________________
८८
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ :- આત્મા દેખાતો નથી.
ઉત્તર :– દેખાતો નથી એ કોણે નિર્ણય કર્યો ? ઈ જ દેખાણો. જેની સત્તામાં દેખાતો નથી’ એવો નિર્ણય (થાય છે) એ જ દેખાણો (છે). આહા..હા..! ‘હું જણાતો નથી’ એ એમ કહે છે કે, ‘હું જણાતો નથી' તે જાણું છું. આહા..હા...! કોઈપણ ચીજને જાણવામાં ભગવાનઆત્માની મુખ્યતા ન હોય તો જાણે કોણ ? જાણનારો તો પોતે છે. આહા..હા...!
જાણકસ્વભાવ જ્ઞાન કીધું છે ને ? જ્ઞાન એટલે આત્મા. આખો જ્ઞાનસ્વરૂપ જ ઈ છે. ચૈતન્યના પ્રકાશનું નૂર ! ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ છે ! આ..હા..હા..! આ ઘોડાપુર આવે છે ને ? નદીમાં ! ઘોડાપૂર એને કહે કે, અહીં વરસાદ ન હોય અને પાંચ-પંદર ગાઉ છેટે ઉ૫૨ વરસાદ હોય, સાત-આઠ ઇંચ વરસાદ પડી ગયો હોય) અને પાણી એકદમ ઊંચુ આવે, પાણીનું દળ (ઊંચું આવે). અમારે (ત્યાં) તો મોટી નદી છે તો જોયું છે ને ! ‘ઉમરાળા’ ! અમે છોકરાઓ (ત્યાં) રમતા. રાડુ પાડે એકદમ ! છોકરાઓ નીકળી જાઓ ! પણ શું છે ? અહીં તો વરસાદ પણ નથી. તો કહે, એ.. ઘોડાપૂર આવે છે ! આટલું આટલું પાણી ચાલ્યું આવે ! આહા..હા...! વરસાદના, નદીના પાણી ભેગા થઈ ગયા હોય ને !
અહીં પ્રભુ કહે છે કે, ભાઈ ! આ આનંદનો સાગર, આનંદનું પૂર, અંદર તારું ધ્રુવ જ્ઞાન-પૂર વસે છે ! આ..હા..હા...! એને સામું જોઈને એને માન અને વેદ તો તારા જન્મમ૨ણ મટે, નહિ તો મટે એવું નથી. ચોરાશી લાખમાં મરણ કરી કરીને સોથા નીકળી ગયા, બાપા ! ઘરમાં છ મહિનાથી છોકરો માંદો પડ્યો હોય) ઈ ઊઠે ત્યાં વળી બાયડી માંદી પડે, બાયડી ઊઠે ત્યાં પોતે માંદો પડે, પોતે ઊઠે ત્યાં વળી નાનો છોકરો (માંદો પડે). રાડ્યું પાડે, બે વરસથી ખાટલો ખાલી થાતો નથી.’ એક પછી એક (માંદા જ પડે છે). ત્યાં સાધારણ બિમારીમાં) રાડ્યું નાખે ! આ અનંતકાળથી દુ:ખના ખાટલેથી છૂટ્યો નથી એ તો જો ! આહા..હા...! બે વરસ ખાટલો ચાલ્યો. બે-ચા૨ છોકરાઓ વારાફરતી ચાર-છ મહિના (બિમાર પડ્યા હોય અને) ખાટલો ચાલ્યો હોય. એક પછી એક... એક પછી એક... માંદા પડે ત્યાં તને આમ થઈ ગયું ? આહા..હા...! બાપુ ! તેં અનંત ભવ કર્યાં. એક એક ભવમાં તેં દુઃખના ડુંગરા વેદ્યા છે, બાપા ! એ તારા દુ:ખ દેખીને જેને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય એવા દુઃખો વેઠ્યા (છે), પ્રભુ ! તું ભૂલી ગયો. આ..હા..હા...! આ બહારની ચમકવાળી ભૂતાવળ દેખીને ભૂલી ગયો. આહા..હા...! સમજાણું કાંઈ ? આ..હા..હા..! આવી વાત છે. છે ?
‘એવો જે અગુપ્તિભય..’ અગુપ્તિ એટલે ગોપવી રાખું નહિતર કોઈ લઈ જશે. અંદર વસ્તુ ગુપ્ત જ છે. આ..હા..હા...! નિત્યાનંદનો નાથ સહજાત્મ પ્રભુ ! શુદ્ધ ધ્રુવ અનંત ગુણનો પિંડ ! એ એમને એમ પડ્યો છે. આ..હા..હા..! એ ગુપ્ત જ છે. એમાં કંઈ પ્રવેશ કરી