________________
૧૬૬
કિલશામૃત ભાગ-૫ સંબંધીની વાત લેવી છે ને ? એટલે (આમ કહ્યું). એમાંથી પાછું એવું જ એકાંત કાઢે કે, જુઓ ! સમ્યગ્દષ્ટિને કંઈ પણ બંધ છે જ નહિ, એને રાગ છે જ નહિ. ઈ વાત અહીં નથી. અહીં તો મુખ્ય એકતાબુદ્ધિના રાગની, મિથ્યાત્વની વાત છે. પછી અસ્થિરતાનો રાગ છે એટલો બંધ પણ છે એની વાત અહીંયાં ગૌણ કરીને કહી છે. પણ એને કાઢી જ નાખે (એમ ન ચાલે).
પાંચ બંધના કારણ કહ્યાં એમાં એક અહીં મિથ્યાત્વ બંધનું કારણ કીધું અને અવ્રત, પ્રમાદ, કષાય અને યોગને કર્મબંધના કારણ નથી જ એમ એકાંત કહે (તો એમ નથી). આવું છે, પાઠ આમ બોલે છે. સમ્યક્દૃષ્ટિના પાંચ ઇન્દ્રિયના ભોગ બંધનું કારણ નથી એમ અહીં તો કહે છે. કારણ કે એને રાગની એકતાબુદ્ધિ નથી. આ સિદ્ધ કરવું છે. આહા..હા..! પરપદાર્થની સાથે એકતાબુદ્ધિ છે જ નહિ પણ રાગની સાથે પણ એકતા બુદ્ધિ નથી. એથી ભોગનો ભાવ રાગ છે એ અહીં ગણવામાં જ આવ્યો નથી. આહા...હા...! વિષયમાં રાગ તો થાય પણ કહે છે કે, રાગની એકતાબુદ્ધિ સમકિતીને નથી માટે તેને બંધનું કારણ ભોગ નથી. પણ એનો અર્થ એવો નથી કે એ ભોગમાં જરીયે રાગ નથી અને ભોગ ભોગવે છે. એકતાબુદ્ધિ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ..હા..હા..! મુનિને પણ જેટલો પંચ મહાવ્રતાદિનો અસ્થિરતા ભાવ આવે છે તેટલો બંધ છે). એને મિથ્યાત્વ, અવત, પ્રમાદ (એમ) ત્રણ બંધ તો નથી પણ એક કષાયનો ભાવ હજી છે. પણ અહીંયાં મુખ્યપણે રાગની એકતાબુદ્ધિ ત્રિકાળી સ્વભાવમાં વિભાવને એકપણે માનવું તે મિથ્યાત્વ અને તે બંધનું કારણ છે. અનંત સંસારનું એ કારણ છે એને અહીંયાં સાબિત કરવું છે. સમજાણું કાંઈ ? પછી પેલા બધા અત્યારે આમાંથી એમ જ ખેંચે છે ને ? કે, આમ છે ને તેમ છે, જુઓ ! આ લખ્યું ! (સમ્યફદૃષ્ટિના) ભોગને બંધ નથી. એટલે એને રાગ જ નથી. કયો રાગ નથી ? રાગની એકતા બુદ્ધિનો રાગ નથી. સમજાણું કાંઈ ? આહાહા..! આવા ભગવાનના અનેકાંતના વહેણ, સ્યાદ્વાદની અપેક્ષાના વહેણ ન સમજે અને એકાંત તાણે. આહા..હા...!
એ શુભરાગ આવ્યો છતાં કહે છે એની સાથે એકતાબુદ્ધિ નથી. સમકિતીને અશુભરાગ આવ્યો પણ એકતાબુદ્ધિ નથી. એ અનંત સંસારનું કારણ છે એ એને નથી માટે બંધનું કારણ નથી એમ કહેવું છે. આહા...હા...!
આ કહે કે, એ બધી ક્રિયાકાંડ જે શુભભાવ છે તે ધર્મનું કારણ છે ! ક્યાં લઈ ગયા !! એ દયા ને વ્રત ને ભક્તિ ને જાત્રા ને ધામધૂમ, લાખો રૂપિયા ખર્ચે. કાલે મોટો વરઘોડો હતો ને ? ત્રણ દિના પેલા હતા ને. જાણે ઓ.હો..હો...! પાંચ-દસ હજાર આપ્યા હશે તો પુસ્તક કે કાંઈક (લઈને) બેઠો હતો. બધા એવું માને કે જાણે આમાં ધર્મ થાય છે ! અરે. ભગવાન ! માર્ગ બાપા...! કાલે જોયું હતું. રસ્તામાં જ આવ્યું હતું. તળેટીમાં