________________
કળશ-૧૭૮
૩૬ ૫ તો. શક્કર એટલે કંદ, સાકરનો પિંડ. એમ ભગવાનઆત્મામાં પુણ્ય અને પાપના વિકલ્પની છાલ જો ન જુઓ તો એ છાલની પાછળ એકલો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અરેરે... સાંભળવા મળે નહિ એ ક્યાં જાય ? શું કરે ?
મુમુક્ષુ :– દાખલો સમજાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – દાખલો સિદ્ધાંત માટે છે કે દાખલો દાખલા માટે છે ? દાખલો આપ્યો એ સિદ્ધાંત માટે છે ને ? આ વકીલો તમે દાખલા આપો નહિ ? એ કેસનો વિલાયતમાં આ રીતે ચુકાદો આપ્યો હતો, એ રીતે અહીં ચુકાદો હોવો જોઈએ. તો એ તો દાખલો છે. સિદ્ધાંત તો પાછો અહીં કરવાનો છે. લંડનમાં આ કેસ આ રીતે ચાલ્યો હતો. કોક કેસ આવે છે ને ? ત્યાં આવો આકરો ચુકાદો થયો હતો. એમ અહીં આવો ચુકાદો થવો જોઈએ, લ્યો !
ભાઈ પાસે કેસ નહોતો આવ્યો ? પેલો રાજકુમાર ! બહારમાં પહેલો દીકરો આવ્યો ઈ મોટો કહેવાય અને પાછલો આવે છે નાનો કહેવાય. ખરેખર તો જે પાછળ આવે છે મોટો છે. કારણ કે પહેલો ત્યાં ઈ અંદર આવ્યો છે. ભાઈ ! એ કેસ આવ્યો હતો. બે છોકરા સાથે આવે ને ? અને મોટો રાજા હોય અને રાણીને બે કુંવર આવે. હવે રાજ કોને દેવું ? એ વાંધા ઊઠે. પેલો કહે, પહેલો આવ્યો છે મોટો. ત્યારે પેલો પાછળ આવ્યો ઈ કહે કે, હું મોટો. કેમકે હું ત્યાં પહેલો આવ્યો છું. તારા કરતાં પહેલી સ્થિતિએ હું ત્યાં (આવ્યો) છું. થયું હતું ને ? મને ખબર છે ને ! એ કેસ થયો હતો. થાય એવું છે. આ બધી જાણકારી છે. મને તો બધાની અનેક વાતની ખબર છે. અહીં તો આખી જિંદગી જગતને જોઈ છે, નાચ્યા નથી પણ નાચ તો બધાના જોયા છે. આહા..હા...!
આ વસ્તુ... જુઓ ! ત્યાં પણ ફેર પડે છે. લૌકિક અપેક્ષાએ પહેલો નીકળ્યો છે મોટો. લોકોત્તર અપેક્ષાએ પહેલો પેલો આવ્યો છે. એટલે પછી આવ્યો ઈ પહેલો નીકળ્યો છે અને પહેલો આવ્યો ઈ પછી નીકળ્યો. મોટો તો પેલો છે. બહારમાં એ દેખાય. બહારમાં દેખશો તો પહેલો આવ્યો છે એ નાનો દેખાશે અને પાછળ આવ્યો એ મોટો દેખાશે. અમારે પણ ગામમાં (એવા બે હતા. જે પાછળ આવ્યો હતો ઈ મોટો દેખાતો હતો અને મોઢા આગળ આવ્યો હતો એ નાનો દેખાય. લોકોમાં લોકની રીત આખી ઊંધી. પહેલો આવ્યો છે મોટો કહેવાય, પાછળ આવ્યો ઈ નાનો કહેવાય. દુનિયામાં એવું છે ને, ભાઈ ! એવા તો ઘણા દાખલા જોયા છે ને !
અહીં કહે છે, મોટો પ્રભુ અનાદિનો છે તે મોટો છે અને રાગ આદિ થાય એ તો નાનો ક્ષણિક ઉત્પન્ન થાય છે માટે એ ચીજને છોડી દે. આહા...હા...! અંદર ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં જાને ! ત્યાં ગાદીએ બેસને ! એનાથી ‘ન્યૂનિતી : બંધનો નાશ થશે. કેવો છે ભગવાનઆત્મા ? જુઓ હવે ! ભગવાન કીધો ! આત્માને અહીં આચાર્યે