ્ઞ ભગવાન એમ કહે છે. આહાહા...! આમાંથી એ કાઢ્યું છે. આખું “સમયસાર નાટક' આ કળશ (ટીકામાંથી) બનાવ્યું છે. આ..હા..હા..! અરે.રે....!
- જિનેન્દ્ર વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ ! એમની દિવ્યધ્વનિ, એમની વાણી આવી ન હોય. ભગવાનની વાણી આપણે બોલીએ એવી ભાષા એમને હોય નહિ. એ તો વીતરાગ છે. ૐ ધ્વનિ ઊઠે, આહા..હા..! એકાક્ષરી ! “મુખ ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે ત્રિલોકનાથ તીર્થંકરદેવના મુખમાં, મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે. “મુખ ૐકાર ધુનિ સુનિ’ ૐ અવાજ અંદરથી આવે. આવી ભાષા એને ન હોય. કેમકે વીતરાગ થઈ ગયા છે. જે રાગી પ્રાણી છે એને ભેદવાળી ભાષા છે. વીતરાગી હોય એની ભાષા એકાક્ષરી ૐ ધ્વનિ આવે. આહા..હા..! વીતરાગ સિવાય એ વાત ક્યાંય છે નહિ. આહા...હા...!
એ પરમાત્માના મુખમાંથી (વાણી આવે છે એમ કહેવાય, બાકી તો) આખા શરીરમાંથી ભાષા આવે છે. પણ લોકો દેખે છે કે, આ ભાષા છે એમ ધારીને મુખ કહ્યું છે. શાસ્ત્રમાં એમ શબ્દ વાપર્યો છે. ‘મુખ ૐકાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે એકલા મુખમાંથી ભાષા નથી આવતી. ભગવાનને તો હોઠ બંધ હોય. તાળવું હલે નહિ અને આખા શરીરમાંથી ૐ એવી ધ્વનિ ઊઠે. આ.હા...હા...! ભાઈ ! આ તો બીજી વાતું છે. આહા...હા...!
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨
કિલામૃત ભાગ-૫ ભગવાન પૂર્ણ આનંદ વીતરાગ થઈ ગયા. આહા..હા..! સર્વજ્ઞ કેવળી ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણે. આહા...હા...! એની વાણી એકાક્ષરી (હોય છે). એની અંદર ૭૦૦ ભાષા આવે. સાંભળવાવાળા પોતાની ભાષામાં સમજે. પણ ભગવાનના મુખમાંથી ‘ૐ ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ભગવાનની વાણીમાંથી આગમ રચે. ભગવાનની વાણીમાંથી આવે એને આગમ કહીએ, હોં ! આહાહા..! જુઓ ! આ બધા પરમાગમ છે. આમાં પોણા ચાર લાખ અક્ષર છે. એ બધી પરમાત્માની વાણી છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી છે. પોણા ચાર લાખ અક્ષર છે, મશીનથી કોતરાયેલા છે, હિન્દુસ્તાનમાં પહેલું વહેલું છે. મશીન ક્યાંય આવ્યું નથી. અહીં ઇટાલીથી મશીન આવ્યું હતું, અહીંયાં છે. એનાથી આ પોણા ચાર લાખ અક્ષર કોતરાયેલા છે. તેથી આને પરમાગમ કહેવામાં આવે છે. પરમાગમ મંદિર કહેવામાં આવે છે. પોણા ચાર લાખ અક્ષર ! સોનાના અક્ષર સાઠ હજાર કરવાના હતા. લોકો કહેતા હતા. અમે કોઈ દિ' કહ્યું નથી કે, તમે આટલું કરો. લોકો કહે કે, અમારે આ કરવું છે. સાઠ હજાર સોનાના અક્ષર ! મેં ના પાડી. ભાઈ ! અમે જંગલમાં છીએ, તમે સાઠ હજાર સોનાના અક્ષર (લખવા માગો છો). બંધ રાખ્યું, પંદર હજાર કરીને બંધ કરી દીધું. એ બનવાનું હોય ત્યાં બને છે, એને બનાવનાર આત્મા એમ માને કે મેં બનાવ્યું ! આહા..હા...! આકરી વાતું (છે). એનો ભાવ શુભ હો. પણ ઈ શુભ પણ પુણ્ય છે. એ પણ પર આશ્રિત ભાવ છે અને એનાથી ધર્મ માને તો મિથ્યાત્વ છે. આ..હા...હા...!
પ્રશ્ન :- ધર્મનું કારણ માને તો ?
સમાધાન – કારણ-ફારણ બિલકુલ નહિ. ધર્મ વીતરાગી પર્યાયનું કારણ કારણપરમાત્મા આત્મા (છે). ત્રિકાળી ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ! ભગવાન સર્વશે કહ્યો એ આત્મા. બીજાઓ કહે ઈ નહિ. એવો જે અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ (બિરાજે છે), જેને પ્રભુ કારણ પરમાત્મા કહે છે, એ કારણપરમાત્મા ધર્મની પર્યાયનું કારણ થાય છે. આહાહા...! બહુ ફેર, વાતે વાતે ફેર ! આહા..હા...!
અહીં તો આટલા શબ્દનો અર્થ મોટો આકરો છે. કારણ કે...” શું કારણ? ‘મિથ્યાત્વ ભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે.” હવે કહે છે, એનો હેતુ ? “મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” આ.હા...હા...! પરનું કરી શકું એ મિથ્યાત્વ ભાવ (છે), એ વ્યવહાર (છે) અને પરને આશ્રયે થતો વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ, એ ભાવ પણ પરાશ્રિત લક્ષવાળો ભાવ છે). એને પોતાના માનવા એટલે જેટલા મિથ્યાત્વ ભાવ (છે) તેટલા વ્યવહાર ભાવ કહેવામાં આવે છે. આહાહા..! આકરી વાતું છે આ ! સાધારણ માણસને તો પાગલ જેવું લાગે એવું છે. આ શું માંડી ? ભગવાને એમ માંડી છે, બાપુ ! તું સાંભળ !
Page #306
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૯૩
બાપુ ! ત્રણલોકના નાથ ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે આમ ફરમાવતા હતા. આહા..હા...! ગણધરો અને ઇન્દ્રો ! અને વાઘ ને સિંહ ને નાગ જંગલમાંથી સમવસરણમાં ચાલ્યા આવતા. એવી ધર્મસભાના ભગવાનની આ વાણી હતી. એ વાણીની રચના અહીંયાં કુંદકુંદાચાર્યે બે હજાર વર્ષ પહેલાં કરી. પછી હજાર વર્ષ પછી ‘અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત થયા) એમણે આ ટીકા ને કળશ બનાવ્યા. આહા...હા..! આકરી વાત છે, શેઠ ! મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર ભાવ એક (વસ્તુ) આ શું કહે છે ? એટલે એનો અર્થ બીજો છે, હોં !
વ્યવહાર ભાવ એ મિથ્યાત્વ ભાવ નથી. વ્યવહાર ભાવ છે એ તો જ્ઞાનનું શેય તરીકે વસ્તુ છે પણ એ વ્યવહાર છે એ મારો છે અને મને લાભ કરશે, એટલે જેટલો મિથ્યાત્વ ભાવ તેટલો વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! વ્યવહાર ભાવ એ મિથ્યાત્વ ભાવ હોય તો તો સમકિતી જ્ઞાનીને વ્યવહાર તો આવે છે. ભગવાનની ભક્તિ, વિનય, પૂજાનો ભાવ તો આવે. એ ભાવ આવે છે એ મિથ્યાત્વ ભાવ નથી. પણ એ ભાવ મારો છે એમ માને એટલો મિથ્યાત્વ ભાવ છે. કારણ કે પુણ્યતત્ત્વ ભિન્ન છે, જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. આહા..હા...! ઝીણી વાતું, બાપુ !
જૈનધર્મને સમજવો બહુ આકરું કામ ! જેનધર્મ કોઈ સંપ્રદાય નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આહા...હા....! “જિન સો હી આત્મા, અન્ય સો હી હૈ કર્મ, એ હી વચન સે સમજ લે જિન પ્રવચન કા મર્મ આ..હા..હા...! “જિન સો હી આત્મા” આ તો જિનસ્વરૂપી ભગવાન વીતરાગમૂર્તિ ! અકષાય સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. ત્રણે કાળે, હોં ! આહા...હા..! એ જિન સો હી આત્મા, અન્ય સો હી કર્મ” પુણ્ય અને પાપ આદિ ભાવ અને બધું પર એ કર્મજન્ય ઉપાધિ છે. આહાહા.! એ ભગવાન આત્માના સ્વભાવમાં એ ઉપાધિ ભાવનો અભાવ છે. એને ઠેકાણે એ ઉપાધિ ભાવ મારા છે, મને લાભ કરશે એવી માન્યતા તે મિથ્યાત્વ છે). તેથી જેટલા મિથ્યાત્વ ભાવ (થાય) તેટલા વ્યવહાર ભાવ (છે) આ અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. વ્યવહાર ભાવ મિથ્યાત્વ ભાવ હોય તો વ્યવહાર તો મુનિને પણ આવે. આત્મજ્ઞાની ધ્યાની આનંદના અનુભવીઓ, અતીન્દ્રિય આનંદ જેને ઉલ્લાસી નીકળ્યો છે એનું નામ મુનિ. એને પણ પંચ મહાવ્રતના વિકલ્પ આવે, ભગવાનની ભક્તિનો રાગ આવે, પરદ્રવ્યનો વિનય કરે તો એટલો રાગ છે. એ રાગ છે ઈ મિથ્યાત્વ નથી. પણ જેટલા પ્રકારના રાગ છે એટલા પ્રકારનો મને લાભ થશે, એ બધો વ્યવહાર તે મિથ્યાત્વ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેટલાકે તો પહેલાં સાંભળ્યું પણ નહિ હોય, શું છે આ ? વીતરાગ ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ ! એની દિવ્યધ્વનિનો આ સાર છે. આહા...હા...!
જેટલા મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.” જોયું ? શું કીધું છે ? મિથ્યાત્વ ભાવ વિપરીત માન્યતાનો ભાવ અને વ્યવહાર ભાવ – બન્ને એક ચીજ છે. એટલે?
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૪
કલશામૃત ભાગ-૫
કે, જેટલા વ્યવહાર છે એટલા મારા માન્યા એ મિથ્યાત્વ ભાવ (છે) અને એટલા વ્યવહાર ભાવ છે). માનવાની અપેક્ષાની વાત છે, હોં! આહા..હા...! વ્યવહાર ભાવ આવે ઈ મિથ્યાત્વ છે એમ નથી. વ્યવહાર તો સંતોને ભગવાનની ભક્તિ, વિનય, નમસ્કાર, નામસ્મરણ, ણમો અરિહંતાણંનું સ્મરણ એવો ભાવ તો આવે, પણ એ તો રાગ છે. પણ રાગને પોતાનો માને તો જેટલા વ્યવહાર (ભાવ છે) તેટલા મિથ્યાત્વ (ભાવ) છે એમ કહેવામાં આવ્યું છે. આ.હા..! વ્યવહાર છે એ મિથ્યાત્વ ભાવ છે એમ નહિ.
મુમુક્ષુ :- આ ભારે ખુલાસો છે.
ઉત્તર :- હા, આવું છે, બાપુ ! શું થાય ? આ તો ભગવાનની પેઢી છે, ભાઈ ! ત્રિલોકનાથ પરમાત્માની... આહા...હા..! એની પેઢીની ખુલાસો કરવો આકરો (છે), બાપા ! આહા..હા...!
અહીં એ કહ્યું, કોઈ એમ લઈ લ્ય કે, મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર (ભાવ) એક વસ્તુ છે. તો પછી જેને વ્યવહાર હોય તે મિથ્યાદૃષ્ટિ છે એમ નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! વ્યવહાર તો જ્યાં સુધી વીતરાગ ન થાય, આત્મા પરમેશ્વરપદને પામે નહિ, ત્યાં સુધી સાધકજીવને વચ્ચે વ્યવહાર આવે, પણ એ વ્યવહારને હેય માને અને એ વ્યવહારને ઉપાદેય માને તો જેટલા મિથ્યાત્વ ભાવ તેટલા વ્યવહાર ભાવ એમ કહેવામાં આવ્યા છે. આહા..હા..! સમજાણું કાંઈ ? ભાઈ ! બરાબર સંભળાય છે ને ? સંભળાય છે ? એમ મેં કીધું. સમજાય છે, (એ) હજી વાર છે. આવી વાતું, બાપા ! શું કરીએ ? આહા..હા..!
અરે. ભગવાન ! તારી ચીજ કોઈ અંદર જુદી છે. આહા..હા..! એ જુદી ચીજને જુદી ચીજની સાથે મેળવે તો મિથ્યાત્વ છે એમ કહેવું છે. જુદી ચીજ હો, ગણધરને પણ ભગવાનના વિનયનો ભાવ આવે. અરે! શાસ્ત્ર રચ્ય એ પણ વિકલ્પ છે, રાગ છે. ભાવ આવે. આહા..હા..! પણ એ આદરણીય છે, એ હિતકર છે, એ ઉપાદેય છે એમ માનવું એનું નામ મિથ્યાત્વ ભાવ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આહા..હા..!
એથી એમ કહ્યું કે, “મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. બન્ને એક વસ્તુ છે, કહે છે. આહા...હા...! “રાજમલ ટીકા કરે છે ! અને એના ‘સમયસાર નાટક'માં પદ બનાવ્યા. “બનારસીદાસ” ! આહા..હા..! છે ને ઈ ? એ નીકળ્યું ! પાનું એ નીકળ્યું ! અસંખ્યાત લોકપ્રમાણ જો મિથ્યાત્વ ભાવ.” આમાંથી કાઢ્યું છે. “અસંખ્યાત લોકપ્રમાણ..” શું કહ્યું છે ? કે, આત્મામાં શુભ ભાવ અસંખ્ય પ્રકારના છે. શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે. દયાના, દાનના, ભક્તિના, પૂજાના, વ્રતના, અનુકંપાના એવા શુભ ભાવના અસંખ્ય પ્રકાર
“અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વ ભાવ તે વ્યવહાર ભાવ કેવળી ઉકત્ હૈ.” આહા...હા...! જેટલા મિથ્યાત્વ ભાવ છે તેટલા વ્યવહાર (ભાવ છે) એમ કેવળી ભગવાન
Page #308
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૯૫
ફરમાવે છે. એ આ અપેક્ષાએ, હોં ! વ્યવહાર પોતાનો માને એ અપેક્ષાએ. વ્યવહાર આવે એને મિથ્યાત્વ ભાવ છે એમ નહિ. આહા...હા...! પણ વ્યવહારને ઉપાદેય તરીકે (માને), રાગ છે એ મારી ચીજ છે એમ માને), એ રાગ વ્યવહાર આત્માની ચીજ છે એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા..! આત્માની હોય તો આત્મામાંથી નીકળી ન જાય. નીકળી જાય એ (ચી) આત્માની નહિ. સિદ્ધ ભગવાનને રાગ રહેતો નથી, નીકળી જાય છે. માટે રાગ આત્માની ચીજ નથી. આહા..હા..!
અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વ ભાવ તે હી વ્યવહાર ભાવ કેવળી ઉકત હૈ, જિનકો મિથ્યાત્વ ગયો...” આહા...હા...! “બનારસીદાસે’ આમાંથી બનાવ્યું છે. જિનકો મિથ્યાત્વ ગયો, સમ્યગ્દર્શન ભયો તે નિયત લીન વ્યવહાર સો મુકતુ હૈ.” આ વાત છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપમાં તેની લીનતા છે. વ્યવહાર છે પણ તેમાં તે હેયબુદ્ધિએ તેનાથી મુક્ત છે. આહા..હા..! આવી વાતું છે. અત્યારે બનારસીદાસની મશ્કરી કરે છે. બનારસીદાસ” અને “ટોડરમલ” અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા ! અરેરે! એમ ન કહેવાય, પ્રભુ ! “ટોડરમલ જેવા “મોક્ષમાર્ગ પ્રકાશકના કરનારા, બનારસીદાસ’ આ..હા..! એવું પોતાને ન બેસે એટલે એને ઉડાવ્યા. અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા, એમ કહ્યું. અર.ર..ર..! અરે...! ભાંગ હોય, બાપા ! તને ખબર નથી, ભાઈ !
નિયત લીન.... ઈ ભાષા આવી એટલે એને વાંધા ઉઠ્યા. ‘વ્યવહાર સો મુક્ત હૈ વ્યવહાર આવે છે પણ અંદરમાં મુક્ત છે, એનો આશ્રય, આદર નથી. આહા..! “નિર્વિકલ્પ નિરુપાધિ આતમસમાધિ સાધી’ સમ્યગ્દષ્ટિ તો રાગને સાધતા નથી. પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ ચિહ્વન આનંદકંદ પ્રભુ ! તેનું જ અંદરમાં સાધન કરે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? “નિર્વિકલ્પ નિરપાધિ ઉપાધિ વિના. રાગ વ્યવહાર છે એની ઉપાધિ વિનાનો ભગવાન આત્મા અંદર છે. એને “આતમ સમાધી સાધી, સુગમ મોખપંથનો ટૂકત હૈ આહા..હા..! ગૃહસ્થાશ્રમમાં બનારસીદાસ” જેવા ભગવાનની વાણી છે તેમ ફરમાવે છે, કહે છે. આહાહા...! તિર્યંચને સમ્યક્દૃષ્ટિ હોય અને સિદ્ધને (સમ્યગ્દર્શન) હોય (એમાં) સમ્યગ્દર્શનમાં શું ફેર છે ? પશુને સમ્યગ્દર્શન છે. અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચ પશુ છે. અસંખ્ય સમકિતી છે ! ત્યાં આત્મજ્ઞાની અનુભવી પાંચમા ગુણસ્થાનવાળા છે ! અઢી દ્વિપ બહાર તિર્યંચ (છે). આહા...હા...! “ટોડરમલજી' કહે કે, તિર્યંચનું સમકિત અને સિદ્ધના સમકિતમાં શું ફેર છે ? અંદર સ્થિરતા, સ્વરૂપની રમણતામાં ફેર છે. સમજાણું કાંઈ ? સમકિતીની વાણી અને વીતરાગની વાણીમાં કાંઈ ફેર નથી), સતુની શ્રદ્ધામાં ફેર નથી.
સુગુન મોક્ષપંથ કો ઠુકત હૈ, તે હી જીવ પરમ દસા મેં સ્થિરરૂપ હોય છે. આહા.હા....! છે ? તે જીવ – સમ્યગ્દષ્ટિ રાગને હેય માનીને અંદર સ્વરૂપમાં ઠરવા માગે છે. આ..હા..! જેટલો આનંદ સ્વરૂપમાં ઠરું એટલું મારું ચારિત્ર છે. આહાહા....! ચરવું, રમવું, જમવું.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૬
કિલશામૃત ભાગ-૫
સમ્યગ્દર્શનમાં આનંદનું જે ભાન થયું. આહાહા...! એમાં અંદર આનંદમાં જેટલી સ્થિરતા થાય એનું નામ ચારિત્ર છે. આહાહા...! પંચ મહાવ્રતના પરિણામ એ કંઈ ચારિત્ર નથી, એ તો રાગ છે, આસવ છે. અરે...! વાતની ખબર પણ નહિ ત્યાં શું થાય ? અનંતકાળ એમને એમ ગયો. આહા..હા..!
ધર્મ મેં ઢંકે ન કર્મ સો રકત હૈ “બનારસીદાસ' કહે છે કે, સમકિતી તો પોતાના સ્વરૂપમાં અંદર ઠુકતે હૈં. “ન કર્મ સો રકતે હૈં રાગમાં રોકાતો નથી. આવી જાય છે પણ અંદર જાય છે. આહા...હા...! સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા ! તેમાં ટુકત હૈ. આહા..હા..! ધર્મીનું વલણ અને ઝુકાવ આનંદ ઉપર છે. રાગ આવે છે પણ ઝૂકાવ અને આશ્રય છે નહિ. આહા..હા..! ભારે કામ, ભાઈ ! છે ? આ (કળશનો) ઈ શ્લોક છે, હોં ! આ આપણે ચાલે છે ઈ.
(અહીંયાં કહે છે), કેવો છે વ્યવહાર ? હવે મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર એક કહ્યો એ આ અપેક્ષાએ. પોતાના માને ઈ અપેક્ષાએ. ત્યારે (કહે છે), કેવો છે વ્યવહાર ?’ છે ? કન્યાશ્રય: ત્યાન: આહા...હા...! કેમકે વ્યવહાર છે એ અન્યનો આશ્રય છે. એમાં સ્વનો આશ્રય નથી. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ! નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ પ્રભુ ! એનો આશ્રય લે તો ધર્મદશા થાય છે. વ્યવહાર પરઆશ્રયે છે. આહા...હા..!
ભાવપાહુડમાં ૮૩ ગાથામાં કીધું છે. “ભાવપાહુડ ! “અષ્ટપાહુડ' છે ને ? કુંદકુંદાચાર્યદેવ'નું “અષ્ટપાહુડ' ! પૂજા અને વ્રત એ જૈનધર્મ નહિ. એમ ૮૩ ગાથામાં લખ્યું છે. ધર્મ તો મોહ ને ક્ષોભરહિત આત્માના પરિણામને ધર્મ કહે છે. મિથ્યાત્વ અને રાગ રહિત અંદરની દૃષ્ટિ અને સ્થિરતાને ભગવાન ધર્મ કહે છે. આહા...હા...! સાધારણ સમાજને વાત બેસે નહિ. એટલે ઉડાડી દીધી કે, “નહિ.. એકાંત છે. વ્યવહારથી પણ થાય છે અને નિશ્ચયથી પણ થાય છે, એ અનેકાંત છે.” એમ નથી. અંતરના આશ્રયે જ ધર્મ થાય છે, પરના આશ્રયે નહિ તેનું નામ અનેકાંત છે. સમજાણું કાંઈ ? આહા...હા...! અનેકાંતને એકાંતમાં ખતવી નાખ્યું અને એકાંતને અનેકાંતમાં ખતવી નાખ્યું). વ્યવહારથી પણ કલ્યાણ થશે અને નિશ્ચયથી પણ થશે, બન્ને સાધન છે. અહીં તો ના પાડે છે. આહા...હા...!
ન્યાશ્રય:' કહે છે કે, વ્યવહાર અને મિથ્યાત્વ એક કેમ (કહ્યા) ? કેમકે વ્યવહાર અન્યના આશ્રયે થાય છે. દયા, દાન, પૂજા, ભક્તિ એ તો અન્યના – પરના લક્ષે થાય છે, એ સ્વના લક્ષે થતા) નથી. અને અન્ય આશ્રય હોવાથી તે ત્યાજ્ય છે. સ્વનો આશ્રય હોય તે ઉપાદેય છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ તો બે લીટીમાં, ત્રણ લીટીમાં બધું સમાઈ ગયું ! આવું છે. ન બેસે એને એમ લાગે કે, આ તો એકાંત છે, એકાંત છે, એમ કહે છે ને ? લોકો કહે છે. એકાંત તો એને કહીએ કે, વ્યવહાર છે જ નહિ અને એકલો નિશ્ચય છે તો. વ્યવહાર વ્યવહારના સ્થાને છે પણ તે ત્યાજ્ય છે. ધર્મીને વ્યવહાર આવે
Page #310
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૯૭ જ નહિ, એમ નહિ. પણ એ વ્યવહાર ત્યાજ્ય છે, કેમ ? “અન્યાશ્રય' છે માટે).
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો ભાવ (થાય છે, તેને આત્માનો આશ્રય છે અને વ્યવહારનો રાગ (થાય) અને અન્ય આશ્રય છે. આહા...હા...! કેટલી દીવા જેવી વાત છે ! ભાઈ ! આ બધું સમજવું પડશે, હોં ! બહારમાં ધૂળમાં કાંઈ નથી. હેરાન થઈને મરી જશે. આહાહા...! એ પૈસા બે-પાંચ-દસ કરોડ મળ્યા, ધૂળ ! તો થઈ ગયા અમે શેઠિયા ! ધૂળેય નથી. આહાહા...! શેઠ તો આ કહેવાય, પ્રભુ ! આનંદનો નાથ પુણ્યના રાગથી ભિન્ન છે તેને શ્રેષ્ઠ એવી આત્મા ચીજ (છે) એને અનુભવે અને માને તે શેઠ – શ્રેષ્ઠ કહેવાય, બાકી બધા ભિખારા અને રાંકા કહેવાય.
આ..હા...! ભાષા શું લીધી છે ? અન્યનો અર્થ વિપરીત લીધો. એટલે ? કે, આત્મા જે આનંદસ્વરૂપ છે તેનો આશ્રય નથી અને એનાથી વિપરીત પર અન્ય છે એનો આશ્રય છે. એટલે અન્યનો અર્થ વિપરીત કર્યો. “વિપરીતપણું તે જ છે અવલંબન જેવું.... આહા..હા..! એ પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રતના પરિણામમાં તો અન્યનું અવલંબન છે. કારણ કે એમાં લક્ષ પર) ઉપર છે માટે તે વ્યવહાર ત્યાજ્ય છે અને અંતર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ઉપાદેય છે અને એમાંથી નિર્મળ દશા પ્રગટ થાય તે પણ ઉપાદેય છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૫, રવિવાર તા. ૨૫-૧૨-૧૯૭૭.
કળશ૧૭૩-૧૭૫ પ્રવચન–૧૮૪
કળશટીકા ૧૭૩ કળશ. એનો છેલ્લો ભાવાર્થ છે ને ? ભાવાર્થની ચાર લીટી. આવી ગયું છે છતાં ફરીથી લઈએ છીએ. ઉતરે છે ને ? ફિલ્મમાં ઉતરે છે.
‘ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો... શું કહે છે? જેને મિથ્યાત્વ - શ્રદ્ધા જે છે કે, રાગથી ધર્મ થાય છે, નિમિત્તની ક્રિયાથી મારામાં લાભ થાય છે, એવો મિથ્યાત્વભાવ સંસારનું મૂળ – જડ છે, એ મિથ્યાત્વભાવ જેને છૂટી ગયો. સૂક્ષ્મ વાત છે. ‘તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો,” જેને મિથ્યાત્વભાવનો નાશ થયો તેને વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવો દ્રષ્ટિમાંથી છૂટી ગયા, તેનો આદર રહ્યો નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ ૧૭૩ કળશનો ભાવાર્થ (ચાલે છે. આત્મા ! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા ! આ દેહમાં બિરાજતો પ્રભુ ! અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની મૂર્તિ પ્રભુ ! તેનો જેને અનુભવ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮
કલશામૃત ભાગ-૫
થયો. હું તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું, મારી ચીજમાં કોઈ પુણ્ય-પાપના ભાવ છે નહિ અને એ પુણ્ય-પાપના ભાવ પણ મારા નહિ. મારામાં છે નહિ, મારા છે નહિ અને વ્યવહા૨ દયા, દાન, વ્રતનો વિકલ્પ છે તેમાં હું નથી. આહા..હા...! એમ જ્યારે દૃષ્ટિ સમ્યક્ થઈ છે... સ્પષ્ટ વાત અને અલૌકિક વાત છે !
ભગવાન ! આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ, જે સમ્યગ્દર્શનનો વિષય છે, ભૂતા... ભૂતાર્થ – સત્યાર્થ ! ત્રિકાળ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ! એ સમ્યગ્દર્શનનો વિષય – ધ્યેય છે. એ સમ્યગ્દર્શન જેને પ્રગટ થયું તેને મિથ્યાત્વનો નાશ થયો. મિથ્યાત્વનો નાશ થયો તેને સઘળો વ્યવહાર આદરણીય (રહ્યો નહિ એટલે) છૂટી ગયો, હેય થઈ ગયો. આહા..હા...! કહો, ભાઈ ! આવી વાતું છે.
મુમુક્ષુ :- કંઈ સમજાતું નથી.
ઉત્તર ઃ- નથી સમજાતું ? ફરીને કહીએ છીએ ને !
અહીંયાં કહે છે કે, જેને આત્મા જે અંદર છે એ શરીરથી રહિત છે. આ તો માટી – ધૂળ છે, તેનાથી ભિન્ન છે, કર્મથી પણ ભિન્ન છે અને પુણ્ય-પાપના વિકાર ભાવ થાય છે એ તો આસ્રવતત્ત્વ છે, તેનાથી તો ભિન્ન છે. આહા..હા...! શરીર, કર્મ અજીવતત્ત્વ છે, તો અજીવતત્ત્વથી ભગવાન જીવતત્ત્વ ભિન્ન છે. એક વાત (થઈ).
હવે, અંદરમાં જે કોઈ પુણ્ય અને પાપના ભાવ થાય છે એ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ બન્ને આસ્રવતત્ત્વ છે. તો આત્માની દૃષ્ટિ થઈ તો આસવની દૃષ્ટિ છૂટી ગઈ. આહા..હા...! સમજાણું કાંઈ ? વાત બહુ ઝીણી, બાપુ !
નવ તત્ત્વ છે ને ? તો અજીવ, આસવ, પુણ્ય-પાપ અને આત્મા એ ભિન્ન ભિન્ન તત્ત્વ છે. આહા..હા...! તો જેને અંદર આત્મા, જેવી અતીન્દ્રિય આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ ચીજ છે, તેનો સ્વભાવ આનંદ અતીન્દ્રિય અનાકુળ શાંતરસથી ભરેલો છે, પ્રભુ ! તેનો અંતરમાં, જે અનંતકાળમાં સ્વીકાર નહોતો, તે અનંત આનંદસ્વરૂપ હું છું એવો સ્વીકાર અને સત્કાર થયો તેનું નામ સમ્યગ્દર્શન છે. ધર્મની પહેલી સીડી આ છે. આહા..હા...! એ જેને થયું તેને મિથ્યાત્વભાવ છૂટી ગયો. મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને વ્યવહારભાવ છૂટી ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, ભાઈ ! વર્તમાનમાં તો મોટી ઝંઝટ ચાલે છે. વ્યવહારથી નિશ્ચય થાય છે.
અહીં તો કહે છે કે, એ વ્યવહા૨ (જ્યા૨થી) સમ્યગ્દર્શન થયું ત્યારથી જ્ઞાનના શેય તરીકે રહ્યો પણ શ્રદ્ધામાંથી છૂટી ગયો. સમજાણું કાંઈ ? આહા..હા...! ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પ્રભુનું સ્મરણ (હો) એ બધો રાગ છે, તો જેને મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો...' આ મહાસિદ્ધાંત છે ! આહા..હા...! નિશ્ચયનો આદર થયો અને વ્યવહા૨ હેય થયો. સમજાણું કાંઈ ? આહા..હા..! આ તો પોતાનું કાર્ય
Page #312
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૨૯૯
કરવું હોય તેને માટે વાત છે. સમજાણું કાંઈ ?
ભગવાનઆત્મા ! દાખલો આપીએ છીએ ને ? જેમ મૃગ (હોય, એ) મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે). હરણની નાભિમાં કસ્તૂરી છે પણ એને કસ્તૂરીની કિમત નથી. એમાં આ ભગવાન આત્મા ! અંદરમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ભર્યા છે તેની કિંમત નથી. આ દયા, દાન ને વ્રતના પરિણામ થયા તેની કિંમત (આવે છે. અથવા પર-સ્ત્રી અને પૈસામાં સુખ છે એમ પરની કિંમત માને છે. તે મિથ્યાષ્ટિ મૂઢ જીવ છે. આહા...હા...!
અહીંયાં કહે છે, આ બંધ અધિકાર છે. જેટલું બંધનું કારણ છે, વ્યવહાર રત્નત્રય આદિ બંધના કારણ છે, એ અબંધસ્વરૂપ – ભગવાનઆત્મા અબંધસ્વરૂપ (છે), (“સમયસારની) પંદરમી ગાથા – અબદ્ધસ્કૃષ્ટ પ્રભુ ! અંદર રાગથી અને કર્મથી બંધાયેલ નથી, અંદર ભિન્ન તત્ત્વ છે, મુક્તસ્વરૂપ છે. અબદ્ધ કહો કે મુક્ત કહો. અબદ્ધ નાસ્તિથી છે. મુક્તસ્વરૂપ ચૈતન્ય ! એમાં રાગ અને કર્મનો સંબંધ જ નથી. આહાહા....! એવા આત્માનો જેને અંતરમાં
સ્વીકાર થયો કે, હું તો અબંધસ્વરૂપી પ્રભુ આત્મા છું, આહાહા...! હું રાગ નહિ, શરીર નહિ, વાણી નહિ, મન નહિ, કુટુંબ-ફુટુંબ, ધૂળ (-પૈસા) તો ક્યાંય બહાર રહી ગયા.... આહા..હા...! એવી જેને પ્રથમમાં પ્રથમ મોક્ષમહેલની પહેલી સીડી પ્રગટ થઈ). છ ઢાળામાં આવે છે. મોક્ષ – મુક્ત નામ પૂર્ણ દુઃખથી મુક્ત. એ નાસ્તિથી શબ્દ છે. મુક્તિ એટલે મોક્ષ – દુઃખથી પૂર્ણ મુક્તિ અને આનંદની પૂર્ણ પ્રાપ્તિ. અતીન્દ્રિય આનંદની પૂર્ણ પ્રાપ્તિ (થાય) તેનું નામ મુક્તિ (છે) અને ઇન્દ્રિયજનિત જે બધા દુઃખ છે તેની નાતિ (અર્થાતુ) નાશ થવો) તેનું નામ મુક્તિ (છે). એ મુક્તિનો ઉપાય (જેને પ્રગટ થયો). આહા...હા..!
આત્મા છે એ જિનસ્વરૂપ છે. આત્મા છે તે જિનસ્વરૂપ છે. “સમયસાર નાટકનું પદ) ઘણીવાર કહ્યું છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન’ ‘ઘટ ઘટ અંતર જિન વસે...” ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદમૂર્તિ જિનસ્વરૂપી છે. આહા..હા....! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન” જૈન કોને કહે છે ? કે, જેને અબંધભાવની દૃષ્ટિ થઈ તેને રાગની એકતા તૂટી ગઈ તેને જૈન કહે છે. જેને કોઈ સંપ્રદાય નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા..!
એમાં તો ત્રણ બોલ લેવા છે. એક તો જિનસ્વરૂપ પોતે પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે. તેના આશ્રયે જે પરિણામ થાય છે તે પણ જિનસ્વરૂપી વીતરાગી પરિણામ થાય છે અને તેના ફળરૂપે પણ વીતરાગી પૂર્ણ કેવળજ્ઞાન થાય છે. જિનસ્વરૂપ, જિનભાવ (અને) જિનફળ. આહા...હા...! ભાઈ ! આ તો ઝીણી વાતું બહુ, બાપુ ! આહા...હા...! હજી તો બહારમાં ક્યાં ક્યાં અટકે, રોકાય અરેરે..! આ શું છે ? આહા..હા...!
ભગવાન આત્મા અંદર પ્રભુ ! તને ખબર નથી. જે કોઈ પરમાત્મા સર્વજ્ઞ જિન થયા એ કયાંથી થયા ? એ પર્યાય આવી કયાંથી? દશા આવી ક્યાંથી? સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથ
Page #313
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
૫૨માત્માને) પર્યાયમાં સર્વજ્ઞ અને વીતરાગ દશા થઈ (તે) ક્યાંથી આવી ? કંઈ બહારથી આવે છે ? એ બધી અંદર જિનસ્વરૂપમાં પડી છે. આહા..હા...! એ પહેલાં જિનસ્વરૂપી ભગવાનઆત્મા ! તેનો સ્વીકાર થઈને સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રગટ) થયા તો પર્યાયમાં પણ જિનપર્યાય થઈ. જિનસ્વરૂપની દૃષ્ટિથી જિનપર્યાય થઈ એ મોક્ષમાર્ગ છે. આ..હા...! અને તેનું ફળ મોક્ષ છે તે પણ જિન વીતરાગભાવ છે.
અહીં એ કહે છે કે, જેને અંદર જિનસ્વરૂપી ભગવાનઆત્માની પ્રતીતિ – સમ્યગ્દર્શન થયું તેનો મિથ્યાત્વભાવ નાશ થઈ ગયો. રાગ હું છું ને પુણ્ય હું છું, રાગથી મને લાભ થશે ને નિમિત્તથી મારામાં લાભ થશે એવો જે મિથ્યાત્વભાવ છે તે) નાશ થઈ ગયો. આહા...હા...! હજી તો અહીંયાં મિથ્યાત્વભાવની વાત છે. આહા..હા...! અને જેનો મિથ્યાત્વભાવ નાશ થયો તેને સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો,...’ આ...હા..! આ સિદ્ધાંત ! અંદર જેટલા પુણ્યદયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ (થતા હતા) તે મારા એમ મિથ્યાત્વભાવમાં માનતો હતો એ સમ્યગ્દર્શનમાં છૂટી ગયું. આહા..હા...! એ મારામાં નથી, એ મારી ચીજ નહિ અને એ મને લાભદાયક નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
પાપ
વિશેષ તો હવે આવશે. સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો,...' છે શબ્દ ? શું કહે છે ? ચાહે તો ભગવાન ત્રિલોકનાથનું સ્મરણ હો, એ પણ એક વિકલ્પ – વૃત્તિ રાગ છે. આહા..હા...! જ્યાં ચૈતન્ય ભગવાનઆત્મા સ્વરૂપે જિન વીતરાગમૂર્તિ પ્રભુ ! અકષાય સ્વભાવનો કંદ આત્મા ! તેની દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન સત્ય દર્શન (થયું), જેવું સત્ય સ્વરૂપ છે એવું દર્શન, એવી પ્રતીતિ (થઈ). સમજાણું કાંઈ ? આહા..હા...! એવું ભાન થયું તો મિથ્યાત્વભાવ છૂટી ગયો. મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને વ્યવહા૨ છૂટી ગયો. આહા...હા....! આ (સાંભળીને) લોકો રાડ પાડે છે. પ્રભુ ! તારી ચીજ એવી છે, તને બેસતી નથી. આહા..હા...! તારા હિતની વાત છે તો કહે કે, વ્યવહારથી નિશ્ચય થાય. પણ વ્યવહાર રાગ છે, તેનાથી આત્માનો સ્વભાવ પ્રાપ્ત થતો નથી.
૩૦૦
1
-
અહીંયાં તો કહ્યું... ભાઈ ! હવે, ફરીથી. સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો, કારણ કે...’ હવે કારણ કહે છે. આહા..હા...! મિથ્યાત્વના ભાવ..' વિપરીત માન્યતા, ઊલટી દષ્ટિ, ઊલટી શ્રદ્ધા એ જે મિથ્યાત્વભાવ. તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ આ..હા..હા...! ‘સમયસાર નાટક’માં લીધું છે. અસંખ્યાત લોકપ્રમાણ વ્યવહારભાવ કેવળી ઉકત હૈ, ઇતના મિથ્યાત્વભાવ કેવળી ઉકત હૈ. આહા..હા...! ઉસકા અર્થ હૈ.
વ્યવહા૨ ભાવ છે તે મિથ્યાત્વભાવ નથી. પણ જેટલો વ્યવહા૨ છે તેટલો પોતાનો માનવો તે મિથ્યાત્વભાવ છે. પાઠ તો આવો છે. છે ? મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ એનો અર્થ આ કે, જેટલો વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે, અસંખ્ય પ્રકારના છે) તે મારા છે (એમ માને છે) તો એ જેટલો વ્યવહા૨ છે તેટલો
1
Page #314
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૩૦૧ મિથ્યાત્વભાવ છે. વ્યવહાર છે તે મિથ્યાત્વભાવ નથી. વ્યવહાર તો સમકિતી જ્ઞાનીને પણ આવે છે. સમજાણું કાંઈ ? પણ વ્યવહાર મારો છે – જેટલો વ્યવહાર છે તેટલો મારો છે (એમ જો માને છે, તો તેટલું મિથ્યાત્વ છે. આહા...હા...! ભાઈ ! આ બધું ક્યાંય સાંભળવા મળે એવું નથી. જ્યાં-ત્યાં બધા રખડવાના રસ્તા (છે). એવી વાત છે, બાપા !
કહે છે ? ભાષા તો આવી છે, સંસ્કૃત પાઠ પણ એવો છે, “સમયસાર નાટકમાં આમ લીધું છે કે, જેટલો વ્યવહારભાવ તેટલો મિથ્યાત્વભાવ. તેનો અર્થ એ કે, જેટલો વ્યવહાર ભાવ છે તેટલો પોતાનો માનવો એ માન્યતા) મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ? આહા...હા...! છે? કારણ આપ્યું.
“કારણ કે મિથ્યાત્વના ભાવ.” વિપરીત માન્યતા... આ..હા..હા...! કે, હું રાગ છું, હું પુણ્ય છું, હું પાપ છું... આહા..હા..! એવી જે વિપરીત માન્યતાનો ભાવ તેટલો વ્યવહારભાવ છે. આહાહા! છે ? “એક વસ્તુ છે. બન્ને એક વસ્તુ છે. આ.હા...હા...હા...! મિથ્યાત્વભાવ અને વ્યવહારભાવ એક વસ્તુ છે તેનો અર્થ આ (છે), કે જેટલો વ્યવહાર છે તેટલો પોતાનો માનવો, તેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વભાવ છે. વ્યવહાર છે એ મિથ્યાત્વભાવ છે એમ નથી. વ્યવહાર તો સમકિતીને – જ્ઞાનીને પણ આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજાનો વિકલ્પ (આવે છે, પણ તે હેય તરીકે આવે છે. સમજાણું કાંઈ? તો એ વ્યવહાર પોતે) મિથ્યાત્વભાવ નથી પણ જેટલો વ્યવહાર છે તેટલાને પોતાનો માનવો તે મિથ્યાત્વભાવ છે. ભાઈ ! આહા...હા....! સમજાણું કાંઈ ?
જન્મ-મરણ રહિત થવાની ઝીણી વાત છે, પ્રભુ ! ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો. આ.હા...! પશુ ને ઢોર ને માણસ ને કાગડા ને કૂતરા ને એવા ભવ કર્યા, પ્રભુ ! આ મનુષ્યપણું તો અત્યારે મળ્યું ઈ પહેલાં તો આવા ભવમાં રખડતો હતો. આહા...હા...! એમાં આ માણસ થયો ત્યાં તો એને એમ થઈ ગયું કે જાણે આ..હા..હા..! હું માણસ છું ને હું બાયડી છું ને હું છોકરો છું, આદમી છું, હું શેઠિયો છું ને પૈસાવાળો છું ને.. મારી નાખ્યા ! એ મિથ્યાત્વભાવ છે. અરે...! મેં દયા પાળી, મેં વ્રત પાળ્યા અને એ મારો ભાવ છે એ પણ મિથ્યાત્વભાવ છે. પરની દયા પાળવી એ તો મિથ્યાત્વભાવ છે. કારણ કે પરની દયા પાળી શકતો નથી. તો પાળી શકું છું એવો ભાવ મિથ્યાત્વ છે. એક વાત. પણ પરની દયાનો ભાવ આવ્યો, તે ભાવ મારો છે એમ માનવું) તે મિથ્યાત્વભાવ છે.
બે પ્રકાર થયા. એક તો હું પરની દયા પાળી શકું છું. તો તો પરની ક્રિયા કરી શકું છું એ તો મિથ્યાત્વભાવ થયો. બીજું, પરની ક્રિયા કરી શકતો નથી પણ પરની દયાનો ભાવ આવ્યો. એ ભાવ મારો છે (એમ માનવું) તે મિથ્યાત્વ છે. ભાવ આવ્યો તે મિથ્યાત્વ નથી. સમજાણું કાંઈ ? આ તો કાલે લીધું હતું, આજે ફરીને લીધું). સાર હતો ને ! આ ફિલ્મમાં ઊતરે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૨
કલશામૃત ભાગ-૫
આહા..હા...! પ્રભુ ! અહીં વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી છે અને તેના ભાવ છે એ સંતો આતિયા થઈને જગતને જાહેર કરે છે. માલ તો આ છે, ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! તું અંદર કોણ છો ? આહા..હા...! તારી ચીજ સત્ શાશ્વત છે. શરીર તો સંયોગ છે, આ જન્મમાં સંયોગ થયો અને મૃત્યુ વખતે દેહ છૂટી જશે. આત્માનો જન્મ થાય છે ? આત્મા તો અનાદિ છે. આહા..હા...! અને અનંતકાળ રહેશે.
અહીંયાં કહે છે કે, એ આત્મા જે છે એ તો અતીન્દ્રિય આનંદ અને વીતરાગમૂર્તિ જિનસ્વરૂપી પ્રભુ છે. તેની જેને અંતરષ્ટિ થઈ તેને ધર્મની પહેલી સીડી - શરૂઆત થઈ ગઈ. એને ધર્મની શરૂઆત થઈ ગઈ, ભવના અંતની શરૂઆત થઈ ગઈ. આહા..હા..! એ જીવને મિથ્યાત્વભાવ થતો નથી. કેમકે જેટલો મિથ્યાત્વભાવ છે તેટલો વ્યવહા૨ છે અને જેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વભાવ છે, એમ કહ્યું. કહ્યું ને ?
‘મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ એમ કહ્યું. આહા...હા...! આ અપેક્ષાએ હોં ! આહા..હા...! ભાઈ ! સમકિતીને વ્યવહાર તો આવે છે. અનુભવી (જેને) આત્માનો અનુભવ થયો (કે), હું શુદ્ધ ચૈતન્ય છું. એવું થવા છતાં જ્યાં સુધી પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભથી બચવા માટે શુભભાવ આવે છે. પણ એ વ્યવહાર મારો છે એવી માન્યતા નથી. આહા..હા...! અને એ વ્યવહારથી મને લાભ થશે, એવી માન્યતા નથી.
અહીંયાં તો વ્યવહારથી મને લાભ થશે (એમ જે માને છે) તેટલો વ્યવહાર, તેટલાથી લાભ થશે તેટલો મિથ્યાત્વભાવ છે. બન્ને એક ચીજ છે. આહા..હા...! આવી વાતું છે, પ્રભુ !
આહા..હા...!
પ્રશ્ન :- વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કર્યાં ગઈ ?
સમાધાન :– એ વાત તો કયાં ગઈ ? એ પંડિતને પૂછો. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે ! આહા..હા...!
ભગવાન ! વ્યવહાર તો રાગ છે ને પ્રભુ ! આત્મસ્વરૂપની પ્રાપ્તિ રાગથી થાય છે ? એનું સ્વરૂપ તો વીતરાગ સ્વરૂપ છે, વીતરાગ જિનસ્વરૂપ છે. જિનસ્વરૂપ વીતરાગપર્યાયથી પ્રાપ્ત થાય છે, જિનપર્યાયથી જિન પ્રાપ્ત થાય છે. રાગપર્યાયથી જિનપર્યાય, જિનસ્વરૂપ પ્રાપ્ત થાય છે ? આહા..હા...! સમજાણું કાંઈ ?
‘મિથ્યાત્વના ભાવ તથા વ્યવહા૨ના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર ? હવે જુઓ ખુબી ! આહા..હા...! વ્યવહાર કોને કહીએ ? અને વ્યવહાર છે કેવો ? ‘અન્યાશ્રય:’ આ..હા...! શબ્દ આ પડ્યો છે. ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! તેનો આશ્રય છોડીને જેટલો ૫૨નો આશ્રય લીધો એ અન્ય આશ્રય (છે). એ અન્ય આશ્રયનો અર્થ વિપરીત ભાવ, એમ લીધું. અન્ય આશ્રય એટલે વિપરીતપણું. આહા..હા...! શું કહે છે ?
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે ધર્મની પર્યાય છે તેમાં તો આત્માનો આશ્રય છે અને
Page #316
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૩૦૩ તેનાથી વિપરીત વ્યવહાર છે એ અન્યનો આશ્રય છે. અન્ય આશ્રયનો અર્થ કર્યો કે, સ્વરૂપથી વિપરીત ભાવ છે. સ્વરૂપનો આશ્રય નથી, વિપરીત ભાવનો આશ્રય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ ! પણ સમજવા જેવી છે, બાપા ! આ મનુષ્યપણું મળ્યું છે તે ચાલ્યું જશે. .. થઈને રાખ થઈ જશે. આ તો હાડકાં છે. આ (શરીર) મસાણમાં રાખ – ધૂળ થઈ જશે. અંદર ભગવાન આત્મા છે ઈ કામ નહિ કરે તો ચાર ગતિમાં રખડશે. ચોરાશી (લાખ) યોનિમાં રખડશે. આહા...હા...!
અહીં એ કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો નાથ ! આહા..હા...! ભગવંત કરીને તો બોલાવે છે. આચાર્યો “ભગવાન આત્મા’ એમ કહે છે. આહા...હા...! ભગ નામ લક્ષ્મી. આનંદ અને જ્ઞાનની લક્ષ્મીવાન. એ આનંદની લક્ષ્મીવાન સ્વરૂપ ભગવાનનું છે. માટે ભગવાન કહે છે. આ ધૂળ નહિ. ભાઈ ! આ પૈસા બે-પાંચ કરોડ ધૂળ થઈ અને હું શેઠિયો થયો. શેઠિયા નથી, એ તો બધા હેઠિયા છે. આહા...હા...!
પ્રશ્ન :- શેઠ એટલે કોણ ?
સમાધાન :- શેઠ એ કે, જેણે ભગવાન આનંદસ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપની લક્ષ્મીની દૃષ્ટિજ્ઞાનમાં પ્રાપ્તિ થઈ એ શેઠ – શ્રેષ્ઠ છે). એ શેઠ – એ શ્રેષ્ઠ છે). ધૂળના ધણી શેઠ
છે) એ હેઠ (છે). ઈ હેઠે – નીચે ઊતરી ગયા છે. ભગવાન અહીં તો વાતો બીજી છે, પ્રભુ ! તારા અંતરની વાતું છે. તું અંદર કોણ છો ? આ તો હાડકાં માટી – ધૂળ છે. આ મસાણની રાખ થઈને ઊડી જશે પણ તું કંઈ ભેગો ઊડી જઈશ ? આહા...હા..! અહીં અત્યારે રાખ છે.
એ તો આપણે ઘણીવાર દાખલો નથી આપતા ? કોઈ ચુંક વાગે ને ? ચૂંક, ખીલો. ખીલો ! લોઢાનો ખીલો – ચંક વાગે તો અમારે કાઠિયાવાડમાં એમ કહેવાય છે કે, ભાઈ ! મારી માટી પાકણી છે તો પાણી નહિ અડાડશો. માટી. માટી. આ માટી છે. મારી માટી પાકણી છે, એમ કહે છે ને ? પાકણી છે તો પાણી નહિ અડાડશો. ત્યાં એમ કહે કે, આ મારી માટી પાકણી છે. આ તો માટી છે. મારી માટી પાકણી છે. એમ કહે છે ને ? તમારે હિન્દીમાં કાંઈક હશે ને ? મારી માટી પાકણી છે. પાણી નહિ લગાડશો, જળ નહિ લગાડશો. એક બાજુ કહે કે, મારી માટી છે. આ તો માટી છે. ભગવાન તો અંદર ભિન્ન છે, ચૈતન્ય છે. આહા...હા..! અરે.રે...! કાંઈ ખબરું ન મળે. મૂઢની જેમ એ બધા ધૂળવાળા.... ભલે બે-પાંચ કરોડ ધૂળ ભેગી થઈ હોય. ભગવાન તો એને ભિખારા કહે છે, રાંકા – વરાંકા (કહે છે).
મુમુક્ષુ – જગતમાં બોલબોલા પૈસાની છે.
ઉત્તર :- પાગલ તો પાગલને જ વખાણે ને ! દુનિયા આખી પાગલ છે. ભાઈ! પાગલ છે ? પૈસાવાળાને મોટા કહે ઈ બધા પાગલ છે. આહા...હા...!
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૪
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- ગરીબ ઈ ડાહ્યા હોય ?
સમાધાન :- ઈ દુનિયામાં કહેવાય છે. બધું સાંભળ્યું છે ને ! જોયું છે ને ! ડાહ્યાના દીકરા હોય, લક્ષ્મીવાળાના) દીકરા હોય (ઈ) હોય તો સમજવા જેવા, મૂરખ જેવા. પણ કહેવાય ડાહ્યા. અને ગરીબના છોકરા હોય હોશિયાર હોય પણ પૈસા નહિ એટલે કહેવાય મૂખ. એ દુનિયા – પાગલ તો આ રીતે કિંમત કરે છે.
અહીંયાં તો પ્રભુ અંદર આત્મા આનંદનો નાથ પ્રભુ ! આહા..હા.... અનાદિઅનંત જે સચ્ચિદાનંદ પ્રભુ અંદર શુદ્ધ ચૈતન્યઘન (), એની લક્ષ્મી જેને પ્રાપ્ત થઈ એ અંદરમાં લક્ષ્મી છે. અંતર આનંદ ને જ્ઞાન ને શાંતિની, સ્વચ્છતાની લક્ષ્મી છે. એ ભગ એટલે લક્ષ્મી અને વાન એટલે સ્વરૂપ. અંદર આત્માનું ભગ સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ છે. આહા..હા...! પણ આનંદની લક્ષ્મી, આ તમારી ધૂળની નહિ.
એને અહીંયાં કહે છે કે, હે પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! આહા..હા....! તારો આશ્રય છોડીને તેં જે વ્યવહાર છે તેમાં પરનો આશ્રય લીધો. પોતાનો આશ્રય છોડીને અન્યઆશ્રય લીધો). અન્ય-આશ્રયનો અર્થ એવો કર્યો. ‘વિપરીતપણું તે જ છે..” પોતાનો આશ્રય છોડીને, આનંદના નાથનું આલંબન છોડીને જેણે પોતાના સ્વરૂપથી વિપરીત બીજી ચીજ છે, તે પોતાથી વિપરીત છે તેનો આશ્રય લીધો). આહા..હા...!
અન્યાશ્રય: અન્યનો આશ્રયની વ્યાખ્યા શું ? “ચ એટલે “વિપરીતપણું તે જ છે.” “આશ્રય: “અવલંબન...” આ..હા..હા...ભાષા જુઓ ! ટીકા પણ (કેવી) ! અંતર પ્રભુ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો આશ્રય છોડીને વ્યવહારમાં અન્યનું – વિપરીતપણાંનું અવલંબન છે, નિશ્ચયમાં આત્માનું અવલંબન છે. સત્ય વાત – સત્ય ભાવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ સત્ય ભાવમાં સત્યના સ્વભાવનું અવલંબન છે. આશ્રય કહો કે અવલંબન કહો (બન્ને એકાર્થ છે). અને વ્યવહારમાં “ન્યાશ્રય: (અર્થાતુ) આત્મા સિવાય અનેરા પદાર્થનું જેને અવલંબન છે. અન્યનો અર્થ વિપરીતપણે કર્યો, આશ્રયનો અર્થ અવલંબન કર્યો. આહા..હા...! વ્યવહારમાં પરનું અવલંબન છે. આહા...હા...! ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ હોય), એ ભાવમાં પરનો આશ્રય – અવલંબન છે. આહા..હા..! સમજાણું કાંઈ ? માટે સ્વના અવલંબન સિવાયનો જેટલો પરનો ભાવ (થાય), સ્વભાવથી ભિન્ન જેટલો વ્યવહારભાવ છે એ બધો અન્ય આશ્રિત વિપરીત અવલંબન છે. અન્ય-આશ્રયનો અર્થ જેને વિપરીત અવલંબન છે. માટે તે છોડાવ્યો છે. આવી વાત છે. અરે...! ક્યાં દરકાર કરી? એણે અનંતકાળ એમને એમ બફમમાં ને બફમમાં જિંદગી મૂઢપણે ગાળે. એમાં વળી પાંચપચાસ લાખ, બે-પાંચ કરોડ થઈ જાય (તો) હું પહોળો ને શેરી સાંકડી (લાગે). જાણે શું અમે મોટા થઈ ગયા ! મૂઢ છે, સાંભળને હવે.
મુમુક્ષુ :- બફમમાં ને બફમાં.
Page #318
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૩
૩૦૫
ઉત્તર :– બફમ્ એટલે કાંઈ ભાન ન મળે. આહાહા...! એટલા શબ્દોમાં કેટલું સમાડી દીધું ! જોયું ?
નિશ્ચય સ્વરૂપ છે, ભગવાન પૂર્ણાનંદ ! તેનો આશ્રય – અવલંબન. સમ્યગ્દર્શનમાં તેનો આશ્રય અને અવલંબન છે. અને દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે તે અન્ય છે, અન્યનો આશ્રય છે એટલે સ્વભાવથી વિપરીતનું અવલંબન છે. આહા...હા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ધર્મમાં આત્માનો (આશ્રય છે). પરનો આશ્રય વિપરીત છે, તેનાથી વિપરીત ભગવાન આત્મા છે. આવી વાતું છે. અરે..! એણે ક્યારે આ કામ) કરવું ? આ બધા કરોડોપતિઓ ફૂ. થઈને ચાલ્યા જાય છે. આહા...હા...!
અહીં કહે છે કે, એકવાર સાંભળ તો ખરો, પ્રભુ ! આહા...હા...! શું કહ્યું ઈ ? કાલે અન્યાના અર્થમાં) વિપરીતપણું નહોતું આવ્યું. અન્યનો આશ્રય એટલે કે આત્મા સિવાયના વિપરીત ભાવનો, વિપરીત દ્રવ્યનો આશ્રય. આહાહા..! ચાહે તો ત્રિલોકનાથ તીર્થકર હો, ગુરુ હો કે શાસ્ત્ર હો, પણ તેના અવલંબનમાં, આત્માના આશ્રયે ભાવ (થાય) છે તેનાથી વિપરીત ભાવ થાય છે. કેમકે તેનું અવલંબન વિપરીત છે. આહા..હા...! કહો, સમજાય
છે કાંઈ આમાં ? આ.હા..હા..! આવી વાતું છે. અહીં તો રાડેરાડ પાડે છે. વ્યવહારથી નિશ્ચય થાય. કરો... દયા પાળો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો. (એ) કરતાં કરતાં કલ્યાણ થાશે. એ.. ભાઈ આ બધું સાંભળ્યું છે કે નહિ ? આહા..હા..! અરે.. પ્રભુ ! સાંભળને નાથ ! પ્રભુ ! અહીં પરમાત્માનો પોકાર છે ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમેશ્વર ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા. આહાહા...! સમજાણું કાંઈ ? એ વાત આ છે. આહા..હા....! છે ? એ વાત અહીંયાં છે, ત્યોને !
વિપરીતપણું...” પહેલાં આવી ગયું ને ? એ તો વધારે અહીં મૂકયું છે. વિપરીતપણું તે જ છે અવલંબન જેનું... આહા..હા....! શું કહે છે ? કે, વ્યવહાર કોને કહીએ ? કે, આત્મા સિવાય જેને વિપરીતનું અવલંબન છે તેને વ્યવહાર કહીએ. તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આ..હા..હા..!
મુમુક્ષુ :- ‘વિપરીત’ શબ્દ જરા આકરો લાગ્યો.
ઉત્તર :- તેથી તો આજે ખુલાસો કર્યો. એ માટે તો ફરીને લીધું. અન્ય-આશ્રયનો અર્થ – પોતાના આત્માના આનંદના સ્વભાવના આશ્રય સિવાય પોતાથી વિપરીત પરપદાર્થ છે, તેનો જેને આશ્રય – અવલંબન છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અંદર છે કે નહિ ? અંદર છે કે નહિ ? પુસ્તક છે કે નહિ ? આ પુસ્તકનો અર્થ થાય છે કે ઘરનો અર્થ થાય છે ?
મુમુક્ષુ :- અર્થ તો ઘરનો જ હોય ને ! ઉત્તર :- ઘરનો તો છે પણ આ શબ્દનો અર્થ આમ છે ને ? આહા..હા..! આ ચાર
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૬
કલશામૃત ભાગ-૫
લીટી ફરીથી લીધી.
અન્યનો આશ્રય એટલે વિપરીતનું આલંબન. આહા...હા...! આત્મામાં સમ્યગ્દર્શન, જ્ઞાન જે ધર્મની પર્યાય પ્રગટ થાય) તેમાં સ્વનો આશ્રય – સ્વનું અવલંબન (છે). ધર્મની પર્યાયમાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે વીતરાગી પર્યાય પ્રગટ થાય છે) તેમાં સ્વનો આશ્રય – સ્વનું અવલંબન (છે) અને વ્યવહારમાં પોતાના સ્વભાવથી વિપરીત બીજી ચીજનું અવલંબન છે તેને વ્યવહાર કહે છે. માટે તે વ્યવહાર ત્યાજ્ય છે. આહા..હા...! પોતાનો આશ્રય અને અવલંબન છૂટીને જેટલું પરનું અવલંબન અને આશ્રય લીધો એ બધું બંધનું કારણ છે. બંધ અધિકા૨’ છે ને ? વ્યવહાર છે તે બંધનું કારણ છે. માટે પરના આશ્રયવાળા ભાવને છોડાવ્યો છે. આહા..હા...! છે ને અંદર ? એ તમારા શ્વેતાંબર-ફેતાંબરમાં કયાંય નહોતું. ક્યાં સાંભળવા મળતું (હતું) ? આ ચીજ જ બીજી છે. આહા..હા...! એક એક પંક્તિ, ચા૨ બોલમાં કેટલું ભર્યું છે !! સમજાણું કાંઈ ? શું કહ્યું
પોતાનું સ્વરૂપ જે ભગવાનઆત્મા પવિત્ર શુદ્ધ ચિહ્નન ! એ ચિન જ્ઞાનનો પિંડ ! તેના આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ પર્યાય થાય છે. એ ધર્મપર્યાય (છે) તે મુક્તિનું કારણ, મોક્ષનું કારણ એવો જે મોક્ષનો માર્ગ તેને સ્વનો આશ્રય છે અને જે મોક્ષમાર્ગ નથી અને બંધમાર્ગ છે, એવો વ્યવહાર છે તે આત્માથી અન્ય વિપરીતનું અવલંબન છે. આ..હા...! ચોખ્ખી વાતું છે. હેય કહીએ છીએ એ એકાંત થઈ જાય છે, એમ (લોકો) કહે છે. પોતાથી પણ લાભ થાય છે અને વ્યવહારથી પણ લાભ થાય છે (એમ કહો) તો અનેકાન્ત છે. અહીં કહે છે કે, પોતાના આશ્રયે લાભ થાય છે, ૫૨ના આશ્રયે લાભ નથી થતો તે અનેકાન્ત છે. આહા..હા..! એકાંત... એકાંત છે, ‘સોનગઢ' એકાંત છે, એમ કહે છે. અરે... પ્રભુ ! સાંભળ તો ખરો, નાથ ! તારી વાત તને ખબર નથી, ભાઈ ! તને ખબર નથી તું કોણ છો ? અને શું કરે છે ? આહા..હા....!
અહીંયાં તો પરમાત્મા એમ કહે છે... આહા..હા...! હું આત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! આ..હા..હા...! તેનો જેણે આશ્રય લીધો એ તો (મોક્ષમાર્ગની) ધર્મની પર્યાય છે, આનંદની દશા છે, તે તો આદરણીય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ તે આદરણીય છે. આમ તો ઉપાદેય દ્રવ્ય છે. ત્રિકાળ ભગવાન આનંદનો નાથ આત્મા તે જ ઉપાદેય, આદરણીય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ સ્વના આશ્રયે અંદર જે વીતરાગદશા ઉત્પન્ન થઈ તે આદરણીય છે અને પરના આશ્રયે જેટલો રાગ ઉત્પન્ન થાય છે તે બધો હેય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ૧૭૩ (કળશ) પૂરો થયો. હવે ૧૭૪ (કળશ).
Page #320
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૪
૩૦૭
(૩૫નાતિ)
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः । आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१२-१७४ ।।
ખંડાન્વય સહિત અર્થ:- પુન: વિમ્ કહ્યું:' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (વિમ્ સહિત) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે ? “ત્તિ પ્રUJક્સ: જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન ? “તે રHIયિઃ વનિદ્રાનમ્ ૩: અહો સ્વામિનું ! તે રીIIય:) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (વન્યનિદ્દાનમ્ ૩:) જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણ્યું, માન્યું. કેવા છે તે ભાવ ? શુદ્ધવિનાત્ર મહોતિરિવક્તા: (શુદ્ધવિન્માત્ર) શુદ્ધ ચેતનામાત્ર છે જે (મ.) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (તિરિવા:) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે તગ્નિમિત્તમ્ માત્મા વી પર:' (ન્નિમિત્ત) તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે ? (માત્મા) જીવદ્રવ્ય કારણ છે (વ) કે પર:) મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુદ્ગલદ્રવ્યનો પિંડ તે કારણ છે ? એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે. ૧૨-૧૭૪.
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तમિતિ પ્રપુત્રી: પુનરેવાદુ: ૨-૭૪
શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું. પ્રભુ ! શિષ્ય કહે છે કે, આપે શુદ્ધ ચૈતન્ય ભગવાનની વાત કહી. આહા..હા....! અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ શુદ્ધ પવિત્ર ચૈતન્યઘન આત્મા ! તેનું તો આપે કથન કર્યું. છે ? તને એમ કહીએ છીએ કે, “ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય, કેવા છે ?” “રૂતિ પ્રભુત્રી: જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો.”
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૮
કલશામૃત ભાગ-૫
કુંદકુંદાચાર્યદેવને શિષ્ય નમ્ર થઈને પૂછે છે. પ્રભુ ! આપે કહ્યું કે, રાગાદિ ભાવ બંધના કારણ છે અને એક બાજુ તમે એમ કહો કે, રાગ પોતાના નથી. (આ) શું કહો છો તમે ? સમજાણું કાંઈ ? આહા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ – રાગને બંધનું કારણ કહ્યું અને એક બાજુ આપ કહો કે, રાગ આત્માનો છે જ નહિ. તો આ આપ શું કહો છો ? આપને શું કહેવું છે ? એમ કુંદકુંદાચાર્યદેવને શિષ્ય નગ્ન થઈને પ્રશ્ન કરે છે. આ તેનો ઉત્તર છે. જેનો આવો પ્રશ્ન છે તેને ઉત્તર દેવાય છે). છે ને ? જુઓ !
પુન: પવમ્ સાટુ.' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે ? જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન ?” તે રીIIય: વનિતાનમ્ ૩વા: અહો સ્વામિન્ ! અશુદ્ધ ચેતનારૂપ....” આહાહા...અંદરમાં ચેતન ભગવાન શુદ્ધ ચૈતન્યથી વિપરીત અશુદ્ધ ચેતના – દયા, દાન, વ્રત, ભક્તિના જે પરિણામ છે, રાગ-દ્વેષ ભાવ અશુદ્ધચેતના છે, મલિનભાવ છે, મેલ છે. આહા..હા! શિષ્ય પ્રશ્ન કરે છે.
પ્રભુ ! “અશુદ્ધ ચેતનારૂપ.” ભાવ. છે ? “રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ છે. અસંખ્યાત લોક પ્રમાણે વિકારીભાવ – વિભાવભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, શુભાશુભ વગેરે અસંખ્ય પ્રકાર છે. છે ને ? (વનિદ્રાનમ્ સત્તા:) જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું,” આપે તો તેને બંધનું કારણ કહ્યું. “સાંભળ્યું...” આપે કહ્યું તે સાંભળ્યું એમ કહે છે. કાઢી નથી નાખ્યું. જેટલા પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ બંધના કારણ છે એમ આપે કહ્યું તે મેં સાંભળ્યું. ભાઈ ! બીજી વાત છે.
“સાંભળ્યું, જાણ્યું.... આપ રાગને બંધનું કારણ કહો છો, વ્યવહારને બંધનું કારણ કહો છે એ જાણ્યું. સાંભળ્યું અને જાણ્યું. (હવે) ત્રીજી વાત માન્યું...” માન્યું. શિષ્ય પ્રશ્ન કરે છે. આહા...હા.... જેટલો પરાશ્રયે રાગ (થાય) છે એ બંધનું કારણ છે, એ સાંભળ્યું, જાણ્યું, માન્યું. આહાહા...!
કેવા છે તે ભાવ ? શુદ્ધવિનાત્ર મહોતિરિવા: આહાહા...! “શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે.” પ્રભુ. આહાહા...! અંદર ચૈતન્યજ્યોતિ (છે), ઝળહળ જ્યોતિ ચૈતન્ય જ્ઞાનપ્રવાહ ધ્રુવ, જેમ પાણીનું પૂર હોય છે તેમ ચૈતન્યનૂરનું તેજનું પૂર ભગવાન અંદર છે. આહા..હા..! એ શુદ્ધચિન્માત્રજ્યોતિ... આહાહા...! છે ? (તિરિવ7T:) “શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવવસ્તુ...” એ જ્યોતિ સ્વરૂપ છે.
શ્રીમમાં આવે છે ને ? “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.” તને બીજું શું કહીએ ? ભગવાન અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. તું અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. આહાહા..! બુદ્ધ છે (અર્થાતુ) જ્ઞાનનો સાગર છે. જ્યોતિ છે. સ્વયં જ્યોતિ – ચૈતન્ય ઝળહળ જ્યોતિ અંદર બિરાજે છે. આહા..હા...! અને
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૯
કળશ-૧૭૪
સુખનું ધામ છે. ભગવાન તો અતીન્દ્રિય આનંદ સુખનું ધામ સ્થાન છે. બીજું કહીએ કેટલું ? ક૨ વિચાર...' અંદર અનુભવ કર તો પામ.’ વિચાર એટલે એકલો વિકલ્પ એમ નહિ. આહા..હા...!
અહીં કહે છે, પ્રભુ જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી બહાર છે.’ શું કહ્યું ? ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાનાનંદ પ્રભુ આત્મા ! એ શક્તિ જેનો સ્વભાવ શુદ્ધ છે, તેનાથી પુણ્યભાવ બહાર છે. બહાર છે, સ્વભાવમાં નથી. આહા..હા..! ચાહે તો વ્રતના પરિણામ, દયાના પરિણામ, દાનના પરિણામ... આહા..હા....! ભક્તિનો ભાવ, ભગવાનની ભક્તિ, હોં ! સ્વભક્તિ બીજી અને પરભક્તિ બીજી. સ્વભક્તિ તો સ્વઆશ્રયે થાય છે, પરભક્તિ ૫૨ના આશ્રયે થાય છે. આહા..હા...!
આપે કહ્યું, જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી બહાર છે.' (અતિરિક્ત્તા:) શું કહ્યું ? આત્મા ચૈતન્યસ્વરૂપ ઝળહળ જ્યોતિ પવિત્ર ધામ ભગવાન ! તેનાથી દયા, દાન, વ્રત, ભક્તિનો વ્યવહાર તો બાહ્ય છે, વસ્તુથી બાહ્ય છે, વસ્તુમાં નથી. આહા..હા..! આ વ્યવહારથી નિશ્ચય થાય એવી બધા રાજ્યું પાડે છે. ‘સોનગઢવાળા’ વ્યવહારથી નિશ્ચય નથી માનતા માટે એકાંત છે. માનો પ્રભુ ! તું પણ ભગવાન છો. સ્વરૂપ તો તારું ભગવંત જ છે. આહા..હા...! ભગવાન છે પ્રભુ ! તને ખબર નથી. જે ભગવાન થયા એ ક્યાંથી થયા ? આહા....હા...!
અહીંયાં એ કહે છે, પ્રભુ ! આપે કહ્યું, વ્યવહાર... ત્યાં કહ્યું હતું ને ? કે, વ્યવહારમાં ૫૨નું વિપરીતનું અવલંબન છે. અહીં કહ્યું કે, એ વ્યવહાર બાહ્ય છે. બાહ્ય છે. એ બાહ્યને પોતાનો માનવો એ બહિરાત્મા છે. બહિરઆત્મા ! ચૈતન્યસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ ! તેનાથી પુણ્ય અને પાપના ભાવ બહાર છે. એ બહાર છે તેને પોતાના માનવા એ બહિરાત્મા છે. આહા..હા...! અને તે બહા૨નું બહાર છે, તે હેય છે એમ સ્વરૂપનો આદર કરી તેને હેય જાણવા એ સમ્યક્ છે, એ સત્ય છે. સમજાણું કાંઈ ?
અહીં તો પ્રશ્ન કર્યો કે, (તે) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું...' શિષ્ય કહે છે કે, મહારાજ ! હું એક પ્રશ્ન કરું છું. શું ? તન્નિમિત્તમ્ આત્મા વા પર:' પ્રભુ ! મારો એક પ્રશ્ન છે. એ પુણ્ય અને પાપ, રાગ ને દ્વેષ, મોહભાવ ઉત્પન્ન થાય છે તેનું મૂળ નિમિત્ત – કારણ આત્મા છે ? કે કર્મનું નિમિત્ત છે ? ૫૨ નિમિત્ત છે કે આત્મા કા૨ણ છે ? આમાં મોટી ઝંઝટ છે. આહા..હા...! છે ?
નિમિત્ત આત્મા છે ? ‘તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે ? જીવદ્રવ્ય કારણ છે કે મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુદ્ગલદ્રવ્યનો પિંડ તે કારણ છે ? તેમાં જડનું કારણ છે ? તેમાં કારણ કોણ છે ? આહા..હા...!
એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે.' આવું પૂછ્યું તેને ઉત્તર આપે છે, એમ કહે છે. જેને સાંભળવાની, સમજવાની કંઈ ગરજ જ નથી તેને અમે ઉત્તર નથી આપતા
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૦
કિલશામૃત ભાગ-૫
એમ કહે છે. આહા..હા... જેને અંતરમાં આવો પ્રશ્ન) થયો, પ્રભુ ! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ (છે) એ શુદ્ધ ચેતના સ્વરૂપ ભગવાનથી બહાર છે, ભિન્ન છે. એ ભિન્ન છે તો એની ઉત્પત્તિ ક્યા કારણથી થઈ છે ? આત્માને કારણે થઈ છે કે કર્મને કારણે થઈ છે ? એમ પ્રશ્ન છે. આ..હા..સમજાણું કાંઈ ? આ અધિકાર તો બહુ સરસ આવ્યો છે ! કહો, ભાઈ ! તમારી ફિલ્મમાં પહેલો અધિકાર આવો આવ્યો ! આહા...હા..! આવી વાત છે. જગતમાં ક્યાંય સાંભળવા મળે નહિ. રાડેરાડ્યું પાડે, એ... આમ કરો ને આમ કરો ને આમ કરો... દેશસેવા કરો, ભૂખ્યાને આહાર દયો, તરસ્યાને પાણી લ્યો, રોગીને ઓડ દડ્યો... ભાઈ ! સાંભળ પ્રભુ ! ભાઈ ! એ બધી ચીજો તો જીવના પુણ્ય-પાપને કારણે મળે છે. તું દઈ શકે એ વાતમાં માલ છે નહિ.
અહીંયાં તો તારામાં જે રાગાદિ ભાવ થાય છે એ શું ચીજ છે ? આપ એક કોર બહાર છે એમ) કહો છો અને એક કોર તેને બંધનું કારણ કહો છો ? સમજાણું કાંઈ? આત્માથી પુણ્ય-પાપ, રાગાદિ બહાર છે એમ કહો છો). બહાર છે તેને વળી આત્માના બંધના કારણ (કહો છો તો તે છે કોનો ? તે વિકાર છે કોનો ? અને કેવી રીતે ઉત્પન્ન થયો છે ? આહા..હા...! આ શ્લોકની મોટી તકરાર છે. ૧૭૫ (શ્લોક).
(૩૫નાતિ)
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव વસ્તુસ્વમાવોયમુતિ તાવત્ ારૂ-૨૭૫TI
ખંડાન્વય સહિત અર્થ :- તાવ કયમ્ વસ્તુસ્વાવ: તિર (તાવ) પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે – (ત્રયમ્ વસ્તુસ્વમવ:) આ વસ્તુનું સ્વરૂપ (૩તિ) સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ ? ના ચાત્મા ગાત્મનઃ રતિનિમિત્તમવિમ્ ન યાતિ’ (નાતુ) કોઈપણ કાળે (માત્મા) જીવદ્રવ્ય (ાત્મનઃ રવિનિમિત્તાવ) પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ ન યાતિ) પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ
Page #324
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૧૧
પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્તકારરણ – જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે. અન્ય દ્રવ્યોગચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ, નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ; તેવી જ રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામે – મોહરાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ; મિનિમિત્ત નિમિત્તકારણ છે પરસ ઇવ દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ, તેનો ઉદય. જોકે મોહકર્મરૂપ પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, જીવદ્રવ્ય સાથે વ્યાપ્યવ્યાપકરૂપ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે – એવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો? અહીં દૃષ્ટાંત છે – “યથી કાન્ત:' જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ. ૧૩–૧૭૫.
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव વસ્તુસ્વમાવો યમુતિ તવત્વ શરૂ-૨૭૫ તા.
હવે અહીં “પરસંગ (શબ્દમાં) મોટો સિદ્ધાંત છે. પરવસ્તુ નહિ – “પરણવ” નહિ. આત્મામાં વિકાર થાય એ “પરણવ” નહિ. પરને કારણે નહિ પણ પરના સંગના કારણે થાય છે). આ.હા...હા...! આ મોટી તકરાર (ચાલે છે). શું કહ્યું ?
તાવત્ ત્રયમ્ વસ્તુ સ્વભાવ: તિર પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે – આ વસ્તુનું સ્વરૂપ સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ ? ના, માત્મા આત્મિનઃ રાતિનિમિત્તમાંવમ્ ન યાતિ” “કોઈપણ કાળે જીવદ્રવ્ય પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ
અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી.” જુઓ ! આમાંથી કાઢે છે કે, આત્મા (રાગાદિનો) કારણ નથી, કર્મને કારણે થાય છે. એમ કહે છે. એમ નથી.
અહીંયાં તો કહે છે કે, પુણ્ય અને પાપના વિકાર (થવામાં) એનું દ્રવ્ય – મૂળ જીવદ્રવ્ય
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૨
કલશામૃત ભાગ-૫ કારણ નથી, જીવનો સ્વભાવ – જીવદ્રવ્ય કારણ નથી પણ તેની પર્યાયમાં કર્મના નિમિત્તનો સંગ કરે છે તો વિકાર થાય છે. કર્મથી નહિ, આત્મદ્રવ્યથી નહિ. સમજાણું કાંઈ ? “પરણવ” નથી કહ્યું. વિકાર “પરણવ એમ નથી કહ્યું. “પરસ ' એમ કહ્યું છે. આહા...હા...!
પ્રશ્ન :- આટલા શબ્દમાં આટલો ફેર પડી ગયો ?
સમાધાન :- મોટો ફેર છે. દિગંબરના એક વિદ્વાન) અહીંયાં રહી ગયા હતા તેમણે) કબુલ કર્યું હતું કે, પરસ પવી છે, “નથી. આત્મામાં વિકાર થાય છે તે કર્મને કારણે થાય છે એમ છે નહિ. કર્મ તો પરદ્રવ્ય છે. આહા..હા...! કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ.”
અહીંયાં કહે છે કે, “પૂરવનો અર્થ શું ? આહા...હા...! કે, પરસંગ. આહા...હા...! એ પોતે પરિણમતો નથી. “ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે ?' આ વાત પહેલા આવી ગઈ છે. ૯૨માં પાને. ૯૨ (નંબરનું) પાનું છે ને ? એમાં આ વાત આવી ગઈ છે કે, વિકારના કારણ છે. એક ઉપાદાન અને એક નિમિત્ત. આત્મામાં વ્યવહાર રાગાદિ ઉત્પન્ન થાય છે તેના બે કારણ છે). એક ઉપાદાન અને એક નિમિત્ત. ઉપાદાન પોતાનું પોતાથી છે એમ કહે છે. જુઓ ! છે ?
“એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અંતર્ગભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ.” આહાહા.! શું કહે છે? જુઓ ! પુણ્ય અને પાપના વિકાર થાય છે તેમાં અંતરંગ કારણ પોતાના ઉપાદાનમાં (એવી) શક્તિ – એવી યોગ્યતા છે. યોગ્યતા પોતાની છે, પોતાથી વિકાર ઉત્પન્ન થાય છે. અશુદ્ધ ઉપાદાન પોતાની વિભાવિક શક્તિ નિમિત્તને આધીન થાય છે તો પોતાથી થાય છે. સમજાણું કાંઈ? પણ ઉપાદાન પોતાથી છે, નિમિત્ત કર્મ છે. નિમિત્ત કર્મ છે તો નિમિત્ત કરે છે, એ (વાત) નથી. (જો એ કરે તો) નિમિત્ત કહેવાતું નથી. આહા...હા...! આવા સિદ્ધાંત ! વાણિયાને વખત મળે નહિ, નિર્ણય કરવાની નવરાશ (મળે નહિ). ભાઈ ! રળવામાં રોકાય, બાયડીછોકરા, કુટુંબમાં આખો દિ પાપમાં (જાય), એમાંથી એકાદ કલાક મળે તો માથે (સંભળાવનાર) જે કહે છે, જય નારાયણ..! આહા..હા..!
અહીં પ્રભુ એમ કહે છે, શિષ્યનો પ્રશ્ન એ હતો કે, આત્મા ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તેનાથી પુણ્ય-પાપના ભાવ, વિકાર, રાગ-દ્વેષ તો બહાર છે. (એ) બહાર છે તેનું કારણ આત્મા છે તેનું કારણ કર્મ, બાહ્ય ચીજ છે ? તો ઉત્તર એમ આપ્યો કે, અંતર્ગભિત ઉપાદાન યોગ્યતા તો જીવની પોતાની છે. પર્યાયમાં વિકાર થવો તે યોગ્યતા, ઉપાદાનની પોતાની શક્તિ છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. આહા...હા...! પરસંગ – પણ એ (આત્મા) પરનો સંગ કરે છે. એમ કહે છે. “પરણવ' નહિ. પોતાનો સંગ છોડી રાગ-દ્વેષમાં પરનો સંગ કરે છે. કર્મનો સંગ (કરે છે), કર્મથી નથી થતા), કર્મનો સંગ કરે છે. આહાહા....
Page #326
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૧૩ પરથી અને પરના સંગે – બન્નેમાં ઉગમણા-આથમણો ફેર છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો પરસંગ (કહે છે). ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! તે અસંગ સ્વરૂપનો સંગ છોડી કર્મના નિમિત્તનો સંગ કરે છે તેને વિકાર ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? સંગ નથી કરતા તેને વિકાર ઉત્પન્ન થતો નથી. એ કહે છે. છે ને ?
પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. એ તો પોતાના કારણે, પોતાની અશુદ્ધ પરિણતિને કારણે, પોતાની વિભાવિકશક્તિને કારણે થાય છે). વિભાવિકશક્તિ બંધનું કારણ નથી. વિભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે. પણ વિભાવિકશક્તિની યોગ્યતા નિમિત્તનો સંગ કરે છે. આહા...હા..! તો તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. તેથી વિકાર પોતાનો નથી અને હેય છે, એમ કહેવામાં આવ્યું છે. વિશેષ કહેશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧, સોમવાર તા. ૨૬-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૫ પ્રવચન–૧૮૫
કળશટીકા ૧૭૫ (કળશ) ફરીને લઈએ. આ ફિલ્મ) ઊતરે છે ને ? એટલે. “તાવત્ યમ્ વતુર્વમાવઃ કતિ’ શિષ્યનો પ્રશ્ન હતો કે, આત્મા કોણ છે ? તો તેનો ઉત્તર આપ્યો. તેમાં એ આવ્યું કે, આ આત્મા જે છે આત્મા, તેનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. આત્મા જે અંદર છે તેનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય (છે). જેમ શ્રીફળ – નાળિયેર હોય છે, નાળિયેર. હવે અત્યારે ગુજરાતી છે. નાળિયેર છે એમાં છાલા જુદાં છે, કાચલી જુદી છે અને કાચલી કોરની લાલ છાલ જુદી છે અને લાલ છાલથી જુદો અંદર ઘોળો ગોળો છે). શ્રીફળ – નાળિયર, સફેદ અને મીઠો ગોળો એ નાળિયેર (છે). લાલ છાલ, કાચલી અને છાલા એ કંઈ નાળિયેર નથી. એમ આ ભગવાન આત્મા ! આ દેહ છે ઈ છાલા છે, એ કિંઈ આત્મા નથી. અંદર આઠ કર્મ માટી, જડ છે એ પણ કાચલીની પેઠે જડ છે, એ કંઈ આત્મા નથી. તેમ અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય, શુભ-અશુભ ભાવ (થાય) એ લાલ છાલ જેવા છિલકા (છાલ) છે. એની પાછળ ભગવાન આત્મા... ઝીણી વાત છે, પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. જેમ એ નાળિયેર ધોળો અને મીઠો (ગોળો છે) એમ આ આત્મા અંદર શુદ્ધ (છે). ધોળો એટલે શુદ્ધ (છે). ચૈતન્ય શુદ્ધ અને મીઠો એટલે આનંદ, એ આનંદકંદ પ્રભુ આત્મા છે. તેની દૃષ્ટિ હોય તો એને સમ્યક્દષ્ટિ કહેવામાં આવે છે. આહા..હા...! નહીંતર રાગ અને પુણ્યને પોતાના માનવા એ મિથ્યાદૃષ્ટિ છે. એને સત્ય
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૪
કલશામૃત ભાગ-૫
વસ્તુની ખબર નથી.
એ અહીંયાં કહે છે, કોઈપણ કાળે તે વસ્તુ પોતાથી રાગ ને દ્વેષ ને વિકારરૂપે પરિણમતો નથી. એ તો શુદ્ધ ચૈતન્ય છે. આહા...! જેમ લીંડીપીપર થાય છે, લીંડીપીપર ! છોટી પીપર કહે છે ને ? એ બહારમાં રંગે કાળી, તીખાશ અલ્પ છે) પણ અંદરમાં તીખાશ નામ ચરપરાઈ – તીખાશ પૂરી ભરી છે, પૂરી છે અને લીલો જેનો રંગ છે. એ લીલો રંગ અને તીખાશ તે જ પીપર છે. સાધારણ કાળપ (છે) એ તો નીકળી જાય છે. અંતર જે ઘંટે, ચોંસઠ પોરી ઘૂટે ત્યારે જે શક્તિમાં ચોસઠ નામ પૂર્ણ રૂપિયો – સોળ આના જે તીખાશ હતી તે પ્રાપ્તની પ્રાપ્તિ ઘૂંટવાથી બહાર આવે છે. એ અંદર છે એ બહાર આવે છે.
એમ આત્મામાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ચૈતન્ય – જીવત્વશક્તિરૂપે પરિપૂર્ણ ભરેલો છે. જીવતરશક્તિ ! આનંદ અને જ્ઞાન આદિની શક્તિ, જ્ઞાન, દર્શન આદિ પૂર્ણ ભર્યા છે. એનું અંદરમાં ભાન થવું.. આહાહા...! એનું નામ અહીંયાં સમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને એ સમ્યગ્દર્શન જન્મ-મરણના અંતરનું કારણ છે. એ અહીં કહ્યું. દેખો !
વસ્તુનો સ્વભાવ (ઉતિ) “સર્વ કાળે પ્રગટ છે.” ચૈતન્યમૂર્તિ તો ત્રિકાળ આનંદકંદ (છે). બહેનની ભાષામાં કહ્યું હતું ને? પેલી છોડી બોલતી હતી કે, જાગતો જીવ ઊભો છે. ઝીણી ભાષા છે. અંદર જાગતો જીવ, જ્ઞાયક જીવ, ચૈતન્યરસકંદ જીવ ઊભો છે. ઊભો એટલે ધ્રુવ છે. અંદર ચૈતન્યવતુ ધ્રુવ છે. એની પર્યાય – અવસ્થામાં બદલે પણ જે જાગતો જીવ જે ત્રિકાળ જ્ઞાયકભાવ.. આહા..હા..! એ તો ધ્રુવપણે સદા વિદ્યમાન છે. એનામાં દૃષ્ટિ આપતાં સમ્યગ્દર્શન થાય છે. એ વિના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે નહિ. એ વાત કરે છે.
કોઈપણ કાળે આત્મા પોતાના સ્વભાવ સિવાય છે ને? “રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી. આહા..હા..! શું કહે છે ? વસ્તુ જે છે અંદર આનંદકંદ પ્રભુ ! એ પોતે પોતાના સ્વભાવના આશ્રયે કે સ્વભાવના સંગે વિકારપણે પરિણમતો નથી. આહાહા...! અને એ વિકારપણે થાય છે એ પરના સંગમાં પરિચય કરે છે માટે. કર્મનો સંગ, જડ કર્મ એ તરફનું લક્ષ કરે છે, પરનો સંગ કરે છે એથી વિકાર પરિણામ થાય છે. પોતાના સ્વભાવને કારણે વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ ? આહા..હા..!
પોતે અંદર સ્વરૂપ જે આત્મા – સચ્ચિદાનંદ પ્રભુ ! આ..હા...! કેમ બેસે ? સતુ શાશ્વત જ્ઞાન અને આનંદની ધ્રુવતા જેમાં અંદર ભરી છે. એવો જે પ્રભુ એ પોતાના સ્વભાવથી વિકારપણે પરિણમે એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ ? એ પરના નિમિત્તના સંગે અશુદ્ધ રાગાદિપણે પરિણમે છે, પણ એ અશુદ્ધપણે થાય છે એ પણ પોતાની યોગ્યતાથી – ઉપાદાનથી થાય છે, કર્મ તો નિમિત્ત છે. કર્મ બીજી ચીજ તો નિમિત્ત છે). નિમિત્તનો અર્થ
Page #328
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૧૫
એક ઉપસ્થિત ચીજ છે. પણ એને લઈને અહીંયાં વિકાર થાય છે એમ છે નહિ. આહા..હા....! એ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવને ભૂલીને વર્તમાન પર્યાયમાં નિમિત્તને તાબે થયેલી, નિમિત્તને વશ થયેલી દશા પોતાને કારણે વિકારરૂપે થાય છે. સમજાય છે કાંઈ ? એ કહ્યું ને ?
પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી. શુદ્ધ સ્વભાવ પરમ આનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસ છે. આહા.હા.... જેમાં આ ચોખા છે ને ? ચોખા ! ચાવલ... ચાવલ, ચોખા ! એ ચોખાની ઉપરનું ફોતરું છે ને ? ફોતરું – છિલકા (એ જુદી ચીજ છે) અને ચોખા ઉપર લાલ રંગ હોય છે, ઝીણો લાલ રંગ હોય છે, એ જુદી ચીજ છે અને રંગની પાછળ જે ચોખો છે એ ધોળો – સફેદ ચોખો છે. એમ આ આત્મા. આ શરીર (છે) એ ઉપરનું ફોતરું છે અને અંદરમાં પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ (ચોખાનો) જેમ લાલ રંગ છે એમ આ રંગ છે અને અંદર આત્મા જે છે એ લાલ રંગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યઘન (છે). આત્મા છે એ ચોખો ચોખો.. ચોખા કહે છે ને ? ચાવલ, અમારી ગુજરાતી ભાષામાં ચોખા છે. એ ચોખો આત્મા છે. અંદર નિર્મળાનંદ પ્રભુની ઉપર દૃષ્ટિ લગાવવાથી સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન – ધર્મની પહેલી સીડી – પર્યાય પ્રગટ થાય છે. આહા..હા...!
હવે વિશેષ કહે છે. એ પોતાના કારણે રાગરૂપ પરિણમતો નથી. છે ? ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : વસ્તુમાં જે વિકાર થાય તેના બે કારણ છે. વસ્તુનો સ્વભાવ વિકાર થાય એવો નથી પણ પર્યાયમાં વિકાર થાય તેના બે કારણ છે. “એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે.” ઉપાદાનકારણ એટલે મૂળ કારણ. પોતામાં એવી યોગ્યતા છે કે એને લઈને એ નિમિત્તને આધીન વિકારરૂપે, દોષરૂપે, વિભાવરૂપે થાય છે. નિમિત્તકારણ છે.
ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ;.” આ..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વસ્તુ જે આત્મા છે એ તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રભુ અંદર છે. એની દૃષ્ટિ અને એના સ્વભાવથી વિકારપણે પરિણમે એવું એનું સ્વરૂપ નથી. પણ આ જે વિકાર – દોષ થાય છે એ પર્યાયમાં, પોતામાં અંદર એક વિભાવિક નામની શક્તિ છે એની પર્યાયમાં નિમિત્તાધીન થાય છે ત્યારે તેને વિકાર થાય છે. આ..હા...! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, બાપુ ! આ તો અંદરના માર્ગ છે. આ આત્માનો માર્ગ છે. આત્માનો માર્ગ એણે કદી સાંભળ્યો નથી, સમજ્યો નથી. બહારના – જગતના ઢસરડા કરી કરીને મરી ગયો.
અંદરમાં ચીજ છે એ શુદ્ધ સ્વરૂપ જે છે એ પોતાને કારણે અશુદ્ધપણે પરિણમે એવો એનો સ્વભાવ નથી. પણ પર્યાયમાં – અવસ્થામાં પોતાને કારણે ઉપાદાનની પોતાની યોગ્યતાને
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૬
કિલશામૃત ભાગ-૫ કારણે અશુદ્ધપણે પરિણમે છે. એ ઉપાદાન એનું છે. ઉપાદાન એટલે મૂળ કારણ નિમિત્તકારણ કર્મ છે, પણ નિમિત્તકરણનો અર્થ એવો નથી કે નિમિત્ત કરાવે છે. સમજાય છે કાંઈ ? નિમિત્ત એક ચીજ છે.
જેમ માટીમાંથી ઘડો થાય છે, એ દાખલો આગળ આપ્યો છે. એમાં આપ્યો છે ને ? હા, એમાં જ આપ્યો છે, જુઓ ! છે ? જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે...” માટી છે એ ઘડારૂપે થાય છે એમાં ઉપાદાન – મૂળ કારણ માટી (છે) અને કુંભાર તો નિમિત્તકારણ છે. નિમિત્ત – એનાથી ઘડો થાય છે એમ નહિ. આહાહા....! સમજાય છે કાંઈ ? એ તો ૩૭૨ ગાથામાં આવી ગયું છે કે, માટીથી ઘડો હોય છે. કુંભારથી ઘડો હોય એ એમે દેખતા નથી. આહા...હા...! ૩૭૨ ! માટી જે છે એ પોતે ઘડારૂપે થાય છે. કુંભારથી ઘડારૂપે થાય છે એમ છે નહિ. કુંભાર તો નિમિત્તમાત્ર એક ચીજ છે. આહા....! પણ અંદરમાં જે વસ્તુ છે એ માટી પોતે જ ઘડારૂપે થાય છે. એમ આત્મા – ભગવાનઆત્મા પોતે જ પોતાના સ્વભાવથી શુદ્ધરૂપે પરિણમે છે. એ શુદ્ધરૂપે પરિણમન (થવામાં) કોઈ કર્મનો અભાવ (થવો) એ કારણ છે નહિ અને અશુદ્ધપણે – મલિનપણે પરિણમે છે તે પણ પોતાને કારણે મલિનપણે પરિણમે છે. આ..હા..હા....! કર્મ તો એક નિમિત્તકારણ જોડે ચીજ છે. એ કંઈ એને પરિણમાવે અને બદલાવે એમ છે નહિ. એ કીધું, જુઓ !
જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે....” આ વસ્તુમાં વસ્તુની પર્યાય વસ્તુમાં પોતાપણે હોય, પરપણે હોય નહિ. ભલે પરસંયોગ હોય પણ પરપણે ન હોય. પર નિમિત્ત હોય પણ થાય પોતાપણે. વિકાર અને અવિકાર પોતાપણે પોતાને કારણે થાય છે.
“અન્ય દ્રવ્યગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટપર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઈત્યાદિ;.” એ તો બાહ્ય નિમિત્તકારણ છે. આહા...હા...! એને કોઈ વિકાર કરાવી
ત્યે એમ છે નહિ. જેમ કુંભાર બનાવી દયે એમ નથી. આહા..હા..! આ તો દુનિયાથી ઊંધું છે, બાપુ ! એ ઘડો પોતે માટીથી થાય છે. માટી પોતે જ ઘડારૂપે થાય છે. કુંભારરૂપે ઘડો થતો નથી, જેમ કુંભાર ઘડારૂપે થતો નથી. આહા..હા..! એથી માટીમાંથી ઘડો થવામાં મૂળ કારણ માટી છે અને કુંભાર નિમિત્ત છે.
એમ આત્મામાં વિકાર થવામાં મૂળ કારણ એની પર્યાય છે, એની યોગ્યતા છે અને નિમિત્તકારણ કર્મ છે, પણ કર્મને લઈને અંદર વિકાર થાય છે એમ નથી. તેમ પોતાના સ્વભાવને લઈને વિકાર થાય છે એમ નથી. આહા...હા...! ભાઈ ! આ બધું ઝીણું છે.
મુમુક્ષુ :- કર્મ નિમિત્તકારણ તો છે. ઉત્તર – નિમિત્તનો અર્થ, છે', બસ ! પણ કરાવે છે (જો એમ હોય તો) નિમિત્ત
Page #330
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૧૭
કહેવામાં નથી આવતું. ઘડામાં નિમિત્તકારણ કુંભાર છે, પણ કુંભાર ઘડાને કરે છે એમ હોય) તો તો નિમિત્તકારણ રહેતું નથી. એ તો ઉપાદાનકારણ થઈ જાય. આ.હા...! સમજાય છે કાંઈ ?
મુમુક્ષુ :- કુંભાર વિના ચાલતું નથી.
ઉત્તર :- કોણ કહે છે ચાલતું નથી ? એ તો ૧૦૨ ગાથામાં કહ્યું ને ? દરેક દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ છે. દરેક તત્ત્વનો, પર્યાયનો જન્મ (અર્થાતુ) ઉત્પત્તિ કાળ છે. તે ઉત્પત્તિકાળને કારણે તે પર્યાય પોતાથી થાય છે. ૧૦૨ ગાથા, પ્રવચનસાર” ઈ જન્મક્ષણ છે. ઈ એના ઉત્પત્તિનો કાળ છે. આહા..હા....! પણ અહીં તો વિકારની ઉત્પત્તિ પરના નિમિત્તે એટલે કે પરના સંગે એટલે કે નિમિત્તને આધીન થાય તો થાય છે. નિમિત્ત કરાવતું નથી. સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ !
તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં..... હવે મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ.” એમાં બે બોલ છે કે, વિભાવિકશક્તિને કારણે) એનામાં વિકારપણે પરિણમવાની યોગ્યતા છે પણ વિભાવિકશક્તિ છે માટે વિભાવપણે પરિણમે છે એમ નહિ. શું કહ્યું ઈ? અંદર વિભાવિકશક્તિ છે માટે વિભાવપણે પરિણમે છે એમ નહિ. કેમકે વિભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે. પણ વિભાવિકશક્તિ પર્યાયમાં નિમિત્તને આધીન થાય છે ત્યારે તેને વિકાર, પુણ્ય અને પાપના વિકાર થાય છે. આહા...ઝીણી વાત છે, ભાઈ ! આ તો અંતરનો માર્ગ અંતરથી જુદી જાતનો છે. આહા...હા..! એ કહે છે.
વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ,” છે. નિમિત્તકારણ છે દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ,...” એ તો નિમિત્ત (છે). પુદ્ગલનો પિંડ છે એ તો નિમિત્ત છે. આહા..હા..! અને ઉપાદાન તો આત્માની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા થવાની યોગ્યતાથી અશુદ્ધતા થાય છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. આહા...હા...! આ પણ મોટી તકરાર છે ને ? કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય એ વાત અને શુભભાવથી નિશ્ચય થાય. એટલે કર્મથી વિકાર થાય અને વિકારથી ધર્મ થાય ! બન્ને વાત જૂઠી છે. સમજાય છે કાંઈ ?
પ્રશ્ન :- સાચી વાત શું છે ?
સમાધાન :- સાચી વાત એ છે કે, વિકાર પોતાથી, પર્યાયમાં લાયકાતથી ઉત્પન્ન થાય છે. કર્મ નિમિત્તમાત્ર છે અને શુભભાવ જે થાય એ પોતાની લાયકાતથી થાય છે. અને શુભભાવથી નિશ્ચય થાય છે એમ છે નહિ. શુભભાવની રૂચિ છોડી અને સ્વભાવની રુચિ કરે તો નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. ભાઈ ! આવી વાત છે.
પુદ્ગલદ્રવ્યનો પિંડ” છે ને? પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૮
કલશામૃત ભાગ-૫
છે,...' શું કહે છે ? કે, જે કર્મ છે ને ? જડ કર્મ, એનો ઉદય વ્યાપ્ય-વ્યાપકપણે) એની સાથે છે. કર્મ વ્યાપક (થઈને) પ્રસરે છે અને વિકારી પર્યાય, જે ઉદયની દશા થાય છે એ એનું વ્યાપ્ય છે. કર્મ વ્યાપક થઈને આત્માના વિકારી પર્યાયનું વ્યાપ્ય કરે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ભાષા લીધી, જોઈ ? કર્મ પોતાને કા૨ણે વ્યાપ્ય-વ્યાપક છે. કર્મ સત્તારૂપ વસ્તુ છે એ વ્યાપક (છે) અને જે ઉદય આવ્યો એ એનું વ્યાપ્ય. એ વ્યાપ્યવ્યાપકપણું) એનું એનામાં છે. આહા..હા...! પણ કર્મ વ્યાપક થઈને આત્માની વિકારી પર્યાય વ્યાપ્ય કરે એવો સંબંધ નથી. આત્મા વ્યાપક થઈને અજ્ઞાનપણે વિકારી પર્યાયપણે વ્યાપ્ય થાય એવો એનો ભાવ છે. કહો, આવી વાત છે. છે ?
જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી...' શું કહ્યું ઈ ? વિકારી પર્યાય જે જીવમાં થાય એમાં કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય નથી. એ કર્મ સત્તામાં પડ્યા છે એ વ્યાપક થઈ અને ઉદયમાં આવી વ્યાખવ્યાપકપણું એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરે એમ નથી. આહા..હા...!
જ્યારે (‘સમયસાર’ની) ‘કર્તા-કર્મ (અધિકારની)’ ૭૫-૭૬ ગાથામાં તો એમ કહ્યું... આહા..હા...! કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થાય છે. ત્યાં તો કર્તા-કર્મ કરવા લાયક છે એ વસ્તુ છોડવા માટે (કહ્યું છે). દ્રવ્યની જ્યાં દૃષ્ટિ થઈ, દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો સ્વભાવ એવી દૃષ્ટિ થઈ તો એ દ્રવ્ય વ્યાપક થઈને અવિકારી પર્યાયની વ્યાપ્ય દશાને કરે. શું કહ્યું ઈ ?
આત્મા પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ (છે) એનો સ્વભાવ શુદ્ધ છે એવી જ્યારે દૃષ્ટિ થઈ ત્યારે એ શુદ્ધ સ્વભાવ તે વ્યાપક છે અને પર્યાયની શુદ્ધતા થઈ તે વ્યાપ્ય છે. કર્મ વ્યાપક છે અને શુદ્ધ પર્યાય વ્યાપ્ય છે એમ તો (છે) નહિ. હવે કર્મ વ્યાપક છે તો કર્મની પર્યાય તેની વ્યાપ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
વ્યાપ્ય-વ્યાપક એટલે વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે અવસ્થા. વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપ્ય એટલે અવસ્થા. તો કર્મ વ્યાપક થઈને તેની અવસ્થાને કરે, પણ કર્મ વ્યાપક થઈને આત્માની અવસ્થા કરે (એમ નહિ). ઈ અહીં વાસ્તવિક એની અવસ્થાને સિદ્ધ કરવી છે. વિકારી અવસ્થા પોતાથી થાય છે એમ અહીંયાં સિદ્ધ કરવું છે. અને જ્યાં ૭૫-૭૬ ગાથા લીધી ત્યાં તો અંતરંગ કા૨ણ પુણ્ય અને પાપ એ પુદ્ગલ છે. આહા..હા...! એ કર્મ છે, ઈ આત્મા નહિ. એમ લીધું છે. કેમ ? કે, જ્યાં દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર થઈ એથી સ્વભાવ વ્યાપક થઈને નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાન, આનંદની પર્યાય એનું વ્યાપ્ય થાય. એ વ્યાપક થઈને વિકારી પર્યાય) વ્યાપ્ય થાય એમ પણ નહિ અને કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરાવે એમ તો એ અપેક્ષાએ છે નહિ. પણ જ્યારે વિકાર કાઢી નાખવો છે તો વિકારનું વ્યાપ્ય કર્મ છે, કર્મ એનો વ્યાપક છે (એમ કહે). ત્યાં કર્મને વ્યાપક બનાવ્યો
-
Page #332
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૧૯
અને વિકારી પર્યાયને વ્યાપ્ય બનાવી. અહીં કહે છે કે, કર્મનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્મમાં છે.
પ્રશ્ન :- મૂળમાં શું ફેર ?
સમાધાન :- પણ કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને ? એક જ ઠેકાણેથી એક જ પકડે એમ ન ચાલે. આ તો અનેકાન્ત માર્ગ છે, સ્યાદ્વાદ માર્ગ છે. કઈ અપેક્ષાએ છે ઈ એને જાણવું જોઈએ. ત્યાં તો બિલકુલ એમ કહ્યું કે, આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથનું વ્યાપ્ય તો સ્વભાવ છે, શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે. ત્યારે વિકાર થાય છે ને? (તો કહે છે), એ વિકાર છે તે જ્ઞાનનું શેય છે તેથી તે કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થઈને જ્ઞાન તેને જાણે છે. આહા...હા...! આમાં ક્યાં શું પકડવું સમજાણું? ઝીણી વાત છે, બાપુ ! આહા..હા..!
એકદમ કહે કે, વિકારી પર્યાય પુદ્ગલ છે એમ કહે, “જીવ અધિકારમાં વિકારી પર્યાય અજીવ છે એમ કહે. અને ૧૦૦-૧૦૯-૧૧૦-૧૧૧ ગાથામાં તો એમ કહે કે, પૂર્વનો કર્મનો ઉદય તે વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે તેનું વ્યાપ્ય છે. શું કહ્યું છે ?
- ત્રણ પ્રકાર થયા. એક તો વ્યાપ્ય-વ્યાપક શુદ્ધ આત્મા પોતે વ્યાપક થઈને એની વ્યાપ્ય અવસ્થા નિર્મળ કરે) છે. બસ ! એટલું. અને જ્યારે એ રીતે સિદ્ધ કરવું છે ત્યારે કર્મ વ્યાપક થઈને વિકારી વ્યાપ્ય છે (એમ કહે). એ કાઢી નાખવા માટે અને જ્ઞાનનું શેય બનાવીને એમ કહ્યું. સમજાણું કાંઈ ?
અહીંયાં એમ કહ્યું કે, આત્મા પોતે પોતાના સ્વભાવથી વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. પણ વિકાર થવાની એની પર્યાયમાં યોગ્યતા છે, વસ્તુમાં નહિ. દ્રવ્યમાં અને ગુણમાં નહિ. વિકાર થવાની પર્યાયબુદ્ધિમાં પર્યાયમાં યોગ્યતા છે. એ પોતાથી વ્યાપ્ય-વ્યાપક છે. કર્મનું વ્યાપ્ય-વ્યાપક કર્મમાં અને આત્માનું વ્યાપ્ય-વ્યાપક આત્મામાં. કર્મ વ્યાપક થઈને આત્મામાં વિકાર થાય એમ નથી અને આત્મા વ્યાપક થઈને કર્મની વ્યાપક અવસ્થા કરે એમ પણ નથી. - ત્રીજું, કર્મ જે જડ છે તે ઉદય થઈને નવા કર્મ જે બંધાય છે તેમાં જૂના કર્મ વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે વ્યાપ્ય છે. આહા..હા...! આવી વાત છે. ત્રણ પ્રકાર થયા.
મુમુક્ષુ :- ભિન્ન કાળવર્તી બતાવ્યા છે.
ઉત્તર – હા, ત્યાં લીધું છે. કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય લેવો છે. એટલે કર્મનો) ઉદય થઈ અને નવા બંધાય એ એનું વ્યાપ્ય છે. ભલે એમાં – નવા (બંધાવામાં) પછી વિકાર નિમિત્ત થાય પણ ખરેખર જૂના કર્મનું નિમિત્ત છે, ઉદય છે, વ્યાપક છે અને નવા બંધાય તે વ્યાપ્ય છે. આહા..હા..! ૧૦૮થી ૧૧૧માં એમ લીધું છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ સમજાય છે કાંઈ ? પ્રભુનો અનેકાન્તમાર્ગ બહુ ઝીણો, બાપુ ! આહા..હા...! બહારથી સ્થૂળપણે માનીને બેસી
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૦
કલામૃત ભાગ-૫
ગયા એ કંઈ ચીજ નથી.
અહીં એ કહે છે, દેખો ! ત્યાં બે બોલમાં એમ લીધું. આ સમયસારમાં છે. છે? કે, કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્યા. ભગવાન વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય એમ નહિ. એ શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવા (એમ કહ્યું). કર્મનું વ્યાપક થઈને વ્યાપ્ય થયું એ તો જ્ઞાનનું પર તરીકે ય થયું. કર્મ વ્યાપક અને વિકારી વ્યાપ્ય એ જ્ઞાતાનું ભાન થતાં તે જ્ઞાતામાં એ પર્યાયને પરણેય તરીકે ગણવામાં આવ્યું. તેથી કર્મ વ્યાપક અને પર્યાય વ્યાપ્ય (એમ કહ્યું છે).
અહીંયાં સ્વદ્રવ્યની પર્યાય સિદ્ધ કરવી છે. પોતાની વિકારી પર્યાય પોતામાં પોતાની યોગ્યતાથી થાય છે. આહા...હા..! કર્મ વ્યાપ્ય-વ્યાપક થઈને વિકારને કરે એમ નહિ. કર્મ કર્મમાં વ્યાપ્ય-વ્યાપક છે, આત્મા આત્મામાં વ્યાપ્ય-વ્યાપક છે. એ વિકારી પર્યાયપણે પર્યાયની યોગ્યતાને (કોઈ) અપેક્ષાએ દ્રવ્ય કહેવામાં આવે, બાકી પર્યાયની યોગ્યતા તે વ્યાપક છે અને વિકારી પર્યાય થઈ તે તેનું વ્યાપક છે. આહા...હા..!
બીજી રીતે કહીએ તો આત્મા કર્તા કહેવાય અને વિકારી પર્યાય કર્મ કહેવાય. ઈ આત્મા કર્તા એટલે દ્રવ્ય નહિ. એની પર્યાય છે તેને આત્મા કીધો છે. આત્મા જે વસ્તુ છે ઈ કર્તા નહિ). અને છ કારક છે ને ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમાં કર્તા દ્રવ્ય નહિ. કર્તા દ્રવ્ય બોલવામાં આવે પણ કર્તા એની પર્યાય છે. કર્તા વિકારી પર્યાય છે, કર્મ વિકારી પર્યાય છે, કરણ વિકારી પર્યાય છે, સંપ્રદાન વિકારી પર્યાય છે, અપાદાન વિકારી પર્યાય છે, અધિકારણ વિકારી પર્યાય છે. એમાં આત્મા (-દ્રવ્ય) બિલકુલ નહિ. ઈ પર્યાયના ષકારક પર્યાયથી થાય. આહાહા...!
અહીં કહે છે કે, એ વિકારી પર્યાય એના અશુદ્ધ પરિણામથી પર્યાયની યોગ્યતાથી પોતામાં થાય. સમજાણું કાંઈ ? એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. આમાં બહુ ઝઘડા એવા ઊભા થાય. અપેક્ષા ન સમજે તો અજ્ઞાન છે). ન સમજે એટલે અજ્ઞાન અને અજ્ઞાનમાં તો ચકરાવામાં પડ્યો જ છે. આહાહા...!
અહીંયાં તો એમ કહે છે કે, ઉપાદાનની પર્યાય તારી છે. એ વિભાવિકશક્તિમાં નિમિત્તને વશ થવાની યોગ્યતા તારી છે. એ આગળ ૪૭ નવમાં આવશે. ઈશ્વરનય અને અનિશ્વરનય. ઈશ્વરનય આવે છે ને ? જેમ બાળકને ધાયમાતા પરવશપણે ધવડાવે છે એમ આત્મામાં – પર્યાયમાં એવી એક ઈશ્વર નામની યોગ્યતા છે કે કર્મના નિમિત્તને વશ થઈને વિકાર પોતે કરે છે. આહા...હા..!
મુમુક્ષુ :- વીંછી કરડે ત્યારે દુઃખ કરવાની ઇચ્છા તો નથી.
ઉત્તર :વીંછી એને કરડ્યો જ નથી, અડ્યો પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. એ તો ત્રીજી ગાથામાં કહ્યું ને ! એ તો એના ઉપર લક્ષ છે એટલે રાડ નાખે
Page #334
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૨૧
છે. લક્ષ દ્રવ્ય ઉપર નથી, સ્વભાવ ઉપર નથી એટલે જાણે આ મને થયું, એવો દ્વેષ ઈ ઊભો કરે છે.
મુમુક્ષુ – એવી ઇચ્છા તો નથી. ઉત્તર :- ના, દ્વેષ ઊભો કરે છે. આહા...હા...! બહુ ઝીણી વાત છે.
ખરેખર તો વીંછીનો ડંખ શરીરને અડ્યો નથી. કેમકે વીંછીના ડંખના પરમાણુ અને શરીરના પરમાણુ ભિન્ન છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે કે ચૂંબે એમ બનતું નથી. આહાહા..! આવી વાતું છે, બાપા !
મુમુક્ષુ :- મફતમાં જ રડે છે. ઉત્તર :- ના, એની પર્યાય એનામાં છે. પણ અહીંયાં જે કીધું ને ?
જુઓ ! આ શરીર છે, જુઓ ! આ આમ છે ને ? હવે આમ થાય છે ઈ આંગળીને લઈને થતું નથી, આંગળી એને અડતી નથી. આ ખાડો થયો ? આંગળી એને અડી નથી અને ખાડો પોતાની પર્યાયથી થયો.
મુમુક્ષુ – સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન થતાં આ અડે તો છે.
ઉત્તર :- બિલકુલ નહિ. આહા...હા...! ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે એમ કહેવાય. પણ ઇન્દ્રિય એને અડે છે માટે જ્ઞાન થાય એમ નહિ. આવી વાતો બહુ ઝીણી, ભાઈ ! સમજાણું કાંઈ? આહા..હા..! લ્યો, જુઓ ! આમ થયું કે નહિ ? અવાજ નીકળ્યો કે નહિ ? આ એને અડ્યું નથી અને અવાજ નીકળ્યો છે. કારણ કે આ ચીજ જુદી (છે), આ ચીજ જુદી છે). (એમાં) અડે ક્યાં ? ચૂંબે જ નહિ ને, બીજાને સ્પર્શતું જ નથી ને ! છતાં આ આમ થયું અને જે અવાજ નીકળ્યો ઈ તો અંદરના પરમાણુની પર્યાયમાં ભાષા થવાની યોગ્યતા હતી એ વડે નીકળ્યા છે. આ અડ્યા નથી અને આને લઈને અવાજ થયો નથી. આવી વાત છે, બાપા !
પહેલાં કીધું હતું નહિ ? એ પર્યાયનો ચમત્કાર છે ! બાપુ ! એ પર્યાય એવી છે કે અડે નહિ અને પર્યાય થાય ! આ તે વાત તો જુઓ ! આહાહા..! ઈ દ્રવ્ય ચમત્કારિક છે, એના ગુણો ચમત્કારિક છે. જ્યાં અનંત... અનંત... અનંત.... અનંત... અનંત... અનંત.... અનંત.... અનંત.... ગુણા એવા ચમત્કારિક ગુણો છે અને એની પમાય બીજાને અડે નહિ છતાં બીજામાં ખાડો પડે ! આ દાંત રોટલીને અડે નહિ અને ટૂકડા થાય, આ શું છે આ !!
- એક કોર એમ કહેવું કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબે નહિ, અડે નહિ અને એક કોર એમ કહેવું કે, દાંતથી રોટલીના ટૂકડા થાય. તદ્દન જૂઠી વાત છે. આહા..હા....! તણખલાના બે ટૂકડા કરવાની પણ આત્મામાં તાકાત નથી. શું કીધું ઈ ?
મુમુક્ષુ :- આત્મામાં તો અનંત તાકાત છે. ઉત્તર :- પોતાની પોતામાં છે. પર માટે કીધું ને આ ? તણખલું... તણખલું ને ?
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૨
કલશામૃત ભાગ-૫ (એના ટૂકડા આત્માથી થાય) ? તો કહે, ના, એ આંગળી તણખલાને અડી જ નથી અને એના બે કટકા થયા છે એમાં આત્માની ઇચ્છા થઈ માટે થયા જ નથી. આવી વાતું છે. ઈ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, પ્રભુ ! ઈ ચમત્કારિક દ્રવ્ય છે. કોઈ પરમાણુ કહો, આત્મા કહો, છ દ્રવ્ય કહો વસ્તુસ્થિતિ એવી છે. આ તો લોકોમાં ન ચાલતું હોય એટલે એને નવું લાગે. બાકી નવું કંઈ છે નહિ. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહાહા...!
એ તો કહ્યું નહોતું ? આ ઠવણીના આધારે પુસ્તક રહ્યું જ નથી. ઠવણીના આધારે પુસ્તક રહ્યું નથી. કેમકે એ પરમાણુમાં દરેકમાં આધાર નામની શક્તિ છે. એક એક પરમાણુમાં આધાર નામની શક્તિ છે. એમ આત્મામાં પણ આધાર નામનો એક ગુણ છે પણ ઈ જે આધારગુણ છે એ નિર્મળપણે પરિણમે તેને ગુણ કહેવામાં આવે છે. વિકારપણે પરિણમે ઈ તો એનું લક્ષ પર્યાયમાં જાય છે. ગુણ પોતે આધાર છે એ વિકારપણે પરિણમે એ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! એ વિકારપણાની પર્યાય થવામાં એની પર્યાયની યોગ્યતા તે સમયની તેની દ્રવ્ય-ગુણની અપેક્ષા રાખ્યા વિના (થાય છે). સમ્યગ્દર્શનની પર્યાય થાય એ પણ ખરેખર નિશ્ચયથી તો દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા જેમાં નથી. આહા..હા..! કર્મના અભાવની જેમાં અપેક્ષા નથી. એ જી સમ્યગ્દર્શનની પર્યાય (થાય), એ પર્યાયમાં ષષ્કારકની શક્તિ પોતામાં પડી છે. જે સમ્યગ્દર્શનની પર્યાય (થઈ) ઈ પર્યાય પોતે કર્તા (છે), દ્રવ્ય-ગુણ નહિ. એ સમ્યગ્દર્શનની પર્યાય પોતે કાર્ય - કર્મ (છે), દ્રવ્ય-ગુણ નહિ. કર્મ તો નહિ, કર્મનો અભાવ (થયો) માટે સમ્યગ્દર્શનનું કાર્ય થયું એ તો નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાતું છે.
પ્રશ્ન :- પર્યાયમાં સુધાર પણ કેવી રીતે થાય ?
સમાધાન :- આ દ્રવ્યનો આશ્રય કરે એટલે એનું લક્ષ કરે તો સુધરે. એનો અર્થ દ્રવ્યથી સુધરતું નથી પણ પર્યાય પરનું લક્ષ છોડીને અહીં જાય તો એ પર્યાય પોતાથી સુધરી જાય છે. આહા...હા...!
મુમુક્ષુ – સુધરે પોતાથી પણ લક્ષ દ્રવ્યનું.
ઉત્તર :- આશ્રય કીધો ને ? આશ્રય લે છે). દ્રવ્ય-આશ્રય કીધું ને? “મૂલ્યસિલો નુ સમ્માદિ દ્રિ નીવ' (પર્યાય) આશ્રય (લ્યું છે) છતાં પણ એ સમકિત દ્રવ્યને અડતું નથી. આવો માર્ગ છે, ભાઈ ! બહુ ઝીણો માર્ગ, પ્રભુનો એવો માર્ગ છે. વીતરાગ સિવાય એ વાત ક્યાંય છે નહિ). સમય સમયની સ્વતંત્રતા ! બીજાને અડ્યા વિના (કાર્ય થાય), આવી ચીજ ક્યાં છે ? ભાઈ ! આહાહા..! પેલા તો કહે, ઈશ્વર જગતનો કર્તા છે. અરે..! બધું ઊંધું છે !
અહીં તો કહે છે), પર્યાયનો કર્તા દ્રવ્ય પણ નહિ. આહા..હા.! પર તો નહિ પણ દ્રવ્ય-ગુણ પણ પર્યાયનો કર્તા નહિ ને ! દ્રવ્ય-ગુણ કર્તા અને પર્યાય કર્મ, એ પણ ઉપચારથી
Page #336
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૨૩ કથન છે. એ આમાં આવી જાય છે. “કળશટીકામાં આગળ આવી ગયું છે.
અહીંયાં કહે છે કે, આત્મા પોતાના સ્વભાવથી વિકારરૂપે પરિણમે એ પોતે વિકારના કારણરૂપ સ્વભાવ નથી. કીધું ને ? સદા ઉદયમાન ! એ સ્વભાવ તો સદાય પ્રગટ છે. એને કોઈ વિકાર પ્રગટ કરે એમ છે નહિ). પોતે સ્વભાવ સ્વભાવને કારણે પ્રગટ કરે. આત્માના સ્વભાવને કારણે વિકાર થાય એવું છે નહિ અને તે વિકાર થવામાં અંદર પર્યાયની યોગ્યતાથી વિકાર થાય છે. એ ઉપાદાન કારણ એનું છે અને નિમિત્ત તેને કર્મ છે, બસ ! આહા...હા...! ભાઈ ! આવું ઝીણું છે. ક્યાંય મળે એવું નથી). પછી એને ન બેસે તો એ બિચારા એમ કહે ને, એકાંત છે.. એકાંત છે. કહે, એને જે બેઠું હોય એમ કહે ને ? એમાં શું થયું ? આહા...હા..! બાપુ આ સમ્યક એકાંત છે. સમ્યકુ એકાંત, હોં !
અહીંયાં વિકાર થવામાં સ્વભાવ કારણ નથી એમ કહ્યું, કર્મ કારણ નથી એમ કહ્યું. બે વાત લીધી. સ્વભાવ તો સદાય ઉદયમાન શુદ્ધ છે. ઈ સ્વભાવ કારણ નથી). ના પાડી ને ? આત્મા પોતે એ રૂપે પરિણમે એમ નથી, એમ પહેલાં કીધું ને ? વિકારરૂપે આત્મા – સ્વભાવ પરિણમે એમ નથી. એનો તો સ્વભાવ જ ભિન્ન છે. ત્યારે હવે વિકાર થાય છે તો ખરો. એનું કારણ કોણ ? એનું કારણ એની પર્યાયની ઉપાદાનની યોગ્યતા. કર્મ નિમિત્ત (છે). નિમિત્ત એટલે કે એક ઉપસ્થિત ચીજ. પણ નિમિત્તથી અહીં વિકાર થાય તો એ નિમિત્ત કહેવાતું નથી. આહા..હા...!
મુમુક્ષુ :- અશુદ્ધ ઉપાદાન તેનું કારણ છે.
ઉત્તર :- એ પોતે જ કારણ છે. આહા...હા...! શુદ્ધ ઉપાદાન કારણ નહિ, નિમિત્ત કારણ નહિ, એક સમયની પર્યાય વિકૃત (અવસ્થાનું કારણ છે. આહા...હા...! આ શિષ્યના પ્રશ્નનો ઉત્તર છે.
શિષ્યએ પહેલાં ૧૭૪ શ્લોકમાં એમ પૂછ્યું હતું કે, પ્રભુ ! આપે એક કોર એમ કહ્યું કે, વિકારભાવ આત્માના નહિ અને વળી વિકારથી બંધન થાય એમ આપે કહ્યું. ત્યારે આ તે શું છે ? પુણ્ય અને પાપના ભાવ આત્માના નહિ – એક વાત. બીજી રીતે કહ્યું કે, પુણ્ય-પાપથી એને બંધન થાય છે. આ શું કહ્યું તમે ? ઈ પ્રશ્ન કર્યો હતો ને ? પૂર્વે ૧૭૪માં થઈ ગયો છે. સમજાણું ?
દ્રિયો વનિદ્રાનકુવા-તે શુદ્ધવિનીત્ર મહોતિરિવા: ' “તિરિવર” (કહ્યું) જોયું ? એક તો બંધનું કારણ કહ્યું, વળી એને આત્માના સ્વભાવથી ભિન્ન કહ્યા. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવો માર્ગ છે, બાપુ ! પેલું તો સહેલુંટ હતું – વ્રત કરવા, અપવાસ કરવા (એનાથી) ધર્મ થઈ જાય, જાઓ ! બાપુ ! એ અપવાસમાં પણ રાગની મંદતા હોય તો શુભ ભાવ છે. એ ઉપવાસ પણ નથી. એ તો અપવાસ છે. ઉપવાસ તો એને કહીએ કે, શુદ્ધ ચૈતન્યઘનની ઉપમાં (અર્થાતુ) સમીપમાં વસે એને ઉપવાસ કહીએ. એને છોડીને રાગની
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૪
કલશામૃત ભાગ-૫
મંદતામાં વસે એને અપવાસ કહીએ. આહા..હા...! સમજાણું કાંઈ ? આ વર્ષીતપ કરે છે ને ?
તે સમસ્ત પરિણામ હેય છે. આવ્યું ત્યાં ? જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં..' હવે, આમાં જરી (વાંધા પાડે છે). મોહકર્મનો ઉદય જડમાં હોતાં જીવ પોતાની પર્યાયથી વિકા૨પણે પરિણમે છે. શબ્દ આવો છે કે, મોહકર્મનો ઉદય હોતાં...’ છે ? શું કીધું ? જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે...’ કર્મનો ઉદય હોતાં આમ ભાષા (છે). જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે...’ એટલે ? કર્મનો ઉદય હોતાં વિભાવપણે પરિણમે છે (એનો અર્થ એમ નથી કે) ઉદય થયો માટે વિભાવપણે પરિણમ્યો. સમજાણું કાંઈ ? પણ અહીં પરિણમવાની યોગ્યતા છે તેને કર્મનો ઉદય છે ત્યારે અહીં વિભાવપણે પોતાથી પરિણમે છે એમ લેવું. પણ એનો અર્થ એવો નથી કે, કર્મનો ઉદય હોતાં આત્મા વિભાવપણે પરિણમે જ. ત્યારે જ એને ઉદય કહેવામાં આવે. નહીંતર તો સ્વભાવસન્મુખ થાય તો એ ઉદય ખરી જાય છે. ત્યારે ઉદય કહેવામાં આવે (છે). આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણું તો ઘણું આવ્યું, ભાઈ ! માર્ગ એવો છે, બાપુ !
—
આહા..હા...! અનંત... અનંત... અનંત... જ્ઞાનની અપેક્ષાના સ્વભાવથી ભરેલો છે. આહા..હા...! જેના એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જણાય એવી અનંતી પર્યાયનો પિંડ તો એક જ્ઞાનગુણ છે. આ..હા..હા...! એવા અનંત ગુણનો પિંડ તો પ્રભુ એક દ્રવ્ય છે. આ..હા...!
અહીંયાં તો એમ સિદ્ધ કરવું છે – બે વાત (લીધી) કે, આત્મા પોતે સદાય પ્રગટમાન ઉદયમાન છે. એ કોઈ વિકારનું કારણ નથી. ત્યારે કહે છે, વિકાર છે તો ખરો. એનું કા૨ણ કોણ ? કે, એનું કારણ તું – તારી પર્યાય, દ્રવ્ય-ગુણ નહિ. પર્યાયની યોગ્યતાને કા૨ણે વિકા૨ થાય, કર્મ તેમાં નિમિત્ત કહેવાય છે. આહા..હા...! છે ?
મુમુક્ષુ :– બન્ને મળે તો પરિણમે.
ઉત્તર ઃએમ નથી. પરિણમે તો બે મળ્યા એમ કહેવામાં આવે. ઉદય આવ્યો અને પરિણમે નહિ તો થઈ રહ્યું, (કર્મનો ઉદય) છૂટી જાય છે. ઝીણી વાત છે ને ? ભાષા એવી
છે.
અહીં સિદ્ધ ઈં કરવું છે કે, અહીં વિભાવરૂપે પરિણમે છે ત્યારે ત્યાં કર્મનો ઉદય છે. બસ, એટલું સિદ્ધ કરવું છે. પણ ભાષા એમ લીધી કે, મોહકર્મનો ઉદય હોત.... વિભાવપરિણામરૂપે પરિણમે છે.’ આમ લીધું. સમજાણું કાંઈ ? એમ કહેવાનો આશય શું ? કે, વિભાવ પોતાના સ્વભાવના આશ્રયે થતો નથી. વિભાવ પોતાના સ્વભાવના આશ્રયે થતો નથી. મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે એમ કહ્યું પણ એનો અર્થ એવો નથી
Page #338
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭પ
૩૨૫
કે મોહકર્મનો ઉદય આવ્યો માટે વિભાવપણે પરિણમે જ. આહા...હા...! એવું છે. હવે, આમાં નવરા ક્યાં છે કે, આવીને નિર્ણય કરે ? વખત મળે નહિ. ભાઈ ! આખો દિ લોઢા ને આ તોળ્યા ને આ કર્યા ને દીધા ને લીધા ને... આહા..હા...!
દ્રવ્યની – સ્વભાવની સ્વતંત્રતા સિદ્ધ કરી અને એ સ્વભાવ વિકારનું કારણ નથી એમ સિદ્ધ કર્યું અને વિકાર થાય છે તો એ વિકારના પર્યાયની યોગ્યતા સિદ્ધ કરી અને થાય છે ત્યાં કર્મનું નિમિત્ત છે એમ સિદ્ધ કર્યું. પણ ભાષા અહીંયાં એવી આવી, આમાંથી (અજ્ઞાની જીવો) એમ કાઢે છે કે, કર્મનો ઉદય હોતાં.. છે ? છે ને ? “જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે.” એમ કે, કર્મનો ઉદય થયો એટલે એને અહીં વિભાવરૂપે પરિણમવું થયું. શબ્દ તો એવો છે. પણ અહીં સિદ્ધ એ કરવું છે કે, વિભાવરૂપે ઉપાદાનમાં પરિણમન થાય તો નિમિત્ત કર્મ છે તેથી ત્યાંથી વાત ઉપાડી કે, ઉદય હોતાં વિભાવરૂપે પરિણમનારો પોતાથી પરિણમે છે. એમ શબ્દ લીધો ને ? જુઓને !
“જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે એમ શબ્દ લીધો ને ? ભાઈ ! એને કારણે નહિ, એ તો નિમિત્ત છે. આહા...હા...!
મુમુક્ષુ :- પોતાના કારણે ઉદયમાં જોડાતાં...
પૂજ્ય ગુરુદેવશ્રી :- એનું એ તરફ લક્ષ છે, એને વશ થાય છે. પણ પાઠ તો આવો લીધો ને ? એનો અર્થ આવો કરે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે, મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે. ત્યાં પણ આ જ ભાષા છે.
એનું કારણ એટલું કે, એની પર્યાયમાં વિભાવરૂપે પોતે જ ઉપાદાનકારણે પરિણમે છે એ પહેલા સિદ્ધ તો કરી ગયા. એને સિદ્ધ કરીને હવે અહીંયાં કહ્યું કે, મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે જે પરિણમે છે તે પરિણમે છે. જે કર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પોતે પોતાને કારણે પરિણમે છે એ તો પહેલું સિદ્ધ કર્યું. સિદ્ધ કરીને પછી કહ્યું કે, કર્મનો ઉદય વિભાવરૂપે પરિણમે છે. એટલે વિભાવરૂપે પરિણમનારી પર્યાય તો પોતાથી છે.
પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે – એવો જ વસ્તુનો સ્વભાવ છે...” જોયું? એટલે કે વિભાવપણે પરિણમે ત્યારે કર્મનું નિમિત્ત છે. એવો જ કોઈ વસ્તુનો સ્વભાવ છે. આમાંથી એમ કાઢે છે કે, કર્મનો ઉદય હોતાં વિભાવપણે પરિણમે જ એવો વસ્તુનો સ્વભાવ છે. બધા (આવો) અર્થ કરે છે ને ? સાંભળ્યું છે ને ! સમજાણું કાંઈ? શું કહ્યું? આહા...હા...!
એવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો ?’ એમાં બીજું કારણ શું)? અહીં પોતે વિભાવરૂપે પરિણમે ત્યારે નિમિત્ત હોય છે. તેથી એમ કહ્યું કે, ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે. એમાં બીજાની મદદની, કોઈ કારણની જરૂર શું છે ? એમ કહે છે. સમજાણું કાંઈ? એ તો “જયસેનાચાર્યદેવની ટીકામાં આવી ગયું છે. મોહ ઉદય છતાં જે પોતે પરિણમે નહિ. જયસેનાચાર્યદેવની ટીકામાં છે. ઉદય હોતા છતાં આ પરિણમે નહિ તો ઉદયનું કાંઈ છે
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૬
કલશામૃત ભાગ-૫ નહિ. ઉદય આવ્યો માટે અહીં પરિણમે એવું કાંઈ છે નહિ. (જો એમ પરિણમવું પડે) તો તો કર્મનો ઉદય સદાય છે એમ કહે છે. ત્યાં લીધું છે. ત્યાં બે વાત લીધી છે.
આત્માનો સ્વભાવ બંધનું કારણ નથી તેમ કર્મનો ઉદય બંધનું કારણ નથી. બંધનું કારણ તો પોતે તે તરફ તેમાં જોડાય જાય તો બંધનું કારણ થાય. સમજાણું કાંઈ ? ન પરિણમે (એવો) ત્યાં પાઠ છે. ઉદય (હોય) છતાં મોહરૂપે ન પરિણમે. અહીં કહે છે કે, ઉદય હોતાં પરિણમે. કઈ અપેક્ષાએ કહે છે ? કે. વિભાવરૂપે પરિણમવાની એની પર્યાયની યોગ્યતા સિદ્ધ કરીને પછી નિમિત્તને સિદ્ધ કરે છે કે, પૂર્વકર્મનો ઉદય હોતાં અહીં વિભાવરૂપે પોતે પોતાથી પરિણમે છે. આહા...હા...! એક ન્યાય ફરે તો આખું (તત્ત્વ) ફરી જાય છે. વસ્તુ એવી છે. આહાહા...!
“અહીં દાંત છે –' છે ? “યથા સાત: જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઈત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે.” છે ? સ્ફટિકમણિ ! એ પોતે કાળા આદિ પ્રભાપણે) પરિણમે છે. તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત...' છે ? “નાના વર્ણરૂપ પરિણમનશક્તિ ... આહા...હા..! શું કહે છે ઈ ? કે, સ્ફટિકમણિ છે અને અહીં કાળા, રાતા ફૂલ હોય તો અહીં કાળી, રાતી ઝાંય પડે છે ઈ એની યોગ્યતા છે. એ સ્ફટિકમણિની પર્યાયની યોગ્યતાથી કાળી, રાતી થાય છે. એ કાળાં, રાતાં ફૂલને કારણે નહિ. જો એને કારણે (ઝાંય પડે) તો અહીં નીચે કાળું, રાતું (ફૂલ) મૂકોને ! આની યોગ્યતા નથી. એટલે કાળો, રાતાં ફૂલ છે માટે કાળી, રાતી (ઝાંય) પરિણમે છે એમ નહિ. એ કાળી, રાતી પરિણમવાની એની પર્યાયની પોતાની યોગ્યતા છે. ભાઈ ! આવું બહુ ઝીણું છે, શું થાય ? મળ વાત આવે ત્યારે તો સ્પષ્ટીકરણ તો થાવું જોઈએ ને ? આહા..હા....!
એ આવે છે. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી જેમ નિર્મળતા રે સ્ફટિક તણી. તેમ જ જીવ સ્વભાવ રે.. શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ છે. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી...” જેમ નિર્મળ સ્ફટિક છે) એમ આત્માનો નિર્મળ સ્વભાવ છે. અકષાયપણે પરિણમવું એ એનો ધર્મ છે. આહા..હા..! “શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ.” કષાયનો અભાવ (થઈને) અકષાય પરિણામ (થાય) તે ધર્મ છે. કર્મનો ઉદય ઘટ્યો માટે અહીં અકષાય પરિણામ થયા એમ નહિ. તેમ કર્મનો ઉદય આવ્યો માટે કષાય-પરિણામ થયા એમ નહિ. આહાહા...! નિમિત્ત અને ઉપાદાનનો મોટો ગોટો આ છે ને ?
તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ.” સમજાણું કાંઈ ? આહા..હા..! લોઢું છે ને ? લોઢું ! પાંચ હાથ લાંબું લોઢું હોય એનું) બે આંગળ અગ્નિમાં હોય તો અહીં સુધી અગ્નિ – ઉષ્ણતા ઠેઠ આવશે. અને અહીં દીવાસળીથી બીડી સળગાવે છે તો દીવાસળી અહીંથી એક છેડેથી) સળગે છતાં આની કોરનો છેડો ઊનો નહિ થાય. એ પોતાની યોગ્યતા (છે). અગ્નિને કારણે પાંચ હાથ લાંબું લોઢું ઊનું
Page #340
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૫
૩૨૭
થઈ ગયું એમ નથી. બીડી પીવે છે ને ? જુઓને ! બીડીની એક બાજુ સળગે છે અને એક બાજુ ટાઢી છે. દીવાસળીનો આ બાજુનો ભાગ ઊનો થાતો નથી. અગ્નિ તો એને અડે છે. જો અગ્નિથી થાય તો આને પણ થવું જોઈએ. બરાબર છે ?
મુમુક્ષુ :- સમુચિત તર્ક છે.
ઉત્તર :- વસ્તુસ્થિતિ છે. આ દૃષ્ટાંત તો ઘણીવાર દઈએ છીએ, ઘણીવાર દીધું છે. પાંચ હાથનું લાંબું લોઢું હોય ઈ અગ્નિમાં ગયું. થોડી વાર) રાખો (તો) એકદમ છેડો નહિ પકડી શકાય. એટલું ઊનું થાય. અને દીવાસળી બે-ત્રણ તસની હોય, બીડી પીવે (ત્યારે) અહીં સળગતું હોય અને અહીં ઠંડું હોય. આ બાજુ ઠંડી હોય. એ એની પોતાની યોગ્યતાને કારણે છે. એમ સ્ફટિકમણિમાં લાલ ફૂલની લાલ ઝાંય પડે) ઈ સ્ફટિકમણિની પોતાની યોગ્યતાથી છે, ફૂલને લઈને નહિ. સમજાણું કાંઈ ? આ વાત તો ઘણીવાર આવી ગઈ છે, આ કાંઈ પહેલી વાર) નથી. આ તો અંદરમાં ઘણી બધી વાતો આવી ગઈ છે. આ..હા..!
સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ... દેખો ! જોયું ? એ વર્ણ – લાલ આદિ ફૂલ છે, પણ અહીં તેવા) અનેક વર્ણરૂપે પરિણમવાની પર્યાયની પોતાની લાયકાત છે, ફૂલને લઈને નહિ. ફૂલને લઈને હોય તો આમાં મૂકે નહિ. અહીં કંઈ (ઝાંય) નહિ પડે, આમાં યોગ્યતા નથી. સ્ફટિકમણિની પર્યાયમાં યોગ્યતા છે. તેથી રાતી, પીળી દેખાય છે. એમ કર્મની પર્યાયનો ઉદય જીવને વિકાર કરાવે એમ નથી. આત્માની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા છે.
મુમુક્ષુ :- ફૂલ નહિ હોય તો પછી કાળી, પીળી ઝાંય નહિ પડે.
ઉત્તર :- પણ કોણ પ્રશ્ન કરે છે ? ફૂલ ન હોય અને છે, એનો પ્રશ્ન અત્યારે (ક્યાં છે) ? ન હોય ત્યારે એની તે રૂપે) પરિણમવાની યોગ્યતા નથી. આહા...હા....! ભાઈ ! આવું છે આ ! - રાત્રે એક ભાઈને પૂછવું હતું, શું ધંધો છે? કે, પાઉડરનો. શું કહેવાય આ? પ્લાસ્ટીકનો ! પ્લાસ્ટીકનો પાઉડર અને ચશમા ! ચશમા પણ પ્લાસ્ટિકના, નહિ ? આ પહેરીયે છીએ ઈ) ઈ છે ? આ પ્લાસ્ટિકના છે, આ કાચના નથી. નીચે દેખાય અને ઉપરથી આ દેખાય. નીચે આવું નિમિત્ત છે માટે દેખાય એમ નહિ. નંબર લગાવ્યા માટે દેખાય છે એમ નહિ). આહા..હા.!
પર્યાયે પર્યાય પોતાની સ્વતંત્ર તે તે કાળે (થાય) છે. એ રીતે ન માને તો તત્ત્વની – વસ્તુની સિદ્ધિ નહિ થાય. એની પર્યાય છે એ સાબિત નહિ થાય. આ પર્યાય કો'કની અને કો’કને લઈને થાય, એટલે પર્યાય સાબિત થઈ કહેવાય ?
અહીંયાં (કહે છે), નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ” જોયું? “અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ. સ્ફટિકમાં નાના એટલે અનેક, સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૮
કિલશામૃત ભાગ-૫ વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ.” એ પણ નાનારૂપ છે. છે ને ? “આશ્રયરૂપ વસ્તુનો સંયોગ.” એમ. જેવો વહુનો સંયોગ નિમિત્તરૂપ છે પણ એને લઈને અહીં સ્ફટિકમણિ લાલ, પીળો થાય છે એમ નથી. આહા..હા...! આવી વાત કોણ માને ? આકરું પડે. આકરું પડે.
કીધું હતું ને ? (એક) દેરાવાસી સાધુ ચર્ચા કરવા આવ્યા હતા. લીમડી’ આવ્યા ત્યારે) તમે હતા ને ? ચર્ચા કરવા આવ્યા અને કહ્યું), આપણે ચર્ચા કરીએ. મેં) કીધું, ભાઈ ! અમે કોઈ સાથે ચર્ચા કરતા નથી. અરે..! તો તમારું આવું મોટું નામ છે અને ના પાડશો તો) હીણપ જશે. કોઈનું ગમે એમ થાઓ, અમારે ચર્ચા નથી કરવી. પછી કહે, તમે સિંહ છો તો હું સિંહનું બચ્ચું છું. મેં કહ્યું), ભાઈ ! અમે કોઈ નથી, સિંહ પણ નથી. પછી છેલ્લે (એમણે) એમ કીધું કે, જુઓ ! આ ચશમા વિના જણાય? મેં કીધું, થઈ ગઈ ચર્ચા! જાણનારી પર્યાય પોતાથી જાણે એને ચશમાથી જણાય (એમ કહેવું) બધી ચર્ચા થઈ ગઈ. ભાઈ હતા ને તે દિ' ? શેઠિયા લઈને આવ્યા હતા, બે-ત્રણ-ચાર શેઠિયા લઈને (એ સાધુ આવ્યા હતા). અરે. બાપુ પ્રભુ ! આ એવી ચર્ચાનો વિષય નથી, ભાઈ ! આહા..હા..!
(અહીંયાં) એ બે પ્રકાર કીધાં. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(કનુષ્કપ)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः। रागादीनात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१४-१७६।।
ખંડાન્વય સહિત અર્થ – જ્ઞાન રૂતિ વસ્તુસ્વમાd ā નાનાતિર રાની) સમ્યગ્દષ્ટિ જીવ (તિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુસ્વમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (નાનાતિ) આસ્વાદરૂપ અનુભવે છે. તેન : રાXIIકીન ત્મિનઃ ન ર્યા” તેન) તે કારણથી ત:) સમ્યગ્દષ્ટિ જીવ રાત્રિીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (ત્મિન:) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ન કર્યા) અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે. “અત: શાર: ર મવતિ' (અત:) આ કારણથી (ાર:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા ન મતિ) થતો નથી. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ૧૪-૧૭૬.
