________________
કળશ-૧૭૫
૩૧૫
એક ઉપસ્થિત ચીજ છે. પણ એને લઈને અહીંયાં વિકાર થાય છે એમ છે નહિ. આહા..હા....! એ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવને ભૂલીને વર્તમાન પર્યાયમાં નિમિત્તને તાબે થયેલી, નિમિત્તને વશ થયેલી દશા પોતાને કારણે વિકારરૂપે થાય છે. સમજાય છે કાંઈ ? એ કહ્યું ને ?
પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી. શુદ્ધ સ્વભાવ પરમ આનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસ છે. આહા.હા.... જેમાં આ ચોખા છે ને ? ચોખા ! ચાવલ... ચાવલ, ચોખા ! એ ચોખાની ઉપરનું ફોતરું છે ને ? ફોતરું – છિલકા (એ જુદી ચીજ છે) અને ચોખા ઉપર લાલ રંગ હોય છે, ઝીણો લાલ રંગ હોય છે, એ જુદી ચીજ છે અને રંગની પાછળ જે ચોખો છે એ ધોળો – સફેદ ચોખો છે. એમ આ આત્મા. આ શરીર (છે) એ ઉપરનું ફોતરું છે અને અંદરમાં પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ (ચોખાનો) જેમ લાલ રંગ છે એમ આ રંગ છે અને અંદર આત્મા જે છે એ લાલ રંગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યઘન (છે). આત્મા છે એ ચોખો ચોખો.. ચોખા કહે છે ને ? ચાવલ, અમારી ગુજરાતી ભાષામાં ચોખા છે. એ ચોખો આત્મા છે. અંદર નિર્મળાનંદ પ્રભુની ઉપર દૃષ્ટિ લગાવવાથી સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન – ધર્મની પહેલી સીડી – પર્યાય પ્રગટ થાય છે. આહા..હા...!
હવે વિશેષ કહે છે. એ પોતાના કારણે રાગરૂપ પરિણમતો નથી. છે ? ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : વસ્તુમાં જે વિકાર થાય તેના બે કારણ છે. વસ્તુનો સ્વભાવ વિકાર થાય એવો નથી પણ પર્યાયમાં વિકાર થાય તેના બે કારણ છે. “એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે.” ઉપાદાનકારણ એટલે મૂળ કારણ. પોતામાં એવી યોગ્યતા છે કે એને લઈને એ નિમિત્તને આધીન વિકારરૂપે, દોષરૂપે, વિભાવરૂપે થાય છે. નિમિત્તકારણ છે.
ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ;.” આ..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વસ્તુ જે આત્મા છે એ તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રભુ અંદર છે. એની દૃષ્ટિ અને એના સ્વભાવથી વિકારપણે પરિણમે એવું એનું સ્વરૂપ નથી. પણ આ જે વિકાર – દોષ થાય છે એ પર્યાયમાં, પોતામાં અંદર એક વિભાવિક નામની શક્તિ છે એની પર્યાયમાં નિમિત્તાધીન થાય છે ત્યારે તેને વિકાર થાય છે. આ..હા...! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, બાપુ ! આ તો અંદરના માર્ગ છે. આ આત્માનો માર્ગ છે. આત્માનો માર્ગ એણે કદી સાંભળ્યો નથી, સમજ્યો નથી. બહારના – જગતના ઢસરડા કરી કરીને મરી ગયો.
અંદરમાં ચીજ છે એ શુદ્ધ સ્વરૂપ જે છે એ પોતાને કારણે અશુદ્ધપણે પરિણમે એવો એનો સ્વભાવ નથી. પણ પર્યાયમાં – અવસ્થામાં પોતાને કારણે ઉપાદાનની પોતાની યોગ્યતાને