________________
કલશામૃત ભાગ-૫
૫૨માત્માને) પર્યાયમાં સર્વજ્ઞ અને વીતરાગ દશા થઈ (તે) ક્યાંથી આવી ? કંઈ બહારથી આવે છે ? એ બધી અંદર જિનસ્વરૂપમાં પડી છે. આહા..હા...! એ પહેલાં જિનસ્વરૂપી ભગવાનઆત્મા ! તેનો સ્વીકાર થઈને સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રગટ) થયા તો પર્યાયમાં પણ જિનપર્યાય થઈ. જિનસ્વરૂપની દૃષ્ટિથી જિનપર્યાય થઈ એ મોક્ષમાર્ગ છે. આ..હા...! અને તેનું ફળ મોક્ષ છે તે પણ જિન વીતરાગભાવ છે.
અહીં એ કહે છે કે, જેને અંદર જિનસ્વરૂપી ભગવાનઆત્માની પ્રતીતિ – સમ્યગ્દર્શન થયું તેનો મિથ્યાત્વભાવ નાશ થઈ ગયો. રાગ હું છું ને પુણ્ય હું છું, રાગથી મને લાભ થશે ને નિમિત્તથી મારામાં લાભ થશે એવો જે મિથ્યાત્વભાવ છે તે) નાશ થઈ ગયો. આહા...હા...! હજી તો અહીંયાં મિથ્યાત્વભાવની વાત છે. આહા..હા...! અને જેનો મિથ્યાત્વભાવ નાશ થયો તેને સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો,...’ આ...હા..! આ સિદ્ધાંત ! અંદર જેટલા પુણ્યદયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ (થતા હતા) તે મારા એમ મિથ્યાત્વભાવમાં માનતો હતો એ સમ્યગ્દર્શનમાં છૂટી ગયું. આહા..હા...! એ મારામાં નથી, એ મારી ચીજ નહિ અને એ મને લાભદાયક નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
પાપ
વિશેષ તો હવે આવશે. સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો,...' છે શબ્દ ? શું કહે છે ? ચાહે તો ભગવાન ત્રિલોકનાથનું સ્મરણ હો, એ પણ એક વિકલ્પ – વૃત્તિ રાગ છે. આહા..હા...! જ્યાં ચૈતન્ય ભગવાનઆત્મા સ્વરૂપે જિન વીતરાગમૂર્તિ પ્રભુ ! અકષાય સ્વભાવનો કંદ આત્મા ! તેની દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન સત્ય દર્શન (થયું), જેવું સત્ય સ્વરૂપ છે એવું દર્શન, એવી પ્રતીતિ (થઈ). સમજાણું કાંઈ ? આહા..હા...! એવું ભાન થયું તો મિથ્યાત્વભાવ છૂટી ગયો. મિથ્યાત્વભાવ છૂટી ગયો તેને વ્યવહા૨ છૂટી ગયો. આહા...હા....! આ (સાંભળીને) લોકો રાડ પાડે છે. પ્રભુ ! તારી ચીજ એવી છે, તને બેસતી નથી. આહા..હા...! તારા હિતની વાત છે તો કહે કે, વ્યવહારથી નિશ્ચય થાય. પણ વ્યવહાર રાગ છે, તેનાથી આત્માનો સ્વભાવ પ્રાપ્ત થતો નથી.
૩૦૦
1
-
અહીંયાં તો કહ્યું... ભાઈ ! હવે, ફરીથી. સમસ્ત વ્યવહા૨ છૂટી ગયો, કારણ કે...’ હવે કારણ કહે છે. આહા..હા...! મિથ્યાત્વના ભાવ..' વિપરીત માન્યતા, ઊલટી દષ્ટિ, ઊલટી શ્રદ્ધા એ જે મિથ્યાત્વભાવ. તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ આ..હા..હા...! ‘સમયસાર નાટક’માં લીધું છે. અસંખ્યાત લોકપ્રમાણ વ્યવહારભાવ કેવળી ઉકત હૈ, ઇતના મિથ્યાત્વભાવ કેવળી ઉકત હૈ. આહા..હા...! ઉસકા અર્થ હૈ.
વ્યવહા૨ ભાવ છે તે મિથ્યાત્વભાવ નથી. પણ જેટલો વ્યવહા૨ છે તેટલો પોતાનો માનવો તે મિથ્યાત્વભાવ છે. પાઠ તો આવો છે. છે ? મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ એનો અર્થ આ કે, જેટલો વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે, અસંખ્ય પ્રકારના છે) તે મારા છે (એમ માને છે) તો એ જેટલો વ્યવહા૨ છે તેટલો
1