Page #342
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૬
માગશર વદ ૨, મંગળવાર તા. ૨૭-૧૨-૧૯૭૭. કળશ-૧૭૬ પ્રવચન-૧૮૬
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः । ।१४-१७६ । ।
૩૨૯
‘સમ્યગ્દષ્ટિ જીવ...’ શું કહે છે ? પહેલામાં એમ આવી ગયું હતું કે, વિકારનો કર્તા આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે નથી. નિમિત્ત શબ્દ હતો પણ ત્યાં ઉપાદાન લેવું. નિમિત્ત શબ્દ છે ને ? ને નાતુ વિનિમિત્તમાવ’ ૧૭૫ (શ્લોક). એ નિમિત્તભાવનો અર્થ ત્યાં ઉપાદાન લેવું. આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે વિકારનું કારણ નથી. સમજાય છે કાંઈ ? સંસ્કૃતમાં લીધું છે, સંસ્કૃત. ત્યાં નિમિત્તનો અર્થ ઉપાદાન કર્યો છે. છે ને, એ કારણ છે ને ? શું કહ્યું ઈં ?
આત્મા જે શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર છે એનું શુદ્ધ ઉપાદાન તો પવિત્ર છે. તે શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ ન થાય. નિમિત્તનો અર્થ ત્યાં ઉપાદાન લેવો છે. એ ઉ૫૨થી કહે છે ને ? કે, આત્મા નિમિત્ત નથી, કર્મને નિમિત્તે વિકાર થાય. એમ કરીને એનો (લોકો) અર્થ કરે છે. પણ એમ નથી. અહીંયાં તો આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે, વિકૃત પર્યાય અને વિકૃત વિનાની ચીજ (છે), એ ચીજ છે તેને અહીં નિમિત્તે કીધું છે. નિમિત્ત એટલે કારણ, ઉપાદાન કારણ.
શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ ધ્રુવ ! એ કોઈ વિકારનું મૂળ શુદ્ધ ઉપાદાન કારણ નથી. સમજાય છે કાંઈ ? એમાં અર્થની મોટી ગડબડ છે. પરસંÇ’માં પણ ગડબડ છે અને આ અર્થમાં પણ ગડબડ છે. ૫૨સંગમાં પણ એમ કહે છે કે, ૫૨ને લઈને વિકાર) થાય. એ કાલે આપણે આવી ગયું છે. એમ નથી. એનો અર્થ એ છે કે... તેથી કહે છે ને ? “કૃતિ વસ્તુસ્વભાવ સ્વ જ્ઞાની નાનાતિ” એનો સરવાળો અહીં ૧૭૬(માં) છે.
વસ્તુસ્વભાવ ચૈતન્યમૂર્તિ શુદ્ધ ચૈતન્ય આનંદઘન એ વસ્તુ છે, એ વસ્તુનો સ્વભાવ છે. એ ‘વસ્તુત્વમાનું સ્વ” (એટલે) પોતે જ્ઞાની નાનાતિ” પોતે જ્ઞાનથી જાણે છે (કે) આ શુદ્ધ ચૈતન્ય છે. જેની જ્ઞાનની પર્યાયનો શુદ્ધ ચૈતન્ય તે જ્ઞેય છે. ધર્મીની જ્ઞાનપર્યાયનો શેય શુદ્ધ ચૈતન્ય છે. તેથી જ્ઞાની શુદ્ધ ચૈતન્યને જાણતો થકો... આહા..હા..! અજ્ઞાની શુદ્ધ ચૈતન્યને જાણતો નથી. તેથી શુદ્ધ ચૈતન્ય છે એ એને નિમિત્તકા૨ણ એટલે વિકારનું કારણ કહ્યું નથી.
Page #343
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
સમજાય છે કાંઈ ? આહા..હા...! એમ સ્વવસ્તુ જ્ઞાની જાણે છે. એમ આમાં આવ્યું. વસ્તુનો સ્વભાવ એવો છે એમ એ જાણે છે કે, મારી ચૈતન્યશક્તિ, શુદ્ધ ચૈતન્ય છે એ વિકારનું કારણ નથી એટલે વિકાર મારા સ્વરૂપમાં નથી. એમ. વિકારનું કારણ નથી એટલે કે મારા સ્વરૂપમાં વિકાર નથી. સમજાય છે કાંઈ ? આહા..હા...! આવી વાતું છે, ભાઈ ! એક ન્યાય ફરે તો આખું ફરી જાય એવું છે. આત્મા પોતે નિમિત્ત નથી ફક્ત કર્મ નિમિત્ત છે માટે (વિકા૨) થાય છે એમ પણ નથી અને પરસંગ એટલે ૫૨ને લઈને થાય એમ પણ નથી. વિકૃત અવસ્થાની આ મોટી ભૂલ ચાલે છે.
અહીંયાં તો આચાર્યે એમ કહ્યું કે, નિમિત્તભાવમ્ આત્મા વિકારનું કારણ નથી. નિમિત્તભાવ આત્મા વિકારનું નિમિત્તકા૨ણ નથી. નિમિત્તકા૨ણ નથી એટલે શુદ્ધ ઉપાદાનકારણ તે વિકારનું કારણ નથી. આહા..હા..! ત્યારે (કોઈ કહે કે) વિકાર છે ને એ વિકા૨ છે એ ૫૨નો સંગ કરે છે માટે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન તરીકે વ્યવહાર વિકૃત દશા ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ? એક ન્યાય જરી ફરે તો આખી ચીજ ફરી જાય છે. આત્મા (વિકારનું) કારણ નથી અને કર્મ કા૨ણ છે એટલે કર્મને કા૨ણે વિકાર થાય છે, એમ નથી. ભાઈ ! આહા..હા...!
૩૩૦
શુદ્ધ નિર્મળ ચૈતન્યઘન જે શુદ્ધ ચૈતન્ય ભાવ એને અહીં નિમિત્તભાવ કીધો છે. નિમિત્તભાવ એટલે એક નિમિત્ત શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ કારણ છે. નિમિત્તભાવ એટલે કા૨ણભાવ. શુદ્ધ સ્વભાવ આત્મા તે વિકારનું કારણભાવ નથી. આહા..હા...!
મુમુક્ષુ :- શુદ્ધ સ્વભાવ વિકારનું કારણ નથી.
ઉત્તર :– કારણ નથી એમ બતાવવું છે. સમજાય છે કાંઈ ?
એથી અહીં કહ્યું ને ? કે, વસ્તુસ્વમાવ સ્વ જ્ઞાની નાનાતિ” મારો શુદ્ધ સ્વભાવ છે એમ જ્ઞાની જાણે છે. માટે તે વિકારને પોતાના સ્વરૂપમાં છે એમ જાણતો નથી. વિકા૨ થાય છે પણ તેને ૫૨ તરીકે જાણે છે. અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ મારું છે એમ એ જાણે છે. સમજાણું કાંઈ ? એથી કહે છે કે, શુદ્ધ સ્વભાવ પર્યાય અને રાગનું લક્ષ છૂટીને જેને શુદ્ધ ઉપાદાનનું જ્ઞાન થયું છે એ શુદ્ધ ઉપાદાનના સ્વભાવને જેણે જાણ્યો છે એથી કહ્યું, શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ નથી. એમ પહેલાં કહ્યું. ત્યારે કહે છે, વિકા૨નું કારણ કોણ છે ? કે, પર્યાયમાં પર્યાય, શુદ્ધ ઉપાદાન તો એક કોર રહી ગયું, પર્યાયમાં પર્યાય નિમિત્તનો સંગ કરે છે. પર્યાય નિમિત્તનો સંગ કરે છે, દ્રવ્ય તો નહિ. સમજાય છે કાંઈ ? શુદ્ધ ચૈતન્યવસ્તુ જે સમ્યગ્દર્શનનો વિષય છે એને અહીંયાં નિમિત્તભાવ કરીને ઉપાદાનના અર્થમાં નિમિત્તભાવ લીધો છે. ભગવાનઆત્મા ! શુદ્ધ ઉપયોગ ચૈતન્યસ્વભાવ તે વિકા૨નું કારણ નથી. ત્યારે વિકારનું કારણ કોણ છે ? કે, અશુદ્ધ ઉપાદાન પર્યાયમાં પોતામાં છે. જેની દૃષ્ટિ પર્યાય ઉપર છે એને અશુદ્ધ ઉપાદાન છે. એના અશુદ્ધ ઉપાદાનમાં વિકૃત અવસ્થા
Page #344
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૬
થાય છે તેમાં કર્મનું નિમિત્ત છે એટલે કર્મનો સંગ છે. આ પ્રમાણે છે, ભાઈ ! આમાં આડુંઅવળું કાંઈ કરે તો (બધું ફરી જાય છે). સમજાય છે આમાં કાંઈ ? આહા...હા...!
તેથી અહીં ૧૭૬ (શ્લોકમાં) કહ્યું કે, વસ્તુ વૃત્તિ વસ્તુસ્વમાવં” એ પ્રકારે વસ્તુના સ્વભાવને... છે ને ? જ્ઞાની એટલે ‘સમ્યગ્દષ્ટિ જીવ...’ એમ લીધું. જોયું ? ‘પૂર્વોક્ત પ્રકારે...’ પૂર્વોક્ત નામ (વસ્તુસ્વભાવ) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય,...' જોયું ? જે શુદ્ધ ઉપાદાનકારણ નહોતું કહ્યું, વિકારનું કારણ (નહોતું કહ્યું) એ શુદ્ધ ઉપાદાનકારણને પોતાનું જાણે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની શુદ્ધ ઉપાદાન ચૈતન્ય છે એને પોતાનું સ્વરૂપ જાણે છે. અરે...! આવી વાતું !
પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું...’ એટલે વસ્તુનું. પોતાનું શુદ્ધ ચૈતન્ય,...' શુદ્ધ ચૈતન્ય ! ‘તેને આસ્વાદરૂપ અનુભવે છે...' (નાનાતિ)ની વ્યાખ્યા આ કરી. એકલું જાણે છે એમ અર્થ કરે તો સાધારણ જાણવાની વ્યાખ્યા છે, એમ નહિ. જાણે છે એને કહીએ કે એમાં આસ્વાદ આવે. આનંદનો આસ્વાદ આવે તેને (નાનાતિ) અને આસ્વાદતિ કહેવાય છે. કહો, સમજાય છે કાંઈ ? આહા..હા...! એક એક શ્લોક... આ તો મહાસિદ્ધાંત છે ! અને તે પણ મહાસંત ભાવલિંગ જેના ચિહ્ન ! ઉગ્ર સ્વસંવેદન જેનું ચિહ્ન ભાવલિંગ છે એ સંતોની આ વાણી છે. નિમિત્તથી કથન છે ને ? વાણી તો વાણીની છે. સમજાય છે કાંઈ ?
૩૩૧
એ પ્રકારે આસ્વાદરૂપ વસ્તુને શુદ્ધ ચૈતન્ય તે હું, પર્યાયમાં વિકૃત અવસ્થા (થાય છે) તે હું નહિ, એ જીવનું સ્વરૂપ જ નહિ. આહા...હા...! ધર્મસૃષ્ટિ - ધર્મીની દૃષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપાદાન જે વસ્તુ છે એને જાણતાં તેના શુદ્ધ સ્વરૂપને આસ્વાદે છે. આહા..હા...! (નાનાતિ)ની વ્યાખ્યા બહુ સાધારણ કરી નાખે કે, જાણે (છે). પણ જાણે ક્યારે કહેવાય ? કે, અંદર આનંદસ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય છે એની વ્યક્ત અવસ્થા થઈને આનંદનો આસ્વાદ લે ત્યારે એ (નાનાતિ) કહેવામાં આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? અનુભૂતિ કરે એમ કહે છે. ઈ પર્યાય છે, પણ કોની ? શુદ્ધ ચૈતન્ય ધ્રુવ પરમ પ૨મ સ્વરૂપ પવિત્ર ધામ ભગવાન ! એની અનુભૂતિ. એની અનુભૂતિ એટલે આ શુદ્ધ છે તેની અનુભૂતિમાં શુદ્ધ પરિણમન જ પ્રગટ થાય. એમાં અતીન્દ્રિય આનંદના સ્વાદસહિત અનંત ગુણની એક અંશની શક્તિની વ્યક્તતાનું વેદન હોય છે પણ એ વેદનમાં આનંદનું વેદન મુખ્ય કહેવામાં આવ્યું છે. કા૨ણ કે અનુભવમાં આનંદની મહોરછાપ છે. એ (‘સમયસાર’ની) પાંચમી ગાથામાં આવી ગયું છે. મારા વૈભવથી કહીશ. ત્યાં એમ કહ્યું છે કે, અનુભવમાં આનંદની મહોરછાપ છે. આ ટિકિટને મહોર મારે છે ને ? સમજાણું કાંઈ ? આહા...હા....! મુદ્રિત શબ્દ પડ્યો છે.
મુમુક્ષુ :
ઉત્તર :– હા, એ. મહોરછાપ છે. આહા..હા...! શું કહ્યું એ ?
ફરીને, આ આત્મા જે છે શુદ્ધ સ્વરૂપ ધ્રુવ ! એને જેણે જાણ્યો, તો જાણ્યું એને કહીએ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૨
કલશામૃત ભાગ-૫
કે એમાં જે અતીન્દ્રિય આનંદ છે એવી અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિઓનો એક અંશ વ્યક્તરૂપે બધાનો અનુભવ છે. પણ બધાના અનુભવમાં પ્રધાનતા શું છે ? આનંદના સ્વાદની મહોરછાપની પ્રધાનતા છે. આહા..હા....!
પ્રશ્ન :- ધ્રુવના મારફત જાણે ને ?
સમાધાન :- આ પર્યાયની વાત છે. આ અનુભૂતિ પર્યાય છે. પણ પર્યાય કોને આશ્રયે થઈ ! શુદ્ધ ચૈતન્યના આશ્રયે થઈ માટે તેની અનુભૂતિમાં અનંત ગુણની શક્તિની અનંત સંખ્યાથી વ્યક્તનો અંશ (છે). જેટલી સંખ્યા છે તેટલો વ્યક્તનો અંશ થયો છે. પણ એ વેદનમાં અનંત શક્તિની વ્યક્તિનો અંશ વેદનમાં છે, પણ એ વેદનને મુખ્ય ગણતાં એને આનંદના વેદન સાથે અનંત શક્તિની વ્યક્તિનું વેદન છે એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :– આનંદરસમાં બધા સ્વાદ રહ્યા છે.
ઉત્તર :– મુખ્ય તો દુઃખનો અભાવ અને આનંદની ઉત્પત્તિ (થવી) તે ધર્મની શરૂઆત છે. અને મુક્તિનો અર્થ છે મોક્ષ. મોક્ષ એટલે પૂર્ણ દુઃખથી છૂટવું. મોક્ષ શબ્દ છે ને ? એ નાસ્તિથી વાત છે. પૂર્ણ દુઃખથી છૂટવું. અને અસ્તિથી કહીએ તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ. એ આત્મલાભ (છે), એમ ‘નિયમસાર’માં કહ્યું છે. આત્માનો લાભ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ તે આત્મલાભ મોક્ષ. એ આત્મલાભ મોક્ષ એવો શબ્દ છે. ‘નિયમસાર’માં શરૂઆતમાં છે. આ..હા...હા...! શું શૈલી ! શું શૈલી !! ગજબ શૈલી ! કોઈ બમાં ને બમ્ એમ માની લ્યે કે અમે આત્માને જાણીએ છીએ. સમજાણું ? એનો ખુલાસો કર્યો છે. ભાઈ ! એ આત્મા જાણે ત્યારે તેને જેટલી શક્તિઓ છે એનો બધાનો એક અંશ વ્યક્ત થાય ત્યારે તેને જાણ્યો કહેવાય. અને તેમાં તે આનંદના અનુભવની મુખ્યતા હોય ત્યારે તેને જાણ્યો કહેવામાં આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? છે ?
-
અહીં શબ્દમાં ‘જ્ઞાની’ છે ને ? જ્ઞાની વૃત્તિ વસ્તુસ્વમાવ સ્વ નાનાતિ” એનો અર્થ કર્યો. જ્ઞાની નામ સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ...' આહા..હા...! ભગવાનઆત્મા દ્રવ્ય જે ત્રિકાળી તેનું સ્વરૂપ પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વં” તેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ. તેને...’ નાનાતિ એટલે આનંદના સ્વાદસહિત તેને જાણે છે. આહા..હા...! હવે આ ખબર પડે કે ન ખબર પડે ? કોઈ એમ કહે છે કે, સમ્યગ્દર્શન થાય એ ખબર પડે નહિ. એ તો નિશ્ચય કેવળી જાણે. અરે... ભગવાન ! બાપુ ! તું શું કહે છે આ ? એ તો સમ્યગ્દર્શનની પર્યાયને સીધી પ્રત્યક્ષ જાણે એ અપેક્ષાએ વાત છે. પણ સમ્યગ્દર્શનમાં અનુભૂતિનો સ્વાદ આવે એની સાથે સમ્યગ્દર્શન હોય એ સમ્યગ્દર્શન ભલે સીધું ન જણાય પણ આનંદનો આસ્વાદ આવે એની સાથે સમકિતદર્શન છે એમ એની સાથે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. સમજાણું કાંઈ ?
Page #346
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૬.
૩૩૩
મુમુક્ષુ :- આનંદનું ફળ પ્રાપ્ત થાય છે.
ઉત્તર :- હા, જુઓને ભાષા કેવી કરી છે ! આ તો “રાજમલ' પાઠની ટીકા કરે છે. કેટલાક લોકો તો કહે કે, અમારે આચાર્યનું માન્ય (છે), ગૃહસ્થોનું માન્ય નહિ. અરે... પ્રભુ ! ત્યારે કોઈ દિગંબર વિદ્વાન) કહે કે, અમારે તો બધા પંડિતોનું માન્ય છે. “ખાણિયા ચર્ચા ! એમાં લખ્યું છે ને ? “ટોડરમલ”, “બનારસીદાસ’. ‘ભાગચંદજી અમને તો બધાને માન્ય છે. અરે...! સમ્યગ્દષ્ટિ કોઈપણ જીવ હો, ગમે તે વાત કરે તે સત્ય જ કરે. ચારિત્રમાં (ભલે) ફેર (હોય) પણ વસ્તુની દૃષ્ટિ અને વસ્તુનો અનુભવ અને વસ્તુના કથનમાં અને ક્યાંય ફેર ન હોય. સમજાણું કાંઈ ? આહા...હા...!
કહે છે, જુઓ ! એટલા શબ્દમાં કેટલું નાખ્યું છે ! જુઓને ! ધીમેથી સમજવા જેવી વાત છે, બાપુ ! આ તો વીતરાગનો માર્ગ એવો છે. આહા..હા...! આવી વાત વીતરાગ સિવાય અને તે પણ દિગંબર સંતો સિવાય આવું જૈનધર્મનું સ્વરૂપ ક્યાંય છે નહિ. આહાહા...! બીજાને દુઃખ લાગે, ન લાગે, પ્રભુ ! દુઃખ લાગવા માટે વાત નથી. વસ્તુની સ્થિતિની આ મર્યાદા છે.
વસ્તુ પોતે જ્યારે અનંત આનંદમય છે, અનંત જ્ઞાનમય છે, અનંત પ્રભુતામય છે, અનંત ચારિત્ર નામ શાંતિમય છે તો એની જ્યારે દૃષ્ટિ અને અનુભવ થાય ત્યારે એ બધાનો અંશ વેદનમાં આવે. આહા..હા...! પણ વેદનમાં આનંદની મુખ્યતાનો સ્વાદ લઈને આસ્વાદે છે એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...! કહો, ભાઈ ! આવી વાત છે.
“એમ. વીતરાગ સર્વશને જાણે એમ પણ અહીં નહિ. વીતરાગ પણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સમજાણું ? છે ને ? પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ...' છે. કેવળી થયા એનું પણ શુદ્ધ સ્વરૂપ જ છે. સિદ્ધનું શુદ્ધ સ્વરૂપ જ એની પર્યાય છે પણ અહીં તો કહે છે), “á પોતાનું શુદ્ધ ચૈતન્ય... આહા...હા...! પરને કાઢી નાખીને પોતાના શુદ્ધ ચૈતન્યની વાત છે. કેમકે અન્ય દ્રવ્યનું જ્યાં લક્ષ કરવા જશે તો ચાહે તો સિદ્ધ કે અરિહંત હશે તોપણ રાગ થશે. એ પણ છે તો શુદ્ધ. દ્રવ્યે શુદ્ધ, ગુણે શુદ્ધ અને પર્યાયે શુદ્ધ (છે). છતાં સ્વથી પર ભિન્ન છે એનું લક્ષ કરવા જશે તો “પરબ્બીવો ટુરૂં “મોક્ષપાહુડ'ની સોળમી ગાથા ! પરદ્રવ્યનું લક્ષ કરશે એટલે ચૈતન્યની ગતિ જે જ્ઞાનાનંદની છે એ છૂટી જશે, રાગ થશે. આહા..હા..! એ રાગ છે એ ચૈતન્યની દુર્ગતિ છે. આહા...હા...!
હવે, અહીંયાં તો પરની ભક્તિ કરવાનો ભાવ રાગ છે એ દુર્ગતિ કીધી. એનાથી આત્માને કલ્યાણ થાય એમ માનવું) પ્રભુ ! આ બહુ વિરુદ્ધ છે. અહીં તો સ્વ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ! આહા...હા...! તેથી “સ્વ” શબ્દ વાપર્યો. પર શુદ્ધ છે તેનો અનુભવ તો હોય નહિ. એ તો પર ચીજ છે. પર ચીજ ભલે શુદ્ધ સિદ્ધ હો, અરિહંત હો પણ (તેનું) લક્ષ કરવા જશે તો સ્વનો આશ્રય છૂટીને પરનો આશ્રય થશે એટલે રાગ થાશે. આહા...હા...!
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૪
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- બન્નેને સાથે જાણે શું વાંધો ?
સમાધાન :- જાણે પણ કઈ રીતે બન્નેને જાણે ? જાણે કહ્યું. પણ કઈ રીતે ? પોતાના આનંદના સ્વાદ સાથે પોતાને જાણે અને પ૨ને આશ્રયે થયેલો રાગ છે એને જ્ઞાતા તરીકે ૫૨ તરીકે જાણે. ૫૨ તરીકે જાણે અને સ્વાદ અનુભવને સ્વ તરીકે જાણે. વાત તો જેમ છે એમ હોય ને, બાપુ ! કઠણ પડે અને સમાજને ન સમજાય માટે કંઈ બીજી ચીજ થઈ જાય ? વસ્તુ તો આ છે. ભલે પંડિતો ન માને એથી શું કરીએ ? બાપુ ! વસ્તુ કંઈ ફરી જાય એવી છે ? ભગવાન આનંદનો નાથ ! આહા..હા...! સ્વં” શબ્દ ઉ૫૨ આ વ્યાખ્યા ચાલી. ‘સ્પં’પોતાનું શુદ્ધ ચૈતન્ય...’ તેને આસ્વાદે છે. જોયું ? ૫૨ શુદ્ધ છે એને આસ્વાદતો હોય નહિ. એનું લક્ષ કરે તો રાગ થાય.
આહા..હા...! શું વાણી છે ને ! મુનિઓની વાણી તો જુઓ ! વીતરાગી વાણી છે! આહા..હા..! આ શાંતિના કામ છે, બાપા ! આ ઉતાવળે આંબા પાકે એવું નથી. આ તો ધીરજથી... ધીરજથી... આહા..હા...! ધ્રુવને ધ્યેય બનાવીને ધીરજથી ધખતી ધૂણી ધખાવવી. આવી ગયા છે ને એ શબ્દો ? એ આસ્વાદ. આહા..હા...! ‘આત્મધર્મ'માં આવી ગયું છે, હિન્દીમાં આવી ગયું છે, ગુજરાતીમાં આવી ગયું છે. તે૨ બોલ છે. ધીરજથી ધ્રુવને ધ્યેયમાં લઈ ધખતી ધખતી ધૂણી અંદર વેદનની પકાવે. શાંતિ... શાંતિ... શાંતિ... શાંતિ... શાંતિના રસનો સ્વાદ લેવો. આ..હા..હા...! એ તો પર્યાયમાં છે. વસ્તુનો કંઈ સ્વાદ નથી. સમજાણું ?
એ તો અલિંગગ્રહણના વીસમાં બોલમાં વાત થઈ. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્યસામાન્ય તેને નહિ આલિંગિત કરતો આત્મા, તેને નહિ આલિંગન કરતો આત્મા શુદ્ધ પર્યાય છે. વીસમાં બોલમાં એમ કહ્યું. શું કહ્યું ઈ ? કે, પ્રત્યભિજ્ઞાનનું કારણ જે પહેલો હતો તે આ છે, તે આ છે એવું જે ધ્રુવ પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે દ્રવ્ય એને આત્મા નહિ સ્પર્શતો, તેને આત્મા નહિ આલિંગન કરતો. આત્મા દ્રવ્યને નહિ આલિંગન કરતો... આહા..હા...! શુદ્ધ પર્યાયસ્વરૂપ આત્મા છે. એ વેદનમાં આવ્યો એ આત્મા છે, (એમ) કહે છે. આહા..હા...! વેદનમાં ધ્રુવ નથી આવતું. સમજાણું કાંઈ ? ત્યાં વીસમા (બોલમાં) તો આત્માનો શુદ્ધ પર્યાય છે એમ લખ્યું છે. એટલે કે આત્મા વેદનમાં ધ્રુવને સ્પર્શતો નથી.
પહેલી વાત તો એમ થઈ ગઈ કે, ધ્રુવ છે તે પર્યાયને સ્પર્શતો નથી. આહા..હા...! પછી કહ્યું કે, પર્યાય છે તે પોતાના ધ્રુવને સ્પર્શતું નથી. કેમકે વેદનમાં તો પર્યાય આવે છે અને વેદનમાં ધ્રુવ આવતો નથી. ધ્રુવનું જ્ઞાન આવે પણ ધ્રુવનું વેદન ન હોય. તેથી આનંદનું વેદન જેની મહોરછાપ છે તે આત્મા પર્યાય છે. તે આત્મા પર્યાય છે, બસ ! આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણું બહુ, ભગવાન ! માર્ગ એવો છે.
મુમુક્ષુ :- અબાધ્ય અનુભવ જે રહે...
ઉત્તર :– હા, એ તો વળી જુદું. એ તો એમાંથી કાઢી નાખતાં નાખતાં.. પણ અહીં
—
Page #348
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૬.
૩૩૫
તો પર્યાય છે તે આત્મા છે, એમ સિદ્ધ કરવું છે.
અહીં તો પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે ધ્રુવ તેને આત્મા નહિ આલિંગન કરતો, તેને નહિ સ્પર્શતો, પર્યાય જે શુદ્ધ વેદન છે તેને સ્પર્શે છે એટલે તેને વેદે છે). એ આત્મા પર્યાય છે. ઈ વાત બીજી અને આ વાત બીજી છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે.” એ તત્ત્વની સિદ્ધિ કરી છે. અહીં તો વેદનમાં પર્યાયનું વેદન છે તેથી તે આત્મા વેદનમાં દ્રવ્યને સ્પર્શતો નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આવો માર્ગ છે.
એ અહીં કહ્યું, જુઓ ! “રાજમલે’ અર્થ પણ કેવો કર્યો છે નાનાંતિનો અર્થ આસ્વાદ કર્યો. યથાર્થ છે. આહાહા...! એ સમકિતી જ્ઞાની ભલે ગૃહસ્થ હોય), એમાં શું છે ? સત્યને તો સત્ય રીતે જ એ સિદ્ધ કરે. ચારિત્રની નબળાઈ છે એને જાણે છે કે, મારામાં ચારિત્ર નથી. પણ દૃષ્ટિ તો જેવી સિદ્ધની છે તેવી જ દૃષ્ટિ સમકિતીની છે. આહા..હા....! બે લીટી થઈ. અડધો કલાક થયો. આમાં એટલું ભર્યું છે, હોં ! અંદર છે.
તેન : પાવીને માત્મ: ૧ – કેમ ? કે, જે શુદ્ધ સ્વરૂપ છે તેને આસ્વાદ છે માટે તેનાથી વિરુદ્ધ એવા રાગાદિ ભાવ છે ? “સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી....... આહા..હા...! જાણે છે, રાગ-દ્વેષ હોય છે તેને જાણે છે પણ એ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. રાગ-દ્વેષ તો સમકિતીને થાય છે, જાણે છે પણ એ મારું સ્વરૂપ નથી (એમ જાણે છે). પર તરીકે એને વેદે અને જાણે. આહા..હા...! મારું સ્વરૂપ છે એમ માનીને સ્વમાં જાણે અને વેદે એમ નહિ. આહાહા...! પાછું અશુદ્ધપણું બિલકુલ નથી એમ પણ નહિ. પણ અશુદ્ધપણું જીવનું સ્વરૂપ નથી. આહા...હા...! નિમિત્તના સંગે, પરને વશે – નિમિત્તને વશે, નિમિત્તથી નહિ, નિમિત્તને વશે થયેલો રાગ તેને અશુદ્ધપણે જાણે છે. સમજાણું કાંઈ ? આહાહા...!
રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણામો...” “સાત્મનઃ ર % આહા..હા..! છે ને ? ૧૭૫ માં આવ્યું હતું. “ન નાનુ રાિિનમિત્તભાવ નાતુ શબ્દ પડ્યો છે ને ? કદી પણ રાગભાવને શુદ્ધ ઉપાદાનભાવથી કરતો નથી એમ ત્યાં લીધું છે. આહા..હા...! ભગવાન શુદ્ધ સ્વરૂપ એ નિમિત્ત એટલે શુદ્ધ ઉપાદાન, એ શુદ્ધ ઉપાદાન વડે રાગને કદી કરતો નથી. ‘ના, આહા...હા...! થાય છે, પણ ઈ જીવસ્વરૂપ છે એમ જાણીને, માનીને થાય છે એમ નથી. સમજાણું કાંઈ ? આવો ઝીણો માર્ગ એટલે માણસને (જી સમજાય નહિ).
મુમુક્ષુ – બન્ને સાથે એક સમયમાં હોય છે.
ઉત્તર :- હોય છે ને, હોય છે. એને મારું સ્વરૂપ છે એમ માનતો નથી. પર તરીકે એને જાણે છે. છે મારી પર્યાયમાં એમ જાણે છે અને તે પણ પરિણમન મારું છે એમ જાણે છે.
મુમુક્ષુ - તેમાં મમત્વબુદ્ધિ નથી, એકત્વબુદ્ધિ નથી.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૬
કલશામૃત ભાગ-૫
ઉત્તર :- હા. કર્તબુદ્ધિ છે, કરવાલાયક બુદ્ધિ નથી. પ્રવચનસારમાં આવશે. સમકિતી હોય એને પણ રાગનું કર્તત્વ છે. પાઠ આવશે, નય આવશે. એ કર્તુત્વનો અર્થ કરવાલાયક (છે) એમ નહિ પણ એટલું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે. આ..હા..હા...હા...! અને રાગ મારો છે તેમ એ ભોગવતો નથી. પણ પર તરીકે રાગ છે તેનો ભોક્તા છે. ભોગવવાલાયક છે એમ ધારીને ભોગવતો નથી, પણ પરિણમનમાં ભોક્તાપણું ઊભું છે. ન હોય તો પૂર્ણ આનંદનો ભોક્તા થઈ જાય. આહાહા.! જેટલે અંશે નિર્મળ આનંદ પ્રગટ્યો છે તેને ભોગવે છે એ સ્વ તરીકે (ભોગવે છે) અને રાગને ભોગવે છે એ પર તરીકે (ભોગવે છે). સમજાણું કાંઈ ? આહા...હા...! આવી વાતું છે, ભાઈ ! આમાં વાદ ને વિવાદ (ક્યાં કરે) ?
મુમુક્ષુ :- બેમાંથી એક વાત કહો કે, ભોગવે છે કે નથી ભોગવતો ? ઉત્તર :- બન્ને વાત છે. એ કીધું ને અહીં ? જુઓ !
અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી...” એમ કહ્યું છે. એને વેદતો નથી કે અનુભવતો નથી એમ નહિ, પણ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. ભાઈ ! આ તો બાપુ ! સિદ્ધાંત છે. આ અધ્યાત્મ (છે), આ કંઈ વાર્તા-કથા નથી. આહા...હા...!
રાગ-દ્વેષ-મોહ (કહ્યું તો) મોહ શબ્દ સમકિતીને મિથ્યાત્વ તો નથી પણ મોહ શબ્દ પર તરફની સાવધાની છે એટલું લેવું. કર્મના નિમિત્ત તરફની સાવધાનીનો ભાવ છે એ જીવસ્વરૂપ તરીકે એને અનુભવતો નથી એમ લેવું. મોહ એટલે ત્યાં મિથ્યાત્વ છે એમ નહિ. સમજાણું કાંઈ ? કોઈ ઠેકાણે મોહનો અર્થ મિથ્યાત્વ થાય અને અસ્થિરતાનો સરાગી થાય. અહીં સમકિતીને મોહ નથી. મોહ મારું સ્વરૂપ છે એટલે કે પર તરફની સાવધાનીનો ભાવ એ મારું સ્વરૂપ છે એમ નથી. પણ એ જાણે છે કે મારામાં મારાથી થાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! મોહનો અર્થ પરનું સાવધાનપણું). જરી પર તરફ જાય છે ને) ? મોહનો અર્થ શું થાય છે ને ? આ બાજુ જાવું, ઢળવું. રાગ-દ્વેષનું પણ એ બાજુ ઢળવું છે ને ? એટલે એને મોહ કીધો. સાવધાનીની અપેક્ષાએ (કહ્યું). પરમાં ઉલ્લસિત વીર્ય થયું છે એ અપેક્ષાએ તેને મોહ કીધો. મિથ્યાત્વ નથી કાંઈ. સમકિતને વેદે અને મિથ્યાત્વને પર તરીકે વેદે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
“અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે.” જોયું? શેની? પેલા મિથ્યાત્વની વાત અહીં નથી. ફક્ત રાગ-દ્વેષ અને પર તરફનું વલણ જરી થયું છે એ કર્મની ઉપાધિ છે એમ જાણે છે. આહા..હા..!
મુમુક્ષુ :- ચારિત્રમોહ સંબંધી વાત છે.
ઉત્તર :- હા, ચારિત્રમોહ સંબંધીની વાત છે. ઈ શૈલી ઘણે ઠેકાણે આવે છે. મોહ શબ્દ આવે છતાં સમકિતીને મોહ હોય છે. મોહનો અર્થ એટલો કે પર તરફ વલણ. સ્વનો પૂર્ણ આશ્રય નથી એટલે કંઈક હજી પરનો આશ્રય છે. એ પરના આશ્રયને અહીં મોહ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૭
કળશ- ૧૭૬
કહેવામાં આવે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? સ્વરૂપનો આશ્રય જો પૂર્ણ સાવધાની હોય, મોહરહિત એટલે પૂર્ણ સાવધાની જો આત્મામાં હોય તો ૫૨ તરફનો આશ્રય અને સાવધાની અંશે પણ ન હોય. પણ આત્મામાં શુદ્ધતામાં પૂર્ણ આશ્રય નથી, પૂર્ણ સાવધાની નથી તેટલી એને પ૨ને આશ્રયે, પરની સાવધાનીમાં અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. તેને ૫૨ તરીકે જાણે છે અને વેઢે છે તોપણ ૫૨ તરીકે વેદે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું છે. એક શ્લોકમાં કેટલું ભર્યું છે ! ઓ...હો..હો..હો....! દિગંબર ભાવલિંગી સંતોએ ગજબ કામ કર્યું છે ! આ..હા...!
કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે.’ જોયું ? જો મિથ્યાત્વ હોય તો ઉદયને લઈને મિથ્યાત્વ અનુભવે એ તો અહીંયાં છે જ નહિ. અહીં તો જરી રાગ-દ્વેષ થાય છે, પુણ્ય-પાપના ભાવ ધર્મીને પણ થાય છે એ કર્મની ઉપાધિ છે એમ જાણીને અનુભવે છે. જાણે છે કહો, વેકે છે કહો એમાં કંઈ હરકત નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ‘એમ અનુભવે છે.’
‘વ્રત: વ્યારા: નૈ મતિ” છે ? આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થતો નથી.’ કર્તા થતો નથી એનો અર્થ કરવાલાયક છે એ રીતે કર્તા થતો નથી. કર્તા તો છે, પર્યાયમાં જેટલો રાગ છે એટલો કર્તા તો નયથી છે, કર્તાનય છે. આવી વાત છે. આ તો દિગંબર ધર્મ એટલે... આહા..હા...!
પ્રશ્ન :- કર્તા છે કે કર્તા નથી ?
સમાધાન :- કર્તા છે ઈ વેદન તરીકે છે. કરવાલાયક છે એ રીતે કર્તા નથી. કર્તાવ્ય તરીકે નથી. મારું આ કર્તવ્ય છે એમ નથી પણ પરિણમે છે માટે કર્તા તરીકે છે એમ એ જાણે છે. આવી વાતું છે.
કર્તા નથી ભોક્તા છે.
મુમુક્ષુ :
ઉત્તર ઃનહિ, કર્તા છે. ઈ નયના અધિકારમાં આવશે. રંગરેજ જેમ રંગને કરે છે એમ જ્ઞાની પણ રાગને કરે છે. કર્તાનય છે અને નયનો સમૂહ તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન દ્વારા આત્મા જાણવામાં આવે છે. અહીં તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.’ આડુંઅવળું ચાલે નહિ. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. આહા..હા...! પરમાત્માની પેઢીએ બેસીને એનાથી વિરુદ્ધ વાત કરવી એ કંઈ ચાલે ? ભગવાનનો જે ભાવ છે તે રીતે કહે તે માર્ગ ચાલે. આ..હા...!
‘કર્તા થતો નથી.’ કઈ રીતે ? મારા છે તેમ માનીને કર્તા થતો નથી, એમ. જુઓ ! એમ માથે આવ્યું હતું ને ? આવ્યું હતું ને ? જીવદ્રવ્યનું સ્વરૂપ એમ અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે.’ એમ જાણે છે અનુભવે છે.’ એટલે કે કર્મનો ઉદય છે એ મારું કર્ત્તવ્ય નથી પણ પરિણમન રીતે મારામાં થાય છે માટે કર્તા કહેવામાં (આવે છે),
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૮
કલશામૃત ભાગ-૫
વેદવામાં (આવે છે એમ) કહેવામાં આવે છે. આહા..હા...! અને જો એ વેદન ન હોય તો તો પૂર્ણ આનંદનું વેદન જોઈએ. સાધકને પૂર્ણ આનંદ તો નથી ત્યારે એનો અર્થ એ થયો કે, કંઈક આનંદ પણ છે અને કંઈક દુ:ખ પણ છે. એ રાગ આદિ દુઃખ છે. આહા..હા...! આવું છે. કેટલા પડખાં યાદ રાખવા આમાં ? માર્ગ એવો છે, બાપુ ! આહા....હા...!
મુમુક્ષુ :- ‘સમયસાર'માં તો એમ આવે છે કે, બળજોરીથી આવી પડે છે.
ઉત્તર :- બળજબરી નહિ, પોતાના પુરુષાર્થની કમીથી આવે છે. બળજબરી કહ્યું છે એનો અર્થ ઈ કે, વિકારનો પુરુષાર્થ છે એનું નામ બળજોરી. આહા..હા...! તે તે વિકાર તે તે ક્ષણે, તે તે ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. એ પોતાને કારણે. ૫૨ને શું છે ? ૫૨ અડતું નથી ત્યાં પરને શું ? પ૨ તો બહાર લોટે છે. આવે છે ને ગાથા ? ‘હિરલોટન્તિ” ! એક દ્રવ્યની બહાર (બીજું) દ્રવ્ય બાહ્ય લોયંતિ. સ્પર્શતું નથી - અડતું નથી. આહા..હા...! નિમિત્ત કહેવામાં આવે એ તો જ્ઞાન કરાવવામાં માટે બીજી ચીજ છે. એનાથી આમાં કાંઈ થાય છે એમ જરીયે નથી. આહા..હા...! એ કહ્યું ને ? કે, નિમિત્તભાવ શુદ્ધ ઉપાદાન પોતે થતો નથી, પણ કર્મ નિમિત્ત થાય છે એમ કીધું. તો એનો અર્થ શું થયો ? કર્મ નિમિત્ત થાય છે એટલે ? કર્મ ચીજ છે તેનો એ સંગ કરે છે એટલે અશુદ્ધ ઉપાદાન અહીં થાય છે ત્યારે પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. આહા..હા...! આવું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- ઉપાદાન-નિમિત્તની ચોખવટ વધારે...
ઉત્તર ઃ- આ વધારે ચાલે છે ને, જુઓને ! શુદ્ધ ઉપાદાન તરીકે કરતો નથી. અશુદ્ધ ઉપાદાન તો પર્યાય થઈ એ તો. શુદ્ધ ઉપાદાન દ્રવ્ય ત્રિકાળ થયું. એ રીતે શુદ્ધ ઉપાદાન તરીકે આત્મા વિકારનું કારણ નથી પણ અશુદ્ધ ઉપાદાન એટલે તો પર્યાય થઈ. પર્યાયમાં ૫૨નો સંગ કરે છે માટે વિકારનો કર્તા-ભોક્તા થાય છે. કર્તવ્ય તરીકે ભોગવવા લાયક છે માટે (કર્તા છે) એમ નહિ પણ એનું પરિણમન છે માટે (કર્તા છે). પરિણમે તે કર્તા એમ લઈને ત્યાં કર્તા કહેવામાં આવે છે. આવું છે. અહીં તો વીતરાગનો માર્ગ છે, પ્રભુ ! આ આખી શ્રદ્ધા અને પ્રરૂપણામાં બહુ ફેર પડી ગયો છે. વર્તન તો ભલે ઓછું-વત્તું કાચું હોય પણ મૂળ શ્રદ્ધા અને પ્રરૂપણામાં ફેર પડી ગયો. આ..હા...!
મુમુક્ષુ :- પ્રરૂપણા તો શ્રદ્ધા હોય એવી જ થાય ને !
ઉત્તર :– હા, આમ તો શાસ્ત્રમાં એમ કહે છે કે, અંતર હોય ચોથે ગુણસ્થાને સમ્યક્દષ્ટિ અને બાહ્ય ક્રિયા હોય મુનિની. તો એને પણ દ્રવ્યલિંગી કહેવાય. દ્રવ્યલિંગીના પ્રકાર છે. મિથ્યાદષ્ટિ હોય અને પંચ મહાવ્રત, નગ્નપણા આદિની મુનિની ક્રિયા બરાબર ચોખ્ખી (પાળતો હોય) તો એ પણ દ્રવ્યલિંગી (છે). સમ્યગ્દર્શન હોય, છઠ્ઠું ગુણસ્થાન ન હોય અને છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય. ‘રાજવાર્તિક’માં છે. ‘રાજવાર્તિક'માં દ્રવ્યલિંગની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ ? એને પણ દ્રવ્યલિંગી કહેવાય પણ એની પ્રરૂપણા, શ્રદ્ધા બરાબર હોય. વિકાર છે
Page #352
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૬
૩૩૯
માટે અમને ચારિત્ર છે એમ એ ન માને. અઠ્યાવીસ મૂળગુણ પાળીએ છીએ માટે અમે ચારિત્રી છીએ એમ એ ન માને. સમજાણું કાંઈ ? આવી વાતું છે. અને અંદર પાંચમું ગુણસ્થાન અને બહારની છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય એ પણ દ્રવ્યલિંગી કહેવાય. મિથ્યાદૃષ્ટિ, ચોથું અને પાંચમું ત્રણેને આ અપેક્ષાએ દ્રવ્યલિંગી કહેવાય.
મુમુક્ષુ :- સમ્યક્દષ્ટિ દ્રવ્યલિંગી કહેવાય.
ઉત્તર :- એને પણ કહેવાય. પણ યથાર્થ પ્રરૂપણા અને શ્રદ્ધા, જ્ઞાન યથાર્થ છે અને સમ્યકુ યથાર્થ છે. તેને મહાવ્રતની ક્રિયા આદિ મુનિને યોગ્ય છે એ ચોખ્ખી વર્તે છે પણ એનો ભાવ ત્યાં નથી, અંદર ભાવલિંગ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ તો બધા બહુ ફેરફાર આવે છે એટલે આ બધું સ્પષ્ટીકરણ થતું જાય છે. ભાઈ ! બહુ ફેરફાર થતો આવે છે) એટલે બધું સ્પષ્ટ આવે છે. આહા.! આવો માર્ગ પ્રભુનો ! એ તો પ્રભુ કહે છે, બાપુ ! આહા..હા..! દુનિયા માને ન માને એ સ્વતંત્ર છે. એથી કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે વેરવિરોધ કરવા જેવો છે જ નહિ. ભગવાન ! આહા...હા...!
એ તો “સમાધિશતકમાં આવ્યું નહિ ? રાત્રે કહ્યું હતું કે, અમારો આ આત્મા છે એ શું છે એ (સામેવાળો) જાણતો નથી તો પછી અમારો વેરી ને મિત્ર શી રીતે થઈ શકે ? અને અમારો આ આત્મા કેવો છે એમ જાણ્યું તો એ પણ વેરી અને દુશમન થઈ શકતો નથી. આહા..હા..! “સમાધિશતક' !
ગજબ વાતું ! સંતોની દિગંબર મુનિઓની વાતું તો ગજબ છે) ! કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો પણ એની વસ્તુની સ્થિતિનું વર્ણન છે. આ...હા...! વ્યવહારનયનું વર્ણન તો આવે ને ! બે નય છે કે નહિ ? સમજાણું કાંઈ ? પણ એક નય છે તે હેય છે અને એક નય છે) તે ઉપાદેય છે. નહીંતર બે નય ન પડે. બે નય વિરોધ હોય તો બે નય પડે. આ પણ આદરણીય અને આ પણ આદરણીય હોય તો એક નય થઈ ગઈ. સમજાણું કાંઈ? નિયમસારમાં પાછો શબ્દ તો એવો છે – “વિરોધ્વતી’ બેનો વિરોધ છે પણ એનો નાશ કરનાર ભગવાનની વાણી છે. આહાહા...!
નિશ્ચયથી આમ છે ને વ્યવહારથી આમ છે તો વ્યવહારથી છે તે) વસ્તુ છે, વ્યવહારનયનો વિષય છે, વિષય નથી એમ નહિ. વિષય ન હોય તો) નય નથી. પણ તે નયનો વિષય તે હેય છે. વિષય છે એને હેય કહેવાય કે ન હોય એને હેય કહેવાય ? આહા...હા...! સમજાણું કાંઈ ? આ હળવે હળવે તો કહેવાય છે, ભાઈ ! પેલા પ્રોફેસર હોય એક કલાક બોલી જાય, એમ.એ.માં, મેટ્રિકમાં પ્રોફેસર બોલી જાય, થઈ રહ્યું. આ એવું નથી. આ તો હળવે હળવે... હળવે.. એનો વિચાર કરી શકે. આહા...હા...!
પ્રશ્ન :- વ્યવહાર જાણવા માટે હેય કે આશ્રય માટે હેય ? સમાધાન :- આશ્રય કર્યો એ જ હેય છે. માટે આશ્રય કર્યો એ હેય છે અને હેય
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૦
કલશામૃત ભાગ-૫ તરીકે તેને જાણે છે. એ “મોક્ષમાર્ગ પ્રકાશક'માં આવ્યું છે ને ? કે, વ્યવહારનયને ગ્રહવી એમ કહ્યું છે ને ? ગ્રહવાનો અર્થ જાણવું એમ લીધું છે. એમ કહ્યું છે.
મુમુક્ષુ :- જાણવું તે જ ગ્રહણ કરવું છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :- જાણવું તે જ ગ્રહણ કરવું છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં બહુ ઘણું સ્પષ્ટીકરણ, બહુ સ્પષ્ટ ! લોકો વિરોધ કરે, ભલે કરે. વીસપંથી કરે છે. આ ફિલટનમાં બહુ વિરોધ કર્યો કે, “ટોડરમલ” અને “બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા ! અરે..! પ્રભુ! આમ ન કહેવાય, પ્રભુ ! અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા ! અધ્યાત્મને ભાંગ કહેવાય ?
અર.૨.૨...! બીજી રીતે (વાત) બેઠી હોય (એટલે) કહે, ભાઈ ! કહે. આહા...હા...! જે રીતે વસ્તુની સ્થિતિ છે એ રીતે ખ્યાલમાં ન આવ્યું અને બીજું ખ્યાલમાં આવ્યું અને આવ્યું એ તો એને પાકો આત્મા થઈ ગયો. હવે ઈ કેમ ફેરવે ? આહાહા...!
(અહીંયાં કહે છે), ‘આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા...” આ કારણથી એટલે ? કે, એ ઉપાધિ છે, કર્મના નિમિત્તની, પરસંગની ઉપાધિ છે. ઈ પોતાનો સ્વભાવ નથી. આ કારણથી તેનો ઉકત થતો નથી. આ કારણ – હેત આપ્યો. સમજાણું કાંઈ? કર્તા થતો નથી.”
“ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું. નથી...' સ્વામી એટલે પોતાપણું નથી એમ એનો અર્થ છે). એ રાગાદિ થાય છે એમાં પોતાપણું નથી એટલે સ્વામિત્વ નથી. આહા...હા...! મૂળ તો આમ (છે) કે, જે જીવનું સ્વરૂપ જ નથી, એ તો ઉપાધિ છે. છે પોતાને લઈને પણ નિમિત્તને વશે થયેલી ઉપાધિ છે એ મારું સ્વરૂપ નથી. તેથી તેનો હું સ્વામિ નથી. જો હું સ્વામિ હોઉં તો તે મારી ચીજ થઈ જાય. સમજાય છે કાંઈ ? આહા...હા...! અરે..! - અહીં તો ઘડીએ ને પળે પરનો સ્વામિ, પરનો સ્વામિ (થાય છે). આહા...હા...! પત્નીનો પતિ હું, નરપતિ, મનુષ્યનો પતિ રાજા – નરપતિ, કરોડપતિ, લક્ષ્મપતિ... બધા કેવા ? ઉદ્યોગપતિ ! ઉદ્યોગપતિ હતો કે દિ' ? એ તો જગતને ઓળખાવવાની વાત છે. ઉદ્યોગપતિ તો બોલાવવામાં (છે), સ્વભાવમાં પુરુષાર્થ કરે તે ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ ! આમ કર્યું, એણે આમ કર્યું ને આમ કર્યું. (એક ભાઈનું) બહુ લખ્યું છે. લખાણ બહુ આવે છે, ઉદ્યોગ આમ કર્યો, ફલાણું આમ કર્યું, ઢીકણું આમ કર્યું. કોણ કરે ? બાપુ ! તને ખબર નથી. આહા..હા...! રાગ કર્યો હોય.
મુમુક્ષુ :- કર્યું છે.... ઉત્તર :- રાગ કર્યો છે. બિહારમાં) તો કાંઈ કર્યું નથી.
સમકિતી લડાઈમાં ઊભો હોય છે અને દ્વેષનો અંશ પણ એને આવે છે. આહાહા...! સેંકડો હાથીનાં તાળાં તૂટી જાય, ફૂટી જાય. લાલ લોહીવાળા મુક્તાફળ હાથીમાંથી પડ્યા
Page #354
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૬
૩૪૧
હોય). આહાહા...! છતાં એ જરી દ્વેષનો અંશ છે એને પોતા તરીકે નથી માનતો. એ ક્રિયા થાય છે એને તો જાણે છે, એ કંઈ પોતે કરે છે એમ નહિ. આહા..હા..! આવી વાત આકરી ! સમજાણું કાંઈ ?
સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું” એટલે કર્તા, પોતાનું નથી માટે સ્વામિત્વ નથી, એમ. થાય છે. આહાહા...!
મુમુક્ષુ :- કોકવાર પોતે કરે છે.
ઉત્તર :- ઈ કરે છે ઈ કીધું ઈ તો પરિણમે છે ઈ અપેક્ષાએ કરે છે. પરિણમે છે એ અપેક્ષાએ કરે છે, પણ મારા છે એ રીતે કરતો નથી. આવું છે. આ..હા..! આમાં
ક્યાં...? એક વાત સિદ્ધ કરવા જાય ત્યાં બીજી વાત ઊડી જાય છે. કર્તા છે અને કર્તા પણ નથી. ભોક્તા છે અને ભોક્તા પણ નથી. આહા...હા...! કર્તા છે એની સાથે અકર્તાનયા પણ છે, એકસાથે છે. કર્તાનય કો'કની અને અકર્તાનય કો'કની એમ નથી. આહા..હા..! રાગનું પરિણમન છે એ અપેક્ષાએ કર્તાનય છે અને અકર્તાય છે. રાગ પોતાનો નથી માટે અકર્તા છે. આહા..હા...આવું છે. ફેરફાર બહુ થઈ ગયો, બાપુ ! માર્ગ એવો છે.
મુમુક્ષુ :– સમ્યગ્દષ્ટિને યુદ્ધના પરિણામ તો બહુ ઉગ્ર કહેવાય.
ઉત્તર :- એ તો રૌદ્રધ્યાન પણ હોય છે. સમ્યગ્દષ્ટિ હોય અને છોકરો મરી જાય (તો) રોવે. એ છોકરો મરી ગયો એને) કારણે નહિ. એના પરિણામમાં નબળાઈને લઈને (એવો ભાવ આવે છે. આહા..હા...!
ભરત ચક્રવર્તી ! અષ્ટાવર્ત પર્વત ઉપર પરમાત્મા મોક્ષ પધાર્યા. ઇન્દ્ર આવ્યા, ભગવાનનો દેહ આમ જ્યાં છૂટે છે ત્યારે “ભરત રોવે છે. સમકિતી! એ ભવે મોક્ષ જનારા ! ઇન્દ્ર એમ કહે છે, “હે “ભરત” ! તમે તો આ ભવમાં મોક્ષ જનારા છો ને ! આ શું ?” (ત્યારે “ભરત’ કહે છે), “બધી ખબર છે, ભાઈ !” ઇન્દ્ર... ઇન્દ્ર, હોં! શકરેન્દ્ર આવીને (એમ કહે છે), ઊર્ધ્વલોકનો સ્વામિ આવે છે. બન્ને સમ્યગ્દષ્ટિ ! અને રોવે છે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે). ભરતક્ષેત્રમાં ચૈતન્યસૂર્યનો અસ્ત થયો. અરે! અમે ક્યાં પૂછશું?
ક્યાં સમાધાન કરશું ? સમજાણું ? પિતા તરીકે નહિ. ધર્મસૂર્ય ત્રણલોકનો નાથ પરમાત્મા ચાલ્યો જાય છે.
ઇન્દ્ર આશ્વાસન આપે છે, પ્રભુ ! ચક્રવર્તી ! તમે તો આ ભવે મોક્ષ જનારા, અમારે તો હજી એક મનુષ્યદેહ કરવાનો છે. અમે મોક્ષ તો જવાના તો છીએ પણ અમારે તો એક મનુષ્યદેહ કરવાનો છે. તમારે તો આ દેહ છેલ્લો છે. છતાં (“ભરત’ કહે છે), ઇન્દ્ર! હું બધું જાણું છું, બાપુ ! પણ મારી કમજોરીને લઈને રાગ આવ્યા વિના રહેતો નથી. છતાં તેને હું જાણું છું, એ મારી ચીજ નથી. આહાહા...! આવો માર્ગ છે.
બેને લખ્યું નથી ? (અજ્ઞાની) કષાયને રૂંધે છે. આમાં આવે છે. રુંધાયેલો કષાય છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૨
કિલશામૃત ભાગ-૫
કષાય મંદ પાડે છે પણ રંધાયેલો છે. એ કંઈ અકષાય (ભાવ) નથી. આહા...હા...! કષાય ઉપરની દૃષ્ટિ છે ત્યાં (દૃષ્ટિને) રોકી છે, ત્યાં રોકાઈ ગયો છે. આહા..હા..! આકરી વાતું, બાપુ ! શુભભાવ હોય તોપણ કષાય રુંધાયેલો છે અને જ્ઞાનીને અશુભભાવ હોય તોપણ તે પોતામાં નથી, એમ માનીને તેનો સ્વામિ થાતો નથી. આહા...હા...! લ્યો !
‘તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ધર્મી, કરવા લાયક છે તે રીતે તે પોતાના માનીને કરતો નથી. આ એનો સરવાળો લીધો. વિશેષ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(અનુષ્કપ)
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “ જ્ઞાની રૂતિ વસ્તુશ્વમાd ā વેત્તિ (જ્ઞાન) મિથ્યાદૃષ્ટિ જીવ (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે વસ્તુમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને ન વેત્તિ) આસ્વાદરૂપ અનુભવતો નથી, તેન : રા+Iીન યાત્મનઃ હર્યા તેન) તે કારણથી :) મિથ્યાદૃષ્ટિ જીવ (રા+IIીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (સાત્મન:) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ ( ) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘ત: શાર: મવતિ (૩) આ કારણથી (જાર) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (મવતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭.
માગશર વદ ૩, બુધવાર તા. ૨૮-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૭, ૧૭૮ પ્રવચન–૧૮૭
કળશટીકા” “બંધ અધિકાર શ્લોક–૧૭૭.
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।।
Page #356
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૭
૩૪૩ પહેલી જ્ઞાનીની ગાથા આવી ગઈ. આ અજ્ઞાનીની (ગાથા છે). “જ્ઞાની તિ વસ્તુqમા સ્વં ન વેત્તિ' (જ્ઞાન) મિથ્યાષ્ટિ જીવ...” અનાદિથી જેની દૃષ્ટિ મિથ્યાત્વ – જૂઠી દૃષ્ટિ – અસત્ય દષ્ટિ છે એ દ્રવ્યનું... એટલે વસ્તુ સ્વરૂપનું જેવું છે તેવું “શુદ્ધ ચૈતન્ય, તેને આસ્વાદરૂપ અનુભવતો નથી, શું કહે છે ? કે, આત્માનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય આનંદ છે. એને અજ્ઞાની પોતાના આનંદસ્વરૂપને દૃષ્ટિ ચૈતન્ય ઉપર નહિ હોવાથી તે આનંદના સ્વાદને આસ્વાદતો નથી. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ચૈતન્ય આનંદ, જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે અને સ્વભાવની દૃષ્ટિ કરીને વર્તમાનમાં તેના આનંદના સ્વાદને અજ્ઞાની લેતો નથી. ત્યારે શું કરે છે ? છે ?
તેન : રવીન્દ્ર ત્મિનઃ ” જ્યારે સ્વરૂપની, શુદ્ધ ચૈતન્યની સમ્યક દૃષ્ટિ નથી, તેનું જ્ઞાન નથી અને તેના આસ્વાદનું આચરણ નથી. આ.હા...! ત્યારે એ અજ્ઞાની અનાદિથી શું માન્ય કરે છે ? “સ: રવિન્ માત્માન કર્યાત્ “
મિથ્યાષ્ટિ જીવ રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવે છે.... આહાહા..!
બે વાત કરી. જ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવ ધર્મી એને કહીએ કે, જે પોતાના અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો અનુભવમાં સ્વાદ લેતો હોય. આહા..હા...! વ્યવહાર રત્નત્રયની દયા, દાન, વ્રત, ભક્તિની ક્રિયા કરતો હોય એ નહિ. એ તો રાગ છે. એ રાગ જ્ઞાનીને આવે ખરો પણ એ પોતાનો માનીને તેનો સ્વાદ લેતો નથી. આહા...હા..! આવી વ્યાખ્યા છે.
અજ્ઞાની રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ, ચાહે તો શુભભાવ હો, દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો ભાવ – શુભરાગ (હો) એને આત્મા તરીકે અનુભવે છે. આહાહા...! આવો મોટો ફેર છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ક્રિયાકાંડ બરાબર કરતો હોય પણ એ તો તેનો રાગ છે. એ રાગને આત્મા તરીકે અનુભવે છે. એ પોતાનું સ્વરૂપ છે એમ અજ્ઞાની અનુભવે છે. “બંધ અધિકાર છે ને ? આહા...હા...! ઝીણો માર્ગ બહુ, બાપુ ! વીતરાગમાર્ગ... આહા...હા..!
જેને આત્મા પૂર્ણાનંદ અને જ્ઞાયક સ્વભાવનો આશ્રય નથી, એનું અવલંબન નથી, એનો એને વર્તમાન પર્યાયમાં આધાર નથી તે આત્માની શાંતિને અનુભવતો નથી. આહા...હા...! અને તેને એ રાગ અને દ્વેષના પરિણામ, ચાહે તો દયા, દાન, વ્રતના પરિણામ) હો, પણ એ રાગને આત્મા તરીકે, જીવના સ્વરૂપ તરીકે જાણીને અનુભવે છે. આહાહા...! આકરી વાત ! આવો ધર્મ, લ્યો અજ્ઞાની-જ્ઞાનીમાં ફેર આ (છે).
ધર્મી પોતાનું શુદ્ધ સ્વરૂપ આનંદઘન જ્ઞાનપિંડ પ્રભુ ! તેનો આશ્રય અને અવલંબન હોવાથી તેને આત્માના અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું વેદન છે. આહા...હા...! અનુભવ છે. અજ્ઞાનીને એ આત્મવસ્તુના સ્વરૂપની ખબર નથી તેથી તે સ્વરૂપમાં નથી એવા પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને જીવનું સ્વરૂપ જાણીને અનુભવે છે. કહો, સમજાય છે
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૪
કલામૃત ભાગ-૫
કાંઈ ? આહા..હા..!
પરનો અનુભવ તો અજ્ઞાનીને પણ નથી અને જ્ઞાનીને પણ નથી. સ્ત્રીનો, લક્ષ્મીનો, આબરુનો, મકાનનો અનુભવ તો અજ્ઞાનીને પણ નથી. કારણ કે એ તો પર ચીજ છે એમાં આત્મામાં (એનો) અનુભવ કયાં આવે ? આહા...હા...! આ પૈસા પાંચ-પચીસ લાખ, કરોડબે કરોડ આવે તો એનો અનુભવ અજ્ઞાનીને નથી. અજ્ઞાનીને તેના પ્રત્યે કરેલો રાગ અને દ્વેષ (છે) એ અજ્ઞાની અનુભવે છે. આહા..હા...! એ અધર્મદષ્ટિ છે. ઝીણી વાત બહુ, બાપુ ! વીતરાગમાર્ગ બહુ ઝીણો).
ધર્મની દૃષ્ટિ તો અંદર સ્વરૂપ આત્મા ત્રિકાળી, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું ધામ એવો જે પ્રભુ એના ઉપર જેની દૃષ્ટિ છે, એનો જેને સ્વીકાર છે તે તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું વેદન - અનુભવ કરે) છે. આહા...હા...! એનું જેને ભાન નથી એ તો પાપના પરિણામ (કરે) કાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ રાગ છે એ પોતાનું સ્વરૂપ છે એમ માનીને તેને આત્મા તરીકે રાગને અનુભવે છે. આહાહા...! આવી વાત છે. છે ? ભાઈને આપ્યું ? પુસ્તક છે ? આહા..હા..!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થકરદેવનું આ ફરમાન છે કે, જેને આત્મા રાગથી, પુણ્ય પરિણામથી પણ ભિન્ન છે તે દયા, દાન, વ્રત, ભકિતના ભાવ જે પુણ્ય છે, રાગ (છે), એ રાગતત્ત્વ તો પુણ્યતત્ત્વ અથવા આસવતત્ત્વ છે. ભગવાનઆત્મા તો આસ્રવતત્ત્વથી ભિન્ન છે. આહા...હા...! એવા આસ્રવતત્ત્વથી ભિન્ન એવા તત્ત્વને જે જાણતો નથી, શ્રદ્ધતો નથી, વેદતો નથી એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર (નથી એવો અજ્ઞાની જીવ). સમજાણું કાંઈ? એ જીવ જેના જાણવામાં તો રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ આવ્યો છે અને રાગ જ જેની દૃષ્ટિમાં અને જ્ઞાનમાં શેય તરીકે જણાણો, એને મારા છે એમ માનીને તેને અનુભવે છે. અરે..! આવી વ્યાખ્યા !
મુમુક્ષુ :- દયા, દાન, શીલ, તપ તો જીવની શોભા છે.
ઉત્તર :શોભા ધૂળેય નથી, એ તો રાગ છે. અશોભા છે, કલંક છે, મેલ છે, ઝેર છે. આવો વીતરાગમાર્ગ છે. કઠણ પડે, બાપુ ! શું થાય ? અનંતકાળથી એણે એવા શુભભાવ તો અનંતવાર નવમી રૈવેયકે ગયો તો અનંતવાર કર્યા. શોભા હોય તો એનાથી આત્માને લાભ થાવો જોઈએ ને ? આહાહા...! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” મુનિવ્રત ધારણ કર્યા, પંચ મહાવ્રત લીધા), હજારો રાણી, કુટુંબ, રાજ છોડી પંચ મહાવ્રતના પરિણામ પાળ્યા પણ એ તો રાગ છે, એ તો આસવ છે, એ તો દુ:ખ છે. આહા...હા...! આવી વાત ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે. રાગભાવથી ધર્મ ઉત્પન્ન થતો નથી. આહા..હા...! આ તો ધીરાના કામ છે. જેને આત્માનું કલ્યાણ કેમ કરવું હોય એની વાતું છે, બાપુ !
Page #358
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૭
૩૪૫
દુનિયામાં મનાવવું હોય, ગણાવવું હોય, કંઈક ધર્મની સંખ્યામાં ગણતરીમાં અમે છીએ એમ ગણાવવું હોય એની અહીં વાત નથી. આહા..હા....!
અહીંયાં તો અજ્ઞાનીની વાત છે), જ્ઞાનીની (વાત) તો કાલે આવી ગઈ. અજ્ઞાની ‘રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો...” છે ? એ તો અશુદ્ધ ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ અશુદ્ધ ભાવ છે. આહા..હા..! એ આત્મામાં નથી તેવી વૃત્તિ ઊઠે છે, એ તો રાગ છે. આહા..હા..! એ અશુદ્ધ પરિણામને જીવદ્રવ્યનું સ્વરૂપ...” જોયું? (સાત્મન:) (કહ્યું છે). (આત્મિનઃ) દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આત્માનું સ્વરૂપ છે એમ માનીને એ મિથ્યાષ્ટિ અનુભવે છે. લોકોને આકરું લાગે. સંપ્રદાયમાં તો એવી વાત આખી ચાલતી હોય છે. એ વ્રતના વિકલ્પથી ભગવાન ભિન્ન છે એની દૃષ્ટિ કરે તો સમ્યગ્દર્શન અને આનંદ આવે એ બધી વાત તો પડી રહી. આ ભક્તિ કરો, પૂજા કરો, અંતરાય કર્મ... શું કહેવાય ? કર્મદહનની પૂજા કરો, સિદ્ધ ભક્તિ કરો...એ બધી વાતું રાગ – શુભરાગ. છે. અશુભરાગથી બચવા જ્ઞાનીને પણ એ આવે પણ એ પોતે છે દુઃખ અને આસવ. આહા..હા..!
મુમુક્ષુ :- પેલું બધાને સહેલું પડે છે.
ઉત્તર :એ સહેલું કર્યું છે કે ઊંધું માર્યું છે ? આહા..હા...! ઊંધું કર્યું છે. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિથી તો ભરેલો છે. અકષાય સ્વરૂપ બીજી રીતે કહીએ તો એ જિનસ્વરૂપ જ છે. એ તો ઘણીવાર કહેવાય છે. આત્માનું મૂળ સ્વરૂપ તો અંદર અનાદિ જિનસ્વરૂપ જ છે.
“ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન, મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન” અભિપ્રાય ! મતના પ્યાલા ચડી ગયા કે, અમે આમ છીએ ને અમે આમ છીએ ને અમે દયા પાળનારા છીએ ને અમે ભક્તિ કરનારા છીએ, પૂજા કરનારા છીએ – એ રાગના મતવાલા (છે). એ જિનસ્વરૂપ અંદર છે તેને જાણતા નથી. આહા...હા...!
“ઘટ ઘટ અંતર જિન વસે...” ભવગાન જિવસ્વરૂપ જ, પરમાત્મસ્વરૂપ જ એ આત્મા છે. રાગ આદિ એનું સ્વરૂપ છે નહિ. આહા...હા...! વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ એનું સ્વરૂપ નથી. આહા...હા...! એ જિનસ્વરૂપને અંતરમાં દૃષ્ટિમાં લઈ અને તેને અનુભવે તેને ધર્મ થાય અને તેને આનંદનો અનુભવ થાય. એ વિના અજ્ઞાની બહારની ક્રિયાકાંડમાં રાગમાં, એ રાગને જીવનું સ્વરૂપ છે એમ માની રખડી રહ્યો છે). પરંતુ રાગ) એ સ્વરૂપ નથી, (જો સ્વરૂ૫) હોય તો નીકળી કેમ જાય ? દયા, દાન, વ્રતના પરિણામ – રાગ જો સ્વરૂપ હોય તો નીકળી કેમ જાય ? સિદ્ધ ભગવાનમાં રહેતા નથી. પરમાત્મા સિદ્ધ થાય – ણમો સિદ્ધાણં (એમાં) રાગ રહેતો નથી), રાગ એનું સ્વરૂપ નથી. આહાહા...! આવું બહુ આકરું કામ છે. માર્ગ તો આ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૬
કલામૃત ભાગ-૫
અહીંયાં તો કહે છે કે, જે આત્માનો સ્વભાવ અને સ્વરૂપ નથી, સ્વ-રૂપ - આત્માનું સ્વ પોતાનું રૂપ. પોતાનું રૂપ તો આનંદ અને જ્ઞાન એ સ્વનું રૂપ છે. એમાં એ વ્યવહા૨ના રત્નત્રયનો વિકલ્પ – રાગ છે એ કંઈ આત્માનું સ્વ-રૂપ, સ્વ-ભાવ નથી. આહા..હા...! આવું ભેદજ્ઞાન કરે. રાગથી ભગવાનઆત્માને ભિન્ન જાણીને ભેદજ્ઞાન કરે ત્યારે તેને ધર્મની પહેલી દશા સમ્યગ્દર્શન થાય. આહા..હા...! સમજાણું કાંઈ ? ધીમેથી સમજવાની વાત છે, આ કાંઈ વાર્તા-કથા નથી. આ તો ધર્મકથા આત્માની વાત છે, બાપા !
આહા..હા...! અનંતકાળ... અનંતકાળ વીતી ગયો, ભાઈ ! ચોરાશી લાખ યોનિમાં... ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અનંત અવતાર કરીને થોથા નીકળી ગયા છે, ભાઈ ! તને ખબર નથી. નરકમાં, નિગોદમાં... આહા..હા...! એ આ રાગને પોતાનો માનીને મિથ્યાત્વથી બધા ભવ કર્યાં. આહા...હા....! સમજાણું કાંઈ ? સાધુ થાય તોપણ એ પંચ મહાવ્રતના પરિણામ રાગ છે, એ પોતાનું સ્વરૂપ છે એમ માનીને અનુભવે એ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા...! અવ્વલદોમની વાત છે, બાપા !
ભગવાન ! આમાં આવશે.. છે આમાં ? ૧૭૮ માં ભગવાન આવશે. ૧૭૮ (કળશમાં) આવશે, આ ૧૭૭ ચાલે છે. ત્યાં ભગવાન કહેશે. આત્મા ભગવાન એટલે જ્ઞાનસ્વરૂપ છે. ટીકામાં એટલો અર્થ કર્યો છે. એ તો જ્ઞાનસ્વરૂપ (છે). એમાં પુણ્ય, દયા, દાન, વ્રતના વિકલ્પ (થાય) છે એ એનું સ્વરૂપ જ નથી. આહા..હા...! એનું સ્વરૂપ હોય તો એનો નાશ થઈ શકે નહિ. એનો નાશ થઈ શકે છે અને એકલું સ્વરૂપ રહી શકે છે માટે તેનું એ સ્વરૂપ નથી. ન્યાયથી લોજીકથી કંઈ સમજશે કે નહિ ? આહા..હા...! સમજાય છે કાંઈ ? આહા..હા...! આવો માર્ગ !
—
એક તો સંસારના કામ આડે નવો થતો નથી. એમાં ગૂંચી ગયો. એમાં વીસ કલાક, બાવીસ કલાક કાઢે. એક-બે કલાક સાંભળવા (જાય) તો એને એવું (સાંભળવા) મળે કે, આ વ્રત કરો ને તપ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, મંદિર બનાવો તમારું કલ્યાણ થશે. એ.. બધી રખડી મારવાની ક્રિયા (કરવાનું કહે). એ શુભરાગ છે. એનાથી લાભ માનીને કરે છે તે મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ? એમ માનીને જ કરે છે કે, આ અમે કરીએ છીએ એ ધર્મ કરીએ છીએ. પાંચ લાખના, દસ લાખના મંદિરો બનાવ્યા.
પોર-પરાર કીધું નહોતું ? બેંગલોર’ ! બાર લાખનું મંદિર કર્યું છે. દિગંબર મંદિર બનાવ્યું શ્વેતાંબરે પણ દિગંબરના પક્ષમાં આવી ગયા છે. (એક) મારવાડી (છે તેની પાસે) બે કરોડ રૂપિયા (છે) અને એક છે સ્થાનકવાસી. મુંબઈમાં મહાવી૨ માર્કેટ’ છે (ત્યાં દુકાન છે). એ પણ કરોડપતિ (છે), એણે ચાર લાખ નાખ્યા અને પેલાએ આઠ લાખ (નાખ્યા). બેંગલોર’માં બાર લાખનું મંદિર બનાવ્યું છે. દિગંબર મંદિર ! આહા..હા...! પણ એને કહ્યું, બાપુ ! તમે એ ક્રિયા કરી એ તો (ધર્મ) છે જ નહિ, મંદિર ૫૨ ૫૨માણુની બધી ક્રિયા
Page #360
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૭
૩૪૭ છે પણ એમાં તમારો ભાવ હોય, રાગની મંદતા હોય તો પુણ્ય છે. એ ધર્મ છે અને ધર્મનું કારણ છે એમ નથી. હમણાં આવ્યા હતા ને ? એ લોકોની કડી ભાષા (એટલે ગુજરાતી) બરાબર સમજે નહિ. વ્યાખ્યાનમાં આવી શકે નહિ. હિન્દી અહીં માંડ ચાલે (થોડું), પણ એનો ભાવ જાળવવો જરીક.. બહુ થોડા માણસ આવે, કન્નડી ભાષા (એની એટલે) સમજે નહિ. પછી થોડાક આવતા. બે પંડિતો હતા ઈ સાંભળી અને થોડું એની કન્નડી (ભાષામાં) કહે. ત્યારે માંડ સમજે. ગુજરાતી તો સમજે નહિ પણ હિન્દી પણ સમજે નહિ. લોકો પ્રેમી ઘણાં, ભાષા સમજે નહિ એટલે શું કરે બિચારા ? અહીં તો એક જણાએ આઠ લાખ નાખ્યા. શ્વેતાંબર મારવાડી છે. આપણું દિગંબર મંદિર બનાવ્યું. કીધું, બાપુ ! જુઓ ભાઈ ! તમે એમ માનો કે અમે બનાવ્યું માટે અમારો ધર્મનો ભાવ છે, એમ નથી. એ પાપથી બચવા એવો ભાવ હો, પણ એ ધર્મ છે એમ નથી. આહા..હા...! અહીં તો ચોખ્ખી વાત છે.
આ તો વીતરાગમાર્ગ છે. વીતરાગમાર્ગમાં રાગથી ધર્મ થાય તો એ વીતરાગમાર્ગ જ નહિ. આહાહા..! સમજાણું કાંઈ ? રાગ આવે ખરો, ધર્મીને પણ આત્મજ્ઞાન અને આત્મ અનુભવ હોવા છતાં પૂર્ણ વીતરાગદશા ન હોય તેથી અશુભથી બચવા ભક્તિ, પૂજા(નો) રાગ હોય પણ એને હેય માને. એ હેય (એટલે કે, છોડવાલાયક છે. પણ વર્તમાન મારો પુરુષાર્થ નબળો છે માટે થાય છે. આહા...હા....! સમજાણું કાંઈ ?
આમ તો આઠ લાખ (ખ), એક જણે આઠ લાખ ખર્ચા) ! માણસને એવું થઈ જાય ને કે, ઓ.હો..હો..! અને જોગ એવો બન્યો કે, આઠ લાખ ખર્મા અને એની પાસે બે કરોડ રૂપિયાનું સ્ટીલ હતું અને મારી પાસે રહી ગયા. આઠ દિવસ અમે ગયા પહેલાં શિક્ષણ શિબિર (કરી હતી) અને અમે ગયા પછી સોળ દિવસ અમારામાં રોકાવું પડ્યું. એટલે ત્યાં ભાવ વધી ગયો તો ચાલીસ લાખ વધી ગયા. આઠ લાખ ખર્ચા ને ચાલીસ લાખ વધ્યા. એટલે લોકો કહે કે, જુઓ ! આ...હા...હા...! પછી લોકો આવી વાતું કરે કે, મહારાજની લાકડીમાં કાંઈક ચમત્કાર છે ! ધૂળેય નથી. આ તો લાકડી હાથમાં રહે. પરસેવો હોય અને શાસ્ત્રને (હાથ) અડે નહિ એટલે (રાખીએ છીએ). એ તો પુણ્યના કારણે એવો બધો જોગ થઈ જાય. એ પુણ્ય પણ હેય છે. આહાહા...!
મુમુક્ષુ :- એ તો પૂર્વનું પુણ્ય છે.
ઉત્તર – એ તો પૂર્વનું પુણ્ય છે પણ વર્તમાન પણ (આ) સાંભળતા, બે-પાંચ-દસ દિવસ), મહિનો-બે મહિના સાંભળે તોપણ એ શુભભાવથી એને પુણ્ય બંધાઈ જાય. અને પુણ્ય પણ ઉદય આવી જાય, આ ભવમાં પણ ઉદય આવી જાય. એથી કરીને ધર્મથી એ થયું છે એમ નહિ. આહાહા...!
અહીં કહે છે, છે? રાગભાવ જે દયા, દાન આદિ એનો વિસ્તાર છે. રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ” “સાત્મનઃ' એ મારું સ્વરૂપ છે, એ મારું કર્તવ્ય છે
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૮
કિલશામૃત ભાગ-૫
એમ અજ્ઞાની “અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. જોયું ? આહા..હા..! આવે ખરો, પણ એ ઉપાધિ છે. કર્મના નિમિત્તના આશ્રયે થયેલી ઉપાધિ છે. ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ કર્મના નિમિત્તની ઉપાધિ છે. એ આત્માની સમાધિ (નથી), આત્માનો સ્વભાવ નથી. આહા...હા...! સમજાણું કાંઈ?
લોગ્ગસમાં નથી આવતું ? “સમાહિવર મુક્ત દિg' લોગસ.... લોગસ ! “સમાણિવર મુત્ત જિંતુ પ્રભુ ! મને તો સમાધિ – રાગરહિત શાંતિ જોઈએ છે. એમ માગે છે. એના અર્થની પણ ખબર ન મળે. હાંકે જાય, લગ્નસા ઉજ્જોયગરે... સિદ્ધાસિદ્ધિ મમ દિસંg... જાઓ ! પણ શું એનો અર્થ છે ? આહાહા..!
અહીં આચાર્ય મહારાજ એમ કહે છે કે, એ જીવનું સ્વરૂપ નથી તેને પોતાનું માનીને અનુભવે છે, પણ “ઉપાધિ છે એમ અનુભવતો નથી. આહાહા....! ધર્મીને પણ એ રાગ આવે પણ ઉપાધિ છે એમ અનુભવે છે. શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર સાંભળવા, કહેવા એ બધો વિકલ્પ શુભરાગ છે. આવે ખરી ઉપાધિ પણ એને મારા તરીકે માનવું એ આખી દૃષ્ટિ વિપરીત છે. આહાહા....!
મુમુક્ષુ :- આત્માનું રટણ તો કરવું પડે.
ઉત્તર :- આત્માનું રટણ શું કરવું ? આત્મા... આત્મા... આત્મા. આત્મા. આત્મા કરે એ તો વિકલ્પ છે, રાગ છે. આત્માનું રટણ તો જ્ઞાનાનંદ સ્વરૂપ એકાગ્રતા (કરવી) એ આત્માનું રટણ છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ ! પ્રકાશ – ચૈતન્ય નૂર ! અંદર ચૈતન્યના તેજના પૂર ભર્યા છે. આહા..હા..! એમાં એકાગ્ર થાવું એ આત્માનું રટણ છે. આવી વાતું છે, ભાઈ ! બહુ ફેર છે, ભાઈ ! બધી ખબર છે ને ! ક્યાં શું ચાલે છે ? આ ઘણા વરસનું બધું જાણીએ છીએ. આહાહા..!
સ્થાનકવાસી સાધુમાં હું હતો. વૈરાગ્યની વાતું કરે. અમારે પાલેજમાં દુકાન હતી ને ! હું તો સાધુ આવે પછી નિવૃત્તિ લઈને જાતો), દુકાનમાં ભાગીદાર બેસે. પછી બધા રાત્રે સાંભળવા જાય. આખો દિ' તો વેપાર-ધંધામાં રોકાય. પછી રાત્રે આવી વાતું કરે. શું ? કૂતરાના ભવમાં....” એ આવું ગાય પછી અમે સાંભળતા. “કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, મેં ભૂખના વેઠ્યા ભડકાં....' પણ આવી વાતું !
મુમુક્ષુ – ઈ ભડકા મટે ત્યારે નીંદર આવે.
ઉત્તર :- ઈ મટે એની ખબર પણ એને નથી. આવી વાતું કરે. દુકાન સાડા સાતે બંધ કરીને જાઈએ ત્યારે (આ સાંભળે). જાણે ઓ.હો..! આજે તો ધર્મ સાંભળ્યો! પેલા પણ એમ કહ્યું કે, ધર્મ કર્યો. ધૂળેય ધર્મ નથી. એ વાત તો કયાંય રહી ગઈ પણ ભગવાન સાક્ષાત્ ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજે. ભગવાન મહાવિદેહમાં બિરાજે છે ત્યાં આ જીવ અનંતવાર ઊપજ્યો. ત્યાં તીર્થકરનો વિરહ કોઈ દિ હોતો નથી. વીસ તીર્થકર મોક્ષ
Page #362
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૭
૩૪૯
જાય તો બીજા વીસ થાય. અનાદિથી મહાવિદેહમાં તીર્થકરો તો ચાલ્યા જ કરે છે. ત્યાં અનંતવાર ઊપજ્યો અને ભગવાનના સમવસરણમાં ગયો. એની વાણી સાંભળી, એની પૂજાઓ કરી, પણ એ તો શુભભાવ છે. આહા..હા...!
મુમુક્ષુ :- બીજા જે નહોતા જતા એના કરતાં તો સારું.
ઉત્તર :- એનો અર્થ શું ? ધર્મને માટે સારું નહિ. પાપ કરતાં પુણ્ય કરે એટલું ઠીક. પણ ઈ ધર્મ છે એમ નથી. એનાથી એને જન્મ-મરણ મટશે એમ નથી. એનાથી તો જન્મમરણ થશે. રાગ છે એ સંસાર છે. આહાહા..! આકરી વાતું, બાપુ ! સિદ્ધમાં રાગ છે? તો અહીં રાગ છે ઈ સંસાર છે. રાગરહિત (થવું) એ સિદ્ધ છે. આહાહા...!
એટલે અહીં કહે છે કે, જે રાગને પોતાનો કરીને અનુભવે છે પણ ઉપાધિ છે તેમ અનુભવતો નથી. ‘ત જાર: મવતિ “આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થાય છે. જોયું ? એ રાગના પરિણામનું કર્તવ્ય છે તે મારું છે એમ એ માને છે. આમ કર્તા, હોં ! ઈ અશુદ્ધ પરિણામ મારું કર્તવ્ય છે અને ઈ કરવાલાયક છે એમ કરીને કર્તા થાય છે. જ્ઞાનીને રાગ આવે પણ તેનું પરિણમન છે એ અપેક્ષાએ કર્તા છે), પણ કરવાલાયક છે એ બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહા..હા..! ઘણો ફેર પણ, ભાઈ ! વાતવાતમાં બહુ ફેર છે. કર્તા કીધો ને એક બાજુ કર્તા નથી કીધું અને એક બાજુ આપણે કર્તા આવશે. ઈ પરિણમે છે, જ્ઞાની છે, ધર્મી છે, રાગ પોતાનું સ્વરૂપ નથી એમ માને છે પણ રાગ આવે છે એટલું પરિણમન છે એથી એને જ્ઞાનની દૃષ્ટિએ પરિણમનનો કર્તા એમ કહેવામાં આવે છે. પણ આ કર્તવ્ય મારું છે અને કરવાલાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહા...હા...! આવો બધો ફેર એટલે બધા રાડવું પાડે બિચારા ! એ...! ‘સોનગઢ તો એકલી નિશ્ચયની વાતું કરે છે, વ્યવહારથી થાય એ વાતું કરતા નથી. વ્યવહાર હોય પણ એનાથી થાય નહિ. આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...! છે ?
- કિર્તા...” (મતિ) જુઓ ! “રાગાદિ અશુદ્ધ પરિણામોનો એ અશુદ્ધ પરિણામના બે પ્રકાર – શુભ અને અશુભ. શુભભાવ અને અશુભભાવ બન્ને અશુદ્ધ છે. અને શુભ ને અશુભ રાગ અશુદ્ધથી ભિન્ન આત્માના આશ્રયે પરિણામ થાય તે શુદ્ધ છે. આહા...હા...! ભારે આવું કામ !
‘રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થાય છે. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને.” દૃષ્ટિ જ મિથ્યાત્વ છે જ્યાં આત્મા શું ચીજ છે એની ખબર જ નથી અને રાગ શું ચીજ છે ? મારાથી ભિન્ન તત્ત્વ છે, પુણ્યનું તત્ત્વ અને પાપનું તત્ત્વ ભિન્ન છે). નવ તત્ત્વ છે ને ? તો પુણ્ય-પાપ ને આસ્રવ તત્ત્વથી જીવતત્ત્વ તો ભિન્ન છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ (એમ) નવ તત્ત્વ છે. તો એમાં દયા, દાન, વ્રતના પરિણામ તો પુણ્યતત્ત્વ છે. હિંસા, જૂઠું, ચોરી, ભોગના, રળવાના, કમાવાના ભાવ પાપ છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૦
કિલશામૃત ભાગ-૫
અને ભગવાન તો એ પુણ્ય-પાપ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે. આહા...હા..! અરે.રે....! ક્યાં સાંભળવા મળે ? ને ક્યાં વિચારે ? એમ ને એમ જિંદગી પૂરી કરીને ચાલ્યા જાય
“મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે....” જોયું? એ પોતાના માનીને અનુભવે છે એટલે એનો સ્વામિ થાય છે અને ધર્મીને આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાનનો સ્વામિ છે. રાગનો સ્વામિ નથી. રાગ આવે ખરો પણ એનો સ્વામિ નથી એટલે કર્તા નથી. આહા..હા....! પુણ્યના પરિણામમાં ધર્મીને ધણીપતું નથી. શું કીધું છે ? ધર્મજીવને પુણ્ય પરિણામમાં ધણીપતું નથી. અજ્ઞાની જીવને પુણ્ય પરિણામમાં ધણીપતું – સ્વામિત્વપણું – આ મારું છે એમ હોય છે. બન્નેમાં આ મોટો ફેર છે. આહા...હા...! સમજાણું આમાં ?
મુમુક્ષુ – સમ્યક્દૃષ્ટિના પુણ્યને તો સાતિશય પુણ્ય કહેવામાં આવે છે.
ઉત્તર :- એટલે શું ? પુણ્યાનુબંધી પુણ્ય, એમ. ભવિષ્યમાં પુણ્ય આવશે તો એને છોડીને પવિત્રતા પ્રગટશે એ અપેક્ષાએ વાત છે. મિથ્યાષ્ટિને પુણ્ય આવશે, એના ફળ આવશે તો એમાં રોકાઈ જશે. અમે પૈસાવાળા છીએ ને કુટુંબવાળા છીએ ને અમે મોટા છીએ. અમને દસ-દસ હજારના મહિને પગાર મળે માટે અમે બીજા કરતાં માહાભ્યવાળા છીએ ! ઈ ત્યાં પુણ્યના ફળમાં મરી જશે, ત્યાં રોકાઈ જશે. સમજાણું કાંઈ ?
અહીં હમણાં ત્રણ છોકરા નહોતા આવ્યા ? “મોરબી... મોરબી ! (એક મુમુક્ષુ હતા ઈ) ગુજરી ગયા. એકને આઠ હજારનો પગાર છે, “મુંબઈ ! એકને દસ હજારનો પગાર છે, એક “અમેરિકામાં રહે એને પંદર હજારનો છે. મહિને, હોં ! હમણાં ત્રણે આવ્યા હતા, નહિ? પણ બાપા ! એ તારા પગાર-ફગાર એ બધા પુણ્યના કારણ છે. એમાં કાંઈ મોટપ છે (એમ નથી), એમાં કાંઈ છે નહિ, ધૂળમાં પણ નથી.
મુમુક્ષુ :- આપ આમ કહો ને દુનિયામાં બહુ વખાણ કરે છે.
ઉત્તર :– એ દુનિયા પાગલ તો બીજાના વખાણ જ કરે ને ! પાગલની દુનિયા પાગલના વખાણ કરે. પંદર હજારનો પગાર ! એક દિવસના પાંચસો ! પણ વેપારીને તો મહિનામહિનાની વીસ-વીસ હજારની પેદાશ હોય. એક મહિનામાં વીસ શું લાખ-લાખની પેદાશ હોય. આ પેલો નથી ? એક રાજા. અરબસ્તાનનો એક રાજા છે તો એક કલાકના દોઢ કરોડની પેદાશ ! એક કલાકની દોઢ કરોડની પેદાશ અત્યારે છે. અરબસ્તાનમાં એક રાજા (છે) અને બીજો એક રાજા છે જેને એક દિવસની અબજની પેદાશ છે. અત્યારે છે. એક દિવસની અબજની પેદાશ, હોં! મૂડી જુદી. એથી શું પણ ? ધૂળ ! મરીને હેઠે નરકે જવાના. આહા..હા..! પૂર્વના કોઈ પાપાનુબંધી પુણ્ય મિથ્યાત્વસહિત બાંધ્યું હોય એને લઈને આ બધો દેખાવ દેખાય. પણ સાંજની સંધ્યા પછી અંધારા ! એમ આ બધા દેખાવ પછી અંધારામાં ચાલ્યા જવાના.
Page #364
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૮
૩૫૧
આહા..હા..! અને સમદષ્ટિ ધર્મી જીવ કદાચિતુ પહેલાં કોઈ પાપના પરિણામ થઈ ગયા અને નરકમાં જાવું પડે તોપણ તે નીકળીને મનુષ્ય થઈને તીર્થકર કે કેવળી થાશે. આહા..હા..!
શ્રેણિકરાજા' ભગવાનનો ભગત ! સમકિતી, ક્ષાયિક સમકિતી ! “શ્રેણિકરાજા'! મુનિની અશાતના કરી હતી તો) પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું પછી સમકિત પામ્યા. આત્મજ્ઞાન પામ્યા. રાગ, પુણ્ય હું નહિ, મારું સ્વરૂપ ભિન્ન (છે), પછી ભગવાનના સમવસરણમાં તીર્થકરગોત્ર બાંધ્યું. પણ પેલું નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું એટલે અત્યારે નરકમાં ગયા. ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ છે. ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં પહેલાં તીર્થકર થવાના. આહા...હા...! કેમકે રાગને હેય માનીને આત્માના આનંદના સ્વરૂપના વેદનને ઉપાદેય માનીને ત્યાં પડ્યા છે. આહા...હા...! નરકમાં પડ્યા છે તોપણ અતીન્દ્રિય આનંદના વેદનમાં છે. રાગ આદિ આવે છે એનું દુઃખ થાય છે પણ એ હેય છે. આહા...હા...! અહીં મોટા શેઠિયા (હોય), કરોડોના બંગલા હોય અને અબજો રૂપિયાની મૂડી હોય તોપણ એ બધા પુણ્યના ફળમાં નવું પાપ બાંધે. અમે પૈસાવાળા, અમે આમ કરીએ છીએ, અમે ઘણાને નભાવીએ છીએ, હજારો માણસો અમારા કારખાનામાં નભે છે. ધૂળેય નથી, સાંભળને ! તારી મમતાને લઈને તું આ બધી વાતું કરે છે. સમજાણું કાંઈ? આવી વાતું છે. જગતથી ઊંધી છે. વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમવસરણમાં ઈન્દ્ર અને ગણધરોની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા. આ...હા...હા...! એ વાત આ છે. આહા..હા..!
મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદૃષ્ટિ જીવ કર્તા છે.' સ્વામિપણું છે માટે કર્તા છે એમ. જ્ઞાનીને રાગનું સ્વામિપણું નથી માટે કરવાલાયક છે એમ માનતા નથી માટે) અકર્તા છે. આહાહા! બહુ ફેર ! એ ૧૭૭ (કળશ પૂરો) થયો. ૧૭૮ કળશ.
(શાર્દૂતવિહિત)
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकाम: समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।।१६-१७८ ।।
ખંડાન્વય સહિત અર્થ :- US માત્મા માત્માને સમુપૈતિ યેન કાત્મનિ
નંતિ
Page #365
--------------------------------------------------------------------------
________________
ઉપર
કિલશામૃત ભાગ-૫ (E: માત્મા) આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (માત્માનું સમુતિ, અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, ચેન) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (સાત્મન પૂર્નતિ) પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે ? “મૂનિતવ:' (૩મૂનિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે (વસ્થ:) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? “મવાનું જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘નિર્મર વહQÍસંવિદ્યુત નિર્મર) અનંત શક્તિના પુંજરૂપે (4) નિરંતર પરિણમે છે એવું જે પૂU સ્વરસથી ભરેલું (સિંવિત) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે યુd) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા? “રૂમામ્ વહુનીવસન્તતિમ્ સમન્ ૩દ્ધર્તુળામ: (રૂમી...) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (વહુમાવી બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની સાતિમ્) સંતતિને અર્થાત્ પરંપરાને સમ) એક જ કાળે (ઉદ્ધર્તામ:) ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? “તમૂનાં પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે. શું કરીને ? ‘હિન વત્ની તત્ સમ પદ્રવ્ય વૃત્તિ માત્નોગ્ય વિવેચ્ચ' (નિ ) નિશ્ચયથી (તો) જ્ઞાનના બળથી (ત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (સમગ્ર પદ્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (રૂતિ ગાત્રોચ્ચે) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (વિવેચ્ચે) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કે – શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પરદ્રવ્ય હેય છે. ૧૬-૧૭૮.
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकाम: समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।।१६-१७८ ।।
આહા...હા...! “આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...” આ...હા..હા...! વસ્તુ છે ને એ ? વસ્તુ છે તો અસ્તિ છે ને ? આહા...હા...! સમજાણું કાંઈ ? બેનમાં આવ્યું છે ને એ ? જીવ જાગતો ઊભો છે ને ! કાલે (એક) છોડી ત્યાં બોલી હતી. છોડી બોલતી હતી, જીવ જાગતો ઊભો છે તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય. એમ કાલે ત્યાં અંદર ઓરડીમાં આવીને બોલી હતી. છ-સાત વર્ષની હશે ? કેટલા વર્ષની છે ? પાંચ વર્ષની, લ્યો ઠીક ! પાંચ વર્ષની આમ બોલી હતી. અહીં હશે કે નહિ ? આવી હશે. જીવ જાગતો ઊભો છે તે ક્યાં જાય ? પાંચ વર્ષની છોડી) બોલતી હતી ! એની બાએ શીખવ્યું હોય. આ...હા......!
Page #366
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૮
૩૫૩ ભગવાન આત્મા ! એ તો ગુજરાતી સાદી ભાષા છે. શાસ્ત્રભાષામાં એનો અર્થ છે કે, જીવ જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ છે ને ! ગુજરાતી સાદી ભાષામાં એમ કહ્યું કે, જીવ જાગતો ઊભો છે ને તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય. એમ શાસ્ત્રની ભાષામાં એનો અર્થ આ કે, જીવ જ્ઞાયકપણે ધ્રુવ છે ને તે ક્યાં જાય ? જે ધ્રુવ છે તે ક્યાં જાય ? અને ધ્રુવ છે તો દૃષ્ટિ કરે તો જરૂર પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ ? ઈ છોડી કાલે ઓરડીમાં આવી ત્યારે બોલી હતી. ઠીક છે, કીધું. આ બોલે તો છે ને ! આહા...હા..! ઈ શબ્દ તો એવો છે કે, આખા વચનામૃતની અંદર અગ્રેસર છે ! આહા..હા..! અને ભાષા જુઓ તો સાદી. જીવ જાગતો ઊભો છે ને ! એટલે ? આત્મા જ્ઞાયકપણે ધ્રુવ છે ને એ ઊભો છે એનું નામ ધ્રુવ. જાગતો છે એનું નામ જ્ઞાયક. જુઓ !
(અહીંયાં કહે છે), ‘આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે...” છે ? પહેલી લીટી. “આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...” આ...હા...! અહીં અત્યારે આપણે એનો અર્થ એટલો કરવો છે. આ... આ કહેતાં આ ! એની હયાતી બતાવે છે. આ ! માણસ કહે ને? આ આવ્યો. આ એટલે સામાની હયાતી બતાવે છે ને ? એમ આ (કહેતાં) અંદર આત્માની હયાતી બતાવે છે, આ ! આત્મા – વસ્તુ પ્રત્યક્ષ છે ને ! આહા...હા...! જીવદ્રવ્ય છે (તે) ધ્રુવ છે તે તો અંદર પ્રત્યક્ષ પડ્યો છે. આહા...હા...! વસ્તુ છે ને ? જેમ આ પરમાણુ આદિ આ જડપણે છે ને ? એમ ભગવાન આ આનંદપણે, જ્ઞાનપણે આ પ્રત્યક્ષ છે ને ! આહા...હા...! ‘આનો અર્થ પ્રત્યક્ષ કર્યો છે. ‘આ’નો અર્થ કર્યો છે. આ આત્મા...! એમ. એ તો મતિશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે. સમ્યકુ મતિ-શ્રુતજ્ઞાન દ્વારા ભગવાન આ.... જ્ઞાયકજ્યોતિ ચૈતન્યના નૂરનું પૂર, ચૈતન્યના તેજનું પૂર આ.... વસ્તુ આત્મા.
આ... એટલે ચૈતન્યના તેજનું પૂર જીવદ્રવ્ય પ્રત્યક્ષ છે ને ! આહા..હા...! એટલે કે વસ્તુ વ્યક્ત અને પ્રગટ છે ને ! વસ્તુ તરીકે તો પ્રગટ છે ને ? પર્યાયમાં એની એને ખબર નથી, પણ વસ્તુ તરીકે ધ્રુવ છે એ તો છે. આહાહા..! અનાદિઅનંત જેની આદિ નહિ, જેનો અંત નહિ, જેની ઉત્પત્તિ નહિ, જેનો નાશ નહિ એવી એ ચીજ અનાદિ ધ્રુવ છે ને અંદર ! આહા..હા....! આવા શબ્દ છે, બાપા ! આહા...હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- અંદરની આંખ ખુલે તો દેખાય.
ઉત્તર :- એ માટે આત્મા પ્રગટ છે જ એમ કહે છે, એ પ્રત્યક્ષ છે જ પણ જોવે એને ને ? આહા...હા...! અંદર તત્ત્વ છે કે નહિ ? અસ્તિ છે કે નહિ ? મોજૂદ છે કે નહિ ? વસ્તુ તરીકે વસ્તુ પ્રગટ છે કે નહિ ? પર્યાય – અવસ્થામાં ભલે એને ખ્યાલ નથી. પણ વસ્તુ તરીકે અનાદિઅનંત છે કે નહિ ? અને છે તો ધ્રુવ છે અને છે તો પ્રગટ છે, છે તો પ્રત્યક્ષ છે. આહા...હા...! આવી વાતું છે.
પ્રશ્ન – “છે એમાંથી એટલું નીકળ્યું ?
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૪
કિલશામૃત ભાગ-૫
સમાધાન :- એટલું બધું નીકળ્યું એમાંથી. લોજીકથી ન્યાય સમજશે કે નહિ ? ન્યાય શબ્દમાં ‘નિ ધાતુ છે. “નિ’ ધાતુમાં ન્યાયનો નિ’ એટલે લઈ જવું. જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું એનું નામ જાય. તમારા વકીલાત-બકીલાતના જાય એ જુદી જાતના, હોં ! એ તો સરકારે બાંધ્યા હોય એ પ્રમાણે તમારે કરાય. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરના ન્યાય કે જે ન્યાયના “નિ ધાતુથી જેવું એ પ્રત્યક્ષ સ્વરૂપ છે. આહા...હા...! જ્ઞાનને ત્યાં દોરી જવું, લઈ જવું. આહાહા...! બાકી અપૂર્વ માર્ગ છે, પ્રભુ ! સાધારણ માર્ગ હોય તો અનંતકાળમાં કેમ પામ્યો નથી ? આહાહા....! એ પામવામાં) અપૂર્વ પુરુષાર્થ છે ! આહા...હા...!
પ્રશ્ન :- આગમજ્ઞાન સરળ છે કે આત્મજ્ઞાન સરળ છે ?
સમાધાન :- આત્મજ્ઞાન એ જ્ઞાન છે, આગમજ્ઞાનનું જ્ઞાન એ જ્ઞાન જ યથાર્થ નથી. આગમજ્ઞાન એ પરજ્ઞાન છે, પર તરફનું વલણ છે.
પ્રશ્ન :- બેમાં સરળ કોણ ?
સમાધાન :- આ જ વસ્તુ એક સરળ નામ સાચી આ ! અનાદિથી કરે છે તે સરળ છે પણ રખડવાની ! શાસ્ત્રજ્ઞાન અનંતવાર કર્યા, અગિયાર અંગ અનંતવાર ભણ્યો. એક આચારાંગ ભગવાને કહેલું, એક આચારાંગમાં અઢાર હજાર પદ અને એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક ! એવું એક અંગ, બે અંગ, ત્રણ અંગ ડબલ.... ડબલ.. ડબલ... એવા) અગિયાર અંગ અનંતવાર કર્યા. એ કંઈ વસ્તુ નથી. આ..હા...હા...! આત્મજ્ઞાનને જ્ઞાન કહીએ. ભગવાન જેમાં જ્ઞાન ભર્યું છે પ્રભુ ! એકલો જ્ઞાન... જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન.... ચૈતન્યતેજ ! તેજ વસ્તુ વ્યક્ત પ્રગટ છે તેને પહોંચી વળવું... આહા..હા...એ સ્વરૂપને જ્ઞાનમાં જાણી લેવું એનું નામ આત્મજ્ઞાન છે. એ શબ્દો ટૂંકા છે પણ બાપા ! એમાં ભાવ બધા ઘણાં આકરાં છે ! ભાષા તો થઈ, લ્યો ! કે, આ આત્મજ્ઞાન છે, પણ બાપુ ! એ તો પુરુષાર્થ માગે છે. આહા..હા..! એના પર તરફના વલણવાળી દશાને છોડીને સ્વ તરફ દશા કરવી એ કંઈ વાતું છે ? આહા...હા...!
જ્યાં ભગવાન પૂર્ણ પડ્યો છે એના તરફ વર્તમાન દશાને વાળવી અને વર્તમાન દશા પરમાં અનાદિથી વળેલી છે. પુણ્ય અને પાપ ને બહારના ભાવમાં વળી ગયેલી છે. આહાહા...! એની દિશા બદલાવવી. દશાની દિશા બદલાવવી. વર્તમાન દશા જે પર્યાય છે એની દિશા પર તરફ છે. હવે એ પછીની દશાને ત્રિકાળી છે તે દિશામાં વાળવી. આ તો સાદી ભાષામાં વાત છે, બાપા !
પ્રશ્ન :- દિશા પલટાવવી કે દશા પલટાવવી ?
સમાધાન – ઈ દિશા પલટે ક્યારે? કે, દશાની દિશા પલટે ત્યારે. દશા ક્યારે પલટે ? કે, દિશા પલટે ત્યારે. વર્તમાન રાગની દશાની દિશા પર તરફ છે અને જ્ઞાનાનંદની પર્યાયની
Page #368
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
દશાની દિશા સ્વ ઉપર છે.
મુમુક્ષુ :
દિશા પલટીને જે ધર્મ થયો એ એકસાથે થયો.
ઉત્તર :– એકસાથે એટલે ? જે પર્યાય પર તરફ હતી તે નહિ. પછીની પર્યાય થઈ, ઉત્પત્તિ થઈ અને ગઈ, અંદર વળી એ બન્નેનો એક સમય છે. ઝીણી વાત છે તદ્દન !
આહા..હા...!
વર્તમાન પર્યાય એટલે અવસ્થા એટલે હાલત પ્રગટ દશા, ત્રિકાળી તત્ત્વ ધ્રુવ પણ વર્તમાન દશા જે જાણવાની અવસ્થા છે ને વર્તમાન પ્રગટ એનું વલણ આમ છે. પુણ્ય ને પાપ ને નિમિત્ત (તરફનું) વલણ છે. એ સંસાર છે. એ પર્યાય તો ત્યાં છે જ, હવે એ પર્યાય આમ વાળી શકાય નહિ. પછીની પર્યાય ઉત્પન્ન કરી અને એમાં વળી એ બધો સમય એક છે. ઝીણી વાત છે. આ તો મહાપ્રભુની વાતું છે, બાપા ! આ કાંઈ વાર્તા-કથા નથી. ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો ને પછી કરી ખીચડી... નાની ઉંમરમાં એવું ગોખતા. કુંભારને આપ્યું ને કુંભારે ઘડોલો આપ્યો. ઘડોલો ખજૂરાનો ખજૂર આપ્યો... ને આમ થયું ને તેમ થયું... ગપ્પેગપ્પા બધા ! આ તો ત્રણલોકના નાથ પરમાત્મા ! આહા..હા...! સર્વજ્ઞદેવ તીર્થંકર પરમાત્મા જેને સો ઇન્દ્રો ગલુડિયાની જેમ સાંભળવા બેસે.... આ...મ ! બાપુ ! એ વાતું કેવી હોય ભાઈ ! અપૂર્વ વાત છે, ભાઈ !
ભગવાનઆત્મા ! અહીં તો પ્રત્યક્ષ છે એમ કીધું ને ? આહા..હા...! છે તો પ્રગટ વ્યક્ત ! એમ કહે છે મૂળ તો. વસ્તુ તો વસ્તુ તરીકે છે જ. એ કંઈ નવી થાય છે, એનો અભાવ હતો અને થાય છે એમ છે ? એ તો ભાવ... ભાવ... ભાવ... ભાવ... ભાવ. જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... જ્ઞાનાનંદ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... ધ્રુવનો પ્રવાહ અનાદિ છે. નિત્ય... નિત્ય. નિત્ય નિત્ય. નિત્ય નિત્ય... નિત્ય... વ્યક્ત પ્રગટ નિત્યપણું પ્રગટ અનાદિઅનંત છે. પેલી વાતું સાંભળતા હોય... ઇચ્છામિ પડિકમ્મણા... તસ્સ મિચ્છામિ દુક્કડમ્... લ્યો ! તસૂતરી કરણેન.. અપ્પાણું.. વાસરે.. એમાં શું આવ્યું ? સાંભળને ! એના અર્થની પણ ખબર ન મળે અને ભાવની પણ ખબર ન મળે. આહા..હા...!
૩૫૫
—
—
અહીં તો પરમાત્મા એમ કહે છે, મુનિ કહે છે ઈ ૫રમાત્મા જ કહે છે. ૫૨માત્માનો માલ જ મુનિ આડતિયા થઈને વેચે છે આપે છે. માલ આ છે, બાપા ! આહા..હા...! આ આત્મા એમ છે ને ? C' શબ્દ પડ્યો છે ને ? ૫” ! ઘુષ’ એટલે આ. C’ એટલે આ. છે ને ? ચોથી લીટી છે. ૫ ભગવાનઆત્મા ! છે ને ? પ’ શબ્દ છે. ઈ ને ? આહા..હા....!
૫ આત્મા આત્માનું સમુપૈતિ યેન આત્મનિ સ્પૂનતિ” આહા..હા..! આ આત્મા પ્રત્યક્ષ છે. તે અનાદિકાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો...' હવે અહીં તો ગરજે છે, પ્રગટે છે એમ કહેવું છે ને ? ભગવાન વ્યક્તરૂપે ચૈતન્ય તો પડ્યો જ છે. આહા..હા...! એ અનાદિકાળથી
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૬
કલશામૃત ભાગ-૫
સ્વરૂપથી ભ્રષ્ટ હતો અને રાગ ને પુણ્ય ને પાપના ભાવ જે સ્વરૂપમાં નથી તેને પોતાના) માનતો. એ અનાદિથી ચૈતન્ય વસ્તુ પ્રગટ વ્યક્ત હોવા છતાં તેનાથી અજ્ઞાની ભ્રષ્ટ હતો.
આહા..હા...!
—
તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો,...' છે ? આહા...હા...! આ અનુક્રમથી એટલે ? રાગથી ભિન્ન પાડીને પોતાના અનુક્રમમાં સ્વભાવ છે તે જણાણો. આહા..હા....! શુભ-અશુભ રાગથી ભિન્ન પાડીને એ અનુક્રમ (છે). આહા..હા...! વસ્તુ છે, એની વર્તમાન દશામાં પુણ્ય ને પાપના ભાવ છે તેનાથી અનુક્રમ એટલે ભિન્ન પાડતાં પાડતાં, અંદર ભિન્ન પાડતાં ભેદજ્ઞાનથી એ આત્મા જાગ્યો. આહા..હા...! હજી તો અર્થ કરશે.
સ્વરૂપને પ્રાપ્ત થયો, જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે...’ (આત્મનિ નૈતિ) આહા....હા...! પદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો.’ એ ભાષા કરી. પેલામાં – સંસ્કૃત ટીકામાં તો એવો અર્થ કર્યો (કે), આત્મા ગયો ! અંદર ગર્જના થઈ કે, હું આનંદ છું ! જે પુણ્ય ને પાપના ભાવ વિકૃત અને દુઃખરૂપ હતા તેનાથી ભિન્ન પાડતાં આત્મા નૈતિ આત્મા સ્પૂનૈતિ” સ્ફૂર્તિમાં આવ્યો, પ્રગટ થયો, ગર્જયો, જાગ્યો. આવી વાતું છે આ !
જે રાગનો ગર્વ હતો, પુણ્ય ને પાપમાં ગર્વ હતો કે હું ચીજ છું અને મેં તો મોટા માંધાતાને પાડ્યા છે ! રાગ મારો એવી માન્યતાવાળાને મેં સ્વરૂપથી ભ્રષ્ટ કર્યાં છે (એમ) આસ્રવ કહે છે. એ આસ્રવથી ભિન્ન પડેલો પ્રભુ ! રાગથી ભિન્ન પડતાં... આ..હા..હા...! પ્રશ્ન :- કેટલા સમયમાં રાગથી ભિન્ન પડે ?
સમાધાન :- એક સમય. આહા..હા...! થઈ ગયો વખત ?
આવી ગયો.. વિશેષ આવશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૪, ગુરુવાર તા. ૨૯-૧૨-૧૯૭૭. કળશ-૧૭૮ પ્રવચન-૧૮૮
‘કળશટીકા’ ૧૭૮ કળશ છે ને ?
ષ આત્મા આત્માનં સમુપૈતિ યેન આત્મનિ નૈતિ” એક લીટીનો અર્થ છે. 'एष' (અર્થાત્) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...’ વસ્તુ તરીકે પ્રગટ છે ને અંદર ? વસ્તુ તરીકે પ્રગટ (છે). ભેદજ્ઞાન જ્યોતિથી પ્રગટ કરતાં એ વસ્તુ અંદર પ્રગટ જ છે, વ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ ભલે એને અવ્યક્ત કહીએ પણ વસ્તુ તરીકે તો પ્રગટ જ છે. વસ્તુ
Page #370
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૫૭
છે ને ? અનંત અનંત ગુણ અને શક્તિનો સમૂહ એ વસ્તુ છે.
આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો.” અનાદિકાળથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ હતો. હવે પામ્યો, સમજ્યો. શી રીતે ? ‘તોપણ આ અનુક્રમથી....” એટલે કે રાગના અને સ્વભાવના ભેદજ્ઞાનથી. રાગ છે, પુણ્ય-પાપ આદિનો રાગ છે એ રાગની દિશા – લક્ષ પર ઉપર છે. ઝીણી વાતું, બાપુ ! બહુ ઝીણું ! એ દયા, દાન આદિ રાગ જે થાય એની દિશા પર ઉપર છે અને તેને અંતરમાં વાળીને અથવા રાગથી ભિન્ન પાડીને. રાગ છે (તેની) દિશા પર તરફ જાય છે એવી જે રાગદશા એને વર્તમાન પર્યાયમાં રાગથી ભિન્ન પાડીને સ્વદિશા તરફ તે દશાને કરવી. સમજાણું કાંઈ ?
એ “સ્વરૂપને પ્રાપ્ત થયો,...” “અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો,...” આહા..હા....! જે અનાદિથી રાગ – દયા, દાન, વ્રત, કામ, ક્રોધ આદિના રાગ (જે થાય છે તે) રાગ સાથે જે સંબંધ હતો એ સંસાર હતો, એ મિથ્યાત્વ હતું. આહા..હા..! એ રાગથી સંબંધ તોડ્યો, અંતર્મુખ ભેદજ્ઞાન કરીને રાગથી સંબંધ તોડ્યો અને સ્વભાવથી સંબંધ જોડ્યો. આવી બહુ ઝીણી વાત, બાપુ ! વીતરાગમાર્ગ – ધર્મ બહુ સૂક્ષ્મ છે. આહા..હા....! એના ન્યાય સૂક્ષ્મ છે.
ભગવાનઆત્મા વસ્તુ છે એ પ્રગટ ચીજ છે પણ અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ થઈ અને એ સ્વરૂપમાં નથી એવા પુણ્ય-પાપના ભાવ, વિકલ્પ – રાગની સાથે સંબંધ જોડ્યો તે સ્વરૂપથી ભ્રષ્ટ થયો. આહા..હા..! જેણે એ રાગના સંબંધને તોડ્યો. આહા..હા...! અને સ્વભાવના સંબંધમાં જોડાણ કર્યું. આહાહા...! અહીંથી (-રાગથી) છૂટ્યો અને અહીં (–આત્મામાં) એકાગ્ર થયો. આવું સ્વરૂપ છે, ભાઈ !
સ્વરૂપની પ્રાપ્તિના કારણે...” આહાહા..! “ત્મિનિ પૂર્નતિ’ આહા...હા...! આમાં આટલી વ્યાખ્યા કરી કે, પદ્રવ્યથી છૂટ્યો અને સ્વદ્રવ્યનો સંબંધ થયો. એટલે ? જે કંઈ રાગ હતો, પુણ્ય-પાપનો રાગ છે એ ખરેખર તો પરદ્રવ્ય છે, પરવસ્તુ છે, એ જીવની ચીજ નથી. આહાહા...એ રાગના સંબંધને તોડ્યો અને સ્વસંબંધમાં જોડાયો એ આત્માને પ્રાપ્ત થયો. આવો ઉપદેશ હવે ! સમજાણું કાંઈ ? ભાષા તો ઘણી ટૂંકી છે પણ ભાવ તો છે ઈ છે. આહા...હા...!
અનંત અનંત કાળ (ગયો પણ) વસ્તુ સ્વરૂપ અનંતગુણ સંપન્ન પ્રગટ વ્યક્ત મોજૂદ ચીજ છે છતાં તેના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ અનાદિથી) એ વિકારના પરિણામને એકત્વબુદ્ધિએ સંબંધમાં જોડ્યો. આહાહા....! એ જીવ ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપને પ્રાપ્ત થયો). એ રાગની કોઈ ક્રિયા કરે અને એનાથી આત્મા પ્રાપ્ત થાય એમ નહિ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવથી આત્મા પ્રાપ્ત થાય એમ નહિ. એના ભાવથી ભિન્ન પાડતાં અંતર સ્વરૂપ જે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મતત્ત્વ (છે), જે સર્વજ્ઞ ભગવાને ધ્રુવ સ્વરૂપ જોયું તેવા સ્વરૂપમાં જેણે રાગનો સંબંધ
Page #371
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
૩૫૮
તોડી અને સ્વરૂપનો સંબંધ કર્યો તેને આત્માની પ્રાપ્તિ થાય. છે ?
‘આત્મનિ સ્પૂનતિ” ટીકામાં તો એવું કર્યું છે. છે ને ? ‘આત્મનિ જૂનંતિ (શબ્દ) છે ને ? આ તો એક એક શબ્દોના ભાવ ઝીણા છે, ભાઈ ! આ કાંઈ કથા-વાર્તા નથી. આહા..હા...! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આત્મા, ઈ ચાં ભૂલ્યો અને કેમ ભૂલ ટાળે એની વાત છે. આહા..હા...! એ ૫૨ના રાગના સંબંધને છોડી, રાગથી ભિન્ન પડી અને ચૈતન્ય સ્વરૂપનો સંબંધ કરે ત્યારે ‘આત્મનિ નૈતિ” (અર્થાત્) આત્મા પ્રગટ થાય છે. પર્યાયમાં એને પ્રગટ દેખાય છે. જે વર્તમાન પર્યાયમાં પ્રગટ રાગ અને દ્વેષ દેખાતા (હતા) એનાથી ભિન્ન પડીને આત્મા અંદર ‘નંતિ શુદ્ધ ચૈતન્યઘન જેની દૃષ્ટિમાં આવે છે, ગરજે છે એમ શબ્દ છે. સંસ્કૃતમાં સ્ફૂર્તિનો અર્થ ગરજે છે – ગાજ્યો ! જે રાગ અને પુણ્ય-પાપની ગર્જનામાં રોકાયો હતો... આહા..હા...! એ ત્યાંથી છૂટી અને જ્યાં આત્મા આનંદકંદ પ્રભુ છે (તેને પામ્યો). એ (આત્મા પણ) સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરે કહ્યો ઈ (આત્મા છે પામે છે). બીજાઓ આત્મા... આત્મા કરે છે પણ) એ બીજાએ (આત્મા) જોયો નથી, સમજાણું કાંઈ ? અને કલ્પનાથી વાતું કરી છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ !
આ..હા..હા...!
એ આવ્યું હતું ને ? કહ્યું હતું સ્તુતિમાં. પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ...' હે પરમાત્મા તીર્થંકરદેવ સર્વજ્ઞપ્રભુ ! તુમ જાણગ રીતિ સર્વ જગ દેખતા હો લાલ, શુદ્ધ સત્તાએ નિજ સત્તાએ શુદ્ધ અમને પેખતા હો લાલ...' પ્રભુ ! અમારો આત્મા નિજસત્તાથી શુદ્ધ પવિત્ર આનંદકંદ છે. એને આપે આત્મા જોયો અને કહ્યો છે. આહા..હા...! અરે...! આવી વાતું છે. રાગ અને પુણ્ય, દયા, દાનના ભાવ એ કંઈ આત્મતત્ત્વ નથી. એ તો પુણ્યતત્ત્વ અને વિકારીતત્ત્વ છે. તો કહે છે, હે નાથ ! આપ તો ત્રણકાળ ત્રણલોકને આપ જોવો છો. એમાં અમારી નિજસત્તા - આત્માની નિજસત્તાએ શુદ્ધ આત્મા જોવો છો. શુદ્ધ પવિત્ર છે તેને આપ આત્મા જોવો છો અને આત્મા કહો છો. આહા..હા...! આ મૂળ વાત પડી રહી અને ઉ૫૨થી બધા પાંદડાં તોડવા માંડ્યા પણ મૂળ તો સાજુ (રહી ગયું). એમ રાગની મંદતાની ક્રિયા કરવા માંડ્યા પણ મૂળ રાગની એકતાની બુદ્ધિનું – સંસારનું મૂળ સાજું (રાખ્યું). રખડવાનું ! સમજાણું કાંઈ ?
એ રાગના વિકલ્પની શુભ કે અશુભ એવી જે અશુદ્ધ વૃત્તિ તેને ક્રમે ક્રમે ભિન્ન પાડી આત્માના અંતર સ્વભાવ તરફ ઢળી અને રાગ તરફથી ખસી અને આત્મા પોતાના સ્વભાવના સંબંધને પામે છે અને રાગના સંબંધને તોડે છે ત્યારે આત્મા ગરજે છે. ગાજ્યો એટલે હું આનંદ છું, જ્ઞાન છું એમ પ્રસિદ્ધિ થઈ. સમજાણું કાંઈ ?
રાગના સંબંધમાં ભગવાનઆત્મા સ્વરૂપથી ભ્રષ્ટ હતો, ઢંકાઈ ગયો હતો. આહા...હા...! એ રાગના વિકલ્પના સંબંધને તોડી સ્વરૂપ ચૈતન્યમૂર્તિ વ્યક્ત પ્રગટ ૫૨મ વસ્તુ છે તેને
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૫૯
કળશ-૧૭૮
વર્તમાન પર્યાયમાં જોડી, પર્યાયને તેમાં જોડી.... આહા..હા...! અને આત્મા પામ્યો એટલે આત્મા ગર્જયો – આત્માની સ્ફૂર્તિ થઈ. સ્ફૂર્તિ થઈ ! માણસ નથી કહેતા કે, હમણાં અમને શરીરમાં સ્ફૂર્તિ છે. આમ બેચેન હોય એમાંથી સ્ફૂર્તિ છે. એમ આ રાગની એકતામાં બેચેન હતો. આહા..હા...! ભાઈ ! આવી વાતું છે આ ! વીતરાગમાર્ગ બહુ (ઝીણો). અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો, ભાઈ ! ત્રણલોકના નાથનો માર્ગ તો આ છે. આહા..હા...!
ચાહે તો શુભરાગ કે અશુભરાગ હો, દયા, દાન, વ્રત હો કે કામ, ક્રોધ (હો), એ રાગની સાથેનો સંબંધ એ ચૈતન્યસ્વભાવના સ્વભાવથી ચૂત અને ભ્રષ્ટ (થયેલો છે), પણ જેણે રાગના સંબંધથી ભ્રષ્ટ થઈ... આહા..હા...! અને ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! એની સાથે પર્યાયને જોડી એટલે આત્મા જ્ઞાન છું, આનંદ છું એમ પ્રગટ થયો. હું રાગ છું અને પુણ્ય છું, એ નહિ. આહા..હા...! સમ્યગ્દર્શનમાં... સમ્યગ્દર્શન હજી હોં ! ચોથું ગુણસ્થાન ! આહા..હા...! ત્યાં એ રાગના વિકલ્પથી ભિન્ન પડી, મારી ચીજ તો આ શુદ્ધ ચૈતન્ય છે, એવો જ્યાં સ્વભાવની સાથે સંબંધ તૂટ્યો હતો એ જોડ્યો. ત્યારે ભગવાનઆત્મા ગર્જયો. એટલે સ્ફૂર્તિ થઈ. રાગમાં બેચેન હતો.... આ..હા..હા..હા...! આવી વાતું, લ્યો ! ભાઈ ! એટલે પછી માણસો કહે ને, ‘સોનગઢ”નું નિશ્ચય છે, નિશ્ચય છે... પણ સત્ય જ આ છે. નિશ્ચયનો અર્થ સત્ય થાય છે. બાપુ ! તને મળ્યું ન હોય એટલે કાંઈ વસ્તુ બીજી ફરી
જાય ? આહા..હા...!
અહીં કહે છે કે, આત્મા નૈતિ” આ..હા..હા..હા...! દૃષ્ટિમાં જે કાંઈ પુણ્ય અને પાપના ભાવ દેખાતા (હતા) અને તે હું છું એમ જે માન્યું હતું તે સ્વરૂપથી ભ્રષ્ટ હતો. આહા..હા...! અને એ રાગના સંબંધને (તોડ્યો), ભાષા એવી છે પણ એનો અર્થ એ કે, પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરી એમ કહેવું છે. ભાષા તો અનેક પ્રકારે આવે. પર્યાય એટલે વર્તમાન રાગની બુદ્ધિ, રુચિ, પર્યાયબુદ્ધિ મિથ્યાત્વબુદ્ધિ છે. આહા..હા...! એ બુદ્ધિને છોડી અને વસ્તુ જે દ્રવ્ય ત્રિકાળી આનંદકંદ વસ્તુ... વસ્તુ છે એની દૃષ્ટિ કરી એટલે રાગનો સંબંધ છૂટ્યો અને સ્વભાવનો સંબંધ જોડાણો. આવું છે.
આવું ક્યાંય ‘નાગ્નેશ’માં સાંભળવા પણ મળે એવું નથી. તમારા પેલા બધા ભાઈઓ) જૂની રૂઢિનું સાંભળીને ચાલ્યા ગયા, બિચારા. આ તત્ત્વ હતું નહિ. આહા..હા...! શું થાય ? તેથી રાડ નાખે છે ને ! લોકો કહે (છે) કે, એ... નવું કાઢ્યું ! નવું નથી, પ્રભુ ! અનાદિનું આ છે. તને નહોતું જાણવામાં આવ્યું માટે કાંઈ નવું છે ? આહા..હા...!
વસ્તુ છે કે નહિ આત્મા ? તો તત્ત્વ છે એ પદાર્થ છે તો એ ત્રિકાળી રહેનાર છે કે ક્ષણિક રહેનાર છે ? તો ત્રિકાળી ૨હેનાર છે તેને દૃષ્ટિમાં ન લેતાં, પુણ્ય અને પાપ ક્ષણિક રહેનાર છે તેને દૃષ્ટિમાં લેતાં સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. આહા...હા...! ક્ષણિક રહેતાં પુણ્ય અને પાપના ભાવ તો ક્ષણિક રહે છે. એના ઉ૫૨ દૃષ્ટિ આપતાં ક્ષણિકને
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૦
કિલશામૃત ભાગ-૫ પોતાનું માન્યું (તો) પર્યાયબુદ્ધિ થઈ, અવસ્થાબુદ્ધિ થઈ. એ બુદ્ધિને છોડી અને રાગની એકતાબુદ્ધિ તોડી ત્યારે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ. વસ્તુ... વસ્તુ... વસ્તુ.... એની દૃષ્ટિ થઈ એને અહીંયાં જીવ સાથે સંબંધ જોડડ્યો એમ કહેવામાં આવે છે. અને રાગની પર્યાયબુદ્ધિ – એકત્વ(બુદ્ધિ) હતી તે તોડી એમ કહેવામાં આવે છે. આવું છે. (વાત) આવે છે તો લોજીક – ન્યાયથી પણ હવે પકડવું એ તો સાંભળનાર ઉપર છે). અનંતકાળ થયો અને અત્યારે તો એ વાતને બધાએ બહુ ગડબડે ચડાવી દીધી. આહા...હા..
મૂળ હજી જેનું બળ્યું નથી, રાગની એકતાની બુદ્ધિ તોડી નથી એને આત્મા પ્રાપ્ત કઈ રીતે થાય ? આહા..હા..! એ ગમે એટલાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરી કરીને મરી જાય.... આ..હા..હા..! પણ એ ભગવાન પૂર્ણાનંદના નાથની સાથે સંબંધ નહિ જોડી શકે. એ રાગનો સંબંધ તોડી નહિ શકે. સમજાણું કાંઈ ? આહા...હા...!
વસ્તુસ્વરૂપ ઉપર દૃષ્ટિ આપતાં અથવા એ રાગનો ભાગ જે પર તરફના લક્ષવાળો વિકાર (થાય છે) તેના તરફથી લક્ષને છોડી દઈ અને સ્વભાવ – વસ્તુસન્મુખ દૃષ્ટિ અને લક્ષને કરી અને પર તરફથી સંબંધ તૂટ્યો એટલે સ્વનો સંબંધ થતાં આત્મા જાગ્યો. ગર્જયો એટલે પ્રગટ થયો. આત્મા બેચેન હતો તે ચેન આવીને ર્તિ આવી. આહાહા....! રાગમાં ઘેરાઈ ગયેલો હતો... આ..હા...હા...! એને એનાથી જુદો પાડીને પ્રથમ સમ્યગ્દર્શનના કાળમાં તેને ભિન્ન પાડીને આત્માને પકડ્યો. આહાહા....! ત્યારે આત્મા ગર્જયો કહે છે, પ્રગટ્યો,
ફુરણા થઈ, રિત થયો, બહાર આવ્યો, પ્રકાશ થયો. જે રાગની એકતામાં અંધકાર હતો.... આહાહા..! એ રાગની એકતા તોડીને સ્વભાવની એકતા થઈ (તો) ચૈતન્યનો પ્રકાશ આવ્યો. હું તો ચૈતન્ય જ્ઞાનપ્રકાશ મૂર્તિ છું. એમ ગાજ્યો એટલે પ્રગટ્યો. અરે...! આવું છે આ ! જૈનધર્મ આવો હશે ? જૈનધર્મ તો આ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિયા, ચૌઇન્દ્રિયા... મિચ્છામિ દુક્કડમ્ કરતા હતા કે નહિ? ભાઈ ! સામાયિકમાં આવે છે ને ? ઇચ્છામિ પદ્રિકમ્મઆ. ઇરિયા.... એ તો શુભ રાગની ક્રિયાની વાત છે, બાપા ! એ ધર્મ નહિ. તસૂતરી કરણેનું, લોખ્ખસ્સ ઉજ્જયગરે ધમ્મ તિસ્થિયરે જિણે.... એવા પાંચ પાઠ બોલે તો થઈ જાય સામાયિક ! ધૂળેય સામાયિક નથી, સાંભળને ! એ તો રાગની મંદતા થતી હોય તો પુણ્યભાવ છે પણ મિથ્યાત્વભાવ સહિતછે. એ પુણ્યભાવથી મને ધર્મ થાય છે એ માન્યતા મિથ્યાત્વ છે. કારણ કે રાગના સંબંધવાળી એ દૃષ્ટિ છે. આહાહા...!
અહીં કહે છે કે, રાગના સંબંધવાળી દૃષ્ટિ છોડીને જેણે જોડી હતી તેણે તોડી. જોડી હતી પોતે. રાગના સંબંધમાં જોડી હતી પોતે, એ જોડી એણે તોડી. આહા..હા..! એમ કહેવાનો આશય શું છે ? કે, કર્મને લઈને રાગ સાથે સંબંધ જોડ્યો હતો એમ નહિ. તેમ કર્મ ખસે તો અહીંયાં આત્મા સાથે જોડાણ થાય, સમતિ થાય એમ નહિ. આહા...હા...! ન્યાય સમજાય છે કાંઈ ? આહાહા..!
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૬૧
ભગવાનઆત્મા પોતાના સ્વરૂપને ભૂલી અને એ પુણ્ય-પાપની ક્રિયાના રાગના સંબંધમાં પોતાને જોડ્યો હતો એ ઊંધા પુરુષાર્થથી પોતે જોડ્યો હતો, કોઈ કર્મે એને જોડાવ્યો છે એમ નહિ. ઈં હમણાં આગળ કહેશે. સંતતિનું આગળ (આવે) છે ને ? ‘અદ્વૈતુામ:' દૂ૨ ક૨વાનો કામી, કહેશે. આહા..હા...! બહુ ગાથા (−કળશ ઊંચો છે) ! એક એક શ્લોકમાં ઘણું ભર્યું છે ! આ તો અધ્યાત્મ વસ્તુ ! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માના સંતો, કેવળજ્ઞાનીના કેડાયતો અંત૨માં ગયા છે અને કેવળજ્ઞાન પામવાની તૈયારી છે ! આ..હા..હા...! એવા સંતોની આ વાણી છે. દિગંબર સંતો જંગલમાં વસતા હતા. આહા..હા...!
કળશ-૧૭૮
અહીં સ્ફૂર્તિનો અર્થ આટલો કર્યો. ‘આત્મનિ નૈતિ” પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો. એ તો નાસ્તિથી કહ્યું. હવે, ‘જ્ઞાત્મનિ નૈતિ” એટલે ? પોતા સાથે સંબંધ જોડ્યો. એ સ્ફૂર્તિનો અર્થ કર્યો. પેલું તો સમજાવ્યું એટલું કે, ૫દ્રવ્ય સાથે સંબંધ છોડ્યો. એ તો સમજાવ્યું. હવે સ્ફૂર્તિ કહેવું છે એનો અર્થ (કરે છે). પોતા સાથે સંબંધ જોડ્યો એ સ્ફૂર્તિ. આહા..હા...! આ જ્ઞાયક ચૈતન્યજ્યોત સ્વરૂપ છે પ્રભુ ! એની સાથે સંબંધ જોડ્યો. એ સ્ફૂર્તિનો અર્થ (છે). પછી પ૨સંબંધ તોડ્યો એ તો સાથે નાસ્તિથી વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ ?
કેવો છે ? પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે ? ‘ઉન્મૂતિતવન્ય:’ જેણે (ઉન્મૂતિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે..' (વન્ય:) આહા..હા...! રાગનો જે બંધ – ભાવબંધ હતો, જડકર્મ – માટી તો એને કા૨ણે રહ્યા, પણ રાગના સંબંધમાં બંધ હતો, રાગમાં રોકાયેલો ભાવબંધ હતો એને મૂળ સત્તાથી દૂર કર્યો છે (વન્ય:) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે,...’ પણ એ કર્મની વાત કરી છે. પણ ખરેખર તો કર્મની સાથેનો સંબંધ છે એ મૂળમાંથી તોડી નાખ્યો છે. એટલે આઠે કર્મથી છૂટો પડ્યો, છૂટો થયો એમ કહેવાય છે. અરે..!
ફરીને, ‘કમ્યૂનિતવન્ધ:’ એમાં બે શબ્દ છે. ‘ઉન્મૂતિત” અને “વન્ય:’ ‘ઉન્મૂતિત’ (એટલે) ઉખેડી નાખ્યું છે. મૂળમાંથી રાગને ઉખેડી નાખ્યો છે. આહા..હા...! આ ગધેડા હોય છે ને ? એ ઘાસ ખાય ઈ ખેંચીને ખાય. મૂળને ખેંચીને ખાય. ગાયું એમ ન ખાય. ગાયું ખાય એ મૂળ રાખીને ઉ૫૨ ઉપરથી (ખાય). એને ગોચર કહેવાય. મુનિને ગોચરી કહે છે ને ? ગોચરી એટલે જે ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થોએ એના પોતા) માટે કરેલો હોય એમાંથી થોડું બચે એ પોતે ઉપરથી લ્યે. કરેલું (હોય) એ બધું ન લે. એમ ગાય પણ ખાય ત્યારે એના મૂળિયાં રાખીને ઉપરથી ખાય. એટલે પાછા મૂળિયાં વધે. અને ગધેડાનો સ્વભાવ એવો છે કે મૂળ ખેંચીને ખાય. એમ આત્મા, ધર્મી ગધેડા જેવો છે અને આ ડાહ્યો છે. રાગને મૂળમાંથી ઉખેડી નાખે છે. અને અજ્ઞાની રાગની કાંઈક મંદતા કરે એટલે એમ થઈ ગયું કે, જાણે મેં કાંઈક ધર્મ કર્યો. ઈ ગાયની પેઠે ગોચર (જેવો છે). ઉપર રાગ રાખે છે, મૂળ રાખે છે પણ દયા, દાનમાં કાંઈક (રાગની ક્રિયા) મંદ પાડે એટલે જાણે આપણે ધર્મ થયો (એમ માને). પણ એમ છે નહિ. આહા..હા..! આવું સ્વરૂપ કેવું ? અને તે બેસે એવું છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬ ૨
કિલશામૃત ભાગ-૫ ન્યાયથી – લોજીકથી તત્ત્વનો) જરીક વિચાર કરે, મંથન કરવું જોઈએ, ભાઈ ! દુનિયાના મંથનમાં કેટલા કાળ ગાળ્યા, જુઓને ! ચારે કોર કષાયની અગ્નિની હોળી સળગે છે. આ વકિલાતમાં વકિલાત કરે એમાં શું હતું ? કષાય હતો ત્યાં. ભાઈ ! એ બધું કુશાન હતું અને કષાય હતો. આહા..હા...!
આ સુજ્ઞાન અને અકષાય ! આહા..હા...! કહે છે, “યૂનિતવશ્વ:” જેણે રાગથી ભિન્ન પાડીને સ્વભાવની દૃષ્ટિ કરી છે... આહા..હા..! એણે રાગની એકતાને મૂળમાંથી છેદી નાખી છે. સમજાણું કાંઈ ? આહા...હા..! ખરેખર તો એટલું બધું કહેવા માગે છે કે, રાગને મૂળમાંથી છેડ્યો છે અને હવે રાગ થવાનો નથી. પડવાના નથી, એ શૈલિ છે. આ.હા...હા...! દિગંબર સંતોની અપ્રતિહત વાત તો જુઓ ! આહાહા...!
કહે છે કે, મેં કર્મનો નાશ કર્યો. એ તો કર્મ તો જડ છે. એ તો એને કારણે નાશ થાય. એ કંઈ આત્માને કારણે નાશ) ન થાય. આત્મામાંથી રાગનો નાશ થાય. ત્યારે રાગનો નાશ થતાં કર્મ એની મેળાએ નાશ થઈ જાય. એ તો જડની સ્વતંત્ર દશા છે. ત્યારે આ જીવે કર્યું શું ? કે, રાગની જે એકતા હતી એને મૂળમાંથી ઉખેડી નાખી અને મૂળ સ્વરૂપ જે ભગવાન છે તેને એણે પકડ્યું. આહા..હા....
પ્રશ્ન :- મૂળ સ્વરૂપ ધ્રુવ કે બીજું કાંઈ ?
સમાધાન – ધ્રુવ ! મૂળ ધ્રુવ છે, ધ્રુવ. અહીંથી મૂળ ઉખેડડ્યું અને અહીં મૂળને પકડ્યું. ચૈતન્યસત્તા ધ્રુવ અનાદિઅનંત છે. એ કંઈ નહોતી અને તથઈ) છે એમ છે ? અનાદિથી છે અને અનંત કાળ રહેશે. ઉત્પત્તિ અને વિનાશ વિનાની એ ચીજ છે. ઉત્પન્ન થાય અને નાશ થાય એવી ચીજ નથી. એ તો ત્રિકાળ ધ્રુવ છે. એની પર્યાયમાં અવસ્થા બદલે પણ વસ્તુ છે એ તો ધ્રુવ છે. આહા..હા...! એટલે કહે છે કે, જેણે અંદરમાં... આહા...હા...! આ એની વિધિ છે કે, રાગનો સંબંધ તોડી અને સ્વભાવનો સંબંધ કરવો, ભેદજ્ઞાન કરવું એમાંથી આત્માની પ્રાપ્તિ થાય ત્યારે આત્મા આનંદ અને જ્ઞાનની પરિણતિના વેદનમાં આવે, ત્યારે એ ગર્જયો કહેવાય કે, અંદર પર્યાયમાં આનંદ આવ્યો અને જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આવી ત્યારે આ આખો આત્મા આવો છે એમ એને આત્માની પર્યાયમાં ગર્જના (થઈ), ફૂર્તિ (થઈ, આવું ભાન થયું. આહાહા...! અરે...! સમજાણું કાંઈ ?
‘૩ન્યૂનિવ:” અબંધસ્વરૂપ ભગવાન આત્મા. અબંધસ્વરૂપ પ્રભુ આત્મા ધ્રુવ સ્વરૂપ છે એ તો અબંધ છે. એ અબંધને પકડતાં બંધનો જે રાગનો ભાવ એને મૂળમાંથી ઉખેડી નાખ્યો. આહા..હા...! આ સમ્યગ્દર્શનની દશા ! સમ્યક્ હજી તો ધર્મની પહેલી – પ્રથમ સીડી. આહા...હા...!
પ્રશ્ન :- પહેલો માનવધર્મ હોય કે આત્મધર્મ હોય ? સમાધાન :- આત્મધર્મ. માનવધર્મ કેવા ? મનુષ્યનો વ્યવહાર બંધનું કારણ નથી કહ્યું?
Page #376
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૮
૩૬૩
પ્રવચનસાર ૯૪ ગાથા. આત્મવ્યવહાર અને મનુષ્યવ્યવહાર – બે શબ્દ લીધા છે. પ્રવચનસાર બીજો અધિકાર – “ગ્નેય અધિકારની ૯૪ ગાથા. અહીં તો બધું – આખું શાસ્ત્ર તરવરે છે ! ત્યાં એમ કહ્યું છે કે, જેટલી આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની ક્રિયા છે એ મનુષ્યનો વ્યવહાર છે, એ આત્મવ્યવહાર નહિ. આહાહા...! કેમકે એ સંસારવ્યવહાર છે, એ રાગ છે એ સંસાર છે. એ સંસારવ્યવહાર (છે) એ મનુષ્યવ્યવહાર છે. આત્મવ્યવહાર – રાગથી ભિન્ન પડીને આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટ કરવી એ આત્માનો વ્યવહાર છે. આત્મા નિશ્ચય છે પણ એની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ – મોક્ષનો માર્ગ પ્રગટ કરવો એ વ્યવહાર છે. વ્યવહારના પણ કેટલા પ્રકાર !
પ્રશ્ન :- બન્ને વ્યવહાર પ્રમાણભૂત છે ?
સમાધાન – એક છે અજ્ઞાનપણે, એક છે જ્ઞાન-ભાનપણે. છે અપેક્ષાએ છે, (છતાં) છે બન્ને વિરુદ્ધ. આહાહા...! એને મનુષ્યવ્યવહાર કહ્યો છે. કોને ? જેટલો કોઈ દયા, દાન, વ્રત. પૂજા, ભક્તિ એવો જે શુભભાવ એને ૯૪ ગાથામાં મનુષ્યવ્યવહાર કહ્યો છે. પ્રવચનસારમાં (કહ્યું છે), અહીં નહિ. આ તો “કળશટીકા' છે. સમજાણું કાંઈ ? અને એમાં આત્મવ્યવહાર કોને કહ્યો છે ? કે, જે રાગથી ભિન્ન પડી અને આત્માની દૃષ્ટિ સમ્યગ્દર્શન. જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરે તે નિર્મળ પર્યાયને આત્માનો વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ ? આ તો પરમાત્માના ઘરની વાતું છે, બાપુ ! આહા..હા...! પરમાત્મા કેમ થવાય ? એની વાત છે. સંસાર કેમ થાય ? એ તો ચોરાશીના અવતારમાં રખડી રહ્યો છે. આહા..હા..! નરક ને નિગોદ, મનુષ્ય ને શેઠાઈ, રાંકાઈ અને ભિખારાઈ. (એમાં) અનંત વાર રખડી મર્યો છે. આહા..હા..! દેવ (થઈને) નવમી રૈવેયક જઈને રખડ્યો છે. આહા...હા...!
અહીંયાં કહે છે કે, આત્મા...! “૩મૂર્તિત’ રિત થયો. શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિનું વેદન આવ્યું તેથી આત્મા પ્રગટ્યો, એ ગર્જયો એથી એણે રાગના સંબંધને મૂળમાંથી ઉખેડી નાખ્યો. આહાહા....! છે ? આ તમારી રળવાની રીતથી આ જુદી જાત છે.
પ્રશ્ન :- જુદી જાત છે એટલે શું ?
સમાધાન :- આ પૈસા-બૈસા પેદા થાય પછી ખર્ચે ઈ બીજી ચીજ છે અને આ જુદી ચીજ છે. આ હમણાં એણે બે દિમાં ફિલ્મ પાડી ને ? કેટલા રૂપિયા થયા ? અઢાર હજાર ! ૬૯ મિનિટ ફિલ્મ પાડી. ત્રણ મિનિટના ૮૦૦ રૂપિયા ! લાવ્યા હતા ને ત્યાંથી ? (આ ભાઈ) “મુંબઈથી ફિલ્મવાળા લાવ્યા હતા. ત્રણ મિનિટના ૮૦૦ રૂપિયા ! ૬૯ મિનિટની પાડી છે. એના પોતાના ઘરના પૈસાથી પાડી છે). એક કલાકના સોળ હજાર ! એક કલાકની ફિલ્મના સોળ હજાર. એક કલાક ને નવ મિનિટ પાડી. એ બધો અંદર રાગ મંદ હોય તો પુણ્ય છે. એ ક્રિયા તો (જડની છે. અહીં તો એવી વાત છે.
