________________
CX
કિલશામૃત ભાગ-૫
ધૂળ, મકાન આદિ છે એ તો હું નહિ જ... આહાહા...! પણ અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો – રાગ છે એ હું નહિ. અને એને વર્તમાનમાં જાણવાની પર્યાય જાણે છે કે, આ રાગ છે એ પર્યાય જેટલો પણ હું નહિ. હું તો અખંડ પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. એમ જેને જ્ઞાનમાં, શ્રદ્ધામાં, વેદનમાં આવ્યું એ સદા એને અનુભવે છે એમ કહે છે.
કેવું છે જ્ઞાન ? એટલે આત્મા. જ્ઞાન શબ્દ અહીંયાં આત્મા છે. આખો આત્મા ! જ્ઞાનનો પૂંજ પ્રભુ એટલે આખો આત્મા. છે ને ? “સ્વયં” અનાદિસિદ્ધ છે. એ તો અનાદિથી છે. અનાદિથી સહજ સ્વરૂપ જ એ છે. કોઈ નવું થયું છે, કોઈ કારણથી થયું છે એમ નથી. એ તો સ્વયંસિદ્ધ ચિદાનંદ સહજાનંદ પ્રભુ ! ભગવાન આનંદનું દળ ! જ્ઞાયકનું પૂર પ્રભુ ! સ્વયંસિદ્ધ છે. સ્વયં છે. એને કોઈએ કર્યો છે કે નહોતો અને થયો છે એમ નથી. આહાહા...! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે હોય એ હોય, શું થાય ? આહા..હા..! સમજાણું કાંઈ ?
આહા...હા...! એ “અનાદિસિદ્ધ છે.” અનાદિ – આદિ નથી એ રીતે વસ્તુની – ભગવાનની સત્તા છે. આ આત્માની, હોં ! આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! પૂર્ણ ઈદ ! એ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે એ સ્વયંસિદ્ધ છે. એ કોઈના કારણે થયો છે કે એને કોઈએ કર્યો છે એવી એ ચીજ નથી. આહાહા...! “અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ?” “સહનં “શુદ્ધ વસ્તસ્વરૂપ છે.” સ્વભાવિક પવિત્ર સ્વરૂપ છે. આહા...હા...! ત્રિકાળી પવિત્રતાનો પિંડ પ્રભુ છે ! આહા...હા...!
વળી કેવું છે ? “સંત અખંડધારાપ્રવાહરૂપ છે. આ...હા...હા....! એ નિરંતર એવોને એવો શુદ્ધ ચિદાનંદ આનંદ પડ્યો છે. અખંડ ધારા જેમ હોય એમ ધ્રુવ ધારા (છે). ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ.... ધ્રુવ. ધ્રુવ.. (ધારા છે). ધ્રુવ એટલે નિત્ય. નિત્ય ધારાપ્રવાહ ! નિત્ય વસ્તુ પડી છે, પ્રભુ આ...હા...! સમજાણું કાંઈ ?
“કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ?” નિઃશંક છે. જેને એ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવનું જ્યાં જ્ઞાન, ભાન અને વેદન થયું એ ધર્મી જીવ કેવો છે ? કે, નિઃશંક છે. વસ્તુને જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે એવું ધર્મીને નથી. મારી ચીજની હું રક્ષા રાખું, ગુપ્ત રાખું નહીતર કો'ક લઈ જશે, ચોરી જશે એ ચીજ (–શંકા) જ્ઞાનીને હૃદયમાં નથી. બહારની ચીજ કોઈ ચોરી લઈ જાય ઈ ચીજ તો એની નથી. આહા...હા....! અને અંદર એની જે ચીજ છે નિત્ય પ્રભુ ભગવાન ! એને કોઈ ચોરી જાય, લઈ જાય, હરી જાય, ઘસારો કરી નાખે, ઘસી નાખે એમ નથી. આહા..હા..! આવો કેવો ઉપદેશ આ? બાપુ ! માર્ગ તો આવો છે, ભાઈ ! એને મળ્યો નથી. આહા..હા...!
પ્રભુ પરમાત્મા ત્રણલોકના નાથ જે થયા એ પર્યાયમાં થયા. એ શક્તિ અને સ્વભાવ રૂપે હતા એમાંથી થયા. આહા...હા...! એટલે દરેક ભગવાન આત્મા શક્તિરૂપે સ્વભાવરૂપે