________________
કળશ-૧૫૮
૮૯
જાય અને અગુપ્તિ થાય એમ છે નહિ. આહા.હા..! અરે. અરે..! આવી વાતું !
અત: કશ્ય વાચન સાપ્તિ: પર્વ ન મવેત્ જ્ઞાનિન: તલ્લી: 7: આ કારણથી શુદ્ધ જીવને...” આ...હા...હા...! ભગવાન આત્મા પુણ્ય અને પાપના રાગથી રહિત (છે). પુણ્ય અને પાપના ભાવ ક્ષણિક કૃત્રિમ વિકાર ઝેર (છે). એનાથી પ્રભુ અંદર આનંદકંદ અકૃત્રિમ નિત્ય ધ્રુવ (છે). આહાહા...! એવા શુદ્ધ જીવને કોઈ પ્રકારનું અગુપ્તિપણું નથી. એટલે કે, રાખું તો ગુપ્ત રહે, નહિતર અગુપ્તિ થઈ જાય એવું નથી. ઈ ગુપ્ત જ છે. આહાહા...!
જેમાં રાગનો પ્રવેશ નથી, પર્યાયનો પ્રવેશ નથી. આહાહા...! પર્યાય એટલે શું? હજી (ઈ ખબર ન હોય). જેમ સોનું છે ને ? સોનું ! ઈ કાયમ છે. ઈ સોનું કાયમ છે તેને દ્રવ્ય કહીએ અને પીળાશ, ચીકાશ, વજન છે) એને ગુણ કહીએ અને એના જે કંઠી, કડા, વિટી થાય એને અવસ્થા – પર્યાય કહીએ. સોનું છે ઈ દ્રવ્ય કહીએ અને એની પીળાશ અને ચીકાશને ગુણ કહીએ અને એના કડા, વિટી, કુંડળની અવસ્થા થાય તેને પર્યાય કહીએ. એમ આત્મા... કાલે કહેતા હતા ને ? ભાઈ કંઈક દાખલો કહેતા હતા ને ? દાખલો આપે તો સમજાય એમ કહેતા હતા ને ? આ દાખલો કહ્યો.
જેમ સોનું છે તેમ આત્મા ત્રિકાળી છે). એમાં પીળાશ, ચીકાશ, વજન છે એમ આમાં જ્ઞાન, દર્શન, આનંદ (આદિ) શક્તિ છે. એના જે કુંડળ, કડાં, વિટી થાય છે એ એની અવસ્થાઓ – પર્યાય બદલે છે અને પર્યાય કહીએ. આહાહા...! અરે.રે...ઘરની ચીજને એણે જોઈ નહિ, જાણી નહિ ! પેલા નથી કહેતા ? ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો. એવી લોકો બહારની વાતું કરે. આહા..હા....! એમ આ ઘરના છોકરા ઘંટી ચાટે એટલે) ઘરમાં છે એનું ભાન ન મળે ! પેલી પારકી ચીજને મારી... મારી માનીને... આહા...હા...! પાડોશીને આટા – લોટ આપ્યા. અહીં અંદરમાં લોટ ન મળે ! આહા..હા..! માર્ગ એવો છે, બાપા આ કોઈ બહારથી પૈસાથી મળી જાય કે દયા, દાનથી મળી જાય કે વ્રત, ભક્તિ, પૂજાથી વસ્તુ મળી જાય એવી એ ચીજ નથી. આહા..હા..!
ભગવાન પૂર્ણાનંદનું અવલંબન ત્યે ત્યારે તે જણાય અને જણાણો તે હવે ક્યાં જાય ? એ કહે છે કે, મારી ચીજ છે એ કોણ લે? આહાહા...! બહારમાં તો કોઈ શરીરને પણ લઈ લે, બાયડી હોય તો લઈ જાય, ઘરેણાં હોય તો લૂંટી લે. આહા...હા...! આમાં શું લૂંટે ? નિત્યાનંદ પ્રભુ છું. આહાહા..! નિત્યાનંદ છું એવો જે નિર્ણય કર્યો છે ઈ પર્યાય પણ જેમાં પ્રવેશતી નથી. સમજાણું કાંઈ ? આહા...હા..! ઝીણી વાતું, બાપુ ! વીતરાગના નામે અત્યારે કંઈક કંઈક ચાલે છે. આહાહા...! માર્ગ બહુ જુદો, પ્રભુ ! શું થાય ? આહા...હા...!
બહારથી તને આ બધી ભૂતાવળ (સારી) લાગે. શરીર સારું હોય), પૈસા, બાયડી, છોકરા ને હજીરા ને કપડાં ને દાગીનાથી) મડદાંને શણગારે ! અહીં લટકાવે ને અહીં લટકાવે ને અહીં લટકાવે ! મડદાં છે, આ તો મડદું છે, જડ ધૂળ (છે). તે અંદરનો ભગવાનનો