________________
કળશ-૧૮૦
ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ એ પંચ પરાવર્તનને છોડવા, પંચમગતિ એવી મોક્ષદશાને પામવા પરમપુરુષો ધર્માત્મા પંચમ પારિણામિકભાવને યાદ કરે છે. આહા..હા...!
એ પંચમભાવ એટલે આ પ્રજ્ઞા શુદ્ધ જ્ઞાનમય જીવદ્રવ્ય. પ્રજ્ઞાને અને દ્રવ્યને અભેદ ગણીને (કહ્યું). શુદ્ધ જીવદ્રવ્ય ખ્યાલમાં આવ્યું ને ત્યારે એને શુદ્ધ જીવ થયો એટલે પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કહ્યો. શું કહ્યું એ ? અંતરના જ્ઞાનની પર્યાય દ્વારા શુદ્ધ જીવ ત્રિકાળી પંચમ પારિણામિકભાવ ખ્યાલમાં – અનુભવમાં આવ્યો એથી એ પ્રજ્ઞાને જ શુદ્ધ જીવદ્રવ્ય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? અથવા જે પ્રજ્ઞા શુદ્ધ છે એમાં જીવદ્રવ્યનું જ્ઞાન આવ્યું. પ્રજ્ઞામાં – જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ જીવનું જ્ઞાન આવ્યું એથી પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કીધું. આવી ભાષા ! આવું ઝીણું સ્વરૂપ છે.
-
૪૦૭
પ્રજ્ઞા ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય,...' એનો અર્થ એ કે, પ્રજ્ઞા જે જ્ઞાનની છીણી છે એટલે કે શુદ્ધ અનુભવ, પ્રજ્ઞાનો અર્થ શુદ્ધ અનુભવ છે, એ પાછળ આવશે. પછીની ગાથામાં આવશે ને ? પ્રજ્ઞાછીણી, નથી આવતું ? આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...' ત્યાં પ્રજ્ઞાનો અર્થ એ કર્યો. જોયું ? (૧૮૧) શ્લોકમાં.
પ્રજ્ઞા એટલે ? આહા..હા...! આત્માના શુદ્ધ સ્વરૂપ અનુભવસમર્થપણે. ચૈતન્યના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના અનુભવસમર્થપણે પ્રગટ છે એને પ્રજ્ઞા કહીએ છીએ એમ કહે છે. એ પહેલાંમાં નથી, બીજા (શ્લોકમાં) છે, આની કોર વચમાં છે. પ્રજ્ઞા કોને કહેવી ?
અહીં પ્રજ્ઞાનો અર્થ ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય,...’ એમ કહ્યું. ત્યાં પ્રજ્ઞાનો અર્થ... છે ? ત્યાં પ્રજ્ઞાનો અર્થ એમ કહ્યો, પ્રજ્ઞાવ્યેત્રી” કીધું ને ? આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...' એમ. છે ને ? આ જીવની છેલ્લી વાતું છે ને ? આત્મા શુદ્ધ ચૈતન્યપણે પરિણમેલો જીવને અહીંયાં પ્રજ્ઞા કીધી. શુદ્ધ સ્વરૂપના અનુભવપણે થયેલા જ્ઞાનને પ્રજ્ઞા કીધી. સમજાણું ? આહા..હા....!
અહીં કહ્યું કે, પ્રજ્ઞા એટલે શુદ્ધ જીવદ્રવ્ય સ્વરૂપ. બેને જુદા પાડવા છે ને ? એટલે (એમ કહ્યું). પ્રજ્ઞા એટલે શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ...' જોયું ? શુદ્ધ જીવદ્રવ્યની વ્યાખ્યા કરી. પ્રજ્ઞાનો અર્થ (એ કર્યો). નહિતર છે અનુભવ. શુદ્ધ જીવનો અનુભવ તે પ્રજ્ઞા છે. કારણ કે એ પ્રજ્ઞાછીણી રાગ અને જીવદ્રવ્ય બેને ભિન્ન પાડે છે. દ્વિધા કરે છે. આહા..હા...!
—
અહીંયાં કહે છે, ‘શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ...' અશુદ્ધતામાં તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પણ અશુદ્ધ છે. શુભ તે અશુદ્ધ છે. અશુભ તે અશુદ્ધ છે, પણ શુભ તે અશુદ્ધ છે. હવે એને તો અહીં જુદા પાડવા છે એને ઠેકાણે ઈ અશુદ્ધ ચીજથી આત્મા જણાય એમ ક્યાંથી આવે ? અશુદ્ધથી જુદું પાડવું છે. એને ઠેકાણે (એમ કહે કે), અશુદ્ધભાવથી નિશ્ચયધર્મ પમાય. શુભભાવ કારણ અને ધર્મ કાર્ય. ઘણો