________________
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ :- આ તો ત્રણેકાળમાં કોઈને નથી. ઉત્તર :- ના, એને (અજ્ઞાનીને) છે. જેણે વિકલ્પને પોતાનો માન્યો છે એને છે. મુમુક્ષુ :- પણ ઈ પર્યાયમાં છે.
ઉત્તર - પર્યાયમાં છે પણ ઈ માન્યો છે ઈ પર્યાયમાં ને ? એણે ત્રિકાળી ક્યાં માન્યો છે ? આહા...હા...! માન્યો છે ઈ રાગાદિ (મારા એમ) પર્યાયમાં માન્યું છે ને ? દ્રવ્યમાં તો છે ક્યાં ? એને દ્રવ્યની દૃષ્ટિ ક્યાં છે ?
મુમુક્ષુ :- આચાર્ય લખે છે કે, અમે ભવના ભયથી ડરીએ છીએ !
ઉત્તર :- ઈ ડરીએનો અર્થ આ ! અમે અંદરમાં નિર્ભયપણે જઈએ છીએ. અમને હવે ભવનો ભય છે નહિ. એટલે ભવના ભયથી ખસી જઈએ છીએ અને અંતરમાં જઈએ છીએ. આવે, ભાષા તો એવી જ આવે ને ? “ભવભયથી ડરી ચિત્ત’ આવે છે ને? યોગીન્દ્રદેવમાં આવે છે.
મુમુક્ષુ :- પહેલાં દોહરાની પહેલી ગાથામાં જ આવે છે.
ઉત્તર :પહેલી આવે છે, છે ને. ભવભયથી ડરી ચિત્ત” એટલે ? ચાર ગતિના ભવના ભયથી (હરી ચિત્ત). અહીં કહે છે અનુકૂળ-પ્રતિકૂળ પરિષહના ભયથી ડરીએ છીએ) એ નથી. આહા..હા...! ભવનો ભય છે), ભવનું કારણ જે રાગ (છે) એ જ ભવ છે. એનાથી ભવ થાય એનો એને ડર છે. ઈ ડર ઈ (સંયોગના) ભયનો ડર નથી.
સ્વભાવ ચિદાનંદ પ્રભુ છે! આ...હા...હા...! આગળ કહેશે – “તોતિ “સ્વયં તોતિ છેલ્લો શબ્દ છે. પોતે પોતાને “નોતિ તિ તો' (અર્થાત) સ્વયં પોતે પોતાને જોવે છે તે લોક એનો છે. રાગ ને વિકલ્પ ને સંયોગી ચીજ એની છે નહિ અને એનામાં છે જ નહિ.
મુમુક્ષુ :- લડવા જાય છે.
ઉત્તર – ઈ ક્યાંય જાતો નથી. એ જાય છે જ્ઞાનમાં ! આ..હા..! સમકિતી બાઈ હોય (એ) પાણી ભરવા જાય, બેગડા ભરવા જાય, ગાર્યું કરે. (અહીં) કહે છે કે, ઈ કરતા જ નથી. એને જરી જે વિકલ્પ આવ્યો છે અને એ પોતાના સ્વરૂપમાં ખતવતો નથી. આહાહા...! વાતું એવી છે !
અહીંયાં તો અત્યારે નિર્જરાનો અધિકાર છે ને ? એટલે દૃષ્ટિ શાશ્વત ચીજ ઉપર પડી છે. આહા...! આ બાજુની દૃષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર હતી એ દષ્ટિને પલટો માર્યો. આ..હા..હા...! શાશ્વત ચૈતન્યઘન પ્રભુ ! નિત્ય પ્રભુ છે ! આદિ અને અંત નથી. ઈ વસ્તુ કાયમ છે. છે... છે... એના ઉપર જેની દૃષ્ટિ પડી અને દૃષ્ટિએ તે શાશ્વત તત્ત્વને સ્વીકાર્યું અને ભય નથી. એને રાગ નથી પછી આ તો પ્રશ્ન કર્યાં છે) ? આહાહા...!