________________
૪૪૪
કલામૃત ભાગ-૫
છે આ !
પહેલો સમ્યગ્દષ્ટિ તો લીધો છે, પછી પણ રાગ અને સ્વભાવની ભિન્નતા જાણી, ત્યાં હજી જ્ઞાન દ્વારા આ બાજુ વાળે છે. બુદ્ધિગમ્ય (એટલે) ખ્યાલમાં આવે એ રીતે (વાળે છે). ખ્યાલમાં ન આવે એ રીતે પછી કરશે. સમજાણું કાંઈ ? આવી વાતું છે. પહેલાં તો બુદ્ધિગમ્ય છેદીને બે કરે. એટલે શું કહે છે ? અંદરમાં સૂક્ષ્મ એકતા છે તો નહિ, પણ ભિન્નતા સૂક્ષ્મ ન કરી શકે. તદ્દન સૂક્ષ્મતા – ભેદ કરે તો તો કેવળ થઈ જાય. સમજાણું કાંઈ ? આહા...હા....! પણ બુદ્ધિગમ્ય – જ્ઞાનગમ્ય ખ્યાલમાં આવે એ રીતે એ રાગના વિકલ્પને (જુદો કરે છે). ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો કે ગમે તે (રાગ હોય, એ રાગ અને ધ્રુવ જ્ઞાનસ્વભાવ, બે વચ્ચે એકતા થઈ નથી, થશે નહિ, એવી ભિન્નતામાં પહેલી બુદ્ધિપૂર્વક છીણી મારી. આહા..હા...!
પ્રશ્ન :- વિચારની ભૂમિકા છે ?
સમાધાન – વિચાર, બુદ્ધિ, હજી બુદ્ધિ છે. અબુદ્ધિગમ્ય પછી કરશે. ખ્યાલમાં આવે એ રીતે છેદ) કરે. આ વાત પ્રથમ સમ્યગ્દર્શનને પામવાની અને સમ્યગ્દર્શનને રાખવાની છે. આહા...હા...! આવી વાત પહેલાં સાંભળે, એને વિચારે એને અંતરમાં રાગથી ભિન્ન કરવાનો પ્રયત્ન કરે, બુદ્ધિગમ્યથી, હોં ! આહા..હા...!
(અહીંયાં કહે છે), “બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી.” જોયું ? હજી તદ્દન જુદા પડી ગયા નથી. બુદ્ધિગમ્ય રીતે) તો ભિન્ન પડી ગયું છે પણ તદ્દન ભિન્ન પડી જાય તો તો કેવળ થઈ જાય. આહા..હા..! બુદ્ધિમાં જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો છે કે, રાગ ભિન્ન (છે) અને સ્વભાવ ભિન્ન છે). એવી બુદ્ધિગોચર ઉપયોગમાં ખ્યાલ આવ્યો છે. આહાહા...! ભારે વાત, ભાઈ ! ભાઈ ! આવું કોઈ દિ કાંઈ સાંભળ્યું છે ? માર્ગ આવો છે, બાપા ! પહેલો સાંભળવો તો જોઈએ. આહા...હા..! આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ !
પ્રશ્ન :- બુદ્ધિગમ્ય માનસિકજ્ઞાન કહેવાય કે અતીન્દ્રિય જ્ઞાન ?
સમાધાન – છે અતીન્દ્રિય પણ બુદ્ધિગમ્ય ખ્યાલમાં આવે એટલું. બિલકુલ ખ્યાલમાં ન આવે (એમ એટલું સૂક્ષ્મ નથી). ખ્યાલમાં આવે એ રીતે એને (છેદ કરે છે. આ સ્વભાવ છે અને આ રાગ છે, એમ ખ્યાલમાં એ રીતે બેને જુદા પાડે. આહા...હા...! ભારે વાત, ભાઈ !
પછી સકળ કર્મનો ક્ષય થવાથી.” પછી સ્વભાવમાં બુદ્ધિગમ્યથી આગળ વધીને અંદરમાં એકાગ્ર થાય છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે સર્વ કર્મનો નાશ થાય છે. બુદ્ધિગમ્ય જ્ઞાન અને રાગને ભિન્ન પાડતાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો અંશ પ્રગટ) થાય છે. સમજાણું કાંઈ? ખ્યાલમાં આવે એ રીતે રાગ એટલે વિકાર ગમે તે શુભરાગ હો. શુભરાગને અત્યારે મોક્ષનો માર્ગ ઠરાવે છે ! ભગવાન ! પ્રભુ ! એમાં તને હિતની વાત નથી, પ્રભુ!