________________
કળશ-૧૮૩
૪૯૭ નહિ બને, ભાઈ ! સમજાણું કાંઈ આમાં ?
આત્મા એક સત્તા (છે), પણ એની ચેતનાના બે ભાવ – સામાન્ય અને વિશેષ. દર્શન અને જ્ઞાન. સત્તા અને વિશેષ. દર્શન એ આખી સત્તાને સ્વીકારે છે. જ્ઞાન એ વિશેષ પ્રકાર અને પર્યાયને સ્વીકારે છે. આહા..હા.! આવો ધર્મનો ઉપદેશ ! ભેદ છે, દરેક વસ્તુ સામાન્યવિશેષ છે. વસ્તુમાંથી કારક આદિના ભેદ) કાઢી નાખ્યા એથી એક જ વસ્તુ છે એમ નહિ. એમાં ચેતના જે એનો સ્વભાવ છે એ સામાન્ય તરીકે, સત્તા તરીકે એક છે, પર્યાય તરીકે વિશેષ છે. ચેતનાના બે પ્રકાર છે. આવી વાતું ક્યાં સાંભળી હોય) ?
કેમ ? (કેમકે) આ વસ્તુનો નિર્ણય કરવા જાય છે તે વિશેષ છે અને અંદર વસ્તુ છે એ ચેતના સામાન્ય છે. બન્ને વસ્તુ છે. વેદાંત સામે આ વાત છે. એક જ બ્રહ્મ માનીને આ બધું કાઢી નાખ્યું માટે બ્રહ્મ એક જ છે, એમ ન જાણો. આહા..હા..! દરેક ચીજમાં બે પ્રકાર છે. સત્તારૂપે સામાન્ય, પર્યાયરૂપે વિશેષ. એમ આત્મામાં ચેતના સત્તારૂપે સામાન્ય અસ્તિત્વ, પર્યાયરૂપે વિશેષ છે). કેમકે વિશેષ છે એ સામાન્યનો નિર્ણય કરે છે. જો વિશેષ અને સામાન્ય બે કાઢી નાખો તો ચેતન વસ્તુ જ નહિ રહે, આત્મા જ નહિ રહે. આહા...હા...! ભાઈ ! તમારી સામે આ બધી વાત) છે. વેદાંત સામે (વાત છે)..
જ્ઞાન એવું નામ અને દર્શન એવું નામ – બે વાચક છે કે નહિ ? તો ત્યાં વાચ્ય બે છે. દર્શન અને જ્ઞાન એવો ચેતનાના બે પ્રકાર છે. બધી રીતે અદ્વૈત કરી નાખતાં ચેતનાને પણ અદ્વૈત કરી નાખશો તો વસ્તુ નહિ રહે. સમજાણું કાંઈ ? આ તો મોક્ષનો અધિકાર છે ને ? (એટલે તદ્દન સત્ત્વને એકરૂપ સિદ્ધ કરીને પાછું ચેતનાને બે રૂપ સિદ્ધ કરવા છે. અને બે રૂ૫ ન હોય તો નિર્ણય કોણ કરે ? જાણે કોણ ? વિશેષ વિના જાણવું અને નિર્ણય કરવાનું કોણ ? એટલે પર્યાય ચેતનાની વિશેષ દશા પણ છે અને ચેતનાની સામાન્ય દશા પણ છે. આહાહા! ઝીણું તો છે પણ હવે આવ્યું હોય ઈ તો લેવું ને ?) સમજાય છે કાંઈ ?
“ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના” જોયું ? એક સત્ત્વરૂપ ચેતના. ચેતન એ સતુ અને ચેતના એનું સત્ત્વ. આત્મા એ સત્, ચેતના એનું સત્ત્વ. સનું સત્ત્વ. સત્ એક રૂપે, પણ સત્ત્વમાં જે ચેતના છે એનું એક જ રૂપ છે એમ નથી. આહા...હા...! “સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે.” એવા ભેદ હોય છે તો હો...” ભેદ છે એ ‘વિરુદ્ધ તો કાંઈ નથી.” બે ભેદ પડ્યા માટે વિરુદ્ધ છે એમ નથી. આહા..હા...!
મૂળ તો ઈ સિદ્ધ કરવું છે કે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે આત્મા છે, એનો નિર્ણય અને જાણવાની જે પર્યાય છે કે ધ્રુવ ગુણ છે ? એને જાણનારી પર્યાય છે કે ગુણ છે ? જો પર્યાય છે તો વિશેષ થઈ ગયું. ગુણ છે તે સામાન્ય થઈ ગયું. સમજાણું કાંઈ ? છે