________________
કળશ-૧૮૫
૫૫૧
નથી તેને પશુ કહેવાય છે. મનુષ્ય સ્વરૂપેણ મૃગા ચરન્તિ’ મનુષ્યના રૂપમાં મૃગ જેવો હરણ. હરણ.... હરણ કહે છે ને ? મૃગલા. આહાહા...! મૃગની નાભિમાં કસ્તુરી (છે) તેની કિંમત મૃગને નથી અને એની ગંધ જાણે બહારથી આવતી હોય એમ લાગે છે) તો બહાર શોધે છે. એમ આ મનુષ્ય થઈને અંતરમાં આનંદ પડ્યો છે, એ નાભિમાં જેમ કસ્તુરી પડી છે, એમ અંદરમાં અતીન્દ્રિય આનંદ પડ્યો છે, એ જાણે બહારથી આનંદ મળશે એમ માને છે). સ્ત્રીમાંથી, આબરમાંથી, કીર્તિમાંથી, પૈસામાંથી મળશે એમ માનનાર) પશુ તુલ્ય મૃગા ચરંતિ. એ મૃગ જેવો છે. વાત તો આવી છે, દુનિયાથી જુદી જાત છે. આહા...હા...!
એ કહે છે કે, “શુદ્ધ વિર્ભયમ્ ખ્યોતિઃ” હું તો છું. સ્વસંવેદનપ્રત્યક્ષ ! આહાહા...! હું તો સ્વસંવેદન – સ્વ નામ પોતાના આનંદ અને જ્ઞાનનું વેદન... વેદન – અનુભવ પ્રત્યક્ષ (એટલે) પરની અપેક્ષા વિના (ક) એવો હું આત્મા છું. આહાહા..! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભગવાન ! અમને તો ખબર છે ને ! સૂક્ષ્મ તો છે. લોકોમાં શું ચાલે છે, અમે તો બધાને જોયા છે ને ! આખું હિન્દુસ્તાન દસ હજાર માઈલ ત્રણ વાર ર્યા છીએ. દસદસ હજાર માઈલ ! મોટર છે ને ? પ્લેમાઉથ એક મોટર છે. રવિવારે થોડું બહાર નીકળીએ છીએ. બેટરી બગડે છે ને ? આજે થોડા બહાર નીકળશે. બેટરી બગડે નહિ. મોટી પચાસ હજારની મોટર છે. એ તો ઘણા વર્ષની પડી છે. બહાર નીકળે તો કામ આવે, બાકી તો પડી છે. હિન્દુસ્તાનમાં ત્રણ વાર ફર્યા. ઘણું જોયું, જાત્રા જોઈ, લાખો માણસો જોયા. પ્રભુ ! માર્ગ કોઈ બીજી ચીજ છે. આહા...હા...!
અંતરમાં જોનારને જોવો, જોનાર પરને જોવે છે એ છોડીને જોનારને અંદરમાં જોવો. હું કોણ છું ? “શ્રીમદ્ રાજચંદ્ર થયા છે, સાંભળ્યું છે ? “શ્રીમદ્ રાજચંદ્ર થયા છે. શ્રીમદ્ રાજચંદ્ર નથી થયા ? જેને જાતિસ્મરણ જ્ઞાન હતું. પૂર્વભવનું જ્ઞાન નાની ઉંમરમાં હતું. આઠ વર્ષની ઉંમરે (જ્ઞાન હતું). તેંત્રીસ વર્ષે દેહ છૂટી ગયો. ઘણો ક્ષયોપશમ ! અજબ-ગજબ શક્તિ ! એ સોળ વર્ષે કહેતા હતા, “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” સોળ વર્ષે (કહે છે) ! શરીરના સોળ વર્ષ, આત્મા તો અનાદિઅનંત છે, એ તો અવિનાશી છે, એનો તો કાંઈ નાશ થતો નથી. સોળ વર્ષની ઉંમરે કહે છે, હું કોણ છું? અને ખરું સ્વરૂપ – યથાર્થ સ્વરૂપ શું છે ? એ યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના... આહા..હા...! એનો અનુભવ કર્યા વિના ચોરાશી લાખના અવતાર છૂટશે નહિ, પ્રભુ ! આહાહા...! એ ગમે તે ક્રિયાકાંડ કરે, વ્રત પાળે, અપવાસ કરે, ભક્તિ કરે, કરોડો રૂપિયાના મંદિર ચલાવે બધો રાગ છે, એ કોઈ ધર્મ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ કહે છે, હું તો સ્વસંવેદનપ્રત્યક્ષ છું. કોઈ બીજી હું બનાવું કે એમાં કંઈ કરું તો મારા આત્માને લાભ થાય એવો હું છું નહિ. આહા..હા.! “સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે જીવદ્રવ્ય. આહાહા..! એવો હું જીવ વસ્તુ છું. “શુદ્ધ વિમલમ્ ખ્યોતિ:”