________________
૨૦૨
કલશામૃત ભાગ-૫
પર્યાયે જેણે સ્વને જાણી એની પર્યાયમાં પરને જાણવું જ રહી જાય છે, બસ ! પરનું પોતાપણું એમાં રહેતું નથી. સમજાણું કાંઈ ? આવું ભારે, ભાઈ ! ચક્રવર્તીને રાજમાં રહેવું અને કહે કે, આ મારું નહિ ! અને છે, છે ઈ તો સૌને ઘરે છે. મિથ્યાષ્ટિ અભિલાષા કરે છે કે, આને કરું. કરું એનો અર્થ કે એણે એને મારા માન્યા, બસ ! આહાહા...! અને એને જાણું. મને જાણતાં એને જાણે એણે પર પોતાના માન્યા નહિ. પર તરીકે માન્યા એને જાણ્યા. આહા..હા..! ભાઈ ! ત્યાં હોંગકોંગમાં ક્યાંય મળે એવું નથી. પેલો કહેતો હતો કે, હમણાં હોંગકોંગ ગયો. માળા, રૂપિયા માટે ત્યાં જાવું એમ કહે, ત્યાં મળશે. આહાહા....
પ્રશ્ન :- એના વગર જાવું ક્યાં ?
સમાધાન :- જાવું આત્મામાં. જે ક્ષેત્રે, જે કાળે જ્યાં જાય ત્યાં તો આત્મા જ્ઞાનસ્વરૂપી છે જ. એનો જાણનાર તો છે જ. આહાહા...! જ્યાં જાય ત્યાં તે જાણનાર જ રહે છે. એ પોતામાં રહે છે, પરમાં જાતો નથી. રાગમાં જાતો નથી તો વળી પરમાં (તો જાય જ ક્યાંથી ? આહા...હા...!
(મિથ્યાષ્ટિ જીવ પરપદાર્થને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે તે મિથ્યાદૃષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. આહા..હા...! જે કર્મની સામગ્રીને કરવાની જેને અભિલાષા છે. આ...હા...હા...! તે ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અનંત ગુણનો જાણનાર અને પર્યાયમાં સ્વ-પરને જાણવાનો સ્વભાવ છે) એને એ જાણતો નથી. આહા...હા...! જેને હજી બહારની મહિમા અને આબરૂ પણ જોઈએ છે એવા આબરના અભિલાષી જીવને – મિથ્યાદૃષ્ટિને આત્માનું જ્ઞાન નથી. આહા..હા..!
મુમુક્ષુ :- એમ આવે છે કે, સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને પણ આબરૂનો વધારો થાય એવી ઇચ્છા થાય છે.
ઉત્તર :- ઈ નહિ. નહિ. નહિ. એ તો કુદરતે થવાનું હોય તે) થાય. બહારથી વધારો થાય (એ) પોતે ઇચ્છે નહિ. ઈ વ્યવહારથી વાતું આવે. પુણ્ય કરો (એમ) “પદ્મનંદિપંચવિંશતિમાં આવે છે. પુણ્ય કરો તો એમાંથી જશ મળશે. બધી ખબર છે. એ તો થવાનું હોય) તે થાય છે. તેને વલણ રહે છે. પણ જેને અભિલાષા છે. આહાહા.! જશની અભિલાષા એ તો પરદ્રવ્ય છે. આબરુની અભિલાષા છે, બહાર પડવાની, બહારમાં દેખવા દેવાની અભિલાષા છે એ તો બહારમાં પડ્યો છે, બહિરાત્મા છે. આવી વાતું છે.
મુમુક્ષુ - ચારિત્રમોહના કારણે કોઈને થાય.
ઉત્તર :- એ નહિ. નહિ. નહિએને પણ જાણે છે. એને કરતો નથી, એની અભિલાષા નથી. અહીં તો (નાનાતિ) બસ, એક જ વાત છે). (નાનાતિમાં કરવું અને અભિલાષા એ આવી શકે જ નહિ. આહાહા...! એને એક (બોલમાં) લખ્યું નથી ? બહાર પડવામાંથી ભાગજે. બેનની ભાષા તો જુઓ ! બહાર પડવામાંથી ભાગજે. બહાર પડવાની