________________
કળશ-૧૭૫
૩૨૧
છે. લક્ષ દ્રવ્ય ઉપર નથી, સ્વભાવ ઉપર નથી એટલે જાણે આ મને થયું, એવો દ્વેષ ઈ ઊભો કરે છે.
મુમુક્ષુ – એવી ઇચ્છા તો નથી. ઉત્તર :- ના, દ્વેષ ઊભો કરે છે. આહા...હા...! બહુ ઝીણી વાત છે.
ખરેખર તો વીંછીનો ડંખ શરીરને અડ્યો નથી. કેમકે વીંછીના ડંખના પરમાણુ અને શરીરના પરમાણુ ભિન્ન છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે કે ચૂંબે એમ બનતું નથી. આહાહા..! આવી વાતું છે, બાપા !
મુમુક્ષુ :- મફતમાં જ રડે છે. ઉત્તર :- ના, એની પર્યાય એનામાં છે. પણ અહીંયાં જે કીધું ને ?
જુઓ ! આ શરીર છે, જુઓ ! આ આમ છે ને ? હવે આમ થાય છે ઈ આંગળીને લઈને થતું નથી, આંગળી એને અડતી નથી. આ ખાડો થયો ? આંગળી એને અડી નથી અને ખાડો પોતાની પર્યાયથી થયો.
મુમુક્ષુ – સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન થતાં આ અડે તો છે.
ઉત્તર :- બિલકુલ નહિ. આહા...હા...! ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે એમ કહેવાય. પણ ઇન્દ્રિય એને અડે છે માટે જ્ઞાન થાય એમ નહિ. આવી વાતો બહુ ઝીણી, ભાઈ ! સમજાણું કાંઈ? આહા..હા..! લ્યો, જુઓ ! આમ થયું કે નહિ ? અવાજ નીકળ્યો કે નહિ ? આ એને અડ્યું નથી અને અવાજ નીકળ્યો છે. કારણ કે આ ચીજ જુદી (છે), આ ચીજ જુદી છે). (એમાં) અડે ક્યાં ? ચૂંબે જ નહિ ને, બીજાને સ્પર્શતું જ નથી ને ! છતાં આ આમ થયું અને જે અવાજ નીકળ્યો ઈ તો અંદરના પરમાણુની પર્યાયમાં ભાષા થવાની યોગ્યતા હતી એ વડે નીકળ્યા છે. આ અડ્યા નથી અને આને લઈને અવાજ થયો નથી. આવી વાત છે, બાપા !
પહેલાં કીધું હતું નહિ ? એ પર્યાયનો ચમત્કાર છે ! બાપુ ! એ પર્યાય એવી છે કે અડે નહિ અને પર્યાય થાય ! આ તે વાત તો જુઓ ! આહાહા..! ઈ દ્રવ્ય ચમત્કારિક છે, એના ગુણો ચમત્કારિક છે. જ્યાં અનંત... અનંત... અનંત.... અનંત... અનંત... અનંત.... અનંત.... અનંત.... ગુણા એવા ચમત્કારિક ગુણો છે અને એની પમાય બીજાને અડે નહિ છતાં બીજામાં ખાડો પડે ! આ દાંત રોટલીને અડે નહિ અને ટૂકડા થાય, આ શું છે આ !!
- એક કોર એમ કહેવું કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબે નહિ, અડે નહિ અને એક કોર એમ કહેવું કે, દાંતથી રોટલીના ટૂકડા થાય. તદ્દન જૂઠી વાત છે. આહા..હા....! તણખલાના બે ટૂકડા કરવાની પણ આત્મામાં તાકાત નથી. શું કીધું ઈ ?
મુમુક્ષુ :- આત્મામાં તો અનંત તાકાત છે. ઉત્તર :- પોતાની પોતામાં છે. પર માટે કીધું ને આ ? તણખલું... તણખલું ને ?