________________
કળશ-૧૮૧
૪૪૫.
આહા..હા...! તું પણ ભગવાન છો ને નાથ ! પરમેશ્વર છે, પ્રભુ !
એ પરમેશ્વરનો સ્વભાવ અને રાગનો સ્વભાવ, બેનો ભાવ ભિન્ન છે. એની જાત એક નથી. આહા...હા...! રાગ એ આસ્રવતત્ત્વનો ભાવ છે, ભગવાન ભગવત્ સ્વરૂપ, જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ છે. આહાહા...! એટલો ખ્યાલમાં એ રીતે બુદ્ધિપૂર્વક બેને જુદાં કરે. આ...હા...હા...હા...! ગજબ વાત છે, બાપા ! વીતરાગમાર્ગ...! આ...હા...હા...! અને આ રીતે થયા વિના વ્રત ને તપ ને ભક્તિ (આદિ) બધું કરે, એ બધું એકડા વિનાના મીંડા છે. આહાહા...! હજી આવો માર્ગ છે એની હા પણ નથી (આવતી) અને રાગ – શુભરાગ મોક્ષનો માર્ગ છે (એમ ઠરાવે છે). આહાહા! પ્રભુ ! એ દુઃખરૂપ છે એ મોક્ષનો માર્ગ છે એમ કહે છે).
અહીં આનંદ સુખરૂપ છે અને રાગ દુઃખરૂપ છે. આહા...હા...! ભગવાન આત્મા અનાકુળસ્વભાવી છે અને રાગ આકુળતાના ભાવ સ્વભાવવાળો છે. બેની વચ્ચે છેદ કરીને) દુઃખ અને આનંદને બુદ્ધિપૂર્વક જુદા પાડ. આહાહા..! આ તો અંતરની ધીરજની વાતું છે. આ કોઈ ભણતર પૂરું કરી જાય, જગતને – લાખો માણસને સમજાવે માટે આમ થાય એ કંઈ નથી. આહા...હા...! આ તો અગિયાર અંગ અનંતવાર ધારણ કરી ગયો પણ જે કરવાનું હતું તે કર્યું નહિ.
કરવાનું તો એ છે કે, ચાહે તો એ રાગનો વિકલ્પ શુભ હો, અહીં તો છેલ્લી શુભની વાત છે. ભિન્ન પાડવું છે ત્યારે પહેલો શુભ વિકલ્પ છે, ત્યાં અશુભ નથી. સમજાણું કાંઈ? આહા..હા..! એ શુભરાગનો વિકલ્પ છે એ આકુળતા છે અને આ બાજુ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ છે એ બેને) બુદ્ધિગમ્ય કરીને (અર્થાત) જ્ઞાનમાં ખ્યાલ આવે એ રીતે કરીને જુદા કરે.
આહા...હા...! જુઓ ! પ્રભુનો માર્ગ ! જિનેન્દ્રદેવ અનંત જિનો પરમાત્મા, અનંત તીર્થકરોએ આ રીતે કહ્યું છે. બીજી રીતે કરવા જાય (તો) પ્રભુ ! હાથ નહિ આવે અને દુઃખ નહિ ટળે. બહારમાં દુનિયાને રાજી થઈ જઈશ અને રાજી કરાવી દઈશ પણ અંદર રાજીપો નહિ આવે, બાપા ! આહા..હા.! રાજી એટલે ખુશી એટલે આનંદ. આહા..હા..! ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને રાગ આકુળતા સ્વરૂપ, દુઃખરૂપ (છે), બેને ખ્યાલમાં આવે એ રીતે છેદી નાખ. આહા..હા...હા...! ગજબ વાત છે ! આવી વાત ક્યાં છે ? પ્રભુ ! દુનિયાને પછી (એમ) લાગે કે, આ નિશ્ચયાભાસ છે ને વ્યવહારથી લાભ માનતા નથી. વ્યવહારથી લાભ માનતા નથી પણ વ્યવહાર છે ખરો. આ છે ત્યારે એને અને સ્વભાવને ભિન્ન કરે છે ને ? શુભ રાગ છે, છેલ્લી સ્થિતિમાં છેદ પાડવા જાય તો (ત્યાં) શુભરાગ છે. સમજાણું કાંઈ ? આહા...હા..!
આત્મા જ્ઞાન, આનંદ સ્વભાવ અને રાગ (દુ;ખરૂપ છે), એ વિકલ્પ જે છે એ હજી