________________
૩૨૦
કલામૃત ભાગ-૫
ગયા એ કંઈ ચીજ નથી.
અહીં એ કહે છે, દેખો ! ત્યાં બે બોલમાં એમ લીધું. આ સમયસારમાં છે. છે? કે, કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્યા. ભગવાન વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય એમ નહિ. એ શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવા (એમ કહ્યું). કર્મનું વ્યાપક થઈને વ્યાપ્ય થયું એ તો જ્ઞાનનું પર તરીકે ય થયું. કર્મ વ્યાપક અને વિકારી વ્યાપ્ય એ જ્ઞાતાનું ભાન થતાં તે જ્ઞાતામાં એ પર્યાયને પરણેય તરીકે ગણવામાં આવ્યું. તેથી કર્મ વ્યાપક અને પર્યાય વ્યાપ્ય (એમ કહ્યું છે).
અહીંયાં સ્વદ્રવ્યની પર્યાય સિદ્ધ કરવી છે. પોતાની વિકારી પર્યાય પોતામાં પોતાની યોગ્યતાથી થાય છે. આહા...હા..! કર્મ વ્યાપ્ય-વ્યાપક થઈને વિકારને કરે એમ નહિ. કર્મ કર્મમાં વ્યાપ્ય-વ્યાપક છે, આત્મા આત્મામાં વ્યાપ્ય-વ્યાપક છે. એ વિકારી પર્યાયપણે પર્યાયની યોગ્યતાને (કોઈ) અપેક્ષાએ દ્રવ્ય કહેવામાં આવે, બાકી પર્યાયની યોગ્યતા તે વ્યાપક છે અને વિકારી પર્યાય થઈ તે તેનું વ્યાપક છે. આહા...હા..!
બીજી રીતે કહીએ તો આત્મા કર્તા કહેવાય અને વિકારી પર્યાય કર્મ કહેવાય. ઈ આત્મા કર્તા એટલે દ્રવ્ય નહિ. એની પર્યાય છે તેને આત્મા કીધો છે. આત્મા જે વસ્તુ છે ઈ કર્તા નહિ). અને છ કારક છે ને ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમાં કર્તા દ્રવ્ય નહિ. કર્તા દ્રવ્ય બોલવામાં આવે પણ કર્તા એની પર્યાય છે. કર્તા વિકારી પર્યાય છે, કર્મ વિકારી પર્યાય છે, કરણ વિકારી પર્યાય છે, સંપ્રદાન વિકારી પર્યાય છે, અપાદાન વિકારી પર્યાય છે, અધિકારણ વિકારી પર્યાય છે. એમાં આત્મા (-દ્રવ્ય) બિલકુલ નહિ. ઈ પર્યાયના ષકારક પર્યાયથી થાય. આહાહા...!
અહીં કહે છે કે, એ વિકારી પર્યાય એના અશુદ્ધ પરિણામથી પર્યાયની યોગ્યતાથી પોતામાં થાય. સમજાણું કાંઈ ? એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. આમાં બહુ ઝઘડા એવા ઊભા થાય. અપેક્ષા ન સમજે તો અજ્ઞાન છે). ન સમજે એટલે અજ્ઞાન અને અજ્ઞાનમાં તો ચકરાવામાં પડ્યો જ છે. આહાહા...!
અહીંયાં તો એમ કહે છે કે, ઉપાદાનની પર્યાય તારી છે. એ વિભાવિકશક્તિમાં નિમિત્તને વશ થવાની યોગ્યતા તારી છે. એ આગળ ૪૭ નવમાં આવશે. ઈશ્વરનય અને અનિશ્વરનય. ઈશ્વરનય આવે છે ને ? જેમ બાળકને ધાયમાતા પરવશપણે ધવડાવે છે એમ આત્મામાં – પર્યાયમાં એવી એક ઈશ્વર નામની યોગ્યતા છે કે કર્મના નિમિત્તને વશ થઈને વિકાર પોતે કરે છે. આહા...હા..!
મુમુક્ષુ :- વીંછી કરડે ત્યારે દુઃખ કરવાની ઇચ્છા તો નથી.
ઉત્તર :વીંછી એને કરડ્યો જ નથી, અડ્યો પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. એ તો ત્રીજી ગાથામાં કહ્યું ને ! એ તો એના ઉપર લક્ષ છે એટલે રાડ નાખે