મુમુક્ષુ :- મહેનત માથે પડી.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૪
કલશામૃત ભાગ-૫
ઉત્તર :- મહેનત-બહેનત એણે ક્યાં કરી છે. રૂપિયા જડ હતા અને જડના જડમાં ગયા. એણે રાગની મંદતા કરી હોય તો પુણ્ય છે. છોકરા માટે રાખવાનો ભાવ છે એ પાપ છે. ઈ તો અહીં વાત ચાલે છે. એ રાગથી પણ ભિન્ન પાડીને સ્વભાવ સાથે સંબંધ કરવાનું નામ ધર્મ છે. આહા..હા...! વીતરાગ ત્રિલોકનાથ કેવલિ પણત્તો ધમ્મો શરણં’ માંગલિકમાં આવે છે ? આવે છે પણ કોને ખબર અર્થની અને ભાવની ? એ તો ગાડા ? હાંકે રાખે. કેવિલ પણત્તો ધમ્મો શરણં’ સર્વજ્ઞ ભગવાને રાગથી ભિન્ન એવો આત્માનો અરાગી વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય તેને ભગવાન કેવળીનો કહેલો ધર્મ કહે છે. આવી બધી શરતું છે. સમજાણું કાંઈ ? કહો, ભાઈ ! આહા...હા....!
‘કમ્યૂનિત’ભાષા જુઓને ! મૂળિયા ઉખેડી નાખ્યા ! મૂળ આત્મા આનંદસ્વરૂપ ભગવાન ! એને જેણે પકડ્યો અને અનુભવ્યો એણે રાગના મૂળને છેદી નાખ્યું, કહે છે. રાગનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છેદી નાખ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? જરી વિચા૨ માગે (છે), બાપુ ! આ ધર્મ એવી ચીજ છે કે, જ્ઞાનને બહુ કેળવવું જોઈએ. એમ ને એમ સમજ્યા વિના ધર્મ થઈ જાય એવી ચીજ નથી, બાપુ ! આહા..હા...!
મુમુક્ષુ :– આપ કહો અને અને હા પાડીએ એમાં પણ શું ?
ઉત્તર :- હા પાડે એમાં પણ ડાળિયા નથી. એને અંદરમાં હા આવવી જોઈએ. આ આત્મા આ છે અને રાગ આ છે, એવી હા આવવી જોઈએ. અસ્તિત્વની હા આવવી જોઈએ. એટલે ? પૂર્ણ આનંદકંદ પ્રભુ દ્રવ્યસ્વભાવ છે તેની હા એટલે અસ્તિત્વની પ્રતીતિ થાય ત્યારે એની હા પાડી કહેવાય. આહા..હા...! કહો, ભાઈ ! આવું ક્યાંય મળે એવું નથી. મુશ્કેલી... મુશ્કેલી.. બધી થઈ ગઈ, બાપુ ! શું થાય ? આહા..હા...! સાંભળવું મુશ્કેલ પડી ગયું, સાંભળવા મળે નહિ એ કે દિ’ વિચારે અને ક્યારે અંદરમાં ગોઠવે... આહા..હા..! અરે...! અનંતકાળ થયા રઝળતા, રખડતાં... મુસાફર (થઈને) અત્યારે અહીં માણસપણે આવ્યો. આહા..હા...! એનું એ મુસાફરનું ટાણું તો ધર્મશાળામાં કેટલું રહેવું ? એક રાત રહેવું. રસ્તામાં પચીસ ગાઉ જાવું હોય અને સોળ ગાઉ કપાણા (હોય) આઠ ગાઉ બાકી રહ્યા તો રહો આ ધર્મશાળામાં. સવારે ઊઠીને (જાશું). એમ આ તો ધર્મશાળા છે એટલો થોડો કાળ રહે. દેહ (છોડીને) ચાલી નીકળશે. આહા..હા...! એમાં એને આત્માની ધર્મશાળા પ્રગટ કરવી હોય...
મુમુક્ષુ :- ઈ ધર્મશાળામાં તો કાયમ રહેવાનું છે.
ઉત્તર ઃ- એ માટે તો કહીએ છીએ. પેલામાં ક્ષણિક રહેવાનું (છે), અહીંયાં કાયમ રહેવા માટે કીધું.
ભગવાનઆત્મા ! જ્ઞાયક ચૈતન્ય જ્ઞાનરસથી ભરેલો ! એકલો પ્રજ્ઞા... પ્રજ્ઞા બ્રહ્મ ! જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ ! આહા..હા...! શક્કરિયાનો દાખલો નહોતો આપ્યો ? શક્કરિયાની ઉપરની લાલ છાલ ન જુઓ તો આખું (શક્કરયું) સાકરનો પિંડ છે. લાલ છાલ ન જુઓ
Page #378
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૬ ૫ તો. શક્કર એટલે કંદ, સાકરનો પિંડ. એમ ભગવાનઆત્મામાં પુણ્ય અને પાપના વિકલ્પની છાલ જો ન જુઓ તો એ છાલની પાછળ એકલો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અરેરે... સાંભળવા મળે નહિ એ ક્યાં જાય ? શું કરે ?
મુમુક્ષુ :– દાખલો સમજાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – દાખલો સિદ્ધાંત માટે છે કે દાખલો દાખલા માટે છે ? દાખલો આપ્યો એ સિદ્ધાંત માટે છે ને ? આ વકીલો તમે દાખલા આપો નહિ ? એ કેસનો વિલાયતમાં આ રીતે ચુકાદો આપ્યો હતો, એ રીતે અહીં ચુકાદો હોવો જોઈએ. તો એ તો દાખલો છે. સિદ્ધાંત તો પાછો અહીં કરવાનો છે. લંડનમાં આ કેસ આ રીતે ચાલ્યો હતો. કોક કેસ આવે છે ને ? ત્યાં આવો આકરો ચુકાદો થયો હતો. એમ અહીં આવો ચુકાદો થવો જોઈએ, લ્યો !
ભાઈ પાસે કેસ નહોતો આવ્યો ? પેલો રાજકુમાર ! બહારમાં પહેલો દીકરો આવ્યો ઈ મોટો કહેવાય અને પાછલો આવે છે નાનો કહેવાય. ખરેખર તો જે પાછળ આવે છે મોટો છે. કારણ કે પહેલો ત્યાં ઈ અંદર આવ્યો છે. ભાઈ ! એ કેસ આવ્યો હતો. બે છોકરા સાથે આવે ને ? અને મોટો રાજા હોય અને રાણીને બે કુંવર આવે. હવે રાજ કોને દેવું ? એ વાંધા ઊઠે. પેલો કહે, પહેલો આવ્યો છે મોટો. ત્યારે પેલો પાછળ આવ્યો ઈ કહે કે, હું મોટો. કેમકે હું ત્યાં પહેલો આવ્યો છું. તારા કરતાં પહેલી સ્થિતિએ હું ત્યાં (આવ્યો) છું. થયું હતું ને ? મને ખબર છે ને ! એ કેસ થયો હતો. થાય એવું છે. આ બધી જાણકારી છે. મને તો બધાની અનેક વાતની ખબર છે. અહીં તો આખી જિંદગી જગતને જોઈ છે, નાચ્યા નથી પણ નાચ તો બધાના જોયા છે. આહા..હા...!
આ વસ્તુ... જુઓ ! ત્યાં પણ ફેર પડે છે. લૌકિક અપેક્ષાએ પહેલો નીકળ્યો છે મોટો. લોકોત્તર અપેક્ષાએ પહેલો પેલો આવ્યો છે. એટલે પછી આવ્યો ઈ પહેલો નીકળ્યો છે અને પહેલો આવ્યો ઈ પછી નીકળ્યો. મોટો તો પેલો છે. બહારમાં એ દેખાય. બહારમાં દેખશો તો પહેલો આવ્યો છે એ નાનો દેખાશે અને પાછળ આવ્યો એ મોટો દેખાશે. અમારે પણ ગામમાં (એવા બે હતા. જે પાછળ આવ્યો હતો ઈ મોટો દેખાતો હતો અને મોઢા આગળ આવ્યો હતો એ નાનો દેખાય. લોકોમાં લોકની રીત આખી ઊંધી. પહેલો આવ્યો છે મોટો કહેવાય, પાછળ આવ્યો ઈ નાનો કહેવાય. દુનિયામાં એવું છે ને, ભાઈ ! એવા તો ઘણા દાખલા જોયા છે ને !
અહીં કહે છે, મોટો પ્રભુ અનાદિનો છે તે મોટો છે અને રાગ આદિ થાય એ તો નાનો ક્ષણિક ઉત્પન્ન થાય છે માટે એ ચીજને છોડી દે. આહા...હા...! અંદર ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં જાને ! ત્યાં ગાદીએ બેસને ! એનાથી ‘ન્યૂનિતી : બંધનો નાશ થશે. કેવો છે ભગવાનઆત્મા ? જુઓ હવે ! ભગવાન કીધો ! આત્માને અહીં આચાર્યે
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૬
કલશામૃત ભાગ-૫
ભગવાન કીધો. તીર્થંકરો એમ બોલાવે છે, ભગવાનઆત્મા ! આહા..હા....! જે શરીર ને વાણી ને પુણ્ય-પાપના રાગ વિનાની ચીજ છે એ તો ભગવાનસ્વરૂપ જ છે. ભગવાનનો અર્થ શું કર્યો ? જ્ઞાનસ્વરૂપ ! લ્યો ! (એક ભાઈએ) કહ્યું હતું ને કે, જ્ઞાનની અશાતના કરવી એ જ અશાતના (છે). તો અંદર આ જ્ઞાનસ્વરૂપ (છે). અંદર જ્ઞાનના પ્રકાશનું નૂર તેજ છે ! બહા૨માં તો શબ્દો છે. ભાઈએ કહેલું. આહા..હા...!
શું અર્થ કર્યો ? જુઓ ! પાઠમાં ભગવાન છે, હોં ! છેલ્લી લીટી. માવાનાત્માનિ’ મૂળ કળશ(ની) ચોથી લીટી છે. એનો અર્થ આ નીચે છે. ભગવાન એટલે જ્ઞાન. બીજી રીતે કહીએ તો ભગ અને વાન બે શબ્દ છે. ભગ એટલે લક્ષ્મી થાય છે. શેની ? આ જ્ઞાનલક્ષ્મી, આનંદલક્ષ્મી ઈ ભગ. વાન. લક્ષ્મીવાન – લક્ષ્મીવાળો. આ ઘૂળની લક્ષ્મી નહિ. ભગનો અર્થ લક્ષ્મી થાય છે. સંસ્કૃતમાં ભગના ઘણા અર્થ છે. એમાં એક લક્ષ્મી અર્થ થાય છે. જ્ઞાનલક્ષ્મીથી ભરેલો પ્રભુ ! આહા..હા...! ધ્રુવ... ધ્રુવ... જ્ઞાનથી ભરેલો ! ભગ-વાન. જ્ઞાનવાન ! જ્ઞાન જેનું રૂપ. જ્ઞાન જેનો વાન. માણસ નથી કહેતા ? કે, આ કાળો વાન છે, ધોળો વાન છે. નથી કહેતાં ? આનો આ ફ્લાણો વાન છે. આ ધોળે વાને છે, આ કાળે વાને છે, આ ઘઉં વર્ગે છે. શરીરને એમ નથી કહેતા ? શરીર ઘઉં વર્ણો છે. ઈ વાન છે. એમ આત્મા વાન છે. શેનો ? જ્ઞાનનો. જ્ઞાનવાન જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ આત્માનું ! આહા..હા...! એના સ્વરૂમાં વિકાર પણ નથી, શરી૨ પણ નથી, કર્મ પણ નથી એવો એ ભગવાનઆત્મા છે. આહા..હા...! જૂના કાને નવું, નહોતા કહેતા બિચારા ? ભાઈ આવ્યા હતા ને ? બધા કાર્યકર્તાએ બહુ આડાઅવળા ગપ્પા માર્યા. (કહેતા હતા) જૂના કાને નવી વાત છે. મેં કીધું, છે તો એવી વાત. સાંભળ્યું હોય બીજું એમાં આ વાત જ આખી બીજી આવે. ક્યાંય મેળ ખાય નહિ.
મુમુક્ષુ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ બન્ને ઊંધો.
ઉત્તર :– બન્ને ઊંધેઊંધું છે.
(અહીંયાં કહે છે), કેવો છે આત્મા ? ભગવાન છે. આહા..હા...! ‘સમયસાર’માં ૭૨ ગાથામાં પણ ભગવાન તરીકે જ બોલાવ્યો છે. ૭૨ ગાથા છે. ભગવાનઆત્મા ! આહા..હા...! એમ આચાર્યે કહ્યું છે. આ પુણ્ય ને પાપ જે ભાવ છે એ અશુચિ છે, મેલ છે. ભગવાનઆત્મા અંદર જ્ઞાનસ્વરૂપી પવિત્ર છે. એમ કહ્યું છે. બધા આત્માને ભગવાન તરીકે બોલાવ્યો છે.
:
આહા..હા...!
એમ અહીંયાં ભગવાન કહે છે... આહા..હા...! જાગ્યો એટલે પોતે ભગવાન હતો તે ભગવાનરૂપે પરિણિતમાં જાગ્યો. આહા..હા...! હું તો જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો છું. હું કોઈ પુણ્ય-પાપવાળો ને શરીર ને કર્મવાળો હું નહિ. આહા..હા...! એવું સમ્યગ્દર્શનમાં આવું ભાન ભગવાન તરીકેનું થાય છે. આ..હા..હા...!
Page #380
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૬ ૭
ભગવાનઆત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપને હવે કેવી રીતે અનુભવે છે ?” નિર્ભરવહનૂર્ણાસંવિદ્યુતં “અનંત શક્તિના પુંજરૂપ...” “નિર્ભર ની વ્યાખ્યા (કરી). “નિર્મર' આ ભર.... ભર નથી કહેતા ? આપણે આ ગાડા ભરે (ને) ? એમાં અનાજ ભરે ને? એને ભર ભર્યો કહેવાય. અહીં નિર્મર' છે. “નિ’ વિશેષ છે. વિશેષ ભર ! ગાડા ભરે ને ? એ ભર ભર્યો કહેવાય. ઘાસ ભરે એને ભર (કહેવાય). એમ આત્મા ‘નિર્મર' છે. અનંત અનંત ગુણનો ભર ભરેલો નિર્ભર છે. આહા...હા....! છે ? “નિર્મર' છે ને ? એની આ વ્યાખ્યા છે. નિર્મર' ભર – ભરેલો. નિ' ઉપસર્ગ છે. ખૂબ ભરેલો. ખૂબ ભરેલો ! આ એક એક શબ્દ છે ઈ કંઈ મફતના નથી. ભગવાન સંતોની વાણી છે આ તો ! - ભગવાન નિર્ભર છે. જુઓ ! ભાષા કેવી કરી છે ! “અનંત શક્તિનો.” પુંજ છે. ભરેલો છે પણ અનંત શક્તિનો પૂંજ છે. આહા..હા...! અનંત શક્તિથી ભરેલો છે એટલે કે અંદર અનંત શક્તિનો પ્રભુ પુંજ છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ. એવી અનંત શક્તિ – અનંત ગુણનો ઈ ઢગલો છે. આહા..હા...! શરીપ્રમાણે અંદર રહેવું અને એને – આત્માને અનંત ગુણનો પુંજ કહેવો ! બાપુ ! એમાં અનંત ગુણ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? - “નિર્મર' “અનંત શક્તિના પુંજરૂપે...” (વહ) નિરંતર પરિણમે છે...... લ્યો, શું કહે છે ? સ્વરૂપથી ભ્રષ્ટ હતો ત્યારે રાગપણે, પુણ્યપણે, પાપપણે નિરંતર પરિણમતો. હવે એ રાગથી ભિન્ન પડીને સ્વરૂપની દૃષ્ટિનું ભાન થયું તો નિરંતર જે અનંત ગુણનો પિંડ છે એ પર્યાયમાં પણ અનંત ગુણનું પરિણમન નિર્મળ થાય છે. આહા...હા..! સમજાણું કાંઈ ? આવી વાતું હવે, એક કલાકમાં કંઈક જાતની વાતું આવે. એમાં પહેલાં સાંભળ્યું હોય) ઈ માળું આમાં કાંઈ ન આવે ! આ તો માર્ગ જુદો છે ને, પ્રભુ આ તો તદ્દન મોક્ષનો માર્ગ છે. આહા..હા..! એ પણ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વરે કહેલો, ઇન્દ્રોના ટોળામાં અને સિંહ ને વાઘ ને નાગના (સમૂહમાં કહેલો). સેંકડો સિંહ સમવસરણમાં આવે. ભગવાનની વાણી – દિવ્યધ્વનિ 3ૐ નીકળે, એમાંથી આવેલી આ વાત છે ! સમજાણું કાંઈ ? આહા...હા...!
“નિરંતર પરિણમે છે....” (વહત) છે ને? (વહ) (વહ) છે (એટલે કે) વહે છે. પાણી જેમ વહે છે ને ? (વહ) છે, વહે છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે અને રાગથી ભિન્ન પડીને જ્યાં જાણ્યો ત્યારે અનંત ગુણના પરિણામ વહે છે. પર્યાયમાં અનંત ગુણની પર્યાય અંદરમાં આવે છે. આહા...હા...! (વહત) છે.
‘નિરંતર પરિણમે છે એવું . પૂuf “સ્વરસથી ભરેલું... આહા...હા...! સ્વરસથી ભરેલો ભગવાન ! પોતાના જ્ઞાન, દર્શન, આનંદના રસથી ભરેલો પ્રભુ છે. આહા..હા..! સ્વરસથી ભરેલું...” રાગના રસથી જુદું. આનંદ અને જ્ઞાનના રસથી ભરેલો પ્રભુ અંદર છે. આહા..હા...!
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૮
કિલશામૃત ભાગ-૫
( સંવિ) “વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે મળેલું છે. આહા...હા...! (યુતં) છે ને ? (સંવિત) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે યુd) મળેલું છે.” નિર્મળ જ્ઞાન સાથે ભગવાન રહેલો છે. રાગથી ભિન્ન ભગવાન અંદર પડ્યો છે. આહા..હા..! રાગથી ભિન્ન એને અનુભવતાં વિશુદ્ધ જ્ઞાન સાથે મળેલું છે “એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. લ્યો ! એવા શુદ્ધ સ્વરૂપને ધર્મી રાગથી ભિન્ન પડી સ્વભાવને અનુભવે છે તેને ધર્મ કહેવામાં આવે છે. આહા...હા...! આવી ધર્મની વ્યાખ્યા !
અહીં તો (અજ્ઞાની એમ કહે), પુણ્ય પરમણી, ધર્મ કરજો, અનાજ આપજો, ફલાણું આપજો, નથી બોલતાં પેલા ? ગ્રહણ થાય તે દિ ! આવે છે. ત્યારે પેલા બધા બોલે.
મુમુક્ષુ :- પુણ્ય પરમણી કહે છે ધર્મ પરમણી ક્યાં છે ?
ઉત્તર :- ઈ કહે છે પણ ઈ બધા માને છે. ત્યાં પુણ્ય પણ ક્યાં છે ? બધા અભિમાન છે. અહીં કહે છે, આ તો સ્વરસથી ભરેલો ભગવાન પોતાના જ્ઞાનના રસથી મળેલું છે. આહાહા..! એવો એ આત્મા છે.
વળી કેવો છે આત્મા?” “રૂમામ્ વહુમાવતિ સમન્૩āર્તામ:” “કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ.” હવે આને ઉડાડી દેશે એમ કહે છે. આને રસ પ્રગટ કરે છે ત્યારે આને ઉડાડી દે છે. “રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની સંતતિ.” એટલે પ્રવાહ, ધારા. પેલું (વાત) હતું ને ? આહા...હા....! એવી પરંપરાને એક જ કાળે...' (ઉદ્ધર્તામ:) “ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો....” આહા..હા...! મૂળ તો ધ્યાન કહે છે. અંદરમાં ધ્યાનમાં એકાગ્ર થતાં એ ઉખડી જાય છે, નીકળી જાય છે એને ઉખાડવાનો કામી છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? સંસ્કૃતમાં બળથી કાઢે છે એમ પાડે છે. પોતાના બળથી રાગાદિના ભાવને ઉખેડી નાખે છે. આહા...હા...! એવો છે.”
કેવી છે ભાવસંતતિ ? પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેવું.આહા..હા..! એ રાગનું સ્વામિપણું છે એ પરંપરાની પરંપરાને ઉખેડી નાખે છે. એનું સ્વામિપણું છોડી ધે છે અને ચૈતન્યસ્વરૂપ છે તેનો સ્વામિ થાય છે. છે ? વિશેષ બાકી છે, લ્યો !
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #382
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
માગશર વદ ૫, શુક્રવાર તા. ૩૦-૧૨-૧૯૭૭. કળશ−૧૭૮, ૧૭૯ પ્રવચન-૧૮૯
૩૬૯
આ ‘કળશટીકા’, ૧૭૮ કળશ (ચાલે છે એમાં) પાછળનો ભાગ છે. અહીં સુધી આવ્યું
છે.
?
એક જ કાળે ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે.’ છે ? આ બાજુ છે. શું કહે છે ? કે, આત્માને જે કર્મનો અથવા રાગનો સંબંધ છે એ સંબંધને પોતાના સ્વભાવના પુરુષાર્થ દ્વારા ઉખાડી નાખવાનો જેનો અભિપ્રાય છે એણે શું કરવું ? એણે સ્વભાવનો આશ્રય લઈને અંદરમાં ઠરવું. આત્માનું મૂળ સ્વરૂપ અબદ્ધ છે, પણ એની પર્યાયમાં રાગનો અને કર્મનો નિમિત્તરૂપે સંબંધ છે. એ સંબંધને તોડવા માટે, મૂળથી ઉખેડવા માટે... આહા..હા...! એમ આવ્યું હતું ને ? મૂળ બંધ !
આત્મા અખંડ આનંદસ્વરૂપનો આશ્રય લેવો. શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવનું અવલંબન લેવું. એ અવલંબનને લીધે રાગનો અને કર્મનો સંબંધ મૂળમાંથી છૂટી જાય છે. આવી વાત છે.
પ્રશ્ન :- અવલંબન લેવું એનો અર્થ શું ?
સમાધાન :– અવલંબન લેવું એટલે અંતર્મુખ થવું. વસ્તુ છે, વસ્તુ છે ને આત્મા ?
એ વસ્તુ છે તેનો આશ્રય લેવો. જે આમ રાગનો અને કર્મના તરફનું અવલંબન અને આશ્રય હતો એ બધું બંધનું કારણ, સંસારમાં રખડવાનું કારણ હતું. જેને એ બંધ મૂળમાંથી છેદવાનો અભિપ્રાય છે એણે આત્માના સ્વભાવને રાગના સંબંધથી છૂટો પાડી સ્વભાવનો સંબંધ કરવો. આમ છે. રાત્રે તો ઘણા પ્રશ્ન થયા હતા. (આ ભાઈએ) ઘણા પ્રશ્નો) કર્યાં હતા ને ? આમ
છે.
વસ્તુ છે ને આનંદકંદ ? નિત્ય ચિદાનંદ પ્રભુ ! એનો આશ્રય લઈ, એના તરફનું વલણ કરી, એનું અવલંબન લઈ અને બંધના છેદને મૂળમાંથી કાઢવો.
મુમુક્ષુ :– દ્રવ્ય તો આશ્રય દઈ શકતું નથી.
ઉત્તર :– આશ્રયનો અર્થ શું ? કે, તેના તરફ વળવું એ આશ્રય. આશ્રયનો અર્થ એ. વર્તમાન પર્યાયને ત્રિકાળી તરફ વાળવી એનું નામ આશ્રય. આહા..હા...! ઝીણી વાતું, ભાઈ ! ધર્મમાર્ગ બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહારથી જૈનધર્મને કલ્યો છે એ ધર્મ નથી. વ્રત ને અપવાસ ને તપ ને ભક્તિ ને પૂજા ને મંદિરો (બનાવવા) ને... આહા..હા...! તે તો બધી
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૭૦
કિલશામૃત ભાગ-૫ પરની ક્રિયા છે અને એમાં રાગ મંદ થતો હોય તો પુણ્ય છે. પુણ્ય છે એ સંસાર છે. એ સંસારમાં દાખલ કરે છે. આહા...હા.! એ આવ્યું છે ને ? પુણ્ય-પાપ અધિકાર’માં ! એને સુશીલ કેમ કહીએ ? એ શુભભાવને સુશીલ કેમ કહીએ? કેમકે એ તો સંસારમાં પ્રવેશ કરાવે છે. આહા...હા..! એ શુભભાવથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે ને ? મોજૂદ પદાર્થ છે ને ? ધ્રુવ અનંત આનંદ અને અનંત અતીન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ છે. એના તરફના ઝુકાવ, એના આશ્રયથી મૂળમાંથી બંધન છેદાઈ જાય છે. એટલે કે એને બંધન થતું નથી. ત્યાં સુધી આવ્યું છે, જુઓ ! છે ?
કેવી છે ભાવસંતતિ ? પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ...” અહીં જરી વજન છે. કેટલાક એનો એવો અર્થ કરે છે કે, બંધનમાં મૂળ કારણ કર્મ છે, એને લઈને બંધન (થાય છે). મૂળ કારણ કર્મને લઈને બંધન છે એમ કહે છે. એનો અર્થ અહીં બીજો કર્યો. રાગ અને કર્મનું સ્વામિપણું જેનું – બંધનનું મૂળ છે. શું કહ્યું એ ? કર્મ એ બંધનનું કારણ નથી. કર્મ એ સંસારનું મૂળ કારણ નથી. કર્મ અને રાગનું સ્વામિપણું (છે) એ સંસારમાં રખડવાનું મૂળ કારણ છે. અરે... અરે...! આવી વાતું હવે. ભાષા જુદી..
આત્મા વસ્તુ છે ને ? છે તો એ નિત્યાનંદ પ્રભુ અનાદિઅનંત છે. એવી ચીજ છે તેની વર્તમાન પર્યાય એટલે અવસ્થામાં રાગનો અશુદ્ધ ઉપાદાન તરીકે સંબંધ છે અને કર્મનો સંયોગી નિમિત્ત તરીકે સંબંધ છે. એ તો પરદ્રવ્ય છે. હવે, અહીંયાં કહે છે કે, બંધનું મૂળ કારણ કોણ ? ત્યારે કહે છે કે, એ કર્મબંધનનું) મૂળ કારણ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય મોક્ષનું કારણ છે અને પરદ્રવ્ય બંધનું કારણ છે, એમ નથી. પરદ્રવ્યનું ધણીપતુ – સ્વામિપણું, અભિપ્રાયમાં પરદ્રવ્ય મારા (છે), એવું જે સ્વામિપણું (છે), એ કર્મની સંતતિ આવવાનું મૂળ કારણ એ છે. આવી ઝીણી વાતું ! પેલું તો ભક્તિ કરો, પૂજા કરો, ભગવાનના દર્શન કરો, દેવદર્શન કરો, ગિરનારની અને શેત્રુંજયની જાત્રા કરી... ભાઈ ! બાપુ ! મારગડા જુદા, પ્રભુ ! એ બધી ક્રિયાઓ તો શરીરની અને પરની (છે) પણ એમાં કદાચ રાગ મંદ હો તો શુભભાવ છે. એ શુભભાવ તો સંસાર છે. આહાહા..!
અરે..! (ચૌદમે) ગુણસ્થાને પણ હજી એક ઉદયભાવ કરી રહ્યો છે તોપણ એને સંસારમાં કહ્યો ! આહાહા...! ચૌદમે, તેરમે ગુણસ્થાને કેવળી પરમાત્માને જ્યારે જોગનું કંપન રુંધાય છે તોપણ એને જરી ઉદયભાવ પ્રતિજીવી ગુણની વિબદશા એને વર્તે છે. આહા...હા...! તેથી એને અસિદ્ધ કહ્યા, સિદ્ધ નહિ. એટલું પણ અસિદ્ધપણું, સંસારભાવ છે, કહે છે. આહા...હા...! તો અહીંયાં તો કહે છે કે, જે પુણ્યના પરિણામ છે કે પાપના ભાવ છે એ પોતે સંસાર છે. આહા..હા..! સમજાણું કાંઈ ? અને બંધનું કારણ કર્મ અને પર નથી. બંધનું કારણ પરદ્રવ્યનું ધણીપતુ – સ્વામિપણું છે એ છે). અભિપ્રાયમાં એ પદ્રવ્ય મારા (છે) એવું જે સ્વામિપણું (છે) એ નવા કર્મના બંધનું કારણ છે. આવી વાતું છે. આમાં
Page #384
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૭૧
તો એક એક અક્ષરમાં જે ન્યાય છે એમાં કાંઈ ફરે નહિ. આવી ચીજ છે પણ એનો અભ્યાસ નહિ. બહારમાં રોકાઈને જાણે કલ્યાણ થઈ જશે એમ માને છે).
પ્રશ્ન :- બહારમાં કલ્યાણ પડ્યું છે ક્યાં ?
સમાધાન – એમ કે, આ બધું આ દયા પાળીએ, વ્રત કરીએ, અપવાસ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, મોટી સિદ્ધ યંત્રની ને સિદ્ધ ચક્રની પૂજા કરીએ, ઉપધાન કરીએ... આ દોઢ મહિનાના નથી કરતાં ? એ તો બધી રાગની ક્રિયા, બાપુ ! ભાઈ ! તને ખબર નથી. એ પરલક્ષી ભાવ છે, એ સ્વલક્ષી ભાવ નથી.
મુમુક્ષુ :- શાસ્ત્રમાં આવે કે, જ્ઞાન મેળવવા પહેલાં ઉપધાન કરવું.
ઉત્તર :- એનો અર્થ શું? એ તો રાગની મંદતા થાય એટલે એટલું ઉપધાન કહેવામાં આવે, પણ ઈ કયાં વસ્તુ છે ? ઉપધાન તો ભગવાન આનંદનો નાથ પ્રભુ ! એના સમીપમાં ઠરવું એ ઉપધાન છે. અરે..! આવી વાતું !
ભગવાન આત્મા ! મંગળસ્વરૂપ છે. મંગ નામ પાપ અને ગળ નામ ગાળે. એ પાપને ગાળે એવું એનું સ્વરૂપ છે. આહા..હા..! મંગ એટલે પાપ અને ગળ એટલે ગાળે. સમજાણું કાંઈ ? આ..હા...! મંગ એટલે પવિત્રતા થાય છે. મંગ એટલે પાપ થાય છે. મંગ એટલે પાપ અને ગલ એટલે ગાળે. અને મં ગ ળ.... મંગ નામ પવિત્રતા અને લ નામ લાતી – પ્રાપ્તિ. ભાઈ ! આ મંગળનો અર્થ થયો. મંગ નામ પવિત્રતા અને લ નામ લાતી. મંગલ – પવિત્રતાની પ્રાપ્તિ કરે તે ભાવને મંગલિક કહીએ. અથવા મંગ-ગલ. રાગ અને પરનું સ્વામિપણું એવો જે અહંકાર એ મમ, એને ગલ (અર્થાતુ) એને ગાળે. એને મંગલિક કહીએ. આહા...હા...!
મુમુક્ષુ :– ભગવાનના દર્શન તે માંગલિક.
ઉત્તર :- હા, ભગવાનના દર્શન તે તો શુભભાવ છે. આ અંદર ભગવાનના દર્શન કરે એનું નામ મંગલિક અને પવિત્રતા છે. આવી વાતું છે, ભાઈ ! આહાહા..!
અહીં તો કહેવું છે, મૂળ ઉપર વજન છે. ઘણા આનો અર્થ એવો કરે છે કે, રખડવાનું મૂળ કારણ કર્મ, પરદ્રવ્ય છે. છે ને પાઠ ? “તમૂનાં વમવિસન્તતિ’ પણ એનો અર્થ અહીંયાં એવો કર્યો છે ને બીજું પદ ? “નૂનાં વમવન્તતિ’ કર્મનો પ્રવાહ એ રખડવાનું મૂળ કારણ છે. એમ એનો અર્થ કરે છે. પરંતુ) એમ નથી. ગ્રંથકાર કહે છે તેમ અર્થ છે, જુઓ !
પદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું... આ.હા..હા..! બીજી રીતે કહીએ તો ચૈતન્ય શુદ્ધ આનંદનો નાથ ! એનું સ્વામિપણું છૂટી જઈ અને રાગ અને કર્મનું સ્વામિપણું – ધણીપતુ અભિપ્રાયમાં થવું એ નવા કર્મની સંતતિ, બંધનું કારણ છે. આહા...હા...! આવો માર્ગ છે, ભાઈ ! આ વાદવિવાદે પાર પડે એવું નથી. વસ્તુની સ્થિતિ આવી છે.
મૂળ કારણમાં જ આ આખી તકરાર છે. બંધનમાં મૂળ કારણમાં તકરાર અને મોક્ષમાર્ગના
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૨
કલશામૃત ભાગ-૫
મૂળ કારણમાં તકરાર. બંધનમાં એ કે, પરદ્રવ્ય બંધનું કારણ છે. એ પણ મોટો વાંધો ! અને શુભભાવ મોક્ષનું કારણ છે એ પણ મૂળમાં વાંધા !
મુમુક્ષુ :- શુભ મોક્ષનું કારણ છે, એ બહુ જોરથી ચાલે છે.
ઉત્ત૨ :– જો૨થી ચાલે છે ને ! પંડિતોમાં ચર્ચા ચાલી આવે (છે). અહીંનું – ‘સોનગઢ’નું બહાર આવ્યું (એટલે) પંડિતોમાં ચર્ચા ચાલી. નહીંતર તો બધા એમને એમ ઘેંટાની જેમ પડ્યા'તા. હવે થોડા હહળ્યા ! એક પંડિત કહે કે, શુભભાવ મોક્ષનો માર્ગ છે. બીજા પંડિત કહે કે, શુભભાવ મોક્ષનો માર્ગ છે. એને જે ઉપાદેય ન માને એ મિથ્યાદૃષ્ટિ છે ત્યારે બીજો પંડિત કહે કે, શુભભાવને હેય માને એ સમ્યષ્ટિ છે. શુભભાવને ઉપાદેય માને તે મિથ્યાદૃષ્ટિ છે.
શુભભાવને ઉપાદેય માને તે સમ્યક્દષ્ટિ (એમ માનો તો) ‘કુંદકુંદાચાર્યદેવે' શુભભાવને હેય માન્યો છે. તો એ મિથ્યાદૃષ્ટિ ઠર્યા ? સોનગઢ'નું નીકળ્યા પછી આ ચર્ચા પંડિતોમાં ચાલી. આહા..હા...!
મુમુક્ષુ :- શુભભાવ ભલે મોક્ષમાર્ગ નથી, પણ અધર્મ નથી.
ઉત્તર :– એ અધર્મ છે. બંધનું કારણ છે એ ધર્મ નહિ. ધર્મ નહિ એટલે સાધારણ ભાષાએ કહીએ તો પુણ્ય (છે) અને ખરી રીતે કહીએ તો અધર્મ કહીએ. કહ્યું હતું નહિ ? (સંવત) ૧૯૮૫ની સાલમાં ! ૮૫ની સાલ ! ૪૯ વર્ષ થયા. ‘બોટાદ'માં મોટી સભા ! મોટી સભા, ૧૫૦૦ માણસ ! ઘ૨ ત્રણસો અને (અમે) વાંચવા બેસીએ એટલે માણસ ઘણું આવે. અપાસરામાં સમાય નહિ અને બહા૨ (બેસે). (એ વખતે) બે બોલ કહ્યા હતા. ૧૯૮૫ ના પોષ માસની વાત છે. કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. પેલો અધર્મ(નો બોલ) પછી આવશે. કેમકે જે ભાવે બંધન થાય એ ભાવ ધર્મ હોય ? ધર્મ તો અબંધભાવે થાય. માટે તીર્થંકર ગોત્ર બાંધે એ ભાવ પણ ધર્મ નહિ. અને સીધી ભાષાએ કહીએ તો એ પુણ્ય છે એટલે અધર્મ છે. ૧૯૮૫ માં ‘બોટાદ’ સંપ્રદાયમાં વ્યાખ્યાન ચાલતું હતું. લોકોનું વલણ તો અમારા ઉપર બહુ હતું ને ? ત્યાં મુહપત્તિ હતી. હજાર, પંદરસો માણસ ! લોકોને અમારા ઉપર તો બહુમાન હતું ને ! પ્રતિષ્ઠા ઘણી હતી ને ! વ્યાખ્યાન ચાલતું હોય તો મોટા પચાસ-પચાસ હજારની પેદાશવાળા ગૃહસ્થો બેઠા હોય ! પેદાશવાળા હોં ! મૂડીવાળા નહિ. બધા બેઠા હોય, બધા સાંભળે. કોઈ શંકા (કરે) નહિ. મુહપત્તિ પહેરી હતી ને ? ગલી આખી ભરાઈ જાય. બારી પાસે વ્યાખ્યાન હોય તો આખી ગલી ભરાઈ જાય. તે દિ’ આ કહ્યું હતું.
બે વાત કરી હતી. બધા સાંભળે. એક અમારા ગુરુભાઈ હતા (એણે) ખળભળાટ કરી નાખ્યો. બે વાત કરી કે, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. ધર્મથી બંધન નહિ અને બંધનના કા૨ણે બંધનથી જે ભાવ થાય એ ધર્મ નહિ. બીજી રીતે કહીએ, ધર્મ
Page #386
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૭૩
નહિ એટલે એ અધર્મ છે.
મુમુક્ષુ :- પુણ્ય કહો.
ઉત્તર :– પુણ્ય કહો, અધર્મ કહો, ધર્મ ન કહો. અધિકાર ન આવ્યો? પુણ્ય અધિકાર ! પુણ્યને સુશીલ કહીએ તો એ પુણ્ય તો સંસારમાં રખડાવનાર છે. પુણ્યભાવ તો સંસાર છે અને એનું ફળ રખડવાનો ભવ છે. જે સંસારમાં દાખલ કરે એ ભાવને ધર્મ કેમ કહીએ? આહા..હા! ઝીણી વાતું, ભાઈ ! અને એક વાત કરી હતી. અમારા ઉપર વિશ્વાસ ખરો ને ? લોકોમાં અમારી માન્યતા, પ્રતિષ્ઠા બહુ હતી. વ્યાખ્યાન વાંચતા ૬૦ વર્ષ થયા. (સંવત) ૧૯૭૪ થી હજારો માણસમાં વ્યાખ્યાન ચાલે છે. ૧૯૭૪ ! વ્યાખ્યાન વાંચતાં વાંચતાં ૬૦ વર્ષ થયા ! ૨૮મા) વર્ષથી ચાલે છે. શરીરની ઉંમર ૨૮ની, સાંઈઠ વર્ષથી વ્યાખ્યાન (ચાલે છે). ૮૮ થયા.
ત્યારે બીજો બોલ કહ્યો હતો. જે પંચ મહાવ્રત છે એ આસવ છે. પંચ મહાવ્રત છે એ આસ્રવ છે, ધર્મ નહિ. માણસો સાંભળતા હતા. એક વીસાશ્રીમાળી શે) હતા. અમારા એક ગુરભાઈ હતા, બુદ્ધિ વિનાના ! એ સાંભળીને બોલવા લાગ્યા), વો રે.. વીસરે. વીસરે... વીસરે. વીસરે એટલે આ શ્રદ્ધા ન જોઈએ, ન જોઈએ. આવું તો ૧૯૮૫ની સાલથી સંપ્રદાયમાં ચાલે છે. આહા...હા...!
ભાઈ ! પ્રભુ તો એમ કહે છે કે, એ શુભભાવ પોતે સંસાર છે. “સમયસાર નાટકમાં કહ્યું નહિ? મુનિને, સાચા સંતને જેને ભાવલિંગ – અતીન્દ્રિય આનંદના સ્વાદની જેને ઉગ્રતા આવી છે, ભગવાન અતીન્દ્રિય આનંદનો ગાંગડો છે. સાકરમાંથી જેમ મીઠાશ આવે એમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એનો અનુભવ થતાં એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે. એવા મુનિને પણ સ્વસંવેદનની પ્રચુર અતીન્દ્રિય આનંદની દશામાં પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે આસ્રવ છે, બંધનું કારણ છે. આહા...હા...! અરે..! એને આત્માની કિંમત – મહત્તા આવી નથી. એને રાગની મહત્તા છે. આહા...હા...! દયા પાળી, પુણ્ય કર્યા, આ કર્યા ને તે કર્યા. આહાહા....!
અહીંયાં કહેવું છે કે, બંધના કારણમાં પરદ્રવ્યપણું નહિ. પરદ્રવ્યનું સ્વામિપણું બંધનું કારણ છે. એમાં કાંઈ ફેર પડ્યો ? મોટો ફેર ! પરવસ્તુ તો પરવસ્તુ છે. એ કંઈ બંધનું કારણ નથી, એ તો જોય છે. પણ પરવસ્તુ અને રાગનું ધણીપતુ (એટલે કે આ મારા છે એવું સ્વામિપણું એ નવા કર્મનું મૂળ કારણ છે. આહા..હા...! છે ને આ શબ્દ ? આ મોટો તકરારી શબ્દ છે. શબ્દ તકરારી હશે ? અર્થ કરનારમાં ફેર (છે) માટે (તકરારી લાગે બાકી) શબ્દ તો શબ્દ છે. છે ?
પદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું...” એવી નવા કર્મની સંતતિ આવવાનું આ કારણ છે એમ કહે છે. નવા કર્મની સંતતિ નામ પ્રવાહ. નવા કર્મ આવવાનો પ્રવાહ.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૪
કલશામૃત ભાગ-૫ એનું કારણ પરદ્રવ્યનું ધણીપનું છે. પોતાના સ્વરૂપનું ધણીપનું છોડી અને રાગ અને કર્મનું ધણીપતું માને એને નવા કર્મની સંતતિ – પ્રવાહ આવે છે. આહા..હા..! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે હોય એ હોય, બાપુ ! બીજું ક્યાંથી લાવવું ? આહાહા..! આ તો વીતરાગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્માના હુકમ છે ! આ...હા...હા....!
મુમુક્ષુ :- એકને એક બે જેવી વાત છે પછી તકરાર શાની ?
ઉત્તર :- એવી છે, બાપા ! વાત તો એવી છે, ભાઈ ! આહા...હા...! શું થાય ? પ્રભુ ! તારા ઘરની વાત છે ને ! આહાહા...! એક ને એક બે થાય. વાત તો એવી છે, બાપા ! વીતરાગ છે એ કોઈ પક્ષ નથી. વીતરાગે તો જેવું સ્વરૂપ છે એવું જાણ્યું, અનુભવ્યું અને પ્રગટ કેવળજ્ઞાન થયું ત્યારે એવું જાણ્યું એવું કહ્યું. આહાહા...!
ત્રણલોકના નાથ અત્યારે બિરાજે છે. અરે..રે..! મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે. ભરતક્ષેત્રમાં પરમાત્માના વિરહ પડ્યા. બાપ મરી જાય, લક્ષ્મી ઘટી જાય, છોકરાઓ પછી પાછળથી ઝગડા કરે કે, આ મકાન મારું ને આ મકાન મારું. એમ પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહિ – એ લક્ષ્મી રહી નહિ. આહા...હા..! અને ઝગડા ઊભા કર્યા. એક કહે કે, પુણ્યથી ધર્મ થાય અને એક કહે આનાથી ધર્મ થાય. આહા...હા...! આવું થયું.
આ શ્લોકની તકરાર એ મોટી વાત છે. બીજા બધા એવો અર્થ કરે છે (કે) પરદ્રવ્ય રખડવામાં કારણ છે. અરે બાપુ ! પરદ્રવ્ય તો શેય છે. એ રખડવાનું કારણ નથી. પરદ્રવ્ય એટલે રાગ અને પુણ્ય-પાપના ભાવનું સ્વામિપણું – એ મારા છે, હું એનો છું, એવો જે અભિપ્રાય તે નવા કર્મની સંતતિ નામ પ્રવાહ આવવાનું કારણ છે. આહા...હા...! વાત તો સીધી છે પણ એને બેસવી જોઈએ).
“કરીને ? ‘ત્તિ વત્તાત્ તત્ સમગ્રં પદ્રવ્ય કૃતિ નોગ્ય વિવેચ્ય' (નિ) નિશ્ચયથી જ્ઞાનના બળથી...” જોયું ? જ્ઞાન એટલે આત્મા. આહા...હા...! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જ્ઞાનમૂર્તિ ! જેમ સાકર મીઠાશનો પિંડ છે, કાળી જીરી કડવાશનો પિંડ છે, મીઠું ખારપનો પિંડ છે એમ ભગવાનઆત્મા જ્ઞાનનો પિંડ છે. એકલો જ્ઞાનરસ ! જ્ઞાનસ્વરૂપ ! એ અહીં કહે છે.
જ્ઞાનના બળથી...” જ્ઞાનસ્વરૂપ ભગવાનના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના બળ દ્વારા. દ્રવ્યકર્મ એટલે આઠ કર્મ. ‘ભાવકર્મ... એટલે પુણ્ય-પાપ ભાવ. જુઓ ! આહા...હા.! છે ? આહાહા..! થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી મોટી લાંબી વાતું કરે અને સત્યના કાંઈ ઠેકાણા ન હોય, એમ હોય નહિ. સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું એવું સત્ય હોવું જોઈએ. આહા...હા...!
અહીં કહે છે કે, એ “જ્ઞાનના બળથી.” જોયું? કર્મને કેમ ટાળ્યા? અને કેમ ટળ્યા?
Page #388
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
કે, જ્ઞાનના બળથી. ભગવાનઆત્મા ! અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ ! એના બળથી કર્મ ટળે છે અને રાગ ટળે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? છે ? જ્ઞાનના બળથી...’ એટલે આત્માના સ્વભાવના બળથી.
૩૭૫
‘દ્રવ્યકર્મ,...’ એટલે જડ માટી, કર્મ. ભાવકર્મ...’ એટલે પુણ્ય-પાપના ભાવ. ‘નોકર્મ...’ એટલે શરી૨ અને વાણી. ‘(સમગ્ર પત્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી... આહા..હા...! હું તો આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું અને રાગાદિ મારી ચીજ નથી એમ બે વચ્ચે ભેદજ્ઞાન કરીને. આહા..હા...! આવો માર્ગ ! પેલા તો ઝપાટા બોલે, દયા પાળો, આમ કરો, આમ કરો... પૈસા આપો, પાંચ લાખ આમાં, ફલાણામાં, કેળવણીમાં પાંચ લાખ આપો, એક હોસ્પિટલ બનાવો તમારું કલ્યાણ થશે. અહીં કહે છે કે, હોસ્પિટલો પ૨વસ્તુ છે) ઈ આત્મા બનાવી શકતો નથી. એમાં બે-પાંચદસ લાખ આપ્યા હોય અને રાગ મંદ કર્યો હોય તો એ પુણ્યભાવ છે, એ સંસાર છે.
આહા..હા...!
મુમુક્ષુ :- પાપાનુબંધી પુણ્ય છે.
-
ઉત્ત૨ :– એમાં મિથ્યાત્વ છે). પુણ્યને પાછો ધર્મ માને તો પાપાનુબંધી છે. આહા..હા...! આકરું કામ છે, ભાઈ ! જન્મ-મરણ રહિત (થવું)... આહા..હા...! સાદિ અનંત અનંત સમાધિ સુખમાં... મુક્તિ એટલે સાદિ અનંત અનંત... શાંતિ અને અનંત અનંત... આનંદની પ્રાપ્તિ (થાય) એનું નામ મુક્તિ. કેટલો કાળ ? જ્યારથી આનંદ પૂર્ણ થયો, મુક્તિ (થઈ). અનંત... અનંત... અનંત... અનંત... અનંત... અનંત... ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે. શું કીધું ઈ ? ભૂતકાળ જે થયો ને ? જે આદિ વિનાનો કાળ છે, આદિ છે કાંઈ ? છતાં અત્યારે અહીંયાં અંત આવ્યો ને ? અનાદિ-અંત અને મુક્તિ થાય ત્યારે સાદિ થઈ – શરૂઆત (થઈ તે) સિદ્ધ પરમાત્મા અનંત કાળ આનંદમાં રહેશે. ણમો સિદ્ધાણં ! આહા..હા...! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિ ! જ્યારથી આત્માના સ્વભાવથી પ્રગટી, શક્તિમાં હતી તે પ્રગટી તે અનંત... અનંત... અનંત... અનંત... ભવિષ્યનો કાળ (રહેશે), જે ભૂતકાળ કરતાં ભવિષ્ય અનંત કાળ છે. અરે...! બે સરખા નથી. આમ અનાદિ છે, આમ અનંત છે. એટલે આ ભૂતકાળનો કાળ અને ભવિષ્યનો કાળ બન્ને સરખા નથી. ભૂતકાળના કાળ કરતાં ભવિષ્યનો અત્યારથી તે અનંત.... અનંત... અનંત... ભૂત – ગયા અતીતકાળથી ભવિષ્યનો કાળ અનંતગુણો છે. આહા..હા...! અનંત અનંત કાળમાં પરમાત્મા આનંદનો અનુભવ કરે એ મોક્ષ (છે). આહા..હા...! એનું કારણ તો અલૌકિક હોવું જોઈએ ને ? સમજાણું કાંઈ ? પુણ્યના પરિણામથી પણ ભિન્ન ભગવાનઆત્મા ! ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! એ આનંદની દૃષ્ટિ કરી આનંદમાં રમણતા કરતાં મુક્તિ – મોક્ષ થાય છે. દયા, દાન, વ્રતના પરિણામથી તો બંધ થાય છે. સમજાણું કાંઈ ? છે ?
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૬
કલશામૃત ભાગ-૫ એ પરિણતિ છે, જોયું ? (સમગ્ર પદ્રવ્ય) પરદ્રવ્ય એટલે ? પુદગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ...' એમ અર્થ કર્યો, જોયું ? શું કીધું ? છે પરદ્રવ્ય શબ્દ, પણ એનો અર્થ કર્યો કે, પુણ્ય અને પાપ ને મિથ્યાત્વની પરિણતિ તે પરદ્રવ્ય, એમ. આહા...હા..! સમજાણું કાંઈ ? પદ્રવ્ય તો વસ્તુ છે. અહીં તો મિથ્યાત્વ અને રાગ-દ્વેષની પરિણતિ તેને પરદ્રવ્ય કીધું. આહા...હા...! એ બધાં સમગ્ર પરિદ્રવ્ય (રૂતિ કાનો) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, વિવેવ્ય) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. આહા...હા...! એ પુણ્ય અને પાપના ભાવને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન કરી છે જેણે, એને આત્માનો આનંદ પૂર્ણ પ્રાપ્ત થાય છે. અરે..! આવી ભાષા અને ભાવ બધા ! મારગ તો એવો છે, બાપુ ! આહાહા...! પેલા તો ણમો અરહંતાણે, તિખુન્નો પાઠ.. ઇચ્છામિ પડિકમણું, તસૂરિ લોગસ્સ... સામાયિક કરીને પછી ણમોત્થણે... એ થઈ ગઈ સામાયિક, લ્યો ! બાયું બિચારી બેસે. ઘડિયાલું લઈને બેસે છે ને ? ઘડિયાલું નથી આવતું ? અમારે કણબીવાડમાં જે ઘણી બાયું હતી ને? એ નાની ઉંમરના છોકરાઓને લઈને ઘડિયાલું લઈને બાયું સામાયિક કરવા બેસે. સમજે કાંઈ નહિ. એ ઘડિયાલું – રેતી પૂરી થઈ જાય એટલે બે ઘડી સામાયિક થઈ ગઈ, જાઓ ! આહા...હા..! અરે..રે...!
મુમુક્ષુ :- એટલો વખત સંસારી કામથી તો બચ્યા.
ઉત્તર :- સંસારી કામ, મિથ્યાત્વ છે ઈ સંસારી કામ એની પાસે પડવું જ છે. સંસારનું મૂળ કારણ તો આ કીધું કે આમાં ? રાગ અને દ્વેષનું સ્વામિપણું તે સંસારનું મૂળ કારણ છે. એ તો પડ્યું છે અંદર. આ..હા...! (આ ભાઈ પણ) સામાયિક કરતાં. એક ગાયન ગાતા. ભૂલી ગયા. કેવું ગાયન ગાતા હતા ?
મુમુક્ષુ :- ધર્મના નામથી મિથ્યાત્વ પોસાય છે. ઉત્તર :- પોસાય છે, પણ ખબર નથી ને ? શું થાય ? આહા...હા...!
અહીંયાં એમ કહે છે, જુઓ ! બે બોલ કહ્યાં. એક તો પુણ્ય અને પાપના ભાવ, ચાહે દયા, દાન, વ્રત આદિ હો, એવા પરિણામનું સ્વામિપણું, ધણીપતું અભિપ્રાયમાં એ મારા
છે), એ અભિપ્રાય નવા અનંત કર્મને આવવાનું કારણ છે. અને તે કર્મને તોડવાનું કારણ (શું) ? પેલું બાંધવાનું કારણ) કહ્યું. હવે તોડવાનું ?
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! એમાં અંદરમાં લીન થવું. આનંદ અને જ્ઞાન છે એવો અંતરમાં અનુભવ થવો અને સમકિત થવું અને પછી એમાં લીન થવું એ કર્મને ટાળવાનો ઉપાય છે. વાત તો સીધી છે. સમજાણું કાંઈ ? પરમાત્માનો આ સંદેશ છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિનેશ્વરદેવ ભરતના પ્રાણીને આ સંદેશ આપે છે. સમજાણું કાંઈ ? એમાં બીજું આડુઅવળું ગડબડ કરે તો રખડી મરશે. આહાહા...! અનાદિથી રખડે તો છે. આ..હા...!
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭૭
જુવાનજોધ માણસ, જુઓને ! આહા...હા....! જરી પાછો દુખાવો ઉપડ્યો, ત્યાં તો દેહ છૂટી જાય. આ હાર્ટફેઈલ થાય છે ને) ! કાંઈક દુઃખાવો ઉપડ્યો છે, કહે છે. આ બાઈની વાત સાંભળીને ? રાત્રે પોણા બેએ ઊઠી, લ્યો ! દુઃખાવો ઉપડ્યો તો કહે, મને દુઃખે છે. જ્યાં ઊલટી થઈ અને આમ ગયા ત્યાં એની સાસુ એની સાથે ગયા. ખંભે માથું નાખી દીધું ! આહા..હા....! દેહ છૂટી ગયો, ચોવીસ વર્ષની ઉંમર ! આ દેહ તો નાશવાન, માટી – ધૂળ છે. એની મુદતે રહેશે, મુદત પૂરી થશે તો ફડાક ખાલી થઈ જશે. ભગવાન તો અનાદિઅનંત અંદ૨ છે. એ કંઈ શરીરનો નાશ થયે ભેગો નાશ થાય એવો છે ? આહા...હા....! અરે....! માણસપણા મળે એમાં પણ ધર્મ-બર્મનું કાંઈ ન મળે, એના પાછા અવતાર... આ..હા..હા...! એ ઢો૨માં, તિર્યંચમાં ઘણા જવાના. કારણ કે વાણિયાને ઇંડા ને માંસનો ખોરાક તો ન હોય એટલે નરકમાં તો ન જાય. પણ વચમાં દેવ અને મનુષ્ય થવાના પુણ્ય પણ ન હોય. સત્સમાગમથી બે-ચાર-પાંચ કલાક હંમેશાં વાંચન, શ્રવણ (હોય તો) પુણ્ય તો થાય. એ પણ ન હોય અને એકલા બાવીસ-ત્રેવીસ કલાક બાયડી-છોકરા, ૨ળવું, દુકાને બેસવું ને ધમાલ... ધમાલ... પાપ એકલાં ! અર........!
કળશ-૧૭૮
મુમુક્ષુ :– એમાં પૈસા કમાવાય છે.
ઉત્તર :– પૈસા ધૂળેય નથી કમાતો. પૈસા એને લઈને મળે છે ? તમારાથી મોટા બેરિસ્ટર ઘણા હતા. ‘ગોંડલ’નો બેરિસ્ટર હતો. (સંવત) ૧૯૯૫ ની વાત છે. ૧૯૯૫ ની સાલ, ૩૯ વર્ષ થયા. અને આ (ભાઈ) તો બેરિસ્ટર પણ નહોતા અને પૈસા ઢગલા થાતા. બેરિસ્ટર ભણ્યાથી (પૈસા) થાતા હશે ? એ તો પૂર્વના પુણ્ય હોય (તો પૈસા દેખાય).
મુમુક્ષુ :- મહેનત કરી છે.
ઉત્તર :– ધૂળેય મહેનત નથી કરી. પેલો તો બેરિસ્ટર થયો હતો. તમારા કરતાં મોટો ! તમે કે દિ’ બેરિસ્ટર હતા ? અને ઈ માણસ જુવાન હતો. ઘરના રોટલા ખાતો, કોઈ અસીલ આવતું નહિ. એ તો પૂર્વના પુણ્ય હોય તો અસીલ આવે અને પૈસા થાય. એમાં કાંઈ બેરિસ્ટ૨૫ણું આવડ્યું માટે પૈસા થાય છે એમ છે ? આહા..હા...!
મુમુક્ષુ :- કૉલેજમાં પાસ થવું પડે...
ઉત્તર ઃ– એ પાસ થાય એમાં પણ) પૂર્વના પુણ્ય હોય (તો થાય). પેલો વકીલ નહોતો ? ભાઈ ! ઘણા વકીલને જોયા છે ને ? એનું બિચારાનું કાંઈ ચાલતું નહોતું, લ્યો ! વકીલ થયેલો. અને આ તમારો મિત્ર વકીલ, બુદ્ધિ તો બધી સમજવા જેવી હતી, છતાં લાખો રૂપિયા પેદા કર્યા હતા. એક ફેરી (એમને) પ્રશ્ન કર્યો. બહુ સાંભળવા આવે. મહારાજ ! (તમે) આત્માના બહુ વખાણ કરો છો, આવો... આવો... આવો... તો એ ધોયેલા મૂળા જેવો ગયો ક્યાં ? લ્યો, આવો પ્રશ્ન કર્યો !! આ વકીલ ! આ મૂળા નથી કહેતા ? મૂળા ધોઈને કરે છે ને ? (જમીનમાંથી) કાઢે છે ત્યારે એમાં ગારો હોય. મૂળા હોય ને મૂળા, એ કાઢે ને ત્યારે એમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૮
કલશામૃત ભાગ-૫ ગારો હોય, પછી પાણીમાં ધોવે. એ ધોયેલ મૂળા કહેવાય. એમ તમે કહો છો, આવો આત્મા અંદર આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પૂર્ણ છે તો ધોયેલ મૂળા જેવો ગયો ક્યાં ? કેમ દેખાતો નથી ? આહા...હા...! બાપુ ! જ્યાં છે ત્યાં છે. ત્યાં નજર કરો તો દેખાય ને ? નજર રાગ અને પરમાં છે અને હવે પૂછો છો કે) ગયો કયાં ? એનો અર્થ શું ? નજરું આમ કરે, સમજાય છે ? અને અંદર વસ્તુ છે ત્યાં નજર કરતો નથી. ગયો ક્યાં ? છે ત્યાં છે એ તો અંદર. ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. આહા..હા....!
પ્રશ્ન :- દેખાય તો ઝટ નજરે ચડે. દેખાય નહિ તો કઈ રીતે નજર કરે ?
સમાધાન :- દેખાતો નથી એવો નિર્ણય કોણે કર્યો ? લોજીકથી ન્યાય સમજશો કે નહિ ? હું દેખાતો નથી. હું દેખાતો નથી એવો નિર્ણય કોણ કર્યો ? એ આત્મા છે. ન્યાય – લોજીકથી કંઈ સમજશે કે નહિ ? આહા...હા...! મને મારી ખબર પડતી નથી. પણ મને મારી ખબર પડતી નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં કર્યો. એ જ્ઞાનની ભૂમિકામાં નિર્ણય કર્યો. એ જ્ઞાન છે તે આત્મા છે. આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...
અહીં કહે છે, પરદ્રવ્યની પરિણતિ લીધી, ભાઈ ! પરદ્રવ્ય લીધું છે ને ? એનો અર્થ ઈ લીધો. ‘(સમગ્ર પદ્રવ્ય) એટલે પુદ્ગલ દ્રવ્યની વિચિત્ર પરિણતિ... એમ લીધું. રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકાર (છે) એ બધા વિકારી (ભાવને) અહીં પરદ્રવ્ય કીધું છે. એ વિકારનું સ્વામિપણું થવું એ સંસારના નવા કર્મ બાંધવાનું કારણ છે અને આત્માનું
સ્વામિપણું થવું એ બંધનને તોડવાનું કારણ છે. આહા...હા...! આવું છે. ન્યાયથી તો પહેલું સમજવું પડશે ને ?
ભિન્ન કરી છે. જોયું ? એ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પરિણતિથી રાગાદિને ભિન્ન કરી છે. જે સ્વામિપણે માન્યું હતું, પુણ્યના-પાપના ભાવ મારા એમ ધણીપતુ માન્યું હતું એને શુદ્ધ જ્ઞાનના બળથી ભિન્ન કરી. એ હું નહિ (એમ ભિન્ન કરી). આહાહા.!
“ભાવાર્થ આમ છે કે – શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે,” જોયું ? આ આખો સાર લીધો. ત્રિકાળી ચૈતન્ય પવિત્ર શુદ્ધ છે તે આદરણીય છે અને પુણ્ય ને પાપના ભાવ મલિન છે તે હેય છે. આ બધો સાર છે. આહા...હા...! શુદ્ધ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ અંદર ભગવાન ! જ્ઞાનનો ગાંગડો પ્રભુ ! આહા...હા...! જેમ સ્ફટિક રત્ન નિર્મળ છે તેમ ભગવાન વસ્તુ સ્વરૂપે તો નિર્મળ પવિત્રતાનો પિંડ છે. એ ઉપાદેય છે, એ આદરણીય છે, એ આશ્રય કરવા લાયક છે, તે ઉપાદેય છે એટલે અંગીકાર કરવા લાયક છે. અને રાગના ભાવ, પુણ્ય-પાપના ભાવ હેય કરવા લાયક છે, છોડવા લાયક છે. આહા..હા..! વાત તો સાદી છે, સીધી છે પણ મળે એને. (ન) મળ્યું એટલે શું કરે ? એની રીત શું છે એની ખબર ન હોય.
મોંઘું પડે છે, માણસ એમ કહે છે. પેલો શિરો કરે છે ને ? શિરો ! પહેલાં ઘીમાં લોટને શેકે, પછી ગોળ અને સાકરના પાણી નાખે તો શિરો થાય. મોંઘો પડે. કારણ કે
Page #392
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
૩૭૯
પહેલા લોટને ઘીમાં શેકે (એટલે) લોટ બધું ઘી પી જાય, પછી ગોળના પાણી નાખે તો શિરો થાય. આ તો મોંઘું પડે છે એમ સમજીને) કોઈ ડાહીની દીકરી એવી નીકળી કે આ તો મોંઘું પડે છે શું કરવું ? કે, ગોળના, સાકરના પાણી પછી નાખીએ છીએ ને તો સાકરના પાણીમાં પહેલાં) લોટ શેકો, પછી નાખો ઘી ! (એમ કરવા જઈશ તો) લૂપરી પણ નહિ થાય. તને ખબર નથી. આ ઉપરી નથી કહેતા ? પોટીસ... પોટીસ નહિ થાય. પોટીસ તો
ક્યારે થાય ? સાંભળેલું છે, આપણે કર્યું કાંઈ નથી પણ દુનિયાનું બધું સાંભળ્યું છે. બાયું વહુને કહે કે, વહુ ! જાતુંવળતું ઘી નાખજે. જાતુંવળતું એટલે ? પડ્યા વિના રહે નહિ અને ઝાઝું પડે નહિ. એમ બાયું કહે. અમારે કાઠિયાવાડમાં એ રિવાજ છે. પોટીસ કરવી હોય તો એમ કહે. જાતુંવળતું ઘી નાખજે એમ કહે. મેં કીધું, આ જાતુંવળતું શું હશે ? એટલે ઘી નાખતા ન પડે એમ નહિ અને ઝાઝું પડે નહિ એને જાતુંવળતું કહે. હવે જેને ઘીમાં લોટ શેકાતા મોંઘુ પડે ઈ કહે કે, પહેલાં ગોળના પાણીમાં લોટ શેકો ને પછી ઘી નાખો. (એમ કરીશ તો) તારા ત્રણેય જાશે. શિરો નહિ થાય પણ લોટ, ઘી અને સાકર ત્રણેય
જાશે.
એમ પહેલાં આત્મા જેવો છે એવો અનુભવ, દૃષ્ટિ કર્યા વિના પાછળથી તો પછી ચારિત્ર આવશે ને ? પણ ઈ ચારિત્ર કહ્યું ? સ્વરૂપમાં રમણતા ઈ ચારિત્ર. એમ કહે કે, પાછળ આ વ્રત ને તપ કરવા) કરતાં કરો પહેલાં ! અને પછી (સમકિત થશે). ધૂળેય નહિ થાય. સાંભળને ! સમજાણું કાંઈ ? આહા...હા.! આ વર્ષીતપ કરે છે ઈ બધી લાંઘણું
છે.
આત્મા અંદર આંનદનો નાથ પ્રભુ (છે) એ ક્રિયાકાંડના વિકલ્પથી ભિન્ન છે. એને જાણીને રાગને ટાળવો એનું નામ ભગવાન ધર્મ કહે છે. આહા...હા...! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- રાગ હોય ત્યારે રાગ ટળતો નથી.
ઉત્તર :- રાગ હોય ત્યારે ટળતો નથી, એનો અર્થ શું છે કે, રાગની ઉત્પત્તિ જ ન થાય. ટાળવાની વ્યાખ્યા તો એમ જ કહે ને)? ઉપદેશમાં શું કહેવાય? જ્યાં આત્મા આનંદસ્વરૂપ છે એના ઉપર એકાગ્ર થતાં રાગની જેટલી ઉત્પત્તિ ન થાય તેટલો રાગ ટાળ્યો એમ કહેવામાં આવે છે. સિદ્ધાંતને, ન્યાયને સમજો. અહીં તો લોજીકથી અને ન્યાયથી વાત
છે.
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એમાં જેટલો એકાગ્ર થાય તેટલી રાગની ઉત્પત્તિ થાય નહિ. ઉત્પત્તિ ન થાય તેને ટાળ્યો એમ કહેવામાં આવે છે. આહા...હા...! ભારે વાતું, બાપુ ! કહો, સમજાય છે કે નહિ ? ભાઈ ! વર્ષીતપ કર્યા હતા કે નહિ ? તમારી બાએ (કર્યા છે) ? ઘણા કરે છે. બાપુ ! એ બધી લાંઘણું છે.
આ ભગવાન આત્મા ! એ ક્રિયાકાંડનો જે રાગ થાય એનું સ્વામિપણું છોડી અને આત્મા
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૦
કિલશામૃત ભાગ-૫
આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે તેનો સ્વામિ થાય ત્યારે તેને કર્મ ટળે અને ત્યારે તેને પવિત્રતા પ્રગટ થાય. ૧૭૮ (કળશ પૂરો) થયો.
હવે છેલ્લો શ્લોક. બંધ અધિકારનો હવે છેલ્લો શ્લોક છે. બંધ (અધિકાર) પૂરો થાય છે, પછી મોક્ષનો અધિકાર (શરૂ થશે).
(मन्दाक्रान्ता
रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बन्धं विधिधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ।।१७-१७९ ।।
ખંડાન્વય સહિત અર્થ – તિર્ જ્ઞાનજ્યોતિઃ તત્ સદ્ધમ્ પતર્ જ્ઞાનજ્યોતિ:) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ તત્ સત્ર) પોતાના બળપરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે “યત્સ્ય પ્રસરમ્ પર: : પિ ન ચાવૃતિ ' (વે) જેથી (મસ્ય પ્રસર) શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને (કપર: વ: પિ) અન્ય કોઈ બીજું દ્રવ્ય (ન આવૃતિ) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કે – જીવનો સ્વભાવ કેવળજ્ઞાન-કેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ ? “ક્ષણિતિમિર' (ક્ષપિત) વિનાશ કર્યો છે (નિમિ) જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે ? “સાધુ સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે ? “IRUIનાં રાહીના ૩યં તારયત્' (IUIનાં) કર્મબંધના કારણ એવા જે (રા+Iીનામ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (૩યં પ્રગટપણાને (તાર) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે ? “ ” નિર્દયપણાની માફક વળી શું કરીને એવી થાય છે ? “&ાર્ય વજું કશુના સ: પુર્વ પ્રભુ' (ાર્ય રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં થાય છે એવા, (વન્ધ) ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના બંધને (સદ: વ) જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે (DU) મટાડીને કેવો છે બંધ ? “વિવિધY' જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. સમાધાન આમ છે કે (પુના) દ્રવ્યરૂપ જોકે વિદ્યમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું. ૧૭–૧૭૯.
Page #394
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૮
रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्य बन्धं विधिधमधुना सद्य एव प्र I ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति । । १७-१७९ । ।
૩૮૧
તત્ જ્ઞાનજ્યોતિ: તદ્દન્ સન્નદ્ધમ્” ‘આ જ્ઞાનજ્યોતિ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ...’ આ..હા..હા...! ભગવાનઆત્મા ! એકલો પ્રજ્ઞાબ્રહ્મ જ્ઞાનસ્વરૂપનો કંદ છે એ જ્ઞાનસ્વરૂપના અનુભવથી પ્રગટ થાય છે. સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ...’ આહા..હા...! એ કર્મ ખસ્યા ને થયું, રાગ કર્યો, કંઈક શુભ ભાવ કર્યો માટે આ થયું એમ નહિ. આહા..હા...! જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતાના આત્માના બળથી, અંતરના પુરુષાર્થથી જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ. આહા..હા...!
આત્મા ચૈતન્ય સ્વરૂપ અનાકુળ આનંદનો રસકંદ પોતાના પુરુષાર્થથી પ્રગટ (થઈ). વસ્તુ તો હતી, પણ પર્યાયમાં પ્રગટ થઈ, અવસ્થામાં એનો આનંદ આવ્યો. ઈ છેલ્લું કહેશે, છેલ્લો શબ્દ છે ને ? એમાં છેલ્લો (શબ્દ) છે, છેલ્લો છે, જુઓ ! દ્રવ્યરૂપ જોકે વિદ્યમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું.” છેલ્લો શબ્દ છે. છેલ્લી લીટી છે, છેલ્લી. આ તો બધા વીતરાગના ઘરના કાયદા છે, બાપા આહા..હા...! શું કહ્યું ?
‘આ જ્ઞાનજ્યોતિ... આ.. એમ કીધું. આ.. આ એટલે એનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. આ આવ્યો, એમ કહે છે ને ? અત્યારે આવ્યો એટલે વસ્તુ થઈ ને ? એમ આ... જ્ઞાનજ્યોતિ ! એ તો જ્ઞાનજ્યોતિ છે. આહા..હા...! સ્વયં જ્યોતિ, જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. આહા..હા...! એમાં આ પુણ્ય-પાપ ને રાગ ને શ૨ી૨ ને કર્મ-ફર્મ એમાં છે નહિ. આહા..હા..! આવી વ્યાખ્યા એટલે માણસને (આકરું લાગે છે).
પેલા કહે કે, તમારે એકાંત ન કહેવું. તમારે આમ કહેવું. જબલપુર’માં એવું વ્યાખ્યાન (થયું). અરે... પ્રભુ ! પણ મારગ આ છે ને, પ્રભુ ! બીજા પણ કહે અને તમે પણ કહો, એક પાટે બેસીને સૌના પ્રમાણે કહો. અરે... ભગવાન ! આહા..હા....! ભાઈ ! કોઈ વેરી, દુશ્મન નથી, પ્રભુ ! બધા ભગવાન છે. પણ સત્ય છે એ સત્ય રહેશે. સત્યને અસત્ય કરી નાખશે તો નહિ ચાલે, ભાઈ ! ભલે સત્યને માનનારની સંખ્યા થોડી હોય. સત્યને સંખ્યાની જરૂ૨ નથી. સત્યને સત્યના સ્વરૂપની જરૂ૨ છે. ઝાઝા માને તો સત્ય અને થોડા માને તો અસત્ય, એમ નથી. સમજાણું કાંઈ ? આહા...હા...! જબલપુર’નું લખાણ આવ્યું હતું. (આપણા એક મુમુક્ષુને) બોલાવ્યા અને પણ નિયમ આપ્યા કે, તમારે આ પ્રમાણે બોલવું. પેલાને એમ કહે કે, તમારે આમ બોલવું. બન્ને જણા વારાફરતી મંચ ઉપર (બોલવું). એક
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૨
કલશામૃત ભાગ-૫
મંચ ઉપર બન્ને વારાફરતી બોલે. (આ ભાઈ) અહીંના પક્ષના અને પેલા સામા પક્ષના અ... ભગવાન ! શું કરે છે ? બાપુ ! પક્ષ કયાં છે ? ભાઈ ! આ તો મારગ છે, બાપા ! આહા..હા...! અહીંયાં તો કહ્યું ને ? અંતરના જ્ઞાનના બળથી. એમ કીધું ને ? શું કીધું ? જુઓ ! દયા, દાન, વ્રતના બળથી પ્રગટ્યું ? આહા..હા..! હવે, આમાં શું કરવું ?
કે, પુણ્ય આહા..હા...!
મુમુક્ષુ :– તમે સંગઠન અને પ્રેમ ઇચ્છો તો થોડું ઢીલું કરવું પડશે.
ઉત્તર :– સંગઠન કઈ રીતે કરવું ? ઈ એક (જણ) કહેતો હતો. ‘મુંબઈ” (એક શેઠનું) દિગંબર ઘરમંદિર છે ને ? શેઠ એમ કહે છે, ઈ પૈસાવાળા માણસ એણે મંદિર બનાવ્યું. હવે સાધારણ છે. પછી એણે એમ કહેવરાવ્યું કે, સ્વામીજી કંઈક થોડું મોળું કહે અને અમે કંઈક થોડું (વધીએ), આપણે બન્ને ભેગા થઈએ. થોડું મોળું મૂકવું એનો અર્થ શું ? થોડું સત્યમાં અસત્ય ભેળવે અને તમારા અસત્યમાં ભળવું એમ (એનો અર્થ) હશે ? આ વાણિયાવવાડ હશે ?
એક વાણિયો હતો. ઈ કણબી પાસે પાંચ હજાર માગતો હતો. કણબી બધું વેચે તોપણ બે હજાર થાય. એટલે કણબીને એમ હતું કે, આ બે હજારથી વધારે મારી પાસે છે નહિ. પેલો કહે કે, હું પાંચ હજાર લઉં. (એમ) કરતાં... કરતાં... કરતાં... પેલો કણબી કહે કે, એક હજાર સિવાય મારી પાસે કાંઈ નથી. પેલો કહે કે, હું પાંચ હજાર લઉં. પછી પાંચસો ઘટાડ્યા. તો આણે વળી ૧૧૦૦ કર્યાં, વળી પેલાએ ૩૦૦૦ કર્યાં તો આણે ૧૨૦૦ કર્યાં, એમ કરતાં કરતાં આની પાસે બે હજાર માંડ હતા. પેલો વાણિયો પછી બે હજારે આવ્યો. એમ આમાં હશે ? ભાઈ ! વાણિયાવવાડ હશે અહીં ? આહા..હા...! અહીં તો માર્ગ છે ઈ છે, બાપા ! છડેચોક ! અહીંના (તત્ત્વજ્ઞાનના) વીસ લાખ તો પુસ્તક બહાર પડ્યા છે. વીસ લાખ ! આહા..હા...! ઘણા પુસ્તકો તો (આ ભાઈ) જોઈ જાય પછી છપાય છે.
આહા..હા...! અહીં કહે છે કે, જ્ઞાનના બળથી એટલે આત્મબળથી. પુણ્યના પરિણામના બળથી નિહ. ભગવાન આનંદસ્વરૂપ ભગવાન ! એના બળથી. છે ? સ્વાનુભગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે જેથી શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને અન્ય કોઈ બીજું દ્રવ્ય રોકી શકતું નથી.’ ચૈતન્યના અંતર બળના જોરે સમ્યગ્દર્શન પ્રગટ) કર્યું, અંતરના બળે કેવળજ્ઞાન કર્યું, હવે એને કોઈ રોકી શકે નહિ. એવી રીતે કેવળજ્ઞાન દશા પ્રગટ થઈ એ આત્માના સ્વભાવના બળથી થઈ. વિશેષ કહેશે..... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #396
--------------------------------------------------------------------------
________________
કળશ- ૧૭૯
૩૮૩
માગશર વદ ૬, શનિવાર તા. ૩૧-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૯ પ્રવચન–૧૯૦
કળશટીકા ૧૭૯ (કળશ) ફરીને (લઈએ). આ બંધ અધિકારનો છેલ્લો કળશ છે. તત્ જ્ઞાનજ્યોતિ તદન્ સર્ગદ્ધમ્ તત્ જ્ઞાનજ્યોતિ:) “આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવહુ...” શું કહે છે? આ બંધને ટાળનાર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ પુણ્ય અને પાપના ભાવથી રહિત, એવો જે શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ! એના અનુભવથી કર્મનો નાશ થાય છે.
પ્રશ્ન :- કર્મ પુદ્ગલો અને અનુભવ જીવની પર્યાય ? સમાધાન – કર્મના નાશનો અર્થ અશુદ્ધ પરિણતિ. અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે.
પહેલો તો શુદ્ધ આત્મા જ્ઞાન, આનંદ, ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ કરીને અનુભવ કરતાં મિથ્યાત્વની અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે. એ ભાવબંધ છે. વાત ભલે કર્મથી લીધી. ચૈિતન્ય વસ્તુ છે એ શુદ્ધ ચૈતન્ય છે. આવ્યું ? જુઓ! “જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવહુ.” છે. શું કીધું ઈ ?
ચૈતન્ય જે દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય એ અનુભવગમ્ય છે. કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામથી તે પ્રાપ્ત થાય એવી એ ચીજ નથી. આહા...હા...! આ જ્ઞાનજ્યોતિ.” એટલે “સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ” એમ. જ્ઞાનજ્યોતિ એટલે આ જ્ઞાનસ્વરૂપ ભગવાન, ચૈતન્યસ્વરૂપ. એટલે? “સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ...” આહા..હા...! એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ સ્વઅનુભવથી ગમ્ય છે. એના સન્મુખ થઈને નિર્મળ વીતરાગી પરિણતિ થાય એ સ્વ-અનુભવગમ્ય એ વસ્તુ છે. આવી વાત છે. બંધ અધિકારનો) છેલ્લો કળશ છે ને ?
અનંતકાળથી (એ) અશુદ્ધ પરિણતિ કરી રહ્યો છે. વસ્તુ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે). વસ્તુ શુદ્ધ ચૈતન્યવસ્તુ (છે) પણ એને ભૂલીને અશુદ્ધ મિથ્યાત્વ આદિના પરિણામથી પરિણમી રહ્યો છે, થઈ રહ્યો છે. એને સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુના અનુભવથી તે અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે. આહાહા...! લ્યો ! આ બધા પ્રશ્નોનો ઉત્તર. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ !
કર્મનું બંધન એ તો નિમિત્તથી, વ્યવહારથી વાત છે, પણ ખરેખર તો એની અશુદ્ધ મલિન પરિણતિ (છે) એ એને ભાવબંધ છે. પોતે જ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી અશુદ્ધ
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૪
કલામૃત ભાગ-૫
પરિણતિરૂપે દશા કરે છે. એક શબ્દમાં તો કેટલું કહ્યું ! આહા...હા...!
જ્ઞાનજ્યોતિ...” (ત સન્નદ્ધ) એ તત્ સન્નમ) એટલે પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ.” આ...હા...હા...! આ આત્મા ચૈતન્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી રહિત એ ચીજ છે. એ ચીજ પોતે પોતાના સ્વાનુભગમ્ય થઈ શકે છે. આહાહા...! અંતરના અનુભવગમ્ય એ વસ્તુ, શુદ્ધ ચૈતન્યને અનુસરીને થતી નિર્મળ પરિણતિ – પર્યાય દ્વારા એ ગમ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વસ્તુ
“પોતાના બળ—પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ..” પાછી એમ ભાષા છે). આહા..હા..! એ શુદ્ધ ચૈતન્યવસ્તુમાં અનંત બળ – વીર્ય પડ્યું છે. એ અનંત બળથી પ્રગટ થઈ છે. કોઈ કર્મનો નાશ થયો અને અભાવ થયો માટે પ્રગટ) થઈ છે એમ નહિ. આહાહા...! પોતાના બળ-પરાક્રમથી..” શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાનનું બળ – પરાક્રમ. એ પુરુષાર્થથી પ્રગટ થઈ છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
(તત્ સત્રમાં પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ... આહાહા....! સ્વાનુભવગમ્ય તો કહ્યું પણ સાથે બળ – પરાક્રમથી પ્રગટ થઈ એમ કીધું. આહાહા..! ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યદ્રવ્ય સ્વભાવ પવિત્ર (છે) એ પોતાના બળ – પરાક્રમથી અનુભવથી પ્રગટ થઈ. આહા...હા..!
ત્યારે એમ કહે છે ને ? જે સમયે પર્યાય થવાની તે થવાની. એમાં આ બળ – પરાક્રમ ક્યાં આવ્યું ? પણ થવાની તે થવાની, એનો નિર્ણય કોણે કર્યો ? આત્માની સન્મુખ થઈને બળ - પરાક્રમથી નિર્ણય કરે ત્યારે થવાનું તે થાય, તેનો એ જ્ઞાતા રહે. આહા...હા...! ક્રમબદ્ધમાં આવવું હશે ને થવાનું હશે એમ થશે, એમ કહીને પુરુષાર્થ ઉડાડી દે (તો) એમ નથી. ક્રમબદ્ધમાં આવવાનું હશે, થશે તો એમ જ પણ એનો નિર્ણય કરીને અને જાણે કોણ ? અંતર આનંદસ્વરૂપમાં બળ – પરાક્રમથી પુરુષાર્થ કરીને સ્વભાવનો અનુભવ કરે ત્યારે એને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય. આહાહા...! આવી વાતું ! લોકોને મુશ્કેલી પડે. પરિચય નહિ અને બહારની વાતુંમાં પડ્યા.
અનંત અનંત કાળ થયો. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો મુનિવ્રત પણ ધારણ કર્યા, પંચ મહાવ્રત અનંત વાર (લીધા). કેમકે એ તો રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા છે, એ કંઈ ધર્મ નથી. આહા...હા...! આત્મજ્ઞાન - રાગથી ભિન્ન પડી એ છેલ્લે કહેશે. જે રાગ છે, ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિ-પૂજાનો એ રાગ છે. એ રાગથી ભિન્ન પડીને સ્વ-અનુભવગમ્ય પોતાના બળ – પરાક્રમથી વસ્તુ પ્રગટ થઈ છે. વસ્તુ તો વસ્તુ હતી, વસ્તુ તો વસ્તુ હતી પણ બળ – પરાક્રમ વડે પર્યાયમાં પ્રગટ થઈ. આવી વસ્તુ છે. સમજાણું કાંઈ ? આચાર્યોના ટૂંકા શબ્દોમાં ઘણું ભર્યું છે. છે ?
Page #398
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૮૫
આહા...હા.... પોતાના બળ – પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે....” “ય પ્રસરમ્ પર: : પિ ન વૃતિ” “જેથી શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસાર” અહીં તો મોક્ષની છેલ્લી વાત છે ને ? જેના જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને જાણવાનો છે એ પ્રસાર થઈને એ શક્તિ પુરુષાર્થથી પ્રગટ થઈ છે. અને હવે કોઈ આવરણ કરનાર છે નહિ. આહા...હા...! એક ક્ષાયિક સમકિત થાય તોપણ હવે આવરણ કરનાર મિથ્યાત્વ નથી તો ક્ષાયિક કેવળજ્ઞાન થાય એને આવરણ કરનાર કોણ હોય? આહા...હા.! સમજાણું કાંઈ ? અહીં મોક્ષ અધિકારની પૂર્વ ગાથા છે ને ? આહાહા...! આ તો શાંતિના, ધીરજના કામ છે.
અંતર ચીજ જ શુદ્ધ ચૈતન્ય આનંદઘન સચ્ચિદાનંદ પ્રભુ છે. આહા...હા...! દરેક આત્મા સત્ શાશ્વત ચિત્ – જ્ઞાન ને આનંદનો કંદ છે. આહા..હા....! એને સ્વભાવ સન્મુખની પરાક્રમ દશા દ્વારા જે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ, લોકાલોકને જાણવાની શક્તિ પ્રગટ થઈ, એને કોઈ આવરી શકે એવું છે નહિ. આહાહા..! સમજાણું કાંઈ ?
અહીં તો કહ્યું ને ? નિશ્ચયે આત્માનું જ્ઞાન થઈને ક્ષાયિક સમકિત થાય તો મિથ્યાત્વ ફરીને આવતું નથી. ‘શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત થયું. આત્માનો અનુભવ, આનંદનો અનુભવ થયો) એમાં પ્રતીતિ (થવી) એનું નામ ક્ષાયિક સમકિતી (છે). એ ક્ષાયિક સમકિત આવ્યું ઈ આવ્યું, એ હવે પાછું પડે નહિ. કોઈ મિથ્યાત્વ ફરીને આવશે નહિ. તો આ તો કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટી કહે છે. આહા...હા...! શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરતાં કરતાં પોતાના બળ – પરાક્રમથી અંદરમાં રમતાં કેવળજ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. આહા..હા..! એ કેવળજ્ઞાન લોકાલોકને જાણે એને હવે આવરણ કરનાર જગતમાં કોઈ છે નહિ. આહા..હા...! બંધ અધિકારની છેલ્લી ગાથા છે ને ? પૂર્ણ બંધના અભાવની વ્યાખ્યા ! આહા..હા....
પ્રથમ સમ્યગ્દર્શન થતાં પણ ધર્મની – મોક્ષમહેલની પહેલી સીઢી ! એ સમ્યગ્દર્શન થતાં પણ ક્ષાયિક થાય. શુદ્ધ ચૈતન્યઘનનો અનુભવ એટલો બળજોરીથી (થાય) કે જેમાં ક્ષાયિક દશા પ્રગટ થાય. એ ક્ષાયિક (સમગ્દર્શનની) દશા પણ ફરીને પડે નહિ તો કેવળજ્ઞાનની શું વાતું કરવી ? એમ કહે છે. સમજાણું કાંઈ ?
જુઓ ! આચાર્ય તો એમની પોતાની દશાની જાતને વર્ણવતા ત્યાં સુધી કહે છે કે, અમે ભલે અત્યારે ક્ષાયિક સમકિતી નથી પણ અમને જે આત્મજ્ઞાન, અનુભવ થયો અને એમાં અમને જે સમ્યગ્દર્શન થયું, એ દયા, દાન, વ્રત, ભક્તિના રાગના પરિણામથી ભિન્ન પડીને અનુભવ થયો, અમારો એ ભાવ હવે પડવાનો નથી, એમ કહે છે. આહાહા...! શું કહ્યું ઈ ? ત્રણ પ્રકાર કહ્યા.
એક તો ક્ષાયિક સમકિત થતાં આત્મા આનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય અનાકુળ આનંદનો પ્રત્યક્ષ સ્વાદ આવતાં જેને એ ક્ષાયિક પ્રતીતિ થાય છે એ પ્રતીતિ હવે કોઈથી
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૬
કિલશામૃત ભાગ-૫
આવરી શકાય નહિ. તો પછી આત્માના અનુભવના જોર – બળથી પૂર્ણ કેવળજ્ઞાન થાય તેને કોણ આવરી શકે ? કોઈ વ્યવહારની ક્રિયા કરતાં કેવળ થાય એની ના પાડી. પણ પોતાના સ્વરૂપના અનુભવના બળ – પરાક્રમથી અંદરમાં રમતાં લોકાલોકને જાણવાની જે કેવળજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય એને કોઈ હવે આવરી શકે નહિ. બે (વાત થઈ). ત્રીજું, અત્યારે ક્ષયોપમશમ સમકિત છે, ક્ષાયિક નથી તોપણ આચાર્ય પોકાર કરે છે કે અમને જે આત્માનો અનુભવ થયો), આગમ કુશળતાથી અમને જે ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શનનો અનુભવ થયો એ ભલે ક્ષયોપશમ હો પણ એ હવે અમારે પડવાનું નથી. આહા..હા...! પંચમ આરાના અનુભવી સંતો ! આનંદના સ્વાદીયા ! અતીન્દ્રિય આનંદના રસીલા ! પોકાર (કરે છે કે, અમને હવે આ જે દશા પ્રગટ થઈ એ દશા પાછી પડવાની નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ક્ષાયિક સમકિત વિનાની દશા પણ એવી છે કે પાછી પડે નહિ, તો પછી કેવળજ્ઞાન થાય. એ પાછું પડે એ પ્રશ્ન જ ક્યાં રહ્યો ? આહા..હા..! આકરી વાતું છે, ભાઈ !
આ કહેવાનો આશય એ છે કે, કોઈ એમ માનતું હોય કે, આપણે આ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને પૂજા કરીએ એનાથી સર્વજ્ઞ કેવળજ્ઞાન થાય એ વાત ખોટી છે. એ બધી રાગની ક્રિયાઓ તો બંધના કારણ છે. એથી અહીંયાં આ શબ્દ લીધો કે,
સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાના બળ – પરાક્રમ....” પોતાના આનંદના, જ્ઞાનના બળ – પરાક્રમ વડે પ્રગટ થઈ છે. સમજાણું કાંઈ ? આહા...હા...! આકરો માર્ગ, ભાઈ ! જેના ફળ પણ અનંત આનંદ છે ! આહા..હા...!
મોક્ષ એટલે અનંત અતીન્દ્રિય આનંદ અને તે પણ સાદિ અનંત ! અતીત કાળ કરતાં ભવિષ્ય કાળ અનંત ગુણો છે. આ.હા...હા....! જેના આત્માના દર્શન થઈને સમ્યગ્દર્શન હજી ચોથું ગુણસ્થાન – (મોક્ષમાર્ગનું) પહેલું ગુણસ્થાન પ્રગટ થયું) એ રાગની વિકલ્પ દશાથી ભિન્ન પડી અને ચૈતન્યના સ્વભાવની અંતર એકતા થઈને જે સમ્યગ્દર્શન થયું (તો) આચાર્ય કહે છે કે, એ અમારું સમ્યગ્દર્શન પડે એવું નથી. અમે ભલે પંચમ આરામાં હોઈએ. આ..હા...હા..હા....! આ દિગંબર સંતોની વાણી ! આહા..હા...! પણ એ અલૌકિક વાતું છે, બાપુ ! એ બહારથી વ્રત ને તપ ને ત્યાગ થઈ જાય માટે સમ્યગ્દર્શન થાય એ વાતમાં કાંઈ માલ નથી. આહા..હા..!
અંતરના આનંદના પરાક્રમથી, અતીન્દ્રિય આનંદના પરાક્રમથી જે અવસ્થા પ્રગટ થઈ, અમારી એ અવસ્થા પણ પાછી નહિ પડે તો પછી સર્વથા પરાક્રમથી જેણે અંદરમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું એને આવરણ કરનાર જગતમાં કોઈ છે નહિ. એમ કહીને એમ પણ કહે છે કે. અન્યમતિ એમ કહે છે ને કે, મોક્ષમાં જાય પછી) ભક્તોને ભીડ પડે તો ત્યાંથી પણ ફરીને ઈશ્વર અવતાર ધારણ કરે. એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બે-ત્રણ વાતું ભેગી નાખી દીધી છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૮૭ કેવળજ્ઞાન પાછું ન પડે, ક્ષાયિક સમકિત પાછું ન પડે પણ અમારી ક્ષયોપમેશની દશા પણ પાછી ન પડે. આહા...હા...! એટલે ? કે, ફરીને એ સંસાર ધારણ કરે ને અવતાર ધારણ કરે એ બને નહિ. આહા...હા...! બહુ માર્ગ ઝીણો, બાપુ ! આહા...હા...! એનો અનંતકાળ રખડતાં રખડતાં ગયો છે. એકેન્દ્રિય તિર્યંચ – પશુ, નારકી, નિગોદમાં) મિથ્યાત્વને લઈને અનંત અવતાર કર્યા. પણ એ મિથ્યાત્વ શું છે એની એને ખબર નથી. આહાહા...!
અહીંયાં તો કહે છે કે, એ દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ છે એ ધર્મ છે અને એનાથી ધર્મ થાય છે એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા..! કેમકે અહીં તો (કહે છે કે, શુદ્ધ ચૈતન્યના પરાક્રમથી ધર્મ થાય છે, રાગથી નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! માર્ગ તો આવો છે. એને કોઈ બીજી રીતે ઢીલો કરીને બીજો કરે એવું થાય એવું નથી. આહા...હા..! સમજાણું કાંઈ ?
હવે કોઈ આવરણ નથી. “ભાવાર્થ આમ છે કે – જીવનો સ્વભાવ કેવળજ્ઞાન-કેવળદર્શન છે...” આહા...હા...! આ ભગવાન આત્માનો કાયમી સ્વભાવ કેવળજ્ઞાન અને કેવળદર્શન છે. આ પૂણ્ય અને પાપના ભાવ થાય એ કંઈ એનો સ્વભાવ નથી. આહા..હા...સમજાણું કાંઈ? પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ જે ભગવાનઆત્મા અંદર (છે) એનું સ્વરૂપ અને સ્વભાવ, સ્વ-રૂપ – સ્વ-ભાવ કેવળજ્ઞાન – એકલું જ્ઞાન, એકલું દર્શન એનું સ્વરૂપ છે. એમાં પુણ્ય-પાપ, શુભઅશુભ ભાવની ગંધ અંદરમાં નથી. આહા...હા..! એવું એ કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ છે?
જીવનો સ્વભાવ.” ભગવાન આત્માનો સ્વભાવ... આહાહા..! ભગવાન એટલે આ નિ) આત્મા, હોં ! ભગવાન એટલે. ભગવાન થઈ ગયા એ તો થઈ ગયા. આહા..હા...! આ તો અંદર ભગવાન જીવનો સ્વભાવ કેવળ – એકલું જ્ઞાન અને એકલું દર્શન એ એનો સ્વભાવ છે. આહાહા..! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દર્શન ભગવાન આત્માનો અત્યારે અનાદિ આ સ્વભાવ છે. આહા...હા...! છે ?
“તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે.” એ નિમિત્તથી કથન (છે). અશુદ્ધ પરિણતિ દ્વારા તે ઢંકાઈ ગયું છે. મલિન પરિણામ, અશુદ્ધતા કરી, મિથ્યાત્વની અને રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ – અવસ્થાથી, એનો કેવળજ્ઞાન, કેવળદર્શન સ્વભાવ હોવા છતાં મિથ્યાત્વની પરિણતિની અશુદ્ધતાને કારણે તે રોકાઈ ગયો છે. આહા...હા...! કર્મ તો નિમિત્ત છે. એ તો જડ છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ આહા..હા..! એ સ્તુતિમાં આવે છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ એકલી અગ્નિને કોઈ ઘણ નહિ મારે. પણ એ અગ્નિ લોઢામાં પેસશે તો ઘણ પડશે. એમ ભગવાનઆત્મા એકલો જ્ઞાનાનંદ સ્વભાવ (છે) એમાં એને દુઃખ અને સંસાર નથી, પણ એ પોતે રાગ અને પુણ્ય-પાપ વિકારનો સંબંધ કરે છે એ લોહમાં અગ્નિ પેસે છે
Page #401
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
એટલે એને ચા૨ ગતિના દુઃખ સહન કરવા પડે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું ! શું થાય શું કરવું આમાં ? એમ માણસને સૂઝ પડતી નથી. એ કરવું એ અંદર આનંદ અને જ્ઞાન-દર્શન સ્વરૂપ છે એને પકડીને એનો અનુભવ કરવો એ કરવાનું છે. બાકી બધી વાતું છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિનેશ્વરદેવ સર્વજ્ઞના જ્ઞાનમાંથી આવેલી આ વાત આ પ્રમાણે છે, પ્રભુ ! આહા..હા...! છે ?
એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે...' જુઓ ! એનો અર્થ એ થયો કે, અશુદ્ધ પરિણામથી પ્રગટ નથી થતું. શું કહ્યું ઈ ? ભલે આવરણને કર્મનું નામ આપ્યું પણ અહીં કહે છે કે, એ આવરણ શુદ્ધ પરિણામથી મટે છે,...' કર્મનું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે. એનો અર્થ એ થયો કે, અશુદ્ધ પરિણમનથી શુદ્ધ પરિણમન પ્રગટ થતું નથી. આહા...હા...! કર્મ તો જડ છે, બિચારા અજીવ માટી છે, એને તો ખબર પણ નથી. અમે કર્મ છીએ અને જડ છીએ એવી તો એને ખબર પણ નથી. આહા..હા....!
૩૮૮
આ ખબર કરનારો ભગવાનઆત્મા ! પોતે જ પોતાના સ્વરૂપથી ભૂલીને અશુદ્ધ પરિણમન કરે છે તે અશુદ્ધ પરિણમન જ કેવળજ્ઞાન, કેવળદર્શનને રોકે છે. બરાબર છે ? કર્મ રોકે છે (એમ) આમાં છે ને ? આહા..હા...! પ્રભુ ! કર્મ તો જડ છે ને ! એ તો માટી – ધૂળ છે, આત્મા પ્રભુ તો અરૂપી છે. એ અરૂપીને કર્મ અડતા પણ નથી. આહા...હા...!
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું પણ નથી, પ્રભુ ! માર્ગ આમ છે, ભાઈ ! પણ અહીં ટૂંકું કરવા માટે એમ કહ્યું કે, કેવળજ્ઞાનને અને કેવળદર્શનને આવરણ રોકે છે. એટલે કે ભાવઆવરણ રોકે છે. અશુદ્ધ પરિણમન એ પોતે કરે છે એ રોકે છે. એનો આરોપ નિમિત્તમાં કરીને દ્રવ્યઆવરણ રોકે (છે) એમ કહ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું છે. મુમુક્ષુ :– કથનના બે પ્રકાર છે, માર્ગ તો એક જ પ્રકારે છે.
ઉત્તર :– વસ્તુ એક જ પ્રકારે છે. આહા..હા...! એમાં આવ્યું ને પાછું ? એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે,...' તેનો અર્થ શું થયો ? કે, અશુદ્ધ પરિણામથી કર્મ બંધાય છે એ અશુદ્ધ પરિણમન શુદ્ધ પરિણમનથી મટે છે. મટે છે ત્યારે કર્મ પણ મટી જાય છે. આહા..હા...! મૂળ અર્થ કરવામાં આખો ફેર પડી ગયો. શાસ્ત્રના જે મર્મ છે એના ભાવના અર્થમાં (ફેર પડી ગયો) એટલે એટલો મોટો ગોટો ઊઠ્યો કે, આવરણ કર્મને લઈને આત્મા રખડે. અહીં તો (કહે છે), કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ’ કર્મ બિચારા શું કરે ? એ તો જડ છે, માટી - ધૂળ અજીવ (છે). આ જેમ માટી છે એમ કર્મ તુચ્છ માટી છે. આહા..હા...!
પોતાની ભૂલ પોતાના શુદ્ધ પરિણમનને ભૂલી અને અશુદ્ધ પરિણમન પોતે કરે છે તે શુદ્ધ પરિણમનને રોકે છે અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવને રોકે છે. ‘પ્રવચનસા૨’ની ૧૬મી ગાથામાં એ આવ્યું – સ્વયંભૂ ! એને બે પ્રકારના આવરણ
Page #402
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૮૯
(છે). દ્રવ્યઘાતિ અને ભાવઘાતિ કર્મ બે લીધાં છે. પ્રવચનસાર ગાથા-૧૬, સ્વયંભૂ ! ભગવાન આત્મા સ્વયં કેવળજ્ઞાન, કેવળદર્શન, આનંદનો કંદ છે) એ પોતે પોતાથી પ્રગટ થાય છે. કર્મના આવરણ ખસે માટે પ્રગટ થાય છે એમ નહિ. સ્વયંભૂ ! ત્યારે તેને કર્મ છે ને ? કર્મ બે પ્રકારના છે. એક દ્રવ્યઘાતિ, એક ભાવઘાતિ. આહા...હા...! દ્રવ્યઘાતિ (એટલે) જડકર્મ નિમિત્ત છે). ભાવઘાતિ (એટલે) પોતાની અશુદ્ધ પરિણતિનું જોર અંદર કરે છે એ ભાવઘાતિ (છે). સમજાણું કાંઈ ? ૧૬મી ગાથામાં ઈ લીધું છે.
ઘાતિકર્મ બે પ્રકારના છે. એક દ્રવ્યઘાતિ અને એક ભાવઘાતિ. અહીં દ્રવ્યઘાતિથી વાત કરી પણ એનો ભાવઘાતિ અહીં અશુદ્ધ પરિણમનમાં લઈ લીધું કે, એ અશુદ્ધ પરિણમન કરે છે એ ભાવઘાતિ કર્મ છે. આહા..હા..! આવું ઝીણું અને આવી વાતું ! ભાઈ ! શું થાય ? માર્ગ તો પ્રભુનો આવો છે અને માર્ગ તીર્થકર સિવાય ક્યાંય છે નહિ. - ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એમણે ત્રણકાળ ત્રણલોક જોયા અને ઇચ્છા વિના વાણી નીકળી એ ચીજ બીજે ક્યાંય નથી પણ એના ઘરમાં જન્મ્યા એને પણ ખબરું નથી. એ તો આ રાગ કરીએ ને રાગની મંદ ક્રિયા દયા, દાન, વ્રત પાળીએ એ કરતાં કરતાં ધર્મ થાય એમ માને છે). એ ભાવઘાતિ છે. શું કીધું ? એ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ છે એ રાગ છે અને રાગ છે એ ભાવઘાતિ કર્મ છે. આહા...હા...! એ ભાવઘાતિ કર્મને આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું કેવળજ્ઞાન કેવળદર્શનનું ભાન કરીને જે પરિણમન થયું એનાથી ભાવઘાતિનો નાશ થયો અને કર્મરૂપે નાશ થયો એ તો એના નાશ થવાની યોગ્યતાથી થયો. આહા...હા..! છે ?
(એવું આવરણ) “શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. અનાકુળ સુખનો સાગર આત્મા છે. કાલે એક કાગળ આવ્યો છે ને ? “કોટાવાળાનો” ! “કોટા'નો ને ? બહુ પ્રમોદ (વ્યક્ત કર્યો છે), ભાઈ ! “આત્મધર્મ વાંચીને તો આમ એટલું થઈ ગયું જાણે.. આહા...હા...! શું ચીજ છે આ તે !! અમને એટલો આનંદ આવ્યો છે અત્યારે કે શું કહીએ ? આ ‘આત્મધર્મમાં જે વાત આવે છે એ વાંચીને.. એમ કરીને કોટા'નો કોઈ (મુમુક્ષુ છે). કાલે કાગળ આવ્યો છે. આહા..હા...! ‘આત્મધર્મ આપણે નીકળે છે ને ? આ ‘આત્મધર્મની જ વાતું છે. આહા..હા..! બહુ પ્રમોદ બતાવ્યો છે, કાલે કાગળ આવ્યો છે.
અહીં કહે છે કે, ભગવાન આત્મા...! આ.હા...હા...હા...! “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' કર્મ નહિ, કર્મ નહિ, કર્મ જડ છે. “અપને કો આપ ભૂલ કે, હૈરાન હો ગયા' આહા..હા..! ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! મૃગની ઘૂંટી – નાભિમાં કસ્તૂરી છે), મૃગલાને કસ્તૂરીની કિંમત નથી. આહા...હા...! મૃગની નાભિમાં કસ્તૂરી (છે) એ મૃગને એની કિંમત નથી. એમ ભગવાન આત્મામાં અંતર અનંત આનંદ અને જ્ઞાન, મૃગલા જેવા અજ્ઞાનીને તેની ખબરું નથી. આહા...હા...! મારો નાથ આનંદથી ભરેલો છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૯૦
કિલશામૃત ભાગ-૫ મારે આનંદને માટે બહાર શોધવાની જરૂર નથી. આહાહા...!
એક છોડી કાલે-પરમ દિવસે બોલી હતી. નાની છોડી પાંચ વર્ષની છે ને ? ઈ પરમ દિ બોલી હતી. દ્રવ્ય એને કહીએ કે જેના કાર્ય માટે અનેરા સહાયની જરૂર ન પડે.”
ઓય...! એ છોડી બોલી) હતી. અહીં આપણે (મુમુક્ષ) છે ને ? એની નાની દીકરી છે. વાહ...! આત્મા છે ને ? ભાષા તો આવે. આહા..હા....!
દ્રવ્ય એને કહીએ... આ બેનના વચન છે. “ચંપાબેનના ! દ્રવ્ય એને કહીએ જેના કાર્યને માટે અનેરા સાધનની રાહ જોવી પડે નહિ. આહા..હા..! ભાઈએ માંગણી કરી છે, નહિ? “ઘાટકોપરવાળાએ' ! ભાઈ પાસે કેટલાક ચાકળા છે એ એને આપે. ભાઈ ! પેલાએ માગણી કરી છે. અમારે ચાકળા બનાવવા છે. તમારે થોડા ત્યાં દેવા. કાલે કાગળ આવ્યો છે કે, બેનના (વચનામૃતના) ચાકળા બનાવવા. અમારે અહીં બનાવવા છે.
એક જણાનો તો એવો પત્ર આવ્યો છે, “મલકાપુરના છે, એનો પત્ર એવો આવ્યો છે કે, બેનના વચનામૃતોના કેલેન્ડર કરો અને કેલેન્ડર ઘરે ઘરે મોકલો. એ.ઈ....! ભાઈ ! આ વચનામૃત શું છે આ તે !! આહા..હા...! કાલે આવ્યો હતો. બહુ હોશિયાર છે, નાની ઉંમરનો જુવાન છે. એણે એમ લખ્યું છે કે, બેનના વચનામૃતોના કેલેન્ડર કરીને ઘરે ઘરે કેલેન્ડર મોકલો. દરરોજ એને ખ્યાલમાં તો રહે. એવું લખ્યું છે, લ્યો ! એ..ઈ...! પોતે બેનનો બહુ ઉપકાર માન્યો છે. બાપુ ! શું છે ? ભાઈ ! અંતર અતીન્દ્રિય આનંદ !
સમ્યક્રદૃષ્ટિ થતાં ધર્મની – મોક્ષમહેલની પહેલી સીઢી પ્રગટ થાય છે). “છ ઢાળામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં, આત્માનો અતીન્દ્રિય આનંદ જે ભરચક ભર્યો છે એનો એને
સ્વાદ આવે. આહા...હા...હા....! ત્યારે તો એને હજી ચોથા ગુણસ્થાનવાળો સમકિતી કહેવાય. પાંચમાવાળો શ્રાવક એ તો વળી ક્યાંય જુદી ચીજ (છે), બાપા ! એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ વિશેષ આવે અને મુનિ છે એને તો અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન આવે. આહા...! આવો માર્ગ છે, પ્રભુ ! કહો, ભાઈ ! તમારા ઝવેરાતમાં ધૂળમાં ક્યાંય આનંદ નથી. દસ લાખ ને વીસ લાખ ને પચાસ લાખ પેદા કર્યા ને ધૂળ કર્યા. આહા..હા...! મમતા છે, ત્યાં તો દુ:ખ છે.
અહીંયાં કહે છે, પોતાનો ભગવાનઆત્મા..! આ.હા..હા.! શુદ્ધ પરિણામથી વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. જોયું ! શું કહ્યું? આહા..હા...! એ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ! પવિત્ર આનંદનું ધામ, અનંત ગુણનું ધામ પ્રભુ ! એનું શુદ્ધ પરિણમન એટલે દશામાં શુદ્ધતાની દશા કરવી એનાથી તે વસ્તુ પ્રગટ થાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું ઝીણું પડે પણ) શું થાય ? બાપુ ! માણસોને બહારની ક્રિયાકાંડમાં ગોઠવી દીધા છે અને એમાંથી ધર્મ મનાવ્યો છે. પ્રરૂપણા પણ એવી કરે કે, આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરો, (એ) કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. અરેરે! એ પ્રરૂપણા જ મિથ્યાત્વ છે. અહીં કહે છે, એના શુદ્ધ
Page #404
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૯૧
પરિણમનથી તે વસ્તુ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ?
ભગવાન ‘અમૃતચંદ્રાચાર્ય મુનિ દિગંબર સંત ! મૂળ શ્લોકો કુંદકુંદાચાર્યના. પરમાગમમંદિરમાં) વચમાં બિરાજે છે. આ બાજુ ‘અમૃતચંદ્રાચાર્યદેવ” (બિરાજે છે). આ એના શ્લોક છે. દિગંબર સંત વનમાં આનંદમાં રહેતા. અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝુલતા હતા. આ હા...હા..!
પ્રશ્ન :- શરદી નથી લાગતી ?
સમાધાન :- શરદો-ફરદો ક્યાં હતો ? જેને રાગ અડતો નથી એને શરદી ક્યાં અડે છે ? ભાઈ ! આહા..હા..! પ્રભુ ! મારગડા જુદા, નાથ ! આહાહા...! આ..હા..હા...! મુનિઓ તો જંગલમાં આનંદ – અતીન્દ્રિય આનંદમાં મોજ કરતા ! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં રસીલામાં પડ્યા હતા. આહા...હા...! એને પરિષહ અને ઉપસર્ગ ક્યાં છે ? એનું જ્ઞાન કરતાં પણ ખબર પણ નથી કે આ શું છે ? આ.હા..હા...! આ મુનિઓ – આ કુંદકુંદાચાર્યદેવ', આ “અમૃતચંદ્રાચાર્યદેવ', આ પદ્મપ્રભમલધારીદેવ', નિયમસારની ટીકાના) કર્તા, જેના મુખમાંથી પરમાગમ ઝરે છે ! આ.હા..હા..હા..! જેના મુખમાંથી પરમ-આગમ ઝરે, એમ પોતે લખ્યું છે ! પરમપારિણામિકભાવને એમણે મલાવ્યો છે ! પરમપરિણામિકભાવ એટલે ? ત્રિકાળી સ્વભાવ જે અનંત આનંદ અને જ્ઞાન, દર્શન ત્રિકાળી ધ્રુવ, તેને પરમપરિણામિક કહે છે. આહા..હા! ભેદજ્ઞાનીને જે સમકિત થાય તેને ધર્મની પહેલી દશા કહે છે. આહા..હા..!
અહીં કહે છે, એવું આવરણ) શુદ્ધ પરિણામથી મટે છે.” ઈ તો નાસ્તિથી વાત કરી. “વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. એ અસ્તિથી (વાત) કરી. શું કીધું છે ? આહાહા..! એ શુદ્ધ શુદ્ધ ચૈતન્ય પ્રભુ ! પુણ્ય અને પાપના ભાવ તો અશુદ્ધ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના જે શુભભાવ છે એ અશુદ્ધ છે. એ મેલ છે, ભાઈ ! તને ખબર નથી, પ્રભુ ! એનાથી રહિત અંદર શુદ્ધ સ્વરૂપ છે તેની સન્મુખતાના પરિણામ થાય એ શુદ્ધ પરિણમનથી (કર્મબંધ મટે છે). શુદ્ધ પરિણામ કહ્યું ને ? (શુદ્ધ) પરિણામથી અશુદ્ધતા મટે છે. એટલે કર્મ મટે છે એટલે અશુદ્ધ ભાવકર્મ મટે છે અને “વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે.' અસ્તિ -નાસ્તિ કરી. આહા...હા...!
વસ્તુ અંદર પ્રભુ ચૈતન્ય ભગવંત જિનસ્વરૂપે બિરાજે છે. એ જિનસ્વરૂપનો અનુભવ કરતાં અશુદ્ધ પરિણામ અને કર્મ મટે છે અને શુદ્ધ વસ્તુ પ્રગટ થાય છે). આહા...હા...!
પ્રશ્ન :- સન્મુખ થવા માટે શું કરવું ?
સમાધાન :- આ અંદરમાં જવું એ. આહા...હા...! જ્યાં છે ત્યાં જાવું, એ કરવું. જ્યાં ધ્રુવસ્વરૂપ ભગવાન અંદર બિરાજે છે (ત્યાં જાવું). એ તો કહ્યું નહોતું ? “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન, પણ મતમદિરા કે પાન સોં, મતવાલા સમજે ન” “ઘટ ઘટ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯૨
કિલશામૃત ભાગ-૫
અંતર જિન વસે આ “બનારસીદાસનું (બનાવેલું પદ છે). આ ઘટમાં જિન વસે છે, પ્રભુ ઈ જિનસ્વરૂપી છે. એ જિનસ્વરૂપ છે તો પ્રગટ થઈને પર્યાયમાં જિનસ્વરૂપ આવે છે. આ..હા..હા..!
મુમુક્ષુ :- ઘટ ઘટમાં વસે છે !
ઉત્તર :- ઘટ ઘટ અંતર, આ બધા દેહના ઘટમાં અંદર જિનસ્વરૂપ પરમાત્મા બિરાજે છે. એ આત્મા પરમાત્વસ્વરૂપ છે. અરે..! એને કેમ બેસે ? ભાઈ ! બે બીડી પીવે તો પાયખાને જંગલ ઉતરે ! આવા તો અપલખણ ! એને એમ કહેવું. આહા..હા...! ભગવાન ! તું જિનસ્વરૂપી છો, નાથ ! અરેરે..! જો જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનવીતરાગતા આવશે ક્યાંથી ? ક્યાંય બહારથી આવે એવું છે ? આ.હા.હા...!
ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન” જેનપણું ક્યાં રહે છે ? (એમ) કહે છે. કોઈ શરીરની ક્રિયામાં, કોઈ વ્રતના પરિણામમાં જૈનપણું નથી. આહા..હા..! એ જિનસ્વરૂપને રાગથી ભિન્ન પડીને અનુભવે એને જૈન કહેવામાં આવે છે. આહા...હા..! પછી ભલે એ હરિજન હો પણ જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યને અનુભવ્યો તે જૈન છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ! આ શું છે ? આવો માર્ગ છે, બાપુ !
બે વાત કરી. “એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તસ્વરૂપે પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. જોયું ? આ..હા..હા..! પૂર્ણાનંદનો નાથ ભગવાન છે તે આત્માને આદરણીય છે. જ્ઞાનીને પણ વ્યવહાર વચમાં આવે ખરો પણ તે ઉપાદેય નથી, હેય છે. આહાહા...! સમ્યક્દષ્ટિને – જ્ઞાનીને, અરે..! મુનિને પણ પંચ મહાવ્રતના વિકલ્પ આવે પણ તે હેય છે. એ ઉપાદેય નથી, આદરણીય નથી. આહા..હા..!
ઉપાદેય અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એને ઉપાદેય કરતાં પર્યાયમાં શુદ્ધ પરિણતિ પ્રગટે તે ઉપાદેય છે. આહા..હા...! આવો માર્ગ ! માણસને એકાંત લાગે. એકાંત છે... એકાંત છે. એમ કહે છે કે નહિ? “સોનગઢમાં એકાંત છે. પ્રભુ ! સાંભળ, ભાઈ !
મુમુક્ષુ - વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહેતા નથી.
ઉત્તર :- પણ વ્યવહારથી નિશ્ચય થાય નહિ તો ક્યાંથી કહે ? વ્યવહાર છે, નિશ્ચય છે. સ્વભાવને આશ્રયે થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એ એકાંત છે. આહાહા..! આવી વાતું છે. સમજાણું કાંઈ ?
‘આવું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે.” આ...હા...હા...! ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે ઉપાદેય છે અને પુણ્ય-પાપના વિકાર વિનાની શુદ્ધ સ્વરૂપની સમ્યગ્દર્શન, જ્ઞાનની નિર્મળ પરિણતિ થાય, એ પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. આહા...હા...! આવી વાતું ! આહાહા....
કેવી છે જ્ઞાનજ્યોતિ ?” “ક્ષપિતિમિર’ ‘વિનાશ કર્યા છે જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ
Page #406
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૯૯
જેણે,...’ આહા..હા...! ‘તિમિર્’નો અર્થ આવરણ કર્યો. ભાવઆવરણ છે ને ? આ અશુદ્ધતાનું પરિણમન (છે) એ ભાવઆવરણ છે. જ્ઞાનજ્યોતિએ અંદરમાં એકાગ્ર થઈને તેનો નાશ કર્યો છે. આહા..હા...! જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રભુ બિરાજે છે એને પર્યાયમાં ઝળહળ જ્યોતિ પ્રગટ કરી અને અશુદ્ધતાના આવરણનો તેણે નાશ કર્યો છે. આહા..હા...!
વળી કેવી છે ?” જ્ઞાનજ્યોતિ ! જ્ઞાનજ્યોત ! આહા..હા...! જેમ અગ્નિની જ્વાળા ઉધઈ આદિને બાળીને રાખ કરે... આહા..હા...! એમ ચૈતન્યજ્યોતિ અજ્ઞાન અને રાગ-દ્વેષનો નાશ કરે એવી એનામાં તાકાત છે. આ..હા..હા...! સમજાણું કાંઈ ? જ્ઞાનજ્યોતિ કીધી છે ને ? “સ્વયં જ્યોતિ સુખધામ’ ‘શ્રીમમાં આવે છે ને ? સ્વયં જ્યોતિ ! એનો કોઈ ઈશ્વરફીશ્વ૨ કર્તા નથી. આહા..હા...! એ તો સ્વયં જ્યોતિ ચૈતન્ય છે. એવી સ્વયં જ્યોતિ ચૈતન્ય કેવી છે ?
૩૯૩
‘સર્વ ઉપદ્રવોથી રહિત છે.’ ‘સાધુ' ‘સાધુ' એમ શબ્દ વાપર્યો છે. ‘સાધુ’નો અર્થ ભલો થાય છે, ભલો ! કેવી છે જ્ઞાનજ્યોતિ ? ભલી છે. એટલે ? પ્રતિકૂળ ઉપદ્રવથી રહિત છે. આહા..હા...! જ્યાં ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ, કેવળજ્ઞાન અને આનંદ... આહા..હા...! શક્તિરૂપે હતું એ વ્યક્તરૂપે થયું એ જ્યોતિ ઉપદ્રવથી રહિત જ્યોતિ છે. એને હવે કોઈ ઉપદ્રવ રહ્યો નથી. આહા..હા...!
‘સર્વ ઉપદ્રવોથી રહિત છે.' આ..હા..હા...! એવી જ્ઞાનજ્યોતિ પ્રભુ ! જેમ લીંડીપી૫૨ ચોસઠ પહોરી તીખાશ ભરી છે તો પ્રગટ થાય છે. હવે ચોસઠ પહોરી પ્રગટ થઈ એની હવે ત્રેસઠ પહોચી થાય એવું છે નહિ. આહા..હા...! લીંડીપીપર આ છોટીપીપર ! ચોસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો – સોળ આના ચોસઠ પૈસા. અંદર તીખાશ ભરી છે. હિન્દી ભાષામાં એને ચ૨૫૨ાઈ કહે છે. પૂર્ણ ચર૫ાઈ પડી છે એ ઘસીને બહાર આવે એ ચોસઠ પહોરી હવે ત્રેસઠ પહોરી ન થાય. આહા..હા...! એમ ભગવાનઆત્મા ચોસઠ એટલે રૂપિયે રૂપિયો જે જ્ઞાન, આનંદથી પરિપૂર્ણ અંદર ભર્યો છે એના શુદ્ધ પરિણમનથી અશુદ્ધતા ગઈ અને શુદ્ધ પરિણમન થયું એને હવે કોઈ ઉપદ્રવ છે નહિ. આહા..હા...! આવી વાતું ઝીણી પડે, શું થાય ? માર્ગ બાપુ ! આવો છે. આકો લાગે, પ્રભુ ! વસ્તુ તો આવી છે. આવું કરે છૂટકો છે, બાપુ ! આહા..હા...! બહારમાં ફાંફાં મારીને મરી જશે તો હાથ નહિ આવે. ...હા...! આ વ્રત કર્યાં ને તપસ્યાઓ કરી ને અપવાસ કર્યાં ને પૂજાઓ કરી ને લાખોકરોડો રૂપિયા દાનમાં ખર્ચા માટે કાંઈક ધર્મ થશે (એમ નથી). બાપુ ! ધર્મ તો જુદી ચીજ છે. આ..હા..હા...! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે તો વીતરાગભાવમાં ધર્મ બતાવ્યો છે. આ..હા..હા...! પોતે વીતરાગ થયા, વીતરાગ જિન સ્વરૂપ હતું (એમાંથી થયા). શું કહ્યું ઈ ? આત્માનું વીતરાગ જિન સ્વરૂપ હતું એ પર્યાયમાં જિન સ્વરૂપ વીતરાગ થયા એણે ઉપદેશમાં વીતરાગભાવ પ્રગટ કરીને વીતરાગતા કરવી એનો ઉપદેશ આપ્યો. એટલે પ્રથમ સમ્યગ્દર્શન
—
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૪
કલશામૃત ભાગ-૫
પણ વીતરાગી પર્યાય છે. જિન સ્વરૂપ ત્રિકાળી છે એનો અનુભવ થઈને પ્રતીતિ – સમ્યગ્દર્શન કરવું એ પણ વીતરાગી પર્યાય છે. વસ્તુ જિન સ્વરૂપ, એનો માર્ગ જિન સ્વરૂપ, એનું ફળ પૂર્ણ જિન સ્વરૂપ. આ..હા...હા..! આવું છે.
વળી કેવી છે ?” “UIનાં રાત્રિીના ૩યં તાર” જોયું ? ભાષા એવી આવી. ‘કર્મબંધના કારણ એવા જે રાગ-દ્વેષ....” જોયું ? પુણ્ય અને પાપના ભાવ, રાગ-દ્વેષ ભાવ.. આહા...હા..! “મોહરૂપ અશુદ્ધ પરિણામ...” આહા...હા...! છે ? તેમના પ્રગટપણાને મૂળથી જ ઉખાડતી થકી,...” આ...હા...હા...! જોયું ? મૂળથી કીધું, જોયું ? તારય) છે ને ? વિદારે છે, વિદારી નાખે છે. શુદ્ધ પરિણતિ દ્વારા અશુદ્ધ પરિણતિ વિદારાય – નાશ થઈ જાય છે. આહા...હા...! જેમ કરવત વડે લાકડાના બે કટકા થઈ જાય છે એમ રાગ અને ભગવાન આત્માના ભેદજ્ઞાન દ્વારા બે જુદા પડી જાય છે. આહા...હા...!
“મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે?” “” ભાષા વાપરી છે ! નિર્દયપણે ! નિર્દયપણે ! આહા...હા...! નિર્દયપણે વિચારે છે. જરી પણ દયા રાખતો નથી કે આ રાગનો અનાદિ સંબંધ છે તો કેમ તોડું ? આહા..હા..! પરમાત્મપ્રકાશમાં કહ્યું છે. રાગ એ અનાદિનો બંધવ હતો ને ? બંધુનો મારનાર તું છો. સંબંધ અનાદિનો (છે). રાગ. રાગ. રાગ.... રાગ... રાગ... રાગ... રાગ... એ તો ભાઈબંધ હતો, બંધુ હતો. ધર્મી એ બંધુને છેદી નાખે છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
નિર્દયપણાની માફક.” આ..હા...! નિર્દયપણે કરીને એટલે જરી પણ અંશ ન રહે. ચીરી નાખે ! આહાહા..! નાનામાં નાનો રાગનો અંશ છે અને પ્રભુ ભિન્ન છે, એમ બેને ભિન્ન પાડી નાખે છે. ભેદજ્ઞાનજ્યોતિ તે બેને જુદા પાડી નાખે છે. આહા...! એક કોર પ્રભુ ચૈતન્ય અને એક કોર રાગનો અંશ. અંદર ભેદજ્ઞાનજ્યોતિ એ બેને જુદા પાડી નાખે છે. આહા...હા..! કોની પેઠે? કરવતની પેઠે. એ વિશેષ લેશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૬, રવિવાર તા. ૦૧-૦૧-૧૯૭૮.
કળશ-૧૭૯, ૧૮૦ પ્રવચન–૧૯૧
“કળશટીકા ૧૭૯ (કળશનો) છેલ્લો થોડો અધિકાર છે. ‘ાર્ય વર્ચે અધુના સ: ઇવ પ્રમુઈ’ છે છેલ્લું ? (ઉપરથી) ત્રીજી લીટી. શું કહે છે ?
- રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં....” આત્મામાં રાગ, દ્વેષ અને મિથ્યાત્વ થતાં નવા કર્મ ક્ષણે ક્ષણે આવે છે. એને રોકવા માટે... છે ને ? ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના
Page #408
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૯૫ બંધને...” (સ: ) જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે મટાડીને.” શું કીધું ? આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો આશ્રય લઈને જે કાળે રાગાદિ મટે તે કાળે કર્મ પણ મટી જાય છે.
જે સમયે આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ ! એ ધ્રુવનો આશ્રય કરતાં પ્રથમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે મિથ્યાત્વ (ભાવ) ટળે છે, ત્યારે મિથ્યાત્વ કર્મ પણ ટળે છે. વિશેષ શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ધ્રુવનો વિશેષ આશ્રય લેતાં ચારિત્ર થાય છે, આનંદની દશા વધે છે તેમ તે રાગની – દુઃખની દશા ઘટે છે, તેમ કર્મનું આવવું પણ અટકી જાય છે. સમજાણું કાંઈ ?
જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે મટાડીને.” આ..હા...હા...! ચૈતન્ય ભગવાન જિનસ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જિન સ્વરૂપ છે, એનો આશ્રય લેતાં વીતરાગતા જેટલે અંશે પ્રગટે તેટલે અંશે અંદર રાગની અશુદ્ધતાનો નાશ થાય છે. આ..હા..! છેલ્લું છે ને ? છેલ્લો કળશ (છે). અને પૂર્ણ આશ્રય લેતાં વીતરાગતા પૂર્ણ થતાં પૂર્ણ રાગ, દ્વેષનો નાશ થાય છે એટલે નવા કર્મનું પણ આવવું થતું નથી.
કેવો છે બંધ ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે.” આઠ કર્મ છે ને ? એ અસંખ્યાત લોકમાત્ર કર્મના રજકણોની, સ્કંધની સ્થિતિ છે). એ કર્મ અટકી જાય છે એમ કહેવું છે. ભગવાન આનંદસ્વરૂપ આત્મા ! એનું અવલંબન લઈને જે આનંદ પ્રગટે તે જ કાળે તેના વિરુદ્ધના રાગનો નાશ થાય છે અને તે જ કાળે કર્મના નિમિત્તનો પણ અભાવ થાય છે.
કેવો છે બંધ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે...... છેલ્લો સાર કહે છે. કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું.” શું કહે છે ? વસ્તુ તો આવી રીતે વિદ્યમાન જ હતી. મુક્ત થાય, મુક્ત થાય એમ તમે કહો છો પણ વસ્તુ તો મુક્તસ્વરૂપ જ હતી. શું કહ્યું? શિષ્યનો આ પ્રશ્ન છે કે, આ આત્મા છે એ તો દ્રવ્ય વસ્તુ પ્રગટ, ત્રિકાળ પ્રગટ જ છે, શુદ્ધ જ છે. એમાં પ્રગટશે એમ જે આપે કહ્યું એ શું? વસ્તુ તો અંદર પ્રગટ છે. ચૈતન્ય આનંદ, જ્ઞાનાદિ ગુણનો પિંડ તો પ્રગટ છે. છે ?
“આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. એમાં તમે કીધું કે, પ્રગટ્યું – ઈ શું કહો છો ? છે તો એ ચીજ અનાદિ નિત્યાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ પ્રભુ ! જિવસ્વરૂપી દ્રવ્ય તો ત્રિકાળ છે. એમાં તમે કહ્યું કે, પ્રગટ્યું આ, ઈ શું પ્રગટ્યું ? પ્રગટ તો છે.
સમાધાન આમ છે કે દ્રવ્યરૂપ તો જોકે વિદ્યમાન જ હતું...” વસ્તુરૂપે તો ભગવાન વીતરાગ અને પરમાનંદ સ્વભાવરૂપ હતી, ચીજ તો હતી જ. છે ? “તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું.” આ..હા...! શક્તિરૂપે સ્વભાવરૂપે તો પ્રગટ દ્રવ્ય શુદ્ધ ચૈતન્યઘન છે પણ તેનો અનુભવ કરતાં એમ કહે છે. છે ને ? ‘તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં....” રાગાદિના
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૬
કિલશામૃત ભાગ-૫
બંધનો નાશ કરતાં પર્યાયમાં પ્રગટપણે દ્રવ્યનો સ્વભાવ પૂર્ણ પ્રગટ થાય છે. શું કીધું સમજાણું?
બંધનો છેલ્લો સરવાળો કર્યો કે, વસ્તુ તો અંદર હતી, ચિહ્વન, આનંદકંદ, જિનસ્વરૂપી પૂર્ણાનંદ સ્વરૂપ જ છે એ તો, પ્રગટ જ છે, સત્ તરીકે તો છે. શું પ્રગટ્યું? તો કહે છે કે, બંધનો નાશ થવાથી પર્યાયમાં જેવો દ્રવ્ય સ્વભાવ હતો એવો પ્રગટ્યો. સમજાણું કાંઈ આમાં ? બહુ ટૂંકી ભાષા !
વસ્તુ તો જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપ જ આત્મા ત્રિકાળ છે. ત્યારે હવે પ્રગટ્ય શું? કે, રાગાદિના સંબંધના બંધને છેદી અને જેવું એનું દ્રવ્ય સ્વરૂપ છે એવું પર્યાયમાં પ્રગટ થયું. બંધ દૂર કરીને અબંધ પરિણામ પ્રગટ થયા. અબંધ સ્વરૂપ તો હતું. સમજાણું કાંઈ? આહા..હા..! ભગવાનઆત્મા ! દ્રવ્ય સ્વરૂપ તો ત્રિકાળ અબંધ જ છે પણ જે પર્યાયમાં રાગ અને દ્વેષ વિકારનો સંબંધરૂપી બંધ (હતો) એને દૂર કરીને, જેવું દ્રવ્ય શુદ્ધ છે એવું પર્યાયમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંતી ઈશ્વરતા પ્રગટ થતાં કર્મ દૂર થયાં તો આ પર્યાયમાં પ્રગટ થયું. સમજાણું કાંઈ આમાં? આહાહા...!
આત્મા શક્તિરૂપે તો પોતે પરમાત્મા છે જ. શક્તિરૂપ એનો સ્વભાવ તો પરમાત્મરૂપ જ છે. અનંત ચતુષ્ટય – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ પૂર્ણ શક્તિનો ભંડાર તો દ્રવ્ય સ્વભાવ છે જ. ત્યારે પ્રગટ્ય શું ? દ્રવ્ય સ્વભાવ તો છે પણ પર્યાયમાં એ દ્રવ્યનો આશ્રય કરીને પૂર્ણ આનંદ આદિ પ્રગટ થયા ત્યારે બંધ દૂર થયો. બંધ દૂર થયો ત્યારે પૂર્ણ આનંદ પ્રગટ થયો. પૂર્ણ આનંદ હતો, શક્તિરૂપે આનંદ હતો એ બંધને દૂર કરીને વ્યક્તરૂપે પરમાનંદ પ્રગટ થયો. સમજાણું કાંઈ આમાં? આવી વ્યાખ્યા છે. બહુ ટૂંકું કરી નાખ્યું.
અંદર ભગવાન આત્મા જિનસ્વરૂપી જ પ્રભુ તો અનાદિ છે. દ્રવ્ય સ્વભાવ તો જિનસ્વરૂપી વીતરાગમૂર્તિ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્યનો પિંડ પ્રભુ દ્રવ્ય સ્વરૂપ તો અનાદિ છે, પણ પર્યાયમાં જે કર્મના નિમિત્તનો સંબંધ હતો એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળીને દ્રવ્યમાં જે પૂર્ણાનંદ દશા પ્રગટ થઈ એ બંધ ટળતાં અબંધ પરિણામ થયા એ પ્રગટ થયું. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ લ્યો હવે ! એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રણઇન્દ્રિયા કરતા હોય. મિચ્છામિ દુક્કડમ્ (ક) એમાં આ ક્યાં સમજે ?
અહીં તો બહુ જ ટૂંકું કરીને એકદમ.... વસ્તુ મુક્ત સ્વરૂપ તો છે, પ્રગટ છે, વ્યક્ત છે. અસ્તિ છે, મોજૂદ ચીજ તો પડી છે. હવે ત્યારે તમે કીધું એમાં પ્રગટ્ય શું ? ભાઈ ! મોજૂદ તો છે પણ પર્યાયમાં રાગ ને દ્વેષ ને અજ્ઞાન હતા એ પર્યાયમાં રાગ, દ્વેષ અને અજ્ઞાન હતા. એ રાગ, દ્વેષ અને અજ્ઞાનને ટાળી પર્યાયમાં વીતરાગ અને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
ભાવ આવ્યું નહોતું ? ભાવનિક્ષેપ ! ભાવનિક્ષેપ આવ્યો હતો ને ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
Page #410
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૯૭ ભાવ. એ વસ્તુ તો વસ્તુ તરીકે છે, એ વસ્તુ ભાવમાં ઉલ્લસી. પર્યાયમાં ઉલ્લસી. આહા..હા...! જે શક્તિરૂપ અને સ્વભાવરૂપ તો છે, દ્રવ્ય સ્વરૂપે તો છે પણ તેનો આશ્રય કરીને પર્યાય તરીકે આખો ભાવ ઉલ્લસી પ્રગટ થયો. એનું નામ મોક્ષ અને મોક્ષનો માર્ગ. આહા...હા...! જેટલે પ્રકારે બહાર ઉલ્લસીને ભાવ આવ્યો એટલા પ્રકારે રાગના બંધના સંબંધનો અભાવ કર્યો અને અબંધ પરિણામને પ્રગટ કર્યા. આહા...હા...! આવી વાત છે. છેલ્લી એ વાત કરી, જોયું ને ?
(મથુના) (એટલે) હવે, એમ. છે તો છે પણ એ તો શક્તિરૂપ છે, સ્વભાવરૂપ છે, વસ્તુરૂપ છે, પણ છે અને પર્યાયમાં શી રીતે લાવવો ? આહા..હા..! વસ્તુ તરીકે પ્રગટ છે. એને પર્યાય તરીકે પ્રગટ શી રીતે લાવવો ? વસ્તુ તરીકે છે એનો જેટલો આશ્રય લીધો તેટલો પર્યાયમાં ઉલ્લસીને ભાવ પ્રગટ થયો અને તેટલા પ્રમાણમાં રાગનો સંબંધ અને બંધ તૂટી ગયો. પૂર્ણ આશ્રય જ્યાં કર્યો તો પૂર્ણ વસ્તુ છે તેનો) પૂર્ણ આશ્રય કર્યો તો પૂર્ણ પર્યાય પ્રગટ થઈ અને બંધનો અભાવ થયો. આહા..હા..! સમજાણું કાંઈ આમાં ? બહુ
(પુના) ધંધુ' એટલે હવે, એમ. તોપણ “ધુનો અર્થ કર્યો તોપણ. વસ્તુ તો વસ્તુ છે, ભગવાન અનાદિ જ્ઞાયકભાવ પણ તેનું અવલંબન લઈને પર્યાયમાં એ વસ્તુનો જેવો સ્વભાવ હતો એવો પર્યાયમાં પૂર્ણ પ્રગટ થયો. એ વખતે પૂર્ણ રાગાદિનો સંબંધ છૂટી ગયો. બંધનો અભાવ અને અબંધના પરિણામની પૂર્ણતા. અબંધ સ્વભાવ, અબંધ સ્વભાવને આશ્રયે અબંધ પરિણામનું પ્રગટવું અને તેને કર્મના સંબંધના બંધનો અભાવ થવો એક સમયે છે.
મુમુક્ષુ :- આખો દરિયો ઉછળ્યો ! ઉત્તર :- આખો દરિયો ઉછળ્યો !! પ્રશ્ન :- આખું દ્રવ્ય પર્યાયમાં આવી ગયું ?
સમાધાન :- દ્રવ્યની શક્તિ છે એ પર્યાયમાં આવી, પ્રગટ થઈ. અંદર પૂર્ણ જ્ઞાન છે તો પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું. અનંત આનંદ છે તો પર્યાયમાં અનંત પ્રગટ થયો. ત્યાં તો પાછું છે એમ છે. ત્યાં અંદર તો છે એમ છે. અનંત આનંદ પ્રગટ થયો છતાં એ વસ્તુ તો અનંત આનંદ સ્વરૂપ છે ઈ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું છે.
જેવું દ્રવ્યનું શક્તિરૂપ, સ્વભાવરૂપ સત્ છે, દ્રવ્ય સત્ છે એનું જેટલું પૂર્ણ સત્ત્વ છે એનો પૂર્ણ આશ્રય લેતાં પર્યાયમાં સન્ના સત્ત્વની પૂર્ણ દશા પ્રગટ થાય છે અને એ પ્રગટ થતાં બંધનો અભાવ થાય છે. કહો, સમજાય છે કાંઈ ? આહા...હા...! કેટલો પુરુષાર્થ છે ! એમ કહે છે. શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ કરવી (એ પુરુષાર્થ માગે છે). શક્તિ – સામર્થ્ય છે ખરું, પણ એને પર્યાયમાં પ્રગટ કરવી (એમાં) અનંતો પુરુષાર્થ છે. આહાહા...! જ્યાં પૂર્ણ છે ત્યાં પર્યાયને વાળી અને પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ કરવી તે વખતે પૂર્ણ બંધનો
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૮
કલશામૃત ભાગ-૫
અભાવ છે. આ બંધનો અધિકાર અહીં પૂરો કર્યો. આહા...હા...! સમજાય છે કાંઈ ?
બીજી રીતે કહીએ તો આત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રગટ થાય છે એ કોઈ બહારથી આવતું નથી. આહા...હા...! મોક્ષ દશા જે પ્રગટ થાય છે એ દશા કાંઈ બહારથી આવતી નથી. એ મોક્ષ સ્વરૂપ જ છે. ત્રિકાળ મોક્ષ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. એને પર્યાયમાં જે રાગના બંધનો સંબંધ હતો એ ત્રિકાળી અબંધ સ્વભાવ – મુક્ત સ્વભાવનો આશ્રય લઈ – અવલંબન લઈને પર્યાયમાં એ મુક્ત દશા પ્રગટ થઈ ત્યારે બંધ દશાનો અભાવ થયો. આહા..હા..! સમજાણું કાંઈ ?
ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદર એકાગ્ર થાય એટલે શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થાય. સ્થૂળ ઉપયોગ ત્યાં કામ કરે જ નહિ. સ્થૂળ ઉપયોગ તો રાગમાં જોડાય છે. સૂક્ષ્મ ઉપયોગ થઈ
જ્યાં પૂર્ણ સ્વરૂપ છે ત્યાં જઈ અને શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણ થાય તેને મુક્ત કહેવાય છે, તેને બંધનો સર્વથા અભાવ કહેવાય છે. આહા..હા..! આવી વાતું છે. એ અધિકાર ત્યાં પૂરો કર્યો. બંધનો અભાવ (થયો) અને મુક્તિની પર્યાય પ્રગટ થઈ). મુક્ત સ્વરૂપ છે એવી મુક્ત પર્યાય પ્રગટ થઈ. એમ કરીને અધિકાર પૂરો કર્યો. આહાહા..!
“મોક્ષ અધિકાર' ! કળશ-૧૮૦.
(શિરી)
द्विधाकृत्य प्रज्ञाकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१-१८० ।।
ખંડાન્વય સહિત અર્થ – ‘રૂાન પૂઈ જ્ઞાને વિનયને” (રૂાની) અહીંથી શરૂ કરીને (પૂU જ્ઞાનં, શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમસ્ત આવરણનો વિનાશ થતાં થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે વિનય) આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? “તસવવૃત્ય” (ત) કર્યો છે (વ યં કરવાયોગ્ય સમસ્ત
Page #412
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૭૯
૩૯૯
કર્મનો વિનાશ જેણે, એવું છે. વળી કેવું છે ? “ઉન્મmહનપરમાનન્દસરસ' (૩”ન્ન) અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું જે (સહનપરમાનન્દુ) દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી (સરસં) સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે ? “પુષમ્ સાક્ષાત્ મોક્ષ નય' (પુરૂષ) જીવદ્રવ્યને સાક્ષાત્ મોક્ષ) સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વઅવસ્થાના પ્રગટપણારૂપ (નવ) પરિણમાવતું થકું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે ? “પર” ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે ? “ઉપામૈઋનિયત' એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે ? “વન્યપુરૂષ દિધાત્ય' (વ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને પુરુષ શુદ્ધ જીવદ્રવ્ય તેમની, દિત્ય) “સર્વ બંધ હય, શુદ્ધ જીવ ઉપાદેય' એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે – પ્રજ્ઞા નાત્” (પ્રજ્ઞા) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે ( ર) કરવત, તેના દ્વારા વર્તના) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુગલવસ્તુ કાષ્ઠ ઈત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે, તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧–૧૮૦.
द्विधाकृत्य प्रज्ञाकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम् । इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१-१८० ।।
સ” આવું જોયું ? (એક મુમુક્ષ) કહેતા, “સરસ શબ્દ તો હિન્દીમાં પણ આવે છે. સરસ સરસ આહા...હા...! સ-રસ = રસસહિત. સ-ર-સ, સરસ... સરસ એટલે રસ સહિત. એનું નામ સરસ. આહા...હા...! અતીન્દ્રિય આનંદનો સરસ – રસ (સહિત). સમજાણું?
શબ્દાર્થ : “ફવાની પૂ જ્ઞાન વિનયને” (રૂદ્રાની) “અહીંથી શરૂ કરીને.' (અર્થાત) મોક્ષ શરૂ થાય છે. મોક્ષપર્યાય અનાદિની નથી. મોક્ષ શક્તિરૂપ દ્રવ્ય અનાદિનું છે પણ મોક્ષની પર્યાય અનાદિની નથી. ઈ તો “ફાન (અર્થાતુ) નવી શરૂ થાય છે. આહાહા...!
છે ?
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૦)
કલશામૃત ભાગ-૫ (રૂાની‘અહીંથી શરૂ કરીને.” (પૂર્ણ જ્ઞાન) “શુદ્ધ જ્ઞાન” પૂર્ણ જ્ઞાન (એટલે) કેવળજ્ઞાન. આહાહા..! “સમસ્ત આવરણનો વિનાશ થતાં...” શુદ્ધ જ્ઞાન થાય છે.” આહા...હા..! મોક્ષ અધિકાર છે ને? પહેલાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ (છે) એનું જઘન્ય અવલંબન – આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય છે, મિથ્યાત્વનો નાશ થાય છે પછી ત્રિકાળી આનંદનો વધારે આશ્રય લેતાં ચારિત્ર થાય છે. ત્યારે તે અચારિત્રના પરિણામ અને અચારિત્ર કર્મ નાશ થાય છે. ઉગ્ર આશ્રય લેતાં શુક્લધ્યાન થાય છે અને જે અસ્થિરતા હતી તેનો નાશ થાય છે. પૂર્ણ ઉગ્ર આશ્રય લેતાં કેવળજ્ઞાન થાય છે. અપૂર્ણતા અને આવરણનો નાશ થાય છે. સમજાણું કાંઈ ? આ નિશાળ બીજી જાતની છે. આહા...હા...! એક તો સંસારના કામ આડે નવરાશ ન મળે. આખો દિ પાપ, પાપ ને પાપ. એમાં હજી પુણ્યના પણ ઠેકાણા ન મળે અને આ ધર્મ સમજવા માટે તો ઘણો પુરુષાર્થ જોઈશે. સમજાણું કાંઈ ? આહાહા...!
એ પૂર્ણ શક્તિવંત શું છે ? એ વાત અંદરમાં હજી જ્ઞાનમાં આવવી એ પણ કઠણ છે. આહાહા...! ભગવાન પૂર્ણ જ્ઞાન પૂર્ણ, આનંદ એવી અનંત શક્તિઓ તે બધી શક્તિઓ પૂર્ણ છે અને અનંત શક્તિનું પૂર્ણ એકરૂપ તે દ્રવ્ય છે. આહા..હા....! એટલે ગુણ અનંત કહ્યા અને એનું એકરૂપ દ્રવ્ય કહ્યું. હવે, એ અનંત ગુણની અનંતતાનું એકરૂપ એવા દ્રવ્યનો આશ્રય કરતાં.... આહા..હા...! આશ્રય પર્યાય કરે છે. આશ્રય એટલે ? પર્યાયનો તે તરફ ઝુકાવ થાય છે. આહા...હા...! ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત આનંદ પ્રભુ પડ્યો છે. પરમાત્મસ્વરૂપ જ ઈ છે. વસ્તુ પરમાત્મ – ભગવત્ સ્વરૂપ છે. એ ભગવત્ સ્વરૂપનો આશ્રય લઈને જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય, પૂર્ણ નિર્મળ (પર્યાય) પ્રગટ થાય તેને મુક્તિ કહે છે. અલ્પ નિર્મળ થાય તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. આહા..હા....! શબ્દો તો ઘણા સહેલા પણ એના ભાવ, બાપુ ! બહુ મોંઘા છે ! આહા..હા....!
