________________
કળશ- ૧૭૮
૩૬૩
પ્રવચનસાર ૯૪ ગાથા. આત્મવ્યવહાર અને મનુષ્યવ્યવહાર – બે શબ્દ લીધા છે. પ્રવચનસાર બીજો અધિકાર – “ગ્નેય અધિકારની ૯૪ ગાથા. અહીં તો બધું – આખું શાસ્ત્ર તરવરે છે ! ત્યાં એમ કહ્યું છે કે, જેટલી આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની ક્રિયા છે એ મનુષ્યનો વ્યવહાર છે, એ આત્મવ્યવહાર નહિ. આહાહા...! કેમકે એ સંસારવ્યવહાર છે, એ રાગ છે એ સંસાર છે. એ સંસારવ્યવહાર (છે) એ મનુષ્યવ્યવહાર છે. આત્મવ્યવહાર – રાગથી ભિન્ન પડીને આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટ કરવી એ આત્માનો વ્યવહાર છે. આત્મા નિશ્ચય છે પણ એની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ – મોક્ષનો માર્ગ પ્રગટ કરવો એ વ્યવહાર છે. વ્યવહારના પણ કેટલા પ્રકાર !
પ્રશ્ન :- બન્ને વ્યવહાર પ્રમાણભૂત છે ?
સમાધાન – એક છે અજ્ઞાનપણે, એક છે જ્ઞાન-ભાનપણે. છે અપેક્ષાએ છે, (છતાં) છે બન્ને વિરુદ્ધ. આહાહા...! એને મનુષ્યવ્યવહાર કહ્યો છે. કોને ? જેટલો કોઈ દયા, દાન, વ્રત. પૂજા, ભક્તિ એવો જે શુભભાવ એને ૯૪ ગાથામાં મનુષ્યવ્યવહાર કહ્યો છે. પ્રવચનસારમાં (કહ્યું છે), અહીં નહિ. આ તો “કળશટીકા' છે. સમજાણું કાંઈ ? અને એમાં આત્મવ્યવહાર કોને કહ્યો છે ? કે, જે રાગથી ભિન્ન પડી અને આત્માની દૃષ્ટિ સમ્યગ્દર્શન. જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરે તે નિર્મળ પર્યાયને આત્માનો વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ ? આ તો પરમાત્માના ઘરની વાતું છે, બાપુ ! આહા..હા...! પરમાત્મા કેમ થવાય ? એની વાત છે. સંસાર કેમ થાય ? એ તો ચોરાશીના અવતારમાં રખડી રહ્યો છે. આહા..હા..! નરક ને નિગોદ, મનુષ્ય ને શેઠાઈ, રાંકાઈ અને ભિખારાઈ. (એમાં) અનંત વાર રખડી મર્યો છે. આહા..હા..! દેવ (થઈને) નવમી રૈવેયક જઈને રખડ્યો છે. આહા...હા...!
અહીંયાં કહે છે કે, આત્મા...! “૩મૂર્તિત’ રિત થયો. શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિનું વેદન આવ્યું તેથી આત્મા પ્રગટ્યો, એ ગર્જયો એથી એણે રાગના સંબંધને મૂળમાંથી ઉખેડી નાખ્યો. આહાહા....! છે ? આ તમારી રળવાની રીતથી આ જુદી જાત છે.
પ્રશ્ન :- જુદી જાત છે એટલે શું ?
સમાધાન :- આ પૈસા-બૈસા પેદા થાય પછી ખર્ચે ઈ બીજી ચીજ છે અને આ જુદી ચીજ છે. આ હમણાં એણે બે દિમાં ફિલ્મ પાડી ને ? કેટલા રૂપિયા થયા ? અઢાર હજાર ! ૬૯ મિનિટ ફિલ્મ પાડી. ત્રણ મિનિટના ૮૦૦ રૂપિયા ! લાવ્યા હતા ને ત્યાંથી ? (આ ભાઈ) “મુંબઈથી ફિલ્મવાળા લાવ્યા હતા. ત્રણ મિનિટના ૮૦૦ રૂપિયા ! ૬૯ મિનિટની પાડી છે. એના પોતાના ઘરના પૈસાથી પાડી છે). એક કલાકના સોળ હજાર ! એક કલાકની ફિલ્મના સોળ હજાર. એક કલાક ને નવ મિનિટ પાડી. એ બધો અંદર રાગ મંદ હોય તો પુણ્ય છે. એ ક્રિયા તો (જડની છે. અહીં તો એવી વાત છે.
મુમુક્ષુ :- મહેનત માથે પડી.