________________
કળશ-૧પ૭
૬૭
કારતક વદ ૯, રવિવાર તા. ૦૪-૧૨-૧૯૭૭.
કળશ–૧૫૭, પ્રવચન-૧૬૬
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिआनं सत्स्वयमेव तत्किल ततस्रातं किमस्यापरैः । अस्पात्राणमतो न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२५-१५७ ।।
શું કહે છે ? આત્મા શાશ્વત નિત્યાનંદ પ્રભુ ! એનું જેને ભાન થયું છે; ભાન નથી એને તો ભય છે, કોઈ મને રાખે તો રહે, કોઈ મારી રક્ષા કરે તો હું રહું, કોઈ ભક્ષ કરે તો હું નાશ થઈ જાઉં' એવું અજ્ઞાનીને શરીર, વાણી મારા છે એમ માનનારાઓને આવો ત્રાસ અને ભય હોય છે. ન્યાય સમજાય છે ?
આ શરીર, આ તો માટી – ધૂળ છે. એ જેણે મારા માન્યા અને પોતાનું સ્વરૂપ અંદર સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત ધુવ અતીન્દ્રિય અનાકુળ આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ પ્રભુ છે, એવી સત્તા અનાદિની છે એવું હોવાપણે આત્મા છે, એની જેને ખબર નથી એ બહારના રક્ષક અને ભક્ષકને, રક્ષક હોય તો હું રહી શકું (અને ભક્ષક હોય તો મારો નાશ થઈ જાય એમ અજ્ઞાની માને (છે). આહા..હા..! પૈસા હોય તો મને શરણ મળે, સ્વજન-કુટુંબ હોય તો મારી રક્ષા થાય, હથિયાર અને હાથી, ઘોડા, ગઢ હોય તો મારી રક્ષા થાય એમ અજ્ઞાની મૂઢ જીવ, જેને આત્મા શાશ્વત છે એની ખબરું નથી એ જીવ આ રીતે પરમાં રક્ષાપણું ભાળે છે. આહાહા...! સમજાય છે કાંઈ ?
પર મને રક્ષા કરે તો હું રહું, એ તો આ શરીરને પોતાનું) માન્યું છે. અંદર આત્મા જે ચિદાનંદ પ્રભુ શાશ્વત સચ્ચિદાનંદ સ્વભાવ ! સત્ શાશ્વત અને જ્ઞાન ને આનંદ અનાકુળ શાંતિ જેનો સ્વભાવ છે) એ તો શાશ્વત વસ્તુ છે, નિત્ય છે, ધ્રુવ છે, અવિનાશી છે. એવું જેને અંતર ભાન થયું... સમજાણું કાંઈ ? જેને એના અંતરના આત્મતત્ત્વની સત્તા – હોવાપણું, આનંદ અને જ્ઞાનમય મારી ચીજ શાશ્વત છે એવી જેને પ્રતીતિ થઈ તે ધર્મી જીવ છે). (એવા) ધર્મીને એવી દૃષ્ટિમાં આત્મા શાશ્વત ભાસ્યો છે, નાશવાન ચીજથી મારી ચીજ તદ્દન ભિન્ન છે (એમ ભાસ્યું છે). આહા..હા...! શરીર, વાણી નાશવાન (છે), કુટુંબ-કબીલા, બધા મકાન ને ગઢ, હથિયારો હોય તો એ બધી નાશવાન ચીજ છે, એમાં હું નથી. ધર્મીને