કહે છે કે, શુદ્ધ જ્ઞાન (સમસ્ત) આવરણનો અભાવ થતાં તે “શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે....” “વિનય છે ને ? ‘વિનય આહાહા....! જેણે આ આત્મા આનંદસ્વરૂપ પ્રભુ! એનો પૂર્ણ (અવલંબન) લઈને જે કેવળજ્ઞાન, આનંદ આવ્યો એનો હવે વિજય થયો. એ વિજય હવે અનંત કાળ રહેવાનો. આહા..હા..! ‘વિનય ભાષા જોઈ ? “આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી.” એનું નામ “વિનયતે” આહાહા.!
જેમ આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ શક્તિનું પૂર્ણ રૂપ છે), એનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય એ પડતું નથી. અહીં તો ત્યાંથી લેવું છે. પછી સ્વરૂપમાં સ્થિરતા થતાં ચારિત્ર થાય. એ ચારિત્રની મર્યાદા છે. જેને હજી ભવ કરવો છે એને મરણ સુધી ચારિત્ર રહેશે. પછી ચારિત્ર નહિ રહે પછી સ્વર્ગમાં જશે. પણ એ ત્રીજા ભવમાં ચારિત્ર પ્રગટ કરશે જ. એવી શૈલીવાળું ચારિત્ર એને આવશે. આહાહા.! કહ્યું ઈ ?
Page #414
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૦૧
ભગવાન આત્મા અહીં તો હવે મોક્ષમાંથી પાછો ફરે નહિ એમ લેવું છે ને ? પૂર્ણ ! વિજય થઈ ગયો. આહાહા...! અહીંયાં તો સમ્યગ્દર્શન થતાં પણ દર્શનનો વિજય થયો. પૂર્ણાનંદના નાથને અનુભવમાં લેતા... આ..હા..હા..! વિજય થયો. એ વિજય આગામી અનંત કાળ રહેવાનો. આહા..હા..! અહીંયાં શૈલી એવી છે ! દિગંબર સંતોની શૈલી! આવ્યું એ આવ્યું, પડે નહિ. પડે એવું જ્ઞાન કરાવવા સમજાવ્યું છે પણ વસ્તુસ્થિતિ તો આ છે.
જેમ કેવળજ્ઞાન આવ્યું પડે નહિ – જાય નહિ, વિજય થઈ ગયો એમ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પણ પર્યાયમાં આવ્યા એનો પણ વિજય થયો. ભલે ચારિત્ર પૂર્ણ ન થાય એટલે) એક ભવ કરવો પડે, ચારિત્ર ન રહે પણ ચારિત્ર પ્રગટ થશે એવી ધારાવાહીથી જ ત્યાં જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! એટલે આત્મા આનંદસ્વરૂપનો અનુભવ થઈને પ્રતીતિ કરી એમાં વેદન એમ આવ્યું કે, આમાં જેટલો ઠરીશ એટલા કર્મ નાશ થશે. આવે છે ને ? (‘સમયસારની) ૧૭-૧૮ ગાથા. એ તો અંદર સમ્યગ્દર્શન થતાં જ આ તો ભાવ આવે છે કે, આમાં હું જેટલો ઠરીશ એટલા કર્મનો અભાવ થશે. પણ અભાવ થશે એ દર્શન પૂરતો જે અભાવ (થયો) છે એ અભાવ તો કાયમ રહેવાનો અને ચારિત્ર પુરતો જે અભાવ (થયો) છે એ હજી જીવન પર્યત રહેશે. પણ છતાં એવી ધારાથી ત્યાં સ્વર્ગમાં જશે. જેમ (મુસાફરને) માર્ગ કપાણો નહિ અને ધર્મશાળામાં થોડીવાર રોકાય છે. પચીસ ગાઉ ચાલવું હોય અને સોળ ગાઉ ચાલ્યા (ત્યાં) રાત પડી ગઈ (તો) ધર્મશાળામાં પડ્યા રહે (અને) સવારમાં ઉઠીને ઈ ચાલવાના જ છે. આહા...હા...! એમ આત્માના પૂર્ણાનંદ દ્રવ્યનો અપ્રતિહત ભાવ સમ્યગ્દર્શન પ્રગટ્યું એની સાથે ચારિત્ર પ્રગટ્યું એ ભલે ભવ સુધી રહ્યું પણ સ્વર્ગમાં જશે પછી એને ચારિત્ર આવશે, આવશે અને આવશે, આહા..હા...! સમજાણું કાંઈ ? ન આવે એનો અહીં પ્રશ્ન નથી. આહા..હા..!
અહીં તો કહે છે, વિજય થયો. આ..હા.હા...! ભગવાન આત્મા ! ભાઈ ! પણ અનુભવ વિના પ્રતીતિ થાય નહિ. ચૈતન્યચમત્કાર પર્યાયમાં જે પર્યાય આનંદથી ખાલી હતી. આ.હા..હા..! એ આનંદથી ભરી પડી પર્યાય આવી. “વિનયતેમાંથી આ નીકળે છે. અહીં તો કેવળજ્ઞાનનો વિજય થઈ ગયો એમ કહે છે). પૂર્ણજ્ઞાન થયું ઈ. આહાહા.! પણ એ ભગવાન દ્રવ્ય સ્વભાવ છે, કોઈ દિ એ દ્રવ્યનો અભાવ થતો નથી તો દ્રવ્યની દૃષ્ટિ થઈ તેનો પણ હવે અભાવ થતો નથી એમ કહે છે અને એ દ્રવ્યની શક્તિ ... આહા...હા......! ઉકેલતા ઉકેલતા... પ્રગટ થતાં થતાં જ્યાં કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યાં પૂર્ણ ઉકેલ થઈ ગયો. આહા..હા...! એનો તો વિજય થયો એ) કેવળજ્ઞાન હવે સાદિ અનંત (કાળ) રહેવાનું. જોકે ક્ષાયિક સમકિત પ્રગટ્યું ત્યારથી સાદિ અનંત (કાળ) રહેશે. બરાબર છે ? ક્ષાયિક સમકિત ! પણ અહીંયાં તો ક્ષયોપશમ સમકિતમાં પણ આચાર્ય જોર આપે છે ! આહાહા...!
આત્માના અસ્તિત્વનો અનુભવ – જેટલું જેવડું એનું અસ્તિત્વ છે તેટલું તેવડું જ શ્રદ્ધા,
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૦૨
કલશામૃત ભાગ-૫
જ્ઞાનના અનુભવમાં આવ્યું, એ વસ્તુ ભલે પર્યાયમાં) ન આવે. સમજાણું કાંઈ ? આહા..હા...! પણ એની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના અંશમાં એનો ખ્યાલ આવી ગયો. અનંત ગુણમાં સ્થિર છે ને ? આહા..હા...! એ સ્થિરતાનું પણ કેટલું બળ છે !! જેમ દૃષ્ટિ અનંત ગુણને સ્વીકારનારી એમ જ્ઞાન અનંત ગુણને સ્વીકારનારું, એમ સ્થિરતા અનંત ગુણમાં, અનંત... અનંત.. અમાપ ગુણમાં રમણ કરનારી દશા... આહા..હા...! અને એનાથી થતું કેવળજ્ઞાન વિજ્યી (છે), અપ્રતિહત છે. એમાંથી પાછો પડે અને સંસારનો અવતાર ધારણ કરે એવું હોતું નથી. આહા..હા...! ઓ...હો..હો...! પાંચમા આરાના સાધુ ! પણ એનું જોર એટલું છે ! કેવળજ્ઞાન નથી તોપણ કહે છે કે કેવળજ્ઞાન થયું એટલે વિનયતે” અત્યારે ક્યાં છે ? પણ થવાનું જ છે. ‘શ્રીમદ્’માં આવે છે ને ? શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. આવે છે ? ૨૮મું વર્ષ ! શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. આ..હા..હા...! છે ?
આગામી અનંત કાળ પર્યંત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી.' આહા..હા...! પત્ર છે, પત્ર. છ બોલનો પત્ર છે ને ? ચિહ્ન કર્યાં છે). શું કીધું ? જુઓ ! ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.’ સમકિત થયું ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. આહા..હા...! જે પ્રતીતિમાં કેવળજ્ઞાન નહોતું એ પ્રતીતિમાં આવ્યું કે આ તો કેવળજ્ઞાનની મૂર્તિ પ્રભુ (છે) તો કેવળજ્ઞાન થશે જ. એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. આહા..હા...! છે ? ‘વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે.’ વિચારદાએ કેવળજ્ઞાન થયું છે. આહા...હા...! ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે.’ ઇચ્છા પણ હવે કેવળજ્ઞાનની જ છે. આહા..હા...! મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે.’ નિશ્ચયનયથી તો કેવળજ્ઞાન અંદર છે. ઈ તો કેવળજ્ઞાન વર્તે જ છે. આહા..હા...! કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજમાત્રમાં જીવ પામવાયોગ્ય થયો તે સત્પુરુષના ઉ૫કા૨ને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો.' આહા...હા...! ૨૮મું (વર્ષ) છે ને ?
પૂર્ણાનંદના નાથની શ્રદ્ધા વખતે, કેવળજ્ઞાન – પૂર્ણ જ્ઞાન અસ્તિપણે હતું પણ પ્રતીતિમાં આવ્યું ત્યારે કેવળજ્ઞાન થયું છે. અલ્પજ્ઞાનમાં અલ્પજ્ઞાનની પ્રતીતિ હતી. એ અલ્પજ્ઞાન સર્વ જ્ઞાનની પ્રતીતિ થઈ. આ..હા..હા...! અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છાએ કેવળજ્ઞાન છે અને વિચારદશાએ કેવળજ્ઞાન વર્તે છે. આહા...હા...! મુખ્યનયના હેતુએ કેવળજ્ઞાન ત્રિકાળ પડ્યું જ છે. આહા..હા...! પણ પ્રતીતમાં આવ્યું એને. કેવળજ્ઞાન ત્રિકાળ વર્તે છે ઈ કોને ? પ્રતીતિમાં આવ્યું એને. પેલાને છે” એવી પ્રતીતિ નથી આવી તો વર્તે છે ક્યાંથી (આવ્યું) ? આહા..હા...!
અહીં કહે છે, “કેવું છે શુદ્ધ જ્ઞાન ?” “તસનત્યં’ ‘કર્યો છે ક૨વાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ...’ સકળ કૃતકૃત્ય બધું કાર્ય થઈ ગયું. જ્યાં ભગવાનઆત્માના અવલંબને કેવળજ્ઞાન થયું (ત્યાં) કૃતકૃત્ય થઈ ગયું. જે કાર્ય કરવું હતું તે પૂરું થઈ ગયું. આહા..હા...!
Page #416
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૦૩
આ કાર્ય કરવાની વાત છે, હોં ! આ સંસારના કાર્ય હવે પૂરા થયા, હવે નથી. ત્યાં વળી બીજા જાગશે, વળી ત્રીજા જાગશે. આહાહા...! પૂણી, પૂણી સાંધે છે ને ? પૂણી ! એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી) થાય ત્યાં ત્રીજી.... (એમ) ચાલ્યા જ કરશે. એનો ક્યાંય અંત પણ નહિ આવે. ભાઈ ! આ સંસારના કામ તો સાંધ્યા જ કરે છે, માળો ! એક પછી એક, એક પછી એક, એક પછી એક સાંધ્યા જ કરે છે. અહીં પણ એક પછી એક ગુણમાં અંદર પર્યાય સાંધ્યા જ કરે છે. આહા..હા..! આવું ઝીણું છે.
એનું માહાસ્ય એ શું ચીજ છે !! આ..હા..હા..! અક્ષરના અનંતમાં ભાગમાં રહ્યો એ આત્મા છતાં એની શક્તિ તો કેવળજ્ઞાન અને કેવળ આનંદ પ્રગટે એટલી શક્તિ છે. ભાવ, એનો ભાવ જાદુગર ભાવ છે ! અંગુલના અસંખ્ય ભાગમાં અહીં નિગોદના અનંત જીવ છે. એક એક જીવમાં પૂર્ણ કેવળજ્ઞાન, અનંત આનંદ પૂર્ણ... પૂર્ણ. પૂર્ણ... પૂર્ણ સ્વભાવ ભર્યો છે. એ સ્વભાવનો કોઈ ચમત્કાર છે !! આ...હા...હા...! દુનિયામાં ચમત્કારની વાતું કરે, ગપ્પગપના ચમત્કાર છે. આહાહા...! પેલો આમ રાખી કાઢી બતાવે છે, નહિ ? સાંઈબાબા ! રાખ બતાવે છે, હાથમાંથી આમ કરે ને, એમાં ધૂળમાં શું હતું હવે ? વ્યંતરના દેવો મોટા ગામ રચી નાખે. અભવિ હોય, એથી શું થયું ? આહા...હા...! આ ચમત્કાર પ્રભુ અંદર અનંત આનંદ, અનંત અપરિણીત જ્ઞાન, આનંદ શાંતિનો સ્વભાવનો સાગર ! એ ચૈતન્યની પ્રતીતિનો ચમત્કાર પ્રગટ કરવો. આહા..હા..! જેના ચમત્કારમાં પૂર્ણાનંદનો નાથ જેને પ્રતીતિમાં બેસી ગયો. આહા..હા...! એને પછી જન્મ-મરણ હોય નહિ. સમજાણું કાંઈ ? અહીં તો કેવળજ્ઞાનને “વિનય?’ કીધું પણ અહીં તો સમ્યગ્દર્શનમાં ‘વિનય’ કહેવું છે. આહા...હા...!
કરવાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ જેણે કૃતકૃત્ય થઈ ગયું. “એવું છે. વળી કેવું છે ?” “૩નેન્ગહનપરમાનન્દસરસ’ આહાહા.! (૩ન્મm) “અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે...” પેલી નદી છે ને ? વિદયાચલ પર્વતમાં વચમાં ઉન્મગ્ન, નિમગ્ન (એવી) બે નદી છે. એક નદીમાં કોઈ ચીજ પડે તો હેઠે લઈ જાય, એક નદીમાં એવી ચીજ પડે (તો) ઉપર કરીને બહાર કાઢી નાખે. પાણીનો એવો સ્વભાવ ! આહાહા...! કહો, સમજાણું કાંઈ ? ઉન્મગ્ન, નિમગ્ન નામની નદીઓ છે. વિદડ્યાંચલ પર્વતની અંદર છે). ચક્રવર્તી (ત્રણ ખંડ) સાધવા જાય છે ત્યારે એમાંથી જાય છે. એક નદીના પાણીનો એવો સ્વભાવ કે ઉપર તરણું પણ પડ્યું હોય તો હેઠે લઈ જાય ! અને એકટમાં) ઉપર લોઢું પડે તો લોઢું ઉપર રાખે. આહાહા..! કુદરતના નિયમનો કોઈ એવો જ સ્વભાવ છે.
એમ અહીં કહે છે, “ઉત્પન્ન” “આવ્યું ને ? આહા...હા..! “ફર્નન્ન' (અર્થાતુ) ઉછળ્યો છે – “૩નગ્ન' હવે હેઠે પડે જ નહિ. ‘૩મેગ્ન' આમ બહાર પ્રગટ થયું છે. બહાર આવ્યું ! આહાહા...તરતું તરતું જ્ઞાન, આનંદ પર્યાયમાં બહાર આવ્યા.
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૪
કલામૃત ભાગ-૫
આહા..હા..! મોક્ષની વ્યાખ્યા છે ને ?
ફર્નન્ન” શક્તિમાં – સ્વભાવમાં જે કેવળજ્ઞાન અને કેવળ આનંદ હતો એ પર્યાયમાં ૩નૈન' ઉલ્લસી નીકળ્યો ! ફાટીને બહાર આવ્યો !! આહા..હા..! હવે અધોમાં નહિ જાય. એ ઊર્ધ્વમાં રહેવાનો. એવો આત્મધર્મ પૂર્ણ પ્રગટ્યો. ‘૩ન્મm” આહા..હા....! સહજ પરમાનંદ ! કેવો છે ?
દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ” આહાહા..! જે આનંદ અંતરમાં શક્તિરૂપે હતો, અતીન્દ્રિય અનાકુળ આનંદ હતો) એ પર્યાયમાં ઉલ્લરી નીકળ્યો. ‘૩ન્મજ્ઞ' ઉલ્લસી નીકળીને... આહા...હા...! ‘દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી સંયુક્ત છે.” “સર એ આનંદના રસથી સહિત છે એવો ભાવ પ્રગટ્યો. આહા..હા..! “સરસ સરસ.. સરસ નથી કહેતા ? આ સરસ છે, આ વાત સરસ છે, આ વસ્તુ સરસ છે. આહા...હા...! અહીં એટલો “સરસં' છે. પેલું સરસ.. સરસ.. એટલું. અહીં “સર છે. રસ સહિત ! આનંદના રસથી ભગવાન પ્રગટ્યો. આ.હા...હા..! પર્યાયમાં પૂર્ણ આનંદ સરસપણે પ્રગટ્યો. આહા...હા...! આનું નામ મુક્તિ અને મોક્ષ કહેવાય. ઉપર જાય અને મોક્ષ થાય, એ તો વ્યવહારની વાતું (છે). મોક્ષ તો અહીં જ થઈ ગયો, પછી તો એક સમયમાં ઊર્ધ્વ જાય. મોક્ષ અહીં થઈ ગયો.
“સર “મન્નત્આ..હા..હા.! પરિણમનમાં અતીન્દ્રિય આનંદનો રસ પ્રગટી ગયો. આહા...હા..! જે અનાદિ કાળથી રાગના દુઃખનું પરિણમન હતું એનો નાશ થઈને અતીન્દ્રિય આનંદના સુખનું પરિણમન થયું. આહા...હા...! આ મોક્ષતત્ત્વ ! સમજાણું કાંઈ ? છે પર્યાય, પણ અનંત આનંદના રસવાળી પર્યાય છે. આહા..હા....! “સરસં' “સંયુક્ત છે.”
ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે.’ લ્યો ! મોક્ષનું ફળ શું પણ? અતીન્દ્રિય આનંદ ! આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વભાવ (છે) તે પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો લાભ તેનું નામ મોક્ષ. અતીન્દ્રિય આનંદ મુક્ત સ્વરૂપ તો છે. એની પર્યાયમાં મુક્તપણે રાગના સંબંધ વિના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય) તે આત્મલાભ, તે મુક્તિ. આ...હા...હા...! એક તત્ત્વ, હવે આવું તત્ત્વ ! આહા..હા..! એના ઉપાય કેવા હોય ? આહાહા..! સ્વભાવનું સાધન (કેવું હોય)? સ્વભાવ, એનું સાધન એ સ્વભાવની પૂર્ણ મુક્તિનું કારણ (છે). આહા...હા...! વચ્ચે રાગાદિની કંઈ વાત જ નહિ. ત્રિકાળ જિનસ્વરૂપ, એની પરિણતિમાં જિનસ્વરૂપ – મોક્ષમાર્ગ, વીતરાગી મોક્ષમાર્ગ, એના ફળરૂપે વીતરાગી સુખ પ્રગટે). આહા..હા..!
પ્રશ્ન :- વીતરાગી સુખ એટલે રાગવાળું સુખ હોય ?
સમાધાન – હા, દુનિયા રાગમાં (સુખ) માને છે ને ? રાગભાવનું દુઃખ છે પણ માને છે ને અમે સુખી (છીએ). સુખી છીએ ! પૈસા-બૈસા, છોકરાઓ બધાથી સુખી છીએ. ધૂળમાંય
Page #418
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૦૫
સુખી નથી. દુઃખી છે, દુ:ખી.
પ્રશ્ન :- હજાર રૂપિયાવાળો ઝાઝો દુઃખી ને લાખવાળો સુખી છે ?
સમાધાન – સંખ્યા પ્રમાણે દુઃખી નહિ, એની મમતા પ્રમાણે દુઃખી (છે). ચક્રવર્તીનું રાજ હોય અને મમતા થોડી હોય અને રહેવાને (માટે) કૂબો હોય એને મમતા ઘણી હોય. સંખ્યા ઉપર (સુખી, દુઃખી) નથી કે, કરોડો રૂપિયા) હોય તો મમતાવાળો (છે) એવું કાંઈ છે નહિ. આહા...હા...! છ ખંડના રાજ સમકિતીને ચક્રવર્તી ભરત ને (હતા) પણ આસક્તિ ઘણી અલ્પ (હતી). આસક્તિ છે પણ) અલ્પ (છે). જેમાં અનંતાનુબંધીની આસક્તિ તો ટળી ગઈ છે. આહાહા...અનંત અનુબંધ – સંસારના કારણની આસક્તિ તો ટળી ગઈ છે. મિથ્યાદૃષ્ટિને ભલે એક પૈસો પણ ન હોય, શરીર એક જ હોય તોપણ અનંતાનુબંધીની એટલી આસક્તિ છે (કે) અનંત સંસારના કારણની આસક્તિ પડી છે. એટલે સંયોગી ચીજ ઝાઝી-થોડી (હોય) એના ઉપર એનું – આસક્તિનું પ્રમાણ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
આમ “મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે ?’ પુરુષમ્ સાક્ષાત્ મોક્ષ નયત્' આહા...હા...! પુરુષ એટલે જીવદ્રવ્ય. પુરુષ એટલા આ પુરુષ એમ નહિ. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં વ્યાખ્યા કરી છે ને ? પુરુષ એટલે પોતાના જ્ઞાન, આનંદને સેવે તે પુરષ. પોતાના જ્ઞાન ને આનંદને સેવે એ પુરુષ. આહા...હા...!
પુરુષ એટલે “જીવદ્રવ્યને.” “સાક્ષાત્ મોક્ષ “સકળ કર્મનો વિનાશ.” સાક્ષાત કેમ કહ્યું? કે, મોક્ષસ્વરૂપ તો છે. હવે સાક્ષાત મોક્ષ પમાડતું. આહા...હા...! પર્યાયમાં પૂર્ણ આનંદનો મોક્ષ પમાડતું જ્ઞાન પ્રગટ થયું. છે ? “સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વ-અવસ્થાના પ્રગટપણારૂપ...” શુદ્ધત્વ-અવસ્થાનું પ્રગટપણું) એવો મોક્ષ. “યત્ન પરિણમાવતું થકું.” આહા..હા....! પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે જ રીતે પર્યાયમાં પૂર્ણ શુદ્ધપણાને “નયે પ્રાપ્ત કરાવતું થકું. પૂર્ણ શુદ્ધની પર્યાયને પરિણમાવતું થયું. આહા...હા...! આવો ભાવ અને આવી બધી ભાષા ! “નયે છે ને ? (એટલે કે) પમાડતું, પમાડતું.
ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સાળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે ? ઉત્કૃષ્ટ છે.” મોક્ષ દશા તે ઉત્કૃષ્ટ દશા છે. ભગવાન આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ હોય તો તે આત્મા છે. પણ એનો મોક્ષ પણ સર્વોત્કૃષ્ટ છે, કહે છે. આહા...હા...! આહાહા...! “ઉત્કૃષ્ટ છે.’
વળી કેવું છે ?’ ‘૩૫ર્મેનિયતમ્” “એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે.” શું કહે છે ? એકરૂપ સ્વભાવ જે પૂર્ણ છે તે) એક નિશ્ચય પ્રાપ્ત છે. વિભાવનો અંશ નથી, સ્વભાવની અપૂર્ણતા નથી. વિભાવનો અંશ નથી અને સ્વભાવની અપૂર્ણતા નથી. આહા...હા...! “એક નિશ્ચય સ્વભાવને પ્રાપ્ત છે.” આહા..હા...“શું કરતો થકો આત્મા મુક્ત થાય છે?
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૬
કલશામૃત ભાગ-૫
વપુરુષો દિધાન્ય’ બંધ એટલે કર્મ અને પુરુષ એટલે આત્મા. છે ને ? ભાવકર્મ, નોકર્મ બધી ઉપાધિ છે. પુણ્ય અને પાપના ભાવ અને શરીર અને પુરુષ એટલે જીવદ્રવ્ય. તેમની....” “દિધાકૃત્ય “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય આહાહા..! સર્વ બંધ હેય (છે). રાગાદિ સૂક્ષ્મ હોય પણ (તે) હેય (છે) અને શુદ્ધ જીવ ઉપાદેય (છે) એમ બેને જુદા પાડતા મોક્ષ થાય છે, એમ કહે છે. છે ને ?
“એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આહા.હા....! “આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે. તે કહે છે.” પ્રતીતિ કેમ ઊપજે છે ? એ વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૭, મંગળવાર તા. ૦૩-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૦, ૧૮૧ પ્રવચન–૧૯૨
કળશટીકા' ૧૮૦ (કળશ) ચાલે છે ને ? પાછળનો ભાગ છે. “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય’ આવ્યું છે ? બહુ ટૂંકામાં કહ્યું. રાગાદિ બધા હેય છે. ચાહે તો વ્યવહાર રત્નત્રયનો રાગ હોય. એને આરોપથી રત્નત્રય કહ્યાં છતાં તે હેય છે – છોડવા લાયક છે. કેમકે એ બંધ છે અને જીવનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય (તે) ઉપાદેય છે. એટલે કે શુદ્ધ ચૈતન્ય ઉપર નજર કરતાં જે એનો આદર થાય તેમાં આનંદની દશા પ્રગટ થાય એથી તે શુદ્ધ આત્મા ઉપાદેય છે. બંધદશા એ દુઃખરૂપ છે. ચાહે તો શુભરાગ હો કે અશુભ હો, એથી હેય છે. છે ? આવ્યું ને ?
“એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને રાગ અને આત્મા બેના ભેદજ્ઞાનને ઉપજાવીને, બેના જુદાપણાના ભાવને પ્રગટ કરીને આત્મા જુદો પડી જાય છે. હવે કહે છે, કઈ રીતે? આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે...” “પ્રજ્ઞક્ષિwવર્તન” પ્રજ્ઞાનો અર્થ શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય...” પ્રજ્ઞાનો અર્થ આ. છે પ્રજ્ઞા પર્યાય, પણ એ પર્યાયમાં આવ્યું છે શુદ્ધ જીવદ્રવ્ય. એથી પ્રજ્ઞાનો અર્થ શુદ્ધ જીવદ્રવ્ય કર્યો.
મુમુક્ષુ :- પ્રજ્ઞા તો જીવની પર્યાય છે.
ઉત્તર :- પ્રજ્ઞા તો પર્યાય છે, કીધું નહિ ? છીણી છે. પણ એ પર્યાય દ્વારા શુદ્ધ જીવદ્રવ્ય જ્ઞાનમાં આવે છે માટે એને પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કીધું. આહા...હા..! પંચમભાવ – પારિણામિકભાવ નિયમસારમાં આવે છે ને ? પંચ પરાવર્તનને છોડીને પંચમભાવને પંચમગતિ માટે પરમપુરુષો સ્મરે છે, સ્મરણ કરે છે. આહા...હા...! સંસારના પંચપરાવર્તન – દ્રવ્ય,
Page #420
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ એ પંચ પરાવર્તનને છોડવા, પંચમગતિ એવી મોક્ષદશાને પામવા પરમપુરુષો ધર્માત્મા પંચમ પારિણામિકભાવને યાદ કરે છે. આહા..હા...!
એ પંચમભાવ એટલે આ પ્રજ્ઞા શુદ્ધ જ્ઞાનમય જીવદ્રવ્ય. પ્રજ્ઞાને અને દ્રવ્યને અભેદ ગણીને (કહ્યું). શુદ્ધ જીવદ્રવ્ય ખ્યાલમાં આવ્યું ને ત્યારે એને શુદ્ધ જીવ થયો એટલે પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કહ્યો. શું કહ્યું એ ? અંતરના જ્ઞાનની પર્યાય દ્વારા શુદ્ધ જીવ ત્રિકાળી પંચમ પારિણામિકભાવ ખ્યાલમાં – અનુભવમાં આવ્યો એથી એ પ્રજ્ઞાને જ શુદ્ધ જીવદ્રવ્ય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? અથવા જે પ્રજ્ઞા શુદ્ધ છે એમાં જીવદ્રવ્યનું જ્ઞાન આવ્યું. પ્રજ્ઞામાં – જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ જીવનું જ્ઞાન આવ્યું એથી પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કીધું. આવી ભાષા ! આવું ઝીણું સ્વરૂપ છે.
-
૪૦૭
પ્રજ્ઞા ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય,...' એનો અર્થ એ કે, પ્રજ્ઞા જે જ્ઞાનની છીણી છે એટલે કે શુદ્ધ અનુભવ, પ્રજ્ઞાનો અર્થ શુદ્ધ અનુભવ છે, એ પાછળ આવશે. પછીની ગાથામાં આવશે ને ? પ્રજ્ઞાછીણી, નથી આવતું ? આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...' ત્યાં પ્રજ્ઞાનો અર્થ એ કર્યો. જોયું ? (૧૮૧) શ્લોકમાં.
પ્રજ્ઞા એટલે ? આહા..હા...! આત્માના શુદ્ધ સ્વરૂપ અનુભવસમર્થપણે. ચૈતન્યના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના અનુભવસમર્થપણે પ્રગટ છે એને પ્રજ્ઞા કહીએ છીએ એમ કહે છે. એ પહેલાંમાં નથી, બીજા (શ્લોકમાં) છે, આની કોર વચમાં છે. પ્રજ્ઞા કોને કહેવી ?
અહીં પ્રજ્ઞાનો અર્થ ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય,...’ એમ કહ્યું. ત્યાં પ્રજ્ઞાનો અર્થ... છે ? ત્યાં પ્રજ્ઞાનો અર્થ એમ કહ્યો, પ્રજ્ઞાવ્યેત્રી” કીધું ને ? આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...' એમ. છે ને ? આ જીવની છેલ્લી વાતું છે ને ? આત્મા શુદ્ધ ચૈતન્યપણે પરિણમેલો જીવને અહીંયાં પ્રજ્ઞા કીધી. શુદ્ધ સ્વરૂપના અનુભવપણે થયેલા જ્ઞાનને પ્રજ્ઞા કીધી. સમજાણું ? આહા..હા....!
અહીં કહ્યું કે, પ્રજ્ઞા એટલે શુદ્ધ જીવદ્રવ્ય સ્વરૂપ. બેને જુદા પાડવા છે ને ? એટલે (એમ કહ્યું). પ્રજ્ઞા એટલે શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ...' જોયું ? શુદ્ધ જીવદ્રવ્યની વ્યાખ્યા કરી. પ્રજ્ઞાનો અર્થ (એ કર્યો). નહિતર છે અનુભવ. શુદ્ધ જીવનો અનુભવ તે પ્રજ્ઞા છે. કારણ કે એ પ્રજ્ઞાછીણી રાગ અને જીવદ્રવ્ય બેને ભિન્ન પાડે છે. દ્વિધા કરે છે. આહા..હા...!
—
અહીંયાં કહે છે, ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ...' અશુદ્ધતામાં તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પણ અશુદ્ધ છે. શુભ તે અશુદ્ધ છે. અશુભ તે અશુદ્ધ છે, પણ શુભ તે અશુદ્ધ છે. હવે એને તો અહીં જુદા પાડવા છે એને ઠેકાણે ઈ અશુદ્ધ ચીજથી આત્મા જણાય એમ ક્યાંથી આવે ? અશુદ્ધથી જુદું પાડવું છે. એને ઠેકાણે (એમ કહે કે), અશુદ્ધભાવથી નિશ્ચયધર્મ પમાય. શુભભાવ કારણ અને ધર્મ કાર્ય. ઘણો
Page #421
--------------------------------------------------------------------------
________________
४०८
કલામૃત ભાગ-૫
ફેર પડી ગયો. શું થાય ?
અહીં તો એમ કહ્યું, પ્રજ્ઞા એટલે શુદ્ધજીવદ્રવ્ય અને બંધ એટલે અશુદ્ધ રાગાદિ ભાવ. આહાહા.! સમજાણું કાંઈ ? “રાગાદિ ઉપાધિ બંધ....” પાછી ભાષા એમ લીધી ને ? શુદ્ધ જીવદ્રવ્ય નિરૂપાધિ સ્વભાવ છે અને બંધના રાગાદિ ભાવ અશુદ્ધ ઉપાધિ ભાવ છે. એ બંધ છે. આહાહા...! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો કે પંચ મહાવ્રતનો અભાવ હો) પણ છે અશુદ્ધ (ભાવ), એ બંધભાવ છે. અહીંયાં પ્રજ્ઞા એટલે શુદ્ધ જીવદ્રવ્ય અને અશુદ્ધ રાગાદિ ઉપાધિ – બેને ભિન્ન કરવાની વાત છે. આહા..હા..!
“એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ” પ્રજ્ઞા શબ્દ છે ને એટલે બુદ્ધિ (એમ કહ્યું). “શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ... ઈ પ્રજ્ઞાનો અર્થ પછી અહીં લીધો. પેલું તો આ વડે આ કરવું. શુદ્ધજ્ઞાનમાત્ર જીવ બુદ્ધિ વડે રાગાદિથી ભિન્ન કરવો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? કારણ કે પ્રજ્ઞામાં – બુદ્ધિમાં એ જીવદ્રવ્ય જણાય છે અને પ્રજ્ઞા વડે શુદ્ધ જીવદ્રવ્ય અશુદ્ધ રાગાદિથી ભિન્ન પાડી શકે છે. આહા...હા...!
પ્રજ્ઞા (એટલે) બુદ્ધિ. પ્રજ્ઞા શું કામ કરે છે ? કે, શુદ્ધ જીવદ્રવ્યને પકડે છે અને અશુદ્ધ રાગાદિને ભિન્ન કરે છે, એમ. આહા..હા..! નહિતર તો પ્રજ્ઞાનો અર્થ ત્યાં અનુભવ પર્યાય કરશે. અહીં એને બુદ્ધિ કીધી. પણ કઈ બુદ્ધિ ? જે બુદ્ધિ શુદ્ધ જીવદ્રવ્યને પકડે છે અને અશુદ્ધ રાગાદિથી ભિન્ન પડે છે. તે બુદ્ધિને પ્રજ્ઞા કહીએ અને તે પ્રજ્ઞાને બુદ્ધિ કહીએ. આહાહા...! લ્યો, અહીં તો એમ કહે કે, બુદ્ધિવાળો કોને કહેવો? આ સંસારના ડહાપણવાળાને બુદ્ધિવાળો કહેવો ? વકીલાત ભણ્યા અને બુદ્ધિવાળો કહેવો ? ડૉક્ટર ને એલ.એલ.બી. ને એમ.એ.નું ભણ્યા અને બુદ્ધિવાળો (કહેવો) ? આહાહા...!
પ્રશ્ન :- વીતરાગ અને બુદ્ધિવાળો કહે ?
સમાધાન :- ના, ના. એને બુદ્ધિવાળો ન કહે. આને કહે. આહા..હા...! બુદ્ધિ અને કહીએ પ્રજ્ઞાને. પ્રજ્ઞા એને કહીએ બુદ્ધિને. એ બુદ્ધિ કરે શું ? શુદ્ધ જીવદ્રવ્ય અને અશુદ્ધ રાગાદિ ઉપાધિ – બેને ભિન્ન પાડે. આહાહા...! એને બુદ્ધિજીવી કહીએ. એ બુદ્ધિથી જીવે છે. આહાહા...! આ બધા અંગ્રેજીના ભણતરને બિચારા કેટલા વીસ-વીસ, બાવીસ-બાવીસ વર્ષ ગોગા ગોખ કરે ! મજૂરી ! એ બુદ્ધિ નહિ.
મુમુક્ષુ :- અત્યારે તો પેટ ભરવું પડે. પૂજ્ય ગુરુદેવશ્રી :- પેટ કોણ ભરતા હતા ? મુમુક્ષુ :- ઘણાંય તો ભીખ માગે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી - ભીખ પણ કોણ માગે અને પેટ કોણ ભરે) ? આહા...હા...! રાગની એકતાબુદ્ધિ હોય એ બહારની ભીખ માગે. રાગની એકતાબુદ્ધિ તોડી અને માગે આત્માના સ્વભાવના લક્ષણને. એ તો આત્માની લક્ષ્મીને માગે. આહા...હા...! ભગવાન ભિખારી થઈને
Page #422
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૦૯
ફરે છે, એમ નથી આવતું ? ભીખ માગે છે, માળો ! આ લાવ.. આ લાવ. આ લાવ.... આ લાવ.. પુણ્ય લાવ, પાપ લાવ, સ્ત્રી, કુટુંબ, આબરુ (લાવ). ભગવાન થઈને ભિખારી થઈ ગયો, માળો !
મુમુક્ષુ :- આપ ભિખારો કહો છો...
ઉત્તર :- ભિખારી જ થયો છે, દુઃખી થયો છે, મરી ગયો છે. આત્માને મારી નાખ્યો છે. અંદર આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદની સત્તાનું શુદ્ધ સ્વરૂપ ! આહા..હા...! જેનું હોવાપણું પૂર્ણ શુદ્ધ અને આનંદથી છે એને ન માગતા, એનો આશ્રય ન કરતા રાગાદિનો આશ્રય કરીને (ભટકે છે) એ તો ભિખારી છે. માગણ છે, માગણ ! આવું છે. આહા...હા...!
(અહીંયાં) અર્થ તો પ્રજ્ઞાનો કરવો છે પણ પ્રજ્ઞા – બુદ્ધિ એને કહીએ કે જે શુદ્ધ જીવદ્રવ્યને અને અશુદ્ધ રાગાદિને ભિન્ન પાડે. તેને બુદ્ધિ કહીએ. આહાહા....!
પ્રશ્ન :- ભિન્ન પાડે અને અનુભવ કરે, બન્નેનો કાળ એક જ છે ?
સમાધાન – અનુભવ કરે કે જુદું પાડે, એક જ છે. નીચે અનુભવ આવશે. આની કોર ન આવ્યું ? અનુભવ કીધું ને ? એમાં આવ્યું નહિ ? (પ્રજ્ઞાનો અર્થ કર્યો. “પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ...” જ્ઞાનગુણ એટલે પવિત્ર પર્યાય. સમજાણું કાંઈ ? આહાહા..!
મુમુક્ષુ – અનુભવકાળે તો રાગાદિ હોય નહિ.
પૂજ્ય ગુરુદેવશ્રી :- સમજાવે ત્યારે શું કહે)? આ બાજુ ઢળ્યો તો રાગાદિથી ભિન્ન પડી ગયો, એમ. પાડવો નથી પડતો, પણ ભાષા તો એમ જ આવે. આહા..હા....!
જ્ઞાનની વર્તમાન બુદ્ધિને, જેનામાં આખું જ્ઞાન અને પૂર્ણ આનંદ પડ્યો છે એવા જીવદ્રવ્ય તરફ તે જ્ઞાનની પર્યાયને વાળતા, એ જીવદ્રવ્યનું લક્ષ થાય છે, એ જીવદ્રવ્ય પમાય છે અને અશુદ્ધ રાગાદિ છે એ છૂટી જાય છે. આહા..હા..! આવો માર્ગ !
(અહીંયાં કહે છે, “અશુદ્ધ રાગાદિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે કરવત....' જોયું ? કરવત (કહ્યું. તમારામાં શું કહે છે ? કરવત ! જે બુદ્ધિ શુદ્ધ જીવદ્રવ્ય તરફ ઢળે છે અને અશુદ્ધ રાગાદિથી ખસે છે એ બુદ્ધિને અહીંયાં કરવત કહે છે. રાગ અને આત્માને ભિન્ન પાડવાનું એ કરવત છે. બે ટૂકડા કરવાનું એ કરવત છે. આહા...હા...! લાકડાને આમ કરવત (ફેરવતા) બે ટૂકડા પડી જાય એમ આ બુદ્ધિ – પ્રજ્ઞા એને કહીએ કે જે શુદ્ધ જીવદ્રવ્ય તરફ ઢળતાં અશુદ્ધ રાગાદિ જુદા પડી જાય છે. આહા...હા...!
મુમુક્ષુ :- કરવત ચલાવે અને ટૂકડા થાય એમાં વાર તો લાગે ને !
ઉત્તર :- એ અભ્યાસ કરે એટલે એને અસંખ્ય સમય લાગે. વિશેષ તો છ મહિના કીધા છે ને ? એ તો લોકોને આકરું ન લાગે એટલે છ મહિના કીધા. બાકી છે તે અંતર્મુહૂર્ત. આહા..હા...!
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૧૦
કલામૃત ભાગ-૫ - જ્ઞાનની વર્તમાન દશાને શુદ્ધ જીવદ્રવ્ય તરફ વાળતાં), જેની પર્યાય છે તેમાં તેને વાળતાં શુદ્ધ જીવદ્રવ્યનો અનુભવ થાય છે અને રાગાદિ છૂટી જાય છે. એને અહીંયાં પ્રજ્ઞા ને બુદ્ધિ અને પ્રજ્ઞાછીણી કહેવામાં આવે છે. આહા..હા..! મોક્ષનો અધિકાર છે ને ? મૂકાવું આવ્યું ને ? મૂકાવું ! શબ્દ મોક્ષ છે ને એટલે મૂકાવું એમ લીધું. નહિતર પરમાનંદની પ્રાપ્તિ એમ નહિ લેતાં, મોક્ષ (એટલે) મૂકાવું એમ લીધું). શેનાથી (ભૂકાવું)? કે, બંધથી. એમ. બંધ એટલે શું ? કે, અશુદ્ધ રાગાદિ. એનાથી મૂકાવું અને આનો શુદ્ધ જીવદ્રવ્યનો આદર કરવો. એ બુદ્ધિને અહીંયાં પ્રજ્ઞા કહેવામાં આવે છે. આહા...હા...! આ બધા અંગ્રેજીના પૂછડા વળગ્યા હોય એ બધાને તો અજ્ઞાન કહે છે. કહો, ભાઈ ! ઝવેરાતની બુદ્ધિ ને (અજ્ઞાન કહે છે). નહિ ? આહાહા..
મુમુક્ષુ – એ ભલે અજ્ઞાન છે પણ પૈસા લાવે છે.
ઉત્તર :– પૈસા ધૂળેય લાવતી નથી. એ તો પૂર્વના પુણ્યને લઈને દેખાય છે. દેખાય છે ! દેખતા માને છે કે મારા (છે). આહાહા..! પછી આ છોકરાઓ આમ ઊભા હોય એમાં એનો એક છોકરો હોય પણ જોવામાં તો બધા આમ દેખાય છે, બસ ! એક જ વાત છે. એમાં “આ મારો ક્યાંથી આવ્યું ? કલ્પના કરી છે. નહિતર તો ચારે છોકરાઓ શેય તરીકે જાણવામાં આવી છે. એમાં “આ મારો” એમ કરીને) મફતની મમતા ઊભી કરી છે. એમ પૈસાના ઢગલા – રજકણો આવે એ તો જોય છે. બીજાના પૈસા, આના પૈસા, હીરા, માણેક બધું શેય છે. છતાં “આ પૈસા મને આવ્યા” એ તો ભ્રમણા ઊભી કરી છે. આહા..હા..!
પ્રશ્ન :– કરવું શું પણ ?
સમાધાન :- એને પરથી ભિન્ન પાડવું એ કરવું. એ તો વાત ચાલે છે. જેની પર્યાય છે તેના તરફ તે પર્યાયને વાળવી. એ જ્ઞાનપર્યાય રાગની પર્યાય નથી અને રાગની પર્યાય (છે) એ ચૈતન્યની પર્યાય નથી. આહા..હા...! જેની એ જ્ઞાનપર્યાય છે તેમાં તેને વાળવી. એ જ્ઞાન પ્રજા છે, એનો પિતા દ્રવ્ય છે.
મુમુક્ષુ :- દ્રવ્ય એક જ સમયમાં અને અનુભવ એક સમયમાં...
ઉત્તર :– એક જ સમયમાં, એક જ સમય, બે સમય નહિ. ઉપયોગ ભલે અસંખ્ય (સમયે આવે) પણ એક સમયમાં થાય છે. જમણી’ આવી ગયું છે ને ? નમસાત્ સંસ્કૃત આવી ગયું છે. સંસ્કૃત કળશમાં આવી ગયું છે) રમસાત્ (અર્થાતુ) એક સમય. આહા..હા...! એના ખ્યાલમાં ભલે અસંખ્ય સમયે આવે પણ ત્યાં તો એક જ સમયમાં જુદો પડી જાય
પ્રશ્ન :- જુદા પાડવાનો અભ્યાસ પ્રયોગલબ્ધિથી થાય છે ? સમાધાન :- ચાલુ કરતાં કરતાં જુદો પડી જાય છે, એમ કહે છે. અભ્યાસ કરતાં –
Page #424
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૧૧
કરવતને આમ કરતાં, રાગથી ભિન્ન પાડતાં, પાડતાં પર દિશા તરફ વળેલો એ ભાવ ભલે એને સૂઝે નહિ. પણ જે ભાવ પર તરફ વળેલો છે અને આત્માની પ્રજ્ઞા વડે આ બાજુ ઢાળતા એ રાગ જુદો પડી જાય છે. આનું નામ મોક્ષ છે.
પ્રશ્ન :- એક સમયના કાર્યમાં અભ્યાસ પાડતાં પાડતાં કેવી રીતે થાય ?
સમાધાન :- પાડતાં એક સમય જ લાગે છે. એ તો પહેલા ભલે જુદા પાડવાનો પ્રયત્ન કરે પણ જુદો પડે ઈ એક જ સમયમાં પડી જાય છે. એના વિચારમાં ભલે અસંખ્ય સમય લાગે પણ જુદો) પડે છે એક સમયમાં જ. એક જ સમયની વાત છે. આખો આત્મા ત્રિકાળી શુદ્ધ છે એમાં મલિનતા એક સમયમાં જ છે. શું કીધું ?
એને જુદો પાડવામાં એક સમય કેમ કીધો ? કે, એ પોતે જીવદ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ! એની એક સમયની અવસ્થામાં જ સંસાર અને મલિનતા છે, બે સમયમાં છે જ નહિ. એથી એને એક સમયમાં જે મલિનતા છે તે એક સમયમાં છૂટી જાય છે. એક સમયમાં છે ઈ છૂટે એ એક સમયમાં છૂટે છે. બે-ચાર સમયમાં છે કે બે-ચાર સમયે છૂટે? આહાહા...! સમજાણું કાંઈ ? આ..હા...હા....! ગજબ વાતું છે ને ! એ શ્લોક આવી ગયો છે, નહિ ? મસી ! હા, આવી ગયો છે. આ બાજુ છે ક્યાંક. છે ને ? આહા...હા...!
અહીંયાં એમ કહે છે, મોક્ષ અધિકાર છે ને ? એટલે કે એક સમયનો જ બંધ છે. ભગવાન તો એક સમયની પર્યાયના બંધથી ભિન્ન શુદ્ધ જીવદ્રવ્ય છે એ તો મુક્તસ્વરૂપ જ છે. હવે એ મુક્ત સ્વરૂપને પર્યાયમાં એક સમયનો જે બંધ છે એને છોડતાં એક જ સમય લાગે છે. કારણ કે બંધ જ એક સમય છે. આહા...હા...! ભલે પછીનો સમય છે) પણ સમય એક (છે). બંધ સમયનો વ્યય, અબંધ સ્વભાવની પર્યાયનો ઉત્પાદ – બેનો) એક સમય છે. છે જ્યારે બંધ છે, ત્યારે તો છે. જીવદ્રવ્ય ત્રિકાળી અને પર્યાયમાં રાગ છે. દ્રવ્યમાં નથી, પણ પર્યાયની સાથે નિમિત્ત સંબંધ છે. આહા..હા..!
ત્રિકાળી દ્રવ્ય જે છે એને તો રાગ સાથે સંબંધ છે નહિ. ફક્ત વર્તમાન એક સમયની પર્યાયમાં રાગ સાથે એક સમયનો સંબંધ અને બંધ છે. આહા..હા...! અહીં તો હજી આગળ કહેશે (કે) વચ્ચે સંધિ છે. પર્યાય અને રાગ વચ્ચે સાંધ છે, એમ કહે છે. એક થયા નથી. આહા...હા..! ભારે વાત, ભાઈ ! એક સમયનો જે બંધ, આખો ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધદ્રવ્ય તો મુક્ત જ છે. પણ વર્તમાનમાં એક સમયની પર્યાય સાથે એક સમયનો રાગનો જે સંબંધ હતો.. આહા..હા...! તો એને છોડવાનો પણ એક જ સમય છે. એ સમયનો બંધ છે તેનો વ્યય અને એ જ સમયે (શુદ્ધ પર્યાયનો) ઉત્પાદ (છે). બંધ સમયનો વ્યય, એ જ સમયે અબંધનો ઉત્પાદ. એ પ્રજ્ઞાછીણી વડે થાય છે. આહા..હા..! આવો ઉપદેશ ! માણસને માંડ પકડવામાં આવે. એની કરતાં પેલું સહેલુંસટ (હતું). વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરો, દાન કરો, ઉપધાન કરવા, મોટી રથયાત્રા કાઢવી), દીક્ષા મોટી ધામધૂમથી થાય.
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૨
કલામૃત ભાગ-૫
શેની દીક્ષા ? બાપા ! હજી જેને સુખરૂપ દશા પ્રગટી નથી એને દીક્ષા કેવી ? આહા..હા..! જેને આનંદનો નાથ ભગવાન, રાગથી ભિન્ન પડીને આનંદની દશા પ્રગટી નથી અને આનંદની દશાની વિશેષતા કરવી એ દીક્ષા (છે). આહા...હા...!
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ સુખસ્વરૂપ ! એ તો મુક્ત સ્વરૂપ છે પણ એક સમયની પર્યાય રાગમાં અટકેલી છે, એ પણ એક સમયની છે. આહા...હા...! એને – અટકેલીને વ્યય કરી છે ત્યારે તો છે જ, બીજે સમયે એનો વ્યય કરી અને અબંધ પરિણામને ઉત્પન્ન કરવા એ પ્રજ્ઞાછીણીનું કામ છે. આહા...હા...! કે વ્યવહાર રાગાદિ ક્રિયાનું એ કામ છે ? પ્રભુ ! આ શું છે ? આવો ઝીણો માર્ગ ! આહા..હા..! એમાં મોટી તકરારું – ઝગડા.. ઝગડા... ઝગડા. ભગવાન એક સમયમાં ભૂલ્યો છે. એ એક જ સમયે ભગવાનને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
પૂર્ણ અતીન્દ્રિય આનંદનો સાગર નાથ ! એક સમયમાં ભૂલીને દુઃખની દશા ઉત્પન્ન કરી છે, એ બંધ છે. રાગની કહો કે દુ:ખની કહો. આહા...હા...! એ આનંદના નાથની સાથે, એક સમયના પર્યાયમાં (દુઃખ ઉત્પન્ન કરે છે). દ્રવ્યની સાથે નહિ. એક સમયની પર્યાય દુઃખના ભાવમાં આવીને અટકી છે. એ બંધ છે. એ બંધને જ્ઞાનની પર્યાય – પ્રજ્ઞા બીજે સમયે અંતર શુદ્ધ જીવદ્રવ્ય (તરફી વળે છે અને રાગને ભિન્ન પાડે છે. ભિન્ન પાડે છે એ વ્યવહાર (કથન છે), નિશ્ચયથી તો અહીં વળે છે, ઢળે છે. આહાહા.!
પ્રશ્ન :- ચોથા ગુણસ્થાનની વાત છે ?
સમાધાન :- હા, ચોથાથી (આવું થાય છે). ચોથાથી એક સમયમાં) મિથ્યાત્વથી છૂટો પડે અને સર્વથા બંધથી પણ એક જ સમયે છૂટો પડે. આવું વિચારવામાં રોકાઈ રહે, મફતના તોફાન – ઝગડા કરવા ઈ કરતાં વાંચન, વિચાર, મંથનમાં રોકાય તો કંઈ લાભ તો થાય. મફતના ઝગડા કરવા.... અરે.રે...! આવા કાળ ક્યારે આવે ? ભાઈ !
આહા...હા...! જુઓને માણસ કેવી રીતે... ? કાલે ન સાંભળ્યું ? પતિ-પત્ની બે ફરવા જતા હતા. ઘરનું વાસ્તુ હતું). ત્યાં બન્ને જણા આમંત્રણ દેવા જતા હતા. હજી લગ્ન કર્યા નહોતા. શું કહેવાય તમારે ? મોટર સાયકલ ! અમે એને ખડખડીયું કહીએ છીએ ! ખટખટિયું ! ખટ. ખટ. ખટ... ચાલે. ઈ ઉડી ગયા, બન્ને ઉડી ગયા, બન્ને મરી ગયા. આહા..હા એને એક જ સમય લાગે છે. દેહથી છુટવાને એક સમય લાગે છે. આહા...હા..! આ...હા...હા....! એ સમયે છુટ્યો એવો કયાં ગયો હશે ? આહા...હા...! એવા બિચારા સાધારણ તો દેવ થાય નહિ, માણસ થાય નહિ, નરકમાં જાય નહિ. પંચેન્દ્રિય પશુની સંખ્યા બહુ છે. અરે.રે.... આડોડાઈના ભાવ કર્યા હશે એ તિર્યંચમાં જઈને અવતરશે. જેણે આવા રાગથી ભિન્ન પાડીને ભાવ કર્યા છે (એ) મોક્ષમાં ઉપજશે. આહાહા...! આવું આકરું તો લાગે ને ?
ઈ એક ઠેકાણે આવે છે ને ? એમ જ આવે છે ને ? આકરું તો છે, એમ છે ને?
Page #426
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
બીજે ક્યાંક આવે છે. કઠણ છે પણ થઈ શકે છે. પહેલાં ક્યાંક આવી ગયું છે, નહિ ? આમાં આવે છે, જુઓ ! આમાં મસાત્ આવે છે.
૪૧૩
મુમુક્ષુ :- ૧૮૧ કળશ, ૧૭૨ પાનું.
ઉત્તર :- બસ ! ઈ જ, આમાં જ આવે છે. ત્યાં છે, લખ્યું છે. અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.’ એ પણ કર્યું છે અને અહીં નીચે મસાત્” (આવે છે). અતિ સૂક્ષ્મ કાળમાં એક સમયમાં પડે છે,...' જોયું ? એક સમય જ લાગે છે. આમાંને આમાં બન્ને વાત છે. આહા..હા...! છે ? આહા..હા...!
-
પ્રશ્ન :- શરૂ કરે અને પૂરું થાય એમાં એક જ સમય છે ?
સમાધાન :- ઈ તો એક જ સમય છે, બસ ! શરૂ કરે, શરૂ કર્યું અને શરૂ થઈ ગયું ઈ એક જ સમયમાં. એક સમયની પર્યાયમાં બંધ છે ને ? તો એક સમયની પર્યાયમાંથી બંધ છૂટે છે, બસ ! ભલે એના ખ્યાલમાં આવતા વાર લાગે, પણ આમ તો એક સમયે છૂટો પડી જાય છે.
‘શ્રીમદ્’માં આવે છે ને ? જાત્યાંતર થઈ જાય છે, એવું આવે છે. સમિત એક સમયે થતાં જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. ‘શ્રીમદ્’માં આવે છે. આહા..હા....!
મુમુક્ષુ :– પહેલાં કહ્યું ને કે, અભ્યાસ કરતાં વાર લાગે છે.
ઉત્તર ઃ– એ અભ્યાસ કરતાં એટલે એ તો વ્યવહાર(થી કહેવાય છે). એનો અર્થ (એ છે). પરમાર્થે તો એક જ સમયનો અભ્યાસ છે. આ તો ઉપયોગ જરી પેલો છે એટલે આ રાગથી ભિન્ન પાડે (છે) પણ એ પણ ભેદજ્ઞાનનો વિકલ્પ છે. એ પહેલાં આવી ગયું છે. આમ ભેદજ્ઞાન કરે, એ પણ વિકલ્પ છે, જુદો પડ્યો નથી. એ વિકલ્પ છે, ઈ હજી વિચાર કરતો જાય છે, પણ જુદો પડ્યો નથી. આહા..હા...! આ બધું આવે છે, જોયું ? ‘કઠણ છે’ ઈ ‘અનુભવ પ્રકાશ'માં પણ આવે છે. એમાં લખ્યું છે. પાનું ૫૬. એમાં પણ કઠણ (શબ્દ) આવે છે, પણ અશક્ય નથી. આહા....હા...!
(અહીંયાં કહે છે), એ કરવત છે, ‘તેના દ્વારા...‘વનનાત્’‘નિરંતર અનુભવનો અભ્યાસ ક૨વાથી...' એમ. અહીંયાં લીધું, જોયું ? અભ્યાસ એટલે અનુભવનો અભ્યાસ.
મુમુક્ષુ :– અનુભવ તો એક સમયમાં થાય છે.
ઉત્તર :– પણ અનુભવનો અભ્યાસ એનો અર્થ છે. અનુભવનો અભ્યાસ એટલે ? વિકલ્પથી જુદો પાડે ઈ અનુભવનો અભ્યાસ નથી ? આહા..હા...! અનુભવનો અભ્યાસ કરવાથી...' (અર્થાત્) આત્માના અતીન્દ્રિય આનંદ તરફ ઢળવાથી. આહા...હા...!
ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્દગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં...' ભિન્ન ભિન્ન અનુભવતાં, હોં ! વારંવાર વારંવાર અનુભવવું. અંદરને અંદર. સમયે સમયે
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૪
કિલશામૃત ભાગ-૫ ભેદ અનુભવવો, સમયે સમયે વિકલ્પથી ભિન્ન) પાડવું એમ નહિ, સમયે સમયે અનુભવવું. આખું પૂર્ણ છેદવું છે ને ? એટલે કહ્યું છે. વારંવાર અનુભવનો અર્થ એના તરફ ઢળતાં ઢળતાં અનુભવ તો થયો પણ હવે વારંવાર અનુભવ કરતાં બંધ છૂટી જાય છે, એમ કહેવું છે. પૂર્ણ બંધ છૂટી જાય છે. મોક્ષ લેવો છે ને ? સમજાણું કાંઈ ? આહાહા....
અનુભવથી છૂટો તો પડ્યો એક સમયે, પણ હવે હજી અસ્થિરતા બાકી છે ને ? એને છોડીને મુક્તિ કરવી છે ને ? એટલે વારંવાર અનુભવમાં જતાં એ મુક્ત થઈ જાય છે. એમ. આહા...હા....! અંતર્મુહૂર્તમાં બધું થઈ જાય છે). આહા...હા....! છ માસ જ્યાં લખ્યું છે ત્યાં એમ લખ્યું છે કે, જઘન્ય અંતર્મુહૂર્ત. પણ બહુ આકરું લાગે માટે છ માસ લીધા છે. અર્થમાં લખ્યું છે. છે, ખબર છે. આહા...હા...!
“ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છેઅહીં મોક્ષની વાત છે ને ? તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. એમ. એક જ કાળે, એક સમયે તે જુદો પડ્યો તે જ સમયે કંઈ મોક્ષ થતો નથી. (એક) સમયમાં જુદો પડ્યો એ જ સમયે કંઈ મુક્તિ થતી નથી. જુદો પડ્યો પછી વારંવાર તે તરફ અનુભવ કરતાં કરતાં છૂટો પડી જાય છે, તદ્દન બંધથી રહિત થઈ જાય છે. મુક્તિ !
મુમુક્ષુ :- બારમે ગુણસ્થાને ભેદજ્ઞાન...
પૂજ્ય ગુરુદેવશ્રી – ઈ બારમે છે, ચાલે. ત્યાં અંદર અબુદ્ધિપૂર્વક નથી. એ ૧૮૦ (કળશ પૂરો થયો). હવે, ૧૮૧ (કળશ) મોટો (છે), બે પાના ભર્યા છે.
(સ્ત્રીધરા)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंदःस्थिरविशदलद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितभितः कुर्वती भिन्नभिन्नौ ।।२-१८१ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુગલદ્રવ્યનો પિડે, તે બંનેનો એકબંધ પર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે – અનંત ચતુષ્ટયરૂપ
Page #428
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૦
૪૧૫
પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે – જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-૫ગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહનરાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે તે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી, તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ એમ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિત્તવન કરવું કે બંધ ક્યારે છૂટશે, કઈ રીતે છૂટશે એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે – મિથ્યાષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે –
યં પ્રજ્ઞાછેત્રી માત્મમયસ્થ મન્ત:સન્જિવળે નિયતિ (ય) વસ્તસ્વરૂપે પ્રગટ છે જે (પ્રજ્ઞા) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (છત્રી છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહિ. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે – (ાત્મિમણ્ય) આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ-પુગલનો પિંડ અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ, – એવી છે બે વસ્તુઓ, તેમનો (કન્ત:સ) અન્તઃસન્ધિવાળો-જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે – (વચ્ચે) બંધ અર્થાતુ જ્ઞાન છીણી પેસવાનું સ્થાન, તેમાં નિયત્તિ) જ્ઞાનછીણી પેસે છે. પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી ? “શિત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં. મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી મારવાથી) છેદીને બે કરે છે, તેવી રીતે, જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત્ છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૬
કલશામૃત ભાગ-૫
જીવ-કર્મનો અન્તઃસન્ધિબંધ ? “સૂ' ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ આમ છે – જે દ્રવ્યકર્મ છે જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ, તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે; કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, છૂટે છે – આમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે વિચાર કરતાં ભેદપ્રતીતિ ઊપજે છે. ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપ – અશુદ્ધ ચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીત થાય છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણિ ઝળકે છે; વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળા-કાળાપણું પસંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; તેવી જ રીતે જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે; અનાદિ સત્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોહ-રાગ-દ્વેષરૂપ – રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે છે, તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે, તેમાં મોહનરાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી. - આ રીતે વિચારતાં ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે, જે અનુભવગોચર છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે-ભિન્ન ભિન્ન કરે છે ? ઉત્તર આમ છે – “સમસ” અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘નિપુ: થપિ પતિતા' નિપુ0:) આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગષ્ટ જીવો તેમના વડે થમ્ પિ) સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી (પાતિતા) સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે, શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી; તેથી ઉપાયરૂપ છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ? “સર્વિથાને.' જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે, પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાછીણી ? “મિત: fમન્નભિન્ન ર્વતી' (પિતા) સર્વથા પ્રકારે fમન્નમિત્તે પુર્વત જીવન અને કર્મને જુદાં જુદાં કરે છે. જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીતે કહે છે – “વૈતન્યપૂરે આત્માને મને ર્વત જ્ઞાનમાવે વર્ચે નિયમિત ર્વતી' (ચૈતન્ય) સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના પૂર) ત્રિકાળગોચર પ્રવાહમાં માત્માનં) જીવદ્રવ્યને તેમને ર્વતીએકવડુરૂપ-એમ સાધે છે; ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે; (જ્ઞાનમા) રાગાદિપણામાં નિયમિત વન્યું ર્વત) નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે. કેવું
Page #430
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
છે ચૈતન્યપૂર ? ‘અન્ત:સ્થિરવિશવનસદ્ધામ્નિ' (અન્તઃ) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (સ્થિર) સર્વ કાળે શાશ્વત, વિશવ) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (લસત્ સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (ધામ્નિ) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજ:પુંજ જેનો, એવું છે. ૨–૧૮૧.
प्रज्ञाछेत्री शितेयम कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तः सन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंद: स्थिरविशदलद्धाग्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितभितः कुर्वती भिन्नभिन्नौ । । २-१८१ । ।
૪૧૭
ઉપદેશમાં તો શું કહે ? આમ કરવું અને આમ ભિન્ન પાડવું, બંધને ભિન્ન પાડવો. પણ આમ કરે ત્યાં ભિન્ન પડે જ છે. સમજાવવામાં તો શું સમજાવવું ? કથનની એવી શૈલી. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ,... એમ લીધું. કર્મ લીધું છે ને ? ‘તે બન્નેનો એકબંધપર્યાયરૂપ સંબંધ...’ છે ને ? ‘એકબંધપર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે;...' આહા..હા...! દ્રવ્ય સ્વરૂપ તો કાયમ – ત્રિકાળ મુક્ત છે. એની પર્યાય – એક સમયની પર્યાય રાગના સંબંધમાં અટકી છે, બસ ! આ..હા..હા...! એ તો અતીન્દ્રિય આનંદ પૂર્ણ સ્વરૂપ જ છે. પણ એક સમયની પર્યાય રાગમાં અટકી એટલું દુઃખ છે. પર્યાયમાં, હોં ! અંદર તો પૂર્ણ આનંદ છે. આહા..હા...!
પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ ! એ તો છે ઈ છે, પણ પર્યાયમાં એક સમયની દશામાં બંધનો – રાગનો સંબંધ છે. છે ? એ ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે. રાગ છૂટી જાય અને આત્મા શુદ્ધ સ્વરૂપે પરિણમે. આહા..હા...! આ પર્યાયની વાત છે ને ?
અનંત ચતુષ્ટયરૂપ પરિણમે...' લ્યો ! શુદ્ધ સ્વરૂપે પરિણમે' એની વ્યાખ્યા કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય – એ રૂપે પરિણમે. શક્તિરૂપ તો અનંત જ્ઞાન, અનંત દર્શન તો છે, ત્રિકાળ છે. ધ્રુવરૂપે અનંત જ્ઞાન, દર્શન ચતુષ્ટય તો છે પણ પર્યાયરૂપે અનંત ચતુષ્ટય પ્રગટે... આહા..હા...! એને અહીંયાં મોક્ષ કહે છે.
?
તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે...' શું કહે છે ? કર્મનો નાશ થાય એમ ન કહેતાં કર્મની પર્યાયને પુદ્ગલ છોડે. જે પુદ્ગલ કર્મની પર્યાયપણે પરિણમ્યું છે, એ પર્યાયપણે પરિણમવાનું છોડે, બસ એટલું. આહા..હા..! છે ? ‘જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે...’ કર્મપર્યાયને છોડે. કોણ ? જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે. કર્મપર્યાય છે ને ? એ
?
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૮
કિલશામૃત ભાગ-૫
પર્યાય છે. ઈ પુગલની એક પર્યાય છે. કર્મરૂપે પરિણમે ઈ પુગલની પર્યાય છે. ઈ પર્યાય છોડે. આહા...હા...!
જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ.” જોયું ? ‘સર્વથા” શબ્દ આવ્યો. એ સર્વથા (શબ્દ) પાંચ-છ વાર આવશે. જ્યારે એ પુદ્ગલદ્રવ્ય સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. લ્યો ! મોક્ષ કહેવું છે ને? સમ્યગ્દર્શનમાં પણ પહેલો છૂટો પડે છે પણ) ત્યાં હજી મોક્ષ નથી. હજી પર્યાયમાં અશુદ્ધતાનો સંબંધ છે. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનમાં દ્રવ્ય છુટું પડી ગયું. દ્રવ્યકર્મ-ભાવકર્મથી છૂટું તો પડ્યું પણ શ્રદ્ધા અને જ્ઞાનના પરિણમનની અપેક્ષાએ છૂટું પડ્યું, હજી અસ્થિરતાની અપેક્ષાએ પર્યાયનો સંબંધ છે. આહા...હા....! માટે અહીં સર્વથા (શબ્દ વાપર્યો છે). આહા..હા...!
સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય...” જોયું? પહેલું તો સમ્યગ્દર્શનમાં જ અબંધ પરિણામની દશા પ્રગટે છે. “નો પસ્સદ્ધિ પ્રાપ એવદ્ધપુદ્દે મUTUUવિસે' એ તો સમ્યજ્ઞાનની વાત છે, (‘સમયસારમાં) સમ્યગ્દર્શનની ચૌદમી (ગાથામાં), સમ્યજ્ઞાનની પંદરમી (ગાથામાં વાત છે, પણ ત્યાં દર્શન-જ્ઞાનમાં અબંધ સ્વરૂપનું જ્ઞાન અને દર્શન થાય છે પણ હજી અબંધ સ્વરૂપમાં પર્યાયમાં મુક્તિ નથી. સમજાણું કાંઈ ? આહા...હા...! - “જીવ-પુગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. આહા..હા...! તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઈત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી...” અશુદ્ધ પરિણતિના વ્યયથી “જીવને શુદ્ધત્વરૂપ પરિણમન.” આહા..હા..! હવે ઈ ઉત્પાદ થયો. અશુદ્ધ પરિણમનનો નાશ અને શુદ્ધ પરિણમનની ઉત્પત્તિ. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં જે અશુદ્ધતા હતી તેનો નાશ થયો) અને પર્યાયમાં શુદ્ધતાની પરિણતિ (પ્રગટ થઈ). આહા...હા...! કેટલું ગંભીર !! ભિન્ન ભિન્ન) થઈ જાય છે. છે ?
તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઈત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે.” જોયું ? શુદ્ધત્વ પરિણમન, એમ કહ્યું. આહા...હા...! અશુદ્ધતા પરિણમન એ મોક્ષનું કારણ નથી, એ તો બંધનું કારણ છે. આહા..હા..! ‘તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે.” જોયું ? બીજીવાર આવ્યું. પહેલું એમ કહ્યું કે, સર્વથા અબંધરૂપ થઈ અને સર્વથા સકળ કર્મનો ક્ષય થાય. સર્વથા આવ્યું ! આહા..હા...!
એવું શુદ્ધત્વપરિણમન સર્વથા.” ત્રીજીવાર આવ્યું. “સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે....” આહા..હા...! શુદ્ધ દ્રવ્ય છે તેનું શુદ્ધત્વ પરિણમન એ શુદ્ધ દ્રવ્યનું છે. આહા..હા..! એમાં કોઈ અશુદ્ધતાનો અંશ નિમિત્ત છે નહિ. શુદ્ધ દ્રવ્યનું જ ઈ પરિણમન છે. કર્મનો અભાવ થયો માટે શુદ્ધ પરિણમન થયું એમ પણ નહિ. કેમકે એનામાં અભાવ નામનો તો ગુણ
Page #432
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૧૯
છે. કર્મના અભાવ થવું એનો તો ગુણ છે. એટલે અહીંયાં અભાવરૂપે પરિણમ્યો. એ કર્મ છૂટ્યા માટે અભાવરૂપે પરિણમ્યો એમ નહિ. આહાહા...! ઘણી ગંભીરતા !!
સર્વથા સકળ કર્મોનો ક્ષય.. સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે” ભેદજ્ઞાન થઈને સ્વરૂપની પ્રાપ્તિ (થવી તે) તો નિર્વિકલ્પ છે. પર્યાય, હોં ! વસ્તુ તો નિર્વિકલ્પ છે જ, પણ રાગથી ભિન્ન પડ્યો તો પરિણમન શુદ્ધત્વ (થયું) તે નિર્વિકલ્પ છે. રાગના અભાવસ્વભાવ સ્વરૂપ છે. આહાહા...! “તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” શું કહે છે, જોયું ? શું તમે પૂછ્યું અને શું આમાં કહેવું ? કહે છે. હમણાં કહેશે.
“તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” આહા...હા...! “તેથી એવા રૂપે કહેવાય છે. તેથી એવા રૂપે કહેવાય છે એમ કહે છે. સીધું વચન દ્વારા પૂર્ણ કહી શકાય એમ નથી. ત્યારે એને એવી રીતે કહેવાય છે. કહેવાય એવું નથી છતાં એને એવી રીતે કહેવાય છે. એમ બે ભાષા (કરી). આહા..હા...! ટીકા કરી છે તે પણ !!
કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, લ્યો ! આમ કહેવાય. પહેલું તો એમ કહ્યું કે, “સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,...” આ આટલું કહેવાય એમ છે. જ્ઞાનગુણ એટલે આત્મા શુદ્ધરૂપે પરિણમે છે, બસ ! આ આટલું કહેવાય છે. આહા..હા...! (તમારા) ચોપડામાં આવા લેખ પણ કોઈ દિ આવ્યા ન હોય. આહા..હા..! એક એક શબ્દ કેટલી ગંભીરતા ભરી છે !! આમ ઉપરટપકે વાંચી જાય અને પછી (કહે) આમથી પણ સમજે. પણ સાંભળ તો ખરો, ધીરો તો થા. ઉપરટપકે નહિ, અંદરટપકેથી જો. આહા...હા...!
મુમુક્ષુ :- આપ વારંવાર કહો છો તો પકડાય છે.
ઉત્તર :વાત સાચી. ઝીણી વાતના પડખાં (ઘણા). આહાહા..! આવી વાત કયાં છે ? બાપા ! આહા...હા...!
વીતરાગમાર્ગ સંતો(એ) સહેલો કરી દીધો. “અનુભવ પ્રકાશમાં આવે છે. સંતોએ સહેલો માર્ગ કર્યો છે. દિગંબર મુનિઓ ! આ..હાહા...! તદ્દન સાદી ભાષામાં સહેલો કરી નાખ્યો છે. આહા...હા...! એવી વાત બીજે ક્યાંય છે નહિ. આહા..હા..! “દીપચંદજી કહે છે, સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. ભગવાન ! તારું શુદ્ધ દ્રવ્ય છે ને ? એ શુદ્ધ રૂપે પરિણમે એનું નામ ધર્મ (અને) પૂર્ણ પરિણમે એનું નામ મોક્ષ. બાકી બીજું શું કહીએ અમે ? (કેમકે) પહેલા તો ના પાડી ને ? વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી). શી રીતે કહેવું એને ? એક સમયમાં બંધ છૂટો થઈને મોક્ષની પરિણતિ આવે ! આહા..હા...! એમ કહેવાય કે જ્ઞાનગુણ શુદ્ધરૂપે પરિણમી ગયો, બસ ! આહા..હા...!
તે મોક્ષનું કારણ છે.” જોયું ? આ..હા...! તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૨૦
કિલશામૃત ભાગ-૫ અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” ભાષા આટલી કરી. શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શુદ્ધત્વપરિણમનથી સહિત છે. આહા...હા...! એકલું શુદ્ધ દ્રવ્ય જેવું મુક્ત હતું એવું જ શુદ્ધ પરિણમન મુક્ત પર્યાય થઈ એનું નામ મોક્ષ કહેવાય છે, કહે છે. વિશેષ કહેશું...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૦, બુધવાર તા. ૦૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન–૧૯૩
કળશટીકા' ૧૮૧ કળશ છે. નીચે છે. તેનું સમાધાન આમ છે કે...... છે ને ? નીચેની લીટી છે. “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન....” શું કહે છે ? કે, જ્ઞાન એટલે આ આત્મા, વિકાર – પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી રહિત, એવો જે આત્મા તે શુદ્ધ આત્માનું પરિણમન – વીતરાગી દશા છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શું કીધું ?
સ્વરૂપનો અનુભવ જે છે; ક્રિયા નહિ, આ વ્રત ને તપ ને ભક્તિ આદિ ક્રિયાકાંડ છે એ તો રાગ છે, એ કંઈ મોક્ષનો માર્ગ છે જ નહિ. આવી વાત છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ (અર્થાતુ) ચેતન્ય નિર્મળ આનંદની સન્મુખ થઈને અનુભવ થવો, આનંદનો અનુભવ થવો, શુદ્ધ જ્ઞાનની દશાનું વદન થવું, સમ્યગ્દર્શનની પર્યાય શુદ્ધ છે તેની પ્રતીત થવી, એવા અનંત ગુણો જે શુદ્ધ છે એનો વર્તમાનમાં પર્યાયમાં અનુભવ થવો તે મોક્ષનો માર્ગ છે. છે ?
“જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. આહા...હા...! વ્રત, ભક્તિ , દયા, દાન એ તો વિકલ્પ અને રાગ છે. એ કંઈ મોક્ષનો માર્ગ નથી. આહા...હા..! ઝીણી વાત બહુ, ભાઈ ! છે ? “જીવના શુદ્ધત્વપરિણમનથી...” કોણ ? સ્વરૂપનો જે અનુભવ. શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ છે) એ “શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શુદ્ધ સ્વરૂપનો અનુભવ શુદ્ધત્વપરિણમનથી સહિત છે એમ સિદ્ધ કર્યું. શું કહ્યું? આહાહા...! ભગવાનઆત્મા તો શુદ્ધ ચૈતન્યઘન (છે), એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ એ ભિન્ન ચીજ છે, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ, તેને અનુસરીને આનંદનું વેદન આદિ થવું એ શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. પહેલું તો કીધું કે, અનુભવસહિત છે. એટલે શું કહ્યું? એમ કહ્યું કે, શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ તે શુદ્ધ પરિણમનથી સર્વથા સહિત છે એમ કહ્યું. સહિત છે
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૨૧
કળશ-૧૮૧ એમ છે. શુદ્ધ પરિણમનથી સહિત છે એમ કહીને એમ કહ્યું કે, શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ છે) એ અશુદ્ધ પરિણમનથી રહિત છે. એથી એને અહીંયાં સહિત કહેવામાં આવ્યું.
ફરીને, અહીંથી સિદ્ધાંત આપ્યો છે ને ? “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ...” એટલે આત્મા તે મોક્ષનું કારણ છે. તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે...” આત્મા એટલે જ્ઞાન. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એ શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ કરવો – નિર્વિકલ્પ (અનુભવ કરવો). રાગના અવલંબન વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો એ શુદ્ધ સ્વરૂપના પરિણમનથી સર્વથા સહિત છે. આ..હા..હા..! એક શબ્દમાં કેટલું નાખ્યું છે, જુઓ ! સમજાણું કાંઈ ? માર્ગ તો આવો છે. અત્યારે તો એમ કહે કે, આ વ્રત ને તપ ને પૂજા કરો, કરતાં કરતાં કલ્યાણ થાશે. એ તદ્દન મિથ્યાશ્રદ્ધા છે. કહો, સમજાણું કાંઈ ?
આ શું કહે છે ? આ ક્યાંનું છે ? ‘રાજમલની ટીકા છે, શ્લોક તો “અમૃતચંદ્રાચાર્યનો છે. દિગંબર મુનિ ! એનો અર્થ કરતાં ‘રાજમલજી' એમ કહે છે કે, આ ભગવાન જે આત્મા ! શુદ્ધ ચૈતન્યઘન છે તેનો અનુભવ, શુદ્ધ પરિણમનથી સહિત છે તે મોક્ષનું કારણ છે. આહા...હા....! એમ બે વાત કેમ કરી ? પહેલા તો કહ્યું હતું. ‘જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,...” એમ. આત્મા પોતાના આત્માને શુદ્ધરૂપે પરિણમાવે. એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી રહિત છે). આહા..હા...! છે ? એ પરિણમાવે એટલે શું? એમ કહે છે.
“શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે.’ આત્મા. એટલે જ્ઞાન. ‘તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. કોઈ એમ કહે, કથંચિત શુદ્ધનો અનુભવ (અને કથંચિત અશુદ્ધ ભાવ પણ સહિત છે, દયા, દાન રાગ આદિ પણ સહિત છે. (તો) એમ નથી. સમજાણું કાંઈ? શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે રાગ, એનાથી પણ ભિન્ન બતાવવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ શુદ્ધ પરિણમનથી સર્વથા સહિત છે. કથંચિત અશુદ્ધપણું પણ ભેગું છે એમ નહિ. છે એમાં ? ભાઈ ! છે એમાં ? છે કે નહિ ? ત્યાં કોઈ દિ વાંચ્યું છે કે નહિ ? શું કહ્યું?
આહા..હા...! ગજબ વાત છે ! વસ્તુની – સત્યની સ્પષ્ટતા આ રીતે કરે છે. આહાહા.! સત્ પ્રભુ ! સત્ સાહેબ ચૈતન્યપ્રભુ ! એ તો શુદ્ધ પવિત્ર આનંદકંદ છે. એનો અનુભવ કરવો એ શુદ્ધ પરિણમનવાળું છે. તેનો અનુભવ શુદ્ધ પરિણમનવાળો છે. કેમ ? કે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે જ્ઞાન, તે શુદ્ધ પરિણામથી સર્વથા સહિત છે. અશુદ્ધ પરિણામથી સર્વથા રહિત છે. આહા...હા...! એક વાક્યમાં કેટલું કહ્યું ! આ..હા...હા...! સમજાણું કાંઈ? આ મોટા વાંધા અત્યારે કરે છે ને ? સમ્યગ્દર્શન વિના જે આ વ્રત પાળે, અપવાસ કરે, તપસ્યા કરે, નગ્નપણું ઘે) એ પણ મોક્ષનું કારણ છે. ત્રણકાળમાં નથી. આહા..હા...! સમજાણું
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૨
કલામૃત ભાગ-૫
કાંઈ ? આ..હા....! | સર્વથા” શબ્દ વાપર્યો, જોયું ? જૈનદર્શનમાં એકાંત ન હોય ને ? એ માટે શબ્દ વાપર્યો છે કે, ભાઈ ! શુદ્ધ પરિણમનથી સહિત જ અનુભવ હોય, અશુદ્ધ પરિણામથી નહિ. એ માટે સર્વથા (શબ્દ) વાપર્યો છે. એકાંત આત્માનો – શુદ્ધ ચૈતન્યનો અનુભવ, એ શુદ્ધ પરિણમનથી સહિત જ સર્વથા છે. એમાં કિંચિત્ પણ અશુદ્ધ વ્યવહાર રત્નત્રયના રાગની સહાયતા કે મદદ છે નહિ. આહા...હા....! સમજાય છે કાંઈ ? આ તો હજારો વર્ષ પહેલાનું શાસ્ત્ર છે અને ટીકા “રાજમલે કરી છે. “સમયસાર નાટકમાં “બનારસીદાસ કહે કે, “જૈનધર્મનો મર્મી ! “રાજમલ જૈનધર્મના મર્મી !! એમણે આ ટીકા કરી છે એમ કહે છે. આ.હા..હા...!
એના જ્ઞાનમાં હજી વિકલ્પસહિત નિર્ણયના પણ ઠેકાણા નથી. વિકલ્પસહિત નિર્ણયમાં મોક્ષમાર્ગ નથી પણ વિકલ્પસહિત નિર્ણયમાં આ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સર્વથા શુદ્ધ પરિણમનથી સહિત છે, અશુદ્ધ પરિણમનથી બિલકુલ નહિ. એમ હજી વિકલ્પથી શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. છતાં એ કંઈ મોક્ષમાર્ગ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ઘણું ગંભીર બતાવ્યું છે !!
ધર્મ અથવા મોક્ષનો માર્ગ એ શુદ્ધ ચૈતન્ય ભગવાન અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત ઈશ્વરતા, અનંતી સ્વચ્છતા અને અનંતાઅનંત કર્તા નામનો ગુણ, અનંત કરણ નામનો ગુણ, એ બધા શુદ્ધ છે. આહા..હા..! એ શુદ્ધનું પરિણમન થવું (તે ધર્મ છે). કર્તાપણે, સાધનપણે; કરણ એટલે સાધન, પોતપોતાના કર્તાપણે અને સાધનપણે. આહાહા.! શુદ્ધ પવિત્ર સ્વભાવ, એને અનુસરીને શુદ્ધપણાના પરિણમન સહિત થવું, એ સર્વથા શુદ્ધ પરિણમન છે એમ કહે છે. એમાં કિંચિત્માત્ર પણ અશુદ્ધતા નથી. આહા..હા..! બહુ સરસ વાત છે ! મીઠી મધુરી !આ..હા..હા...!
આવો માર્ગ છે અને બીજી રીતે કહે. વ્યવહાર કરતાં કરતાં થાય. દયા, દાન, ભક્તિ, પૂજા, મંદિરો બનાવવા, કરોડોના દાન આપવા. એમાંથી હળવે હળવે મોક્ષમાર્ગ થાય. શેઠ ! લ્યો, શેઠ ના પાડે છે. એમ ન થાય.
મુમુક્ષુ :- વાસ્તવિક ભિન્ન છે.
ઉત્તર :- બન્ને ભાવે ભિન્ન છે. આહા...હા...! કેવી વાત છે, જુઓને ! પરમસત્યને ખુલ્લી કરીને મૂકી. સમાજને કેમ રહેશે ? કેમ નહિ? માર્ગ આ છે, બાપા ! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ આહા..હા..! એ આ.
જે આત્મા – અનંત ગુણ, સંખ્યાએ અનંત... અનંત... અનંત... એ બધા પવિત્ર છે, શુદ્ધ છે. એનું આખું દ્રવ્ય તે શુદ્ધ છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં જે પર્યાયમાં શુદ્ધ નિર્મળતાની અતીન્દ્રિય આનંદ સહિત અતીન્દ્રિય જ્ઞાનનો અંશ આવે, અતીન્દ્રિય આનંદ આવે, ઈશ્વરતાનો અંશ આવે, પ્રભુતાનો અંશ આવે, સ્વચ્છતાનો અંશ આવે, કર્તા શુદ્ધ ગુણ છે તેનો કર્તાપણાનો
Page #436
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૨૩
શુદ્ધ અંશ આવે, કરણ જે ગુણ છે તેનો શુદ્ધપણે સાધનમાં, શુદ્ધપણે પર્યાયમાં આવે આ...હા...હા...! એવા બધા શુદ્ધ પરિણમનનો અનુભવ તે સર્વથા શુદ્ધ પરિણમનથી સહિત છે. આ..હા..હા..! ગજબ છે ને ! એક લીટીએ... આ..હા...હા...! બાર અંગનો સાર ભરી દીધો છે !! છે ? | સર્વથા ! જૈનધર્મમાં સર્વથા ન હોય ને ? સર્વથા કેમ ન હોય ? આત્મા સર્વથા નિત્ય છે એમ નહિ, અનિત્ય પણ છે. એમ કહેવા માટે. પણ શુદ્ધ પરિણમનમાં કથંચિત અશુદ્ધ પરિણમન) પણ છે એમ નહિ. આહા...હા...!
પ્રશ્ન :- પ્રમાણ, નય, નિક્ષેપથી અશુદ્ધતા કેમ રહી જાય ?
સમાધાન :- અશુદ્ધતા તો ક્યાંય રહી ગઈ. અશુદ્ધતા બંધના કારણમાં રહી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ , પૂજા બધું બંધના કારણમાં રહી ગયું. આહા...હા...! આવે, હોય ખરું પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, એ શુદ્ધ પરિણમન નથી, એ શુદ્ધનો અનુભવ નથી. આ..હા..હા..!
પ્રશ્ન :- કારણ તો ખરું ને ?
સમાધાન :- નથી, પછી કારણ-ફારણ કેવા ? નિરપેક્ષ છે, વ્યવહારની અપેક્ષાથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ – શુદ્ધ પરિણમન સર્વથા સહિત પરથી નિરપેક્ષ છે. આહા...હા...! આ.હા...હા...! આવી વાત છે.
પ્રશ્ન :- “ચરણાનુસાર દ્રવ્યમૂ” એમ કેમ કહ્યું ?
સમાધાન :- એ તો એને જણાવ્યું કે, રાગની મંદતા તેના પ્રમાણમાં હોય તેનો એટલો અહીં અનુભવ હોય એટલું. એને લઈને હોય એમ નહિ. જેમ છઠ્ઠ ગુણસ્થાને સંજ્વલનની રાગની મંદતા હોય તો એટલા જ પ્રમાણમાં પોતાને અહીંયાં અનુભવમાં સ્થિરતા વિશેષ આનંદ હોય. આને લઈને હોય એમ નહિ. એ તો રાગની તીવ્ર મંદતા જેને અંદર હોય એને અહીંયાં અનુભવની ઉગ્રતા વિશેષ હોય એમ જણાવ્યું છે. ચરણ અનુસાર એટલે કે રાગ છે તેને અનુકૂળ અનુભવ છે. એ અનુભવ આ રાગને લઈને છે એ પ્રશ્ન ત્યાં નથી. સમજાણું કાંઈ ? આહા..હા...!
ચોથે ગુણસ્થાને રાગની વિશેષતા છે તો ત્યાં અનુભવ એટલો આકરો (નથી), જેવો છઠ્ઠાનો છે એવો અનુભવ ત્યાં ન હોય. એટલું બતાવવું છે. પાંચમે એથી કંઈક મંદ રાગ છે એથી એના પ્રમાણમાં ત્યાં અનુભવ હોય. કેમકે રાગ મંદ છે એના અનુપાતમાં અનુભવ (હોય). આને લઈને હોય એ પ્રશ્ન ત્યાં નથી. એનાથી એનું જ્ઞાન કરવા માટે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અને મુનિને છછું ગુણસ્થાને રાગ ઘણો મંદ હોય તો એને અનુસરીને એટલી તીવ્રતા શુદ્ધતાની હોય એમ બતાવવું છે. સમજાણું કાંઈ ?
ચરણ અનુસાર ત્યાં આવ્યું છે ને ? એટલે ? ફરીને લઈએ કે, અહીંયાં જેટલી શુદ્ધતા
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૪
કલશામૃત ભાગ-૫ ઉઝ છે એના પ્રમાણમાં ત્યાં રાગની મંદતા હોય છે. એમ એનો અર્થ છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતા અલ્પ છે તો એના પ્રમાણમાં ત્યાં રાગની વિશેષતા છે. ફક્ત આ બેની ભિન્નતામાં રાગ વધારે અને શુદ્ધતા ઓછી, અહીં રાગ ઓછો અને શુદ્ધતા વધારે છે, એટલું જણાવવું છે. સમજાણું કાંઈ ? આહા..હા..! “દ્રવ્યાનુસાર ચરણમ્, ચરણાનુસાર દ્રવ્યમ્ એનો અર્થ આ છે. “પ્રવચનસાર' ! છે, બધી ખબર) છે. આહા..હા...! ભગવાનનો માર્ગ કયાંય પૂર્વાપર વિરોધ હોય નહિ. બધે અવિરોધ છે. આહા...હા...! સર્વજ્ઞ ત્રિલોકનાથ વીતરાગ... આહા...હા...! એની વાણી અને સંતોની વાણી, બધી એક છે. પૂર્વાપર વિરોધ રહિત છે. આહા...હા...! ત્યાં તો ચરણાનુયોગનું કથન છે એથી ચરણાનુયોગનો વ્યવહાર જેને હજી રાગ મંદ છે તો એના પ્રમાણમાં અહીંયાં શુદ્ધતા વિશેષ છે એમ જ્ઞાન કરાવે છે. રાગ તીવ્ર છે તો શુદ્ધતા ઓછી છે. આને લઈને છે એમ પ્રશ્ન નથી. રાગ તીવ્ર છે તો અહીં શુદ્ધતા ઓછી છે. રાગ મંદ છે તો શુદ્ધતા વધારે છે. એમ ચરણાનુયોગ એટલે ચરણને અનુસરીને નિર્મળતા હોય અને નિર્મળતાને અનુસરીને રાગની મંદતા-તીવ્રતા હોય. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- એટલી અપેક્ષા તો આવી..
ઉત્તર :– એવું જ હોય. એને લઈને નહિ. એને લઈને નથી). રાગ મંદ છે માટે શુદ્ધતા વધારે છે એમ નહિ. અહીં તો રાગ મંદ છે એને અનુસારે એમ જાણવું કે, અહીંયાં શુદ્ધતા વધારે છે, એટલું. રાગ કંઈ તીવ્ર છે તો એને અનુસાર અહીં શુદ્ધતા થોડી છે એમ જાણવું. એ જાણવા માટેની વાત છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અત્યારે તો ગડબડ એવી થઈ ગઈ છે. આહા..હા..! આ તો સ્પષ્ટ વાત છે.
પ્રભુ એક કોર શુદ્ધ આનંદઘન (છે) એને અનુસરીને જે અનુભવ થાય) એ સર્વથા શુદ્ધ પરિણમન છે અને પરના લક્ષે જેટલો રાગ થાય એ સર્વથા અશુદ્ધ રૂપે છે. એમાં જરીયે શુદ્ધતા છે એમ નહિ અને આમાં જરી અશુદ્ધતા છે એમ નહિ. આહા..હા...!
મુમુક્ષુ - રાગની અશુદ્ધતા વધી તો અહીં શુદ્ધતા ઘટી ગઈ.
ઉત્તર :અહીં (શુદ્ધતા) વધી છે તો રાગ મંદ હોય. હોય એટલું. અહીં શુદ્ધતા ઓછી હોય તો રાગ વધારે હોય છે. શુદ્ધતા ઘણી હોય અને રાગ તીવ્ર હોય, એમ હોય ? શુદ્ધતા થોડી હોય અને રાગ તદ્દન મંદ હોય, એમ હોય ? એટલું જણાવવું છે. એટલું ચરણાનુયોગને અનુસારે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્ય ન લેવું. દ્રવ્યનું પરિણમન લેવું. સમજાણું કાંઈ ? આહા..હા...
સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે.” (હવે) વધારે સ્પષ્ટ કરે છે. જેને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ ! એનું જેને શુદ્ધત્વ પરિણમન (થયું), દ્રવ્યને અવલંબને શુદ્ધત્વ દશા હોય છે, પરિણમન એટલે દશા, “તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, જોયું ? જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર
Page #438
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૨૫
હોય છે,” એમ કે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય અને અનુભવ ન હોય એમ નહિ. આહા..હા....! સમજાણું કાંઈ ? તેને “શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર હોય છે....” કોને ? જેને શુદ્ધ પરિણમન હોય છે તેને.
શુદ્ધ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ! એને અનુસાર જે શુદ્ધ પરિણમન છે. છે ? તેને “શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે.....” બે વાત કરી. પહેલી એમ કરી કે, સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન (તે જીવ શુદ્ધત્વ પરિણમનથી) સર્વથા સહિત છે. હવે આમ ફેરવી નાખ્યું. જેને શુદ્ધત્વપરિણમન હોય છે...” પેલામાં પાછળ હતું ને ? પેલામાં શુદ્ધ પરિણમન પાછળ હતું, અનુભવ પહેલું હતું. હવે આમાં પહેલું શુદ્ધત્વપરિણમન, પછી અનુભવ લખ્યું છે). આહાહા..! કેવી વાત છે !
શું કહ્યું ઈ ? ભલે બે લીટીમાં અટકે, આપણે વાંધો નથી. આહાહા...! પહેલું એમ કહ્યું હતું કે, “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન.” એટલે આત્મા. ‘તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.' હવે ફેરવ્યું. જેને શુદ્ધત્વપરિણમન હોય છે. અહીં લીધું. પેલામાં પહેલો અનુભવ લીધો હતો. એને શુદ્ધ પરિણમન સર્વથા હોય છે (એમ) કીધું. હવે અહીં (કહે છે), જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, આહા..હા..! કેવી વાત કરી, જુઓને !
કોઈ એમ કહે કે, અનુભવ હોય એને શુદ્ધ પરિણમન નથી. શુદ્ધ પરિણમન હોય એને અનુભવ નથી. અમને શુદ્ધ પરિણમન તો છે) પણ અનુભવ નથી. એમ ખોટી વાત છે. આહા..હા..! થોડું પણ સત્ય છે એમ સમજવું પડશે, ભાઈ ! બહુ ઝાઝું લાંબું લાંબુ કરે... આહાહા...! કહો, ભાઈ ! શું કીધું આ ?
જેને આ શુદ્ધ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનો આશ્રય લઈને જેને અનુભવ થયો છે, શુદ્ધતાનો અનુભવ થયો છે, એ શુદ્ધતાનો અનુભવ, શુદ્ધ પરિણમન સર્વથા સહિત છે. એમાં કિંચિત અશુદ્ધતા છે નહિ, એક વાત. જેને શુદ્ધ સ્વરૂપનું પરિણમન છે તેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર છે. કહો, આ તો સમજાય એવી વાત છે. વસ્તુ એ રીતે છે. એ તો આમાં સમજાવ્યું. આહા..હા...! કોઈ કહે કે, અમને શુદ્ધ અનુભવ છે પણ શુદ્ધ પરિણમન નથી. એ જૂઠું છે. કોઈ કહે કે, અમને શુદ્ધ પરિણમન છે પણ હજી અનુભવ નથી. આહાહા! આવી વાત ક્યાં છે ? લોકો ઝગડા એવા મફતના કરે છે. આહા..હા...! પરમ સત્યનો પોકાર છે ! આહાહા...! મુનિઓના હૃદયના પોકાર છે. આત્મા અંદર પોકારે છે. આહા..હા...!
જેને આત્મા ભગવાન ચિલ્વન આનંદકંદ શુદ્ધ સ્વરૂપ ! એનો જેને અનુભવ થયો) એને શુદ્ધ પરિણમન સર્વથા સહિત છે. એના અનુભવમાં જરીયે અશુદ્ધતાનો ભાગ છે એમ છે નહિ. અશુદ્ધતા હો પણ એ ભિન્ન છે એમ કહેવું છે. ભિન્ન છે. આહા...હા...! અને જેને
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૬
કિલશામૃત ભાગ-૫
શુદ્ધ પરિણમન છે એને શુદ્ધ અનુભવ જરૂર છે, જરૂર છે. એને શુદ્ધ પરિણમનમાં અશુદ્ધતાનો અંશ અનુભવમાં આવે છે એમ નથી. આહા..હા.! સમજાણું કાંઈ ? આહાહા...!
પ્રશ્ન :- જ્ઞાનનો ઉપયોગ બહાર હોય ત્યારે પણ ?
સમાધાન :- અહીં પરિણમન છે એને તો અનુભવ લબ્ધ કહેવાય. ભલે લબ્ધિરૂપ હો, પણ શુદ્ધ પરિણમન છે ત્યાં લબ્ધરૂપ પણ અનુભવ છે અને અનુભવ છે ત્યાં શુદ્ધ પરિણમન છે. આહાહા...! વાત બહુ ઝીણી) સિદ્ધ કરે છે. આહાહા...! “પ્રજ્ઞા છેત્રી શિયે તીખી ધારા ! “શિર્યા છે ને ? “શિય’ શબ્દ છે ને ? આહાહા...!
“સંદેહ નથી.” સંદેહ નથી. આહાહા...! જુઓ ! કેટલું સ્પષ્ટ કરે છે ! હવે (કહે છે), “અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી.” જોયું ? પાછુ લીધું. પહેલો અનુભવ (કહ્યો) હતો ને ? એને અહીં પાછુ લીધું. અન્યથા સર્વથા પ્રકારે.” જોયું ? સર્વથા પ્રકારે ! શુદ્ધ પરિણમન નથી અને શુદ્ધ અનુભવ છે એમ સર્વથા પ્રકારે અનુભવ નથી. આહા...હા...! એકલા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એને અનુભવ, શુદ્ધ પરિણમન બિલકુલ નથી. આહા...હા..! સમજાણું કાંઈ ? આ તો ધીરાનું કામ છે, બાપા! આ કાંઈ કોઈ વાર્તા નથી). આહા..હા..!
અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી;” પહેલા અનુભવથી ઉપાડ્યું હતું ને ? સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. એટલે અહીં કીધું “અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે.” આહાહા.! દયા, દાન, વ્રત, ભક્તિ મોક્ષનું કારણ નથી. છે એમાં ? “શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. આહાહા..! અશુદ્ધતા હો, પૂર્ણ શુદ્ધ અનુભવ ન હો, પૂર્ણ અશુદ્ધતા હો પણ મોક્ષનું કારણ તો એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનું કારણ છે. તે જ કાળે દયા, દાન, વ્રતનો વિકલ્પ ઉઠતો હોય એ બંધનું કારણ છે. આહા..હા..! એ હોય છે. સાધકને બંધના કારણનો વિકલ્પ પણ હોય છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ પણ હોય છે. હોય છે માટે બન્ને નયનું જ્ઞાન બરાબર છે. પણ આનાથી અહીં થાય અને આવું હોય એને આવો રાગ હોય, આને કારણે હોય એમ નથી. આહા...હા....! મુમુક્ષુ :- આમાં (
હિન્દી પુસ્તકમાં લખ્યું છે કે, ધોખો નથી. ઉત્તર :- સંદેહ નથી. ધોખો નથી, હિન્દી એમ છે. સંદેહ નથી, નિઃસંદેહ આમ છે. જ્યાં જ્યાં શુદ્ધ અનુભવ હોય ત્યાં ત્યાં શુદ્ધ પરિણમન છે અને જ્યાં જ્યાં શુદ્ધ પરિણમન છે ત્યાં ત્યાં શુદ્ધ અનુભવ છે. (એમાં) બિલકુલ સંદેહ નથી. અને જ્યાં એ શુદ્ધ સ્વરૂપઅનુભવ નથી.. છે ને ? આહા..હા...!
અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી, તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ
Page #440
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૨૭
છે. લ્યો ! આહા..હા..! બે-ત્રણ લીટીમાં તો કેટલું ભરી દીધું છે !
મુમુક્ષુ – એકલો વાંચે તો શું સમજાય ?
ઉત્તર :- ત્યાં હીરામાં કેમ એકલા કરો છો ? ભાઈ ! ત્યાં તો મોઢા આગળ ડહાપણ એકલા કરો છો કે નહિ ? તો આમાં પણ એકલા (કરી શકે). બીજો સમજાવે પણ પોતે પોતાને સમજે ત્યારે ને ? આવી વાત છે ને ? આહા..હા..! વાત છે, દેશનાલબ્ધિ હોય
છે, સની દેશનાલબ્ધિ હોય છે પણ એને પ્રાપ્ત કરવું છે એણે પોતાને. દેશનાલબ્ધિથી કિંઈ પ્રાપ્ત થતું નથી. આહા..હા..! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી હોય છે. ત્રિલોકનાથની, સર્વજ્ઞના પરમાગમની, હોં ! આહા..હા..! કલ્પિત આગમો આદિ કરેલા હોય) એની વાણીમાં તો દેશનાલબ્ધિનું નિમિત્ત પણ નથી એમ કહે છે. આહા..હા..! આકરું કામ !
“શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે....” શું કહે છે ? ‘તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે.” જોયું ? અનુભવ છે તે શુદ્ધ પરિણમન છે અને શુદ્ધ પરિણમન છે તે અનુભવ છે અને તે મોક્ષનું કારણ છે. હવે એનાથી વિરુદ્ધ બોલનારાઓ કેવા છે એની વાતું કરે છે. આહા..હા...! કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. એ જાણી લેવું તે મોક્ષમાર્ગ
ક્યાં છે ? એ તો જ્ઞાનમાં ધારણા થઈ ગઈ. એ કંઈ અનુભવ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા.! તે મોક્ષમાર્ગ છે, જાણી લેવું તે મોક્ષમાર્ગ છે.” બસ ! બંધને જાણવું, કર્મને જાણવું, આત્મા છે એમ જાણવું, બસ ! એ મોક્ષનો માર્ગ છે. એમ નથી. આહા..હા..!
પ્રશ્ન :- જાણીને પક્ષ કરે તો ?
સમાધાન :- જાણીને પક્ષ કરે છે તો એ પણ મિથ્યાદૃષ્ટિ છે. આ કર્મના બહુ પલાખાં શીખે ને ? શ્વેતાંબરમાં એ આવે છે – “બંધન પરિહાણિયા' એવું આવે છે. “સૂયગડાંગનો પહેલો શ્લોક. બંધને જાણો ! બંધને શું જાણે ? એનો અહીંયાં વિરોધ છે. બંધની કર્મની પ્રકૃતિ આટલી ને આની આટલી, ૧૪૮ની આમ સત્તા હોય ને પહેલે આમ હોય ને ચોથે (ગુણસ્થાને) આમ હોય. એવું બંધનું સ્વરૂપ જાણી અને જીવ છે એમ જાણવું. છે, બસ એટલું. એ કોઈ મોક્ષનું કારણ નથી. આહા...હા..! અહીં તો (કહે છે), જીવ છે તે શુદ્ધ છે, એ શુદ્ધનો અનુભવ તે મોક્ષનું કારણ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એવી વાત છે, ભાઈ ! લોકોને મુશ્કેલ પડે એટલે વિરોધ કરે). લોકો રાડ્યું તેથી પાડે છે ને ! એ..ઈ...! સોનગઢવાળા નિશ્ચયથી જ મોક્ષનો માર્ગ કહે છે. વ્યવહારને માનતા નથી. વ્યવહાર છે, નિમિત્ત છે. નિમિત્ત છે (પણ) નિમિત્તથી પરમાં કાર્ય થતું નથી. વ્યવહાર છે, વ્યવહારથી નિશ્ચય થતો નથી. સમજાણું કાંઈ ? આહાહા...!
“કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૮
કલશામૃત ભાગ-૫ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિંતવન કરવું કે “બંધ ક્યારે છૂટશે.” વિકલ્પ કર્યા કરવો કે, આ ક્યારે છૂટશે ? ક્યારે છૂટશે ? ક્યારે છૂટશે ? એમ મોક્ષનો માર્ગ નથી. એ તો રાગ છે. આહા..હા..! ગાથામાં આવે છે ને ? એનો ખુલાસો (છે). મૂળ ગાથામાં આવે છે. ક્યારે છૂટશે ? એવો બંધ ક્યારે છૂટશે ? એ “કઈ રીતે છૂટશે ?’ એવી ચિંતા મોક્ષનું કારણ છે.” આવું અજ્ઞાનીઓ કહે છે. આહા..હા..!
“આવું કહે છે જે જીવો તે જૂઠા છે...” આમ કહેનારા જૂઠા છે. આત્મા છે અને બંધન છે, બન્નેને જાણી લેવા એ મોક્ષનું કારણ છે એમ જે કહે છે) એ જૂઠા છે. આહા..હા...! શ્લોક બહુ ઊંચો આવ્યો છે !! આહા...હા...! પ્રજ્ઞાછીણી !
પ્રશ્ન :- જાણીને એની ભાવના કરે તો ?
સમાધાન :– શેની ભાવના કરે ? વિકલ્પની ! વિકલ્પથી ભાવના કરે એ કંઈ ભાવના નથી. ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન” “શ્રીમમાં આવે છે. ઈ આતમભાવના એટલે અંદર (આત્માનો) અનુભવ (કરે) એ જીવ લહે કેવળજ્ઞાન આત્મભાવના (એટલે) આત્મા આવો છે, આત્મા આવો છે (એમ) વિકલ્પ કર્યા કરે એ મોક્ષનું કારણ બિલકુલ નથી. આ..હા...હા...હા...! દુનિયા ક્યાં પડી ? માર્ગ પ્રભુનો કયાં રહી ગયો ?
એકલો નિશ્ચયથી જ મોક્ષનો માર્ગ કહે છે, એ એકાંત છે એમ લોકો કહે છે. એકાંત સત્ય છે એમ કહ્યું. પેલું એકાંત જૂઠું છે. બંધની ચિંતા એ શુભરાગ છે. શુભરાગથી મોક્ષનું કારણ માને (એ) તદ્દન જૂઠું છે. દયા, દાનના વિકલ્પ રાગ છે એ તો જૂઠું છે પણ અહીં તો બંધની ચિંતા, આત્મા આવો છે એવી ચિંતા કરવી એ પણ શુભભાવ અને જૂઠું છે, એ મોક્ષનું કારણ નથી. એ મોક્ષનું કારણ નથી. આહા..હા...! છે? તે જૂઠા છે – મિથ્યાદૃષ્ટિ
હવે, “મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છેલ્યો ! “યં પ્રજ્ઞાચ્છત્રી કાત્મખ્ખમયસ્થ અન્ત:સ્થિવ નિયતિ’ આત્મા છે, બંધન છે એટલું નહિ. અહીંયાં તો આત્મા અને બંધન – બેનું જ્ઞાન કરી અને પ્રજ્ઞારૂપી છીણી મારવી અને અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ ? છે ? “પ્રજ્ઞા” પ્રજ્ઞાનો અર્થ કરે છે. “વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...” જોયું? એ પ્રજ્ઞાની વ્યાખ્યા (કરી). આહા..હા...!
‘આત્માના શુદ્ધસ્વરૂપ.... પવિત્ર સ્વરૂપનો અનુભવસમર્થ (અર્થાતુ) અનુભવ કરવામાં તાકાતવાળો પરિણમેલો ‘જીવનો જ્ઞાનગુણ તે જ છે.” પ્રજ્ઞા. તેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. આહા...હા...! તેને બુદ્ધિ અને જ્ઞાન કહેવામાં આવે છે.
મુમુક્ષુ - છ મહિના આત્મભાવના કરીએ ત્યારે થાય ને ! ઉત્તર :- અંતર્મુહૂર્તમાં થાય. હમણાં આવશે – એક સમયમાં થાય. આમાં આવશે.
Page #442
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૨૯
મસાત્' છે અંદર ? કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – ભિન્ન ભિન્ન કરે છે ? ઉત્તર આમ છે – અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે...” ત્યો, અંદર પ્રશ્ન છે. પેલી કોરની પાંચમી લીટી. કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – “કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે...” લ્યો ! એ જ શબ્દ છે. છે ? એક જ સમય છે.
પ્રશ્ન :- પહેલા ભાવના કરી ને ? સમાધાન :- એ બધા વિકલ્પ છે). આહા...હા...! પ્રશ્ન :- એકલો વિકલ્પ કે આત્માનું જોર ?
સમાધાન :- વિકલ્પ નહિ, એકલું આત્માનું જોર. વિકલ્પ જરીયે નહિ. વિકલ્પનો સહારો જરીયે નહિ. ઈ તો પહેલી વાત આવી ગઈ. શુદ્ધ અનુભવમાં શુદ્ધ પરિણમન અને શુદ્ધ પરિણમનમાં શુદ્ધ અનુભવ છે). અશુદ્ધતાનો અંશ એમાં જરીયે નહિ. આ..હા...હા..હા...! છે ને ? સામે પાઠ છે કે નહિ ? આ કંઈ ઘરનો અર્થ ચાલે છે? આ..હા...! આ ક્યારનું લખેલું છે ? અહીંનું – “સોનગઢનું છે આ ? આહાહા..!
મુમુક્ષુ :- “સોનગઢમાં છાપ્યું છે ને !
ઉત્તર :- છાપે, ગમે ત્યાંથી છાપે, એમાં શું થઈ ગયું ? હીરો ગમે તે ઘરે હોય પણ હીરો તો હીરો જ છે. ઢેઢને ઘરે હોય તોપણ હીરો છે, એમાં શું? ઘર બદલ્યું માટે હીરાની કિંમત ગઈ ? છાપે ગમે ત્યાં ? “ભાવનગર' છાપે, “સોનગઢ' છાપે, “મુંબઈ' છાપે, જયપુર છાપે. આ...હા...! આવો માર્ગ છે.
મુમુક્ષુ :- અનુભવ તો એક જ સમયે હોય “કૃપાળુદેવ'માં કહે છે...
ઉત્તર :- એક જ સમય. આહા..હા..! આવું કામ છે. બહુ સરસ ! ગાથા બહુ સારી આવી ! આહા...હા..!
શું કીધું? હવે, પ્રજ્ઞા કોને કહેવી ? “આત્માના શુદ્ધ સ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે.” પ્રજ્ઞા અને તે જ છે છીણી.” જોયું ? આત્માનો અનુભવ કરવો તે પ્રજ્ઞાછીણી છે. આ..હા...હા..હા...! છે ? આત્માના પવિત્ર – શુદ્ધ સ્વરૂપનો અનુભવસમર્થપણએ પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે છે પ્રજ્ઞા અને તે છે છીણી. પ્રજ્ઞાછીણી તે છે. આહા..હા...! અહીં તો અનુભવ કરવો એ પ્રજ્ઞાછીણી છે એમ કીધું ! આહા...હા...! નિપતિ’ કીધું ને ? બે વચ્ચે નાખવી. બંધ અને આત્મા વચ્ચે. એનો અર્થ કે આત્માનો અનુભવ કરવો. છે ?
ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે.” આ કરવત વડે લાકડાના બે કટકા કરે છે ને ? “તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે.” આ.હા..હા.હા...! તેમને બે-રૂપે છેદવાને, જુદા કરવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૦
કિલશામૃત ભાગ-૫ જ્ઞાનરૂપ છીણી છે. આહા..હા..! બે કરવા માટે આ બંધનું જ્ઞાન ને આનું જ્ઞાન’ એમ અહીં તો બે પણ નથી લીધું. બે કરવાને માટે... આ..હા...હા...! અરે..! આવી વાતું શાસ્ત્રમાં પડી છે કેટલી ! હજારો વર્ષથી ! સ્વાધ્યાય કરે નહિ, ચિંતવે નહિ, અંદરમાં પોતા તરફ મનન ન કરે કે આ શું છે ? આચાર્યો બધો વારસો તો મૂકી ગયા છે ! એનો બાપ વારસો મૂકી જાય (તો) માળો તરત કૂંચી લે !
મુમુક્ષુ - તરત ઉપાડી લે.
ઉત્તર – હા, મરી જાય તો તરત લઈ લ્યો. ચાર-પાંચ ભાઈઓ હોય ને પેલો મરી જાય, કૂંચી હોય ને ? શું કહેવાય ? કડી ! કૂંચી પહેલા લઈ લે, પછી મડદું ઉપાડે. માળા ! આ બધા થયેલા, જોયેલા છે, હોં ! નામ, ઠામ, ગામ બધું આવડે છે. ઘણા વર્ષ થઈ ગયા ને અહીં તો ? આહાહા...! ડોસો મર્યો ત્યાં એની કૂંચી લઈ લ્યો. મર્યો ત્યાં એક જણ ગરીને લઈ લે ! બાપા કૂંચી મૂકી ગયા છે ને ? ક્યાં ગઈ? તો કહે, એ તો મેં લઈ લીધી. આહા..હા....!
અહીં કહે છે કે, ભગવાન સંતો આ વારસો મૂકી ગયા છે ને, પ્રભુ ! તું અને કર્મ અને બે જુદા પાડવા, પ્રજ્ઞાછીણી – આત્માનો અનુભવ તે કારણ છે, બસ ! આહા...હા...! હજી જેને નિર્ધાર – જ્ઞાનમાં નિર્ણયના ઠેકાણા નથી એને અનુભવ કયાંથી થાય ? જ્ઞાનમાં
જ હજી ઉંધાઈ છે), આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, દાન કરશું તો થાશે. એ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અનુભવ થાશે. આહાહા...!
“તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે.” જોયું ? અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે. અનુભવસમર્થ જ્ઞાનરૂપી છીણી એમ લેવું. અનુભવસમર્થ જ્ઞાનરૂપી છીણી છે. આ...હા...હા...! “અન્ય તો બીજું કારણ થયું નથી. આ અનેકાન્ત કરે છે. પેલો કહે કે, બીજાથી – વ્યવહારથી થાય (અને) નિશ્ચયથી થાય. એ તો એકાંત છે, મિથ્યાષ્ટિ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
અન્ય તો બીજું કારણ...” અન્ય એટલે વ્યવહારના રાગની મંદતા. દયા, દાન, વ્રત ખૂબ કરે એ બીજું કારણ થયું નથી, થશે નહિ. આહાહા...હવે અત્યારે તો બધે એ જ માંડી છે – વ્રત કરો, અપવાસ કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, પૂજા કરો. શું કહેવાય આ ? દાન ક્યો. દહનપૂજા ! કર્મની દહન પૂજા ! કર્મ-દહન પૂજા કરો. અહીં તો કહે છે કે, લાખ કરોડ કર ને, એ બધો રાગ છે, લે ! એ રાગથી કોઈ દિ ત્રણકાળમાં મોક્ષનો માર્ગ નહિ થાય, લે ! આહા..હા....! જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું ! એ બધો ભાવ શુભ છે, એ કંઈ ધર્મ નથી. આહા...હા...!
અંદરમાં આનંદસ્વરૂપનો અનુભવ કરવો.. આહા..હા..! આ.હા..હા..! એ એક જ (કારણ) છે. “અન્ય તો બીજું કારણ થયું નથી.” લ્યો ! (કોઈ એમ કહે કે, બે કારણે
Page #444
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
મોક્ષ થાય. અહીં તો ના પાડે છે. વ્યવહાર અને નિશ્ચય – બે કારણે થાય. ઉપાદાન અને નિમિત્ત બે કારણે મોક્ષ થાય. આવું છે આ. અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહિ.’ થયું નથી પણ કો'કને કોઈ દિ' થાય તો ? (તો કહે છે), નહિ થાય. કો'કને વળી રાગની મંદતા કરતાં કરતાં સમિકત થઈ જાય ને અનુભવ થઈ જાય. (તો કહે છે), ના. થયું નથી અને થશે નહિ. ત્રણે કાળની વાત લઈ લીધી. આહા..હા...! સમજાણું કાંઈ ?
આ લોકો કહે છે, અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે ! એમ કહે છે. અરે... ભગવાન ! અધ્યાત્મની (ભાંગ) કહેવાય નહિ, પ્રભુ ! અધ્યાત્મ તો આત્મા કહેવાય, નાથ ! તને આમ કેમ થયું ? આહા..હા...! અધ્યાત્મ તો આત્મા છે. (રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) લખ્યું છે, અત્યારે તો અધ્યાત્મ આત્મા છે. છે ને ? ચિઠ્ઠીમાં આવે છે. આહા..હા...! રહસ્યપૂર્ણ ચિઠ્ઠી'માં આવ્યું છે. પત્રનો ઉત્તર આપે છે એમાં લખ્યું છે. ટોડરમલે’ (લખ્યું છે), અત્યારે તો આત્મા અધ્યાત્મ છે. આહા..હા...! લ્યો, ઈ તો પાંચમાં આરાના (છે), હજી તો બસ્સો વર્ષ થયા (છે). ઈ એમ કહે છે કે, અત્યારે તો અધ્યાત્મ આત્મા છે. અને એ આત્મા પણ ‘અપતિગચ્છતિ ઇતિ આત્મા’ ભગવાનઆત્મા પોતાના આનંદસ્વરૂપપણે પરિણમે તે આત્મા. રાગરૂપે પરિણમે તે આત્મા ? એ તો અનાત્મા છે, આસ્રવ છે. આહા..હા..! બહુ કામ (આકરા) ! મધ્યસ્થતાથી એક વા૨ એક કલાક સાંભળેને તો એને ખ્યાલ આવે કે, માર્ગ તો આ છે. આગ્રહ રાખીને (સાંભળે તો ન સમજાય).
='
ચેતન આત્મા,
આહા..હા...! ‘અન્ય તો બીજું કારણ થયું, થશે નહિ. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે આવી પ્રજ્ઞાછીણી...’ (એટલે) શું કીધું ઈ ? કે, સ્વરૂપના અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી. એમ. એ છીણી કઈ રીતે છેદીને બે કરે છે ? ‘ભોમયસ્ય’આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય,... આહા..હા...! એ તો ચેતના... ચેતના... ચેતના... ચેતન – ચેતનામાત્ર દ્રવ્ય. ચેતન ભગવાનઆત્મા ચેતનામાત્ર વસ્તુ. એ તો જાણકસ્વભાવ, દર્શનસ્વભાવ માત્ર વસ્તુ (છે). આહા...હા...! આત્મા ચેતનામાત્ર સ્વરૂપ પ્રભુ ! આહા..હા...! એમાં કોઈ પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એમાં છે નહિ. આહા...હા...! આત્મા ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ-પુદ્ગલનો પિંડ...' હવે કર્મની વ્યાખ્યા (કરી કે) એ તો પુદ્દગલનો પિંડ (છે). અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણિત....’ બે લીધા. કર્મનો પિંડ એ જડ લીધું અને અશુદ્ધ પરિણતિ એની પોતાની એમાં લીધી. એનાથી ભિન્ન પાડવું છે. જોયું ? અશુદ્ધ (પરિણતિથી) પણ ભિન્ન પાડવું છે. અશુદ્ધને રાખીને અંદર આત્મનું જ્ઞાન થાય છે, એમ નથી. આહા..હા...!
‘અશુદ્ધ પરિણિત,
એવી છે બે વસ્તુઓ....' એક કોર ચેતનામાત્ર ભગવાન અને એક બાજુ અશુદ્ધ પરિણતિ. કર્મ એ તો નિમિત્ત જડ છે. એક કોર અશુદ્ધ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ અશુદ્ધ પરિણમન, એ કર્મ અને એક બાજુ આત્મા
-
-
-
૪૩૧
Page #445
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
૪૩૨
ચેતનામાત્ર – બેને ભિન્ન ક૨વાના છે. છે ?
‘તેમનો અન્તઃસંધિવાળો...' આ..હા..હા...! જોકે એકક્ષેત્રાવાહરૂપ છે...' જોયું ? એ રાગ-દ્વેષ અશુદ્ધ પરિણામને પણ એકક્ષેત્રાવગાહ કહ્યાં છે. એ ભાવસ્વભાવે કહ્યાં નથી. સમજાણું ? એક ક્ષેત્રે (હોવા છતાં) ભાવ ભિન્ન છે. ઝીણી વાત છે, વિશેષ આવશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૧, ગુરુવાર તા. ૦૫-૦૧-૧૯૭૮. કળશ-૧૮૧, પ્રવચન-૧૯૪
‘કળશટીકા’ ૧૮૧ (કળશ ચાલે છે). અહીં સુધી આવ્યું છે. પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે...' આવ્યું ને ? અહીં સુધી આવ્યું હતું કે, અન્ય તો બીજું કા૨ણ થયું નથી, થશે નહિ.’ ત્યાં સુધી આવ્યું હતું. એટલે શું ? કે, આત્મા આનંદસ્વરૂપનું પરિણમન અને રાગથી ભિન્ન (પરિણમન થવું) એ મોક્ષનું કારણ છે. એના સિવાય અન્ય કોઈ કારણ થયું નથી, થશે નહિ. અહીં વાત આવી છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપને રાગથી ભિન્ન પાડીને જ્ઞાનાનંદ શુદ્ધ પરિણમન (કરવું) એ એક જ મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
મુમુક્ષુ :– કોઈ વખત આપ અનુભવને મોક્ષનું કારણ કહો છો.
ઉત્તર ઃ- એ અનુભવને કીધું ને ? બે વાત કીધી. અનુભવ એટલે શુદ્ધ પરિણમન. ઈ તો માથે વાત થઈ ગઈ. જુઓ ! પહેલી લીટી. સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.’ માથે પહેલી લીટી છે. કાલે આવ્યું હતું, બેત્રણ વાર કહ્યું હતું. શુદ્ધ અનુભવ એટલે શુદ્ધ પરિણમન – જીવનું શુદ્ધ પરિણમન. જીવનું શુદ્ધ પરિણમન એટલે શુદ્ધ જીવનો અનુભવ. બે વાર આવી ગયું હતું. સમજાણું ? છે માથે ? ‘શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન...’ એટલે આત્મા. પહેલી લીટી. જીવના જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.’ છે ? ફરીને લીધું. અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે.' શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય છે, એને રાગથી ભિન્ન પાડીને) શુદ્ધ સ્વરૂપનો અનુભવ (કરવો) એ એક જ મોક્ષનું કારણ છે. અત્યારે મોટા ઝગડા છે ને ? શુભજોગ તે મોક્ષનો માર્ગ છે (એમ કહે છે). હવે, શું થાય ? એને બેઠું હોય (એમ કહે).
અહીં તો હજી એથી વિશેષ વાત ક૨શે કે, એ શુદ્ધ સ્વરૂપનું પરિણમન, એના પ્રદેશો
Page #446
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૩૩
– ક્ષેત્ર અને અશુદ્ધ પરિણમનનું ક્ષેત્ર, બે ભિન્ન છે. પોતાના પ્રદેશની અપેક્ષાએ એકક્ષેત્રાવગાહ છે. પરના પ્રદેશો – કર્મના દ્રવ્યના ભિન્ન છે). એની અપેક્ષાએ પોતાના અસંખ્ય પ્રદેશો, અશુદ્ધ પરિણમન અને શુદ્ધ પરિણમન પરથી ભિન્ન છે, પણ પોતામાં બે ભેદ પાડીએ તો શુદ્ધ પરિણમનનું ક્ષેત્ર ભિન્ન છે, અશુદ્ધ પરિણમનનું ક્ષેત્ર ભિન્ન છે. આ...હા...હા....!
પ્રશ્ન :- ઈ કેવી રીતે ?
સમાધાન – એ “સંવર અધિકારમાં આવી ગયું છે. “સંવર અધિકાર માં ! (કહ્યું કે, બે વસ્તુ એક નથી. બે એટલે અશુદ્ધ પરિણમન અને શુદ્ધ જીવનું પરિણમન, બે એક નથી. એકબીજાને આધારઆધેય નથી. એકબીજાના પ્રદેશ ભિન્ન છે. છે અસંખ્યપ્રદેશ, જીવના અસંખ્ય પ્રદેશ, પણ એ પ્રદેશનો છેલ્લો ભાગ – શુભજોગ આદિનું અશુદ્ધ પરિણમન (જે થાય છે) એના પ્રદેશ – ક્ષેત્ર ભિન્ન છે અને (બે) વચ્ચે સંધિ છે. આહા..હા...!
જેમ કર્મના રજકણો, દ્રવ્યકર્મ(ના) રજકણોનું ક્ષેત્ર એક જગ્યાએ રહેવા છતાં ક્ષેત્ર ભિન્ન છે – પ્રદેશ ભિન્ન છે. એ તો તદ્દન ભિન્ન છે. હવે અહીંયાં અંતરમાં આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ (છે) એનું પરિણમન થાય) એનું ક્ષેત્ર, અશુદ્ધ પરિણમન જે શુભજોગ (આદિનું થાય), એના પ્રદેશોનો અંશ, છે એ અસંખ્ય પ્રદેશમાં, પણ અસંખ્ય પ્રદેશનો એ અંશ જુદો છે, એનું ક્ષેત્ર જુદું છે. આહા..હા..! છે ? જુઓ ! આવે છે.
‘આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે.” જુઓ ! આવ્યું ? અહીંથી શરૂઆત થાય છે. છે વચમાં ? “ગાત્મમયસ્થ’ તે રીતે કહે છે. આત્મજખ્ખદયસ્થ છે ? આ તો અલૌકિક વાતું છે, બાપુ ! આહા..હા..! જુઓ ! એના બે અર્થ કર્યા, જુઓ !
આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય...” ભગવાનઆત્મા તો ચેતના ઉપયોગ – દર્શન, જ્ઞાન માત્રનો ઉપયોગ, એ દ્રવ્ય ભિન્ન છે. છે ? “કર્મ–૫દૂગલનો પિંડ.” એ પણ ભિન્ન છે. ‘અથવા મોહરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ, – એવી છે બે વસ્તુઓ જોયું ? આહા..હા..! એક કોર શુદ્ધ ચૈતન્ય ઉપયોગ ભગવાન, એક કોર કર્મ અને અશુદ્ધ પરિણતિ એક ક્ષેત્રે હોવા છતાં (અર્થાત) આકાશના એક ક્ષેત્રે હોવા છતાં, હોં ! આકાશના એક ક્ષેત્રે હોવા છતાં કર્મનું ક્ષેત્ર જુદું છે અને પુણ્ય-પાપ, દયા, દાન શુભજોગનું ક્ષેત્ર જુદું છે. કેમ ? કે, ઉપયોગ અંતર વાળતાં એ ક્ષેત્ર અને એનો ભાવ જુદો રહી જાય છે. ઉપયોગ જ્ઞાનનો, દર્શનનો, ચેતનાનો ઉપયોગને અંતર વાળતાં એના ક્ષેત્ર અને એના ભાવમાં અશુદ્ધ ઉપયોગ આવતો નથી. સમજાણું કાંઈ ? આવું છે. અહીંયાં એકક્ષેત્રાવગાહ કહ્યું ને ? બન્નેને એકક્ષેત્રાવગાહ કહ્યાં. મોહ-રાગદ્વેષના પરિણામ અને કર્મના પિંડરૂપ ભાવ, બન્નેનું ક્ષેત્ર ભલે એક હો, એ આકાશની અપેક્ષાએ એક ક્ષેત્ર (કહ્યું). એક ક્ષેત્રનો અર્થ આકાશની અપેક્ષાએ ક્ષેત્ર એક (છે). ભાવની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ અંતરમાં વાળતાં એનું જે ક્ષેત્ર છે એનાથી અશુદ્ધ ઉપયોગનો અંશ બહાર
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૪
કલશામૃત ભાગ-૫
રહી જાય છે એથી એનું ક્ષેત્ર પણ બહાર છે. આહા..હા....! સમજાય છે કાંઈ ?
આત્મા અસંખ્યપ્રદેશી, એના અનંત ગુણ શુદ્ધ અને છેલ્લા અંશમાં અશુદ્ઘ રાગ-દ્વેષમોહ, છે તો એ પણ અસંખ્ય પ્રદેશે, પણ એનો છેલ્લો અંશ છે એમાં અશુદ્ધતા જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એ ક્ષેત્ર ભિન્ન છે અને જેટલો શુદ્ધ ઉપયોગ (થયો એ અને) અંદર જ્ઞાન, આનંદ આદિ ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. આહા..હા....! આ તો ધીમેથી સમજવા જેવું છે, બાપુ ! આહા..હા...!
અહીં તો બે વસ્તુ કીધી છે, ત્યાં પણ બે વસ્તુ કીધી છે. ‘સંવર અધિકાર' ! આત્મા કાયમી ધ્રુવ શુદ્ધ ઉપયોગથી પકડાય એવો છે અને એ ટાણે અશુદ્ધ ઉપયોગ, અશુદ્ધ પરિણમનના ક્ષેત્રનો ભાગ આમ બહાર રહી જાય છે. આમ ઢળે છે એટલે એ ક્ષેત્રનો અંશ બહાર રહી જાય છે. આહા..હા...! એનો જેમ ભાવ બહાર રહી જાય છે એમ એનું ક્ષેત્ર બહાર રહી જાય છે. પોતાના શુદ્ધ જ્ઞાનઉપયોગનું ક્ષેત્ર, એ ઉપયોગ અંતરમાં વાળતાં, એના ક્ષેત્રમાં એ ઉપયોગ છે, એ અશુદ્ધ ઉપયોગના ક્ષેત્રમાં આ ક્ષેત્ર નથી. આવી વાત છે. વિશેષ (કહીએ છીએ).
અહીં બે કહ્યું ને ? એ કેવી રીતે છે ? બે કરે છે તે રીત કહે છે...’ બે કરે છે કઈ રીતે ? આત્મજ ભયસ્ય પાઠ તો આ છે ‘આત્મા ભયસ્ય’એના અર્થ બે થયા. એક આત્મા, એક બાજુ કર્મ અને એક બાજુ એ વિકારી પરિણામરૂપી ભાવકર્મ. ‘આત્મજોમય’ ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય અને અશુદ્ધ વિકારી શુભભાવ. લોકો રાડ એ નાખે છે ને ? શુભજોગ મોક્ષનો માર્ગ (છે). પ્રભુ ! એ (માર્ગ) નથી, ભાઈ ! એ ભાવ જુદો છે, એનું ક્ષેત્ર (જુદું) છે, એનું ફળ જુદું છે. આહા..હા...! શુભનું ક્ષેત્ર જુદું છે, ભાવ જુદો છે અને એનું વેદન દુઃખરૂપ છે. ભાઈ ! આવી વાત છે.
પ્રશ્ન :- અતભાવ છે ?
-
સમાધાન :- અતભાવ છે. વિકાર અને આત્મામાં અતભાવ છે. ક્ષેત્ર ભિન્ન છે, ક્ષેત્ર પણ ભિન્ન છે.
પ્રશ્ન :- ક્ષેત્ર ભિન્ન હોવાથી અત્યંત અભાવ છે ?
સમાધાન :- અભાવ છે. વસ્તુ ભિન્ન છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! મુમુક્ષુ :- અતદ્ભાવ કીધું છે.
ઉત્ત૨ :– એ તો ૫૨થી ભિન્ન પાડીને અતભાવ કહીને અન્ય ભાવ નથી પણ અતભાવ (છે) એટલું ત્યાં કહ્યું છે. અહીં ઈ અતભાવ કરીને એનો ભાવ જુદો અને ક્ષેત્ર જુદું એમ કહ્યું છે. આહા..હા...! વસ્તુ તો આમ છે. ધીમે ધીમે સમજવું. આહા..હા...! અહીં શું કહ્યું ? જુઓ !
પુસ્તક સામે છે ને ? આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે...' છંદીને બે
Page #448
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૩૫
કરે છે એમ છે ને ? કે, એક કરે છે ? બે કરે છે, ઠીક ! તે રીત કહે છે. છેદીને બે કરે છે તે રીત કહે છે. આહા..હા..! આ તો અધ્યાત્મની વાતું, બાપુ ! ઘણા થોડા શબ્દમાં... આહા..હા...! અંદર ઘણો મર્મ ભર્યો છે !! “છેદીને બે કરે છે...” એમ શબ્દ છે ને ? તો છેદીને (એટલે) કર્મને અને આત્માને છેદીને બે કરે છે એટલું જ અહીં (કહેવું) છે ? આહા..હા...! વિકાર પરિણામ જે પર તરફના લક્ષથી થાય છે એ વસ્તુ અને આ વસ્તુ બેને ભિન્ન કરે છે.
મુમુક્ષુ :- બે છે અને બેને જાણે છે.
ઉત્તર :બે છે. બે છે (અને) વચ્ચે સંધિ (છે એ) પછી આવશે. અહીં તો હજી બે કરે છે એની રીત કહે છે. બે કરે છે એની રીત કહે છે. જુઓ !
બે કરે છે તે રીત કહે છે...” એટલી વાત છે ને ? શી રીતે (બે કરે છે) ? કે, આત્મજયસ્ય એક બાજુ આત્મા, એક બાજુ રાગ અને કર્મ. બેને ભિન્ન કરે છે. આહા...હા...! સમજાણું કાંઈ ? છે કે નહિ અંદર ? છે અંદર ? (એમને) સાંભળવામાં બરાબર ધ્યાન છે, બરાબર સાંભળે છે. આ સમજવા જેવી વાત છે, બાપા ! આહા...હા...!
મુમુક્ષુ - અનંતકાળથી નથી સમજ્યા.
ઉત્તર :- હા, વાત એવી છે, ભાઈ ! આહા..હા..! બહુ ટૂંકી અને બહુ થોડી પણ ગહન (વાત) છે, પ્રભુ !
સાત્મમયચી પ્રજ્ઞાછીણી બેને ભિન્ન કરે છે. શું અભિન્ન કરે છે) ? કઈ રીતે (કરે છે) ? કે, “ઝાત્મવેર્મોમયી ' આહાહા..! હવે કર્મના બે પ્રકાર : એક દ્રવ્યકર્મ, એક ભાવકર્મ (એટલે કે) અશુદ્ધ પરિણમન. આહા..હા..! અનંતકાળમાં કોઈ દિ એણે કર્યું નથી. મોંઘું પડે છે). (આગળ) કહેશે, કઠણ તો છે પણ અશક્ય નથી અને તે ચૈતન્યદળ જે ધ્રુવ... આ.હા...હા...! એનું ક્ષેત્ર અને એનો ભાવ, એ એક બાજુ આત્મા થયો અને આ બાજુ કર્મ અને દયા, દાનના, રાગના પરિણામ). અહીં વાંધા શુભના છે) માટે એને લઈએ છીએ. શુભ ઉપયોગનો ભાગ, એનો ભાવ અને એનું ક્ષેત્ર (જુદું છે). “ત્મિમયી (કહ્યું એમાં) એ કર્મમાં જાય છે. આહાહા..! એટલું.
આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય.” હવે આત્માની વ્યાખ્યા કરી. કર્મની વ્યાખ્યા પછી કરશે. આત્મા એટલે ચેતનામાત્ર, જ્ઞાનાનંદ, આનંદને (અહીં) નથી લીધો કેમકે વ્યક્તપણે આનંદ નથી ને એથી ચેતનામાત્ર કરીને આત્માને કહ્યો. કારણ ચેતનાનો પ્રગટ અંશ તો છે. એથી આખી ચીજ ચેતનામાત્ર વસ્તુ છે એમ કહ્યું). આહાહા...! જાણન-દેખન સ્વભાવ જેનું સત્ત્વ છે, ચૈતન્ય આત્માનું એ સત્ત્વ છે એ ચેતનામાત્ર છે. આહા..હા..! અને “કર્મ–૫દૂગલનો પિંડ...” એ કર્મ છે, એ અચેતન છે. આહા..હા..! એ કર્મનો પિંડ “અથવા....” છે ને ?
મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ” આ..હા...હા...! મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૬
કિલશામૃત ભાગ-૫ ભાવ, એ અશુદ્ધ પરિણતિ, મલિન પર્યાય (છે). આહાહા..! એવી છે બે વસ્તુઓ દેખો ! આહા...હા...! એક કોર ચેતન ઉપયોગરૂપ વસ્તુ, એક કોર રાગરૂપી મલિન પરિણામરૂપી વસ્તુ (એમ) બે વસ્તુ છે. બે એક છે નહિ, બે એક થઈ નથી. સમજાણું કાંઈ ? આહા..હા..! બે વસ્તુઓ....” (કહ્યું છે). જોયું? “સંવર અધિકારમાં એમ કહ્યું છે કે, આત્મા અને વિકાર – બે વસ્તુ છે. બે વસ્તુ છે એમ કીધું છે. અહીંયાં આ લીધું – બે વસ્તુ છે. કારણ કે, શુભભાવ પુણ્યતત્ત્વ છે. એ તત્ત્વ છે – પુણ્ય તત્ત્વ છે, એ વસ્તુ છે. અને આત્મા ચેતનામાત્ર એક વસ્તુ છે. એમ કરીને ઈ બે વસ્તુઓ છે. આહા...હા...!
બે વસ્તુઓ, તેમનો અન્તઃસંધિવાળો.... બે છે ને ? માટે અન્તઃસંધિવાળો જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે,” કર્મ અને ભાવકર્મ એકક્ષેત્રાવગાહે (છે). એક ક્ષેત્ર એટલે આકાશનું એક ક્ષેત્ર). અહીં એક ક્ષેત્ર એટલે આકાશ લેવું. આહા...હા...! આકાશના એકક્ષેત્રાવગાહ રૂપે છે. શું ? આત્મા ચેતના વસ્તુ અને પુણ્યના પરિણામ – શુભજોગ, એનું આકાશપણે (આકાશના ક્ષેત્રની અપેક્ષાએ) એક ક્ષેત્ર છે. જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે. પણ પોતાના પ્રદેશમાં જોઈએ તો તેના પ્રદેશ ભિન્ન છે. આહા...હા...! આવું છે. અરે! તકરાર શેની ? પ્રભુ ! તું કોણ છો અંદર ?
એક સમયની કૃત્રિમ વસ્તુની સાથે નિત્ય તદાજ્ય તો નથી પણ અનિત્યદામ્ય પણ નથી, એમ અહીં તો કહે છે. એ વસ્તુ જ ભિન્ન છે, એમ કહે છે. આહાહા..! નહિતર પર્યાય છે એટલે અનિત્યતદાભ્ય (સંબંધ છે). અનિત્યદાભ્યનું ક્ષેત્ર અને ભાવ નિત્યદામ્ય સ્વભાવથી ભિન્ન એના ક્ષેત્ર અને ભાવને ગયું છે. આહા..હા..! સમજાય છે ? આહા...હા...! આ સમજવાની ચીજ છે, ભાઈ ! માર્ગ પ્રભુનો... આ...હા...હા...! એવી વાત મળવી કઠણ પડી ગઈ, સાંભળવી (કઠણ પડી ગઈ), અંદર ભિન્ન પાડવું તો કઠણ પડી ગયું પણ સાંભળવું પણ કઠણ પડી ગયું). આહાહા..! અરે...! ભગવાન !
એ એકક્ષેત્રાવગાહરૂપ છે....” અન્તઃસંધિ ! અહીં પાછી સંધિ કહેવી છે ને ? બંધાર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે” અશુદ્ધ વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે,...” આહા..હા..! એ વિકારના શુભભાવ અને ચેતના સ્વરૂપ ભગવાનની વચમાં સાંધ છે. તડ... તડ કહે છે ને ? વચ્ચે સાંધ છે. બે એક નથી. બે કીધા ત્યાં એક ક્યાંથી હોય ? આહા..હા..! બે છે એટલે બે કહેતાં જ વચ્ચે સાંધ છે. બે એક થયા નથી. દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય છે, ચેતનાપ્રભુ ! એમાં મલિન પરિણામ થયા જ નથી. આહા...હા...! ચેતના જાણન-દેખનાર ઉપયોગ સ્વરૂપ ! ઉપયોગમાં ઉપયોગ છે આવે છે ને ઈ ? “સંવર અધિકાર ! ઈ વાત અહીં ત્યે છે. આહા...હા...! ‘ઉપયોગમાં ઉપયોગ છે શુદ્ધ સ્વભાવમાં આત્મા છે. અશુદ્ધ ભાવમાં વસ્તુને, પ્રદેશને ભિન્ન ગણીને ભાવને (ભિન્ન ગણીને) વસ્તુને બીજી કીધી. આ એક, આ બીજી (એમ). આહા..હા....! અને નવ તત્ત્વમાં પણ એમ કહ્યું
Page #450
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૩૭
ને ? આહા...હા...! શુભ-અશુભ ભાવ એ આસ્રવતત્ત્વ છે. એ જીવતત્ત્વ છે ? આહા...હા...! શું શૈલી પ્રભુની ! ઓ.હોહો..! ચારે કોર જુઓ તો સત્ય ભિન્ન ઊભું થાય છે. આહા...હા....!
નવ તત્ત્વમાં પુણ્યના પરિણામ, જેને શુભજોગ કહે એ તો આસ્રવતત્ત્વમાં અને પુણ્યતત્ત્વમાં જાય છે. એ તત્ત્વ છે કે નહિ ? એક વસ્તુ છે કે નહિ ? ભલે પર્યાયરૂપ છે પણ વસ્તુ છે ને ? આહા...હા...! એ શુભભાવમાં પણ અનંતી સપ્તભંગી ઊઠે છે. જેમાં દ્રવ્યનો શુદ્ધ ઉપયોગ અને દ્રવ્ય એમાં નથી. એમાં પૂર્વ પર્યાય નથી, ભવિષ્યની નથી. પરદ્રવ્યનો ભાવ – અંશ નથી. એવી અનંત શક્તિનું સત્ત્વ એ છે. એક બીજી ચીજ છે. આહા...હા...! એક કોર ભગવાન આત્મા – આતમરામ – ગામ ! એક કોર આતમરામ અને એક કોર રાગ, એમ કીધું છે ને ? એકલો રાગ શબ્દ વાપર્યો છે. એક ઠેકાણે, નહિ ? રાગ આદિ. આહા..હા...! એ રાગમાં બધું લઈ લેવું. દ્વેષ, મિથ્યાત્વ, હાસ્ય, વાસના, વિપરીત માન્યતા (આદિ). આહાહા..! એ બે ચીજમાં... આહાહા....! છે ? સંધિ છે. અશુદ્ધપણે પરિણમેલ છે એમ તો સિદ્ધ કર્યું. પર્યાયમાં પરિણમન છે.
‘તોપણ પરસ્પર સંધિ છે... આહા...હા...હા...! જો એક થયા હોય તો જુદા પડે નહિ. અશુદ્ધ પરિણામ અને ભગવાન આત્મા એક થયા હોય તો જુદા પડે નહિ. માટે બે છે. એણે માન્યા છે કે મારા છે, વસ્તુ એની નથી. આહાહા...! સમજાણું કાંઈ ? હજી તો અહીં શરીરની ક્રિયા કરે તોપણ આત્મા કરે એમ માનવું છે. અર.૨.૨...! એ તો ક્યાંય દૂર રહી ગયા). અહીં શુભ ઉપયોગ પણ અચેતન – જડ તત્ત્વ છે. આહા...હા...! ભગવાન ચેતનાતત્ત્વ છે. ધ્રુવ ચેતનાતત્ત્વ ત્રિકાળ જ્ઞાયકતત્ત્વ ! આહા...હા...! અને શુભ જોગ અચેતનતત્ત્વ, આસ્રવતત્ત્વ, પુણ્યતત્ત્વ છે). ભિન્ન ક્ષેત્ર, ભિન્ન ભાવ (છે). આહા...હા...! બે છે માટે વચમાં એકપણું થયું નથી. વચમાં સાંધ રહી છે એમ કહે છે. આહા...હા...! પછી કહે છે, સંધિમાં જ્ઞાનને નાખ. સાંધ છે ત્યાં અંદર જ્ઞાનને એકાગ્ર કર. આહા..હા...! અરે...! વીતરાગમાર્ગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથનો આ માર્ગ છે.
