________________
૧૯૮
કલશામૃત ભાગ-૫
અહીં લોકાકાશમાં કાળાણુ અસંખ્ય છે. (બીજા) દ્રવ્ય તો અનંત છે. એ કાળાણુની સંખ્યા કરતાં દ્રવ્યો છે એ તો અનંતગુણા છે. આહા..હા...! એ અનંત અનંત ગુણાને કાળદ્રવ્યનું નિમિત્ત છે. પરિણમન તો ઉપાદાન દરેક દ્રવ્ય(નું) પોતાનું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અને લોકના ભાગથી અનંતગુણો અલોક, અનંતગુણો અલોક ! એને કાળનું નિમિત્ત કહેવું ? આહા..હા...! શું કહે છે આ ? આહા..હા...! વિચાર કરતાં (એમ થાય છે કે) સિદ્ધને નિમિત્ત કહેવું એ તો એક હદ થઈ ગઈ ! એ તો એને અડતો નથી. અહીં તો અલોક... અલોક... અલોક... અલોક... આ..હા...હા...! એના હિસાબે લોક તો એક રાય જેટલો (છે), ભલે આકાશના અસંખ્ય પ્રદેશમાં) અનંત દ્રવ્ય અને અનંત ગુણ હોય. આ (લોક) એને અનંતમે ભાગે (છે). પેલો (અલોકાકાશ) અનંત અનંતગુણો ! કોઈપણ દિશાએ લ્યો તો અનંતગુણો... અનંતગુણો, ક્યાંય અંત નહિ ! એવા અલોકાકાશને પણ કાળનું નિમિત્ત કહેવામાં આવે, આ શું છે ?! કેમકે એનો એક ભાગ એને અડ્યો છે. નિમિત્ત એની પાસે છે. સિદ્ધનું નિમિત્ત છે એનો તો કોઈ ભાગ અહીં નિમિત્તરૂપે નથી. શું કહેવાય છે, સમજાય છે ? આહા..હા...! એ વસ્તુની શક્તિ એટલી છે. નિમિત્તને નિમિત્ત થવાની શક્તિ એટલી છે કે, અલોકાકાશ (કે જેનો) ક્યાંય અંત નથી એને પણ એ અડ્યા વિના નિમિત્ત થાય ! આ..હા..હા...! શું કહે છે આ ?! ભાઈ ! આહા..હા...!
અહીંયાં તો સમ્યક્દષ્ટિ જીવ... આહા..હા...! આવી બધી ચીજને ઈ જાણે જ છે. એને કંઈ એની અતિશયતા લાગતી નથી. એ તો એનું સ્વરૂપ જ છે. આહા..હા...! દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું, જડનું, કાળાણુનું (સ્વરૂપ જાણે છે). આહા..હા...! આટલા એક કાળાણુમાં પણ આકાશના અનંતા પ્રદેશથી અનંતગુણા ગુણ છે. આહા...હા...! એની વિશેષતા તો તેના જ્ઞાનમાં છે કે, આ બધાને જાણે. અહીં (ઈ) કહેવું છે ને ? જાણે, બસ ! આ..હા..હા...! સમ્યક્દષ્ટિ જીવ આ બધું છે, એને પોતાની પર્યાયના સાધનથી જાણે. એ છે માટે જાણે એમ પણ નહિ. સમજાણું કાંઈ ? રાત્રે તો ઘણું આવ્યું હતું. એ તો બધું આવે ત્યારે આવે ને ?
આહા..હા...!
અહીંયાં તો (નાનાતિ) એમાંથી (આવ્યું). સમ્યષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેથી તે (નાનાતિ) છે. એમ કીધું ને ? આ..હા...! (નાનાતિ)નો અર્થ છે ને ? બસ ! (નાનાતિ) આહા..હા...! અનંત અનંત ગુણને, અનંત અનંત દ્રવ્યને, અનંત અનંત વિકૃત થયેલા વિકારી જીવોની પર્યાયને ઈ જાણે છે. આહા..હા...! પોતામાં પણ થયેલી વિકૃત અવસ્થા... આહા..હા...! તેને અડ્યા વિના જાણે છે. આ ગજબ વાત છે ! આ લોકો રાડ પાડે છે ને ? વ્યવહાર... વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય. ભાઈ ! સાંભળ, પ્રભુ ! તેં તત્ત્વની વાત સાંભળી નથી. આહા..હા...!
મુમુક્ષુ :- આ સ્પષ્ટીકરણ થાય છે...
...