________________
કળશ- ૧૫૬
પ૭
દિ રહ્યા. માગશર સુદ ૯, ૬૫મું દીક્ષાનું (વર્ષ) બેસે છે. ૬૫ વર્ષ ! ભાઈ ! અને શરીરને ૮૮ થયા, આ વૈશાખ સુદ ૨, ૮૯ બેસશે. “ઘાટકોપરની માંગણી છે. આહા...હા...! બાપુ ! ઘણું જોયું જગતનું ! આહા...હા...! દસ-દસ હજાર માઈલ તો ત્રણવાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. આહા...હા...! અને દુકાન ઉપર પણ પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. પાલેજ ! દુકાન છે ને ? પાલેજની દુકાન છે, અત્યારે દુકાન છે, મોટી દુકાન છે. ૩૦-૩૫ લાખ રૂપિયા છે, ત્રણ-ચાર લાખની પેદાશ છે, દુકાન એ વખતની છે. ધૂળધાણી બધા ! મરી ગયો !
મારા ભાગીદાર હતા, મેં તો એને કહ્યું હતું. ફઈના દીકરા હતા, અત્યારે) એના છોકરાઓ છે. મેં તો એને (સંવત-૧૯૬૬)માં કહેલું, હોં ! ભાઈ ! હું તો પહેલેથી નાની ઉંમરથી “ભગત” કહેવાતો, ભલે ઘરની પિતાજીની દુકાન હતી. મેં પાંચ વર્ષ દુકાન ચલાવી. સત્તર વર્ષની ઉંમરથી બાવીસ (વર્ષ એમ) પાંચ વર્ષ (ચલાવી). (સંવત-૧૯૬ ૮ના) વૈશાખે છોડી દીધી. મેં તો ૧૯૬ ૬માં ભાઈને કહ્યું, અમે બધા ભેગા હતા. ત્રીસ માણસો ! બે દુકાનો હતી. મારા ભાઈ બેઠા હતા (છતાં) મારાથી તો કહેવાઈ ગયું, ભાઈ ! તમને દુકાનની મમતા બહુ, હોં ! ૬૬ ૬૬ ! કેટલા વર્ષ થયા ? મને તો ભાઈ એવું લાગે છે, ભાઈ ! આપણે વાણિયા છીએ ને ? એટલે માંસ અને દારૂ (નથી ખાતા એટલે નરકમાં તો તમે નહિ જાઓ, હોં ! દુકાનમાં બેઠા હતા ને આ દુકાન છોડીને સામે આહાર કરવા ગયેલો. એમ દેવમાં જવાના લખણ મને નથી લાગતા, ભાઈ ! તેમ મનુષ્ય થાઓ એ મને દેખાતું નથી. પશુ થશો. તિર્યંચમાં – ઢોરમાં જવાના, યાદ રાખો ! મારી સામે બોલે નહિ, ભગત છે ઈ (એમ કહે). યાદ રાખો તમારી મમતા એટલી દેખાય છે કે, તમારા અવતાર પશુમાં) થશે. એ ભાઈ મરતાં.. બે લાખની પેદાશ, દુકાનની (એક) વર્ષની બે લાખની પેદાશ ! તે દિ દસ લાખ હતા, અત્યારે તો ઝાઝા થઈ ગયા, ત્રીસ-પાંત્રીસ લાખ થયા, ત્રણ-ચાર લાખની પેદાશ (છે). મરીને મરતા વખતે મમતા... મમતા.. મમતા... મેં આ કર્યું. મેં આ કર્યું. મેં આ કર્યું. પાગલ થઈ ગયો, પાગલ ! ભાઈ ! એમના દીકરા કહે, મહારાજે કહ્યું હતું એ થયું. મરીને ઢોરમાં ચાલ્યો ગયો. આહા..હા..! આ સંસારના પડદાઓની જગતને ખબર નથી. આંધળઆંધળા એમને એમ ચાલ્યું જાય છે. આહા..હા..!
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ ! આત્મા મારી ચીજ શું છે આ ? જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન આત્મા ! એની એને રાગના વિકલ્પથી ભિન્ન પડી અને પોતાના સ્વરૂપની પ્રતીતિનો અનુભવ થાય છે કે, આ આત્મા તો અતીન્દ્રિય આનંદમય છે. એનો જરી નમૂનો (આવે છે). સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો થોડો આસ્વાદ આવે. આ.હા...હા...! એને અહીંયાં ધર્મની પહેલી શ્રેણીવાળો સમ્યક્દૃષ્ટિ કહેવામાં આવે છે. આ...હા...હા...! અરે..! એને સાંભળવા પણ ન મળે, ખબર પણ ન મળે. આહાહા...! કહો, ભાઈ !