પોતે ત્રિલોકનાથ છે ! આહાહા..! ભગવતસ્વરૂપ જિનસ્વરૂપ છે ને ? તો જિનસ્વરૂપ અને રાગસ્વરૂપ. જિનસ્વરૂપ – અહીં ચેતના કીધું. એ ચેતના એટલે જિનસ્વરૂપ ત્રિકાળી ચેતનામાત્ર વીતરાગસ્વરૂપ છે અને રાગ તે વિકારસ્વરૂપ – રાગસ્વરૂપ છે. એના ક્ષેત્ર ભિન્ન, ભાવ ભિન્ન છે, તેથી બે વચ્ચે સાંધ છે. આહા..હા...! આ કાંઈ પંડિતાઈની ચીજ નથી. આ તો બાપુ ! અંતરની વાતું છે. આહા..હા...!
પરસ્પર...” પરસ્પર સમજાણું ? રાગના ભાવ અને આત્મામાં, આત્માથી રાગ ભિન્ન અને રાગથી આત્મા ભિન્ન. પરસ્પર છે ને ? પરસ્પર એટલે બન્ને આવ્યા. શુભરાગ અને શુદ્ધ ચૈતન્યવહુ જિન – જિનસ્વરૂપ અને રાગસ્વરૂપ – બે વસ્તુ ભિન્ન છે. આહાહા....! તેથી તેમાં સંધિ છે. પરસ્પર સંધિ છે... પરસ્પર સંધિ છે. રાગથી ભિન્ન ભગવાન અને
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૮
કિલશામૃત ભાગ-૫
ભગવાનથી ભિન્ન રાગ. આ..હા..હા...હા...! અરે... પ્રભુ ! આવો મનુષ્યનો વખત મળ્યો અને આ રીતે કરશે નહિ તો બાપુ ! બીજું શું કરવાનું છે ? આહાહા..!
“નિ:સન્ધિ થયેલ નથી,...” અનેકાન્ત કર્યું. સાંધ છે, એક થયા નથી. શું કહ્યું? ભગવાન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અને રાગના પરિણામ – બે વચ્ચે સાંધ છે. નિઃસંધિ નથી – બે એક થયા નથી. ત્રણે કાળે કોઈ દિ બે એક થયા નથી, બે વચ્ચે સાંધ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે. આહા..હા...! આવો વીતરાગમાર્ગ સાંભળવા મળે નહિ, બિચારા શું કરે ? ક્યાં જાય ? આહાહા...!
ભાષા તો સાદી છે. ભાઈ ! ભાષા તો સાદી છે, બાપુ ! સમજાય એવું છે. પહેલો ખ્યાલ તો કરે, ભાઈ ! આહા..હા..! ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. પ્રભુ ! તું અને રાગ બે વચ્ચે સાંધ છે, હોં ! આહા..હા..! આ...હા...હા...! જેમ આ પથરા હોય છે ને ? પથરા ! ત્યાં ‘રાજકોટ’ જોયેલા છે. દિશાએ છેટે જાઈએ ને ? ત્યાં મોટા પથરા – લાખો મણના ! એમાં વચ્ચે રગ હોય છે, રગ ! રગ હોય છે, ધોળી, લાલ ઝીણી દોરા જેવી રગ હોય છે. લાખો પથરા (આમ પડ્યા હોય એમાં) રગ હોય છે. ત્યાં આગળ એ લોકો છીણી મારે. પહેલા ભુક્કો કરી, ખાડો ગાળી પછી દારૂની વાટ કરી અંદર નાખે. એ વચ્ચે સાંધ હોય છે ને ? એ ઉપલા પથરા જુદા પડી જાય અને હેઠલા પથરા જુદા પડી જાય. આ તો નજરે જોયેલું છે, હોં ! એની પરીક્ષા કરી હોય, એમને એમ જોયું ન હોય. ઘણા વર્ષ પહેલાની વાત છે. આહા..હા..! લાખો મણ પથરા ઓલી કોર છે. બહુ છેટે દિશાએ આઘે જતા ને ? આહાહા..! ઈ વચ્ચે એક રગની ઝીણી ઝીણી સાંધ હોય છે. હેઠલું તળ અને ઉપલું તળની વચ્ચે સાંધ હોય છે. ત્યાં એ દારૂની વાટ નાખે અને પછી અંદર
જ્યાં સળગાવે પછી) એ લોકો ભાગે. ભાગે, નહિતર તો પથરા ઉડીને માથા ઉપર પડે તો) ફૂટી જાય. ફડાક. ફડાક. પથરા (છૂટા પડી જાય). સંધિ વચ્ચે (દારૂની વાટ મૂકે એટલે) ઉપરના પથરા જુદા પડી જાય, હેઠલા પથરા જુદા પડી જાય. આહા...હા...! કુદરતના નિયમમાં તો જુઓ ! આહા..હા...! એ પથરા વચ્ચે સાંધ કોણ કરવા ગયું છે ? આ..હા...હા..! હવે, પથરાના પરિણમનમાં આ સ્થિતિ ! જુઓ તો ખરા, પ્રભુ ! લાખો પથરા જુદા પડી જાય અને તે આમ સરખા દળવાળા હોય. સાંધમાં ટોચવા ન પડે. સાંધમાંથી ટૂટે એટલે એ એવા સાંધવાળા નીકળે કે આમ સરખા નીકળે. હેઠે બીજા હોય પણ એનો ભાગ જે છૂટો પડે ત્યાં સરખા હોય. પછી ઉપરના જરી આડાઅવળા હોય. શું કહ્યું સમજાણું કાંઈ? એ સાંધ છે ત્યાં એ પથરાની સીધી લાઈન અને આની બેની સીધી લાઈન હોય છે. એમ હોય છે. જુઓને અહીં ઘણા પથરા કાઢે છે ને ? એક બાજુ સરખા જ નીકળે અને એક બાજુ સરખા કરવા પડે. આહા..હા....!
એમ અહીંયાં કુદરતના નિયમમાં પથ્થરની સાંધમાં આવો નિયમ છે ! આહા...હા....!
Page #452
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૩૯
કોઈ કરવા ગયું નથી. આહાહા..! તો આ ભગવાનઆત્મા શુદ્ધ ચેતના આનંદકંદ પ્રભુ અને સાથે રહેલો રાગ, બેમાં આમ સપાટી સરખી છે, બન્ને ભિન્ન ભિન્ન છે. રાગ ભિન્ન પડતાં અહીં સપાટીમાં ખાડો પડતો નથી. આમ સીધો એકલો શુદ્ધ ઉપયોગ રહે છે. આહાહા...! સમજાણું કાંઈ ? આ.હા...! કુદરત શું કરે છે, જુઓને ! માળા ત્યાં કોણ એવી સાંધ કરવા ગયું હતું ? પણ કુદરતના નિયમમાં એવું છે કે જ્યાં બેપણું બતાવવું છે ને ત્યાં વચ્ચે સાંધ રહે છે. આ..હા...હા...! અહીંયાં ભગવાનને બેપણું બતાવવું છે તો વચ્ચે સાંધ છે. આહા..હા...! આ.હા.હા...!
“પરસ્પર સંધિ છે, નિસન્ધિ થયેલ નથી.” એ પથરાની રગ હોય છે એના હેઠલા અને ઉપલા પથરા એક થયા નથી. આહા...હા...! એમ ભગવાનઆત્મા જ્ઞાનની ઝળહળ ચૈતન્યજ્યોતિ અને રાગ મલિન પરિણામ અચેતન – જડ – અજીવ, જીવ અને અજીવ વચ્ચે સાંધ છે. આહાહા...! આ શ્લોક જ બહુ ઊંચો છે ! પ્રજ્ઞાછીણી ! આહા..હા..! ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે, બાપા ! આહા! એવી ચીજ છે આ ! ત્રણલોકના નાથ કુદરતી વિકાર અને આત્મસ્વભાવ કેવો ભિન્ન છે ! પથરાનો સ્વભાવ કેવો ભિન્ન છે !
ત્યાં કોણ રગ કરવા ગયું હતું ? આહાહા..! ઓલી કોર છે, નહિ? પેલી કોર આઘે દિશાએ જતા ને ? વચમાં ક્યાંક આવે છે. એલી કોર આઘે જઈએ ત્યાં છે. આહા...હા...! એમ બધે ઠેકાણે મોટા મોટા પથરા લ્યો ને ! એમ બધે ઠેકાણે એટલે બધા આત્મામાં.... આહા...હા...! બધા આત્મામાં કુદરતના નિયમ પ્રમાણે દયા, દાન, વ્રતનો શુભ રાગ અને ભગવાન ચેતના, બે વચ્ચે સાંધ છે. ભાઈ !
મુમુક્ષુ :- તેથી છૂટી પડી જાય છે.
ઉત્તર :- હા, તેથી પડે છે. જુદા છે તો જુદા થઈ શકે છે. જ્ઞાન અને આત્મા એક છે એ જુદા પડે ? કે, જ્ઞાન જુદું કરી નાખો અને આત્મા જુદો (કરી નાખો). આહા...હા...! એમ રાગ અને આત્મા બે જુદા છે, બે વચ્ચે સાંધ છે – તડ છે ત્યાં જ્ઞાનની છીણી મારવાની છે. આહા..હા...! બહુ સરસ અધિકાર આવ્યો છે ! (આજે) અગિયારસ છે, ગુરુવાર છે ને ? આહા...હા..!
ટીકાકારે કેટલું સ્પષ્ટ કર્યું છે ! આહાહા...! ગૃહસ્થ છે. “રાજમલ્લ ગૃહસ્થ છે. આત્મા કયાં ગૃહસ્થ હતો ? ગૃહસ્થ તો એને કહીએ કે આત્માના આનંદમાં રહે તે ગૃહ – ઘર અને એમાં સ્થ - રહે તે ગૃહસ્થ. એવો “પંચસંગ્રહમાં અર્થ કર્યો છે. “અધ્યાત્મ પંચસંગ્રહમાં ગૃહસ્થ એટલે ગૃહ એટલે ઘર. આનંદ અને જ્ઞાનના અનંત ગુણનું ઘર, એમાં સ્થ નામ રહે તે ગૃહસ્થ છે. આહા...હા...! અહીં લોકો એમ કહે છે ને ? આ પૈસાવાળા ગૃહસ્થ છે. એને પૈસાવાળાને પણ ગૃહસ્થ કહે છે. ધનાઢ્ય છે એમ નહિ કહેતા ગૃહસ્થ છે એમ કહે છે. આહા..હા...! આ ભગવાન પણ ગૃહસ્થ છે. આહા...હા...! એ રાગથી ભિન્ન પડી.
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૪૦
કલશામૃત ભાગ-૫
પડેલો જ છે, રહેલો છે, તેને ભિન્ન પાડવો છે. ભિન્ન છે તેને ભિન્ન ક૨વો છે, કહે છે. એક છે તેને ભિન્ન ક૨વો છે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બે-ત્રણ લીટીમાં તો કેટલું ભર્યું છે, જુઓને ! પોણો કલાક તો થયો.
મુમુક્ષુ :- માલ છે.
ઉત્તર :- માલ છે. સાચી વાત છે, માલ છે ! આહા..હા...!
(અહીંયાં કહે છે) ‘નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી....' જોયું ? એ રાગને પણ પરદ્રવ્ય ગણ્યું છે. આહા..હા...! ‘નિયમસાર'માં તો ભગવાને નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કીધી છે. કેમકે એમાંથી નવી પર્યાય આવતી નથી માટે. અને આને ૫દ્રવ્ય કીધું, શા માટે ? કે, પોતાના સ્વભાવથી ભિન્ન જાત છે માટે પરદ્રવ્ય કીધું. સમજાણું કાંઈ ? ‘નિયમસાર'માં સમકિતને પરદ્રવ્ય કીધું છે. આહા...હા...! ચારિત્ર - સ્વરૂપની રમણતા, આનંદની રમણતા એ પદ્રવ્ય છે. કેમ ? (કેમકે) પદ્રવ્યમાંથી જેમ નવી પર્યાય આવતી નથી (એમ પર્યાયમાંથી પર્યાય) નથી આવતી માટે મારું સ્વદ્રવ્ય તો આ છે. તો અહીંયાં તો રાગ છે... આ..હા..હા...! એ રાગ છે એ ભગવાન દ્રવ્યથી ભિન્ન પદ્રવ્ય જ છે. આ..હા...! આવું આકરું પડે છે માણસને, આહા..હા...! શું કરે ?
પ્રભુ ! ભાઈ ! તેં સાંભળ્યું નથી. તારા ઘરની મોટપને તેં સાંભળી નથી. તારી મોટપ રાગમાં એક થઈ નથી, પ્રભુ ! આહા..હા...! તો રાગથી આ મોટપને લાભ મળે, ભાઈ ! તારામાં નથી, તારી નથી, તારાથી ભિન્ન ચીજ છે એનાથી આત્માને લાભ – મોક્ષનો માર્ગ થાય, અરે... પ્રભુ ! ભાઈ ! તને અંદર સમજવામાં મુશ્કેલ પડ્યું, બાપા ! ભાઈ ! મિથ્યાશ્રદ્ધાના ફળમાં દુ:ખ ઘણું છે, પ્રભુ ! મિથ્યાશ્રદ્ધાના ફળમાં ભગવાન ! અનંત ભવના બીજડા છે. અનંત ભવ માથે (ભમે છે). આહા..હા...! મિથ્યાશ્રદ્ધામાં અનંત ભવ આમ માથે લટકે છે. આહા..હા...! અને સમ્યગ્દર્શન (થતાં) બે (જુદાં છે) તેમ (જુદા) કરતાં અનંતો આનંદ પ્રગટે એમ એની તૈયારી થઈ ગઈ. આહા..હા...! સમજાણું કાંઈ ? શું શૈલી.... શું શૈલી !! આહા..હા...! દિગંબર સંતોની શું શૈલી ! ગજબ શૈલી !! ચાંય આવી વાણી સાંભળવા મળે નહિ. સંપ્રદાયમાં કચાંય (સાંભળવા મળે નહિ). આહા..હા...! અરે..! એની કિંમતું નહિ અને બીજા બધા સાથે સમન્વય કરવો ! બીજા સાથે સમન્વય કરો, એમ કહે છે. ભાઈ ! રાગ અને આત્માનો સમન્વય એક ન થાય, પ્રભુ ! આહા..હા...! અરે...! જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ અને આત્માની વચ્ચે સાંધ છે. આહા..હા...! બેને સંધિ છે. બે એક નથી થયા. આહા..હા...!
બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી... આહા..હા...! શુભરાગ મહાવ્રતનો હો પણ એ રાગ અને આત્મા બે એક થયા નથી. બે દ્રવ્ય ભિન્ન છે. આહા..હા...! આ અહીંનું છે ? આ તો પહેલાનું છે. આ ‘સોનગઢ’નું છે ? આહા...હા...! અહીં તો એના અર્થ થાય છે. આહા..હા...! પ્રભુ ! તને તારી કિંમત નથી, નાથ ! તારો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ !
Page #454
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૪૧
વસ્તુ ભિન્ન છે, અને તારી ચીજ
આનંદનું દળ અને એક કો૨ વિકારના દુઃખનો ભાવ, પ્રભુ ! બે ચીજ હોં ! આહા..હા...! એ શુભ રાગ – દયા, દાન, વ્રતનો રાગ દુઃખરૂપ છે તે પ્રભુ ! અતીન્દ્રિય આનંદમય દ્રવ્ય છે, તો એ બે દ્રવ્ય ભિન્ન છે. આહા..હા...! અરે...! ભગવાનની વાણી કેવી નીકળતી હશે ? ત્રિલોકનાથ પરમાત્મા ! આહા..હા...! એની દિવ્યધ્વનિ કેવી હશે !! આહા..હા...! જેણે ચક્રવર્તીઓ, ઇન્દ્રો, ચાર જ્ઞાનના ધણી ગણધરો પણ આમ સાંભળવાની લાલસાએ સાંભળે ! આહા...હા...!
શું કીધું ! એવો છે જે...’ કેવો ? બંધ અર્થાત્ પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન,...’ છે. આહા..હા...! એટલે ? કે, રાગ અને ભગવાન બે ભિન્ન દ્રવ્ય છે. માટે તે જ્ઞાનની પર્યાયને આ બાજુ વાળવાની ત્યાં સંધિ છે. આહા..હા...! એ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! (અહીંયાં) ચેતના લીધું, ચેતનાસ્વરૂપ અને રાગની બેની ભિન્નતા છે), બે દ્રવ્ય ભિન્ન છે. ભિન્ન છે માટે સાંધ છે (અને) સાંધ છે માટે ચેતનાની પર્યાય આ બાજુ વાળી શકાય છે. કેમકે બેની વચ્ચે સાંધ છે. આહા..હા...! આ..હા..હા...! સમજાણું કાંઈ ?
પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન...' છે. એટલે શું ? કે, જ્ઞાનની પર્યાય જ્ઞાન અને રાગ બે ભિન્ન છે, બે ભિન્ન દ્રવ્ય છે, બે (વચ્ચે) સાંધ છે તેથી તે જ્ઞાનના ગુણની વર્તમાન પર્યાયને આમ વાળી શકાય છે. કારણ કે બે જુદા છે માટે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...! પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન...' છે. આહા..હા...!
તેમાં પ્રજ્ઞાછીણી પેસે છે,..' આહા..હા...! એ પ્રજ્ઞા નામ જ્ઞાનનો અનુભવ. એ અનુભવ કીધો છે ને ? પ્રજ્ઞા એટલે જ્ઞાનનો અનુભવ. એ અનુભવ થઈ શકે છે, કહે છે. કેમકે રાગ અને પ્રજ્ઞા ચેતના વસ્તુ ભિન્ન હોવાથી તેનો અનુભવ થઈ શકે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? વાત તો આકરી છે બાપુ ! પણ માર્ગ તો આ છે. વસ્તુ તો આ રીતે છે. આહા..હા...!
-
‘કેવી છે પ્રજ્ઞાછીણી ?” “શિતા” કહે છે કે, પ્રજ્ઞાછીણી રાગ અને આ ચેતનાને ભિન્ન પાડવાની ત્યાં સંધિ છે, સંધિ છે જ. એને ભિન્ન પાડવાની પ્રજ્ઞાછીણી શિતા' છે. શિતા’ એટલે ? ‘જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે.’ શિતા” એટલે તીખી છે, એમ કહે છે. આહા..હા...! એ જ્ઞાનછીણી તીખી છે. જેમ લોઢાની છીણી અણીદાર હોય, અણી કાઢેલી ઘસીને તૈયાર હોય, આમ મારે તો તોડી નાખે, એમ પ્રજ્ઞાછીણી તીખી છે. આહા..હા...! તેથી રાગથી ભિન્ન પાડવાને પ્રજ્ઞાછીણીનું સામર્થ્ય છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
“શિતા પેસવાને અત્યંત સમર્થ છે.' મૂળ તીખી છે એમ કહેવું છે. શિતાનો અર્થ તીખાશ, તીખી છે. શિતા”નો અર્થ આવે છે તીખી. આ..હા...! તીખી છે એટલે સમજાણું ? તીક્ષ્ણ. ઝીણી, તીક્ષ્ણ ! જ્ઞાન અને રાગની વચ્ચે સંધિ છે તેથી તે પ્રજ્ઞાછીણી
-
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૪૨
કલશામૃત ભાગ-૫
તીખી (છે), જેમ લોઢાની છીણી ઝીણી, તીખી લાકડાના બે કટકા કરે... આ... હા..હા....! એમ પ્રજ્ઞાછીણી આત્માને અને રાગને જુદા કરી નાખે છે. આહા..હા...! આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ! આનું નામ ધર્મની શરૂઆત ! આહા..હા...!
અંદર એટલી વાત કરી કે, શિતા” કેમ કીધું ? કે, એક તો ક્ષયોપશમ છે અને ભ્રમણાનો નાશ થયો છે. એમ. એથી તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે.’ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેને ટકવાને, ઠરવાને સમર્થ છે. આમ જે રાગમાં ઠરી હતી એ પરચીજ હતી અને આ તો પોતાની ચીજ છે એમાં ઠરવાને પ્રજ્ઞાછીણી સમર્થ છે કે પછી બે કટકા થઈ શકે નહિ. વિશેષ કહેશું... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૨, શુક્રવાર તા. ૦૬-૦૧-૧૯૭૮. કળશ-૧૮૧, પ્રવચન-૧૯૫
‘કળશટીકા’ ૧૮૧ (કળશ) છે ને ? ભાવાર્થ, આ બાજુ નીચે ભાવાર્થ છે ને ? ભાવાર્થ આમ છે કે – જેવી રીતે,...' એનો દૃષ્ટાંત આપે છે. જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે...' એક તો લોઢું, એમાં ઊંચું અને એમાં અતિ તીક્ષ્ણ. ત્રણ બોલ મૂક્યા છે. ઊંચા લોઢાની છીણી...’ છે ને ? અતિ તીક્ષ્ણ હોય છે...’ એક તો ઊંચું લોઢું, એની છીણી અતિ તીક્ષ્ણ પાછી. તોપણ સંધિ વિચારીને...’ કહે છે, ભલે એવી તીક્ષ્ણ હોય પણ જ્યાં સાંધ હોય ત્યાં ઈ મારે તો કટકા થાય. જેમાં સંધિ હોય ત્યાં મારે તો કટકા થાય. એમ વિચારીને દેવાથી મારવાથી) છેદીને બે કરે છે;...' લોઢાની છીણી (બે કટકા કરે છે). આહા..હા...!
‘તેવી રીતે....’ હવે એ દૃષ્ટાંતનો સિદ્ધાંત (કહે છે). જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન... અહીંયાં સાધકજીવની વાત લીધી છે ને ? જેને રાગના ભાવથી ભિન્ન સ્વભાવભાવ, નિત્ય સ્વભાવભાવ રાગના ભાવથી ભિન્ન જાણ્યો છે. રાગ એટલે વિકાર અને સ્વભાવ એટલે નિર્દોષ આનંદનો પિંડ, એવું ચૈતન્યતત્ત્વ. એ ચૈતન્યતત્ત્વ અને રાગ પુણ્ય આસ્રવતત્ત્વ. બેને જેણે અંદ૨ ભિન્ન જાણ્યા છે... આહા..હા...! એ સમ્યગ્દષ્ટિ (છે).
એ ‘સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે...’ જેમ પેલી છીણી તીક્ષ્ણ કીધી હતી ને ? એમ જ્ઞાન સૂક્ષ્મ છે, તીક્ષ્ણ છે ‘તોપણ...' કોઈપણ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો પણ એ રાગથી ચૈતન્ય નિત્ય સ્વભાવ ધ્રુવ જેણે જુદો જાણ્યો છે એવો સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અતિ તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ,...' આહા..હા...! અંદરમાં
Page #456
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૪૩
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અને રાગ વિકારસ્વરૂપ, બેની વચ્ચે સાંધ છે. જે ઠેકાણે, જે સ્થાનમાં સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણીને મારે છે, એમ કહે છે. આ..હા..! અર્થાત્ જે ઠેકાણે રાગ છે તે જ ઠેકાણે જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય છે. પણ એમાં એ સ્થાને જ્ઞાનની પર્યાયને રાગમાં ન જોડતાં સ્વભાવમાં જોડે છે. એ જ્ઞાન અત્યંત તીક્ષ્ણ, સૂક્ષ્મ છે. આહા..હા..! આવો માર્ગ છે.
જીવ અને કર્મ, કર્મ શબ્દ અહીં રાગાદિ લેવા). જે અંદરમાં...” બેમાં વચ્ચે સાંધ છે. કહ્યું હતું ને કાલે ? લાખો મણના મોટા પથરા હોય છે (એમાં) વચમાં રગ હોય છે, રગ. ઝીણી રગ હોય છે. કોઈ ધોળી હોય, કોઈ પીળી હોય એવી ઝીણી રગ હોય છે. એમ ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ધ્રુવ અને રાગ વિકારભાવ, બેની વચ્ચે એકતા નથી, બેની વચ્ચે સાંધ છે. આહા..હા...! હવે આવું હજી સાંભળવા મળે નહિ ઈ સમજે કયારે ?
એ બેની સાંધ છે ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનની પર્યાયને ત્યાંથી આમ પાછી વાળે છે. તે જ સ્થાનમાંથી પાછી વાળે છે. એ જ્ઞાન રાગ તરફ વળેલું હતું (તેને) પહેલા ભિન્ન તો પાડ્યું છે. હવે ફરીને એ રાગ અને સ્વભાવ વચ્ચે જ્ઞાનની અત્યંત સૂક્ષ્મતાને લઈને અંદરમાં ભિન્ન પાડે છે. આહા..હા..! કહો, આ ક્રિયા નથી ? પણ એ ક્રિયા હાથ ન આવે એટલે પછી બહારની ક્રિયામાં વળગી ગયા. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને અપવાસ ને એ બધી ક્રિયા જાણે ધર્મ હોય !
અહીં તો કહે છે કે, એ બધી ક્રિયાઓ રાગ છે અને આત્માનો સ્વભાવ, એ બે વચ્ચે સાંધ છે – તડ છે. આહા..હા...! એને સમ્યફજ્ઞાનની પર્યાય જે ઠેકાણે રાગ અને સ્વભાવની સાંધ છે ત્યાં જ્ઞાનની પર્યાયને પાછી વાળે છે. આહા...હા...! બહુ વાત ઝીણી !
“સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષણ છે તોપણ....' સાંધમાં કામ કરે તો એ કામ થઈ શકે. જે ઠેકાણે રાગ અને સ્વભાવ, બે વચ્ચે તડ છે – સાંધ છે – સંધિ છે, નિઃસંધિ નથી, રાગ અને સ્વભાવ બે એક થયા નથી... આહા...હા...! એ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ.... અંદરમાં સંધિ (કહ્યું). તેમાં પ્રવેશ કરતાં. તેમાં જ્ઞાનની પર્યાયને રાગ અને સ્વભાવમાં સાંધ છે તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે. હજી તો પહેલું (આ કરે છે, કેવળજ્ઞાન પામવાની વાત પછી કરશે.
પ્રથમ તો બુદ્ધિગમ્ય રીતે છેદ કરે). રાગ અને આત્માનો જ્ઞાનસ્વભાવ, એ બે વચ્ચે સંધિ છે ત્યાં બુદ્ધિગમ્ય દ્વારા બેને છેદ કરે. બુદ્ધિગોચર – બુદ્ધિગમ્ય ! અબુદ્ધિગમ્ય ભલે રહે. બુદ્ધિથી તો એને ભિન્ન પાડે. આહા..હા..! આવો માર્ગ છે !
પ્રથમ તો બુદ્ધિગમ્ય એટલે ખ્યાલમાં આવે એ રીતે. રાગ અને સ્વભાવ ખ્યાલમાં આવે એ રીતે બને છે. આહા..હા..! જ્ઞાનસ્વભાવ એ તો કાયમી ત્રિકાળી સ્વભાવ છે. રાગભાવ ક્ષણિક વિકૃત સ્વભાવ છે). બે વચ્ચે એકતા છે નહિ, ભિન્ન છે. એ ઠેકાણે જ્ઞાનને બુદ્ધિગમ્યથી (એટલે કે) આ જ્ઞાન આમ વાળે છે ઈ બુદ્ધિથી વાળે છે. સમજાણું કાંઈ ? આવું ઝીણું
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૪
કલામૃત ભાગ-૫
છે આ !
પહેલો સમ્યગ્દષ્ટિ તો લીધો છે, પછી પણ રાગ અને સ્વભાવની ભિન્નતા જાણી, ત્યાં હજી જ્ઞાન દ્વારા આ બાજુ વાળે છે. બુદ્ધિગમ્ય (એટલે) ખ્યાલમાં આવે એ રીતે (વાળે છે). ખ્યાલમાં ન આવે એ રીતે પછી કરશે. સમજાણું કાંઈ ? આવી વાતું છે. પહેલાં તો બુદ્ધિગમ્ય છેદીને બે કરે. એટલે શું કહે છે ? અંદરમાં સૂક્ષ્મ એકતા છે તો નહિ, પણ ભિન્નતા સૂક્ષ્મ ન કરી શકે. તદ્દન સૂક્ષ્મતા – ભેદ કરે તો તો કેવળ થઈ જાય. સમજાણું કાંઈ ? આહા...હા....! પણ બુદ્ધિગમ્ય – જ્ઞાનગમ્ય ખ્યાલમાં આવે એ રીતે એ રાગના વિકલ્પને (જુદો કરે છે). ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો કે ગમે તે (રાગ હોય, એ રાગ અને ધ્રુવ જ્ઞાનસ્વભાવ, બે વચ્ચે એકતા થઈ નથી, થશે નહિ, એવી ભિન્નતામાં પહેલી બુદ્ધિપૂર્વક છીણી મારી. આહા..હા...!
પ્રશ્ન :- વિચારની ભૂમિકા છે ?
સમાધાન – વિચાર, બુદ્ધિ, હજી બુદ્ધિ છે. અબુદ્ધિગમ્ય પછી કરશે. ખ્યાલમાં આવે એ રીતે છેદ) કરે. આ વાત પ્રથમ સમ્યગ્દર્શનને પામવાની અને સમ્યગ્દર્શનને રાખવાની છે. આહા...હા...! આવી વાત પહેલાં સાંભળે, એને વિચારે એને અંતરમાં રાગથી ભિન્ન કરવાનો પ્રયત્ન કરે, બુદ્ધિગમ્યથી, હોં ! આહા..હા...!
(અહીંયાં કહે છે), “બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી.” જોયું ? હજી તદ્દન જુદા પડી ગયા નથી. બુદ્ધિગમ્ય રીતે) તો ભિન્ન પડી ગયું છે પણ તદ્દન ભિન્ન પડી જાય તો તો કેવળ થઈ જાય. આહા..હા..! બુદ્ધિમાં જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો છે કે, રાગ ભિન્ન (છે) અને સ્વભાવ ભિન્ન છે). એવી બુદ્ધિગોચર ઉપયોગમાં ખ્યાલ આવ્યો છે. આહાહા...! ભારે વાત, ભાઈ ! ભાઈ ! આવું કોઈ દિ કાંઈ સાંભળ્યું છે ? માર્ગ આવો છે, બાપા ! પહેલો સાંભળવો તો જોઈએ. આહા...હા..! આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ !
પ્રશ્ન :- બુદ્ધિગમ્ય માનસિકજ્ઞાન કહેવાય કે અતીન્દ્રિય જ્ઞાન ?
સમાધાન – છે અતીન્દ્રિય પણ બુદ્ધિગમ્ય ખ્યાલમાં આવે એટલું. બિલકુલ ખ્યાલમાં ન આવે (એમ એટલું સૂક્ષ્મ નથી). ખ્યાલમાં આવે એ રીતે એને (છેદ કરે છે. આ સ્વભાવ છે અને આ રાગ છે, એમ ખ્યાલમાં એ રીતે બેને જુદા પાડે. આહા...હા...! ભારે વાત, ભાઈ !
પછી સકળ કર્મનો ક્ષય થવાથી.” પછી સ્વભાવમાં બુદ્ધિગમ્યથી આગળ વધીને અંદરમાં એકાગ્ર થાય છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે સર્વ કર્મનો નાશ થાય છે. બુદ્ધિગમ્ય જ્ઞાન અને રાગને ભિન્ન પાડતાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો અંશ પ્રગટ) થાય છે. સમજાણું કાંઈ? ખ્યાલમાં આવે એ રીતે રાગ એટલે વિકાર ગમે તે શુભરાગ હો. શુભરાગને અત્યારે મોક્ષનો માર્ગ ઠરાવે છે ! ભગવાન ! પ્રભુ ! એમાં તને હિતની વાત નથી, પ્રભુ!
Page #458
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૪૫.
આહા..હા...! તું પણ ભગવાન છો ને નાથ ! પરમેશ્વર છે, પ્રભુ !
એ પરમેશ્વરનો સ્વભાવ અને રાગનો સ્વભાવ, બેનો ભાવ ભિન્ન છે. એની જાત એક નથી. આહા...હા...! રાગ એ આસ્રવતત્ત્વનો ભાવ છે, ભગવાન ભગવત્ સ્વરૂપ, જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ છે. આહાહા...! એટલો ખ્યાલમાં એ રીતે બુદ્ધિપૂર્વક બેને જુદાં કરે. આ...હા...હા...હા...! ગજબ વાત છે, બાપા ! વીતરાગમાર્ગ...! આ...હા...હા...! અને આ રીતે થયા વિના વ્રત ને તપ ને ભક્તિ (આદિ) બધું કરે, એ બધું એકડા વિનાના મીંડા છે. આહાહા...! હજી આવો માર્ગ છે એની હા પણ નથી (આવતી) અને રાગ – શુભરાગ મોક્ષનો માર્ગ છે (એમ ઠરાવે છે). આહાહા! પ્રભુ ! એ દુઃખરૂપ છે એ મોક્ષનો માર્ગ છે એમ કહે છે).
અહીં આનંદ સુખરૂપ છે અને રાગ દુઃખરૂપ છે. આહા...હા...! ભગવાન આત્મા અનાકુળસ્વભાવી છે અને રાગ આકુળતાના ભાવ સ્વભાવવાળો છે. બેની વચ્ચે છેદ કરીને) દુઃખ અને આનંદને બુદ્ધિપૂર્વક જુદા પાડ. આહાહા..! આ તો અંતરની ધીરજની વાતું છે. આ કોઈ ભણતર પૂરું કરી જાય, જગતને – લાખો માણસને સમજાવે માટે આમ થાય એ કંઈ નથી. આહા...હા...! આ તો અગિયાર અંગ અનંતવાર ધારણ કરી ગયો પણ જે કરવાનું હતું તે કર્યું નહિ.
કરવાનું તો એ છે કે, ચાહે તો એ રાગનો વિકલ્પ શુભ હો, અહીં તો છેલ્લી શુભની વાત છે. ભિન્ન પાડવું છે ત્યારે પહેલો શુભ વિકલ્પ છે, ત્યાં અશુભ નથી. સમજાણું કાંઈ? આહા..હા..! એ શુભરાગનો વિકલ્પ છે એ આકુળતા છે અને આ બાજુ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ છે એ બેને) બુદ્ધિગમ્ય કરીને (અર્થાત) જ્ઞાનમાં ખ્યાલ આવે એ રીતે કરીને જુદા કરે.
આહા...હા...! જુઓ ! પ્રભુનો માર્ગ ! જિનેન્દ્રદેવ અનંત જિનો પરમાત્મા, અનંત તીર્થકરોએ આ રીતે કહ્યું છે. બીજી રીતે કરવા જાય (તો) પ્રભુ ! હાથ નહિ આવે અને દુઃખ નહિ ટળે. બહારમાં દુનિયાને રાજી થઈ જઈશ અને રાજી કરાવી દઈશ પણ અંદર રાજીપો નહિ આવે, બાપા ! આહા..હા.! રાજી એટલે ખુશી એટલે આનંદ. આહા..હા..! ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને રાગ આકુળતા સ્વરૂપ, દુઃખરૂપ (છે), બેને ખ્યાલમાં આવે એ રીતે છેદી નાખ. આહા..હા...હા...! ગજબ વાત છે ! આવી વાત ક્યાં છે ? પ્રભુ ! દુનિયાને પછી (એમ) લાગે કે, આ નિશ્ચયાભાસ છે ને વ્યવહારથી લાભ માનતા નથી. વ્યવહારથી લાભ માનતા નથી પણ વ્યવહાર છે ખરો. આ છે ત્યારે એને અને સ્વભાવને ભિન્ન કરે છે ને ? શુભ રાગ છે, છેલ્લી સ્થિતિમાં છેદ પાડવા જાય તો (ત્યાં) શુભરાગ છે. સમજાણું કાંઈ ? આહા...હા..!
આત્મા જ્ઞાન, આનંદ સ્વભાવ અને રાગ (દુ;ખરૂપ છે), એ વિકલ્પ જે છે એ હજી
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૪૬
કિલશામૃત ભાગ-૫ શુભ રાગ છે. ત્યાં અશુભ રાગ નથી. એનાથી અહીં બિન્ને પાડવું છે. આહા...હા...! એ પણ બુદ્ધિગમ્ય થઈ શકે એ રીતે છેદ, અંદર તદ્દન એક સમયનો પર્યાય પકડીને છેદી શકાય એ તો તાકાત નથી, એમ કહે છે. એક સમયની પર્યાયને પકડીને છેદ કરે) એટલી તાકાત પહેલાં નથી હોતી, પણ બુદ્ધિગમ્ય રીતે) અસંખ્ય સમયે ખ્યાલામાં આવે છે). કામ થાય એક સમયમાં પણ ઉપયોગનું કામ ચાલે અસંખ્ય સમયમાં. સમજાય છે કાંઈ? આહાહા..!
પ્રભુનો માર્ગ છે શૂરાનો, કાયરના નહિ કામ ત્યાં આહા...હા....! એ વીરતા (અર્થાતુ) વી (એટલે) વિશેષ રી (એટલે) પ્રેરે. સ્વભાવને વીર્ય પ્રેરે તે વીરતા કહેવાય. આહા...હા...! ધીરજથી (અર્થાતુ) ધી નામ બુદ્ધિ, બુદ્ધિ છે ને ? આ બુદ્ધિ આવી ને ? ધી..૨... ધી...૨. ધી નામ બુદ્ધિને રાગથી ભિન્ન કરીને બુદ્ધિને “૨' (એટલે) પ્રેરે. આહાહા.! એને ધીર કહેવામાં આવે છે. ધી એટલે બુદ્ધિ ૨ એટલે પ્રેરે. રાગથી ભિન્ન કરીને જ્ઞાનમાં જાય. આહા...હા...! એને ધીરજ અને ધીર કહેવામાં આવે છે. એને વીર કહેવામાં આવે છે. - બુદ્ધિપૂર્વક વીર્યને રાગ અને સ્વભાવને બેને છેદીને... આહાહા..! સ્વભાવ તરફ ઢળે છે, એ તો હજી પ્રથમ સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને ચારિત્રના અંશની દશા થઈ પણ પૂરી દશા હજી થઈ નથી. સમજાણું કાંઈ ? આ તો આમાં છે કે નહિ ? કે નવું છે ? ત્યારે એ કહે કે, પણ સમ્યગ્દર્શન સૂક્ષ્મ છે એ દેખાય નહિ માટે કેવળીગમ્ય છે. માટે આપણે વ્રત ને તપ કરો. આ..હા...! પ્રભુ ! શું કરે છે તું ? બુદ્ધિગમ્યથી જાણી શકાય છે. તેથી બુદ્ધિગોચર કહ્યું ને ? આ.હા..! આ એની રીત અને આ એની પદ્ધતિ છે. આ રીત અને આ પદ્ધતિથી દૂર જઈ) બીજું કરવા જશે તો વસ્તુ હાથ નહિ આવે, બે જુદા નહિ પડે. આહા..હા... અને બેની એકતા રહેશે ત્યાં સુધી મિથ્યાત્વ અને સંસારમાં રખડવાનું છે. આહાહા..!
એકવાર મધ્યસ્થ થઈને જો તો ખરો, પ્રભુ ! પૂર્વના આગ્રહ-ફાગ્રહ બધા છોડી દે. આહા..હા....! એને આ રીતે ખ્યાલમાં આવે એ રીતે તો છેદ, એમ કહે છે. બુદ્ધિગોચર એટલે એમ કીધું ને ? આહા..હા...! તારા જ્ઞાનમાં બુદ્ધિગમ્ય – બુદ્ધિગોચર થઈ શકે એ રીતે તો તું એને જુદા પાડ. આહાહા..! પછી ?
“પછી.” શબ્દ છે ને ? પહેલાં, એમ ત્યાં કહ્યું હતું ને ? ત્યાં પ્રથમ કહ્યું હતું ને ? પ્રથમ તો’ એમ હતું. પ્રથમ તો પેલે પાને) લીટી છે). પ્રથમ તો બુદ્ધિગમ્ય એમ કહ્યું, હવે પછી તો એમ કહે છે). “સકળ કર્મનો ક્ષય થવાથી..” એટલે કે પછી તો ઉગ્ર પુરુષાર્થ દ્વારા) સ્વભાવ તરફ ઢળવાથી ચાર ઘાતિ (કર્મનો) નાશ થાય છે. એમ, વાત અહીંથી ઉપાડી છે. સમજાણું કાંઈ ? પહેલાં તો બુદ્ધિગમ્ય ખ્યાલમાં આવે તે રીતે રાગ અને આત્માને છેદી નાખ, પ્રભુ ! ભિન્ન પાડ, પ્રભુ ! તારી તાકાત છે. તારામાં અનંત વીર્ય પડ્યું છે. આ..હા...હા...!
Page #460
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
४४७ એ અનંત વીર્યમાંથી વીર્યની ફુરણા બુદ્ધિગમ્ય જેટલી કરીને આહા...હા...! ચાહે તો વ્રતનો, તપનો, દયા, દાનનો (રાગ) હોય (એ) રાગ – વિકલ્પ છે. આહા..! આ આકરું પડે છે, લોકોને આ આકરું પડે છે. આ રીતે સંપ્રદાયમાં મનાઈ ગયું છે. હવે એનાથી આ વાત બીજી નીકળી. એટલે લોકો એમ કહે છે. આહા..હા..! પ્રભુ ! તારા હિતની વાત છે ને ! ઝીણી પડે પણ એને હા પાડ તો ખરો કે, માર્ગ તો આ છે. સમજાણું કાંઈ ?
બહુ ટૂંકું કહ્યું. આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ (છે) એને પુણ્ય-પાપનો ભાવ - રાગ જે વિકાર છે, અહીં તો ખરો તો છેલ્લો તો પુણ્યનો જ ભાવ છે, એ પુણ્યના ભાવના રાગને, તને તે કાળે ભલે આકુળતા છે એવો ખ્યાલ ન આવે પણ આ બાજુ ઢળેલ દશા છે અને આ બાજુ ચૈતન્યસ્વરૂપ છે, એ બે વચ્ચે બુદ્ધિપૂર્વક તો ભિન્ન પાડ. આહા...હા...! ત્યાં ભવનો છેદ થાય છે. સમજાણું કાંઈ ? આહા...હા...! દયા, દાન, વ્રત, ભક્તિ , તપના પરિણામ એ તો રાગ છે. એ કંઈ ધર્મ નથી અને એ રાગ આત્માના સ્વભાવ સાથે કોઈ દિ એક થયો નથી. આ..હા...હા..હા...! તો તને ખ્યાલમાં આવે એ પ્રકારે તો છેદ, જુદા પાડ. આહા..હા..! પછી.. સીધું આમ લીધું છે.
પછી સકળ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત્ છેદીને..” મૂળ તો વાત ઈ (છે) કે, પછી સૂક્ષ્મ રીતે સ્વભાવ તરફ ઢળીને સર્વથા રાગનો ભાવ જુદો પડી જાય છે, ત્યારે ચાર કર્મનો નાશ થઈ જાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો માર્ગ ! આહા..હા..! પછી સકળ કર્મનો ક્ષય થવાથી.” એ તો પહેલો શબ્દ મૂક્યો. પણ “સાક્ષાત્ છેદીને...” એમ લેવું. પેલામાં બુદ્ધિપૂર્વક છેદીને હતું, ભાઈ ! પ્રથમ બુદ્ધિપૂર્વક છેદીને એમ હતું. પ્રથમ ખ્યાલમાં આવે એ રીતે રાગને અને આત્માને ભિન્ન પાડીને. હવે એને ઠેકાણે “સાક્ષાત્ શબ્દ વાપર્યો. ભલે પહેલો ‘કર્મ' શબ્દ વાપર્યો છે. પણ પહેલા બુદ્ધિપૂર્વક હતું, હવે સાક્ષાત્ છેદીને એમ કહે છે). આહાહા..! બિલકુલ ભગવાન આનંદનો નાથ પરિપૂર્ણ આ બાજુ ઢળી ગયો. પોતાના આનંદના ધામમાં ઢળી ગયો, આહાહા.. જેમાં એક અંશ પણ રાગના સંબંધનો રહ્યો નહિ. પહેલું બુદ્ધિપૂર્વક છેડ્યું હતું ત્યાં હજી અસ્થિરતાનો રાગ હતો. સમજાણું કાંઈ ? આહા..હા..! અહીંયાં સાક્ષાત્ છેદીને એટલે કે બિલકુલ રાગના અંશની સાથે સ્વભાવને સંબંધ નથી. એકતા તો નથી પણ હવે સંબંધ પણ નથી. એકતા પહેલી તોડી, એકતા હતી નહિ પણ માની હતી તે એકતા તોડી. આહાહા...હવે સાક્ષાત્ છેદીને ! આહા..હા...! “રાજમલ જેવા ગૃહસ્થાશ્રમમાં કેવી ટીકા કરે છે !! આહા...હા...! મીઠી મધુરી વાત છે ! આહા...હા...!
આહા...હા...! “કળશટીકાની વીણા વાગે છે. આહા..હા..! પ્રભુ ! એકવાર સાંભળી ને, કહે છે. બે પ્રકાર કહ્યા. પહેલાં ખ્યાલમાં આવે એ રીતે અંદર જુદા પાડ. જુદા છે, પણ તે જુદા તરફ લક્ષ નથી અને પર ઉપર અનાદિનું લક્ષ છે. જુદા છે એના ઉપર તારું અનાદિનું લક્ષ છે. એથી એને ખ્યાલમાં આવે એ રીતે, બુદ્ધિગમ્ય - તને ખ્યાલમાં ગમ્ય થઈ શકે,
Page #461
--------------------------------------------------------------------------
________________
કલામૃત ભાગ-૫
ભલે ઉપયોગ અસંખ્ય સમયનો છે પણ ખ્યાલમાં આવી શકે એવી રીતે રાગને – શુભરાગને અને આત્માને ભિન્ન પાડ. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. અહીં તો સીધું સમ્યગ્દષ્ટિનું જ્ઞાન લીધું. પણ સમ્યગ્દર્શન પામવાની પણ આ જ રીત છે. સમ્યગ્દર્શન પામવામાં પણ પહેલી આ રીત છે. પણ અહીં સમ્યક્દષ્ટનું જ્ઞાન તીક્ષ્ણ છે એમ કરીને બુદ્ધિગમ્ય છે તેમ તે છેદે છે, એમ કહ્યું. સમજાણું કાંઈ ? આહા...હા...!
મુમુક્ષુ :– ભેદજ્ઞાન પહેલાં પ્રજ્ઞા પ્રવીણ હોય છે.
ઉત્તર :- તેથી ત્યાંથી લીધું. સમ્યક્દષ્ટિનું લીધું છે. છતાં પહેલું આ રીતે જ હોય છે. આ..હા..હા...!
૪૪૮
ધર્મની પહેલી સીઢી, મોક્ષમહેલની પહેલી સીઢી ! જાવું છે તો મોક્ષના મહેલમાં, મહેલમાં જાવું છે, પણ (એના) દાદરાની પહેલી સીઢી (આ છે). આહા..હા...! આ સૂક્ષ્મ પણ બુદ્ધિગમ્યપણે (છેદ કરે છે). આહા..હા...! આ જાણનાર આનંદ છે અને આ રાગ છે તે એની સાથે એક નથી. એમ પહેલું બુદ્ધિગમ્ય છેદી સમ્યગ્દર્શન થયું પછી પણ બુદ્ધિગમ્યથી તેને જુદો પાડતો જાય. હજી બાકી છે ને એટલે. એમ પાડતાં પાડતાં... બુદ્ધિગમ્ય (રીતે જુદા) પાડતાં પાડતાં છેવટે સાક્ષાત્ થઈ જાય છે એમ કહે છે. છે ને ? સાક્ષાત્ છેદીને...’ આહા..હા..! અંદરમાં રાગ અને આત્માનો સ્વભાવ સાક્ષાત્ જુદા પડી જાય છે. ત્યારે તેને કેવળજ્ઞાન થાય છે. આહા..હા...! ગજબ વાત કરી છે, બાપા ! આ..હા...!
મુમુક્ષુ :- એટલામાં...
ઉત્તર :– બધું આવી ગયું. ગુણસ્થાન ઉપડી ગયું, તેરમું થઈ ગયું. સાક્ષાત્ જુદા પડી ગયા ત્યાં તેરમું (ગુણસ્થાન) થઈ ગયું. બુદ્ધિપૂર્વક હતું ત્યાં સુધી ચોથુ, પાંચમું, છઠ્ઠું હતું. આહા..હા...! સમજાણું કાંઈ ?
આ તો ભગવત કથા છે. અન્યમતિમાં ભાગવત કહે છે. આ તો સાચી ભાગવત કથા છે. ભગવંત સ્વરૂપ ત્રિલોકનાથ તીર્થંકરદેવ અનંત કેવળીઓ એણે આ વિધિ અને રીત બતાવી છે. આહા..હા....! ત્રણલોકના નાથ તીર્થંકરો અનંત થઈ ગયા, વર્તમાન બિરાજે છે (અને) અનંત થશે, એ પરમાત્મા આ વિધિ બતાવે છે. ભાઈ ! તારે શિરો કરવો હોય.. ક્યા કહતે હૈં ? હલવા ! તો લોટમાં ઘીને શેકી નાખ, લોટને ઘીમાં શેક પછી ગોળનું પાણી નાખ. એમ પહેલો ભિન્ન પાડવાનો પુરુષાર્થ કર પછી સ્થિરતાનો પુરુષાર્થ કર. આહા.....! અરે......! આહા..હા...! ૫૨મ અમૃતસ્વરૂપ ભગવાન રાગમાં રોકાઈ ગયો. છે જુદો છતાં રોકાઈ ગયો, એમ કહે છે.
પ્રશ્ન :- આ છેદવાની ક્રિયા સાતમે ગુણસ્થાનથી ચાલુ થાય ?
સમાધાન :– હા, સૂક્ષ્મપણે સાતમાથી થાય. તદ્દન સૂક્ષ્મ પછી બારમે (ગુણસ્થાને) થઈ જાય. અહીં તો ચાર ઘાતિનો નાશ કીધો ને ? આહા..હા..! એમાં – સાતથી બારમાં તો
Page #462
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૪૯
(પછી) અંતર્મુહૂર્તની રમતું છે. ત્યાં બુદ્ધિગમ્ય નથી, ત્યાં તો અંતરના અનુભવગમ્યમાં પડ્યો છે. આહા...હા...! થોડું પણ સત્ય આ છે. લાંબી ઘણી બધી વાતું કરે ને આ કરો ને આ કરો. કરવાનું જ્યાં આવશે ત્યાં રાગ થશે અને રાગનું કર્તવ્ય તો મિથ્યાત્વ છે. આહા...હા...! રાગનું કર્તવ્ય મારું છે એ તો મિથ્યાત્વ ભાવ છે. હા, રાગથી ભિન્ન પાડવાનું કર્તવ્ય મારું છે તે સમ્યગ્દર્શન છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આહા...હા..! ધન્ય ભાગ્ય ! આ.હા..! આવો માર્ગ શાસ્ત્રમાં સ્પષ્ટ રહી ગયો ! મુમુક્ષુ :- રહી ગયો અને સાંભળવા મળ્યો.
ઉત્તર :- મળ્યો એની વાતું તો અત્યારે કેમ કરીએ ? પણ હવે... આહા..હા..! આહા..હા..! પ્રભુ તો રહી ગયા મહાવિદેહમાં.. આહા..હા..! એનો આ માર્ગ છે. આહા...હા...! ભગવાને એમ કહ્યું હતું, ભગવાને એમ કહ્યું છે એ જ વાત આ છે. પહેલાં પ્રભુને (–નિજાત્માને) ઓળખી ચૈતન્ય સ્વરૂપ છે તેને બુદ્ધિગમ્યમાં લઈ અને રાગથી ભિન્ન પડીને તેને – એકતાને છેદી નાખ. આહા...હા.! એક છે નહિ, માન્યું છે એક એને છેદ, એમ કહે છે. મિથ્યાત્વની માન્યતા છે ને ? એક છે એમ એ માન્યતા છે. આહાહા....! એ માન્યતાને છેદ અને એક નથી તેમ તને થઈ જશે. આહા..હા...!
ચૈતન્યચોસલું ભગવાન ! આનંદનું ધામ ભવગાન ચોસલું ભિન્ન પડી જશે, રાગ ભિન્ન રહી જશે. પહેલાંમાં પહેલું આ કરવાનું છે. આહા...હા...! અરે.રે...! આવી વાત સાંભળવા ન મળે એ શું કરે ? ક્યાં કરે ? અને માંડ અંદરથી વાત બહાર આવી ત્યારે અનાદર કરે. આહા...હા..!
અહીંયાં બુદ્ધિગમ્ય અને એની સાથે સાક્ષાત્ બે શબ્દ વાપર્યા છે. પછી તો સાક્ષાત્ છેદીને.... કર્મનો ક્ષય થાય છે એમ લેવું. પણ અહીં પહેલો કર્મનો ક્ષય શબ્દ વાપર્યો છે. કર્મ એટલે અશુદ્ધ ભાવનો ક્ષય થવાથી એમ લ્યો. એ કર્મ છે ને ? આહા...હા...! સકળ અશુદ્ધતાનો ક્ષય થવાથી “સાક્ષાત છેદીને..” આહા..હા...! “ભિન્ન ભિન્ન કરે છે. આહા..હા..! ત્યારે ભિન્ન ભિન્ન થઈ જાય છે, બે જુદા પડી જાય છે. એકલો ધ્રુવ આત્મા રહે છે, અશુદ્ધતા ને રાગનો નાશ થઈ જાય છે. આહા..હા..! પહેલેથી તે ઠેઠ સુધીની સંધિ બતાવી. આગળ કહેશે, એ બધું કામ એક સમયમાં થાય છે. જેને એકદમ કરવું છે ને (એને). બુદ્ધિગમ્ય ઉપયોગ કામ કરે અસંખ્ય સમયે, પણ કામ ત્યાં થાય છે એક સમયમાં. આહા...હા.! સમજાણું કાંઈ ?
આવું સાંભળવામાં પણ જે શુભ ભાવ થાય એ પુણ્ય બીજી જાતના છે. ઘણા એવું કહે છે ને કે, એમની પાસે લાકડી છે તો એનાથી પૈસા થાય છે. બાપુ ! આ લાકડી નથી, અહીં તો ચૈતન્યની વાતું છે ! આવી વાત સાંભળતાં એને શુભભાવનું એટલું પુણ્ય બંધાય. આહા..હા...! કલાક કલાક ધ્યાનમાં રાખે તો એને શુભ એવું બંધાય, ત્યારે એને
Page #463
--------------------------------------------------------------------------
________________
૪પ૦
કિલશામૃત ભાગ-૫ એના પુણ્યના ફળ મળે. અહીંથી કાંઈ ન મળે. સમજાણું કાંઈ ? ત્યાંને ત્યાં તારામાં બધું પડ્યું છે. એવી આ શૈલી (આવી છે) ! એનો જે શુભ રાગ (થાય), હા પાડે એની તો બલિહારી છે પણ એ શુભરાગમાં પણ એ સાંભળે એમાં પણ એવું પુણ્ય બંધાય કે એને ભવિષ્યમાં તીર્થકર અને વાણીનો જોગ જ મળે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ એના કારણને લઈને થયું છે. આને લઈને નથી કે આને લઈને અહીં થયું. ચાપડીમાં કાંઈક છે ને પૈસા થઈ જાય છે એવું નથી).
મુમુક્ષુ – નિમિત્ત તો આપ છો ને !
ઉત્તર :- નિમિત્ત કરતું નથી ને ! પણ નિમિત્તનો અર્થ જ એ કર્યો છે, દિગંબરના એક વિદ્વાને) બે અર્થ બહુ સારા કર્યા છે અને હમણાં ત્રીજો આ કર્યો, એને “મુંબઈ બોલાવ્યા.... શું કહેવાય ઈ ? ભુલેશ્વર ! કાગળ લખ્યો કે, અમારે મોસમ છે તમે પધારો. (ત્યાં તેમણે કહ્યું કે, “પહેલી વાત છે કે, “કાનજીસ્વામીનો જે સાધુઓએ વિરોધ કર્યો છે એનો હું વિરોધ કરીશ અને જે અગ્રેસરોએ એની ભેગી હા પાડી છે એનો હું વિરોધ કરીશ તો હું ત્યાં આવું” એટલી હિંમત ! બાપુ ! આ તો સત્ય છે, પ્રભુ ! આ કોઈ વાડાની વાત નથી. આહા..હા.! ભાઈ ! તારા અંતરની વાતું છે, નાથ !
આહા..હા..! અંતર અમૃતનો સાગર ઘોળાય છે ને નાથ ! એ રાગથી ભિન્ન પ્રભુ અંદર બિરાજે છે. આહા..હા...! આ..હા..હા...! સકરકંદ જેમ છાલથી ભિન્ન સકરકંદ પડ્યો છે. લાલ છાલ. સકરકંદ સમજતે હૈ ? સકરકંદ નહીં આતા ? ઉપર લાલ છાલ હોતી હૈ ન ? ઉસ લાલ છાલ કો ન દેખે તો અંદર સકરકંદ હૈ (અર્થાતુ) સાકરનો પિંડ (છે). સકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ આખો, સકરકંદ ! એમ ભગવાન લાલ છાલ નામ શુભરાગ છે અને ભગવાન તો અતીન્દ્રિય આનંદનો કંદ છે. એને પહેલાં બુદ્ધિપૂર્વક ભેદીને. છેદીને એમ કીધું છે. આમ તો ભિન્ન જ છે પણ (એક) માન્યું છે માટે છેદીને કીધું છે. શું કીધું ઈ ? રાગ અને ભગવાનસ્વરૂપ બે ભિન્ન જ છે. બે વચ્ચે સાંધ છે એટલે છે તો જુદા, છતાં છેદીને કેમ કહ્યું કે, એણે (એક) માન્યું છે ને ? એક માન્યું છે તેને છેદીને. સમજાણું કાંઈ ? આ..હા...હા..હા..!
એને માન – બહુમાન આપતાં રાગની તુચ્છતા જણાતાં એ જાગ્યા વિના ન રહે, પ્રભુ ! આહાહા...! એવો એ ભગવાન આત્મા પછી પણ કહે છે, અશુદ્ધતાના ભાવને સાક્ષાત્, છેદીને (અર્થાતુ) બિલકુલ છેદીને... આહા...હા...! ભિન્ન ભિન્ન કરે છે. આહા...હા...! થોડા શબ્દોમાં કેટલું મૂક્યું છે ! આ...હા..! શાંતિથી, ધીરજથી પહેલું એણે શ્રવણ કરવું જોઈએ અને એના હિતની વાત છે ને નાથ ! બહાર કોઈ શરણ નથી, શરણ તો પ્રભુ અંદર આત્મા છે. આ તો એમાં લઈ જવાની વાત છે, પ્રભુ ! આહા..હા..!
એક ફેરી પ્રશ્ન થયો હતો. ‘અમરેલી (સંવત) ૧૯૮૬નું ચોમાસુ હતું ને ? (એક જણાએ)
Page #464
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૫૧
પ્રશ્ન કર્યો હતો. ત્રણે ભાઈઓ હતા. ૧૯૮૬માં ચોમાસુ હતું ને ? તે દિ તો પૈસા થોડા હતા – દસ લાખ, પછી કરોડ થયા. ત્રણે ભાઈઓ હતા. વાત ઝીણી આવી (એટલે) પછી પ્રશ્ન કર્યો, મહારાજ ! આવી વાત પચે નહિ, હોં! આમ નરમાશથી પૂછ્યું હતું. ત્રણે ભાઈઓ હતા. આવી વાત પચે નહિ ! મેં કહ્યું, ભાઈ ! રોટલી ને રોટલા ખાવો છો તો કોઈ ચાર શેર ઘીનો મેસુબ લાવે તો તમે ના પાડો કે નહિ પચે ? ભાઈ ૧૯૮૬ ! કેટલા વર્ષ થયા ? ૪૮ વર્ષ ! બોલ્યા હતા. પરિચય નહિ ને (એટલે). ત્રણે ભાઈઓ રોકાયેલા. વાત ઝીણી આવી એટલે (કહે), મહારાજ ! આવી વાત પચે નહિ. મેં કહ્યું, ભાઈ ! રોટલી ને દાળ-ભાત ખાઓ છો એમાં કોઈ ચાર શેર ઘીનો મેસુબ (આ૫), એક શેર લોટ અને ચાર શેર ઘી પાયેલો મેસુબ આવે તો ત્યાં ના પાડો છે કે, મારું જઠર (નહિ પચાવે ? મેસુબ સમજતે હૈં ન ? આ મેસુબ... મેસુબ ! મેસુરપાક ! આ બદામનો પાક થાય ને? બદામ ! બદામનો મેસુબ થાય છે) ને ? જેમ ચણાના લોટ(નો) થાય, એમ બદામનો થાય છે. શું કીધું બદામનો ? મેસુબ ! આહા...હા...! ભાઈ ! જેનો પ્રેમ છે તેને નહિ પચે એમ નહિ કહે. એને પ્રેમ છે – બદામનો મેસુબ ! આ...હા..! અત્યારે તો સવાસો રૂપિયે કિલો બદામ છે. અમારા વખતમાં તે દિ બાર આનાની શેર બદામ હતી ! અમારે તો દુકાનમાં ધંધો હતો ને ? બદામ, પિસ્તા (આદિનો) ઘરનો ધંધો હતો. આ તો સિત્તેર વર્ષ પહેલાંની વાતું છે. તે દિ બદામ બાર આનાની શેર (હતી), અત્યારે સવાસો રૂપિયાની કિલો છે. એનો પણ મેસુબ કરીને લાવે તો ના પાડે કે, નહિ, પચશે એટલું જ ખાઈશ, પચશે એટલું જ ખાઈશ ? ભાઈ ! આ પચે એટલી તો હા પાડો ! આહા..હા...! ભાઈને તો બિચારાને બહુ પ્રેમ હતો. છેલ્લે પણ એ આવ્યા હતા તે દિ તો એવું બોલી ગયા કે, હવે તો પાછળની જિંદગી અહીં ગાળવી છે. એમ બોલ્યા હતા. પણ બહારમાં પૈસા-બૈસા વધી ગયેલા, ઘણા કરોડો થઈ ગયા. સાત-આઠ કરોડ રૂપિયા ! અને બહારમાં દાન કરે એમાં રહી ગયા. સ્વાધ્યાય મંદિરની બહાર નીકળ્યા (ત્યારે) છેલ્લે બોલી ગયા, હવે છેલ્લી જિંદગી અહીં ગાળવી છે. એમ બોલી ગયા હતા. નરમ માણસ હતા. આહા...હા...! પણ માણસ વખત ત્યે નહિ. આહા..હા...!
અહીં કહે છે, “સાક્ષાત છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે જીવ-કર્મનો અન્તઃસન્ધિબંધ ?” હવે એ કહે છે કે, ભિન્ન કરે છે પણ અંતર સંધિ કેટલી ઝીણી છે ? કેવો છે જીવકર્મનો અન્તસન્ધિબંધ ?’ એ સૂક્ષ્મ છે. આહા..હા...“ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” આહા...હા...હા...! ઘણી જ દુર્લક્ષ્ય – ઘણો સૂક્ષ્મ ઉપયોગ કરવો પડે (એમ) કહે છે. જ્ઞાનનો ઉપયોગ ઘણો ઝીણો ઝીણો પાતળો સૂક્ષ્મ કરવો પડે. એવી ઈ બેની સંધિ ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. દુર્લભ નથી, દુર્લક્ષ્ય (છે). એનું લક્ષ થવું એ બહુ જ દુર્લભ છે, બાપા ! આહા...હા...! પણ થઈ શકે છે. દુર્લક્ષ છે પણ અશક્ય નથી. આહા...હા...! જીવને જડ બનાવવો
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૫૨
કલામૃત ભાગ-૫
હોય તો અશક્ય છે. પરમાણુને જીવ બનાવવો હોય તો અશકય છે પણ જીવને જીવ રાખવો, બનાવવો હોય તો તો શક્ય છે. આહા..હા...એમ દુર્લક્ષ્ય છે.
અનાદિનો ઊંધો અભ્યાસ (છે). નિગોદથી માંડીને નવમી રૈવેયક અનંતવાર ગયો પણ સૂક્ષ્મ રાગ અને ચૈતન્યની સંધિ સૂક્ષ્મ પડી, તે (જુદી) ન કરી શક્યો. મુનિ થયો, દિગંબર થયો, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા. એ તો બધો રાગ છે, પ્રભુ ! આહાહા..! રાગથી અંદર ભિન્ન (કરવું એ) દુર્લક્ષ્ય છે. છે ? દુર્લક્ષ્ય...” એકલું દુર્લક્ષ્ય નહિ, “ઘણી જ દુર્લક્ષ્ય...” આહાહા...! બાપુ ! એ વાતે ભલે વાત આવે, પણ અંદર ભિન્ન પાડવું એમાં) બહુ પુરુષાર્થ છે. આહા..હા..! સમજાણું ? ઘણી વિચક્ષણતા અને સૂક્ષ્મતા જોઈએ. આહા..હા....!
“ઘણી દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” છે તો સાંધ. રાગ અને ભગવાન આત્મા વચ્ચે છે તો સાંધ, પણ ઘણી દુર્લક્ષ્ય સાંધ છે. આહાહા...! સંધિ તો સંધિ છે, નિઃસંધિ થઈ નથી. એમ કહે છે. રાગનો જે સૂક્ષ્મ વિકલ્પ આવે છે તે) અને ભગવાન સૂક્ષ્મ (છે તે) બેની છે સંધિ, એ નિઃસંધિ થયા) નથી પણ એની સંધિ ઘણી દુર્લક્ષ્ય છે. લક્ષમાં આવવી ઘણો, મહા પુરુષાર્થ માગે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
પ્રશ્ન :- એનો મતલબ જ્ઞાન ઘણું ઊંડું જાય ત્યારે પકડાય ?
સમાધાન :- ઝીણું... ઝીણું... અંદર (છે). કેમકે અસંખ્ય પ્રદેશે પર્યાય ઉપર છે. જીવના અસંખ્ય પ્રદેશ છે. અહીં પ્રદેશ છે, અહીંયાં બધે પ્રદેશ છે, એ દરેક પ્રદેશમાં અંદરમાં પ્રદેશ છે એની ઉપર પર્યાય છે. એ બધે ઉપર પર્યાય છે અને અંદરમાં વાળવી. આ ઉપર પર્યાય છે એમ નહિ, આ આત્મા છે અને ઉપર પર્યાય છે એમ નહિ. અંદર અસંખ્ય પ્રદેશ છે ત્યાં ત્યાં ઉપર પર્યાય છે. ધ્રુવતા અંદરમાં ઊંડી છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ....' કરશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૩, શનિવાર તા. ૦૭-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન-૧૯૬
કળશટીકા ૧૮૧ કળશ છે, ગુજરાતીમાં ૧૭૨ પાનું. શું કહે છે ? કેવો છે જીવકર્મનો અન્તઃસન્ધિબંધ?’ (ઉપરથી) બીજી લીટી. આ આત્મા છે એ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે અને એમાં રાગ (છે) ઈ રાગ કર્મ છે. શુભ-અશુભ રાગ (અને ચૈતન્ય) વચ્ચે સાંધ છે. એટલે શું ? કે, ચૈતન્યસત્તા જ્ઞાનાનંદ સ્વરૂપ અને રાગ વિકારસ્વરૂપ છે, બે વચ્ચે સાંધ છે (એટલે) સંધિ છે, બે એક નથી. બે જુદા છે. ઝીણી વાત છે, ભગવાન ! આહા..હા...!
Page #466
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪પ૩
શરીર, વાણી, મનની તો વાત શું કરવી ? પરદ્રવ્ય તો પરમાં રહ્યાં, પણ આત્મા વસ્તુ ચૈતન્યઘન છે, શુદ્ધ સ્વભાવનો પિંડ પ્રભુ (છે) અને એમાં દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય એ રાગ છે. એ રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. સાંધ એટલે એક થયા નથી. અજ્ઞાનીએ અનાદિથી એક માન્યા છે. આહા..હા...! - ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ જીવતત્ત્વ – જીવદ્રવ્ય (છે) અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ (થાય) એ પુણ્ય, રાગ – પુણ્યતત્ત્વ (છે). અંદર બે તત્ત્વ ભિન્ન છે. કર્મ, શરીરની તો વાત શું કરવી ! એ તો તદ્દન પરદ્રવ્ય છે. પણ આત્માની પર્યાયમાં રાગ જે થાય, શુભ રાગ કે અશુભ રાગ (થાય) એ વિકલ્પ છે, એ અસ્તિ છે પણ ચૈતન્યતત્ત્વ અને એ રાગના અસ્તિ તત્ત્વની વચ્ચે સંધિ છે, સાંધ છે, બે એક નથી. આહા...હા...!
કાલે કહ્યું હતું ને ? લાખો મણના મોટા પથ્થર હોય છે ને ? એ પથ્થરની અંદર કુદરતે રગ હોય છે, ઝીણી રગ હોય છે). “રાજકોટમાં જંગલ ગયેલા ત્યારે જોયેલું. આમ પથ્થરના દળિયા, એમાં એક દોરી જેવી વચ્ચે સંધિ હોય છે. ઉપરના પથરાને અને નીચેના પથરાને (જુદી પાડતી) એક દોરી જેવી ઝીણી સાંધ હોય છે. અંદર બે એક નથી. કુદરતના પથ્થરના દળમાં પણ એક પથ્થરનું દળ અને બીજા દળ વચ્ચે સાંધ હોય છે, રગ હોય છે. એમાં કોતરી અને દારૂની વાટ મૂકે, અને મૂકે ને ભાગે ! એ ફૂટતાં) એકદમ પથરા ઉડી જાય. બે વચ્ચે સાંધ છે), અંદર જુદા છે. કુદરતના પથ્થરના દળ જુદા છે. આહા...હા....!
એમ આત્મા ભગવાન જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ અને રાગ, ચાહે તો દયાનો, દાનનો, ભક્તિનો (હો), પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર તરફની ભક્તિનો પણ એ રાગ છે... આહા..હા..! કેમકે નવ તત્ત્વમાં એ રાગ એક પુણ્યતત્ત્વ છે. અથવા એ આસ્રવતત્ત્વ છે. એ તત્ત્વ અને ચૈતન્યતત્ત્વની વચ્ચે સાંધ – તડ છે, તડ ! બે એક નથી થયા. અનાદિથી અજ્ઞાનીએ એક માન્યા છે, પણ) એક થયા નથી. એ અહીં કહે છે.
“જીવ-કર્મનો અન્ત સન્ધિબંધ...” જીવ અને રાગ. કર્મ શબ્દ અહીં રાગ (લેવો). કર્મ ભલે જડ લ્યો, પણ જડ તરફના લક્ષવાળો જે રાગ (છે), રાગ. ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો. જીવતત્ત્વ ભગવાન અને રાગતત્ત્વ બેની અંતઃસંધિનો બંધ છે. અંતઃસંધિનો સંબંધ લાગે છે. (એક) છે નહિ, છે જુદાં. આહા..હા..! ઝીણું બહુ, પ્રભુ ! અંતરનો માર્ગ ઝીણો છે. અનંતકાળથી એ રાગ અને ભગવાન બે ભિન્ન છે એની ભિન્નતા એણે કરી નથી. છે ભિન્ન. આહા...હા...! શરીર, કર્મ, વાણી ને કુટુંબ-કબીલા અરે..! દેવ-ગુરુ ને શાસ્ત્ર એ તો ક્યાંય પર રહી ગયા. પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચે તો અત્યંત અભાવ છે. પણ અહીંયાં સૂક્ષ્મ સંધિ – પ્રજ્ઞાછીણી કહેવી છે ને ? રાગનો વિકલ્પ જે ઉઠે એ અને નિર્વિકલ્પ ચૈતન્ય સ્વભાવ બે વચ્ચે અન્તઃસંધિનો બંધ છે. જોયું? અન્તઃસંધિ (કહ્યું છે). જે અંતરમાં સાંધવાળો સંબંધ. આહા...હા..! ઝીણું બહુ ! કેમ ?
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૪
કલશામૃત ભાગ-૫ “ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” અંદર ભિન્ન સાંધ છે પણ દુર્લક્ષ્ય (છે). ઘણું જ સૂક્ષ્મ લક્ષ કરે તો તે ભિન્ન ભાસે નહીંતર તો દુર્લક્ષ્ય છે. આહા..હા..! અંતરના જ્ઞાનની પર્યાયને અને એ રાગના વિકલ્પને, ચાહે તો દયા (હો કે પરમાત્માની ભક્તિ હો, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ હો પણ છે એ રાગ, એ રાગ અને આત્માને અંતરમાં સંધિરૂપી બંધ છે, સાંધવાળો બંધ છે. એકપણાનો) બંધ નથી. આહાહા! ઝીણી વાત છે. ભાષા કેવી લીધી છે ?
“અન્તઃસન્ધિબંધ.' અંતર સાંધ છે, ભિન્ન છે એવો બંધ – સંબંધ છે. આહા..હા..! આ.હા..હા...! પ્રભુ ! તું કોણ છો ? એ તો શુદ્ધ ચૈતન્ય પવિત્ર આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. એ જિનસ્વરૂપ છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન’ મત (એટલે) મતનો અભિપ્રાય થઈ ગયો છે કે, રાગ અને આત્મા એક છે અથવા એ રાગ કરતાં કરતાં આત્માનું કલ્યાણ થશે અથવા એ રાગ – શુભરાગ છે એ આત્માને આત્માના સ્વભાવને પામવાનું કારણ છે. એવું જે માન્યું છે એ મિથ્યાત્વ છે. આહા...હા...! કેમ ? કે, રાગ અને આત્માને અંતરમાં સાંધમાં સંધિનો બંધ છે, એકપણાનો બંધ નથી. આહા...હા.! સમજાય છે કઈ ?
ભગવાન જિનસ્વરૂપ પ્રભુ અને રાગ વિકારસ્વરૂપ... આહાહા....! સમ્યદૃષ્ટિને જે તીર્થકર ગોત્ર બાંધવાનો ભાવ આવે એ ભાવને અને આત્માને અંતરમાં સાંધવાળો સંબંધ છે, એકવાળો સંબંધ નથી. આહા...હા.! સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે, પ્રભુ ! પણ ભાવ તો જેમ છે તેમ છે. આહા..હા....
ભગવાન આત્મા ચૈતન્યતત્ત્વ અને રાગ તે અચેતનતત્ત્વ છે. ચાહે તો ભગવાનની ભક્તિ (કરે), ત્રણ લોકના નાથના સમવસરણમાં અનંત વાર ગયો અને ભગવાનની ભક્તિ પણ અનંત વાર કરીઆહા..હા...હીરાના થાળ, મણિના – મણિરત્નના દિવા અને કલ્પવૃક્ષના ફૂલ (લઈ) પરમાત્મા સમવસરણમાં બિરાજે છે ત્યાં અનંત વાર ગયો છે. મહાવિદેહક્ષેત્રમાં અનંતા પુદ્ગલ પરાવર્તન મનુષ્યદેહના કર્યા છે, ભાઈ ! ત્યાં તો સાક્ષાત્ ભગવાન ત્રણે કાળે બિરાજે છે. એ ભગવાનના સમવસરણમાં ગયો, પૂજા-ભક્તિ કરી પણ એ તો રાગ છે. આ..હા...હા...! એ રાગ અને આત્માની વચ્ચે; જેમ આ બે પાના છે, આમ જુદા છે કે નહિ આ ? જુદા રૂપે સંબંધ છે, એમ. એમ ભગવાનઆત્મા ચૈતન્યસ્વરૂપ ભગવાન અને રાગરૂપ વિકાર દુઃખ, બેની વચ્ચે સાંધરૂપી સંબંધ છે. આહા...હા...! એકરૂપી સંબંધ નથી. જુઓ ! કેમ ?
ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. એની સાંધ જોવી એ તો બહુ જ પુરુષાર્થ માગે છે (એમ) કહે છે. આહા..હા...! કોઈ ઝીણી વસ્તુને જોતાં નજરને નાની – ઝીણી કરવી પડે છે. એમ આ આત્મા અને રાગની વચ્ચેની સંધિ જોવા ઘણો સૂક્ષ્મ ઉપયોગ કરવો પડે છે. આહાહા..! ઝીણી વાતું છે, પ્રભુ ! સમજાણું કાંઈ ? એ સૂક્ષ્મ દુર્લક્ષ્ય છે. છે ? “ઘણી
Page #468
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૫૫
જ દુર્લક્ષ્ય સંધિ...” પાછી ભાષા એમ વાપરી (છે). આહા...હા....! બહુ જ અંદર જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ કરે તો તે રાગ અને આત્માની વચ્ચે સાંધ ભિન્ન છે તે જણાય. આહા...હા...! સમજાય છે કાંઈ ? આહા..હા..! ધૂળ ઉપયોગે તો એ લક્ષમાં નહિ આવે. કારણ કે સ્થૂળ ઉપયોગમાં તો રાગનો સંબંધ છે. આહા..હા...! અંતરમાં જ્ઞાનની દશા ઘણી જ સૂક્ષ્મ કરતાં એનો ઉપયોગ સૂક્ષ્મ થતાં એ આત્મા અને રાગની સંધિ ઘણી જ દુર્લક્ષ જણાય છે. આહા...હા...! આવું સ્વરૂપ છે, પ્રભુ ! આહા...હા...! અને એ વિના ભેદજ્ઞાન નહિ થાય અને ભેદજ્ઞાન વિના આત્માનો અનુભવ નહિ થાય. આ.હા..હા....!
“તેનું વિવરણ આમ છે – જે દ્રવ્યકર્મ છે” જડકર્મ, જડ. જ્ઞાનાવરણિય આદિ એ તો ઝીણી માટી – ધૂળ છે, ઈ ઝીણી ધૂળ છે. એ તો “જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ..” છે. તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે. જ્યાં ભગવાન આત્મા છે તે ક્ષેત્રે એટલે આકાશના ક્ષેત્રે, હોં ! આત્માનું ક્ષેત્ર અને કર્મના પરમાણુનું ક્ષેત્ર જુદું છે. પણ અહીંયાં આકાશના ક્ષેત્રે જ્યાં ભગવાનઆત્મા છે ત્યાં જ કર્મના રજકણનો પિંડ (છે) તે આકાશના એક ક્ષેત્રે છે. આહા..હા..!
તોપણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ... એ રજકણો છે, આવે-જાય એવી એની ભિન્નતા વિચારશ્રેણીમાં તો જણાય. કેમકે એ તો જુદી ચીજ છે. આહા...હા...! મુદ્દાની રકમના માલની વાત છે, પ્રભુ ! આહા...હા..! કહે છે કે, એ પરમાણુનો વિચાર કરતાં ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે;” રજકણો જાય આવે છે ને ? એ તો પરમાણુ છે. આહા..હા..! એક વાત.
“કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે,...” એના પ્રદેશો ભિન્ન છે. આકાશના પ્રદેશમાં ભલે એક હોય, એમ કહે છે. પણ આત્માના પ્રદેશ અને કર્મના પ્રદેશ તદ્દન જુદાં છે. આ કર્મના પ્રદેશ આત્માના પ્રદેશને અડ્યા પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ દિ ચુંબન કરતું નથી, એ (“સમયસારની) ત્રીજી ગાથામાં આવી ગયું છે. ત્રીજી ગાથામાં ! પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક વસ્તુ.... ભગવાને જોયેલાં છ દ્રવ્ય છે, એમાં પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા બીજા દ્રવ્યને ચુંબતું પણ નથી, અડતું પણ નથી. આહાહા..! એ કર્મના રજકણો આત્માના પ્રદેશને છૂયા પણ નથી – અડ્યા પણ નથી. આહા...હા...! એ તો તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ ?
દ્રવ્યકર્મ પગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે. અચેતન છે,” આહા..હા...! “બંધાય છે, છૂટે છે.” એ તો એ રજકણો આવે, જાય, છૂટે, બંધાય. “આમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે.” કર્મ અને આત્મા વચ્ચે આ રીતે વિચાર કરતાં ભિન્નપણાની પ્રતીતિ થાય છે અને ઊપજે છે. આહા...હા...! વાત ઝીણી બહુ ભગવાન ! આહા...હા...!
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૫૬
કલામૃત ભાગ-૫
નોકર્મ છે. હવે શરીરની વાત કરે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે...” છે. શરીરના – આ માટીના જે રજકણો છે એ આત્માને અડ્યા પણ નથી. ભલે આકાશના એક ક્ષેત્રે હો, પણ આ શરીરના રજકણો આત્માને અડ્યા પણ નથી, સ્પર્યા પણ નથી. તેમ મનના પરમાણુ અહીં છે એ પણ આત્માને અડ્યા નથી. તેમ વાણીના પરમાણુ છે એ આત્માને અડતા પણ નથી. આહા...હા...!
શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે, વિચાર કરતાં...” તે પ્રકારે સમજાણું ? પુદ્ગલના જેમ પરમાણુ છે તે પ્રમાણે આ શરીર-મન-વચનના પરમાણુઓ છે. વાણી છે એ પરમાણુ છે, અહીં છાતીમાં મન છે એ રજકણ – ઝીણી ધૂળ છે. આહા..હા...! (એમ) વિચાર કરતાં ભેદ-પ્રતીતિ ઊપજે છે.” બે વાત થઈ – એક કર્મની અને એક શરીર, મન અને વચનની – એ ત્રણે નોકર્મ. એની ભિન્નતા તો સ્થૂળ વાત છે માટે વિચારી શકાય છે અને જુદું પ્રતીત કરી શકાય છે. હવે ત્રીજી એક વાત રહી. આહા..હા..!
ભાવકર્મ...” આહા...હા...! જે મોહનરાગ-દ્વેષરૂપ” ભાવકર્મ એ પર તરફની સાવધાનીના પરિણામ (છે) અને રાગ-દ્વેષના પરિણામ “અશુદ્ધ ચેતનારૂપ છે. પેલા બે તો તદ્દન અચેતન હતા. મન-વચન-શરીર અને કર્મ તો અચેતન – અજીવ હતા. આ મોહ ને રાગ-દ્વેષ પરિણામ એ “અશુદ્ધ ચેતનારૂપ...” છે. આહા...હા...! ચેતના જે શુદ્ધ ત્રિકાળી પ્રભુની સાથે આ પરિણામ – દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ (થાય છે) એ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ છે. આહા..હા....!
અશુદ્ધ ચેતનારૂપ પરિણામ.” છે ને ? તે અશુદ્ધ પરિણામ....” અશુદ્ધ – મેલ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે” પેલા તો એકક્ષેત્રાવગાહ હતા. મન, વચન, શરીર અને કર્મ તો આકાશ અપેક્ષાએ એક ક્ષેત્રે, હોં ! બાકી પોતાનું ક્ષેત્ર જુદું છે, એનું ક્ષેત્ર જુદું છે. આ જે અશુદ્ધ પુણ્ય અને પાપના ભાવ થાય છે... આહાહા...! દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજાનો ભાવ), એવો જે વિકલ્પ – રાગ છે એ અશુદ્ધ ચેતના છે. “અશુદ્ધ ચેતનારૂપ – પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે....” પરિણમનની અપેક્ષાએ એકરૂપ છે. આહા..હા....! છે ?
‘તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે..... શું કહ્યું ઈ ? ભગવાનઆત્મા વ્યાપક થઈ – પ્રસરી અને પુણ્યના પરિણામમાં વ્યાપ્યરૂપે પરિણમે છે. આહા..હા...! ઝીણી વાત છે, પ્રભુ ! ભગવાનઆત્મા ચેતનરૂપ (છે) એની પર્યાયમાં પુણ્યના પરિણામ કે પાપના પરિણામ બન્ને થાય), મુખ્ય તો અટકયો છે પુણ્યના પરિણામમાં). શુભભાવથી આત્માને લાભ થાય, શુભ કરતાં કરતાં સમકિત થાય – આ (ભાવમાં) અનાદિનો અટક્યો છે. મિથ્યાત્વ શલ્ય ! આહા..હા..! સમજાણું કાંઈ ? એ મિથ્યાત્વ પરિણામ પણ જીવના અશુદ્ધ ચૈતન્ય પરિણામ છે. છે ? મોહ છે ને ? જુઓ !
Page #470
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪પ૭
આહા...! “વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપક. વ્યાપ્ય-વ્યાપક એટલે ? ભગવાન પોતે પર્યાયમાં પ્રસરે છે અને પુણ્યના પરિણામનું વ્યાપ્ય થાય છે. વ્યાપ્ય એટલે કાર્ય. પુષ્યના, દયા, દાન, ભક્તિના પરિણામનું વ્યાપ્ય – કાર્ય થાય છે અને આત્મા તેનો વ્યાપક છે, એનો કર્તા થાય છે. અનાદિ અજ્ઞાનથી (આમ થાય છે). આહા..હા...!
મુમુક્ષુ :- પ્રદેશભેદ છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – પ્રદેશભેદ છે એ જુદું). અત્યારે કહેશે (એ) જુઓ ! અત્યારે ચાલે એટલી શૈલી લેવી). અહીં તો હજી સંધિ બતાવવી છે ને ? ત્યારપછી હજી વાત આવશે.
એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે... આહાહા....! સમજાણું કાંઈ ? ખરેખર તો દયા, દાન, વ્રત, ભક્તિના જે ભાવ (થાય છે) અને આત્મભાવ બેના પ્રદેશ પણ ભિન્ન છે. ઝીણી વાત છે, પ્રભુ ! આહા..હા..! જેટલા અંશમાં વિકૃત (ભાવ) ઉત્પન્ન થાય છે, છે એના અંસખ્ય પ્રદેશનો અંશ. ભગવાન અસંખ્ય પ્રદેશી આત્માનો એક અંશ (છે), પણ જેટલા અંશમાં એ વિકૃતિ ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર પણ જુદું છે, ભાવ પણ જુદા છે, ફળ પણ જુદા છે. આહાહા..! બહુ ઝીણું ભાઈ ! માર્ગ ઝીણો, બાપુ ! એમને એમ રહી ગયો છે. બહારમાં ને બહારમાં માથાકૂટ કરી.. આહા..હા...! અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો નથી. આહા...હા...!
એ અહીં કહે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે....” કઠણ છે પણ અશક્ય છે એમ નહિ. આહા...હા...! થઈ શકે નહિ, એમ નહિ પણ કઠણ છે. આહા..હા...! એ શુભભાવ અને ભગવાનઆત્મા, એનું વ્યાપ્ય-વ્યાપકપણું થયું છે, કાર્યકારણપણું થયું છે એથી એને જુદા પાડવા એ કઠણ છે પણ અશક્ય નથી. આહા...હા...!
તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...” જુઓ ! કહે છે કે, એ રાગના પરિણામ અને આત્માના ભાવ, બે વચ્ચે સાંધ છે. ભલે જીવ તે પણે પર્યાયમાં વ્યાપ્યરૂપે પરિણમ્યો છે. વ્યાપ્ય એટલે કાર્ય, વ્યાપ્ય એટલે કર્મ, કર્મ એટલે કાર્ય. આહા...હા...! ધીમે ધીમે સમજવાની વાત છે, બાપુ ! આહા...હા...! એ વ્યાપ્ય-વ્યાપક હોવા છતાં એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. આહાહા..! ગજબ છે ! પહેલું કહ્યું હતું ને)? પહેલું એમ કહ્યું, વ્યાપ્ય-વ્યાપકપણે છે. આહા..હા.!
તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો.” હવે પાછુ લીધું. વ્યાપ્ય-વ્યાપક છે છતાં રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. આહા..હા..હા...! ગજબ વાત છે ને ! અરે...! પ્રભુ ! તારી વાત સૂક્ષ્મ પણ સાંભળવા મળે નહિ. બહારમાંને બહારમાં કડાકૂટમાં પડ્યો. વસ્તુ અંદર ભિન્ન રહી ગઈ. આહા...હા...! શું કહેવું છે ?
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૫૮
કલશામૃત ભાગ-૫
ચૈતન્ય ભગવાન જ્ઞાન અને આનંદરૂપ એવા આત્મા સાથે પુણ્યના દયા, દાન, ભક્તિ આદિના પરિણામ વ્યાપ્ય-વ્યાપક છે. આત્મા વ્યાપક થઈને વ્યાપ્યપણે – પર્યાયપણે પરિણમ્યો છે છતાં પણ બે વચ્ચે સંધિ છે. આહા..હા...! છતાં પણ બે વચ્ચે સાંધ છે. આહા..હા...! પ્રશ્ન :- એ રીતે રાગ અને રાગની સાથે વર્તતું જ્ઞાન, એ બે વચ્ચે સાંધ છે ?
સમાધાન :– બે ભિન્ન છે, વચ્ચે સાંધ છે. વર્યું ભલે એમાં પણ ખરેખર તો વચમાં સાંધ છે. ખરેખર એની સાથે પરિણમ્યો નથી એમ કહે છે. આહા...હા...! સ્થૂળપણે એમ દેખાય કે આત્મા અશુદ્ધ પરિણામપણે પરિણમ્યો છે. શરી૨ ને વાણી, મન ને કર્મ ને ૫દ્રવ્ય તો ક્યાંય એક કો૨ ૨હી ગયા. આહા..હા...! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિનો આ સાર છે. સમજાણું કાંઈ ?
કહે છે, અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અનંતકાળથી વર્તમાનમાં રાગથી વ્યાપ્ય-વ્યાપકપણે થયો છે. એ રાગ એનું વ્યાપ્ય છે અને આત્મા એનો કર્તા વ્યાપક છે. આહા..હા...! અજ્ઞાનપણે (કર્તા છે). છતાં... છે ? તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.' આ..હા..હા...! જ્ઞાનને રાગથી સૂક્ષ્મ ઉપયોગથી ભિન્ન કરીને આત્મા તરફ વળતાં બે જુદા પડી જાય છે તેમ પ્રતીતિ થાય છે. આહા..હા...! આવી વાતું છે, પ્રભુ ! અત્યારે તો માર્ગને બહુ વીંખી નાખ્યો છે. કોઈએ કંઈક, કોઈએ કંઈક (કહ્યું), કોઈક કહે વ્રતથી થાય ને તપસ્યાથી થાય, કોઈક તો વળી કહે કે, ભક્તિથી થાય. બધી એક જાત છે – બધી રાગની જાત છે.
એ રાગ સાથે આત્મા વર્તમાન તરીકે, ત્રિકાળ તરીકે નહિ, વર્તમાન તરીકે વ્યાપ્યવ્યાપકરૂપે પરિણમેલ છે. કર્તા-કર્મપણે અજ્ઞાનભાવે પરિણમેલ છે. આહા..હા...! છતાં સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...' આ..હા..હા...! જ્ઞાન અને રાગની વચ્ચે સાંધ છે. બે એક નથી થયા. અજ્ઞાનમાં એને વ્યાપ્ય-વ્યાપક તરીકે એકપણું લાગ્યું છે. આહા..હા...! લાગ્યું છે, (પણ) છે નહિ.
મુમુક્ષુ :ઉત્તર :– છે નહિ.
પ્રશ્ન :- રાગ અને ચાલુ જ્ઞાન વચ્ચે પ્રદેશભેદ કહેવાય ?
સમાધાન :- પ્રદેશભેદ પણ છે પણ અત્યારે આપણે (આ વાત ચાલે છે). ભાવભેદની વાત કરી છે ને ? એટલે એ પ્રદેશ (ભેદનું) અત્યારે કામ નથી. તમે પહેલાં કહ્યું હતું મને ખબર છે, પણ અત્યારે એ કામ નથી. એમાં ભિન્ન પાડતાં ભિન્ન પ્રદેશ એમાં આવી જ જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! શું માર્ગ આવો !
વીતરાગ સર્વશદેવ જિનેશ્વરદેવ જિનેશ્વ૨ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આ આવ્યું. આહા..હા...! મુખ ૐકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે' ભગવાનના શ્રીમુખે ધ્વનિ (નીકળી) એ આવી ધ્વનિ ન હોય. ભગવાનના મુખમાં ૐ ધ્વનિ હોય. આવા શબ્દોનો ભેદ
Page #472
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪પ૯
ન હોય. કેમકે ત્યાં વીતરાગતા થઈ ગઈ છે. એટલે વીતરાગને શબ્દભેદ ન હોય. એને તો એકાક્ષરી ૩ૐ ધ્વનિ હોય. એકાક્ષરી ૐ ધ્વનિ આખા શરીરમાંથી નીકળે. હોઠ હલે નહિ, કિંઠ હલે નહિ. આહા...હા...! છતાં શબ્દ બોલાય એમ “મુખ ૐકાર’ બાકી ૐકાર આવે છે આખા આત્મપ્રદેશથી. “મુખ ૐકાર ધ્વનિ સુની, અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે આહાહા...! “સુસત્યાર્થ શારદા તાસુ ભક્તિ ઉર આન, છંદ ભુજંગ પ્રયાચ મેં અષ્ટ કહું બખાન “બનારસીદાસ' કહે છે, “બનારસીદાસ” ! ભગવાનના મુખમાંથી 3ૐ ધ્વનિ નીકળી, ગણધર સંતો ચાર જ્ઞાનના ધણિ, ચૌદ પૂર્વ બાર અંગના એમણે શાસ્ત્ર – આગમ રચ્યા. આહા..હા...! એ આગમને સાંભળીને ભવિક જીવ સંશય નિવારે. ભવ્ય નામ પ્રાણી, લાયકાત હોય તે મિથ્યાત્વને ટાળે. આહાહા...! કઈ રીતે ટાળે ?
અહીં ઈ કહે છે, જુઓ ! ‘તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં..” એ રાગ અને ભગવાન વચ્ચે ભેદ પાડતાં). રાગ તત્ત્વ એ આસવતત્ત્વ છે, મલિન તત્ત્વ છે, દુઃખ તત્ત્વ છે. આહા..હા...! ચાહે તો ત્રણલોકના નાથ પરમાત્માનું સ્મરણ કરો, પણ એ રાગ છે અને દુઃખ છે. આહા..હા..! દુઃખ અને આત્માનો આનંદ એ અજ્ઞાનપણે વર્તમાનમાં વ્યાપ્ય-વ્યાપક દેખાય છે પણ “સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. આહા..હા....!
એના દુ:ખના પરિણામ એ રાગ (છે), ચાહે તો શુભ રાગ હોય તોપણ દુઃખ છે, આકુળતા છે. પ્રભુ અનાકુળ છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે). આહા..હા..! બે વચ્ચેની સૂક્ષ્મ સંધિ પાડતાં, સૂક્ષ્મપણે બંને એક ન માનતાં, બેની અંદર સાંધ છે તેમ જોતાં ભિન્ન પ્રતીતિ ઊપજે છે. આહા...હા...! આવો માર્ગ છે, પ્રભુ ! એને કેટલાક એકાંત કહે છે. ઈ તો એકાંત છે, અનેકાન્ત જોઈએ. રાગથી પણ લાભ થાય (એમ પણ માનો). નહીંતર એકાંત થાય. અરે... પ્રભુ ! એમ નથી, ભગવંત ! એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે માટે રાગથી લાભ થાય નહિ. રાગથી તો આત્માને નુકસાન થાય. એટલે કહે છે કે, વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો. નહીંતર નિશ્ચયથી નિશ્ચય થાય એમ માનો તો એકાંત છે. ભગવંત ! તું કહે છે એમ છે નહિ, ભાઈ ! આહા..હા..! સમજાણું કાંઈ ? શું કહ્યું? જુઓને ! - સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...” બેને એક કરવું) તો અનાદિથી કર્યું જ છે. છે જુદાં છતાં એક કરીને તો માન્યું છે. એટલે ? એ શુભ રાગ કરતાં કરતાં અંદર શુદ્ધ ઉપયોગ અને સમ્યગ્દર્શન થશે એમ તો એકતાપણે મિથ્યાત્વથી તો પ્રભુ તેં અનંતકાળથી માન્યું છે. આહા...હા...! ભારે કામ આકરાં, બાપા ! આહા..હા..! તારી પ્રભુતાની બડાઈ છે, નાથ ! તારી પ્રભુતાની બડાઈમાં રાગની સહાયની જરૂર નથી. એને જુદું પાડવા રાગની સહાયની જરૂર નથી. આહા...હા...! પરની તો જરૂર નથી... આહા..હા...! પણ રાગની પણ જરૂર નથી). એને સંધિ છે તેમાં સંધિનો ઉપયોગ જોવો.. આહા..હા..! એ તારું કામ છે. એમાં
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૬૦
કિલશામૃત ભાગ-૫ બીજાની કોઈ સહાય છે નહિ. આહાહા...! આકરું પડે એમ કહે. કહે પણ ખરા, એમ લોકો બિચારા કહે છે કે, આ જુઓ જરી પણ ઢીલું નથી મૂકતા). ભગવાનની ભક્તિથી પણ લાભ ન થાય ? દેવ-ગુરુની ભક્તિ કરતાં કરતાં કલ્યાણ ન થાય ? અરે. ભગવાન ! દેવ-ગુરુ ને શાસ્ત્ર તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ રહેશે ત્યાં સુધી તો રાગ છે. આહાહા...!
એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે ને ? એ સંધિની સાંધમાં જોતાં રાગ અને આત્મા બે જુદા પડી જાય) એ એનો ઉપાય છે, બાપા ! દુનિયા શું કહે છે એ તો બધી ખબર નથી ? આહાહા...! માર્ગ તો આ છે. આકરો પડે, સૂક્ષ્મ લાગે પણ એ કર્યો છૂટકો છે, એ વિના બીજો ઉપાય છે નહિ. આહા...હા...! અને એમ જ થઈ શકે છે. આહા..હા...! સામે લખાણ હોય ત્યારે વિસ્તાર થાય ને ? અધ્ધરથી ખેંચીને થોડું લવાય છે ?) આ તો સામે બધું પડ્યું છે. આહાહા...!
‘તેથી તે પરિણામોના.” તેથી કેમ (કહ્યું) ? “જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ...” એમ હોવા છતાં પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં....' (અર્થાતુ) ઝીણો ઉપયોગ કરીને રાગથી ભિન્ન પાડતાં તેની સાંધમાં ભિન્નતપણાની) પ્રતીતિ થાય છે. ભગવાન રાગથી ભિન્ન છે તેનો અનુભવ થાય. આ..હા..હા...! આકરું લાગે બહુ ! તેથી લોકોએ બીજા રસ્તા એવા કરી નાખ્યા. ઊંધે રસ્તે ચડી ગયા, રસ્તો (એક કોર) પડ્યો રહ્યો. આહા...હા...!
હવે આવી વાત થાય ત્યાં લોકો એમ માને કે, દેવ-ગુરુ-શાસ્ત્રને માનતા નથી. આ અમારા દેવ-ગુરુ-શાસ્ત્ર છે, આ મુનિઓ નગ્ન છે અને ગુરુ માનો (એમ કહે છે).
મુમુક્ષુ :- પંચ પરમેષ્ઠીમાં એ આવી ગયા.
ઉત્તર :- એ નહિ, અત્યારે છે એને માનો એમ કહે છે. ભાઈ ! એ મુનિપણું બાપા...! આહા..હા..! એ મુનિપણાની દશા પ્રભુ ! આનંદનું પ્રચુર સંવેદન એ મુનિપણાનું ભાવલિંગ છે. શું કહ્યું? મુનિનું ભાવલિંગ પ્રચુર આનંદનું સ્વસંવેદન, અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન છે). સમ્યગ્દર્શનમાં આનંદનું અલ્પ વેદન છે. સમ્યગ્દષ્ટિને રાગથી ભિન્ન પડતાં આનંદનું વેદન અલ્પ છે. પંચમ ગુણસ્થાને આનંદનું વેદન એથી વિશેષ છે. શ્રાવક, સાચા શ્રાવક, હોં ! આ વાડાના શ્રાવક એ કંઈ શ્રાવક નથી. આહા..હા..! અને મુનિને તો પ્રભુ ણમો લોએ સવ્વ સાહૂણં – એ મુનિને તો અંદરમાં ભાવલિંગમાં પ્રચુર એટલે ઘણો, ચોથા-પાંચમાં ગુણસ્થાન કરતાં ઘણો અતીન્દ્રિય આનંદનું જેને વેદન છે અને જેમાં અતીન્દ્રિય આનંદની છાપ છે, મહોરછાપ છે. આહા...હા...! એને મુનિપણું કહે છે, પ્રભુ ! આહા...હા..! બહારનું એકલું નગ્નપણું ધારણ કરે, અઠ્યાવીસ મૂળગુણ પાળે, પંચ મહાવ્રત પાળે એ કંઈ મુનિપણું નથી. આહા..હા...! એ તો રાગ છે. અહીં રાગ વ્યાપ્ય-વ્યાપક હોવા છતાં ભિન્ન પાડવાની તો વાત છે. આહા...હા...! અને પછી રાગથી લાભ થાય ? પંચ મહાવ્રતના પરિણામ આવે
Page #474
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
ખરો, પણ એ રાગથી લાભ ન થાય. પ્રશ્ન :- થોડોક તો થાય ને ?
૪૬૧
સમાધાન :- રાગ છે એ જગપંથ છે. મુનિને પણ પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન છે તે મુનિપણું – ભાવલિંગ (છે). એને પંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠે છે તે જગપંથ છે, સંસારપંથ છે. બતાવ્યું હતું નહિ ? ‘સમયસાર’ ! ‘સમયસાર’માં મોક્ષ અધિકા૨’માં ચાલીસમો બોલ છે. ઈ જગપંથ છે. આહા..હા...! નાથ ! તારો પંથ તો અંદર આનંદનો નાથ જાગીને ઉઠ્યો છે ને ! આહા..હા...! એ આનંદમાં રમવું એ તારો પંથ છે. એ પંચ મહાવ્રતના વિકલ્પ આવે પણ એ જગપંથ છે, સંસારપંથ છે, બાપુ ! ભારે આકરું કામ !
ભાઈ ! તારો સ્વભાવ જ એ છે ને, પ્રભુ ! તારી જાત જ એ છે ને ! આહા..હા...! એ જાતમાં જાતથી ભાત પડે, એ જાતમાં રાગથી ભાત પડે ? આહા..હા...! આકરું લાગે તેથી ચારે કોર રાડ્યું પડે છે ને ? એ.. સોનગઢીયા તો નિશ્ચયાભાસ (છે). કહે, કહે. જામે જિતની બુદ્ધિ ઉતનો દિયો બતાય, વાંકો બૂરો ન માનિયે, ઔર કહાં સે લાય ?” એને બેઠું હોય એ બોલે. એ કંઈ દ્વેષ કરવા જેવું નથી, વિરોધ કરવા જેવું નથી, એ પણ ભગવાન છે. અંદરમાં તો એ ભગવાન છે. પર્યાયમાં ભૂલ્યો ઈ ભૂલને ભગવાન ટાળશે. આહા...હા....! સમજાણું કાંઈ ? કહો, આવો અધિકાર કોઈ દિ' ત્યાં સાંભળ્યો નથી. આહા...હા....!
પ્રભુ ! તું કોણ છો ? તું રાગ છો ? રાગ હોય તો એ પુણ્યતત્ત્વ છે. તો પુણ્યતત્ત્વ તું છો ? આહા..હા...! તું તો જીવતત્ત્વ છો. જીવતત્ત્વ તો શાયકતત્ત્વ છે, જ્ઞાયકભાવ છે. શું છે આમાં ? મુમુક્ષુ :
જાગતો જીવ...
ઉત્તર :– આ બેનનું વચન છે, જુઓ ! જાગતો જીવ ઉભો છે ને તે ક્યાં જાય ? બેનનું વચન છે, જાગતો જીવ ઉભો છે ને તે ક્યાં જાય ? જરૂ૨ પ્રાપ્ત થાય. એટલે ? એટલે ? જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ ધ્રુવ છે ને ! ઉભો એટલે ધ્રુવ. જ્ઞાનાનંદ સ્વરૂપ ઉભો છે ને ! આમ ધ્રુવ છે ને ! એ ધ્રુવ છે એ કયાં જાય ? પ્રભુ ! એ રાગમાં જાય ? એ પર્યાયમાં જાય ? તે ૫૨માં જાય ? પ્રભુ ! ક્યાં જાય ? આહા..હા...! આ..હા...હા...!
જાગતો જીવ ઉભો છે ને ! એટલે ? આ તો સાદી ગુજરાતી ભાષા (છે). શાસ્ત્રીય ભાષા જાગતો એટલે જ્ઞાયક ચૈતન્યરસ ઉભો છે ને એટલે ધ્રુવ છે ને ! શાયકભાવ ધ્રુવ છે ને ! એ જ્ઞાયકભાવ ધ્રુવ કચાં જાય ? ક્યાં પર્યાયમાં આવે ? ક્યાં રાગમાં આવે ? કયાં ૫૨માં આવે ? આહા..હા...! આહા..હા...! એ જાગતો જીવ ધ્રુવ છે. ઉભો એટલે ઉભો છે, ધ્રુવ છે. જરૂર પ્રાપ્તિ થશે. એના ઉપર નજર નાખ તને જરૂર પ્રાપ્તિ થશે. આહા..હા...! કહો, સમજાણું કાંઈ ? એક જ લાવ્યા છે ને ? અહીં છે ? બીજું એક અહીં છે. આમાં શું છે ? જુઓ !
-
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬ ૨.
કલામૃત ભાગ-૫
દ્રવ્ય તેને કહેવાય, વસ્તુ ભગવાન દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનની રાહ જોવી પડે નહિ. આ..હા..હા...! બે (બોલ) લાવ્યા હતા. આહા..હા..! શું કહ્યું? પ્રભુ ! કે, આ જાગતો જીવ ઉભો છે એટલે ? જ્ઞાયક ચૈતન્યરસનો કંદ ધ્રુવ છે ને ! આહાહા..! એ રાગમાં તો ન આવે પણ ધ્રુવ તો એની એક સમયની પર્યાયમાં પણ ન આવે. આહાહા....! એનું – ભગવાન આત્માનું ધ્રુવપણું, નિત્યાનંદ પ્રભુ ! ત્યાં નજર નાખતાં રાગથી ભિન્ન પડતાં જરૂર પ્રાપ્ત થાય. આહા...હા..!
અહીં ઈ કહે છે, “સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. આહા...! એ તો સિદ્ધાંત વર્ણવ્યો કે, આમ થાય છે. એના સ્વરૂપના અનુભવનો ભાવ જ આવો છે. આહા...હા...! જ્ઞાનની પર્યાયને અંદરમાં સૂક્ષ્મ કરીને જે રાગ તરફ વળેલી છે તે તો ત્યાં રહી, પછીની પર્યાયને અંતરમાં વાળતાં, કેમકે રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે, તડ છે, ભેદ છે, જુદાં છે. આહા..હા...! તેથી તે જ્ઞાનની પર્યાયને – વર્તમાન પર્યાયને સૂક્ષ્મપણે ઉપયોગને અંતર વાળતાં રાગ અને ભગવાન બે ભિન્ન પડી જાય છે. આહા..હા...! સમ્યગ્દર્શન પામવાનો આ ઉપાય છે. બાકી બધી વાતું કરે, ગમે ઈ કરે. આહા..હા..! સમજાણું કાંઈ? આહા..હા...!
હવે (કહે છે), તેનો વિચાર આમ છે.” હવે દાખલો આપે છે. જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે. સ્ફટિકમણિ ! મેં સ્ફટિકમણિ જોયું છે. ત્યાં જામનગર હતું. જામનગરમાં આવડું સ્ફટિકમણિ છે. ત્યાં (સંવત) ૧૯૯૧માં ગયેલા ને ? ત્યાં છ લાખ રૂપિયાનું એક સોલેરામ (સોલેરિયમ) છે. છ લાખ રૂપિયાનો સંચો ! આમ ફેરવાય એવો. ડૉક્ટર વ્યાખ્યાનમાં આવેલા. “સમયસારની ૧૦૦મી ગાથા ચાલતી હતી. ૧૯૯૦૧૯૯૧ની વાત છે. ત્યારે કહે કે, મહારાજ તમારે દાખલામાં લાગુ પડશે. ત્યાં ગયા હતા, એણે એક સ્ફટિક બતાવ્યું. એક સ્ફટિકમણિ આટલું મોટુ) હતું. ધોળું - સફેદ ! એમ અહીં સ્ફટિકમણિ છે એ. શું કીધું ?
“સ્ફટિકમણિ સ્વરૂપથી તો સ્વચ્છતામાત્ર વસ્તુ છે....” એના સ્વરૂપથી તો પોતે સ્વચ્છ જ છે. “રાતી-પીળી-કાળી પુરી.” એટલે ફૂલ કે ફળ. “(આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી.” સંયોગ પામવાથી (કહ્યું છે). છે ? “રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે;” ફૂલ મૂકે છે તે ઝળકે છે એને કારણે, એ તો નિમિત્તે કહ્યું પણ એ સ્ફટિકમણિની પર્યાયમાં એવી પોતાની યોગ્યતા છે કે જેથી તેમાં લાલ-પીળી ઝળક થાય છે, ફૂલને (લઈને) નહિ. ફૂલને લઈને પડે તો આની (-પાટની) નીચે મૂકો ને તો અંદર ઝળક પડશે, (પણ) નહિ પડે. પણ સ્ફટિકમણિની વર્તમાન પર્યાયની યોગ્યતા છે તેથી તે ફૂલના સંયોગે પોતામાં લાલ, પીળી ઝળકપણે થવાની યોગ્યતાથી થાય છે. એમાં એમ સિદ્ધ કરવું છે કે, ફૂલને લઈને અંદર લાલ-પીળી છાંય નથી આવી. એની યોગ્યતાથી (થયું) છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૬૩
એમ આત્મામાં રાગ અને દ્વેષ થયા એ કર્મને લઈને નથી થયા. આહા..હા.. એ આત્માની પર્યાયની યોગ્યતાને લઈને રાગ-દ્વેષ થાય છે. ઈ એનું સ્વરૂપ નથી પણ પર્યાયની યોગ્યતાને લઈને પુણ્ય-પાપના, રાગ-દ્વેષના ભાવ થાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ઝળકે છે એમ કીધું ને ? “સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળાકાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” ઉપાધિ છે, જોયું ?
“વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” છે ખરી એની પર્યાયમાં પણ ઉપાધિ છે. આહા..હા..! સ્ફટિકમણિની પર્યાયમાં લાલ-પીળા રંગની ઝળક આવી છે. પેલી ચીજ આવી નથી. એ ચીજને લઈને (ઝાંય) થઈ નથી. એ ચીજને લઈને થાય તો લાકડા નીચે મૂકે તો થાવું જોઈએ. પણ સ્ફટિકની વર્તમાન યોગ્યતાને કારણે એ ઝળક દેખાય છે. આહા..હા....! સમજાણું કાંઈ ?
સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી;.” લ્યો ! તેવી જ રીતે...” એ લાંબી વાત છે. વખત થઈ ગયો..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૪, રવિવાર તા. ૦૮-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન–૧૯૭
કળશટીકા' ૧૮૧ (કળશ, ૧૭૨ પાને) વચમાં ચાલે છે. સ્ફટિકમણિનો દાખલો છે ને ? ત્યાંથી લઈએ. જુઓ !
જેવી રીતે સ્ફટિકમણિ....' એ દાખલો આવી ગયો છે, પણ ફરીને લઈએ. જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે....” સ્ફટિકમણિનું સ્વચ્છપણું) એ એનો સ્વભાવ છે. એ જ વસ્તુ છે. “રાતી-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી રાતોપીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે;” ઈ તો સંયોગ પામવાથી એની યોગ્યતાથી ઝળકે છે, કંઈ સંયોગથી ઝળકતું નથી.
મુમુક્ષુ :- સંયોગથી ઝળકે છે એમ લખ્યું છે.
ઉત્તર :- ઈ કીધું ને, એનો અર્થ આ. સંયોગથી ઝળકે છે એમ કહ્યું, પણ ઝળકે છે એની પર્યાય પોતાની યોગ્યતાથી છે, એને લઈને નહિ. લાલ, પીળા ફૂલ અહીં લાકડી નીચે મૂકો (તો) નહિ થાય. કેમકે એની યોગ્યતા નથી. સ્ફટિકમણિની પર્યાયમાં લાલ, પીળા
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૬૪
કિલશામૃત ભાગ-૫ ફૂલનું નિમિત્ત (થવું) અને અહીં પરિણમવાની યોગ્યતા સાથે છે). એ લાલ, પીળા ફૂલે એને પરિણમાવ્યું નથી. (જો ફૂલને કારણે થયું હોય તો) આની નીચે મૂકે તો થવું જોઈએ. ઈ સ્ફટિકમણિની પર્યાયની પોતાની યોગ્યતાને કારણે છે. એમ અહીં પાછુ જીવમાં ઉતારવું છે.
એ સ્ફટિકમણિ ઝળકે છે. ઝળકે છે એમ કીધું ને ? સ્ફટિકમણિ ઝળકે છે. એ પોતાની પર્યાયમાં લાલ, પીળું આદિ ઝળકે છે. ફૂલ આદિ તો નિમિત્તમાત્ર છે. એનાથી અહીં થયું નથી. અહીંયાં પોતાને તે જ કાળે, તે પ્રકારે થવાની ઝળક પરિણમવાની યોગ્યતાથી તે થઈ
વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતામાત્ર ભૂમિકા...” એનું મૂળ સ્વરૂપ – ભૂમિકા સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે, તેમાં રાતા-પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” અંદર લાલ, પીળો દેખાવ છે એ ઉપાધિ છે. સંયોગ નિમિત્ત છે તેની ઉપાધિ પોતાથી છે, “સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; એનો કાયમનો જે સ્વભાવગુણ છે એ લાલ, પીળો થવાનો સ્વભાવ નથી.
‘તેવી જ રીતે...” એ દૃષ્ટાંત થયો. “જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે.” આહા...હા...! ભગવાન આત્માનો તો સ્વચ્છ સ્વભાવ ચેતનામાત્ર (છે). જાણવું-દેખવું સ્વભાવ વસ્તનું સ્વરૂપ એ છે. વસ્તુની સ્થિતિ એ છે.
જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે;” એનો તો જાણવું-દેખવું, એ ચેતન જ એનો સ્વભાવ છે પણ ‘અનાદિ સત્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોહ-રાગ-દ્વેષરૂપ – રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે છે.....” એ પોતાની લાયકાતથી પરિણમે છે. મોહકર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. ખરેખર તો ઉદય જે છે એ જીવને સ્પર્શતો પણ નથી. સ્ફટિકમણિને લાલ, કાળા ફૂલ અડ્યા નથી. આહા...હા...! છતાં તે પ્રસંગે – સમયે સ્ફટિકમાં રાતી, પીળી થવાની યોગ્યતાથી થાય છે. પરદ્રવ્ય તો ત્યાં અડતું પણ નથી, ચુંબતું પણ નથી.
એમ ભગવાનઆત્મા સ્વચ્છતા ચેતનામાત્ર સ્વરૂપ (છે) એમાં એને મોહકર્મનો સંતાનનો અનાદિનો પ્રવાહ ઉદય(માન છે તેથી) “મોહ-રાગ-દ્વેષરૂપ – રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે છે....” પોતાની યોગ્યતાથી પર્યાયમાં રાગ અને દ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ ? કર્મ તો નિમિત્ત છે. ખરેખર તો નિમિત્તનો જે ઉદય છે એ જીવને અડ્યો પણ નથી, અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી, ચુંબતો પણ નથી. આહા..હા..!
મુમુક્ષુ :- દૂર રહીને છાપ પાડે છે.
ઉત્તર :- દૂર છે, દૂર જ છે. છાપ પાડતું નથી. દૂર રહે છે એ વખતે પોતાની યોગ્યતાથી ત્યાં રાગ-દ્વેષ અને મોહ થાય છે, બસ ! આમ છે. સમજાણું કાંઈ ? એ તો (“સમયસારની) ત્રીજી ગાથાનો પહેલો સિદ્ધાંત કીધો નહિ ? કે, દરેક દ્રવ્ય પોતાના અનંત ધર્મને ચૂંબે છે પણ પરદ્રવ્યને ચૂંબતું નામ અડતું નથી. આહા..હા...! એ સિદ્ધાંત રાખીને બધી વાત ચાલે.
Page #478
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૬ ૫
આહા..હા...! સમજાણું કાંઈ ?
આ લૂગડું શરીરને અડતું નથી. આ આંગળી લૂગડાંને અડતી નથી. કેમકે પ્રત્યેક દ્રવ્યની પૃથકતા પોતાની સત્તાને લઈને છે. કોઈ દ્રવ્યની પૃથકતામાં પર પૃથકને કારણે કંઈ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
પોતે પોતાની યોગ્યતાથી ઉદયથી (રંજિત થાય છે, એટલે ઉદય તો ત્યાં રહ્યો, “મોહરાગ-દ્વેષરૂપ - રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે. એ આત્માની પર્યાય થઈ. પણ એ ઉદય પરમાણુની પર્યાય છે અને આ રંજિત પરિણામ (થાય) એ જીવના અશુદ્ધ પરિણામ છે. એ પરિણામને અને કર્મના ઉદયને અડવું (થતું) નથી, અડતાં નથી, ચુંબતા નથી, સ્પર્શ કરતાં નથી છતાં અહીંયાં રાગ-દ્વેષ પોતાની યોગ્યતાથી થાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
તોપણ....' કહે છે કે, એ રીતે મોહ અને રાગ-દ્વેષની ઝલક પર્યાયમાં પરિણમે તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં...” ભગવાન આત્મા ! એના સ્વરૂપ – પોતાના રૂપનો વિચાર કરતાં ચૈતન્યના સ્વરૂપનો – નિજનો વિચાર કરતાં... આહા..હા....! છે ? “ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે.” પેલામાં આવ્યું હતું ને ? સ્વચ્છતામાત્ર સ્ફટિકમણિ ! સ્વચ્છતામાત્ર વસ્તુ છે. એટલો જરી સ્વચ્છતા શબ્દ છે). એની ભૂમિ છે. અહીં ભૂમિ એટલે પોતાનું અસ્તિત્વ.
અનાદિ સંતાનરૂપે કર્મના ઉદયથી પરિણમતાં છતાં ‘વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં...” ચૈતન્યના સ્વ-રૂપનો – પોતાના ભાવનો – રૂપનો વિચાર કરતાં “ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે; આહા..હા..! એની તો ચેતનાભૂમિ છે. એમાં – પર્યાયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થયા છે (એ) કૃત્રિમ ઝળક ઉત્પન્ન થઈ છે. પોતાની ભૂમિ તો ચેતનામાત્ર ભૂમિ છે. આહા...હા...!
એ ભૂમિમાંથી તો ચેતનાના અંકુર ફૂટે. ચેતનામાત્ર વસ્તુમાંથી ચેતનાની પર્યાયના અંકુર ફૂટે. કિંઈ રાગ-દ્વેષના (અંકુર) ફૂટે ? એનો એ સ્વભાવ નથી. આહા...હા...! ત્યાં પણ બધા વાંધા કે, કર્મનો ઉદય આવે એટલે એને અહીં રાગ-દ્વેષ થાય, એણે રાગ-દ્વેષપણે પરિણમવું પડે. ભાષા એવી આવે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં એમ આવે છે. ઉદય આવ્યો એટલે અહીં રાગદ્વેષપણે પરિણમે. એનો અર્થ શું ? તે સમયે પોતાની કાળની નિજ ક્ષણ – એ પણે થવાની નિજ ક્ષણ હતી. પોતાનો કાળ એ હતો. રાગ અને દ્વેષ થવાની પોતાની ભૂમિકા હતી તેથી થયા છે. પરદ્રવ્યને લઈને (થયા નથી). નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એનો અર્થ, નિમિત્ત (સાથે) એકતા નથી, બે અડતાં નથી. એને નિમિત્તનૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. આહા..હા...!
ચેતનાભૂમિમાત્ર... છે ને ? આ..હા...! એની ભૂમિકા તો ચેતના છે. આહાહા...! એનું સ્થળ, એની જગ્યામાં તો ચેતના સ્વરૂપ છે. આહા..હા...! ચેતના સ્વરૂપમાંથી શુદ્ધ પરિણતિ થવી જોઈએ. (એમ) ન થતાં નિમિત્તના સંબંધના લક્ષે રાગ-દ્વેષ ઉભા કરે છે).
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૬૬
કલશામૃત ભાગ-૫ અહીં તો ચેતના છે ને એટલે લક્ષે કહેવાય છે. જડમાં તો કંઈ લક્ષ નથી.
એક પરમાણુમાં બે ગુણની ચીકાશ છે, બીજા પરમાણુની ચાર ગુણની ચીકાશ છે. બે એકક્ષેત્રાવગાહે ભેગાં થતાં, એકક્ષેત્રાવગાહે એટલે આકાશના એકક્ષેત્રાવગાહે, પરમાણુ પરમાણુના ક્ષેત્રાવગાહે નહિ, આકાશના ક્ષેત્રાવગાહે ભેગા થતાં) એક પરમાણુ બે ગુણ (ચીકાશમાંથી) ચાર ગુણ થાય. બીજો પરમાણુ ચાર ગુણ છે માટે ચાર ગુણ થાય એમ નથી. પણ તે સમયે ચાર ગુણ ચીકાશ થવાનો પોતાનો સ્વભાવ હતો. આહા..હા..! સમજાણું કાંઈ? આવી સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુ છે. એમાં નિમિત્તનો ગોટો નાખે તો (વિપરીતતા થાય
હમણાં તો ભાઈએ અહીંની વાતનો ખુલાસો કર્યો છે કે, સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નહિ પણ નિમિત્તથી પરમાં થાય એમ માનતા નથી. ઈ તો હમણાં ખુલાસો બહાર આવ્યો છે. આહા...હા...!
વ્યવહાર પણ એમ છે. વ્યવહાર રાગાદિ અનુષ્ઠાનનું કાલે આવ્યું હતું, નહિ ? એ રાગ આદિ વ્યવહાર છે એનાથી નિશ્ચય થાય છે એમ નથી, પણ છે, ત્યાં ઈ થાય છે ઈ જાણે વ્યવહારથી થયો એમ કહેવામાં આવે છે. આહા..હા..! પણ જેમ નિમિત્ત છે અને પરને કંઈ કરતું નથી (એમ) વ્યવહાર છે પણ પરને કંઈ કરતું નથી. વસ્તુસ્થિતિ આવી છે. થોડો ફેર લાગે તો એમાં મોટો ફેર છે.
અહીં કહ્યું, ભગવાન તો ચેતનામાત્ર ભૂમિ છે. તેમાં મોહ-રાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે...... કર્મના ઉદયની ઉપાધિ છે. નિમિત્તના લક્ષે થયું છે તેથી એની ઉપાધિ છે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...!
પ્રશ્ન :- બીજી જગ્યાએ એ જ પ્રમાણે અર્થ થાશે ને ?
સમાધાન :- બધે ઠેકાણે આ જ અર્થ થવો જોઈએ. આવો અર્થ થવો જોઈએ. કરે ભલે બીજી રીતે. આહા...હા...!
છે ? તેમાં મોહ-રાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે.” એટલે ? કે, ચેતનામાત્રભૂમિ જેમાં રાગ-દ્વેષ જણાય છે એ ઉપાધિ છે એમ કહેવું છે). શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભગવાન છે એમાં જે રાગ-દ્વેષ દેખાય છે એ ઉપાધિ છે, બસ ! નિમિત્તની ઉપાધિ એ તો શબ્દ છે. સમજાણું કાંઈ ? નિમિત્ત આને અડતું નથી ને ? કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને ચૂંબતું નથી પછી નિમિત્તથી થાય એ આવ્યું ક્યાંથી ?
પ્રશ્ન :– દૂર હોય તોપણ થાય ?
સમાધાન :- દૂર હોય તો પણ થાય. ઈ તો આને લક્ષ કરવું છે, એને દૂર હોય તો થાય. પરમાણુમાં કંઈ એમ નથી. પરમાણુ તો દૂર રહ્યાં). દૂર એટલે જેમ સિદ્ધનો વિચાર કરે, સિદ્ધ નિમિત્ત છે પણ ભિન્ન છે, દૂર છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૬૭
કર્મવર્ગણા એ એનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. દૂર છે, ઈ દૂર છે. ઈ આત્માથી દૂર છે પણ અહીં રાગ કરે તો કર્મની પર્યાયપણે પુદ્ગલ પરિણમે. એ વખતનો તે) સમયનો નિજ કાળ છે. રાગને લઈને ત્યાં કર્મરૂપે પરિણમવું પડ્યું એમ નથી. આમ છે. હજી પર્યાયની સ્વતંત્રતા પણ જ્યાં ન બેસે, જે પ્રગટ છે, જે પ્રગટ છે તેની સ્વતંત્રતા ન બેસે એને જે અપ્રગટ (દ્રવ્ય છે), પર્યાયની અપેક્ષાએ અપ્રગટ (કહ્યું), વસ્તુ અપેક્ષાએ પ્રગટ છે, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત છે, અપ્રગટ છે. એની સ્વતંત્રતા એને કેમ બેસે ? ન્યાય કંઈ સમજાય છે ? આહાહા! જે પ્રગટ છે વર્તમાન છે એ સ્વતંત્રતાથી છે એમ વર્તમાન ન બેસે એને ત્રિકાળ જે પર્યાયમાં આવ્યું નથી, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત છે, વસ્તુની અપેક્ષાએ વ્યક્ત છે. આહા..હા...! એ સ્વતંત્ર છે એમ એને કેમ બેસે ? આહા..હા...! આવી વાત છે. સમજાણું કાંઈ ?
એ ‘વસ્તુનો સ્વભાવગુણ નથી” ઉપાધિ છે (એમ) કીધું ને ? એ રાગ-દ્વેષ ઉપાધિ છે. એમ કહેવાય, નિમિત્તને અનુકૂળ કહેવાય અને નૈમિત્તિકને અનુરૂપ કહેવાય. શું કીધું ઈ ? નિમિત્તને અનુકૂળ કહેવાય. અનુકૂળ એટલે કાંઠે ઉભો. કાંઠે ઉભો છે. અહીં થાય તેને અનુરૂપ કહેવાય. પણ નિમિત્તથી એમાં થાય છે એમ નથી.
મુમુક્ષુ :- દરેક પ્રકારે નિમિત્તથી થાય છે.
ઉત્તર :- હા, એ બધી વાત (આવે). લાખ વાત હોય પણ વાત આ (છે). અનુકૂળ કોને કહેવાય ? જેમ પાણીનો પ્રવાહ ચાલે છે, બે કાંઠા હોય છે એ અનુકૂળ છે એટલું. પણ ઈ કાંઠા છે માટે પાણી ચાલે છે એમ નથી. એમ ભગવાન આત્મા ચેતનાસ્વરૂપ અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. એમાં કર્મનું નિમિત્ત અને પોતામાં વિકાર થવાની ઉપાધિની યોગ્યતાથી
ત્યાં થાય છે. આહા...હા..! ભગવાનઆત્મા એ તો ચેતના સ્વરૂપ છે. આનંદ અને આનંદનું ધામ ! ચેતના સ્વભાવ એનું સ્વરૂપ છે. ક્યાં પણ સાંભળે ઈ ? સમજાય છે જ ક્યાં ? પર્યાય ઉપર બુદ્ધિ એટલે પરથી થાય એમ માનીને ત્યાં રોકાઈ ગયો.
અહીં કહે છે, “વસ્તુનો સ્વભાવગુણ નથી.” એનો ગુણ નથી. ભગવાનઆત્માનો રાગદ્વેષ (રૂપે) થવું એવો સ્વભાવગુણ નથી. આહા...હા...! સ્વભાવગુણ તો શુદ્ધરૂપે થવું તે એનો સ્વભાવગુણ છે. અશુદ્ધરૂપે થાય એ પર્યાયની ષકારકની પરિણતિથી થાય છે. વિકૃત પર્યાયની પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન, પર્યાય અપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય આધાર (છે). આહા..હા..! એવો વિકૃત પર્યાય એ જીવનો સ્વભાવગુણ નથી. એમ કહ્યું ને ? આહા..હા! “વસ્તુનો સ્વભાવગુણ નથી.”
- “આ રીતે વિચારતાં...” જોયું ? શું કીધું ? “આ રીતે વિચારતાં..” આ પ્રકારે વિચારતાં. નિમિત્તની ઉપાધિમાં પોતાને કારણે વિકાર છે પણ એનો સ્વભાવ ચેતનાગુણ છે. આ રીતે વિચારતાં.... આહાહા...! “ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે.” છે ? આ રીતે વિચારતાં ભેદભિન્ન
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૮
કલશામૃત ભાગ-૫ (એટલે) જુદાની તદ્દન અનેકતા(ની) પ્રતીતિ ઊપજે છે. જુદાની અનેકતા (ઊપજે છે), એકતા નહિ. આહા...હા...! ભેદભિન્ન – જુદી, અનેકતા, અનેક ભિન્ન ભિન્ન છે એમ ભાસે છે. આહા...હા...! છે ?
ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે... આહા..હા..! ચેતનામાત્ર સ્વભાવ અને રાગ-દ્વેષની ઉપાધિની પર્યાયનો રંગ, એની ચેતનાભૂમિમાં એ છે નહિ, એમ બેનો ભેદભિન્ન વિચાર કરતાં અનેકપણે વિચારતાં, ચૈતન્યનું એકપણું પ્રતીતમાં આવે છે. આહા..હા...! શું કીધું ઈ સમજાણું? ભેદભિન્ન વિચારતાં ચૈતન્યભૂમિ અને રાગની ઉપાધિ, બેની અનેકતા, ભિન્નતા વિચારતાં.... આહા..હા..! પ્રતીતિ ઊપજે છે. ચેતનામાત્ર ભગવાન છે એમ પ્રતીતિ ઊપજે છે, કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા...! સમ્યગ્દર્શન થાય છે. આહા..હા..! ચેતનાભૂમિમાત્ર ભગવાન અને પર્યાયમાં ઉપાધિથી થયેલો ભાવ, બેનો ભેદભિન્ન વિચારતાં બેની જુદાઈને અનેકપણે (એટલે) બે એકપણે નહિ, પણ અનેકપણે વિચારતાં શુદ્ધ ચેતનામાત્ર ભગવાનની પ્રતીતિ થાય છે. આહાહા...! ભાષા તો બહુ સહેલી છે, ભાવ તો આકરા છે. આહા..હા...!
ચેતનામાત્ર ભગવાન ભૂમિ, એ ભૂમિ કહીને એમ કહેવું છે કે, એમાં રાગનો અંકુરો પર્યાયમાં ફૂટે એવી એની ભૂમિ નથી, ભગવાન એમ કહે છે એનું એ સ્થળ નથી. એનું સ્થળ ચેતનાસ્થળ છે. એમાંથી તો ચેતનાના અંકુરા ફૂટે. આહા..હા..! પણ પર્યાયમાં ઉપાધિ દેખીને, ઉપાધિ તે હું છું એમ માને તેની ભેદબુદ્ધિ થતી નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા..! તેથી તેને એકપણું (છે) તેનાથી જુદું ભાસતું નથી. અનેકને એકપણે ભાસે છે. ચેતનાભૂમિ ભગવાન અને રાગ - બે અનેક છે. તેને એકપણે ભાસે છે. ભેદભિન્ન કરતાં ચેતનાભૂમિ રાગથી ભિન્ન પ્રતીતિમાં ભાસે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બહુ સારા સાદા શબ્દો !
એનો ચેતના સ્વભાવની ભૂમિ નામ દળ – ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે). ત્યાં કંઈ ચેતનાભૂમિ નથી. રાગમાં ચેતનાભૂમિ નથી, ઈ તો રાગની ભૂમિ છે. આહા...હા...!
પ્રશ્ન :- દ્રવ્યમાં કંઈ નુકસાન નથી થયું ?
સમાધાન :- દ્રવ્યમાં જરીયે નુકસાન નથી થયું. દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ સ્ફટિક અનાદિઅનંત છે. આ બધા પર્યાયના ગોટા છે. આહા..હા...! નિગોદમાં પણ પર્યાય અક્ષરને અનંતમે ભાગે ખિલવટ છે. વસ્તુ તો વસ્તુ છે, શુદ્ધ ચૈતન્યઘન છે. એમાં ક્યાંય ઉણપ અને ઓછપ આવી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો માર્ગ !
અહીં તો પરમાત્મા સર્વજ્ઞદેવ જિનેન્દ્રદેવ (એમ ફરમાવે છે કે, ચેતનાભૂમિ રૂપી સ્વવસ્તુમાં રાગની ઉપાધિ પર્યાયમાં ભાસે છે, પણ બેને ભેદભિન્ન ભાસતાં, ભેદભિન્ન કરતાં ભગવાન તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભાસે છે. એ રાગ છે ઈ એમાં ભાસતો નથી. આહા...હા....! આવી વાત છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૬૯
મુમુક્ષુ :- લક્ષણ ઊલટા છે તો ભિન્નતા ભાસે છે.
ઉત્તર:– બન્ને જુદી જાત જ છે, જાત જ જુદી છે). તેથી તો કહ્યું ને ? એને સ્વચ્છતામાત્ર વિચારતાં. એમ આવ્યું હતું ને ? આહાહા...! “સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે;.' આહા..હા..! પર્યાયમાં દ્રવ્ય તરફ જોતાં શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે, પણ પર્યાયમાં રાગ છે તેને જોતાં અનેક છે તે એને એકપણે ભાસે છે. આહાહા...! ઝીણી વાતું બહુ, બાપુ ! સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- પર્યાયમાં તો રાગ છે તો ભેદ કોણ કરે ?
સમાધાન :- (ભેદ) જ્ઞાનની પર્યાય કરે. પહેલું કહ્યું ને ? ત્યારે એક શબ્દ લીધો હતો કે, જ્ઞાનની પર્યાય (આ) ચેતનાભૂમિ છે એમ ઢળે છે. આ ચેતનાભૂમિ છે ઈ જાણે કોણ ? કે, જે રાગને ભિન્ન કરીને જ્ઞાનની પર્યાય આમ વળે તે તેને જાણે. આહા...હા...! છે મુદ્દાની રકમ. ઝીણી તો છે, ભાઈ ! આહાહા..
એક તો અરૂપી એમાં વળી રાગ છે એ પણ અરૂપી. ઈ માથે આવ્યું હતું. કઠણ છે એમ નહોતું આવ્યું? માથે ત–ઉપર) આવ્યું હતું. તેથી તે પરિણામોના જીવથી બિન્નપણાનો અનુભવ કઠણ છે.” માથે આવ્યું હતું. રાગના પરિણામ અને જીવના સ્વભાવનો ભિન્ન અનુભવ કરવો) કઠણ છે, અશકય નથી. દુર્લક્ષ્ય છે. બે શબ્દ વાપર્યા હતા - કઠણ અને દુર્લક્ષ્ય (એમ બે શબ્દો વાપર્યા હતા. પહેલું આવ્યું હતું ને ? (ઉપરથી) બીજી લીટી – સંધિ ઘણી જ દુર્લક્ષ્ય...” છે. આહા...હા...! આ તો ઝીણી વાતું છે, ભાઈ ! આ કાંઈ ભણતર મળે એવું નથી. આહા.હા...!
અંદરથી ચેતનભૂમિ અને રોગનો ભાવ – બે પરિણમન એની પર્યાયમાં છે. કર્મ અને શરીર તો એની પર્યાયમાં નથી તેથી તે તો જુદાં કરવા ઠીક છે, એમ કહ્યું હતું ને ? ઈ આવી ગયું છે. કર્મ આવે જાય, શરીરના રજકણ આવે ને જાય એટલે એ ભિન્ન છે એ તો ઠીક છે. પણ જીવના પરિણામમાં રાગનું પરિણમન (થાય છે) એ પરિણમનથી જીવને જુદો જાણવો એ દુર્લક્ષ્ય છે, આકરો પુરુષાર્થ છે એમ કહે છે. આહાહા...! અને એ કઠણ છે. બે વાત કરી હતી. છતાં ચેતનાભૂમિનો વિચાર કરતાં અનેકપણે ભાસતાં ચેતના એકરૂપે છે એમ ભાસે છે. એવું એનું સહજ સ્વરૂપ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આવી વાત એટલે માણસને (આકરી લાગે). પેલું તો વ્રત કરો, અપવાસ કરો, આ કરો, આ કરો (એમ કહે એમાં) સમજાય પણ ખરું. અજ્ઞાન ! આહા..હા...!
ભગવાન અંદર ચેતનામાત્ર પ્રભુ એની ભૂમિ એટલે એનું સ્થળ એટલે એની જગ્યા એટલે એનો ભાવ. ક્ષેત્ર અને ભાવ બે સાથે લીધાં. એ તો ચેતનામાત્ર પ્રભુ ભગવાન છે. એમાં દયા, દાન, વ્રતાદિના વિકલ્પનું પરિણમન એ તો ઉપાધિ છે. એ આત્માનું સ્વરૂપ નથી. એ સમાધિ નથી, એ ઉપાધિ છે. આ.હા...હા...! એનાથી ભિન્ન વિચારતાં ચેતનભૂમિ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૭૦
કલશામૃત ભાગ-૫
જીવ સ્વભાવ અને રાગ તે મલિન છે, ઉપાધિ છે એમ અનેકને અનેકપણે વિચારતાં જીવનું એકપણું ચૈતન્યપણું જુદું જણાય જાય છે, એમ કહે છે. આહા...હા...! એની પ્રતીતિ ઊપજે છે એનું નામ સમ્યગ્દર્શન (છે). આહા..હા..! સમજાણું કાંઈ ?
આહા..હા...! જે અનુભવગોચર છે.” છે ? છેલ્લું (આ) લીધું. આહા...હા...! કહેવામાં શું આવે ? કહે છે. સમજાણું ? ઈ પહેલી ના પાડી હતી ને ? ૧૮૧માં એમને એમાં, પાનું ફેર (છે). તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” (૧૭) પાને) નીચેથી ત્રીજી લીટી. છે ? શું આવી ગયું છે. શું કીધું ઈ ? “શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે. ભાષા એવી રીતે કહેવાય છે કે, “જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ...” બસ ! આટલું કહેવાય, બીજું શું કહેવાય ? આહા..હા...આહા...હા...! શું ટીકા ! આહા..હા..! શું કીધું છે ?
જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,.... આહાહા...! એ જ્ઞાનગુણ શુદ્ધ સ્વરૂપે પરિણમાવે છે એટલું કહેવાય. બીજું શું કહીએ ? કહેવાય એવું નથી, કહે છે. એ તો અનુભવગમ્ય છે. અહીં ઈ મૂક્યું. અહીં એ મૂક્યું, જુઓ ! એ તો “અનુભવગોચર છે. છે ને ? આહા..હા..! “અનુભવગોચર છે.” એના જ્ઞાનમાં આ રીત છે એમ પહેલું પકડે તો ખરો.
“કોઈ પ્રશ્ન કરે છે કે, તમે તો બહુ આકરી વાતું કરી. તો એના માટે કાળ કેટલો જોતો હશે ? એમ પૂછે છે. એક તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ, કર્મના નિમિત્તના કારણે ઉપાધિ ને વિકાર ને બેની અનેકતા ને તેની અનેકતાનો વિચાર કરતાં શુદ્ધ ચેતનામાત્રની પ્રતીતિ ઊપજે છે ને, પણ આનો કાળ કેટલો ? વાત તો તમે બહુ કરી. વાત કરવામાં ઘણા કાળ – ઘણા સમય ગયા. પ્રશ્ન પૂછે છે. આહાહા...! પ્રશ્ન પૂછે છે, છે ?
કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે ? એ રાગ અને ચેતના વચ્ચે એટલે કે મૂળ તો અનુભવ છે. પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે પણ પ્રજ્ઞા શબ્દ અનુભવ છે. ઈ પહેલું આવી ગયું છે. આમ અનુભવ થવો અને રાગ ભિન્ન થવો એનો કાળ કેટલો લાગે ? તમે વાતું મોટી મોટી કરી, કેટલા કાળ કરી ? આહા...હા...! શું કીધું છે ?
પહેલાં આવી ગયું હતું ને ? ઘણું કીધું હતું ને ? એટલે કહે છે) કે, આવું કરવું ને આમ કરવું ને આમ કરવું... રાગ — વિકાર કર્મના નિમિત્તની ઉપાધિ છે. ચાહે તો દયા, દાન, વ્રતનો (રાગ) હો પણ એ વિકાર – રાગ છે. આહા...હા...! એ નિમિત્ત તરફના વલણવાળી ઉપાધિ છે એની ભૂમિકા, એનું સ્થળ જુઓ તો ચેતનામાત્ર છે. એને ભિન્ન કરતાં કઠણ લાગે પણ ભિન્ન ભાન કરતાં પ્રતીતિ ઊપજે એવી છે. એમ કહ્યું હતું ને ? કઠણ છે ખરું પણ ભિન્ન ભાન કરતાં તે પ્રતીતિ થઈ શકે છે. આહા...હા...! તો પ્રભુ ! એને કેટલો કાળ
Page #484
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૭૧
જોવે ? બહુ તમે લાંબી લાંબી વાત કરી). એક પ્રજ્ઞાછીણીના શ્લોકના બે પાના ભર્યા.
કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – ભિન્ન ભિન્ન કરે છે ?” કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે અને ભિન્ન ભિન્ન કરે છે ? એમ પૂછે છે). આહા...હા...! ‘ઉત્તર આમ છે. મસા
અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે....” અરે..! છદ્મસ્થ છે, એનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. વિચાર કરતાં અસંખ્ય સમય જાય કે, આ રાગ (છે) અને આ ચેતના (છે). ઈ ભલે વિચાર કરતાં (અસંખ્ય સમય) જાય પણ છૂટું પડવામાં તો એક જ સમય (લાગે) છે. આહાહા...! સમજાણું કાંઈ ? આહા...હા..! આવો માર્ગ છે, ભાઈ ! ક્યાંય સાંભળ્યો પણ ન હોય. આહાહા..!
મુમુક્ષુ :- છૂટું પાડવામાં એક સમય અને ખ્યાલમાં આવવામાં અસંખ્ય સમય !
ઉત્તર – ખ્યાલમાં અસંખ્ય સમયે આવે, (છૂટું) પડે એક સમયમાં. “શ્રીમમાં આવે છે ને ? સમ્યક્ થતાં જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. એવો શબ્દ આવે છે. જે જ્ઞાન પરના લક્ષવાળું હતું તે સમ્યગ્દર્શન થતાં, તે જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. પોતાની જાતિને જાણી જાય છે. આહા...હા! આવો માર્ગ છે.
એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. એટલે શું ? અંદરમાં એક સમયમાં) જ્યાં જ્ઞાન અને રાગ જુદા પાડ્યા (કે) તે કાળે જ ભિન્ન પડી જાય છે. એમ કહે છે. બે બોલ કીધાં ને ? આહા..હા..! ભિન્ન તો ભિન્ન જ છે. રાગ અને સ્વભાવ બે એક થયા નથી. એણે માન્યું છે. માન્યું માટે ભેદ પાડવાની વાત કરે છે. બાકી રાગ અને આત્મા તો ભિન્ન જ છે.
પથ્થરનો દાખલો આપ્યો હતો. “રાજકોટમાં બહાર દિશાએ જઈએ ત્યાં પથરા બહુ પડતાં. ઘણા વર્ષ પહેલાની) વાત છે. ચોમાસુ (ત્યાં હતું). લાખો પથરા ! એમાં ઝીણી રગ હોય છે. પથરા વચ્ચે ઝીણી રગ (હોય છે). આહાહા..! કુદરતના પથ્થરના દળમાં પણ જ્યાં આ રગ અને આંતરો છે.... આહા..હા..! અને ત્યાં જ કાણું પાડી, લૂગડાની વાટ નાખી દારૂ નાખે. (દારૂગોળો ફાટતાં) ઉપરના પથરા આમ પડી જાય અને હેઠલા પથરા આમ રહી જાય. એ પથરા સપાટ હોય છે, ત્યાં આડાઅવળા ન હોય. એ બેને ત્યાં સપાટી હોય છે. જ્યાં રગ છે ત્યાં પથરા સપાટ હોય. ઉપરના, હેઠલા સરખા (હોય). સમજાણું કાંઈ ? અમે નજરે જોયું છે. જંગલ જતા (ત્યારે જોયું છે). પેલી કોર – મસાણ કોર (છે). જે કાંઈ જોયું હોય એનો વિચાર કર્યા વિના જોયું ન હોય. જ્યાં જ્યાં નજર પડતી હોય ત્યાં ત્યાંનો વિચાર આવી જાય). કીધું, આ પથરા છે એ એકેન્દ્રિય જીવ છે. એને એની ખબર નથી છતાં એના શરીરના રજકણો, ઉપરના અને હેઠલા રજકણો વચ્ચે રગનો આંતરો છે. એ તો શરીર છે ને ? દેખાય એ તો શરીર છે, અંદર એકેન્દ્રિય પૃથ્વી(કાય) જીવ તો અરૂપી જુદો છે. આહા..હા...!
