________________
કળશ-૧૭૨
૨૪૯
નાથ જ્ઞાનસ્વરૂપ છો ને, પ્રભુ ! આહાહા.! હું લોભી છું, એ તારી માન્યતા વિપરીત શ્રદ્ધા, પાખંડ શ્રદ્ધા છે. આહા..હા...! તને રખડાવી મારશે. આહા..હા..! બાપુ ! તને રખડાવી પરિભ્રમણ કરાવશે. આહા..હા...! અરે..! આવી વાતું છે. લોભી છું. છે ને ?
સુખી છું.... હમણાં પૈસેટકે, છોકરે, બાયડી, છોકરા બધા અનુકૂળ છે. અમે સુખી છીએ. ધૂળમાં સુખી, શેનો સુખી માન્યો તેં આ ? હમણાં અમે સુખી છીએ. (એક મુમુક્ષ) નહિ અહીંયાં બેસતા ? અહીં બુધવારે હતા, લ્યો ! અને ત્રીજે દિ'એ ત્યાં રાત્રે ગુજરી ગયા. બે કરોડથી વધારે પૈસા ! અને છ છોકરા ! અહીં આવ્યા હતા. અહીંથી તરત ગયા. રવિવારે આવ્યા, રવિ-સોમ-મંગળ-બુધ રહ્યા. બુધવારે ગયા, ગુરુવારે પોગ્યા, શનિવારે રાત્રે.. જય નારાયણ ! આહા...હા...! કોના છોકરા ? કોના પૈસા ? કોની વસ્તુ ? શું માને છે આ ?
અહીં ઈ કહે છે, “હું સુખી,” છું. એક ફેરી નહોતું કહ્યું? “વઢવાણના (એક ભાઈ હતા). ઈ એક ફેરી અહીં વ્યાખ્યાનમાં બોલતા હતા, અમારા સગાં સુખી છે. એલા પણ સુખીની વ્યાખ્યા શું ? કીધું. સુખીની વ્યાખ્યા શું ? આ પૈસા છે ને બાયડી છે ને વેપારધંધા છે એટલે સુખી ? આવા ને આવા પાગલો બધા ભેગા થઈને માળા (કહે કે), અમારા સગા સુખી છે. ધૂળેય સુખી નથી.
અહીં કહે છે કે, હું સુખી છું. મને બધી સગડવતા છે. શરીર (એવું છે કે, સીત્તેર વરસ થયા પણ કોઈ દિ સૂંઠ ચોપડી નથી. એવું અમારું શરીર નિરોગી છે. એના એને અભિમાન ! મારી નાખે. અમારા દીકરાઓ જુઓ તો એક પછી એક એવા પાક્યા છે... અને સારા ઘરની કન્યાઓ, પચાસ પચાસ નાળિયેર ઉપર દેવા આવે છે. એમાંથી અમે પસંદ કરીએ, જે ઠીક હોય એને રાખીએ બાકી બધાને (જવા દઈએ). અમે હમણાં સુખી છીએ. ધૂળેય નથી, મરી જઈશ, સાંભળને હવે !
મુમુક્ષુ :- આવું પાગલપણું તો આપે સમજાવ્યું.
ઉત્તર :– પણ આમ છે ને ? બાપા ! બધું ચાલે છે. અમારે તો ઘરમાં પણ બધું ચાલતું હતું. અમારે ત્યાં દુકાનમાં પણ બધા ગોટા ચાલતા હતા. આ..હા..!
અમારા ફઈના દીકરા ભાગીદાર હતા ને ? એને અભિમાન બહુ હતું. હું કરું છું, હું કરું.... બુદ્ધિ થોડી હતી. હું તો “ભગત' કહેવાતો. હું તો પહેલેથી જાણતો હતો) કે, આની બુદ્ધિ થોડી છે પણ પુણ્ય છે તો વરસમાં બે-બે લાખ પેદા કરે. બે બે લાખ, હોં !
મુમુક્ષુ :- રોજ પાંચસો માણસો તો શેઠ કહેતા.
ઉત્તર :- ઈ તો ભાઈએ પૂછેલું. અમારા ફઈના દીકરા થાય (ઈ) ભાગીદાર હતા. બે ભાઈઓ ઈ અને બે ભાઈઓ અમે – (એમ) ચાર. પાલેજ માં) બે દુકાનો (હતી). એટલે (એક ભાઈએ પૂછ્યું કે, તમને હજાર વાર શેઠ કહે તો ગમે) ? (તો એમણે કહ્યું), ના,