________________
૩૬૪
કલશામૃત ભાગ-૫
ઉત્તર :- મહેનત-બહેનત એણે ક્યાં કરી છે. રૂપિયા જડ હતા અને જડના જડમાં ગયા. એણે રાગની મંદતા કરી હોય તો પુણ્ય છે. છોકરા માટે રાખવાનો ભાવ છે એ પાપ છે. ઈ તો અહીં વાત ચાલે છે. એ રાગથી પણ ભિન્ન પાડીને સ્વભાવ સાથે સંબંધ કરવાનું નામ ધર્મ છે. આહા..હા...! વીતરાગ ત્રિલોકનાથ કેવલિ પણત્તો ધમ્મો શરણં’ માંગલિકમાં આવે છે ? આવે છે પણ કોને ખબર અર્થની અને ભાવની ? એ તો ગાડા ? હાંકે રાખે. કેવિલ પણત્તો ધમ્મો શરણં’ સર્વજ્ઞ ભગવાને રાગથી ભિન્ન એવો આત્માનો અરાગી વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય તેને ભગવાન કેવળીનો કહેલો ધર્મ કહે છે. આવી બધી શરતું છે. સમજાણું કાંઈ ? કહો, ભાઈ ! આહા...હા....!
‘કમ્યૂનિત’ભાષા જુઓને ! મૂળિયા ઉખેડી નાખ્યા ! મૂળ આત્મા આનંદસ્વરૂપ ભગવાન ! એને જેણે પકડ્યો અને અનુભવ્યો એણે રાગના મૂળને છેદી નાખ્યું, કહે છે. રાગનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છેદી નાખ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? જરી વિચા૨ માગે (છે), બાપુ ! આ ધર્મ એવી ચીજ છે કે, જ્ઞાનને બહુ કેળવવું જોઈએ. એમ ને એમ સમજ્યા વિના ધર્મ થઈ જાય એવી ચીજ નથી, બાપુ ! આહા..હા...!
મુમુક્ષુ :– આપ કહો અને અને હા પાડીએ એમાં પણ શું ?
ઉત્તર :- હા પાડે એમાં પણ ડાળિયા નથી. એને અંદરમાં હા આવવી જોઈએ. આ આત્મા આ છે અને રાગ આ છે, એવી હા આવવી જોઈએ. અસ્તિત્વની હા આવવી જોઈએ. એટલે ? પૂર્ણ આનંદકંદ પ્રભુ દ્રવ્યસ્વભાવ છે તેની હા એટલે અસ્તિત્વની પ્રતીતિ થાય ત્યારે એની હા પાડી કહેવાય. આહા..હા...! કહો, ભાઈ ! આવું ક્યાંય મળે એવું નથી. મુશ્કેલી... મુશ્કેલી.. બધી થઈ ગઈ, બાપુ ! શું થાય ? આહા..હા...! સાંભળવું મુશ્કેલ પડી ગયું, સાંભળવા મળે નહિ એ કે દિ’ વિચારે અને ક્યારે અંદરમાં ગોઠવે... આહા..હા..! અરે...! અનંતકાળ થયા રઝળતા, રખડતાં... મુસાફર (થઈને) અત્યારે અહીં માણસપણે આવ્યો. આહા..હા...! એનું એ મુસાફરનું ટાણું તો ધર્મશાળામાં કેટલું રહેવું ? એક રાત રહેવું. રસ્તામાં પચીસ ગાઉ જાવું હોય અને સોળ ગાઉ કપાણા (હોય) આઠ ગાઉ બાકી રહ્યા તો રહો આ ધર્મશાળામાં. સવારે ઊઠીને (જાશું). એમ આ તો ધર્મશાળા છે એટલો થોડો કાળ રહે. દેહ (છોડીને) ચાલી નીકળશે. આહા..હા...! એમાં એને આત્માની ધર્મશાળા પ્રગટ કરવી હોય...
મુમુક્ષુ :- ઈ ધર્મશાળામાં તો કાયમ રહેવાનું છે.
ઉત્તર ઃ- એ માટે તો કહીએ છીએ. પેલામાં ક્ષણિક રહેવાનું (છે), અહીંયાં કાયમ રહેવા માટે કીધું.
ભગવાનઆત્મા ! જ્ઞાયક ચૈતન્ય જ્ઞાનરસથી ભરેલો ! એકલો પ્રજ્ઞા... પ્રજ્ઞા બ્રહ્મ ! જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ ! આહા..હા...! શક્કરિયાનો દાખલો નહોતો આપ્યો ? શક્કરિયાની ઉપરની લાલ છાલ ન જુઓ તો આખું (શક્કરયું) સાકરનો પિંડ છે. લાલ છાલ ન જુઓ