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૨
કલશામૃત ભાગ-૫ રજકણ રજકણ વચ્ચે પણ આટલો આંતરો અનાદિ અનાદિ સ્વભાવમાં પડ્યો છે. આહા..હા..! તો તું તો ચૈતન્ય (છે). પેલા રજકણે રજકણની વાત છે). આ તો ચૈતન્ય ભગવાન, જેની ભૂમિકા જ્ઞાનાનંદની છે. આહા...હા...! એની અને રાગની વચ્ચે સાંધ જ છે. નિઃસંધિ થયા નથી. એ આવી ગયું છે. નિઃસંધિ થઈ નથી, સંધિ છે. આહા..હા...! છતાં છેદવાનું કેમ કહીએ છીએ ? (કેમકે તેં માન્યું છે કે આ એક છે. એટલે છેદવાનું કહીએ છીએ. બાકી જુદી જ પડી છે. આહા...હા...! આવો ઉપદેશ ઝીણો લાગે.
મુમુક્ષુ :- વિરલ છે, વિરલ.
ઉત્તર :- વસ્તુ સ્વરૂપ એવું છે, બાપુ ! પેલી વાતો કરે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય ને ત્રણઇન્દ્રિયની દયા પાળો ને દાન કરો ને પૈસા આપો) ને પાણી આપો ને આહાર (ન હોય તેને) આહાર આપો, તમારું કલ્યાણ થઈ જશે. ધૂળમાંય નહિ થાય. આહા..હા...!
મુમુક્ષુ :- આવો ઉપદેશ જ નથી.
ઉત્તર – બહુ ફેરફાર થઈ ગયો. શું થાય ? તેથી વિરુદ્ધ લાગે છે ને ? લાગે, લાગે એમાં કોઈ નવીનતા નથી. આહા..હા..!
ક્યાં હીરલો ચૈતન્યભગવાનની ભૂમિ જેનું દળ અસંખ્યપ્રદેશી ! આહા...હા..! અને રાગનું ક્ષેત્ર એક સમયનું. એ અસંખ્યપ્રદેશનો છેલ્લો ભાગ (છે) એટલા ક્ષેત્રમાં રાગની ઉત્પત્તિ (થાય છે). ખરેખર તો ચૈતન્યનું ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર ભિન્ન છે અને બન્નેના ભાવ ભિન્ન છે, બન્નેના ફળ ભિન્ન છે. અહીં આનંદ છે, ત્યાં આકુળતા છે. આહા...હા...! સમજાણું કાંઈ? આ શ્લોકનો અર્થ એવો કર્યો છે. આપણે ત્રણ-ચાર દિથી આ ચાલે છે. મુદ્દામાલ છે. આહાહા..!
અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે.” એમ. પડે અને ભિન્ન થવાને બીજો સમય નથી એમ કહે છે. આહા..હા..! “કેવી છે પ્રજ્ઞાછીણી ?” એટલે અનુભવ. રાગથી ભિન્ન આત્માનો અનુભવ. નિપુૌ થમપિ પતિતા' નિપૂણ પુરુષો (અર્થાતુ) “આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો....” આહા...હા....! જેણે માર્ગ જોયો છે તે માર્ગે જાય છે. મૂળ તો એમ કહે છે. આવે છે ને પેલામાં? “દિઠ મગિ ધવલમાં આવે છે. દિઠ મગિ દીઠો છે. અંદર રાગથી ભિન્ન માર્ગ કરેલો છે), દીઠો – જોયો છે ઈ ત્યાં જાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ‘દિઠ મગિ’ એવો શબ્દ છે. અહીં તો એ શબ્દ લીધો છે. જુઓ !
“આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો...... કારણ કે એણે તો માર્ગ જોયો છે. આહાહા.! ભિન્ન પાડીને જોયું છે. આહા...હા...! “તેમના વડે...” થમ્ પિ' અર્થ સાધારણ કર્યો છે. “સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી.” “થમ્ પિ' નામ અનંત વીર્ય અને પુરુષાર્થની ગતિથી એમ (અર્થ) છે. સમજાણું કાંઈ ? કોઈપણ પ્રકારે વીર્યની
Page #486
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૭૩
ઉગ્રતાના પુરુષાર્થથી. અંદર વીર્યની ફુરણા – ઉગ્રતા થતાં અંદરમાં જાય છે. આહા..હા...! જે વીર્ય રાગને રચે છે તે વીર્યને નપુંસક કહ્યું છે. આહા..હા...! આ વીર્યને વીર્ય કહ્યું છે. પંડિતવીર્ય !
સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી...” “થમ્ પિ' કોઈપણ પ્રકારે પુરુષાર્થ કરીને, એમ. સ્વભાવ અને વિભાવની એકતા તોડવાના પુરુષાર્થ વડે. કોઈપણ પ્રકારે એટલે જે એનો પ્રકાર છે તે પ્રકારે. આહા...હા..! “સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. આહા...હા......! જ્ઞાનને જુદું પાડતાં જ્ઞાન જ્ઞાનમાં પેસે છે અથવા જ્ઞાનને જુદું પાડતાં, રાગથી જ્ઞાનમાં ભિન્નતા (કરતાં) પ્રજ્ઞાછીણી પડે છે. આહાહા..! આ બિચારા વ્યવહારવાળાને આવું આકરું લાગે. તપસ્યા કરી ને વ્રત કરો. પણ મૂળ આ વસ્તુ વિના ? સમ્યગ્દર્શન વિના તારે વ્રત ને તપ આવ્યા ક્યાંથી ? આહા...હા...! એની તો વાત ન મળે અને ઉપરની વાતું પાધરી ! અને એમાં એમ કહે કે, સમ્યગ્દર્શન છે એ જણાય નહિ, એ તો કેવળી જાણી શકે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે.
પ્રશ્ન :- અનુભવમાં જણાય છે ને ?
સમાધાન – અરે..! અનુભૂતિથી જણાય. ઈ તો સમ્યગ્દર્શનમાં પ્રતીતિ છે એમ સીધું ન જણાય, પણ અનુભૂતિથી પ્રતીતિ અવિનાભાવમાં છે. આહા..હા..! આત્માના આનંદના અનુભૂતિની અવિનાભાવી પ્રતીતિ છે. અનુભૂતિથી જણાય એવું છે. ભલે સમ્યગ્દર્શનનું એ અનુભૂતિ લક્ષણ નથી. પ્રતીતિનું લક્ષણ અનુભૂતિ નથી. સમ્યગ્દર્શનનું લક્ષણ તો પ્રતીતિ જ છે. પણ એ પ્રતીતિ અનુભૂતિની સાથે હોય છે એવા અવિનાભાવને લઈને અનુભૂતિથી સમ્યગ્દર્શનનું ભાન થાય છે. સમજાણું કાંઈ ? અરે ! આવી વાતું હવે....!
મુમુક્ષુ :- સમ્યગ્દર્શનનું માપ ફળ ઉપરથી છે.
ઉત્તર :- અનુભૂતિ – આનંદનો સ્વાદ. પ્રતીતિ એકદમ નજરે ન પડે તેથી મોંઘપ કીધી છે, પણ અનુભવ – અનુભૂતિના સ્વાદની સાથે એ પ્રતીતિ છે એમ અનુભવ થાય છે. ન થાય એમ નહિ. આહાહા...!
“ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, અહીં હવે શું કહે છે? આમ જુદું પાડવું છે ને ? એ શરૂઆત (છે). થઈ જાય છે ત્યારે આ રહેતું નથી. આ જ્ઞાન છે અને આ રાગ છે, એ વિકલ્પરૂપ છે. હજી ઈ રાગનો અંશ છે. મગજમાં બે આવ્યા ને ? બે આવ્યા એટલે વિકલ્પ છે. આહા..હા...! “વિકલ્પરૂપ છે....”
ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે.” જણાવા લાયક અને પકડનાર. બે ભેદ પડી જાય ને ? આ જાણવાલાયક (છે) એમ પકડે છે. એવો અંદર ભેદ પડી જાય છે. જરી વિકલ્પ છે, રાગ છે. “શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી.” જે અનુભવ નિર્વિકલ્પ થાય એ રીતે આ નથી. વિકલ્પ પહેલો આવે, આ રીતે થાય. એમ કહે છે. સમજાણું? તેથી ઉપાયરૂપ છે. એને
Page #487
--------------------------------------------------------------------------
________________
४७४
કલશામૃત ભાગ-૫
ઉપાયરૂપ કહેવામાં આવે. બીજો કોઈ ઉપાય નથી, એમ કહે છે.
જે દિશા પર તરફ ઢળે છે તે રાગ છે એમ અનુમાન કરીને આમ ઢળે છે તે રાગ છે અને આમ ઢળે તે ચેતના ભિન્ન છે. એટલો વિકલ્પ વચ્ચે આવે છે અને એને ઉપાય કહ્યો છે. પછી તૂટે ત્યારે તો એ વિકલ્પ રહેતો નથી, અનુભવમાં રહેતો નથી. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પોષ સુદ ૨, મંગળવાર તા. ૧૦-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન–૧૯૮
(“કળશટીકા ૧૮૧ કળશ ચાલે છે). કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ?” અહીંથી લેવાનું) છે. “સાવધાઃ “જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે,” સાવધાન છે. આત્મા જ્ઞાન લક્ષણવાળો અને કર્મ અચેતન લક્ષણવાળો (છે) એ બેને જાણવામાં સાવધાન – જાગૃત છે. આ આત્મા છે એ ચૈતન્ય લક્ષણ છે અને રાગ છે (તે) અચેતન લક્ષણ છે. એમ. છે ને ?
તેમના ભિન્ન ભિન્ન વિચારમાં...” તેને જુદું પાડવામાં જાગરૂક છે, પ્રમાદી નથી.” અસ્તિનાસ્તિ કરી. અંદર આ ચૈતન્ય જાણક લક્ષણે આત્મા ભિન્ન છે અને અજાણ એવા અજીવ લક્ષણે અચેતન લક્ષણે કર્મ ભિન્ન છે, રાગ ભિન્ન છે. બેને (ભિન્ન કરવામાં) સાવધાનીથી જાગરૂક છે. એને જુદા પાડવામાં સાવધાન છે એમ કહે છે. મૂળ વાત ઝીણી છે.
મુમુક્ષુ :- જુદા જુદા વિચારવામાં
ઉત્તર :- વિચારવામાં એટલે જુદા પાડવામાં. જ્ઞાન કરવામાં એમ. વિચારવામાં એટલે જુદા જુદા જ્ઞાન કરવામાં.
પ્રમાદી નથી. આ ચૈતન્યલક્ષણ આત્મા, અજીવ લક્ષણ જડ એને જુદા પાડવામાં પ્રમાદ નથી, જાગૃત છે. ચૈતન્ય આ છે, રાગ આ છે – એમ જુદા પાડવામાં પ્રમાદી નથી. અસ્તિનાસ્તિ કરી.
કેવી છે પ્રજ્ઞાછીણી ?” આ પ્રજ્ઞાછીણી લીધી. “મિત: fમન્નભિન્ન ર્વત મિત: ‘સર્વથા પ્રકારે” સર્વથા પ્રકારે (આ) જ્ઞાન (ચેતન છે) અને રાગ અજીવ (છે), એમ સર્વથા પ્રકારે ભિન્ન પાડવામાં સમર્થ છે. પ્રજ્ઞાછીણી એટલે અનુભવ. આહા..હા...! ચૈતન્ય સ્વરૂપ તરફ ઝૂકતાં જે અનુભવ (થયો એ) પ્રજ્ઞાછીણી (છે). એ ભિન્ન ભિન્ન કરવામાં સર્વથા પ્રકારે સાવધાન છે. છે ને ? “જીવને અને કર્મને જુદાં જુદાં કરે છે. આહાહા.!
Page #488
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૭૫
પ્રશ્ન :- કર્મ જડ પદાર્થ છે એને જુદા કરાય ને ?
સમાધાન :- અહીં કર્મની વાત નથી), રાગની વાત છે. મેં તો રાગની વાત કરી. રાગ, રાગ. ચૈતન્ય લક્ષણે જીવ (છે) એ લક્ષણનો અભાવ એવો અજીવ લક્ષણે રાગ. અહીં રાગ લેવો છે. કર્મ જડ છે એ તો કાંઈ નહિ.
ચૈતન્ય લક્ષણે જાણન લક્ષણ, જાણન લક્ષણે આત્મા અને જાણપણું જેમાં નથી એવો રાગ તે અજીવ (છે). બેને ભિન્ન પાડવામાં સાવધાન – જાગૃત છે. આહા..હા..! ઝીણી વાત છે. મૂળની વાત છે ને !
કેવી છે પ્રજ્ઞાછીણી ? “ગમત: “સર્વથા પ્રકારે...” એટલે ? જ્ઞાન લક્ષણે જીવ અને અજ્ઞાન લક્ષણે અજીવ, એમ બેને સર્વથા પ્રકારે ભિન્ન પાડવામાં સમર્થ છે. અંશે ભિન્ન પડે અને અંશે ભિન્ન પડે) નહિ, એમ નહિ. આહાહા..! અંતર જ્ઞાનનો પર્યાય અંતર્મુખ વળે છે એથી એને રાગનું લક્ષણ અજીવ ભિન્ન રહી જાય છે. એમ કહે છે. સમજાણું કાંઈ? ભિન્ન ભિન્ન કરે છે...” (જીવ અને કર્મને) જુદાં જુદાં કરે એટલે કે ભિન્ન ભિન્ન કરે છે. “તે રીતે કહે છે.... જુઓ !
ચૈતન્યપૂરે માત્માનં ર્વતી અજ્ઞાનમા વધું નિયમિત ર્વતી’ શું કહે છે? ચૈતન્યપૂર ‘સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ...” શું કહે છે ? અંદર જે પ્રકાશગુણ છે એ સ્વપરગ્રાહક લક્ષણ છે. એટલે ચૈતન્યપ્રકાશ ચૈતન્યને જુદો પાડે છે અને પરગ્રાહક જે રાગ છે એને જાણીને જુદો પાડે છે. બહુ ઝીણી વાત છે. બે તદ્દન જુદાં પડી જાય છે. જાણનલક્ષણ તે આત્મા, છે જાણનલક્ષણ સ્વપરગ્રાહક. શું કીધું ઈ ? જાણનાર જે છે એ છે સ્વપરને જાણનાર ગ્રાહક. છતાં તે સ્વપરગ્રાહક જ્ઞાન જુદું પડે છે અને પરને જાણતું જે અજીવને જાણે એ અજીવને જુદું રાખે છે. આવી વાત છે.
સ્વપરસ્વરૂપગ્રાહક' સ્વપર સ્વરૂપ જાણનાર. ગ્રાહક એટલે જાણનાર. જાણનાર જાણનારો સ્વપરગ્રાહક છે પણ સ્વપરગ્રાહક એવો પ્રકાશ એને જુદો રાખે છે અને પર જાણે છે ખરો પણ પરને જુદો રાખે છે. આહા..હા..! આવો માર્ગ છે. સમ્યગ્દર્શન થવાના કાળની આ રીત છે. ધર્મની પહેલી સીઢી ! એનું આ સ્વરૂપ છે. બહુ ધીરજનું કામ છે. આહા...હા...!
ચૈતન્ય સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવન્નુરૂપ-એમ સાધે છે.” શું કીધું ઈ ? કે, એ ચૈતન્ય લક્ષણ છે પણ સામે વસ્તુ છે ત્રિકાળ પ્રવાહરૂપ છે. જેના ઉપર દૃષ્ટિ જાય છે એ વસ્તુ ત્રિકાળ છે. ત્રિકાળ પ્રવાહ છે – ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ ચૈતન્યલક્ષણે લક્ષિત કરતાં ત્રિકાળ પ્રવાહરૂપ વસ્તુ કાયમ છે ત્યાં એનું લક્ષ જાય છે. આહા...હા! છે ?
પ્રકાશગુણ તેના ત્રિકાળગોચર પ્રવાહ.” પૂર છે ને ? પૂર. પૂર એટલે ધ્રુવ. ધ્રુવનું
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૭૬
કિલશામૃત ભાગ-૫
પૂર છે એમ કહે છે. ચૈતન્યલક્ષણે કરીને જાય છે ધ્રુવના પૂરમાં, જે ત્રિકાળગમ્ય છે, ત્રિકાળ વસ્તુ છે તેના ઉપર એનું લક્ષ જાય છે. આહા...હા..! આવું સાંભળવા પણ મળે નહિ એ કે દિ ભેદ પાડે ? બહારના એકેન્દ્રિય, બેઇન્દ્રિય કરીને થઈ રહ્યું... જિંદગી ગાળે.
પ્રશ્ન :- અમારે અહીં ‘સોનગઢ'માં કાયમ બેસવું ? સમાધાન :- કાયમ બેસવું આત્મામાં !
ચૈતન્યલક્ષણ એવું જે પૂર, લક્ષણ તો પર્યાયનું છે પણ એ પૂરમાં જાય છે, આમ ધ્રુવમાં (જાય છે). ધ્રુવ પ્રવાહ છે ને ? ધ્રુવ પ્રવાહ ! તેમાં એનું લક્ષ જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા....!
ચૈતન્ય “સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના...” “પૂરે પૂરમાં જાય છે. એટલે ત્રિકાળ પ્રવાહમાં લક્ષ જાય છે, બીજી ભાષા કહીએ તો ધ્રુવમાં જાય છે. ચૈતન્ય લક્ષણ પોતે પર્યાય છે પણ એ લક્ષણ જે ધ્રુવ પૂર છે તેના તરફ ઢળે છે. આહા..હા..! બહુ ટૂંકી વાત ! “ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવન્નુરૂપ-એમ સાધે છે;” એટલે? પ્રકાશગુણ વડે સ્વપરગ્રાહક જે પ્રકાશ પર્યાય છે તેને ધ્રુવમાં એકત્વ કરે છે. તેને ધ્રુવમાં એકત્વ કરે છે. એકત્વ કરે એટલે કે તેના તરફ ઢળે છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
પૂર વહે છે. ધ્રુવ.... ધ્રુવ... છે... છે. છે.. છે... છે.... છે.. છે... છે.... ઈ ચૈતન્ય લક્ષણને છે. છે. છે... છે... છે.. ધ્રુવમાં વાળી લ્ય છે. એને એક વસ્તુ કરે છે. જે રાગની સાથે એકત્વ હતું એને ઠેકાણે આ ચૈતન્યપ્રકાશ ધ્રુવની સાથે એકત્વ કરે છે. એકવસ્તુ કરે છે એમ કીધું. આહા...હા...! જ્ઞાનની પર્યાય જે રાગ તરફ ઢળતી હતી) તેને બે રૂપ કર્યું. જ્ઞાન અને રાગ બે રૂપ કરતી. એ જ્ઞાન ધ્રુવ પૂર વહે છે (ત્યાં વળે છે). પૂર – ધ્રુવ છે... છે. છે. છે... છેએકરૂપ વસ્તુ કરે છે. આ...હા...હા...! આવો માર્ગ છે.
‘જીવદ્રવ્યને એકવસ્તરૂપ...” કરે છે. “ઝાત્માનં કીધું ને ? ધ્રુવ જે આત્મા છે, ધ્રુવ એમાં એ લક્ષણને એકત્વ કરે છે. આમ લક્ષણને એકત્વ કરે છે. આમથી જુદું પાડી, આમ લક્ષણને એકત્વ કરે છે. આહા...હા...! “એકવન્નુરૂપ - એમ સાધે છે. શું કીધું છે ? સાધે છે એટલે ? પર્યાયનો જે જાણવાનો પ્રકાશગુણ (છે), સ્વપરગ્રાહક એવી શક્તિ પર્યાયમાં (છે), એવું જે લક્ષણ છે) તેને પૂર નામ ધ્રુવ તરફ વાળીને એકરૂપ વસ્તુ કરે છે. બેપણે માન્યું હતું એ એકરૂપે કરે છે. હું અને રાગ બે એક છીએ એમ જે માન્યું હતું એને (ચૈતન્ય સાથે) એકરૂપ કરે છે. જ્ઞાનલક્ષણ ધ્રુવમાં વાળીને એકરૂપ કરે છે. આહા..હા...! આવું તો કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય, ભાઈ ! આહા...હા...!
આહાહા....! જ્ઞાનલક્ષણ જાણવાના લક્ષણવાળું સ્વરૂપ તે આમ રાગ તરફ ઢળતું હતું, જેમાં જ્ઞાન નથી, જેમાં જાણપણું નથી તેમાં ઢળતું હતું, તે લક્ષણને જેનામાં જાણપણાનું પૂર છે, ધ્રુવ છે, પ્રવાહ છે. જ્ઞાન સ્વભાવનો, આત્મ સ્વભાવનો પ્રવાહ છે, પ્રવાહ છે એમાં
Page #490
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
એને વાળે છે. આહા..હા...!
ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે;...’ લ્યો ! જ્ઞાન પૂર્ણ પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, આ જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે, આ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એમ અનુભવ કરે છે. સમજાણું કાંઈ ? બહુ સરસ વ્યાખ્યા છે ! શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે;...' આ બાજુ વાળ્યું ને ?
‘અજ્ઞાનમાવે’ અજ્ઞાન એટલે રાગાદિ ભાવમાં નિયમિત વન્યું ર્વતી” ‘નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે.’ રાગ છે તે નિશ્ચયથી બંધનો સ્વભાવ છે અને આ જ્ઞાનનું લક્ષણ પૂરમાં પ્રવેશ કરે છે (ત્યારે) એકવસ્તુરૂપ થાય છે. બંધ જુદો પડી જાય છે. આહા..હા...! આ તો ધીરાના કામ છે.
૪૭૭
અંદ૨ એના લક્ષણોને પહેલાં જાણવા જોઈએ. જાણીને અંતરમાં પ્રયત્ન કરવામાં કઈ રીત છે ? જે જાણવાનું લક્ષણ છે એ પૂર નામ ધ્રુવ પ્રવાહ વહે છે. પર્યાયનો પ્રવાહ વહેતો નથી. પર્યાય તો પલટે છે. પર્યાય પલટે છે અને ધ્રુવનો પ્રવાહ વહે છે. એટલે કાયમ છે... છે... છે... છે... છે... છે... એ ત૨ફમાં જ્ઞાનની પર્યાયને વાળી એકરૂપ કરવી. આહા..હા....! આ એક લીટીએ બસ છે. સમ્યગ્દર્શન પામવા અને અનુભવ થવામાં આ પ્રકા૨ છે. એ પ્રકા૨ને તો હજી સમજવો નથી, જાણવો નથી, પ્રગટ કરવો નથી અને એ વિના બધા વ્રત ને તપ ને કરીને ધર્મ માનવો છે). એ તો બધા અજીવ છે, એ તો બંધ લક્ષણવાળા છે. બંધ લક્ષણવાળામાં રોકાય અને અબંધનું પૂર જે ચૈતન્ય પ્રવાહ વહે છે એમાં લક્ષણને (લઈ જઈ) લક્ષ કરતો નથી તે અજ્ઞાની ત્યાં રાગના બંધમાં રોકાય જાય છે. આહા..હા...! જરી બુદ્ધિને આમાં ઝીણી કરવી પડે છે.
જે જ્ઞાન જાણવાના લક્ષણને પકડે, હજી તો જ્ઞાન જાણનાર છે ઈ પર્યાય, હોં ! એને પકડીને પછી અંતર ધ્રુવ પ્રવાહ વહે છે. નિત્યાનંદ ધ્રુવ પ્રવાહ ચાલ્યો જાય છે એમાં મગ્ન કરે અને રાગ આદિ બંધ ભાવને છોડી રે.
પ્રશ્ન :- આમ કરે ત્યાં રાગ છૂટી જાય ?
સમાધાન :- સમજાવવામાં શું સમજાવે ? સમજાવવું હોય તો એમ કહે કે, આમ થાય તો આ છૂટી જાય, એમ. છૂટવું કરે એમ કહેવાય ને ? ભાષા શું કરે સમજાવવાની ? એમ આવે છે, જુઓ !
-
‘અજ્ઞાનભાવે’‘રાગાદિપણામાં નિયમથી બંધનો સ્વભાવ છે
એમ સાધે છે.’ રાગ જુદો પાડે છે એમ ભલે ત્યાં ન આવ્યું, પણ આ જ્ઞાન ધ્રુવ પ્રવાહમાં વાળે છે. (અજ્ઞાનભાવે) રાગને બંધ ભાવમાં સાધે છે એટલે બંધ ભાવમાં ચાલ્યો ગયો છે, ઈ ૫૨માં ચાલ્યો ગયો છે. એમ. સમજાણું કાંઈ ? બહુ ઝીણું આવ્યું.
પ્રશ્ન :– ભેદજ્ઞાન અને પ્રજ્ઞાછીણીમાં શું આતો ?
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૮
કિલશામૃત ભાગ-૫
સમાધાન – ઈ આની કોર આવ્યું, બસ એટલું ! ત્યાં બંધને સાધે છે એમ થઈ ગયું. આ બાજુ વળવાનું નથી આવતું તો એ બંધને સાધે છે એમ કીધું. સાધવાના બે પ્રકાર ત્યાં ક્યાં છે ? આ ચૈતન્ય લક્ષણ આમ ગયું એ બંધને સાધે છે એમ કહેવું પણ) લક્ષણ તો અહીં (અંતરમાં) ગયું છે પણ એમાં બંધ જે છે એ વસ્તુ એમાં આવતી નથી. એટલે જુદાને સાધે છે. આહાહા..! આવો માર્ગ ! પાઠ છે ને ? જુઓને !
જ્ઞાનવે નિયમિતં વન્યું ર્વતી’ ભાષા તો એમ જ હોય ને ? અજ્ઞાનભાવે નિશ્ચયથી – નિયમથી, એમ. વળ્યું ર્વતી બંધનો સ્વભાવ છે (એમ) સાધે છે એટલે આ બાજુ વળી ગયો છે. બંધરૂપ છે એમ જાણીને) છૂટું પડી ગયું છે. સાધે છે એટલે બંધ છૂટો પડી ગયો છે. સમજાણું કાંઈ ? કોઈક કહે, આવો ધર્મ ક્યાંથી કાઢ્યો ? નિશ્ચયાભાસ છે. અમને તમે વ્યવહારાભાસ કહો (છો). અરે... ભગવાન ! મૂકી દે ને, બાપા ! એ નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ(ની) વાત મૂકી દે). આહા..હા..! એમ કહે કે, તમે વ્રત ને તપ ક્યાં કરો છો ? એકલી આત્મા આત્માની વાત કરો છો. પણ વ્રત ને તપ હોય ક્યાં ? એ ચોથે ગુણસ્થાને હોય ? અહીં વાત બીજી ચાલે છે. પંચ મહાવ્રત ને સમિતિ ને ગુપ્તિ ને આહાર આમ લેવો ને આમ ચાલવું, આમ બોલવું. પણ એ બધું હોય છે પણ કયે ગુણસ્થાને હોય છે ? એ તો પાંચમે-છઠું હોય છે. ચોથે એ અનુષ્ઠાન હોતું નથી. એ અનુષ્ઠાન ન કરે માટે નિયાભાસી છે એમ કેમ કહ્યું ?
મુમુક્ષુ :- અનુષ્ઠાન તો એને હોય જ છે. ઉત્તર – એ તો સમકિતનું હોય છે. મુમુક્ષુ :- અનંતાનુબંધીનો અભાવ થયો છે.
ઉત્તર :- ઈ નથી કહેતા. ઈ તો કહે કે, આ વ્રત ને તપ ને દીક્ષા લેવી ને દીક્ષા દેવી (એ અનુષ્ઠાન છે). કોઈને દીક્ષા દયો છો ? અહીં ૪૩ વર્ષ થયા કોઈને દીક્ષા આપી છે ? કોઈ પડિમાધારી થયો ? દીક્ષા તો નગ્ન મુનિ થાય ત્યારે દીક્ષા લીધી કહેવાય. એમ એ કહે છે. શું કરે ? આહાહા...! અહીં તો હજી સમ્યગ્દર્શન – પહેલી ભૂમિકાની વાત ચાલે છે. આહા..હા...એનું આચરણ – સમકિતનું આચરણ એમાં હોય. પણ એના આચરણમાં પેલા વ્રત ને તપ ને સમિતિ ને ગુપ્તિ ને આ ને તે ને દીક્ષા દેવી, ઈ એમાં
ક્યાં આવે છે ? ઈ એમ કહેવા માગે છે. અગિયાર-અગિયાર પડિમા (લ્ય), કેટલાયે દીક્ષા લીધી, સાધુ થયા. તમે ૪૩ વર્ષમાં શું કર્યું ?
મુમુક્ષુ :- બ્રહ્મચર્ય દીક્ષા ઘણાએ લીધી છે.
ઉત્તર :- બ્રહ્મચર્ય એ પણ શુભભાવ છે. એ પણ બહારમાં દેખાવું જોઈએ ને ? લૂગડાં છોડે, પડિમાં ધારણ કરે, લંગોટી પહેરે એવું ક્યાં કરે છે)? આહાહા...! પણ એ દશા આવે ત્યારે એ હોય, પણ એ દશા તો આચરણની દિશા છે). નિશ્ચય સ્વરૂપસ્થિરતા વધી
Page #492
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
જાય ત્યારે એવા વિકલ્પો હોય એ ભૂમિકાની વાત છે. અહીં તો હજી નિશ્ચયના ઠેકાણા નથી એ પાધરા વ્રત ને તપ કરવા માંડ્યા (એ વ્રત, તપ) કયાં હતા ? બાળવ્રત ને બાળતપ છે. મુર્ખાઈ ભરેલા વ્રત છે. આહા..હા...!
-
(અહીંયાં કહે છે), અજ્ઞાનભાવને નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે.’ એનો અર્થ ઈ કે એ રાગ અનુભવમાં આવતો નથી. અનુભવમાં જ્ઞાનાનંદ આવે છે એટલે રાગ બંધ ભાવમાં જુદો રહી જાય છે, એમ એનો અર્થ છે). આહા..હા...! ૧૮૧ કળશ બહુ જબ્બર કળશ ! ત્રણ-ચાર દિ’થી ચાલે છે. ત્રણ-ચાર દિ’ થયા ને ? કેટલા થયા ?
?
૪૭૯
‘રાગાદિ અશુદ્ધપણું...’ રાગાદિ એટલે દયા, દાન, વ્રતના વિકલ્પ આદિ ‘અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે,...' ઈ તો કર્મબંધની ઉપાધિ છે. આહા..હા...! રાગ આદિ (એટલે) દયા આદિ ભાવ. દયા આદિ ભાવ એ શુભ રાગ છે, ઉપાધિ છે. આહા...હા...! ‘કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે.’
“કેવું છે ચૈતન્યપૂર ” માથે પૂર કહ્યું હતું ને ? પૂરું કીધું હતું ને ? ત્રિકાળગોચર પ્રવાહ...’ અંદર કહ્યું હતું. ત્રિકાળગોચર પ્રવાહ. એ પૂર કેવું છે ? આહા..હા...! ચાર શબ્દો અલૌકિક છે ! એ ચૈતન્યપૂર – જેમ નદીના પૂર હોય છે ને ? પ્રવાહ દળ, દળ ! એમ આ ચૈતન્યનું દળ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... પૂર છે, પૂર છે, પ્રવાહ છે. ધ્રુવનો પ્રવાહ છે. એવા ચૈતન્યના ધ્રુવના પ્રવાહનું પૂર કેવું છે ?
‘અન્ત:સ્થિરવિશવલસત્ક્રાનાિ’‘અન્તઃ’ ‘સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ....' જોયું ? અહીંયાં ક્ષેત્ર લીધું. ‘અન્તઃ’ સર્વ અસંખ્ય પ્રદેશમાં એકરૂપ વસ્તુ છે. આહા..હા..! છે ભલે અસંખ્ય પ્રદેશ પણ છે એકરૂપ વસ્તુ. અસંખ્ય છે માટે ભેદરૂપ અને અનેકરૂપ વસ્તુ છે એમ નથી, એમ કહે છે. ‘અન્તઃ’ ‘સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ... છે. એ એક બોલ (થયો).
-
બીજો બોલ – સર્વ કાળે શાશ્વત,.' છે. સ્થિર પૂર છે. અસંખ્ય પ્રદેશ એક(રૂપ) છે. પૂર.. પૂર.. ધ્રુવ (છે) એમાં સ્થિર છે એટલે શાશ્વત છે. ‘સર્વ કાળે શાશ્વત,...’ છે. આહા..હા...! અસંખ્ય પ્રદેશીનું એકરૂપ. એને ‘અન્તઃ’ કીધું. ‘અન્તઃ’ એનું સ્થિર રૂપ શાશ્વત શાશ્વત છે. કાળથી શાશ્વત છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે. આ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહિ. સમજાણું કાંઈ ? આહા..હા...! એટલે ‘અન્તઃ’માં એના અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર બતાવ્યું. ચૈતન્ય પૂર ધ્રુવ છે, જેમાં લક્ષણ વળી ગયું છે, એ ચૈતન્યપૂર અસંખ્ય પ્રદેશી એક વસ્તુ છે અને સ્થિર છે, શાશ્વત છે. પલટતું નથી, એકરૂપ ત્રિકાળ છે. આહા..હા...! બે (બોલ થયા).
(હવે), ત્રીજું – સર્વ કાળે શુદ્ધત્વરૂપ...’ ભાવ વિશવ” છે. વિશદ વિશદ (અર્થાત્)
Page #493
--------------------------------------------------------------------------
________________
४८०
કિલશામૃત ભાગ-૫
સર્વ કાળે ભગવાન શુદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યનું પૂર ધ્રુવ (છે), “: અસંખ્ય પ્રદેશી શાશ્વત સર્વ કાળે શુદ્ધત્વરૂપ છે). છે ને ? આમ તો સમુચ્ચય ત્રિકાળ કીધું પણ સર્વ કાળે શુદ્ધ
સ્વરૂપ છે. એ ચૈતન્યનું પૂર ધ્રુવ છે એ સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. આહા...હા...! ચાર શબ્દમાં (કેટલું ભરી દીધું છે). “સત્ત: સ્થિર’ ‘વિશ’ બત્ત આહા..હા...!
‘સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને....” “નસ’ આહા..હા..! તે તો “સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે. આહા.હા...! વસ્તુ છે એ ધ્રુવ વ્યક્ત છે. એ સર્વ કાળે પ્રત્યક્ષ જ છે. ચાર વિશેષણ વાપર્યા છે. આ..હા...! પ્રદેશે અસંખ્ય પ્રદેશ, કાળે સર્વ કાળ, ભાવે શુદ્ધ સ્વરૂપ, પ્રત્યક્ષમાં ત્રિકાળ પ્રત્યક્ષ. ત્રિકાળ પ્રત્યક્ષ લીધું. આહાહા...! અલૌકિક વાત છે ! શું કીધો એનો સરવાળો ?
આ ચૈતન્ય લક્ષણથી અંતર પૂરમાં ધ્રુવમાં ઢળતાં તે વસ્તુ કેવી છે ? અસંખ્ય પ્રદેશી છે, સર્વ કાળ શાશ્વત છે અને સ્વરૂપ શુદ્ધ (છે), એનું સ્વરૂપ શુદ્ધ છે અને તે સર્વ કાળે પ્રત્યક્ષ છે. આહા..હા...! આ કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય. વખત કયાં (છે)? બહારની વાત આડે નવરાશ ક્યાં છે ? આહા..હા..! બસ છે, એક જ વસ્તુ (બસ છે).
પહેલાં ચૈતન્યને જે પૂર કહ્યું હતું, ચૈતન્યપુરમાં નિમગ્ન કરે છે એમ કહ્યું હતું ને? છે ને ? માથે છે. “ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવસ્તુરૂપ – એમ સાધે છે;” આવ્યું હતું ને ? સાધે છે. એને એકરૂપ સાધે છે. પેલું બંધને સાધે એટલે જુદું પડી ગયું. આહા..હા...! એ ચૈતન્યનું પૂર જે ધ્રુવ (છે) એનું લક્ષણ તો વર્તમાન જ્ઞાન છે). એ જ્ઞાન સ્વપરગ્રાહક શક્તિનું લક્ષણ એનું (છે), એ સ્વપરગ્રાહક સ્વને પકડીને અંદરમાં એકરૂપ વસ્તુને કરે છે (-સાધે છે, અને તે વસ્તુ કેવી છે ? પૂર, નૂર, તેજ, પ્રવાહ ! તે અસંખ્ય પ્રદેશી છે, શાશ્વત છે, શુદ્ધ સ્વરૂપ છે, પ્રત્યક્ષ છે. આહા..હા...! કહો, ભાઈ ! માણસને આવું લૂખું લાગે. શેની વાત કરો છો આ? ભગવાન ! આ તારા સ્વરૂપની વાત છે. આહાહા...!
અસંખ્ય પ્રદેશમાં વસ્તુ સિદ્ધ કરી. બીજા લોકોમાં ક્યાંય આવી વસ્તુ સિદ્ધ નથી કરી. અને સર્વ કાળમાં શાશ્વત સિદ્ધ કર્યું, શુદ્ધ સ્વરૂપમાં પવિત્રપણું સિદ્ધ કર્યું અને પેલામાં પ્રત્યક્ષપણું સિદ્ધ કર્યું. આહા..હા..! જ્ઞાન અંદરમાં વળતાં એ પ્રત્યક્ષ થાય છે. એને કોઈ પરની અપેક્ષા રહેતી નથી. આહા...હા...! અલૌકિક વાત આવી છે ! એમાં આ છેલ્લો બોલ તો અલૌકિક
‘સત્ત:' એટલે અંદર અંદર એ ચીજ કેવી છે ? પૂર – એ અસંખ્ય પ્રદેશી છે. એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, કાળ ત્રિકાળ છે, ભાવ શુદ્ધ સ્વરૂપ છે અને તે પણ પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આહાહા...! ગમે એટલી વાર કહો તોપણ) એમાં (કાંઈ પુનરુક્તિ દોષ નથી).
અહીં કહેવું છે શું ? ચૈતન્યસ્વરૂપને સાધે છે. એમ કહેવું છે ને ? અને રાગને બંધપણે
Page #494
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૮૧
સાધે છે. એનો અર્થ એ કે આમાં આવતું નથી એટલે બંધપણે સાધે છે એમ કહેવામાં આવે છે. આમ બાજુ આમ ઢળતાં. આહા...હા..! વર્તમાન ચૈતન્યની પર્યાયના લક્ષણ દ્વારા એનું લક્ષ ત્રિકાળી ધ્રુવ પ્રવાહમાં જાય છે. જે અહીં કૃત્રિમ રાગમાં, પરમાં, ક્ષણિકમાં, ઉપાધિમાં જે લક્ષ હતું એ લક્ષણ એનું નહોતું. જે લક્ષણ(નું) પરમાં લક્ષ જાતું એ લક્ષણ એનું નહોતું. સમજાણું કાંઈ ? આ.હા...હા...! લક્ષણ છે ચૈતન્યનું અને લક્ષ જાતું હતું બંધમાં ! આહાહા...! માટે સંસાર ઉભો થાતો. જેનું એ લક્ષણ છે એમાં જે આમ જાય છે... આહાહા...! અને તે રાગ આદિને બંધ સાધ્યો એટલે આમાં ન આવ્યો, પણ તે તો ક્ષણિક હતો. રાગ આદિ તો ક્ષણિક હતો.
અહીંયાં ચૈતન્યની પર્યાયને, લક્ષણને અંતર્મુખ વાળતાં અસંખ્ય પ્રદેશને એ લક્ષ કરે છે. અસંખ્ય પ્રદેશને એ લક્ષ કરે છે. ભલે એ અસંખ્ય પ્રદેશનો એને ખ્યાલ ન આવે, પણ એટલો પહોળો છે એને એ લક્ષ કરે છે, એમ કહે છે. રાગ છે અને દ્વેષ છે એ એટલો પહોળો નથી. એ અંશ તો ક્ષણિક, કૃત્રિમ (છે). અહીંયાં ચૈતન્ય લક્ષણને લક્ષ તરફ વાળતાં એ અસંખ્ય પ્રદેશ ઉપર એનું લક્ષ જાય છે અને તે પૂર શાશ્વત છે, નિત્ય છે. અત્યારે ખ્યાલમાં આવ્યું માટે અત્યારે છે, અત્યારે ખ્યાલમાં આવ્યું માટે અત્યારે છે એમ નહિ. અત્યારે ખ્યાલમાં આવ્યું પણ વસ્તુ શાશ્વત છે. આ...હા...હા...! અને જે ખ્યાલમાં મેલ હતો, રાગ ઉપર લક્ષનો મેલ હતો, ઈ લક્ષણ રાગનું નહોતું. તેથી તે મેલમાં જાતું. આ લક્ષણ આમ ગયું એટલે એ તો શુદ્ધ સ્વરૂપ છે. આહા...હા...! સ્વરૂપે – ભાવે, ક્ષેત્રે, કાળે, ભાવે અને પ્રત્યક્ષ – ચાર બોલ વાપર્યા. આહા...હા...! ગજબ કર્યું છે ને ! સંતોએ તો ટૂંકામાં સંકેલીને મૂક્યું. ચાર બોલ થયા ?
‘સત્ત:' સર્વ અસંખ્યાત પ્રદેશ, એમ. “સ્થિર’માં સર્વ કાળે શાશ્વત (લીધું) ત્યાં પણ સર્વ લીધું). “વિદ્રિમાં સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ ત્યાં પણ સર્વ લીધું) અને “સ”માં સર્વ કાળે પ્રત્યક્ષ લીધું) તે સર્વ (આવ્યું). ચારેમાં સર્વ (આવ્યું). આહા..હા...! આનું પહેલું નક્કી તો કરે કે, આ રીતે જ પ્રાપ્ત થાય, બાકી (બીજી કોઈ રીત છે નહિ. આ વ્રત પાળતા ને ભક્તિ કરતા ને જાત્રા કરતાં કરતાં થાશે. આહા...હા...! પૈસા ખર્ચે થાશે....
અહીં તો રાગથી પણ થાશે નહિ, એમ કહે છે. રાગને આમ કરી નાખ. જેનું એ લક્ષણ છે એના તરફના પ્રવાહમાં લક્ષને વાળ. એ ધ્રુવ પ્રવાહ છે, કાયમનું ટકતું ટકતું તત્ત્વ એ છે અને તે અસંખ્ય પ્રદેશી છે. તે સર્વ કાળે રહેનાર છે. તે સર્વ શુદ્ધ સ્વરૂપ છે. તે સર્વ પ્રત્યક્ષ છે. આહા...હા...! વાત ભારે કરી ! આહા..હા..!
પ્રશ્ન :- ધ્યાનના વિકલ્પથી તો સહેલું પડે ને ?
સમાધાન - અહીં વિકલ્પથી વાત નથી. અહીં તો અનુભવની વાત છે. વિકલ્પથી પહેલી કરી હતી. ગ્રાહ્ય-ગ્રાહક પહેલું કહ્યું હતું ને ? ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક કરે છે. આમ
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૮૨
કિલશામૃત ભાગ-૫
છે ને આમ છે ને આમ છે ત્યાં સુધી વિકલ્પ હતો. આ વિકલ્પ નથી. આહા..હા....! પહેલો વિકલ્પ તો આવે ને ? ઈ આવે જ પહેલો. આ આત્મા છે, આ રાગ છે એવો ભેદવિકલ્પ આવ્યા વિના એકદમ તો થાય નહિ. છતાં વિકલ્પથી થાય નહિ. આહા..હા...!
પ્રશ્ન :- ભેદજ્ઞાન અભ્યાસ ચાલે છે ?
સમાધાન :- એક અપેક્ષાએ અહીં વિકલ્પ ગણ્યો છે. બધા ભેદજ્ઞાન વિકલ્પ છે) એમ નથી. જયસેનાચાર્યદેવની ટીકામાં ભેદજ્ઞાનને અભેદજ્ઞાન કીધું છે. અહીંયાં આ અપેક્ષા લીધી છે. સાધક આમ વિચારે છે ને ? એટલે ગ્રાહ્યગ્રાહક (કહ્યું). આ જાણવા લાયક છે, ગ્રહવા લાયક છે. ગ્રહનાર હું છું, ગ્રહવા લાયક દ્રવ્ય છે, ગ્રહનાર હું છું એવો ભેદવિકલ્પ આવે છે એ શૈલી લીધી). તેથી ટીકામાં બનારસીદાસે આ ભેદને વિકલ્પ ગણ્યો. આના (શ્લોકમાં) વિકલ્પ ગણ્યો છે. બાકી “જયસેનાચાર્યદેવમાં ભેદજ્ઞાન એટલે અભેદજ્ઞાન લીધું છે. પરથી જુદો પડ્યો એ આમાં અભેદ થઈ ગયો. ત્યાં એમ લીધું છે. આહાહા...જ્યાં જ્યાં જે પ્રકારે અપેક્ષા હોય તે જાણવું જોઈએ ને ?'
પ્રશ્ન :- જ્યાં ભેદજ્ઞાન થાય છે ત્યાં તો નિર્વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે ?
સમાધાન :- ભેદજ્ઞાનમાં પહેલા આટલો વિકલ્પ આવે છે ને ? ઈ. એવા ભેદજ્ઞાનને અહીં લીધું છે. ખરું ભેદજ્ઞાન તો અંદરથી જુદો પડીને આમ ઠરે એનું નામ ભેદજ્ઞાન છે). તેથી કહ્યું ને કે, જયસેનાચાર્યદેવમાં તો એ લીધું, ભેદજ્ઞાનરૂપી અભેદ. એમ લીધું છે. આહા..હા...! આ તો સાધકને શરૂઆતની પહેલી દિશામાં આવો ભાવ આવે. જાણનારો હું, જણાય આ, બંધ રાગ એ પર (છે), એવો વિકલ્પ આવે. છતાં એ વિકલ્પની ભૂમિકા છે) તે અનુભવની ભૂમિકા નથી. સમજાણું કાંઈ ? આજે થોડો ઝીણો વિષય આવી ગયો.
પ્રશ્ન :- વિકલ્પ પુરુષાર્થ થવામાં મદદ તો કરે ને ?
સમાધાન :- જરીયે નહિ. રાગ જરીયે મદદ કરે નહિ. તેથી અહીં કહ્યું ને ? એકદમ કાઢી નાખ્યું.
મુમુક્ષુ :- રાગ તો ન કરે પણ મંદ રાગ તો મદદ કરે.
ઉત્તર :– મંદ રાગ બિલકુલ મદદ કરે નહિ. સીધો નિરપેક્ષ, રાગ વિનાની આ વાત છે. છેલ્લા બોલની આ વાત છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરપેક્ષ છે. રાગ ને નિમિત્ત ને દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તની અપેક્ષા નથી. આવું છે.
મુમુક્ષુ :- માનસિક જ્ઞાન મદદ ન કરે તો રાગ કયાં મદદ કરે. ઉત્તર :- માનસિક જ્ઞાન પણ રાગવાળું (છે). આહાહા...!
વાહ ! અહીં માથે કહ્યું હતું ને ? વૈતન્યપૂરે આત્માને ર્વતી’ એમ હતું. ચૈતન્યપૂરમાં આત્માને મગ્ન કરવો. આત્મા એટલે ? એ તો પર્યાય પોતાની છે ને ઈ. આત્માની પર્યાયને ચૈતન્યપૂરમાં મગ્ન કરવી અને અજ્ઞાનભાવને બંધમાં સાધવી. એ તો ત્યાં સધાય
Page #496
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૧
૪૮૩
જાય છે. એ રીતે. એનો પછી અહીં વિશેષ ખુલાસો કર્યો. ત્યાં હજી બે વાત લીધી હતી. ત્યાં છે ને ? ચૈતન્યપૂરે અભિનં મગ્ન ર્વતી નમાવે વન્યું નિયમિત ર્વતી બે ભાગ લીધા હતા. હવે અહીં એકલો લીધો. બેનું આવું થયું પછી છૂટી ગયો. હવે આ એકલો રહ્યો. આહા...હા...!
અન્ત: ખુબી શું કરી ? “સત્તામાં ક્ષેત્ર લીધું. કેમ (ક્ષેત્ર) લીધું ? કે સામે વસ્તુ (ઉપર) જે લક્ષ જાય છે એ ચીજ કેવી ? એક પ્રદેશી છે ? બે પ્રદેશી છે કે શું છે ? એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે છે નહિ. માટે પહેલો બોલ એ લીધો. સમજાણું કાંઈ ? “અન્તઃ પછી “સ્થિર' (લીધું). એ અસંખ્ય પ્રદેશી વસ્તુ સ્થિર શાશ્વત છે. ધીરી છે. ધીરી એટલે શાશ્વત, શાશ્વત. આહા..હા..! અને કાળે શુદ્ધત્વસ્વરૂપ છે. સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? અને સર્વ કાળે પ્રત્યક્ષ – “નસ “નસ ઉત્તમ છે. “નસ નામ એ પ્રત્યક્ષ છે. એને કોઈ રાગની ને નિમિત્તની અપેક્ષા હોય તો જણાય એવું એ આત્મતત્ત્વ નથી. આહા..હા..! આ પહેલી ભૂમિકાની શરૂઆત અહીંથી થાય છે પછી બીજી બધી વાતું. એના ઠેકાણા ન હોય અને પાધરે આ કરો ને આ કરો ને આ કરો.. અને કેટલા વ્રત ધાર્યા ને અમે કેટલી દીક્ષા દીધી ને કેટલાને પડિમાં આપી. કોને કહેવી દીક્ષા ? જેન દીક્ષા આ છે. પેલા દરબાર કહેતા હતા ને ? જૈનની દીક્ષા આપો. કોણ આપે ? આ જેનની દીક્ષા છે. આહા...હા...!
અંતરમાં અસંખ્ય પ્રદેશમાં સર્વ કાળે રહેલું, સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ, તેમાં સર્વ પ્રત્યક્ષ, સર્વ પ્રત્યક્ષ એમ કીધું ને ? જુઓ ! “સર્વ કાળે પ્રત્યક્ષ...” એ તો સર્વ કાળ પ્રત્યક્ષ જ છે. પરની અપેક્ષાએ એને અનુભવમાં છે નહિ. આહાહા..! ગજબ કામ કર્યું છે !
પ્રશ્ન :- ચોથે આવા આત્માને પ્રત્યક્ષ કરી લે છે ?
સમાધાન – ચોથાની વાત છે. મતિ-શ્રુતમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. વસ્તુનું સ્વરૂપ પરોક્ષ હોઈ શકે જ નહિ. આહા..હા..! (અહીંયાં) જ્ઞાનપ્રધાન કથન છે ને ? પ્રજ્ઞાછીણીની વાત છે ને ? પ્રજ્ઞાછીણી તો અનુભવ છે. જ્ઞાનથી અનુભવ કરે છે. આહાહા..! ચાર બોલ લીધા.
“એવો છે” “ઘાનિ કેવળજ્ઞાન-કેવળદર્શન તેજ:પુંજ. આહા..હા...! વસ્તુ, વસ્તુ હોં ! અહીં કેવળજ્ઞાન, કેવળદર્શન પર્યાયની વાત નથી. અંદર કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ. એકલું જ્ઞાન અને એકલું દર્શન. એકલું જ્ઞાન અને એકલું દર્શન. અસંખ્ય પ્રદેશમાં સર્વ કાળે સ્થિર શુદ્ધ પ્રત્યક્ષ. શું (છે) ? કેવળજ્ઞાન અને કેવળદર્શન. ખુલાસો કર્યો. એક જ્ઞાન અને એકલું દર્શન. જ્ઞાન ને દર્શન, બસ ! કેવળજ્ઞાન અને કેવળદર્શન. એમાં બધા ગુણ આવી ગયા. આહાહા...! આજે બહુ સારી વાત આવી છે ! આ હરખજમણ છે !! લગ્ન થયા પછી તમારે હરખજમણ નથી કરતાં ? તમારે હિન્દીમાં) કાંઈક કહેતા હશે. પ્રીતિભોજન !
Page #497
--------------------------------------------------------------------------
________________
४८४
કિલશામૃત ભાગ-૫
આહા..હા..!
ઘાનિ ઈ ધામ છે. શેનું ? કેવળજ્ઞાન અને કેવળદર્શનનું એ ધામ છે. આહા..હા...! એકલો જ્ઞાન ને જ્ઞાતા ને દૃષ્ટા ! મુખ્ય વાત આ લીધી છે ને ? આહાહા...! એ તો સર્વ કાળે જ્ઞાતા ને દૃષ્ટા, સર્વ કાળે શુદ્ધ, સર્વ કાળે અસંખ્ય પ્રદેશી અને સર્વ કાળ પ્રત્યક્ષ. આહા..હા...!
મુમુક્ષુ :- આપ દીક્ષાની ના પાડો પણ આમાં નિવૃત્તિ તો બહુ જોઈએ.
ઉત્તર :- નિવૃત્તિ અંદરની જોઈએ કે બહારની ? બહારની તો નિવૃત્તિ જ છે. પરમાં પકડાયો છે કે દિ' ? પરનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. આહાહા..!
છેલ્લો પાંચમો બોલ એનું સ્વરૂપ લીધું. ધાનિ આ...હા...! ધામ છે એ તો ! આનંદધામ, જ્ઞાનધામ, દર્શનધામ... આ..હા...હા...! એમાં મુખ્યપણે કેવળજ્ઞાન અને કેવળદર્શન. એવું અસંખ્ય પ્રદેશમાં ધામ. અસંખ્ય પ્રદેશમાં શું છે ? કેવળજ્ઞાન ને કેવળદર્શન અને તે પણ સર્વ કાળે શાશ્વત છે, સર્વ કાળે સ્વરૂપ શુદ્ધ છે અને તે સર્વ કાળે પ્રત્યક્ષ છે. આ કરીને મોટું માંગલિક કર્યું. વિશેષ કહેવાશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂનવિક્રીડિત)
भित्वा सर्वमपि स्वलक्षणबलादेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्ध चिति ।।३-१८२ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે. “અહમ્ શુદ્ધ ચિત્ સ્જિ ઇવ' (3) હું શુદ્ધઃ વિત્ ક્ષિ) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (4) નિશ્ચયથી એવો જ છું. વિમુદ્રાનિર્વિમામહિમા' વિમુદ્રા) ચેતનાગુણ વડે (તિ ) ચિલિત કરી દીધેલી એવી છે નિર્વિમા) ભેદથી રહિત (મહિમા) મોટપ જેની, એવો છું. આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે – “સર્વમ્ uિ fમત્વ' (સર્વ) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું - (fમવી) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીને – સ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય? “ય તુ મેનુમ્ શક્યતે” (યન્
Page #498
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૨
૪૮૫
૩) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (ભેજું ગયતે) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલ કે દૂરી કરી શકાય છે. શાથી ? ‘સ્વતંક્ષળવનાત્’ (સ્વતંક્ષા) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન – એવો જે ભેદ તેની ‘વાત્’ સહાયથી. કેવો છું હું ? યદ્િ ારાળિ વા ધર્મા: વા મુળા: મિદ્યને મિદ્યનાં વિત્તિ ભાવે વ્યાવન મિવા ન' (દ્રિ) જો (વ્હારાળિ) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં – એવા ભેદ (વા) અથવા (ધર્મ:) ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (મુળ:) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (મિદ્યન્તે) આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (તવા મિદ્યન્તાં) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ તિ ભાવે) ચૈતન્યસત્તામાં તો (ાવન મિવા ન) કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ ? ‘વિૌ’ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે ? વિશુદ્ધે' સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩–૧૮૨.
પોષ સુદ ૩, બુધવાર તા. ૧૧-૦૧-૧૯૭૮. કળશ-૧૮૨, પ્રવચન-૧૯૯
‘કળશટીકા' ૧૮૨ કળશ છે. ૧૮૨ કળશ.
भित्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् । भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति । । ३ -१८२ । ।
ભાવાર્થ, પહેલેથી ભાવાર્થ કરે છે. ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે...' જેને સમ્યગ્દર્શન થાય છે એટલે કે જેને એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ધ્રુવ શુદ્ધ સ્વરૂપનો સન્મુખ થઈને, એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈને જ્યાં અંતરનો અનુભવ સમ્યગ્દર્શન (થાય છે), અનુભવ એટલે શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુસરીને પરિણિતમાં આનંદનું અને શાંતિનું વેદન થવું એનું નામ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. એકદમ ઝીણી વાત તો છે. મોક્ષ અધિકાર’ છે ને ?
શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે.’
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૮૬
કલશામૃત ભાગ-૫
આહા..હા...! તે જીવને આવા પરિણામ એટલે પર્યાય – ભાવ સંસ્કારવાળો હોય છે. ‘અહમ્ શુદ્ધ: ચિત્ અશ્મિ વ કેવા સંસ્કાર હોય છે ? કેવા અનુભવમાં એને પિરણિત શુદ્ધ ચૈતન્યની પરિણતિ પર્યાયમાં શું હોય છે ? હું...' શુદ્ધ ચિત્ અસ્મિ’હું તો ‘શુદ્ધ ચૈતન્યમાત્ર છું....’ ‘અસ્મિ’ આહા..હા...! સમ્યગ્દર્શનમાં અથવા શુદ્ધ સ્વરૂપના અનુભવમાં એમ પિરણામમાં થાય છે કે, હું શુદ્ધ ચિન્માત્ર છું). સમજાવવું છે તો કેમ સમજાવે ? હું શુદ્ધ ચિન્માત્ર છું એવો વિકલ્પ પણ નહિ. આહા..હા...! આ ધર્મની પહેલી શરૂઆત, મોક્ષમહેલની પહેલી સીઢી !
—
—
હું શુદ્ધ ચિન્માત્ર (છું). છે ! શુદ્ધ ચિત્ અસ્મિ” હું તો શુદ્ધ જ્ઞાન, પવિત્ર ભાવ, પૂર્ણ પવિત્ર ચિભાવ એ હું છું. ‘અસ્મિ” તે હું છું. આ પ્રથમ અનુભવના સંસ્કારની વાત છે. શબ્દ સંસ્કાર વાપર્યો છે. વાત એ છે કે) એ ભાવ ત્યાં રહે છે. શાકમાં જેમ સંસ્કાર નાખે છે ને ? એમ આ આત્મામાં અનુભવના સંસ્કાર હોય છે. આહા..હા....!
પ્રથમ સમ્યક્ અનુભવમાં શુદ્ધ ચૈતન્ય પવિત્ર વસ્તુ છે) તેના અનુભવમાં એના પરિણામના સંસ્કાર (પડે છે કે) હું તો શુદ્ધ ચિન્માત્ર અસ્મિ છું. આહા..હા...! અહીં અસ્તિથી વાત લીધી છે. નાસ્તિથી નથી લીધી. નહિતર હું રાગ નથી, આ નથી, આ નથી, આ નથી... એમ નહિ. આહા..હા...! હું એક આત્મા અંદર.. આહા..હા...! શુદ્ધ જ્ઞાન, આનંદ, વીતરાગ સ્વરૂપે હું છું. જ્ઞાન અસ્મિનો અર્થ એ છે. હું વીતરાગ ચિન્માત્ર, આનંદમાત્ર વસ્તુ છું. આહા..હા...! સમજાય છે કાંઈ ? આ એના સંસ્કાર છે.
શુદ્ધ ચૈતન્યમાત્ર છું.... ‘વ” ‘નિશ્ચયથી એવો જ છું.’ વ”નો અર્થ કર્યો. ખરેખર હું ત્રિકાળી જ્ઞાનપુંજ આનંદકંદ જિનસ્વરૂપી હું છું. આહા...હા...! બનારસીદાસ'માં એ કહ્યું હતું ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંતર જૈન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ જિન સ્વરૂપ (એટલે) જ્ઞાનસ્વરૂપ કહો, વીતરાગ સ્વરૂપ કહો, આનંદ સ્વરૂપ કહો, શાંત સ્વરૂપ કહો, અવિકારી સ્વરૂપ કહો, ધ્રુવ સ્વરૂપ કહો, સામાન્ય સ્વરૂપ કહો. આહા..હા...! સ્વચ્છ સ્વરૂપ કહો, ઈશ્વર સ્વરૂપ કહો... આહા..હા...! એ હું છું. એવો નિશ્ચય છે. છે ? નિશ્ચયથી એવો જ છું.' ખરેખર હું આવો જ છું. આહા..હા...!
વિમુદ્રાતિનિવિમાનમહિમા” ‘ચેતનાગુણ વડે...' ગુણ ત્રિકાળી. ચેતનનો ચેતના ગુણ, આત્માના ચેતના ગુણ વડે. છે ને ? ‘ચિહ્નિત કરી દીધેલી એવી છે...' ચેતના ગુણના લક્ષણથી – ચિહ્નથી દીધેલી એવી છે...” નિર્વિમહિમા' આહા..હા...! ચેતના સ્વરૂપમાં નિર્વિભાગ મહિમા. જેનો ભાગ નથી, જેમાં બેપણું નથી. એવો જેનો અંદ૨ મહિમા છે. આહા..હા...! ચિમુદ્રાતિ” ‘ચેતનાગુણ વડે...' મુદ્રાનો અર્થ એ કર્યો. ચિન્મુદ્રા ! એ મુદ્રા છાપ છે, એમ. ચેતન... ચેતન... ચેતન... ચૈતન્ય એની મુદ્રા છાપ છે. જેમ અનુભવની આનંદમુદ્રા છાપ છે. આહા..હા..! આવી વાત છે. એમ વસ્તુની ચિન્મુદ્રા છાપ છે. આ
Page #500
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૨
४८७
ત્રિકાળીની વાત ચાલે છે. ચિનું ચેતનચેતન... જે એનું મૂળ મુદ્રા – છાપ ચેતન છે. જેનો નિર્વિભાગ - ભાગ નથી. જેમાં સ્વૈતપણું નથી એમ કહે છે. છે ને ?
વિષ્ણુદ્રાનિર્વિમા' “ભેદથી રહિત...” છે. આહા..હા...! તદ્દન માખણ કાઢ્યું છે ! ચેતનસ્વરૂપ જેના બે ભાગ નથી, નિર્વિભાગ એકરૂપ વસ્તુ છે. આ સમ્યગ્દર્શન અને અનુભવના આ સંસ્કાર છે. આહા...હા...! નિર્વિભાગ જેનો મહિમા એટલે કે “મોટપ જેની...” જેની મોટપ એકરૂપ છે. બે ભાગ રૂપી જેની મોટપ નથી. આહા...હા...! ઘણા જ માર્મિક શબ્દો છે ! આ તો વાચક છે, વાચ્ય તો અંદર છે. આહાહા...! એવી મારી મોટપ છે. એટલે ? ચિન્માત્ર જ્ઞાયકમાત્ર સ્વભાવ, જેના બે ભાગ નથી એ મારી મહિમા અને મોટપ છે. આહાહા...! હું એકરૂપ છું એ મારી મહિમા અથવા મોટપ છે. એ મારી સર્વોત્કૃષ્ટતા છે.
જ્ઞાનમાત્ર ધ્રુવ વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ, એ બે ભાગ વિનાની મારી મોટપ અને વસ્તુની સ્થિતિ સર્વોત્કૃષ્ટ એ છે. આહા..હા..! “એવો છું. આવો અનુભવ જે રીતે થાય...... હવે આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે.”
સર્વમ્ અપિ મિત્વ' હવે નાસ્તિ કીધી. પહેલી અસ્તિ લીધી. “સર્વમ્ અપિ મિત્વ' સર્વ જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું...” fમત્વા” “અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો...... આહા..હા..! શુભાશુભ રાગને પોતારૂપ જાણીને જે અનુભવતો હતો એ અનાદિકાળની અજ્ઞાનદશામાં એ અનુભવ હતો એનો ભેદ પડી ગયો. મિત્વ છે ને ?
શુભ-અશુભ રાગ, કર્મ શબ્દ આ રાગ ભાવ છે. શુભ-અશુભ રાગ જે અનાદિકાળનો (અનુભવ હતો), ચેતનસ્વરૂપ નિર્વિભાગમાં પર્યાયમાં રાગનો અનુભવ હતો તેને મિસ્ત્રી ભેદીને, છેદીને. આહાહા..! “અનાદિ કાળથી પોતારૂપ જાણીને...” એ તો એક ખુલાસો કર્યો. પાઠમાં તો મિત્વા' છેકોને ભેદયું ? એમ કહે છે. અનાદિકાળથી રાગને – પુણ્યપાપને અનુભવતો હતો એ મિત્વા' એમ. એ તો ખુલાસો કર્યો. બાકી આમ મિત્વા છે. પણ કોને ભેદ્યો ? કે, પુણ્ય અને પાપના વિકલ્પો – વિકાર, અનાદિકાળથી તે હું એવું અનુભવમાં હતું એને જુદું પાડ્યું. આહા..હા..! આવી ઝીણી વાત છે, બાપુ !
આ વ્રત કરવા ને અપવાસ કરવા ને એ બધું કેટલું સહેલું હતું ! આવી વાતું હવે ! સંઘ કાઢવા, રથયાત્રા કાઢવી, લ્યો ! બાપુ ! પણ પહેલી ચીજ જે છે એનો અનુભવ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત જ નથી. આહાહા..! શરૂઆત પછી અંદર સ્થિરતા – ચારિત્ર થાય એ વાત પછી. એ ક્રિયા વચ્ચે આવે, અશુભથી બચવા શુભ (આ) પણ તે ભિન્ન રીતે આવે, એકપણે ન આવે. સમજાણું કાંઈ ? ઝીણું કહેવું અને સમજાણું કાંઈ એમ) પાછો કહું ! આહા...હા...!
ભગવાન ચેતનસ્વરૂપ પૂર્ણ સ્વભાવથી ભરેલો નિર્વિભાગ જેનો ભાગ નથી, એનો અનુભવ
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૮૮
કિલશામૃત ભાગ-૫
કરતાં કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવ, એનો જે અનાદિથી અનુભવ હતો તેને મિત્વા નામ છેદીને, તેને જુદા પાડીને. આ સમ્યગ્દર્શન પામવાની રીત (છે). આત્માનો અનુભવ થવાની આ રીત છે). આહાહા...! પોતારૂપ જાણીને અનુભવતો હતો...” મિત્વાની વ્યાખ્યા કરી. રાગનો વિકલ્પ ચાહે તો મહાવ્રતનો હોય કે ભગવાનના સ્મરણનો હોય પણ એ બધું પરદ્રવ્ય. આહા...હા..! જાણીને....” “fમત્વ' “સ્વામિત્વ છોડી દીધું.” “fમત્વની વ્યાખ્યા કરી. ધણીપતું છોડી દીધું. દયા, દાન, વ્રત આદિનો જે રાગ હતો એનું સ્વામિપણું છોડી દીધું. ધણીપતું અહીં ચૈતન્યમાં આવ્યું – હું ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ જ્ઞાયક ભાવ એક છું. ‘ક્ષિ' થયું ને ? એમાં આના ભાવનો અભાવ છે તેથી તેને જુદું પાડીને. આહા..હા....! છોડી દીધું.” સ્વામિત્વ છોડી દીધું એમ કીધું. આહા..હા..! રાગ રહે ખરો, પણ સ્વામિત્વ છોડી દીધું, ધણિપતું છૂટી ગયું.
આ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ (થાય) એ મારા છે અને જે એ ભાવથી આત્માને લાભ માને છે એનો અર્થ એ પોતાના જ માને છે. સમજાણું કાંઈ ? આ...હા...!
સ્વામિત્વ છોડી દીધું. મિત્વનો અર્થ કર્યો. મિત્વાનો અર્થ છોડી દીધું છે. પણ જે રાગનો અનુભવ હતો, તેનું ધણિપતું છૂટી ગયું અને અહીંયાં ચૈતન્ય શુદ્ધ સ્વરૂપનું સ્વામિપણું – ધણીપતું પ્રગટ્યું. એ હું અને એનો હું સ્વામિ છું. ૪૭મી સ્વસ્વામિસંબંધ શક્તિ છે ને ? આહા...હા..! મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ (છે) તેનો હું સ્વામિ છું એ પણ હજી ભેદથી કથન તો એમ થાય ને ? પણ એ જ હું છું. આહા...હા...! આવી વાત છે.
કેવું છે પરદ્રવ્ય ?' એ પુણ્ય અને પાપના ભાવ જે મારાપણે અનુભવાતા હતા), સ્વામિ – ધણીપતે માનતો હતો, તે કેવા છે? “યત્ તુ મેનુમેં શવને જે કર્મરૂપ પરદ્રવ્યવસ્તુ...” “બેસુમ શક્યતે” “જીવથી ભિન્ન કરવાનું શક્ય છે.” એટલે કે દૂર કરી શકાય છે. આહા..હા..
એ તો બે વાત આવી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. એક નથી થયા, એણે માન્યું છે. શુભ રાગ અને ચૈતન્ય શુદ્ધ વસ્તુ – બે વચ્ચે સાંધ છે, સંધિ છે, તડ છે, એક નથી. કારણ કે એ બે તત્ત્વ છે. રાગ આસ્રવતત્ત્વ છે, ભગવાન જ્ઞાનતત્ત્વ છે. એટલે બે તત્ત્વ વચ્ચે, બેનું બેપણું રહેવામાં વચ્ચે સંધિ છે. સમજાણું કાંઈ ? આહાહા...! આવું આકરું લાગે એટલે માણસને (એમ કહે કે, સમ્યગ્દર્શનની ખબર ન પડે, ઝીણી વસ્તુ છે માટે વ્રત ને તપ કરો.
અહીં તો એ કહે છે, અનુભૂતિથી ખબર પડે છે. સમ્યગ્દર્શન – પ્રતિત પોતે સીધી ખબર ન પડે. સમજાણું કાંઈ ? પણ સાથે અનુભૂતિ છે, એનાથી અવિનાભાવી આનંદનો સ્વાદ છે (માટે) સમ્યગ્દર્શનની ખબર પડે છે. સમજાણું કાંઈ ? આહાહા...!
એટલે દૂર કરી શકાય છે. શું કીધું ઈ ? “યત્ તુ મેરૂમ શક્યતે” એ જુદા પાડી
Page #502
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૨
૪૮૯
શકાય છે કેમકે એ જુદાં છે. આહા...હા...! આવી ઝીણી વાત આવી છે ! હજી તો પ્રથમ સમ્યગ્દર્શનમાં થતો આત્માનો અનુભવ, એમાં થતાં પરિણામના સંસ્કાર, એ રાગથી ભિન્ન પડવાનું શકય જ છે કેમકે ભિન્ન છે, ભિન્ન છે. માટે ભિન્ન પાડી શકાય છે. ભિન્ન છે માટે ભિન્ન પાડી શકાય છે. આહા...હા...!
ભિન્ન) કરવાનું શક્ય છે.” એટલે ? “ખેડુમ્ વિજ્યતે” એટલે ? રાગને દૂર કરી શકાય છે. કેમકે રાગ અને જ્ઞાયકભાવ એક છે નહિ. આહા..હા...! આવી ઝીણી વસ્તુ છે. “શાથી?’ બેને ભિન્ન કરી શકાય છે. કેમ ? કે “સ્વનક્ષUાવતી’ “સ્વત્નક્ષUMવતા’ બન્નેના લક્ષણની વાત છે. બન્ને, હોં ! “સ્વત્નક્ષUવિત્ની સ્વ નામ બન્નેના પોતાના લક્ષણના બળથી. સ્વ એટલે એકલા આત્માનું નહિ. “સ્વનક્ષUવની બે દ્રવ્યના સ્વ – પોતાના લક્ષણની ભિન્નતાને કારણે. આહાહા..!
સ્વનક્ષUવિના “જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન...” રાગ. કર્મ તો જડ રજકણ છે, એનું કાંઈ નથી પણ આ રાગ લેવો). રાગનું લક્ષણ અચેતન છે, ભગવાનનું લક્ષણ ચેતન છે. જાણનાર તે આત્મા અને નહિ જાણનાર તે અચેતન – રાગ. બેના લક્ષણ ભિન્ન છે. “એવો જે ભેદ તેની....” “ના” “સહાયથી. તેના બળથી. એટલે કે તેની સહાયથી. આ જ્ઞાન સ્વરૂપ તે ચૈતન્ય, અચેતન સ્વરૂપ તે રાગ – એ જ્ઞાનના ચૈતન્યના પ્રકાશમાં રાગની એકતા નથી તેથી તે અચેતન છે, એના બળથી બે જુદા પાડી શકાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...મુદ્દાની રકમ આવી છે. આહા..હા..!
અહીં તો હજી બહારની તકરાર (કરે છે). વ્યવહાર વ્યવહાર વ્યવહાર... વ્યવહાર કોને હોય પણ ? જ્યાં નિશ્ચય સ્વરૂપનો અનુભવ હોય એ એમાં ઠરી શકે નહિ, ત્યારે અશુભથી બચવાને શુભ ભાવ હોય, પણ છે એ હેય અને બંધ. છે દુઃખ અને રાગ. આહાહા...! ભગવાન આત્માનો અનુભવ એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે અને રાગનો અનુભવ દુઃખ છે. બન્નેને તેના લક્ષણથી જુદા પાડી શકાય છે. એવું એનું સ્વરૂપ જ એવું છે, એમ કહે છે. “વની એટલે બેના લક્ષણના બળથી. પાઠ એમ છે ને ? “નક્ષપવિત્રી' બન્નેના લક્ષણના જોરથી, બન્નેના લક્ષણની ભિન્નતાથી, બન્નેના લક્ષણની સહાયતાથી બે જુદા પડી. શકે છે. આહા...! આજે તો બધું ઝીણું આવ્યું. કાલે એવું આવ્યું હતું. આ તો મોક્ષ અધિકાર’ છે ને ? મૂકાવું. મૂકાવુંમાં ભેદ પડે ને ?
પ્રશ્ન :- શેનાથી મૂકાવું ?
સમાધાન – દુઃખથી મૂકાવું. મોક્ષમાં અસ્તિ તરીકે આનંદ (છે), પણ મોક્ષ (શબ્દ) છે ને ? (એટલે) મૂકાવું – દુઃખથી મૂકાવું, રાગથી મૂકાવું. આહા...હા...!
મુમુક્ષુ :- જુદા પાડે નહિ, જુદા- જુદા જાણે. ઉત્તર :– જુદા છે તેને જુદા જાણે. બન્નેના જુદા લક્ષણના સહારાથી, બન્નેના જુદા લક્ષણના
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૯૦
કલામૃત ભાગ-૫ બળથી, બન્નેના જુદા લક્ષણની સહાયથી જુદા પાડે. આહા...હા...! આવી વાત છે. આ તો મૂળની વાત છે.
સ્વત્નક્ષUવિતા' ભગવાન આત્માનું લક્ષણ તો જાણન પ્રકાશ (છે) અને રાગનું લક્ષણ એ પ્રકાશથી વિરુદ્ધ અચેતન (છે). એવા બેના લક્ષણની સહાયથી, બળથી બે જુદા પાડી શકાય છે. આહાહા..! ભાષા તો બહુ સહેલી છે પણ) ભાવ (બહુ ગંભીર છે). આહા...હા...! કરવાનું હોય તો આ છે. “લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત તંદુરંદ, નિજ આતમ ઉર ધ્યાવો” ઈ આ !
વનક્ષUાવતા” “કેવો છું હું ?” ઃિ ૨al વ વર્મા વા UTT: fમત્તે મિન્તાં વિતિ ભાવે વન fમા ન આહા..હા..! એકદમ અભેદ સ્વરૂપને વર્ણવે છે. સમ્યગ્દર્શનનો વિષય એકદમ અભેદ છે. ભેદ જરીયે નથી. આ..હા...! “દ્ધિ જો આત્મા, આત્માને.' પરથી તો જુદો પાડ્યો. હવે અહીંયાં ભેદ પાડે છે, એ ભેદથી પણ જુદો. આહા..હા..! “આત્મા’ કર્તા. ‘આત્માને, આત્મા વડે...” એ સાધન. ‘આત્મામાં...” આધાર એવા ભેદ” આહા...હા..! એવા ભેદ વિકલ્પ દ્વારા અથવા વચન દ્વારા પડી શકે. વસ્તુમાં ભેદ નથી, એમ કહે છે.
“આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં....” અહીં અર્થ વચન દ્વારા લેશે પણ વિકલ્પ દ્વારા એવા ભેદ પડે, પણ વસ્તુમાં ભેદ નથી. સમજાણું કાંઈ ? આહા...હા....! આત્મા પરથી તો જુદો પાડ્યો પણ હવે પોતામાં પણ ભેદ નહિ, એમ કહે છે. આહા..હા...! આત્મા (એટલે) કર્તા, આત્માને (એ) કાર્ય – કર્મ, આત્મા વડે (એટલે) સાધન. આત્મા વડે જાણવું એવો ભેદ પણ જેમાં નથી, કહે છે. આહા..હા..! રાગ વડે તો નહિ, રાગ તો જુદો પાડી દીધો, હવે આત્માને, આત્મા, આત્મા વડે એટલે આત્મ-સાધન, આત્મા વડે – સાધન, આત્માને આધારે, સાધનને પણ આત્માને આધારે, એવા ભેદ પણ જેમાં નથી.
મુમુક્ષુ :- વસ્તુ તો ભેદભેદ સ્વરૂપ છે. ઉત્તર :- અભેદ છે અને એકરૂપ છે. આહા...હા...!
એ કારકો (છે). કર્તા, કર્મ જ છે ને ? એ કારકની વાત છે. આત્મા... ખરેખર એ કર્તાકર્મ કારકો છે ઈ પર્યાયમાં થાય છે. ધ્રુવમાં કારકો (છે) ઈ તો ધ્રુવ છે. પણ ભાષા બતાવે છે – આત્મા એવી એ પર્યાય, આત્માને એ પર્યાય, આત્મા વડે (એ) પર્યાય, ઈ કર્તા, કર્મ આદિ પર્યાયમાં હોય છે. દ્રવ્યમાં કર્તા, કર્મ હોતું નથી એ તો આરોપથી કથન છે. આહા...હા...!
વસ્તુ જે છે એમાં તો આત્મા, આત્માને અને આત્મા વડે. વ્યવહારને તો જુદો પાડ્યો, વ્યવહારથી તો થાય નહિ, પણ આવા ભેદ વડે પણ આત્મા અનુભવાય નહિ, એમ કહે છે. આહા...હા...! આત્માને, આત્મા વડે – સ્વભાવ પડે. આત્મા વડે (એટલે) સ્વભાવ વડે.
Page #504
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૨
-
આત્માના સ્વભાવ વડે એવો ભેદ પડ્યો ને ? આત્મામાં – મારામાં – આધાર, એવા ભેદ હો, વિકલ્પ ઉઠતા હોય તો કહે છે, (ભલે) હો. વસ્તુમાં નથી. આહા..હા...! વચન દ્વારા, વ્યવહાર દ્વારા (કહેવાય). અહીં વચન દ્વારા કહ્યું છે. વ્યવહારને કથન માત્ર જ કહ્યું છે. કથનમાત્રમાં એવા ભેદ હો, વસ્તુમાં નથી. આહા...હા...!
અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ.... આ ભેદ એમાં નથી એમ કહેવું છે. કારકો જેમાં નથી. ધર્મા:’ એટલે ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. આહા..હા...! અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ..’ એ પણ વચન દ્વારા, વિકલ્પ દ્વારા હો તો હો, વસ્તુમાં નથી. આહા..હા..! નિર્વિકલ્પ અનુભવમાં આ કાંઈ નથી. પહેલા વિકલ્પના વિચારોમાં ભલે આ હો, કહે છે. અહીં વચન દ્વારા કીધું છે, વ્યવહાર કીધો છે. વ્યવહારને કથનમાત્ર કીધું છે ને ? એટલે કથનીમાં અંદ૨ ભલે ભેદ પડો, વસ્તુમાં નથી. આહા..હા...! આવો માર્ગ ! કહો, ભાઈ ! આહા..હા...!
પ્રથમ આત્માનો અનુભવ થવાના કાળમાં આ સ્થિતિ હોય છે. અર્થાત્ સમ્યગ્દર્શનના કાળમાં આવો ભેદ એમાં હોતો નથી. આ..હા..હા..હા...! અહીં તો હજી કહે, વ્યવહા૨ ક૨તાં કરતાં થાય. વ્યવહાર આ, રાગનો વ્યવહાર, હોં ! આ તો એની કથનીનો વ્યવહા૨ છે એનાથી પણ (થાય) નહિ, કહે છે. આહા...હા....!
‘ધર્મા:’ એટલે ઉત્પાદ્-વ્યય ને ધ્રુવ. એનો સ્વભાવ. ત્રણ ભેદ એ પણ જેમાં નથી, એકરૂપ વસ્તુ છે. આહા..હા...! અથવા દ્રવ્ય-ગુણ ને પર્યાય. આત્મા દ્રવ્ય, ચેતના ગુણ, પર્યાય નિર્મળ એવા ત્રણ ભેદ પણ જેમાં નથી. આહા..હા...! બે બોલ થયા. બે બોલ કોણ ? ારાળિ” અને ‘ધર્મા:’‘વ્યારાન’ (એટલે) કારકો, અને ધર્મ. હવે ત્રીજો એક બોલ રહ્યો.
૪૯૧
‘શુ:’ ધર્મથી ગુણ જુદી જાત પાડી. પેલામાં ભેદ છે ને ? હવે આ જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ...' આહા..હા..! એકરૂપ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવમાં અનંત ગુણ છે. એ ગુણી છે એમાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ છે એ પણ વચનનો વ્યવહા૨ અને વિકલ્પ છે. આહા..હા...! એ પણ અનુભવના કાળમાં નથી. આવી વાત છે.
કાલે એક માણસ કહેતા હતા, તમે નિશ્ચયને માનો છો ને ? કાલે સંઘ આવ્યો હતો ને ? મેં કીધું, હા. નિશ્ચય હોય તો પછી વ્યવહાર હોય, એમ. સાધુ-બાધુ કોઈ છે નહિ. બાપુ ! હજી તો સમ્યગ્દર્શનના ઠેકાણા નથી. અનેક પ્રકારની વિપરીત માન્યતા કરી રહ્યો છે. આહા..હા...! આમાં ક્યાં સમ્યગ્દર્શન, કાં સાધુપણું, શ્રાવકપણું કચાંથી આવ્યું ? આકરું કામ તો ખરું.
જ્ઞાનગુણ આદિ અનંત ગુણ, ભેદરૂપ મિદ્યતે” છે ને ? ધર્મી શુળા: મિદ્યન્ત” આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે...’ વિકલ્પ દ્વારા ન કહેતાં, વચન દ્વારા કીધાં. અંદર મૂળ તો વિકલ્પ છે, અંતરવચન, અત્યંતર વચન. આ આવો છે ને આ આવો છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૯૨
કલશામૃત ભાગ-૫
આ આનંદ ગુણ છે એવો જે વિકલ્પ છે એને અત્યંતરજલ્પ કહ્યો. અભ્યતંરકલ્પ ! બહારનો જલ્પ બાહ્ય (કહેવાય) સમજાણું કાંઈ ? આહા...હા...! “મિદીનાં “વચનમાત્ર ભેદ હો; પરંતુ...” વિતિ ભાવે ચૈતન્યસત્તામાં તો...” આહા...હા...! ભગવાન ચૈતન્યનું હોવાપણું - સત્તા. જ્ઞાયકભાવનું હોવાપણું, વસ્તુ સ્વભાવે એકરૂપ હોવાપણું. એમાં વન fમાં જ “કોઈ ભેદ નથી.” આહા...હા...! આ એની વિધિ છે. અનુભવની આ વિધિ છે, સમ્યગ્દર્શનની આ વિધિ છે. આહા..હા...! એ વિના બધું ફોગટ છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને.. એ બધા સંસાર ખાતા છે. રાગ ઈ પોતે સંસાર છે. આહા...હા...!
“વન fમા જ છે ને ? આહા...હા...! “વિતિ ભાવે વેન fમાં ન આખા શ્લોકમાં છેલ્લો શબ્દ છે ને ? જરીયે ભેદ નથી, કાંઈ પણ ભેદ નથી. ગુણીના ગુણમાં ભેદ કરવા એ પણ કાંઈ નથી. આહા..હા...! રાગ ભાવ તો નથી પણ ષકારકની ક્રિયાના વિકલ્પો પણ જેમાં નથી, જેમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનો વિકલ્પ નથી અને જેમાં આ ગુણભેદ, ગુણીના ગુણભેદ. ઓ.હો..હો...! એ વિકલ્પ પણ જેમાં નથી. ભાવન” કાંઈ પણ નથી. આહા...હા...! એક શ્લોકે તો બસ છે. “અમૃતચંદ્રાચાર્યદેવનો કોઈપણ શ્લોક અદ્ભુત વાત ! અદૂભૂત વાત !! ભાવલિંગ જેનું ચિહ્ન છે. અતીન્દ્રિય સ્વસંવેદન, ઉગ્રપણે વેદન એ જેનું – મુનિનું ભાવલિંગ છે. દ્રલિંગ તો વિકલ્પ અને નગ્નપણું, એ કંઈ નહિ. આહા..હા..! જેનો અંતર અતીન્દ્રિય આનંદનું પ્રચુરપણે – ઉગ્રપણે વેદન (થવું) એ મુનિનું ભાવલિંગ છે. એ ભાવલિંગી મુનિ આમ કહે છે. આહા...હા...! જેને ભાવલિંગ ન હોય અને એકલા દ્રવ્યલિંગ હોય એની તો વાત છે જ નહિ. આ ભાવલિંગી સંતો અનુભવનો પ્રકાર વર્ણવતા, ભેદતાનો નિષેધ કરીને એકલો નિર્વિકલ્પ અનુભવ છે, કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા....!
પરંતુ....” વિતિ મારે જાવન fમવા ન એટલે ? એ તો નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે.” આહા...હા...! આમ તો “fમા ન’ નકાર કર્યો છે, કાંઈ બેદ નથી. (તો) છે શું ત્યારે ? એમ. આવું કાંઈ નથી ત્યારે છે શું છે ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. આત્માનું એકલું ચૈતન્ય સત્ત્વ, જ્ઞાયક સત્ત્વ એકરૂપ સત્ત્વ તે છે. તે અનુભવમાં આ છે. સમજાણું કાંઈ ?
al fમ ન નિર્વિકલ્પ ચૈતન્યમાત્ર વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ જે છે એ છે કેવું ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે એ છે કેવું ? કેવો છે ? “વિમૌ’ વિશેષણ. વિ – વિશેષણથી ભૂ. એ ચૈતન્યનમાં જ એકલો વ્યાપક છે. વિશેષથી ભૂ, વિભૂ વિશેષથી ભૂ – ભવતિ. એ પોતાના સ્વરૂપમાં જ વ્યાપક છે. આહા..હા..! પેલા વિભુ કહે છે ને ? સર્વવ્યાપક ! આત્મા સર્વવ્યાપક છે ને ઢીકણું, પૂછડું. અહીં એ લીધું છે. વિભૂ. પોતાના વિશેષ – ગુણો એમાં એ ભવતિ નામ ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. પોતાના વિશેષ ભૂ, વિશેષણોવાળા ભવતિ, ગુણનો એકલો પુંજ
Page #506
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૨
૪૯૩
પ્રભુ છે એ તો ! વિભૂનો આ અર્થ છે. પેલા સર્વ વ્યાપક એક આત્માને વિભૂ કહે છે. બધા થઈને એક છે. વિશેષે ભૂ. એમ નથી. એ માટે આ શબ્દ વાપર્યો છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એમ કે, આવો જ્યારે તમે (આત્મા કહો છો), કારકના ભેદ નહિ, ગુણના ભેદ નહિ, ધર્મના ભેદ નહિ ત્યારે એક જ વસ્તુ સર્વવ્યાપક રહી. (તો કહે છે) એમ નથી. સર્વવ્યાપક એક એમ નથી. પોતામાં વિભૂ છે. પોતામાં અંદર વિ – વિશેષ ગુણો છે, એમાં ભૂ – ભવતિ નામ એમાં રહેલો છે. આહાહા..! સમજાણું કાંઈ ? કલાકની આવી વાતું ! એક એક કલાક ઝીણો ! આ ભક્તિ કરવી, પૂજા કરવી, જાત્રા કાઢવી, મંદિર બનાવવા બધું સહેલુંટ હતું, લ્યો ! કોણ બનાવે ? બાપુ !
કાલે એક જણો કહેતો હતો, આ બધો આવો ઠાઠ અહીં જામી ગયો છે. કર્યું ત્યારે થયું ને ? બાપુ ! એ વાતું ઝીણી છે, ભાઈ ! આવા મોટા મકાન ને... આહા..હા...! એ તો થવા કાળે એની પર્યાયો થાય, કોઈ એને કરે નહિ, ભાઈ ! અહીંયાં તો રાગનો કર્તા નથી, એ તો ભેદનો કર્તા નથી ને ! આહા...હા...! પર્યાયનો કર્તા કહેવો એ ઉપચાર છે. દ્રવ્ય કર્તા અને પર્યાય કર્મ એ પણ ઉપચાર છે. આહા..હા..! આવી વાતું છે. એને આખી જિંદગીમાં સાંભળવા મળી ન હોય. આ તો દયા પાળો ને વ્રત પાળે ને અપવાસ કરો.... વર્ષીતપ કરે એટલે થઈ રહ્યું. પાંચ-દસ હજાર ખર્ચે એટલે થઈ ગયો ધર્મ ! ધૂળમાંય ધર્મ નથી.
મુમુક્ષુ - અપવાસ કરે કોક ને ખર્ચે કોક એમાં ધર્મ ક્યાં આવ્યો ?
ઉત્તર :- એને માટે ખર્ચે છે ને ? (એક જણાની) વહુએ વર્ષીતપ કર્યા હતા. પોણો લાખ ખર્યા હતા. આમ દેખાય કેવું બધું ! હો. હા, હો. હા. લાગે. ધૂળમાંય નથી, અહીં તો કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! તારી ચીજ તો વિ – ક્યા ગુણમાં વ્યાપકપણે છે, તારા સ્વરૂપમાં વ્યાપકપણે છે, બહાર રાગમાં પણ નથી આવી અને પર્યાયમાં પણ નથી આવી. એનો નિર્ણય કરનારી પર્યાય છે. પર્યાયમાં એ વસ્તુ આવી નથી અને પર્યાય વસ્તુમાં ગઈ નથી. આહાહા...! આવો જે અભેદનો અનુભવ એ પર્યાય છે, તો પર્યાયમાં એ ચીજ આવી નથી. ચીજ સંબંધીનું જેટલું સામર્થ્ય છે તેટલું બધું એનું જ્ઞાન આવ્યું પણ એ વસ્તુ આવી નથી. વસ્તુ વસ્તુમાં રહી છે. આહા...હા...! આવા ભેદને પણ કાઢી નાખીને એકલી અભેદ ચીજ (બતાવી છે).
વિધૌ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. જોયું ? પોતાનું સ્વરૂપ. વિશેષ – ભૂ કીધું ને ? પોતાના સ્વરૂપમાં વિશેષ, એટલે પોતાનું ખાસ સ્વરૂપ. એના સ્વરૂપમાં ભૂ એટલે વ્યાપનશીલ છે. આહાહા“વળી કેવો છે ?” “સર્વ કર્મની ઉપાધિથી રહિત છે.” રાગના વિકલ્પમાત્રથી એકલો નિર્વિકલ્પ આનંદનો અનુભવ ! આહાહા...! વેદાંતી તો એમ કહે કે, આ આત્મા અને આત્માનો અનુભવ ! બે ? ઈ છે બે, પણ અનુભવ અને આ બે,
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૯૪
કિલામૃત ભાગ-૫
દૃષ્ટિ આમ એક છે. અનુભવની દૃષ્ટિમાં વસ્તુ એક છે. સમજાણું કાંઈ ? પણ અનુભવી વસ્તુ છે એકથી ભિન્ન. આહાહા...! એવી ચીજ “વિશુદ્ધે “સર્વ કર્મની ઉપાધિથી રહિત.” એવો અનુભવ છે. આ એક શ્લોકમાં અનુભવની વ્યાખ્યા કરી. વિશેષ કહેશે..
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાહૂતવિક્રીડિત)
अद्वैतापि हि चेतना जगति चेद् द्दगज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत् । तत्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४-१८३ ।।
ખંડાન્વય સહિત અર્થ :- તેન વિ નિયત સપ્તરૂપ તુ તેન) તે કારણથી (ચિત) ચેતનામાત્ર સત્તા (નિયતં) અવશ્ય (તિરૂપ તુ) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને દઢ કરે છે – “વેત્ નપતિ વેતના કતા
પિ તદ્ વિજ્ઞપ્તિરૂપં ત્યને સી તિમ્ વ ત્ય' (વે) જો એમ છે કે (નાતિ) રૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી વેતન) સ્વપરગ્રાહક શક્તિ, કેવી છે ) (ગદ્દેતા
પિ) એક-પ્રકાશરૂપ છે તથાપિ (દરજ્ઞપ્તિરૂપ ત્યજી દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવાં બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો – “સા સ્તિત્વમ્ પર્વ ત્યને” (સી) તે ચેતના (અસ્તિત્વમ્ વ ચેનેતો પોતાના સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી? સામાન્યવિશેષરૂપવિરહા' (સામાન્ય) સત્તામાત્ર અને વિશેષ) પર્યાયરૂપ, તેમના વિરહાત) રહિતપણાને કારણે. ભાવાર્થ આમે છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે, જેથી સમસ્ત શેય વસ્તને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – યાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે રૂપે પરિણમે છે – તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા
Page #508
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૪૯૫
કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે : બીજો દોષ આવો – ‘તજ્યારે વિતઃ પિ નડતા મવતિ' (તત્યારે) ચેતનાનો અભાવ થતાં વિત:પિ) જીવદ્રવ્યને પણ (નડતા મવતિ) પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે.
” ત્રીજો દોષ આવો કે – “વ્યાપhત્ વિના વ્યાપ્ય: માત્મા તમ્ ૩પૈતિ' (વ્યાપાત્ વિના) ચેતનાગુણનો અભાવ થતાં વ્યાપ્ય: ત્મિ) ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે (ક્તમ્
ત્તિ) નાશને પામે અર્થાત મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. - આવા ત્રણ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે-સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૪-૧૮૩.
પોષ સુદ ૪, ગુરુવાર તા. ૧૨-૦૧-૧૯૭૮.
કળશ૧૮૩, પ્રવચન–૨૦૦
૧૮૨ (કળશમાં) એમ આવ્યું કે, આત્મા અભેદસ્વરૂપ છે. એમાં કર્તા-કર્મ-કરણ કારકોના ભેદ પણ એમાં નથી. તેમ તેમાં ધર્મના ભેદો નથી. અસ્તિત્વ આદિ ધર્મો છે એવા ભેદ પણ એમાં નથી. તેમ ગુણના ભેદ એમાં નથી. ગુણી આત્મા અને ગુણ આ, એવા ભેદ નથી. ધર્મમાં એ લીધું – ઉત્પાદૂ-વ્યય-ધ્રુવ અને દ્રવ્ય-ગુણ-પર્યાય. એ પણ જેમાં નથી. ત્યારે કોઈ એમ કહે કે, એક જ છે તો ચેતના પણ એક જ રૂપ હોવી જોઈએ. સમજાણું આમાં કાંઈ ?
જ્યારે આત્મામાં) કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન (આદિ) કારકોના ભેદ નથી, ધર્મના – ઉત્પાદવ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, ગુણના – જ્ઞાન, દર્શન, આનંદ આદિના ભેદ નથી તો આત્મામાં એક અદ્વૈત ચેતના એક જ હોવી જોઈએ. શું કહ્યું સમજાણું ? એનો અહીં નિષેધ કરે છે કે, ચેતના અદ્વૈત એક જ નથી. ચેતના બે પ્રકારે છે. બીજા બધા નિષેધ કર્યા. સમજાણું કાંઈ ? વિષય જરી ઝીણો છે. ૧૮૨ (કળશમાં) તો બધું કાઢી નાખ્યું ને ?
કારકો, ધર્મો અને ગુણો એમાં છે નહિ. એ તો એકરૂપ ચૈતન્યસ્વરૂપ અભેદ નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્યારે કોઈ એમ કહે કે, આ બધા ભેદો
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૯૬
કલશામૃત ભાગ-૫ કાઢી નાખ્યા તો પછી આત્મામાં જે ચેતના છે એ પણ એક જ રૂપ હોવી જોઈએ. એના સામાન્ય અને વિશેષ બે રૂપ ન હોવા જોઈએ. સમજાય છે કાંઈ ? એ કહે છે, જુઓ ! ૧૮૩ (કળશ).
સત િદિ વેતન ચેતના છે તો અદ્વૈત એક, પણ એના રૂપ બે છે. ભાઈ ! આ વેદાંત કહે છે ને કે, બ્રહ્મ એક છે. એમ તમે પણ એમ કહ્યું, કારક નથી, ગુણ નથી, ભેદ નથી તો આત્મા બ્રહ્મસ્વરૂપ એકરૂપ રહ્યો. તો એનો ચેતના નામનો જે ગુણ છે એ પણ એક જ રૂપે રહ્યો. તો કહે છે), ના, એમ નહિ. ચેતના બે પ્રકારની છે – સામાન્ય અને વિશેષ. દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ છે. તો આત્મા, એની ચેતના. આત્મા ચેતન, એની ચેતના એકરૂપે છે એમ નથી. સમજાણું આમાં કાંઈ ?
આત્મા - ચેતન, એની ચેતના એક જ રૂપ છે એમ નથી. બીજા બધા ભેદ કાઢી નાખ્યા પણ ચેતનની ચેતના એક જ રૂપ છે એમ નથી. થોડી ઝીણી વાત છે. ચેતના બે પ્રકારે છે – સામાન્ય અને વિશેષ. એ બે ભેદનો નિષેધ ન થાય. એ બે ભેદનો નિષેધ થતાં ચૈતન્યનો નિષેધ થઈ જાય છે. સમજાય છે કાંઈ ? ૧૮૨માં કાઢી તો બહુ નાખ્યું. તો પછી આ પણ કાઢી નાખો કે, આત્મા ચેતના એક રૂપ છે. એના દર્શન અને જ્ઞાન, સામાન્ય અને વિશેષ એવા બે ભેદ પણ નથી. પરંતુ) એમ નથી. અનેકાન્ત કર્યું. ત્યાં બે ભેદ છે. કારકોના, ધર્મના અને ગુણના ભેદોનો નિષેધ કર્યો પણ આત્મામાં ચેતના એનો જે ગુણ છે ઈ એક જ રૂપ છે એમ નથી. એ ચેતના અદ્વૈત હોવા છતાં એના રૂપ બે છે. સામાન્ય અને વિશેષ. છે ? જુઓ !
તેન વિ નિયતં તિરૂપ તું તે કારણથી ચેતનામાત્ર સત્તા અવશય દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો.” બીજું બધું કાઢી નાખ્યું પણ આ ચેતના બે પ્રકારે છે એ તો બરાબર છે. સમજાણું કાંઈ આમાં ? આ તો ઝીણી વાત છે, ભાઈ ! આત્મા વસ્તુ છે એ એકરૂપ (છે) પણ એની ચેતનાનું પણ એક જ રૂપ (છે), એમ નથી. ચેતનાના બે રૂપ છે – સામાન્ય અને વિશેષ. આવું ઝીણું કહ્યું.
“અવશ્ય...” જરૂર. ‘દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો.” ઉપદિષ્ટ હો નામ જણાય છે. અંદર બે ગુણ છે. ચેતના સામાન્ય અને વિશેષ છે. સત્તા તરીકે સામાન્ય અને પર્યાય વિશેષ તરીકે વિશેષ – એવા ચેતનાના બે ભેદ છે. અરે.! આવી વાતું ઝીણી બહુ ! દયા પાળવાની વાત તો ક્યાંય રહી ગઈ, વ્રત ને ભક્તિના પરિણામ પણ કયાંય રહી ગયા. એક વસ્તુમાં છ કારકો પણ ક્યાંય ભિન્ન રહી ગયા, ઉત્પાદવ્યય ને ધ્રુવ અને દ્રવ્ય-ગુણ ને પર્યાય એવા ભેદ પણ ક્યાંય રહી ગયા, ગુણ-ગુણીના ભેદો – જ્ઞાન, દર્શન ને આનંદ એવા ગુણ અને ભગવાન આત્મા ગુણી, એવા ભેદ પણ ક્યાંય રહી ગયા. આહા...હા...! તો એ બધું કાઢી નાખતાં ચેતનાના પણ બે ભેદ કાઢી નાખો તો એમ
Page #510
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૪૯૭ નહિ બને, ભાઈ ! સમજાણું કાંઈ આમાં ?
આત્મા એક સત્તા (છે), પણ એની ચેતનાના બે ભાવ – સામાન્ય અને વિશેષ. દર્શન અને જ્ઞાન. સત્તા અને વિશેષ. દર્શન એ આખી સત્તાને સ્વીકારે છે. જ્ઞાન એ વિશેષ પ્રકાર અને પર્યાયને સ્વીકારે છે. આહા..હા.! આવો ધર્મનો ઉપદેશ ! ભેદ છે, દરેક વસ્તુ સામાન્યવિશેષ છે. વસ્તુમાંથી કારક આદિના ભેદ) કાઢી નાખ્યા એથી એક જ વસ્તુ છે એમ નહિ. એમાં ચેતના જે એનો સ્વભાવ છે એ સામાન્ય તરીકે, સત્તા તરીકે એક છે, પર્યાય તરીકે વિશેષ છે. ચેતનાના બે પ્રકાર છે. આવી વાતું ક્યાં સાંભળી હોય) ?
કેમ ? (કેમકે) આ વસ્તુનો નિર્ણય કરવા જાય છે તે વિશેષ છે અને અંદર વસ્તુ છે એ ચેતના સામાન્ય છે. બન્ને વસ્તુ છે. વેદાંત સામે આ વાત છે. એક જ બ્રહ્મ માનીને આ બધું કાઢી નાખ્યું માટે બ્રહ્મ એક જ છે, એમ ન જાણો. આહા..હા..! દરેક ચીજમાં બે પ્રકાર છે. સત્તારૂપે સામાન્ય, પર્યાયરૂપે વિશેષ. એમ આત્મામાં ચેતના સત્તારૂપે સામાન્ય અસ્તિત્વ, પર્યાયરૂપે વિશેષ છે). કેમકે વિશેષ છે એ સામાન્યનો નિર્ણય કરે છે. જો વિશેષ અને સામાન્ય બે કાઢી નાખો તો ચેતન વસ્તુ જ નહિ રહે, આત્મા જ નહિ રહે. આહા...હા...! ભાઈ ! તમારી સામે આ બધી વાત) છે. વેદાંત સામે (વાત છે)..
જ્ઞાન એવું નામ અને દર્શન એવું નામ – બે વાચક છે કે નહિ ? તો ત્યાં વાચ્ય બે છે. દર્શન અને જ્ઞાન એવો ચેતનાના બે પ્રકાર છે. બધી રીતે અદ્વૈત કરી નાખતાં ચેતનાને પણ અદ્વૈત કરી નાખશો તો વસ્તુ નહિ રહે. સમજાણું કાંઈ ? આ તો મોક્ષનો અધિકાર છે ને ? (એટલે તદ્દન સત્ત્વને એકરૂપ સિદ્ધ કરીને પાછું ચેતનાને બે રૂપ સિદ્ધ કરવા છે. અને બે રૂ૫ ન હોય તો નિર્ણય કોણ કરે ? જાણે કોણ ? વિશેષ વિના જાણવું અને નિર્ણય કરવાનું કોણ ? એટલે પર્યાય ચેતનાની વિશેષ દશા પણ છે અને ચેતનાની સામાન્ય દશા પણ છે. આહાહા! ઝીણું તો છે પણ હવે આવ્યું હોય ઈ તો લેવું ને ?) સમજાય છે કાંઈ ?
“ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના” જોયું ? એક સત્ત્વરૂપ ચેતના. ચેતન એ સતુ અને ચેતના એનું સત્ત્વ. આત્મા એ સત્, ચેતના એનું સત્ત્વ. સનું સત્ત્વ. સત્ એક રૂપે, પણ સત્ત્વમાં જે ચેતના છે એનું એક જ રૂપ છે એમ નથી. આહા...હા...! “સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે.” એવા ભેદ હોય છે તો હો...” ભેદ છે એ ‘વિરુદ્ધ તો કાંઈ નથી.” બે ભેદ પડ્યા માટે વિરુદ્ધ છે એમ નથી. આહા..હા...!
મૂળ તો ઈ સિદ્ધ કરવું છે કે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે આત્મા છે, એનો નિર્ણય અને જાણવાની જે પર્યાય છે કે ધ્રુવ ગુણ છે ? એને જાણનારી પર્યાય છે કે ગુણ છે ? જો પર્યાય છે તો વિશેષ થઈ ગયું. ગુણ છે તે સામાન્ય થઈ ગયું. સમજાણું કાંઈ ? છે
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૮
કલામૃત ભાગ-૫
જરી (ઝીણું).
આ આત્મા છે એ એકરૂપ છે. કારકો આદિના ભેદ વિનાનો છે, પણ આવો છે એ નિર્ણય જાણે કોણ? એ જાણે ઈ વિશેષ છે. એ વિશેષપણું કાઢી નાખો અને એકલું સામાન્યપણું રાખો તો વસ્તુ જ નહિ રહે, એમ કહે છે. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે પણ ભાવ તો જરી ઝીણા છે. આહા..હા...! એક એક શ્લોક તો અલૌકિક છે !
“એવા ભેદ હોય છે તો હો...' પેલા ભેદ કાઢી નાખ્યા માટે આ ભેદ ન હોય એમ નહિ. એ ભેદ હો તો હો. આહા..હા..! “વિરુદ્ધ તો કાંઈ નથી.” પેલા ભેદ કાઢી નાખ્યા ભેગા આ બે ભેદ કાઢી નાખો તો વિરુદ્ધ છે. બે ભેદમાં વિરુદ્ધ નથી. સમજાણું કાંઈ ? આહાહા..! આવી વાતું છે.
એક બ્રહ્મ છે, એક જ રૂપ છે એ જાણ્યું કોણે ? વિશેષ વિના એ જાણ્યું કોણે ? વિશેષે જાણ્યું માટે વિશેષ અને સામાન્ય બે છે. ચેતના દર્શનરૂપે સામાન્ય છે અને એને જાણવાની પર્યાય વિશેષરૂપ (એમ) બે છે. આહા..હા...! એકેન્દ્રિયા, બે ઇન્દ્રિયા ને વ્રત, અપવાસ કરે. બાપુ ! વસ્તસ્વરૂપ જ એવું છે કે એમાં આત્મા અભેદરૂપે હોવા છતાં એનો ચેતના સત્ત્વ જે સ્વભાવ છે તેમાંથી) જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ભેદ કાઢી નાખ્યો પણ એની ચેતનામાંથી સામાન્ય અને વિશેષ કાઢી નાખશો તો વસ્તુ જ નહિ રહે. વસ્તુનો જાણનાર નહિ રહે અને જણાય એવો એ નહિ રહે. સમજાય છે કાંઈ ?
જાણનાર એ વિશેષ છે અને જણાય એ સામાન્ય છે. સત્તા છે (એ) સામાન્ય છે પણ છે એને જાણવાની દશા વિશેષ છે. આહાહા.!
પ્રશ્ન :- એકલું સામાન્ય હોય તો જાણનાર સામાન્ય-વિશેષ બન્ને આવે ને ?
સમાધાન :- જ્ઞાન જાણે બધાને પણ જ્ઞાન છે વિશેષ. જાણેની ક્યાં વાત છે ? જાણે તો પોતાને જાણે, પરને જાણે, પણ એ પોતે) વિશેષ છે. દર્શન છે એ વિશેષ નથી, દર્શન સામાન્ય છે. એકલું સત્તારૂપે છે એટલું. એ દર્શન અને જાણે ને આને જાણે, એમ ક્યાં એમાં છે ? દર્શન તો છે, બસ ! સામાન્ય ! ઈ સામાન્ય છે એનો જાણનાર કોણ ? વિશેષ વિના જણાય શેમાં ? તમે એક જ કહી દ્યો કે, અદ્વૈત છે, બ્રહ્મ છે, આત્મા પણ ચેતના એક જ રૂપ છે. પણ એક રૂપ છે એવું જાણ્યું કોણે ? આહા..હા....! બહુ ઝીણી વાત નાખી છે. સમજાણું કાંઈ ?
એવા અર્થને દઢ કરે છે...” જોયું ? ‘વિરુદ્ધ તો કાંઈ નથી. બપણાને દઢ કરે છે. ચેતનાના બે પ્રકારને દૃઢ કરે છે. આહા...હા...! “વે નતિ ચેતના અતા અપિ તત્
પ્તરૂપ ત્યને– સા તત્વમ્ gવ ત્ય’ ‘જો એમ છે કે કૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી સ્વપરગ્રાહક શક્તિ....” સ્વ-પર પ્રકાશક શક્તિ એટલે ચેતના. સ્વપપ્રકાશક શક્તિ એટલે ચેતના.
Page #512
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૪૯૯
(કેવી છે ) (ગતા પિ) “એક-પ્રકાશરૂપ છે.” એનો સ્વભાવ પ્રકાશરૂપ છે. તથાપિ દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવા બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે.” થોડી ઝીણી વાત છે, આ તો ભઈ બહુ મગજ ધીરું કરવાનું છે. સમજાણું કાંઈ ? કોઈ એમ કહે કે, અમે તો એકરૂપ છીએ. બધું એકરૂપ છે અને હું પણ એકરૂપ છું એમ કોઈ કહે. એકરૂપ છે ઈ એકરૂપ સામાન્યમાં જણાયું કે વિશેષમાં જણાણું ? ઝીણી વાતું છે, અહીં તો આવી ગયું છે. આહા..હા..! મેં આત્મા જાણ્યો. એમ કહેનાર કહે છે કે, જાણ્યો એ દશા વિશેષ છે કે સામાન્ય છે ? જો વિશેષ ન હોય તો જાણવું એ દશા જ વિશેષ રહેતી નથી, સામાન્ય થઈ જાય. સામાન્યમાં જાણવું એવો ભેદ તો રહેતો નથી. આહાહા..! સમજાણું કાંઈ ?
‘દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવાં બે નામોને છોડે,...” ચેતન એવો જે આત્મા, એનું સત્ત્વ જે ચેતના, એ ચેતના જો બે રૂપને છોડે. આત્મા, એની ચેતના એનું સત્ત્વ, એ બે રૂપને છોડે તો ત્રણ દોષ ઊપજે છે. છે ને ?
પ્રથમ દોષ આવો – “સ ૩સ્તિત્વમ્ વિ ત્યને” તે ચેતના (સ્તિત્વમ્ વ ચૈનેતા) પોતાના સત્ત્વને અવશ્ય છોડે. કારણ કે બેપણું ન હોય તો છે, એનો નિર્ણય કરનાર પર્યાય નથી તો છે એ પણ નથી રહેતું. છે” (એ) શેમાં જણાવ્યું ? છે? શેમાં જણાણું ? જો જણાવાની વિશેષ દશા ન હોય તો છે' એ રહેતું નથી. વસ્તુ ત્રિકાળ છે એમાં જો વિશેષપણું ન હોય તો વિશેષ વિના છે એ પણ આવ્યું નહિ. છે' એ રહેતું નથી.
પોતાના સત્ત્વને અવશ્ય છોડે.” “સ સ્તિત્વમ્ વ ત્યને” એટલે ? સામાન્ય અને વિશેષ એવા ચેતનાના બે પ્રકાર ન હોય તો વિશેષ એ જાણનાર છે અને સામાન્ય તેમાં જણાય છે. બે પ્રકાર ન હોય તો વસ્તુ જ નથી રહેતી. જાણનાર રહેતું નથી તો ઈ જાણનાર જે સામાન્ય સત્તા છે એને જાણનાર રહેતો નથી. છે એને નક્કી કોણે કર્યું ? સમજાણું કાંઈ ? આહા...હા...!
સામાન્ય એકપણે જો કહેવડાવો તો વિશેષ વિના સામાન્ય છે એવો નિર્ણય કોણે કર્યો ? સામાન્ય અને વિશેષ બન્ને રહેતાં નથી. એ ચેતના જ રહેતી નથી. આહા..હા..! આ તો Logicથી બધું મૂક્યું છે.
ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” કેમ ? કે, વિશેષ અને સામાન્ય એવા બે પ્રકાર ન આવે તો જાણનાર વિશેષ પર્યાય વિના ચેતના સત્ત્વ છે એની હયાતીનો સ્વીકાર નથી આવ્યો તો એ બન્ને ઉડી જાય છે. છે... માણસ નથી કહેતા ? કે, આત્મા છે. ભાઈનો પ્રશ્ન હતો કે, કારણપરમાત્મા છે ને ? તો કાર્ય કેમ નથી આવતું ? એમ પ્રશ્ન હતો. આત્મા કારણપરમાત્મા છે તો કારણ છે તો કાર્ય આવવું જોઈએ. પણ કારણપરમાત્મા છે એની હયાતી સ્વીકારી કોણે ? સ્વીકાર્યા વિના કારણપરમાત્મા છે એમ
Page #513
--------------------------------------------------------------------------
________________
પ૦૦
કલામૃત ભાગ-૫
આવ્યું ક્યાં ? એને છે ક્યાં ? શું કીધું સમજાણું આમાં ?
કારણપરમાત્મા છે એ સામાન્ય વસ્તુ (થઈ), એ કારણ. પણ એ કારણપરમાત્મા વસ્તુ છે એનું પર્યાયમાં અસ્તિત્વ સ્વીકાર્યા વિના છે એવું એને ક્યાં આવ્યું ? ભાઈ ! એમનો પ્રશ્ન હતો. આહા...હા...! કારણજીવ ત્રિકાળ છે, કારણપરમાત્મા ત્રિકાળ છે. ધ્રુવ ત્રિકાળ છે, ધ્રુવ પણ એ ધ્રુવ છે એની કબુલાત થયા વિના છે' એને ક્યાં આવ્યું ? સમજાણું કાંઈ ? એની કબુલાત પર્યાયમાં આવે તો એને માટે કારણપરમાત્મા છે તો એને કાર્ય આવ્યા વિના રહે નહિ. સમ્યગ્દર્શનનું કાર્ય થયા વિના રહે જ નહિ. આહા...હા...! સમજાય છે કાંઈ ?
એમ અહીંયાં ચેતના છે એમ કહેવું અને તેના બે રૂ૫ – સામાન્ય અને વિશેષ ન લેવા તો વિશેષ વિના સામાન્યની શ્રદ્ધા પણ રહી નહિ. એટલે સામાન્ય અને વિશેષ બન્ને રહ્યા નહિ. ચેતના જ રહી નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? પેલી તસૂરિમાં પડ્યા હોય એને આ વાત એવી લાગે કે, શું છે પણ આ તે ? કોના ઘરની વાત છે આ ? જેનની વાત હશે આ ? જેનના ઘરની હશે) ? બાપુ ! જેનપણું ઝીણી વાત છે, ભાઈ ! જૈનમાં જ એ શબ્દ ઉઠે છે.
ઈ કહ્યું હતું ને ? “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન ઘટ ઘટ અંતર જિન વસે પણ ઈ જિન છે એવું જાણ્યું કોણે ? એ જાણનાર જૈન છે. સમજાણું કાંઈ ? જૈન કોઈ પક્ષ નથી. “ઘટ ઘટ અંતર જિન વસે વીતરાગમૂર્તિ પ્રભુ ! અનાકુળ આનંદનો કંદ નાથ ઈશ્વર સ્વરૂપ પ્રભુ ! પણ સ્વીકાર કોણે કર્યો ? છે એમ જાણ્યું કોણે ? છે એ સામાન્ય જાણે ? સમજાણું કાંઈ ? આહા..હા... ઈ છે એમ જેણે રાગની એકતા તોડીને સ્વભાવની (એકતા) કરી ઈ પર્યાય થઈ ગઈ. એ જેનપણું થયું. એ જૈન છે. જેને કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ આમાં? આહા..હા..! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન’ બહારના લેબાસ ને ક્રિયાકાંડ કાંઈ જૈનપણું નથી. ઈ જેનસ્વરૂપ વીતરાગમૂર્તિનો વીતરાગપર્યાયમાં સ્વીકાર થયો ત્યારે તે જિન છે એમ જૈનપણું પર્યાયમાં પ્રગટ્યું. આહાહા...! સમજાણું કાંઈ ?
એમ આ ચેતના છે એ આત્મા છે, ચેતના છે તે આત્મા છે એવી સામાન્ય ચેતના છે તે આત્મા છે એમ થયું, પણ એ સામાન્ય ચેતના આત્મા છે ઈ કોણે નક્કી કર્યું ? આહા..હા...! અહીંયાં પર્યાયવિશેષ સિદ્ધ કરવી છે. તદ્દન અદ્વૈત નહિ પણ દ્વૈત છે. ચેતના દ્વૈત છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
રાગ અને ભેદથી દૂર ખસતાં જે પર્યાયમાં જિનપણું ભાસ્યું એટલે વીતરાગ સ્વરૂપ ચેતના છે એમ ભાસ્યું. એ ભાસ થઈ ગયો એ વિશેષ થઈ ગયું અને જો સામાન્ય - વિશેષ ન માનો તો વિશેષ સામાન્યનો નિર્ણય કરે એ નિર્ણય રહેતો નથી. સામાન્ય રહેતું નથી),
Page #514
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૦૧
વિશેષ રહેતું નથી. કેટલી વાત Logicથી કરી છે ! આહા...હા...!
ભેદથી ખસી, રાગથી ખસી અને આ આત્મા જિન છે કે આત્મા ચેતના સ્વરૂપ જ્ઞાનમાત્ર છે એવો એના અસ્તિત્વનો, છે સત્તાનો નિર્ણય કર્યો છે એવું જે જ્ઞાન થયું (તો) થઈ ગયા બે પ્રકારના સામાન્ય અને વિશેષ થઈ ગયું. ભાઈ !
પ્રશ્ન :- શ્રદ્ધા સ્વીકારે તો દર્શનમાં શું લેવું ?
સમાધાન :- છે એ સત્તા દર્શન છે. છે” સામાન્ય છે ઈ દર્શન છે અને જાણનાર છે ઈ જ્ઞાનપર્યાય છે. પર્યાય વિશેષ ન હોય તો સામાન્ય પણ રહેતું નથી અને સામાન્ય ન હોય તો એકલી પર્યાય જાણે કોને ? આહા..હા....!
સામાન્ય એટલે એકરૂપતા. પણ એકરૂપતાનો નિર્ણય કોણે કર્યો ? એકરૂપતાએ ? આહા..હા..! માથે ૧૮૨ (કળશમાં ભેદ) કાઢીને પછી આ વાત કરી છે ને ? એવો આત્મા છે કે જેમાં કર્તા, કર્મ, કરણ એવા ભેદ નથી). દ્રવ્ય કર્તા અને પર્યાય કાર્ય એમ અહીં નથી લેવું. અહીં તો પર્યાયમાં જ કર્તા, કર્મના છ બોલ છે. કર્તા દ્રવ્ય અને પર્યાય કર્મ – કાર્ય એમ પણ નથી લેવું. આહા...હા...! કેમકે દ્રવ્ય તો ધ્રુવ છે. ધ્રુવમાં કર્તાપણનો અંશ ન હોય. ભાઈ ! કારકો છે ને ? કારક છે ને ? કરવાની પર્યાયરૂપી કાર્ય છે, તો કર્તાપણું દ્રવ્યને લાગુ ન પડે. આહાહા...!
પર્યાય કર્તા, પર્યાય કર્મ એ તો ત્યાં વાત થઈ ગઈ હતી ને ? (*પંચાસ્તિકાયસંગ્રહની) ૬૨ ગાથા. વિકાર જે છે એ પણ પર્યાયના ષકારકતથી) છે. દ્રવ્યને કંઈ લાગુ પડતું નથી, દ્રવ્ય-ગુણને લાગુ પડતું નથી). વિકાર છે એ વિકારની પર્યાયનો કર્તા વિકાર, વિકાર તેનું કર્મ, વિકાર તેનું સાધન, વિકાર તેણે રાખ્યો, વિકારથી વિકાર થયો, વિકારને આધારે વિકાર થયો. એ એક સમયની પર્યાયના ષટ્કારક છે. એ કારકો દ્રવ્ય-ગુણને લાગુ પડતા નથી અને એ કારકને પરકારકની અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! દિગંબરના એક વિદ્વાન સાથે) એ વાત થઈ. એ લોકો કહે, એ તો અભિન્નની વાત છે. પણ અભિન્નનો અર્થ શું ? પરની અપેક્ષા નથી અને પર્યાય સ્વતંત્ર ષટ્કરકરૂપે વિકાર પરિણમે છે. તો પછી નિર્વિકારી પરિણતિની તો વાત શું કરવી ?
નિર્વિકારી પરિણતિમાં પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય સંપ્રદાન – પોતે રાખી, પોતે લેનાર અને પોતે દેનાર, પોતે અપાદાન – પોતાથી થયું અને પોતાને આધારે (થયું).
અહીં એમ કહે છે કે, એવું વિશેષપણું જો ન હોય... આહાહા...! તો આ સામાન્ય છે એમ જાણ્યું કોણે ચેતનાનું સામાન્યપણે ચેતનાના વિશેષમાં ભલે ન આવે પણ એના વિશેષ વિના ચેતનાનો નિર્ણય જાણ્યો કોણે ? એકાંતવાદ જે બ્રહ્મ છે તેને અહીંયાં તોડી નાખે છે. અદ્વૈત છે (એમ) તું કહે છે. (તો) પહેલા કૅત માન્યું હતું ? એણે અદ્વૈત માન્યું
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૦૨
કલશામૃત ભાગ-૫ એ ચીજ શું છે ? àત માને ઈ ભ્રમ છે અને અદ્વૈત માનવું એ ઠીક છે. તો વૈતને છોડીને અદ્વૈતનો માન્યું કોણે ? ગુણે ? ત્રિકાળી શક્તિએ કે અવસ્થાએ ? આહાહા...! એ અહીં સિદ્ધ કરે છે. બીજી રીતે સિદ્ધ કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ? ઝીણું પડે પણ સમજવા જેવું છે. એમ કાઢી ન નાખવું કે આ ઝીણું.. ઝીણું. (છે).
મુમુક્ષુ :- ધ્યાન રાખે તો બરાબર સમજાય એવું છે.
ઉત્તર :- સમજાય એવું છે. ભાષા તો સાદી આવે છે. ભાષા આવે છે સાદી, ભાષાને લઈને (આવે છે). આહા...હા...!
ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો – “સા સ્તિત્વમ્ વ ત્યને” તે ચેતના....” બે પ્રકાર ન હોય તો પોતાના “સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” કેમકે ચેતના વિશેષ પર્યાય વિના ચેતનાની સત્તાની ધ્રુવતાની કબુલાત તો આવી નથી. એટલે સત્તાનો નાશ થઈ જાય, ચેતનાનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ ? આગળ તો કહેશે, ચેતના એ વ્યાપક છે, આત્મા વ્યાપ્ય છે. અહીં બીજી ભાષા છે. શું કીધું છે ? આત્મા વ્યાપક છે અને ચેતના વ્યાપ્ય છે, એમ નહિ. અહીં તો ચેતનાને સિદ્ધ કરવી છે એટલે ચેતના વ્યાપક છે અને એમાં આત્મા વ્યાપ્ય છે. નહીંતર વ્યાપક થાય છે દ્રવ્યમાં અને વ્યાપ્ય હોય છે પર્યાયમાં. પણ અહીં સિદ્ધ કરવી છે ચેતનાને. આહા...હા...! એટલે કાયમ રહેનારી ચેતના આત્મામાં વ્યાપક છે અને આત્મા એનો વ્યાપ્ય છે. આહા...હા...! લ્યો ! ભાઈ આવ્યા છે, આજ તો રવિવાર નથી, બધા આવ્યા છે ? ઠીક ! આજે વાત સારી આવી છે. આહા...હા...! બહુ ટૂંકી છે પણ છે મૂળ ચીજની અસ્તિત્વની ! આહા...હા...! ભાષા જરી આકરી છે.
“ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” બરાબર છે ? જો એમાં સામાન્ય અને વિશેષ બે પ્રકાર ન હોય તો વિશેષપણા વિના (આ) સામાન્ય છે એવો નિર્ણય રહ્યો નહિ. તો સામાન્ય પણ રહ્યું નહિ અને વિશેષ પણ રહ્યું નહિ. એ ચેતના જ રહી નહિ. આહા...હા...! તો ચેતના વ્યાપક રહી નહિ તો પછી આત્મા વ્યાપ્ય જ રહ્યો નહિ. કારણ કે ચેતના આમ ત્રિકાળી વ્યાપક છે, એમાં વ્યાપ્ય આત્મા (છે). એટલે એ ન રહે તો આ પણ ન રહે. આત્મા ઉડી જાય છે. આ..હા...હા...! આચાર્યોએ પણ કામ કર્યા છે ને ! જંગલમાં વસી.. આહાહા..! નિર્વિકલ્પ સ્વસંવેદન આનંદ, પ્રચુર આનંદના વેદનમાં ઉભા છે, એમાં આ વિકલ્પ આવ્યો છે અને આ ટીકા થઈ ગઈ છે. આહા...હા...! એક વાત.
શા કારણથી ?” હવે કહે છે કે, ચેતનાનું સત્ત્વ જ નથી એમ થઈ જાય. કેમ નથી ? શું કીધું ? કે સામાન્ય અને વિશેષ બે ન હોય તો ચેતનાનું સત્ત્વ જ સિદ્ધ થતું નથી. કારણ કે ચેતના પર્યાયમાં જણાય છે. તો પર્યાય નથી તો જાણનારને જે જણાયું એ પણ ન રહ્યું. “શા કારણથી ?” હવે કહે છે, જુઓ !
Page #516
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૦૩
સમાવિશેષરૂપવિરહ' (સામાન્ય) ‘સત્તામાત્ર...' વસ્તુ અને વિશેષ) પર્યાયરૂપ જોયું ? આહા...હા...! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે ને ! સમજાવવાની શૈલીને ક્ષયોપશમ કેટલો છે !અનુભવ તો હોય એ જુદો પણ વાતને સિદ્ધ કરવાનો ક્ષયોપશમ પણ ગજબ છે) ! આહા..હા...! સામાન્ય અને વિશેષ પર્યાયરૂપ, તેમના રહિતપણાને કારણે.” સત્તા રહેતી નથી. સામાન્યને વિશેષનો વિરહ રહી જાય છે. એટલે સત્તા છે એને જાણનાર પર્યાય રહેતી નથી. તો પર્યાય રહેતી નથી તો સત્તા છે (એમ) તો એણે જાણ્યું છે. તો એ પર્યાય નથી અને સત્તા છે એ બન્ને રહેતી નથી. સમજાણું કાંઈ ?
આહા..હા...! (સામાન્ય) ‘સત્તામાત્ર અને વિશેષ પર્યાયરૂપ, તેમના રહિતપણાને કારણે. ભાવાર્થ આપે છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે. જેમ જીવાદિ વસ્તુ છે તે જ સત્ત્વ પર્યાયરૂપ છે,” દરેક વસ્તુ છે અને એ તે એની પર્યાયરૂપ છે. ત્યારે તે પર્યાયથી તે વસ્તુ જણાય છે ને ? આહાહા...! “તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ...” આત્મામાં ચેતના (છે), ચેતન આત્મા (છે). હવે અહીં તો ચેતનાની વાત ચાલે છે, હોં ! ચેતન આત્મા નહિ. આત્મામાં ચેતનાની વાત ચાલે છે. કારણ કે આત્માને તો ત્યાં વ્યાપ્ય કહેશે અને ચેતનાને વ્યાપક કહેશે. એટલે આ ચેતનાની વ્યાખ્યા ચાલે છે. આહા...હા...!
“ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે” છ દ્રવ્ય (સત્ત્વરૂપ છે) તે જ સત્ત્વ પર્યાયરૂપ છે. તે જ સત્ત્વ પર્યાયરૂપ છે. પર્યાયરૂપ ન હોય તો એ સામાન્ય છે એમ જાણે કોણ ? સમજાણું ? જ્યારે સામાન્ય અને વિશેષ ચૈતન્યના થઈ ગયા તો બન્નેમાં સામાન્ય-વિશેષ થઈ ગયા. એ પણ એક કાયમ રહેનારી ચીજ છે અને એની પલટતી અવસ્થા છે. એટલે દરેકમાં સામાન્ય અને વિશેષ સિદ્ધ થઈ ગયું. ભાઈ ! આહા..હા.! સમજાણું કાંઈ ?
અહીં મારું શું કહેવું છે કે, આમાં ચેતનાની વ્યાખ્યા ચાલે છે એમાં જીવાદિ વસ્તુ એમ કીધું. જીવાદિ વસ્ત સત્વરૂપ છે. કેમકે છએ દ્રવ્ય સતુ કીધાં. આમ કહેતાં એણે છએ દ્રવ્યને સિદ્ધ કર્યા. છએ દ્રવ્યમાં પણ પલટતી.. પલટતી અવસ્થાવાળું દ્રવ્ય છે અને કાયમ રહેનારું છે. એ અહીં પલટતી પોતે પર્યાય છે અને કાયમવાળી ચેતના છે એવો જ બીજાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આવું છે.
મુમુક્ષુ :- જગત સામાન્ય-વિશેષાત્મક અને..
ઉત્તર :- દરેક સામાન્ય અને વિશેષ (સ્વરૂપ છે). કારણ કે દરેક દ્રવ્ય એકરૂપે રહેતું નથી. જ્યારે ચેતના એકરૂપે નથી ત્યારે પર્યાયથી તો સામાન્યનો નિર્ણય કરે છે. ત્યારે સામી ચીજ પણ એકરૂપ દેખાતી નથી. પર્યાયમાં ફેર છે. પર્યાયમાં ફેર છે પણ એ પર્યાય છે એ તો વિશેષ છે, તો એ સામાન્યનું વિશેષ છે. એ દ્વારા સામાન્યનો નિર્ણય કરી શકાય છે. આહા...હા...! થોડો ઝીણો અધિકાર છે, પણ ધ્યાન રાખે સમજાય એવું છે, ભાઈ !
Page #517
--------------------------------------------------------------------------
________________
પ૦૪
કિલશામૃત ભાગ-૫
કોઈ દિ હીરા-માણેકમાં ક્યાંય આવ્યું નથી. આ વાડામાં ક્યાં આવ્યું છે ?
આહાહા..! પ્રભુ તો એમ કબુલાવે છે કે, આત્મા તો છે કે નહિ ? છે, ઠીક ! હવે એનો ચેતના કોઈ સ્વભાવ છે કે નહિ ? જડનો સ્વભાવ ચેતના નથી, પણ આનો સ્વભાવ ચેતના સ્વભાવ છે કે નહિ? તો એ ચેતના એકલી સત્તામાત્ર છે કે એમાં વિશેષપણું પણ છે ? જો વિશેષપણું ન હોય તો સત્તામાત્ર ચેતના છે એ આત્માની ચેતના છે, એવો નિર્ણય કોણે કર્યો ? આહા...હા...! માટે પર્યાય અને સામાન્ય બેનો નિષેધ થતાં જીવાદિ છએ દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. છએ દ્રવ્યની સિદ્ધિ એમ થતી નથી. છે ને ?
જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન....” આ..હા...! જોયું ? અત્યારે અહીં આત્મા અનાદિનિધન નથી લેવો. ચેતના અનાદિનિધન લેવી છે. આહા...હા...! “ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે.” ત્રિકાળ નિર્વિકલ્પરૂપ ચેતના છે... છે. છે... માટે એને દર્શન કહેવાય છે. આહા...હા...! છે ને ? જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છેદર્શન સમસ્ત વસ્તુને શેય તરીકે ગ્રહણ કરે છે.
જે તે શેયાકારરૂપે પરિણમે છે – જોયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે. આ પર્યાયનો વિષય છેડ્યો. જ્યારે દર્શન બધાને દેખે છે ત્યારે તે ચેતના બધા જ્ઞયાકારરૂપે પરિણમે છે. એ પરિણમે છે ઈ પર્યાય પર્યાય થઈ ગઈ. આહા...હા...! સમજાણું કાંઈ ? આજે બધા ઝીણા વાય (આવ્યા). આહા...હા..!
ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે. કાયમ છે માટે. જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – જોયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે. એ જ્ઞાન છે, એ પર્યાય છે. આહા..હા..! જ્ઞાનની પર્યાયમાં જેટલા શેયો છે અથવા પોતે પણ શેય છે ને ? એના શેયાકારરૂપે ચેતના પરિણમે છે. જ્ઞાનની પર્યાય સત્તારૂપે ચેતના કાયમ અનાદિઅનંત છે અને આ પર્યાય તેના યાકારરૂપે પરિણમે છે અને પરના જે પર્યાયો છે એ રૂપે પણ જ્ઞાન શેયાકારરૂપે પરિણમે છે. તે પર્યાય થઈ. સમજાણું કાંઈ ?
“સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે... જોયું ? ગ્રહણ કરે એટલે જ્ઞાન (કરે છે). પેલું દર્શન હતું. “ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે, જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – શેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે...” એ પર્યાય – અવસ્થા થઈ, વિશેષ થઈ ગયું. શેયાકારરૂપ પરિણમન વિશેષમાં થાય છે. સામાન્યમાં) કાંઈ યાકારરૂપ પરિણમન હોતું નથી. આહાહા.! ભારે, એકેએક ન્યાય આકરા છે !
એમ કહે છે કે, છે, અનાદિઅનંત ચેતના (છે), એવી ચેતનાને વર્તમાન પર્યાય ગ્રહણ
Page #518
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૦પ
કરે છે ને ? એટલે પર્યાય થઈ ગઈ. ત્રિકાળી છે અને ગ્રહણ કરે છે તે પર્યાય થઈ ગઈ અને ત્રિકાળી છે એ સત્તા રહી ગઈ. એ દર્શન થયું. આહાહા...! સમજાણું કાંઈ ? લ્યો ! એમાં જ કલાક જાય છે. પાંચ મિનિટ રહી. આ..હા..!
કાલે પણ અધિકાર બહુ સારો હતો. વ્યાખ્યાન સાંભળીને (એક મુમુક્ષુ કહેતા હતા કે, આજે તો ન્યાલ કરી નાખ્યા ! એમ કીધું. એમાં વળી શ્વાસ ચાલ્યો, પણ ઈ નબળાઈને શ્વાસ, હોં ! પેલો શ્વાસ નહિ. પેલો શ્વાસ હોય ઈ બેસે નહિ. એ તો દેહ છૂટી જાય. ચાલ્યા કરે. દેહ રહેવાનો તો રહે, ન રહેવાનો હોય તો ચાલ્યો જાય. આહા...હા...! ભગવાન ક્યાં જાય ? ભગવાન પણ પર્યાયમાં પોતાને ત્રિકાળી છે એને જાણ્યા વિના કેમ રહે? આહા...હા...!
જેમ જ્ઞાનની પર્યાય ચેતના સામાન્ય ત્રિકાળીને જાણે છે તો ચેતના સામાન્ય દર્શન સિદ્ધ થઈ ગઈ અને જાણનાર પર્યાય સિદ્ધ થઈ ગઈ. ચેતના સામાન્ય અને વિશેષ સિદ્ધ થઈ ગયું અને એ ચેતના સામાન્ય અને વિશેષ છે એમ) સિદ્ધ થયું અને ચેતના સામાન્યવિશેષ વ્યાપક સિદ્ધ થઈ ગયું તો એમાં આત્મા વ્યાપ્ય છે. એમાં આત્મા એ રીતે વ્યાપેલો છે. આહા..હા.! સમજાણું કાંઈ ? આવું કોઈ દિ ત્યાં સાંભળ્યું નથી. ભાઈ ! અહીંયાં આવીને મહિનો મહિનો રહે છે. આવી વાતું છે, બાપા !
ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ! એ પોતે જ સર્વજ્ઞ પ્રભુ છે !! સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ છે. આહા...હા....! પણ સર્વજ્ઞ સ્વભાવ છે, એ જાણે કોણ ? આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપી જ છે, પ્રભુ ! આહા..હા..! એટલે ? કે, જ્ઞ-સ્વરૂપ છે. એટલે ? એને વિશેષણ લગાડી દ્યો તો સર્વજ્ઞ સ્વરૂપ છે. એ સર્વજ્ઞ સ્વરૂપ છે એ તો સત્તારૂપ ત્રિકાળ છે. પણ આ સર્વજ્ઞ સ્વરૂપ છે કે જ્ઞ-સ્વરૂપ છે કે જ્ઞાનસ્વરૂપ છે એને જાણનારી પર્યાય છે. આહા...હા...! પર્યાય વિના એનો સ્વીકાર કરે કોણ ? પર્યાયમાં ધર્મ થાય છે એનો અર્થ આ કે, એ પર્યાય સર્વજ્ઞને સ્વીકારે છે એટલે સમ્યગ્દર્શન થાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
“ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – શેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે રૂપે પરિણમે છે – તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે.” દર્શન પણ અનાદિઅનંત છે માટે અને જાણે છે માટે વિશેષ પણ છે. આહા..હા.! ચેતના અનાદિઅનંત છે, પણ એ અનાદિઅનંત જાણ્યું કોણે ? અનાદિઅનંત અનાદિઅનંત જાણે ? અનિત્ય નિત્યને જાણે છે. એ ચિવિલાસમાં આવે છે. ચિવિલાસ' છે ને ? એમાં આવે છે. અનિત્ય નિત્યને જાણે છે. ઈ અહીં સિદ્ધ કરવું છે. પર્યાય પોતે ત્રિકાળી અનાદિઅનંત ચેતનાને જાણે છે. બસ ! સામાન્ય-વિશેષ બે થઈ ગયા. એમાંથી એકરૂપ જ માને તો આત્માનો નાશ થાય છે અને ચેતનાનો નાશ થાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #519
--------------------------------------------------------------------------
________________
પ૦૬
કલામૃત ભાગ-૫
પોષ સુદ ૫, શુક્રવાર તા. ૧૩-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૩, ૧૮૪ પ્રવચન-૨૦૧
“મોક્ષ અધિકાર ચાલે છે. અહીં ચેતનાને સિદ્ધ કરવી છે. આત્મા છે એ ચેતના સ્વરૂપ છે અને એ ચેતના બે રૂપે છે - સામાન્ય અને વિશેષ. એ વાત સિદ્ધ કરવી છે. કેમ ? કે, આત્મા ચેતના જે છે એનો અનુભવ તે મોક્ષનો માર્ગ અને મોક્ષ છે. આત્મદ્રવ્ય જે વસ્તુ છે – ચેતનામાત્ર પદાર્થ, એમાં કોઈ દયા, દાન, વ્રત, રાગાદિ ભાવ છે નહિ અને એ ચેતના એક રૂપે કહેવામાં આવે છે, છતાં એનું રૂપ બે છે – સામાન્ય અને વિશેષ. સામાન્ય અને વિશેષ જો ન રહે તો એ ચેતના જ ન રહે. એક બોલ એ સિદ્ધ કર્યો. સમજાય છે કાંઈ ?
સામાન્ય એટલે દર્શનસત્તા અને જ્ઞાન એટલે વિશેષ પર્યાય, જે સત્તા છે તેને જાણનાર. પર્યાય વિશેષ છે, સત્તા સામાન્ય છે. બન્ને ચેતનાનું રૂપ છે. ચેતના એક રૂપે હોવા છતાં એના રૂપ બે છે. એને એક જ રૂપે માને તો ચેતના સિદ્ધ નહિ થાય. ચેતના સિદ્ધ ન થતાં જીવદ્રવ્ય સિદ્ધ ન થાય. જીવદ્રવ્ય સિદ્ધ ન થતાં જીવદ્રવ્યનો ચેતનાનો જે અનુભવ છે એ સિદ્ધ નહિ થાય. થોડી ઝીણી વાત છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આપણે અહીં આવ્યું છે. “આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે ત્યાં સુધી કાલે આવ્યું છે. છે ? વચમાં છે. આવી બે અવસ્થાઓને છોડે.” બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે.” છે ? બતાઓ (એમને). ભાષા સાદી છે, વસ્તુ (ગંભીર છે).
આ આત્મદ્રવ્ય જે છે એ પરથી ભિન્ન છે) એ ચેતનામાત્ર વસ્તુથી પરથી ભિન્ન છે. એનામાં એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ જે છે એ પણ ચેતનામાં નથી. એ ચેતનાના નથી.
મુમુક્ષુ - ચેતનાનો વિકાર છે એમ કહેવામાં આવે છે.
ઉત્તર :- નહિ, નહિ. વિકાર પર છે. વિકાર અજીવ છે. ચેતના જીવદ્રવ્યનું સત્ત્વ છે. ચેતના જીવદ્રવ્યનું સત્ત્વ છે. વિકાર તે અજીવનું સત્ત્વ છે. ઝીણી વાત છે, બહુ ટૂંકામાં લીધું છે. આહા...હા...! અહીંયાં તો અત્યારે રાડ પાડે છે ને કે, વ્યવહારથી મોક્ષમાર્ગ થાય. અહીં તો વ્યવહારને તો અચેતન કીધો છે. ચેતના જીવદ્રવ્યનો સ્વભાવ (છે) એનાથી તે અચેતન ભિન્ન છે. એ તો ભિન્ન છે પણ ચેતનાને બે પ્રકારે માનો તો ચેતના પણ રહેતી નથી.
Page #520
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
ચેતનાને રાગવાળી માનો એ વાત તો છે જ નહિ. આહા..હા...! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ અને રાગ છે એ તો ચેતનામાં જેનો અનુભવ કરવો છે એમાં એ તો છે જ નહિ. પણ એ ચેતનામાં કારકો અને ધર્મો ને ગુણોના ભેદોનો નિષેધ કર્યો તો એમાં જાણે એકરૂપ આવ્યું. છતાં એકરૂપ ચેતના બીજા ભેદથી રહિત હોવા છતાં ચેતનામાં બે પ્રકા૨ – રૂપ છે. એનું સ્વરૂપ જ બે પ્રકારે છે દર્શન અને શાન. જો દર્શન અને જ્ઞાન બે રૂપે ન
હોય તો એ ચેતના જ સિદ્ધ થતી નથી. ચેતનાની પ્રતીતિ જ સિદ્ધ થતી નથી. કેમકે પ્રતીતિ ક૨ના૨ પર્યાય – વિશેષ છે અને સત્તા સામાન્ય છે. હવે પ્રતીતિ કરનાર વિશેષ અને સત્તા
=
બેને ન કબુલે તો ચેતના જ સિદ્ધ થતી નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
—
સામાન્ય
આ તો એકલી લોજીકની – ન્યાયની વાતું છે. આહા..હા....!
૫૦૭
અહીં સુધી આવ્યું છે. એવી બે અવસ્થાઓને છોડે...’ ત્રણ દોષ છે. ત્રણ દોષમાં એક દોષ આ કે, આત્મા વસ્તુ છે એ ચેતનામાત્ર વસ્તુ (છે). જાણન-દેખન સ્વભાવમાત્ર ચેતના વસ્તુ (છે). એ વસ્તુના બે પ્રકાર પડ્યા જાણવું અને દેખવું. એ જાણવું અને દેખવું (એવા) બે ભેદ પડ્યા. બીજા ભેદ કાઢી નાખ્યા પણ આ ભેદ કાઢી નાખ્યું ચેતના જ સિદ્ધ થતી નથી, એમ કહે છે. જેમ ગુણ-ગુણી ભેદ કાઢી નાખ્યા, ધર્મના અસ્તિત્વ ઉત્પાદ્વ્યય-ધ્રુવ કાઢી નાખ્યા, એ ભેદ છે, એમ... પહેલા ત્રણ બોલ લીધા છે. ઉત્પાદ્-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય એ ધર્મ છે. જ્ઞાન, દર્શન આદિ ગુણ છે. એ બધા એનામાં નથી એમ કહે છે. ભેદ કાઢી નાખ્યા ને ? કર્મનું લક્ષણ અચેતન (છે) એટલે એ (પણ) કાઢી નાખ્યા. આત્મા, આત્મા વડે (એવા) છ કારકો. છ કારકને કાઢી નાખ્યા. આહા..હા...!
