________________
કળશ-૧૭૩
૨૯૯
કરવું હોય તેને માટે વાત છે. સમજાણું કાંઈ ?
ભગવાનઆત્મા ! દાખલો આપીએ છીએ ને ? જેમ મૃગ (હોય, એ) મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે). હરણની નાભિમાં કસ્તૂરી છે પણ એને કસ્તૂરીની કિમત નથી. એમાં આ ભગવાન આત્મા ! અંદરમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ભર્યા છે તેની કિંમત નથી. આ દયા, દાન ને વ્રતના પરિણામ થયા તેની કિંમત (આવે છે. અથવા પર-સ્ત્રી અને પૈસામાં સુખ છે એમ પરની કિંમત માને છે. તે મિથ્યાષ્ટિ મૂઢ જીવ છે. આહા...હા...!
અહીંયાં કહે છે, આ બંધ અધિકાર છે. જેટલું બંધનું કારણ છે, વ્યવહાર રત્નત્રય આદિ બંધના કારણ છે, એ અબંધસ્વરૂપ – ભગવાનઆત્મા અબંધસ્વરૂપ (છે), (“સમયસારની) પંદરમી ગાથા – અબદ્ધસ્કૃષ્ટ પ્રભુ ! અંદર રાગથી અને કર્મથી બંધાયેલ નથી, અંદર ભિન્ન તત્ત્વ છે, મુક્તસ્વરૂપ છે. અબદ્ધ કહો કે મુક્ત કહો. અબદ્ધ નાસ્તિથી છે. મુક્તસ્વરૂપ ચૈતન્ય ! એમાં રાગ અને કર્મનો સંબંધ જ નથી. આહાહા....! એવા આત્માનો જેને અંતરમાં
સ્વીકાર થયો કે, હું તો અબંધસ્વરૂપી પ્રભુ આત્મા છું, આહાહા...! હું રાગ નહિ, શરીર નહિ, વાણી નહિ, મન નહિ, કુટુંબ-ફુટુંબ, ધૂળ (-પૈસા) તો ક્યાંય બહાર રહી ગયા.... આહા..હા...! એવી જેને પ્રથમમાં પ્રથમ મોક્ષમહેલની પહેલી સીડી પ્રગટ થઈ). છ ઢાળામાં આવે છે. મોક્ષ – મુક્ત નામ પૂર્ણ દુઃખથી મુક્ત. એ નાસ્તિથી શબ્દ છે. મુક્તિ એટલે મોક્ષ – દુઃખથી પૂર્ણ મુક્તિ અને આનંદની પૂર્ણ પ્રાપ્તિ. અતીન્દ્રિય આનંદની પૂર્ણ પ્રાપ્તિ (થાય) તેનું નામ મુક્તિ (છે) અને ઇન્દ્રિયજનિત જે બધા દુઃખ છે તેની નાતિ (અર્થાતુ) નાશ થવો) તેનું નામ મુક્તિ (છે). એ મુક્તિનો ઉપાય (જેને પ્રગટ થયો). આહા...હા..!
આત્મા છે એ જિનસ્વરૂપ છે. આત્મા છે તે જિનસ્વરૂપ છે. “સમયસાર નાટકનું પદ) ઘણીવાર કહ્યું છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન’ ‘ઘટ ઘટ અંતર જિન વસે...” ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદમૂર્તિ જિનસ્વરૂપી છે. આહા..હા....! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન” જૈન કોને કહે છે ? કે, જેને અબંધભાવની દૃષ્ટિ થઈ તેને રાગની એકતા તૂટી ગઈ તેને જૈન કહે છે. જેને કોઈ સંપ્રદાય નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા..!
એમાં તો ત્રણ બોલ લેવા છે. એક તો જિનસ્વરૂપ પોતે પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે. તેના આશ્રયે જે પરિણામ થાય છે તે પણ જિનસ્વરૂપી વીતરાગી પરિણામ થાય છે અને તેના ફળરૂપે પણ વીતરાગી પૂર્ણ કેવળજ્ઞાન થાય છે. જિનસ્વરૂપ, જિનભાવ (અને) જિનફળ. આહા...હા...! ભાઈ ! આ તો ઝીણી વાતું બહુ, બાપુ ! આહા...હા...! હજી તો બહારમાં ક્યાં ક્યાં અટકે, રોકાય અરેરે..! આ શું છે ? આહા..હા...!
ભગવાન આત્મા અંદર પ્રભુ ! તને ખબર નથી. જે કોઈ પરમાત્મા સર્વજ્ઞ જિન થયા એ કયાંથી થયા ? એ પર્યાય આવી કયાંથી? દશા આવી ક્યાંથી? સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથ