________________
૩૧૪
કલશામૃત ભાગ-૫
વસ્તુની ખબર નથી.
એ અહીંયાં કહે છે, કોઈપણ કાળે તે વસ્તુ પોતાથી રાગ ને દ્વેષ ને વિકારરૂપે પરિણમતો નથી. એ તો શુદ્ધ ચૈતન્ય છે. આહા...! જેમ લીંડીપીપર થાય છે, લીંડીપીપર ! છોટી પીપર કહે છે ને ? એ બહારમાં રંગે કાળી, તીખાશ અલ્પ છે) પણ અંદરમાં તીખાશ નામ ચરપરાઈ – તીખાશ પૂરી ભરી છે, પૂરી છે અને લીલો જેનો રંગ છે. એ લીલો રંગ અને તીખાશ તે જ પીપર છે. સાધારણ કાળપ (છે) એ તો નીકળી જાય છે. અંતર જે ઘંટે, ચોંસઠ પોરી ઘૂટે ત્યારે જે શક્તિમાં ચોસઠ નામ પૂર્ણ રૂપિયો – સોળ આના જે તીખાશ હતી તે પ્રાપ્તની પ્રાપ્તિ ઘૂંટવાથી બહાર આવે છે. એ અંદર છે એ બહાર આવે છે.
એમ આત્મામાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ચૈતન્ય – જીવત્વશક્તિરૂપે પરિપૂર્ણ ભરેલો છે. જીવતરશક્તિ ! આનંદ અને જ્ઞાન આદિની શક્તિ, જ્ઞાન, દર્શન આદિ પૂર્ણ ભર્યા છે. એનું અંદરમાં ભાન થવું.. આહાહા...! એનું નામ અહીંયાં સમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને એ સમ્યગ્દર્શન જન્મ-મરણના અંતરનું કારણ છે. એ અહીં કહ્યું. દેખો !
વસ્તુનો સ્વભાવ (ઉતિ) “સર્વ કાળે પ્રગટ છે.” ચૈતન્યમૂર્તિ તો ત્રિકાળ આનંદકંદ (છે). બહેનની ભાષામાં કહ્યું હતું ને? પેલી છોડી બોલતી હતી કે, જાગતો જીવ ઊભો છે. ઝીણી ભાષા છે. અંદર જાગતો જીવ, જ્ઞાયક જીવ, ચૈતન્યરસકંદ જીવ ઊભો છે. ઊભો એટલે ધ્રુવ છે. અંદર ચૈતન્યવતુ ધ્રુવ છે. એની પર્યાય – અવસ્થામાં બદલે પણ જે જાગતો જીવ જે ત્રિકાળ જ્ઞાયકભાવ.. આહા..હા..! એ તો ધ્રુવપણે સદા વિદ્યમાન છે. એનામાં દૃષ્ટિ આપતાં સમ્યગ્દર્શન થાય છે. એ વિના સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે નહિ. એ વાત કરે છે.
કોઈપણ કાળે આત્મા પોતાના સ્વભાવ સિવાય છે ને? “રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી. આહા..હા..! શું કહે છે ? વસ્તુ જે છે અંદર આનંદકંદ પ્રભુ ! એ પોતે પોતાના સ્વભાવના આશ્રયે કે સ્વભાવના સંગે વિકારપણે પરિણમતો નથી. આહાહા...! અને એ વિકારપણે થાય છે એ પરના સંગમાં પરિચય કરે છે માટે. કર્મનો સંગ, જડ કર્મ એ તરફનું લક્ષ કરે છે, પરનો સંગ કરે છે એથી વિકાર પરિણામ થાય છે. પોતાના સ્વભાવને કારણે વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ ? આહા..હા..!
પોતે અંદર સ્વરૂપ જે આત્મા – સચ્ચિદાનંદ પ્રભુ ! આ..હા...! કેમ બેસે ? સતુ શાશ્વત જ્ઞાન અને આનંદની ધ્રુવતા જેમાં અંદર ભરી છે. એવો જે પ્રભુ એ પોતાના સ્વભાવથી વિકારપણે પરિણમે એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ ? એ પરના નિમિત્તના સંગે અશુદ્ધ રાગાદિપણે પરિણમે છે, પણ એ અશુદ્ધપણે થાય છે એ પણ પોતાની યોગ્યતાથી – ઉપાદાનથી થાય છે, કર્મ તો નિમિત્ત છે. કર્મ બીજી ચીજ તો નિમિત્ત છે). નિમિત્તનો અર્થ