આત્મા ચેતના એનો અનુભવ કરવો છે અને તે અનુભવ મોક્ષનો માર્ગ અને પૂર્ણ અનુભવ તે મોક્ષ છે. એથી આત્મા અને ચેતનામાંથી છ કારકો કાઢી નાખ્યા. ઉત્પાદ-વ્યયધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય ધર્મ કાઢી નાખ્યા. અને ગુણ - જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદના ગુણો (એ ભેદ પણ) કાઢી નાખ્યા. પણ (એ બધું) કાઢી નાખતાં એનું એક જ રૂપ રહે અને સામાન્ય-વિશેષ ન હોય તો એ ચેતના જ સિદ્ધ થતી નથી અને ચેતના સિદ્ધ થયા વિના દ્રવ્યનો સ્વભાવ ચેતના છે તો દ્રવ્ય સિદ્ધ થતું નથી. આહા..હા...! આવી ઝીણી વાતું ! મગજ આમાં જરી કેળવવું જોઈએ. થોડું થોડું...! પહેલો દોષ (આ આવે).
અહીં કોઈ આંશકા કરશે...’ જ્યારે પેલો નકાર કર્યો ને કે, બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. ત્યારે શંકા કરી, શંકા નહિ પણ આશંકા (કરી). એટલે ? તમે કહો છો એ ખોટું છે એવું અમને નથી લાગતું પણ તમે કહો છો એ સમજાતું નથી. એનું નામ આશંકા. શંકા (એટલે) એ કે તમે કહો છો એ ખોટું (છે). તમે કહો છો હશે સત્ય પણ અમને સમજાતું નથી, શું તમે કહેવા માગો છો ? એવી આશંકા, જિજ્ઞાસા છે એ મૂકે છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૦૮
કલશામૃત ભાગ-૫
કોઈ આશંકા કરશે કે ચેતના રહે તો નહીં રહો....” એમાં શું વાંધો છે ? જીવ તો રહેશે. એમ કહે છે. ચેતના બે પ્રકારપણે ન રહે (તો) ન રહો. એમાં જીવદ્રવ્યને શું વાંધો છે ? જીવદ્રવ્ય તો રહેશે ને ? એમ આશંકા કરે છે. “જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ?’ એમ કહે છે. ચેતનાના સામાન્ય-વિશેષ બે પ્રકારો કદાચિત સિદ્ધ ન થાય અને એ ચેતના જ ભલે ન હોય પણ જીવદ્રવ્ય તો રહેશે ને ?
‘ઉત્તર આમ છે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે....... જ્યારે તું એમ કાઢી નાખ કે, ચેતના નથી ને જીવદ્રવ્ય (છે), પણ ચેતનાથી તો જીવદ્રવ્યને સાધ્યું છે. જાણન-દેખન સ્વભાવ તે જીવદ્રવ્ય છે. એ તો સાધ્યું છે. જે સાધ્યું છે એને કાઢી નાખ તો સાધન કાંઈ નહિ રહે. આહાહા...! સમજાણું કાંઈ ? “ઉત્તર આમ છે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે....” શું કીધું ઈ ? બે અવસ્થા રૂપે ચેતના ભલે ન રહો, જીવદ્રવ્ય તો રહેશે ને ? ત્યારે ઉત્તર એમ આપે છે કે, જીવદ્રવ્યને ચેતનાથી તો સિદ્ધ કર્યું છે. જીવદ્રવ્ય એટલે શું? જાણનદેખન ચેતના તે જીવદ્રવ્ય. ચેતનાથી તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે અને તું ચેતના ન રહે અને જીવદ્રવ્ય (રહે એમ કહે તો) એમ બને ક્યાંથી ? ન્યાય સમજાય છે આમાં ? ભાઈ ! આ બધા ઝીણા લોજીક છે, ત્યાં હીરા-માણેકમાં કયાંય આવ્યા નહોતા. શેઠ પણ ના પાડે છે કે ક્યાંય આવ્યા નહોતા. વાત સાચી ! આહા..હા....!
એકદમ મોક્ષનો અધિકાર એટલે મુક્ત થવું. કોનાથી ? કે, ચેતનાના સ્વભાવવાળા દ્રવ્યથી નહિ. મુક્ત થવું એ ચેતનાના સ્વભાવવાળા દ્રવ્યથી નહિ. એનાથી વિરુદ્ધ પુણ્ય-પાપ, રાગાદિના દુઃખના ભાવથી મુક્ત થવું છે. એથી (તેનાથી) રહિત ચેતનાવાળો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું પણ ચેતનાના બે પ્રકાર ન માને તો ચેતના સિદ્ધ નહિ થતાં (જીવદ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય). ભલે ચેતના સિદ્ધ ન થતાં જીવદ્રવ્ય ભલે સિદ્ધ ન થાય. એમ કીધું. બીજો બોલ.
ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય...સિદ્ધ કર્યો છે. આ પુદ્ગલ અચેતન છે, પાંચ દ્રવ્ય અચેતન છે અને જીવદ્રવ્યને ચેતનામાત્ર જાણન-દેખન માત્રથી તો જીવને સિદ્ધ કર્યો છે. હવે ચેતના ન રહે તો જીવ રહે, એમ બને ક્યાંથી ? સમજાય છે કાંઈ ? વાણિયાના વેપાર કરતાં આ ન્યાયના તર્કો જરી ઝીણા છે. વેપારમાં તો આખો દિ ઈની ઈ વાતું કર્યા કરે. નવો કોઈ તર્ક કે ન્યાય (ન આવે). આહાહા...! અહીંયાં તો ન્યાયથી -- લોજીકથી સિદ્ધ કરે છે.
વસ્તુ ભગવાનઆત્માને અમે ચેતનાવાળો કીધો છે. ચેતનાવાળો પણ નહિ, ચેતના સ્વરૂપ કહ્યું છે. વાળોમાં પણ ભેદ છે. ચેતના સ્વરૂપ કીધું છે અને એ ચેતના પરના ભેદ રહિત છે, પણ ચેતનાના સામાન્ય-વિશેષના ભેદ રહિત નથી. એના સામાન્ય-વિશેષ ભેદવાળી તો વસ્તુ છે અને જો એ સામાન્ય-વિશેષ ન હોય તો ચેતના જ સિદ્ધ થતી નથી. ત્યારે શિષ્ય કહે કે, ચેતના સિદ્ધ ન થાય તો કાંઈ હરકત નહિ. જીવદ્રવ્ય તો રહેશે ? આહા...હા...!
Page #522
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૦૯ ત્યારે ગુરુ કહે છે કે, પણ ચેતના સિદ્ધ ન થાય તો ચેતના વડે તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે. જીવદ્રવ્ય એટલે શું ? કે, જાણન-દેખન ચેતના તે જીવદ્રવ્ય. એમ તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે. હવે તું ચેતનાનો નિષેધ કર તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું એ રહે ક્યાં ? આહા..હા..! એ પુણ્ય ને પાપ છે એ આત્મા છે, વ્યવહાર રત્નત્રય છે એ આત્મા છે, એવું અમે કાંઈ સિદ્ધ કર્યું નથી. આહાહા...! અમે તો ચેતના આત્મા છે, જાણન-દેખન ભગવાન (આત્મા છે). દર્શન અને જ્ઞાન, સામાન્ય દર્શન અને વિશેષ પર્યાય – જ્ઞાન, એ ચેતના તે જ આત્મા, તે જીવ એમ અમે સાબિત કર્યો છે. કોઈ વ્યવહાર રત્નત્રયના રાગ (કે) કોઈ વિકલ્પ આદિ આત્મા એવી રીતે અમે સિદ્ધ કર્યો નથી. એનો તો અમે નિષેધ કર્યો છે. હવે તું ચેતનાના રૂપને જ જો નિષેધ કર કે, એ ભલે ન હોય તોપણ જીવ રહે. તો ચેતનાથી તો જીવને સાધ્ય કર્યો, સિદ્ધ કર્યો છે. હવે જો) ચેતના ન રહે તો જીવ સિદ્ધ નહિ થઈ શકે. જીવ સિદ્ધ નહિ થઈ શકે, જીવ નહિ રહે એ પછી આવશે. સમજાણું કાંઈ ? જીવ સિદ્ધ નહિ થઈ શકે, એટલો પ્રશ્ન અત્યારે છે. જીવ નહિ રહે એ પ્રશ્ન પછી આવશે. આહાહા..!
ધીમે ધીમે સમજાય એવું છે, ન સમજાય એવું કાંઈ નથી. ભાષા તો સાદી છે, વસ્તુ સાદી છે. તદ્દન શુદ્ધ નિર્લેપ ચીજ છે. આહા...હા..! ભગવાન આત્મા ચેતના સ્વરૂપ નિર્લેપ નિર્દોષ શુદ્ધ તે જીવદ્રવ્ય છે અને તે ચેતનાનો અનુભવ કરવો એ સમ્યગ્દર્શન છે. એ છેલ્લે લેશે. છેલ્લો શબ્દ છે), તદ્દન છેલ્લો શબ્દ છે), “આવો અનુભવ સમ્યક્ત્વ છે. અહીં તો હજી આવા સમકિતને સિદ્ધ કરે છે. આહા..હા..! સમજાય છે કાંઈ ? બે-ચાર-પાંચ વાર બોલાય તો વાંધો નથી. ઝીણી વાતું ઘણી, બાપુ ! આહા..હા..!
આહા...હા....! ચેતના વિના) જીવદ્રવ્ય તો વિદ્યમાન છે. એનો ઉત્તર કે, જીવદ્રવ્ય ચેતનાથી તો અમે સિદ્ધ કર્યું છે. તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ.” આહા..હા..! કેટલી વાત મૂકી ! સાદી અને સરળ ભાષા ! માણસને અંદર જ્ઞાનમાં વિચારમાં (આવવું જોઈએ કે, આ વસ્તુ છે, આત્મા વસ્તુ છે ઈ શું છે ? એ ચેતના વસ્તુ છે. ત્રિકાળ જાણન-દેખન સ્વભાવ તે આત્મા છે. હવે એ જાણન-દેખન એવી બે અવસ્થાઓ ન રહે તો ચેતનાનો જ અભાવ થતાં જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. જીવ સિદ્ધ નહિ થાય એટલે ? છે એમ સાબિત નહિ થાય. સિદ્ધ થશે એટલે મુક્ત થશે એમ નહિ. સમજાણું કાંઈ ? ચેતનાથી તો જીવને સાધ્યો છે. જો ચેતનાનો નકાર કર તો જીવ સિદ્ધ નહિ થાય. સિદ્ધ નહિ થાય એટલે ? ચેતનાના અભાવે જીવની સત્તા સિદ્ધ થઈ શકે નહિ. જીવનું હોવાપણું – નિર્ણય થઈ શકે નહિ. આવી વાત એવી મીઠી, તદ્દન સરળ છે ! આહા...હા...!
એકદમ બધો કૂચો કાઢી નાખ્યો છે. ષટૂકારક નહિ, દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે નહિ, લે ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણ નહિ. આહાહા...! અને પછી જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ, એવા અનંત ગુણનો ભેદ પણ) નહિ, એક ચેતના રહી. આહા...હા...! અનુભવ કરવા માટે
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૧૦
કલશામૃત ભાગ-૫
ચેતના રહી. હવે એ ચેતના છે તે) જીવદ્રવ્ય છે. હવે જો ચેતના સામાન્ય-વિશેષપણે સિદ્ધ નહિ થાય તો જીવ જ સિદ્ધ નહિ થાય. કેમકે ચેતના વડે તો જીવને સાબિત કર્યો છે. જગતમાં જીવ છે એની હયાતી છે એ ચેતના વડે તો હયાતી સાબિત કરી છે. આહા..હા...! જીવનું હોવાપણું ચેતના વડે તો સાબિત કર્યું છે. હવે તું (એમ કહે કે), ચેતનાના અભાવથી જીવદ્રવ્ય રહે. તો સાધ્યું છે જેનાથી એ ન રહે તો જીવદ્રવ્ય સાબિત શી રીતે થશે ? આહા...હા....! આવી વાતું છે. છેલ્લો મોક્ષ અધિકાર’ છે ને ? હજી તો આ સમિકતની વાત છે, હોં ! સિદ્ધ થશે નહિ;...’ એક વાત ઈ કરી.
અથવા જો સિદ્ધ થશે..’ ચેતના વિના તારે સિદ્ધ કરવું છે ને ? તો જીવ સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે,...' આહા..હા..! ચેતના જાણન-દેખન સ્વભાવ દ્વારા તો જીવની સત્તા હયાતી સાબિત કરી છે. હવે એનો તું નકા૨ ક૨ે તો જીવની સત્તા ચેતના વિના રહેશે. એ તો પુદ્ગલદ્રવ્ય જેવું થઈ જશે, અચેતન થશે. આહા..હા...! ઓ..હો...! આચાર્યોએ કેટલું કામ ક્ષયોપશમથી કર્યું છે ! ગજબ કામ કર્યું છે ! આહા..હા...! કરુણાથી જગતને દેખાડે છે).
-
પ્રભુ ! તું કોણ છો ? તારી સત્તાની હયાતી જ અમે તો ચેતના દ્વારા સિદ્ધ કરીએ છીએ. એ વિના જીવદ્રવ્ય સિદ્ધ થતું નથી. અને ચેતનાનો તું નકાર કરીને જીવદ્રવ્યની હયાતી માન, શી રીતે માનીશ ? કારણ કે ચેતના વડે તો જીવદ્રવ્યની સાબિતી કરી છે. ચેતનાના અભાવથી જીવદ્રવ્યની સાબિતી થશે નહિ. સમજાણું કાંઈ ? હળવે હળવે તો કહેવાય છે. જરી ઝીણી વાત છે. વાણિયાને બુદ્ધિ બહાર રોકાઈ ગઈ હોય એને આવું ઝીણું... ઝીણું... ઝીણું (લાગે). આહા..હા...! ઝીણું નથી, પ્રભુ ! તારું સ્વરૂપ એ છે.
ચેતના એ તો એનું સ્વરૂપ છે. એનો સ્વભાવ છે. એ જીવનું સત્ત્વ છે અને એ સત્ત્વથી તો સત્ત્ને સિદ્ધ કર્યું છે. જ્યારે એ સત્ત્વનો તું નકા૨ ક૨ કે, સામાન્ય-વિશેષપણે ભલે ન હો, જીવદ્રવ્ય તો રહેશે. પણ ચેતના વડે તો જીવ છે એમ સાબિત કર્યું છે. જો એ ચેતનાનો અભાવ થાય તો જીવદ્રવ્ય સાબિત નહિ થાય. સમજાણું કાંઈ ? આહા..હા...! પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે,...' સિદ્ધ થશે પણ અચેતન સિદ્ધ થશે. જીવદ્રવ્યને સિદ્ધ તો ચેતના દ્વારા કર્યો છે અને તું ચેતનાનો નકાર કરી ધ્યે તો અચેતન સિદ્ધ થશે, પુદ્ગલદ્રવ્યની જેમ સિદ્ધ થશે. જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. આહા..હા...!
ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે :' જુઓ ! બીજો દોષ આવો...’‘તત્ત્વો વિત: અપિ નડતા મતિ' એનો હવે અર્થ કર્યો. પહેલો એનો અર્થ કર્યો હતો એનું હવે સૂત્ર મૂક્યું. ચેતનાનો અભાવ થતાં...' ચિંત:પિ) જીવદ્રવ્યને પણ પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે...’ આહા..હા...! પાઠમાં છે, જુઓને ! પાઠ જુઓ. અદ્વૈતાપિ હિં ચેતના जगति चेद् द्दग्ज्ञप्तिरूपं त्यजेत् । तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत् । '
Page #524
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૧૧
એમ છે, છે ને ? અને “તજ્યારે વિત: પિ નડતા મવતિ' અને વ્યાપ્ય વિના વ્યાપક, એ ત્રીજો બોલ છે. વ્યાપ્યો વિના વ્યાપા- ઢોભા વીસ્તમુપૈતિ’ નાશ થશે. તેના નિયત જ્ઞપ્તિરૂપતું વિન્ા આહા..હા....! શું કહ્યું ?
અદ્વૈત ચેતનાને બે રીતે ન માનો તો ચેતના સિદ્ધ નહિ થાય. ચેતના સિદ્ધ નહિ થતાં સામાન્ય-વિશેષરૂપ એનું અસ્તિત્વ હોવાપણું છૂટી જાય છે. સામાન્ય-વિશેષપણું ચેતનાનું ન હોય તો એનું હોવાપણું છૂટી જાય છે. અને એનું હોવાપણું છૂટતાં જીવ ચેતના છે એ સિદ્ધ થતું નથી. અને તો જીવ અજીવ થઈ જાય છે, જીવ પુદ્ગલ થઈ જાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? પછી ત્રીજો બોલ લેશે.
અહીં તો “ચેતનાનો અભાવ થતાં જીવદ્રવ્યને પણ પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. બે દોષ થયા. ક્યા બે દોષ થયા? કે, એક તો ચેતનાને સામાન્ય-વિશેષપણે બે રીતે સિદ્ધ ન કર તો ચેતના વિના જીવ જ સિદ્ધ નહિ થાય, એ ચેતના જ સિદ્ધ નહિ થાય તેથી જીવ સિદ્ધ નહિ થાય. કારણ કે ચેતના વડે તો જીવને સિદ્ધ કર્યો છે. એટલે ચેતના છોડતાં જીવ ચેતન વિનાનો રહેશે અને ચેતનાથી સિદ્ધ કર્યો છે તેથી જીવ સિદ્ધ નહિ રહે. બે વાત થઈ. હવે ત્રીજી એક વાત છે – વ્યાપક વિના વ્યાપ્ય નહિ રહી શકે. પાઠ છે ને ? “વ્યાપ્યો વિના વ્યાપા-દ્વાત્મિી વાત્તમુપતિ મૂળ પાઠ છે.
- “જીવદ્રવ્યને પણ પગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાતુ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. ત્રીજો દોષ આવો કે – “વ્યાપાત્ વિના વ્યાપ્ય: માત્મા કોમ્
તિ' “વ્યાપતિ વિન' ચેતનાગુણનો અભાવ થતાં... એને અહીં વ્યાપક લીધો છે. આત્મા વ્યાપક અને ચેતનાગુણ વ્યાપ્ય એમ અહીં નથી લેવું. અહીં તો આત્મામાં ચેતનાગુણ અનાદિઅનંત વ્યાપે છે માટે એને વ્યાપક કહ્યું છે અને આત્માને વ્યાપ્ય કહ્યો છે.
બીજે ઠેકાણે કર્તા-કર્મમાં વ્યાપ્ય-વ્યાપક આવે છે ત્યાં દ્રવ્ય વ્યાપક અને પર્યાય વ્યાપ્ય, એમ આવે છે. વ્યાપ્ય-વ્યાપક આવે છે ને ? અજ્ઞાનપણે આત્મા વ્યાપક છે અને રાગ વ્યાપ્ય છે. અજ્ઞાનપણે પણ વ્યાપ્ય-વ્યાપક આવે છે. અને જ્ઞાનપણે આત્મા વ્યાપક અને વીતરાગ પર્યાય વ્યાપ્ય એમ આવે છે. અહીં ત્રીજી રીતે સિદ્ધ કર્યું છે.
ચેતના જે સામાન્ય અને વિશેષ સ્વરૂપે છે એ ત્રિકાળ છે અને ત્રિકાળ વ્યાપક છે એનો જો અભાવ થશે તો આત્મા વ્યાપ્ય છે એનો પણ અભાવ થશે. આવી વાત કરી. આહા...હા..! સમજાય છે કાંઈ ? આ ધીમે ધીમે સમજવા જેવી વાત છે, ભાઈ ! આ તો માખણની વાતું છે ! આહા..હા..!
વિકાર અને ભેદ તો કાઢી નાખ્યા પણ વસ્તુનું સ્વરૂપ ચેતના વીતરાગ સમભાવ છે. વીતરાગી ચેતના છે. એ વીતરાગી ચેતના વ્યાપક છે. ત્રણે કાળે કાયમ રહેનારી છે અને
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૧૨
કિલશામૃત ભાગ-૫ આત્મા તેને વ્યાપ્ય ગણવામાં આવ્યો છે. વ્યાપકને આધારે વ્યાપ્ય છે. આત્માને આધારે પર્યાય છે, વ્યાપકને આધારે પર્યાય વ્યાપ્ય છે એ વાત અહીં ન લેતાં, એનું) અહીં કામ નથી. અહીં તો ચેતના જ્ઞાન ને દર્શન એનું સ્વરૂપ જ છે. આહા...હા...! એનો અનુભવ થવો એ સમ્યક્ છે. એ સિદ્ધ કરવા માટે આ બધી લાંબી વાત કરી છે. સમજાણું કાંઈ?
આત્મા વસ્તુ છે એ પુદ્ગલ આદિ, શરીર આદિ, રાગાદિ, ભેદ આદિતથી) તો ભિન્ન છે. પણ એ ચેતનાના બે રૂપને ચેતના ન છોડે. આમ દૈતપણું છોડ્યું. છ કારકો, ઉત્પાદન વ્યય-ધ્રુવ પણ છોડ્યા પણ ચેતનાનું સામાન્ય-વિશેષ બે રૂપ છે (એ) ન છોડે. ઈ છોડે તો ચેતનાનો જ અભાવ થઈ જાય. અને ચેતનાનો અભાવ થતાં જીવને સિદ્ધ કરવાનું સાધન રહેતું નથી). ચેતનાથી જીવ છે એમ તો સાબિત કર્યું છે. એ રહેતું નથી. અને ત્રીજું ચેતના વ્યાપક છે એનો અભાવ થતાં આત્મા વ્યાપ્ય છે એનો નાશ થાય છે. સમજાણું કાંઈ ? ભાઈ ! આમાં સમજાય છે ? આ બધી વાતું વાણિયાની નથી. અંદરની વાતું છે આ ! આહા..હા....!
ભગવાન આત્મા ! ચેતના જાણન-દેખન સ્વભાવ એ જીવદ્રવ્ય છે. એથી કહે છે કે, ચેતનાના બે પ્રકાર – સામાન્ય, વિશેષ. બીજા ભેદો કાઢી નાખતાં આ બે ભેદ પણ જો કાઢી નાખ તો ચેતનાનું સ્વરૂપ જ સામાન્ય, વિશેષ છે એને કાઢી નાખ તો ચેતનારહિત થઈ જશે. અને ચેતનારહિત થતાં જીવદ્રવ્યને ચેતનાથી તો સિદ્ધ કર્યો છે, સાબિત કર્યો છે, તો જીવદ્રવ્ય સાબિત નહિ થાય. બે (વાત). ત્રીજું, ચેતના વ્યાપક છે, કાયમ રહેનારી છે. દર્શન-જ્ઞાન, દર્શન-જ્ઞાન, સામાન્ય-વિશેષ કાયમ રહેનાર છે), એનો નકાર થતાં એમાં આત્મા વ્યાપ્ય રહેનારો છે એનો અભાવ થઈ જશે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ધર્મમાં આવું છું પણ ? ધર્મમાં ધર્મ કરવો. દયા પાળવી, વ્રત પાળવા, અપવાસ કરવા. મુમુક્ષુ :- આપ એને અધર્મ કહો છો.
ઉત્તર :- પણ ઈ તો વસ્તુમાં છે જ નહિ. એનો અનુભવ કરવો એ પ્રશ્ન જ અહીં નથી. આહા...હા...! જેને અનુસરવું છે અને અનુસરીને આનંદનો અનુભવ વેદનમાં લાવવો છે. આ...હા...હા...! એ રાગાદિનું વદન તો દુઃખરૂપ છે, એ તો આત્મામાં છે જ નહિ એમ પહેલું સિદ્ધ કર્યું. હવે ચેતના જે આનંદમય છે, સામાન્ય-વિશેષમય છે એને જો બે પ્રકારે સિદ્ધ ન કરો તો ચેતનાનો અભાવ થઈ જાય, તો ચેતના વિના જીવનનો) પણ અભાવ થઈ જાય, સિદ્ધ – સાબિત ન થાય. અને ચેતના વ્યાપક છે એ વિના આત્મા – વ્યાપ્યનો નાશ થઈ જાય. આહા..હા..! બહુ સરસ વાત કરી છે ! છે જરી ઝીણી પણ મુદ્દાની વાત છે). સમજાણું કાંઈ ?
ચેતનાગુણનો અભાવ થતાં...” “વ્યાપ્ય: ત્મિ' ભાષા છે ને ? અહીંયાં આત્માને વ્યાપ્ય કીધો છે અને ચેતનાને વ્યાપક (કીધી છે). કાયમ રહેનારું છે ને ? સામાન્ય-વિશેષ,
Page #526
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૩
૫૧૩
સામાન્ય-વિશેષ ચેતના દ્રવ્યમાં કાયમ રહેનાર છે. એને વ્યાપક ગણી અને આત્માને વ્યાપ્ય કીધો છે. આહા...હા...! એટલે ? સામાન્ય અને વિશેષ જે ચેતનાને આધારે તો આત્મા છે. હવે જ્યારે આ કાઢી નાખ તો આત્મા નહિ રહે. આત્માને આધારે ચેતના છે એ અહીં સિદ્ધ કરવું નથી. કારણ કે અહીં તો ચેતનાથી આત્માને સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ ? જરી ઝીણું છે પણ ધીમે ધીમે સમજવા જેવું છે અને સમજાય એવું છે, કંઈ ન સમજાય એવું નથી. અરે..! ભગવાન કેવળજ્ઞાન લઈ શકે ને પ્રભુ ! આ.હા...હા...! કેમકે ચેતનામાં તો એવી કેવળજ્ઞાનની પર્યાય અનંતી પડી છે. આહા..હા..
ચેતનાનો અનુભવ થતાં આત્માનો અનુભવ થયો અને અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય અને સમ્યગ્દર્શન થતાં એને કેવળજ્ઞાન થાય, થાય ને થાય જ. બીજ ઊગે ઈ પૂનમ થયા વિના રહે નહિ. આહા...હા...! એથી એનું મૂળ પહેલું સમ્યગ્દર્શન સિદ્ધ કર્યું છે. સમ્યગ્દર્શન એટલે ? જુઓ, કીધું.
‘વ્યાપાત્ વિના' “વ્યાપ' એટલે ત્રિકાળી ચેતના. “વ્યાપ વિના' ચેતનાગુણનો અભાવ થતાં...' બીજા ગુણભેદો કાઢી નાખ્યા. આ ભેદ) પાછો રાખ્યો. વ્યાપ વિના” “ચેતનાગુણનો અભાવ થતાં ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે...” (તમ્
તિ) “નાશને પામે અર્થાતુ મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. આહા..હા....! સામે પુસ્તક છે ને ? ભાઈ ! ઘરના પેલા ચોપડા ફેરવે છે ને ? વાંચે છે ને ? આખો દિ પાપના ફેરવ્યા કરે છે, પણ આ શાસ્ત્ર શું કહે છે ? આહા...હા...! તારી મૂડી કઈ છે ઈ બતાવે છે. તારી મૂડી ચેતના-મૂડી છે. એ ચેતના સામાન્ય-વિશેષરૂપ મૂડી છે. એ ચેતનાના અભાવે જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. જીવદ્રવ્ય નહિ રહે અને વ્યાપા વિના આત્માનો નાશ થશે. આહા..હા...!
મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. – આવા ત્રણ દોષ મોટા દોષ છે.” મિથ્યાત્વના મોટા ત્રણ દોષ છે એમ કહે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...! રાગ ને પુણ્ય-પાપ એ તો કાઢી નાખ્યા. આ બે વચ્ચે ચેતના અને ચેતનાનું ધરનાર દ્રવ્ય, ચેતનાથી સિદ્ધ કર્યું છે એટલે ચેતનાનો અભાવ થતાં આવા ત્રણ દોષ સિદ્ધ થશે. ત્રણ દોષથી) મિથ્યાત્વ થશે એમ કહે છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
‘આવા દોષોથી જે કોઈ ભય પામે છે.” છે ? “આવા દોષોથી જે કોઈ ભય” એટલે કે ખસી જવા માગે છે, દોષથી રહિત થવા માગે છે. આહા...હા...! “તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-શાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે.” આ..હા..! સરવાળો કર્યો, જુઓ તો ખરા ! આહા...હા! દિગંબર સંતોની બલિહારી છે, ભાઈ ! એવી વાત ક્યાંય છે નહિ. આહાહા....! બીજાને દુઃખ લાગે, બાપુ ! આવી વાત ક્યાં છે) ? આહા...હા...!
ચેતનાનો અનુભવ કરવો છે તો એ જીવનો અનુભવ છે. તો ચેતના સામાન્ય-વિશેષ
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૧૪
કિલશામૃત ભાગ-૫ બે પ્રકારે છે. બીજા ભેદો નથી માટે એમાં પણ (આ) બે ભેદ નથી, એમ નથી. એ બે ભેદવાળી ચેતના તે વ્યાપક છે, કાયમ રહેનાર છે, એમાં આત્મા વ્યાપ્ય (એટલે એમાં રહેલ છે. માટે ચેતનાનો અનુભવ.... એ કહે છે, જુઓ !
“ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ.” હવે સરવાળો લીધો. “આવો અનુભવ સમ્યક્ત્વ છે.” આ.હા...! આ સમકિતની વ્યાખ્યા ! આ (અજ્ઞાની તો એમ માને કે, સમકિત એટલે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા, ફલાણું કરીને માંડી વાળ્યું અને હવે કરો વ્રત ને તપ, એ ચારિત્ર ! અરે.. પ્રભુ ! એ લોકો એમ સમજે છે. આ તો અમારા વ્રત, તપની નિંદા કરે છે. ભગવાન ! એમ નથી, પ્રભુ ! આ તો વસ્તુનું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- વ્રત, તપ કરવા નથી માટે એમ કહો છો.
ઉત્તર :- હા, એમ પણ કહે છે. વ્રત, તપ કરવા એટલે શું ? એ તો રાગ છે. જ્યાં ભગવાન છે ત્યાં રાગ છે નહિ. ભગવાન તો ચેતના જ્ઞાનાનંદ, જ્ઞાતા-દષ્ટા (સ્વરૂપ છે). બીજી ભાષાએ કહીએ તો, અહીં જ્ઞાતા-દ્રષ્ટા કહેવું છે. ચેતના કહેવી છે ને ? જ્ઞાન વિશેષ છે, દૃષ્ટા સામાન્ય છે. જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ જ આત્મા છે. ત્રિકાળ... ત્રિકાળ. ત્રિકાળ ચેતના એવા જ્ઞાતા-દષ્ટાવાળું ચેતન, એનો અનુભવ કરવો. આહાહા...! એને અનુસરીને વીતરાગી પર્યાયપણે, આનંદની પર્યાયપણે પરિણમવું એનું નામ સમ્યક્ત છે. કહો, સમજાણું કાંઈ આમાં ? આ તો હજી સમકિતની વ્યાખ્યા છે)..
મુમુક્ષુ :– છે તો મોક્ષનો અધિકાર
ઉત્તર :- પણ મૂળ સમકિત વિના મોક્ષ ક્યાંથી ? મોક્ષનું કારણ ક્યાંથી આવશે ? એ માટે કહે છે. સમ્યગ્દર્શન વિના મોક્ષના માર્ગની શરૂઆત ક્યાંથી થશે ? મોક્ષમહેલની પહેલી) સીઢી સમ્યકુ, યા બિન જ્ઞાન-ચરિત્ર વૃથા. આવે છે ને ? “છ ઢાળામાં ! મૂળ વાતને ભૂલે છે, પ્રભુ ! એનું તને અપમાન લાગે છે એમ ન લે. એમાં લાભનું કારણ છે એમ માન. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન આને કહીએ. અને સમ્યગ્દર્શન હોય ત્યાં પછી સમ્યજ્ઞાન હોય અને સમ્યકજ્ઞાન હોય ત્યાં સ્વરૂપમાં રમણતા હોય તેને ચારિત્ર હોય. એ વિના ચારિત્ર હોય નહિ. આહાહા...! કહો, આ ત્રણમાં પોણો કલાક ચાલ્યું ! ત્રણ વાત ચાલી).
‘આવો અનુભવ કેવો ? ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે.” બે ભાવે બિરાજમાન છે. નામ પણ ભલે લીધું. બે ભાવે બિરાજમાન છે. એનો જે અનુભવ કરવો. આ..હા...હા...! એનું નામ સમ્યક્ત્વ છે. એનું નામ ધર્મની પહેલી સીઢી છે. ચારિત્ર તો પછી. આહા...હા...! કહો, આમાં કાંઈ સમજાણું કે નહિ? ત્રણ દોષની વ્યાખ્યા તો થઈ. આ.હા...૧૮૪ (કળશ). હવે પર છે એ જુદા છે એ ટૂંકું કરે છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
૫૧૫
(રૂન્દ્રવજ્ઞા)
एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो
: પરે સર્વત પર્વ હૈયા: સાપ-૨૮૪ના
ખંડાન્વય સહિત અર્થ:- “વિત: ચિન્મય: મો: વિ (વિત:) જીવદ્રવ્યનો (ચિન્મય:) ચેતનામાત્ર એવો (માવ:) સ્વભાવ છે, (વિ) નિશ્ચયથી એમ જ છે. અન્યથા નથી. કેવો છે ચેતનામાત્ર ભાવ ? “જિ” નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, સર્વથા શુદ્ધ છે. “જિન જે પરે મવિ: તે પોષા' (જિન) નિશ્ચયથી લે રે માવા) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો (તે પપ) તે સમસ્ત પુદ્ગલકર્મના છે, જીવના નથી. “તત: ચિન્મય: બાવ: પ્રઠ્ઠિ: 3%, પરે બાવી: સર્વત: હેયા: પવ' (તત:) તે કારણથી (ચિન્મય મીd:) શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ તે (પ્રોહી: વિ) જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે; (પરે ભાવ:) આની સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મસ્વભાવ તે (સર્વત: હેયા: પવી સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી એવો અનુભવ કરવા યોગ્ય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે; સમ્યક્ત્વગુણ મોક્ષનું કારણ છે. પ-૧૮૪.
एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो
ભાષા: જે સર્વત પર્વ હૈયા: ૨૮૪ આહા...હા...! ચેતનાથી સિદ્ધ કરીને હવે કહે છે, “વિત: વિન્મય: માવઃ પુર્વ વિત: એટલે “જીવદ્રવ્ય છે ને ? “જીવદ્રવ્યનો....” ચિન્મય: “ચેતનામાત્ર એવો.” “ભવ:” નામ સ્વભાવ છે.” બસ ! એ તો એનો ચેતનામાત્ર સ્વભાવ છે. સ્વભાવવાન જીવદ્રવ્ય, સ્વભાવવાન જીવદ્રવ્ય, એનો ચેતનામાત્ર સ્વભાવ છે. જાણવું-દેખવું ચેતના એ એનો સ્વભાવ છે. કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ એનો સ્વભાવ નથી. આહાહા...! આવું (કહે) એટલે એમ કહે કે, બધા ચારિત્રને ઉડાડે છે. પણ ચારિત્ર એને ન કહેવાય, ભાઈ ! સમ્યગ્દર્શન
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૧૬
કલામૃત ભાગ-૫
?
વિનાના વ્રત, તપ એ બધાં બાળવ્રત અને બાળતપ કહ્યાં છે ને ? મૂર્ખાઈ ભરેલા વ્રત, તપ છે, પ્રભુ ! ભાઈ ! તારા હિતની વાતું છે. તારું અહિત કેમ થઈ રહ્યું છે એનું સ્પષ્ટીકરણ થતાં હિતની વાત છે. એને મારી નિંદા છે એમ ન માનવું જોઈએ, ભાઈ ! પ્રભુ ! આ તો તારી વાત છે ને ! આહા..હા...!
તારી પ્રભુતા ચેતનામયને લઈને છે. તારી પ્રભુતા કોઈ દયા, દાનના, વ્રતના વિકલ્પને લઈને નથી. આહા...હા...! તારી પ્રભુતાની વાત કરતાં તને એમ થઈ જાય કે, અરે......! અમારા વ્રત, તપને તો ખોટા પાડે છે. નિંદા (કરે છે). એમ નથી. દુઃખનો નિષેધ છે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ– દુઃખનો નિષેધ છે, પાપનો નિષેધ છે. એ આખું પાપ છે.
ચિન્મય ભાવ આવ્યો ને ? જુઓને ! ચિંતઃ' જીવદ્રવ્ય. ચિન્મય, ચિન્મય. ચિવાળો એમ પણ ન કહ્યું. ચેતનામાત્ર ભગવાન ! જાણન-દેખનમાત્ર ! જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવમાત્ર પ્રભુ છે. આહા..હા...! ચેતનામાત્ર એવો સ્વભાવ છે,... ‘વ’ નિશ્ચયથી એમ જ છે,...’ ‘વ’ શબ્દ આવ્યો ને ? ‘નિશ્ચયથી એમ જ છે,...’ ભગવાનઆત્મા ચેતનામાત્ર. ચિત્ ચેતનામાત્ર, ચિત્ ચેતનામાત્ર. જીવ ચેતનામાત્ર. સ્વભાવમાત્ર જ એ છે. આહા..હા...! એનો સ્વભાવ ત્રિકાળ ચેતનામાત્ર સ્વભાવ છે. આહા..હા...!
એમ જ છે,...’‘વ” કહ્યું ને ? નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી.’વ્’ની અસ્તિ કરીને નાસ્તિ કરી. ‘F’ એટલે નિશ્ચય. બીજી રીતે નથી એમાંથી કાઢ્યું. એ અનેકાન્ત કાઢ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? એ ચેતનામાત્ર (છે).
‘:’ ‘નિર્વિકલ્પ...’ છે. ‘કેવો છે ચેતનામાત્ર ભાવ ?” ‘:’ જોયું પાછું પેલા બે પ્રકાર તો એનું સ્વરૂપ છે. પણ છે પોતે નિર્વિકલ્પ, રાગ વિનાની ચીજ છે. બેપણે છે માટે એમાં રાગ છે એમ નથી. એનું સ્વરૂપ જ એ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
કેવો છે ચેતનામાત્ર ભાવ ?” ‘:’ ‘નિર્વિકલ્પ..’ છે. રાગ વિનાનો નિર્ભેદ, નિર્વિકલ્પ છે. આ..હા...! ‘નિર્ભેદ..’ છે. એમાં ભેદ નથી. બેપણું છે માટે ત્યાં રાગનો ભેદ છે એમ નથી. આહા..હા...! ‘સર્વથા શુદ્ધ છે.’ ચેતના... આહા..હા... જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ એ જીવદ્રવ્ય, એ નિશ્ચય છે અને તે જ નિર્વિકલ્પ છે અને તે જ નિર્ભેદ છે. એમાં ભેદ નથી. આહા..હા...! અને તે ‘સર્વથા શુદ્ધ છે.’ સર્વથા શુદ્ધ છે ભગવાન ચેતના, દૃષ્ટા-જ્ઞાતા સ્વભાવ એ તો સર્વથા શુદ્ધ છે.
વિત્ત યે પરે માવા: તે પરેષામ્ તિ” “નિશ્ચયથી...' જે પરે માવા:’ ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે...' શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા...’ એ વિકલ્પો રાગાદિ છે એ શુદ્ધ ચૈતન્ય સાથે મળતા નથી, અણમળતા છે. આહા..હા..! અણમળતા ભાવને સાધન કહેવું અને આને સાધ્ય કહેવું (એમાં) ફે૨ મોટો છે, પણ શું થાય ? ગમે તેમ થાઓ પણ
Page #530
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
૫૧૭
વસ્તુ તો આ છે. ભલે એને માનનાર થોડા રહે, અરે..! બીજા ન પણ માને, એથી શું વસ્તુ તો આ છે. અને આનું નામ દિગંબર ધર્મ છે. સમજાણું કાંઈ ?
ભાવી: તે પામ્ આહા...હા...! “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા.” અણમળતા બે વાર લેશે. કોણ અણમળતા ? એક તો જડકર્મ. શુદ્ધ ચૈતન્ય સાથે અણમળતા જડકર્મ. એની સાથે મેળ ખાતો નથી. ‘ભાવકર્મ...” શુભ-અશુભ દયા, દાનના વિકારના પરિણામ એ શુદ્ધ ચેતના સાથે અણમળતા ભાવ છે). આહાહા...! એની સાથે મેળ ખાતો નથી. આહા..હા.! શુદ્ધ ચેતનામાત્ર સ્વભાવની સાથે એ શુભ-અશુભ ભાવ મેળ ખાતા નથી. અણમળતા ભાવ છે. આવી વાત છે.
નોકર્મ” (એટલે) શરીર. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો પાછા એ ત્રણે પરિણામ, હોં ! તે પરેષા” “તે સમસ્ત પુગલકર્મના છે,” એ વ્યવહાર રત્નત્રયનો રાગ પુદ્ગલકર્મનો છે. ગજબ છે ને ! ભગવાનના (-આત્માના) નથી. આહા..હા...! આવું છે. વસ્તુ બહુ પેલી થઈ ગઈ.
દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો” થયા ને? દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામો પણ... આહા...હા..! પુદ્ગલકર્મના છે. એમ અહીં તો કીધું. આના નથી તો આના છે, એમ કહેવું છે). ભગવાનનો તો જ્ઞાતા-દષ્ટા ચેતના દર્શન સ્વભાવ છે ને ! એની સાથે આ રાગાદિ અણમળતા છે. આને ચેતન કહેવો તો એને પુદ્ગલ કહેવા. આહા..હા..! અણમળતા છે એટલે ચેતન સાથે મળતા નથી. ચેતના સાથે મેળ ખાતા નથી તો એને અચેતન પુદ્ગલ કહેવા. આહાહા...! આ બધા વાંધા ઉઠે છે. તમારા સંપ્રદાયમાંથી આ બધો વાંધો ઉઠે છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ને ! આ.હા...!
જાણન-દેખન ચેતન સ્વભાવ, એની સાથે જે વિકલ્પ ઉઠે, ચાહે તો ભગવાનની ભક્તિનો (વિકલ્પ હો), એ અણમળતા પુદ્ગલકર્મ છે. આહા..હા..! ભક્તિવાળાને આકરું પડે. દેવગુરુની ભક્તિથી કલ્યાણ થાય ! એને આકરું પડે. શું થાય ? ભાઈ ! વસ્તુની મર્યાદા જ આ છે. આહાહા....! જાણન-દેખન સ્વભાવ, ત્રિકાળી ચેતન સ્વભાવ, એની સાથે રાગાદિ, શરીર તો નોકર્મ છે, કર્મ તો અજીવ છે પણ અહીં તો દયા, દાનના પરિણામ પણ પુગલકર્મ છે એમ કીધું છે. પુદ્ગલકના પરિણામ છે એમ પણ કીધું નથી. અહીં તો એ પુદ્ગલકર્મના છે (એમ કીધું છે). આહા...હા..!
જીવના નથી. આ અસ્તિ-નાસ્તિ કરી. આ અનેકાન્ત છે. પેલા એમ કહે છે કે, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી થાય, એ અનેકાન્ત છે. અહીં કહે છે કે, પોતાના સ્વભાવથી થાય અને પરથી ન થાય એ અનેકાન્ત છે. આહા...હા...! આવું છે. ન રુચે, ન ગોઠે. એ “જીવના નથી.” આહા...હા....! તો શું કરવું ? વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૧૮
પોષ સુદ ૬, શનિવાર તા. ૧૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૪ પ્રવચન-૨૦૨
કલશામૃત ભાગ-૫
આ ‘કળશટીકા’ ચાલે છે. સિદ્ધાંત જે સત્ય છે તેની ટીકા થઈ, તેનો કળશ છે, કળશ. જેમ મંદિર ઉ૫૨ કળશ હોય છે એમ આ કળશ છે. સાર, સાર ચીજ છે. સાર ! ૧૮૪ (કળશ).
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो
ભાષા: જે સર્વત વ હૈયા: ।।૧-૮૪ ।।
—
ચિત: ચિન્મય: ભાવ: વ શું કહે છે ? કે, જે આ ચિત્ નામ જીવ પદાર્થ છે, વસ્તુ (છે), જીવદ્રવ્ય તત્ત્વ છે એ ચિન્મય છે. એ જ્ઞાનમય છે, ચૈતન્યમય છે, ચૈતન્ય પ્રજ્ઞાબ્રહ્મ ! જીવ વસ્તુ જે છે, આ દેહથી ભિન્ન, આ (શરીર) તો જડ છે, તેનો જાણનાર જડથી ભિન્ન છે. એ ચિત્ વસ્તુનો કાયમી અસલી સ્વભાવ જ્ઞાનસ્વભાવ છે પ્રજ્ઞા સ્વભાવ છે, જાણવુંદેખવું સ્વભાવ છે અને જાણવું-દેખવું (એવા) સ્વભાવની સાથે આનંદ સ્વભાવ (છે). અણિન્દ્રિય આનંદ તેનો મૂળ સ્વભાવ છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન ! આજે હિન્દી ચાલે છે.
.
ચિંત:' ‘જીવદ્રવ્ય...’ જીવ વસ્તુ – જીવ પદાર્થ દેહથી ભિન્ન ચેતનામાત્ર એવો સ્વભાવ છે,..’ તેનો સ્વભાવ તો જાણવું-દેખવું એવો સ્વભાવ (છે) અને અતીન્દ્રિય આનંદ તેનો સ્વભાવ છે. એ આત્મા છે. કેવો છે ચેતનામાત્ર ભાવ ” છે ને ? નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી.’ શું કહે છે ? ભગવાનઆત્મા ચૈતન્યસ્વભાવ જ છે, અન્યથા નથી, અન્ય નથી. એ જાણન-દેખન (સ્વભાવની) મૂર્તિ પ્રભુ (છે). જ્ઞાનની મૂર્તિ, જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાન સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. આહા..હા...! છે ?
ચેતનામાત્ર ભાવ છે. નિર્વિકલ્પ છે,...’ એ વસ્તુમાં ભેદ નથી. પુણ્ય-પાપ, દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પ છે એ તો એમાં છે જ નહિ, પણ એ આત્મા અને ચેતન સ્વભાવ એવો ભેદ પણ નથી. એ ચેતન સ્વભાવમય ભગવાનઆત્મા અભેદ, નિર્ભેદ છે. ભાષા સમજાય છે ? સમજાય છે કાંઈ ?
Page #532
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
૫૧૯
ભગવાન આત્મા ! અહીંયાં આત્માને જ ભગવાન કહે છે. કેમકે ભગ + વાન બે શબ્દ છે. ભગની વ્યાખ્યા એમ છે કે, જ્ઞાન અને આનંદ જેની લક્ષ્મી છે. ભગનો અર્થ લક્ષ્મી થાય છે. જેની લક્ષ્મી જ્ઞાન અને આનંદ – ભગ – લક્ષ્મી જ્ઞાન અને આનંદ વાન છે. જ્ઞાન અને આનંદ જેનું રૂપ છે, જેનો વાન છે. માણસ નથી કહેતા કે, આનો શરીરનો ધોળો વાન છે, કાળો વાન છે. એમ ભગવાન આત્મા... આહા...હા...! જ્ઞાન અને આનંદ એની લક્ષ્મી, એનું સ્વરૂપ (છે). ભગ + વાન, તેનો એ વાન – સ્વરૂપ છે. આ વચમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના વિકલ્પ જે વૃત્તિઓ ઉઠે છે એ બધો વિકાર છે, દોષ છે. પર છે. આહાહા..! એવા આત્માની અંતરમાં દૃષ્ટિ કરીને અનુભવ કરવો ત્યારે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ ધર્મની પ્રથમ શરૂઆત કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ ?
ભગવાન ચિન્મય વસ્તુ ! દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કે આ કરુણા, કોમળતા કે પરની સેવા કરવી એ બધા ભાવ રાગ - વિકાર છે. એ બેકાર છે, એ પોતાની ચીજ નહિ. એ પોતામાં છે નહિ. વિકત ભાવ નવો ઉત્પન્ન કર્યો છે એ ઉપાધિ અને દોષ છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. ચેતનમય જ્ઞાનમય, જેમ સાકર મીઠાશમય (છે), એમ અફીણ કડવાશમય, કડવાશ કહે છે ને ? એમ ભગવાન જ્ઞાનમય, જાણનસ્વભાવ, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા અને બ્રહ્મ નામ આનંદ ! આહા..હા...! એ સ્વરૂપની અંતરમાં દૃષ્ટિ થાય ત્યારે આત્માનું જેવડું અસ્તિત્વ છે એટલું પ્રતીતમાં આવે છે, ત્યારે તેને સમ્યફ સત્નો સ્વીકાર કર્યો એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ ? આહા...હા....!
“નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે....' છે ? ભેદ નહિ. ભેદ નહિનો અર્થ એ ચીજ જે છે એમાં આ આત્મા અને આ આનંદ ને આ જ્ઞાન એવા ભેદ નથી. એ આનંદ અને જ્ઞાનમય જ વસ્તુ છે. આહા..હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! સમજાય છે કાંઈ ? “નિર્ભેદ છે, સર્વથા શુદ્ધ છે.” છે ? શુદ્ધ ચૈતન્યઘન પવિત્રતાનો પિંડ એ છે. આહા..હા..! જેમ સાકર મીઠાશનો પિંડ છે, જેમ શકરકંદ હોય છે ને ? એ સમજાય છે ? શકરકંદ હોય છે એ સમજાય છે ? શકરકંદ ! અમારે શક્કરિયા કહે છે, શકરકંદ ! શિવરાત્રિએ ખાય છે ને? એની ઉપરની જે લાલ છાલ છે એ ન જુવો તો આખી ચીજ શકરકંદ – સાકરની મીઠાશનો પિંડ છે. શકરકંદ કહે છે, શકરકંદ ! શકર નામ સાકરની મીઠાશનો એ પિંડ છે. (ઉપરની) લાલ છાલ ન જુવો તો.
એમ આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના જે વિકલ્પ રાગ છે એ તો લાલ છાલ છે, તેનાથી ભિન્ન, શકરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે, એમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આ ચીજ અનંતકાળમાં ક્યારેય સાંભળી નથી, સમજ્યો નથી. પશુના અનંત અવતાર કર્યો, મનુષ્ય અવતાર અનંત થયા, મનુષ્ય
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૨૦
કલશામૃત ભાગ-૫
મરીને પશુ અનંત વાર થયો, પશુ થઈને નરકમાં અનંત વાર ગયો. નીચે નરક છે. ઘણી હિંસા, માંસ, દારૂ ખાય છે, પીવે છે એ પ્રાણીને નીચે એક નરક ગતિ છે (ત્યાં જાવું પડે છે). જેમ આ મનુષ્યગતિ છે, પશુગતિ છે, એમ નરકગતિ નીચે છે. એ બધું લોજીકથી સિદ્ધ થાય છે, હોં ! એ બધું સિદ્ધ કરવા જઈએ તો (આ વાત) ચાલે નહિ. અનંતવા૨ નરકમાં પણ ગયો, પોતાની ચીજ આનંદકંદ પ્રભુ શું છે ? તેનો અનુભવ, તેને અનુસરીને થવું, આનંદ અને જ્ઞાનને અનુસરીને (પરિણમન) થવું એવા અનુભવ વિના તેણે પશુ અને નક ને તિર્યંત ને મનુષ્ય ભવ અનંત કર્યાં. સાધુ પણ અનંત વાર થયો, હજારો વા૨ ત્યાગી થયો (પણ) એમાં કંઈ છે નહિ ? સ્ત્રીનો ત્યાગી થયો, રાજનો ત્યાગી થયો, વેપારધંધો, દુકાન છોડી દીધાં, બાવો થઈ ગયો પણ એમાં કંઈ છે નહિ.
અંદરમાં આનંદકંદ પ્રભુ છે તેનો જ્યાં સુધી અનુભવ, સત્કાર, સ્વીકાર, અંતરના આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી એના જન્મ-મરણ મટતા નથી. ચોરાશી (લાખ) યોનિમાં અનંતવા૨ ઉપજે છે. ચોરાશી લાખ યોનિ છે, એક એક યોનિ – ઉત્પત્તિસ્થાનમાં અનંત વાર ઉપજ્યો છે. અનંતકાળ છે, આત્મા અનાદિ છે, (તેની) આદિ છે ? છે.. છે... છે... આમ અનંત કાળમાં છે... છે... છે... છે... કોઈ દિ' આત્મા નહોતો એમ છે નહિ. છે... છે... છે... છે... વર્તમાન છે, ભવિષ્યમાં છે. એ તો ત્રિકાળ રહેવાવાળી ચીજ છે. એ ચીજમાં આનંદ અને જ્ઞાન ભર્યો છે, તેના અનુભવ વિના... એ કહે છે, જુઓ !
જિત યે પરે માવા: તે રેષામ્' (તિ) ‘નિશ્ચયથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે...’ ભગવાન આનંદ અને જ્ઞાનસ્વરૂપ સાથે અણમળતા...' મેળ નથી ખાતો. ચૈતન્ય સ્વરૂપ આનંદ અને જ્ઞાન સ્વભાવ સાથે અણમળતા મેળ નથી ખાતો એવા પુણ્ય-પાપના વિકાર ભાવ અણમળતા છે. તેની સાથે મેળ ખાતો નથી. ભિન્ન ચીજ છે. આહા..હા...! છે ? (વ્હિલ)
‘નિશ્ચયથી...’ પરે માવા: તે પરેષામ્‘નિશ્ચયથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે...’ શું ? કોણ અણમળતા છે ?
‘દ્રવ્યકર્મ...’ જડકર્મ છે. અંદરમાં કર્મ છે. આ પુણ્ય-પાપના ભાવ કરે છે તો કર્મ બંધાય છે. કર્મને કારણે પુણ્ય હોય તો આ પૈસા મળી જાય, પાપ હોય તો નિર્ધનતા થઈ જાય. એવી કર્મ ચીજ છે. બુદ્ધિના વિનાના ખાલી બારદાન હોય. બારદાન સમજાણું ? બુદ્ધિ બહુ ન હોય, તોપણ પાંચ-પાંચ લાખ પેદા કરે છે. કેમકે પૂર્વના પુણ્યના રજકણ પડ્યા હોય તેને કા૨ણે મળે. એ કંઈ બુદ્ધિથી, પ્રયત્નથી મળતા નથી. એમાં તો પુરુષાર્થ કરવો પડે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ- ધૂળમાંય પુરુષાર્થ કામ નથી કરતો. એ તો કહ્યું નહિ ? અમે તો ઘણું જોયું છે ને ? બુદ્ધિના બારદાન જેવા મહિને પાંચ-પાંચ લાખ પેદા કરે. બારદાન સમજ્યા ? ખાલી, થોથા જેવા. અને બુદ્ધિના ખાં, બહુ બુદ્ધિવાળો હોય તોપણ બે હજાર પેદા કરવામાં ૫૨સેવા
-
Page #534
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
પર૧
ઉતરે. એ કંઈ બુદ્ધિને કારણે મળતા નથી). કેમ હશે આ ? હોશિયારી કરે તો પૈસા મળે એમ હશે કે નહિ ? નહિ ? કેટલું જોયું છે ! કાંઈ માલ ન મળે. મહિને પાંચ લાખની પેદાશ, દસ લાખની પેદાશ હોય). અરે..! અત્યારે છે ને ! “અરબસ્તાન મેં ! “અરબસ્તાનમાં એક દેશ છે. દેશ નાનો છે પણ એમાં પેટ્રોલ બહુ નીકળ્યું, પેટ્રોલ ! કેટલું? કૂવા નીકળ્યા છે. દેશ નાનો છે. એ કલાકની દોઢ કરોડની ઉપજ છે. શું ? પેદાશ ! એક કલાકની દોઢ કરોડની ઉપજ છે. અત્યારે છે. “અસબસ્તાનમાં છે. અમે તો બધું સાંભળ્યું છે ને ! એ કરતાંય બીજો એક દેશ ‘અરબસ્તાનમાં એવો) છે કે, એને પણ એટલું પેટ્રોલ નીકળ્યું છે, દેશ નાનો છે પણ કૂવા બહુ નીકળ્યા તો એક દિવસની એક અબજની પેદાશ છે. પેદાશ ! શું કહ્યું ? એક દિવસની એક અબજની પેદાશ છે. છે તો માંસ ખાનારા હલકા માણસ, પણ પૂર્વના પુણ્ય છે તો મળે છે. પછી તો નરકે જવાના છે. મરીને તો નીચે નરકે જશે. પણ પૂર્વના પુણ્યને કારણે એક દિવસની એક અબજની પેદાશ છે. આ...હા...! એમાં શું થયું ? એ કંઈ બુદ્ધિનું ફળ છે ? બુદ્ધિવાળા ઘણા છે. મહિને બે હજાર પેદા કરવા હોય તોપણ ઘણી મહેનત કરવી પડે, નોકરી કરે ને સેવા કરે ને માખણ ચોપડે. મોટા માણસના વખાણ કરે ત્યારે માંડ બે હજાર પેદા કરે. એ કંઈ બુદ્ધિનું ફળ નથી. એ તો પૂર્વના પુણ્યના કર્મ પડ્યા હોય તેનું એ ફળ છે. એને દ્રવ્યકર્મ કહેવાય છે. દ્રવ્યકર્મ એટલે જડ કર્મ. એને કારણે તેને પૈસા) મળે છે. એ દ્રવ્યકર્મ પણ આત્માથી ભિન્ન છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
દ્રવ્યકર્મ...” એક વાત આવી. “ભાવકર્મ...” ભાવકર્મ એટલે શું ? ભાવકર્મ શબ્દ છે ? આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભગવાનનું સ્મરણ એ બધો ભાવ રાગ છે. એ રાગને અહીંયાં ભાવકર્મ – મલિન કહે છે. વૃત્તિનું ઉત્થાન છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એમાં જે ભગવાનનું નામ સ્મરણ કરે છે, ભગવાન.... ભગવાન. ભગવાન.. ઈશ્વર. ઈશ્વર. કે ણમો અરહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઈરિયાણું. એમ કરવું એ એક વિકલ્પ છે, વૃત્તિ છે, રાગ છે, વિકાર છે, ભાવકર્મ છે, મલિન છે, ઝેર છે. ઝીણી વાત છે, પ્રભુ ! આ તો અલૌકિક વાતું છે ! એ ભાવકર્મ પણ આત્માથી ભિન્ન છે.
આત્મા તો ચૈતન્ય આનંદસ્વરૂપ ભગવાન આત્મા (છે). એનાથી ભાવકર્મ – હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ રાગ એ વિકાર છે, એ ભાવકર્મ છે, એ વિકૃત ભાવ છે, એ ભિન્ન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા શુભભાવ છે, એ પણ રાગ છે, એ પણ મલિન છે. એ પણ આત્માના સ્વભાવથી ભિન્ન છે. આ ડૉક્ટર-બોક્ટર બધાની ઓનરરી સેવા કરે છે ને ? એ બધો રાગ છે, કહે છે. જોકે નોકરી તો કરે છે. મોટી હોસ્પીટલમાં જાય પછી પોતાનું ડૉક્ટરપણું ચાલે. બે-ચાર મહિના હોસ્પીટલમાં મફત કામ કરે, મફત ! મફત સમજ્યા ? પૈસા લીધા વિના. પછી પોતાની દુકાન ચાલે
Page #535
--------------------------------------------------------------------------
________________
પ૨૨
કલશામૃત ભાગ-૫ માટે કરતા હોય. આમ માને કે ઓનરરી છે, પણ અંદર આશા એ છે. એ બધો રાગ અને વિકાર ભાવ છે. આહા...હા...!
મુમુક્ષુ :- એ શુભ કર્મ કરવાથી આત્માનો રસ્તો સાફ થાય છે.
ઉત્તર :- બિલકુલ નહિ, નુકસાન કરે છે. એ વાત ચાલે છે. અહીં એ જ વાત ચાલે છે. શુભકમને ભાવકર્મ કહે છે. જેટલા શુભકર્મ છે એ બધી વૃત્તિઓ છે, રાગ છે, વિકલ્પ છે. એ આત્માનું સ્વરૂપ નહિ, નુકસાન કરે છે. ઝીણી વાત છે. આખી દુનિયાને અમે તો જાણીએ છીએ ને ! આ વાત દુનિયાથી તદ્દન ભિન્ન છે.
પ્રશ્ન :- દુનિયામાં પછી શું કામ કરવું ?
સમાધાન :- કરવાનું કાંઈ નથી. અંદર પુણ્યથી ભિન્ન થઈને આત્માના આનંદનો, જ્ઞાનનો અનુભવ કરવો એ (કરવાનું છે), બાકી બધું મિથ્યા છે, ભ્રમ છે.
પ્રશ્ન :- સંસાર કેવી રીતે ચાલશે ?
સમાધાન :- સંસાર ક્યાં ચલાવવો છે ? સંસારનો તો નાશ કરવો છે. અહીં તો સંસારનો નાશ તો કરવો છે. સંસરણ ઇતિ સંસાર: સંસારનો અર્થ શું? સંસરણ ઇતિ સંસાર ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એમાંથી હઠીને પુણ્ય અને પાપના ભાવ કરે છે એ બધો સંસાર છે. એમાં ચાર ગતિ રખડવાની મળે છે. ચોરાશી લાખ યોનિ મળે છે, એમાં પરિભ્રમણ ટળતું નથી. આહા..હા..! આવી વાત ભારે આકરી !
એણે ક્યારેય (ગંભીરતાથી) લીધું જ નથી, ક્યારેય સાંભળ્યું જ નથી આ અંદર ચીજ શું છે ? સાંભળ્યું જ નથી, પ્રેમથી સાંભળ્યું જ નથી. સાંભળે છે પણ પ્રેમથી સાંભળ્યું નથી. આમ તો અનંતકાળમાં અનંત વાર સાંભળ્યું છે પણ આ ચીજ શું છે ? અને આ રાગ શું છે ? એનો ભેદ પરથી ભિન્ન છે) એવી વાત પ્રેમથી સાંભળી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? વાત તો એવી છે, ભગવાન ! શું કરે ? આહા..હા..!
બીજાને આહાર-પાણી દેવાનો ભાવ, સમજ્યા ? આહાર, પાણી, જલ, ઔષધ, રોગી હોય તો મફત ઔષધ દ્યો, એ બધો ભાવ રાગ છે, ભાવકર્મ છે, પુણ્ય છે, મલિન છે, આત્મા અમૃત સ્વરૂપથી વિરુદ્ધ ઝેર છે. અહીંયાં ઝીણી વાત છે.
પ્રશ્ન :- આમાં કરવું શું ?
સમાધાન :- કરવું એ કે, રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનનો અનુભવ કરવો. એ વિના સંસારનો અંત ત્રણ કાળમાં આવવાનો નથી. અમે તો આખી દુનિયા જોઈ છે ને! આ તો ૮૮ વર્ષ થયા. કેટલા ? ૮૮, ૯૦માં બે ઓછા ! તમને ૪૮ થયા છે, અહીંયાં ૮૮ થયા છે. દુકાન છોડ્યું ૬૫ વર્ષ થયા છે. પાલેજમાં અમારી દુકાન હતી. “ભરૂચ અને ‘વડોદરા વચ્ચે પાલેજ” છે. ત્યાં અમારા પિતાજીની દુકાન હતી. હજી દુકાન છે. અમે ત્યાં રહ્યા હતા, પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. સત્તર વર્ષની ઉંમરે ! સત્તરથી બાવીસ
Page #536
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
પર૩ પાંચ વર્ષ. બાવીસ વર્ષે છોડી દીધી. બાવીસ વર્ષની ઉંમરે દુકાન છોડી દીધી. અત્યારે તો ૮૮ થયા. અમે તો બધું જોયું છે, આખી દુનિયા જોઈ છે. દસ હજાર માઈલ તો હિન્દુસ્તાનમાં મોટરમાં ત્રણ વાર ફર્યા છીએ. દસ-દસ હજાર માઈલ, એક એક વાર, એમ ત્રણ વાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. મોટી મોટર છે ને ? શું કહેવાય છે ? “મંગલવર્ધિની' નહિ, એ તો નામ છે. પ્લેમાઉથ એવું કંઈક કહે છે. જોયું છે, બધું જોયું છે. આ ચીજ બીજી છે. આહા...હા..!
અહીંયાં તો ભગવાન ભાવકર્મ એને કહે છે. આ આત્મા છે તેનો પરમાર્થે સર્વજ્ઞ સ્વભાવ છે. શાંતિથી સાંભળજો, પ્રભુ ! વાત તો અલૌકિક છે ! આખી દુનિયાથી જુદી છે. આ આત્મા જે અંદર છે તેનો સ્વભાવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ! જ્ઞાન સ્વભાવ પૂર્ણ છે. તો એવો સર્વજ્ઞ સ્વભાવ (કે) જેનો અંતરમાં અનુભવ કરતાં કરતાં પ્રગટ દશામાં સર્વજ્ઞભાવ થાય છે, વર્તમાનમાં દશા પ્રગટ થાય છે), સ્વભાવમાં છે એ અનુભવ કરતાં કરતાં જ્યારે દિશામાં સર્વજ્ઞ (થાય એટલે કે ત્રણકાળ ત્રણલોકને જાણવાની શક્તિની વ્યક્તતા પ્રગટ થાય છે તેને સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. એ સર્વજ્ઞ પરમાત્માની આ વાણી છે. ઇચ્છા વિના
ધ્વનિ નીકળે છે. આત્મા અંદર સર્વજ્ઞ સ્વરૂપી છે, શક્તિ – સ્વભાવ – સામર્થ્ય – ગુણ – ભાવ, તેનો અનુભવ કરતાં કરતાં વર્તમાન દશામાં, વર્તમાન હાલતમાં, વર્તમાન શું કહે છે? પર્યાય, પર્યાય એ નહિ સમજે. હાલત, વર્તમાન દશા, વર્તમાન દશામાં સર્વશપણું પ્રગટ થાય
જેમ લીંડીપીપર – છોટીપીપર હોય છે. ચોસઠ પહોરી ચરપરાઈ અંદર ભરી છે એ ઘૂંટવાથી બહાર આવે છે. એ છે તે આવે છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ ઘૂંટવાથી આવતી હોય તો તો કોલસા અને લાકડીને ઘૂંટવાથી આવવી જોઈએ. તો એમાંથી છે એ આવે છે. એમ આત્મામાં. ચોસઠ નામ પૂર્ણ રૂપિયે રૂપિયો પૂર્ણ સર્વજ્ઞ અને પૂર્ણ આનંદથી ભર્યો પડ્યો પ્રભુ આત્મા છે. ઝીણી વાત છે, પ્રભુ !
એ જ્યારે અંદરમાં અનુભવ કરીને, રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ પણ ઝેર છે, નુકસાનકારક છે, એમ ભિન્ન કરીને પોતાના આત્માનો અનુભવ કરે છે ત્યારે અંતર પહેલું સમ્યક્ – સત્ય દર્શન થાય છે. જેવી ચીજ છે તેના દર્શન, દેખવું, પ્રતીત થાય છે. પછી અંતરમાં લીનતા કરતાં કરતાં.. કરતાં કરતાં.. સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. એ સર્વજ્ઞની આ વાણી છે. સર્વજ્ઞ થાય છે એને ઇચ્છા નથી હોતી પણ ધ્વનિ નીકળે છે. “મુખ 3ૐ ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે ૩ૐ ધ્વનિ – ૩ૐ એવો અવાજ ઇચ્છા વિના નીકળે છે. એ આ વાણી છે. ઝીણી વાત છે.
એ વાણીમાં આ આવ્યું કે, પોષાત્ માવ:' આહા..હા...! દ્રવ્યકર્મ – જડકર્મ પર છે, ભાવકર્મ પર છે. આહા..હા! શુભકર્મ કહે છે ને ? શુભકર્મ – સત્ કર્મ ! એ બધો
Page #537
--------------------------------------------------------------------------
________________
પ૨૪
કિલામૃત ભાગ-૫
રાગ છે.
પ્રશ્ન :- સદાચાર ?
સમાધાન :- સદાચાર તો કોને કહીએ ? સદાચાર ! સત્ સત્ આચાર. સતુ – જ્ઞાન અને આનંદ, એનો આચાર તેને સદાચાર કહે છે. રાગ એ સદાચાર નથી. દુનિયાથી ભિન્ન ચીજ છે. સદાચાર – સત્ ભગવાન જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે એ સત્ છે, તેનો આચાર આનંદ અને જ્ઞાનમાં રમણતા કરવી એ સદાચાર છે. લૌકિક સદાચાર – આ ક્રિયાકાંડ, દયા, દાન, વ્રત, તપને લૌકિક સદાચાર કહે છે, પણ એ બંધનું કારણ છે, સંસારનું કારણ છે. એમાં સંસાર મળે છે, ભવ મળે છે. ભવનો નાશ એમાં થતો નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? એને ભાવકર્મ કહે છે.
કરુણા, કોમળતા, રાગની મંદતા એ બધા ભાવકર્મ, વિકાર છે, એ વૃત્તિનું ઉત્થાન છે. ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદનો કંદ, એમાં વૃત્તિનું ઉત્પન્ન થવું એ બધો રાગ – મેલ છે. ચાહે તો દયા, દાન, અનુકંપા, ભક્તિ, પૂજા, વ્રત, તપ, અપવાસ કરવા એ બધી વૃત્તિઓ છે, એ રાગ છે. તેને અહીંયાં ભાવકર્મ કહે છે. તેનાથી ભગવાન અંદર ભિન્ન છે. ભારે મુશ્કેલી ! જગતને ક્યાં પડી છે) ? અનંતકાળથી રખડે છે, રઝળે છે. પોતાની ચીજની શું મહત્તા છે અને ચીજમાં કેટલી શક્તિઓ – સામર્થ્ય છે તેની પ્રતીતિની ખબર નથી.
અહીંયાં કહે છે, ભગવાન આત્મા જ્ઞાનમય, અતીન્દ્રિય આનંદમય (છે) એ ઇન્દ્રિયથી અને રાગથી જાણવામાં આવતો નથી. એ તો પોતાના અંતર આનંદ અને જ્ઞાન સ્વભાવથી, પોતાના સ્વભાવથી સ્વભાવ જાણવામાં આવે છે. ત્યારે તેને સમ્યગ્દર્શન નામ સત્ય જેવી ચીજ છે તેની પ્રતીતિ અને દેખવું કહેવામાં આવે છે. ત્યારબાદ સ્વરૂપમાં રમણતા, આનંદ, આનંદ અતીન્દ્રિય આનંદમાં જે અનુભવ થયો હતો, તે અતીન્દ્રિય આનંદમાં લીનતા કરતાં.... કરતાં કરતાં. પર્યાય – વર્તમાન હાલતમાં અતીન્દ્રિય આનંદનું પૂર્ણ થવું, તેનું નામ સર્વજ્ઞ અને પરમાત્મા કહેવામાં આવે છે. આહાહા...! આ વાત છે. બીજી બધી વાત ગડબડ છે. સમજાણું કાંઈ ? એ કહ્યું ને ? જુઓને !
‘અણમળતા.” ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ સાથે એ રાગનું મળવું થતું જ નથી. અણમળતા (કહ્યું છે ને ? આહાહા..! જેમ સાકર સાથે અફીણ અણમળતું છે, મળતા નથી, ભિન્ન ચીજ છે. એમ ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ ! તેની સાથે પુણ્યના પરિણામ કે પાપના ભાવ મળતા નથી. એ વિકાર છે, ભગવાન અંદર અવિકારી સ્વરૂપ છે. અનંત કાળમાં કોઈ દિ સાંભળ્યું નથી, કર્યું નથી. એમને એમ અનંત વાર બાવો થઈ ગયો, સન્યાસી થયો, સાધુ થયો, નગ્ન થયો પણ અંતર આત્મજ્ઞાન અને રાગના વિકલ્પથી ભિન્ન ચીજ છે એવા અનુભવ વિના ભવનું ભ્રમણ મટતું નથી. ડૉક્ટર ! અહીંયાં આવી
Page #538
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
પ૨૫
વાત છે. આહા..હા..! એ કહે છે, જુઓ !
દ્રવ્યકર્મ-ભાવક-નોકર્મ..” નોકર્મ એટલે શરીર. આ શરીર, વાણીને નોકર્મ કહે છે. એ ત્રણેથી ભિન્ન ચીજ અંદર છે. જડકર્મ, જેનાથી પૈસા મળે – લક્ષ્મી મળે કે દરિદ્રતા મળે એવું કર્મ. અને ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના ભાવ, શુભ-અશુભ ક્રિયા – રાગ અને નોકર્મ (એટલે) શરીર અને વાણી. એ બધાથી ભગવાન ભિન્ન છે. આહા...હા! છે ?
નોકર્મ સંબંધી પરિણામો...” પરિણામ નામ દશા – અવસ્થા. તે સમસ્ત પુદ્ગલકર્મના છે એ જડના છે, આત્માના નહિ. આહા...હા...! અહીં સુધી તો કાલે આવ્યું હતું. આજે ફરીને લીધું. અહીંયાં સુધી કાલે આવ્યું હતું. આજે ડોક્ટર આવ્યા છે એટલે હિન્દીમાં ફરીથી લીધું. આહાહા..!
એક બાજુ ભગવાન આત્મરામ અને એક બાજુ પુણ્ય-પાપના પરિણામ અને શરીર, કર્મ – એક બાજુ ગામ. એ બન્ને ચીજ ભિન્ન છે. આહા..હા...! અનંત અનંત કાળ થયો અનાદિથી પરિભ્રમણ ચોરાશી લાખ યોનિમાં કરે છે. અનંત અવતાર કર્યા. કીડા, કાગડા, કૂતરા, નરક યોનિ, સ્ત્રી, પુરુષ એવા ભવ અનંત... અનંત.... અનંત. અનંત... અનાદિથી કરતો આવ્યો છે. સાધુ પણ અનંત વાર થયો, ત્યાગી થયો પણ આત્મા અને રાગની વૃત્તિથી, વિકલ્પથી ભાવકર્મથી ભિન્ન છે, એવા અનુભવ વિના જન્મ-મરણ મટ્યા નહિ. આ વાત છે. સમજાણું કાંઈ ? ચાહે તો આજે સમજો, ચાહે તો કાલે સમજો, ચાહે તો અનંત કાળ પછી સમજો) પણ આ સમજ્યા વિના જન્મ-મરણના અંત નહિ આવે.
મુમુક્ષુ :- ભક્તિમાર્ગ કીધો છે.
ઉત્તર :ભક્તિમાર્ગ એ પુણ્ય – રાગ છે, વિકાર છે. આવે છે, નિશ્ચયભક્તિ તો પોતાની. પોતાના આનંદ અને જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા થવી એ નિશ્ચય સત્ ભક્તિ છે અને પરમાત્માની ભક્તિ છે એ રાગ છે, પુણ્ય છે. પાપથી બચવા પુણ્ય આવે છે, પણ (તે) રાગ હેય છે. ઉપાદેય નથી, આદરણીય નથી. આહાહા...!
પ્રશ્ન :- હેય અર્થાત્ ?
સમાધાન :- હેય એટલે છોડવાલાયક. છોડવાલાયક છે. કમજોરીથી આવે છે પણ અંદર ચીજ જે છે એ આદરણીય છે. આનંદપ્રભુ સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ – સતુ શાશ્વત ચિત્ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ, એ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ સત્ આત્મા છે તેનો અનુભવ કરવો તે મુક્તિનું કારણ અને ધર્મ છે. બાકી બધા થોથા છે. આહા..હા....! કહો, ભાઈ !
પ્રશ્ન :- લોકની સેવા કરવી ક્યારે ?
સમાધાન :- કોણ કરતો હતો ? ધૂળની ! શરીરમાં રોગ આવે તે ડૉક્ટર પણ મટાડી શકતો નથી. ડોક્ટરનો દેહ પણ ક્ષણમાં છૂટી જાય છે. તેની જડની અવસ્થા થાય છે તેને
Page #539
--------------------------------------------------------------------------
________________
પ૨૬
કલશામૃત ભાગ-૫ આત્મા રોકી શકતો નથી. આપણો આત્માનો અધિકાર એમાં છે નહિ. આહા.હા! એ કહ્યું ને ? નોકર્મ. નોકર્મ એટલે શરીર, વાણી. તેની ઉપર આત્માનો અધિકાર છે નહિ. સૂક્ષ્મ વાત છે, ભાઈ ! સમજાણું કાંઈ ? આહા...હા...!
અંદર પ્રભુ બિરાજે છે, ભાઈ ! તને ખબર નથી. તને ખબર નથી. એ ચીજ અંદર જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ (છે). તેનાથી શરીર, કર્મ, પુણ્ય-પાપના, દયા, દાન રાગાદિના ભાવ ભિન્ન છે, અણમળતા છે. એ ચૈતન્ય સ્વભાવ સાથે વિકારના ભાવનો મેળ ખાતો નથી. અણમળતા છે. છે ને ? “અણમળતા છે.” આ.હા...હા...! ક્યારેય સાંભળ્યું નથી, દરકાર કરી નથી. એમને એમ જિંદગી (ગાળી). આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું. કરતાં કરતાં જિંદગી પૂરી કરી), હું કરું, હું કરું. એ કરવું એ મરવું છે. ભગવાન તો જ્ઞાન, આનંદમાં હું પરનું કરું એ તો રાગ છે અને રાગ છે તે તો આત્માને નુકસાન કરવાવાળો છે. આહા...હા..!
મુમુક્ષુ :- ઝીણું બહુ છે.
ઉત્તર :- એ તો કહ્યું, ભગવાન ! ઝીણું તો છે. અમને ખબર નથી ? અહીં તો ૮૮ વર્ષ થયા. ૬૫ વર્ષ તો દુકાન છોડ્ય થયા. ૬૫, ૬૫ સમજ્યા ? ૬૦ અને ૫. દુકાન છોચે ૬૦ + ૫ થયા. દુકાન છે, પાલેજમાં દુકાન છે, મોટી દુકાન છે. ૩૦-૩૫ લાખ રૂપિયા છે. ૩-૪ લાખની પેદાશ છે, અત્યારે દુકાન છે. અમને તો છોચ્ચે ૬૫ વર્ષ થયા. એ તો ધૂળ હતી. આહા...હા...! મોટાભાઈએ તો ઘણું કહ્યું હતું કે, દુકાને નહિ આવતો, દુકાન છોડી દો, દેશમાં રહો. હું આજીવિકા આપીશ. પણ સંસાર ન છોડો. મોટાભાઈ હતા. આજીવિકા દઈશ તમે દેશમાં રહો. દુકાન છોડ દે, દુકાને નહિ આવતા. પણ મેં કીધું, હવે સંસારમાં રહેવાનો ભાવ થતો નથી. પહેલાં દીક્ષા લીધી. સ્થાનકવાસી છે ને ? હૂંઢિયા ! મુહપત્તીવાળા ! એમાં અમારા પિતાજીનો ધર્મ હતો તો એમાં દીક્ષા લીધી હતી. ૨૧ વર્ષ અને ચાર મહિના એમાં રહ્યા. અને સાડા ત્રેવીસ વર્ષ સંસારમાં રહ્યા, ૪પ ત્યાં અને ૪૩ અહીંયાં થયા. (કુલ) ૮૮ થયા. આહા..હા...! આ તો બધું જંગલ હતું. અહીં તો આખું જંગલ હતું, પશુ બેસતા હતા. હવે તો કરોડો રૂપિયા નખાઈ ગયા, કરોડ. એક કરોડ ! ૨૬ લાખનું તો આ એક મકાન છે. એકલું સંગેમરમરનું છે. ૨૬ લાખનું ! અને પોણા ચાર લાખ અક્ષર છે ને ? એ શાસ્ત્રના છે. પણ વાત બહુ સૂક્ષ્મ, ભગવાન !
પ્રશ્ન :- આ અક્ષર છે ઈ શું છે ?
સમાધાન :- એ અક્ષર જડ છે. મશીનથી કોતરાયેલા છે, હિન્દુસ્તાનમાં પહેલુંવહેલું ઇટાલીથી મશીન આવ્યું. ઇટાલીથી આવેલા) મશીનથી પોણા ચાર લાખ અક્ષર કોતર્યા છે. ૨૬ લાખનું તો મકાન છે અને ઉદ્ઘાટન વખતે માણસ બહુ આવ્યું હતું – છવીસ હજાર ! ઉદ્ઘાટન સમજ્યા ને ? છવીસ હજાર માણસ ! તો અગિયાર લાખનો ખર્ચ તો
Page #540
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
પર૭
એ થયો. ૩૭ લાખનો ખર્ચ તો એ થયો. એ તો બધી ધૂળ છે. બહારની ચીજ એમ થાય છે, થવાવાળી થાય છે. આહા..હા...! ભાવ હોય તો એમાં શુભ છે. પણ એ પણ પુણ્ય છે, રાગ છે, ઝેર છે, નુકસાન કરનાર છે. આહા...હા...! વાત તો આવી બહુ આકરી છે, ભગવાન ! શું થાય ? અનંત અનંત કાળ ચોરાશી લાખ યોનિમાં અવતાર કરતાં કરતાં ચાલ્યો આવ્યો છે.
મુમુક્ષુ – એકસાથે તો આત્માનો અનુભવ થતો નથી. | ઉત્તર :- અનુભવ એકસાથે થાય છે. જ્યારે કરે છે ત્યારે એકસાથે થાય છે. ક્રિયાકાંડ કરે તો થાય છે એમ નથી. એને પરની અપેક્ષા છે નહિ. સૂક્ષ્મ વાત છે. એ તો બધી ખબર છે. બધાનો ખ્યાલ છે. કરોડો શ્લોકો જોયા છે, કરોડો ગ્રંથ જોયા છે. આખી જિંદગી એમાં ગઈ છે. ૭૧ વર્ષથી. ૧૭ વર્ષથી બધા શાસ્ત્રોનો અભ્યાસ છે. ૭૧ વર્ષથી શાસ્ત્રનો અભ્યાસ છે ! અમે બીજું કાંઈ કર્યું જ નથી. પણ આ ચીજ અંદર આવી ત્યાં).. ઓ. હો...! સર્વ શાસ્ત્ર અભ્યાસ નિરર્થક છે.
અહીંયાં આત્મા આનંદમૂર્તિ ભગવાન ! આહા...હા...! સૂક્ષ્મ છે, પ્રભુ ! એ સીધો જ (અનુભવમાં આવે છે). પહેલાં એનું જ્ઞાન થાય છે કે, આત્મા શું છે ? વિકાર શું છે ? ભાવકર્મ શું છે ? તેની ભિન્નતાનું જ્ઞાન થાય છે. પણ થાય છે પરની અપેક્ષા રાખ્યા વિના આત્માનો અનુભવ થાય છે. પોતાના આત્માના અનુભવમાં પરની કોઈ અપેક્ષા છે નહિ. એ સ્વતંત્ર કર્તા કરવાવાળો છે. કર્તા એને કહીએ, સ્વતંત્રપણે કરે તે કર્તા. તો પોતાનો અનુભવ સ્વતંત્રપણે કરે. રાગ અને નિમિત્તની, સત્ કર્મની અપેક્ષા વિના (અનુભવ કરે) તેનું નામ કર્તા – સ્વતંત્રપણે કરે એને) કહેવામાં આવે છે. બહુ ફેર છે, બહુ ફેર, બહુ ફેર છે, અમને ખબર છે. બહુ ફેર છે. આહાહા...!
અહીંયાં કહે છે, “દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો” છે ? તે સમસ્ત પગલકર્મના છે,” એ તો બધા જડ છે, જડ. આત્મા નહિ. આહા..હા...! જેમ આ પુદ્ગલ માટી છે, માટી છે ને ? આ તો ધૂળ છે. એમ અંદર પુણ્ય-પાપના ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના (ભાવ છે) એ પણ પુગલ અચેતન (છે). એમાં ચૈતન્યના, જ્ઞાનસ્વરૂપ ચૈતન્યના તેજનો અંશ નથી. તે આંધળો છે. રાગાદિ થાય છે, ભગવાનની ભક્તિ, પૂજા થાય છે પણ એ આંધળો છે. એમાં ચૈતન્ય ચમત્કાર જાણનાર ભગવાનનો એક અંશ પણ રાગમાં છે નહિ. તો એ રાગ આંધળો છે અને ભગવાન ચૈતન્ય જાગૃત છે. આહા..હા..! ભાઈ ! સમજાય છે ને ? આહા...હા...! “નાઈરોબીથી આવ્યા છે. “આફ્રિકા ! અહીંયાં ઘણા માણસો બહારથી આવે છે.
અહીંયાં કહે છે, “તે સમસ્ત પુદ્ગલકર્મના છે, જીવના નથી.” છે ? છે ડૉક્ટર ? તે પગલકર્મના છે, જડના છે. ભાવ – પુણ્ય – દયા, દાન, વ્રત પરિણામ એ જડના છે,
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૨૮
કલશામૃત ભાગ-૫
જીવના નહિ. આહા..હા...! “તત: ચિન્મય: ભાવ: પ્રાઈ: પવ, પરે બાવી: સર્વત: હેયા: વ’ ‘તે કારણથી...” (વિન્મય ભાવ:) “શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ છેગ્રાહ્ય છે. આ...હા...હા...! જાણવું... જાણવું. જાણવું... જાણવું... જે સ્વભાવ એ ગ્રાહ્ય (અર્થાતુ) પકડવા લાયક છે. એ પકડવા અને અનુભવ કરવા લાયક છે. આહા...હા....! ગ્રાહ્ય છે (એટલે) ગ્રહણ કરવા લાયક છે.
જ્ઞાનમય ભાવ ભગવાન અંદર ચૈતન્યપ્રકાશ મૂર્તિ ! ચૈતન્યના નૂરનું પૂર છે. આહા..હા...! ક્ષેત્ર ભલે નાનું હોય પણ અંદર ચૈતન્ય પ્રકાશનું નૂર – તેજનું પૂર છે. એ તેજપૂરથી રાગાદિ ભિન્ન છે. એ તેજ પૂર ગ્રાહ્ય છે. આહા..હા..! આવું તો કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય. વાતું આકરી છે, ભગવાન ! શું કહીએ ? એ ચીજ, એવી વાત છે. આહા...હા...!
અહીં પ્રભુ કહે છે, ભગવાન તો અંદર ચિન્મય વસ્તુ છે ને ! આનંદમય સચ્ચિદાનંદ પ્રભુ છે ને એ ચીજ ગ્રાહ્ય છે. એ ગ્રહણ કરવા લાયક, આદર કરવા લાયક તો એ ચીજ છે. આહાહા...! અને પુણ્ય અને પાપ, સત્કર્મ આદિ કહેવાય છે એ ગ્રાહ્ય નથી, પ્રભુ ! એવી વાત છે, ભગવાન ! આહાહા...! પ્રભુ ચૈતન્ય આનંદમય પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તે ગ્રાહ્ય છે. એ વસ્તુ છે, સત્ છે, શાશ્વત છે, તત્ત્વ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન જે સત્ સ્વરૂપ છે તે જ ગ્રાહ્ય – ગ્રહણ કરવા લાયક હોય તો એ એક ચીજ છે. એમાં જે કોઈ પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ, શુભ કર્મ કે અશુભ કર્મ જે ઉત્પન્ન થાય છે, એ બધા પુદ્ગલકર્મના છે). એ કહે છે, જુઓ !
પ્રદિ: પવ” “જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે. આહા..હા...! મુમુક્ષુ – મોક્ષના અભિલાષીને આ એક જીવનો અનુભવ કરવા લાયક છે. મુમુક્ષુ કહો કે યોગી કહો, ભાઈ ! સંસ્કૃતમાં મુમુક્ષુનો અર્થ યોગી કર્યો છે. સંસ્કૃત છે ને ? આની બધી સંસ્કૃત ટીકા છે. બધું જોયું છે ને ! મુમુક્ષુનો અર્થ એ કર્યો છે. ઘણું કરીને સિદ્ધાંત તો એમાં છે, હોં ! સિદ્ધાંત તો એમાં છે, પછીનો સિદ્ધાંત આવે છે એમાં છે. “મોક્ષાર્થfમ:' “મુમુક્ષુમિ:' યોfમ પછીનો શ્લોક આવે છે ને ? પાઠમાં છે. મૂળ સંસ્કૃત છે. આ શ્લોકનું સંસ્કૃત છે, સંસ્કૃત.
“મોક્ષાર્થિfમ:' મોક્ષનું જેને પ્રયોજન (છે). પૂર્ણ આનંદની પ્રાપ્તિનું જેને પ્રયોજન છે. મોક્ષ નામ મુક્તિ. દુઃખથી, સંસારથી મુક્તિનો જેનો અભિપ્રાય (થયો છે) એવો મુમુક્ષુ. તેને યોગી કહે છે, બાકી બધા ભોગી છે. આહા...હા..! સમજાણું કાંઈ ? ભલે ત્યાગી થઈને બેઠો હોય. રાજપાટ (છોડીને બેઠો હોય, પણ અંદર રાગનો પ્રેમ છે એ બધા ભોગી છે, યોગી નહિ. આહા..હા...!
અહીં પરમાત્મા યોગી તો એને કહે છે કે, મોક્ષાર્થી – જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ
Page #542
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૪
પ૨૯
રૂપી મુક્તિ (જોઈએ છે) એને મુમુક્ષુ કહે છે અને તેને યોગી કહે છે. કેમ ? કે, પોતાનું જે જ્ઞાન અને આનંદ ત્રિકાળી સ્વભાવ છે એમાં પોતાનું જોડાણ કરી નાખ્યું. યોગ (એટલે) જોડાણ. જોડાણ. જોડાણ. યોગ કરી નાખ્યો એનું નામ યોગી છે. અને જ્યાં સુધી રાગમાં જોડાણ છે ત્યાં સુધી તે ભોગી છે, યોગી નહિ, ચાહે તો સાધુ થયો હોય (તોપણ). આહા...હા...! સત્ કર્મમાં રાગ થાય છે અને રાગનો પ્રેમ છે, રાગમાં રોકાયો છે ત્યાં સુધી એ ભોગી છે, યોગી નહિ. આહાહા..! એનું સંસ્કૃત છે. આ તો સંસ્કૃતમાંથી હિન્દી બનાવ્યું છે.
આહાહા...! કહે છે, “શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ તે...” ગ્રાહ્ય છે “એવો અનુભવ કરવા યોગ્ય છે;” જોયું ? ગ્રાહ્યનો અર્થ કર્યો. અંદર જે પુણ્ય અને શુભ-અશુભ કર્મ જે રાગ છે, વિકલ્પ છે, એનાથી ભિન્ન જે ચીજ અંદર છે તે ગ્રાહ્ય છે. એ અનુભવ કરવા લાયક છે. એ ચીજ જે પડી છે, આનંદકંદ પ્રભુ, તેને અનુ – અનુસરીને ભવવું – થવું, તેને અનુસરીને થવું એ કરવા લાયક છે. બાકી રાગનું અનુસરણ થવું એ તો ભવ બંધનું કારણ અને સંસાર છે. આહા..હા..! દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને એ બધું સંસાર છે એમ અહીં તો કહે છે. સંસાર મળે, આ ધૂળ મળે. આ પૈસાના – ધૂળના શેઠિયા હોય છે ને ? ધૂળના ધણી ! કરોડ, બે કરોડ, પાંચ કરોડ, અબજ કરોડ.... એ પૂર્વના એવા કોઈ પુણ્ય કર્યા હોય તો એનાથી મળે. તેનાથી સંસારનો અભાવ થાય કે ધર્મ થાય એવી ચીજ નથી. આહા..હા..!
બે અબજ અને ચાલીસ કરોડ. કહ્યું હતું. ગોવામાં હતા. “ગોવા” છે ને ? “ગોવા” ! દીવ, દમણ ને ગોવા” એમાં એક જૈન હતા, સ્થાનકવાસી હતા. એના પાસે) બે અબજ ચાલીસ કરોડ હતા. બે અબજ ચાલીસ કરોડ ! ૨૪૦ કરોડ ! પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. ૬૧ વર્ષની ઉંમર ! આહા...હા...! દુઃખાવો છે, ડૉક્ટરને બોલાવો ! એની સ્ત્રીને.... શું કહેવાય આ ? હેમરેજ થાય છે ને ? હેમરેજ થાય છે ને ? હેમરેજ થયું હતું. ‘ગોવામાં તો ચાલીસ લાખનું મકાન છે. રહેવાનું ચાલીસ લાખનું મોટું મકાન) ! તો હેમરેજ માટે મુંબઈ આવ્યા હતા. સ્ત્રી તો અસાધ્ય હતી, પણ રાત્રે દોઢ વાગે ઉભા થયા અને કહ્યું) મને દુઃખે છે. બોલાવો ડૉક્ટરને ! ડૉક્ટર આવે ત્યાં ચાલ્યા ગયા, દેહ છૂટી ગયો. પૈસા શું ધૂળ કરે ? બે અબજ અને ચાલીસ કરોડ ! ચાલીસ લાખનું મકાન ! અને એની સ્ત્રી એ મકાનમાં હેમરેજમાં દોઢ વર્ષ સુધી અસાધ્ય રહી. દોઢ વર્ષ હેમરેજ ! કંઈ ભાન નહિ. ચાલીસ લાખનું મકાન ! ધૂળમાં શું છે ? આત્મા અંદર છે એની તો ખબર નથી.
આનંદ અને જ્ઞાનની લક્ષ્મીનો તો ભંડાર ભગવાન છે. અનંત. અનંત.. અનંત. બેહદ સ્વભાવ, જેના જ્ઞાનની બેહદ અપિરિમિત શક્તિ ! અને અતીન્દ્રિય આનંદની અપરિમિત શક્તિનો ભંડાર ભગવાન છે, તેની તો કિંમત નહિ, તેની તો મહિમા નહિ, એ બાજુનો ઝુકાવ નહિ, એ તરફની સન્મુખતા નહિ અને રાગ ને દયા, દાન ને વ્રતની સન્મુખ છે
Page #543
--------------------------------------------------------------------------
________________
પ૩૦
કલશામૃત ભાગ-૫
(એ) ભિખારી સંસારમાં રખડનાર છે. ભિખારા છે, રાંકા છે, રાંકા ! રાંકા સમજાય છે ? ભિખારી કહે છે ને ? રાંક કહે છે. શાસ્ત્રમાં સંસ્કૃતમાં વરાંકા કહે છે. સંસ્કૃતમાં એને વરાંકા (કહે છે). વરાંકા એટલે ભિખારી, રાંક. આહા..હા..! બાદશાહ તો આ છે. અંદર ચિદાનંદ ભગવાન શુભ-અશુભ રાગની ક્રિયાથી ભિન્ન ગ્રાહ્ય થાય એ બાદશાહ છે. એ રાજા છે, એ શેઠ છે. એ શેઠ છે – એ શ્રેષ્ઠ છે. શેઠ નામ શ્રેષ્ઠ છે. બાકી બધા હેઠ છે. સમજાણું કાંઈ ? આવી વાત છે. આહા...હા...!
પ્રશ્ન :- માગે તે ભિખારી કે દાન દે તે ભિખારી ?
સમાધાન :- ભિખારી, દાન દે તોપણ ભિખારી છે. એમાં પણ માગે છે ને કે, આ દાન દઉં તો મને કાંઈક મળશે. અહીં તો જુદી જાત છે, ભગવાન ! આહા..હા....!
અહીંયાં તો પ્રભુ એમ કહે છે અને એમ છે કે, ગ્રાહ્ય ભગવાન ચૈતન્યસ્વરૂપ, આનંદ સ્વરૂપ જેનો સ્વભાવ છે એની મર્યાદા ન હોય. અપરિમિત અમર્યાદિ જેમાં આનંદ અને જ્ઞાન પડ્યા છે. એ જ ચીજ ગ્રાહ્ય છે. ધર્મી જીવને જન્મ-મરણનો અંત લાવવા એ જ ચીજ ગ્રાહ્ય નામ અનુભવ કરવા લાયક છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ... એ કહેશે. જુઓ !
તેની સાથે “અણમળતા છે જે આત્માના આનંદ અને જ્ઞાનની સાથે મેળ નહિ ખાનારા. મેળ નથી ખાતો એવી) અંદર ભિન્ન ચીજ છે. અણમળતા દ્રવ્યકર્મ (એટલે) જડ કર્મ. ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના શુભ-અશુભ કર્મ. નોકર્મ એટલે) શરીર. તે ‘સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી....... આહા..હા...! આવું છે, ભગવાન ! વાત તો એવી છે. પહેલા તો એની સમજણ કરવી પડશે. પછી અંદરમાં પ્રયોગ કરવો. હજી સમજણના ઠેકાણા નથી એ અંદરમાં પ્રયોગ કેવી રીતે કરશે ? આહા...હા...! સમજાણું કઈ ?
બે વાત કરી કે, ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ સ્વચ્છ પ્રભુત્વ (સ્વરૂપ), અપરિમિત શક્તિનો પ્રભુ જ અનુભવ કરવા લાયક છે, ત્યાં જ જવા લાયક છે, ત્યાં સન્મુખ થવા લાયક છે અને તેનાથી જેટલા પર જડકર્મ ને પુણ્ય-પાપના શુભ-અશુભ ભાવ, સત્ કર્મ આદિ કહે છે એ બધા હેય છે. બધું છોડવા લાયક છે. છે ?
(સર્વત: હેયા:) “સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી...... આહા...હા...! “એવો અનુભવ કરવા યોગ્ય છે.” આહા...હા! આવી વાત છે. એક કોર આત્મરામ, એક કોર પુણ્ય-પાપના ભાવ, શરિરાદિ ગામ ! બન્ને ભિન્ન ચીજ છે. આહાહા...! તો એક છે ગ્રાહ્ય, એક છે છોડવા લાયક. રાગાદિ ભાવ દયા, દાન, વ્રત આદિના વિકલ્પ છે એ છોડવા લાયક છે અને સ્વભાવ જે એનાથી ભિન્ન છે, આનંદકંદ પ્રભુ છે એ ગ્રહવા લાયક – અનુભવ કરવા લાયક છે. આ માલ છે. આ સિવાય બીજી કોઈ ચીજ છે એ વિપરીત ચીજ છે. આહા...હા...!
ડૉક્ટર બહુ સેવા કરે માટે એને એમ કે ઘણો લાભ થઈ જાય એમ નથી). શેઠિયા બહુ કરોડો રૂપિયા પાંજરાપોળમાં ને દયામાં ખર્ચે. ભગવાન ! ઝીણી વાત છે, પ્રભુ ! પરની
Page #544
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
દયા કોણ પાળે ? એનું આયુષ્ય હોય તો બચે. તો ૫૨ શું એની દયા પાળે ? એનું આયુષ્ય જે દેહમાં રહેવાની સ્થિતિ લાવ્યું છે ત્યાં સુધી રહેશે. સ્થિતિ પૂર થયે છૂટી જાશે. તો બીજો કોઈ મારી શકે નહિ અને બીજો કોઈ જીવાડી શકે નહિ. આહા..હા...! આવી ચીજ છે.
અહીં બે વાત કરી. એક કોર ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! ગુજરાતી ભાષા છે. અહીંયાં એક બેન છે, બેન ! એમના શબ્દ છે. ગુજરાતી ભાષા (છે) પણ એમાં ઘણા સિદ્ધાંત ભર્યાં છે. જુઓ ! જાગતો જીવ ઉભો છે ને ! શું કહે છે ? ભાષા ગુજરાતી (છે). જાગતો જીવ ઉભો છે ને ! એટલે જાણનાર... જાણનાર... ધ્રુવ.. ધ્રુવ.. ઉભો નામ ધ્રુવ છે ને ! જાગતો જ્ઞાયક... શાયક... જ્ઞાયક... જાણનાર.. જાણનાર... જાણનાર... એવો જે જીવનો સ્વભાવ (છે) એ ધ્રુવ છે. એ કાયમ રહેવાવાળી ચીજ છે. તેને પકડવાથી ધર્મ થાય છે. અને છે તો પ્રાપ્ત થાય છે, ન હોય તો પ્રાપ્ત (ચાંથી થાય ?) આ તો છે ને ! અંદર આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદ... આહા..હા...! દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત ગ્રાહ્ય કરવા લાયક તો એ ચીજ અંદર છે.... છે... છે... સત્તા મોજૂદગી. આત્મતત્ત્વની મોજૂદગી હયાતી જ્ઞાન અને આનંદથી હયાતી છે. એ અંતર સન્મુખ થઈને ગ્રાહ્ય કરવા લાયક છે. જેટલા શુભ-અશુભ આદિ વિકલ્પ – વૃત્તિઓ ઉઠે છે તે બધા સર્વથા હેય છે, છોડવા લાયક છે. આહા..હા...! છે ?
-
૫૩૧
આવો અનુભવ સમ્યક્ત્વ છે;...’ આવો આનંદનો અનુભવ કરવો અને રાગને છોડવો એનું નામ સત્ય દર્શન અને સત્ય પ્રતીતિ છે. સમ્યક્ સત્ય છે. એ સિવાય બધું અસત્ય છે. વિશેષ કહેશું... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(ન્દ્રવÇા)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावा: पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि । । ६- १८५ । ।
ખંડાન્વય સહિત અર્થ :- મોક્ષાર્થિમિ: અયં સિદ્ધાન્ત: સેવ્યતાં'(મોક્ષાર્થિમિ:) મોક્ષાર્થીઓ અર્થાત્ સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ, (મયં સિદ્ધાન્ત:) આ પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૩૨
કલશામૃત ભાગ-૫
વસ્તુનું સ્વરૂપ તેનો (સેવ્યાં) નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ ? ‘૩દ્દાત્તચિત્તવૃત્તિ: ’(વાત્ત) સંસાર-શરીર-ભોગથી રહિત છે ચિત્તવૃત્ત્તિ:) મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? ‘અહમ્ શુદ્ધ ચિન્મયમ્ જ્યોતિ: સદ્દા પૂર્વ અસ્મિ' (અહમ્) સ્વસંવેદનપ્રત્યક્ષ છું જે હું જીવદ્રવ્ય તે શુદ્ધ વિસ્મયમ્ જ્યોતિ:) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ (સદ્દા) સર્વ કાળ (વૈં) નિશ્ચયથી (અસ્મિ) છું. તુ જે તે વિવિધા: ભાવા: તે અહં ન અસ્મિ' (તુ) એક વિશેષ છે – (જે તે વિવિધા: માવા:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, (તે અહં ન અસ્મિ) તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ ? પૃથનક્ષા: ’મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ? યત: અત્ર તે સમગ્રા: અપિ મમ પરદ્રવ્ય' (યત:) કારણ કે (ત્રત્ર) નિજસ્વરૂપને અનુભવતાં, તે સમગ્રા: અપ) જેટાલ છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે (મમ પરદ્રવ્ય) મને પરદ્રવ્યરૂપ છે. કેમ કે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી; તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે. ૬-૧૮૫.
પોષ સુદ ૬, શનિવાર તા. ૧૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૫ પ્રવચન-૨૦૩
કળશટીકા' ૧૮૫ કળશ છે. ૧૮૫ કળશ છે ને ?
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावा: पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि । ।६ - १८५ । ।
સૂક્ષ્મ વાત છે, અનંત કાળથી કર્યું નથી. અનંત કાળથી પરિભ્રમણ કરતાં કરતાં પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ અનંત વા૨ કર્યાં. જેને શુભ કર્મ કહે છે, એવા દયા દાન, વ્રત, ભક્તિ, પૂજા પણ અનંત વાર કર્યા પણ એ તો રાગ છે. તેનાથી કંઈ જન્મમરણનો અંત નથી આવતો. આહા..હા...! અહીંયાં તો જન્મ-મરણનો અંત લાવવાની, ધર્મની ચીજ જેનો અંત અનંત આનંદરૂપી મુક્તિ પ્રાપ્ત થાય (તેની વાત છે). અનંત અતીન્દ્રિય
Page #546
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પ૩૩
આનંદની પ્રાપ્તિ થાય એનું નામ મુક્તિ. અનંત દુઃખથી મુક્ત અને અનંત અતીન્દ્રિય આનંદથી સહિત, તેનું નામ મુક્તિ (છે). જુઓ ! છે પહેલું ?
“મોક્ષાર્થિfમ:' પહેલો શબ્દ પડ્યો છે. મોક્ષાર્થી – જેને પોતાનો અતીન્દ્રિય (આનંદ) પરિપૂર્ણ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય છે અને જેને પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન છે, એમાં જેણે પોતાની દૃષ્ટિનો યોગ જોડી દીધો છે. આહાહા...! બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંત કાળ પરિભ્રમણ કરતાં નરક, પશુ એવા અનંત ભવ કર્યા છે. અબજોપતિ મનુષ્ય પણ અનંત વાર થયો છે અને સો વાર માગે અને એક કવળ મળે, એવો ભિખારી પણ અનંત વાર થયો છે. પણ ક્યારેય એણે આત્મજ્ઞાન કર્યું નહિ. સમ્યગ્દર્શન આત્મજ્ઞાન અનુભવ શું ચીજ છે તેનો પત્તો લીધો નથી. પંડિતાઈમાં પંડિત થઈ ગયો પણ પોતાના સ્વરૂપના જ્ઞાનનો પંડિત ન થયો.
અહીંયાં કહે છે કે, મોક્ષાર્થિfમ: અર્થ સિદ્ધાન્ત: સેવ્યાં પહેલી વ્યાખ્યા કરી. મોક્ષાર્થીનો અર્થ ‘સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ,...” શું કહે છે ? કર્મ અને રાગ-દ્વેષ જે અશુદ્ધ પરિણામનો નાશ થઈને અનંત અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થાય છે તેને મોક્ષ કહે છે. આહા...હા...! “તેને ઉપાદેયરૂપ અનુભવે છે....... આહા..હા..! શું કહે છે ? ભગવાન આત્મા અનંત અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય અનંત અનાકુળ આનંદનો પિંડ પ્રભુ ! એમાંથી તેનો અનુભવ કરે છે અને મોક્ષાર્થી થયા છે. રાગથી અને દુઃખથી મુક્ત થવાનો ભાવ અને પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિનો અભિપ્રાય જેને થયો છે, તેને મોક્ષાર્થી કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
અહીંયાં તો એ કહ્યું. મોક્ષાર્થી કોને કહીએ ? કે જેને પોતાના આત્માના અતીન્દ્રિય આનંદનો નમૂનો અંદર અનુભવમાં આવ્યો છે અને તેને કારણે પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવાનો જેને અભિપ્રાય છે. આહા..હા..! છે ? ઉપાદેયબુદ્ધિનો અર્થ શું ? કે, અંદરમાં જે શુભ-અશુભ રાગ થાય છે એ અશુદ્ધ ભાવ મલિન છે. જેને શુભ કર્મ કહે છે ને ? શુભ આચરણ, સત્ કાર્ય એ બધો શુભ રાગ છે. એ રાગથી ભિન્ન થઈને પોતાના આનંદસ્વરૂપનો જેને નમૂનો વેદનમાં આવ્યો છે, નમૂનો આવ્યો છે. નમૂનો સમજાય છે ? એ નમૂનામાં અતીન્દ્રિય આનંદ છે તે ઉપાદેય છે (એવો) એને મોક્ષની દશાનો અભિપ્રાય છે. આહા..હા..! જેને અંદરમાં શુભ રાગ અને અશુભ રાગ થાય છે તેને જે ઉપાદેય માને છે એ પરિભ્રમણના અભિપ્રાયવાળો છે), જેમાં મિથ્યાત્વનો અભિપ્રાય છે. ચોરાશી લાખ યોનિમાં રખડવાનો તેનો અભિપ્રાય છે.
આહા...હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! તારી ચીજ અંદર એવી છે. સચ્ચિદાનંદ પ્રભુ, એનો અંશ જેણે અતીન્દ્રિય આનંદનો પર્યાય – દશામાં (સ્વાદ ચાખ્યો), સ્વભાવમાં તો છે જ, પણ વર્તમાન દશામાં અતીન્દ્રિય આનંદનો અંશ જેણે પ્રગટ કર્યો એ મોક્ષને ઉપાદેય
Page #547
--------------------------------------------------------------------------
________________
પ૩૪
કિલશામૃત ભાગ-૫
માને છે અને પોતાના અતીન્દ્રિય આનંદને આદરણીય માને છે. સૂક્ષ્મ વાત છે. ડૉક્ટરીમાં ક્યાંય આવે નહિ. આહાહા..!
તત્ત્વ છે ને ? આત્મતત્ત્વ છે ને ? છે ને ? મોજૂદગી ચીજ છે ને ? તો તત્ત્વ છે. તો એમાં એનો કોઈ સ્વભાવ છે કે નહિ ? વસ્તુ છે તો વસ્તુનો કોઈ સ્વ-ભાવ છે કે નહિ) ? તેનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ તેનો સ્વ-રૂપ, સ્વ-ભાવ છે. આહાહા....! તેનું જેણે અંશે અતીન્દ્રિય આનંદનું વેદન કર્યું હોય તે “અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે. આહા...હા...! મોક્ષાર્થીની વ્યાખ્યા એ છે, મુમુક્ષુની વ્યાખ્યા એ છે, યોગીની વ્યાખ્યા એ છે.
પોતાનું આનંદ અને જ્ઞાન સ્વરૂપ નિત્યાનંદ ધ્રુવ, તેમાં પોતાની દશાને જોડી દીધી છે. તેને મુમુક્ષુ કહે છે, તેને ધર્મી, યોગી કહે છે. રાગની સત્ ક્રિયા આદિ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજામાં જેનો પ્રેમ છે અને એમાં જોડાણ છે તેને ભોગી કહે છે. (એ) ભોગી છે, એ રોગી છે. આહાહા...!
મુમુક્ષુ :- ભોગ છોડીને જંગલમાં ગયો.
ઉત્તર :- ભોગ શું પણ ? કોનો ભોગ છોડવો ? રાગ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ (છે), તેને છોડવો તેનું નામ ભોગ છોડ્યા. શરીરથી સ્ત્રીનો ત્યાગ કર્યો, બ્રહ્મચર્ય પાળ્યું એ કોઈ બ્રહ્મચર્ય નથી. આહા...હા...! બ્રહ્મ નામ આનંદ નામ ચરી નામ રમના. અતીન્દ્રિય આનંદમાં રમવું તેને અહીંયાં બ્રહ્મચર્ય કહે છે. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું, જાવજીવ બાળબ્રહ્મચારી (રહ્યો) એ કોઈ બ્રહ્મચારી નથી. સમજાણું કાંઈ ? અંતરમાં બ્રહ્મ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ભગવાન ! એવા આનંદમય પ્રભુનો અનુભવ કરવો. બ્રહ્મ નામ આનંદ અને ચરી નામ રમવું. અતીન્દ્રિય આનંદમાં રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્ય જેને અંતરમાં ઉપાદેય તરીકે સ્વીકાર થયો છે તે બ્રહ્મચારી છે). આહા.હા...!
શુભ-અશુભ રાગ છે એ સંયોગી વિકારી ભાવ છે. તેનું સેવન છે તે મૈથુન છે એમ કહે છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન ! શુભ-અશુભ રાગ વૃત્તિ ઉઠે છે એ વિકાર છે. એ સ્વભાવભાવથી વિરુદ્ધ એવા) વિકારી ભાવ, સંયોગી ભાવ, વિભાવ ભાવ, કર્મના નિમિત્તને આધીન થઈ વિકૃત દશા ઉત્પન્ન થઈ તેનું સેવન કરે છે એ વ્યભિચારી મિથ્યાદષ્ટિ છે. શાંતિથી સાંભળજો ! વાત તો જગતથી નિરાળી છે. સમજાણું કાંઈ ? એ વ્યભિચાર જેણે છોડી દીધો અને અવ્યભિચાર આત્માના આનંદને અંતરમાં ઉપાદેય તરીકે જાણીને) પરિણતિ, દશામાં અતીન્દ્રિય આનંદ આવ્યો, તેણે અતીન્દ્રિય આનંદને ઉપાદેય તરીકે સ્વીકાર્યો એ મોક્ષાર્થી છે. આહા...હા...! આ.હા...હા...! અંદર ચીજ શું છે ? અંતરમાં અતીન્દ્રિય અનંત... અનંત... (આનંદ ભર્યો છે).
નાળિયેર હોય છે ને ? નાળિયેર ! શ્રીફળ ! શ્રીફળ છે ને ? એમાં ઉપરના જે છાલા
Page #548
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પ૩પ હોય છે ને ? છાલા ! એ શ્રીફળ નથી. અને વચમાં કાચલી હોય છે. કાચલીને શું કહે છે ? નરેટી ! એ પણ શ્રીફળ નથી. અને એ નરેટી પાસે લાલ છાલ છે. જે ટોપરાપાક કરે છે તો લાલ છાલ કાઢી નાખે છે. લાલ છાલ હોય છે ને ? ઝીણી પાતળી હોય છે). કાચલી, છાલા અને લાલ છાલ ત્રણેથી અંદર ભિન્ન શ્રીફળ જે છે એ શુદ્ધ, ધોળો - સફેદ, મીઠો ગોળો છે તેને શ્રીફળ કહે છે.
એમ આત્મા આ શરીર એ છાલા છે, અંદર કર્મ જડ છે. જેને કારણે પુણ્ય-પાપના કારણે આ લક્ષ્મી – ધૂળ મળે ન મળે એવું જે કર્મ છે એ કાચલી છે અને જે શુભઅશુભ ભાવ છે એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ, જેમ એ શ્રીફળ સફેદ, ધોળું અને મીઠું છે એમ અંદર શુદ્ધ અને આનંદ આત્મા પડ્યો છે. સમજાણું કાંઈ ? અહીં તો અલૌકિક વાતું છે, ભગવાન ! લૌકિક તો બધું અનંત વાર કર્યું. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન પણ અનંત વાર કર્યા, એ બધો રાગ છે. એ કોઈ મોક્ષનો માર્ગ કે ધર્મ નથી. આહાહા..!
અહીંયાં તો એ કહે છે, “અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે. જોયું ? તેને મોક્ષાર્થી કહે છે. આહા..હા..! છે ભાઈ ? શબ્દ છે અંદર ? આહા...હા..! જેમ એ શ્રીફળ અંદર સફેદ, ધોળો મીઠો ગોળો છે એમ અંતર આત્મા શુભ-અશુભ રાગની ક્રિયાથી, કર્મથી અને શરીરથી ભિન્ન અંદર મીઠો નામ અતીન્દ્રિય આનંદ, ધોળા નામ શુદ્ધ, શુદ્ધ અતીન્દ્રિય આનંદનો પિંડ અંદર આત્મ ભગવાન છે. તેનો જેને અતીન્દ્રિય આનંદનો અનુભવમાં થોડો સ્વાદ આવ્યો છે એ મોક્ષાર્થી છે. એ રાગથી સર્વથા મુક્તિ થવી. રાગ નામ દુઃખ, ચાહે તો શુભ રાગ હો તોપણ દુઃખ છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે, દુ:ખ છે. દુઃખથી મુક્તિ અને પૂર્ણ આનંદથી સહિત થવું તેનું નામ મોક્ષ છે. એ મોક્ષાર્થી પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લઈ ઉપાદેય માન્યો છે તેને મોક્ષાર્થી કહે છે. આહા..હા..! બહુ આકરી વાત ! જગતના અભ્યાસથી આ અભ્યાસ જુદી જાતનો છે. ત્યાં પૈસા-ફસામાં ક્યાંય છે નહિ. ધૂળમાં ક્યાંય (છે નહિ). આહાહા..!
એમના પિતાશ્રી હતા. ‘ન્યાલચંદ્ર સોગાની” ! આત્માના આનંદનો અનુભવ હતો. તેના છોકરાને બહુ ખબર ન હોય. પત્રમાં લખ્યું છે. પહેલું પુસ્તક નથી લખ્યું ? પુસ્તકમાં ! અતીન્દ્રિય આનંદનો અનુભવ હતો. અહીંયાં આવ્યો હતો. પહેલા ઘણું વાંચન કર્યું હતું. શાસ્ત્ર, યોગી, જોગી, જપ, તપ, સમાધિ આમ ને તેમ ઘણું કર્યું હતું પણ કંઈ મળ્યું નહિ, એમાં છે નહિ. પછી અહીંયાં આવ્યા હતા. આવ્યા પછી એટલું કહ્યું, “ન્યાલચંદભાઈ એના પિતા, ન્યાલચંદભાઈ ! મૂળ તો “અજમેરના છે, પાછળથી કલકત્તા રહેતા હતા. મૂળ ‘અજમેરના (છે). એટલું કહ્યું કે, ભાઈ ! અંદર જે વિકલ્પ રાગ ઉઠે છે તેનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. આહાહા...! બસ ! એટલું કહ્યું અને આપણું આ રસોડુ છે ને?
Page #549
--------------------------------------------------------------------------
________________
પ૩૬
કિલશામૃત ભાગ-૫ સમિતિ છે ને ? ત્યાં રહ્યા હતા. ત્યાં ગયા અને સાંજથી સવાર સુધી રાગના વિકલ્પથી ભિન્ન કરતાં કરતાં કરતાં કરતાં કરતાં. આખી રાગ જાગ્યા અને જ્યાં સવાર થયું બન્નેને ભિન્ન કરી દીધા. સમ્યગદર્શન, આ જે અનુભવ કહે છે તેને અહીંયાં રસોડામાં કર્યો છે. અહીંયાં આવ્યા હતા. પહેલા જ્યારે આવ્યા હતા. એમનો દેહ છૂટી ગયો. એ તો સ્વર્ગમાં ગયા છે. અત્યારે સ્વર્ગમાં છે. પછી મોક્ષમાં જશે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ મુક્તિ થશે. પણ એ વાત બહુ સૂક્ષ્મ છે. - અત્યારે સંપ્રદાયમાં તો આ કરો ને આ કરો ને આ કરો.. વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરી ને ભક્તિ કરો ને દાન કરો ને દયા કરો. એ વાત ચાલે છે. અહીંયાં તો ભગવાન કહે છે કે, એ બધા ક્રિયાકાંડમાં રાગની ઉત્પત્તિ થાય છે. એ તો આકુળતા છે, દુઃખ છે. આહા...હા...! એ દુઃખથી જેણે પોતાના આત્માના અતીન્દ્રિય આનંદનો ભેદ કરી, રાગથી ભિન્ન કરી, જેણે આત્માના અતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ કર્યો), ત્રિકાળમાંથી અંશ પ્રગટ કરી ઉપાદેય જાણ્યો તે જ મોક્ષનો અર્થી કહેવામાં આવે છે. બાકી બધા રાગના અર્થી, પુણ્યના અર્થી (છે). ધૂળ ધૂળ છે, બધું પુણ્ય છે. આ પૈસા મળે છે ને બે-પાંચ કરોડ ? ધૂળ છે, માટી છે. અમે પૈસાવાળા છીએ, અમે લક્ષ્મીવાળા છીએ. (એમ માનનાર) મૂઢ છે.
અમે તો આનંદમય આત્મા છીએ. અતીન્દ્રિય આનંદની લક્ષ્મી સંપદા અમારી છે. રાગાદિ એ તો વિપદા છે. આહાહા...! અને લક્ષ્મી આદિ વિપદાનું નિમિત્ત છે, આહા..હા...! દુઃખનું નિમિત્ત છે. તેનાથી છૂટી જે મોક્ષાર્થી થયા. આહા...હા...! છે ?
એવો છે જે કોઈ જીવ તેઓ” (માં સિદ્ધાન્ત:) “આ પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ તેનો નિરંતર અનુભવ કરો. આહાહા...! “સેવ્ય' આ સિદ્ધાંત જે છે, યથાર્થ વસ્તુ છે, આનંદકંદ પ્રભુ શુદ્ધ છે તેનું સેવન કરો, તેનો અનુભવ કરો તો તમારું કલ્યાણ થશે અને મોક્ષ થશે. નહિતર કલ્યાણ નહિ થાય. આહા...હા...! કઠણ વાત છે, અશક્ય નથી, પણ કઠણ તો છે. કઠણ સમજ્યા ? કઠિન ! અશક્ય નથી, ન પામે (એવું કાંઈ નથી. એવી ચીજ અંદર છે. આહા...હા...!
કહે છે કે, “જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ” એ સિદ્ધાન્ત:'. “નિરંતર અનુભવ કરો.” આહાહા..! ભગવાન તારે જો આત્માની પૂર્ણ આનંદ-દશારૂપી મુક્તિ અથવા સર્વથા દુઃખથી છૂટવાની મુક્તિ, એવી દશા જો તારા અભિપ્રાયમાં હોય તો આ આનંદસ્વરૂપ ભગવાનઆત્માનો અનુભવ કરો, એની સેવા કરો. આહા...હા..! પરની સેવા તો આત્મા કરી શકતો નથી. આહા...હા..! સમજાણું કાંઈ ? હું પરની સેવા કરે એવો રાગ કરે, પણ પરની સેવા કરી શકે નહિ. પરદ્રવ્ય સ્વતંત્ર પદાર્થ છે અને સ્વતંત્ર પદાર્થ છે (તે પોતાની) વર્તમાન બદલતી અવસ્થાથી સ્વતંત્ર છે. તેની અવસ્થા બદલાય છે તેનો બીજો કર્તા છે એમ છે નહિ.
Page #550
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
આ..હા..હા...! બહુ ઝીણું, બાપુ ! ભગવાન !
અહીંયાં તો કહે છે કે, મોક્ષાર્થી જીવો આ એકની સેવા કરો. આહા..હા...! કેવા છે મોક્ષાર્થી જીવ ?” મોક્ષ નામ બંધનથી છૂટવાનો અભિપ્રાય (જેનો છે) અને અબંધ સ્વભાવી ભગવાનની પૂર્ણ પ્રાપ્તિનો ઉપાય જેણે જાણ્યો છે એ મોક્ષાર્થી જીવ ‘ઉદ્દાત્તચિત્તવૃત્તિ:’ આહા..હા...! ઉદાત્ત છે. સંસાર...’ એ રાગ ભાવ સંસાર છે. આહા..હા...! રાગથી ભિન્ન ભગવાનની જેને અભિલાષા છે એવું જેનું ચરિત્ર એટલે અભિપ્રાય ઉદાત્ત છે. સંસાર-શરીરભોગથી રહિત છે...’ આહા..હા...! રાગથી, શરીરથી અને રાગના ભોગથી (જે રહિત છે).
૫૩૭
સ્ત્રી છે, સ્ત્રીનું શરી૨ માંસ-હાડકાં છે તેનો ભોગ કોઈ કરી શકતું નથી. એ તો જડ માટી છે, ભગવાન તો અરૂપી છે. આત્મામાં રંગ, ગંધ, સ્પર્શ છે જ નહિ. તો સ્ત્રીના શરીરનું સેવન તો કોઈ અજ્ઞાની પ્રાણી પણ કરી શકતું નથી, ફક્ત અજ્ઞાની ૫૨ ઉપ૨ લક્ષ કરી આ ઠીક છે, એવો રાગ ઉત્પન્ન કરે છે એ રાગનું સેવન કરે છે, શરીરનું નહિ. આહા....હા...! શરીર તો જડ, માટી, ધૂળ છે. આત્મા ભગવાન તો અરૂપી (છે), જેમાં વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ છે જ નહિ. રંગ, ગંધ, રસ, સ્પર્શ છે જ નહિ (તો) એ રંગ, ગંધ, રસ, સ્પર્શના ભોગનો અનુભવ કેવી રીતે કરે ? ફક્ત અજ્ઞાની પોતાના આનંદ સ્વરૂપનું ભાન નથી, તેના શરીરનું સુંદર રૂપ આદિ જોઈ ઠીક છે, એવો રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનું સેવન કરે છે, એ રાગનો ભોગ છે. શી૨નો ભોગ તો અજ્ઞાની પણ કરી શકતો નથી. આહા..હા....! વાતમાં બહુ ફેર !
આ લાડવા ખાવા, એ આત્મા ખાઈ શકતો નથી, એમ કહે છે. એ તો જડ છે. બદામ, પીસ્તા એ તો માટી છે. આત્મા એ ખાઈ શકે નહિ. ફક્ત પોતાના આનંદ સ્વરૂપનું ભાન નહિ એ ચીજ ઉ૫૨ લક્ષ કરી, ઠીક છે, આ ચીજ મજાવાળી છે એમ રાગનો ભાવ ઉત્પન્ન કરે છે, એ રાગનો ભોગ કરે છે. સમજાણું કાંઈ ? એ ભોગ અહીં કહે છે.
‘સંસાર-શરીર... સંસાર શબ્દે વિકાર ભાવ અને શરીર શબ્દે આ માટી, ધૂળ. આ માટી છે ને ? અને ભોગ....’ રાગનો અનુભવ. પહેલાં સંસારમાં સામાન્ય રાગ લીધો. દયા, દાન આદિ કોઈપણ શુભ-અશુભ રાગ. એ સંસાર (છે) અને આ શરી૨ અને એ રાગનો ભોગ. ત્રણથી જેની વૃત્તિ વિરક્ત છે. આહા..હા...! ભગવાન ! એવી વાત છે. આહા...હા....!
તું ભગવાન છો ને ! તને ખબર નથી. તું પામર થઈને પ્રભુતાને ભૂલી ગયો. આહા..હા...! અંદર ભગવાન પરિપૂર્ણ આનંદથી ભર્યો છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્ય આનંદ ગોળો અંદર છે. ગોળો કહે છે ને ? નાળિયેરનો ગોળો ! તેને ભૂલીને રાગ, શરી૨ અને રાગનો ભોગ એ સંસાર છે. એ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. તેનાથી જે વિરક્ત છે. રાગ, શરીર અને ભોગમાં રક્ત છે એ સંસારમાં રખડવાના છે. અને ત્રણથી જે વિરક્ત છે, રક્તથી વિરક્ત છે (તે સંસારથી મુક્ત થવાના). આહા..હા...! સમજાણું કાંઈ ? છે ?
Page #551
--------------------------------------------------------------------------
________________
પ૩૮
કલશામૃત ભાગ-૫
ભોગથી રહિત છે... “ચિત્ત' “મનનો અભિપ્રાય જેમનો, એવા છે.” આહા..હા...! અંતરનો અભિપ્રાય – આશય, જે સંસાર, શરીર અને ભોગથી વિરક્ત છે, જેના આત્માનો અભિપ્રાય એવો છે) તેને અહીંયાં મોક્ષનો અર્થી કહેવામાં આવે છે. આહાહા...! બહુ ઝીણું પડે, શું કરે ? માર્ગ તો આ છે. દુનિયા બહારમાં રખડે છે. આમ કરો ને આમ કરી ને આમ કરો. એવી કોંબુદ્ધિ રાખે છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે શકટ – જેમ ગાડું હોય ને ? ગાડું ! (એની) નીચે કૂતરો હોય (એની પીઠ જરી અડે છે તો માને છે કે, આ ગાડું મારાથી ચાલે છે. એમ આ દુનિયા, શરીર, વાણી, મન, આ બહારની ક્રિયા મારાથી થાય છે એમ કૂતરાની જેમ અજ્ઞાની માને છે. આહા..હા....! એનાથી દૃષ્ટિમાં, અભિપ્રાયમાં વિરક્ત છે. આહા...હા...!
ગૃહસ્થાશ્રમમાં પણ હો છતાં પણ જળમાં જેમ તેલનું બિંદુ હોય, એ ઉપર રહે છે, અંદર જાતું નથી, જળમાં તેલ કહે છે ને ? તેલનું બિંદુ હોય એ અંદર પ્રવેશ નથી કરતું, ભિન્ન રહે છે. એમ ભગવાનઆત્મા જળ સમાન નિર્મળ આનંદકંદ, એમાં પુણ્ય-પાપનો રાગ – ચીકાશ, તેલ સમાન રાગ અંદરમાં પ્રવેશ નથી કરતો. આહાહા.! પ્રવેશ નથી કરતા એમાં જે ધર્મી (એનાથી) વિરક્ત છે. આહા..હા..! અંતરમાં જેનો આશય – અભિપ્રાય – પ્રતીતિ – શ્રદ્ધા, રાગ ને શરીર ને ભોગથી દૃષ્ટિ ઉઠાવી લીધી છે અને એનાથી રહિત પ્રભુ આત્મા ચેતનસ્વભાવ ભગવાનમાં જેનો અભિપ્રાય લાગી ગયો છે. એને અહીંયાં ધર્મી, મોક્ષાર્થી, મુમુક્ષ, યોગી, ધર્મની શરૂઆત કરવાવાળો યોગી કહે છે. એ વિના બધા ભોગી છે. આહા..હા..! અહીંયાં કોઈ પૈસા-ફેસાની કિંમત નથી. પૈસા કરોડ મળ્યા ને ધૂળ મળ્યા ને... એ માટી – ધૂળ છે. આ શરીર માટી – ધૂળ છે. આ તો ધૂળ છે. આની તો રાખ થશે. આની તો મસાણમાં રાખ થશે. આટલી પણ રાખ નહિ થાય. બળશે તો થોડી રાખ થશે અને પવન આવશે એટલે ઉડી જાશે. આ તો જડ, માટી – ધૂળ છે. આત્મા ક્યાં છે) ? આત્મા તો અવિનાશી પ્રભુ અંદર ચિદાનંદ ઘન છે. આ...હા...હા...!
જેની સંસાર, શરીર અને ભોગમાં વિરક્તિ છે). ધર્મી જીવની ભોગમાં(થી) સુખબુદ્ધિ ઉડી જાય છે. શું કહે છે ? પૈસામાં, શરીરમાં, સ્ત્રીમાં, અધિપતિપણામાં, કોઈ પાંચ-પચાસ હજારનો માસિક પગાર મળતો હોય, એવા પરમાંથી ધર્મીજીવની સુખબુદ્ધિ ઉડી જાય છે. એમાં કોઈ સુખ છે જ નહિ. સુખ તો અંદર ભગવાનઆત્મામાં છે. આહા...હા...! આ...હા...હા...! એવી જેની પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ એ પરથી વિરક્ત છે. સમજાણું કાંઈ ? આહા...હા...! આવો ધર્મ કઈ જાતનો ? પેલા તો કહે, દયા પાળો, વ્રત કરો, સેવા કરો, દેશસેવા કરો, દેશની સેવા શું કહેવાય પેલા મરે ઈ ? શહીદ ! શહીદ થાય છે. ધૂળમાંય છે નહિ. આહા...હા...!
અહીંયાં તો શહીદ અંદર રાગને મારીને, અંદર ચિદાનંદ સ્વભાવમાં અનુભવમાં આવવું એ રાગથી વિરક્ત થવું એ મોક્ષાર્થીનું શહીદપણું છે. બાકી બધી વાતું થોથા છે. આહા..હા...!
Page #552
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. રાજકોટ' ! આ મોહનલાલ ગાંધી’નહિ ? એ વ્યાખ્યાનમાં આવ્યા હતા. ત્યારે તો અમે એમ કીધું હતું. (સંવત) ૧૯૯૫ની સાલ. ૧૯૯૫ ! કેટલા વર્ષ થયા ? ચાલીસમાં એક ઓછો. ૩૯ વર્ષ થયા. વ્યાખ્યાનમાં આવ્યા હતા. અમે તો કહ્યું હતું, પ૨ને હું જીવાડી શકું છું એ મૂઢ છે. એના આયુષ્ય વિના જીવી શકે નહિ અને હું જીવાડી શકું છે (એમ માનનાર મૂઢ છે). સમજાણું કાંઈ ? ભગવાનઆત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાન, એ રાગ અને પ૨ની ક્રિયા કેવી રીતે કરે ? આહા..હા...! ૫૨ની ક્રિયા અને રાગનો કર્તા માને એ જીવ સ્વરૂપનો વિરોધી છે, સ્વરૂપનો દ્વેષી છે. નિજ સ્વરૂપનો દ્વેષી છે. આહા..હા...! દ્વેષ અરોચક ભાવ' સૂક્ષ્મ વાત છે, પ્રભુ !
આ પુણ્ય પરિણામ થાય છે ને ? દયા, દાન, વ્રત, ભક્તિ શુભ ભાવ, જેને શુભ આચરણ કહે છે, તેનો જેને પ્રેમ છે, તેને આત્મા આનંદમય છે તેની ઉપર દ્વેષ છે. દ્વેષ અરોચક ભાવ’ આનંદમૂર્તિ ભગવાન શાનસ્વરૂપ જેને રુચતું નથી અને રાગ, દયા, દાન, વ્રત આદિ રુચે છે તેને સ્વભાવ પ્રત્યે દ્વેષ છે, અણગમો છે, અપ્રીતિ છે, રાગ પ્રત્યે પ્રીતિ છે. સૂક્ષ્મ વાત છે, આવી કયારેય સાંભળી નથી. સમજાણું કાંઈ ? આહા...હા...!
રાગ પોતાનો માને છે (એ) કેન્સર થયું છે. સડો થઈ ગયો છે, સડો ! ભગવાન આનંદ, જ્ઞાન સ્વરૂપ પ્રભુ ! ચિન, જ્ઞાનનું ઘન, સમૂહ, અતીન્દ્રિય આનંદનો પિંડ, ધ્રુવમાં રાગના કણને પોતાનો માનવો... તે શું કહ્યું ? કેન્સ૨ (થયું છે). ભાઈ ! આવી વાત છે. આહા..હા...! શેઠ નથી આવ્યા ? (એમની તબિયત બરાબર નથી). ઠીક ! ‘સાગર'ના શેઠ છે, બે કરોડ-ચા૨ કરોડના આસામી ! બે લાખનું મકાન કરીને અહીંયાં કહે છે. આવે છે, સાંભળવા માટે કાયમ આવે છે. એ ચાર કરોડ ધૂળ છે.
અહીંયાં તો જેને પ્રભુનો પ્રેમ નથી.. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. એક મ્યાન, બે તલવાર ! એમ જેને રાગનો – શુભ રાગનો પણ પ્રેમ છે તેને આત્મા આનંદનો પ્રેમ નથી. અને જેને અતીન્દ્રિય આનંદનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી. એક મ્યાનમાં બે રહી શકે નહિ. આહા..હા...! એમ અહીંયાં કહ્યું, જુઓ !
શું કહ્યું ? મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? ‘અમ્ શુદ્ધ વિસ્મયમ્ ન્યોતિ: સદ્દા વ અસ્મિ' આહા..હા...! ધર્મી જીવના અભિપ્રાયમાં, આશયમાં, દૃષ્ટિમાં, રુચિમાં, પોસાણમાં આત્મા પોસાય છે, એને રાગ પોસાતો નથી. આ વાણિયા વેપા૨ કરે છે ને ? પોસાય તો માલ લે છે ને ? અઢી રૂપિયાનો માલ હોચ અને અહીં ત્રણ રૂપિયે ખપે તો માલ લે. પણ અઢી રૂપિયે લે અને અહીં બે રૂપિયે ખપે તો માલ લ્યે ? એ માલ પોસાતો નથી. એમ જેને આત્મામાં રાગ પોસાય છે તેને આત્મા પોસાતો નથી. જ્ઞાનીના ચરિત્રનો અભિપ્રાય... આહા..હા...! કેવો છે ? અહીંયાં આવ્યું ને ? ચિન્મય હું તો સ્વસંવેદન પ્રત્યક્ષ છું. જે જીવદ્રવ્ય..' આહા..હા...! જુઓ ! આ જીવ
જ્યોતિ
૫૩૯
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૪૦
કિલશામૃત ભાગ-૫ આત્મતત્ત્વ છે એ હું જ્ઞાનમય જ્યોતિમય એવો હું પ્રત્યક્ષ છું. પ્રત્યક્ષનો અર્થ મારા અનુભવમાં રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પની જેમાં અપેક્ષા નથી, એવો હું ચિન્મય જ્યોતિ છું. એમ ધર્મી પોતાના અનુભવમાં માને છે તો ધર્મી કહેવામાં આવે છે. નહિતર અધર્મી કહેવાય છે. છે ? શું કહ્યું ? જુઓ !
મનનો અભિપ્રાય જેમનો, એવા છે.” “ શુદ્ધવિન્મયમ્ ચોતિઃ ‘સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે હું જીવદ્રવ્ય.” આહાહા...! અંદર મારું જ્ઞાન, વર્તમાન જ્ઞાનની જે દશા (છે) એ દશાથી હું પ્રત્યક્ષ થવાવાળો આત્મા છું. મારા આત્માને જાણવામાં મનની અને રાગની અપેક્ષા નથી. એવો સ્વસંવેદન – સ્વ નામ પોતાનું સં – પ્રત્યક્ષ, વેદન કરવું એવો પ્રત્યક્ષ આત્મા છે. આહા..હા....! ભારે વાત, ભાઈ ! શબ્દ શબ્દ કઠણ ! પ્રત્યક્ષ આત્મા છે. ઇન્દ્રિયથી જાણવામાં નથી આવતો. દયા, દાન, વ્રતના વિકલ્પથી પણ જાણવામાં આવતો નથી. આહા...હા..!
સ્વસંવેદન – શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એ પોતાની શુદ્ધ પર્યાય – દશા, સ્વભાવિક દશા, વિકાર રહિત દશામાં આત્મા પ્રત્યક્ષ થાય એવું જીવદ્રવ્ય છે. આહા...હા...! એમાં છે કે નહિ ? એમાં છે તેનો અર્થ થાય છે. આહા...હા...! છે ? | ‘ ’ ‘ક ’ની વ્યાખ્યા કરી. હું કોણ છું? કે, “સ્વસંવેદનપ્રત્યક્ષ છું...” આહા..હા...! સ્વ નામ પોતાનો આનંદ અને પોતાનું અતીન્દ્રિય જ્ઞાન, એનાથી હું પ્રત્યક્ષ છું એવો) આત્મા છું. આહા..હા...! સમજાણું કાંઈ ? “૩૪મ્' અસ્તિ – મોજૂદગી બતાવે છે. હું “મા” પ્રત્યક્ષ સ્વ – પોતાથી પોતાનું શુદ્ધ પવિત્ર પુણ્ય-પાપના રાગથી રહિત પવિત્ર પરિણામથી હું પ્રત્યક્ષ થવાવાળો એવો) હું જીવદ્રવ્ય છું. આહાહા...! ધર્મી જીવની આવી પ્રથમમાં પ્રથમ ધર્મની પહેલી સીઢી આવી હોય છે. પહેલી સીઢી ! સીઢી કહે છે ને ? સોપાન. આહા...હા...! તેની પહેલી સીડી આ છે. - હું હમ્' તો ‘' હું શું છું ? તો પોતાથી આનંદ અને જ્ઞાનની દશાથી પ્રત્યક્ષ થનાર જીવદ્રવ્ય “મ્' એ હું છું. આહા..હા..! રાગવાળો તો નહિ, પુષ્યવાળો તો નહિ. વાળો. વાળો કહે છે ને ? વાળો નથી નીકળતો ? રોગમાં વાળો થાય છે. અપથ્ય પાણી હોય છે ને ? પાણીમાં વાળો નીકળે છે તો પીડા થાય છે. એક વાળો નીકળે ત્યાં પીડા થાય છે તો આ તો કેટલા વાળા ? હું લક્ષ્મીવાળો, હું સ્ત્રીવાળો, કુટુંબવાળો કેટલા વાળા છે તને ? એ હું નથી. આહા...હા...!
હું તો ‘મહ૫” “સ્વસંવેદન’ પોતામાં જ્ઞાનથી, આનંદથી વેદનાર. ‘પ્રત્યક્ષ' નામ પરની અપેક્ષા વિના જણાઉં, એવો હું આત્મા છું. આનું નામ ધર્મી અને સમ્યક્દૃષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક નામ સત્ય દૃષ્ટિ. સત્ય ભગવાન આત્માની દૃષ્ટિ અને આવી થઈ. આહા...હા...! સમજાણું કાંઈ? અલૌકિક વાત છે, ભગવાન ! દુનિયામાં તો ઘણી વાત ચાલે છે. સંપ્રદાયને
Page #554
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
૫૪૧
નામે કર્મકાંડ (કર્યા. આટલી ક્રિયા કરી, આ ક્રિયા કરી બસ ! એનાથી કલ્યાણ થશે, એનાથી કલ્યાણ થશે.
અહીં તો કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! તારી વસ્તુમાં તું જે રાગ કરે છે, એ વસ્તુમાં છે જ નહિ. છે નહિ તો એનાથી લાભ થશે એમ કેમ બને ? તારી ચીજમાં તો આનંદ ને જ્ઞાન ને શાંતિ... શાંતિ... શાંતિ... શાંત. શાંતરસ, ઉપશમ રસ (ભર્યો છે). રાગાદિ કષાય જે વિકાર છે એ દુઃખરસ છે. ભગવાન આત્મા આનંદરસ છે. તો “હમ્' સ્વસંવેદન છું. હું મારાથી જણાવાલાયક આત્મા છું. આહાહા..! ગુરુથી પણ હું જણાવાલાયક નથી એમ કહે છે. ગુરુ તો પરદ્રવ્ય છે. હું તો મારાથી જણાવા લાયક છું, હું મારો ગુરુ છું. આહાહા..! સમજાણું કાંઈ ? આવ્યું ?
સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે હું જીવદ્રવ્ય તે.... (શુદ્ધ વિનયમ્ જ્યોતિ:) હું તો “શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ' (છું). જ્યોતિ એટલે પ્રકાશ. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશની (જ્યોતિ છું). જેમ સૂર્યનો પ્રકાશ છે એ જડ છે, આ પ્રકાશ અજીવ છે. હું શુદ્ધ ચિન્મય પ્રકાશમૂર્તિ સૂર્ય છું. જ્ઞાનના પ્રકાશનો પૂંજ હું છું. આહા..હા..! આ પ્રકાશના અસ્તિત્વને પણ જાણવાવાળો હું છું. એ જડ પ્રકાશને તો ખબર પણ નથી કે હું જડ છું. એમ હું મને અને પરને પ્રકાશું એવો શુદ્ધ જ્ઞાનમય પ્રકાશમય હું છું. આહા..હા..! આવો માર્ગ ! નવરાશ ન મળે, ફુરસદ ન મળે. ચોવીસ કલાક – આખો દિ બાયડી, છોકરા, ધંધો.. છ-સાત કલાક સૂવે, બેચાર કલાક બાયડીને રાજી કરવામાં ને ભોગમાં જાય, ખાવામાં જાય, થોડો (સમય) મશકરીમાં જાય.. અર.૨.૨...! જિંદગી ચાલી જાય છે. અને ધર્મને નામે આવે તો વ્રત ને તપ ને ભક્તિમાં રોકાય જાય. જિંદગી ચાલી જાય છે નાથ, પ્રભુ ! આ અવસર, ભવનો અંત કરવાનો આ ભવ છે. આહાહા..! સમજાણું કાંઈ ?
હું ચિન્મય જ્યોતિ... છે ? “ક્ષિ' આહા...હા...! “શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ...” આ સૂર્યનો પ્રકાશ તો જડ છે, અજીવ છે અને આતાપ દેવાવાળો છે. સૂર્યનો પ્રકાશ તો આતાપ દેવાવાળો છે. મારો પ્રકાશ તો શાંતિ દેવાવાળો છે. આહાહા....! પોતાની ચીજની મહિમા નથી અને પોતાની મહિમા નથી તો પરની મહિમા છૂટતી નથી. આહાહા...! અને જેને પરની મહિમા છૂટી ગઈ તેને પોતાની મહિમા આવે છે. અને પોતાની મહિમા જેને નથી તેને પરની મહિમા છે. રાગ અને રાગનું ફળ પુણ્ય અને ધૂળ, આ પૈસા-બૈસા મળે, પાંચપચીસ લાખ, કરોડ-બે કરોડ ધૂળ, દીકરા, બાયડી, છોકરા (મળે તો માને કે અમે સુખી છીએ. મૂઢ છે, સુખી ક્યાં દુઃખી છે. આહા..હા..! સોજા છે, સોજા ! સોજા સમજાય છે ? શરીરમાં શું સૂજન. સૂજન કહે છે ને ? શરીરમાં સોજા આવે છે.
