________________
કળશ-૧૭૫
૩૧૯
અને વિકારી પર્યાયને વ્યાપ્ય બનાવી. અહીં કહે છે કે, કર્મનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્મમાં છે.
પ્રશ્ન :- મૂળમાં શું ફેર ?
સમાધાન :- પણ કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને ? એક જ ઠેકાણેથી એક જ પકડે એમ ન ચાલે. આ તો અનેકાન્ત માર્ગ છે, સ્યાદ્વાદ માર્ગ છે. કઈ અપેક્ષાએ છે ઈ એને જાણવું જોઈએ. ત્યાં તો બિલકુલ એમ કહ્યું કે, આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથનું વ્યાપ્ય તો સ્વભાવ છે, શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે. ત્યારે વિકાર થાય છે ને? (તો કહે છે), એ વિકાર છે તે જ્ઞાનનું શેય છે તેથી તે કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થઈને જ્ઞાન તેને જાણે છે. આહા...હા...! આમાં ક્યાં શું પકડવું સમજાણું? ઝીણી વાત છે, બાપુ ! આહા..હા..!
એકદમ કહે કે, વિકારી પર્યાય પુદ્ગલ છે એમ કહે, “જીવ અધિકારમાં વિકારી પર્યાય અજીવ છે એમ કહે. અને ૧૦૦-૧૦૯-૧૧૦-૧૧૧ ગાથામાં તો એમ કહે કે, પૂર્વનો કર્મનો ઉદય તે વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે તેનું વ્યાપ્ય છે. શું કહ્યું છે ?
- ત્રણ પ્રકાર થયા. એક તો વ્યાપ્ય-વ્યાપક શુદ્ધ આત્મા પોતે વ્યાપક થઈને એની વ્યાપ્ય અવસ્થા નિર્મળ કરે) છે. બસ ! એટલું. અને જ્યારે એ રીતે સિદ્ધ કરવું છે ત્યારે કર્મ વ્યાપક થઈને વિકારી વ્યાપ્ય છે (એમ કહે). એ કાઢી નાખવા માટે અને જ્ઞાનનું શેય બનાવીને એમ કહ્યું. સમજાણું કાંઈ ?
અહીંયાં એમ કહ્યું કે, આત્મા પોતે પોતાના સ્વભાવથી વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. પણ વિકાર થવાની એની પર્યાયમાં યોગ્યતા છે, વસ્તુમાં નહિ. દ્રવ્યમાં અને ગુણમાં નહિ. વિકાર થવાની પર્યાયબુદ્ધિમાં પર્યાયમાં યોગ્યતા છે. એ પોતાથી વ્યાપ્ય-વ્યાપક છે. કર્મનું વ્યાપ્ય-વ્યાપક કર્મમાં અને આત્માનું વ્યાપ્ય-વ્યાપક આત્મામાં. કર્મ વ્યાપક થઈને આત્મામાં વિકાર થાય એમ નથી અને આત્મા વ્યાપક થઈને કર્મની વ્યાપક અવસ્થા કરે એમ પણ નથી. - ત્રીજું, કર્મ જે જડ છે તે ઉદય થઈને નવા કર્મ જે બંધાય છે તેમાં જૂના કર્મ વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે વ્યાપ્ય છે. આહા..હા...! આવી વાત છે. ત્રણ પ્રકાર થયા.
મુમુક્ષુ :- ભિન્ન કાળવર્તી બતાવ્યા છે.
ઉત્તર – હા, ત્યાં લીધું છે. કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય લેવો છે. એટલે કર્મનો) ઉદય થઈ અને નવા બંધાય એ એનું વ્યાપ્ય છે. ભલે એમાં – નવા (બંધાવામાં) પછી વિકાર નિમિત્ત થાય પણ ખરેખર જૂના કર્મનું નિમિત્ત છે, ઉદય છે, વ્યાપક છે અને નવા બંધાય તે વ્યાપ્ય છે. આહા..હા..! ૧૦૮થી ૧૧૧માં એમ લીધું છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ સમજાય છે કાંઈ ? પ્રભુનો અનેકાન્તમાર્ગ બહુ ઝીણો, બાપુ ! આહા..હા...! બહારથી સ્થૂળપણે માનીને બેસી