________________
૫૮
કલશામૃત ભાગ-૫
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ પોતાની મેળે નિરંતરપણે...’ આહા..હા...! જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે...’ વેદે છે. આ..હા...હા...! ધર્મી તો એને કહીએ કે, આત્મા જ્ઞાનસ્વરૂપ... જ્ઞાનસ્વરૂપ જ્ઞાનસ્વભાવ જ્ઞાનનો પિંડ છે) એનું જેને અંદર આનંદનું વેદન આવે... આહા..હા...! તેને ધર્મની શરૂઆતવાળો સમ્યગ્દષ્ટિ કહીએ. આટલી શરતું સહિતની વાતું છે. દુનિયામાં તો બધું પોકળ ચાલે છે, બધી ખબર છે. અ૨.૨.૨..! જિંદગીયું ઢોરની જેમ ચાલી જાય. ધર્મને બહાને પણ વ્રત ને તપ ને ભક્તિ (કરાવે). એ બધો શુભરાગ છે, એ ધર્મ નહિ. આહા..હા...!
અહીં પરમાત્મા એમ કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવને સ્વયં) નામ પોતાની મેળે...' નિરંતર ત્રણે કાળ આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય. આ..હા..હા...! જેમ અજ્ઞાનીને અનાદિથી અનંતકાળમાં રાગ અને વિકારનું જ વેદન છે ઈ ઝેરના અનુભવ પીવે છે. ધર્મીને નિરંતર આત્માના આનંદના પીણા હોય છે. આહા..હા...! અરે..! અરે..! આવી વાતું ! એ કહે છે, ‘જ્ઞાન’ શબ્દ વાપર્યો છે ? જ્ઞાન એટલે જીવનું શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ (છે) એ જ્ઞાન સ્વરૂપ (છે). જેમાં પુણ્ય-પાપના રાગ પણ નથી. શરીર તો જડ, માટી ધૂળ છે. આહા..હા...! આ તો એમાં છે જ નહિ. આ તો પરમાણુ રાખ (છે), મસાણની રાખું થઈને ઊડી જશે, બાપા ! આ ચીજ કાંઈ તારી નથી, એ કંઈ તું નથી. આહા..હા...!
રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં ? ચેત ચેત નર ચેત.’ ‘રજકણ તારા રખડશે જેમ રખડતી રેત...’ જેમ રેત ઊડે (એમ ઊડશે). આટલી (ચપટી) રાખ નહિ થાય. મસાણમાં આટલી (રાખ પણ) નહિ થાય. પવન આવ્યો એટલે (ઊડી જશે). રજકણ ધૂળ – માટી હતી, ત્યાં ક્યાં તું હતો ઈ ? આહા....હા...! રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં ?” પ્રભુ ! પછી તને આવો મનુષ્યદેહ કયારે મળશે ? આ..હા...! ચેત ચેત ન૨ ચેત' આત્મા શું ? તેનું જ્ઞાન કર. આહા...હા...! કરવાનું હોય તો આ છે, બાકી બધું ધૂળ-ધાણી ને વા-પાણી છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
-
સવારમાં ચા-પાણી જોવે, માળાને ! ઉકાળો દોઢ-પા શેર (પીધો) હોય ત્યારે મગજ ઠીક રહે. ધૂળેય નથી હવે, સાંભળને ! આહા..હા...! કાંઈ ખબરું ન મળે, બિચારા શું કરે ? અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે આસ્વાદે છે.’ છે ? આવ્યું ?
આ..હા..હા...! જેમ આઈસક્રીમનો સ્વાદ લે છે એમ ધર્મી પોતાના આનંદનો સ્વાદ લે છે. અંદર મૈં આઈસક્રીમ છે ! અરે......! ક્યાં સાંભળ્યું (હોય) ?
મુમુક્ષુ :– આઈસક્રીમનો સ્વાદ કોઈ લેતું નથી એમ આપ કહો છો.
ઉત્તર ઃઈ કીધું ને ? આસ્વાદ લે છે એનો અર્થ પેલો રાગ આવે છે ને ? એનો આસ્વાદ લે છે ને ? એમ આ આનંદનો આસ્વાદ લે છે.
—