હમણાં એક (વાત) આવી હતી નહિ ? “અમેરિકામાં ! દક્ષિણ “અમેરિકામાં એક પ્લેન તૂટી ગયું. છાપામાં આવ્યું છે. દક્ષિણ અમેરિકા' ! મોટું પ્લેન હતું એ જંગલમાં તૂટી
Page #555
--------------------------------------------------------------------------
________________
પ૪૨
કલશામૃત ભાગ-૫
ગયું. જંગલ. જંગલ... ઝેરી દેડકાં, સર્પ, વીંછી. એમાં બધું છૂટી ગયું. ભૂકા ઉડી ગયા, બધા મરી ગયા. એક સત્તર વર્ષની “જર્મનીની છોકરી હતી તે અસાધ્ય થઈ ગઈ હતી. બધા મરી ગયા. સાધ્ય (આવ્યું ને જોયું તો) જંગલ...! આહા...હા...! જંગલ હજારો ગાઉમાં (ફેલાયેલું), ક્યાંય ગામ નહિ. છાપામાં આવ્યું છે. પેપર. પેપર ! તેણે અગિયાર દિવસ એવી રીતે કાઢ્યા. ખાવાની ચીજ નહિ, પીવાની ચીજ નહિ અને આખા શરીરે સોજા ચડી ગયા. વીંછી કરડે, દેડકા કરડે. કરડે કો ક્યા કહતે હૈં ? કાટે ! શરીરમાં સોજા ચડી ગયા. આયુષ્ય હતું તો મરી ન ગઈ. અગિયાર દિવસ કાઢ્યા. કોઈ માણસ નહિ, એકલા પશુ-પંખી ! બારમા દિવસે એક ઝૂંપડી મળી. એ ઝૂંપડી શિકારીની હતી. એ શિકારી શિકાર કરવા આવ્યા. આવ્યો ને એ બાઈને જોઈ ! અરે...! બેન, તું અહીં ક્યાં ? પ્લેનનો નાશ થઈ ગયો છે અને હું એકલી રહી ગઈ છું. મારા માતા-પિતા બધા મરી ગયા છે. પ્લેનના ટૂકડા થઈ ગયા છે. હું અગિયાર દિવસથી જંગલમાં ફરુ છું. આખા શરીરે સોજા), પગમાં ઇયળ પડી ગઈ. ઇયળને શું કહે છે ? કીડા ! આટલા આટલા કીડા થઈ ગયા. શિકારી આવ્યા તો એને એમ થઈ ગયું કે, અર.૨.૨..! આ કન્યા અહીં ? એને ગામમાં દવાખાને લઈ ગયા. અગિયાર દિવસ બચી, આયુષ્ય હતું ને ? દેહની સ્થિતિ હતી તેનો નાશ થઈ શકે નહિ. ગમે તેટલા (રોગ) હોય, આયુષ્યની સ્થિતિ છે. અંદર એક આયુષ્ય કર્મ છે. એ કર્મ પ્રમાણે ત્યાં રહે છે. આટલા અગિયાર દિવસ જંગલમાં રહી. આખા શરીરે સોજા ચડી ગયા.
એમ જેને આત્માના આનંદનું ભાન નથી, એ પર ચીજ મારી છે, એ એને સોજા ચડી ગયા છે. રોગી થયો છે. એમાં કોઈ ભગવાન પરમાત્મા મળ્યા, આત્માના ભાનવાળા પરમાત્મા (મળ્યા), એમણે કહ્યું કે, અરે..! આ ચીજ તારી નહિ. ભગવાન ! તારી ચીજમાં તો આનંદ પડ્યો છે ને નાથ ! અતીન્દ્રિય ચૈતન્યના નૂરના તેજનું પૂર તું છો ને ! તેની દષ્ટિ લગાવી દીધી તો રોગ મટી ગયો.
એમ અહીંયાં કહે છે કે, હું તો આવો સ્વસંવેદન ચૈતન્ય જ્યોતિ પ્રકાશ છું, ચૈતન્યના પ્રકાશનો પૂંજ હું છું. આહા...હા...! છે ? પ્રકાશ ! “સર્વ કાળ...” ત્રિકાળ, પાછો એક સમય નહિ. હું તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યપ્રકાશ પૂંજ છું. આહા..હા..! અનાદિનો હું તો ચૈતન્યપ્રકાશનો
જ જ છું. આહા..હા...! આવી દૃષ્ટિ થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સાધુ તો બીજી ચીજ છે, એ તો કોઈ અલૌકિક વાત છે ! સમ્યગ્દર્શન થયા પછી) સાધુ તો અલૌકિક વાત છે, બાપુ ! આહા...હા...! સાધુ કોને કહેવા ! આહા...હા.!
સાધુ તો એને કહીએ કે, અંદરમાં સાધે ઇતિ સાધુ. અંદર અતીન્દ્રિય આનંદનો (સાગર છે). સમુદ્રમાં જેમ કાંઠે ભરતી આવે છે, ભરતી ! એમ આત્માની પર્યાય – દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આત્મામાં અતીન્દ્રિય આનંદનો દરિયો ભર્યો છે. એની દશામાં
Page #556
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
અતીન્દ્રિય (આનંદની) ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે, એવો પાઠ છે. (‘સમયસાર’) પાંચમી ગાથા ! એને સાધુ કહે છે. બાપુ ! એ સાધુ કરોડો કરોડોમાં એક મળવા કઠણ ! માને, ગમે તે માને કે, અમે સાધુ છીએ ને સન્યાસી છીએ ને ત્યાગી છીએ.
૫૪૩
આહા..હા...!
અહીં તો કહે છે કે, સાધુ પહેલા પણ આ દશા થાય છે. એ દશા આવ્યા પછી અંદર આનંદમાં ૨મવું, અતીન્દ્રિય આનંદમાં ૨મવું તેનું નામ સન્યાસી અને સાધુ કહે છે. આહા..હા...! આવ્યું ? ક્યાં આવ્યું ? સર્વ કાળ નિશ્ચયથી છું.' આહા..હા...! હું તો ત્રિકાળ જ્ઞાનપ્રકાશનો પૂંજ છું. વિકલ્પ જે રાગાદિ ઉઠે તે મારા નહિ. એ વિશેષ ભાવ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૫ પ્રવચન-૨૦૪
‘કળશટીકા’ ૧૮૫ (કળશ). ફરીથી લઈએ. અર્થ છે ને ? અર્થ. મોક્ષાર્થિમિ: યં સિદ્ધાન્ત: સેક્વતાં” એ શબ્દો પડ્યા છે. તેનો શું અર્થ છે ? મોક્ષાર્થિમિ:' અંદર આત્મા આનંદસ્વરૂપ છે. આ આત્મા છે એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. આ ઇન્દ્રિયના વિષયમાં જે આનંદ માને છે એ તો દુઃખ છે, એ કંઈ સુખ નથી. સુખ અંતર આત્મામાં (છે).
કાલે કહ્યું હતું નહિ ? શકકંદનું દૃષ્ટાંત દીધું હતું ને ? શકમંદ ! શકરકંદ સમજાય છે ? શકમંદની ઉપરની લાલ છાલ, એ સિવાય આખું શકરકંદ. શકર નામ સાકરની મીઠાશનો પિંડ. તેથી શકર નામ પડ્યું છે. શકરકંદ ! સાકરની મીઠાશનો પિંડ. ઉપરની લાલ છાલ સિવાય. એમ આ ભગવાનઆત્મા... સૂક્ષ્મ વાત છે, ભગવાન ! અંદરમાં શુભ-અશુભ રાગ જે થાય છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો શુભભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગની વાસનાનો પાપભાવ (થાય એ) બન્ને લાલ છાલની જેમ ૫૨ ચીજ છે. પોતાની ચીજ અંદ૨ (ભિન્ન છે). જેમ લાલ છાલથી ભિન્ન શકદ છે એમ ભગવાનઆત્મા શુભ-અશુભ ભાવ મિલન ભાવ છે એનાથી ભિન્ન અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. આ..હા...! કેમ બેસે ?
પ્રશ્ન :- ઈ આત્મા છૂપાઈ ક્યાં ગયો ?
સમાધાન :– ભાન ન મળે, અંદર નજર કરે તો દેખાય ને ? જ્યાં છે ત્યાં નજર કરે તો દેખાય છે. બહાર જોવે છે, પોતાની દશામાં બહાર જોવે છે, આ.. આ.. આ.. પણ
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૪૪
કલામૃત ભાગ-૫
જોનાર કેવો છે ? અને કોણ છે ? એની તો ખબર નથી. દુનિયાના બધા ડહાપણ કર્યા, પણ અંદર ચીજ શું છે તેની તો કોઈ દિ દરકાર કરી નહિ. “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' પોતાની ચીજ અંદર અતીન્દ્રિય આનંદનો કંદ અને જ્ઞાનમૂર્તિ છે.
અહીંયાં પહેલા શબ્દનો અર્થ કરવો છે. મોક્ષાર્થી – એ પહેલા શબ્દનો અર્થ કરવો છે. શું ? જેને અંતરમાં અતીન્દ્રિય આનંદ છે એ પૂર્ણ અતીન્દ્રિય આનંદની જેને અભિલાષા છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ જે આત્મામાં છે તે પૂર્ણ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવાનો જેનો અભિપ્રાય છે. અભિપ્રાય સમજાય છે ? આશય. તેને અહીંયાં મુમુક્ષુ કહે છે, તેને યોગી કહે છે. અર્થાત્ પોતાની ચીજ જે અતીન્દ્રિય આનંદમય છે), અંદર વસ્તુ છે ને ? પદાર્થ છે, તત્ત્વ છે, અસ્તિ છે, મોજૂદ ચીજ છે. અંદરમાં જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે, આ શરીર તો જડ, માટી – ધૂળ છે, પણ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, આ કમાવું, રળવું એ બધા ભાવ મલિન ભાવ છે. એ મલિનભાવની પાછળ અંદર અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ આત્મા (છે) તેનું જેને પ્રયોજન છે - મોક્ષાર્થી. એવા અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવાનો જેનો અભિપ્રાય છે તેને મોક્ષાર્થી કહે છે. બીજી ભાષામાં તેને મુમુક્ષુ કહે છે. ત્રીજી ભાષામાં તેને યોગી કહે છે. યોગી નામ... આ બહારના બાવા યોગ (કરે) એ યોગી નહિ, અંતર આનંદસ્વરૂપ ભગવાનઆત્મા, અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ, તેમાં યોગ નામ જોડાણ થવું. પોતાની વર્તમાન દશાને ત્રિકાળી ધ્રુવ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદમાં એકાગ્ર થવું, જોડવી, વર્તમાન દશાને અંદરમાં લઈ જવી તેનું નામ યોગી, મુમુક્ષુ, મોક્ષાર્થી (કહેવાય છે). જેના અભિપ્રાયમાં પૂર્ણ આનંદની પ્રાપ્તિનો આશય છે. આહાહા..! શરતું બહુ ! આ મોક્ષાર્થીની આટલી વ્યાખ્યા છે.
મોક્ષ નામ દુઃખથી રહિત થવું અને અતીન્દ્રિય આનંદ ભર્યો છે તેનાથી પૂર્ણ સહિત થવું તેનું નામ મોક્ષ (છે). રાગ-દ્વેષ, પુણ્ય-પાપ ભાવ થાય છે એ દુઃખ છે. આ કમાવું ને દવા કરવી ને વિકલ્પ ને એ બધું દુઃખ છે, એમ કહે છે.
મુમુક્ષુ :- આપની દવા કરવા આવે. ઉત્તર :- એ પણ રાગ છે. અહીંયાં તો સત્ય છે એ સત્ય રહેશે. આહાહા..! મુમુક્ષુ :- આત્માનું ઇંજેક્શન.. ઉત્તર :- આત્માનું ઇંજેક્શન જુદું છે !
અહીંયાં ભગવાન આત્મા.... ભાઈ ! એ વસ્તુ શું છે ? ભગ નામ.. ભગવાન શબ્દ પડ્યો છે ને ? તો એનો અર્થ, ભગ નામ લક્ષ્મી થાય છે. કેવી લક્ષ્મી ? અંતરમાં આનંદ અને જ્ઞાન જેમાં પડ્યા છે એ લક્ષ્મી. એ લક્ષ્મીવાન આત્મા છે. એ શરીરવાન નહિ, પુણ્યપાપના વિકલ્પ જે રાગ ઉઠે છે, દયા, દાન, કામ, ક્રોધનો (રાગ ઉઠે છે) એ પણ એના નહિ, એના સ્વરૂપમાં નથી. આહા..હા...! જરી વાત તો ઝીણી (છે), આ શ્લોક ઝીણો છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
૫૪૫
મોક્ષાર્થી કહ્યું ને ? તો અહીંયાં સમકિતી લીધા છે. ભાઈ ! આહા...હા...! જેને બંધનના દુઃખથી રહિત થવું છે અને જેવું અંદર આત્માનું અબંધસ્વરૂપ – મુક્તસ્વરૂપ છે, તેની વર્તમાન દિશામાં પ્રાપ્તિ કરવી છે તેને અહીંયાં મોક્ષાર્થી કહેવામાં આવે છે. તેને મુમુક્ષુ કહેવામાં આવે
છે. પૂર્ણ આનંદની અભિલાષા કરવાવાળાને મુમુક્ષુ કહે છે. તેને અંતરમાં ચૈતન્યમૂર્તિમાં પુણ્યપાપના રાગથી ભિન્ન થઈને અંતરમાં એકાગ્ર થવું છે તો એને અહીંયાં યોગી કહે છે. બાકી આ જગતના યોગી-ફોગી બધા ભોગી છે. સમજાણું કાંઈ ?
એ મોક્ષાર્થીના ત્રણ અર્થ છે. મુમુક્ષુ, યોગી, પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવાનો જેને આશય છે તેનું નામ મોક્ષાર્થી છે. ભાષા સમજાય છે ? આ હિન્દી ભાષા છે. ભાવ સૂક્ષ્મ છે. આહા..હા..! મોક્ષાર્થી ‘યં સિદ્ધાન્ત:” આ સ્વરૂપ. સિદ્ધાંત નામ સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ. આત્મા વસ્તુ જે છે, વસ્તુ છે એમાં રહેલા, વસેલા જ્ઞાન, આનંદ આદિ ગુણો છે. એ ધર્યા સિદ્ધી ત: આ વસ્તુનું સ્વરૂપ છેતેનું નામ સિદ્ધાંત છે. આ.હા...! સિદ્ધ થઈ એવી ચીજ. વસ્તુ અંદર આનંદકંદ પ્રભુ ! એ વસ્તુના સ્વરૂપને સિદ્ધાંત કહે છે. “ય સિદ્ધાન્ત:' મોક્ષાર્થીને સેવ્યતાં આહા...હા...! આ શબ્દો થોડા છે પણ આ તો અધ્યાત્મ છે. સમજાણું કાંઈ ?
જેને આત્માના આનંદની પ્રાપ્તિ કરવી છે અને જેને પુણ્ય-પાપ, રાગ-દ્વેષ આદિ વિકલ્પ વૃત્તિઓ ઉઠે છે એ દુઃખ છે, એ દુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય છે અને જેના અભિપ્રાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિનો આશય છે અને જેનો અભિપ્રાય અંતર સ્વરૂપમાં જોડાણ કરી દીધું છે તેને અહીંયાં મોક્ષાર્થી કહે છે. જોડાણ સમજાય છે ? જોડના ! જે રાગદ્વેષમાં જોડાયો છે તે અંતરમાં જોડાવું. ઝીણી વાત છે, પ્રભુ !
“મોક્ષાર્થfમ: જય સિદ્ધાન્તઃ' એટલે વસ્તુનું સ્વરૂપ. સેવ્યતા’ સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલું વસ્તુનું સ્વરૂપ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ, તેને શેવ્યતા' તેનું સેવન કરવું, અનુભવ કરવો. આહા..હા..! અનાદિકાળથી રાગ નામ વિકલ્પ જે શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે તેની સેવના છે એ દુઃખની સેવના છે, એ દુઃખી છે. આ પ્રાણી જે કરોડોપતિ કે અબજોપતિ કહેવાય છે એ બધા પ્રાણી દુઃખી છે. કેમકે આત્માના આનંદથી વિપરીત પરની પ્રિતીનો રાગ કરે છે અને પરમાં ઠીકપણું કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે, એ રાગ-દ્વેષ દુઃખ છે. આહાહા...! લક્ષ્મી ઉપર લક્ષ જાય છે એ દુઃખ છે. ભગવાન આત્મા ઉપર લક્ષ છોડીને લક્ષ્મી ઉપર લક્ષ જાવું એ રાગ – દુઃખ છે. પોતાના આનંદના ભોગનું – અનુભવનું લક્ષ છોડીને સ્ત્રીના ભોગમાં સુખ છે એમ જે માને છે) એ દુઃખ છે. આહા...હા...!
મોટું કરોડ, બે કરોડ, પાંચ કરોડનું મકાન હોય (એમાં) વાસ્તુ કરે છે ને ? વાસ્તુ ! વાસ્તુ સમજાય છે ? શું કહે છે ? ગૃહપ્રવેશ. તમારા જેવા મોટા મોટા ડૉક્ટરને બોલાવે અને મોટા મહોત્સવ કરે. એમાં જે રાગ છે એ પણ દુઃખ છે. પચાસ કરોડનું મકાન બનાવ્યું ને એમાં આ બનાવ્યું, પાંચ કરોડનો ખર્ચ કર્યો, કાર્યકર્તાઓને બોલાવ્યા ને આજે તો બહુ
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૪૬
કલશામૃત ભાગ-૫
આનંદ આવ્યો... ધૂળેય આનંદ નથી, સાંભળને ! રાગ છે, દુઃખ છે, આકુળતા છે. અનાકુળ આનંદ સ્વરૂપ ભગવાનથી... એ આવશે પૃથક્ષા: 'પછી આવશે.
.
મોક્ષાર્થિમિ: અયં સિદ્ધાન્ત: સેવ્યતાં” (મોક્ષાર્થિમિ:) મોક્ષાર્થીઓ અર્થાત્ સકળ કર્મનો ક્ષય થતાં થાય છે...' પૂર્ણ વિકારનો નાશ થતાં. કર્મ શબ્દે પુણ્ય ને પાપ, વિકારી ભાવ. તેના અસંખ્ય પ્રકાર, એ બધાનો નાશ થતાં. શબ્દો તો ઘણા સૂક્ષ્મ (છે). થાય છે અતીન્દ્રિય સુખ,...' એ રાગનો ભાવ જે અસંખ્ય પ્રકારનો છે, શુભ અને અશુભ, જેને શુભ કર્મ કહે છે ને ? શુભ ! કાલે ડૉક્ટર કહેતા હતા ને ? શુભ કર્મ, શુભ કર્મ. એ શુભ કર્મ રાગ છે. વ્રત ને દયા ને દાન ને અનુકંપા ને પરની સેવા ને.. એ બધો રાગ છે. એ રાગ છે એ દુઃખ છે.
આહા..હા...! અતીન્દ્રિય સુખને ઉપાદેયરૂપ અનુભવે છે...' આ..હા...હા...! જેને અતીન્દ્રિય આનંદ ભગવાનઆત્મામાં ભર્યો છે એ તરફની રુચિ અને પોસાણથી, પોતાના અભિપ્રાય તેમાં જોડવાથી આત્માના આનંદનો અનુભવ કરે છે એ અતીન્દ્રિય આનંદને ઉપાદેય નામ સ્વીકાર, સત્કાર કરે છે અને રાગનો અસ્વીકાર અને અસત્કાર કરે છે. આહા..હા....! સમજાણું કાંઈ ? એ મોક્ષાર્થી (છે). છે ? અનુભવે છે એવા છે જે કોઈ જીવ...' મોક્ષાર્થીની વ્યાખ્યા જ આ કરી.
કોઈપણ ચીજ હોય તો તેનો સ્વભાવ તો હોય ને ? શક્તિ હોય ને ? સત્ત્વ હોય ને ? તત્ત્વ હોય ને ? તત્ત્વ નામ ભાવ. કોઈપણ ચીજ હોય તેનો ભાવ હોય છે. વસ્તુ છે એ ભાવવાન છે અને તેનો ભાવ હોય છે. આત્મા ભાવવાન છે અને તેનો ભાવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ભાવ છે. એ ભાવનું જેને સેવન છે, સમ્યગ્દષ્ટિને – ધર્મીને વર્તમાનમાં આત્માના આનંદના અનુભવનું સેવન છે તેણે અતીન્દ્રિય આનંદને ઉપાદેય માન્યો છે. ઉપાદેય નામ આદરણીય. સ્વીકાર કર્યો છે અને રાગાદિ ભાવનો અસ્વીકાર કર્યો છે. તેનું નામ ધર્મી કહેવામાં આવે છે. ભારે શરતું ! સમજાણું કાંઈ ? લોજીક ઝીણા છે.
‘અયં સિદ્ધાન્ત: ’ ‘ત્રયં સિદ્ધાન્ત:' એટલે વસ્તુ. છે ? વસ્તુનું સ્વરૂપ. ભગવાનઆત્માનું સ્વરૂપ અતીન્દ્રિય અનાકુળ આનંદ સ્વરૂપ. એ સિદ્ધાંત છે. એ સિદ્ધ થયેલી વસ્તુ છે. એનો જેને અનુભવ છે તેને અહીંયાં ધર્મી અને મોક્ષાર્થી કહેવામાં આવે છે. આહા..હા...! ભાષા સાદી છે, ભાવ સૂક્ષ્મ છે. દુનિયાને તો જાણીએ છીએ ને ? અમને તો આખી દુનિયાની ખબર છે ને ! અહીંયાં તો શરીરને ૮૮ વર્ષ થયા ! ૮૮ ! બે આઠ. આહા..હા...!
આ ભગવાન અંદર પ્રભુ પડ્યો છે... આહા..હા...! તેનો જેને અભિપ્રાય (છે), જેને મોક્ષનો અભિપ્રાય છે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ અને પૂર્ણ દુ:ખના અભાવનો જેને અભિપ્રાય છે, તેણે વસ્તુનું સ્વરૂપ સેવ્યું. આહા..હા...! વસ્તુ ભગવાનઆત્મા ! જેમ આ પરમાણુ માટી – ધૂળ છે તો એમાં પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ શક્તિ છે. આ જુઓ, આ રંગ છે ને ?
Page #560
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
૫૪૭
આ રજકણ છે, રજકણ – પરમાણુ, માટી. આ એક ચીજ નથી. આના ટૂકડા કરતાં... કરતાં.. કરતાં. કરતાં. છેલ્લો ટૂકડો રહે તેને પરમાણુ કહે છે. પરમ નામ છેલ્લામાં છેલ્લું નાનું. આના ટૂકડા કરતાં કરતાં છેલ્લે બાકી રહે તેને પરમાણુ કહે છે. ઈ પરમાણમાં પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ ભર્યા છે. એમાં શક્તિ – ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પડ્યા છે. એ વસ્તુમાં વસ્તુનો સ્વભાવ પડ્યો છે.
એમ ભગવાન આત્મામાં આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, ઈશ્વરતા ને પ્રભુતા, સ્વચ્છતા આદિ શક્તિઓ ભરી છે. આહા...હા...! તેનો જેણે આસ્વાદ લીધો છે તેને અહીંયાં મોક્ષાર્થી, વસ્તુનું સ્વરૂપ સેવો એમ કહેવામાં આવે છે. આહા...હા...! ધીમે ધીમે સમજવું, ભાઈ ! આ વાત જ આખી દુનિયાથી જુદી છે. આખી દુનિયાથી વાત જુદી છે. ઉગમણા-આથમણો ફેર છે. ઉગમણા-આથમણું સમજાય છે ? પૂર્વ-પશ્ચિમ ! આહા...હા......!
કહે છે, એ વસ્તુના સ્વરૂપનું સેવન કરો. કેવી રીતે ? ‘નિરંતર અનુભવ કરો.” આહા...હા...! ધંધો-બંધો રાગ છે. અહીંયાં તો રાગને છોડીને એકદમ આત્માનું કામ કરવું છે તેને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અંદર છે, એ રાગથી ભિન્ન છે, ભેદ છે, પૃથકુ છે. આગળ લેશે. રાગાદિ વિકલ્પ જે દયા, દાનના ઉઠે છે કે રળવાનો, કમાવાનો, એનાથી આત્મા પૃથક છે. અને આત્માથી રાગ પૃથકુ છે, આત્માથી રાગ વિપરીત છે, આત્માથી રાગ અજ્ઞાન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તો દયા, દાનનો રાગ ઉઠે છે, કામ-ક્રોધાદિનો (રાગ ઉઠે છે) એ અજ્ઞાન છે. એ અજ્ઞાન અને જ્ઞાનસ્વરૂપ બે ભિન્ન ચીજ અંદર છે. પૃથક છે, વિપરીત છે, ભિન્ન છે, અજ્ઞાન છે. આહા...હા...! આવી વાત છે, ભગવાન ! ધર્મ કોઈ સાધારણ ચીજ (નથી).
કાલે મકરસંક્રાંતિ ગઈ ને ? તો પેલા હરિજન લોકો બોલે, મકરસંક્રાંત પુણ્ય પર્વણિ. પુણ્ય પર્વણિ. અનાજ દો, તમને પુણ્ય થશે. કાલે મકરસંક્રાંતિ ગઈ ને ? હરિજન બહાર નીકળે અને બોલે) પુણ્ય પર્વણિ મકર સંક્રાંત, કોઈ દાન ક્યો, કોઈ અનાજ દ્યો, કોઈ આમ દયો, તમને પુણ્ય થશે. એ તો કદાચિત હો તો રાગની મંદતા હો તો શુભ ભાવ હો, પણ છે તો એ દુ:ખ. આત્મા તો એનાથી અંદર ભિન્ન ચીજ છે. આહા..હા..!
ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ છે, પિંડ છે. શકરકંદ કહ્યું ને ? એમ કરકંદ આત્મા છે. શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ આત્મા અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ વસ્તુસ્વરૂપ. સિદ્ધાંતનો અર્થ વસ્તુસ્વરૂપ. સેવવું. તેનો કાયમ અનુભવ કરો તો તને મુક્તિ થશે, નહિતર મુક્તિ થશે નહિ. સમજાણું કાંઈ? અભિપ્રાયમાં તો એમ રાખવું કે, આ આત્મા આનંદસ્વરૂપ છે તેનું સેવન કરવું તે જ રસ્તો – ધર્મ છે. એ જ કહે છે, જુઓ !
કેવા છે મોક્ષાર્થી જીવ ?’ ‘ઉદ્દાત્તરતૈ.' ત્રણ શબ્દો પડ્યા છે. ઉદાત્ત નામ
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૪૮
કિલશામૃત ભાગ-૫ રહિત. કોનાથી ? સંસાર-શરીર-ભોગથી રહિત છે.... આહા.હા...! ઉદાત્ત એટલે આમ અધિક થઈ ગયો. સંસાર નામ પુણ્ય-પાપના ભાવ છે. આ શરીર છે અને રાગનો ભોગ છે. ચાહે તો શુભ-અશુભ રાગનો ભોગ. વિષયનો ભોગ, સ્ત્રી આદિનો ભોગ (કરે છે એ) કોઈ સ્ત્રીનો ભોગ નથી કરતો. તે તરફ લક્ષ કરે છે (અને) રાગનો ભોગ કરે છે. શરીર તો માંસ, હાડકા, જડ ધૂળ છે. આત્માનો તેનો કોઈ ભોગ છે નહિ. એ તરફ લક્ષ કરીને, “ઠીક છે, મજા આવે છે એવો ભાવ – રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનો ભોગ છે. એ ભોગને દૃષ્ટિમાંથી છોડી દે એમ કહે છે. છે શબ્દ ? કેવો છે ?
“સંસાર-શરીર-ભોગથી રહિત છે...” આ ઉદાત્તનો અર્થ છે. ઉદાત્તનો અર્થ ખરેખર તો પરથી પૃથક થાય છે. એવી પરથી ઉદાત્ત ચીજ છે. તો પર શું? સંસાર, શરીર અને રાગનો ભોગ. એ ઉદાત્ત (એટલે) તેનાથી ભિન્ન. આહાહા.! “રહિત છે... “વિત્તરિતે.” મનનો અભિપ્રાય જેમનો, એવા છે...” શું કહે છે ? જેના મનનો – આત્માનો અભિપ્રાય, આશય, શ્રદ્ધા, જેનો આત્માનો અભિપ્રાય છે કે હું તો મારી વસ્તુ – ચીજનું સેવન કરું. એવા જીવને અહીંયાં મોક્ષાર્થી અને ધર્મી કહેવામાં આવે છે. વચમાં રાગ આવે છે. જ્યારે સ્થિર ન થઈ શકે (તો) રાગ આવે છે, પણ એ રાગને છોડવા લાયક માને છે, આદરવા લાયક માનતા નથી. છોડવું સમજાય છે ને ? રાગ આવે તો છે, જ્યાં સુધી) પૂર્ણ વીતરાગ પરમાત્મદશા ન થાય ત્યાં સુધી રાગ આવે છે). જેમ વિષ્ટા હોય છે ને ? વિષ્ટા થાય છે તો એ રાખવા લાયક છે ? મેસુબ ખાધો હોય, મેસુબ ! મેસુભ સમજાય છે ? મેસુબ ! પાક ! પોણો શેર, શેર ખાધો હોય, ચાર શેર ઘી પાયેલા લોટમાં, એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી નાખીને બનાવે) તેને મેસુબ કહે છે. અને એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી તેને શક્કરપારા કહે છે. અમે તો બધું જોયું છે ને ! બધું ખાયું છે, બધી ખબર છે. મેસુબ ખાધો હોય તેની વિષ્ટા થાય તે રાખવાની હોય ? કાલે તો મેસુબ ખાધો હતો તો વિષ્ટા બહુ સારી છે (એમ કરીને વિષ્ટા રાખે છે). રોટલીની વિષ્ટા ખરાબ છે, પણ ચાર શેર ઘી પાયેલો મેસુબ ખાધો હોય તો એ રાખવા લાયક છે ?) તમને કાલે થોડો આપ્યો હતો ને ? એ મેસુબ હતો. મારી માટે કોઈક લાવ્યું હતું. આંખ માટે. હું તો ખાતો નથી, હું તો ચાર ફૂલકા – રોટલી ખાઉં છું, એ સિવાય કાંઈ ખાતો નથી. એ મેસુભ ખાધો હોય એની વિષ્ટા થાય એ રાખવા લાયક છે ?
એમ અંતરમાં પુણ્ય અને પાપના ભાવ (થાય) ઝેર સમાન છે. વિષ્ટા ન કીધું, કડક લાગે. ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ શક્તિનો પિંડ પ્રભુ ! આત્મા અમૃતનો સાગર છે એનાથી વિપરીત પુણ્ય-પાપના ભાવ (થાય) એ વિપરીત, દુઃખરૂપ, ઝેર છે. આહા...હા...! અજ્ઞાની અનાદિથી ઝેરનો અનુભવ કરે છે. પણ એ ઝેરથી ભિન્ન ભગવાન અંદર આત્મા આનંદકંદ છે તેનો અનુભવ, અભિપ્રાય, દૃષ્ટિ કયારેય કરતો નથી. જેનો ચરિત્તનો અભિપ્રાય....
Page #562
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
૫૪૯
છે ? જેના ચિત્તનું ચરિત્ર – આત્માનો અભિપ્રાય. ચિત્તનો અર્થ મન લેવો. ચિત્ત એટલે જ્ઞાન. જેનો જ્ઞાનનો – આત્માનો અભિપ્રાય છે એ શરીર, ભોગ અને સંસારથી અંદરથી વિરક્ત થઈ, આનંદ સ્વરૂપમાં રક્ત થઈ, અનુભવ કરો. તને આનંદ આવશે, સંસારથી તારી મુક્તિ થશે, તને બંધનમાંથી છૂટી) અબંધભાવ પ્રગટ થશે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ અભિપ્રાયનું જોર થયું, ભાઈ !
જેના જ્ઞાનમાં અભિપ્રાય ચિત્તનું ચરિત્ર (છે). અંદર જે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા (છે) તેનો અભિપ્રાય ચારિત્ર – રમણતા એવો છે કે, પૂર્ણ સ્વરૂપ મારી ચીજ છે તેનો અનુભવ કરવો એ એનો અભિપ્રાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આ કાલે ચાલ્યું હતું. આ તો થોડું ફરીથી લીધું. ઈની ઈ વાત કંઈ આવે નહિ. બીજી વાર વાંચીએ તો બીજું આવે, ત્રીજી વાર વાંચીએ તો ત્રીજું આવે. અંદર તો ભંડાર ભર્યા છે ! આહા..હા...!
- ભગવાન ! તું ચેતનનેત્ર છો ને ! આ નેત્ર તો જડ છે, ધૂળ છે. અંદર ચૈતન્ય પ્રકાશનું નેત્ર છે. ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે. તે જેના જ્ઞાનમાં, પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપનું સેવન કરવાનો અભિપ્રાય છે એ મોક્ષાર્થી છે, એ પોતાનો અનુભવ કરો. પરનો અનુભવ છોડો. આહા..હા....!
પ્રશ્ન :- મોક્ષાર્થીનો ધંધો શું ?
સમાધાન :- ધંધો-ફંધો પાપ છે. આ ડૉક્ટરનો ધંધો પાપ છે. આ સર્જન છે, સર્જન ! શેના સર્જન છે ? ઓપરેશન કરનાર છે. ઓપરેશનમાં પણ ભાવ તો એ છે ને કે, પૈસા મળશે. (એ) પાપ છે. કેટલાક ડોક્ટર તો એવા હોય, “રાજકોટમાં મોટી હોસ્પીટલ હોય. ને ? તો બે મહિના, ત્રણ મહિના ઓનરરી કરે. ઓનરરી - મફત. હેત તો એ છે કે, અહીંયાં બરાબર પ્રસિદ્ધિ થઈ જાય પછી આપણી દુકાન બરાબર ચાલે. ભાઈ ! એ બધું ચાલે છે ને ? બે, ત્રણ, ચાર મહિના ઓનરરી કરે. ડોક્ટર મફત જાય, પણ હેતુ શું ? ચાર, છ મહિના હોસ્પીટલમાં કામ કરે તો પ્રસિદ્ધ થઈ જાય. પ્રસિદ્ધ હોઈએ તો પછી આપણી દુકાન ચાલે. એ બધું પાપ છે. આહા..હા..!
અહીંયાં પાપની વાત તો એક કોર દૂર રહો, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ઈશ્વર સ્વરૂપ ભગવાનનું સ્મરણ કરવું) એ બધો રાગ છે. કેમકે ભગવાન તો જ્ઞાન અને આનંદ છે. એમાં વૃત્તિ ઉઠે છે, વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે. એ ભગવાન આત્મા વસ્તુનું સ્વરૂપ જે છે, જેનો અભિપ્રાય ઉદાત્ત છે. એનું ચરિત્ર – અભિપ્રાય અંદરમાં રમવું એ અભિપ્રાય છે. આહા...હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! સાધારણ માણસ તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને આ ગિરનારની જાત્રા કરો, એ બધો રાગ છે. એ કોઈ ધર્મ નથી. ધર્મ તો અંદરમાં પુણ્ય અને પાપના રાગથી ભિન્ન કરીને પોતાના સ્વરૂપનો અનુભવ – સેવન કરવું તેનું નામ પરમાત્મા ધર્મ કહે છે. આહા..હા...! માનો ન માનો, માર્ગ તો આ છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
પપ૦
કલશામૃત ભાગ-૫ આજ કરો, કાલ કરો, પછી કરો પણ આ કરે સંસારનો છૂટકારો થશે. બંધનથી મુક્તિ થશે, એ વિના બંધનથી મુક્તિ થશે નહિ. સમજાણું કાંઈ ?
શું (કહે) છે ? જેનો અભિપ્રાય, જ્ઞાનનો અભિપ્રાય એવો છે કે, હું તો મારી ચીજનું સેવન કરું. મારી ચીજ છે એ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદથી ભરી છે, તેનો હું અનુભવ કરું એવો જેનો અભિપ્રાય છે, તો એનો અનુભવ કરો. આહા...હા...! પહેલો આનો નિર્ણય તો કરે કે, આ ચીજ આવી છે. સમજાણું કાંઈ ? અરે! કોઈ દિ કર્યું નથી. અનંત કાળ થયો, સાધુ પણ અનંત વાર થયો. મુનિવ્રત ધાર અનંત બેર, રૈવેયક ઉપજાયો” “છ ઢાળામાં આવે છે. “છ ઢાળા છે ને ? “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' પંચ મહાવ્રત પાળ્યા, અઠ્યાવીસ મૂળગુણ લીધાં, દયા, દાન કર્યા, વ્રત કર્યા પણ એ તો બધી રાગની ક્રિયા છે. એમાં સુખ નથી, એ તો દુઃખ છે. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! દુનિયાથી ભિન્ન પરમ સત્ય તો આ છે. સમજાણું કાંઈ ?
જેનો આવો અભિપ્રાય છે એ સેવન કરો. કેવો છે તે પરમાર્થ ?’ આહા..હા...! આ પ્રભુ વસ્તુ કેવી છે ? જેનું સેવન કરવું કહ્યું ને? “સેવ્યતાં સિદ્ધાન્ત’ સિદ્ધાંત એટલે વસ્તુ. વસ્તુ સ્વરૂપ કેવું છે ? અંતરાત્મા (કેવો છે)? “હમ્ શુદ્ધ ચિન્મયમ્ જ્યોતિઃ સા વિ
Wિ” “દમ” “સ્વસંવેદનપ્રત્યક્ષ...” આહા..હા..! “અહમ્' આ છે, આ છે. એ સ્વ પોતાથી વેદન – સંવેદન, જ્ઞાન અને આનંદનું પોતાથી વેદન થવું એ “ઐમ્' તે પ્રત્યક્ષ છે. “દમ” આ આત્મા, તેના આનંદ અને જ્ઞાનનું વેદન કરવું એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો અર્થ ? જેમાં કોઈ મન અને રાગની અપેક્ષા નથી એવી અંદર ચીજ છે. એ ચીજનો અનુભવ કરવો તે પ્રત્યક્ષ છે. આહા..હા...! ભારે આકરી વાતું ! માર્ગ તો એવો છે, ભાઈ ! દુનિયાએ બધું સોંઘુ કરી નાખ્યું. આ વ્રત પાળો ને ભક્તિ કરો ને આમ થઈ જાય. બાપુ ! એ તો જિંદગી ચાલી જશે, મનુષ્ય ભવ મળ્યો એ વ્યર્થ ચાલ્યો જશે. આહા..હા...!
મનુષ્યનો અર્થ એ છે, મનુષ્યતિ જ્ઞાયતે ઇતિ મનુષ્ય મનુષ્યનો અર્થ એ છે. જ્ઞાયતે ઇતિ. જ્ઞાયક સ્વરૂપ જે છે એનું જ્ઞાન કરે એ મનુષ્ય કહેવાય છે. એ જ્ઞાયકનું જ્ઞાન કર્યા વિના પરનું જ્ઞાન કરે તેને તો પશુ કહે છે. પશુ કેમ કહે છે ? “પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પશુની સંસ્કૃત વ્યાખ્યા છે. પશુ – પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પોતાના સ્વરૂપની દૃષ્ટિનો અભિપ્રાય નથી અને રાગ અને દ્વેષનું સેવન કરે છે એ બધ્ધતિ – એ આવરણથી બંધનમાં પડે છે. એ પશુ છે. બધ્યતે – પશુ બધ્ધતિ છે. આહા..હા..! પશ્યતિ બધ્ધતિ. પાશમાં, વિકારમાં બંધનમાં આવી જાય છે. એ પશુ કહેવામાં આવે છે. આહા...હા...! આમ અબજોપતિ, કરોડોપતિ હો પણ અંદરમાં આત્માનું ભાન નથી અને રાગ ને પુણ્ય-પાપનું સેવન કરે છે, પણ અંદરમાં ભગવાન આત્મા અનુભવવો રહી જાય છે તેને પશુ કહે છે. પશુનો અર્થ પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ. આવરણથી બંધ થઈ જાય છે અને આત્માનું ભાન
Page #564
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
૫૫૧
નથી તેને પશુ કહેવાય છે. મનુષ્ય સ્વરૂપેણ મૃગા ચરન્તિ’ મનુષ્યના રૂપમાં મૃગ જેવો હરણ. હરણ.... હરણ કહે છે ને ? મૃગલા. આહાહા...! મૃગની નાભિમાં કસ્તુરી (છે) તેની કિંમત મૃગને નથી અને એની ગંધ જાણે બહારથી આવતી હોય એમ લાગે છે) તો બહાર શોધે છે. એમ આ મનુષ્ય થઈને અંતરમાં આનંદ પડ્યો છે, એ નાભિમાં જેમ કસ્તુરી પડી છે, એમ અંદરમાં અતીન્દ્રિય આનંદ પડ્યો છે, એ જાણે બહારથી આનંદ મળશે એમ માને છે). સ્ત્રીમાંથી, આબરમાંથી, કીર્તિમાંથી, પૈસામાંથી મળશે એમ માનનાર) પશુ તુલ્ય મૃગા ચરંતિ. એ મૃગ જેવો છે. વાત તો આવી છે, દુનિયાથી જુદી જાત છે. આહા...હા...!
એ કહે છે કે, “શુદ્ધ વિર્ભયમ્ ખ્યોતિઃ” હું તો છું. સ્વસંવેદનપ્રત્યક્ષ ! આહાહા...! હું તો સ્વસંવેદન – સ્વ નામ પોતાના આનંદ અને જ્ઞાનનું વેદન... વેદન – અનુભવ પ્રત્યક્ષ (એટલે) પરની અપેક્ષા વિના (ક) એવો હું આત્મા છું. આહાહા..! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભગવાન ! અમને તો ખબર છે ને ! સૂક્ષ્મ તો છે. લોકોમાં શું ચાલે છે, અમે તો બધાને જોયા છે ને ! આખું હિન્દુસ્તાન દસ હજાર માઈલ ત્રણ વાર ર્યા છીએ. દસદસ હજાર માઈલ ! મોટર છે ને ? પ્લેમાઉથ એક મોટર છે. રવિવારે થોડું બહાર નીકળીએ છીએ. બેટરી બગડે છે ને ? આજે થોડા બહાર નીકળશે. બેટરી બગડે નહિ. મોટી પચાસ હજારની મોટર છે. એ તો ઘણા વર્ષની પડી છે. બહાર નીકળે તો કામ આવે, બાકી તો પડી છે. હિન્દુસ્તાનમાં ત્રણ વાર ફર્યા. ઘણું જોયું, જાત્રા જોઈ, લાખો માણસો જોયા. પ્રભુ ! માર્ગ કોઈ બીજી ચીજ છે. આહા...હા...!
અંતરમાં જોનારને જોવો, જોનાર પરને જોવે છે એ છોડીને જોનારને અંદરમાં જોવો. હું કોણ છું ? “શ્રીમદ્ રાજચંદ્ર થયા છે, સાંભળ્યું છે ? “શ્રીમદ્ રાજચંદ્ર થયા છે. શ્રીમદ્ રાજચંદ્ર નથી થયા ? જેને જાતિસ્મરણ જ્ઞાન હતું. પૂર્વભવનું જ્ઞાન નાની ઉંમરમાં હતું. આઠ વર્ષની ઉંમરે (જ્ઞાન હતું). તેંત્રીસ વર્ષે દેહ છૂટી ગયો. ઘણો ક્ષયોપશમ ! અજબ-ગજબ શક્તિ ! એ સોળ વર્ષે કહેતા હતા, “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” સોળ વર્ષે (કહે છે) ! શરીરના સોળ વર્ષ, આત્મા તો અનાદિઅનંત છે, એ તો અવિનાશી છે, એનો તો કાંઈ નાશ થતો નથી. સોળ વર્ષની ઉંમરે કહે છે, હું કોણ છું? અને ખરું સ્વરૂપ – યથાર્થ સ્વરૂપ શું છે ? એ યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના... આહા..હા...! એનો અનુભવ કર્યા વિના ચોરાશી લાખના અવતાર છૂટશે નહિ, પ્રભુ ! આહાહા...! એ ગમે તે ક્રિયાકાંડ કરે, વ્રત પાળે, અપવાસ કરે, ભક્તિ કરે, કરોડો રૂપિયાના મંદિર ચલાવે બધો રાગ છે, એ કોઈ ધર્મ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ કહે છે, હું તો સ્વસંવેદનપ્રત્યક્ષ છું. કોઈ બીજી હું બનાવું કે એમાં કંઈ કરું તો મારા આત્માને લાભ થાય એવો હું છું નહિ. આહા..હા.! “સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે જીવદ્રવ્ય. આહાહા..! એવો હું જીવ વસ્તુ છું. “શુદ્ધ વિમલમ્ ખ્યોતિ:”
Page #565
--------------------------------------------------------------------------
________________
પપર
કલશામૃત ભાગ-૫ શુદ્ધ જ્ઞાનમય જ્યોતિ ! જ્ઞાન જળહળ જ્યોતિ ચૈતન્યમૂર્તિ ! જેમ આ અગ્નિની જ્યોતિ છે એમ હું ચિન્મય જ્ઞાનજ્યોતિ ચૈતન્ય અંદર છું. ધ્રુવ અનાદિઅનંત વસ્તુ હું છું). ચિન્મય નામ જ્ઞાનમય જ્યોતિ છું, એ મારું ધામ છે, એ મારું સ્થાન છે, એ મારું ક્ષેત્ર છે, એ મારી સર્વસ્વ ચીજ છે. ચિન્મય જ્યોતિ ! જ્ઞાનમય જ્યોતિ હું સર્વસ્વ છું. અરે..! આહા..હા.! આવું છે, બાપુ ! શું થાય ? દુનિયામાં તો બહારમાં અત્યારે સાધુ થઈ જાઓ, દીક્ષા લઈ
લ્યો, ઠીક ! આત્મા શું એનું ભાન ન મળે. સાધુ થયો તો શું થયું ? સમજાણું કાંઈ ? પોતાની ચીજના અનુભવ અને જ્ઞાન વિના સાધુ થયો તો શું થયો ? અનંતવાર થયો.
અહીંયાં એ કહે છે, “સ્વસંવેદનપ્રત્યક્ષ છું” આહા...હા...! તો જ્ઞાન, ચિન્ એટલે જ્ઞાન, ચિત્ “નનો તું થાય છે. ચિત્ જ્યોતિ એટલે ચિજ્યોતિ. ચિત્ જ્યોતિ એટલે જ્ઞાનજ્યોતિ. હું તો જ્ઞાનના પ્રકાશનું પૂર – નૂર છું. જ્ઞાનના પ્રકાશનું – સમજણનું તેજ પૂંજ છું. એ હું છું. છે ? “શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ સર્વ કાળ....' સદા કાળ. “પવ' નામ
શ્મિ' છું. “મિ' છું. સર્વ કાળ હું તો ચિન્મય જ્યોતિ છું. એવી દષ્ટિ કરી અંતરમાં રમવું, અનુભવ કરવો એ જ પૂર્ણ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. બાકી બધી વાતું છે. આહાહા..! નિશ્ચયથી છું. ત્યાં સુધી કાલે આવ્યું હતું. કાલે બપોરે ત્યાં સુધી આવ્યું હતું. આજે ફરીથી લીધું.
હવે, અહીંયાં (કહે છે), તુ તે વિવિધ: માવી: તે સદં ર ક્લિ' (1) “એક વિશેષ છે.” “વિવિધ: માવા: “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે... શુદ્ધ પવિત્ર ચિન્મય જ્યોતિથી
અણમળતા. મારા ચૈતન્ય સ્વભાવ સાથે મળતા નથી, એક નથી થતા. મારી જાતથી અણમળતી ભિન્ન ચીજ છે. શું ? “રાગાદિ અશુદ્ધ ભાવ... ચાહે તો શુભ રાગ દયા, દાનનો હો કે ચાહે તો પાપનો રાગ હોય પણ એ રાગ તો પોતાના શુદ્ધ જ્ઞાનમય મૂર્તિથી અણમળતા ભાવ છે, ભિન્ન ચીજ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એમ અંદરમાં ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ અને અનુભવ છે. આહા...હા...! આવું લાંબુ ! એક કલાક સાંભળવું કઠણ પડે. બધી ઝીણી વાતું ! માર્ગ તો એવો છે, બાપુ ! ભાઈ ! આહા...હા...!
બોટાદમાં એક હતા. પેલું મકાન છે ને ? કોનું? ભૂલી ગયા. “મસ્તરામ' ! ઈ વ્યાખ્યાનમાં કાયમ આવતા. ઘણા માણસો આવતા. અહીંયાં ૬૫ વર્ષ તો દીક્ષા લીધા થયા. સાઠ અને પાંચ ! દુકાન છોડી. ઘણું ઘણું જોયું છે. આ ચીજ તો બહુ મોંઘી છે, ભાઈ ! આહા...હા...! સાંભળવા મળતી નથી પછી સમજે તો ક્યાં ?
અહીંયાં તો પ્રભુ એમ કહે છે કે, પ્રભુ ! તારો ચૈતન્ય સ્વભાવ જે આનંદ એનાથી અણમળતા; જેમ ઘઉમાં કાંકરા હોય છે, કાંકરા કહે છે ને ? બોલાય એમ, કોઈ પૂછે, બેન ! શું કરો છો ? તો કહે, ઘઉં વીણું છું. એમ કહે છે. ઘઉં વીણે છે ? કાંકરા વિશે છે. પણ બોલે ઘઉં, બેન, શું કરો છો ? તો કહે, ઘઉં વીણું છું. ઘઉં કેમ કહે છે ? કે,
Page #566
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પપ૩ હું ચોખા, દાળ વીણતી નથી એમ બતાવવા. નહિતર વીણે છે તો કાંકરા. કાંકરા વણે છે, કાઢી નાખે છે. એમ આત્મામાં પુણ્ય અને પાપના ભાવ કાંકરા છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
આત્માનો અનુભવ કરવો એનો અર્થ એ કે, પુણ્ય-પાપના ભાવ દૃષ્ટિમાંથી, આશ્રયમાંથી છોડવા. આહા...હા..! બહુ આકરું કામ, બાપા ! પ્રભુ ! તારી બલિહારી છે, ભાઈ ! આહા..હા...!
મુમુક્ષુ :– દયા પાળવી તો જીવની શોભા છે.
ઉત્તર :- દયા કોની ? પોતાની. પરની દયા કોણ પાળી શકે છે ? તેને સ્ત્રીનો પ્રેમ નથી ? પતિને પત્નીનો પ્રેમ છે કે નહિ ? તો પત્ની મરી જાય છે તો કેમ રોકતો નથી ? પરને રાખી શકે તો રાખે). ડૉક્ટર હોય તોપણ મરી જાય છે. બરાબર છે ને ? ભાઈ ! પચીસ વર્ષની ઉંમર હો, પત્ની બાવીસ વર્ષની હોય (અને) મરી જાય તો રાખે છે ? રાખી શકે છે ? શું રાખે ? તેની સ્થિતિ હોય તો રહે, નહિતર કોણ રાખી શકે? સ્ત્રીને રાખી શકતો નથી તો પરની દયા પાળી શકે છે ? આહા..હા..! કેમ પત્ની વહાલામાં વહાલી છે), જેને લોકો અર્ધાગના કહે છે, અર્ધાગના ! અર્ધ અંગ ! મારું અંગ અને એનું અંગ બે થઈને એક અંગ છે. ધૂળેય નથી. અધગના કયાંથી લાવ્યો ? એ ભિન્ન છે, તું ભિન્ન છો. એનો પ્રેમ છે (તોપણ રાખી શકતો નથી). મોટા મોટા ડોક્ટર હોય તો કાંઈ રાખી શકતા નથી. આંસુ પાડે છે. આહાહા...! અને પત્ની છેલ્લે કહે કે, તમારી ઉંમર નાની છે, હું જાઉં છું અને તમારી પ્રકૃતિ જરી એવી છે તો બીજી કરજો, નહિતર તમારી સેવા કોણ કરશે ? તમે તો ક્યાં લગ્ન કર્યા છે ? જેણે લગ્ન કર્યા હોય એને આવું ચાલે છે. પચીસ-ત્રીસ વર્ષની નાની ઉંમર હોય ને ? અને સ્ત્રી મરી જાતી હોય, ડૉક્ટર હોય, વકીલ હોય... આ તો અમારા ઘરની વાત છે, હોં ! અમારા ઘરમાં થયું છે. અમારા દુકાનના ભાગીદાર હતા. એની ઉંમર તો મોટી હતી. પ૩ વર્ષની ઉંમર હતી) અને પત્ની મરી ગઈ તો પત્ની કહેતી ગઈ, તમારી પ્રકૃતિ જરી એવી છે તો તમે લગ્ન કરી લેજો. બાળક નહોતું. પ૩ વર્ષની ઉંમર હતી ? ૫૩ સમજે ? પચાસ અને ત્રણ. અમારા ભાગીદાર હતા. એ કહી ગઈ પણ પછી ત્રેપન વર્ષે મળે કોણ ? ત્રેપન વર્ષે કોણ પૈસા આપે ? આ તો જાડી બુદ્ધિ હતી, વાણિયા હતા તોપણ કોળી જેવી બુદ્ધિ (હતી). અમારી દુકાનના ભાગીદાર હતા. ઓગણસાઠથી અડસઠ – નવ વર્ષ દુકાનમાં રહ્યા. ઓગણસાઠની સાલથી અડસઠ વર્ષ – નવ વર્ષ (રહ્યા). પાંચ વર્ષ તો મેં દુકાન ચલાવી. સત્તર વર્ષની ઉંમરથી બાવીસ વર્ષ સુધી). એ અમારા ભાગીદાર હતા. એની પત્ની મરી ગઈ તો એમ કહેતી ગઈ કે, તમે કરો. પછી પૈસા દેવા માટે વલખા નાખ્યા. કોણ દે એને ? તમને કોણ સાચવશે ? તમારી પ્રકૃતિ બરાબર નથી. કોઈ પત્ની હોય તો તમને સાચવશે. કોણ સાચવે ? ધૂળ સાચવે ! આહાહા...! મૂર્નાઈના ઘર છે બધા ! મમતા... મમતા.. મમતા.
Page #567
--------------------------------------------------------------------------
________________
કલશામૃત ભાગ-૫
હું કોણ છું ? હું ક્યાં છું ? મને કોણ સાચવે ? હું મને સાચવું. હું આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું તેની સંભાળ કરું. બીજાની સંભાળ હું કરી શકતો નથી. આહા..હા...! એ અહીં કહે છે, જુઓ !
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા... કોણ ? ‘રાગાદિ અશુદ્ધ ભાવ,...’ ‘રાગાદિ’ શબ્દ પડ્યો છે ને ? તો રાગ, દ્વેષ, વિષય, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ આદિ. એ બધા અશુદ્ધ પરિણામ, મિલન પિરણામ છે. રાગાદિ – દયા, દાન, વ્રત, ભક્તિના અશુદ્ધ છે. એ રાગ શુદ્ધ નથી, પોતાનો સ્વભાવ નહિ. એ કહે છે.
ભાવ પણ રાગ
‘રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ...’ શરીરમાં કોઈક અનુકૂળ-પ્રતિકૂળ સુખ, દુઃખ લાગે એ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો,...' તે અદ્દે ન અગ્નિ' તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી.’ એ હું નહિ. શરીરમાં રોગ હોય, નિરોગતા હોય એ જડની ચીજ નહિ, એ મારી નહિ, મારામાં નહિ. પુણ્ય-પાપના ભાવ થાય છે એ રાગ છે એ મારા નહિ. આહા..હા...! કેટલેથી છૂટવું ? તો કહે છે કે, સર્વસ્વ. એમ કહ્યું. જુઓ ! છે ? ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા...’ કોણ ? યે તે વિવિધા: માવા:' રાગાદિ અશુદ્ધ (ભાવ), સુખ, દુ:ખ આદિ પ્રકાર, અશુદ્ધ પર્યાય ‘તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી.’ એ મારી ચીજ નહિ. આહા..હા...! મારી ચીજથી જુદી પડી જાય એ ચીજ મારી નહિ. રાગાદિ છૂટી જાય છે. આત્મા નિર્મળ થાય છે, શુદ્ધ પરમાત્મા (થાય છે) તો રાગ રહેતો નથી. માટે રાગ જો પોતાની ચીજ હોય તો છૂટી કેમ પડે ? જુદી કેમ પડે ? જુદી છે તો જુદી પડી જાય છે. માટે પોતાની ચીજ છે નહિ. સમજાણું કાંઈ ? આહા..હા....!
૫૫૪
=
એ રાગાદિ અશુદ્ધ ભાવ હું નહિ. “તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ ?? ‘પૃથ’નક્ષા:’ એમાં ત્રણ અર્થ છે. “મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી.' પુણ્ય અને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ મારી ચૈતન્ય જાત છે, જાણન સ્વભાવ છે તેનાથી આ પુણ્ય-પાપના ભાવ પૃથક્ લક્ષણ છે. કેમકે હું ચૈતન્ય છું. એ રાગમાં ચૈતન્યનો અભાવ છે. તો એ અજ્ઞાન છે. હું ચૈતન્ય છું તો એ રાગ વિકાર છે, હું નિર્મળ છું તો એ વિકાર છે તો એ વિપરીત છે. પૃથક્ લક્ષણ છે, વિપરીત છે, અજ્ઞાન છે. આહા..હા...! સમજાય તો છે ને ? ભાષા તો સાદી છે પણ માર્ગ તો ભગવાન આવો છે. આહા..હા...!
?
મારી ચીજ જે અંદર છે – જ્ઞાનજ્યોતિ ઝળહળ જ્યોતિ ! માણસ અગ્નિ સદા રાખે છે ને ? અગ્નિ સદા રાખે. તમારા પારસીમાં તો અગ્નિ બહુ રાખે. ખબર છે. અમારે ત્યાં પારસી હતા ને ? ભાઈ ! અમે પગલાં કરવા ગયા હતા. એ પારસીના ગુરુ હતા. ત્યાં પગલા કરવા લઈ ગયા હતા. ત્યાં વ્યાખ્યાન ચાલતું હતું. (સંવત) ૧૯૯૫ની સાલની વાત છે. સામે ઘર હતું. પગલા કરવા ગયા હતા. એ પારસીના ગુરુ હતા તો અગ્નિ સદા ચોવીસ કલાક રાખે. એ ખબર છે. એ અગ્નિ નહિ, આ ચૈતન્યઅગ્નિ સદા પોતામાં રાખવી, એમ
Page #568
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા....!
બેનનો એક શબ્દ છે ને ? અગ્નિમાં ઉધઈ લાગતી નથી. પહેલો શબ્દ શું છે ? કંચનને કાટ નથી લાગતો. કંચન છે ને ? સોનું ! એમાં કાટ લાગે છે ? કાઈ.. કાઈ નથી થતી. લોઢાને કાઈ થાય છે, કંચનને કાઈ નથી થતી. કંચનમાં કાટ નહિ, અગ્નિમાં ઉધઈ નહિ. ઝીણી જીવાત થાય છે. દીમક થાય છે, બહુ પાતળી, ધોળી (હોય છે). આકરો તડકો પડે તો બળી જાય. અગ્નિમાં ઉધઈ લાગતી નથી, પહેલું શું કહ્યું ? કંચનને કાટ લાગતો નથી. એમ ભગવાનઆત્મામાં આવરણ અને અશુદ્ધતા અને ઉણપ નથી. એ બેનના શબ્દો છે.
અહીંયાં એક બેન છે. અસંખ્ય ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષનું ! ભવ નવ પણ અસંખ્ય, અબજ વર્ષની સ્થિતિનું છે. એમની આ વાણી છે. અત્યારે પુસ્તક છપાણા છે, વીસ હજાર છપાણા છે. દસ હજાર નવા છપાય છે. એમાં આવો એક શબ્દ છે. અગ્નિમાં ઉધઈ (નહિ). ઉધઈ નામ દીમક.. દીમક ! સૂક્ષ્મ દીમક નથી થતી ? અગ્નિમાં દીમક થાય ? એમ કનકને કાટ લાગે છે ? કાઈ ! એમ આત્મા ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ છે એમાં કર્મ અને રાગ-દ્વેષનું આવરણ નથી, રાગ-દ્વેષની અશુદ્ધતા નથી અને કમી (–ઉણપ) નથી. પોતાના પૂર્ણ સ્વભાવથી ભરેલો એવો ઉણપ વગરની આત્મા ચીજ છે. આહા..હા...! જરી સૂક્ષ્મ છે. ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ તમને આપ્યું. એ વખતે યાદ હતું એક પુસ્તક છે. પણ તમને ન સમજાય. એવી ચીજ છે, બહુ ઝીણી વાત છે. બેનની વાત છે.
અહીંયાં કહે છે, ‘પૃથનક્ષા: 'મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી.’ આહા..હા...! માટે મારી ચીજ ભિન્ન છે, એ ચીજ ભિન્ન છે. એવું ભેદજ્ઞાન કરી પોતાના આત્મામાં અનુભવ કરવો એ જ મોક્ષ થવાનો, આનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૫ પ્રવચન-૨૦૫
૫૫૫
‘કળશટીકા’ ૧૮૫ કળશ ચાલે છે ને ? અહીંયાં આવ્યું છે. કેવા છે અશુદ્ધ ભાવ ?’ વૃધ્ધ નક્ષળા:' શું કહે છે ? જેને ધર્મ ક૨વો હોય, તો ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ જે પરિપૂર્ણ પડ્યો છે તેની દૃષ્ટિ કરવાથી અને તેનો અનુભવ કરવાથી ધર્મ થાય છે. જે શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ કરવાથી રાગાદિ ભાવ જે છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો કે અશુભ રાગ હો, એ આત્માના સ્વભાવથી પૃથક્ લક્ષણ છે, ભિન્ન
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૫૬
કલામૃત ભાગ-૫
સ્વરૂપ છે. ઝીણી વાત છે.
ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપના પરિણામ હો એ રાગ છે એ આત્મા ચૈતન્ય લક્ષણ, આનંદ સ્વરૂપ છે. તેનો અનુભવ કરવાથી એ રાગ પૃથક – ભિન્ન લક્ષણવાળા છે. અને પોતાના ચૈતન્ય સ્વરૂપથી એ રાગ વિપરીત લક્ષણવાળો છે. અને એ ચૈતન્યસ્વરૂપનો અંતર દૃષ્ટિથી અનુભવ કરવાથી એ રાગાદિ જે છે એ અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન ભાવનો અર્થ મિથ્યાષ્ટિપણું નહિ, પણ એ રાગભાવમાં ચૈતન્ય સ્વરૂપનો, ચૈતન્યના કિરણ – અંશનો અભાવ છે, એ કારણે રાગભાવને અજ્ઞાન કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે. સૂક્ષ્મ બહુ ! (કોઈ કહેતું હતું કે, અમે કૉલેજમાં કુંદકુંદાચાર્યદેવનું ભણ્યા છીએ પણ આ દૃષ્ટિ નહિ. એ તો કહેતા હતા.
આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ છે. એ દિવ્યધ્વનિ અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્રો રચ્યા. આહા...હા...! આવી વાત બીજે ક્યાંય છે નહિ. સમજાણું કાંઈ ? એના સંપ્રદાયમાં પણ ગડબડ થઈ ગઈ છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ, તેની દૃષ્ટિ થયા વિના, સમ્યગ્દર્શન થયા વિના વ્રત ને તપ ને ભક્તિ આદિ ભાવ છે એ ધર્મ છે, એમ માને છે એ દષ્ટિ મિથ્યાત્વ છે. આહા...હા..! કેમકે ભગવાન ચૈતન્ય સ્વભાવ પૂર્ણ સ્વરૂપ અંદર છે અને અતીન્દ્રિય અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ આત્મા તો છે. તેનાથી એ પુણ્ય અને પાપના ભાવ દુઃખરૂપ છે, આકુળતા છે. સ્વભાવથી પૃથક્ ભિન્ન લક્ષણ છે. સ્વભાવ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, એનાથી એ રાગ અજ્ઞાન ભાવ છે. અને ચૈતન્ય સ્વરૂપના અનુભવમાં રાગ સ્વભાવથી વિપરીત ભાવ છે. આવી વાત છે, ભગવાન ! વીતરાગ દિગંબર સંતોની વાણી આવી છે. આવી વાણી ક્યાંય છે નહિ. એનું સ્વરૂપ જ આ છે. સમજાણું કાંઈ ?
અનંત કાળ થયો.. સવારે કહ્યું હતું ને ? “છ ઢાળામાં આવે છે – “મુનિવ્રત ધાર અનંત ઐર શૈવેયક ઉપાયો આવે છે ને ? ભાઈ ! “છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર..' દિગંબર મુનિ થયો, નગ્ન મુનિ થયો, અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા, પંચ મહાવ્રત ધારણ કર્યા. ‘મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક.... રૈવેયક (એટલે) ગ્રીવાને સ્થાને દેવના
સ્થાન છે. ત્યાં અનંત બાર ઉપજ્યો. પણ આત્મજ્ઞાન - આ રાગથી ભિન્ન, એ ક્રિયાકાંડનો વિકલ્પ જે રાગ છે એનાથી ભિન્ન ભગવાન અંદર છે, એનો અનુભવ અને દૃષ્ટિ ન કરી. એ વિના જન્મ-મરણનો અંત આવ્યો નહિ. આહા..હા..! વાત સૂક્ષ્મ છે, ભગવાન !
અહીંયાં આચાર્ય એ કહે છે, “અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્યદેવ દિગંબર મુનિ સંવત ૪૯માં અહીંયાં ભારતમાં થયા અને ભગવાન પાસે ગયા હતા. “સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. વર્તમાન મોજૂદ બિરાજે છે. પાંચસો ધનુષનો દેહ છે. કરોડ પૂર્વનું આયુષ્ય છે. અબજો વર્ષથી કેવળજ્ઞાનમાં બિરાજે છે અને સમવસરણમાં ઇન્દ્રો અને ગણધરો, સિંહ અને
Page #570
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પપ૭
વાઘ આવે છે. અત્યારે મહાવિદેહમાં દિવ્યધ્વનિ થાય છે. એમની પાસે કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા. આહાહા...દિગંબર મુનિ હતા. એક મોરપીંછી, કમંડળ (રાખતા). અંદરમાં આનંદ.. આનંદ, આનંદ આનંદ મુનિનું ભાવલિંગ તો અંતરમાં અતીન્દ્રિય આનંદનું ઉગ્ર પ્રચુર સ્વસંવેદન (છે). એ પાંચમી ગાથામાં છે. “સમયસારની પાંચમી ગાથામાં છે. અમારો – મુનિનો નિજ વૈભવ.. આ ધૂળનો નહિ. ધૂળ એટલે ? પૈસા ! આ પૈસા ધૂળ છે ને ? એ અમારી લક્ષ્મી નહિ. શરીર પણ અમારી લક્ષ્મી નહિ અને અંદરમાં પાપનો વિકલ્પ તો મુનિનો થતો નથી. પંચ મહાવ્રત આદિનો શુભ રાગ થાય છે એ પણ મારી ચીજ નહિ. આ.હા...! એ પણ દુઃખરૂપ ભાવ છે. હું એનાથી ભિન્ન સ્વસંવેદન (સ્વરૂપ છું. આપણે પહેલા આવી ગયું. આવી ગયું ને અંદર ? “સ્વસંવેદનપ્રત્યક્ષ.” પાંચમી પંક્તિ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ ! આ..હા...હા...! અતીન્દ્રિય આનંદનું પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન કરવું અને ઉગ્ર આનંદનું (વેદન કરવું). સમ્યક્દૃષ્ટિને પણ સ્વસંવેદન, આનંદના અંશનું વેદન છે. ન હો તો એ સમ્યક્દષ્ટિ નથી. અહીંયાં તો સમ્યગ્દષ્ટિ છે તેને પોતાના ચૈતન્ય સ્વભાવમાં જે આનંદ છે તેનો એક અંશ તો વ્યક્ત – પ્રગટ (છે).
સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને “શ્રેણિક રાજા ! ભગવાનના વખતમાં થયા. ક્ષાયિક સમકિતી ! ચારિત્ર નહોતું. વ્રત નહોતા પણ આત્માનું ભાન થયું, અંદર આનંદનું વદન હતું અને એમાં તીર્થકર ગોત્ર બંધાઈ ગયું પણ પૂર્વે મુનિની અશાતના કરી હતી). સાચા સંત હતા એમના ગળામાં સર્પ નાખી દીધો. એનાથી સાતમી નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. પછી એની સ્ત્રી ચેલણા' રાણી સમકિતી હતી, જ્ઞાની હતી, અનુભવી હતી, આનંદના અનુભવી! તે તેમને મુનિ પાસે લઈ ગઈ. સર્પ નાખેલો. (એટલે “ચેલણાને કહ્યું). “મેં સર્પ નાખ્યો છે, જો તારા ગુરુએ સર્પ કાઢી નાખ્યો હશે. “શેલણા' કહે, અમારા ગુરુ આવા ન હોય. અમારા ગુરુ તો એવા શાંત આનંદ. આનંદ.. આનંદ. અતીન્દ્રિય આનંદમાં રમનારા, ઝૂલે ઝુલનારા છે, ચાલો !” ત્યાં જોયું તો સર્પ (એમને એમ હતો), હજારો કીડી, લાખો કીડી (ચડી ગઈ હતી). “ચેલણા'એ ધીમેથી (સર્પને) ઉપાડી લીધો. મુનિ તો અંદર આનંદમાં હતા. આમ આંખ મીંચી હતી. ઓ.હો...“શ્રેણિક શું થયું?” (“શ્રેણિક” કહે છે, “મહારાજ ! મેં તો આવો અપરાધ કર્યો હતો. પછી તેમને આત્મજ્ઞાન થયું. હજારો રાણી હતી, રાજ હતું પણ આત્મજ્ઞાન – સમકિત થયું. મુનિની પાસે સમકિત થયું.
સમિકતનો અર્થ અંદરમાં રાગના વિકલ્પ જે વિકાર છે તેનાથી ભિન્ન ભવગાન આનંદ જ્ઞાન સ્વરૂપ છે તેનું ભાન કરીને પ્રતીતિ, અનુભવ થવો એનું નામ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. એ સમ્યગ્દર્શન થયું પણ નરકનું આયુષ્ય પહેલા બંધાઈ ગયું હતું એ તો તૂટતું નથી. સાતમી નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું તો ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, આનંદનો અનુભવ થયો. ચારિત્ર નથી, વ્રત નથી. વ્રત તો સમ્યગ્દર્શન
Page #571
--------------------------------------------------------------------------
________________
પપ૮
કલશામૃત ભાગ-૫
થયા પછી આનંદની ઉગ્રતાનું વદન આવે છે ત્યારે તેને વ્રતનો વિકલ્પ ઉઠે છે. તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ તો એમને હતું નહિ. તો નરકમાં તો ગયા. અત્યારે નરકમાં છે, ચોરાશી હજાર વર્ષની સ્થિતિ (છે). અઢી હજાર વર્ષ ગયા, સાડા એકાશી હજાર વર્ષ બાકી છે. ત્યાંથી નીકળીને તીર્થકર થશે. આગામી ચોવીશીમાં શ્રેણિક રાજાનો જીવ, વ્રત, તપ, ત્યાગ નહોતા પણ સમ્યગ્દર્શન થયું, અંતર આનંદનો સ્વાદ આવ્યો, તેની સ્થિતિમાં ત્યાં નરકમાં પણ આનંદનો સ્વાદ આવે છે. જેટલો કષાય છે તેટલું દુઃખ છે. જેટલો કષાય અને મિથ્યાત્વ ગયું છે તેટલું સુખ છે. ત્યાંથી નીકળીને તીર્થંકર થશે. આગામી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે. આહા..હા..! એ સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. અને સમ્યગ્દર્શન વિના વ્રત, તપ ગમે તે ક્રિયા કરે પણ એક પણ જન્મ – ભવનો અંત આવતો નથી.
એ અહીંયાં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ ચોથે ગુણસ્થાને હો કે પંચમ ગુણસ્થાને હો, શ્રાવક, સાચા શ્રાવક હોં ! અને સાચા મુનિ હો તો એ એમ કહે છે કે, એ બધા રાગાદિ અશુદ્ધ ભાવ ચૈતન્ય સ્વરૂપ સાથે મળતા નથી.” અશુદ્ધ ભાવ પૃથફ લક્ષણ છે. આહાહા..! મારી ચીજ સાથે એનો મેળ ખાતો નથી. આહા..હા...! સમ્યગ્દષ્ટિને રાગ આવે છે, રૌદ્ર ધ્યાન પણ થાય છે અને મુનિને આર્તધ્યાન પણ થાય છે, પણ મારી ચીજથી એ ચીજ ભિન્ન છે. મારા આનંદ અને ચૈતન્ય સ્વરૂપ સાથે રાગનો મેળ ખાતો નથી. એવો સમકિતીને અંદર અનુભવ થાય છે. બહારની) કૉલેજથી આ બીજી કૉલેજ છે. (એ) કહેતા હતા કે, અમે કૉલેજમાં ભણ્યા છીએ. કુંદકુંદાચાર્યદેવનું પુસ્તક વાંચ્યું હતું પણ) આ દૃષ્ટિ નહોતી. આહા..હા..!
આ દૃષ્ટિ તો અલૌકિક ચીજ (છે), ભગવાન ! લાખોમાં, કરોડોમાં કોઈકને ભાન થાય છે ! પણ સન્મુખ થવાની તૈયારી કરી શકે છે. હજારો, લાખો માણસ પણ હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, રાગાદિ હું નહિ, એમ પૃથક લક્ષણથી સમકિતસન્મુખ થાય છે. સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે, સમ્યગ્દષ્ટિ થયો, પોતાના સ્વરૂપના આનંદ અને જ્ઞાનનું વેદન આવ્યું અને રાગાદિ છે તો એ મારા સ્વરૂપના લક્ષણથી તેનું લક્ષણ મળતું નથી, મારી ચીજની સાથે એ મળતા નથી. જેમ અનાજમાં કાંકરા હોય છે એ અનાજની ચીજ નથી. ઘઉંમાં કાંકરા હોય છે એ ઘઉંની ચીજ નથી. એમ મારા આનંદ સ્વરૂપ ભગવાનમાં એ પુણ્ય-પાપના કાંકરા ઉઠે છે એ મારી ચીજ નહિ. એ તો કાઢી નાખવાની ચીજ છે. આહાહા.! આવું સ્વરૂપ છે, પ્રભુ !
કહે છે, “અણમળતા...” છે ને ? “પૃથપત્નક્ષUTI: સ્વરૂપ સાથે મળતા નથી. આહા..હા....! હું ચૈતન્ય સ્વરૂપ વસ્તુ અને આનંદ લક્ષણથી લક્ષિત પ્રભુ છું) તેની સાથે રાગનો ભાવ અણમળતો છે. કોઈ રીતે મળતા નથી. આહા...હા...! છે ? ત્યાં સુધી આવ્યું હતું.
શા કારણથી ? શા કારણે અણમળતા છે ? જેમ ઘઉં અને કાંકરા એક ચીજ નથી,
Page #572
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પપ૯
ભિન્ન ચીજ છે એમ ભગવાનઆત્મા ચૈતન્ય સ્વરૂપ આનંદ અને દયા, દાન રાગાદિના ભાવ એ કાંકરા સમાન અણમળતી ચીજ છે). મારા ચૈતન્યના લક્ષણથી મળતા નથી. એ ભિન્ન ચીજ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? માર્ગ એવો છે, ભગવાન ! અહીંયાં તો અત્યારે એવું કરી નાખ્યું છે કે, વ્રત કરો ને તપ કરો, એનાથી કલ્યાણ થઈ જશે. પ્રભુ ! એ તો અનંત વાર થયું છે. એ ચીજ કોઈ અપૂર્વ નથી. ભવના અંત કરવાની એ ચીજ નથી. ચીજ તો આ (અપૂર્વ છે).
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! સત્ નામ શાશ્વત અવિનાશી ચિદ્ર નામ જ્ઞાન અને આનંદનું અતીન્દ્રિય સુખનું પૂર આત્મામાં ભર્યું છે. તેનાથી રાગનું લક્ષણ ભિન્ન છે, મારી ચીજ સાથે તે મળતા નથી. સમ્યગ્દષ્ટિ તેને છોડી દે છે. દૃષ્ટિમાંથી છોડી દે છે. આદરણીય કરતા નથી. આહા...હા..! આવી વાત છે. ગૃહસ્થાશ્રમમાં હો તોપણ પોતાના જ્ઞાનના ચૈતન્ય લક્ષણથી લક્ષિત થવાવાળો, લક્ષિત નામ જાણવા લાયક થવાવાળો, પોતાનો ચૈતન્ય સ્વભાવ રાગથી ભિન્ન (છે), ચૈતન્ય સ્વભાવથી લક્ષિત થવાવાળું મારું લક્ષણ છે).... ઓ.હો.હો...! અને રાગ અચેતન લક્ષણ - પૃથક્ લક્ષણ – સ્વરૂપ સાથે મળતું નથી. એમ ધર્મી પોતાને રાગથી પૃથકુ જાણે છે. આહા..હા..! છે કે નહિ અંદર ? અર્થ કરવામાં ફેર પડે છે. આમ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં (કલ્યાણ) થશે. એ રાગ છે, એ તો અનંત વાર કર્યો. અને વ્યવહાર આવે પણ છે, સમ્યગ્દષ્ટિને આત્માનો સમ્યકુ અનુભવ થવા છતાં જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી ભક્તિ આદિનો રાગ આવે છે. પણ તેને એ હેય માને છે, છોડવા લાયક માને છે, કાઢી નાખવા લાયક માને છે, રાખવા લાયક માને છે એમ છે નહિ. આહાહા...! તમારા પિતાજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ વાંચ્યું છે કે નહિ ? વાંચ્યું છે ? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ! એમાં ઘણું ભર્યું છે ! સમજાણું કાંઈ ? આહા...હા...!
ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ?” “યત: ત્ર તે સમગ્ર: પિ મમ પદ્રવ્ય” આ...હા...હા...! ચાહે તો દયા, દાન, વ્રતના વિકલ્પ – રાગની વૃત્તિ ઉઠે એ મારી ચીજથી ભિન્ન પરદ્રવ્ય છે. મારી ચીજ નહિ. એમ ધર્મી જીવ, મોક્ષમહેલની પહેલી સીઢી – સમ્યગ્દર્શન (થાય) એમાં આમ માને છે. આહા...હા...! છે ? શું કહ્યું ?
યતઃ ત્ર તે સમગ્ર:' રાગનો સમગ્ર ભાગ. ગુણ આનંદ અને ભગવાન આત્મા આનંદી એવો ભેદનો વિકલ્પ – રાગ ઉઠે છે એ સમગ્ર રાગ પણ મારી ચીજથી તો ભિન્ન છે. આહા..હા...! સમજાય છે ? સૂક્ષ્મ વાત છે, ભગવાન ! આ તો અરૂપી આત્મતત્ત્વની સમ્યક્દૃષ્ટિની વાત છે. એ વાત કોઈ સાધારણ નથી. શબ્દો ભલે સાદા આવે પણ એનું વાચ્ય – ભાવ અપૂર્વ છે. ક્યારેય મળ્યું નથી, ક્યારેય સાંભળ્યું નથી. આહા..હા...!
કહે છે કે, “સામગ્રી: ૩ માવ’ સમગ્ર કેમ લીધું છે ? ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, ચાહે તો આત્મામાં પંચ મહાવ્રતનો વિકલ્પ હો, એ “સમગ્ર: પિ' છે ? “મમા
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૬૦
કિલશામૃત ભાગ-૫
પદ્રવ્ય” “કારણ કે નિજસ્વરૂપને અનુભવતાં...” “સત્ર' છે ને ? નિજસ્વરૂપને અનુભવતાં.' પોતાનું નિજ સ્વરૂપ ચેતન જ્ઞાયક જાણન આનંદને અનુભવતાં તે સમગ્ર: પિ' જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો..” જેટલા અશુદ્ધ રાગાદિ ભાવ (છે), શુભ હો કે અશુભ, બન્ને અશુદ્ધ છે). હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ અશુભ પાપભાવ (છે) અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ શુભભાવ (છે) પણ એ શુભ અને અશુભ બન્ને અશુદ્ધ (છે). આહાહા..! સમજાણું કાંઈ ?
સમગ્ર: પિ’ બધા રાગાદિ – રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિના વિકલ્પ અશુદ્ધ વિભાવ પર્યાય છે. મલિન દશા છે, મારી ચીજ નહિ. આહા..હા...! હું તો નિર્મળાનંદ પ્રભુ છું. સમ્યફદૃષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો), ધર્મની પહેલી સીઢીમાં આવું માને છે. સમજાણું કાંઈ? આ.હા..! મનુષ્યપણું મળ્યું પણ વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિ કરી નહિ તો એ પશુ જેવો અવતાર છે. ચાહે તો કરોડોપતિ હો કે અબજોપતિ હો, એમાં આત્માને કોઈ લાભ નથી. સમજાણું કાંઈ?
શું કહ્યું? નિજ સ્વરૂપથી ભિન્ન રાગાદિ વિભાવપર્યાય “મને પરદ્રવ્યરૂપ છે...” આહા...હા...! પહેલા પર્યાય કહ્યું. પુણ્ય-પાપના ભાવ એ વિકારી પર્યાય – અવસ્થા – હાલત કહ્યું, પણ હવે તો એમ કહ્યું કે, એ પરદ્રવ્ય જ છે, મારું દ્રવ્ય જ નથી. આહાહા....! સમજાણું કાંઈ ?
- “રાજમલ્લજીની ટીકા છે અને શ્લોક ‘અમૃતચંદ્રાચાર્યદેવના છે. કુંદકુંદાચાર્યદેવના મૂળ પાઠ છે. એક હજાર વર્ષ પહેલાં ‘અમૃતચંદ્રાચાર્યદેવ થયા. “કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા અને ત્યારબાદ એક હજાર વર્ષ પછી ‘અમૃતચંદ્રાચાર્યદેવ” (થયા). દિગંબર સંત (એટલે) ચાલતાં સિદ્ધ ! આનંદના ઝુલામાં ઝુલતા હતા ! ઝુલતા ઝુલતા શ્લોક લખાઈ ગયા. આહા...હા...! સમજાણું કાંઈ ?
એ કહે છે કે, “સમગ્ર: પિ’ આહા..હા..! “મમ પદ્રવ્ય’ પરદ્રવ્ય છે. જેમ શરીર આત્માથી પરદ્રવ્ય છે. એમ દયા, દાનના ભાવ પણ પરદ્રવ્ય છે. જે અંદર ? સ્વધ્યાય તો ઘણો કર્યો હતો પણ દૃષ્ટિ નહોતી. (એ) કહેતા હતા કે, આ દૃષ્ટિ નહોતી. વાત તો સાચી
છે. આહા...હા...! સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા બિરાજે છે. અત્યારે પણ દિવ્યધ્વનિ થાય છે અને ઇન્દ્ર, નરેન્દ્ર સભામાં જાય છે. કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત સંવત ૪૯માં ભગવાન પાસે ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. ભગવાનનો આ સંદેશ છે. આહા...હા...! પતિ પરદેશમાં ગયો હોય અને કોઈ નવો માલ લઈને આવે તો પત્ની કહે કે, શું લાવ્યા ? એમ અહીંયાં ભગવાન પાસે ગયા હતા તો સંતો કહે છે, પ્રભુ ! ત્યાંથી તમે શું લાવ્યા ? તો કહે, હું તો આ લાવ્યો છું ! આહાહા...!
મારી ચીજમાં તો અતીન્દ્રિય આનંદ ભર્યો છે. અતીન્દ્રિય આનંદના એક અંશના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલી મિંદડી અને કૂતરા જેવા લાગે છે. શું કહ્યું છે ?
Page #574
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પ૬ ૧ સમ્યગ્દષ્ટિને પોતાના આનંદ સ્વભાવનું વેદના અને અનુભવ હોવાથી ઇન્દ્રના ઇન્દ્રાસન. ઇન્દ્રાણીઓ, જેને અનાજનું ભોજન નથી, જેને હજાર વર્ષ કંઠમાંથી અમૃત ઝરે છે, તેનો ભોગ પણ સમકિતીને સડેલા કૂતરા અને મિંદડી જેમ ગંધ મારે એવું દુઃખ લાગે છે. સમજાણું કાંઈ ? અને અજ્ઞાની મિથ્યાષ્ટિને એ ભોગમાં મીઠાશ નામ આફ્લાદ આવે છે. આફ્લાદ નામ મજા આવે છે. એ ભાવ મિથ્યાદૃષ્ટિનો છે. એ પરદ્રવ્યને પોતાનું માને છે. આહા...હા..! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે ધર્મી જીવને અશુદ્ધ રાગ આવે છે, ભોગનો રાગ પણ આવે છે. જ્યાં સુધી ત્યાગી મુનિ ન થાય ત્યાં સુધી રાગ આવે છે, પણ એ જાણે છે કે આ રાગ તો દુઃખ છે. રાગમાં શાંતિની ગંધ નથી, દુઃખની ગંધ આવે છે. આહા...હા..! સમજાણું કાંઈ? ધર્મી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ, પોતાના ચૈતન્યદ્રવ્યની અપેક્ષાએ રાગાદિ દયા, દાન, મહાવ્રત વિકલ્પ પરદ્રવ્ય ગણવામાં આવ્યા છે. પરદ્રવ્ય ગણવામાં આવ્યા છે. પોતાના સ્વદ્રવ્ય ચૈતન્યથી એ ભિન્ન છે. એ કારણે તે પરદ્રવ્ય છે, હેય છે, છોડવા લાયક છે, દુઃખરૂપ છે, આકુળતા છે.
હું આત્મા તો અનાકુળ આનંદ સ્વરૂપ છું. એવી દૃષ્ટિવંતને તે સમગ્ર: ?િ ભાવ પદ્રવ્યરૂપ છે. “પદ્રવ્યરૂપ છે,...” આહા...હા..! પહેલાં તો પર્યાય કહી હતી. પહેલાં કહ્યું ને ? અશુદ્ધ વિભાવપર્યાય. પુષ્ય-પાપના ભાવ થાય છે એ અશુદ્ધ વિભાવ વિકારી પર્યાય - અવસ્થા છે. અવસ્થા વસ્તુ ત્રિકાળી નથી. અવસ્થા છે, હાલત છે. અહીંયાં એનો સરવાળો કરતાં એમ કહી દીધું કે, જે પુણ્ય-પાપનો ભાવ થાય છે એ અશુદ્ધ મલિન દશા છે, એ મારી ચીજથી પર છે માટે તે પરદ્રવ્ય છે. આહા..હા...! આવી ચીજ છે, ભાઈ ! અને જેને એ દષ્ટિ થઈ તેનો ભવઅંત આવી ગયો. એક-બે-ચાર ભવમાં મોક્ષ થશે. અને આ દૃષ્ટિ વિના મહાવ્રત પાળે, ક્રિયાકાંડ તપસ્યા કરે, મહિના-મહિનાના, છ-છ મહિનાના અપવાસ (કરે) પણ અનંત ભવમાં રખડશે. આહા..હા..! કહો, સમજાય છે કાંઈ ?
પરદ્રવ્યરૂપ છે, કેમકે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી. આહા..હા...! શુદ્ધ ચિહ્વન ભગવાન ચૈતન્યલક્ષણ જાણક સ્વભાવથી લક્ષમાં આવનાર પ્રભુ, એવા જાણક સ્વભાવના લક્ષણથી દયા, દાન, વ્રતના પરિણામ પોતાના લક્ષણથી મળતા નથી. પોતાના લક્ષણથી ભિન્ન છે એ કારણે ધર્મી પોતાની ચીજથી રાગને પરદ્રવ્ય સ્વરૂપ જાણે છે. આહાહા...! છે કે નહિ અંદર ? (આ) “સોનગઢ'નું છે ? (એ) તો કહેતા હતા કે, અમે કોલેજમાં ભણ્યા છીએ પણ આ નહિ. એવો ફેર હશે ને ? દૃષ્ટિમાં ફેર લીધો ને ? આહા...હા...! ભાઈ !
પ્રભુનો માર્ગ છે શૂરાનો’ ‘વીરનો માર્ગ છે શૂરનો, કાયરના નહિ કામ ત્યાં આહા...હા...! અન્યમતમાં કહે છે, “હરિનો માર્ગ છે શૂરાનો, કાયરના નહિ કામ જો ને...” એમ અહીંયાં પણ “પ્રભુનો માર્ગ છે વીરાનો, કાયરના નહિ કામ જો ને.” કાયર માણસના કામ નથી. પ્રભુ ! આ તો વીરનો માર્ગ છે. અંતરની દૃષ્ટિ કરવાથી ચૈતન્યલક્ષણનો અનુભવ થવાથી
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૬ ૨
કલશામૃત ભાગ-૫
રાગને પરદ્રવ્ય માને છે. જે રાગને પોતાનો માને છે તે કાય૨, નપુંસક, હીજડા છે. હીજડા સમજાય છે ? નપુંસક હોય છે ને ? પાવૈયા નહિ ?
પ્રભુ પાઠમાં એમ કહે છે. આત્મામાં વીર્ય ગુણ છે. આત્મામાં એક વીર્ય – આત્મબળ નામનો ગુણ છે. એ ૪૭ શક્તિમાં આવી ગયું છે. એનું સ્વરૂપ શું ? એ તો શુદ્ધ ચૈતન્યની રચના કરે તે વીર્ય (છે). પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક વીર્ય બળ નામનો ગુણ છે એ શુદ્ધ રચના (કરે), પવિત્ર પરિણામની રચના કરે તે વીર્ય છે. જે પુણ્ય પરિણામની રચના કરે તે વીર્ય નપુંસક છે. જેમ નપુંસકને વીર્ય હોતું નથી (તો) પુત્ર થતા નથી. એમ પુણ્યના પરિણામમાં ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. આહા..હા...! વાત એવી છે. અહીં તો કરોડપતિની કંઈ કિંમત ન મળે. અહીંયાં તો આત્માની કિંમત છે. આહા....હા....!
આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન, તેનો જેને અંતર્મુખ થઈને દૃષ્ટિમાં સ્વીકાર થયો, તેનો આનંદનો સ્વાદ આવ્યો, તે લક્ષણથી રાગ લક્ષણ મારી ચીજ નથી. એ તો ૫દ્રવ્ય છે. આહા..હા...! એવું ભેદજ્ઞાન – રાગથી ભગવાન ભિન્ન છે એવું ભેદજ્ઞાન (કરવું તે સિદ્ધિનો ઉપાય છે). મેવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યેલિ વન” એ સંવર અધિકા૨’માં છે. અત્યાર સુધી જે સિદ્ધ પરમાત્મા થાય, સિદ્ધ – ણમો લોએ સવ્વ સિદ્ધાણં, એ ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. રાગથી ભિન્ન કરીને પોતાની ચીજનો અનુભવ કરીને સિદ્ધ થયા છે. ‘મેવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે લિ વન” જે કોઈ મુક્તિને પામ્યા છે એ બધા પુણ્ય – દયા, દાન, રાગથી ભિન્ન થઈને પામ્યા છે. અને જે કોઈ સંસારમાં રખડે છે (એ) અસ્વૈવામાવતો વઠ્ઠા' રાગથી ભિન્નતા કરતા નથી અને રાગને પોતાનો માને છે અને રાગથી મને લાભ થાય છે, એ બંધાય છે, મિથ્યાત્વથી બંધન થાય છે અને ચાર ગતિમાં રખડે છે. ‘અÊવામાવતો વઠ્ઠા વઠ્ઠા યે વિત્ત વેચન ।।' કોઈપણ પ્રાણી સંસારમાં બંધનમાં પડે છે (તે) ભેદજ્ઞાનના અભાવથી બંધનમાં પડે છે. સમજાણું કાંઈ ? આહા..હા...! આકરી વાત લાગે છે ને તેથી લોકો ખળભળાટ કરે છે. કરે, વસ્તુ તો આ છે, માર્ગ તો આ છે. જિનદેવનો માર્ગ આવો છે.
આ છોડી આજે બોલી હતી. પાંચ વર્ષની છોડી છે ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંત૨ જૈન’ પાંચ વર્ષની નાની છોડી છે એને આ બધા શબ્દો યાદ છે. મોઢે કર્યું છે. જાગતો જીવ ઊભો છે ને !' આ ગુજરાતી શબ્દ છે. જાગતો નામ ચૈતન્ય સ્વરૂપ, ઉભો નામ ધ્રુવ છે ને ! અંતર ચૈતન્ય સત્તા શાશ્વત ધ્રુવ છે ને ! એ ક્યાં જાય ? એ ક્યાં રાગમાં આવે છે ? એ પર્યાયમાં આવે છે ? એ તો ધ્રુવ ચીજ છે. અને ઉભો છે નામ ધ્રુવ છે. અને તેની દૃષ્ટિ કરવાથી જરૂર પ્રાપ્ત થાય છે. રાગથી અને પુણ્યથી ને વ્યવહા૨થી પ્રાપ્ત નથી થતો. આહા..હા...! સમજાણું કાંઈ ? એ છોડી આજે બોલી હતી. બપોરે આવી હતી. ઘટ ઘટ અંત૨ જિન વસે એની માં શીખવતી હશે. પાંચ વર્ષની છોડી છે. ઘટ
Page #576
--------------------------------------------------------------------------
________________
કળશ-૧૮૫
પ૬ ૩
ઘટ અંતર જિન વસે આ શરીરના ઘટમાં જિન વસે છે, આત્મા જિન છે. બનારસીદાસનું વાક્ય છે. એમાંથી બધું લીધું છે. આ “કળશટીકામાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક બનાવ્યું છે. એમાં આ શબ્દ પડ્યા છે. “ઘટ ઘટ અંતર...” આ ઘટ – શરીરમાં એમાં અંતરમાં આત્મા જિન છે. વીતરાગ સ્વરૂપ ભગવાનઆત્મા અંદર છે. આહા..હા...! “ઘટ ઘટ અંતર જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન જેનપણું કોઈ સંપ્રદાય – વાડો નથી. પુણ્ય અને પાપના ભાવથી વિરક્ત થઈને પોતાના જિન સ્વરૂપમાં રક્ત નામ લીન થવું તેનું નામ “ઘટ ઘટ અંતર જૈન” કહેવામાં આવે છે. સંપ્રદાયના જૈન એ જેન છે નહિ. સમજાણું કાંઈ ?
ઘટ ઘટ અંતર જિન વસે ભગવાન વીતરાગ સ્વરૂપે જ બિરાજે છે. પર્યાયમાં અવસ્થામાં જે અરહંત પરમાત્મા વીતરાગ થયા તો વીતરાગતા આવી ક્યાંથી ? બહારથી આવે છે? અંદરમાં પડી છે. આહા..હા...! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” પોતાના મતના અભિપ્રયાથી મતવાળો ગાંડો – પાગલ થઈને મત મદિરા કે પાન સો પોતાના અભિપ્રાયનો દારૂ પીધો છે. તેને કારણે “મતવાલા સમજે ન’ એ અભિપ્રાયમાં મત થયો છે. રાગથી કલ્યાણ થશે, વ્યવહાર કરતાં કરતાં (ધર્મ) થશે. એ મતવાળો પાગલ થઈ ગયો છે. ગાંડો – પાગલ છે. એ સમજે નહિ. અંદર રાગથી ભિન્ન મારી ચીજ છે એ સમજતો નથી. સમજાણું કાંઈ ?
એ કહે છે, કેમકે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી. આહા..હા..! શુદ્ધ ચૈતન્ય જાણન સ્વભાવ અને આનંદ સ્વભાવ, એ ચૈતન્યનો સ્વભાવ છે), એનાથી પુણ્ય-પાપના ભાવ મળતા નથી, મેળ ખાતા નથી. બન્ને એક નથી, બે વચ્ચે સંધિ છે, બે વચ્ચે સાંધ છે. સંધિ છે, નિઃસંધિ થયા નથી. રાગની ક્રિયા અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ બન્ને એક થયા નથી. અજ્ઞાની એક માને છે. સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વાત છે. એ લે છે ને ?
“ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી, તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે.” આહા..હા..! સમસ્ત વિભાવ – ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ હો, અરે....! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય, એ ભાવ પણ વિભાવ છે અને હેય છે. કારણ કે બંધનું કારણ છે. સમજાણું કાંઈ? વિભાવ છે. જેનાથી બંધન થાય તે ભાવ ધર્મ નહિ. ધર્મથી બંધન થતું નથી. ધર્મ તો અવિકારી નિર્દોષ પરિણામ છે. પોતાના ચૈતન્યના નિર્મળ આનંદના પરિણામ છે). ચૈતન્યનો ભાવ છે એ બંધનું કારણ થતું નથી. અને બંધનું કારણ થાય છે એ ધર્મ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? વિભાવ કહ્યું ને ? “સમસ્ત વિભાવપરિણામ...” કહ્યું ને ? ભાઈ ! એમાં એ પણ આવી ગયું ને ? આહા...હા...! | (સંવત) ૧૯૮૫ની સાલમાં અમે સંપ્રદાયમાં) હતા, પહેલા તો એમાં હતા ને ? એકવીસ વર્ષ અને ચાર માસ સ્થાનકવાસી સાધુ હતા. અમારા પિતાજી સ્થાનકવાસી હતા. સ્થાનકવાસી
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૬૪
કલશામૃત ભાગ-૫
સમજ્યા ને ? આ ટૂંઢિયા ! મુહપત્તી (બાંધે ઈ). અમારા પિતાજી સ્થાનકવાસી હતા). એમાં અમારો જન્મ થઈ ગયો તો અમે એમાં દીક્ષિત થયા. દીક્ષિત થયા એમાં ૧૯૮૫ની સાલ હતી. અમે દિગંબરના બધા શાસ્ત્ર જોતા હતા. સ્થાનકવાસી સંપ્રદાયમાં બધું વાંચતા હતા ને ! ૧૯૮૫ની સાલ ! કેટલા વર્ષ થયા ? ૪૯, પચાસમાં એક ઓછો. વ્યાખ્યાન ચાલતું હતું. “બોટાદમાં “બોટાદ સંપ્રદાય છે. એમાં અમે દીક્ષિત થયા હતા અને અમારી પ્રસિદ્ધિ તો પહેલેથી બહુ છે ને ! ઘણું માણસ, હજાર-પંદરસો માણસ વ્યાખ્યાનમાં ! ૧૯૮૫ની સાલ, પોષ માસ (હતો). આ પોષ માસ (ચાલે) છે ને ? સમગ્ર સભામાં એટલું કહ્યું... ૪૯ વર્ષ પહેલાં, પચાસમાં એક ઓછા. સભામાં ઘણા પૈસાવાળા બેસતા હતા. લાખોપતિ, પચાસ-પચાસ હજારની વર્ષની પેદાશવાળા બધા શેઠિયા બેસતા હતા. અમે તો કહ્યું કે, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. એમાં હતા. અને જે પંચ મહાવ્રતના પરિણામ છે એ ધર્મ નથી, આસવ છે. ખળભળાટ (થઈ ગયો ! અમારી તો પ્રસિદ્ધિ બહુ હતી, એમાં પણ પ્રસિદ્ધિ હતી ને ! નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. ત્રેવીસ-સાડી ત્રેવીસ વર્ષે (દીક્ષા લીધી હતી). ઘણી પ્રસિદ્ધિ હતી. શેઠિયાઓ તો કોઈ બોલે નહિ. પણ એક ગુરુભાઈ બેઠા હતા તેને ન રચ્યું. વીસરે... વીસરે બોલવા લાગ્યા). એ શ્રદ્ધા અમારે ન જોઈએ. એમ કહ્યું. આહા...હા...! માર્ગ તો આવો છે, ભાઈ ! પંચ મહાવ્રતના ભાવને ભગવાન ‘તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં આસ્રવ કહે છે. બંધનું કારણ કહે છે. અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ પણ આસવ છે. આસ્રવ વિના બંધન થતું નથી. માટે શુભ ભાવ – તીર્થકર ગોત્ર બંધાવાનું કારણ પણ આસ્રવ – રાગ છે. આહા..હા...! પચાસ વર્ષ પહેલાની વાત છે. સમજાણું કાંઈ ? મોટી સભા હતી.
Page #578
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
શ્રી નાટક સમયસારના પદ શામૃત ભાગ-૫
નિર્જરા દ્વાર છ
જ્ઞાની જીવ કર્મના કર્તા નથી, (સવૈયા એકત્રીસા) *जे निज पूरब कर्म उदै,
सुख भुंजत भोग उदास रहेंगे। जे दुखमैं न विलाप करें,
निरबैर हियै तन ताप सहेंगे । ।
है जिन्हकों दिढ़ आतम ग्यान,
क्रिया करिकैं फलकौं न चहेंगे । विचच्छन ग्यायक हैं,
सु
तिन्हकौं करता हम तो न कहेंगे । । ४५ ।।
સમ્યજ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા) जिन्हकी सुद्दष्टि मैं अनिष्ट इष्ट दोऊ सम,
जिन्हकौ अचार सुविचार सुभ ध्यान है । स्वास्थकौं त्यागि जे लगे हैं परमारथकौं,
जिन्हकै बनिजमैं न नफा है न ज्यान है ।। जिन्हकी समुझिमैं सरीर ऐसौ मानियत,
धानकौसौ छीलक कृपानकौसौ म्यान है । पारखी पदारथके साखी भ्रम भारथके,
तेई साधु तिनहीकौ जथारथ ग्यान है ।।४६ ।।
૫૬૫
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૬૬
નાટક સમયસારના પદ
જ્ઞાનની નિર્ભયતા (સવૈયા એકત્રીસા) जमकौसौ भ्राता दुखदाता है असाता कर्म, ताकै उदै मूरख न साहस गहतु है सुरगनिवासी भूमिवासी औ पतालवासी,
सबहीको तन मन कंपितु रहतु है । । उरकौ उजारौ न्यारौ देखिये सपत भैसौं,
डोलत निसंक भयौ आनंद लहतु है । सहज सुवीर जाकौ सासतौ सरीर ऐसौ,
ग्यानी जीव आरज आचारज कहतु है । ।४७।।
सात भयनां नाम (छोहरा) इहभव-भय परलोक-भय, मरन-वेदना - जात । अनरच्छा अनगुप्त-भय, अकस्मात भय सात । ।४८।।
સાત ભયનું પૃથક્ પૃથક્ સ્વરૂપ. (સવૈયા એકત્રીસા) दसधा परिग्रह - वियोग- चिंता इह भव,
दुर्गति-गमन भय परलोक मानिये । प्राननिकौ हरन मरन- भै कहावै सोइ,
रोगादिक कष्ट यह वेदना बखानिये ।। रच्छक हमारौ कोऊ नांही अनरच्छा-भय,
चोर - भै विचार अनगुप्त मन आनिये । अनचिंत्यौ अबही अचानक कहाधौं होइ,
ऐसौ भय अकस्मात जगतमैं जानिये । । ४९ ।।
खा लव-लय भटाडवानो उपाय. (छप्पा) नख सिख मित पखांन, ग्यान अवगाह निरक्खत । आतम अंग अभंग संग, पर धन इम अक्खत ।।
Page #580
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
૫૬ ૭.
छिनभंगुर संसारविभव, परिवार-भार जसु। जहां उतपति तहां प्रलय, जासु संजोग विरह तसु।। परिग्रह प्रपंच परगट परखि,
इहभव भय उपजै न चित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित ।।५० ।।
५२(भव-मय भावानो 60य. (७५) ग्यानचक्र मम लोक, जासु अवलोक मोख-सुख। इतर लोक मम नाहिं, नाहिं जिसमाहिं दोख दुख। पुन्न सुगतिदातार, पाप दुरगति पद-दायक। दोऊ खंडित खानि, मैं अखंडित सिवनायक।। इहविधि विचार परलोक-भय,
नहि व्यापत वरतै सुखित। ग्यानि निसंक निकलंक निज, ___ग्यानरूप निरखंत नित ।।५१ ।।
મરણનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) फरस जीभ नासिका, नैंन अरु श्रवन अच्छ इति । मन वच तन बल तीन, स्वास उस्वास आउ-थिति।। ये दस प्रान-विनास, ताहि जग मरन कहिज्जइ। ग्यान-प्रान संजुगत, जीव तिहुं काल न छिज्जइ।। यह चिंत करत नहि मरन भय,
नय-प्रवांन जिनवरकथित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित ।।५२ ।।
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૬ ૮
નાટક સમયસારના પદ
વેદનાનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) वेदनवारौ जीव, जाहि वेदत सोऊ जिय। यह वेदना अभंग, सु तौ मम अंग नांहि बिय।। करम वेदना दुविध, एक सुखमय दुतीय दुख। दोऊ मोह विकार, पुग्गलाकार बहिरमुख।।
जब यह विवेक मनमहिं धरत,
__तब न वेदनाभय विदित । ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित ।।५३ ।।
અરક્ષાનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) जो स्ववस्तु सत्तासरूप जगमहिं त्रिकालगत। तासु विनास न होइ, सहज निहचै प्रवांन मत।। सो मम आतम दरब, सखथा नहिं सहाय धर। तिहि कारन रच्छक न होइ, भच्छक न कोइ पर।। जब इहि प्रकार निरधार किय,
तब अनरच्छा -भय नसित । ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित ।।५४ ।।
यो२-(भय भावानो 30य. (छप्या) परम रूप परतच्छ, जास लच्छन चिन्मंडित। पर प्रवेश तहां नाहिं, माहिं महि अगम अखंडित ।। सो ममरूप अनूप, अकृत अनमित अटूट धन। ताहि चोर किम गहै, ठौर नहि लहै और जन।। चितवंत एम धरि ध्यान जब,
तब अगुप्त भय उपसमित। ग्यानी निसंक निकलंक निज,
Page #582
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
ग्यानरूप निरखंत नित । । ५५ । ।
૫૬૯
अट्ठस्मात-लय भटाडवानो उपाय. (छप्पा) सुद्ध बुद्ध अविरुद्ध, सहज सुसमृद्ध सिद्ध सम । अलख अनादि अनंत, अतुल अविचल सरूप मम ।। चिदविलास परगास, वीत - विकलप सुखथानक । जहां दुविधा नहि कोइ, होइ तहां कछु न अचानक ।। जब यह विचार उपजंत तब, अकस्मात भय नहि उदित । ग्यानी निसंक निकलंक निज, ग्यानरूप निरखंत नित । । ५६ । ।
સમ્યજ્ઞાની જીવોને નમસ્કાર. (છપ્પા) जो परगुन त्यागंत, सुद्ध निज गुन गहंत धुव । विमल ग्यान अंकूर, जासु घटमहिं प्रकाश हुव । । जो पूरबकृत कर्म, निरजरा - धार बहावत । जो नव बंध निरोध, मोख मारग मुख धावत । । निःसंकतादि जस अष्ट गुन, अष्ट कर्म अरि संहरत । सो पुरुष विचच्छन तासु पद, बनारसि वंदन करत ।।५७ ।।
સમ્યગ્દર્શનનાં આઠ અંગોનાં નામ. (સોરઠા) प्रथम निसंसै जानि, दुतिय अवंछित परिनमन ।
तृतिय अंग अगिलानि, निर्मल दिष्टि चतुर्थ गुन ।। ५८ ।। पंच अकथ परदोष, थिरीकरन छट्ठम सहज ।
सत्तम वच्छल पोष, अष्टम अंग प्रभावना । । ५९ । ।
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૭૦
નાટક સમયસારના પદ
સમ્યક્ત્વનાં આઠ અંગોનું સ્વરૂપ. (સવૈયા એકત્રીસા) धर्ममैं न संसै सुभकर्म फलकी न इच्छा,
__ असुभकौ देखि न गिलानि आनै चितमैं। सांची दिष्टि राखै काहू प्रानीको न दोष भाखै,
चंचलता भानि थिति ठानै बोध वितमैं ।। प्यार निज रूपसौं उछाहकी तरंग उठे,
एई आठौं अंग जब जागै समकितमैं। ताहि समकितकौं धरै सो समकितवंत,
वहै मोख पावै जौ न आवै फिरि इतमैं ।।६० ।।
ચૈતન્ય નટનું નાટક (સવૈયા એકત્રીસા) पूर्व बंध नासै सो तो संगीत कला प्रकासै,
नव बंध संधि ताल तोरत उछरिकै। निसंकित आदि अष्ट अंग संग सखा जोरि,
समता अलाप चारी करै सुर भरिकै।। निरजरा नाद गाजै ध्यान मिरदंग बाजै,
छक्यौ महानंदमै समाधि रीझि करिकै। सत्ता रंगभूमिमैं मुकत भयौ तिहूं काल,
नाचै सुद्धदिष्टि नट ग्यान स्वांग धरिकै।।६१ ।।
प्रतिशu (हो२) कही निरजराकी कथा, सिवपथ साधनहार। अब कछु बंध प्रबंधकौ, कहूं अलप विस्तार ।।१।।
Page #584
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૭૧
મંગલાચરણ (સવૈયા એકત્રીસા) मोह मद पाइ जिनि संसारी विकल कीने,
याहीअजानुबाहु बिरद बिहतु है। ऐसौ बंध-वीर विकराल महा जाल सम,
ग्यान मंद करै चंद राहु ज्यौं गहतु है।। ताकौ बल भंजिवेकौं घटमैं प्रगट भयौ,
उद्धत उदार जाकौ उद्दिम महतु है। सो है समकित सूर आनंद-अंकूर ताहि,
निरखि बनारसी नमो नमो कहतु है।।२।।
જ્ઞાનચેતના અને કર્મચેતનાનું વર્ણન. (સવૈયા એકત્રીસા) जहां परमातम कलाकौ परकास तहां,
धरम धरामैं सत्य सूरजकी धूप है। जहां सुभ असुभ करमको गढ़ास तहां,
मोहके विलासमैं महा अंधेर कूप है। फैली फिरै घटासी छटासी घन-घटा बीचि,
चेतनकी चेतना दुहूंधा गुपचूप है। बुद्धिसौं न गही जाइ बैनसौं न कही जाइ,
पानीकी तरंग जैसैं पानीमैं गुडूप है।।३।।
કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. (સવૈયા એકત્રીસા) कर्मजाल-वर्गनासौं जगमैं न बंधै जीव,
बंधै न कदापि मन-वच-काय-जोगसौं। चेतन अचेतनकी हिंसासौं न बंधै जीव,
बंधै न अलख पंच-विषै-विष-रोगसौं। कर्मसौं अबंध सिद्ध जोगसौं अबंध जिन,
__हिंसासौं अबंध साधु ग्याता विषै-भोगसौं। इत्यादिक वस्तुके मिलापसौं न बंधै जीव,
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૭૨
નાટક સમયસારના પદ बंधै एक रागादि असुद्ध उपयोगसौं ।।४।।
वजी - कर्मजाल-वर्गनाको वास लोकाकासमांहि,
मन-वच-कायको निवास गति आउमैं। चेतन अचेतनकी हिंसा वसै पुग्गलमैं,
विषैभोग वरतै उदैके उरझाउमैं ।। रागादिक सुद्धता असुद्धता है अलखकी,
यहै उपादान हेतु बंधके बढ़ाउमै। याहीरौं विचच्छन अबंध कह्यौ तिहूं काल,
राग दोष मोह नाहीं सम्यक सुभाउमैं ।।५।।
જો કે જ્ઞાની અબંધ છે તો પણ પુરુષાર્થ કરે છે. (સવૈયા એકત્રીસા) कर्मजाल-जोग हिंसा-भोगसौं न बंधै पै,
तथापि ग्याता उद्दिमी बखान्यौ जिन बैनमैं। ग्यानदिष्टि देत विषै-भोगनिसौं हेत दोऊ
क्रिया एक खेत यौं तौ बनै नांहि जैनमैं ।। उदै-बल उद्दिम गहै पै फलकौं न चहै,
निरदै दसा न होइ हिरदैके नैनमैं। आलस निरुद्दिमकी भूमिका मिथ्यात मांहि,
जहां न संभारै जीव मोह नींद सैनमैं ।।६।।
उयनी प्रवणता (El२) जब जाकौ जैसौ उदै, तब सो है तिहि थान। सकति मरोरै जीवकी, उदै महा बलवान ।।७।।
Page #586
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૭૩
ઉદયની પ્રબળતા ઉપર દષ્ટાન્ત (સવૈયા એકત્રીસા) जैसैं गजराज परयौ कर्दमकै कुंडबीच,
उद्दिम अहूटै पै न छूट दुख-दंदसौं। जैसैं लोह-कंटककी कोरसौं उरझ्यौ मीन,
ऐचत असाता लहै साता लहै संदसौं ।। जैसैं महाताप सिर वाहिसौं गरास्यौ नर,
तकै निज काज उठि सकै न सुछंदसौं। तैसैं ग्यानवन्त सब जानै न बसाइ कछु,
बंध्यौ फिरै पूरब करम-फल-फंदसौं ।।८।।
મોક્ષમાર્ગમાં અજ્ઞાની જીવ પુરુષાર્થ હીન અને જ્ઞાની પુરુષાર્થી હોય છે. (ચોપાઈ)
जे जिय मोह नींदमैं सोवें।
ते आलसी निरुद्दिम होवें।। द्रिष्टि खोलि जे जगे प्रवीना।
तिनि आलस तजि उद्दिम कीना।।९।।
જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિ પર દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) काच बांधै सिरसौं सुमनि बांधै पाइनिसौं,
जानै न गंवार कैसी मनि कैसौ काच है। यौंही मूढ़ झूठमैं मगन झूठहीकौं दोरै,
झूठी बात मानै पै न जाने कहा साच है।। मनिकौं परखि जानै जौहरी जगत मांहि,
साचकी समुझि ग्यान लोचनकी जाच है। जहांको जु वासी सो तौ तहांकी मरम जाने,
जाको जैसौ स्वांग ताकौ रूप नाच है।।१०।।
Page #587
--------------------------------------------------------------------------
________________
પ૭૪
નાટક સમયસારના પદ
જેવી ક્રિયા તેવું ફળ (દોહરો) बंध बढ़ावै अंध है, ते आलसी अजान। मुकति हेतु करनी करें, ते नर उद्दिमवान ।।११।।
જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી વૈરાગ્ય છે. (સવૈયા એકત્રીસા) जबलग जीव सुद्धवस्तुकौं विचारै ध्यावै,
तबलग भौगसौं उदासी सरवंग है। भोगमैं मगन तब ग्यानकी जगन नाहि,
भोग-अभिलाषकी दसा मिथ्यात अंग है। तातै विषै-भोगमैं मगन सो मिथ्याती जीव,
भोगसौं उदास सो समकिती अभंग है। ऐसी जानि भोगसौं उदास है मुकति साथै,
यहै मन चंग तो कठौती मांहि गंग है।।१२।।
या२ पुरुषार्थ (Els) घरम अस्थ अरु काम सिव, पुरुषारथ चतुरंग। कुधी कलपना गहि रहै, सुधी गहै सरवंग।।१३।।
ચાર પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા) कुलको आचार ताहि मूरख धरम कहै,
पंडित धरम कहै वस्तुके सुभाउकौं। खेहको खजानौं ताहि अग्यानी अरथ कहै, __ग्यानी कहै अरथ दरव-दरसाउकौं।। दंपतिको भोग ताहि दुरबुद्धी काम कहै,
सुधी काम कहै अभिलाष चित चाउकौं। इंद्रलोक थानकौं अजान लोग कहैं मोख,
सुधी मोख कहै एक बंधके अभाउकौं।।१४ ।।
Page #588
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૭૫ આત્મામાં જ ચારે પુરુષાર્થ છે. (સવૈયા એકત્રીસા) धरमको साधन जु वस्तुको सुभाउ साथै,
___ अरथको साधन विलेछ दर्व घटमैं। यहै काम-साधन जु संग्रहै निरासपद,
सहज सरूप मोख सुद्धता प्रगटमैं । अंतरकी द्रिष्टिसौं निरंतर विलोकै बुध,
धरम अरथ काम मोख निज घटमैं। साधन आराधनकी सौंज रहै जाके संग,
भूल्यौ फिरै मूरख मिथ्यातकी अलटमैं ।।१५।।
વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર (સવૈયા એકત્રીસા) तिहूँ लोकमांहि तिहूँ काल सब जीवनिको,
पूरव करम उदै आइ रस देतु है। कोउ दीरधाउ धरै कौउ अलपाउ मरे,
कोउ दुखी कोउ सुखी कोउ समचेतु है।। याहि मैं जिवायी याहि मारौ याहि सुखी करौ,
याहि दुखी करौ ऐसे मूढ़ मान लेतु है। याही अहंबुद्धिसौं न विनसै भरम भूल,
यहै मिथ्या धरम करम-बंध-हेतु है।।१६।।
वजी, जहांलौं जगतके निवासी जीव जगतमैं,
सबै असहाइ कोऊ काहूकौ न धनी है। जैसी जैसी पूरब करम-सत्ता बांधी जिन,
तैसी उदैमैं अवस्था आइ बनी है।। एतेपरि जो कोउ कहै कि मैं जिवाऊं मारूं,
इत्यादि अनेक विकलप बात धनी है। सो तौ अहंबुद्धिसौं विकल भयौ तिहूँ काल,
Page #589
--------------------------------------------------------------------------
________________
પ૭૬
નાટક સમયસારના પદ
डोलै निज आतम सकति तिन हनी है।।१७ ।।
ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ જીવોનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) उत्तम पुरुषकी दसा ज्यौं किसमिस दाख,
बाहिज अभिंतर विरागी मृदु अंग है। मध्यम पुरुष नारिअरकीसी भांति लिय,
बाहिज कठिन होय कोमल तरंग है।। अधम पुरुष बदरीफल समान जाकैं,
बाहिरसैं दीसै नरमाई दिल संग है। अधमसैं अधम पुरुष पूंगीफल सम,
अंतरंग बाहिज कठोर सरवंग है।।१८ ।।
ઉત્તમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) कीचसौ कनक जाकै नीचसौ नरेस पद,
मीचसी मिताई गरुवाई जाकै गारसी। जहरसी जोग-जाति कहरसी करामाति,
हहरसी हौस पुदगल-छबि छारसी।। जालसौ जग-विलास भालसौ भुवन वास,
कालसौ कुटुंब काज लोक-लाज लारसी। सीठसौ सुजसु जानै बीठसौ वखत माने,
ऐसी जाकी रीति ताहि वंदत बनारसी।।१९।।
મધ્યમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) जैसैं कोउ सुभट सुभाइ ठग-मूर खाइ,
चेरा भयौ ठगनीके घेरामैं रहतु है। ठगौरी उतरि गइ तबै ताहि सुधि भई,
परयौ परवस नाना संकट सहतु है।।
Page #590
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૭૭
तैसेही अनादिको मिथ्याती जीव जगतमैं,
डोलै आठौं जाम विसराम न गहतु है। ग्यानकला भासी भयौ अंतर उदासी पै,
तथापि उदै व्याधिसौं समाधि न लहतु है।।२०।।
અધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) जैसैं रंक पुरुषकै भायें कानी कौड़ी धन,
उलुवाके भायें जैसैं संझा ही विहान है। कूकरुके भायें ज्यौं पिडोर जिरवानी मठा,
सूकरके भायें ज्यौं पुरीष पकवान है।। बायसके भायें जैसैं नींबकी निंबोरी दाख,
____ बालकके भायें दंत-कथा ज्यौं पुरान है। हिंसकके भायै जैसैं हिंसामैं धरम तैसैं, ___ मूरखके भायें सुभबंध निरवान है।।२१।।
અધમાધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) कुंजरकौं देखि जैसैं रोस करि भुंसै स्वान,
रोस करै निर्धन विलोकि धनवंतकौं। रैनके जगैय्याकौं विलोकि चोर रोस करै,
मिथ्यामती रोस करै सुनत सिद्धंतकौं। हंसकौं विलोकी जैसैं काग मन रोस करै,
अभिमानी रोस करै देखत महंतकौं। सुकविकौं देखि ज्यौं कुकवि मन रोस करै,
त्यौं ही दुरजन रोस करै देखि संतकौं।।२२।।
जी. सरलकौं सठ कहै वक्ताकौं धीठ कहै,
विनै करै तासौं कहै धनकौ अधीन है।
Page #591
--------------------------------------------------------------------------
________________
५७८
નાટક સમયસારના પદ
छमीकौं निबल कहै दमीकौं अदत्ति कहै,
मधुर वचन बोलै तासौं कहै दीन है।। धरमीकौं दंभी निसप्रेहीकौं गुमानी कहै,
तिसना घटावै तासौं कहै भागहीन है। जहां साघुगुन देखै तिन्हकौं लगावै दोष,
ऐसौ कछु दुर्जनको हिरदौ मलीन है।।२३ ।।
મિથ્યાષ્ટિની અહંબુદ્ધિનું વર્ણન. (ચોપાઈ) मैं करता मैं कीन्ही कैसी।
__अब यौं करौं कहौ जो ऐसी। ए विपरीत भाव है जामैं।
सौ बरतै मिथ्यात दसामैं ।।२४ ।।
वजी, - (होड२) अहंबुद्धि मिथ्यादसा, धरै सौ मिथ्यावंत । विकल भयौ संसारमैं, करै विलाप अनंत ।।२५।।
મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી. (સવૈયા એકત્રીસા) रविकै उदोत अस्त होत दिन दिन प्रति,
अंजुलिकै जीवन ज्यौं जीवन घटतु है। कालकै ग्रसत छिन छिन होत छीन तन,
आरेके चलत मानौ काठ सौ कटतु है।। ऐते परि मूरख न खौजै परमारथकौं,
स्वारथकै हेतु भ्रम भारत ठटतु है। लगौ फिरै लोगनिसौं पग्यौ परै जोगनिसौं,
विषैरस भोगनिसौं नेकु न हटतु है।।२६ । ।
Page #592
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૭૯ અજ્ઞાની જીવની મૂઢતા ઉપર મૃગજળ અને આંધળાનું દૃષ્ટાન્ત. (સવૈયા એકત્રીસા)
जैसैं मृग मत्त वृषादित्यकी तपत माहि,
तृषावंत मृषा-जल कारन अटतु है। तैसैं भववासी मायाहीसौं हित मानि मानि,
ठानि ठानि भ्रम श्रम नाटक नटतु है। आगेकौं धुकत धाइ पीछे बछरा चवाइ,
जैसैं नैनहीन नर जेवरी बटतु है। तैसैं मूढ़ चेतन सुकृत करतूति करै, __ रोवत हसत फल खोवत खटतु है।।२७ ।।
અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી. તેના ઉપર દષ્ટાન્ત. (સવૈયા એકત્રીસા) लियें द्रिढ़ पेच फिरै लोटन कतबरसौ,
उलटौ अनादिको न कहूं सुलटतु है। जाको फल दुख ताहि सातासौं कहत सुख,
सहत-लपेटी असि-धारासी चटतु है।। ऐसैं मूढजन निज संपदा न लखै क्यौंही,
यौहि मेरी मेरी निसिवासर रटतु है। याही ममतासौं परमारथ विनसि जाइ,
कांजीकौ परस पाइ दूध ज्यौं फटतु है।।२८ ।।
અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) रूपकी न झाँक ही3 करमकौं डांक पियें,
___ ग्यान दबि रह्यौ मिरगांक जैसैं घनमैं। लोचनकी ढांकसौं न मानै सदगुरु हांक,
डोलै मूढ़ रांकसौ निसांक तिहूं पनमैं ।। टांक एक मांसकी डलीसी तामैं तीन फांक,
तीनकौसौ आंक लिखि राख्यौ काहू तनमैं। तासौं कहै नांक ताके राखिवैकौं करै कांक,
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૮૦
નાટક સમયસારના પદ
लांकसौ खड़ग बांधि बांक धरै मनमैं ।।२९।।
जैसैं कोउ कूकर छुधित सूके हाड़ चाबै,
हाड़निकी कोर चहुं ओर चुभै मुखमैं । गाल तालु रमना मसूढनिकौ मांस फाटै,
चाटै निज रुधिर मगन स्वाद-सुखमैं तैसैं मूढ विषयी पुरुष रति-रीति ठानै,
तामें चित सानै हित मानै खेद दुखमैं। देखै परतच्छ बल-हानि मल-मूत-खानि,
गहै न गिलानि पगि रहै राग-रुखमैं । ।३०।।
से निर्भीडा छ त. साधु छ. (मसि) सदा करमसौं भिन्न, सहज चेतन कह्यौ।
मोह-विकलता मानि, मिथ्याति है रह्यौ।। करै विकल्प अनंत, अहंमति धारिकै।
सो मुनि जो थिर होइ, ममत्त निवारिकै।।३१।।
સમ્યગ્દષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (સવૈયા એકત્રીસા) असंख्यात लोक परवांन जे मिथ्यात भाव,
तेई विवहार भाव केवली-उक्त हैं। जिन्हको मिथ्यात गयौ सम्यक दरस भयौ,
ते नियत-लीन विवहारसौं मुकत हैं।। निरविकलप निरुपाधि आतम समाधि,
___साधि जे सुगुन मोख पंथकौं ढुकत हैं। तेई जीव परम दसामैं थिररूप हैकै,
धरममैं धुके न करमसौं रुकत हैं।।३२ ।।
Page #594
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
૫૮૧
शिष्यनो प्रश्न (वित्त) जे जे मोह करमकी परनति,
बंध-निदान कही तुम सब्ब। संतत भिन्न सुद्ध चेतनसौं,
तिन्हको मूल हेतु कहु अब्ब। कै यह सहज जीवको कौतुक,
कै निमित्त है पुग्गल दब्ब। सीस नवाइ शिष्य इम पूछत,
कहै सुगुरु उत्तर सुन भब्ब ।।३३ ।।
શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) जैसैं नाना बरन पुरी बनाइ दीजै हेठ,
उज्जल विमल मनि सूरज-करांति है। उज्जलता भासै जब वस्तुको विचार कीजै,
पुरीकी झलकसौं बरन भांति भांति है।। तैसौं जीव दरवकौं पुग्गल निमित्तरूप,
ताकी ममतासौं मोह मदिराकी मांति है। भेदग्यान द्रिष्टिसौं सुभाव साधि लीजै तहां,
सांची शुद्ध चेतना अवाची सुख सांति है।।३४।।
वणी. जैसैं महिमंडलमैं नदीको प्रवाह एक,
ताहीमैं अनेक भांति नीरकी ढरनि है। पाथरको जोर तहां धारकी मरोर होति,
कांकरकी खांनि तहां झागकी झरनि है।। पौनकी झकोर तहां चंचल तरंग ऊठ,
भूमिकी निचांनि तहां भौंरकी परनि है। तैसैं एक आतमा अनंत-रस पुदगल,
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૮૨
નાટક સમયસારના પદ
दुहूंके संजोगमैं विभावकी भरनि है।।३५ ।।
જડ અને ચૈતન્યનું પૃથપણું (દોહરા) चेतन लच्छन आतमा, जड़ लच्छन तन-जाल। तनकी ममता त्यागिकै, लीजै चेतन-चाल ।।३६।।
આત્માની શુદ્ધ પરિણતિ (સવૈયા તેવીસા) जो जगकी करनी सब ठानत,
जो जग जानत जोवत जोई। देह प्रवांन पै देहसौं दूसरौ,
देह अचेतन चेतन सोई।। देह घरै प्रभु देहसौं भिन्न,
रहै परछन्न लखै नहि कोई। लच्छन वेदि विचच्छन बूझत,
अच्छनसौं परतच्छ न होई।।३७ ।।
શરીરની અવસ્થા સવૈયા તેવીસા) देह अचेतन प्रेत-दरी रज, - __रेत-भरी मल-खेतकी क्यारी। व्याधिकी पोट अराधिकी ओट,
उपाधिकी जोट समाधिसौं न्यारी।। रे जिय ! देह करै सुख हानि,
इते पर तौ ताहि लागत प्यारी। देह तौ तोहि तजेगी निदान पै,
तूही तजै किन देहकी यारी।।३८ ।।
Page #596
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
૫૮૩
वजी. - (होड) सुन प्रानी सदगुरु कहै, देह खेहकी खांनि । धरै सहज दुख दोषकौं, करै मोखकी हानि ।।३९ ।।
वणी - (सवैया तेवीस.) रेतकीसी गढ़ी किधौं मढ़ी है मसानकीसी,
___ अंदर अंधेरी जैसी कंदग है सैलकी। ऊपरकी चमक दमक पट भूषनकी,
धौखै लागै भली जैसी कली है कनैलकी।। औगुनकी औंडी महा भौंडी मोहकी कनौडी,
मायाकी मसूरति है मूरति है मैलकी। ऐसी देह याहीके सनेह याकी संगतिसौं, __है रही हमारी मति कोल्हूकेसे बैलकी।।४०।।
वी,
ठौर ठौर रकतके कुंड केसनिके झुंड,
हानिसौं भगे जैसैं थरी है चुरेलकी। नैकुसे धकाके लगै ऐसै फटि जाय मानौ,
कागदकी पूरी किधौं चादरि है चैलकी।। सूचै भ्रम वांनि ठानि मूढनिसौं पहचांनि,
करै सुख हानि अरु खांनि बदफैलकी। ऐसी देह याही के सनेह याकी संगतिसौं,
है रही हमरी मति कोल्हूकेसे बैलकी।।४१ ।।
સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે (સવૈયા એકત્રીસા) पाटी बांधी लोचनिसौं सकुचै दबोचनिसौं,
___ कोचनिके सोचसौं न बेदै खेद तनकौ । धायबो ही धंधा अरु कंधामांहि लग्यौ जोत,
बार बार आर सहै कायर है मनकौ।।
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૮૪
નાટક સમયસારના પદ
भूख सहै प्यास सहै दुर्जनको त्रास सहै,
थिरता न गहै न उसास लहै छनकौ। पराधीन धूमै जैसौ कौल्हूको कमेरौ बैल,
तैसौई स्वभाव या जगतवासी जनकौ।।४२ ।।
સંસારી જીવોની હાલત. (સવૈયા એકત્રીસા) जगतमैं डोलैं जगवासी नररूप धरै,
प्रेतकेसे दीप किधौं रेतकेसे थूहे हैं। दीसैं पट भूषन आडंबरसौं नीके फिरि,
फीके छिनमांझ सांझ-अंबर ज्यौं सूहे हैं।। मोहके अनल दगे मायाकी मनीसौं पगे, ___डाभकी अनीसौं लगे ओसकेसे फूहे हैं। धरमकी बूझ नांहि उरझे भरममांहि,
नाचि नाचि मरि जांहि मरीकेसे चूहे हैं।।४३ ।।
ધનસંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) जासौं तू कहत यह संपदा हमारी सो तौ,
साधनि अडारी ऐसैं जैसे नाक सिनकी। ताहि तू कहत याहि पुन्नजोग पाई सो तौ,
नरककी साई है बड़ाई डेढ़ दिनकी।। घेरा मांहि पस्यौ तू विचारै सुख आंखिनकौ,
माखिनके चूटत मिठाई जैसै भिनकी। एते परि होहि न उदासी जगवासी जीव,
जगमैं असाता है न साता एक छिनकी।।४४।।
લૌકિકજનોનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (દોહરા) ए जगवासी यह जगत्, इन्हसौं तोहि न काज। तेरै घटमैं जग बसै, तामैं तेरौ राज।।४५।।
Page #598
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે. (સવૈયા એકત્રીસા) याही नर-पिंडमैं विराजै त्रिभुवन थिति,
याहीमैं त्रिविधि परिनामरूप सृष्टि है । याहीमैं करमकी उपाधि दुख दावानल,
याहीमैं समाधि सुख वारिदकी वृष्टि है ।। याहीमैं करतार करतूतिही मैं विभूति,
यामैं भोग याहीमैं वियोग या घृष्टि है। याहीमैं विलास सब गर्भित गुपतरूप,
ताहीकौं प्रगट जाके अंतर सुद्दष्टि है । । ४६।।
આત્મવિલાસ જાણવાનો ઉપદેશ. (સવૈયા તેવીસા) रे रुचिवंत पचारि कहै गुरु,
तू अपना पद बूझत नांही । खोजु हियें निज चेतन लच्छन,
है निजमैं निज गूझत नांही । । सुद्ध सुछंद सदा अति उज्जल,
मायाके फंद अरुझत नांही । तेरौ सरूप न दुंदकी दोही मैं,
तोही मैं है तोहि सूझत नांही । । ४७ ।।
આત્મસ્વરૂપની ઓળખાણ જ્ઞાનથી થાય છે. (સવૈયા તેવીસા) केई उदास रहैं प्रभु कारन,
केई कहैं उठि जांहि कहींकै । केई प्रनाम करें गढ़ि मूरति,
केई पहार चढै चढ़ि छींके ।। केई कहैं असमानके ऊपरि,
केई कहैं प्रभु हेठि जमींकै । मेरो धनी नहि दूर दिसन्तर,
૫૮૫
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૮૬
નાટક સમયસારના પદ
मोहीमैं है मोहि सूझत नीकै।।४८।।
वजी – (होड२) कहै सुगरु जो समकिती, परम उदासी होइ। सुथिर चित्त अनुभौ करै, प्रभुपद परसै सोइ।।४९।।
મનની ચંચળતા સવૈયા એકત્રીસા) छिनमैं प्रवीन छिनहीमैं मायासौं मलीन,
छिनकमैं दीन छिनमांहि जैसौ सक्र है। लियें दौर धूप छिन छिनमैं अनंतरूप
कोलाहल ठानत मथानकौसौ तक्र है।। नटकौसौ थार किधौं हार है रहटकौसौ,
धारकौसौ भौंर कि कुंभारकौसौ चक्र है। ऐसौ मन भ्रामक सुथिरु आजु कैसै होई,
ओरहीको चंचल अनादिहीको वक्र है।।५० ।।
મનની ચંચળતા ઉપર જ્ઞાનનો પ્રભાવ. (સવૈયા એકત્રીસા) धायौ सदा काल पै न पायौ कहूं साचौ सुख,
रूपसौं विमुख दुखकूपवास बसा है। धरमको घाती अधरमको संघाती महा,
कुरापाती जाकी संनिपातकीसी दसा है।। मायाकौं झपटि गहै कायासौं लपटि रहै,
___ भूल्यौ भ्रम-भीरमैं बहीरकौसौ ससा है। ऐसौ मन चंचल पताकासौ अंचल सु,
ग्यानके जगेसौं निरवाण पथ धसा है।।५१ ।।
Page #600
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
५८७
મનની સ્થિરતાનો પ્રયત્ન (દોહરા) जो मन विषै-कषायमैं, बरतै चंचल सोइ। जो मन ध्यान विचारसौं, रुकै सु अविचल होइ।।५२ ।।
वजी - (होड) तातै विषै-कषायसौं, फेरि सु मनकी बांनि । सुद्धातम अनुभौविषै, कीजै, अविचल आनि ।।५३ ।।
આત્માનુભવ કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) अलख अमूरति अरूपी अविनासी अज,
निराधार निगम निरंजन निरंध है। नानारूप भेस धरै भेसकौ न लेस धरै,
चेतन प्रदेश धरै चेतनकौ खंध है।। मोह धरे मोहीसौ विराजै तोमैं तोहीसौ,
न तोहीसौ न मोहीसौ न रागी निरबंध है। ऐसौ चिदानंद याही घटमें निकट तेरे,
ताहि तू विचारु मन और सब धंध है।।५४ ।।
આત્માનુભવ કરવાની વિધિ (સવૈયા એકત્રીસા) प्रथम सुद्रिष्टिसौं सरीररूप कीजै भिन्न,
तामें और सूच्छम सरीर भिन्न मानिये। अष्ट कर्म भावकी उपाधि सोऊ कीजै भिन्न,
ताहूमें सुबुद्धिको विलास भिन्न जानिये।। तामें प्रभु चेतन विराजत अखंडरूप,
वहै श्रुतग्यानके प्रवांन उर आनिये। वाहीको विचार करि वाहीमैं मगन हूजै,
वाकौ पद साधिबेकौं ऐसी विधि ठानिये।।५५ । ।
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૮૮
નાટક સમયસારના પદ
આત્માનુભવથી કર્મબંધ થતો નથી. (ચોપાઈ) इहि विधि वस्तु व्यवस्था जानै।
रागादिक निजरूप न मानै।। ताते ग्यानवंत जगमांही।
करम बंधकौ करता नाही।।५६ ।।
ભેદજ્ઞાનીની ક્રિયા (સવૈયા એકત્રીસા) ग्यानि भेदग्यानसौं विलेछि पुदगल कर्म,
आतमीक धर्मसौं निरालो करि मानतौ। ताको मूल कारन असुद्ध रागभाव ताके,
नासिबेकौं सुद्ध अनुभौ अभ्यास ठानतौ।। याही अनुक्रम पररूप सनबंध त्यागि,
आपमांहि अपनौ सुभाव गहि आनतौ। साधि सिवचाल निरबंध होत तिहूं काल,
केवल विलोक पाइ लोकालोक जानतौ ।।५७ ।।
ભેદજ્ઞાનીનું પરાક્રમ (સવૈયા એકત્રીસા) जैसे कोऊ मनुष्य अजान महाबलवान,
खोदि मूल वृच्छकौ उखारै गहि बाहूसौं। तैसैं मतिमान देवकर्म भावकर्म त्यागि,
है रहै अतीत मति ग्यानकी दशाहूसौं।। याही क्रिया अनुसार मिटै मोह अंधकार,
जगै जोति केवल प्रधान सविताहूसौं । चुकै न सकतीसौं लुकै न पुदगल मांहि,
धुकै मोख थलको रुके न फिर काहूसौं । ।५८ ।।
Page #602
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
૫૮૯
6 મોક્ષ દ્વાર છે
प्रतिशत (होड२) बंधद्वार पूरौ भयौ, जो दुख दोष निदान। अब बरनौं संक्षेपसौं, मोखद्वार सुखथान ।।१।।
મંગલાચરણ સવૈયા એકત્રીસા) भेदग्यान आरासौं दुफारा करै ग्यानी जीव,
आतम करम धारा भिन्न भिन्न चरचै । अनुभौ अभ्यास लहै परम धरम गहै,
करम भरमको खजानौ खोलि खरचे, यौही मोख मुख धावै केवल निकट आवै,
पूरन समाधि लहै परमको परचै। भयौ निरदौर याहि करनौ न कछु और,
ऐसौ विश्वनाथ ताहि बनारसी अरचै ।।२।।
સમ્યજ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે. (સવૈયા એકત્રીસા) काहू एक जैनी सावधान है परम पैनी,
ऐसी बुद्धि छैनी घटमांहि डार दीनी है। पैठी नो करम भेदि दरव करम छेदि,
सुभाउ विभाउताकी संधि सोधि लीनी है।। तहां मध्यपाती होय लखी तिन धारा दोय,
एक मुधामई एक सुधारस-भीनी है। मुधासौं विरचि सुधासिंधुमैं मगन भई,
ऐती सब क्रिया एक समै बीचि कीनी है।।३।।
Page #603
--------------------------------------------------------------------------
________________
પ૯૦
નાટક સમયસારના પદ
वणी -
जैसै छैनी लोहकी, करै एकसौं दोइ। जड़ चेतनकी भिन्नता त्यौं सुबुद्धिसौं होई।।४।।
સુબુદ્ધિનો વિલાસ (સર્વ વર્ણ લઘુ ચિત્રકાવ્ય ઘનાક્ષરી) धरति धरम फल हरति करम मल,
__ मन वच तन बल करति समरपन । भखति असन सित चखति रसन रित,
लखति अमित वित करि चित दरपन ।। कहति मरम धुर दहति भरम पुर,
गहति परम गुर उर उपसरपन। रहति जगति हित लहति भगति रति,
चहति अगति गति यह मति परपन ।।५।।
સમ્યજ્ઞાનીનું મહત્વ (સર્વ વર્ણ ગુરુ. સવૈયા એકત્રીસા) राणाकौसौ बाना लीनै आप साधै थाना चीन,
दानाअंगी नानारंगी खाना जंगी जोधा है। मायाबेली जेती तेती रेतमैं, धारेती सेती,
फंदाहीकौ कंदा खौदै खेतीकौसौ लोधा है।। बाधासेती हांता लोरै गधासेती तांता जोरै,।
बांदीसेती नाता तोरै चांदीकौसौ सोधा है। जाने जाहो ताही नीकै मानै गही पाही पीकै,
ठानै बातें डाही ऐसी धारावाही बोधा है।।६।।
જ્ઞાની જીવ જ ચક્રવર્તી છે (સવૈયા એકત્રીસા) जिन्हकै दरब मिति साधन छखंड थिति,
बिनसै विभाव अरि पंकति पतन हैं। जिन्हकै भगतिको विधान एई नौ निधान,
Page #604
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
त्रिगुनके भेद मानौ चौदह रतन हैं । । जिन्हकै सुबुद्धिरानी चूरै महा मोह वज्र,
पूरै मंगलीक जे जे मोखके जतन हैं । जिन्हकै प्रमानि अंग सौहै चमू चतुरंग, तेई चक्रवर्ती तनु धरैं पै अतन हैं ।।७।।
नव लस्तिना नाम (छोहरा)
श्रवन कीरतन चिंतवन, सेवन बंदन ध्यान । लघुता समता एकता, नौधा भक्ति प्रवान । । ८ । ।
જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા) *कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं,
लक्षन विभेद भिन्न करमको जाल है । जानै आपा आपको जु आपुकरि आपुविषै,
उतपति नास ध्रुव धारा असराल है ।। सारे विकलप मोसौं न्यारे सरवथा मेरौ,
निचै सुभाव यह विवहार चाल है । मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी,
प्रभुता हमारी एकरूप तिहुं काल है । ।९ ।।
આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) निराकार चेतना कहावै दरसन गुन,
साकार चेतना सुद्ध ज्ञान गुनसार है । चेतना अद्वैत दोऊ चेतन दरब मांहि,
सामान विशेष सत्ताहीको विसतार है । । कोऊ कहै चेतना चिहन नांही आतमामैं,
चेतनाके नास होत त्रिविध विकार है । लक्षनकौ नास सत्ता नास मूल वस्तु नास,
૫૯૧
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૯૨
तातै जीव दरबकौ चेतना आधार है । । १० ।।
નાટક સમયસારના પદ
(छोहरा)
चेतन लक्षन आतमा, आतम सत्ता मांहि । सत्तापरिमित वस्तु है, भेद तिहूं मैं नांहि । । ११ । ।
आत्मा नित्य छे. (सवैया तेवीसा) ज्यौं कलधौत सुनारकी संगति, भूषन नाम कहै सब कौई । कंचनता न मिटी तिहि हेतु,
वहै फिरि औटिके कंचन होई ।। त्यौं यह जीव अजीव संजोग,
भयौ बहुरूप भयौ नहि दोई। चेतनता न गई कबहूं,
तिहि कारन ब्रह्म कहावत सोई । । १२ । ।
સુબુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. (સવૈયા તેવીસા) देखु सखी यह ब्रह्म विराजीत,
याकी दसा सब याहीको सोहै । एकमैं एक अनेक अनेकमैं
दुंद लियै दुविधामह दो है ।। आपु संभारि लखै अपनौ पद,
आपु विसारिकै आपुहि मोहै । व्यापकरूप यहै घट अंतर,
ग्यानमैं कौन अग्यानमैं को है । । १३ ।
Page #606
--------------------------------------------------------------------------
________________
નાટક સમયસારના પદ
પ૯૩
આત્મ-અનુભવનું દૃષ્ટાન્ત (સવૈયા તેવીસા) ज्यौं नट एक धरै बहु भेख,
कला प्रगटै बहु कौतुक देखै। आपु लखै अपनी करतूति,
वहै नट भिन्न विलोकत भेखै।। त्यौं घटमैं नट चेतन राव,
विभाउ दसा धरि रूप विसेखै। खोलि सुद्दष्टि लखै अपनौं पद,
दुंद विचारि दसा नहि लेखै।।१४ ।।
હેય-ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ (છંદ અડિલ્સ) *जाके चेतन भाव, चिदानंद सोइ है।
और भाव जो धरै, सौ औरौ कोइ है।। जो चिनमंडित भाउ, उपादे जाननैं
त्याग जोग परभाव, पराये माननैं।।१५।।
જ્ઞાની જીવ ચાહે ઘરમાં રહે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે.
(सवैया मेत्रीस) जिन्हकै सुमति जागी भोगसौं भये विरागी,
परसंग त्यागी जे पुरुष त्रिभुवनमैं। रागादिक भावनिसौं जिनिकी रहनि न्यारी,
कबहूं मगन है न रहैं धाम धनमैं ।। जे सदैव आपको विचारै सरवांग सुद्ध,
जिन्हकै विकलता न व्यापै कहूं मनमैं। तेई मोख मारगके साधक कहानै जीव,
भावै रहौ मंदिरमैं भावै रहौ वनमैं ।।१६।।
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૯૪
નાટક સમયસારના પદ
મોક્ષમાર્ગી જીવોની પરિણતિ (સવૈયા તેવીસા) चेतन मंडित अंग अखंडित, सुद्ध पवित्र पदारथ मेरो ।
राग विरोध विमोह दसा,
समुझे भ्रम नाटक पुदगल केरो ।। भोग संयोग वियोग बिथा,
अवलोकि कहै यह कर्मज धेरौ ।
है जिन्हको अनुभौ इह भांति,
सदा तिनकौं परमारथ नेरौ । । १७ । ।
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૯૫
વાંચકોની નોંધ માટે
Page #609
--------------------------------------------------------------------------
________________ પ૯૬ વાંચકોની નોંધ માટે