________________
૮૨
કલામૃત ભાગ-૫
ચીજ છે નહિ.
આ તો અનંત પુરુષાર્થ છે, પ્રભુ ! પૂર્ણ જેની વર્તમાન દશામાં જ્ઞાનનું અંશપણું છે, રાગનું છે ઈ જુદું રાખો. એ અંશપણાને (-પર્યાયને) પૂર્ણ રીતે હું છું એમ અનાદિથી માન્યું છે. એ અંશ છે તે હું છું એમ માન્યું છે. એનું નામ જૂઠી – મિથ્યાદૃષ્ટિ કહેવામાં આવે છે. પણ જેનો અંશ છે એ આખી ચીજ અંશી વસ્તુ નિત્યાનંદ પ્રભુ છે. એની પ્રતીતિ અને જ્ઞાન કરીને એનું વેદન લાવવું. આ..હા...હા...! ત્રણ બોલ થયા ને ? કે, પૂર્ણાનંદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરી, તેની પ્રતીત કરી અને તેનું ચારિત્ર એટલે વેદનનો અંશ લાવવો એમ કહેવું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ધર્મ ચીજ બાપુ ! મોંઘી છે, અલૌકિક છે ! આહા..હા..! અને એની દરકારે ક્યાં છે) ? જીવોને ક્યાં પડી છે) ? આ દુનિયામાં બહારમાં મોટામાં એમને એમ મરી ગયા !
મોટપ ચીજ તો અંદર મોટી ભગવાન છે ! સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ જ પોતે અંદર છે. સમજાય છે કાંઈ ? એવા પરમાત્મસ્વરૂપ પૂર્ણ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, જિન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, અભેદ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, એક સ્વરૂપ આ બધા એના વિશેષણ છે !! અરે. એવા સ્વરૂપને જેણે જાણ્યું છે, માન્યું છે અને અંશે વેદહ્યું છે અને અહીંયાં સમ્યક્દૃષ્ટિ કહીએ. આહા..હા....! સમજાણું કાંઈ ?
એ જીવ “શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સવ વિખ્વતિ)” એ તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ પ્રભુ ! પવિત્રતાના પિંડને, ધર્મ સમ્યક્દૃષ્ટિ જીવ સદા તેને અનુભવે છે. આહાહા....! એ રાગને અનુભવતો નથી. અનાદિથી રાગ – દયા, દાન, વ્રત કે કામ, ક્રોધના ભાવનું કરવું અને વેદવું એ મિથ્યાષ્ટિપણું છે. આહા..હા..! એની જાત જે છે એ વેદવામાં આવી નહિ. ઝીણી વાત છે.
એ આત્મા અંદર પ્રભુ છે. જેમ નિર્મળતા સ્ફટિક તણી – જેમ સ્ફટિક નિર્મળ હોય છે, સ્ફટિક રત્ન જોયું છે કોઈ દિ ? આપણે મૂર્તિ સ્ફટિકાની) છે. આવો સ્ફટિકનો પથ્થર એક ફેરી જોયો છે, જામનગર' ! “જામનગરમાં (સંવત) ૧૯૯૧માં ત્યાં ડૉક્ટર હતા ને ? ભાઈ ! મોટા ડૉક્ટર (હતા), તે દિ અઢી હજારનો પગાર હતો). (ત્યારે) “સમયસારની ૧૦૦મી ગાથા ચાલતી હતી, જામનગર બધા સાંભળવા આવ્યા હતા. પછી કહે, સ્ફટિક બતાવ્યું. આવું સ્ફટિક છે. એમ જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે....” ભગવાન આત્માનો સ્વભાવ નિર્મળ સ્ફટિક જેવો નિર્મળ છે. અરે... અરે..! આહા..હા..! “શ્રી જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી.” એ
સ્ફટિકની નિર્મળતા તો જડની છે. આ ભગવાનની નિર્મળતા જ્ઞાનપ્રકાશની છે. જેનો જ્ઞાન પ્રકાશ અંદર પૂર્ણ ભર્યો છે. આહાહા...! એની નિર્મળતાનું જ્યાં અંદર ભાન થાય, એ સ્વને જ્ઞાનમાં શેય બનાવીને તેને જાણે અને જાણીને પ્રતીત કરીને અંશે વેદે, એ જીવ સદાય