________________
६८
કિલશામૃત ભાગ-૫ એવી દષ્ટિ થઈ છે કે એ હું નથી. આહાહા...! હું તો આત્મા અંદર શાશ્વત છે. છે... ને છે. એવી આત્મ-ચીજ જે સત્તા... આહા...હા...! એનો જેને અંતરમાં નિત્ય સ્વભાવનો સ્વીકાર થયો છે અને જેને અંતરમાં પૂર્ણાનંદ સ્વરૂપનું ભાન થતાં ધર્મીને અતીન્દ્રિય આનંદનો નમૂનો, એની દશામાં નમૂનો આવે છે તેથી એ ધર્મી એમ માને છે કે, હું તો નિત્ય છું. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ !
એણે કોઈ દિ આત્મા શું ચીજ છે અને એનો સ્વભાવ શું છે ? એવું એણે કોઈ દિ જાણ્યું નથી. બહારમાં પાપના થોથા કરી, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના (કરી). ધર્મને નામે આવીને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ (કર્યા). એ બધા નાશવાન ભાવો છે. આહા..હા..! એનાથી આ પ્રભુ અંદર શાશ્વત વસ્તુ (ભિન્ન છે). એ કહે છે, જુઓ !
સ: જ્ઞાન સા વિન્દતિ “સમ્યગ્દષ્ટિ જીવ... એટલે કે મારો શાશ્વત આત્મા સત્તાએ હોવાપણે ત્રિકાળ છે એવું જેને અંતરમાં શ્રદ્ધામાં, જ્ઞાન અને વેદનમાં આવ્યું છે... આહાહા.... એને ધર્મી – સમ્યફદૃષ્ટિ કહીએ. આહા..હા...! એને સમ્યફ નામ સત્ય દૃષ્ટિવંત કહીએ. આહા...હા..! એ “સમ્યગ્દષ્ટિ. છે ? જીવ જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને....” ભગવાન અંદર શુદ્ધ સ્વરૂપ પ્રભુ છે. એની દશામાં રાગાદિ, પુણ્ય-પાપના ભાવ દેખાય છે એ બધા વિકૃત છે, એ એનું સ્વરૂપ નથી. આહા..હા..! છે ? શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ પવિત્ર આનંદનો નાથ, પ્રભુ ! આ..હા..! અરે! કેમ બેસે ?
- સવારમાં દોઢ પા શેર ચા પીવે ત્યારે મગજ ઠેકાણે રહે ! આવાને એમ કહેવું કે, તું ત્રિકાળી આનંદનો નાથ છો ! શે (-કયા) માપે માપ કરે ? આહા..હા..! સવારમાં સરખી એક ચા, ઉકાળો પીવે ત્યારે એનો મગજ ઠેકાણે રહે. નહીતર એમ કહે કે, અત્યારે ચા પીને નથી આવ્યો ને ઉતાવળ થઈ ગઈ એટલે મગજ બરાબર કામ નથી કરતું ! આવા તો જેને અપલખણ ! ભાઈ ! સાંભળ્યું કે નહિ આ ? એ બધી રાગની વાતું, એ તત્ત્વ નહિ. આહા..હા...!
અહીં કહે છે, અરે...! ધર્મી જીવને પોતાનો આત્મા શુદ્ધ શાશ્વત છે એવું અંતરમાં (ભાન થયું છે), એનો નમૂનો – અંતરના આનંદનું વેદન આવ્યું છે એ દ્વારા એમ જાણે છે કે આ તો આનંદનો નાથ ત્રિકાળી શાશ્વત છે. આ..હાહા...! આનું નામ સમ્યફદૃષ્ટિ – ધર્મની પહેલી સીઢી, ધર્મની પહેલી શરૂઆત કહેવામાં આવે છે. ભાઈ ! બધા જાત્રા નીકળ્યા ને પચાસ હજાર ખચ્ય ને ઢીકણું (કર્યું), ધૂળમાંય ત્યાં ધર્મ નથી, એમ અહીં કહે છે. ભાઈ ! નીકળ્યા હતા ને તે દિ ?
પ્રશ્ન :- અમારે કરવું શું ?
સમાધાન :- આ આત્માનું ભાન) કરવું. આ ઓળખો છો ને ? કીધું ને આ ? એને બે કરોડ રૂપિયા છે, આઠ લાખ ખર્ચીને હમણા મંદિર બનાવ્યું. આઠ લાખ એમણે નાખ્યા