________________
કળશ-૧૫૮
૮૫
પરમાત્મારૂપે છે. એને કોણ લઈ જાય ? એને કોણ ચોરી જાય ? એને કોણ છીનવી લ્ય? હાથમાં કોઈ વસ્તુ હોય એને છીનવી લ્ય, એમ આ છીનવાતી હશે ? આહા..હા...!
મારું કાંઈ છીનવી લે. છે ? “જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે.' વસ્તુ નિત્યાનંદ પ્રભુ છે એમાં પરપદાર્થનો પ્રવેશ નથી. પ્રવેશ નથી તો એને લઈ કોણ જાય ? આહા..હા..! નિત્યાનંદ પ્રભુ ! અનાદિથી જેમ છે તેવો છે એમાં.... આહા..હા..! વર્તમાન એક સમયની દશાનો પણ જ્યાં પ્રવેશ નથી તો ત્યાં વળી કોઈ જીવ, બીજું દ્રવ્ય અંદર પ્રવેશ કરી જાય અને એને લઈ જાય એવું કેમ બને ?)
પેલા ફિરોજાબાદના નહિ ? કરોડોપતિ ! પચાસ લાખ રૂપિયા તો ખર્ચો, એથી વધારે ધર્માદાના નામે ખર્ચા છે. બંગડીનો મોટો વેપારી ! ત્યાં અમે ગયા હતા ત્યારે) એના મકાનમાં ઉતર્યા હતા. એનો એક માણસ – નોકર હતો. મોટો પૈસાવાળો એટલે પૈસા તો પડ્યા જ હોય, પાંચ-પચાસ હજાર, લાખ-બે લાખ તો એની પાસે પડ્યા જ હોય. મોટો ગૃહસ્થ ! લૌકિક ખાતે ઉદાર પણ જબરો ! ધર્મને નામે માનસ્તંભ બનાવ્યો છે, પાઠશાળા બનાવી છે. અમે ત્યાં ગયા હતા. અમારા નામની પાઠશાળા બનાવી છે, માનસ્તંભમાં ફોટો નાખ્યો છે. મોટો ગૃહસ્થ ! કરોડોપતિ ! એનો માણસ હતો એણે) રાત્રે મારી નાખ્યો ! લોહી... લોહી... લોહી...! છરાથી માર્યો) ! સવારે જોવે ત્યાં મડદું લોહીમાં પડ્યું હતું) ! જુઓ ! આ દશા !
એમ કોઈ આત્માને લઈ શકે ? પૈસા માટે મારી નાખ્યો. પૈસા લઈ ગયો. પછી પકડાઈ ગયો. પછી તો મોટો ગોટો નીકળ્યો ! એવું છાપામાં આવ્યું છે. પોતાને દીકરો નહોતો, ભાઈના દીકરાને ખોળે લીધેલો. એના જ ભાઈએ આને મારી નાખ્યો. આ સંસાર...! સડસડતી અગ્નિ છે ! છાપામાં આવી ગયું છે. પોતાના ભાઈના દીકરાનો ખોળે લીધેલો). પોતાને) દીકરો નથી. એના ભાઈએ દગો કર્યો, આ નોકરને કહી મારી નાખ્યો. પકડાઈ ગયો છે. આહા..હા...!
બહાર એ શરીરને, પૈસાને લૂંટે પણ આ ભગવાન નિત્યાનંદ પ્રભુને કોઈ લૂંટી શકે એમ છે ? સમજાણું કાંઈ ? આહા..હા...! એથી ધર્મી સમ્યક્દષ્ટિને “મારી ચીજ છે એ કોઈ ચોરી જશે’ એવો એને ભય હોતો નથી. આહા...હા...! પૈસા લઈ જાય, અરે...! બાયડી ઉપાડી જાય. લઈ જાય છે ને ? જુઓને !
મુમુક્ષુ :- “સીતાજી’ને લઈ ગયા હતા.
ઉત્તર :- ઈ તો લઈ ગયા હતા) પણ આ તો અહીંને અહીં થયું. અહીં એક હતા ને ? બિચારા બાયડી-ભાયડા બે નીકળેલા. એમાં બાયડીને ઉપાડવા એક ડાકુ નીકળ્યો. એમાં એક પોસ્ટમેન નીકળ્યો. આ પોસ્ટમેન હોય ને ? ટપાલી ! માળાએ જોર કર્યું (કે) ન લઈ