________________
કળશ-૧૮૪
પર૧
ઉતરે. એ કંઈ બુદ્ધિને કારણે મળતા નથી). કેમ હશે આ ? હોશિયારી કરે તો પૈસા મળે એમ હશે કે નહિ ? નહિ ? કેટલું જોયું છે ! કાંઈ માલ ન મળે. મહિને પાંચ લાખની પેદાશ, દસ લાખની પેદાશ હોય). અરે..! અત્યારે છે ને ! “અરબસ્તાન મેં ! “અરબસ્તાનમાં એક દેશ છે. દેશ નાનો છે પણ એમાં પેટ્રોલ બહુ નીકળ્યું, પેટ્રોલ ! કેટલું? કૂવા નીકળ્યા છે. દેશ નાનો છે. એ કલાકની દોઢ કરોડની ઉપજ છે. શું ? પેદાશ ! એક કલાકની દોઢ કરોડની ઉપજ છે. અત્યારે છે. “અસબસ્તાનમાં છે. અમે તો બધું સાંભળ્યું છે ને ! એ કરતાંય બીજો એક દેશ ‘અરબસ્તાનમાં એવો) છે કે, એને પણ એટલું પેટ્રોલ નીકળ્યું છે, દેશ નાનો છે પણ કૂવા બહુ નીકળ્યા તો એક દિવસની એક અબજની પેદાશ છે. પેદાશ ! શું કહ્યું ? એક દિવસની એક અબજની પેદાશ છે. છે તો માંસ ખાનારા હલકા માણસ, પણ પૂર્વના પુણ્ય છે તો મળે છે. પછી તો નરકે જવાના છે. મરીને તો નીચે નરકે જશે. પણ પૂર્વના પુણ્યને કારણે એક દિવસની એક અબજની પેદાશ છે. આ...હા...! એમાં શું થયું ? એ કંઈ બુદ્ધિનું ફળ છે ? બુદ્ધિવાળા ઘણા છે. મહિને બે હજાર પેદા કરવા હોય તોપણ ઘણી મહેનત કરવી પડે, નોકરી કરે ને સેવા કરે ને માખણ ચોપડે. મોટા માણસના વખાણ કરે ત્યારે માંડ બે હજાર પેદા કરે. એ કંઈ બુદ્ધિનું ફળ નથી. એ તો પૂર્વના પુણ્યના કર્મ પડ્યા હોય તેનું એ ફળ છે. એને દ્રવ્યકર્મ કહેવાય છે. દ્રવ્યકર્મ એટલે જડ કર્મ. એને કારણે તેને પૈસા) મળે છે. એ દ્રવ્યકર્મ પણ આત્માથી ભિન્ન છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
દ્રવ્યકર્મ...” એક વાત આવી. “ભાવકર્મ...” ભાવકર્મ એટલે શું ? ભાવકર્મ શબ્દ છે ? આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભગવાનનું સ્મરણ એ બધો ભાવ રાગ છે. એ રાગને અહીંયાં ભાવકર્મ – મલિન કહે છે. વૃત્તિનું ઉત્થાન છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એમાં જે ભગવાનનું નામ સ્મરણ કરે છે, ભગવાન.... ભગવાન. ભગવાન.. ઈશ્વર. ઈશ્વર. કે ણમો અરહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઈરિયાણું. એમ કરવું એ એક વિકલ્પ છે, વૃત્તિ છે, રાગ છે, વિકાર છે, ભાવકર્મ છે, મલિન છે, ઝેર છે. ઝીણી વાત છે, પ્રભુ ! આ તો અલૌકિક વાતું છે ! એ ભાવકર્મ પણ આત્માથી ભિન્ન છે.
આત્મા તો ચૈતન્ય આનંદસ્વરૂપ ભગવાન આત્મા (છે). એનાથી ભાવકર્મ – હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ રાગ એ વિકાર છે, એ ભાવકર્મ છે, એ વિકૃત ભાવ છે, એ ભિન્ન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા શુભભાવ છે, એ પણ રાગ છે, એ પણ મલિન છે. એ પણ આત્માના સ્વભાવથી ભિન્ન છે. આ ડૉક્ટર-બોક્ટર બધાની ઓનરરી સેવા કરે છે ને ? એ બધો રાગ છે, કહે છે. જોકે નોકરી તો કરે છે. મોટી હોસ્પીટલમાં જાય પછી પોતાનું ડૉક્ટરપણું ચાલે. બે-ચાર મહિના હોસ્પીટલમાં મફત કામ કરે, મફત ! મફત સમજ્યા ? પૈસા લીધા વિના. પછી પોતાની દુકાન ચાલે